Main Menu

Sunday, May 13th, 2018

 

ખેડૂત સમાજનાં મહામંત્રીએ મુખ્‍યમંત્રી વિજય રૂપાણી વિરૂઘ્‍ધ કાળા વાવટા ફરકાવ્‍યા

પોલીસેતાત્‍કાલીક ખેડૂત અગ્રણીની અટકાયત કરી
અમરેલી, તા.1ર
ખેડૂત સમાજ દ્વારા સતત અમરેલી જિલ્‍લાનાં પ્રશ્‍નોની ફરિયાદોને લઈને વારંવાર મામલતદારથી લઈને સી.એમ. વિજયભાઈ રૂપાણી સુધીના આવેદનપત્રો આપ્‍યા છતાં સરકાર તરફથી કોઈ જવાબ નહી મળતા ખેડૂત સમાજ અમરેલી જિલ્‍લા મહામંત્રી કેતન કસવાળા અને લાઠી પ્રમુખ ભરત ગજેરા અને તેમની ટીમે ઝરખીયા ખાતે સી.એમ.ની સભામાં પોતાનાં પ્રશ્‍નો રજુ કરતા તેમની ધરપકડ કરવામાં આવી છે.
કલ્‍પસર જેવી અતિ મહત્‍વકાંક્ષી યોજનાને રાજયની ભાજપ સરકારે સૌરાષ્‍ટ્રના ખેડૂતોને માત્ર કોણીએ ગોળ લગાડી આપ્‍યો છે. વર્ષોથી ચાલ્‍યો આવતો રામમંદિરનો મુદા જેવી માત્ર મત માંગવાની યોજના બની ગઈ છે. અને માત્ર ચુંટણીઓ ટાણે જ કલ્‍પસર યોજનાને યાદ કરવાનું સર્વેને સોંપવાનું બજેટમાં પૈસાની જોગવાઈ કરવાની અને પછી માત્ર જળસંચય જેવા ડીંડક પ્રદર્શન કરવાનું ચાલું કરે છે. આવું જ મેથળા બંધારા માટે સરકારનું આયોજન વર્ષોથી માત્ર સર્વેને વધતું જતું બજેટ રજુ કરીને ખેડૂતોને રાજી રાખવાના વાયદા અને અંતે ખેડૂતોને મેથળા બંધારો પોતાની આજીવિકા વાપરીને સરકાર સામે પોતાનો વિરોધ વ્‍યકત કરી આપમેળે બંધારો બાંધવાનું ચાલુ કર્યુ છે. આવા અનેક મુદાઓ સામે લડે નહીં તો લાભ પણ નહીં તો એવી વીમા યોજનાઓ,ટેકાના ભાવ, ખેડૂતોના દેવા માફી, અને હાલ સળગતો રાજુલાનો ભૂમાફિયાઓએ ખેડૂતોની કબ્‍જે કરેલી જમીનોને મુકત કરવા જેવા મુદાઓને લઈને ખેડૂત સમાજ અમરેલી ટિમ સતત સરકાર સામે લડતી રહેશે અને ખેડૂતોને ન્‍યાય નહીં મળે તો સરકારને પાડી દેવાની ચીમકી પણ આપી છે. અને આગામી 1 જુન થી 10 જુન સુધીમાં ગામડા બંધના એલાનમાં ગુજરાત પણ બંધ સાથે જોડાઈ તેવી વકી છે.

ગોઢાવદર ગામ નજીક પત્‍નિ સહિતનાંઓએ પતિ, નણંદને માર મારી ઈજા કરી

પત્‍નિ, સાસુ, સસરા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
અમરેલી, તા. 1ર
લીલીયા ગામે રહેતાં અલારખભાઈ અબ્‍દુલભાઈ સમા નામનાં ર7 વર્ષિયયુવકને તેમની પત્‍ની યાસ્‍મીનબેન સાથે બનતું ન હોય, જેથી તેમના મામા સુલતાનભાઈએ યુવકને સમાધાન માટે લીલીયા બોલાવેલ હતા અને બાદમાં પરત જૂનાગઢ જતા હતા ત્‍યારે લીલીયા તાલુકાનાં ગોઢાવદર ગામ પાસે તેઓ પહોંચતાં યુવકનાં સસરા આદમભાઈ ઈભુભાઈ સીપીયા, સાસુ જુલીબેન તથા આ યુવકનાં પત્‍નિ યાસ્‍મીનબેન તેમને રોકી ઢીકાપાટુનો માર મારી, લાકડાનાં ધોકા વડે યુવકની બહેનને માથાનાં ભાગે માર મારી ઈજા કરી તથા યુવકનાં સસરાએ જમાઈને ટચલી આંગળી કચડી નાંખી ઈજા કર્યાની ફરિયાદ લીલીયા પોલીસમાં નોંધાવીછે.

અમરેલી ગાયત્રી શકિતપીઠમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા નેત્રયજ્ઞ

અમરેલી, તા.1ર
ગાયત્રી શકિતપીઠ અમરેલીના શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ રાજકોટ તથ શ્રી બાલાજી હનુમાન મંદિર ટાવર પાસે તથા શ્રી કષ્‍ટભંજન હનુમાનજી મંદિર મીર સાહેબની ગલી અમરેલીના સહયોગથી તા.16/પને બુધવારના રોજ સવારના 9:30 થી 1ર કલાક દરમિયાન વિના મૂલ્‍યે નેત્રયજ્ઞ- નેત્રમણી (ઓપરેશનની સુવિધા સાથે) રાખવામાં આવેલ છે. આ નેત્રયજ્ઞમાં આંખના રોગનું નિદાન કરી જરૂરિયાતવાળા મોતીયાના ઓપરેશન વાળા દર્દીને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ રાજકોટ બસમાં લઈ જઈ આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર વિના મૂલ્‍યે ઓપરેશન કરી આપવામાં આવશે. વિનામૂલ્‍યે નેત્રમણી પણ બસાડી આપવામાં આવશે. દર્દીનેરહેવા, જમવા, ચા-પાણી, બિસ્‍કીટ વિના મૂલ્‍યે આપવામાં આવશે. ઓપરેશન થયા બાદ દર્દીને કેમ્‍પના સ્‍થળે પરત મુકવાની વ્‍યવસ્‍થા પણ હોસ્‍પિટલ તરફથી કરવામાં આવશે. આ કેમ્‍પમાં ચશ્‍માના નંબર કાઢી આપવામાં આવતા નથી. ઓપરેશન માટે જનાર દર્દીએ પોતાની ઓળખ માટે આધારકાર્ડ સાથે લાવવાનું રહેશે. તો આ કેમ્‍પમાં દર્દીઓએ ભાગ લેવા ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ ગાયત્રી શકિતપીઠ, અમરેલી તરફથી અનુરોધ કરવામાં આવે છે.

