Main Menu

Tuesday, May 22nd, 2018

 

ધારીનાં દુધાળામાં દેશી બંદુકથી સસલાનો શિકાર કરનાર ઝડપાયો

અમરેલી, તા.
ધારી તાલુકાના દુધાળા રેવન્‍યુ વિસ્‍તારમાં દેશી બંદુક
(જામગરી) દ્વારા વન્‍ય પ્રાણી સસલા પર ફાયરીંગ કરી શિકાર કરતા બે
ઈસમો પૈકી એકને વન વિભાગે જામગરી સાથે ઝડપી લીધો હતો. તો એક આરોપી
ફરાર થઈ જતા વન વિભાગે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની વિગતો અનુસાર ધારી ગીર પૂર્વ વન વિભાગ હેઠળના
દુધાળા રેવન્‍યુ વિસ્‍તારમાં ગત રાત્રીના 3:30 વાગ્‍યે કરમદડી ગામના
બે શખ્‍સો મગન ભનુ અને રમેશ બાબુ જામગરી દેશી બનાવટની બંદુક સાથે
સસલાનો શિકાર કરતા હતા તે દરમિયાન બીટના બીટકાર્ડ તથા એક રોજમદારે
રંગે હાથે શિકારીને ઝડપવાનો પ્રયત્‍ન કરેલ. જેમાં બંદુક સાથે મગન
ભનુ રહે. કરમદડી ઝડપાઈ ગયો હતો અને રમેશ ભાગવામાં સફળ થયો હતો. જેને
ઝડપી લેવા વન વિભાગે ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે ઈન્‍ચાર્જ
આર.એફ.ઓ. પંડયાના જણાવ્‍યા અનુસાર એક આરોપીને પકડીને ઘટના સ્‍થળનું
નિરીક્ષણ કરવામાં આવ્‍યું છે. તથા સસલાના મૃતદેહને એફ.એસ.એલ.માં
મોકલી મોત કયા પ્રકારે થયું છે તેનું કારણ જાણવા મળશે તેમ
જણાવ્‍યું હતું.

ખાંભા-ઇંગોરાળા માર્ગ પર અચાનક કાર સળગતા દોડધામ

ન જાણ્‍યુ જાનકીનાથે ઘડી પછી શું થવાનું છે
ખાંભા-ઇંગોરાળા માર્ગ પર અચાનક કાર સળગતા દોડધામ
અમરેલી, તા. (ફોટા ઈમેલમાં છે.)
ખાંભા-ચલાલા રોડ ઉપર બપોરના બે વાગ્‍યા આસપાસ
ખાંભા-ઈંગોરાળા વચ્‍ચે ધોમ તાપ કે અગમ્‍ય કારણોસર મારૂતિ ફ્રન્‍ટી
કાર નં. પ374 માં આગ લાગતા કારચાલકો ઉતરીને ઘટના સ્‍થળેથી પલાયન
થયેલ.
સ્‍ટેટ હાઈવે નેવું આસપાસ ઘટના સ્‍થળે ફ્રન્‍ટીકાર સળગતાની
ઘટનાની જાણ ભીખુભાઇ બાટાવાળાને થતા તાત્‍કાલીક ખાંભા પોલીસને જાણ
કરતા ખાંભા એએસઆઇ ભગીરથસિંહ રાણા ઘટના સ્‍થળે પહોંચતા બળીને ખાક થઇ
ગયેલી કાર જોવા મળેલ કાર માલીક ડ્રાઇવર કે કોઇ વ્‍યકિત નજરે ન પડતા
કારને રોડની સાઇડમાં રાખેલ.
અસહૃા ગરમી અને અતિભંગાર હાલતમાં ચલાલા-ખાંભા રોડ ઉપર
અગમ્‍ય કારણોસર આગમાં ખાક થયા સમયે ટ્રાફીક ઓછો હોવાથી અન્‍ય
દુર્ઘટના ટળી હતી.

