Main Menu

Friday, May 18th, 2018

 

બાબરામાં ભરાતી બુધવારી બજારમાં પુનઃ ખિસ્‍સા કાતરૂઓ સક્રીય થયા

બાબરા, તા.17
બાબરામાં ભરાતી બુધવારીમાં પોતાને પોતાની રોજગારી મળી તે માટે જુદા-જુદા જીલ્‍લાઓ તેમજ બહારના તાલુકામાંથી મોટી સંખ્‍યામાં નાના-મોટા ધંધાર્થીઓ પોતાના પરિવારનું પેટયું રળવા માટે આવે છે.
તો તેની સાથે – સાથે ખીસ્‍સાકાતરૂ પણ આ બુધવારીમાં પોતાનો હાથ અજમાવા તેમજ ભીડનો લાભ લેવા માટે આવતા હોવાનું દેખાય રહયું છે.
બાબરા શહેરમાં બુધવારના દિવસે તાલુકાના ગામડાઓમાંથી તેમજ શહેરમાંથી મોટી સંખ્‍યામાંમહિલાઓ તેમજ પુરૂષો ખરીદી માટે ઉમટી પડે છે. જેના હિસાબે આ બજારમાં પુષ્‍કળ પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળતી હોય છે.
આ બાબતનો લાભ લઈને આ બજારમાં ખીસ્‍સાકાતરૂ પણ પોતાની ભુમીકા ભજવા માટે આવી જાય છે. અને અનેક લોકોના ખીસ્‍સા હળવા કરી ચાલ્‍યા જાય છે.
હજુ આ ગયા બુધવારે શહેરમાં રહેતા એક નોકરિયાત બહેન ખરીદી માટે આ બુધવારીમાં ગયા હતા. ત્‍યાં તેનું પર્સ ચોરાયું હતું તે પર્સમાંથી એક મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ ગઈ હતી. આ બરાની મૌખીક જાણ પણ પોલીસને કરાઈ હતી. પણ હાલો મળી જશે તેવી મોટી મોટી વાતો કરી આશ્‍વાસન આપી ત્‍યાંથી વળાવી દેવામાં આવે છે.
હાલ બુધવારી બજારમાં કોઈ પોલીસ પણ જોવા મળતું ન હોય જેના હીસાબે આવા ખીસ્‍સાકાતરૂને જાણે કોઈની બીક નો હોય તેમ પોતાનું કામ આશાનીથી કરી લે છે.
તેમજ આ બુધવારીમાં બહારથી આવતી અજાણી મહિલાઓની પણ અવર-જવર દેખાય છે. તો બાબરા પોલીસ નિંદ્‌ામાંથી જાગી થોડુક ઘ્‍યાન આપે તો આરોપી પણ ઝડપાય જાય તેવું અહીનાં વેપારીઓ કહી રહયા છે.

અમરેલીને હવે ખોડીયાર જળાશયનું પાણી મળતું થશે

આગામી 6 મહિના પછી શહેરમાં એકાંતરા પાણી વિતરણ કરી શકાશે
અમરેલીને હવે ખોડીયાર જળાશયનું પાણી મળતું થશે
વનવિભાગે પાઈપલાઈન લગાવવાની મંજુરી આપી દેતાં 4 વર્ષનો પેન્‍ડીંગ પ્રશ્‍ન પુર્ણ થયો
અમરેલી, તા. 17
આઝાદીના 70 વર્ષ બાદ હવે અમરેલી શહેરની પીવાના પાણીની સમસ્‍યાનું નિરાકરણ થવાના ઉજજળા સંજોગો ઉભા થયા છે. શહેને આગામી 6 મહિના બાદ દૈનિક અથવા તો એકાતરા પાણી આપી શકાશે તેવું ચિત્ર સામે આવ્‍યું છે.
અમરેલી શહેરને ધારી નજીક આવેલ ખોડીયાર જળાશયમાંથી આમતો ર દાયકાથી પાણી આપવામાં આવતુ હતું પરંતુ, છેલ્‍લા 3 થી 4 વર્ષથી પાઇપલાઇન બિસ્‍માર બનતા ખોડીયાર જળાશયથી અમરેલી સુધીની નવી પાઇપલાઇન નાખવાનું કામ શરૂ થયું હતુ.
પરંતુ, માર્ગમાં 4 થી પ કિ.મી.ની જમીન વન વિભાગની હોય વન વિભાગ 4 વર્ષથી પાઇપલાઇન લગાવવાની મંજુરી આપતો ન હોય આ બાબતે પાલીકાના પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયાએ આંદોલન કર્યુ હતુ.
અંતે વન વિભાગે મંજુરી આપી દેતા પાલિકા દ્વારા રકમ ભરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે અને આગામી એકથી બે મહિનામાં જ બાકીની કામગીરી પૂર્ણ થવાથી હવે ખોડીયાર જળાશયનું પાણી પણ શહેરીજનોને પીવા માટે મળી શકશે અને પાણીની સમસ્‍યા લગભગ દુર થઇ જશે.

ધારીનાં યુવકે ઉંદર મારવાની દવા ગટગટાવી લીધી

પત્‍નિ, સાળાનાં આક્ષેપનાં કારણે
ધારીનાં યુવકે ઉંદર મારવાની દવા ગટગટાવી લીધી
યુવકનાં સસરાએ ધમકી પણ આપી હતી
અમરેલી, તા. 17, ધારી ગામે સિનેમા રોડ ઉપર રહેતા વિપુલભાઈ જેઠાભાઈ ગોહિલ નામના ર8 વર્ષીય યુવકના પત્‍નિ તથા સાળાએ તેમના ઉપર ખોટા આક્ષેપ કરેલ હોય અને તેમના સસરાએ ધમકી આપતા આજેબપોરે પોતાની મેળે ઉંદર મારવાની દવા પી લેતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.


