Main Menu

Sunday, May 20th, 2018

 

ગોપાલગ્રામમાં મહિલા મંડળ ર્ેારા શ્રીમદ્ય ભાગવત્‌ સપ્‍તાહનો પ્રારંભ

ધારીનાં ગોપાલગ્રામ ખાતે મહિલા મંડળ ર્ેારા શ્રીમદ્ય ભાગવત સપ્‍તાહનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં વિણાબેન, ભાવનાબેન, સુમિતાબેન, મેનાબેન, કંચનબેન, રાધાબેન, કાશીબેન તેમજ વિમળાબેન વગેરે કથાનું રસપાન કરી રહૃાા છે. તેમજ ધારી-બગસરા (ખાંભા)ના ધારાસભ્‍ય જે.વી. કાકડિયા ખાસ ઉપસ્‍થિતરહૃાા હતા. વ્‍યાસાસનેથી શાસ્‍ત્રી ભગતબાપુ કરજાળાવાળા કથાનું રસપાન કરાવી રહૃાાં છે. તેમજ ગામલોકો બહોળી સંયામાં હાજર રહૃાા હતા. તેમજ સાજીંદા, બાલુભાઈ ભિસરિયા રાત્રે સંતવાણીનાં કાર્યક્રમમાં નામી અનામી કલાકારો ભજનની રમઝટ બોલાવશે. ગામ લોકો ઉત્‍સાહભેર કથાનો લાભ લઈ રહૃાા છે.

લીલીયા બૃહદ ગીરમાં અસહૃા ગરમીમાં સિંહો સહિતનાં વન્‍ય પ્રાણીઓ અકળાયા

લીલીયા, તા.19
સમગ્ર રાજયમાં પાછલા કેટલાક દિવસોથી હિટવે છવાયો છે. 4પ ડિગ્રી ઉપર તાપમાનનો પારો ચડી રહયો છે. તેવા સમયે જનજીવન સાથે સિંહો સહિતના વન્‍ય પ્રાણીઓ અસહય ગરમીથી અકળાય હેરાન પરેશાન જોવા મળી રહયા છે. લીલીયા બૃહદ ગીરમાં અસહય ગરમી પડી રહી છે. ધોમધખતા તાપમાં રાહત મેળવવા છુટાછવાયા વૃક્ષો નીચે એક સાથે મોટી સંખ્‍યામાં બેસી તાપથી રક્ષણ મેળવવા પ્રયાસો કરતા હોવાનું નજરે પડયું હતું. તેવા સમયે પર્યાવરણ ક્ષેત્રમાં કામ કરતું ગ્રેટર ગીર નેચર ટ્રસ્‍ટના રાજન જોષીએ સિંહો સહિતના વન્‍ય પ્રાણીઓનારહેઠાણ વિસ્‍તારમાં ખરા અર્થના પ્‍લાન સ્‍ટેશનોની કામગીરી કરતા વનતંત્રએ પૂરતા પ્રમાણમાં વૃક્ષારોપણ કરી વૃક્ષો ઉછેરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરી છે.

રાજુલામાં મહિલાને ભરબજારમાં ગાળો આપી, મારી નાંખવાની ધમકી આપી

અમરેલી, તા. 19
રાજુલા ગામે રહેતાં શારદાબેન લવજીભાઈ સોલંકીનાં તથા તેણીનાં જેઠનાં છોકરાને તે જ ગામે રહેતાં ગોપાલ ભરતભાઈ સહિત 3 ઈસમોએ ગાળો આપી છૂટા પથ્‍થરનાં ઘા કરી મકાનને નુકશાન કરી ભાગી ગયેલ હોય, ત્‍યારે તેણી બજારમાં જતાં રવિભાઈ તથા કાંતિ ઉર્ફે વીડી નામનાં બે ઈસમોએ તેમને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

