Main Menu

Tuesday, May 15th, 2018

 

એસ.ટી. બસ નિર્ધારીત સ્‍થળે પહોંચતા પહેલા હાંફી રહી છે

‘‘સલામત સવારી એસ.ટી. હમારી” કહેવતના ધજીયા ઉડી રહૃાા છે
એસ.ટી. બસ નિર્ધારીત સ્‍થળે પહોંચતા પહેલા હાંફી રહી છે
પાલીતાણા-જામનગર અને રાજકોટ-ભાવનગર રૂટની બસ બાબરા સુધી માંડ પહોંચી શકી
બાબરા, તા. 14
રાજય સરકારના એસ.ટી. નિગમ ઘ્‍વારા મુસાફરોને આકર્ષવા અવનવી યોજના મુકવામાં આવે છે અને મુસાફરો પણ એસ.ટી. મુસાફરી કરવાનું મુનાસીબ માને છે. પણ જયારે આ એસ.ટી. બસ અધવચ્‍ચે મુસાફરોને રજવાળે ત્‍યારે મુસાફરો ઘ્‍વારા ભારે રોષ વ્‍યકત કરવામાં આવે છે.
આજે બાબરામાં એસ.ટી. નિગમની બે બસ જેમાં એક પાલીતાણા-જામનગર અને બીજી રાજકોટ-ભાવનગર રૂટની કુલ બે બસ અહીં બાબરા ખાતે ડેપોમાં પહોંચતા બસમાં પંચર પડયું અને બસ ખાલી કરવાનો વારો આવતા મુસાફરોમાં દેકારો મચી ગયો. હજુ એક બસના મુસાફરોને શાંત કર્યા તો બીજી બસ રાજકોટ-ભાવનગર રૂટની આવી પહોંચી અને તેમાં પણ પંચરની ફરિયાદ લઈને એ બસના પણ તમામ મુસાફરોને નીચે ઉતારવાની નોબત આવી હતી. જો કે અહીં એસ.ટી. ડેપોમાં ટ્રાફીક કન્‍ટ્રોલર તરીકે ફરજ બજાવતા નાજભાઈ હાટગરડાએ ત્‍વરીત તમામ મુસાફરોને ડેપોમાં બેસવાની વ્‍યવસ્‍થા તેમજ અન્‍ય કોઈ બસમાં મોકલી આપવાની વ્‍વસ્‍થા કરતાં મુસાફરોએ રાહત અનુભવી હતી.
મુસાફરોનાં જણાવ્‍યા અનુસાર એસ.ટી.બસમાં ભાડુ પુરતું અને મોંઘુ લેવામાં આવે છે તો શા માટે એસ.ટી. તંત્ર ઘ્‍વારા સારી બસો મુકવામાં આવતી નથી. કંડમ અને નબળી બસો અનેકવાર અધવચ્‍ચે માર્ગમાં બંધ પડે છે અને મુસાફરો પરિવાર સાથે રજળી પડે છે. બાબરામાં પણ બસમાં ખામી સર્જાતા તમામ મુસાફરો એક સાથે રજળી પડયા હતા. અને અન્‍ય બસની રાહમાં બેઠા રહૃાા હતા.
આ બનાવ પાછળ ભાજપ સરકારની નિષ્‍ફળતા છે કે નહી તે નકકી કરવાનું ભાજપીઓ પર છોડવું રહૃાું.

લોકસભા બેઠક માટે કોંગ્રેસની કોઈ તૈયારી જ નથી

પાટીદારો, ખેડૂતો, દલિતો અને લઘુમતીઓ વિજેતા બનાવે તેમ છે છતાં પણ
લોકસભા બેઠક માટે કોંગ્રેસની કોઈ તૈયારી જ નથી
ભાજપનાં કાર્યકરો અને આગેવાનો ક્રમશઃ નિરાશામાંથી બહાર આવી રહૃાા હોય કોંગ્રેસ માટે કપરા ચઢાણ
અમરેલી, તા. 14
અમરેલી જિલ્‍લાનાં મતદારોએ થોડા મહિના પહેલા યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં તમામે તમામ પાંચ બેઠકો પર કોંગી ઉમેદવારને વિજેતા બનાવ્‍યા બાદ આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીમાં તેનું પુનરાવર્તન થશે કે પરિવર્તન તેના પર સૌની નજર મંડાયેલી છે.
કોંગ્રેસપક્ષનાં સંગઠ અને વિજેતા ધારાસભ્‍યો વચ્‍ચે સંકલનનો અભાવ જોવા મળી રહૃાો છે અને સૌથી વધુ મુશ્‍કેલી એ છે કે, કોંગીજનોમાં ઉત્‍સાહની કમી જોવા મળી રહી છે. સંગઠનમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી.
સંગઠનનાં વર્તમાન હોદેદારો માને છે કે થોડા દિવસ હોદા પર રહેવું હોય પક્ષ માટે શું કામ કરવું અને અન્‍ય આગેવાનો કહે છે કે પક્ષ જવાબદારી સોંપે તો કામ કરીશું અને કોંગી હાઈકમાન્‍ડમાં નિર્ણય શકિત જોવા મળતી નથી.
જિલ્‍લાનાં પાટીદારો,ખેડૂતો, દલિતો અને લઘુમતીઓ કોંગ્રેસ તરફી મતદાન કરી શકે તેમ છે અને કોંગીજનો મત લેવા ન હોય તેવું વર્તન કરી રહૃાા છે. લોકસભા નીચે આવતી 7 વિધાનસભા બેઠકોમાં પાંચ પર કોંગી અને બે પર ભાજપી ઉમેદવાર ધારાસભ્‍ય બન્‍યા છે.
પરંતુ કોંગી આગેવાનો સક્રીય નહી બને તો ગારીયાધાર, મહુવા ઉપરાંત સાવરકુંડલા અને રાજુલા વિસ્‍તારમાં કોંગ્રેસને મુશ્‍કેલીનો સામનો કરવો પડે તેમ છે. તેમજ અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીની સતત ગેરહાજરી પણ લોકસભા ચૂંટણીમાં ભારે પડી શકે તેમ છે.
બીજી તરફ લોકસભા વિસ્‍તારનાં ભાજપીઓમાંથી નિરાશા ક્રમશઃ દુર થઈ રહી છે અને ભાજપીઓ પુનઃ ઉભા થઈને લોકસભાનાં કાર્યમાં જોડાશે તો અમરેલી લોકસભા બેઠકનો કોળીયો કોંગ્રેસનાં મોં એથી છીનવાઈ જાય તો નવાઈ પામવા જેવું નહી રહે.