ટીંબીમાં યુવકને ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપી

ક્રિકેટ રમવા બાબતે થયો ઝગડો
અમરેલી, તા.17
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે રહેતા સાહિલ ઉર્ફે ઘનો સલીમભાઈ બમાણી નામના રપ વર્ષીય યુવક ગત તા.16ના રોજ રાત્રે મસ્‍જિદ પાસે ઉભા હતા ત્‍યારે તે જ ગામે રહેતા હકીક હનીફભાઈ તથા હનીફભાઈ વલીભાઈએ ક્રિકેટ રમવા બાબતે ઝગડો કરી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ નાગેશ્રી પોલીસમાં નોંધાઈ છે.

અમરેલીમાં કેરીનાં બગીચાનો ઈજારો રાખનારને બગીચા માલીકેમાર માર્યો

10 મણ કેરી ઉતારી હતી જે નહીં ગમતા બન્‍યો બનાવ
અમરેલી, તા.17
અમરેલીના ગજેરા પરામાં રહેતા બટુકભાઈ વિઠ્ઠલભાઈ પરમાર નામના પર વર્ષીય આધેડે જયસુખભાઈ ગજેરાની વાડીમાં આવેલ કેરીનો બગીચો ઈજારો રાખેલ હોય ત્‍યારે બગીચા માલીક માટે થઈ 10 મણ કેરી ઉતારી રાખેલ જે જયસુખભાઈ ગજેરાને પસંદ નહીં પડતા ગાળો આપી માર માર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાવી છે.

લાખાપાદરની યુવતિને રાજસ્‍થળીનો યુવાન લગ્નની લાલચ આપી ભગાડી ગયો

અલગ અલગ સ્‍થળે ફર્યા બાદ લગ્નનો ઈન્‍કાર કરી દીધો
અમરેલી, તા.17
વડીયા તાલુકાના લાખાપાદર ગામે રહેતી એક 19 વર્ષીય યુવતિ એકાદ વર્ષ પહેલા જૂનાગઢ ખાતે પરિક્રમામાં ગયેલ ત્‍યારે અમરેલીના રાજસ્‍થળી ગામે રહેતા સુનિલ નાનજીભાઈ નામના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.
આ પ્રેમસંબંધના કારણે આ યુવક તેણીને ગત તા.ર0/4ના રોજ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. અને તા.1પ/પ સુધી ભાવનગર, સુરત વિગેરે સ્‍થળોએ ફર્યા બાદ તેણીને કુંકાવાવ ગામે તેણીના મામાના ઘરે મુકી ગયા બાદ લગ્ન નહીં કરવાનું જણાવતા ભોગ બનનારે આ બનાવમાં   રાજસ્‍થળી ગામના યુવક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

માલધારી સમાજના મકાનમાં અકસ્‍માતે આગ લાગી : મહામુસીબતે આગ પર કાબુ

બાબરા, તા. 17
બાબરા તાલુકાના નીલવડા ગામમાં માલધારીનાં મકાનમાં અગમ્‍ય કારણોસર આગ લાગતા ભારે દોડધામ મચી હતી. અહીં આગ લાગવાથી મકાનના રૂમમાં રાખેલ કડબ બળીને ખાખ થતાં માલધારીને લાખો રૂપિયાનું નુકશાન થયું હતું.
બાબરા તાલુકાના નીલવડા ગામમાં રહેતા ભીમભાઈ પાંચાભાઈ ગમારાના મકાનમાં બપોરબાદ એકા એક આગ લાગતા ભારે નુકશાન થયું હતું. અહી સ્‍થાનીક લોકોની મદદથી આગને કાબુમાં લેવામાં પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ બાબરા નગરપાલિકાનું ફાયર ફાઈટર આવતા આગને સંપૂર્ણ કાબુમાં લેવાની કવાયત હાથ ધરી હતી. બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. નીલવડા ગામમાં મકાનમાં ભીમભાઈ અને તેનો પરિવાર રહેતો હતો. જો કે આજે ઘરમાં કોઈ હતું નહી અને આગ લાગી હતી. આગના કારણે બીજા રૂમમાં પશુઓના નિભાવ માટે કડબ રાખેલ હતી જે બળીને ખાખ થઈ જતાંમાલધારી પરિવારને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્‍યો છે.
બાબરા તાલુકાનાં નીલવડા ગામમાં રહેતા ભીમભાઈ પાંચાભાઈ ગમારા માલધારી બહારગામ ગયા હતા અને તેમના પત્‍ની પાણી ભરવા ગયા હતા ત્‍યારે પાછળથી કોઈ કારણોસર આગ લાગી હતી. જો કે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી પણ 400 મણ જેટલી કડબ બળી જતાં તેમજ મકાનને ભારે નુકશાન પહોંચતા લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું જાણવા મળે છે.

આવતી કાલે ઘેલા સોમનાથ મંદિરના સાનિઘ્‍યમાં ત્રિદિવસ હોમાત્‍મક વિષ્‍ણુ નારાયણ યજ્ઞનું આયોજન

અમરેલી, તા.
જસદણનાં ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે આટકોટનાં અંબાજી મંદિરના પૂજારી ત્રંબકભાઇ પંચોલી તથા ગીતાબેન પંચોલી પરિવાર દ્વારા આવતી કાલથી શનિ-રવિ-સોમ ત્રણ દિવસ વિષ્‍ણુ નારાયણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું.
આ ત્રણ દિવસના આયોજનને લઇને  ઘેલા સોમનાથમહાદેવ મંદિર ખાતે તડામાર તૈયારી ચાલી રહી છે. યજ્ઞમાં આવતા કાર્ય ધામધુમથી ઉજવાશે.
જસદણ આટકોટ બાબરાના લોકો આ યજ્ઞનો લાભ લેશે. આ યજ્ઞનો લાભ લેવા ત્રંબકભાઇ પંચોલીએ જણાવ્‍યું છે.