અમરેલીનાં જેશીંગપરા પાસેથી વિદેશી દારૂ સાથે 1ને ઝડપી લીધો

અમરેલીનાં જેશીંગપરા પાસેથી વિદેશી દારૂ સાથે 1ને ઝડપી લીધો
બાઈક સહિત રૂા. 38 હજારનો મુદ્યામાલ ઝડપી લીધો
અમરેલી, તા.19
અમરેલીના ગાયત્રી મંદિર પાસે આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા અંજુકપ ઉર્ફે સોનુ માસીરાય ઢોલે નામનો રપ વર્ષીય યુવકઆજે વહેલી સવારે જેશીંગપરામાંથી પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર જી.જે.14 એ.એલ. ર00 માં વિદેશી દારૂની બોટલ નંગ-30 કિંમત રૂપિયા 18 હજાર તથા મોટર સાયકલ સહિત કુલ રૂા. 38 હજારનાં મુદામાલ સાથે અમરેલી એલ.સી.બી.એ ઝડપી લઈ અમરેલી સીટી પોલીસ હવાલે કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજુલાનાં ભેરાઈ ગામે આધેડને માર મારી હાથ ભાંગી નાખતા ફરિયાદ

અમરેલી, તા.19
રાજુલાનાં ભેરાઈ ગામે રહેતા રામભાઈ ભીખાભાઈ વાઘ નામના પ0 વર્ષીય આધેડે તે જ ગામે રહેતા ટપુભાઈ રાજાભાઈને મારી નાખવાની ના પાડતા ટપુભાઈ, બિજલ ટપુભાઈ, નકાભાઈ તથા આતુભાઈ વિગેરેએ ઉશ્‍કેરાઈ જઈ મૂંઢ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હાથે ફેકચર કરી દેતા આ અંગે પીપાવાવ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કર્ણાટકની ઘટનાથી ભાજપનાં અંતનો આરંભ : ધારાસભ્‍ય ઠુંમર

કોંગી ધારાસભ્‍ય ઠુંમરે ભાજપ પર કર્યા શાબ્‍દિક પ્રહારો
કર્ણાટકની ઘટનાથી ભાજપનાં અંતનો આરંભ : ધારાસભ્‍ય ઠુંમર
અમરેલી, તા. 19
કર્ણાટકમાં ભાજપની સરકાર ગણતરીની મિનિટોમાં જ તુટી પડતાં હવે ભાજપનાં અંતનો આરંભ થયાનું કોંગી ધારાસભ્‍ય વિરજી ઠુંમરે એક નિવેદનમાં જણાવેલ છે.
તેઓએ વિશેષમાં જણાવેલ છે કે, જનસેવા માટે સત્તા સાધન હોય છે પરંતુ ભાજપ સત્તાને જ સાઘ્‍ય માની રહૃાું છે. ગોવા, મણીપુર અને મેઘાલયમાં સત્તા મેળવવા માટે સિઘ્‍ધાંતોને નેવે મુકનાર ભાજપે કર્ણાટકમાં પણ સત્તા મેળવવા સિઘ્‍ધાંતોને નેવે મુકયા હતા અને ગુજરાતનાં વતની અને કર્ણાટકનાં રાજયપાલ વજુભાઈ વાળાએ બંધારણને બદલે ભાજપને વફાદાર રહેવાનો નિષ્‍ફળ પ્રયાશ કર્યો હતો. વજુભાઈ વાળાએ હવે માળા ફેરવવાની જરૂર હોવાની ઠુંમરે જણાવ્‍યું હતું.
વધુમાં જણાવ્‍યું હતું કે, કર્ણાટકમાં ભાજપની મનની મનમાં રહી જતાં આગામી દિવસોમાં રાજસ્‍થાન, મઘ્‍યપ્રદેશ અને છત્તીશગઢઅને બાદમાં લોકસભા ચૂંટણીજંગમાં પણ ભાજપનો પરાજય નિશ્ચિત હોવાનું અંતમાં જણાવેલ છે.