પીએસઆઈએ ફરિયાદી બનીને તપાસ શરૂ કરી અંતે લીલીયાની શાળાનાં ઉદ્યઘાટન સમારોહમાં ફાયરીંગ કરનાર ચોકીદાર વિરૂદ્ધ ગુન્‍હો નોંધાયો

પીએસઆઈએ ફરિયાદી બનીને તપાસ શરૂ કરી
અંતે લીલીયાની શાળાનાં ઉદ્યઘાટન સમારોહમાં ફાયરીંગ કરનાર ચોકીદાર વિરૂદ્ધ ગુન્‍હો નોંધાયો
મીડિયા જગતમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર હરકતમાં આવ્‍યું
અમરેલી, તા.14
લીલીયા ગામે આવેલ લાઠી રોડ ઉપર ગત તા.8/પના રોજ રાત્રીના સમયે એક ખાનગી શાળાનાં ઉદઘાટન સમયે સિકયુરીટી ગાર્ડ દ્વારા ઉત્‍સાહમાં આવી જઈ અને અનેક લોકોની હાજરીમાં હવામાં ફાયરીંગ કરી નાખી ભયફેલાવતા અને આ અહેવાલો અખબારમાં પ્રસિઘ્‍ધ થતાં અને આ ઘટનાની તપાસના અંતે આ સિકયુરીટી ગાર્ડ સામે આખરે લીલીયા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવમાં લીલીયા ગામે એક હીરા ઉદ્યોગના બિલ્‍ડીંગમા પનઘટ ટ્રસ્‍ટ સંચાલિત પ્રકૃતિ વિદ્યાલયનો ઉદઘાટન સમારોહ ગત તા.8/પના રોજ રાત્રીના સમયે યોજાયો હતો. આ ઉદઘાટન સમારોહમાં તાલુકાના અનેક સરકારી અધિકારીઓ, વાલીઓ અને બાળકો ઉપસ્‍થિત રહયા હતા.
આ ઉદઘાટન સમારોહમાં બાળકો દ્વારા એક સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારે આ સ્‍કૂલ કેમ્‍પસમાં સિકયુરટી ગાર્ડસ તરીકે ફરજ બજાવતા મુળ મઘ્‍યપ્રદેશના વતની અને હાલ લીલીયા ગામે રહેતા રામચોર પ્રસાદ રઘુબીર પ્રસાદ શર્મા નામના ઈસમે ઉત્‍સાહમાં આવી જઈ અને પોતાની પાસે રહેલ બાર બંદુકમાંથી બે રાઉન્‍ડ ફાયરીંગ કરી દઈ ત્‍યાં ઉપસ્‍થિત જનતામાં ભય ફેલાવવાના ગુન્‍હાની તેમની સામે લીલીયા પોલીસ સ્‍ટેશનમાં પી.એસ.આઈ. જી.જી. જાડેજાએ ખુદ ફરિયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.