આગ હી આગ : અમરેલી પંથકમાં ચાલુ મૌસમમાં સૌથી વધુ તાપમાન 44.7 ડીગ્રી નોંધાયું

અમરેલી, તા. 17
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં આજે ઉનાળો આકરો બન્‍યો છે. આજે સવારે સૂર્યનારાયણે પોતાનો આકરો મિજાજ બતાવી દેતાં સવારથી જ હીટવેવની અસર જોવા  મળતાં અમરેલીમાં આજે બપોરે 44.7 ડીગ્રી તાપમાન થઈ જતાં માનવજીવન સાથે સાથે પશુ-પક્ષીઓ પણ અકળાઈ ઉઠયાં હતા. જેને લઈ બપોરનાં સમયે ગરમીનાં કારણે ઝંપી ગયા હતા. જયારે શહેરનાં મુખ્‍ય માર્ગો પણ સુમસામ ભાસતા હતા. આવર્ષે સૌ પ્રથમ વખત અમરેલીનું તાપમાન 44.7 ડીગ્રી સુધી પહોંચ્‍યું છે.
અમરેલી જિલ્‍લાની ભૌગોલિક પરિસ્‍થિતિ જ કંઈક અલગ છે. આ અમરેલી જિલ્‍લામાં સૌથી વધુ ઠંડી અને સૌથી વધુ ગરમી પડી રહી છે. ત્‍યારે આ વર્ષે પણ અમરેલી સૌથી વધુ ગરમ શહેર બન્‍યું છે.
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં પાણીની મોકાણ ચાલે છે. તેમાં ગરમીમાં થતો વધારો પણ પાણીની અછત વધારવામાં મોખરે રહી છે. ત્‍યારે અમરેલીમાં આજના 44.7 ડીગ્રી તાપમાનને ભલભલાને ઘરમાં પુરાઈ રહેવા માટે મજબુર કર્યા હતા. બપોરનાં સમયે લોકો ચાલીને કે વાહન ઉપર નિકળવું પણ આજે મુશ્‍કેલ બન્‍યું હતું.
અત્રે ઉલ્‍લેખનીય છે કે ગત ઉનાળાની સિઝન દરમિયાન સૌથી વધુ તાપમાન 4પ ડીગ્રી સુધી ગયેલું છે. ત્‍યારે અમરેલીનું ઐતિહાસિક તાપમાન 46.8 ડીગ્રી ઘણાં વર્ષો પહેલાં નોંધાયું હતું.

નાનુડી નદીનાં પટ્ટમાં જુગાર રમતા અર્ધો ડઝન શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા. 17
આજરોજ અમરેલી એલસીબી પોલીસ ઈન્‍સ્‍પેકટર સી.જે. ગોસ્‍વામીની રાહબરી નીચે એલસીબી ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે, ખાંભાથી નાનુડી તરફ જવાના રસ્‍તે નાનુડી નદીના પટ્ટમાં જાહેરમાં કેટલાક ઈસમો પૈસા-પાના વડે તીનપત્તી નામનો જુગાર રમે છે. તેવી ચોકકસ બાતમી આધારે નાનુડી નદીના પટ્ટમાં બાતમીવાળી જગ્‍યાએ રેઈડ કરતાં (1) બીલુભા સરદારસિંહ રાઠોડ (ઉ.વ. પર) રહે. ખાંભા આશ્રમપરા, (ર) હારૂનભાઈ આદમભાઈ કાબેલીયા (ઉ.વ. પ1) રહે. ખાંભા, જુનાગામ, (3) અલારખભાઈ મહમદભાઈ બોળાતર (ઉં.વ. પ0) રહે. ખાંભા ભગવતીપરા, (4) કામીલ કમરૂદીનભાઈ બોઘરાણી (ઉં.વ. 38) રહે. ખાંભા મેઈન રોડ, (પ) ભુપતભાઈ નાથાભાઈ પાટડીયા (ઉ.વ.40) રહે. ખાંભા લીંબડીપરા તથા (6) હિંમતભાઈ જીવરાજભાઈ પ્રજાપતિ (ઉ.વ. પર) રહે. ખાંભા આશ્રમપરાવાળાઓ રોકડા રૂા. 11ર30 તથા ગંજીપતાના પાના નંગ-પર મળી કુલ રૂા. 11ર30નાં મુદામાલ સાથે પકડાઈ ગયેલ હોય. તે તમામ સામે જુગાર ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી ખાંભા પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે. આ કામગીરી અમરેલી ઈન્‍ચાર્જ પોલીસ અધિક્ષક બી.એમ. દેસાઈની સુચના અને માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ ઈન્‍સ્‍પેકટર સી.જે. ગોસ્‍વામી તથા એલસીબી સ્‍ટાફના ભરતબાપુ ગોસ્‍વામી, કે.સી. રેવર, ભગવાનભાઈ ભીલ, મનિષભાઈ જોષી, કિશનભાઈ હાડગરડા, મયુરભાઈ ગોહિલ, હરેશભાઈ બાયલ, જગદીશભાઈ પોપટ, તુષારભાઈ પાંચાણી, રાજુભાઈ ચૌધરી વિગેરેએ કરેલ છે.

સાવરકુંડલામાં શીંગદાણાનાં કારખાનામાંથી તસ્‍કરોએ રૂપિયા 1.7પ લાખની ઉઠાંતરી કરી

અમરેલી, તા.17
અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા કેટલાક સમયથી તસ્‍કરોનો ઉપદ્રવ વધી ગયો છે. ત્‍યારે ગત તા.1પની રાત્રીના સમયે સાવરકુંડલા ગામે આવેલ એક કારખાનામાંથી રોકડ રૂા. 1.7પ લાખનીતસ્‍કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સાવરકુંડલા પોલીસમાં નોંધાઈ છે.
આ બનાવમાં પ્રાપ્‍ત વિગતો અનુસાર સાવરકુંડલા ગામે ભુવા રોડ ઉપર આવેલ એમ.કે. શિંગદાણાના કારખાનાના ડેલાનો નકુચો ગત તા.1પના રાત્રીના સમયે કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ તોડી નાખી કારખાનામાં પ્રવેશ કરી કબાટ તથા તિજોરીમાં પડેલ રોકડ રકમ રૂા. 1.7પ લાખ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ કાંતીભાઈ અમરશીભાઈ ઉમરેટીયાએ સાવરકુંડલા ટાઉન પોલીસમાં નોંધાવી છે.