બાબરાના સીમ વિસ્‍તારમાંથી દેશીદારૂ પકડી પાડતી એલસીબી

અમરેલી, તા. 19
આજરોજ અમરેલી એલસીબી પીઆઈ સી.જે. ગોસ્‍વામીની રાહબરી નીચે એલસીબી ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે બાબરાના કરીયાણા રોડ ઉપરની એક વાડી-ખેતરમાં આવેલ ઓરડીમાં હંસાબેન વા/ઓ વલ્‍લભભાઈ ચનાભાઈ ગોલાણી રહે. બાબરા કરીયાણા રોડ વાડી વિસ્‍તારવાળી ગેરકાયદેસર વગર પાસ પરમીટે દેશી પીવાના દારૂનું વેચાણ કરે છે. તેવી ચોકકસ બાતમી મળતાં બાતમીવાળી જગ્‍યાએ રેઈડ કરતા બાબરાના કરીયાણા રોડ પર આવેલ વાડી-ખેતરમાં આરોપી હંસાબેન વા/ઓ વલ્‍લભભાઈચનાભાઈ ગોલાણી (ઉ.વ. 38) રહે. બાબરા કરીયાણા વાળી હાજર મળી આવેલ હોય અને વાડી ખેતરમાં તપાસ કરતા દેશીદારૂનું કેન મળી આવતા જે જોતા તેમાં દેશી પીવાનો દારૂ રપ લીટર જેની કિંમત રૂા. 7પ0 તથા કેનની કિંમત રૂપિયા પ0 મળી કુલ કિંમત રૂપિયા 800નો પ્રોહિ. મુદામાલ કબ્‍જે કરી આગળની પ્રોહિબીશન ધારા તળેની કાર્યવાહી સારૂ બાબરા પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરી અમરેલી ઈન્‍ચાર્જ પોલીસ અધિક્ષક બી.એમ. દેસાઈની સુચના અને માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ ઈન્‍સ. સી.જે. ગોસ્‍વામી, પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર કે.ડી. ગોહિલ તથા એલસીબી સ્‍ટાફના ભરતબાપુ ગોસ્‍વામી, કે.સી. રેવર, કિશનભાઈ હાડગરડા, મનિષભાઈ જોષી, મયુરભાઈ ગોહિલ, ભગવાનભાઈ ભીલ, હરેશભાઈ બાયલ, જગદીશભાઈ પોપટ, તુષારભાઈ પાંચાણી, રાજુભાઈ ચૌધરી તથા બાબરા પોલીસ સ્‍ટાફ વિગેરેએ કરેલ છે.

ચલાલામાં વેપારીનાં ઘરે જઈ તોડફોડ કરી રૂા. 10 હજારનું નુકશાન

રૂા. પ0 કાપી લેવામાં આવતા ડખ્‍ખો
ચલાલામાં વેપારીનાં ઘરે જઈ તોડફોડ કરી રૂા. 10 હજારનું નુકશાન
દહીડા ગામનાં ઈસમ સામે પોલીસ ફરિયાદ
અમરેલી, તા.19
ચલાલા ગામે રહેતા અતુલભાઈ ગોરધનભાઈ ગેડીયાની દુકાનેથી દહીડા ગામે રહેતા ઉમેશભાઈ બચુભાઈ જેબલીયા ભૂગર્ભ ટાંકાનું લોકવાળું ઢાંકણ લઈ ગયા હતા અને બાદમાં તેમનું લોક તોડી નાખી પરત દેવા આવતા રૂા.પ0 કાપી લેતાં આ ઉમેશભાઈને સારૂ નહીં લાગતા તેઓ આ વેપારીના ઘરમાં પ્રવેશ કરી તોડફોડ કરી રૂા. 10 હજારનું નુકશાન કર્યાની ફરિયાદ ચલાલા પોલીસમાં નોંધાઈ છે.

જાફરાબાદનાં રહેણાંક મકાનમાં ચોરી કરનાર 3 શખ્‍સોની ધરપકડ

પોલીસે ગણતરીનાં કલાકોમાં જ આરોપી ઝડપી લીધા
જાફરાબાદનાં રહેણાંક મકાનમાં ચોરી કરનાર 3 શખ્‍સોની ધરપકડ
રૂપિયા ર0 લાખનો મુદ્યામાલ કબ્‍જે કર્યો
અમરેલી, તા. 19
જાફરાબાદમાં 9 દિવસ પહેલા નથાભાઈ ભાલીયાનાં રહેણાંક મકાનમાંથી રૂપિયા ર1 લાખ ઉપરાંતનાં મુદ્યામાલની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.
જે અનુસંધાને ઈન્‍ચાર્જ પોલીસ અધિક્ષક દેસાઈ અને નાયબ પોલીસ અધિક્ષક માવાણીનાં માર્ગદર્શન તળે સ્‍થાનીક પી.એસ.આઈ. એસ.આર. વરૂ અને સ્‍ટાફે બાતમીનાં આધારે મનુભાઈ બારૈયાનાં મકાનમાંથી રૂપિયા ર0 લાખનો મુદ્યામાલ કબ્‍જે કરીને શારદાબેન તેમજ કીસનખારવા અને રામજીને ઝડપી લેવા ચક્રો ગતીમાન કરેલ છે.

