Main Menu

Saturday, May 12th, 2018

 

અમરેલી જિલ્‍લામાં આજે મુખ્‍યમંત્રી રૂપાણીનું આગમન

જિલ્‍લા ભાજપ પરિવાર અને વહીવટીતંત્રમાં જબ્‍બરો ઉત્‍સાહ
અમરેલી જિલ્‍લામાં આજે મુખ્‍યમંત્રી રૂપાણીનું આગમન
લાઠીનાં જરખીયા ખાતે મુખ્‍યમંત્રી સવારે 11 કલાકે તળાવની કામગીરીનું નિરીક્ષણ કરશે
બપોરે 1ર-40 કલાકે દુધાળા ખાતે ચાલતા જળસંગ્રહનાં કામોની મુલાકાત લેશે
અમરેલી, તા. 11
રાજયનાં મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તા. 1ર મે-ર018ને શનિવારના રોજ અમરેલી જિલ્‍લાની મુલાકાતે      આવનાર છે.
મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી સવારે 11:00 કલાકે અમરેલી જિલ્‍લાના લાઠી તાલુકાના જરખીયા ખાતે ઉપસ્‍થિત રહેશે. ગામ ખાતે મુખ્‍યમંત્રી તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું ખાતમુર્હુત તેમજ શ્રમદાન કાર્યક્રમમાં સહભાગી થશે.
મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી બપોરે 1રઃ40 કલાકે લાઠીનાં દુધાળા ખાતે ચાલતા જળસંગ્રહના કામોની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ કરશે.
આ કાર્યક્રમમાં રાજયના મંત્રીમંડળના મંત્રીઓ તેમજ જિલ્‍લાના સાંસદ નારણભાઈ કાછડીયા ઉપરાંતના અધિકારી, પદાધિકારીઓ, મહાનુભાવો તેમજ ખેડૂતો, ગ્રામજનો ઉપસ્‍થિત રહેશે.

સીઆઈડી ક્રાઈમ બીટકોઈનકાંડને લઈને પૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડીયાની કરશે ધરપકડ ?

સીઆઈડીએ નલિન કોટડીયાનાં પત્‍નિનું નિવેદન લીધું
અમરેલી, તા. 11
સમગ્ર રાજયમાં ચકચારીબનેલ કરોડો રૂપિયાનાં બીટકોઈન કૌભાંડ પડાવી લેવાનાં બનાવમાં સીઆઈડી ક્રાઈમ આગામી કલાકોમાં જ પૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડીયાની ધરપકડ કરે તેવી શકયતાઓ જોવા    મળી રહી છે.
સીઆઈડી ક્રાઈમ ઘ્‍વારા અગાઉ બબ્‍બે વખત સમન્‍સ પાઠવીને પૂર્વ ધારાસભ્‍યને નિવેદન આપવા ફરમાન કરેલ. છતાં પણ તેઓ હાજર થયા ન હોય અને શનિવાર સુધીની મુદત માંગી રહૃાા છે.
બીજી તરફ પૂર્વ ધારાસભ્‍યએ સીઆઈડી ક્રાઈમને પત્ર પાઠવીને શૈલેષ ભટ્ટ વિરૂઘ્‍ધ ફરિયાદ નોંધવા માંગ કરી છે. તેમજ પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, મુખ્‍યમંત્રીને પત્ર પાઠવીને તટસ્‍થ તપાસ કરવાની માંગ કરી છે.
દરમિયાનમાં આજરોજ સીઆઈડી ક્રાઈમે પૂર્વ ધારાસભ્‍યની પત્‍નિનું નિવેદન નોંધી લીધું હોય આગામી થોડી જ કલાકોમાં પૂર્વ ધારાસભ્‍યની ધરપકડ થવાનાં એંધાણ જોવા મળી રહૃાા છે.

જાફરાબાદમાં રહેણાંક મકાનમાંથી રોકડ, દાગીના મળી કુલ રૂા.6.1ર લાખની ચોરી

અમરેલી, તા.11
જાફરાબાદ સામાકાંઠા વિસ્‍તારમાં રહેતા નાથાભાઈ જીવાભાઈ ભાલીયા તથા તેમનો પરિવાર ગઈકાલે રાત્રે ઘરમાં સૂઈ ગયા હતા ત્‍યારે અંદરના રૂમને તાળુ મારવાનું ભૂલી જતાં તે રૂમમાં રાખેલ પતરાનાં ટંકમાંથી કોઈ અજાણ્‍યા તસ્‍કરો રોકડ રકમ રૂા. 3 લાખ, સોના-ચાંદીના દાગીના કિંમત રૂા. 3.11 લાખ, બે મોબાઈલ ફોન રૂા. 1હજારમળી કુલ રૂા. 6.1ર લાખની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ જાફરાબાદ મરીન પોલીસમાં નોંધાતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.