આંબરડીમાં મોબાઈલ નેટવર્ક ન મળતા મોબાઈલ ગ્રાહકોમાં રોષ

આંબરડી, તા.1ર
સાવરકુંડલાના આંબરડી ગામે એરટેલ નેટવર્કના ધાંધીયાથી લોકો પરેશાન. આજના આધુનિક યુગમાં સૌથી મહત્‍વનું કોઈ ઈલેકટ્રીક ઉપકરણ હોય તો તે મોબાઈલ છે. પણ મોબાઈલમાં આવતા સીમનાનેટવર્કના ધાંધીયાથી સાવરકુંડલા તાલુકાના આંબરડી સહિતના આજુબાજુના ગ્રામ્‍ય લોકો પારાવાર પરેશાની ભોગવી રહયા છે. ગ્રામ્‍ય વિસ્‍તારમાંએરટેલનું નેટવર્ક સારૂ હોવાથી ગામડામાં વધુ લોકો એરટેલનું નેટવર્ક મળી રહે તે માટે એરટેલના સીમો લીધા છે. પણ હવે નેટવર્કના ધાંધીયાને કારણે છેલ્‍લા એક અઠવાડિયાથી આંબરડી સહિત આસપાસના ગામડાના લોકો એરટેલથી ત્રાહિમામ પોકારીને સીમકાર્ડનો બહિષ્‍કાર કરે તેવા સમીકરણો સાકાર થઈ રહયા છે. કરોડો રૂપિયાની જાહેરાતો પાછળ ખર્ચો કરતું મોબાઈલના નેટવર્ક સુધારે તેવી આંબરડી સહિતના આજુબાજુના સ્‍થાનિકોની લાગણી અને માંગણી છે.

કાર્બનયુકત કેરીનું વેચાણ અટકાવવામાં તંત્ર નિષ્‍ફળ

શહેરમાં જનઆરોગ્‍ય સાથે ખુલ્‍લેઆમ ચેડા થઈ રહૃાા છે
કાર્બનયુકત કેરીનું વેચાણ અટકાવવામાં તંત્ર નિષ્‍ફળ
શહેરમાં ગોલા અને શેરડીનાં રસમાં વપરાતા બરફની ચકાસણી કરવાની પણ જરૂર
અમરેલી, તા. 1ર
અમરેલી શહેરમાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો માહોલ જોવા મળી રહૃાો છે. જનઆરોગ્‍ય સાથે ખુલ્‍લેઆમ ચેડા થઈ રહૃાા હોવા છતાં પણ ફુડ વિભાગની આળશ દુર થતી નથી.
શહેરમાં કેરીને કાર્બનથી પકાવીને વેચાણ કરવામાં આવી રહૃાું છે. કાર્બાઈડયુકત કેરી ખાવાથી અનેક પ્રકારનાં ઘાતક રોગ થવાની શકયતાઓ જોવા મળી રહી છે. કેરી ઉપરાંત કેળાને પણ કેમિકલથી પકાવવામાં આવી રહૃાા છે.
ઉનાળાનો માહોલ હોય શહેરીજનો ગોલા, આઈસ્‍ક્રીમ, શેરડીનો રસ અને અન્‍ય ઠંડાપીણાની મોજ માણી રહૃાા હોય તેવા સમયે તેમાં ઉપયોગમાં લેવાતાં બરફની પણ ચકાસણી કરવાની જરૂર છે.
પાલિકાનાંફુડ વિભાગ ઘ્‍વારા શહેરમાં કયારેય ચકાસણી કરવામાં આવતી નથી તો બહુમાળી ભવનમાં બિરાજમાન ફુડ અધિકારીઓ પણ શું કરે છે તે સમજાતું નથી.
શહેરીજનોને આરોગ્‍ય સાથે ખુલ્‍લેઆમ ચેડા થઈ રહૃાા હોય અને શહેરમાં રોગચાળો ફાટી નીકળશે તો જવાબદારી કોની રહેશે તેવો વેધક પ્રશ્‍ન ઉપસ્‍થિત થઈ રહૃાા છે.