લાઠીનાં ભીંગરાડ ગામે ગૌ-ચરમાં થયેલ દબાણ દૂર નહીં થાય તો આત્‍મવિલોપનની ચીમકી

નરનારાયણ આશ્રમનાં પૂજારીએ કલેકટરને પત્ર પાઠવ્‍યો
લાઠીનાં ભીંગરાડ ગામે ગૌ-ચરમાં થયેલ દબાણ દૂર નહીં થાય તો આત્‍મવિલોપનની ચીમકી
દબાણકર્તા તરીકે કોંગી આગેવાનનું નામ જણાવતાં રાજકીય ઘમાસાણનાં એંધાણ
અમરેલી, તા. 14
એક તરફ કોંગી ધારાસભ્‍ય અલ્‍પેશ ઠાકોર ભાજપ સરકારને ચીમકી આપીને ગૌ-ચરનું સર્વે કરવા અનેદબાણ દૂર કરવાનું અલ્‍ટીમેટમ આપી રહૃાા છે. તો બીજી તરફ કોંગી આગેવાન સામે જ ગૌ-ચર પર દબાણ કર્યાનો આક્ષેપ થતાં રાજકીય ઘમાસાણનાં એંધાણ જોવા મળી રહૃાા છે.
લાઠીનાં ભીંગરાડ ગામનાં નરનારાયણ આશ્રમનાં પૂજારી મનસુખભાઈ રામાવતે કલેકટરને પત્ર પાઠવીને ગામની ગૌ-ચરમાં થયેલ દબાણ દૂર કરવાની માંગ કરી છે. અન્‍યથા આત્‍મવિલોપન કરવાની ચીમકી આપી છે.
પત્રમાં જણાવેલ છે કે ભીંગરાડ ગામે ગામ તળની સર્વે નં. 86/1 પૈ.1 ની તથા બ્‍લોક નં.874ની જમીન એકર 4-30 ગુંઠાની જમીન ઉપર ખુલ્‍લી અને પડતર ખેતીમાં રહેલ જમીન ઉપર આ ગામનાં પશુઓ બેસતા હતા ત્‍યાં ગેરકાયદેસર રીતે અને રેવન્‍યુ ઓર્થોરીટીની કે સરકારના જવાબદાર એવા અધિકારીની પૂર્વ પરવાનગી કે મંજુરી વિના દબાણ તથા જમીન ફરતે કમ્‍પાઉન્‍ડ હોલ બનાવી તેમજ મોટા ગેઈટ બનાવી લોખંડના દરવાજાઓ ફીટ કરી દઈ મોટા પતરાનો શેડ તેમજ સંડાસ-બાથરુમો વાસણ ધોવા માટેની મોટી લોબી બનાવેલ છે. અને તે રીતે ગેરકાયદેસર અને મનસ્‍વી રીતે ગૌચર સદરે ચાલતી જમીન ઉપર દબાણ કરી બાંધકામ કરી કાયમી સ્‍વરુપની સમાજ વાડીનું નિર્માણ કરી પેશકદમી થાય તે રીતેનું પાકુ બાંધકામ કરી દરવાજે તાળાઓ મારી તેની ચાવીઓ બે ઈસમો પોતાની પાસે રાખીનેફરે છે. અને અમારા નાના એવા ગામમાંએવી જાહેરાતો કરતા ફરે છે કે અમારી ગાંધીનગર સુધીની લાગવગ છે અને અમારુ મોટું જુથબળ છે. અને અમો તાલુકા પંચાયત, જિલ્‍લા પંચાયત તથા સ્‍થાનીક ધારાસભ્‍યનો પણ અમોને ટેકો છે. અને અમારે તેવા કારણે કોઈની પરવાનગી લેવાની રહેતી નથી અને અમે જે નિર્ણય લઈએ કે જે કામગીરી કરીએ તે કરવા અમોને પુરેપુરી સતા અને હકુમત છે. અને અમારા કામમાં કોઈ અડચણ કરે કે કોઈ કામગીરીમાં રુકાવટ ઉભી કરે તેવી આ જિલ્‍લાનાં કોઈ અધિકારીને ઔકાત નથી તેવી વાતો કરીને ગામમાં બળજબરીથી ગૌચર સંદરે ચાલતી જમીનમાં પૂર્વ પરવાનગી વિના અને મનસ્‍વી રીતે સત્તાના જોરે બેફામ બનીને ગેરકાયદેસર દબાણ કરી કાયમી સ્‍વરુપના બાંધકામ કરી તેના ઉપર ખાનગી તાળાઓ મારી સ્‍થળ કબજો જમાવી દઈને ગંભીર પ્રકારનાં ગુન્‍હાઓનું પણ આચરણ કરેલ છે.
વધુમાં જણાવે છે કે આ ગૌચર સદરે ચાલતી ગામતળની જમીનમાં જયા દબાણ કરેલ છે તેની બાજુમાં બીજી ખુલ્‍લી ગૌચર જમીન હતી તેમા પણ ગેરકાયદેસરનું બાંધકામ કરી ફરતી કમ્‍પાઉન્‍ડ કરી મોટા લોખંડનો દરવાજો કરી બે રુમો આ ઈસમોના માણસોને રહેવા માટે બનાવી દીધા છે. અને સંડાસ બાથરુમ પણ બનાવ્‍યા છે. તે માટે આ ગેરકાયદેસરનું જે સ્‍થળે બાંધકામ થયું છે જે કોઈ પરવાનગી કે મંજુરી વિનાનું અને ગૌચર જમીનઉપરનું છે.
વધુમાં જણાવે છે કે દિન-4 માં કોઈ આગળની ઉચીત કાર્યવાહી કરવામાં નહી આવે તો ભીંગરાડ ગામના ગ્રામજનો સાથે ગાંધી ચિંઘ્‍યા માર્ગે અન્‍ન જળનો ત્‍યાગ કરવાની અને કાર્યવાહી નહી થાય તો છેવટે આપની કચેરીને સામેજ આત્‍મ વિલોપન કરવાની પણ ફરજ પડશે જેની ગંભીર નોંધ લેશો તેમ અંતમાં જણાવેલ છે.

અમરેલી કલેકટર કચેરી સામે આંદોલન ચલાવી રહેલા વૃદ્ધાને સારવારમાં ખસેડાયા

આંદોલનકારીઓની કોઈને ચિંતા નથી
અમરેલી કલેકટર કચેરી સામે આંદોલન ચલાવી રહેલા વૃદ્ધાને સારવારમાં ખસેડાયા
જમીન નામે કરાવવા 1 માસથી ઉપવાસ આંદોલન કરી રહૃાા છે
અમરેલી, તા.14
લાઠી તાલુકાના કેરાળા ગામે રહેતા જીવુબેન અમરસિંહભાઈ પંચાળાની જમીન કેરાળા ગામે આવેલ છે. અને જમીનનો વેરો પણ તેઓ ગ્રામ પંચાયતમાં ભરે છે. તેમ છતાં આ 1ર વિઘા જમીન તેમના નામે થતી ન હોવાથી છેલ્‍લા 1 માસથી અત્રેની કલેકટર કચેરી સામે ઉપવાસ ઉપર બેઠેલા હોય, ત્‍યારે આજે સવારે તેમને ચકકર આવતાં અને તાવ આવી જતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.