અમરેલી વકીલ મંડળનાં પ્રમુખ વિરૂઘ્‍ધ અનેક વકીલોએ અવિશ્‍વાસની દરખાસ્‍ત રજુ કરી

વકીલ મંડળનાં ઉપપ્રમુખને તાકીદે બેઠક બોલાવવા માંગ કરી
અમરેલી, તા. 11
અમરેલી વકીલ મંડળનાં પ્રમુખ એલ.એન. દેવમુરારીની કાર્યશૈલીથી નારાજ થઈને અમુક વકીલોએ મંડળનાં ઉપપ્રમુખને પત્ર પાઠવીને વકીલ મંડળની બેઠક બોલાવવાની માંગ કરેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, પ્રમુખ ઘ્‍વારા આજદિન સુધી જે કોઈપણ મીટીંગો કરવામાં આવેલ છે તેમાં કોઈપણ હોદેદારો કે વકીલ મંડળનાં સભ્‍યોની સહીઓ લીધેલ નથી કે ઠરાવ આજદિન સુધી કરેલ નથી અને આપખુદ રીતે અરજ અહેવાલ કરતા હોય તેઓનું આ વર્તન સરમુખત્‍યારભર્યુ અને વકીલ મંડળની ગરીમાને ઠેસ પહોંચે તેવું હોય તેઓને હોદા ઉપરથી દુર કરવા અરજ છે.
વધુમાં જણાવેલ છે કે, તા. 10/પ/18નાં રોજ બદલી થઈ ટ્રાન્‍સફર થતાં જજોને વિદાયમાન આપવા માટે પ્રમુખને મીટીંગ બોલાવવા જણાવતાં તેઓએ મીટીંગ બોલાવવા અસહમતી દર્શાવતા ઉપપ્રમુખની હાજરીમાં તથા અમરેલી વકીલ મંડળના સીનીયર એડવોકેટો બિહારીભાઈ ગાંધી, રફીકભાઈ મોગલ, એમ.જે. સૈયદ, એન.વી. ગીડા, વકીલ મંડળના હોદેદારો સેજુભાઈ, તેજસભાઈ ઢોણે તેમજબકુલભાઈ પંડયા તથા જે.એલ. સોજીત્રા તેમજ સીનીયર અને જુનીયર એડવોકેટ મિત્રોની હાજરીમાં મીટીંગ બોલાવી વિદાય થતાંઓને વિદાયમાન આપવાનું સર્વાનુમતે નકકી થતાં તમામ વકીલોએ રૂબરૂ જઈ તા. 11/પ/18નાં બપોરના રઃ00 કલાકે વકીલ મંડળમાં હાજર રહી વિદાયમાન લેવાનું આમંત્રણ આપી જણાવેલ. જે સમયે અમરેલી વકીલ મંડળના ઉપપ્રમુખ એસ.પી. સોલંકી, સેજુભાઈ તથા તમામ સભ્‍યો હાજર હોય જેથી આ નિર્ણય અમરેલી વકીલ મંડળનો સર્વાનુમતનો હોય અને સામુહિક રીતે નિમંત્રણ પાઠવેલ હોય અને નોટીસ બોર્ડ ઉપર સર્વો વકીલ મિત્રોને હાજર રહેવા જણાવેલ. ત્‍યારબાદ પ્રમુખને નિવૃત્ત થતાં જજોને પર્સનલ એટલે કે, વ્‍યકિતગત વાંધાને લઈ પાર્ટી આપવી ન હોય રાત્રીના સમયે એક વકીલ મંડળના સિકકાનો દુરૂપયોગ કરી અમરેલી વકીલ મંડળ આ પાર્ટીનો વિરોધ કરતો હોય તેવું અનુસંધાન ટાંકી ડિસ્‍ટ્રીકટ જજ તથા રજીસ્‍ટાર ગુજરાત હાઈકોર્ટને અરજી કરી પોતે એકલા વકીલ મંડળ ચલાવતા હોય તે રીતે આપખુદશાહી અને સરમુખત્‍યારશાહીથી અરજી કરી ડરનો માહોલ પેદા કરી સરમુખત્‍યાર રીતે વકીલ મંડળની મીટીંગ બોલાવ્‍યા વિના અને વકીલ મંડળના સભ્‍યો અને હોદેદારોને વિશ્‍વાસમાં લીધા વિના આ અરજી કરી વિદાય સમારંભનો કાર્યક્રમ બંધ રાખવા મજબુર કરી અમરેલી વકીલ મંડલનાં હોદાનો તથા સિકકાનોદુરૂપયોગ કરી વકીલ મંડળની આબરૂને હાની પહોંચાડેલ હોય અને જેના ખુલાસા રૂપે વકીલ મંડળના સભ્‍યોને અલગથી ખુલાસો કરી જજશ્રીઓને ક્ષમાપ્રાર્થીવાળી ખુલાસાવાર અરજી આપવી પડેલ હોય અને જણાવવું પડેલ હોય કે પ્રમુખની આ અરજી સંબંધે વકીલ મંડળને કોઈ લેવા-દેવા નથી. જેથી પ્રમુખના આવા વર્તનથી વકીલ મંડળને શરમજનક સ્‍થિતિમાં મુકવાનો વારો આવેલ હોય અને પ્રમુખનું આ કૃત્‍ય વકીલ મંડળને માટે અપમાનજનક અને શર્મસાર કરે તેવી ઘટના હોય. જેથી પ્રમુખ પોતાના હોદાનો સરેઆમ દુરૂપયોગ કરી મનમાની રીતે કામગીરી કરતા હોય તેઓને હોદા ઉપરથી દુર કરવા અમારી અરજ છે.
વધુમાં જણાવેલ છે કે, ઉપરોકત મુદાઓને ઘ્‍યાને લઈ પ્રમુખને હોદા ઉપરથી દુર કરવા અવિશ્‍વાસની દરખાસ્‍ત લાવતા હોઈએ. તો આ અરજને ઘ્‍યાને લઈ ચૂંટાયેલ હોદેદાર તથા વકીલ મંડળના સભ્‍યોની તાત્‍કાલીક અસરથી મીટીંગ બોલાવી ઉપરોકત મુદાઓની ચર્ચા-વિચારણ કરી અને ચૂંટાયેલા હોદેદાર તથા વકીલ મંડળના સભ્‍યોનો સંયુકત રીતે મત લઈ પ્રમુખને હોદા ઉપરથી દુર કરવા હાલની આ અરજ છે. તો દિન-3માં આ અરજી સબંધે મીટીંગ બોલાવી કાર્યવાહી કરવા અરજ છે. જો દિન- 3માં મીટીંગ બોલાવવામાં ન આવે તો જાતે મીટીંગ બોલાવી કાર્યવાહી કરવામાં આવશે તેમ અંતમાં જણાવેલછે.