દુધાળામાં જળસંગ્રહ માટેની કામગીરીમાં હું નિમિત્તમાત્ર છું : ધોળકીયા

અમરેલી, તા. 1ર
મહિને રૂા.179ની મજુરી મળતી આજે વર્ષે રૂા.7 હજાર કરોડનું એકસપોર્ટ કર્યુ પણ મારા વતન દુધાળામાં તળાવની કામગીરી કરવાની મને ઈશ્‍વરે તક આપીએ મારા માટે જુદી જ અનુભૂતિ છે. જેનું શબ્‍દમાં વર્ણન થઈ શકે તેમ નથી. જળસંગ્રહ માટેની કામગીરીમં હું નિમિત્ત માત્ર છું. આ શબ્‍દો દુધાળા ખાતે હરિકૃષ્‍ણ સરોવરનું નિર્માણ કાર્ય હાથ ધરનાર સવજીભાઈ ધોળકીયાના છે.
હરિકૃષ્‍ણ એકસપોર્ટ – સુરતના ઉદ્યોગપતિ અને જળસંગ્રહની પ્રવૃતિના દાતા સવજીભાઈ ધોળકીયાએ કહયું કે, રાષ્‍ટના વિકાસ માટે જળ સંગ્રહના કાર્યો આશિર્વાદસમા છે. આ વિચાર મને દસ વર્ષથી આવતો પણ મારો વિચાર માત્ર કલ્‍પના ન બની રહેએની ચિંતા પણ હતી. કામની શરૂઆત થઈ, કામ મોટું થતું ગયું પરિણામ મળતું ગયું અને મને એમાંથી જ પ્રેરણા અને નવી શકિત મળતી ગઈ.
રાજય સરકારે સુજલામ સુફલમ જળ અભિયાન શરૂ કરી સૌરાષ્‍ટ્રના જળસંગ્રહ માટે નવી દિશા ખોલી આપી છે. સૌરાષ્‍ટ્ર માટે તો આ યોજના કામધેનું સમાન છે. કારણ કે આપણા સૌરાષ્‍ટ્રમાં જળસંગ્રહના કામો થય તો બારેમાસ પાણીની સમસ્‍યાનું નિવારણ થાય. ખેતીની જમીન ફળદ્રુપ બને અને ઉપજ વધુ મળે. જમીનનાં તળ ઉંચા આવે એવી સ્‍થિતિનું નિર્માણ થાય. આ અભિયાન માત્ર એક મહિનો નહિ પરંતુ એક વર્ષ જેટલો સમય ચાલે અને સૌરાષ્‍ટ્રના દરેક ગામડ જાગૃત બની જળાશયોને ઉંડા કરવાની કામગીરી હાથ ધરે તો ઘણા પરિવર્તનો લાવી શકાય તેમ છે.
સવજીભાઈએ ઉમેયું કે, આવા તાપમાં પણ મને તાપ-ગરમી ભૂલાઈ જાય છે. હારે એ તાપ મારે હારવું પોસાઈ નહિ. મને સતત કામ કરવાની આદત છે. ખંતથી એવી રીતે કામ કરતો જોઈ મારા સાથે બધા સતત આ કામમાં જોડાયેલા રહે છે. અહીં ર4×7 કલાક કામ શરૂ રહે છે. એમ કહીએ તો ખોટું નથી.
અત્‍યંત સાદા કપડા અને સાવ સાદું જીવન જીવતા સવજીભાઈએ તળાવ ઉંડા ઉતારવાની કામગીરી માટે ખુશીની લાગણી વ્‍યકત કરતા કહયું કે, ભગવાનની કૃપા, પરિવારજનો અને ગ્રામજનોનો સહકાર સાંપડે તો જ આ ભગીરથકામ થઈ શકે. લાઠી-દુધાળા, અકાળાના ત્રિવેણીસંગમ સમી આ જગ્‍યા વેરાન હતી પણ પૂ.મોરારિબાપુએ આ જગ્‍યાને પંચગંગાતીર્થ કહે છે.
400 વીઘામાં ફેલાયેલ આ તળાવને ઉંડુ ઉતારવામાં આવી રહયું છે. તેમજ ફળદ્રુપ માટીનું 300 વીઘામાં પૂરાણ કરવામાં આવ્‍યું છે. આ તળાવને 8 થી 17 ફુટ સુધી ઉંડુ ઉતારવાની કામગીરી શરૂ છે. અંદાજે સવા લાખ ટ્રક જેટલી માટી ખેડૂતોના ખેતર સુધી પહોંચી છે. વઘુમાં તળાવની પાળી-દિવાલોના નિર્માણ માટે મનરેગ યોજના તળે કાર્ય કરવામાં આવતા મજુરોને રોજગારી મળી રહી છે.
સવજીભાઈએ કહયું કે, અહીં એક તળાવને બદલે જુદા-જુદા તળાવો બનાવી જળસંગ્રહની પ્રવૃતિનો નિર્ધાર કરવામાં આવ્‍યો છે. મારા અંદાજ મુજબ રપ0 કરોડ લીટર જળસંગ્રહ થવા સંભાવના છે. જે પર્યાવરણ માટે ખુબ જ ઉપયોગી પુરવાર થશે. આજુ-બાજુના વિસ્‍તારોમાં જમીનમાં ઉત્‍પાદન વધુ થશે. ખેતીની આવક વધશે. નિરોગીતામાં પણ ઉમેરો થવાની સાથે પ્રવાસનની નવી તકોનું નિર્માણ થશે. ઉદ્યોગપતિ અને દુધાળાના ભામાશાએ ગુજરાત અને અન્‍ય રાજયોમાં પોતાના ઉદ્યોગનો વિસ્‍તાર ફેલાવ્‍યો છે. પણ લેસમાત્ર અભિયાન નહિ અને એટલા સરળ કે તગારા ઉપાડી મજુરો સાથે તળાવની કામગીરી કરવા લાગી જાય એવા સવજીભાઈ યુવાનો માટે પ્રેરણાદાયી વ્‍યકિતત્‍વ છે.

રાજુલામાં બંધ રહેણાંક મકાનમાંથી રૂા. ર0 હજારની કિંમતનું લેપટોપ તસ્‍કરોએ ઉઠાવ્‍યું

અમરેલી, તા.1ર
મુળ મઘ્‍યપ્રદેશના વતની અને હાલ રાજુલા ગામે રહેતા વિનોદપ્રકાશ ઉમાશંકર તિવારી નામના 31 વર્ષીય યુવાનના મિત્ર રઘુવીરભાઈ લાલાભાઈ ધાધલના મકાનમાં દિવાલ ટપી પ્રવેશ કરી રૂમમાં રાખેલ લેપટોપ કિંમત રૂા. ર0 હજારનું 8 માસ પહેલા રાજુલા ગામે રહેતા લાલા રમેશભાઈ બારૈયા, અજય અશોકભાઈ સોલંકી, સમીરઉર્ફે રોબર્ટ ઉમરભાઈ જોળીયા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાતા પોલીસે તસ્‍કરોને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.

જાફરાબાદનાં નવી જીકાદ્રી ગામે કૌટુંબીકદીયરે ભાભીને માર મારી હાથ ભાંગી નાંખ્‍યા

અમરેલી, તા. 1ર
જાફરાબાદ તાલુકાનાં નવી જીકાદ્રી ગામે રહેતાં દેવુબેન કેશુભાઈ શીયાળ નામની 3પ વર્ષિય મહિલાનાં કૌટુંબિક દીયર શામજીભાઈ બચુભાઈ શિયાળ ગત તા.10 નાં સાંજે તેણીનાં દિકરાને ગાળો આપતો હોય, જેથી તેણીએ ગાળો આપવાની ના પાડતાં દીયરે ઉશ્‍કેરાઈ જઈ તેણીને ધોકા વડે આડેધડ માર મારી ડાબા હાથનાં કાંડા પાસે ઘા મારી ફેકચર કરી દીધાની ફરિયાદ નાગેશ્રી પોલીસમાં નોંધાઈ છે.

