Main Menu

Friday, May 11th, 2018

 

અમરેલીની ઓકસફર્ડ સ્‍કૂલ ઓફ સાયન્‍સનો વિદ્યાર્થી ધો-1ર (એ-ગ્રડ) પરિક્ષામાં જિલ્‍લામાં સૌ પ્રથમ

સમગ્ર રાજયમાં પાંચમો ક્રમાંક મેળવીને
અમરેલીની ઓકસફર્ડ સ્‍કૂલ ઓફ સાયન્‍સનો વિદ્યાર્થી ધો-1ર (એ-ગ્રડ) પરિક્ષામાં જિલ્‍લામાં સૌ પ્રથમ
ભવ્‍ય ગણાત્રાએ ગુજકેટ  અને જી મેઈનમાં પણ ઉત્ત્યક્રુષ્ઠ દેખાવ કર્યો
અમરેલી, તા. 10
અમરેલી જિલ્‍લામાં ટુંક સમયમાં જ સુરસિઘ્‍ધ થયેલ ઓફસફર્ડ સ્‍કૂલ ઓફ સાયન્‍સનાં વિદ્યાર્થી ભવ્‍ય ગણાત્રાએ ધો.1ર વિજ્ઞાન પ્રવાહ (એ-ગૃપ)માં 99.9પ પી.આર. મેળવીને સમગ્ર જિલ્‍લામાં પ્રથમ સ્‍થાને ગુજરાતમાં પાંચમો ક્રમ મેળવીને સમગ્ર જિલ્‍લા અને સ્‍કૂલનું ગૌરવ વધાર્યુ છે.
તદ્‌ંઉપરાંત, ગુજકેટ અને જી મેઈનમાં પણ જિલ્‍લામાં પ્રથમ ક્રમ મેળવીને ઈતિહાસ રચ્‍યો છે.
ઓકસફર્ડ સ્‍કૂલના 190 પરીક્ષાર્થીઓમાંથી 168 પરીક્ષાર્થીઓ પાસ થયેલ છે. તેમાંથી 3પ વિદ્યાર્થીઓએ 90 પી.આર.થી વધારે પરિણામ મેળવ્‍યું છે.
દામનગરની નવજયોત શૈક્ષણિક સંકુલનાં વિદ્યાર્થીનો ઉત્‍કૃષ્ઠ દેખાવ
97.પ0 પીઆર મેળવી ગૌરવ વધાર્યુ
દામનગર, તા. 10
નવજયોત શૈક્ષણિક સંકુલ – દામનગરમાં અભ્‍યાસ કરતાં લાઠીગરા વૃશાંક અશ્‍વિનભાઈએ ધોરણ 1ર સાયન્‍સની બોર્ડની પરીક્ષામાં 97.પ0 પીઆર મેળવી શાળાનું તથા પોતાના પરિવારનું ગૌરવ વધારેલ છે. તે બદલ નવજયોત શૈક્ષણિક સંકુલે આવું ઉત્તમ પરિણામલાવવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્‍યા છે.

નવા માલકનેસ ગામે રખડું ખુંટીયાએ હડફેટે લેતા વૃઘ્‍ધનું મોત

ખાંભા, તા. 10
ખાંભાનાં નવા માલકનેસ ગામેબપોરે 1 વાગે ઘાસ લઈને ગામની મેઈનબજારમાંથી પસાર થતા દેવાભાઈ માધુભાઈ બારૈયા ઉ.વ. 60 ઉપર રખડુ ખુંટીયાએ અચાનક હુમલો કરી પટકી પાડતા દેવાભાઈનું ઘટનાં સ્‍થળે જ મોત નીપજેલ.

અમરેલી જિલ્‍લાનું ધો. 1ર વિજ્ઞાન પ્રવાહનું 76.44 ટકા પરિણામ : ગત વર્ષ કરતાં ઓછું

અમરેલી, તા. 10
સમગ્ર ગુજરાતમાં માર્ચ-18માં લેવાયેલ ધોરણ 1ર વિજ્ઞાન પ્રવાહનું આજે પરિણામ જાહેર થતાં ગત વર્ષ કરતાં 9 ટકા જેટલું પરિણામ ઓછુ આવતાં વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળતી હતી. જયારે પાસ થઈ જનારા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્‍સાહ જોવા મળતો હતો.
અમરેલી જિલ્‍લામાં કુલ 4 કેન્‍દ્રો ઉપર 14 જેટલી બિલ્‍ડીંગમાં પરીક્ષાઓ યોજાય હતી. જેમાં કુલ નોંધાયેલા વિદ્યાર્થીઓ ર711 હતા. જે પૈકી ર708 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. તે પૈકી ર070 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 638 જેટલા વિદ્યાર્થીઓ ધો.1ર વિજ્ઞાન પ્રવાહમાં નાપાસ થવા પામેલ છે.
કેન્‍દ્ર પ્રમાણે પરિણામ જોઈએ તો અમરેલી કેન્‍દ્રમાં કુલ 1603 પૈકી 160ર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 1ર16 વિદ્યાર્થીઓ પાસથવા પામ્‍યા છે. જયારે 387 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જેથી અમરેલી કેન્‍દ્રનું સરેરાશ પરિણામ 7પ.91 ટકા જેટલું થવા જાય છે.
બગસરા કેન્‍દ્રમાં કુલ નોંધાયેલા 3રપ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી જેમાં ર93 વિદ્યાર્થીઓ પાસ થયા હતા જયારે 3ર વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા જેથી આ કેન્‍દ્રનું પરિણામ 90.1પ ટકા થયેલ છે.
સાવરકુંડલા કેન્‍દ્રમાં પર3 નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી પરર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 344 પાસ થયા હતા જયારે 179 નાપાસ થયા હતા જેથી પરિણામ 6પ.90 ટકા થવા પામેલ છે.
જયારે ચોથા અને અંતીમ કેન્‍દ્ર લાઠી કેન્‍દ્રમાં કુલ ર60 પરીક્ષાર્થીઓ પૈકી રપ9 વિદ્યાર્થીઓએ પરીક્ષાઓ આપી હતી જેમાં ર17 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 43 નાપાસ થતાં આ કેન્‍દ્રનું 83.78 ટકા પરિણામ આવ્‍યું છે.
અમરેલી જિલ્‍લાનું સરેરાશ પરિણામ 76.44 ટકા પરિણામ આવ્‍યું છે. જયારે પરીક્ષા દરમિયાન 6 જેટલાં વિદ્યાર્થીઓ ગેરરીતી સબબ ઝડપાયા હતા.