રાજુલાના સમઢીયાળા ગામની યુવકની હત્‍યા કેસનાં પાંચ આરોપીઓની ધરપકડ

એક પોલીસકોન્‍સ્‍ટેબલ પણ આરોપી બન્‍યા
અમરેલી, તા.17
             રાજુલા તાલુકાના સમઢીયાળા-1 ગામે ગઈકાલે યુવાનની 10 લોકો દ્વારા હત્‍યા કરવામાં આવેલ હતી. જેમાના પ લોકોની આજરોજ ઈન્‍ચાર્જ એસ.પી.દેસાઈની સૂચનાથી ડીવાય,એસ.પી. માવાણી અને મરીન પી.એસ.આઈ. પરમાર દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. (1) ખોડા ભગા, (ર) અરવિંદ ભગા, (3) દાના રૂખડ, (4) વિક્રમ ગોવિંદ તેમજ (પ) વિસમ છગનભાઈ બાંભણીયા તમામ રે. સમઢીયાળા-1, જેમાં પાંચ નંબરના આરોપી વિસમ બાંભાણીયા પીપાવાવ મરીન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવે છે. અને આ અંગેની હત્‍યા થવાનું કારણમાં અગાઉ ટ્રાન્‍સપોર્ટનાં ધંધામાં થયેલ મનદુઃખને કારણે આ યુવાનની હત્‍યા કરવામાં આવેલ છે. જેમાં મૃતક જેન્‍તીભાઈ કાન્‍તીભાઈ મારૂનાં સગા આ સંબંધીઓ દ્વારા ધરપકડ ન થાય ત્‍યાં સુધી લાશ લેવાનો ઈન્‍કાર કરેલ હતો. જે સંબંધ પ આરોપીની ધરપકડ કરીને તમામને કોર્ટ હવાલે કરવામાં આવેલ છે.

અમરેલીનાં યુવકે અગમ્‍ય કારણોસર ઝેરી પાવડર પી કર્યો આપઘાત

અમરેલી, તા. 17
અમરેલીનાં આંબેડકર નગરમાં રહેતાં સંજયભાઈ ઉર્ફ કાળુભાઈ અનીલભાઈ જોગદીયા નામનાં રપ વર્ષિય યુવકે ગત તા.1પ ના રોજ કોઈ અગમ્‍ય કારણોસર ઝેરી પાવડર પી લેતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

સાવરકુંડલાનાં પંજાપરામાંથી દેશી દારૂનો જથ્‍થો પકડી પાડતી એલ.સી.બી.

અમરેલી, તા. 17
આજરોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. સી.જે. ગોસ્‍વામીની રાહબરીનીચે એલસીબી ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે સાવરકુંડલા ટાઉનમાં પંજાપરા વિસ્‍તારમાં શીતળા માતાજીના મંદિર પાસે રહેતો વિજય રમેશભાઈ ડાભી શીતળા માતાજીના મંદિર પાસે આવેલ નાળામાં ગે.કા. વગર પાસ પરમીટે દેશી પીવાનો દારૂ રાખે છે અને તેનું વેચાણ કરે છે તેવી ચોક્કસબાતમી મળતાં બાતમી વાળી જગ્‍યાએ રેઈડ કરતાં શીતળા માતાજીના મંદિર પાસે આવેલ નાળામાંથી વિજય રમેશભાઈ ડાભી, ઉ.વ. રપ, રહે. સાવરકુંડલા, પંજાપરા વાળો દેશી પીવાનો દારૂ લીટર ર0, કિં. રૂા. 600 ના મુદ્યામાલ સાથે પકડાઈ જતાં તેના વિરૂઘ્‍ધ પ્રોહિબિશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી સાવરકુંડલા ટાઉન પો.સ્‍ટે.હવાલે કરેલ છે.
આ કામગીરી અમરેલી ઈન્‍ચાર્જ પોલીસ અધિક્ષક બી.એમ. દેસાઈની સૂચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. સી.જે. ગોસ્‍વામી તથા એલ.સી.બી. સ્‍ટાફના ભરતબાપુ ગોસ્‍વામી, કે.સી. રેવર, ભગવાનભાઈ ભીલ, મનિષભાઈ જોષી, કિશનભાઈ હાડગરડા, મયુરભાઈ ગોહિલ, હરેશભાઈ બાયલ, જગદીશભાઈ પોપટ, તુષારભાઈ પાંચાણી, રાજુભાઈ ચૌધરી વિ.એ કરેલ છે.

ચલાલામાં સફાઈ કામદારો હડતાલ પર છતાં સ્‍વચ્‍છતાનો માહોલ

પાલિકાનાં શાસકોએ બહાર ગામથી માણસો બોલાવીને સફાઈ શરૂ કરી
ચલાલામાં સફાઈ કામદારો હડતાલ પર છતાં સ્‍વચ્‍છતાનો માહોલ
શહેરીજનોને પણ સ્‍વચ્‍છતા જાળવવા અને સહકાર આપવા ભાજપી શાસકોનો અનુરોધ
ચલાલા, તા. 17
ચલાલા નગરપાલિકાનાં સફાઈ કર્મચારીઓ નજીવી બાબતે પોતાની સલામતી અને પગાર વધારાનાં પ્રશ્‍ને આગોતરી જાણ કર્યા વગર તા. 11/પથી હડતાલ પર ઉતરી ગયા છે. નગરપાલિકાનાં ચિફ ઓફીસર, પ્રમુખ, ઉપપ્રમુખ સહિત તંત્ર ઘ્‍વારા પ્રશ્‍નોનાં ઉકેલ માટે પ્રયત્‍ન કરવા છતાં પ્રશ્‍નોનો ઉકેલ નહી આવતા આજે આ હડતાલ છઠ્ઠા દિવસે પ્રવેશી હોવા છતાં નગરપાલિકાનાં ચિફ ઓફીસર ભીંડી, પ્રમુખ હિંમતભાઈ દોંગા, ઉપપ્રમુખ અનિરૂઘ્‍ધભાઈ વાળા, આરોગ્‍ય ચેરમેન પુનાભાઈ રબારી, સદસ્‍ય પ્રકાશભાઈ કારીયા સહિત નગરપાલિકાનાં સદસ્‍યો અને તંત્રની સુજબુજ અને સક્રીયતાનાં કારણે તાબડતોબ મહા મહેનતે બહારથી મજુરો બોલાવી ઉપરોકત અધિકારી, કર્મચારી અને પદાધિકારી સાથે રહી શહેરના મુખ્‍ય વિસ્‍તાર જેવા કે, તીનબતી ચોક, સ્‍ટેશન રોડ,મેઈન બજાર, મહાદેવપરા, દાનેવમાર્ગ, બ્રહ્મસમજવાળી શેરી, દાનેવ સોસાયટી, ફાજલપરા જેવા વિસ્‍તારોમાં સફાઈ કરાવી શહેરને ચોખ્‍ખું બનાવવાનાં પ્રમાણીપણે પ્રયત્‍ન કરેલ છે. શહેરનાં સમજુ નગરજનોનો પણ પુરતો સહયોગ મળે છે. તેઓ પણ પોતાનાં રહેણાંક અને દુકાનનો કચરો જયાં ત્‍યાં ફેંકવાના બદલે નિયત સ્‍થળે અને નગરપાલિકાના વાહનો આવે ત્‍યારે તેમાં નાંખી રહૃાા છે. જે લોકોમાં સમજણનો અભાવ છે તેવા લોકો કચરો જયાં ત્‍યાં ફેંકીસ્‍વચ્‍છતાનો ભંગ કરી રહૃાા છે તેવા લોકોને ફરી નમ્ર વિનંતી કરીએ છીએ કે કચરો જયાં ત્‍યાં ન ફેંકી શહેરની સ્‍વચ્‍છતામાં જરૂરી સહયોગ આપશો. આ સફાઈકાર્યમાં નગરપાલિકાનું આખુ બોર્ડ અને નગરપાલિકા તંત્ર જોતરાતા શહેરમાં આ સફાઈકાર્યને નગરજનોએ બિરદાવી પ્રશંસના કરેલ છે.