રાજુલાનાં કોવાયા ગામે પરપ્રાંતિય આધેડને લાકડાનાં ધોકા વડે પગ ભાંગી નાંખ્‍યો

અમરેલી, તા. 1ર
મુળ રાજસ્‍થાનનાં વતની અને હાલમાં કોવાયા ગામે લેબર કોલોનીમાં રહેતાં ફરસારામ જુનારામ પટેલ નામનાં 4પ નામનાં આધેડ ગત તા.10 નાં રોજ સવારે કોવાયા ગામે અલ્‍ટ્રાટેક કંપનીમાં સિમેન્‍ટ ભરવાનું કામ કરતાં હોય, તે વખતે ગુરૂકૃપા ટ્રાન્‍સપોર્ટનાં ગાડી નંબર જી.જે. 10 ડબલ્‍યુ 6036માં સિમેન્‍ટ ભરવાનું કામ શરૂ કરતાં તે ગાડીનાં ચાલક લાભાભાઈ સાવજભાઈ વાઘે તેમને કહેલ કે તૂટેલી બેગ કેમ નાંખી તેમ કહી બોલાચાલી કરી ગાળો આપી ટ્રકમાંથી લાકડાનો ધોકો કાઢી જમણા પગે મળી ફેકચર કરી દીધાની    ફરિયાદ પીપાવાવ મરીન પોલીસમાં નોંધાઈ છે.

દાતરડી ગામની સીમમાંથી સોલાર સિસ્‍ટમની પ્‍લેટ તસ્‍કર ચોરી ગયા

અમરેલી, તા.1ર
રાજુલા તાલુકાના દાતરડી ગામે રહેતા અને સીમમાં ખેતર ધરાવતા હિંમતભાઈ મોહનભાઈ ધડુક નામના પ6 વર્ષીય આધેડ ખેડૂતના ખુલ્‍લા ખેતરમાં લગાવેલ સોલાર સિસ્‍ટમની પ્‍લેટ નંગ-1 કિંમત રૂા. પ000ની કોઈ અજાણ્‍યા તસ્‍કર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ડુંગર પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે.

લુણીધાર ગામની પરિણીતા અકસ્‍માતે દાજી જતા સારવાર દરમિયાન મૃત્‍યુ

અમરેલી, તા. 1ર
કુંકાવાવ નજીક આવેલ લુણીધાર ગામે રહેતા કાજલબેન મનસુખભાઇ બાવલીયા નામની રપ વર્ષીય પરિણીતા ગત તા. 9/પનાં સવારેપોતાના ઘરે ચૂલો સળગાવવા કેરોસીન નાખી દિવાસળી નાખી હતી ત્‍યારે અકસ્‍માતે હાથમાં રહેલ કેરોસીન ભરેલ બોટલ પડી જતા અને સળગતા ચુલામાં પડી જતા અકસ્‍માતે મોટો ભડકો થતા તેણીએ પહેરેલ સાડી સળગી ઉઠતા તેણી સખત રીતે દાજી જતા પ્રથમ અમરેલી, યાળીયાદ અને વધુ સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડાયેલ જયાં તેણીનું સારવાર દરમીયાન મોત થયાનું વડીયા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

અમરેલીમાં કન્‍યાશાળા પાસે બકાલાની લારીવાળા યુવકને ઢીકાપાટુનો માર્યો માર

ભરબપોરે મેઈન બજારમાં બન્‍યો બનાવ
અમરેલી, તા. 1ર
અમરેલીનાં બહારપરામાં રહેતાં અને શાકભાજીનો વેપાર કરતાં સાહિલ બાબુભાઈ કાલવા નામનાં 19 વર્ષિય યુવક ગઈકાલે બપોરે ટાવર રોડ, કન્‍યાશાળા પાસે પહોંચતાં ટ્રાફીક વધી જતાં તેમણે પોતાની લારી ત્‍યાં ઉભી રાખતાં ત્‍યારે અમરેલીમાં રહેતાં મૌસીન અસલમભાઈ નામનાં ઈસમે તેનું મોટર સાયકલ લઈ આવી લારી રોડ ઉપર કેમ ઉભી રાખી છે તેમ કહી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાવી છે.

દુષ્‍કાળના ઓછાયા ભાવિ પેઢી પર ન પડે તે માટે ગુજરાતને પાણીદાર બનાવવાનો રાજય સરકારનો નિર્ધાર છે