આગ હી આગ : અમરેલીમાં તાપમાનનો પારો 43.4 ડીગ્રી સુધી પહોંચી ગયો

બપોરનાં સમયે રાજમાર્ગો બન્‍યા સુમસામ
અમરેલી, તા. 10
સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ છે ત્‍યારે આજે અમરેલી ખાતે મહત્તમ તાપમાન 43.4 ડીગ્રી થઈ જતાં લોકો ભારે ગરમીનાં કારણે અકળાયા હતા જેનેલઈ લોકો એ.સી., એરકુલર તથા પંખાના સહારે બળબળતી બપોર વિતાવી હતી જેને લઈ બપોરનાં સમયે શહેરનાં રાજમાર્ગો સુમસામ ભાસી રહૃાાં હતા.
અમરેલી શહેરમાં આજનું  મહત્તમ તાપમાન 43.4 ડીગ્રી, લઘુત્તમ તાપમાન ર6.6 ડીગ્રી, ભેજનું પ્રમાણ પ7 ટકા જયારે પવનની ગતિ પ્રતિ કલાક 8.ર કિ.મી. નોંધાયેલ    હતી.

ખેડૂતોને ચર્તુઃસીમાનો દાખલ મેળવતા ચકકર આવી જાય છે

કાયદાઓ ખેડૂતો માટે છે કે ખેડૂતો કાયદા માટે છે તે સમજાતું નથી
ખેડૂતોને ચર્તુઃસીમાનો દાખલ મેળવતા ચકકર આવી જાય છે
અમરેલી, તા. 10
ખાંભા તાલુકા પંચાયતનાં પ્રમુખ પારૂલબેન બોરીસાગરે મામલતદારને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, ખાંભા તાલુકાનાં ખેડૂત ચર્તુઃસીમાનો દાખલો મેળવવા જાય તો ગ્રામ પંચાયતના તલાટી ઘ્‍વારા રેવન્‍યુ તલાટી પાસેથી દાખલો મેળવવો તેવું જણાવવામાં આવે છે. રેવન્‍યુ તલાટી પાસે જાય તો ગામનાં ત્રણ વ્‍યકિતને સાક્ષી તરીકે લેતા આવો તેવું જણાવવામાં આવે છે. પરિણામે અરજદારે ત્રણ વ્‍યકિત અને પોતે ચાર વ્‍યકિત સાથે ખાંભા આવવું પડે છે. ખાંભાના અંદરનાં ગામડાઓમાં વાહનની સુવિધા ન હોય તેમને લીધે મુશ્‍કેલી થાય છે. ચાર વ્‍યકિતઓ તેના ધંધાએ જઈ શકતા નથી. એક કિસ્‍સામાં તો એવી ફરિયાદ આવેલ છે કે 3 સાક્ષીઓ એક વ્‍યકિતનાં 300 રૂપિયાનાં હિસાબે દાડી આપો તો આવીએ તેવું પણ ખેડૂતોને જણાવવામાં આવે છે. હાલમાં પાક ધિરાણની સીઝન ચાલતી હોયખેડૂતોને ખૂબ જ મુશ્‍કેલી ઉભી થાય છે અને દાખલો આપવા સમયે તલાટી મંત્રી 8 દિવસ રાહ જુએ તેવો પ્રત્‍યુતર આપે છે. તેથી તાત્‍કાલીક ધોરણે ખેડૂતોને પડતી મુશ્‍કેલી દુર કરવી જરૂરી છે અને આમ છતાં પણ કોઈ યોગ્‍ય નિર્ણય નહીં કરવામાં આવે તો ખેડૂત ઘ્‍વારા દિન-7 પછી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
વધુમાં જણાવેલ છે કે, હાલમાં રેવન્‍યુ તલાટી અને ગ્રામ્‍ય તલાટી વચ્‍ચે ખેડૂતો અને અરજદારો હાલાકી ભોગવે છે. તેથી કયાં તલાટીને કઈ કાર્યવાહી કરવી તેનું હોદાની રૂએ કામગીરીની વહેંચણી કરી ખેડૂતો અને અરજદારોના ઘ્‍યાને કામની કાર્યવાહી કરવા કોની પાસે જવું તેની સમજ માટેનું બોર્ડ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં મુકવા અંતમાં માંગ કરેલ છે.

બાબરાનાં ખાનપર ખાતે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં 4 ઝડપાયા

ઈન્‍ચાર્જ એસપીએ કડક પગલા ભરવા જરૂરી
બાબરા, તા. 10
બાબરા શહેર તેમજ તાલુકાનાં ઘણાં ગામડાઓમાં મસમોટા જુગાર ધમધમી રહૃાા છે, તેવા અહેવાલો થોડા દિવસો પહેલાં જ વર્તમાનપત્રોમાં છપાયા હતા. ત્‍યાર બાદ ભાવનગરની આર.આર.સેલ તેમજ અમરેલીની એલ.સી.બી. ટીમોએ જુદી જુદી જગ્‍યાઓ પર રેડ કરી જુગાર ધામો પકડયા હતા. ત્‍યારે બાબરા પોલીસ ઉંઘતી ઝડપાય હતી ત્‍યારે સ્‍થાનિક પોલીસ પર અનેક સવાલો ચર્ચાયા હોવાનુંચર્ચાઈ રહૃાું છે.
બાબરાના કોટડાપીઠા આઉટ ચેક પોસ્‍ટ વિસ્‍તારમાં આવતું ખાનપર ગામમાં ક્રિકેટનાં મોત પર સટ્ટો ચાલતો હોવાની બાતમી જમાદાર ત્રીભોવનદાસ ગોંડલીયા તેમજ જયદેવભાઈ હેરમાને મળતા સ્‍થળ પર પહોંચી ચાર જેટલા સટોડિયાને ઝડપી લીધા હતા.
આ સટ્ટો ખાનપર ગામે રહેતો વશરામ સવજી ધોડકીયાનાં મકાનમાં જશદણ ગામે રહેતાં ખલીલ સાલેમ કથેળી તેમજ શૈલૈષ રાઘવ માલવીયા તેમજ જેરામ શિવરાજ હીરપરા આ તમામને ટીવી , મોબાઈલ, મોટરસાઈકલ તેમજ રોકડ સાથે બાબરા પોલીસે રંગે હાથે ઝડપી લીધા હતા.
અને મુદ્યામાલ અને રોકડ રુપીયા 40,00 નો મુદ્યામાલ કબજે કર્યો હતો અને ચારેય વિરુઘ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. હજુ બાબરા શહેર તેમજ તાલુકાનાં ગામડાઓમાં આવા ક્રિકેટ પરના સટ્ટા તેમજ ગંજીપતાનાં મસમોટા જુગાર ધામો પણ ચાલતા હોવાનું ચર્ચાઈ રહૃાું છે.

