Main Menu

Wednesday, May 16th, 2018

 

અમરેલીમાં અમુક ડોકટર બની ગયા ડોકકટર

નાણાની ભુખમાં દર્દીનારાયણનાં ખિસ્‍સા ખંખેરી રહૃાા છે
અમરેલીમાં અમુક ડોકટર બની ગયા ડોકકટર
તગડી નિદાન અને ઓપરેશન ફી તેમજ વિવિધ ટેસ્‍ટ અને દવામાં પણ મેળવી રહૃાા છે કમિશન
અમરેલી, તા. 1પ
અમરેલી જિલ્‍લામાં અનેક ડોકટર બની ગયા હોય ડોકકટર આરોગ્‍ય અધિકારી અને આવકવેરા વિભાગે નાણા ભુખ્‍યા બનેલ તબીબોની શાન ઠેકાણે લાવવાની જરૂર છે.
ભગવાન પછી જનતામાં સૌથી વધુ આદરપાત્ર વ્‍યકિતત્‍વ એટલે તબીબો. તબીબોનાં હાથમાં દર્દીનારાયણ પોતાની જીંદગી સોંપી દેતો હોય છે અને અમુક તબીબો ખરેખર માનવતાવાદી પણ હોય છે.
પરંતુ અમુક તબીબો નાણા પાછળ દિવસ-રાત દોડી રહૃાા છે. તેઓ દર્દીને નારાયણ સમજવાને બદલે તેનું ખિસ્‍સુ કેમ ખંખેરવું તેના જ પ્‍લાનમાં હોય છે. આવા લેભાગુ તબીબો દર્દીનારાયણને હિંમત અને હુંફ આપવાને બદલે ભયનો માહોલ ઉભો કરી દે છે.
દર્દીને વિવિધ પ્રકારનાં ટેસ્‍ટ કરવા મજબુર કરી રહૃાા છે. તો નિર્ધારિત સ્‍ટોર પરથી દવા લેવાનો દુરાગ્રહ રાખી રહૃાા છે. તગડી નિદાન ફી અને ઓપરેશન ફી લઈને પણ આવા તબીબોને સંતોષ થતો નથી.
અનેક કિસ્‍સામાં દર્દીને અન્‍ય શહેરમાં રીફર કરવામાં આવે છે અને જે-તે હોસ્‍પીટલ પાસેથી પણ તગડુ કમિશન મેળવવામાં આવી રહૃાાની ફરિયાદ ઉભી થઈ રહી છે.
ગરીબ અનેમઘ્‍યમવર્ગીય પરિવારનો દર્દી વ્‍યાજે કે ઉછીના નાણા લઈને કે ઘરનાં દાગીનાં વેંચીને પણ લેભાગુ તબીબોની ફી ચુકવી રહૃાો હોય આરોગ્‍ય અને આવકવેરા વિભાગે લેભાગુ તબીબો પર બાજ નજર રાખીને નિયમાનુસાર કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉભી થઈ રહી છે.

ચલાલામાં સુરત પંથકનાં શખ્‍સે રૂા. 3ર લાખ પડાવી લઈ છેતરપીંડી કરી

અમરેલી, તા.1પ
ચલાલા ગામે રહેતા ડાયાભાઈ નારણભાઈ કાથરોટીયા નામના ઈસમ પાસેથી ગત તા.ર4/4ના રોજ સુરતના કઠોદરા ગામે રહેતા ઘનશ્‍યામ પટેલે ગૌશાળામાં ચેકથી દાન આપવાના તથા બીજા બહાના બતાવી અલગ અલગ રીતે  મળી કુલ રૂા. 3ર લાખ પડાવી                 લઈ વિશ્‍વાસઘાત છેતરપીંડી            કર્યાની ફરિયાદ ચલાલા પોલીસમાં નોંધાવી છે.

અમરેલીમાં ન્‍યાય ન મળતા દેવીપૂજક પરિવાર હવે ગાંધીનગરમાં આંદોલન કરશે

રાજયનાં મુખ્‍યમંત્રીને પત્ર પાઠવીને કરી રજૂઆત
અમરેલીમાં ન્‍યાય ન મળતા દેવીપૂજક પરિવાર હવે ગાંધીનગરમાં આંદોલન કરશે
લાઠીનાં કેરાળા ગામનાં ગરીબપરિવારો નાખુશ
અમરેલી, તા. 1પ
લાઠીનાં કેરાળા ગામનાં જીવુબેન પંચાળાએ મુખ્‍યમંત્રીને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, લાઠી તાલુકાનાં કેરાળા ગામે સર્વે નં.ર74/1 ની હે.પર-41-9પ જમીન સરકારી પડતર હેડે આવેલ છે. જે ગુજરાત સરકારના મહેસુલ વિભાગનાં તા.1પ/ર/89, તા.1/11/03 ના પરીપત્ર મુજબ ગરીબ ભુમીહીનોને સાંથણી આપવાની અમો વર્ષ-ર010 સંબંધીત વિભાગોમાં લેખીત રજૂઆતો કરીએ છીએ. મુખ્‍યમંત્રીનું કાર્યાલય, ગાંધીનગર તરફથી 70 જેટલા પત્રોએ સબંધીત વિભાગમાં યોગ્‍ય થવા જણાવેલ છે. તેની નોંધસુધા કરવામાં આવતી નથી.
વધુમાં જણાવે છે કે, મામલતદાર લાઠી તરફથી અવારનવાર ખામીયુકત દરખાસ્‍ત કરવામાં આવે છે તેમજ જમીનની સરકાર ર્ેારા માપણી કરવામાં આવતી નથી. ખેતમજુર માણસોની માંગણીવાળી જમીનમાંથી માટી ભરી જઈ છેલ્‍લા 10 વર્ષથી અસમથળ કરી રહૃાો છે. ખેતીવાડી નિયામક મળતીયાઓના પંચરોજકામમાં સહીઓ કરાવી ખોટા પ્રમાણપત્ર આપે છે. કેરાળાનાં તલાટી કમ મંત્રી ખાતા નં.પ06 તથા 11ર7ની પહોંચથી મહેસુલ વસુલ કરેલ છે. પરંતુ જમીનનો સ્‍થળ પર કબજો સોંપવામાં આવેલ નથી.
વધુમાં જણાવે છે કે આ પ્રશ્‍ને તા.1/8/ર01પ ના રોજ કલેકટર, અમરેલીએ નાયબ કલેકટર-લાઠીને સાંથણી કરવા જણાવેલ છે. તેનો ઈરાદાપૂર્વકઅમલ કરવામાં આવતો નથી. ઉપરોકત પ્રશ્‍ને ન્‍યાય માટે દેવીપુજક સમાજનાં પરિવારો તા.1ર/4/ર018 નાના બાળકો સાથે પ્રતિક ધરણા સત્‍યાગ્રહ કરી રહૃાા છીએ. કલેકટર, વાતાનુકક્ષમાં બેસી અમારા નાનાના બાળકો તડકામાં તરફડીયા મારે છે. તે તમાશો નિહાળી રહેલ છે. આ જિલ્‍લામાં ગરીબોનું કોઈ નથી. વહીવટી તંત્રનું પેટમાં પાણી હલતુ નથી. જેથી ન્‍યાય માટે તા.ર1/પ/18 થી ગાંધીનગર ખાતે છાવણી ફેરવવાની ફરજ પડશે તેમ અંતમાં જણાવેલ છે.