અમરેલીનાં સસ્‍પેન્‍ડેએ.પી.ની મિલ્‍કતની ચકાસણી શરૂ

સીઆઈડી ક્રાઈમે મહત્‍વનાં દસ્‍તાવેજ એસીબીને સુપ્રત કર્યા
અમરેલીનાં સસ્‍પેન્‍ડેએ.પી.ની મિલ્‍કતની ચકાસણી શરૂ
કરોડો રૂપિયાની રોકડ અને જમીનનાં દસ્‍તાવેજો ઝડપાયા હોય વધુ એક ગુન્‍હો દાખલ થશે
અમરેલી, તા. 14
અમરેલીનાં સસ્‍પેન્‍ડેડ એસપી જગદીશ પટેલની બેનામી સંપત્તિ વ્‍ડપાયા બાદ સીઆઈડી ક્રાઈમ ઘ્‍વારા આ બાબતે એસીબી વિભાગને જાણ કરી હોવાનું ભભસંદેશભભનાં અહેવાલમાં જણાવાયું છે.
બિટકોઈનમાં પકડાયેલા અમરેલીનાં એસપી જગદીશ પટેલનાં ત્‍યાંથી સીઆઈડી ક્રાઈમે પકડેલ 4પ પાસબુકો સહિતના દસ્‍તાવેજોમાં માતબર રકમ મળી આવી હતી. જે અંગે સીઆઈડી ક્રાઈમે લાંભ રૂશ્‍વત વિરોધી દળને લેખિતમાં જાણ કરી છે. એસીબીએ અમરેલી એસપી જગદીશ પટેલ સામે અપ્રમાણસર મિલકતો શોધવા માટે વિધિવત તપાસ સોંપી દીધી છે અને આગામી દિવસોમાં અપ્રમાણસર મિલકતોનો નવો ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરનાર હોવાનું જાણવા મળે છે.
સુત્રોએ જણાવ્‍યું હતું કે, બિટકોઈન કેસમાંપકડાયેલા અમરેલીના એસપી જગદીશ પટેલના કમાન્‍ડોના ઘરેથી સંખ્‍યાબંધ દસ્‍તાવેજો મળી આવ્‍યા હતા. જેમાં જગદીશ પટેલ મારફતે બેંકોમાં રોકાણ કરવામાં આવેલ 4પ પાસબુકો, જમીનો, મકાનના દસ્‍તાવેજો સહિતનો સમાવેશ થતો હતો. સીઆઈડી ક્રાઈમે એસપી જગદીશ પટેલને આ બાબતે પુછતા તેમણે સગાના રોકાણ હોવાનું જણાવ્‍યું હતું. જો કે એસપી જગદીશ પટેલ સુરત, અમદાવાદ એટીએસ સહિતની જગ્‍યાએ ફરજ બજાવતા હતા ત્‍યારે તેમણે નાણાં મેળવીને રોકાણ કર્યુ હતું. જેના લીધે સીઆઈડી ક્રાઈમે એસપી જગદીશ પટેલ પાસેથી મળી આવેલ પાસબુકો સહિતના દસ્‍તાવેજોનું લિસ્‍ટ એસીબીના વડાને મોકલી આપ્‍યું હતું. એસીબીના વડાએ એસપી જગદીશ પટેલની કેટલી અપ્રમાણસર મિલકતો છે અને કેટલું કયા રોકાણ કર્યુ છે તે અંગે તપાસ ચાલું કરી દીધી છે અને આગામી દિવસોમાં તે અંગે નવો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ચિંકારાનો શિકાર કરીને નાશતા-ફરતાં બન્‍ને આરોપીઓને વન વિભાગે ઝડપી લીધા

ખાંભા, તા.14
ખાંભા તાલુકાનાન ભાડ ગામે ચિંકારાના શિકારમાં વન વિભાગ દ્વારા એકની ધરપકડ કરેલ હતી. અને એક હાથ બનાવટી જામગરી બંધુકનો પણ કબ્‍જો લીધો હતો. ત્‍યારે અન્‍ય બે આરોપી ફરાર હતા. બાદમાં વન વિભાગ આજે સફળતા પુર્વક બાકી રહેલબે આરોપીને દબોચી લઈ ધોરણ સરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ખાંભા તાલુકાના ભાડ ગમે ગત છ તારીખના રાત્રીના શિકારીઓ દ્વારા ચિંકારાનો શિકાર કરવામાં આવ્‍યો હતો. અને વન વિભાગ અને શિકારીઓ દ્વારા સામ-સામે ફાયરિંગ થયા હતા. અને વન વિભાગના ડી.સી.એફ. સહિત 100 કરતા વધારે કર્મચારીની હાજરીમાં ચિંકારાના શિકારીઓ નાસી છુટયા હતા. અને વન વિભાગને માત્ર ચિંકારાનો મૃતદેહ જ મળી આવ્‍યો હતો. અને ચિંકારાના મૃતદેહમાંથી બે છરા પણ મળી આવ્‍યા હતા. અને વન વિભાગ દ્વારા જામગરી હાથ બનાવટ બંધુક પણ કબ્‍જે લીધી હતી. અને ખાંભાના યંગ અને જાંબાઝ આરએફઓ પરિમલ પટેલ દ્વારા 48 મા જ ત્રણ આરોપીમાંથી એક આરોપી સંજય અમુ ડેલવાડિયાને દબોચી લીધો અને સંજયને સઘન પુછપરછમાં સંજય પોતે જ હાથે બનાવટી બંધુક બનાવતો હતો. અને બંધુકનો દારૂ લઈ અને તેમાં છરા ભરી શિકાર કરતા હતા. અન્‍ય બે આરોપીના નામ આપ્‍યા હતા. બાદ વન વિભાગએ બન્‍ને આરોપીને પકડવા તજવીજ હાથ ધરેલ હતી.
આજે વન વિભાગના આર.એ.ઓફ. પરિમલ પટેલ અને સ્‍ટાફએ સફળતા પુર્વક બાકી રહેલા બે આરોપી (1) અરવિંદ નાથા સીતાપરા અને (ર) ધર્મેશ અરજણ ડેલવાડિયાની ધરપકડ કરી હતી. અને શિકારીઓએ ચિંકારાના શિકારમાં બનાવટી જામગરી બંધુકનો ઉપયોગ કર્યો હતો. અનેકેટલી બંધુક હતી. આ શિકારીઓએ અગાઉ કેટલા શિકાર કર્યા છે. શેના શિકાર કર્યા છે. આ અંગેની પુછપરછ વન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને પુછપરછ કર્યા બાદ આ બને આરોપીને આવતી કાલે કોર્ટમાં રજુ કરવામાં આવશે.