શોર્ટ લાગવાથી પાંચ શ્રમજીવીઓનાં કમકમાટીભર્યા મૃત્‍યુ

કુંકાવાવ નજીક આવેલ ચોકી (ભાયાવદર) નજીક બની દુર્ઘટના
શોર્ટ લાગવાથી પાંચ શ્રમજીવીઓનાં કમકમાટીભર્યા મૃત્‍યુ
સમગ્ર બનાવને લઈને સમગ્ર પંથકમાં અરેરાટીનો માહોલ ઉભો થયો
વડીયા, તા. 19
વડીયા તાલુકાના ચોકી (ભાયાવદર) ગામે મકનબાપાનાં મંદિરે સપ્‍તાહનું આયોજન પૂર્ણ થતાં મંડપ ડુમ વગેરેને ખોલવામાં ઈલેકટ્રીક શોકમાં પાંચ વ્‍યકિતનાં કમકમાટીભર્યા મૃત્‍યુ અને એક જીવન અને મોતની વચ્‍ચે કુંકાવાવ હોસ્‍પીટલમાં જોકા ખાઈ રહૃાો છે.
જાણવા મળતી વિગત મુજબ આજે સવારે તમામ 8 મજુરો સવારે ઉઠીને નાસ્‍તો કર્યા બાદ મંડપ છોડવાની કામગીરી શરૂ કરેલ. જેમાં ર મજુરો જાજરૂ ગયેલ અને 6 મજુરો ઘ્‍વારા મંડપ છોડવાની કામગીરી શરૂ કરતાની સાથે જ પોતાનો લોખંડનો રેકડો ટેબલ ઉપર ઈલેવન લાઈનને અડી જતાં પ મજુરોના ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યા મોત નિપજેલ અને એકને સામાન્‍ય શોક લાગતા તેનો જીવ બચી ગયેલ. મૃતકો તમામ આદિવાસી મજુરો હોવાનું બહાર આવેલ છે. જેમાં (1) જશવંત અરવિંદભાઈ આદિવાસી પટેલ (ઉ.વ. ર0) રહે. ચાઠા તા. ઘોઘબા, જી. પંચમહાલ (ર) બળવંત કડીયાભાઈ આદિવાસી પટેલ (ઉ.વ. 40) રહે. ચાઠા તા. ઘોઘંબા, જી પંચમહાલ, (3) રાજેન્‍દ્ર રાયજીભાઈ આદિવાસી પટેલ (ઉ.વ. 19) રહે. રોશવાણી, તા. ઘોઘંબા, જી. પંચમહાલ, (4) કિરણભાઈ બારૈયા(ઉ.વ. 19) રહે. ચાઠા, તા. ઘોઘંબા, જી. પંચમહાલ અને (પ) મયુર કિરણભાઈ રાઠવા (ઉ.વ. રપ) રહે. કુંડલ, તા. પાવી જેતપુર, જી. છોટા ઉદેપુર આ તમામના ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યા મોત થયેલ છે. જયારે મહેન્‍દ્રકુમાર મંગળભાઈને ઈજા પહોંચેલ છે. મૃતક તમામને કુંકાવાવ સિવીલ હોસ્‍પીટલ ખાતે પી.એમ. માટે મોકલેલ છે. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ અમરેલી એલસીબી પીઆઈ સી.જે. ગોસ્‍વામીને સોંપેલ છે.
વાણંદ સમાજ પૈકી સમસ્‍ત રાવરાણી ચાવડા પરિવારના કીર્તિવંત સુરાપુરા દાદા શ્રી મકનબાપાના મંદિર સંકુલમાં (મુ. ચોકી (ભાયાવદર), તા. વડીયા, જી. અમરેલી) ખાતે 17માં ટીરહી મહોત્‍સવ પ્રસંગે શ્રી ગીરીબાપુનાં વ્‍યાસાસને તા. 9/પ/18થી તા. 17/પ/18 દરમિયાન ભવ્‍ય અને પાવનકાઈ શિવકથાનું આયોજન થયું હતું. જેમાં ગામે ગામથી માનવ મહેરામણ ઉમટી પડતું હતું. જે બે દિવસ પહેલા શિવકથા પૂર્ણ થતાં ડેકોરેશન અને સમયાણુની ગોઠવણ સજાવટ કરેલ હતી તે મંડપ સર્વિસનાં મજુરો ખોલી રહૃાા હતા. લોંખડનાં ટેબલ ઉપર ચડીને ખોલી રહૃાા હતા. અમુક નીચે ટેબલને ધકકો મારવામાં ઉભા હતા જે ટેબલને ધકકો માર્યો કે ટેબલ ઈલેવન કેવી વાયને અડી જતાં લોખંડના ટેબલ સાથે પાંચ મજુરોને શોટ લાગતા જે ઘટના સ્‍થળે જ પાંચ મજુરોનાં કમકમાટીભર્યા મોતનિપજયા હતા અને એક વ્‍યકિતને કુંકાવાવ સિવીલ હોસ્‍પીટલે જીંદગી અને મોતની વચ્‍ચે જોકા ખાઈ રહૃાો છે.
કુંકાવાવ પાસે આવેલા ચોકી ખાતે મકનબાપુ સેવાધામ મંદિર ખાતે તા. 9થી 17 સધુી યોજાયેલ ગીરીબાપુની શિવકથાના ડોમ મંડમ ખોલવા માટે મજુરો કામ કરતા હતા ત્‍યારે ઈલેવન કેવી વીજલાઈનને ઘોડી અડી જતાં પાંચ મજુર બળીને સ્‍થળ ઉપર જ મોતને ભેટયા હતા અને એકને શોટ લાગતા વધુ સારવાર માટે હોસ્‍પીટલમાં ખસેડવામાં આવ્‍યો હતો.
આ ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ આસપાસના વિસ્‍તારોમાંથી દોડી આવ્‍યા હતા. આમ વહેલી સવારે કામ કરતા મજુરોના કમમાટીભર્યા મોત નિપજયા હતા.

