Main Menu

Thursday, May 10th, 2018

 

બુરે દિન : અમરેલી શહેરમાં પાલિકા ર્ેારા વિતરણ થતું પીવાનું પાણી આરોગ્‍ય માટે અતિ હાનીકારક

શહેરની દોઢ લાખની જનતાનું આરોગ્‍ય જોખમમાં મુકાયું
બુરે દિન : અમરેલી શહેરમાં પાલિકા ર્ેારા વિતરણ થતું પીવાનું પાણી આરોગ્‍ય માટે અતિ હાનીકારક
મતની ભીખ માંગનારા આગેવાનોને કોઈ જ ચિંતા નથી
અમરેલી, તા. 9
અમરેલી શહેર પાલીકા ર્ેારા છેલ્‍લાં કેટલાંક સમયથી 4-પ દિવસે પીવાનું પાણી વિતરણ થાય છે. આ પાણી એટલું ગંદુ હોય છે કે શહેરીજનો પીએ તો બીમાર પડી જાય છે. હાલ અમરેલી શહેરમાં આવા ગંદાપાણીનાં કારણે પેટમાં દુઃખવાની બીમારીનાં દર્દીઓ વધુ પ્રમાણમાં જોવા મળી રહૃાાં છે ત્‍યારે જિલ્‍લા કલેકટર ર્ેારા અમરેલી શહેરમાં પાલીકા ર્ેારા વિતરણ કરવામાં આવતાં પાણી અંગે તપાસનાં આદેશ આપે તે જરૂરી બન્‍યું છે. અને પાલીકા ર્ેારા જો ફીલ્‍ટર કરેલ પાણી વિતરણ નહીં થાય તો કાળઝાળ ગરમીમાં વધુ લોકો બીમારીનો શિકાર બની શકે તેમ છે.
અમરેલી શહેરની આશરે દોઢેક લાખથી વધુની વસ્‍તી છે. અમરેલી પાલીકા ર્ેારા શહેરમાં પીવાનું પાણી હાલમાં જે વિતરણ થાય છે તે આરોગ્‍ય માટે ખુબ જ હાનિકારક છે. વિતરણ થતું પાણી એકદમ ભાંભરૂ અને    ડહોળું હોય છે. જો કોઈ આ પાણી પીએ તો ચોક્કસ બીમાર પડી જાય તેમ છે.
આ અંગે શહેરીજનો ર્ેારા નગરપાલીકાનાં મુખ્‍ય અધિકારી અને શાસકોને રજૂઆત કરવામાં આવેલ છે. છતાં અમરેલી પાલીકા ર્ેારા વિતરણ થતાં આ ડહોળા પાણીનો પ્રશ્‍ન હલ થતો ન હોય, જિલ્‍લા વહિવટી તંત્ર તથા આરોગ્‍ય વિભાગે શહેરમાં વિતરણ થતાં ગંદા પાણીને અટકાવી ચોખ્‍ખું પાણી વિતરણ થાય તે માટે જરૂરી કાર્યવાહી અને આદેશ કરવા માંગ ઉઠી છે. નહીં તો આગામી દિવસોમાં શહેરમાં ભયંકર રોગચાળો ફાટી નિકળશે તેવી પણ દહેશત લોકો વ્‍યકત કરી રહૃાાં છે.

ધારીનાં વીરપુર ગામ નજીક યુવક પર 3 શખ્‍સોનો હુમલો

અમરેલી, તા.9
ધારી તાલુકાના ગઢીયાગામે રહેતા અને ખેતી કામ કરતા અનકભાઈ દેવાયતભાઈ વાળા નામના ર8 વર્ષીય ખેડૂત ગત તા.7ના રોજ સાંજના સમયે ધારીથી ખરીદી કરી અને પોતાના હવાલાવાળા બાઈક ઉપર ગઢીયા ગામે જતા હતા ત્‍યારે વચ્‍ચે આવતા વીરપુર ગામ પાસે પોતે  બાઈક ઉભુ રાખેલ ત્‍યારે અગાઉના મનદુઃખના કારણે જયરાજ બાબુભાઈ વાળા તથા જોરૂભાઈ તથા એક અજાણ્‍યા ઈસમે પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ કરતા પ્રથમ ધારી અને વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવેલ છે.