ખાંભામાંથી પોલીસે વિદેશી દારૂ સાથે યુવકને ઝડપી લીધો

અમરેલી, તા.1પ
ડેડાણ ગામે રહેતા મેહુલ હિંમતભાઈ મકવાણા નામનો ર1 વર્ષીય યુવક ગઈકાલે ખાંભા નજીક વિદેશી દારૂની બોટલ નંગ-1 કિંમત રૂા. પ00ની લઈ નીકળતા પોલીસે તેમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલીનાં યુવકે વ્‍યાજ ભરી શકે તેમ ન હોવાથી ફીનાઈલ પીધી

અમરેલીનાં યુવકે વ્‍યાજ ભરી શકે તેમ ન હોવાથી ફીનાઈલ પીધી
ધંધામાં બેકારી હોય આર્થિક સંકડામણ વધી ગઈ
અમરેલી, તા. 1પ
અમરેલીમાં બાબાપુર રોડ ઉપર રહેતાં અને રસોઈનું કામ કરતાં પરેશભાઈ કનુભાઈ કવીશ્‍વર નામનાં 3પ વર્ષિય યુવકે ગત તા. 16/3 ના રોજ જયદિપ વાળા પાસેથી રૂા.ર0 હજાર લીધા હતા જેનાં દરરોજ રૂા.ર00 મુળ રકમ પરત ન કરે ત્‍યાં સુધી આપવાની શરતે લીધા હતા. જયારે અમુક દિવસો સુધીનાણાં ચુકવ્‍યા બાદ ચુકવી નહી શકતાં બાકી પૈસાની ઉઘરાણી કરી હતી.
જયારે લાલજીભાઈ ચાવડા પાસેથી ગત તા. ર3-11-17 નાં રોજ રૂા.1 લાખ 1ર ટકાનાં વ્‍યાજે લીધા હતા અને અત્‍યાર સુધીમાં પ0 હજાર પરત આપેલા છે. તેમણે પણ પોતાના બાકી નાણાની ઉઘરાણી શરૂ કરતાં આ રસોઈ કામ કરતાં યુવકનો ધંધામાં બેકારી હોય, જેથી નાણાં ચુકવી શકે તેવી સ્‍થિતિમાં ન હોવાથી પોતાની  મેળે ફીનાઈલ પી લેતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.

મોટા મુંજીયાસરનાં ર સદસ્‍યોનાં રાજીનામાનાં મંજુર કરવા આદેશ

સત્તા પર ચિટકી રહેવા બોગસ સહીથી લઈ લીધેલા
મોટા મુંજીયાસરનાં ર સદસ્‍યોનાં રાજીનામાનાં મંજુર કરવા આદેશ
બગસરા, તા. 1પ
બગસરા તાલુકાનાં મોટા મુંજીયાસર ગામે બહુ ચર્ચિત બનેલ ગ્રામ પંચાયતનાં બે સદસ્‍યોનાં રાજીનામા બાબતે હાઈકોર્ટમાં ફરિયાદ થતા રાજીનામા પત્રમાં બોગસ સહીઓ હોવાનું જણાવી બન્‍ને સદસ્‍યોને પંચાયતનાં સભ્‍યપદે ચાલુ રાખવા હુકમ કરતાં ખળભળાટ મચી ગયો હતો.
વિગત અનુસાર મોટા મુંજીયાસર ગ્રામ પંચાયતનાં સરપંચ વિરૂઘ્‍ધ અવિશ્‍વાસની દરખાસ્‍ત રજૂ થતા જે દરખાસ્‍ત પસાર ન થાય તે માટે સરપંચે તેમજ તલાટી મંત્રીની મિલી ભગતની મહીલા સદસ્‍યા મુકતાબેન ગઢીયા તથા રમેશ પાનસુરિયાનાં ખોટી સહીઓ કરી રાજીનામા મંજુર કરી દીધા હતા. રાજીનામામાં મુકતાબેનનાં પરિવારનેરાજકારણ પસંદ ન હોવાનું જણાવેલ છે. જયારે રમેશભાઈને પોતાનો સિરામીકનાં ધંધાને લીધે સમય ન હોય રાજીનામું આપેલ હોવાનું જણાવેલ.
જયારે ઉપરોકત બન્‍ને સભ્‍યોને રાજીનામાની જાણ થતા આવા કોઈ રાજીનામા આપેલ ન હોવાનું જણાવી ન્‍યાય માટે કોર્ટનાં શરણે ગયેલ. ન હોવાનું જણાવી ન્‍યાય માટે કોર્ટનાં શરણે ગયેલ. ઉપરોકત સભ્‍યના વકિલે રાજીનામા પત્રની સહીઓ બોગસ હોવાનાં મુદ્યે લડત ચલાવતા અંતે સહીઓની ખરાઈ માટે ફોરેન્‍સિક લેબ.માંનાં રીપોર્ટ મુજબ બન્‍ને સહીઓ બોગસ હોવાનું ખુલતા કોર્ટે બન્‍ને સભ્‍યોને સભ્‍યપદે ચાલું રાખવાનો હુકમ કરવામાં આવ્‍યો છે.