સુજલામ્‌ સુફલામ્‌ જળ અભિયાન અંતર્ગત થઇ રહેલા દીર્ઘદ્રષ્ટિભર્યા વિકાસકામોને લીધે ભાવિ પેઢીને ફાયદો થશે

કૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને જિલ્‍લા પ્રભારી મંત્રી આર.સી.ફળદુ કહે છે
સુજલામ્‌ સુફલામ્‌ જળ અભિયાન અંતર્ગત થઇ રહેલા દીર્ઘદ્રષ્ટિભર્યા વિકાસકામોને લીધે ભાવિ પેઢીને ફાયદો થશે
અમરેલી તા.19
કૃષિ – ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રી આર.સી. ફળદુએ, અમરેલી જિલ્‍લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી, હેમાળ, છેલણા, ટીંબી તેમજ ખાંભાના પીપળવા અનેજીકીયાળી ગામ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થઇ રહેલા તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ.
કૃષિ – ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારી મંત્રી આર.સી. ફળદુએ કહ્યું કે, આ અભિયાન થકી જળસંગ્રહની ક્ષમતામાં વધારો થતાં ગુજરાત રાજયની આવતીકાલ સુખદ બનશે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થઇ રહેલા દીર્ઘદ્રષ્ટિભર્યા વિકાસકામોને લીધે ભાવિ પેઢીને ફાયદો થશે. જળસંગ્રહ વધારવાના કામમાં લોકોનો સહકાર મળતાં, ખેતીની જમીનને વધુ ફાયદો થશે.
મંત્રીએ વધુમાં કહ્યું કે, સમગ્ર રાજયમાં જળસંગ્રહને સંલગ્ન કાર્યો થઇ રહ્યા છે. આ કામોને લીધે વરસાદી પાણીનો વધુ સંગ્રહ થશે તેમજ નીકળેલા કાંપથી ખેતીની જમીનને વધુ ફાયદો થશે. રાજય સરકારે ગ્રામવિકાસ અને કિસાનલક્ષી વિકાસકાર્યોને મહત્‍વ આપ્‍યું છે.
મંત્રીએ ખાંભાના જીકીયાળી ખાતે કોઝ-વેના દાતા  રમણિકભાઇ ચતુરભાઇ નસીત અને વાલજીભાઇ શામજીભાઇ નસીત સાથે ચર્ચા – વિચારણા કરી હતી.
રાજુલા – જાફરાબાદના પૂર્વ ધારાસભ્‍ય કહ્યું કે, રાજય સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરી હયાત તળાવો – જળાશયો – નદી ઉંડી ઉતારવાની કામગીરી થકી  જળસંગ્રહ ક્ષમતામાં વધારો થશે. જેના લીધે જળસ્‍તર ઉંચા આવશે અને ખેતીમાં પણ વધુ પાક લઇ શકાય તેવી સ્‍થિતિનું સર્જન થશે.જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરાએ કહ્યું કે, રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સુજલામ સુફલામ જળ અભિયાનએ ભગીરથ કાર્ય છે. જિલ્‍લાના તળાવો, ખેત – વનતલાવડીઓ, નદીઓને ઉંડી ઉતારવાની કામગીરી શરૂ છે. ભૌગોલિક સ્‍થિતિ મુજબ અમરેલી જિલ્‍લામાં વધુમાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય તે પણ એટલું જ આવશ્‍યક છે.આ પ્રસંગે પૂર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસીયા, રવુભાઇ ખુમાણ, પ્રફુલ્લભાઇ પાનસેરીયા, મહેશભાઇ કસવાળા, મદદનીશ ખેતી નિયામક નારોલા સહિતના અધિકારી – પદાધિકારી – મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