રાજુલાનાં કડીયાળી ગામે વિના કારણે  યુવકને પાઈપ વડે માર્યો માર

અમરેલી, તા. 10
રાજુલા તાલુકાનાં     કડીયાળી ગામે રહેતાં દેવદાસભાઈ સામતભાઈ બારૈયા નામનાં 3પ વર્ષિય યુવકને ગઈકાલે બપોરે તે જ ગામે રહેતાં કેશુ સામતભાઈ બારૈયાએ વિના કારણે ગાળો આપતાં હોય, અને ગાળો આપવાની ના પાડતાં આ બન્‍ને ઈસમોએ પાઈપ વડે આડેધડ માર મારી,ઢીકાપાટુનો માર મારી ઈજા કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસમાં નોંધાઈ છે.

વડિયામાં વરલી મટકાનો જુગાર રમતાં પ ઝડપાયા

અમરેલી, તા. 10
વડિયા ગામે રહેતાં દિનેશ શાંતીલાલ પરમાર સહિત પ ઈસમો ગઈકાલે રાત્રે વડિયા ટાઉનમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી રમાડતાં હોય, આ અંગે વડિયા પોલીસને બાતમી મળતાં તમામ પાંચેય આરોપીને રોકડ રકમ રૂા.ર3ર0 તથા મોબાઈલ ફોન-3 કિંમત રૂા.1300 તથા કાર-1 રૂા.પ0 હજાર મળી કુલ રૂા.186રરનાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલીનાં ફતેપુર રોડ ઉપર રહેતી પરિણીતાને દિયરે માર મારતાં ફરિયાદ

અમરેલી, તા. 10
અમરેલીનાં ફતેપુર રોડ ઉપર આવેલ બીજ નિગમનાં ગોડાઉન પાસે રહેતી આશાબેન ભરતભાઈ કુંવારીયા નામની 40 વર્ષિય પરિણીતાનાં દિયર કિરણભાઈએ પ્રેમલગ્ન કરેલ હોય, તે બાબતે તેના સાસરીયાવાળા પક્ષે સમાધાન કરી લેવાનું કહેતાં તેમનાં દિયર કિરણભાઈએ ઉશ્‍કેરાઈ જઈ લાકડાનાં ધોકા વડે આડેધડ માર મારી ઈજા કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

હાથીગઢ ચોકડી નજીકથી આરઆર સેલે વિદેશી દારૂનો જથ્‍થો ઝડપી લીધો

લીલીયા, તા.10
લીલીયા તાલુકાના કુતાણા ગામના અજિત જીલુભાઈ વીંછીયા રહે. કુતાણા વાળાને હાથીગઢ ચોકડી પાસેથી કુલ 11 બોટલ તથા વાહન સહિત રૂા. ર8,300ના પ્રોહી મુદામાલ સાથે ઝડપી લઈ લીલીયા પોલીસ સ્‍ટેશનમાં એ.એસ.આઈ. વી.ડી. ગોહિલ દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે.

લીલીયા પંથકમાં ઉઘાડપગા ડોકટરોનો રાફડો ફાટયો : તપાસની માંગ

આયુર્વેદિક, હોમીયોપેથીક ડોકટરો સહિત ઉઘાડપગા ડોકટરો કરી રહૃાા છે દર્દીઓની એલોપેથી સારવાર
લીલીયા,તા.10
લીલીયા શહેર સહિત સમગ્ર પંથકમાં ઉઘાડપગા ડોકટરોનો રાફડો ફાટી નીકળ્‍યો છે. જેના કારણે દર્દીઓ શારીરિક અને આર્થિક રીતે મુશ્‍કેલીમાં મુકાયા છે. જિલ્‍લા આરોગ્‍ય વિભાગ આવા લોકોને કોઈ કારણોસર મદદ કરી રહયું છે. તેવા સમયે ઉચ્‍ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તો શહેર સહિત ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી મોટી સંખ્‍યામાં હોમીયોપેથી અને આયુર્વેદિક ડિગ્રી ધરાવતા ડોકટરો ખુલ્‍લેઆમ એલોપેથીક સારવાર આપી દર્દીઓને લૂંટી રહયા છે. જયારે ગ્રામ્‍ય વિસ્‍તારમાં કોઈ પણ પ્રકારની ડોકટરી ડિગ્રી ન ધરાવતા ડોકટરો બની લોકોને સારવાર આપી રહયા છે. જેથી દર્દીઓ શારીરિક અને આર્થિક રીતે મુશ્‍કેલી અનુભવી રહયા છે. આ અંગે ઉચ્‍ચ કક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવે તો આરોગ્‍ય ક્ષેત્રમાં ચાલતી અનેક પ્રકારની ગેરરીતિ બહાર આવે તેવું લોકોમાં ચર્ચાઈ રહયું છે.