દામનગરનાં સેવાભાવી યુવકનું ઈલે. શોક લાગવાથી મૃત્‍યુ થયું

બજરંગનગરમાં અરેરાટીનો માહોલ
દામનગર, તા.11
દામનગરના છભાડીયા રોડ પર બજરંગનગરમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા સેવાભાવી ર7 વર્ષીય યુવાન જગદીશભાઈ ખીમજીભાઈ ચૌહાણ (ઉ.વ.ર7)નું ગત તા. 9ને બુધવારના રોજ ઈલે. શોક લાગતા સમગ્ર દામનગર પંથકમાં અરેરાટી છવાઈ ગઈ હતી. મરણ જનાર જગદીશ ચૌહાણ સેવા કાર્યોમાં હંમેશા અગ્રેસર હતા. સ્‍વ.ને દોઢ વર્ષનો પુત્ર છે. આ બનાવથી શોકનું મોજુ ફેલાઈ ગયું છે.

અમરેલીનાં સા.કુંડલા રેલ્‍વે ફાટક નજીકથી વિદેશીદારૂ ઝડપાયો

અમરેલી, તા. 11
અમરેલીનાં બહારપરામાં સાવરકુંડલા રોડ ઉપર આવેલ રેલ્‍વે ફાટક પાસે રહેતાં જયસુખ ઉર્ફે પીનો કાનજીભાઈ મકવાણા ગઈકાલે સાંજના સમયે રેલ્‍વે ફાટક પાસેથી પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર જી.જે.14 એ.એફ. 487રમાં વિદેશી દારૂની બોટલ નંગ 3 કિંમત રૂા. 900ની લઈ નીકળતા લોકલ ક્રાઈમ બ્રાંચનાં એમ.ડી. જોષી સહિતનાઓએ આરોપીને ઝડપી લઈ રૂા. રપ000નાં મુદામાલ સાથે ઝડપી લઈ સીટી પોલીસને હવાલે કરેલ છે.

