Main Menu

Thursday, May 17th, 2018

 

બાઈક પર પાછળ બેસીને જઈ રહેલ મહિલા પડી જતાં ડમ્‍પર હડફેટે આવી જવાથી મૃત્‍યુ

સાવરકુંડલાનાં દોલતી-વાવડી માર્ગ પરની ઘટના
બાઈક પર પાછળ બેસીને જઈ રહેલ મહિલા પડી જતાં ડમ્‍પર હડફેટે આવી જવાથી મૃત્‍યુ
અમરેલી, તા.
રાજુલા નજીક દોલતી- વાવડી પર બાઈક પર પાછળ બેસીને જઈ રહેલી મહિલા અકસ્‍માતે પડી જતાં પાછળ આવી રહેલ ડમ્‍પરનાં વ્‍હીલ નીચે આવી જતાં તેણીનું મોત થયાનું જાહેર થયું છે.
વિગત એવા પ્રકારની છે કેઆજે સવારે શૈલેષભાઈ વીરાણી તેની માતા ચંપાબેનને પાછળ બેસાડીને બાઈક પર જઈ રહૃાા હોય ત્‍યારે દોલતી-વાવડી માર્ગ પર ચંપાબેન અકસ્‍માતે પડી જતાં પાછળ આવી રહેલ ડમ્‍પરે બંનેને હડફેટે લેતાં ચંપાબેનનું સ્‍થળ પર જ મોત થયુ હતું અને શૈલેષભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી.
આ બનાવ અંગે સ્‍થાનિક પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

રાજુલાનાં સમઢીયાળા-1 ગામનાં રપ વર્ષીય યુવક પર 10 શખ્‍સો હથિયાર લઈ તૂટી પડયા

પોલીસે ખાત્રી આપતાં પરિવારે મૃતદેશ સિવકારી લીધો
રાજુલાનાં સમઢીયાળા-1 ગામનાં રપ વર્ષીય યુવક પર 10 શખ્‍સો હથિયાર લઈ તૂટી પડયા
ઈજાગ્રસ્‍ત યુવકનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્‍યામાં પલટાયો
અમરેલી, તા.
રાજુલા તાલુકાનાં  સમઢીયાળા-1 ગામે રહેતાં અને માયા ટ્રાન્‍સપોર્ટના નામે કામ કરતાં જયંતીભાઈ કાંતીભાઈ મારૂ નામનાં રપ વર્ષિય યુવક છેલ્‍લા એકાદ માસથી બાપા સીતારામનાં ઓટલા પાસે વ્‍યવસાય કરતાં હોય જેથી તે જ ગામનાં કેટલાંક લોકોને આ ગમતું ન હોવાથી બોલાચાલી કરી ગઈકાલે રાત્રીનાં સમયે તે જ ગામે રહેતાં ખોડાભાઈ ભગાભાઈ મકવાણા સહીત 10 જેટલાં લોકોએ લાકડી, પાઈપ જેવા હથિયારોથી જયંતિભાઈને આડેધડ માર મારી ગંભીર રીતે ઘાયલ કરી દેતાં તેમને પ્રથમ મહુવા અને વધુ સારવાર માટે ભાવનગર સર ટી હોસ્‍પીટલમાં ખસેડાયેલ જયાં આજે સવારેતેમનું સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં આ બનાવ હત્‍યામાં ફેરવાયો હતો.
આ બનાવ અંગે મૃતકનાં મામી ભાવનાબેન નાગજીભાઈ સરવૈયા રે. સમઢીયાળા વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે એટ્રોસીટી, હત્‍યા રાયોટીંગ સહિતની કલમ સાથે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવનાં પગલે મૃતકનાં પરિવારો ર્ેારા હત્‍યાનાં આરોપીને જયાં સુધી પોલીસ ઝડપી ના પાડે ત્‍યાં સુધી મૃતદેહ સ્‍વીકારવાનો ઈન્‍કાર કરતાં ચકચાર જાગી  હતી.પરંતુ પોલીસે યોગ્‍ય કરવાની ખાત્રી આપતા અંતે મૃતકના પરિવારે મૃતદેહ સ્‍વિકારી લઈ અને આજે અંતિમ વિધી કરવમાી પ્રક્રિયા પણ હાથ ધરી છે.