ખનીજ માફીયાઓ વિરૂઘ્‍ધ પોલીસ કાર્યવાહીથી ફફડાટ

ઈન્‍ચાર્જ પોલીસ અધિક્ષક દેસાઈની સુચનાથી એસઓજીનો સપાટો
ખનીજ માફીયાઓ વિરૂઘ્‍ધ પોલીસ કાર્યવાહીથી ફફડાટ
હાઈકોર્ટનો મનાઈ હુકમ હોવા છતાં પણ શેત્રુંજી નદીમાંથી બેફામપણે રેતીચોરી થઈ રહી છે
અમરેલી, તા. 1પ
અમરેલી જીલ્‍લામાં ખાણ- ખનીજ ચોરી અંગેની વ્‍યાપક રજુઆત-ફરિયાદો વારંવાર મળતી હોય ઈન્‍ચાર્જ પોલીસ અધિક્ષક દેસાઈએ રોયલ્‍ટી ચોરી કરી દેશને આર્થિક નુકશાન પહોંચાડતા આવા સામાજીક તત્‍વો સામે ઝૂંબેશનાં સ્‍વરૂપે કાર્યવાહી હાથ ધરવા અને અસરકારક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપતાં એસઓજી પોલીસ ઈન્‍સ્‍પેકટર આર.કે. કરમટા, સ્‍ટાફનાં એએસઆઈ પ્રકાશભાઈજોષી, હેડ કોન્‍સ્‍ટેબલ સુભાાષભાઈ ઘોઘારી, પોલીસ કોન્‍સ્‍ટેબલ દેવરાજભાઈ બીજલભાઈ કળોતરા, ગીરીરાજસિંહ, રાહુલભાઈ, હરેશભાઈ વાણીયા, ડ્રાઈવર જે.પી. કોચરા વિગેરે ચેકીંગ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાનમાં અમરેલી-સાવરકુંડલા રોડ હુડકો સામે રોડ ઉપર એક ડમ્‍પર ટ્રક નંબર જી.જે.-03-ડબલ્‍યુ- 8768 નંબરનું ચાલક સમીરભાઈ મહેશભાઈ તેરૈયા તેના કબ્‍જાનાં ડમ્‍પર ટ્રકમાં રેતી આશરે 10 ટન ભરેલ હોય.
તેમજ વંડા પોલીસ સ્‍ટેશનમાં પેટ્રોલીંગ દરમિયાન વંડા-જેસર રોડ પર વંડા નજીક એક ટ્રેકટર ટ્રોલી સાથેનું નં. જી.જે.-14- ડી-6160 નંબરનું ચાલક રત્‍નાભાઈ પુનાભાઈ મેર, રહે. ઈંગોરાળા, તા. લીલીયા વાળા ગેરકાયદેસર પાસ પરમીટ (રોયલ્‍ટી) વગરની રેતી આશરે 3 ટન ભરેલ હોય.
જે રેતી વાહનમાં ભરવા અંગે ડ્રાઈવરો પાસે કોઈ પાસ પરમીટ નહીં હોય ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે ખનીજ ચોરી કરતાં મળી આવતાં આ અંગે ખાણ ખનીજ અધિકારી, ભુસ્‍તરશાસ્‍ત્રીની કચેરી, બહુમાળી ભવન અમરેલીને ખાણ ખનીજ ધારા કલમ-34 મુજબ ડીટેઈન વાહનની નિયમોનુસાર કાર્યવાહી કરવા જાણ કરેલ છે. અને આ ડીટેઈન કરેલા રેતી ભરેલા ટ્રેકટરો અનુક્રમે અમરેલી તાલુકા તથા વંડા પોલીસ સ્‍ટેશનમાં રાખેલ છે. પોલીસ ઘ્‍વારા હાથ ધરાયેલ કાર્યવાહીથી રેતી ખનીજ ચોરી કરતાં અસામાજીકતત્‍વોમાં ફફડાટ વ્‍યાપી ગયેલ છે.

લીલીયા રોડ ઉપર ટેન્‍કર અને કાર ધડાકાભેર અથડાતા 4ને ઈજા મોટરનો કચરઘાણ નિકળી ગયો

: ઘવાયેલા સારવારમાં
અમરેલી, તા. 1પ
અમરેલી નજીક લીલીયા રોડ ઉપર આવેલ શ્‍યામવાડી પાસે સાંજના સમયે એક પાણીનાં ટેન્‍કર (ટ્રેકટર) અને કાર વચ્‍ચે ઘડાકાભેર અકસ્‍માત થતાં આ બનાવમાં કારનો કચરઘાણ નિકળી ગયો હતો અને કારમાં બેઠેલા 4 લોકોને નાની મોટી ઈજાઓ થતાં ઘવાયેલા તમામને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા આ લખાય છે ત્‍યારે આ બનાવ અંગે પોલીસમાં કોઈ જાહેરાત થવા પામી ન હતી.