અમરેલી પાલિકા દ્વારા થયેલ ભ્રષ્‍ટાચારની તપાસ નહીં થાય તો અર્ધનગ્ન હાલતમાં વિરોધ

કલેકટરને પત્ર પાઠવીને સોમવાર સુધીની મુદ્યતઆપી
અમરેલી, તા.11
આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ કલેકટરને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, અમરેલી નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, બાંધકામ ઈજનેર વગેરે મળી અમરેલીની જનતાનો સરેઆમ દ્રોહ કરી શહેરના ગરીબ વિસ્‍તારમાં ઉભી કરવાની ઓજી. વિસ્‍તારની ગ્રાન્‍ટ પોતાના મળતીયાના લાભાર્થે વાપરેલ જેના પુરાવા સાથે રજૂઆત કરવા છતાં ત્‍વરિત પગલા ભરેલ નથી જે બહુ ગંભીર બાબત છે. વધુમાં જણાવેલ કે, આમ છતાં સોમવાર તા.14/પ સુધીમાં જવાબદાર સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આપના પટાંગણમાં તા.14/પના રોજ 11 કલાકે ખુલ્‍લા આકાશમાં તડકામાં અર્ધનગ્ન હાલતમાં જયાં સુધી યોગ્‍ય નિર્ણય નહીં કરાય ત્‍યાં સુધી આમરણાંત ઉપવાસ પર બેસીશ જે અંગે ઉભી થતી તમામ પરિસ્‍થિતિની જવાબદારી આપની રહેશે તેમ અંતમાં જણાવેલ છે.

અમરેલીમાં આવેલ મેંદપરાની મહિલાને ર શખ્‍સોએ માર માર્યો

અમરેલી, તા.11
ભેસાણ તાલુકાના મેંદપરા ગામે રહેતી અને અમરેલી ખાતે તેમની બાને મળવા આવેલ સલમાબેન આસીફભાઈ કાદરી નામની ર7 વર્ષીય ગૃહિણી ગઈકાલે બપોરે તેણી તથા કાકી હુસેનાબેન યુનુસભાઈ બન્‍ને તેણીના કાકા હનીફભાઈ કરીમભાઈના ઘરે તેણીની માતા અને ભાઈઓને ઘરમાંથી કાઢી મુકવા બાબતે ઠપકો આપવા ગયેલ પરંતુ તેણીના કાકા નહીં મળતા અને ઈરફાન તથા ઈમરાન મળ્‍યા હતા.તેમણે તમારા બા તથા ભાઈઓને કોઈ હકક હિસ્‍સો આપવાના નથી થાય તે કરી લેજો તેમ કહી ગાળો આપી ઢીકા પાટુનો માર માર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાઈ છે.

હાય રે કળિયુગ : પિતા પર લાકડી વડે હુમલો કરી ઈજા કરતો પુત્ર

અમરેલી, તા.11
અમરેલીના બહારપરા વિસ્‍તારમાં રહેતા 64 વર્ષીય વૃઘ્‍ધ ગઈકાલે રાત્રે ઘરે હતા ત્‍યારે તેમનો પુત્ર મુકેશ ઘરે દારૂ પી આવતા તેમને તેણીની માતાએ જમવા આપેલ છતાં તે બબડાટ કરતો હોય જેથી બોલવાની ના પાડતા વૃઘ્‍ધ પિતાને ગાળો આપી છૂટી લાકડીનો ઘા મારી ઈજા કરતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ હતા.

અરજણસુખ ગામેથી ત્રણ વાહનોમાં ગૌવંશના 16 પશુને લઈ જતાં 3 ઈસમો ઝડપાયા

અમરેલી, તા. 11
ભાવનગર જિલ્‍લાનાં શિહોર ગામે રહેતાં હરીભાઈ મેપાભાઈ બોવીયા, કરશનભાઈ મેપાભાઈ છાનીયા તથા ભરત વશરામ છાનીયા ગત તા. 9નાં મોડી રાત્રીનાં સમયે અલગ-અલગ 3 જેટલા વાહનમાં ગૌવંશનાં વાછરડી 1પ તથા ખૂંટ નંગ 1 મળી કુલ 16 પશુને ખીચોખીચ અને ક્રુરતાપૂર્વક ભરી હેરફેર કરતાં હોય. આ અંગે વડીયા પોલીસને બાતમી મળતાં અરજણસુખ ગામેથી આ ત્રણેય વાહનો સહિત કુલ રૂા. 18.8પ લાખનાં મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલીનાં ઈ-ધરા કેન્‍દ્રમાં વચેટિયાઓની બોલબાલા