અમરેલીનાં નાયબ ઈજનેરનાં લાંચ કેસની તપાસ પોરબંદરના પી.આઈ. કરશે

નાની સિંચાઈના બી.એલ. વાડદોરીયાના નામના
અમરેલીનાં નાયબ ઈજનેરનાં લાંચ કેસની તપાસ પોરબંદરના પી.આઈ. કરશે
અમરેલી, તા.16
વર્ષ – ર01પમાં નાની સિંચાઇ વિભાગ – અમરેલી તરફથી એફ.ડી.આઇ.ટુ વાંકીયા બંધારા તથા ગામ પૂર સંરક્ષણ પાળો બાંધવાનું કામ મળતા કામ ચાલુ કરવામાં આવ્‍યું હતુ. ગામ લોકોએ આ કામ અટકાવાતા આગળનું કામ થઇ શકે તેમ ન હોવાથી આ કામના ફરિયાદીએ પોતાના લેટરપેડ પર આ કામના આક્ષેપિતને લેખિતમાં જાણ કરી પોતાની એજન્‍સીને આ કામમાંથી છૂટા કરવા તેમજ કરેલ કામના નાણા ચૂકવી આપવા જણાવેલ. આથી આ કામનાફરિયાદીને ટેન્‍ડર મુજબની કામગીરી પૂર્ણ નહિ કરવા ટેન્‍ડર કલોઝમાં થયેલ જોગવાઇ મુજબ પગલા લેવા ભલામણ કરવાની ફરજ પડશે તેવી નોટિસ આક્ષેપિતે મોકલી હતી. આથી ફરિયાદીને આ કામ પેટે મને રૂા. બે લાખથી વધારે જે આપવું હોય તે આપવું પડશે તેમ અમરેલી જિલ્‍લા પંચાયત પેટા વિભાગ નાની સિંચાઇના અધિક મદદનીશ ઇજનેર – વર્ગ – 3ના કર્મચારીએ જણાવી લાંચની માંગણી કરી હતી. ત્‍યારબાદ ફરિયાદીએ આક્ષેપિતને કહ્યું હતુ કે, અત્‍યારે રૂા.1 લાખ આપીશ અને બાકીના રૂ.1,11,000 પછી આપવાનું નક્કી કર્યુ હતુ. તે મુજબ ફરિયાદીએ એ.સી.બી.- ભાવનગરને જાણ કરતા જુના માર્કેટ યાર્ડના દરવાજા સામે લાંચના છટકાનું આયોજન કર્યુ હતુ. છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી પાસે રૂ.1 લાખ લાંચના નાણાની માંગણી કરી સ્‍વીકારી પોતાના રાજય સેવક તરીકેના હોદ્‌ાનો દુરૂપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂંક આચરી ગુન્‍હો કરેલ છે.  આથી આરોપી બાવચંદભાઇ લક્ષ્મણભાઇ વાડદોરીયા વિરૂઘ્‍ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ – 1988ની કલમ – 7, 13ની જોગવાઇ હેઠળ ગુન્‍હો દાખલ કરવામાં આવ્‍યો છે. આ ગુનાની વધુ તપાસ પોલીસ ઇન્‍સ્‍પેકટર, એ.સી.બી., પોરબંદરએ હાથ ધર્યાનું, લાંચ રૂશ્વત વિરોધી બ્‍યુરો – અમદાવાદના ઇ.ચા. મદદનીશ નિયામક ઘાસુરાની એક અખબારી યાદીમાં જણાવવામાંઆવ્‍યું છે.

અમરેલીનાં આધેડ ઉપર છરી તલવાર વડે ર ઈસમોએ હુમલો કર્યો

અમરેલી, તા. 16
અમરેલીનાં ચાંદની ચોક નજીક રહેતાંહારૂનભાઈ હબીબભાઈ બીલખીયા નામનાં 47 વર્ષિય આધેડને અગાઉ અમરેલી નજીક આવેલ હુડકોમાં રહેતાં મુન્‍ના ધર્મેશભાઈ સાથે બોલાચાલી થયેલ તેનું મનદુઃખ રાખી ગત તા.14નાં સાંજના સમયે નવા હુડકો પાસે આ મુન્‍નો તથા એક અજાણ્‍યા ઈસમે તેમને તલવાર, છરી જેવા હથિયારો વડે માર મારી ઈજા કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