અમરેલીનાં બાયપાસ રોડ ઉપર પાઈપ-છરી વડે મારામારી

અમરેલી, તા.9
અમરેલીના ચકકરગઢ રોડ ઉપર આવેલ અમૃતનગર વિસ્‍તારમાં રહેતા લક્ષ્મણગીરી ચંદુગીરી ગોસાઈ નામના યુવકને ગત તા.7/પના રોજરાત્રે અમરેલી બાયપાસ રોડ ઉપર આવેલ એમેઝોન સોસાયટી પાસે અને ત્‍યાંજ રહેતા હર્ષ જયદીપભાઈ સોજીત્રા તથા ઉર્મિત વિનુભાઈ સોજીત્રાએ અગાઉના મનદુઃખના કારણે પાઈપ છરી વડે માર મારતા હોય ત્‍યારે તેમના ભાઈ બચાવવા પડતા તેમને પણ આ બન્‍ને ઈસમોએ પાઈપ મારી ઈજા કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં             નોંધાવી છે.
તો સામાપક્ષે હર્ષ જયદીપભાઈ સોજીત્રાએ પણ આ બનાવમાં લક્ષ્મણભાઈ ગોસાઈ તથા રામભાઈ ગોસાઈ સાથે પાઈપ લાકડી વડે આડેધડ માર માર્યાની સામી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

લીલીયા મોટા ગામની પીવાના પાણીની સમસ્‍યા દૂર કરો

લીલીયા, તા.9
લીલીયા ગામ 13000 જેટલી વસ્‍તી ધરાવતું તાલુકા લેવલનું ગામ છે. આ ગામમાં તાળના પાણી ફલોરાઈડ છે અને મહી નર્મદાનું પાણી ગામમાં સ્‍ટોરેજ અને પાણી વિતરણ વ્‍યવસ્‍થાની પાઈપ લાઈન ન હોવાથી ગામ લોકોને પાણી મળતું નથી.
ગુજરાત સરકાર તરફથી આ ગામે પાણી વિતરણ યોજના મંજૂર કરી તેને લગત નાણાકીય ફંડ જિ.વિ.અ. અમરેલીના હવાલે બે વર્ષ જેટલા સમયથી મૂકેલું હોવા છતાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થાબોર્ડ દ્વારા કામ શરૂ કરવામાં આવતું નથી.
લોક હિતમાં આ કામગીરી ઝડપી બને તેવી સૂચના આપવા સરપંચ હીરાબેન ધામતે કૃષિમંત્રીને રજૂઆત કરી છે.

સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરનો આવતીકાલે 67મો સ્‍થાપના દિન