દુષ્‍કાળના ઓછાયા ભાવિ પેઢી પર ન પડે તે માટે ગુજરાતને પાણીદાર બનાવવાનો રાજય સરકારનો નિર્ધાર છે
દુધાળા અને લાઠીના માનસરોવર ખાતે તળાવોની મુલાકાત કરવામાં આવી
અમરેલી તા.1ર
અમરેલી જિલ્‍લાના લાઠી તાલુકાના દુધાળા ગામે તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કરી ગ્રામસભાને સંબોધન કરતા ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું કે, રાજય સરકારે પ્રજાની સુખાકારી માટે જળસિંચનના કાર્યો હાથ ધરવા નિર્ધાર કર્યો છે. રાજય સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરતા જળ અભિયાન જન અભિયાન સ્‍વરૂપે સાકાર થયું છે.
રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આ જળ અભિયાનમાં રાજયની 13 હજાર જેટલી નદી-જળાશયોને ઉંડા ઉતારવા, ઉપરાંત રાજયની 3ર જેટલી નદીઓને પુનઃજીવિત કરવાનો નિર્ધાર કરવામાં આવ્‍યો છે સાથો સાથ નદીઓને સ્‍વચ્‍છ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ચોમાસાના આગમન પૂર્વે સ્‍વચ્‍છતાલક્ષીકામગીરી પૂર્ણ કરવાનો સંકલ્‍પ કરવામાં  જનસહયોગ માટે મુખ્‍યમંત્રીએ અપીલ કરી હતી.
મુખ્‍યમંત્રી વિજયભાઇએ ઉમેર્યુ કે, સૌરાષ્ટ્ર્‌માં પાણીની અછત અનુભવાઇ રહી છે ત્‍યારે સુજલામ સુફલામ જળ અભિયાન સૌરાષ્ટ્ર્‌ માટે આશિર્વાદસમું બની રહેશે. સૌરાષ્ટ્રમાં ભાદર અને શેત્રુંજીએ બંને મોટા ડેમ છે. દુષ્‍કાળના ઓછાયા ભાવિ પેઢી પર ન પડે તે માટે ગુજરાતને પાણીદાર બનાવવાનો રાજય સરકારનો નિર્ધાર છે.
હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતમાં 98 ટકા વરસાદની આગાહી છે. પાણી સંગ્રહ થતાં આજુ – બાજુના વિસ્‍તારમાં પાણીની સમસ્‍યાઆનું નિવારણ થશે. સૌરાષ્ટ્રમાં જળસંગ્રહની ક્ષમતામાં વધારો થશે. દરિયાના ખારા પાણીને મીઠું કરવા રૂ.800 કરોડના ખર્ચે એક પ્‍લાન્‍ટ મૂકવામાં આવ્‍યો છે. આગામી સમયમાં આવા દસેક પ્‍લાન્‍ટ મૂકવાની નેમ છે. ડ્રેનેજનું પાણી રિસાયકલ કરી ઉદ્યોગો, બાગ-બગીચા અને વપરાશ માટે આપવામાં આવશે આ અંગે નીતિનું ઘડતર કરવા પણ રાજય સરકારની વિચારણા છે. મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અનુરોધ કરતા કહ્યું કે, પાણીની અછત ન રહે અને પાણીને ભગવાનનો પ્રસાદ સમજી તેનો કરકસરયુક્‍તત ઉપયોગ કરવો અત્‍યારના સમયની જરૂરિયાત છે. તેમણે જળ અભિયાનને જન અભિયાન બનાવવા માટે મળેલા જન સહયોગ માટે આભારની લાગણી મુખ્‍યમંત્રીએ વ્‍યક્‍તત કરીહતી.
કૃષિમંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારી મંત્રી આર.સી. ફળદુએ જણાવ્‍યું કે, પાણીને સાવચશું તો પાણી જીવાડશે. ભગીરથે ગંગાનું અવતરણ કરાવ્‍યું તેમ રાજય સરકારનું સુજલામ સુફલામ જળ અભિયાન સૌરાષ્ટ્ર માટે ઘણું જ મહત્‍વનું અતિ ઉપયોગી નીવડશે.
સુરતના સાંસદ દર્શનાબેન જરદોસે કહ્યું કે, સેવા સહયોગથી જળસંચયના કામો સરાહનીય છે. કર્મભૂમિ ઉપરાંત જન્‍મભૂમિ માટે કાર્ય કરી વતનનું ઋણ ચૂકવવાનું આ ઉત્તમ માઘ્‍યમ છે. જળસંચયની સાથો – સાથ વૃક્ષારોપણની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી તે પ્રેરક છે. સૌરાષ્ટ્ર્‌માં પાણીની અછત વર્તાતી રહી છે ત્‍યારે પાણીનો કરકસરયુક્‍તત યોગ્‍ય ઉપયોગ કરવામાં આવે તે જરૂરી બન્‍યું છે.
પ્રાસંગિક પ્રવચન કરતા પૂર્વ રાજયમંત્રી નાનુભાઇ વાનાણીએ કહ્યું કે, રાજય સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કર્યુ છે. રાજયભરમાં શરૂ થયેલા જળસંગ્રહ સંબંધિત કામગીરીને લીધે પ્રજાના પાણી સંબંધિત પ્રશ્‍નોનું નિવારણ થવાનું છે. રાજય સરકારના આ જળ અભિયાનને જન સહયોગ સાંપડતા જળ અભિયાન સફળ બન્‍યું છે.
આ પ્રસંગે સંજય રાવળે પ્રેરક ઉદબોધન કર્યુ હતુ.
મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રી આર.સી. ફળદુ તથા મહાનુભાવોએ દુધાળા તથા લાઠીના માનસરોવર તળાવની મુલાકાત લીધી હતી.  લાઠી ખાતે માનસરોવર જળ અભિયાનઅંતર્ગત તળાવને ઉંડા કરવાનો પ્રારંભ મુખ્‍યમંત્રી તથા મહાનુભાવોએ કરાવ્‍યો હતો. મુખ્‍યમંત્રી તથા મહાનુભાવોનું સ્‍વાગત તુલસીના છોડ અને યોગસૂત્ર પુસ્‍તકથી કરવામાં આવ્‍યું હતુ.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્‍યું કે, યુવા પેઢી માટે પ્રેરક અને ઉપયોગી કાર્ય અહીં દુધાળામાં થયું છે. વતનનું ઋણ ચૂકવવા માટે હાથ ધરવામાં આવેલ જળ સંચયના કાર્યોએ વિકાસ કાર્ય જ છે. સૌના સહકારથી પરિણામલક્ષી કાર્યો થયાની ખુશી વ્‍યકત કરી હતી.
શાબ્‍દિક સ્‍વાગત કરતા સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે, સૌરાષ્ટ્ર – ગુજરાતમાં પાણીની અછત વર્તાઇ છે અને અત્‍યારે પાણીની વધુ આવશ્‍યકતા છે. રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થતાં જળસંગ્રહ માટેના કાર્યોએ રાષ્ટ્રના વિકાસ માટે અતિ ઉપયોગી છે.

આંદોલનકારીઓ કાળાવાવટા ફરકાવે તે પહેલા અટકાયત

રાજુલામાં ભૂમાફીયાઓ વિરૂદ્ધ સતત 18 દિવસથી ચાલે છે આંદોલન
આંદોલનકારીઓ કાળાવાવટા ફરકાવે તે પહેલા અટકાયત
આંદોલનકારીઓની તબિયત સતત લથડી રહી હોય અમંગળનાં એંધાણ
રાજુલા, તા.1ર
રાજુલા પ્રાંત કચેરી સામે છેલ્‍લા 18 દિવસથી જીએચસીએલ કંપની અને ભૂમાફીયા સામે કાર્યવાહી કરવા આંદોલન ચલાવી રહેલા પીપાવાવ સહિતના ગામોના લોકો દ્વારા આજરોજ અમરલી જિલ્‍લાના ઝરખીયા ગામે ગુજરાતના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી સુજલામ સુફલામ યોજના અંતર્ગત આવવાના હોય તેમાં કાળા વાવટા ફરકાવવાનો કાર્યક્રમ આંદોલનકારીઓએ જાહેર કરતા આંદોલનકારીઓ કાળાવાવટા ફરકાવે તે પહેલા જ અમરેલી એલ.સી.બી. અને લીલીયા પોલીસ દ્વારા અશોકભાઈ ભાલીયા, અજયભાઈ શિયાળ, સંતોષભાઈ ગુજરીયા, મુકેશભાઈ કામ્‍બડની અટકાયત કરવામાં આવી હતી. જયારે ભાણાભાઈ ગુજરીયા, હંસાબેન ગુજરીયા (સરપંચ પીપાવાવ) તથા રણછોડ બાંભણીયાની પીપાવાવ મરીન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ હતી. અને મુખ્‍યમંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થતા તમામને છોડી દેવામાં આવેલ હતા.
પ્રાંત કચેરી સામે ઉપવાસી છાવણીમાં આમરણાંત ઉપવાસ પરબેઠેલા મધુભાઈ સાંખટની તબિયત લથડી હતી. પરંતુ તેમણે આંદોલન સ્‍થળ પર જ સારવાર લેવાની માંગ કરતા, તંત્ર દ્વારા તેની કોઈ વ્‍યવસ્‍થા કરવામાં આવેલ નથી. આ અંગે આવનારા સમયમાં ગાંધીનગરમાં વિધાનસભા સામે પણ આંદોલનની મંજૂરી માંગવામાં આવેલ છે. આજના 18માં દિવસે છાવણીની મુલાકાતે ઉનાના ધારાસભ્‍ય પુંજાભાઈ વંશ તથા જિલ્‍લા સદસ્‍ય પુનાભાઈ ભીલ, દેવદાનભાઈ સાંખટ તથા રાજુલા – જાફરાબાદમાંથી મોટી સંખ્‍યામાં લોકો આંદોલનમાં જોડાઈ રહયા છે.