ચલાલા ગૌ-શાળાનાં ટ્રસ્‍ટી સાથે છેતરપીંડી કરનાર ઘનશ્‍યામ પટેલને દબોચી લેવાયો

ઈન્‍ચાર્જ એસ.પી.ની સુચનાથી પી.એસ.આઈનો સપાટ્ટો
ચલાલા ગૌ-શાળાનાં ટ્રસ્‍ટી સાથે છેતરપીંડી કરનાર ઘનશ્‍યામ પટેલને દબોચી લેવાયો
કોર્ટમાં રજુ કરાતા 3 દિવસનાં રિમાન્‍ડ મંજુર થયા
અમરેલી, તા.16
ચલાલા પો.સ્‍ટે. ફસ્‍ટ ગુ.ર.નં.10/ર018 આઈપીસી, કલમ-406,4ર0, મુજબનો ગુનો ડાયાભાઈ નાનજીભાઈ કથરોટીયા રહે, ચલાલાની ફરીયાદ આધારે તા.14/ર/ર018 ના રોજ રજી.થયેલ હતો જે ગુનાના બનાવમાં 1પ દીવસ અગાઉ આ ફરીયાદી જે ચલાલા ગૌ-શાળાના ટ્રસ્‍ટી હોય તેને આરોપી ઘનશ્‍યામ પટેલ રહે. સુરત વાળાએ પોતે કંપની તરફથી ગૌ-સેવા કરવા આવેલ હોવાની અને દાન આપવાની લાલચ આપી અને પુરતો વિશ્‍વાસ ભરોસો આપીને તેની રૂબરૂમાં અન્‍ય ગૌ-શાળાઓને દાન પેટેના ખોટા ચેક આપેલ જેથી ફરીયાદી વિશ્‍વાસમાં આવી જતા તેની સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી પોતે અંગત કામે નાણાકીય જરૂરીયાત બતાવી અને અલગ-અલગરીતે મળી કુલ રૂા.3ર લાખ જેવી માતબર રકમ ઓળવી જઈ અને લા-પતા થઈ ગયેલ હતો. અને તેના મોબાઈલ ફોન બંધ કરી દીધેલ હોવાની વિગતે આ ગુનો દાખલ થતા ચલાલા પો.સ્‍ટે.ના પો.સ.ઈ., બી.વી.બોરીસાગર તુરંત આ બાબતે ઈન્‍ચાર્જ એસ.પી. દેસાઈને વાકેફ કરતા તેઓ તથા નાયબ પોલીસ અધિ. આર.એલ.માવાણીએ અંગત લક્ષ આપી અને આરોપીનું અગાઉનું લોકેશન મેળવી અને સુરત ડી.સી.બી. સાથે સતત કોન્‍ટેકમાં રહીને કાર્યવાહી હાથ ધરતા જેમા આ આરોપી ઘનશ્‍યામભાઈ લક્ષમણભાઈ પટેલ (ઉ.વ.36), ધંધો-વેપાર, રહે. પાડાપાણ, તા.શિહોર, જિ.ભાવનગર વાળાને તા.14/પ/18 દીવસે જ આ ફરીયાદ દાખલ થયાના ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવેલ હતો. અને ઈન્‍ચાર્જ એસ.પી., દેસાઈ તુરત ચલાલા પોલીસની ટીમ મારફતે આરોપીનો કબજો મેળવવા આદેશ કરી અને ચલાલા પો.સ.ઈ., બી.વી.બોરીસાગર મારફતે આરોપીના રીમાન્‍ડ મંજુર કરાવવા માર્ગદર્શન પુરૂ પાડતા આરોપીના તા.19/પ/18 સુધીના રીમાન્‍ડ મંજુર થયેલ હોય અને આ કામેના ફરીયાદીનો મુદામાલ હસ્‍તગત કરાવવાની કાર્યવાહી હાલ ઈન્‍ચા. એસ.પી. દેસાઈની સુચના મુજબ ચાલુ છે. ચલાલા સ્‍ટેશનની આ સરાહનીય કામગીરી આમ પબ્‍લીકમાં સંતોની લાગણી પ્રવર્તી રહી છે.

અમરેલીમાં જેનરીક દવાનો સ્‍ટોર શોભાનાં ગાંઠીયા સમાન

સિવિલ હોસ્‍પિટલનાં પટ્ટાંગણમાં આવેલ સ્‍ટોરમાંદવાનો અભાવ
અમરેલીમાં જેનરીક દવાનો સ્‍ટોર શોભાનાં ગાંઠીયા સમાન
સરકારે મોટા ઉપાડે જાહેરાત તો કરી પણ ગરીબ દર્દીઓનાં ખિસ્‍સા હજુ પણ લૂંટાઈ રહૃાા છે
અમરેલી, તા.16
ભાજપ સરકારે ગરીબ અને મઘ્‍યમવર્ગીય તેમજ દરેક વર્ગના દર્દીઓને રાહતદરે દવા મળી રહે તે માટે રાજયના અનેક શહેરોમાં જેનરીક દવાનો સ્‍ટોર તો શરૂ કરાવ્‍યા પરંતુ, તે સ્‍ટોરમાં દવાનો જથ્‍થો આપવાનું માંડી વાળ્‍યું હોય તેવો માહોલ જોવા   મળી રહયો છે.
અમરેલીની સિવિલ હોસ્‍પિટલમાં સાંસદ નારણભાઈ કાછડીયાના વરદ્‌ હસ્‍તે જેનરીક દવા સ્‍ટોરનો મોટા ઉપાડે પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. અને પ્રારંભે મસ મોટી ગુલબાંગો ફેંકવામાં આવી હતી કે ભાજપ સરકારે દર્દીઓના હિતમાં ઠેર-ઠેર સસ્‍તી દવાના સ્‍ટોર કરીને ઐતિહાસિક કાર્ય કર્યું છે. અને ઉપલબ્‍ધ સૌએ સરકારનાં નિર્ણયને તાળીઓથી આવકાર્યો હતો.
પરંતુ, રાત ગઈ બાત ગઈની જેમ પછી ભાજપ સરકારે સસ્‍તી દવા દર્દીઓને મળે છે કે કેમ તે જોવાની તસ્‍દી જ લીધી નથી. આજે તે સ્‍ટોર શોભાનાં ગાંઠીયા સમાન બન્‍યો છે.
ડાયાબીટીસ, બ્‍લડપ્રેશર, કોલેસ્‍ટ્રોલ વિગેરેના દર્દીઓને કાયમી દવા લેવી પડતી હોય છે. જે દવા જેનરીક સ્‍ટોરમાં રૂપિયા 1માં મળે તે દવા ખુલ્‍લા બજારમાં 3 થી 4 ગણા વધારે રૂપિયા આપવાથી મળતી હોય છે. જેનરીકદવાઓનાં ભાવ સસ્‍તા હોવાથી તમામ દર્દીઓને ફાયદો મળી શકે તેમ છે. પરંતુ, ભાજપ સરકાર જનતાને વિકાસ દેખાઈ તેવા ચશ્‍મા પહેરાવીને આનંદ માણી રહી છે.