ધુંધવાણા રેવેન્‍યુ વિસ્‍તારમાંથી દોઢ માસનાં બાળસિંહનો મૃતદેહ મળી આવ્‍યો

ખાંભા, તા. 1પ
આજે ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જમાં ધૂંધવાણા રેવન્‍યુ વિસ્‍તારમાં વનવિભાગનાં ફોરેસ્‍ટ ઝાલા અને સ્‍ટાફને એકથી દોઢ માસના સિંહબાળનો મૃતદેહ મળી આવ્‍યો હતો. ધૂંધવાણા રેવન્‍યુ વિસ્‍તારમાં એક સિંહણ અને બે બચ્‍ચાનું ગૃપ હતું જેમાંથી આ એક બચ્‍ચુ તેમની મા સિંહથી વિખુટુ પડી ગયું હોવાનું વનવિભાગના પ્રાથમિક તારણમાં જાણવા મળી રહૃાું હતુ અને વનવિભાગનાં આરએફઓપરિમલ પટેલ જણાવ્‍યા અનુસાર આ સિંહબાળની ઉંમર એકથી દોઢ માસની હોય અને સિંહબાળનું મોત તેમની માંથી વિખુટુ પડી જતાં આ સિંહબાળ ભુખ્‍યું અને તરસ્‍યું રહેવાથી મોતને ભેટેલ હતું. અને આ સિંહબાળનું મોત 48 કલાક પહેલાં થયું હોવાનું જાણવા મળ્‍યું હતું. બાદમાં આ સિંહબાળનું વનવિભાગનાં ડો. વામજા ઘ્‍વારા પીએમ કરી ખાંભા રેન્‍જ ઓફિસે લાવી અગ્નિ સંસ્‍કાર કરવામાં આવ્‍યો હતો.

અરેરાટી : જામકામાં પાંચ દિવસ પહેલા દાઝી ગયેલ યુવતિનું નિધન

અમરેલી, તા. 1પ
ખાંભા તાલુકાનાં જામકા ગામે રહેતી દક્ષાબેન ધીરૂભાઈ વેગડ નામની યુવતિ ગત તા. 9/પ નાં સાંજના સમયે પોતાના ઘરે હતા ત્‍યારે સળગતાં ચુલા ઉપર પાટીયામાંથી કેરોસીનનો દીવો પડતાં અચાનક ભડકો થતાં તેણી દાજી જવા પામેલ હોય, જેથી તેણીને સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડાયેલ જયાં તેણીનું સારવાર દરમિયાન મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

ચિંકારાનાં શિકારની ઘટનામાં ઝડપાયેલ બન્‍ને આરોપી જેલ હવાલે

ખાંભા, તા. 1પ
ખાંભા તાલુકાના ભાડ ગામે ચિંકારાના શિકારમાં વન વિભાગ દ્વારા ગઈ કાલે બે આરોપીની ધરપકડ કરેલ હતી. બાદ વન વિભાગે આજે બન્‍ને આરોપીની સઘન પુછપરછ કર્યા બાદ શિકારાનાં શિકારના ઘટના સ્‍થળ પર બન્‍ને આરોપી લઈ જાયતપાસ કરી વિડીઓ શુટિંગ કર્યા બાદ ખાંભા કોર્ટમાં રજુ કરવામાં આવ્‍યા હતા.
ખાંભા તાલુકાનાં ભાડ ગામે ગત છ તારીખના રાત્રીના શિકારીઓ દ્વારા ચિંકારાનો શિકાર કરવામાં આવ્‍યો હતો અને વન વિભાગને માત્ર ચિંકારાનો મૃતદેહ જ મળી આવ્‍યો હતો. અને ચિંકારાના મૃતદેહમાંથી બે છરા પણ મળી આવ્‍યા હતા. અને વન વિભાગ દ્વારા જામગરી હાથ બનાવટ બંધુક પણ કબ્‍જે લીધી હતી. અને ખાંભાના આર.એફ.ઓ.પરિમલ પટેલ અને ફોરેસ્‍ટ સહિત સ્‍ટાફ દ્વારા 48 માં જ ત્રણ આરોપીમાંથી એક આરોપી સંજય અમુ ડેલવાડિયાને દબોચી લીધો અને સંજયના કોર્ટે ત્રણ દિવસના રિમાન્‍ડ મંજુર કર્યા હતા. બાદ વન વિભાગ દ્વારા સંજયની સઘન પુછપરછ કરી વન વિભાગે ચિંકારાના શિકારની સમગ્ર વિગત એકઠી કરી અન્‍ય બે આરોપીના નામ આપ્‍યા હતા. બાદ સંજયને જેલ હવાલે કર્યો હતો. બાદ કાલે બાકીના બે આરોપી પકડી પડયા હતા.
ગઈકાલે વન વિભાગના આર.એ.ફો પરિમલ પટેલ અને સ્‍ટાફ એ સફરતા પુર્વક બાકી રહેલા બે આરોપી (1) અરવિંદ નાથા સીતાપરા અને (ર) ધર્મેશ અરજણ ડેલવાડિયાની ધરપકડ કરી હતી. અને બાદ વન વિભાગે આજે બન્‍ને આરોપીની સઘન પુછપરછ કર્યા બાદ શિકારાના શિકારના ઘટના સ્‍થળ પર બન્‍ને આરોપી લઈ જાય તપાસ કરી વિડીઓ શુટિંગ કર્યા બાદ પુછપરછ કર્યા બાદ આજે બને આરોપીનેકોર્ટમાં રજુ કરવામાં આવ્‍યા હતા. અને કોર્ટ કોઈ રિમાન્‍ડ મંજુર કરેલ ન હતા. અને બન્‍ને આરોપીને અમરેલી સબ જેલ હવાલે કરેલ હતા.

અમરેલી પાલિકા પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયા પરિવાર ર્ેારા શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન

અમરેલી પાલિકા પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયા પરિવાર ર્ેારા શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન
અમરેલી, તા. 1પ
અમરેલી પાલિકાનાં પ્રમુખ અલ્‍કાબેનગોંડલીયા અને ટીકુભાઈ ગોંડલીયા પરિવાર ર્ેારા શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.
અમરેલીનાં જીમખાના મેદાનમાં આગામી ર1મે અને સોમવારથી જ્ઞાનયજ્ઞનો થશે પ્રારંભ, વ્‍યાસપીઠ પરથી શાસ્‍ત્રી વિનુબાપુ કથાનું રસપાન કરાવશે.
જ્ઞાનયજ્ઞ દરમિયાન કસૂંબલ ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર સૌરાષ્‍ટ્રમાંથી સંતો, મહંતો અને રાજકીય, સામાજિક આગેવાનો પણ ઉપસ્‍થિત રહેશે. અમરેલીની ધર્મપ્રેમી જનતાને સવારે અને સાંજે જ્ઞાનયજ્ઞનો લાભ લેવા ગોંડલીયા પરિવારે અનુરોધ કરેલ છે.