મુખ્‍યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે જરખીયા ખાતે જળસિંચનની કામગીરીનો કરાવશે પ્રારંભ

રાજયની ભાજપ સરકારે જળસિંચનની કામગીરી શરૂ કરી હોય
અમરેલી જિલ્‍લાનાં વતનપ્રેમીઓ જળસિંચનની કામગીરીમાં મદદે આવે
મુખ્‍યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે જરખીયા ખાતે જળસિંચનની કામગીરીનો કરાવશે પ્રારંભ
અમરેલી,તા. 10
ગુજરાત રાજયમાં લોકપ્રિય ભાજપ સરકારના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્‍વ હેઠળ હાલ રાજયમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત હાલ રાજય વ્‍યાપી ચેકડેમ અને તળાવો ઉંડા ઉતારવા લોકભાગીદારીથી પ્રયત્‍નો થઈ રહયા છે. દાતાઓ, ભામાશાઓના આર્થિક સહયોગથી આખુ અભિયાન રતન સમા ઔદ્યોગીક રત્‍નો, ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ પોતાના વતનમાં ચેકડેમ, તળાવો ઉંડા ઉતારવા આર્થિક સહયોગ કરી રહયા છે. જે અભૂતપૂર્વ અને ઐતિહાસીક ઘટના છે. આ કાર્યમાં જોડાયેલા તમામ દાતાઓને વતનની વહારે આવવા બદલ અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ આવકારી અભિનંદન પાઠવ્‍યા છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લામાં રાજયનાં મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીની અઘ્‍યક્ષતામાં તા.1રમી મે ને શનિવારના રોજ લાઠી તાલુકાનાં જરખીયા ગામે સવારે 10 કલાકે પ્રારંભ કરાવશે. આ તકે જિલ્‍લાના આગેવાનો, ઉદ્યોગપતિઓ અને સંગઠનનાં પદાધિકારીઓ, મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે. સુજલામ સુફલામ જળ અભિયાન એ ખેતી, ખેડુત અને જનતા જર્નાદન માટે આર્શિવાદ રૂપ યોજના છે. એના થકી પાણી સંગ્રહ જળાશયોમાં વધશે પરીણામે પીવાના પાણીની સમસ્‍યા હલ થશે અને ખેતી માટે પાણી ઉપલબ્‍ધ થશે. અમરેલી જિલ્‍લાનાં વતનીઓ અને ભામાશાઓ પોતાના ગામ-શહેરમાં આવેલાતળાવો / ચેકડેમ ઉંડા ઉતારવા લોક ફાળો આપીને વતનનું ઋણ અદા કરવા અને જિલ્‍લાના ઉજજવળ ભવિષ્‍યના સહયોગી બનવા જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ અપીલ કરી છે.

અમરેલીનાં ભરચક્ક વિસ્‍તારમાં યુવતિની છેડતી કરી મોબાઈલ ફોન આંચકી લીધો

યુવતિની માતાને પણ ગાળો આપી
અમરેલી, તા. 10
અમરેલીનાં કેરીયા રોડ ઉપર આવેલ એક હોસ્‍ટેલમાં રહેતીઅને મુળ રાજુલાની વતની પ્રિયંકાબેન અશોકભાઈ બાંભણીયા નામની યુવતિ ગઈકાલે સાંજે તેણીની બહેનપણી સાથે અમરેલીમાં માર્કેટયાર્ડ રોડ ઉપરથી પસાર થતી હતી ત્‍યારે અમરેલીમાં રહેતાં યુવરાજ ઉર્ફે શીવકુ નામનાં ઈસમે તેણીની તથા તેણીની બહેનપણીની મજાક મશ્‍કરી કરવાં લાગ્‍યો હતો. જેથી તેમને ના પાડતાં આ ઈસમે છેડતી તો થશે જ તેમ કહી મોબાઈલ ફોનનાં નંબર માંગતાં અને નહી આપતાં તેણીનાં હાથમાંથી મોબાઈલ ફોન આંચકી અને પછી પરત આપી દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને તેણીનાં માતાને પણ ફોન કરી ગાળો આપ્‍યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાઈ છે.

કડીયાળી ગામ પાસે આવેલ પ્‍લાન્‍ટમાં પ શખ્‍સોએ તોડફોડ કરીલૂંટ ચલાવી

રોડનું કામ નહી આપતાં તેમના મનદુઃખે બન્‍યો બનાવ
અમરેલી, તા. 10
મુળ ભાવનગરનાં વતની અને હાલ કડીયાળી ગામે રહેતાં સલીમભાઈ ઉસ્‍માનભાઈ બેલીમ નામનાં રપ વર્ષિય યુવક કડીયાળી ગામ પાસે આવેલ પ્‍લાન્‍ટમાં હતા ત્‍યારે રાજુલા ગામે રહેતાં છત્રપાલસિંહ  વાળા આ યુવકનાં શેઠ પાસે કામ બાબતે 4 થી પ વખત આવ્‍યા હતા પરંતુ રોડનું કામ નહી આપતાં ગઈ કાલે વહેલી સવારે આ છત્રપાલસિંહ વાળા, ભીખુભાઈ આહીરનાં ડ્રાયવર તથા 3 અજાણ્‍યા ઈસમોએ આ યુવકનાં પ્‍લાન્‍ટમાં આવી યુવકને ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપી, પ્‍લાન્‍ટમાં પડેલ વાહનોમાં તોડફોડ કરી હતી અને કારમાં પડેલ આ યુવકનાં પાકીટમાંથી રૂા.1પ00ની લૂંટ ચલાવ્‍યાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસમાં નોંધાઈ છે.