જાફરાબાદ ગામે રહેતાં વૃદ્ધ પિતાને ઢીકાપાટુનો માર મારતો પુત્ર

અમરેલી, તા. 16
જાફરાબાદ ગામે રહેતાં ભીખાભાઈ આતાભાઈ ચૌહાણ નામનાં 67 વર્ષિય વૃઘ્‍ધ પાસે તેમનાં દિકરા દિપકે ગઈકાલે સાંજના સમયે વાપરવાનાં પૈસા માંગતાં વૃઘ્‍ધ પિતાએ રૂપિયા આપવાની ના પાડતા અને કોઈ કામ ધંધો કરવાનું કહેતાં આ દિપકને સારૂ નહી લાગતાં વૃઘ્‍ધ પિતાને ઢીકાપાટુનોમાર માર્યાની ફરિયાદ જાફરાબાદ પોલીસમાં નોંધાવી છે.

અમરેલીનાં હનુમાનપરામાં રહેતા યુવક પર પાઈપ લાકડી વડે હુમલો

અમરેલી, તા.16
અમરેલીના હનુમાનપરા વિસ્‍તારમાં રહેતો અને ગ્રાફીકસનો વ્‍યવસાય કરતા ધવલ દલપતભાઈ જોષી નામના ર7 વર્ષીય યુવકે પડોશમાં રહેતા મનહરભાઈ વાજાના પત્‍નિને અવાજ ઓછો કરવાનું કહેલ તે વાતનું મનદુઃખ રાખી ગઈકાલે સાંજે આ યુવકને ઉભો રાખી તું કાતર કેમ મારે છે તેમ કહી મનહરભાઈના પુત્ર નિકુંજ ઉર્ફે લાલાએ પાઈપ વડે માર માર્યો હતો. ત્‍યારે તેના પિતાએ પણ ધોકા વડે માર માર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાવી છે.

જસદણ પંથકનાં તરૂણને અગાઉના મનદુઃખનાં કારણે ઢીકાપાટુનો માર

તારા કારણે અમારી હેતલ મરી છે તેથી તને મારી નાખવો છે તેમ આપી ધમકી
અમરેલી, તા.16
જસદણ તાલુકાનાં કમળાપુર ગામે રહેતો હરેશ લાલજીભાઈ સાઢમાથા નામનો 17 વર્ષીય તરૂણ આજે અમરેલી કોર્ટમાં મુદત હોવાના કારણે આવેલ હતો. ત્‍યારે કોર્ટની બહાર નીકળતા જ બટુક ભાણાભાઈ વાઘેલા સહિતના લોકોએ ગાળો આપી, ઢીકાપાટુનો માર માર્યો હતો અને તારે હિસાબે અમારી હેતલ મરણ ગયેલ છે તેથી તને હવે મારી નાખવો છે તેમ ધમકી આપતાં આ અંગે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

બાબરામાં પવિત્ર માસ પુરૂષોત્તમ માસની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરતી મહિલાઓ

બાબરામાં પુરુષોત્તમ માસની શ્રદ્ધા અને ભકિત સાથેની ઉજવણી અહીં મહિલાઓ ર્ેારા કરવામાં આવે છે. અધિકમાસ અને પુરુષોતમ માસ તરીકે ઓળખાતો આ માસમાં મહિલાઓ એક મહિના સુધી ગોપીઓ બની ભગવાન ગોવર્ધનની પૂજા અર્ચના કરી ધામધૂમથી ઉજવણી કરે છે. બાબરામાં શહેરમાં આવેલ તાપડીયા આશ્રમમાં તેમજ પંચ કુંડમાં મોટી સંખ્‍યામાં મહિલાઓ અધિકમાસની ઉજવણી કરે છે.    અઢીથી ત્રણ વર્ષમાંએકવાર આવતો અધિકમાસને પુરુષોતમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહિનામાં મહિલાઓ ભગવાન વિષ્‍ણુની પૂર્ણ શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કરી ઉજવણી કરતી હોય છે. શાસ્‍ત્રી વિપુલભાઈ જોશીનાં જણાવ્‍યા અનુસાર અધિકમાસને ઘણા નામોથી ઓળખવામાં આવે છે. જેમાં પુરુષોતમ માસ, ગોપીમાસ મુખ્‍ય છે. ખૂબજ પવિત્ર માસ તરીકે ઓળખવામાં આવતા આ માસમાં જપ, તપ અને પૂજાનું વિશેષ મહત્‍વ હોય છે. ત્‍યારે આ માસમાં મહિલાઓ ગોપીઓ બની ભગવાન નારાયણની પૂજા કરતી હોય છે. ગામમાં રેતીનાં ગોવર્ધન બનાવી એક માસ સુધી નિયમિત સવારે પૂજા અર્ચન કરવામાં આવે છે. આખા માસ દરમિયાન મહિલાઓ એક ટાણું ભોજન આરોગીને પવિત્ર માસની ઉજવણી કરી ભગવાન વિષ્‍ણુની કૃપા મેળવે છે. બાબરામાં તાપડીયા આશ્રમ, તેમજ પંચકુંડે મોટી સંખ્‍યામાં મહિલાઓ ભકિત અને શ્રદ્ધા પૂર્વક અધિકમાસની ઉજવણી કરે છે.

ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્‍પ યોજાયો

ચલાલા અવિરત સેવાકાર્યો કરનાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ ચલાલા દ્વારા તાજેતરમાં ર03મો વિનામૂલ્‍યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્‍પ યોજાયો હતો. જેમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ તથા જિલ્‍લા અંધત્‍વ નિવારણ સમિતિ અમરેલીના સંયુકત ઉપક્રમે યોજાનાર આ કેમ્‍પમાં નિષ્‍ણાંત ડોકટરોની ટીમે સેવા આપી હતી. આ કેમ્‍પનો શુભારંભ મંગલ દીપના પ્રાગટયથી થયો હતો. આ પ્રસંગે રતિદાદા તથા મંજુબા દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્‍યું હતું. સાથે ડો. સૌમિલભાઈ, ડો. ભૂમિબેન વગેરે ઉપસ્‍થિત રહયા હતા. રતિદાદાએ બધાને સારૂ થઈ જાય અને સારૂ થયા પછી બીજાનું ભલુ કરવું તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. સાથે વ્‍યસન મુકતરહેવું, સત્‍યનું પાલન કરવું અને બધા સાથે હળી-મળીને રહેવું. આ નેત્રયજ્ઞમાં આંખના દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી. જે પૈકી 43 દર્દીઓને શ્રી રછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ ખાતે લઈ જઈ અને ફેકો મશીન દ્વારા ઓપરેશન કરી નેત્રમણી પણ વિનામૂલ્‍યે બેસાડવામાં આવી હતી. દંતયજ્ઞમાં ડો. ભૂમિબેન તથા સૌમિલભાઈ દ્વારા અનેક દર્દીઓને દાંત કાઢી ચાંદી પણ વિનામૂલ્‍યે પુરી આપવામાં આવી હતી. સર્વરોગ તથા હોમીયોપેથીક કેમ્‍પમાં ડો. દિવ્‍યેશભાઈ દ્વારા બધા દર્દીઓને તપાસ કરી દવા પણ વિનામૂલ્‍યે આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા મહેશભાઈ, મેહુલભાઈ, મંજુબા, શીતલબેન વગેરેએ ખૂબ જહેમત ઉઠાવી હતી. દીકરીઓને અભ્‍યાસ માટે ભવ્‍ય કોલેજ નિર્માણનું કાર્ય શરૂ છે.

અમરેલી જિલ્‍લાનાં પુરવઠા ઓપરેટરોના ત્રણ માસથી પગાર ન થતા એક દિવસની હડતાલ

અમરેલી, તા. 16
અમરેલી જિલ્‍લાના તમામ તાલુકાનીમામલતદાર ઓફિસના પુરવઠા શાખાના કોમ્‍પ્‍યુટર ઓપરેટરોના છેલ્‍લા ત્રણ માસથી પગાર ન થતા તથા ભાવનગરની સ્‍પાયર કંપની દ્વારા ટેન્‍ડર ભરવામાં આવ્‍યું હતું. પણ આ એજન્‍સી દ્વારા હંમેશા ઓપરેટરોનું શોષણ કરવામાં આવતું હોવાથી તથા પી.એફ.ની રકમ પણ નિયમો મુજબ એજન્‍સી દ્વારા ભરવામાં ન આવતા અમરેલી જિલ્‍લાના તમામ તાલુકાના પુરવઠા ઓપરેટરો દ્વારા એક દિવસની હડતાલ પાડી અમરેલી જિલ્‍લા કલેકટરને આવેદન પત્ર રજુઆત કરવામાં આવી હતી.