એક જખાતામાં કાચી નોંધનાં આધારે વધારે નોંધ પડતી હોવાનું જણાવ્‍યું
અમરેલીનાં ઈ-ધરા કેન્‍દ્રમાં વચેટિયાઓની બોલબાલા
જનસેવા કેન્‍દ્રની બહાર ટેબલ-ખુરશી નાખીને બેસતા દલાલોને હટાવી લેવા માંગ કરી
અમરેલી, તા. 11
આમ તો અમરેલીનાં કલેકટરે સમગ્ર જિલ્‍લાનાં સરકારી વિભાગોમાં ચાલતા ભ્રષ્‍ટાચાર સામે કાર્યવાહી કરવાની હોય છે. પરંતુ જયારે તેની કચેરીની નીચે જ ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ થાય ત્‍યારે મામલો અતિ ગંભીર માનવામાં આવી રહૃાો છે.
આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ કલેકટરને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, મામલતદાર અમરેલીની ઈ-ધરા શાખામાં વેચાણ સિવાયની કેટલી અને કંઈ નોંધમાં નાયબ મામલતદાર રૂબરૂ 13પ-ડીની નોટીસ બજાવવામાં આવી. એકજ ખાતામાં ઉત્તરોત્તર એક કાચી નોંધ આધારે બીજી બે-ત્રણ નોંધ શું કામ દાખલ કરવામાં આવે છે. અમરેલી ઈ-ધરામાં સરકારી સ્‍ટાફ સિવાય અન્‍ય લોકો તથા એજન્‍ટ આવીને બેસે તથા કામ કરે છે તેઓને કોણે પરવાનો આપ્‍યો છે.
અમરેલી ઈ-ધરામાં ખેડૂત અરજદાર પોતે નોંધ માટે અરજી આપવા આવે તો 1પથી ર0 દિવસે નોંધ દાખલ કરવામાં આવે છે. પરંતુ જે નોંધ ત્‍યાનાં નકકી કરેલા એજન્‍ટો પાસે કરાવવામાં આવે તો તે જ નોંધ 1પ મીનીટમાં દાખલ કરી આપવામાં આવે છે.
મામલતદારઓફીસની જનસેવાના પાછળનાં ભાગમાં બિનઅધિકૃત દલાલ લોકો ટેબલ-ખુરશી નાખીને ઓફીસ મેદાનમાં જ બેસી લુંટવાનું કામ કરે છે તેઓ સામે પગલા લેવા.
ગુજરાત સરકારનાં હુકમ હોવા છતાં આજ બે વર્ષ થયા તેમ છતાં આજદિન સુધી મામલતદાર અમરેલીએ રેવન્‍યુ તલાટીઓને ગામડે સેવામાં જવા છુટા કરેલ નથી તથા ઈ-ધરા, સીટી તલાટી તથા સર્કલ રૂમમાં બેસાડવામાં આવે છે અને ઓફીસ કામ કરાવવામાં આવે છે.
આ તમામ બાબતે યોગ્‍ય કાર્યવાહી કરવા અંતમાં જણાવેલ છે.

સાંસદોનું પેન્‍શન બંધ કરો : સોશ્‍યલ મીડિયાનો સંદેશ

દેશનાં શકિતશાળી પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી સુધી મેસેજ પહોંચાડો
સાંસદોનું પેન્‍શન બંધ કરો : સોશ્‍યલ મીડિયાનો સંદેશ
ગેસ સબસીડી છોડવા મજબુર કર્યા તેમ સાંસદોને પેન્‍શન છોડવા મજબુર કરવાનીજરૂર
અમરેલી, તા.11
ભારત દેશમાં આજે કરોડો ગરીબ પરિવારોને બે ટંકનું ભોજન કે સારી આરોગ્‍ય કે શિક્ષણની સુવિધા ઉપલબ્‍ધ નથી. દેશમાં ગરીબી અને મોંઘવારી રોકેટ ગતિએ આગળ વધી રહી છે. દેશની સરકારી તિજોરીમાં નાણાનાં અભાવે ગરીબી નિવારણ કે અન્‍ય વિકાસ કાર્યો થઈ શકતા નથી.
તેવા જ સમયે દેશની જાગૃત જનતાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીને સાંસદોને અપાતું પેન્‍શન બંધ કરીને સરકારી તિજોરીને ફાયદો કરવા માટેની અપીલ સોશ્‍યલ મીડિયા મારફત શરૂ કરી છે.
પ્રધાનમંત્રીએ દેશવાસીઓ ને ગરીબોનાં હિતમાં રાંધણગેસની સબસીડી છોડવા અનુરોધ કર્યો હતો. તેવી જ રીતે પ્રધાનમંત્રીએ તમામ સાંસદોને પેન્‍શન છોડવા અથવા તો પેન્‍શન છોડવા માટેનો કાયદો બનાવવો જોઈએ તેવો અનુરોધ કરેલ હોય પ્રધાનમંત્રી શું કરે છે તેના પર દેશવાસીઓની નજર મંડાયેલી છે.