ચલાલા પાલિકાનાં શાસકોએ સ્‍વચ્‍છતા અભિયાન શરૂ કર્યુ

ચલાલા નગરપાલિકાના સફાઈ કામદારો કોઈ પ્રકારની લેખીત મૌખીક જાણ કર્યા વગર સલામતી અને પગાર વધારાની માંગણી સબબ તા.11/4, બપોર બાદ હડતાલ પર ઉતરી જતા અને આજ તા.14/4 સુધી કામ પર નહી આવતા શહેરની સફાઈ માટે મોટી સમસ્‍યા ઉભી થયેલ છે. જયાં ત્‍યાં ગંદકીના ગંજ જામ્‍યા હતા. આ પરિસ્‍થિતીને ગંભીર ગણી નગરપાલીકાના ચિફ ભીંડી, નગરપાલીકાના પ્રમુખ હિંમતભાઈ દોંગા, ઉપપ્રમુખ અનિરૂઘ્‍ધભાઈ       વાળા, આરોગ્‍ય ચેરમેન પુનાભાઈ રબારી, સદસ્‍ય પ્રકાશભાઈ કારીયા, અને નગરપાલિકાના ભાજપની ટીમે પલનો પણ વિચાર કર્યા વગર બહારથી મજુર મંગાવી શહેરના તમામ વિસ્‍તારની સફાઈ સાથે રહી કરાવેલછે. તેમજ સફાઈ કામદારોના પ્રશ્‍નો બાબતે તેમની સાથે પણ ચર્ચા વિચારણા અને બેઠકનો દોર ચાલુ રાખેલ છે. જે વહેલી તકે સુખદ સમાધાન થઈ જશે. અને સફાઈ કામદારો વહેલી તકે કામ પર આવી જશે. તેવી આશા સેવી રહયા છે. આજથી સફાઈમાં બહારના મજુર સાથે પ્રમુખ હિંમતભાઈ દોંગા, ઉપપ્રમુખ અનિરૂઘ્‍ધભાઈ વાળા, આરોગ્‍ય ચેરમેન પુનાભાઈ રબારી, સદસ્‍ય પુનાભાઈ રબારી, યુવા ભાજપના મિતુલભાઈ ભટ્ટ, સહિત તમામ નગરપાલીકાના ભાજપના સદસ્‍યો અને શહેરીજનો સાથે પોતે કચરાના તગારા ભરી સફાઈ ઝુંબેશમાં શ્રમદાન કરતા આ કાર્યને શહેરીજનો આવકારી પ્રંશનશા કરી રહયા છે. આ સફાઈ ઝુંબેશમાં નગરપાલીકાના ઓફીસ સ્‍ટાફના  કાળુભાઈ લશ્‍કરી, ગજુભાઈ વાળા, અશોકભાઈ મુકડમ સહિતનાનો સારો એવો સહયોગ પ્રાપ્‍ત થયેલ છે.

સાવરકુંડલામાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં સરે ઈલેવનનો વિજય

સાવરકુંડલાની કે. કે. હાઈસ્‍કૂલ ખાતે યોજાયેલી રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્‍ટ હિન્‍દુસ્‍તાન કપની ફાઈનલ મેચમાં જય માતાજી ઈલેવન સામે સરે ઈલેવનનો જવલંત વિજય સાથે હિન્‍દુસ્‍તાન કપની ચેમ્‍પિયન ટ્રોફી જીતીને ઈતિહાસ સરે ઈલેવને રચ્‍યો હતો. સાવરકુંડલા ખાતે છેલ્‍લા ર0 દિવસથી ચાલતી રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ હિન્‍દુસ્‍તાન કપ ટુર્નામેન્‍ટની ફાઈનલ મેચ સરે ઈલેવન અને જય માતાજી વચ્‍ચે 14 ઓવરની રમાઈ હતી. પ્રથમ દાવ લઈને જય માતાજી ઈલેવને 84 રન કર્યા હતા 8પ રનનો ટાર્ગેટ ચેજ કરવા ઉતારેલી સરે ઈલેવનની ઓપનીંગ બેટસમેન અબ્‍દુલે ધૂવાધાર ક્રીસ ગેઈલનીયાદ અપાવીને 4પ રન ફટકાર્યા હતા તો સામે સલીમ જાદવે 1પ રન બનાવ્‍યા હતા તો મેહુલ ભુવા ઉર્ફે બાંડીએછકા સાથે 1પ રન કરીને સરે ઈલેવનને જીતનો ખિતાબ અપાવીને પારી સમાપ્‍ત કરી હતી. ફાઈનલ મેચમાં સરે ઈલેવનના શાહિદ ઝાંખરાએમહત્‍વની 4 વિકેટો લઈને જય માતાજી ઈલેવનની કમર ભાંગી નાખી હતી આ શાહિદ ઝાંખરાને મેન ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. હિન્‍દુસ્‍તાન કપમાં મેન ઓફ ધી સીરીજ અમિત લાડવાને આપવામાં આવ્‍યું હતું તો બેસ્‍ટ બેટસમેન લાઠીના મોનું ને આપવામાં આવ્‍યો હતો. ફાઈનલ વિજેતા સરે ઈલેવનનાં ફઝલબાપુ કાદરીને 7777 રોકડા રાજ મોબાઈલ તરફથી સાથે હિન્‍દુસ્‍તાન કપલાઈફ કેર હોસ્‍પીટલના ડોકટર વ્‍હોરાના વરદ હસ્‍તે આપવામાં આવ્‍યો હતો ત્‍યારે રન્‍સઅપ જય માતાજી ઈલેવનને 4444 સાગર મશીનરી તરફથી સાથે રન્‍સઅપ ટ્રોફી આપવામાં આવી હતી આ હિન્‍દુસ્‍તાન કપ ટુર્નામેન્‍ટમાં અમરેલી, જાફરાબાદ, રાજુલા, ખાંભા, ધારી, ચલાલા, ભાવનગર, લીલીયા, લાઠી, લુવારા સહીત પ8 ટીમોએ ભાગ લીધો હતો.  આ હિન્‍દુસ્‍તાન કપ માટે વિનામૂલ્‍યે કે. કે. હાઈસ્‍કૂલનું ગ્રાઉન્‍ડ નૂતન કેળવણી મંડળના ટ્રસ્‍ટીઓએ યુવાનોમાં ક્રિકેટ પ્રતિભા વધે તે હેતુને ખરા અર્થમાં સાર્થક કર્યો હતો. તો સાવરકુંડલા નગરપાલિકા સાથે કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ હસુભાઈ સૂચક, નાસીરભાઈ ચૌહાણ, કિરીટભાઈ દવે, મહેશભાઈ જયાણી સહીત સાંસદ નારણ કાછડીયા હિન્‍દુસ્‍તાન કપનું સુંદર આયોજન કરવા બદલ આયોજકો ફઝલબાપુ કાદરી, મહેબુબ કાદરી, રમીજમલેક અને આરીફ જાદવને શુભકામના પાઠવી હતી.