મોટા ભમોદ્રાની કેસર કેરીનો સ્‍વાદ માણતાં મુખ્‍યમંત્રી રૂપાણી

લીલીયા, તા. 16
મોટા ભમોદ્રા ખાતે આવેલ ઓર્ગેનીક સવાણી ફાર્મની કેસર કેરીએ ભમોદ્રાથી અમેરીકા સુધી નામનાં મેળવી છે. તાજેતરમાં અમરેલી જીલ્‍લાનાં ઝરખીયા ખાતે રાજયનાં મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી મુલાકાતે આવેલ ત્‍યારે સવાણી ફાર્મનાં મોભી મધુભાઈ સવાણી, ડો. ભાસ્‍કરભાઈ સવાણી, વિશાલભાઈ શેઠ, નિશીતભાઈ ભંડેરી, રાજન જોષીએ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રભારી મંત્રી આર.સી. ફળદુ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને કેસર કેરીનો સ્‍વાદ ચખાડયો હતો.
અત્રે ઉલ્‍લેખનીય છે કે સવાણી ફાર્મની કેસર કેરી મોટા ભમોદ્રાથી અમેરીકાનાં વ્‍હાઈટ હાઉસ સુધી પહોંચી છે. સવાણી ફાર્મની કેસર કેરી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી, અમેરીકાનાં રાષ્‍ટ્રપતિ ડ્રોનાલ્‍ડ ટ્રમ્‍પ, પૂર્વ રાષ્‍ટ્રપતિ બુશ, બરાક ઓબામા, તુલસી ગાત્રાડ સહીતના નામાંકિત લોકો સવાણી ફાર્મની કેસર કેરીનો સ્‍વાદ માણી ચૂકયા છે.

અમરેલીમાં જલારામ રથની અમૂલ્‍ય સેવાઓ શરૂ

અમરેલી, તા.
જયાં અન્‍નનો ટુકડો ત્‍યાં હરિ ઢુકડો તેવું માનનારા સંત શિરોમણી પૂ. જલારામ બાપાની પ્રેરણાથી અમરેલીમાં સેવાભાવી લોકોએ ગરીબ, બિમાર લોકોને દરરોજ રાત્રીના સમયે ભુખ્‍યા સૂવું ન પડે તે માટે થઈ પૂ. જલારામ બાપાના નામે જલારામ રથ શરૂ કરવા માટેનો સંકલ્‍પ કર્યો અને ગત રામનવમીના પાવન પ્રસંગે સંકલ્‍પને અમલમાં મૂકી અને ગત રામનવમીના પાવન પ્રસંગે સંકલ્‍પને અમલમાં મૂકી અને તેનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. રામનવમીથી શરૂ કરવામાં આવેલ આ જલારામ રથ જૈન દેરાસરથી રવાના થઈ રસ્‍તામાં આવતા અનેક સ્‍થળો જેવા કે, માર્કેટીંગ યાર્ડ, એસ.ટી. ડેપો અને ત્‍યાંથી અમરેલી સરકારી દવાખાને પહોંચે છે. અને તમામ જગ્‍યાએ ભૂખ્‍યાને સંપૂર્ણ આહાર પીરસી ભોજન કરાવે છે. અને સરકારી દવાખાને પણ ગરીબ દર્દીઓને ભૂખ્‍યા પેટે સૂવું ન પડે તે માટે થઈ રાત્રીના 9 થી 9:30 સુધી શાક, રોટલી, સંભારો, બુંદી, ગાંઠીયા છાસ સહિતની વસ્‍તુઓ સંપૂર્ણ પીરસે છે. જેમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અનુદાન સ્‍વીકાર્ય છે. માટે નંબર 99ર40 93પ74 તથા 70169 69349 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

અમરેલીનાં એસ.ટી. ડેપોમાં ગંદકીનાં માહોલથી પરેશાની

વિભાગીય નિયામક ર્ેારા સ્‍વચ્‍છતા અભિયાન શરૂ કરવાનીજરૂર
અમરેલીનાં એસ.ટી. ડેપોમાં ગંદકીનાં માહોલથી પરેશાની
જનતા જનાર્દન અનેક મુશ્‍કેલીનો સામનો કરી રહી હોય નેતાઓ ઘ્‍યાન આપે
અમરેલી, તા.
અમરેલી એસ.ટી. ડીવીઝનમાં એક પછી એક અનેક સમસ્‍યાઓ પ્રકાશમાં આવી રહી છે. મુસાફરવર્ગ ઉપરાંત, સ્‍ટાફકર્મીઓ પણ વિવિધ મુદ્યે નારાજ ચાલી રહૃાા હોય જિલ્‍લાનાં ધારાસભ્‍યો અને સાંસદનું લશ્‍કર કયાં લડે છે તેની ખબર પડતી નથી.
અમરેલીમાં હંગામી ધોરણે શરૂ કરવામાં આવેલ એસ.ટી. ડેપોમાં મુસાફર વર્ગ માટે પીવાનાં પાણી, પંખા કે બેસવાની યોગ્‍ય સુવિધાનો અભાવ જોવા મળી રહૃાો છે. અને હવે ગંદકીએ પણ સામ્રાજય ફેલાવતાં સૌ કોઈ પરેશાન થઈ રહૃાું છે.
વિભાગીય નિયામકને એસ.ટી.ની સુવિધા વધારવામાં રસ ન હોય તો તેમને અન્‍ય જવાબદારી સરકારે સોંપવી જોઈએ તેવી માંગ ઉભી થઈ છે.