બાબરા-લાઠી પંથકમાં મગફળીનાં વીમાનાં રૂપિયા 46 કરોડ મંજુર

અગાઉ કપાસનાં પાકવીમા માટે 90 કરોડ મંજુર થયા બાદ
બાબરા-લાઠી પંથકમાં મગફળીનાં વીમાનાં રૂપિયા 46 કરોડ મંજુર
જોગાનુજોગ ઉંઘાડનાં જન્‍મદિવસે જ રાજય સરકારે મગફળીનાં વીમાની જાહેરાત કરી
અમરેલી, તા. 10
તાજેતરમાં ર016ના કપાસના પાકવીમા પેટે બાબરા તાલુકામાં પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડના પ્રયાસોથી ખેડૂતોને રૂપિયા 90 કરોડ જેવી માતબર રકમ મળ્‍યા બાદ ખેડૂતોને બીજો સુખદ અનુભવ થયો છે.ખેડૂતોને વધારે 46 કરોડ રૂપિયા મગફળી પાકવીમા પેટે મળતા બાબરા તાલુકામાં હરખની હેલી ચડી છે. સાથે-સાથે પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ ઘ્‍વારા તેમના કાર્યકાળ દરમિયાન ખેડૂતો માટે કેવી ચિંતા કરતા હતા તેની પણ લોકોને જાણ થઈ છે.
બાબરા તાલુકામાં ર016ના મગફળીના પાકમાં પપ ટકા પ્રમાણે રૂપિયા 46 કરોડ જેવી રકમ આજે જાહેર થઈ હતી. જોગાનુજોગ બાવકુભાઈ ઉંઘાડનો આજે જન્‍મદિવસ હોય આ દિવસે જ પાકવીમાની જાહેરાત થતાં લોકોમાં બમણી ખુશી છવાય છે અને જન્‍મદિવસે બાવકુભાઈ ઘ્‍વારા લોકોને તેમના તરફથી ભેટ અપાઈ હોય તેવો માહોલ બાબરા તાલુકામાં સર્જાવા પામ્‍યો છે.
બાબરા તાલુકામાં પહેલા 90 કરોડ અને હવે 46 કરોડ જેવી રકમ ખેડૂતો માટે બાવકુભાઈ ઉંઘાડે મંજુર કરાવતા બજારમાં પણ તેની અસર દેખાશે. ખેડૂતો માટે અને યુવાનો માટે તથા પોતાના મત વિસ્‍તારના દરેક લોકો માટે બાવકુભાઈ ઉંઘાડ ઘ્‍વારા તેમના કાર્યકાળ દરમિયાન સતત લોકોની વચ્‍ચે રહી અને કામ કરવાની તેમની પઘ્‍ધતિ આજે તે ધારાસભ્‍ય નથી તેમ છતાં એ જ રહી છે. તેમણે તેમના સમય દરમિયાન કરેલા કાર્ય સફળ હવે લોકોને મળી રહૃાા છે. ત્‍યારે અમરેલી પંથકની અંદર પણ બાબરા અને લાઠીના સમાચાર મળતા દુઃખની લાગણી પણ ફેલાઈ છે કે આપણા વિસ્‍તારની અંદર આવા પ્રતિનિધિઆપણને મળ્‍યા નથી તેવું ખેડૂતો કહી રહૃાા છે.

ભામાશા ગોપાલશેઠનાં ‘‘રાધેફાર્મ”માં પ્રભારીમંત્રી આર.સી. ફળદુનું આગમન

બાબરા પંથકમાં ચાલતા જળસિંચન કામોની સમીક્ષા કરવા તેમજ મુખ્‍યમંત્રી વિજય રૂપાણી શનિવારે જરખીયા ગામે પધારી રહૃાા હોય તેની તૈયારી રૂપે જિલ્‍લાનાં પ્રભરી મંત્રી અને રાજયનાં કૃષિમંત્રી આર.સી. ફળદુએ તેમના અંગત મિત્ર, ભાજપ અગ્રણી અને ભામાશા ગોપાલ શેઠનાં ચમારડી ખાતે આવેલ રાધે ફાર્મની મુલાકાત લીધી હતી. અને સમગ્ર પંથકનાં આગેવાનો સાથે ભોજન લઈ વિવિધ ચર્ચાઓ ખુલ્‍લા મને કરી હતી. તેઓની સાથે જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા પણ જોડાયા હતા.  આ તકે મનસુખભાઈ વામજા, નિતીનભાઈ રાઠોડ, મગનભાઈ કાનાણી, ભુપેન્‍દ્રભાઈ બસીયા, રાજેશભાઈ વિરોજા, કનુભાઈ દહીથરા, દેહુલરભાઈ રાનાણી, બટુકભાઈ શીયાણી, હિંમતભાઈ દેત્રોજા, વિનુભાઈ વિસનગરા, મગનભાઈ જોગાણી, લાલજીભાઈ વસ્‍તરપરા, પ્રાગજીભાઈ વસ્‍તરપરા, જીવનભાઈ પીઠડીયા, અશ્‍વિનભાઈ ઓડીયા, ગુણવંતભાઈ જાવીયા, વનરાજભાઈ વાળા, જીવરાજભાઈ લાદર, જયસુખભાઈ વાંડળીયા, અશોકભાઈ અસલાલીયા, કાળુભાઈ પોકળ, મહેશભાઈ વાવડી, દામજીભાઈ ગરણી, વગનભાઈ કલકાણી, ભરતભાઈ પાડા, કનુભાઈ બસીયા, જયરાજભાઈ વાળા, ભરતભાઈ સુતરીયા, ભુપતભાઈ ખીમાણી, તળશીભાઈ મકતરપરા, પ્રવિણભાઈ બરવાળીયા, જયસુખભાઈ તથા પ્રાંત અધિકારી બોરાણા,મામલતદાર ખીમાણી, પીએસઆઈ પરાડીયા, ખેતીવાડી બાગાયત વિભાગનાં અધિકારી વિઠ્ઠલભાઈ વાસાણી, પરેશભાઈ રાઠોડ, દિપકભાઈ કાવઠીયા, લાલજીભાઈ મોહનભાઈ વસ્‍તરપરા, જાદવભાઈ નવાણીયાવાળ વિગેરે આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા.