બાબરા-કોટડાપીઠા માર્ગ પર કાર પલ્‍ટી જતાં વૃદ્ધ મહિલાનું મોત

શિક્ષક પરિવાર રાજકોટ જતો હોય થયો અકસ્‍માત
બાબરા-કોટડાપીઠા માર્ગ પર કાર પલ્‍ટી જતાં વૃદ્ધ મહિલાનું મોત
પુત્રની નજર સામે માતાનું મૃત્‍યુ થયું
બાબરા, તા. 1પ
બાબરામાં રહેતા શિક્ષક પરિવારને અહીં કોટડાપીઠા ગામ નજીક અકસ્‍માત નડતા પુત્રની નજર સામે માતાનું મોત નીપજયું. રાજકોટ ખાતે માતા બહેન અને ભાણેજને મુકવા જતા શિક્ષક અનિલભાઈ સરવૈયાની કાર અહીં કોટડાપીઠા ગામ નજીક પલ્‍ટી મારીને ખાળીયામાં ઉતરી જતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. બાબરામાં રહેતા અને અહીં સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા અનિલભાઈ રઘુપ્રસાદ સરવૈયા આજે બાબરાથી પોતાની વેગનઆર કારમાં પોતાની સરલાબેન રઘુપ્રસાદ સરવૈયા, તેમજ બેન ટીનુંબહેન અને ભાણેજને બેસાડી રાજકોટ જતા હતા. ત્‍યારે અહીં કોટડાપીઠા ગામ નજીક અચાનક સ્‍ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્‍ટી મારી જતા ખાલીયામાં ઉતરી ગઈ હતી. અને ગંભીર અકસ્‍માત સર્જાયો હતો એ આ અકસ્‍માતમાં અનિલભાઈના માતા સરલાબેન ઉ.વ.77નું ઘટના સ્‍થળે મોત નીપજયું હતું જયારે અનિલભાઈ સહિત તેમની બહેન અને ભાણેજને માથા અને હાથ પગમાં ગંભીર ઈજા થતા પ્રથમ બાબરા અને ત્‍યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાંઆવેલ છે. શિક્ષક પરિવારમાં અકસ્‍માત સર્જતા બાબરા દવાખાને મોટી સંખ્‍યામાં શિક્ષકો ભેગા થયા હતા. અકસ્‍માતનો ગુનો નોંધી બાબરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

ધારીમાં બજરંગ ગૃ્રપ દ્વારાયોગીજી મહારાજની જન્‍મજયંતિએ રકતદાન કેમ્‍પ

ધારી બજરંગ ગૃ્રપ અને ખબ.ક મંદિર દ્વારા યોગીજી મહારાજની 1ર6મી જન્‍મ જયંતિ નિમિતે બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ તેમાં ખબ.ક નાં દીનબંધુ સ્‍વામી બજરંગ ગૃ્રપ પ્રમુખ પરેશ પટ્ટણી, દુર્ગેશ ઢોલરીયા, ભરત મકવાણા, ધર્મેશ લહેરૂં, રાજ પટ્ટણી, અજય રાજપુત, આ કેમ્‍પમાં ડોનટ થયેલ બ્‍લડ ધારી તાલુકાના દર્દીઓને ઉપયોગમાં આવશે.