સા.કુંડલા શહેરનો બાયપાસ પુર્ણ કરવાની સમય મર્યાદા પુરી થઈ ગઈ છતાં પણ માર્ગ અધુરો

શહેરની મઘ્‍યમાંથી નિયમિત હજારો વાહનો પસાર થતાં હોય ભયનો માહોલ
સા.કુંડલા શહેરનો બાયપાસ ગોકળગાયની ગતિએ બની રહૃાો છે
બાયપાસ પુર્ણ કરવાની સમય મર્યાદા પુરી થઈ ગઈ છતાં પણ માર્ગ અધુરો
અમરેલી, તા.16
અમરેલી જીલ્‍લામાંથી નીકળતો પીપાવાવ અંબાજી સ્‍ટેટ હાઇ-વે સાવરકુંડલા શહેરની વચ્‍ચો વચ્‍ચથી નીકળી રહ્યો છે. મસમોટા ત્રણ હજાર કન્‍ટેનરો સાથે 10 હજાર વાહનો શહેરની મઘ્‍યમાંથીપસાર થાય છે જયારે છેલ્‍લા છ વર્ષથી બનતો બાયપાસ ગોકળગાયની ગતિએ બનતો હોય શહેરીજનો હાડમારી ભોગવી રહ્યા છે.
સાવરકુંડલાની મઘ્‍યમાંથી આટલા બધા વાહનો દરરોજ નીકળે છે કારણ કે આ સાવરકુંડલા શહેરમાં બાયપાસ રોડ હજુ સુધી બન્‍યો નથી માટે નાના મોટા તમામ વાહનો શહેરની મઘ્‍યમાંથી પસાર મજબૂરી વશ થઇ રહ્યા છે. ત્‍યારે નવાઈની વાત એ છે કે ર01રમાં તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી સાવરકુંડલાની વિધાનસભાના ચુંટણી પ્રચારમાં 1 વર્ષમાં સાવરકુંડલા વાસીઓનો બાયપાસનો પ્રશ્‍ન હલ કરવાની ખાતરીને આજે છ-છ વર્ષ વીતી ગયા છે છતાં હજુ બાયપાસ રોડ પર ફક્‍તત કપચી પાથરીને તંત્ર સંતોષ વ્‍યકત કર્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્‍યારે બાયપાસ ન હોવાથી અનેક અકસ્‍માતોને કારણે માનવ જીંદગીઓ અકાળે મોતને ભેટી હોય. ત્‍યારે શહેરીજનો બાયપાસના પ્રશ્‍ન અંગે રોષિત થઈને જણાવે છે કે દરરોજના હજારો નાના મોટા વાહનો શહેરની મઘ્‍યમાંથી પસાર થતા સ્‍ટેટ હાઇ-વેમાંથી નીકળી રહ્યા છે. ર01રની ચુંટણીમાં બાયપાસનો કરેલો વાયદો હજુ પૂરો નથી થયો ત્‍યાં ર019ની ચુંટણી માટે મત માંગવા ફરી બાયપાસનું લોલીપોપ પ્રજાને પકડાવે તેવી હૈયા વરાળ સ્‍થાનિક અગ્રણી ઠાલવી રહ્યા છે. ત્‍યારે અમરેલીથી સાવરકુંડલા તરફના બાયપાસ રોડનું મસમોટું બોર્ડલગાવી દીધું છે પણ હજુ ત્‍યાં તો માટી જ પાથરી છે ને કામ હાલમાં બંધ જોવા મળે છે.
ત્‍યારે શહેર કોંગ્રેસ પ્રમુખ હસુ સુચકે જણાવ્‍યું હતું કે પીપાવાવ- અંબાજી સ્‍ટેટ હાઇ-વે હોય અને દરરોજના 10 હજાર વાહનો પસાર થાય છે. એક ડઝન અકસ્‍માતો થઇ ચૂકયા છે છતાં છ વર્ષથી કામ ગોકળગાયની ગતિએ તંત્ર કરી રહ્યું છે. બાયપાસ ન હોવાથી સાવરકુંડલામાંથી પસાર થતા સ્‍ટેટ હાઇ-વેને કારણે અકસ્‍માત વધી ગયા છે. ટ્રાફીકની શહેરમાં સમસ્‍યા વિકટ બની છે મંદિરો, સ્‍કૂલો, બસ સ્‍ટેન્‍ડ, રેલ્‍વે સ્‍ટેશન, ન્‍યાય મંદિર, મામલતદાર જેવી મહત્‍વની કચેરીઓ આ રોડ પર જ આવેલી હોય છતાં બાયપાસ બનતો નથી અને કોંગ્રેસ બાયપાસ પ્રશ્‍ને હવે આંદોલન કરવાના મૂડમાં છે.
ત્‍યારે જીલ્‍લાના માર્ગ એન્‍ડ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કેતન રાઠોડે જણાવ્‍યું હતું કે,  13 કરોડના ખર્ચે બની રહેલો પીપાવાવ અંબાજી સ્‍ટેટ હાઇ-વે હાલ હવે નેશનલ હાઇ-વે જાહેર થઈ ગયો છે અને 6 કરોડની વધારાની ગ્રાન્‍ટ પણ સરકારે જાહેર કરી છે. ત્‍યારે આ સ્‍ટેટ હાઇ-વે માંથી નેશનલ હાઇ-વે બનતો હોય જેના કારણે હાલ કામ બંધ છે જે ટૂંક સમયમાં જ શરૂ થવાનું તંત્રના અધિકારી જણાવે છે. પણ સાવરકુંડલા વાસીઓ સ્‍ટેટ હાઇ-વે હોય કે નેશનલ હાઇ-વે પણ બાયપાસ તાત્‍કાલીક ચાલુ થાય તેવું ઈચ્‍છી રહી છે. પણ તંત્રધીમી ગતિએ તાગડધિન્‍ના કરીને છેલ્‍લા છ વર્ષથી કામગીરી કરી             રહ્યું છે.