અમરેલીનાં હંગામી એસ.ટી. ડેપોમાં અંધાધૂંધીનો માહોલ

મુસાફર વર્ગ માટે બેસવાની, પાણી કે પંખાની વ્‍યવસ્‍થાનાં અભાવે
અમરેલીનાં હંગામી એસ.ટી. ડેપોમાં અંધાધૂંધીનો માહોલ
એસ.ટી.નાં ઉચ્‍ચ અધિકારીઓ વાતાનુકુલિન કચેરીમાંથી બહાર નીકળવાનું નામ લેતા નથી
પૂછપરછનો ફોન સતત એગેન્‍જ અથવા તો બંધ હાલતમાં જોવા મળે છે
અમરેલી, તા.10
અમરેલીમાં બનાવવામાં આવેલ હંગામી બસ સ્‍ટેન્‍ડનો ઉપયોગ એસ.ટી. બસ કે મુસાફરોને બદલે ખાનગી વાહનો વધારે કરી રહયા હોય તેટલી હદે અંધાધૂંધીનો માહોલ ઉભો થયો છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે જિલ્‍લા કક્ષાના અમરેલી શહેરના એસ.ટી. ડેપોમાં મેનેજરની જગ્‍યા ખાલી છે. રાત્રીની બસો બારોબાર ચાલી જાય છે. મુસાફરો માટે બેસવાની, પીવાના પાણીની કે પંખાની કોઈ વ્‍યવસ્‍થા જોવા મળતી નથી.
તદ્‌ઉપરાંત, પૂછપરછ વિભાગમાં લાયક કર્મચારીને બદલે ડ્રાઈવરને ફરજ સોંપવામાં આવે છે તેને બસના સમયની કોઈ ખબર હોતી નથી. તેમજ સમયપત્રક જાણવા માટેનો ફોન સતત એન્‍ગેજ કે બંધ હાલતમાં જોવા મળી રહયો છે.
તદ્‌ઉપરાંત, જયાં સટાફ કર્મીઓને રાત્રી રોકાણ કરવાનું હોય છે તે રૂમ બિનજરૂરી સામાનથી ભરેલો હોય છે. એસ.ટી.ના ઉચ્‍ચ અધિકારીઓ વાતાનુકુલિન  કચેરીમાંથી બહાર આવવાની તકલીફ લેતા નથી.
સૌથી વધુ આશ્ચર્યની બાબત એ છે કે બસસ્‍ટેન્‍ડનો ઉપયોગ ખાનગીવાહનો દ્વારા હોસ્‍પિટલમાં આવન-જાવન માટે કરવામાં આવી રહયો છે અને યુનિયન આગેવાનો જ અધિકારી બનીને એસ.ટી.નું સંચાલન કરી રહયા હોય મુસાફર વર્ગમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.

ચમારડીમાં કાળમીંઢ પથ્‍થર તોડીને જળસિંચનની કામગીરી કરતાં ગોપાલ શેઠ

સમગ્ર રાજયમાં ભાજપ સરકાર દ્વારા પુરજોશમાં જળસિંચનની કામગીરી થઈ રહી છે. રાજયમાં ગામડે-ગામડે નદીઓ અને તળાવોને ઉંડા ઉતારવાનો ભગીરથ પ્રયાસ થઈ રહયો છે. તેવા જ સમયે ચમારડીમાં પણ ઠેબી નદીને ઉંડી ઉતારવા માટે ભામાશા ગોપાલ શેઠનાં નેતૃત્‍વમાં ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. અને કાળમીંઢ પથ્‍થરને તોડવા માટે બ્‍લાસ્‍ટીક પણ કરવામાં આવી રહયું છે. ગોપાલ શેઠ ચમારડી પંથકની પાણીની સમસ્‍યા દૂર કરવા માટે દિવસ-રાત એક કરી રહયા છે.

પીપાવાવધામનાં આંદોલનકારીઓ કાળાવાવટા ફરકાવી સીએમનો વિરોધ કરશે

રાજુલાનાં પ્રાંત અધિકારીને પત્ર પાઠવીને જાણ પણ કરી દીધી
પીપાવાવધામનાં આંદોલનકારીઓ કાળાવાવટા ફરકાવી સીએમનો વિરોધ કરશે
રાજુલા, તા. 10
રાજુલાનાં દરિયાકાંઠે થયેલ જમીન દબાણ દુર કરવાની માંગ સાથે પીપાવાવધામનાં સરપંચ સહિત 300થી વધુ ગામજનો 1પ દિવસથી પ્રાંત કચેરી સામે આંદોલન કરી રહૃાા છે. અને પાંચ વ્‍યકિતઓ ચાર દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહૃાા છે.
આજે આંદોલનકારીઓએ પ્રાંત અધિકારીને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, જીએચસીએલ કંપનીની લીઝ સન ર011થી પૂર્ણ થયેલ છે. આ કંપનીનાં કારણે ગ્રામજનોને પોતાનાં બાળકો સહીત પ્રતિ વર્ષ આઠ મહીના સુધી મીઠાનાં કામ માટે દહેજ સુધી રોજી-રોટી માટે જવુ પડે છે. આ કારણે બાળકોનું શિક્ષણ બગડતા તેઓનું ભવિષ્‍ય રોળાઈ છે. લીઝ પૂર્ણ થવા છતાં જીએચસીએલ કંપનીમાં આઠ વર્ષથી બેરોકટોક મીઠુ પકાવવાનું કામ ચાલુ છે. તેમજ અન્‍ય ભૂમાફિયાઓનેમીઠા ઉદ્યોગ માટે ફાળવેલ જમીનોની સન-ર016 માં લીઝ પૂર્ણ થવા પછી પણ હેતુફેર કરવા અને અન્‍ય પડતર જમીનો પર પણ ગેરકાયદેસર કબ્‍જો જમાવી ઝીંગાફાર્મ કરેલ છે. ગામનાં સરપંચને ગામની સર્વે નંબર વાળી જમીનો પર પગ મુકતા અટકાવવા તંત્રની વગનો ઉપયોગ કરી ગ્રામજનોને હડધુત કરવામાં આવે છે.
વધુમાં જણાવે છે કે ગામનાં સરપંચ ગામનાં સર્વે નંબરની ક્ષારયુકત ખરાબાની જમીનો પરનો ગેરકાયદેસર કબ્‍જો દૂર કરાવી ખરાબાની જમીનો ગામનાં ગરીબ જરૂરીયાતમંદ લોકોનેફાળવી ગામમાં જ રોજી-રોટી મળી રહે તેમ કરવા, જીએચસીએલ કંપની અને ભુમાફીયાઓ પાસેથી ગામની જમીન મુકત કરવા તા.રપ/04/ર018 થી ગ્રામજનો સાથે ઉપવાસ કરી રહેલ હોઈ, અનેક રજૂઆતો કરવા છતા તંત્ર ગ્રામજનોને ન્‍યાય આપવામાં નિષ્‍ક્રીય રહેલ હોઈ અમો ગ્રામજનોના સમર્થનમાં સરકારનો વિરોધ કરવા માટે તા.1ર/0પ/ર018 અને શનિવારના રોજ લાઠી તાલુકાનાં જરખીયા ગામે જળસંચયના કાર્યક્રમમાં ગુજરાત રાજયનાં મુખ્‍યમંત્રી આવી રહૃાા છે, ગ્રામજનોનો અવાજ તેમનાં સુધી પહોંચાડવા અને સરકાર સામે વિરોધ નોંધાવવા કાળા વાવટા ફરકાવી બંધારણીય જોગવાઈ મુજબનો વિરોધ નોંધાવવાઆવીશું તેમ અંતમાં જણાવેલ છે.