લ્‍યો બોલો : હવે જિલ્‍લામાં મહેસુલી કર્મચારીઓ પડતર પ્રશ્‍નો અંગે આંદોલન શરૂ કરશે

કલેકટરને પત્ર પાઠવીને આંદોલન કાર્યક્રમ જાહેર કર્યો
અમરેલી, તા. 14
અમરેલી જિલ્‍લા મહેસુલી કર્મચારી મંડળ વર્ગ-3નાં કર્મચારીઓએ રાજય મહેસુલી કર્મચારી મહામંડળનાં આદેશથી પડતર પ્રશ્‍નો અંગે આંદોલન શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. કર્મચારી મંડળે કલેકટરને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે 18 મેથી મહેસુલી સિવાયની તમામ કામગીરીનો બહિષ્‍કાર કરાશે. 1લી જૂનથી વર્ક ટુ રૂલ અને કાળી પટ્ટી ધારણ કરવામાં આવશે, 1પ જૂનથી માસ સી.એલ. અને રૂલી જુલાઈથી અનિશ્ચિત મુદ્યતની હડતાલનો કાર્યક્રમ કરવામાં આવશે તેમ અંતમાં જણાવેલ છે.

ખાંભાનાં પીપળવા ગામે પત્‍નિને માર મારતા પતિ સામે ફરિયાદ

પતિને કામધંધો કરવાનું કહેતા
ખાંભાનાં પીપળવા ગામે પત્‍નિને માર મારતા પતિ સામે ફરિયાદ
અમરેલી, તા.14
ખાંભા તાલુકાના પીપળવા ગામે રહેતી પૂનમબેન લાલદાસ દુધરેજીયા નામની ર7 વર્ષીય પરિણીતાના પોતાના પતિ લાલદાસભાઈ કોઈ કામકાજકરતા ના હોય, તેથી તેણીએ પતિને કામ ધંધો કરવાનું કહેતા તેમને સારૂ નહીં લાગતાં ઘરના કામ બાબતે વાંધા વચકા કાઢી પતિએ તેણીને શરીરે મૂંઢ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ ખાંભા પોલીસમાં નોંધાવી છે.

ધારી તથા ઘુઘરાળા ગામેથી ર તરૂણીઓને લલચાવી ભગાડી જવાઈ

અમરેલી, તા. 14
ધારી ગામે આવેલ લાઈનપરામાં રહેતી એક સગીરવયની તરૂણીને ગત તા.1ર નાં સાંજના સમયે ધારી નજીક આવેલ પ્રેમપરામાં રહેતાં રાહુલ રવજીભાઈ ડુંગરીયા નામનો ઈસમ લલચાવી ફોસલાવી ભગાડી ગયાની ફરિયાદ આ તરૂણીનાં માતાએ ધારી પોલીસમાં નોંધાવી છે.
જયારે બીજા બનાવમાં બાબરા તાલુકાનાં ઘુઘરાળા ગામે રહેતી એક 17 વર્ષ 11 માસની તરૂણી ગત તા.10નાં બપોર ત્રણેક વાગ્‍યાનાં સમયે આઈસ્‍ક્રીમ લેવા જવાનું કહી નિકળી ગયા બાદ શેડુભાર ગામે રહેતો પ્રવિણ દાનાભાઈ બગડા તથા વડિયા તાલુકાનાં ઈશ્‍વરીયા ગામે રહેતો મનજી ભાયાભાઈ સોંઘરવા તરૂણીને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.

બાબરાનાં વાંકીયા ગામે પિતાએ પુત્ર-પુત્રવધુને માર મારી ઈજા કરી

પુત્રવધુને માથામાં લોખંડનો પાઈપ જીંકી દીધો
અમરેલી, તા.14
બાબરા તાલુકાના વાંકીયા ગામે રહેતા ગોકળભાઈ લવાભાઈએનવું મકાન બનાવેલ હોય તેમાં લવાભાઈ રણછોડભાઈ તથા વિરજીભાઈને ભાગ જોઈતો હોય, તે વાતનું મનદુઃખ રાખી ગઈકાલે સાંજના સમયે લોખંડના પાઈપ વડે ગોકળભાઈ તથા    તેમના પત્‍નિને માર મારી ઈજા કર્યાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાવી છે.

ભાડા ગામે સાઠી સળગાવવાની ના પાડતાં વૃઘ્‍ધને 3 ઈસમોએ માર્યો માર

અમરેલી, તા. 14
જાફરાબાદ તાલુકાનાં ભાડા રહેતાં ટપુભાઈ લાખાભાઈ બાંભણીયા નામના 60 વર્ષિય વૃઘ્‍ધનાં ઘર પાછળ તે જ ગામે રહેતાં પુના લખુભાઈ નામનાં ઈસમે સાઠીઓ સળગાવતાં આ વૃઘ્‍ધે ના પાડતાં તેમને સારૂ નહી લાગતા રાજા રામભાઈ તથા રાજાભાઈનાં દિકરા સાથે મળી ત્રણેય ઈસમોએ વૃઘ્‍ધને ઢીકાપાટુનો માર મારી, ગાળો આપ્‍યાની ફરિયાદ નાગેશ્રી પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે.

ભીંગરાડ ગામે વૃઘ્‍ધને ર શખ્‍સોએ મારી નાંખવા આપી ધમકી

તળાવમાં ખોદકામ બાબતે ના પાડી
ભીંગરાડ ગામે વૃઘ્‍ધને ર શખ્‍સોએ મારી નાંખવા આપી ધમકી
સરકાર જળસંચયનું કામ કરે છે ત્‍યારે બન્‍યો બનાવ
અમરેલી, તા. 14
રાજય સરકાર ર્ેારા હાલમાં જળસંચયની કામગીરીનું કામ પૂરજોશથી શરૂ કરેલ છે, ત્‍યારે લાઠી તાલુકામાં મુખ્‍યમંત્રી પોતે પણ આ કાર્યને વેગ આપવા આવી ગયા હતા ત્‍યારે લાઠીનાં ભીંગરાડ ગામે તળાવમાં ખોદકામ નહી કરવા તે જગામનાં બે ઈસમોએ વૃઘ્‍ધને ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાઈ છે.
આ બનાવમાં લાઠીનાં ભીંગરાડ ગામે રહેતાં કાળુભાઈ રણછોડભાઈ લાઠીયા નામના 6પ વર્ષિય વૃઘ્‍ધ ગઈકાલે સવારે ભીંગરાડ ગામનાં ઈંગોરાળા માર્ગ ઉપર આવેલ તળાવમાં ખોદકામ કરતા હતા ત્‍યારે તે જ ગામે રહેતાં મનસુખ શંભુભાઈ રામાવત તથા વિનુ ગોવિંદભાઈ સોલંકીએ ત્‍યાં આવી ખોદકામ કરવા બાબતે ના પાડી ગાળો આપી અને કામકાજ બંધ નહી થાય તો જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાઈ છે.