અમરેલીમાં કોંગીજનોએ કર્ણાટકની ઘટનાને આવકારી

અમરેલીનાં કોંગીજનોએ કર્ણાટકમાં ભાજપની સરકાર તૂટી જવાની ઘટનાની ખુશીમાં આતશબાજી કરીને ભાજપનાં પરાજયને વધાવ્‍યો હતો. આ તકે ધારાસભ્‍ય ઠુંમર, શરદ ધાનાણી, ટીકુભાઈ વરૂ, સંદિપ ધાનાણી, લલિત ઠુંમર, શૈલેષ ઉકાણી, ધર્મેન્‍દ્ર પાનસુરીયા સહિતના કોંગીજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

અમરેલી યાર્ડમાં કેસર કેરીની વિપુલ આવક

સામાન્‍ય રીતે એમ કહેવાય છે કે ફળોનો રાજા એટલે કેરી, અને કેરીમાં પણ મહારાજા એટલે કેસર કેરી. અમરેલી જિલ્‍લામાં કેસર કેરીનું વિપુલ ઉત્‍પાદન આવે છે. ત્‍યારે અમરેલી માર્કેટયાર્ડ ખાતે માત્ર કિશાન કંપનીમાં જ દરરોજ 1ર00 થી 1પ00 મણનું વેચાણ થાય છે. જેમાં કેસર કેરી રૂા.પ00 થી 1000નાં ભાવે રોકડા નાણાંથી વેચાય છે. આ ઉપરાંત અમરેલી યાર્ડમાં અનેક જથ્‍થાબંધ વેપારીઓ અને કમીશન એજન્‍ટને ત્‍યાં પણ કેસર કેરીનો વિપુલ જથ્‍થો ઠલવાય છે. અમરેલી માર્કેટયાર્ડનાં પૂર્વ ડીરેકટર્સ એવા ઘનશ્‍યામભાઈ રૈયાણી અને કાળુભાઈ રૈયાણી કેસર કેરીની હરરાજી કરતાં દ્રશ્‍યમાન થાય છે.