ધારીનાં માધુપુર ગામે એકીસાથે 3 મકાનને નિશાન બનાવતા તસ્‍કરો

શહેરો બાદ હવે તસ્‍કરોએ ગામડા ખુંદવાનું શરૂ કર્યુ
ધારીનાં માધુપુર ગામે એકીસાથે 3 મકાનને નિશાન બનાવતા તસ્‍કરો
મકાન માલીક સુરત ગયા ને, તસ્‍કરો મકાનમાં ઘુસી ગયા
અમરેલી, તા. (ફોટા ઈમેલમાં છે.)
ધારી નજીક આવેલ ગઢીયા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા અમિત
જીયાણીનાં માધુપુર ગામે આવેલ રહેણાંક મકાન તેમજ આજુબાજુનાં અન્‍ય ર
મકાન મળીને તસ્‍કરોએ 3 મકાનનાં ખાખાખોળા કરીને શિક્ષના મકાનમાંથી
રૂપિયા રપ હજારનાં મુદ્‌ામાલની ઉઠાંતરી કરી છે.
અમરેલી, લાઠી, બગસરા સહિતના શહેરોમાં તસ્‍કરોએ હાહાકાર
મચાવી દીધાબાદ હવે તસ્‍કરોએ કાર્યક્ષેત્રનો વિસ્‍તાર કર્યો હોય તેમ
હવે માધુપુર જેવા ગામડામાં પણ તસ્‍કરબાજી શરૂ કરી છે.
ચોરીની ઘટના બાદ શિક્ષકે સ્‍થાનિક પોલીસમાં અરજી આપતા
પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખાંભા તાલુકા પંચાયતનાં લાંચીયા એસ.ઓ. પુરોહીત પડાયાને એસીબીએ  રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપી લીધો

ભ્રષ્‍ટ કર્મચારીઓએ પાણીનાં પંપની રકમ મંજુર કરવા લાંચ માંગી હતી
ખાંભા તાલુકા પંચાયતનાં લાંચીયા એસ.ઓ. પુરોહીત પડાયાને એસીબીએ
રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપી લીધો
ભાજપનાં રાજમાં ભ્રષ્‍ટ બાબુ
અમરેલી, તા. (ફોટા ઈમેલમાં છે.)
ખાંભા તાલુકા પંચાયત બાંધકામ શાખાનાં એસ.ઓ.ને પોરબંદર
એ.સી.બી.એ રૂા.10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડતા ભ્રષ્‍ટ
બાબુઓમાં ફફડાટ ફેલાયો છે.
ખાંભાનાં જામકા ગ્રામ પંચાયતનાં સરપંચ અને પૂર્વ તાલુકા
પંચાયત સભ્‍ય ભોળાભાઈ નાથાભાઈ બસીયા પાસે 14માં નાણાં પંચની
ગ્રાંટમાંથી પાણીના બોર માટે સબમર્શીબલ પાસ કરાવવા અને વર્કઓર્ડર
કાઢવા માટે ખાંભા તાલુકા પંચાયતનાં બાંધકામ શાખાનાં એસ.ઓ. પુરોહીત
પડાયાએ રૂા.10 હજારની લાંચ માંગતા જામકાનાં સરપંચ ભોળાભાઈએ
એ.સી.બી.ને જાણ કરતા પોરબંદરની એ.સી.બી. ટીમનાં પી.આઈ. એન.એસ.
જાડેજા, એ.એસ.આઈ. જુમીભાઈ, અનીલભાઈ, માધવભાઈ એ.એસ.આઈ. પાંડે
હીતેશભાઈ ભરતભાીની ટીમે ખાંભા તાલુકા પંચાયત બાંધકામ શાખાની
ઓફીસમાં ખુરશી-ટેબલ ઉપર બેસેલા એસ.ઓ. પુરોહીત પડાયાને રૂા.10 હજારની
લાંચ લેતા પંચો રૂબરૂ ઝડપી પાડેલ.
ચાલુ વરસે ઓછા વરસાદનાં કારણે જામકા ગામે ઉભીથયેલી પાણીની
ગંભીર પરિસ્‍થિતિને પહોંચી વળવા સરપંચ ભોળાભાઈએ જામકામાં દાર
કરાવતા પુષ્‍કળ પાણી થતા તેઓએ ખાંભા બાંધકામ શાખામાં તાત્‍કાલીક
ધોરણે પ્રજાની પાણીની સુવિધા માટે સબમર્સીબલની લેખીતમાં માંગણી
કરતા 14માં નાણા પંચની ગ્રાન્‍ટ માંથી પાણીનો સબમર્સીબલ – વર્ક
ઓર્ડર અને એસ્‍ટીમેટ બનાવવા, પાસ કરવાનું લેખિતમાં માંગણી કરતા
તા.પં. બાંધકામ શાખાનાં એસ.ઓ. પુરોહીત પડાયાએ રૂા.10 હજારની લાંચ
માંગેલ જે રકમ પુરોહીત પડાયાએ સરપંચ પાસેથી સ્‍વીકારતાં જ
એ.સી.બી.ની ટીમે પંચો રૂબરૂ ઝડપી પાડેલ અને બાદમાં પુરોહીત પડાયાને
ખાંભા સરકીટ હાઉસ લઈ જઈ આગળની તપાસ હાથ ધરી છે.