પિપાવાવ પોર્ટમાં ગેરકાયદેસર દોડતા વાહનો સામે કરો કાર્યવાહી

દરિયાકાંઠે ‘ઘરનાં છોકરા ઘંટી ચાટે ને ઉપાઘ્‍યાયને આંટો’
પિપાવાવ પોર્ટમાં ગેરકાયદેસર દોડતા વાહનો સામે કરો કાર્યવાહી
મહાકાય વાહનો આરટીઓની મીઠી નજર તળે દિવસ-રાત દોડી રહૃાા છે
કોવાયા, તા.11
રાજુલા નજીક આવેલ પીપાવાવ પોર્ટમાં ઉત્‍સવ લોજીસ્‍ટીક પ્રા.લી.ના 1ર0 ટ્રેલર અને 1પ કલમારનું કામ ચાલે છે. જેમાં ઉત્‍સવ લોજીસ્‍ટીક પ્રા.લી.ના 1ર0 ટ્રેલરોની પાછળની ટોળીઓ આર.ટી.ઓ. માન્‍યતા પ્રમાણે નથી. જેમાં કોઈપણ પ્રકારના નિયમનું પાલન કરવામાં આવતું નથી. જેની આર.ટી.ઓ.માં અવાર-નવાર રજૂઆતો કરવા છતાં આર.ટી.ઓ. અધિકારીઓ દ્વારા આજદિન સુધી આ ઉત્‍સવ લોજીસ્‍ટીક પ્રા.લી.ની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી. આથી એ સાબિત થાય છે કેઆર.ટી.ઓ. અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહયા હોય તેવું લાગે છે. જો આવી કોઈ દુર્ઘટના થશે તો જવાબદારી કોની રહેશે તે વેધક પ્રશ્‍ન છે.
પીપાવાવ પોર્ટના અધિકારી અને ઉત્‍સવ લોજીસ્‍ટીકના સંચાલક આ બન્‍ને જણાની મીલીભગતથી આ સમગ્ર ગેરકાનૂની કામ છેલ્‍લા દસ વર્ષથી ચાલે છે. અને સરકાર અને આર.ટી.ઓ. અંધારામાં રાખીને આ સમગ્ર કામ ચલાવવામાં આવે છે. આ જે કામ ચાલે છે તેમાં કોઈપણ પ્રકારના આર.ટી.ઓ.ના નિયમોનું પાલન કરવામાં આવતું નથી અને ખુલ્‍લેઆમ આર.ટી.ઓ.ના નિયમોના ધજીયા ઉડાવવામાં આવે છે. છતાં પણ આર.ટી.ઓ. અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આથી એ સાબિત થાય છે કે કાંઈક ને કાંઈક પીપાવાવ પોર્ટના અધિકારી ઉત્‍સવ લોજીસ્‍ટીકના સંચાલક અને આર.ટી.ઓ. અધિકારીઓ વચ્‍ચે કંઈક ને કંઈક મીલીભગતથી જ આ કાળો કારોબાર ચાલી રહયો છે તે દેખાઈ આવે છે.
ઉત્‍સવ લોજીસ્‍ટીક પ્રા.લી.માં છેલ્‍લા દસ વર્ષથી રાજસ્‍થાન મુંબઈના જ ટ્રેલરોને કામ આપવામાં આવે છે. અહીં લોકલ ઘણા બધા લોકો પાસે આવા ટ્રેલર હોવા છતાં તેમના ટ્રેલરને કામ આપવામાં આવતું નથી. આ બાબતે પીપાવાવ પોર્ટના અધિકારીને અનેક રજૂઆતો કરતા તેમણે કહેલ કે આ બાબતે કંઈક કરીશું પણ આજદિન સુધી આબાબતમાં કોઈ ઘ્‍યાન આપ્‍યા વગર રાજસ્‍થાન અને મુંબઈના જ ટ્રેલરને કામ આપવામાાં આવે છે. આથી અહીં સ્‍થાનિક લોકો બેરોજગાર છે. જયારે રાજયની સરકાર દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે કોઈપણ કંપનીની અંદર સ્‍થાનિક લોકોને 80 ટકા ધંધો અને રોજગારી મળશે. તો અહીં આ કંપનીઓ દ્વારા સ્‍થાનિક લોકોને ધંધો કે નોકરી કંઈપણ આપવામાં આવતું નથી.
આ તમામ બાબત પર જવાબદાર અધિકારીઓ દ્વારા જો યોગ્‍ય પગલા લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોંગ્રેસ અગ્રણી બાબુભાાઈ રામની આગેવાનીમાં હજારોની સંખ્‍યામાં સ્‍થાનિક લોકોને સાથે રાખી અને પીપાવાવ પોર્ટના ગેટની સામે ગાંધી ચિંઘ્‍યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