શેડુભારમાં ગરીબ શ્રમજીવીઓ પર અમાનુષી ત્રાસ

ગ્રામ વિકાસ એજન્‍સીનાં ર કર્મચારીઓનું અંગ્રેજો જેવું વર્તન
શેડુભારમાં ગરીબ શ્રમજીવીઓ પર અમાનુષી ત્રાસ
એક અઠવાડીયાની કાળી મજુરી બાદ માત્ર રૂપિયા 400 વેતન ચુકવવામાં આવે છે
અમરેલી, તા. 17
એક તરફ પ્રધાનમંત્રી એમ કહે છે કે, ભભસરકાર ગરીબો કે લીયેભભ હોતી હૈ અને બીજી તરફ ગુજરાતમાં તેમની સરકારનાં રાજમાં ગરીબોની સમસ્‍યા કોઈ સાંભળતું નથી અને ગરીબોની હાલત અતિ ગંભીર બની ગઈ છે.
વિગત એવા પ્રકારની છે કે, અમરેલીનાં શેડુભાર ગામે મનરેગા યોજના હેઠળ ગામનાં 400થી વધુ સ્‍ત્રી-પુરષો કાળા તડકામાં સવારનાં 7થી બપરોનાં 1 વાગ્‍યા સુધી કાળી મહેનત કરીને જળસિંચનનાં કામો કરી રહૃાા છે. તેમની સાથે અમાનુષી વર્તન કરવામાં આવી રહૃાાની ફરિયાદ ઉભી થઈ રહી છે.
શ્રમજીવીઓએ જિલ્‍લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને તેમની આપવીતી ભીની આંખે વર્ણવી હતી અને સૌથી વધુ ત્રાસ કોઈ ગજજર અને અજયભાઈ નામનાં કર્મચારી કરી રહૃાા હોવાનો આક્ષેપ કર્યો હતો.
બાદ શ્રમજીવીઓ ભભઅમરેલી એકસપ્રેસભભ કાર્યાલય પર આવ્‍યા હતા અને તેઓએ જણાવ્‍યું હતું કે, જે જમીન પર ત્રિકમથી ખોદકામ ન થઈ શકે તેવી પથ્‍થરવાળી જમીન તોડવા અમારા પર દબાણ કરવામાં આવે છે. પીવાનાં પાણી કે છાંયડાની કોઈ વ્‍યવસ્‍થા કરવામાં આવી નથી અને સૌથીવધુ ચોંકાવનારી બાબત એ છે કે, એક અઠવાડીયા સુધી કાળી મહેનત કર્યા બાદ માત્ર રૂપિયા 400નું વળતર આપવામાં આવે છે.
એવો પણ આક્ષેપ કર્યો હતો કે, અમારી પાસે બાવળીયા દુર કરાવીને કર્મચારીઓ જેસીબીનાં ખોટા બિલો બનાવીને રૂપિયા પડાવી રહૃાા છે અને કર્મચારીઓને રજુઆત કરીએ તો કહે છે કે તમો નરેન્‍દ્ર મોદીને કહો તો પણ અમોને કશું થાય તેમ નથી.
આમ શેડુભારનાં 400 શ્રમજીવીઓ સાથે જંગલિયત જેવું વર્તન થઈ રહૃાું હોય ઉચ્‍ચ અધિકારીઓ માનવતા ખાતર વાતાનુકુલિન કચેરીમાંથી બહાર નીકળીને ગરીબોની વેદનાનું નિરાકરણ કરે કસુરવાન કર્મચારીને ફરજ મોકુફ કરી દે તે જરૂરી છે.
હવે ઉચ્‍ચ અધિકારીઓ ગરીબોની વેદનાંને ગંભીરતાથી લે છે કે આવું તો ચાલ્‍યા જ કરે તેવું માને છે તે જોવું રસપ્રદ રહેશે.