બિરયાનીની દુકાન શરૂ કરવાનાં મનદુઃખે યુવાનને ઈજા કરી

અમરેલીનાં બહારપરામાં બન્‍યો બનાવ
અમરેલી, તા.14
અમરેલીના બહારપરામાં જુની લોહાણા મહાજન વાડી પાસે રહેતા પરવેજ ફઝલ રહેમાનભાઈ શેખ નામનો શખ્‍સ આજે ઘરેથી ચાલીને શાક માર્કેટમાં શાકભાજી લેવા જતા હતા ત્‍યારે ઈલ્‍યાસભાાઈ તથા એક અજાણ્‍યા શખ્‍સે તેમને રોકી અમારી બિરયાનીની દુકાન ચાલુ છે છતાં તારા શેઠ અમીનભાઈ બિરયાનીની દુકાન શા માટે શરૂ કરે છે તેમ કહી ઉશ્‍કેરાઈ જઈ તેમને ગાળો આપી ગાલ ઉપર થપ્‍પડ માર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાવી છે.

કાળઝાળ ગરમીમાં વૃક્ષોનાં શીતળછાયામાં ખિસકોલીઓની મોજમસ્‍તી

અમરેલી જિલ્‍લામાં તાપમાનનો પારો ઉંચકાયો છે. 44 ડિગ્રી તાપમાનમાં વાતાવરણ થંભી ગયું છે અને મનુષ્‍ય સહિત પશુ પંખી આકરા તાપના કારણે જંપી જાય છે. ત્‍યારે બાબરામાંઘટાટોપ વૃક્ષોની છાયામાં અતિ ચંચળ ગણાતું તૃણભક્ષી ખિસકોલીની રમત જોઈ એક કવિતા યાદ આવે. તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી તું ઝાડે ઝાડે ચડ મજાની ખિસકોલી તું દોડ તને દવ દાવ મજાની ખિસકોલી.

અમરેલી પાલિકાનાં કથિત ભ્રષ્‍ટાચારની તપાસની માંગ સાથે આંદોલન શરૂ

આરટીઆઈ એકટીવીસ્‍ટ સુખડીયાએ જબ્‍બરી લડત શરૂ કરી
અમરેલી પાલિકાનાં કથિત ભ્રષ્‍ટાચારની તપાસની માંગ સાથે અર્ધનગ્ન હાલતમાં આંદોલન શરૂ
અમરેલી, તા. 14
અમરેલીનાં આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ અર્ધનગ્ન હાલતમાં પાલિકામાં થયેલ કથિત ભ્રષ્‍ટાચારની તપાસની માંગ સાથે આંદોલન શરૂ કરેલ છે.
કલેકટરને પાઠવેલ પત્રમાં જણાવે છે કે, અમરેલી શહેરનાં આઉટ ગ્રોથ વિસ્‍તારમાં લોકોને રોડ, ગટર અને પાણીની સુવિધાની વ્‍યવસ્‍થા કરવા માટે વર્ષ – ર016-17, રૂા. 668.47 લાખના કામો પૈકીના અમરેલી નગરપાલિકા ર્ેારા થયેલ અંદાજીત પાંચ કરોડ અઠ્ઠાવન લાખ રૂપિયા જેવી રકમ સી.સી. રોડના ખર્ચ પૈકીનાં કામો નગરપાલિકાની અંદર સત્તાધીશો અધિકારીઓ કન્‍સલ્‍ટન્‍ટ અને રાજકીય માણસો વગેરે લોકોએ ભેગા મળી જયાં માનવવસાહત નથી તેવા વિસ્‍તારમાં પોતાના સ્‍વવિકાસ માટે ખર્ચ કરી સી.સી. રોડ બનાવી પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ કરી અત્‍યંત ગંભીર ભ્રષ્‍ટાચાર કરેલ છે, અને શહેરની અંદરના તેમજ ઓ.જી. વિસ્‍તારના લોકોને હજુ સુધી પુરતી સુવિધાઓ     મળેલ નથી તેમજ આવી રીતે આ નગરપાલિકાના સંચાલકો તેમજ અધિકારીઓના મેળાપીપણાથી ગેરવ્‍યાજબી રીતે ખર્ચકરી સ્‍વ-ભંડોળ ચૌદમું નાણાપંચ ડી. મિનરલ ફાઉન્‍ડેશનની ગ્રાન્‍ટમાં બતાવેલ સ્‍થળની સ્‍થિતિએ અન્‍ય સ્‍થળોએ કામો કરી ભ્રષ્‍ટાચાર આચરેલ છે. જે સંબંધમાં અમાા ર્ેારા સમ્‍પૂર્ણ આધાર પુરાવા સાથે લેખિત ફરિયાદ કરવા છતાં કાર્યવાહી તંત્ર ર્ેારા કરવામાં આવેલ ન હોવાથી આજરોજ આપની કચેરીમાં અર્ધનગ્ન અવસ્‍થામાં ધોમ ધગતા તાપમાં આમરણાત ઉપવાસ આંદોલન ઉપર બેસું છું. જેમાં મારી ઉપરોકત માંગણી મુજબની રજૂઆત પ્રમુખ નગરપાલિકા તેમજ ચીફ ઓફિસર નગરપાલિકા તેમજ જવાબદાર ઈસમો સામે પગલા ભરવાની અમોને ખાતરીઓ નહિ મળે ત્‍યાં સુધી મારો આ નિર્ણય અફર રહેશે તેમ અંતમાં જણાવેલ છે.