સુરતનાં ખેડૂત અગ્રણીની અટકાયત થતાં કલકટરે મામલો શાંત કર્યો

બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન લઈને વિવાદ
સુરતનાં ખેડૂત અગ્રણીની અટકાયત થતાં કલકટરે મામલો શાંત કર્યો
અમરેલી, તા. 1પ
સુરત ખાતે બુલેટ ટ્રેનના પ્રોજેકટ માટે પર્યાવરણ અને સામાજિક અસર અંગેના સર્વે માટેની બેઠક શરૂ થાય તે પહેલાં જ જિલ્‍લા પંચાયતના વિપક્ષી સભ્‍ય અને ખેડૂત આગેવાન દર્શન નાયકની પોલીસે ચાલાકીપૂર્વક અટકાયત કરી હતી અને તેના વિરોધમાં ખેડૂત સમાજના અગ્રણીઓ એવા જયેશભાઈ દેલાડ, રમેશભાઈ ઓલપાડ, નરેશ વિરાણી અને ક્રિષ્‍નકાંતભાઈની ધરપકડ કરીને ઉમરા પોલીસ સ્‍ટેશન લઈ ગયા. ત્‍યાં રહેલા ખેડૂતો ગિન્‍નાયા અને મિટીંગ શરૂ થાય તે પહેલાં જ હોલ ખાલી કરી નાખ્‍ંયો હતો. કલેકટરને જાણ થતાં તુરંત તેમણે અટકાયત કરવામાં આવેલ આગેવાનોને છોડી મુકવાનું ફરમાન કર્યુ હતું. દર્શન નાયક સહિત તમામને બોલાવીને તેમની રજુઆત પણ    સાંભળી હતી.
બુલેટ ટ્રેનમાં જે ખેડૂતોની જમીન સંપાદિત થવાની છે. બપોરે ગાંધી સ્‍મૃતિ ભવન ખાતે કલેકટરના અઘ્‍યક્ષ સ્‍થાનેજમીન સંપાદનની કાર્યવાહી તથા વળતર ચુકવવા માટેની જાણકારી આપવા માટેની મિટીંગ બોલાવાઈ હતી. કલેકટર ડો. ધવલ પટેલ આ મિટીંગમાં હાજર થાય તે પહેલા જ દર્શન નાયકને અઠવા પોલીસ સ્‍ટાફ ઘ્‍વારા એવું કહેવાયું હતું કે, તમને પીઆઈ બોલાવે છે. આટલું કહીને તેમને સીધા ઉમરા પોલીસ સ્‍ટેશન લઈ જવાયા હતા. હાજર અન્‍ય લોકોને પણ આ અંગેની જાણ થતાં 1પ0થી વધુ લોકો કલેકટરને કોઈપણ પ્રકારની રજુઆત કર્યા વગર પરત જતા રહૃાા હતા. કલેકટર મિટીંગ હોલ પર પહોંચે તે પહેલા તો આખો હોલ ખાલી થઈ ગયો હતો.
કલેકટર પોતે આવે તે પહેલાં હંગામો અને ધમાચકડી મચી ગઈ હતી. એટલે તેમણે આવતા પહેલા જ હોલ ઉપર હાજર કામરેજ પ્રાંત અધિકારી પાસેથી ઘટનાની વિગતો મેળવી હતી. તુરંત જ તેમણે પોલીસ કમિશનરનો સંપર્ક કયો હતો. હાજર પોલીસ અધિકારીઓને દર્શન નાયકને મિટીંગ સ્‍થળે લાવવા માટેનો આદેશ આપ્‍યો હતો. સાથે સાથે જે ખેડૂતો ત્‍યાંથી ચાલ્‍યા ગયા હતા તેઓને પણ ફરીથી બોલાવવા માટેનો અનુરોધ કર્યો હતો. પોલીસે અડધા કલાક બાદ નાયકને મુકત કર્યા હતા. ગાંધી સ્‍મૃતિ ભવન ખાતે લાવવામાં આવ્‍યા હતા જયાં કલેકટરે તેમની સાથે મુલાકાત કરીને તેમની રજુઆતો સાંભળી હતી.
બુલેટ ટ્રેન મામલે તમામ અસરગ્રસ્‍ત ખેડૂતોએ રણનીતિ નકકી કરી છે.ખેડૂતોને કોઈ અન્‍યાય ન થાય તેના માટેના પ્રયાસો કરાઈ રહૃાા છે. ખેડૂતોની લડતને કચડી નાખવા માટે રાજય સરકાર ઘ્‍વારા તેમના પર સતત વોચ રાખવામાં આવી રહી છે. આંદોલનને કચડી નાખવા માટેના પ્રયાસો થઈ રહૃાા છે. ખેડૂતોના આ શાંતિપૂર્ણ આંદોલનમાં પણ સરકાર રાજકીય દખલગીરી કરતી હોવાની લાગણી ખેડૂતોએ વ્‍યકત કરી છે. અને આગામી સમયમાં ખેડૂત સમાજ સુરત ખાતે એક મિટીંગનું આયોજન કરીને સરકારને પાણીચુ બતાવવાની વાત કરી હતી. જો અન્‍યાય થશે થો ઉગ્ર આંદોલન કરતા પણ ખેડૂતો અચકાશે નહીં તેવી ખેડૂત ઘ્‍વારા ચીમકી પણ ઉચ્‍ચારી હતી.

ચિત્તલ પીજીવીસીએલનાં નાયબ ઈજનેર એમ.બી. ઠાકરનું સન્‍માન

સમગ્ર પંથકમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ
ચિત્તલ પીજીવીસીએલનાં નાયબ ઈજનેર એમ.બી. ઠાકરનું સન્‍માન
અમરેલી, તા.1પ
ચિતલ પી.જી.વી.સી. એલ.માં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા એમ.બી. ઠાકરે પોતાના કાર્યક્ષેત્રમાં વીજળીને લગત કામો ઉમદા તરીકે કરી રહયા હોય સમગ્ર પંથકમાં તેની કાામગીરીની પ્રશંસા થઈ રહી છે.
દરમિયાનમાં નાના માચીયાળાા ખાતે ગામ પંચાયત અને ગામના વડીલો દ્વારા નાયબ ઈજનેરનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