બુરે દિન : બાબરા શહેરમાં ભૂગર્ભ ગટરની ખુલ્‍લી કુંડી કોઇનો ભોગ લે પહેલા તે સમસ્‍યા દુર કરો

બાબરા, તા.17
બાબરામાં શહેરમાં વોર્ડ નંબર પાંચમાં ભૂગર્ભ ગટરની ખુલ્‍લી કુંડીનાકારણે સ્‍થાનિક રહીશોને મુશ્‍કેલી પડી રહી છે ત્‍યારે અહિં કુંડી પર ઢાંકણા ફિટ કરવામાં આવે તેવી રજુઆત સ્‍થાનિક નગર સેવક ઇકબાલ ગોગદા દ્વારા પાણી પુરવઠા વિભાગને કરવામાં આવી છે.
બાબરામાં પાણી પુરવઠા વિભાગના મુખ્‍ય અધિકારીઓની મીઠી નજર હેઠળ ભૂગર્ભ ગટરનું કામકાજ ખુબ જ નબળુ અને નિમ્‍ન કક્ષાનું કરવામાં આવ્‍યું છે અનેકવાર ગ્રામજનો દ્વારા રજુઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા કોન્‍ટ્રાકટ દ્વારા કામકાજ પૂર્ણ કરી કરવામાં આવ્‍યું છે.
શહેરના દરેક વોર્ડ વિસ્‍તારમાં અને મુખ્‍ય બજારોમાં ભુગર્ભ ગટરનું નબળું કામ થતા હાલ નગરજનો ભારે મુશ્‍કેલી વેઠી રહયા છે કામ નકળુ થતા અવાર નવાર પાલીકાના પીવાના પાણીની પાઇપ લાઇન ગટરનું ગંદુ પાણી ભળી જાય છે તેમજ રોડ પણ ખોદી નાખવામાં આવેલ છે ગટરની ખુલ્‍લી કુંડીનું લેવલ પણ રોડની જેમ નહિં કરાતા રસ્‍તાઓ સર્પાકાર બન્‍યા છે. આમ ભૂગર્ભ ગટરના કોન્‍ટ્રાકટરની ગંભીર બેદરકારીનો ભોગ શહેરની જનતા બની રહી છે.
ત્‍યારે, અહીં વોર્ડ પાંચમાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થઇ ગયુ એને મહિનાઓ વીતીગયા છે. પણ તંત્ર દ્વારા ખુલ્‍લી કુંડીને ઢાંકણાની કોઇ કામગીરી નહીં કરવામાં આવતા લોકોને ભારે મુશ્‍કેલી વેઠવાનો વારો આવે છે.
આ વિસ્‍તારના પાલિકાનાસભ્‍ય ઇકબાલભાઈ ગોગદાએ પાણી પુરવઠા અને નગરપાલિકા ચીફ ઓફીસરને રજુઆત કરી તાત્‍કાલીક અસરથી અહીં વિસ્‍તારમાં આવેલ ખુલ્‍લી કુંડીને ઢાંકણા ફિટ કરવામાં આવે. તેઓએ જણાવ્‍યું હતું કે અહીં વોર્ડ પાંચમાં મોટા ભાગના વિસ્‍તારોમાં ખુલ્‍લી કુંડીઓ છે જેના કારણે અનેકવાર નાના મોટા અકસ્‍માતો સર્જાય છે. તેમજ નજીકના દિસોમાં ચોમાસું નજીક છે અને વરસાદી પાણીને કારણે આ ખુલ્‍લી કુંડી ભરાય જશે ત્‍યારે અજાણતા કોઇ આ કુંડીમાં પડશે તો જવાબદાર કોણ ? તેવા વેધક સવાલ સાથે સ્‍થાનિક લોકોએ જણાવ્‍યું હતુ કે અહીં દિવસ થતા રાત્રી દરમિયાન બાળકો અને વૃઘ્‍ધ લોકો વધુ આ ખુલ્‍લી કુંડીનો ભોગ બને છે. વોર્ડ પાંચમાં ભૂગર્ભ ગટરની ખુલ્‍લી કુંડી જોખમી પુરવાર થાય તે પહેલા જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્‍ય કરવામાં આવે તેવી પ્રબળ માંગ પણ અહિંના સ્‍થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે.

લ્‍યો આવ્‍યા અચ્‍છે દિન : પેટ્રોલનો ભાવ થયો પોણોસો

આગામી દિવસોમાં મોંઘવારી લાખો પરિવારને લેશે ઝપટમાં
લ્‍યો આવ્‍યા અચ્‍છે દિન : પેટ્રોલનો ભાવ થયો પોણોસો
મોંઘવારી પ્રશ્‍ને કાગારોળ કરનાર ભાજપનાં આગેવાનોને મોંઘવારી હવે યોગ્‍ય લાગે છે
અમરેલી, તા. 17
દેશનાં લાખો ગરીબ અને મઘ્‍યમવર્ગીય પરિવારોને મોંઘવારીરૂપી બલ્‍લાએ જકડી લીધા છે. અને ભાજપ સરકાર કાવાદાવામાં વ્‍યસ્‍ત હોય તેવા જ સમયેપેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં સતત ચોથા દિવસોવધારો થતાં જીવનજરૂરી ચીજવસ્‍તુઓનાં ભાવમાં તોતીંગ વધારો થવાની દહેશત જનતામાં ઉભી થઈ રહી છે.
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી પેટ્રોલીયમ કંપનીઓએ સરકારનાં ઈશારે પેટ્રોલ-ડિઝલનાં ભાવોમાં 19 દિવસ કોઈ વધારો ન કર્યો. જો કે કંપનીનાં અધિકારીઓ આ બાબત નકારી રહૃાા છે.
વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ એટલે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં વધારો કરી દીધો છે. અમરેલી જિલ્‍લામાં પેટ્રોલનાં ભાવ રૂપિયા 7પ અને ડિઝલનો પ્રતિ લિટર ભાવ રૂપિયા 7રને આંબી ગયો છે. અને આગામી દિવસોમાં પણ ભાવ વધવાનાં સંકેત જોવા મળી રહૃાા છે.
વર્ષ ર014માં જયારે પણ યુપીએ સરકારમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો થતો હતો ત્‍યારે ભાજપ સમગ્ર દેશમાં રેલી-ધરણા કરીને ભાવ વધારાનો વિરોધ કરતો હતો અને ભાજપની સરકાર રચાયા બાદ પ6 મહિનામાં સૌથી વધારે ભાવ થતાં વિપક્ષમાં રહેલ કોંગ્રેસને આંદોલન કરવાનું યાદ આવતું નથી. દેશની જનતાએ ભભઅચ્‍છે દિનભભ આવશે. મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્‍ટાચાર ઘટશે તેવા આશા સાથે ભાજપને દેશનુંસુકાન સોંપ્‍યું પણ આજે મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્‍ટાચાર ઘટવાને બદલે વધી રહૃાા હોય જનતા જનાર્દન ભભજાયે તો જાયે કહાભભ જેવી સ્‍થિતિમાં જોવામળી રહી છે.