ઝરખીયામાં તળાવનું ખાતમુર્હુત કરતાં વિજય રૂપાણી

ગુજરાતમાં આગામી ત્રણ વર્ષ સુધી જળસંચય અભિયાન ચાલું રખાશે
ઝરખીયામાં તળાવનું ખાતમુર્હુત કરતાં વિજય રૂપાણી
દરિયાનાં ખારા પાણીને મીઠુ પાણી બનાવવા 10 પ્‍લાન્‍ટ નાખવામાં આવશે
અમરેલી, તા.1ર
આજે બપોરે અમરેલી જિલ્‍લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આકાશ ગંગા જલધારા ટ્રસ્‍ટની લોકભાગીદારીથી બનનાર ‘સરદાર સરોવરભ તળાવનું ખાતમુહૂર્ત અને તખ્‍તીનું અનાવરણ કરતા મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં આગામી 3 વર્ષ સુધી સુજલામ સુફલામ જળ સંચય અભિયાન ચલાવવામાં આવશે. સૌરાષ્ટ્રે પીવા તથા વાપરવાના પાણીની તકલીફો સહન કરેલ છે. આ પાણીની સમસ્‍યા કાયમી ધોરણે નિવારવા માટે વ્‍યાપક સ્‍વરૂપે અભિયાન ઉપાડેલ છે. પાણીની સંગ્રહ શક્‍તિત વધારવા 11000 લાખ ઘનફુટ પાણી વધારવું છે અને એ દિશામાં લક્ષ્યાંક મુજબ આગળ વધી રહ્યા છીએ.
મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું કે, ‘સૌની યોજનાભ અંતર્ગત 11પ જેટલા ડેમોને નર્મદાની લાઇનો સાથે જોડીને કનેકટ કરવામાં આવશે અને વરસાદ અપુરતો પડે તો નર્મદાના નીરથી ભરવામાં આવશે. પીવાના પાણીની અછત-દુષ્‍કાળ ભૂતકાળ બને તે રીતે સરકાર કામ કરી રહી છે. જમીનમાં પાણીના તળ ર0 ફુટે નીકળે તેવું આપણું લક્ષ્યાંક છે.
આ જળ સંચય અભિયાન દ્વારાસર્વાંગી ફાયદો થશે. આપણે વિકાસમાં પાણીને પ્રાથમિક અગ્રતા  આપીને પર્યાપ્‍ત માત્રામાં પાણીનું સર્જન કરવા માંગીએ છીએ. ગુજરાતને પાણીદાર ગુજરાત બનાવવું છે.
મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું હતું કે, સૌરાષ્ટ્રના દરિયા કાંઠામાં દરિયાના ખારા પાણીને મીઠા પાણી બનાવવા માટે 10 પ્‍લાન્‍ટ નાખવામાં આવશે. ઇઝરાઇલ સહિતના અન્‍ય દેશોમાં ખારા પાણીને મીઠા બનાવવામાં આવે છે. જામનગર જિલ્‍લાના જોડીયા ખાતે રૂા. 800 કરોડના ખર્ચે દરિયાના ખારા પાણીને મીઠા બનાવવાનાં પ્‍લાન્‍ટનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. જેની ટેન્‍ડર પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. આપણે પાણીના સ્ત્રોત વધારવા અને પાણીને રીચાર્જ કરવા આગળ વધી રહ્યા છીએ.
મુખ્‍યમંત્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, શહેરોમાં વપરાયેલ લાખો કયુસેક પાણી ગટરમાં છોડવામાં આવે છે. આ પાણીને રીસાયકલીંગ કરીને શુદ્ધ કરીને ઉદ્યોગો, બાગ-બગીચાઓ અને પાણી વપરાશ માટે અપાશે. આ માટે સરકાર ટૂંક સમયમાં નીતી લાવી રહી છે.
વિજયભાઇ રૂપણીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ રાજયમાં ચાલતા જળ અભિયાનને ઠેર-ઠેર પ્રતિસાદ મળી રહ્યો છે. 13 હજારથી વધુ તળાવો ઉંડા કરાશે. આ ઇશ્વરીય કાર્ય છે અને પાણી એ પ્રભુનો પ્રસાદ છે. આ ગામમાં ર4 કલાક ચાલતા જળ અભિયાનના કાર્ય માટે વતન પ્રેમી દાતાઓ,સ્‍વૈચ્‍છિક સંસ્‍થા અને ગ્રામજનોને અભિનંદન આપ્‍યા હતા. આ જળ અભિયાનને જનતાએ પોતે જન અભિયાન બનાવી લીધેલ છે.
લાઠી તાલુકાના આ ઝરખીયા ગામે મનરેગા દ્વારા તળાવ ઉંડુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. અંદાજે રપ0 શ્રમિકો દ્વારા કામ શરૂ કરાયેલ છે. 1પ0 ચોકડીઓ ગાળવાનું 600 માનવ દિવસોનું કામ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્‍લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મંજુર થયેલ 491 કામો પૈકી 111 કામો શરૂ કરવામાં આવ્‍યા છે અને 19 કામો પૂર્ણ થયેલ છે. જયારે તા.10 મે સુધીમાં સિંચાઇના તળાવ, વોટર શેડ, ચેકડેમ સહિત 7ર કામો, નગરપાલીકાઓના 39 કામો અને મનરેગાના 47 કામો મળી કુલ 1પ8 કામો શરૂ કરવામાં આવેલ છે.
આ કામગીરી 10પ જેસીબી, રપ6 ટ્રેકટર્સ અને 6 હિટાચી મશીનનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે.
પ્રારંભમાં, આકાશ ગંગા સંસ્‍થાના ચેરમેન મનુભાઇ કાકડીયાએ જણાવ્‍યું હતું કે, ઝરખીયા ગામમાં અગાઉ સરદાર પટેલ સહભાગી સિંચાઇ યોજના અંતર્ગત 1પ0 જેટલા ચેકડેમો આ વિસ્‍તારમાં કરવામાં આવેલ છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ગામમાં દાતાઓના સહયોગથી 6પ વીઘા જમીનમાં 10 ફુટ તળાવ ઉંડુ કરવામાં આવેલ છે અને હજુ પ ફુટ ઉંડુ કરાશે. જયારે આજે ગામના ર0 થી રપ વીઘા જમીનમાં તળાવકરવામાં આવનાર છે. જેમનું ખાતમુહૂર્ત મુખ્‍યમંત્રીના હસ્‍તે કરાશે. તેમણે આ તકે જિલ્‍લામાં ગામે ગામ ચેકડેમ કરવા જણાવ્‍યું હતું.