અમરેલીમાં કોંગીજનોએ મગફળીકાંડની તટસ્‍થ તપાસની માંગ કરી

અમરેલી કલેકટર કચેરી સામે આજે કોંગી ધારાસભ્‍ય અને પ્રદેશ કિસાન કોંગ્રેસનાં કન્‍વીનર વિરજી ઠુંમરની આગેવાનીમાં કોંગીજનોએ સૌરાષ્‍ટ્રમાં ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીને સળગાવી દેવાનું જબ્‍બરૂ કૌભાંડ ભાજપ સરકારની મીઠ્ઠી નજર તળે થઈ રહૃાું હોય સમગ્ર કૌભાંડની તટસ્‍થ તપાસ કરવાની અને કસુરવાનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

જંગર ખાતે સુવિધા પથનું ખાતમુર્હુત કરતા પરેશ ધાનાણી

કુંકાવાવ નજીક આવેલ જંગર ખાતે વિરોધપક્ષનાં નેતા અને અમરેલીનાં યુવા ધારાસભ્‍ય પરેશ ધાનાણીનાં વરદ હસ્‍તે સુવિધાપથનું ખાતમુર્હુત કરવામાં આવ્‍યું હતું. આ તકે કાનજીભાઈ, રવજીભાઈ, અરવિંદભાઈ સહિતનાં આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા. આ સુવિધા પથ બનવાથી ગામજનોમાં આનંદની લાગણી ફરી વળી છે.


રાજુલા પ્રાંત કચેરી ખાતે ચાલી રહેલા આંદોલનનો 17મો દિવસ : આમરણાંત ઉપવાસીને પાંચમો દિવસ

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારના પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો દ્વાારા કરવામાં આવી રહેલા ઉપવાસ આંદોલનનો 17મો દિવસ અને આમરણાંત ઉપવસનો પાંચમો દિવસ. 17-17 દિવસથી બાળકો, મહિલા, વૃઘ્‍ધો સહિત લોકો ન્‍યાય માટે ઝઝૂમી રહયા છે. છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્ર દ્વારા જે સ્‍થળ તપાસ કરવાની હોય તે પણ યોગ્‍ય રીતે કરવામાં આવી નથી જે લોકોનું ખરેખર દબાણ છે તેના રિપોર્ટમાં નામના દર્શાવ્‍યા તેમજ સરકારી બાબુઓએ રાજકીય માથાઓના ઈશારે ગામ લોકોને નિશાન બનાવી દબાણ કર્યું છે તેવી નોટીસ આપી આ અંગે આગામી સમયમાં સરકાારી તંત્ર દ્વારા નોટીસો પાછી ખેંચવામાં નહીં આવે તો સરકારી અધિકારીઓ પરમાનહાનીનો કેસ દાખલ કરવામાં આવશે તેવું ભાણાભાઈ ગુજરીયા દ્વારા કહેવામાં આવ્‍યું હતું. 17માં દિવસે આમરણાંત ઉપવાસી મધુભાઈ સાંખટની તબિયત લથડી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈપણ દરકાર લેવામાં આવતી નથી. મધુભાઈ સાંખટે આંદોલન છાવણીમાં જ સારવાર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા એવી વ્‍યવસ્‍થા જ કરવામાં ના આવી ઉપવાસી આમ જ છોડીને ડોકટરની ટીમ ચાલી ગઈ. આમરણાંત ઉપવાસ કરી રહેલા લોકો માટે તંત્ર દ્વારા કોઈ વ્‍યવસ્‍થા જ કરવામાં આવી નથી. દિવસે ગરમી અને રાત્રે મચ્‍છરનો ત્રાસ છે. સરકારી તંત્રમાં માનવતા જેવું કાંઈ રહયું જ ના હોય તેવું લાગી રહયું છે. સાંજે આંદોલનકરી મહિલાઓ દ્વારા થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરી ડે. કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું. તેમજ મુખ્‍યમંત્રી અમરેલી જિલ્‍લામાં પ્રવેશે તે પહેલા આંદોલનકારીઓને ન્‍યાય નહીં મળે તો કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવશે તેવું આંદોલનકારીઓએ કહયું હતું. આંદોલન છાવણીની મુલાકાત લેતા જાફરાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ કરણભાઈ પટેલ, કોળી સમાજના આગેવાન પ્રવિણભઈ બારૈયા, બાબુદાદા ભાલીયા, દેવદાનભાઈ સાંખટ, અશોકભાઈ ભાલીયા, અજયભાઈ શિયાળ, મુકેશભાઈ કામ્‍બડ, કુંડલીયાળાના સરપંચ ગાંગાભાઈ હડીયા સહિતના લોકોબહોળી સંખ્‍યામાં હાજર રહયા હતા.