સાવરકુંડલા ગોસ્‍વામી સમાજ ર્ેારા યોજવામાં આવેલ શિવમહાપુરાણમાં શિવવિવાહ પ્રસંગની ઉજવણી

સાવરકુંડલા ખાતે રૂગનાથપુર (ખોડી) ગોસ્‍વામી પરિવાર ર્ેારા પિતૃમોક્ષર્થે યોજવામાં આવેલ શ્રી શિવમહાપુરાણ જ્ઞાન યજ્ઞમાં શિવવિવાહની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. શિવજીની ભૂતડાઓની સાથે જાન સાવરકુંડલા શહેરનાં મુખ્‍ય માર્ગો પર ફરી કથા સ્‍થળ પર પહોંચી હતી. આ તકે મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહૃાા હતા. સાવરકુંડલા સરદાર પટેલ ભવન જેસર રોડ ખાતે ગોસ્‍વામી સમાજ ર્ેારા તા. 11/પ થી 19/પ સુધી શિવ મહાપુરાણ વકતા શ્રી મુકેશભારથી બાપુ ઉમરીયા  વાળાના સ્‍વમુખે ચાલી રહેલ છે. આ શિવમહાપુરાણમાં સમગ્ર સાવરકુંડલા તાલુકામાંથી ગોસ્‍વામી સમાજનાં લોકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી શિવમહાપુરાણનું શ્રવણ કરી રહૃાા છે અને કથા દરમિયાન વિવિધ પ્રસંગોની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી રહૃાા છે. આ શિવમહાપુરાણને પ્રમુખ પ્રકાશગીરી તથા ઉપપ્રમુખ અમીતગીરી ગોસ્‍વામી ર્ેારા સુંદર અને સફળ આયોજન કરી     રહૃાાં છે.

અવસાન નોંધ

સાવરકુંડલા : મગનભાઇ રણછોડભાઇ બુંધેલીયા ઉંમર વર્ષ 86 તા. 16/પ/18ના રોજ રામચરણ પામેલ છે. તે સતિષભાઈ નૂતન હેરલાઇનર વાળાના પિતાશ્રી થાય, સદ્ગતનું બેસણું તા. 18/પ/18 ને શુક્રવારે સમય 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્‍થાન અમરેલી રોડ મારુતિ નગર શેરી નંબર-ર સાવરકુંડલા ખાતે રાખેલ છે.
સાવરકુંડલા : હિંમતલાલ ગિરધરલાલ પોપટના દિકરા જગદીશભાઇના ધર્મપત્‍નિ જયશ્રીબેન જગદીશભાઇ પોપટ ઉંમર વર્ષ 41 અવસાન પામેલ છે. તેમનું ઉઠમણું આજ તા. 18/પ/ર018 ના રોજ સાંજે 4 થી 6 લોહાણા મહાજન વાડી નદી કાંઠે સાવરકુંડલા ખાતે રાખેલ છે.
લીલીયા : મનિષભાઈ બિપીનચંદ્ર રાવલ (ઉ.વ.4પ) રહે. મોટા લીલીયા તે બિપીનચંદ્ર હરિપ્રસાદ રાવલ (જીઈબી લીલીયા)ના પુત્ર તથા શૈલેષભાઈ રાવલના નાના ભાઈ તથા ચંદ્રકાંતભાઈ ચુનીલાલ વ્‍યાસ (અમરેલી)ના જમાઈ તથા ધાર્મિક અને ક્રિષ્‍નાના પિતાનું તા.16/પના રોજ કૈલાસવાસ પામેલ છે. સદગતનું બેસણું તા.18/પને શુક્રવારના રોજ તેમના નિવાસ સ્‍થાન લાઠી રોડ, ધાનાણીના દવાખાના સામે, મોટા લીલીયા ખાતે સાંજના4 થી 6 દરમિયાન રાખેલ છે.
ધારી : રમણીકભાઈ બચુભાઈ ગોહેલ (ઉ.વ.61) તા.17/પ, ગુરૂવારના રોજ શ્રીગોપાલ શરણ પામતા સદ્ગતનું બેસણું તા.18/પ, શુક્રવારનારોજ સાંજના પ થી 7 કલાકે સુધી રાખેલ છે.
સાવરકુંડલા : રાઠોડ પ્રભુદાસ પરશોત્તમભાઈ (ઉ.વ.7પ) તે વિપુલ તથા હિતેશના પિતાશ્રીનું તા.14/પ/18નાં અવસાન પામેલ છે. સદ્ગતની સાદડી તા.18/પ/18 શુક્રવારના પ થી 7 તેમના નિવાસ સ્‍થાને, રાઠોડ શેરી, દેવળા ગેઈટ ખાતે રાખેલ છે.