ગામના વતની અને રખીયાલના ધારાસભ્‍ય વલ્‍લભભાઇ કાકડીયાએ જણાવ્‍યું હતું કે, ગ્રામજનોએ ગત તા.19 માર્થ થી ડમ્‍પર, ટ્રેકટરો અને જેસીબી જેવા સાધનો દ્વારા ર4 કલાક જળ સંચય અંગેની કામગીરી હાથ ધરેલ છે. ગ્રામજનો દ્વારા આગામી પાંચ વર્ષ સુધી જળ સંચય અંગેના ચેકડેમોનું કામ હાથ ધરવામાં આવશે. તેમણે આ તકે ખેડૂતોને સરકારની સૌર ઉર્જાની યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
પૂર્વમંત્રી અને પ્રદેશ ભાજપ ઉપાઘ્‍યક્ષ ગોરધનભાઇ ઝડફીયાએ જણાવ્‍યું હતું કે, ગુજરાતને પાણીની અછત-દુષ્‍કાળમાંથી મુક્‍તત કરવા રાજય સરકારે જનભાગીદારીથી મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્‍વમાં જળ સંચય અભિયાન હાથ ધરેલ છે. આ જળ અભિયાન એક યજ્ઞ છે. વરસાદના એક-એક ટીપાના પાણીને જમીનમાં ઉતારવા આપણે સૌ સંકલ્‍પબદ્ધ બનીએ. જીવનનો મંત્ર બનાવીને દર વર્ષે જળ સંચય કરીએ.
તેમણે ઉમેર્યું કે, સૌરાષ્ટ્રમાં અગાઉ દાતાઓના સહયોગથી ચેકડેમો બનાવવામાં આવેલ છે. તેમણે સરકારની વીજ ઉત્‍પાદનની સૌર યોજનાનો ખેડૂતોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્‍યું કે, દુષ્‍કાળને ભૂતકાળ બનાવવાનુંકાર્ય રાજય સરકારે હાથ ધર્યું છે. જળ સંગ્રહના વિકાસકાર્યો થકી અમરેલી જિલ્‍લો નોખો-અનોખો બન્‍યો છે. લાઠી તાલુકામાં થયેલ જળ સંગ્રહના કાર્યોનું ઋણ સ્‍વીકાર કરવાનો પ્રસંગ છે. આફતને અવસરમાં પલટાવવાનો પ્રસંગ એટલે સુજલામ સુફલામ જળ અભિયાન છે. ગામડાને ધબકતુ કરવા માટે દાતાનો સહકાર સરાહનીય છે. ધોમધખતા તાપમાં પણ આ જળસંચય માટેની પ્રવૃતિ વંદનીય છે. આવનારી પેઢી માટે આશિર્વાદ સમા જળ અભિયાનને હજુ વધુ ગતિશીલ કરવા સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્‍યું કે, દાતા ધોળકીયા પરિવારના પ્રયત્‍નો લાઠી તાલુકામાં જળ સંગ્રહના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્‍યા છે. ભજળ એ જ જીવનભ સૂત્ર લાઠી તાલુકામાં સાર્થક થયું છે. સૌરાષ્ટ્રમાં નર્મદાના નીર આવતા કાયાપલટ થવાની તકોનું નિર્માણ થયું છે. રાજય સરકારે પાણી માટેના કાર્યો હાથ ધરી જનતાની સમૃદ્ધિ અને સલામતી સુનિશ્ચિત કરી છે. ઇઝરાયેલ જેવા રાષ્ટ્રનો જળ સિંચન-ખેતી માટેની પદ્ધતિને આદર્શ બનાવી ક્રાંતિ લાવવા આહવાન કર્યું હતું. કૃષિ યુનિવર્સિટી દ્વારા આપાવામાં આવતું માર્ગદર્શન અનુસરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી કૃષિક્રાંતિ લાવવા પ્રયત્‍નશીલ થઇએ તે જરૂરી છે.
કલેકટર આયુષકુમાર ઓકે કહ્યું કે, રાજય સરકાર દ્વારા તા.1 લી મેથી સુજલામસુફલામ જળ અભિયાન અંતર્ગત જળ સંગ્રહ માટેના કાર્યો હાથ ધરવામાં આવ્‍યા છે. જિલ્‍લામાં 178 કામો શરૂ થયા છે અને મહિનાના અંતમાં 384 કામો પૂર્ણ કરાશે. 6પ00 શ્રમિકો કામ કરે છે અને 1.પ0 લાખ માનવ દિન રોજગારી ઉત્‍પન્‍ન કરવાનો અભિગમ છે. જિલ્‍લામાં રોજગારીનું સર્જન થયું છે. શ્રમિકોને પ્રોત્‍સાહિત કરવા મુખ્‍યમંત્રી ઉપસ્‍થિત થયા છે. લોક ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ અમરેલી જિલ્‍લાએ પૂરૂ પાડયું છે.
આ તકે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત દાતાઓએ વૃક્ષારોપણ તથા જળસંગ્રહની કામગીરી માટે અનુક્રમે રૂા. પ1 હજાર તથા રૂા. ર1 હજારના ચેક મુખ્‍યમંત્રીને અર્પણ કરેલ હતા. તેમજ કન્‍યા કેળવણી નિધિ માટે રૂા. ર1 હજારનો ચેક અર્પણ કરાયો હતો.
આ તકે ફોરવર્ડ કન્‍યા શાળાની બાળાઓએ સાંસ્‍કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે વહીવટી તંત્ર, જિલ્‍લા ભાજપ તથા ગ્રામ પંચાયતોના સભ્‍યો, ગ્રામજનો, દાતાઓ તથા ખેડૂતો અગ્રણીઓ દ્વારા મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને મોમેન્‍ટો અર્પણ કરી સન્‍માનિત કરવામાં આવ્‍યા છે.
  આ પ્રસંગે જિલ્‍લાના પ્રભારી અને કૃષિમંત્રી આર.સી. ફળદુ, સાંસદ નારણભાઇ કાછડીયા, પૂર્વ ધારાસભ્‍ય વાલજીભાઇ ખોખરીયા, પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઇ ઉંઘાડ, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા, ગુજરાત મ્‍યુનિ.ફાયનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પૂર્વ મંત્રીવી.વી. વઘાસીયા, અગ્રણીઓ પ્રફુલભાઇ પાનસેરીયા, ડો. કાનાબાર, કૌશિક વેકરીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા, દાતાઓ મનજીભાઇ ધોળકીયા, સવજીભાઇ ધોળકીયા, દાસભાઇ ધામી, પેથાણીભાઇ સહિતના અન્‍ય દાતાઓ-ઉદ્યોગપતિઓ જિલ્‍લાના અગ્રણીઓ અને બહોળી સંખ્‍યામાં ગ્રામજનો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
આભાર દર્શન જિલ્‍લા વિકાસ અધિકારી યોગેશ નિર્ગુડેએ કર્યું હતું.