ખાંભાનાં ભાડ ગામે બનેલ પુલમાં ભ્રષ્‍ટાચારનો આક્ષેપ

માર્ગ-મકાન વિભાગનાં અધિકારીઓ તટસ્‍થ તપાસ કરાવે
ખાંભાનાં ભાડ ગામે બનેલ પુલમાં ભ્રષ્‍ટાચારનો આક્ષેપ
પુલનું કામ અધૂરૂ હોવા છતાં પણ પુલ કાર્યરત થતાં અકસ્‍માતનો ભય ઉભો થયો
ખાંભા, તા.14
ખાંભા તાલુકો બોડી બામણીનું ખેતર હોય તેમ ખાંભા તાલુકામાં માર્ગ મકાન સ્‍ટેટ હોય કે પંચાયત દ્વારા વ્‍યાપક પણે ભ્રષ્‍ટાચાર આચરાઈ રહયો છે.
ખાંભાના ભાડ ગામના ઝાંપામાં બનેલા પુલમાં વ્‍યાપક પણે ભ્રષ્‍ટાચાર આચરાતા ભીખુભાઈબાંટાવાળાએ સોશ્‍યલ મીડિયામાં ભ્રષ્‍ટાચાર ઉજાગર કરાતા માર્ગ મકાન સ્‍ટેટ દ્વારા ભાડ ગામે બનાવેલા પુલના અધૂરા કામ છતાં ખુલ્‍લો મૂકી દેવાતા આઠ દિવસમાં બે-ત્રણ નાના મોટા અકસ્‍માતો સર્જાયા હોવાનું ચર્ચાઈ રહયું છે.
પુલના કામમાં નિયમ મુજબના જાડાઈ વાળા ફાળીયા તે પણ વધુ અંતરમાં બાંધી માટી વાળી, રેતી, કપચી વાપરી બનાવેલા પુલમાં પેચ વર્ક કર્યા વગર અને પુલના બન્‍ને છેડા ઉપર રોડ સંરક્ષિત દિવાલ વગર ખુલ્‍લા મુકામયેલા પુલના બન્‍ને છેડે ફોર વ્‍હીલ કે ટ્રક, ટ્રેકટર પસાર થાય ત્‍યારે માટી ખસી જવાના કારણે પુલના બન્‍ને છેડા સાંકડા થવાથી સામ સામા વાહન પસાર થઈ શકતા નથી. તેમજ પુલના બન્‍ને બાજુના છેડામાં માટી ભરતી કરી લેવલીંગ ન કરાતા વાહનોને પણ ઝટકા વાગતા હોય ભાડના આ પુલમાાં પેચ વર્ક અને માટી કામ કરી રોડ સંરક્ષિત દિવાલ બનાવવામાં નહીં આવે તો આગામી ચોમાસામાં બન્‍ને છેડા ધોવાઈ જવાથી ગમે ત્‍યારે પુલને નુકશાન થવાનો ભય ઉભો થયો છે.

બાબરા-વાસાવડ માર્ગનું ખાતમુર્હુત કરતા ધારાસભ્‍ય ઠુંમર

ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરે બાબરા-વાસાવડ રોડ કિ.મી. ર3/ર-4, રકમ રૂા. ર1.00 કરોડનું કામ શરૂ કરાવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. જેમાં બાબરા -વાસાવડ રોડ વચ્‍ચે આવતા કુલ રર નાળાઓને પહોળા કરવાનું તથા 1 (એક) નાળાને રીકન્‍સ્‍ટ્રકશન કરવાનું કામ તેમજ પ.પ0 મી. પહોળા રસ્‍તાને 7.00 મી. પહોળો કરવો તેમજ હયાત તમામ       નાળાની પહોળાઈ વધારી 1ર.પ0 મી. કરવામાં આવશે. જેના લીધે ગોંડલ જવાનો રસ્‍તો ટૂંકો બની જશે અને આ વિસ્‍તારના મહત્‍વના ગામો જેમાં બાબરાથી ચમારડી, વાવડી, ધરાઈ, મોટા દેવળીયા, દડવા રાંદલ ગામોને સરસ રસ્‍તાની સુવિધા પ્રાપ્‍ત થશે. વારંવાર થતા અકસ્‍માતને નિવારવા માટે પણ આ રસ્‍તો રાજય ધોરી માર્ગ બનશે. મોટા દેવળીયા મુકામે રૂા. રપ.00 લાખના ખર્ચે પાઈપ વાળા   નાળાની જગ્‍યાએ ર (બે) 3.00 મી. સ્‍પાનવાળા નાળાના કામનું ધારાસભ્‍યના હસ્‍તે ખાતમુર્હુત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાંતાલુકા પંચાયત, બાબરાના પ્રમુખ અશ્‍વિનભાઈ સાકરીયા, પ્રભાતભાઈ કોઠીવાળ, જિલ્‍લા પંચાયતના પૂર્વ સભ્‍ય ડી. પટેલ, દિલીપભાઈ સનુરા, ગામના પૂર્વ સરપંચ ચાંપરાજભાઈ તેમજ કાળુભાઈ ભાલાળા સહિતના આગેવાનો હાજર રહેલ હતા. તેમ દિનેશભાઈ સુરાણીની યાદીમાં જણાવેલ છે.