વડિયા મુકામે રાષ્‍ટ્રીય સંત પૂજય ગુરૂદેવ નમ્રમુની મહારાજનાં દર્શન કરતાં પરેશ ધાનાણી

અત્રે સુરગપરા ખાતે આવેલ કેશવકુંજમાં પૂજય ગુરુદેવશ્રી નમ્રમુની મહારાજ સાહેબ બીરાજી રહૃાા છે. વડિયાનાં જૈન શ્રાવકો અને ભકતજનો તેમના પ્રવચનનો લાભ લઈ પાવન થઈ રહૃાા છે. તેવા સમયે વડિયા વિસ્‍તારનાં ધારાસભ્‍ય અને વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી વડિયાની મુલાકાતે હોય તેઓ પૂજય ગુરૂદેવશ્રી નમ્રમુની મહારાજનાં દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી અને મહારાજ સાહેબે પણ શુભભાવના વ્‍યકત કરી લોકોની સેવા કરતા રહેવા તેઓને જણાવાયુ હતું. આ તકે વડિયાનાં કોંગ્રેસ અગ્રણીદિલીપભાઈ શીંગાળા હનુમાન ખીજડીયાના સરપંચ સત્‍યમ મકાણી તેમજ વડિયાનાં પત્રકાર ભીખુભાઈ વોરા તેઓની સાથે જોડાયા હતા અને મહારાજ સાહેબનાં દર્શનનો લાભ લીધો હતો.

આંદોલનકારીઓએ પીપાવાવધામ નજીકથી પસાર થતાં નેશનલ હાઈ-વે પર ચકકાજામ કર્યો

રાજુલામાં ભુમાફીયાઓ વિરૂઘ્‍ધ ચાલતું આંદોલન ઉગ્ર બન્‍યું
આંદોલનનાં રર દિવસ બાદ પણ મહેસુલ વિભાગ નિષ્‍ક્રીય
આંદોલનકારીઓએ પીપાવાવધામ નજીકથી પસાર થતાં નેશનલ હાઈ-વે પર ચકકાજામ કર્યો
રાજુલા, તા. 16
રાજુલા પ્રાંત કચેરી સામે પીપાવાવધામ તથા આસપાસનાં ગામોના લોકો જીએચસીએલ કંપની અને ભુમાફિયા વિરૂઘ્‍ધ છેલ્‍લા રર દિવસથી પ્રતિક ઉપવાસ આંદોલન અને પાંચ લોકો ઘ્‍વારા 10 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહૃાા છે છતાં પણ સરકાર કે તંત્ર ઘ્‍વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેવી રીતે ગુજરાતમાં ગરમીનો પારો ચડી રહૃાો છે તેવી જ રીતે આ આંદોલન પણ વેગ પકડી રહૃાું છે. ગામજનો ઘ્‍વારા સવારે પીપાવાવધામ નજીક નેશનલ હાઈ-વે ભાવનગર-વેરાવળ ચકકાજામ કરી ટાયરો છળગાવી પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું. તેમજ બપોરે ધોમધખતા તાપમાં 11:00 વાગ્‍યે રાજુલા પોલીસ સ્‍ટેશનથી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ પુષ્‍પમાળા ચડાવી પ્રાંત કચેરી સુધી ઓબીસી સમિતિ ઘ્‍વારા રેલી કાઢી સુત્રોચ્‍ચાર કર્યા હતા.તેમજ સરકાર ઘ્‍વારા ન્‍યાય ન મળતાં આંદોલનકારી મહિલાઓએ સરકારનાં છાજીયા લીધા હતા.
રેલીમાં ગુજરાત જન ચેતના પાર્ટીના સંયોજક મનુભાઈ ચાવડા, અશોકભાઈ ભાલીયા, જાફરાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ કરણભાઈ પટેલ, મેથાળા બંધારા સમિતિનાં કન્‍વીનર પ્રતાપભાઈ ગોહિલ, કોળી સમાજના આગેવાન દેવદાનભાઈ સાંખટ, ભાણાભાઈ ગુજરીયા, રણછોડભાઈ બાંભણીયા,  ભગુભાઈ વાજા, સંતોષ ગુજરીયા સહિતનાં લોકો બહોળી સંખ્‍યામાં જોડાયા હતા. રેલી પૂર્ણ થયા બાદ લોકો રાજુલા પ્રાંત કચેરી સામે પ્રતિક ઉપવાસ આંદોલન પર બેઠા હતા અને સાંજે આંદોલનકારીઓ ઘ્‍વારા આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

17-05-2018