આંદોલનકારી મહિલાનાં મૃત્‍યુની ઘટના અતિ નિંદનીય

રાજુલાની પ્રાંત કચેરી સામે રપ દિવસથી ભુમાફીયાઓ વિરૂઘ્‍ધ ચાલે છે
આંદોલન
આંદોલનકારી મહિલાનાં મૃત્‍યુની ઘટના અતિ નિંદનીય
ધારાસભ્‍ય ડેર અને વિપક્ષી નેતાનાં લઘુબંધુ શરદ ધાનાણીએ
આંદોલનકારીઓની મુલાકાત લીધી
અમરેલી, તા. (ફોટા ઈમેલમાં છે.)
ગુજરાત રાજયની સરકાર સામે આંદોલનો થાય છે અને આંદોલનો
દરમ્‍યાન મોતની ઘટના બનવા છતાં જાડી ચામડીના તંત્રને કાઈ અસર થતી ન
હોવાની ઘટના રાજુલામાં જોવા   મળી છે. રાજુલા તાલુકાના પીપાવાવધામના
ગ્રામજનો દ્વારા ર6 દિવસથી ઉપવાસ આંદોલન રાજુલાની પ્રાંત કચેરી
સામે ર00 ગ્રામજનો કરી રહ્યા છે. આ ઉપવાસ દરમ્‍યાન 1 મહિલાનું મોત
થયું છે છતાં જાન દેંગે જમીન નહિ દેંગેના સુત્રને વળગીને હાલ પણ
ગ્રામજનો સરકારી કચેરી સામે બેઠા છે.
રાજુલા-જાફરાબાદના 31 ગામોની જમીનો પર ભુમાફીયાઓએ કબ્‍જો
કર્યો છે તે જમીનનો કબ્‍જો છોડાવવા છેલ્‍લા ર6 દિવસથી આ રાજુલાની
પ્રાંત કલેકટર કચેરી બહાર ધરણા કરીને પીપાવાવધામના ગ્રામજનો
ઘ્‍વારા પીપાવાવધામમાં ગેરકાયદેસર રીતે ચાલતા ઝીંગાફાર્મ હટાવવા
માટેની માંગણી કરી રહ્યા છે. ઉપવાસ આંદોલનના સાતમાં દિવસે ભાણીબેન
સાંખટ નામની મહિલાની ઉપવાસ આંદોલનને કારણે તબિયત બગડતા પ્રથમ
રાજુલા બાદ ભાવનગર અને અમદાવાદ સારવારમાં ખસેડાઈહતી પણ સારવાર
દરમ્‍યાન આ ભાણીબેન સાંખટનું મોત નીપજતા નાના એવા પીપાવાવધામમાં
અરેરાટી વ્‍યાપી ગઈ હતી. હાથમાં દીકરીનો ફોટો લઈને બાપ સાથે દીકરીના
દાદાની આંખો હજુ માનવા તૈયાર નથી કે પોતાની વ્‍હાલસોય દીકરી આજે આ
ફાની દુનિયા છોડીને ચાલી ગઈ છે. ઘરમાં માતમનું ગમગીનીભર્યું વાતાવરણ
છે ત્‍યારે મૃતક દીકરીના પિતાએ જણાવ્‍યું હતું કે, ગેરકાયદેસર
ઝીંગાફાર્મ હટાવવા મક્કમ બનેલા ગ્રામજનો એક ઉપવાસીના મોત બાદ હજુ
પણ રાજુલાની પ્રાંત કચેરી સામે જાન દેંગે જમીન નહિ દેંગેના સુત્રને
વળગીને બેઠા છે. આ રાજકીય અંદોલન નથી પણ સત્તાધારી ભાજપ પક્ષના
તાલુકા પંચાયતના સદસ્‍ય ર6 દિવસથી ઉપવાસ આંદોલનમાં જોડાયા છે.
સત્તાધારી પક્ષના આગેવાનો પોતાના સમાજના હિત માટે ર6 દિવસથી
આંદોલન કરીને ન્‍યાય માટે આખું ગામ તંત્રની કચેરી બહાર ઉપવાસ કરી
રહ્યું છે પણ તંત્ર ટસનું મસ નથી થતું. એક દીકરીના પ્રાણની આહુતિ
આપીને હજુ પણ જમીન માટે ઉપવાસ ન છોડવા મોટી ઉંમરની વૃદ્ધ મહિલાઓ
સાથે નાના ભૂલકાઓ પણ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ત્‍યારે પીપાવાવ
ધામના સરપંચ પણ મક્કમ બની ગયા છે.
જી.એચ.સી.એલ. કંપની સહિત ભૂમાફિયાઓએ જમીન પર કબ્‍જો કર્યો છે
તો તંત્રના બાબુઓ સામે આક્ષેપ સરપંચે કર્યો હતો. ઉપવાસીઓને
ધમકાવવાનોઆરોપ પ્રાંત કલેકટર સામે કરી રહ્યા છે. એક દીકરીના મોત બાદ
પણ ગ્રામજનો જીવ દેશે પણ જમીન નહિ દેવા મક્કમ થયા છે ત્‍યારે
વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી પણ ઉપવાસી છાવણી સાથે
મૃતક દીકરીના ઘરે જઈને પરિવારને સાંત્‍વના પાઠવી હતી અને સરકારની
બેધારી નીતિ સામે વિપક્ષના નેતાના ભાઈએ આક્ષેપ કરતા જણાવ્‍યું હતું
કે, જમીનના ભોગે જીવ ગુમાવ્‍યો હોવા છતાં નીંભર સરકારી તંત્ર મોતની
પણ દરકાર કરતુ નથી. સરકારી તંત્ર ભૂમાફિયાઓને છાવરી રહ્યું હોવાના
આક્ષેપો વિપક્ષના નેતાના ભાઈએ કર્યા છે.
ત્‍યારે આ વિસ્‍તારના ધારાસભ્‍ય અંબરીશ ડેર પણ ઉપવાસી
છાવણીની મુલાકતે પધારીને સરકાર સામે રોષિત થઈને જણાવ્‍યું હતું કે,
ગામની જમીન ગામના જ લોકોને ફાળવવા સાથે ગેરકાયદેસર જમીનો પર કબ્‍જો
છોડાવવા છેક મહેસુલમંત્રી સુધી રજુઆતો થઇ છે પણ રાજકારણના ભોગે
નાના માણસોને અન્‍યાય થઇ રહ્યો છે. ર6 દિવસથી ઉપવાસ આંદોલન ચાલી
રહ્યા છે જશ ભલે ભાજપ લઇ જાય પણ ગ્રામજનોની લાગણી અને માંગણીનું
નિરાકરણ સરકાર લાવે તે જરૂરી છે નહીતર હજુ પણ આ ઉપવાસ આંદોલનમાં
લોકો જીવ ખોશે તેની જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી ધારાસભ્‍ય
ડેરે ઉચ્‍ચરી હતી. ત્‍યારે પોતાના હક્કની લડાઈ લડતા ગ્રામજનોને
સરકાર એક મહિલાના મોત બાદ ન્‍યાય આપશે કેકેમ તે તો સમય જ કહેશે.

ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા પુરૂષોત્તમમાસ નિમિત્તે બ્રહ્મ ભોજન   (ચોરાશી)નું આયોજન

ચલાલા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા પવિત્ર
પુરૂષોત્તમ માસના પ્રથમ દિવસે બ્રહ્મ ભોજન (ચોરાશી) પ્રસંગે ચલાલા
અને મીઠાપુર (ડું)ના બ્રાહ્મણ પરિવારો દરેક મંદિરના મહંતોએ સુંદર
મહાપ્રસાદ લીધો હતો. આ મહાપ્રસાદનો શુભ આરંભ મંગલદિપના પ્રાગટયથી
થયો હતો. આ પ્રસંગે સંસ્‍થાના રતિદાદા તથા અમદાવાદથી પધારેલ રતિબાપા
દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્‍યું હતું. સાથ અરવિંદભાઈ, મીનાબેન,
મંજુબા વગેરે મહેમાનો ઉપસ્‍થિત રહયા હતા. સંસ્‍થા વતી રતિદાદાએ આવેલ
તમામ મહેમાનોનું તિલક, કલાવા તથા મંત્ર પટ્ટા દ્વારાનું સ્‍વાગત
કર્યું હતું અને ભોજન પ્રસાદ લીધા બાદ બધા બ્રહ્મ દેવતાઓને તથા
મહંતોને દક્ષીણા તથા મંત્ર પટ્ટો ભેટ આપ્‍યા હતા અને બધા બ્રહ્મ
દેવતાઓ તથા મહંતો ખૂબ ખુશ થયા હતા અને અંતરના આશિર્વાદ આપ્‍યા હતા.
સમગ્ર બ્રહ્મ પરિવાર વતી ખોડાદાદાએ અને સંત સમાજ વતી બાલાભાઈ
દેવમુરારીએ રતિદાદાનું શાલ ઓઢાડી સ્‍વાગત કર્યું હતું. આ
કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના વડા રતિદાદા, દડુભાઈ, મેહુલભાઈ,
બાલુભાઈ, મંજુબા તથા શીતલબેન મહેતાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

22-05-2018