ગરમલીમાં જળસિંચનની કામગીરીનો ઉત્‍સાહભેર પ્રારંભ

ધારી તાલુકાના ગરમલી (જીયાણી) ગામમાંસુજલામ સુફલામ ર018 ગુજરાત સરકારની યોજના અંતર્ગત ગરમલી ગ્રામ પંચાયત દ્વારા તળાવ ઉંડુ ઉતારવા માટે ખાતમુર્હુત કાર્યક્રમ ગુજરાત રાજયના ફાઈનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની ઉપસ્‍થિતિમાં શાસ્‍ત્રોકત વિધિથી કરી સંપન્‍ન થયેલ હતો. ગુજરાત ભાજપની વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા તા.1મે થી તા.31 મે સુધી ચેકડેમો, તળાવો, નદી સહિતમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે જળસંચય કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે. તે મુજબ આજે ધાારી તાલુકાના ગરમલી (જીયાણી) ગામમાં તળાવ ઉંડુ ઉતારી વરસાદના પાણીનો સંગ્રહ કરી ગામમાં પાણીના તળ ઉંચા આવે તેવા શુભ હેતુથી તળાવ ઉંડુ ઉતારવા માટે શાસ્‍ત્રોકત વિધિથી આ કાર્યક્રમનો ગુજરાત ફાઈનાન્‍સ બોર્ડના ચેરમેન અને રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર ધનસુખભાઈ ભંડેરીના વરદ હસ્‍તે પ્રારંભ કરાયો હતો. આ ખાતમુર્હુત કાર્યક્રમમાં સુરત કામરેજના પૂર્વ ધારાસભ્‍ય પાનશેરીયા, જિલ્‍લા ભાજપના પ્રમુખ હિરેનભાઈ હિરપરા, જિલ્‍લા મહામંત્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્‍લા આગેવાન હિતેશભાઈ જોષી, ધારી તાલુકા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી પ્રાંત અધિકારી ઓજા, ધારી મામલતદાર, યુવા અગ્રણી સંજયભાઈ જીયાણી, સરપંચ ઘનશ્‍યામભાઈ મકવાણા, હર્ષદભાઈ રાવલ સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા.ધનસુખભાઈ ભંડેરીએ આ યોજના વિશે વિસ્‍તૃત માહિતી આપી હતી. ઉપસ્‍થિત તમામ મહાનુભાવોનું ગ્રામ પંચાયત દ્વારા ફૂલહારથી સન્‍માનીત કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ ઘનશ્‍યામભાઈ મકવાણા, યુવા અગ્રણી સંજયભાઈ જીયાણી, હર્ષદભાઈ રાવલે ભારે જહેમત ઉઠાવેલ હતી.

અવસાન નોંધ

બાબાપુર : (રજપૂત) બાબાપુર નિવાસી કાંતાબા ગંભીરસિંહ પરમાર (ઉ.વ.પ8) નું અવસાન તા.1ર/પ, ને શનિવારના રોજ થયેલ છે. તેઓ મહેન્‍દ્રસિંહના માતૃશ્રી તેમજ મનહરસિંહ ભભગિરનારી હોટલભભ ના ભાભી તથા અજીતસિંહના ભાભી તથા હેમંતસિંહ (રાજકોટ) તથા રાજેન્‍દ્રસિંહ (થોરડી) તથા ગજેન્‍દ્રસિંહ (દડવા)ના તેમના સાસુબા તેની ઉતરક્રિયા, તા.18/પ/18ના રોજ રાખેલ છે.
સાવરકુંડલા : બાલાભાઈ દાનાભાઈ બોરીચા (ઉ.વ.9ર) તા.13/પને રવિવારના રોજ લુવારા મુકામે અવસાન થયેલ છે. તેઓ માણસુરભાઈ બોરીચા, મધુભાઈ તથા અમરૂભાઈના પિતાજી થાય.
રાજુલા : સ્‍વ. પ્રતાપભાઈ રામરાવ ઈચારે (ઉ.વ.67)નું તા.1ર/પના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું બસણું તા.17/પને ગુરૂવારના રોજ સાંજના 4 થી 6 તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે.

વાંકીયાના અશ્‍વિન પેથાણી દ્વારા ચેકડેમ માટે વતન સહિત પાંચ ગામ દત્તક લેવાયા

અમરેલી તાલુકાના વાંકીયા ગામના વતની અમદાવાદ સ્‍થિતઉદ્યોગપતિ બિલ્‍ડર તથા કોર્પોરેટર અશ્‍વિનભાઈ બાબુભાઈ પેથાણીએ સરકારના જળસંચય અભિયાનને વેગવંતુ બનાવવા માટે તથા માદરે વતનના ગામડાઓની પાણીની સમસ્‍યા નિવારવા માટે તાલુકાના વતન વાંકીયા સહિત પાંચ ગામ દતક લઈને પ્રેરણાદાયી લોકપ્રતિનિધિ તરીકેનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડયું હતું. ત્‍યારે વતન વાંકીયા ગામે સહકારી આગેવાન અને નાફસ્‍કોબના ચેરમેન ધનસુખ ભંડેરી દ્વારા તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવ્‍યો હતો. આ તકે જિલ્‍લાના આગેવાનો ખોડલધામના ટ્રસ્‍ટી વસંત મોવલીયા, પટેલ સમાજના પ્રમુખ ડી.કે. રૈયાણી, ખોડલધામ કન્‍વીનર રમેશ કાથરોટીયા, લાયન્‍સ કલબ મેઈન પ્રમુખ કાંતિભાઈ વઘાસીયા, પટેલ સંકુલના કેમ્‍પસ ડાયરેકટર ચતુરભાઈ ખુંટ, ઔદ્યોગિક રત્‍નો વિજયભાઈ દેસાઈ (ચિતલ), અગ્રણી યુવા બિલ્‍ડર હિરેન વઘાસીયા, વિઠ્ઠલ ત્રાપસીયા, ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશી, રણજીતભાઈ   વાળા, નિમેષ બાંભરોલીયા, જયંતિભાઈ પાનસુરીયા વિગેરે આગેવાનોએ વતનની મદદ બદલ ઉદ્યોગપપતિ કોર્પોરેટર અશ્‍વિન પેથાણીનું સન્‍માન કરાયું હતું. માદરે વતન વાંકીયા ગામને જળસિંચન અભિયાનમાં દતક લેવા બદલ ગામના આગેવાનો લાભુભાઈ અકબરી, નિરજભાઈ અકબરી, દિલુભાઈ વાળા, અમિત રાદડીયા (રાણો), બાબુભાઈ કાનાણી, અશ્‍વિનભાઈ અકબરી, નનુભાઈપેથાણી, વિઠ્ઠલભાઈ કથીરીયા, કનુભાઈ કાનાણી, હસમુખ પેથાણી વિગેરેએ આવકારી ગામ સમસ્‍ત સન્‍માન કર્યું હતું.

15-05-2018