નવજીવન જનરલ હોસ્‍પિટલની શુભેચ્‍છા મુલાકાત લેતા ઠુંમર તથા ધાનાણી

અમરેલી નાગરિક ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત નવજીવન જનરલ હોસ્‍પિટલમાં ઉનાળાની આટલી ગરમીમાં જયારે સામાન્‍ય લોકો કે દર્દીઓ પણ બહાર નીકળવાનું વિચારતા હોય ત્‍યારે, પોતાના લોકોની સતત ચિંતા કરતા અને કર્મણ્‍ય એવા લાઠી – બાબરાના ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર તથા શરદભાઈધાનાણીએ શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. તથા હોસ્‍પિટલમાં દાખલ થયેલા તમામ દર્દી – સગાને જાતે રૂબરૂ મળીને ફ્રુટનું વિતરણ પણ કર્યું હતું. તથા તમામ દર્દીઓને ઉતમ સારવાર    મળે તથા ઝડપથી ઉતમ આરોગ્‍ય પ્રાપ્‍ત કરે તેવી શુભેચ્‍છા પાઠવી હતી. દરેક દર્દી – સગાને મળીને સારવાર સુવિધા માટે પૂછતા તમામ દર્દીઓ તથા સગાઓએ જણાવ્‍યું હતું કે અમોને બધાને નવજીવન જનરલ હોસ્‍પિટલમાં રાહત દરે ઉતમ કોર્પોરેટ કક્ષાની સારવાર તથા સુવિધા મળી રહી છે. તથા ડોકટર ટીમ, હોસ્‍પિટલ સ્‍ટાફ, મેનેજમેન્‍ટ પણ ખૂબ સારૂ છે અને જરૂરી તમામ સગવડ તથા સુવિધા હોસ્‍પિટલ દ્વારા પુરી પાડવામાં આવે છે. આમ દર્દી – સગા વગેરેનો નવજીવન હોસ્‍પિટલમાં મળતી સારવાર – સુવિધા અંગેનો પ્રતિભાવ સાંભળતા વિરજીભાઈ ઠુંમર તથા શરદભાઈ ધાનાણીએ સંતોષ તથા ખુશી વ્‍યકત કરી હતી અને ભવિષ્‍યમાં વધુને વધુ સારી ઉતમ સુવિધા નવજીવન જનરલ હોસ્‍પિટલ દ્વારા અમરેલી જિલ્‍લાના તમામ લોકોને આરોગ્‍ય ઉપયોગી થાય તે માટે શુભેચ્‍છા પાઠવી હતી.

ભોપાલ ખાતે યોજાયેલ બેઠકમાં ઉપસ્‍થિત રહેતા સાંસદ કાછડીયા

ગવર્નમેન્‍ટ આસ્‍યુરન્‍સ કમીટીની સ્‍ટડી ટુર અંતર્ગત તા. 19 મે, ર018ના રોજ ચેરમેન ડો. રમેશ પોખરીયાલ (નીશંક)ની અઘ્‍યક્ષતામાં ભોપાલ ખાતે યોજાયેલ બેઠકમાં અમરેલીનાં સાંસદ નારણભાઈકાછડીયાએ હાજરી આપેલ હતી. આ બેઠકમાં સાંસદ ઉપરાંત માર્ગ અને મકાન મંત્રાલયના અધિકારીઓ આઈ.કે. પાંડે, અમિત ઘોષ, ડી.કે. શર્મા અને સુમિત કુમાર ભારતીય રાષ્‍ટ્રીય રાજયમાર્ગનાં અધિકારી આર.કે. પાંડે, એમ.કે. જૈન અને એમ.એલ. પુરબીયા, મઘ્‍યપ્રદેશ શાસનનાં આર.કે.મહેરા, અખીલેશ અગ્રવાલ, અનિલ થંસૌરીયા અને જી.પી. કટારા, ઉર્જા મંત્રાલયના ડો. પંકજ સકશેના, સુતાપા મજુમદાર, બી.કે. ભટ્ટ, એસ.કે. ગુપ્‍તા, એ.એસ.પરીજા, એસ.કે.રાય અને બીહારીલાલ પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડીયાનાં પ્રભાકર સિંહ, ડી.કે.સિંહ, અનિલ જૈન, સુબીર સૈન, પી.સી. ગર્ગ, સંજય ગુપ્‍તા અને એ.કે.ચૌરસિયા, રક્ષા મંત્રાલયના મનીષ ઠાકુર અને કોમાડોર રામબાબુ, ડીફેન્‍સ રીસર્ચ ડેવલપમેન્‍ટ ઓર્ગેનાઈઝેશનનાં જકવાન અહમદ, વી.પી.પર્લીકર,ગોપાલ ભુષણ, આર.કે. શર્મા, એમ.કે.હાડા અને વિપુલ ગુપ્‍તા એવીએશન મંત્રાલયના રૂબીના અલી તથા એરપોર્ટ ઓથોરીટીના ડો. ગુરૂપ્રસાદ, અનીલકુમાર ગુપ્‍તા, પવન પરીહાર અને રાકેશ બાહરી સહીતનાં અધિકારીઓ તથા કમિટિના સભ્‍યો ઉપસ્‍થિત રહૃાા હતા.

20-05-2018