રાહુલ ગાંધી સંગ પરેશ ધાનાણી

અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ આજે નવી દિલ્‍હી ખાતે કોંગ્રેસ પક્ષનાં રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ રાહુલ ગાંધી સાથે શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. આ તકે પ્રદેશ કોંગી પ્રમુખ અમિત ચાવડા, રાજય કોંગી પ્રભારી રાજીવ સાતવ પણ ઉપસ્‍થિત રહયા હતા.

આગ હી આગ : અમરેલીમાં તાપમાનનો પારો 44 ડીગ્રી

બપોરનાં 1રથી સાંજના પ વાગ્‍યા સુધી જાહેર માર્ગો પર ક્રિકેટ રમી શકાય તેવી સ્‍થિતિ
આગ હી આગ : અમરેલીમાં તાપમાનનો પારો 44 ડીગ્રી
ચાલુ મૌસમમાં સૌથી વધુ ગરમી શરૂ થઈ
અમરેલી, તા. 1ર
અમરેલી જિલ્‍લામાં ચાલું મૌસમમાં સૌથી વધુ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 44 ડીગ્રી સુધી પહોંચી જતાં બપોરનાં પ કલાક સુધી રાજમાર્ગો સહિતનાં માર્ગો સુમસામ ભાસી રહૃાા છે. છેલ્‍લા 3 દિવસથી તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહૃાો હોય સમગ્ર પંથકની જનતા ત્રાહીમામ પોકારી ચુકી છે. બપોરનાં 1રથી સાંજના પ સુધી સામાન્‍ય જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત બની જાય છે.
અસહૃા ગરમીથી બચવા જનતા જનાર્દન ઠંડાપીણા, આઈસ્‍ક્રીમ, ગોલા, કુલર, એસીનો સહારો લઈ રહી છે.તો પશુ, પક્ષીઓ પણ વૃક્ષની ઓથે સમય પસાર કરી રહૃાા છે.
અમરેલી ઉપરાંત સાવરકુંડલા, ધારી, બગસરા,લાઠી, બાબરા સહિતનાં વિસ્‍તારોમાં પણ અસહૃા ગરમી પડી રહી છે.

શ્રીમતિ શાંતાબા મેડિકલ કોલેજ દ્વારા ઓ.આર.એસ. તથા જનજાગૃતિ કેમ્‍પ યોજાયો

અમરેલીના જાણીતા ઉદ્યોગપતિ તથા કેળવણીકાર વસંતભાઈ ગજેરા દ્વારા નિર્માણથઈ રહેલ શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્‍ટ સુરત સંચાલિત શ્રીમતિ શાંતાબા મેડિકલ કોલેજ તથા જનરલ સિવિલ હોસ્‍પિટલ દ્વારા જાણીતા તબીબ ડો. જી.જે. ગજેરા, હોસ્‍પિટલ વહીવટીય સંચાલક પીન્‍ટુ ધાનાણીની ઉપસ્‍થિતિમાં લૂ લાગવાના કિસ્‍સામાં કેમ સાવધ રહેવું તથા અગમચેતીના કેવા પગલા લેવા તે અંગે એસ.ટી. ડેપો ખાતે જનજાગૃતિ અભિયાન સમારોહ તથા ઓ.આર.એસ. કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં એસ.ટી.ના વિભાગીય નિયામક, ડી.એમ.ઈ., મીકેનીક સી.પી. ત્રિવેદી, અમરીશ દવે, સુરેશભાઈ ચૌહાણ, એ.એ. સૈયદ, ડો. રાઠોડ, સિવિલ સર્જન કેતન જોષી, તબીબો સહિત સિવિલ હોસ્‍પિટલના કર્મચારીઓ તથા મોટી સંખ્‍યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

અવસાન નોંધ

સાવરકુંડલા : પરસોતમભાઈ મેઘજીભાઈ કાચા (ઉ.વ.8પ)નું તા.11/પને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.14/પને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે અમારા નિવાસસ્‍થાન યમુના કુંજ, ગોકુલનગર, પારેખ વાડી, શામજીબાપુ ઉપવન વાડી સામે, સાવરકુંડલા ખાતે રાખેલ છે.
અમરેલી : નાનાભંડારીયા નિવાસી હાલ અમરલી શ્રી ગૌડ મેતડવાડ બ્રાહ્મણ સુખદેવભાઈ ઓઘવજીભાઈ (ઉ.વ.8ર) જે જીતેન્‍દ્રભાાઈ (અમરેલી નગરપાલિકા) તથા સંજયભાઈ (જનરલ મેનેજર વડોદરાવાળા) તથા અનિલભાઈ (અમદાવાદ), ઉમેશભાઈ (સી.એ. અમદાવાદ)ના પિતાજીનું તા.11/પના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.14/પના રોજ પટેલ વાડી, હીરામોતી ચોક, અમરેલી મુકામે સાંજે 4 થી 6 સુધી રાખેલ છે.

13-05-2018