અમરેલીમાં શેર એન્‍ડ કેર ર્ેારા ‘‘મધર્સ ડે”ની ઉજવણી

શેર એન્‍ડ કેર ર્ેારા દિકરાનાં ઘરે ભભમધર્સ ડેભભની વિશિષ્‍ટ ઉજવણી જનની… ની… જોડ… પ્રોગ્રામ ર્ેારા કરવામાં આવી. જેમાં દિકરાનાં ઘરનાં વડીલ જોષીદાદા, કિરણભાઈ ભટ્ટ, ડો. ચંદ્રિકાબેન લાઠીયા, ડો. કિરીટભાઈ દેશાણી, ઈસ્‍માઈલી સમાજનાં આગેવાન મીનાઝભાઈ લાખાણી અને સીરાઝભાઈ અવાડીયાનાં હસ્‍તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્‍લો મુકવામાં આવેલ. જીજ્ઞેશ કોટકએ સ્‍વાગત પ્રવચન કરેલ. તેમજ સાગર જોષીએ માની મમતા વિષે વાત કરી અને સંગીત શિક્ષક માવજીભાઈ કાબરીયા અને તેની ટીમે જનની…જોડ… કવિતા રજૂ કરેલ. ઈન્‍ટરનેશનલ આર્ટિસ્‍ટ મુન્‍નાખાન પઠાણ (જામનગર), મનસુર ગઢીયા, હિતેષ જોષી અને રોહીણીબેન જોષીએ કરાઓ ટ્રેક પર જુના ફિલ્‍મી ગીતો રજૂ કરી વડીલોનાં દિલ જીતી લીધેલ. નગરપાલિકાનાં સદસ્‍ય પંતાજલભાઈ કાબરીયા, જાણીતા ઉદ્યોગપતિ નાશીરભાઈ ટાંક, બ્રહ્મસમાજનાં આગેવાન રજનીભાઈ ભટ્ટદાદા,ગોવિંદભાઈ ગોંડલીયા, તેમજ અમરેલી શહેરનાં નગરજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી વડીલોની ભાવવંદના કરેલ. વડીલોનાં હસ્‍તે કૈક કાપી તમામ વડીલોનો એકસાથે જન્‍મદિવસ ઉજવવામાં આવેલ. શેર એન્‍ડ કેરનાં મેમ્‍બરો અમીત રાજપરા, કેવલ મહેતા, ચેતન ચૌહાણ, મહેન્‍દ્ર પાથર, મુકેશ મંડોરા, ધર્મેન્‍દ્ર જોષી, પરેશ ધોળકીયા, રઘુભાઈ ભટ્ટ, દેવજીભાઈ રીબડીયા, તીલક સોલંકી, દિપક મહેતા, ટીણાભાઈ પરમાર, તરૂણભાઈ પંડયા તેમજ હાજર તમામ નગરજનોએ વડીલો સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સર્વ, અરવિંદ વ્‍યાસ, લાલજી ધુંધળવા, રાહુલ ખંખાળ, ઋષભ પવાર, દિલીપ ટાંક, પરવેઝ ઝૈરીયા અને ખાસ મનસુર ગઢીયાએ જહેમત ઉઠાવેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શેર એન્‍ડ કેરનાં ફાઉન્‍ડર રિયાઝ વેરસીયાએ કરેલ. આમ સહુનાં સહિયારા પ્રયાસથી વડીલોનાં ચહેરા પર ખુશી લઈ આવવાનું ઉમદા કાર્ય કરવામાં આવેલ.

વિદ્યાર્થીઓ માટે ગજેરા એન્‍જિનીયરીંગ કોલેજમાં વિદ્યાર્થીઓને આપશે સ્‍કોલરશીપ

ધોરણ-1ર સાયન્‍સમાં 7પ% ઉપર મેળવનાર વિદ્યાર્થીઓને મળશે સ્‍કોલરશીપ
અમરેલી, તા. 17
એસ.એચ.ગજેરા એન્‍જિનીયરીંગ કોલેજ અમરેલીનાં છેવાડા સુધીના ગામડાઓ અને સ્‍થાનિક વિદ્યાર્થીઓને એન્‍જિનીયરીંગનો અભ્‍યાસ કરવા માટે અગ્રણી કેળવણીકારવસંતભાઈ ગજેરાનાં નેતૃત્‍વ અને માર્ગદર્શનથી સંચાલિત કોલેજ કાર્યરત છે. તેમાં હાલ સ્‍કોલર વિદ્યાર્થીઓ માટે સ્‍કોલરશીપ આપવાનું સંસ્‍થાએ સેવાકીય પગલું ભરેલ છે. ત્‍યારેગામડાઓ અને સીટીનાં વિદ્યાર્થીઓને અત્‍યારની પ્રોફેશનલ ફી માંથી છૂટકારો મેળવી તમામ સુવિધાઓ અને શ્રેષ્ઠ કેળવણી અમરેલીમાં જ   મળી રહેશે જેથી સ્‍થાનિક લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.
નોંધનીય છે કે 11પ એન્‍જિનીયરીંગ કોલેજમાં લાસ્‍ટ રીઝલ્‍ટમાં ર6 માં ક્રમ સ્‍થાન પ્રાપ્‍ત કરેલ હતું. તેમજ જી.ટી.યુ.માં ટોપ-ટેનમાં વિદ્યાર્થીઓ હોય ત્‍યારે હવે નેકસ્‍ટ રીઝલ્‍ટમાં કોલેજ પણ ટોપ-ટેનમાં સ્‍થાન પ્રાપ્‍ત કરશે તેવું મેનેજમેન્‍ટની પાંખ પાસેથી જાણવા મળેલ છે. કોલેજમાં હાલ સીવીલ એન્‍જિનીયરીંગ, મિકેનીકલ એન્‍જિનીયરીંગ, ઓટો મોબાઈલ એન્‍જિનીયરીંગ, ઈલેકટ્રીકલ એન્‍જિનીયરીંગ, કમ્‍પ્‍યુટર એન્‍જિનીયરીંગની શાખાઓ કાર્યરત છે. જેમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓને ધોરણ-1ર સાયન્‍સમાં માર્ચ-ર018ની પરીક્ષામાં 8પ% ઉપર મેળવનાર વિદ્યાર્થીને 100% કોલેજ ફી માફી, 80% ઉપર મેળવનાર વિદ્યાર્થીને પ0% કોલેજ ફી માફી અને 7પ% ઉપર માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓને રપ% કોલેજ ફી માફી સંસ્‍થા તરફથી આપવામાં આવશે જે ખરેખર અભ્‍યાસ કરવા માટે સારી તક અને મઘ્‍યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ખુશીનીવાત છે. હાલ શિક્ષણમાં વધતા જતા વ્‍યાપારીકરણ સામે આવું અનોખું સેવાકીય કેમ્‍પસ બાલમંદિરથી કોલેજ સુધી  સૌરાષ્‍ટ્રના વિદ્યાર્થીઓ માટે આગળ આવ્‍યું છે ત્‍યારે અમરેલીનાં અગ્રણીઓએ ધન્‍યતા અનુભવી છે અને વાલી અને વિદ્યાર્થીઓનો ઘસારો કેમ્‍પસમાં જોવા મળે છે.

18-05-2018