કુંકાવાવ પંથકમાં ચાલતા જળસિંચનનાં કાર્યોનું નિરીક્ષણ કરતાં પ્રભારી મંત્રી

કુંકાવાવ, તા.11
કુંકાવાવ તાલુકામાં રાજય સરકારના સુજલામ સુફલામ યોજના તળે તળાવ ઉંડા કરવાની કામગીરી તાલુકાના ખજરી, સનાળી, સાથળી, મોટી કુંકાવાવ સહિતના ગામોમાં હાલ તળાવ ઉંડા કરવાની કામગીરી ચાલી રહી છે. તેનું નિરીક્ષણ પ્રભારી મંત્રી ફળદુએ કર્યું હતું અને આ પ્રસંગે જિલ્‍લાના ડીડીઓ,કલેકટર સહિતના અધિકારીને સાથે રાખીને કામગીરીનું નિરીક્ષ્ણ કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. આ પ્રસંગે જિલ્‍લાના ભાજપના આગેવાનોમાં બાવકુભાઈ ઉંઘાડ, હિરેનભાઈ હિરપરા તેમજ તાલુકા સંગઠનના વિનુભાઈ રાદડીયા, બાવાાલાલ મોવલીયા, ગોપાલભાઈ અંટાળા, સુભાષભાઈ ભગત, વિપુલ કુનડીયા, કિશોરભાઈ ગોસાઈ, પ્રકાશ મોવલીયા સહિતના હોદેદારો, આગેવાનો આ પ્રવાસમાં જોડાયા હતા અને મંત્રી સાથે જરૂરી ચર્ચા કરી હતી અને રાજય સરકારની આ પ્રજાલક્ષી યોજનાનો પુરો લાભ લોકોને મળે અને જળ એજ જીવનના સૂત્રને સાર્થક કરવા હાંકલ કરીને તમામ ગામોમાં વ્‍યવસ્‍થિત કામ થાય અને નવા કામ અંગે માહિતી મેળવી હતી. આમ સુજલામ સુફલામ યોજનામાં કુંકાવાવના સોનલ તળાવને ઉંડા કરવાની કામગીરીનો સમાવેશ કરાતા લોકોને પાણીનો વધુ સંગ્રહ થતા શહેરને આ યોજનાનો લાભ મળશે તે માટે ગામના આગેવાનોની રજૂઆત સફળ રહી હતી.

સોમનાથ મંદિરના 68માં સ્‍થાપનાદિન નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાયા

સોમનાથ સ્‍થાપના દિન નિમિતે શ્રી સોમનાથ મહાદેવને વિશેષ શ્રૃંગાર કરવામાં આવેલ હતો. નૃત્‍ય મંડપ ખાતે પૂર્વિબેન શેઠ ગૃપ દ્વારા નૃત્‍યથી નટરાજની આરાધના કરવામાં આવેલ. આ પ્રસંગે ટ્રસ્‍ટી પ્રો. જે.ડી. પરમારની પ્રેરક ઉપસ્‍થિતિ રહી હતી. નૃત્‍યની નૃત્‍ય મંડપમાં ઝાંખી જોઈ જુની યાદો નર્તકી ચોલાદેવીની યાદો તાજી થઈ હતી.


12-05-2018