67 વર્ષ પૂર્વની યાદો તાજી થશે
સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરનો આવતીકાલે 67મો સ્‍થાપના દિન
ઐતિહાસીક થ્રીડી લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શો યોજાશે
સોમનાથ, તા. 9
શ્રી સોમનાથ મહાદેવ મંદિર કૈલાશ મહામેરૂ પ્રાસાદના પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ થયે સરદારનાં લોખંડી સંકલ્‍પનું સાકાર સ્‍વરૂપ 11ભમે 19પ1 ના રોજ તત્‍કાલીન રાષ્‍ટ્રપતિ ડો. (સ્‍વ.) રાજેન્‍દ્રપ્રસાદજીના કરકમલોથી સવારે 9-46 મીનીટે સોમનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્‍ન થયેલ. નુતન મંદિર કાર્ય તેમજ સોમનાથ કૈલાશ મહામેરૂ પ્રાસાદનો નકશો પ્રભાશંકર સોમપુરાએ તૈયાર કરેલ હતો. આ પ્રસંગે 108 તીર્થોનું પવિત્ર જળ એકત્રીત કરવામાં આવેલ.પ્રાણપ્રતિષ્ઠા વિધિ માટે, પ1 બોટો પર સુંદર ફુલોથી શણગારાયેલી તોપો સમુદ્રમાં રાખવામાં આવેલ. જયારે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્‍ન થઈ અને 108 બ્રાહ્મણોના મંત્રોચ્‍ચાર વચ્‍ચે જયારે જય સોમનાથનો નાદ ગુંજી ઉઠયો. ત્‍યારે 101 તોપોની સલામી આપવામાં આવેલ હતી. સ્‍થાનીકો બહોળી સંખ્‍યામાં જગતપિતા સોમનાથ મહાદેવનાં આ પાવન પ્રસંગે પોતાના પારંપરિકપરિવેષમાં ઉત્‍સાહભેર જોડાયા હતા. તત્‍કાલીન રાષ્‍ટ્રપતિ ડો.(સ્‍વ.) રાજેન્‍દ્રપ્રસાદજીએ લોકોને સંબોધતા કહેલ કે ભભપ્રાચીન ભારતની સમૃદ્ધિ, શ્રદ્ધા અને સંસ્‍કૃતિનું પ્રતિક સોમનાથનું મંદિર હતું, જેમનું ચરણ પ્રક્ષાલન સમુદ્ર કરે છે, આજે સોમનાથ મંદિર પોતાનું મસ્‍તક ઉચુ કરી સંસારને સંદેશ આપી રહેલ છે કે, જેને જનતા પ્રેમ કરે છે જેના માટે જનસામાન્‍યના હૃદયમાં અક્ષય શ્રદ્ધા અને સ્‍નેહ છે, તેને સંસારમાં કોઈ પણ મીટાવી શકતું નથી.ભભ
11 મે ર018 ના રોજ સોમનાથ મંદિરના 68માં પ્રાણ પ્રતિષ્ઠા દિનની હર્ષોઉલ્‍લાસથી ઉજવણી કરવાનું આયોજન શ્રી સોમનાથ ટ્રસ્‍ટ ર્ેારા કરવામાં આવેલ છે, શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રસંગને લઈ નિચે મુજબ વિશેષ આયોજન કરવામાં આવનાર છે, જેમાં સવારે 7-30 કલાકે સ્‍વચ્‍છતા જાગૃતિ અભિયાનનો પ્રારંભ, સવારે 8-30 કલાકે હોમાત્‍મક લઘુરૂદ્ર પ્રારંભ, સરદારને પૂષ્‍પાંજલી-સરદાર વંદના, સ્‍થાપના દિને વિશેષ મહાપૂજન- મહાઅભિષેક, સવારે 9-46 મિનીટ પ્રાણ પ્રતિષ્ઠા સમયે વિશેષ આરતી, ઘ્‍વજાપૂજન, બપોરે 3-00 થી વિશેષ શૃંગાર દર્શન, સાંજે પ-00 થી 6-30 સુધી પૂર્વિબેન શેઠ ગૃપ ર્ેારા નૃત્‍યથી નટરાજની આરાધના, સરદારના સંકલ્‍પની ઝાંખી અને 67 વર્ષ પૂર્વે રચાયેલા દ્રશ્‍યની અવિસ્‍મરણીય ઝાંખી સાંજે 7-00 વાગ્‍યે થતી મહાઆરતીમાં દ્રશ્‍યમાનથશે જેમાં સ્‍થાનિક સમાજો ર્ેારા પારંપરિક વસ્‍ત્ર પરિધાનમાં શ્રી સોમનાથ મંદિરની સહસ્‍ત્રદિપો ર્ેારા સમૂહ આરતી યોજાશે. શ્રી સોમનાથ મંદિરને સુંદર પૂષ્‍પોથી સ્‍થાપના દિવસની યાદ તાજી થાય એ રીતે શણગારવામાં આવશે. આરતી બાદ સોમનાથનાં ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શો નિહાળી શકાશે.
સ્‍થાપના દિને સોમનાથ આવનાર યાત્રીઓને આરોગ્‍ય સેવાનો ઉત્તમ લાભ મળી રહે તેવા શુભાશયથી સામાજીક સંસ્‍થા, આરોગ્‍ય વિભાગ, ગીર સોમનાથના સહયોગથી વિનામૂલ્‍યે સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી સોમનાથ ટ્રસ્‍ટનાં માહેશ્‍વરી અતિથિગૃહ ખાતે આ કેમ્‍પનું આયોજન સવારે 9-00 થી બપોરે પ-00 દરમ્‍યાન કરવામાં આવેલ છે. જેમા હૃદયરોગ- કિડની- ડાયાબીટીશ- હાડકાના નિષ્‍ણાંત- બાળરોગ- દાંતના નિષ્‍ણાંત- ફિઝીયોથેરાપીસ્‍ટ સહીતના નિષ્‍ણાંત ડોકટરો તેમજ એપોલો હોસ્‍પિટલ, અમદાવાદની ટીમ ર્ેારા સચોટ માર્ગદર્શન તેમજ દવાનું ફ્રી વિતરણ સ્‍થળ પર જ મળી રહેશે. આ કેમ્‍પમાં સ્‍થળ પર તેમજ ટેલીફોનીક રજીસ્‍ટ્રેશન ગુલાબભાઈ છેડા મો.90991 14141, ડો. ડિ.કે. વાજા મો. 97377 36809 પર ફોનથી કરી શકાશે.
ગીર સોમનાથ જીલ્‍લાનાં સ્‍થાનીકો, યાત્રીકોને ઉપરોકત આયોજનમાં બહોળી સંખ્‍યામાં જોડાઈ શ્રી સોમનાથ સ્‍થાપના દિનનાં ધાર્મિક કાર્યક્રમોનો લ્‍હાવો લેવા તેમજ ગૌરવપ્રાપ્‍ત કરવા અનુરોધ કરાયો છે.