એપીએમ ટર્મિનલ્‍સ પીપાવાવ ખાતે સમય અને નાણાંની બચતની સાથે સલામતીમાં વધારો કરાયો

ડિજિટાઈઝેશનને કારણે
એપીએમ ટર્મિનલ્‍સ પીપાવાવ ખાતે સમય અને નાણાંની બચતની સાથે સલામતીમાં વધારો કરાયો
પિપાવાવ, તા. 10
એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવના ગેટ પર દરરોજ પ00થી વધુ ટ્રકો પસાર થતી હોવાથી કાર્યક્ષમતામાં નાનકડો વધારો કરવાથી પણ પ્રતિ દિન 100 કલાકની બચત થાય છે. ટર્મિનલના લેટેસ્‍ટ ડિજિટલ સોલ્‍યુશનને કારણે પર્યાવરણ, નાણાંની બચત થવાની સાથે સાથે સલામતીમાં પણ વધારો થાય છે.
એપીએમ ટર્મિનલ્‍સ, પિપાવાવે પ્રત્‍યેક ઇમ્‍પોર્ટ/એક્‍સપોર્ટ કન્‍ટેનર માટે જરૂરી ફોર્મ 13નું ઓનલાઇન વર્ઝન (ટર્મિનલ્‍સ દ્વારા ઇશ્‍યુ કરાતી ગેટ-ઇન પરમિટ્‍સ) વિક્‍સાવ્‍યું છે. ભ્‍ઢ):ચ્‍? ક્ષ્ઘ તરીકે ઓળખાતા આ ફોર્મને કારણે 30  લાખ કિલોમીટર રોડ ટ્રિપ્‍સની બચત થશે અને આ ટ્રકોને કારણે થનારા પ્રદૂષણને પણ અટકાવી શકાશે.
ગ્રાહકોને આનાથી સમયની અને ઇંધણ ખર્ચની બચત થશે. આમાંના ઘણાં બધાં કિલોમીટર કુરિયર દ્વારા મોટરબાઇક પર કવર થતાં હોવાથી જીવલેણ રોડ ટ્રાફિક અકસ્‍માતોનું જોખમ પણ મોટા પાયે ઘટશે. નવી પેપરલેસ સિસ્‍ટમે પ્રતિ વર્ષ નકામા કાગળની લાખો શીટ્‍સ બચાવશે અનેપ્રોસેસિંગમાં ઝડપ આવશે.
અગાઉ એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવ ખાતે શિપિંગ લાઇન્‍સ પ્રત્‍યેક ઇમ્‍પોર્ટ/એક્‍સપોર્ટ કન્‍ટેનર માટે ભરેલું ફોર્મ 13 જારી કરવા અનેક ડોક્‍યુમેન્‍ટ્‍સ એકત્ર કરતા હતા. ટ્રકો પ્રી-ગેટ વેઇટિંગ એરિયા પર આવતી હતી અને કન્‍ટેનરને અંદર લઇ જતા પહેલાં તેમણે ફોર્મ 13 મેળવવા માટે દસ્‍તાવેજો સુપ્રત કરવા પડતા હતા. એ પછી કસ્‍ટમ્‍સ હાઉસ એજન્‍ટ એ દસ્‍તાવેજોને સુપ્રત કરવા માટે 14 કિલોમીટરની રાઉન્‍ડ ટ્રીપ મારીને શિપિંગ લાઇન્‍સની ઓફિસે જતા અને મેન્‍યુઅલ ફોર્મ 13 મેળવવા રાહ જોતો. ટ્રકરને ફોર્મ 13મળે પછી પ્રી ગેટ ક્‍લર્ક દ્વારા ટર્મિનલ ઓપરેટિંગ સિસ્‍ટમમાં ડિટેલ ભરવામાં આવતી હતી. એ પછી જ ટ્રકને ટર્મિનલમાં પ્રવેશ આપવામાં આવતો હતો.
ઇન્‍ટરકનેક્‍ટેડ સિસ્‍ટમ્‍સ : નવી સ્‍થિતિમાં કસ્‍ટમ્‍સ હાઉસ એજન્‍ટ પોતાની ઓફિસમાંથી ભ્‍ઢ):ચ્‍? ક્ષ્ઘ પ્‍લેટફોર્મ પર જરૂરી દસ્‍તાવેજો ડિજિટલી અપલોડ કરી દે છે. શિપિંગ લાઇન એપ્રુવ્‍ડ સ્‍ક્રીન દ્વારા અપલોડેડ દસ્‍તાવેજોની ચકાસણી કરે છે અને તેને ડિજિટલી માન્‍યતા આપે છે. આનાથી એપ્રુવલ ટ્રાન્‍ઝેક્‍શન નંબર નીકળે છે અને ટર્મિનલ ઓપરેટિંગ સિસ્‍ટમને જરૂરી માહિતીથી અપડેટ કરવામાં આવે છે. કસ્‍ટમ્‍સ હાઉસ એજન્‍ટ ટેક્‍સ્‍ટ મેસેજ દ્વારા એપ્રુવલ ટ્રાન્‍ઝેક્‍શન નંબર મોકલે છે અને આમ, ટ્રક ગેટમાંથી નીકળી શકે છે.
સરળઅમલીકરણ : નવી સિસ્‍ટમ માટેના ડેવલપમેન્‍ટ પાર્ટનરની પસંદગી સમાન પ્‍લેટફોર્મ વિક્‍સાવવાના તેમના અગાઉના અનુભવના આધારે કાળજીપૂર્વક પસંદ કરાયા હતા. નવી વ્‍યવસ્‍થામાં સરળતાથી જઇ શકાય તે માટે આ કાળજી રાખવામાં આવે છે. આ પરિવર્તનથી અસર પામનારા તમામ લોકો સમગ્ર પ્રક્રિયા અને તેની અસરો સંપૂર્ણ રીતે સમજી શકે તે માટે રેઇનિંગ સેશન્‍સ પણ ચોજવામાં આવી હતી. આ ટ્રેઇનિંગ સેશન્‍સ દ્વારા ટર્મિનલે ગ્રાહક સાથેનો સંબંધ પણ મજબૂત કર્યો છે.