બગસરાનાં સામુદ્રી માતાજી મંદિરે નવચંડી મહાયજ્ઞ યોજાયો

બગસરામાં સાતલડી નદી કાંઠે 1રપ વર્ષ પુરાતન સામુદ્રી માતાજીનું મંદિર આવેલ છે. વર્ષો થયા તે સમસ્‍ત ગામ માટે આસ્‍થાનું કેન્‍દ્ર રહયું છે. ત્‍યાં નવરાત્રી દરમિયાન સમસ્‍ત ગામના બહેનો સાંજે 4 થી 7 રાસ ગરબા માટે આવે છે. 7 વાગ્‍યે આરતીને રાત્રે ભાઈઓ માટે ગરબા હોય છે. વર્ષો થયા આ ક્રમ આજે પણ જળવાઈ રહયો છે. મંદિરને 1રપ વર્ષ પુરા થવામાં હોય મંદિરના જીર્ણોઘ્‍ધારનું કાર્યસ્‍થાનિક દશા સોરઠીયા વણિક સમાજ દ્વારા કરવામાં આવતા આ શુભ પ્રસંગે નવચંડી મહાયજ્ઞ સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. વહેલી સવારથી શાસ્‍ત્રીજી તથા ભૂદેવો દ્વારા મંત્રોચ્‍ચાર સાથે યજ્ઞ વિધિ શરૂ કરેલ. સમયાંતરે ઉપસ્‍થિત ભાઈ બહેનોએ યજ્ઞમાં આહુતિ આપવાનો લાભ લીધેલ હતો. મંગળ આરતી સાથે બપોરના બીડુ હોમવામાં આવેલ હતું. વિશાળ સંખ્‍યામાં આવેલ ભાઈ-બહેનોએ દર્શનનો લાભ સાથે માતાજીના આશિર્વાદ લીધા હતા. મહાપ્રસાદનું આયોજન સોરઠીયા જ્ઞાતિ વાડીમાં રાખેલ હતું. પૂર્ણાહુતિ બાદ સ્‍થાનિક હવેલીના પૂ. બાવાશ્રી પધાર્યા હતા. મંદિરે દર્શન કરી અને ખુશી વ્‍યકત કરી હતી. તેમજ ઉપસ્‍થિત દર્શનાર્થીઓને આશિર્વાદ આપ્‍યા હતા. મુખ્‍ય દાતા નટુભાઈ રઘાણી, કિશોરભાઈ રઘાણીનું સન્‍માનપત્ર આપી સન્‍માન કરવામાં આવેલ. સંતો મંદિરે નિયમિત દર્શને આવતા જરૂરિયાત પ્રસંગે સહાયરૂપ થતા મનસુખલાલ, લાભુભાઈ ધાબલીયા, નવનીતલાલ મણીલાલ ભુપતાણી અને નિલેશકુમાર બાલકૃષ્‍ણભાઈ ભુપતાણી નું સન્‍માન કરવામાં આવેલ. જીર્ણોઘ્‍ધાર અને નવચંડી મહાયજ્ઞ પ્રસંગે તન, મન અને ધનથી સહકાર આપનાર દાતાઓ સ્‍થાનિક વણિક સમાજના ભાઈઓ, મંદિરના પુજારી મહેશભાઈ પુરોહિત તેનો પરિવાર તેમજ વહીવટી સેવાઓ માટે મહાશંકરભાઈ પંડયા પરિવારના શૈલેષભાઈ, દીપકભાઈ તેમજસહકાર આપનાર દરેકનો દશા સોરઠીયા વણિક સમાજનો આભાર માનવામાં આવ્‍યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નટુભાઈ ભુપતાણી, દલીચંદભાઈ વસાણી તથા નિલેશભાઈ ભુપતાણીના સાથમાં જયસુખભાઈ ધોળકીયા, નટુભાઈ રઘાણી, નવનીતભાઈ ભુપતાણી, વિનુભાઈ વસાણી, હાર્દિકભાઈ માધવાણીએ જહેમત ઉઠાવી હતી.

અમરેલીમાં નાગનાથ દ્વિશતાબ્‍દી મહોત્‍સવનાં સહયોગી દાતા સ્‍વયંસેવકોની આભાર દર્શન બેઠક યોજાઈ

અમરેલી નગરના ભાવિક ભકતોની આસ્‍થા અને શ્રદ્ધાના પ્રતીક સમાન નાગનાથ દાદાના દ્વિશતાબ્‍દી મહોત્‍સવમાં સહયોગ આપનાર દાતાઓ, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સંગઠનો, તમામ જ્ઞાતિના પ્રતિનિધિઓ, સ્‍વયંસેવકો, ભાવિક ભકતો વિગેરેના સહકારથી સમગ્ર મહોત્‍સવ સફળ રહયો તે બદલ નાગનાથ દ્વિશતાબ્‍દી મહોત્‍સવ સમિતિના નેતૃત્‍વ કરતા કન્‍વીનર તથા લેઉવા પટેલ સમાજના પ્રમુખ ડી.કે. રૈયાણીની અઘ્‍યક્ષતામાં રૈયારાજ ફાર્મ ખાતે આભાર પ્રસ્‍તાવ સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું.આ પ્રસંગે મહોત્‍સવમાં વિશેષ યોગદાન આપનાર સહયોગી પટેલ મંડપ સર્વિસના માલીક વજુભાઈ ગોલ, ડી.કે. રૈયાણી, બાબુભાઈ કલરવાળા, નંદાભાઈ વરે, હકુભાઈ ચૌહાણ, દિનેશભાઈ રામાણી સહિતના મહાનુભાવોનું શાલ, મોમેન્‍ટોથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે અમરેલીના લોક પ્રતિનિધિઓ પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપભાઈ સંઘાણી, ધારાસભ્‍યો વિરજીભાઈ ઠુંમર, જિલ્‍લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુંમર, નગરપાલિકાના પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયા, ભુપતભાઈ મેતલીયા, કાંતિભાઈ વઘાસીયા, અરવિંદભાઈ સીતાપરા, ટ્રસ્‍ટી મુકેશભાઈ જાની સહિત વેપારીએસોસિએશનના પ્રતિનિધિ, સહકારી આગેવાનો, તમામ જ્ઞાતિના પ્રતિનિધિઓએ મહોત્‍સવની સફળતા બદલ ડી.કે. રૈયાણીના નેતૃત્‍વને બિરદાવીને અભિનંદન આપ્‍યા હતા. આભાર પ્રસ્‍તાવ કાર્યક્રમમાં મહોત્‍સવના આવક- જાવકના હિસાબો કન્‍વીનર ડી.કે. રૈયાણીએ જાહેરમાં રજૂ કરીને વહીવટીય પારદર્શકતા તથા પ્રામાણિકતાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડયું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હરેશ બાવીશીએ કર્યું હતું. તથા સમારોહને સફળ બનાવવા માટે રાજનભાઈ જાની, કેયુરભાઈ રૈયાણી, જાનીદાદા, વ્‍યાસભાઈ વિગેરે યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

16-05-2018