અવસાન નોંધ

અવસાન નોંધ
બગસરા : બગસરા મુકામે જેનુદીભાઈ બદરૂદીનભાઈ કપાસી બાબરાવાળા (ઉ.વ.6ર) તે યાસ્‍મીનબેન બદરૂદીન બરવાળા વાળાના શૌહર, તે ફાતેમાબેન અલીઅસગરભાઈ રાજકોટ, ખતીજાબેન અબ્‍બાસભાઈ ભાવનગર, જૈનબના બાવાજી તથા મર્હુમ સલમાનજીભાઈ બદરૂદીન, અલીભાઈ દામનગર તથા હકીમુદીનભાઈના નાના ભાઈ તથા ફખરૂદીન એસ. કપાસી, તાહેર એચ. કપાસીના કાકા તા.10/પને ગુરૂવારના રોજ ખુદાતઆલાની રહેમતમાં પહોંચ્‍યા છે. તેમની જીયારત તથા ચહેલુમના સિપારા તા.1ર/પને શનિવારના રોજ સવારે 11 કલાકે વજીહી મસ્‍જિદ, બગસરા મુકામે રાખેલ છે.
રાજુલા : ઉચૈયા નિવાસી હાલ રાજુલા સ્‍વ. નરભેરામભાઈ બાવભાઈ રાજયગોરના પુત્ર મનસુખભાઈ (ઉ.વ.74)નું તા.7/પને સોમવારના રોજ કૈલાસ વાસ થયેલ છે. તે રમેશભાઈ તથાનાનાલાલભાઈ મુંબઈ તથા સ્‍વ. ધનલક્ષ્મીબેન અમૃતલાલ રઘાણી રાજુલા, ગં.સ્‍વ. વિમળાબેન શાંતિલાલ ભટ્ટ ભાવનગરના ભાઈ તથા દિપાબેન સુરેશકુમાર જોષી ખાંભાના પિતાજી તથા રાણપરડા વાળા જીવનલાલ જાદવજી રાજગોરના બનેવી થાય તેમની સંયુકત સાદડી રાજુલા મુકામે તા.1ર/પને શનિવારના રોજ 4 થી 6 સિમ્‍બર સમવાય ઔદિચ્‍ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, બ્રાહ્મણ સોસાયટી, ભેરાઈ રોડ ખાતે રાખેલ છે. (તેમની ધાર્મિક વિધિ ધાર્મિક સ્‍થળે રાખેલ છે.)

અમરેલી ગાયત્રી શકિતપીઠ ખાતે સર્વરોગ નિદાન કેમ્‍પ યોજાયો

શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્‍પિટલ અમરેલી દ્વારા શ્રી ગાયત્રી શકિતપીઠ, અમરેલી ખાતે તા.9/પને બુધવારના રોજ સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ. કેમ્‍પનું દીપ પ્રાગટય શ્રી ગાયત્રી શકિતપીઠ પરિવાર ટ્રસ્‍ટના મેનેજિંગ ટ્રસ્‍ટી બાબુભાઈ વી. રાજયગુરૂ, જે.વી. આચાર્ય, મંદિરના મહંત ચંદ્રેશભાઈ એલ. જોષી અને મેડિકલ કોલેજના તમામ તબીબી નિષ્‍ણાંતો દ્વારા કરવામાં આવ્‍યુંહતું. કેમ્‍પમાં હૃદયરોગ, ડાયાબીટીસ, કાન- નાક-ગળાના રોગ, પગ અને કમરના દુઃખાવા વિગેરે રોગોના 100 જેટલા દર્દીઓને સારવાર પુરી પાડવામાં આવેલ. આ ઉપરાંત જરૂરિયાત મંદના એકસ-રે, કાર્ડિયોગ્રામ, ઈ.સી.જી., લેબોરેટરી વિગેરે તપાસ કરવામાં આવેલ અને તમામને વિનામૂલ્‍યે દવાઓ આપવામાં આવેલ. આ કેમ્‍પમાં ફિઝીશ્‍યન ડો. જી.જે. ગજેરા, જનરલ સર્જન ડો. આર.સી. બઢીયા, ઈ.એન.ટી. સર્જન ડો. કૃતિકાબેન શાહ, ડો. કે.બી. દેશાણી અને મેડિકલ કોલેજની ટીમે સેવાઓ આપેલ. સિવિલ હોસ્‍પિટલ અમરેલી ખાતે લોક ભાગીદારીથી નવી મેડિકલ કોલેજની સ્‍થાપના માટે સંસ્‍થા દ્વારા હોસ્‍પિટલમાં સુધારા-વધારા સાથે નવીનીકરણની કામગીરી કરવામાં આવી રહેલ છે. જેથી આવનારા દિવસોમાં સિવિલ હોસ્‍પિટલ અમરેલી ખાતે ઉપલબ્‍ધ થનાર નવી સુવિધાઓ વિશે લોકોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ અને લોકોને સિવિલ હોસ્‍પિટલ અમરેલી ખાતે સારવાર લેવા અનુરોધ કરવામાં આવેલ. કેમ્‍પમાં ગાયત્રી શકિતપીઠના આગેવાન ગોવિંદભાઈ ગોંડલીયા, સવજીભાઈ આર. પટેલ, જનકરાય જે. ઠાકર, ઉમેશભાઈ એસ. પાઠક, ભીખાભાઈ એમ. ઠકરાર, ચંદ્રકાંતભાઈ આર. પંડયા, રશ્‍મિનભાઈ વ્‍યાસ, બીપીનભાઈ સી. ભરાડ ઉપસ્‍થિત રહેલ. આ કેમ્‍પની સંપૂર્ણ વ્‍યવસ્‍થા ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ, શ્રી ગાયત્રી શકિતપીઠ દ્વારાકરવામાં આવેલ.

11-05-2018