બગસરામાંથી એક બાળકને બાળ મજૂરીમાંથી મુકત કરાવી બાળ સંરક્ષણ ગૃહમાં દાખલ કરાવ્‍યો

અમરેલી, તા. 9
અમરેલી જિલ્‍લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી માટે જિલ્‍લા ટાસ્‍ક ફોર્સ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ કમિટી ર્ેારા તા.8 મે-ર018 ના રોજ રેડ દરમિયાન બગસરા સ્‍થિત શિવબાબા રેસ્‍ટોરન્‍ટમાં રેડ પાડતા એક બાળ શ્રમિક કામ કરતો મળી આવેલ. જેની સમિતિનાં સભ્‍યો ર્ેારા પ્રાથમિક પૂછપરછ કરતા બાળ શ્રમયોગી જણાય આવેલ. આથી તે બાળકને બાળ મજૂરીમાંથી મુકત  કરાવીને પ્રતાપપરા-અમરેલી સ્‍થિત બાળ સંરક્ષણ ગૃહ ખાતે દાખલ કરવામાં આવ્‍યો હતો.
આ કામગીરીમાં સરકારી શ્રમ અધિકારી જે.ડી.પટેલ, ડીસીપીયુના સામાજિક કાર્યકર્તા હિતેષભાઈ ઢાબા, મદદનીશ શ્રમ આયુકત કચેરીનાં સિનિયર કલાર્ક ચોવટીયા તેમજ શોપ ઈન્‍સ્‍પેકટર ગોહિલ જોડાયા હતા.
મુકત કરાયેલ બાળકના માતા-પિતાને શોધી યોગ્‍ય જણાતા તેમને સોંપવામાં આવશે. બાળકની સોંપણી કરવામાં આવે ત્‍યાં સુધી આ બાળક બાળ સંરક્ષણગૃહમાં જ રહેશે, તેમજ તંત્ર ર્ેારા રેસ્‍ટોરન્‍ટના માલિક સામે પણ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, તેમ સરકારી શ્રમ અધિકારી-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

લીલીયાની ખાનગી શાળાનાં વાર્ષિકોત્‍સવમાં બંદુકથી ભડાકા

સિકયુરીટી ગાર્ડે ઉત્‍સાહમાં આવી જઈને હવામાં ફાયરીંગ કર્યુ
લીલીયાની ખાનગી શાળાનાં વાર્ષિકોત્‍સવમાં બંદુકથી ભડાકા
લીલીયા, તા. 9
લીલીયા-લાઠી રોડ પર આવેલ મેઘાણી એક્ષપોર્ટ હિરાઉદ્યોગ બિલ્‍ડીંગમાં શરૂ થવા જનાર પનઘટ ટ્રસ્‍ટ સંચાલિત પ્રકૃતિ વિદ્યાલય ઉદઘાટન સમારો ગત રાત્રીના 8:00 થી 10:30 કલાક સુધી યોજવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં મામલતદાર કે.કે. ભટ્ટ, ટીડીઓ કિશોર આચાર્ય સહિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો હાજર રહૃાા હતા. આ તકે શાળા સંચાલક મંડળ ઘ્‍વારા નાના-નાના વિદ્યાર્થીઓ આયોજીત સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને બાળકો વિદ્યાર્થીઓ ઘ્‍વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવી રહૃાો હતો તે દરમ્‍યાન મેઘાણી એક્ષપોર્ટ અને પ્રકૃતિ વિદ્યાલય કેમ્‍પસમાં ફરજ બજાવતા સિકયુરીટી ગાર્ડે પોતાની પાસે રહેલ બંદુકમાંથી સ્‍ટેજ નજીક જઈ ચાલું કાર્યક્રમે બે રાઉન્‍ડ ફોડયા હતા. આ ઘટનાથી નાના-નાના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ. તેવા સમયે ઉચ્‍ચકક્ષાએથી તટસ્‍થ તપાસ કરી જવાબદાર સામે પગલા ભરવામાં આવે તેવી માંગણી ઉઠવાપામી છે.
આ અંગે શાળા ટ્રસ્‍ટ સંચાલક અશોકભાઈ પટેલનો ટેલીફોનીક સંપર્ક કરાતા જણાવ્‍યું કે, સાંસ્‍કૃતિ કાર્યક્રમમાં સિકયુરીટી ગાર્ડ મોજમાં આવી ગયો અને તેમણે હવામાં બે રાઉન્‍ડ છોડી દીધા હતા. શાળા ઘ્‍વારા આવું કરવા કોઈ સુચના આપવામાં આવેલ ન હતી.
મામલતદાર ભટ્ટને ઉદઘાટન સમયે બંદુકના ભડાકા અંગે પુછવામાં આવતા તેમણે જણાવ્‍યું હતું કે, હું અને ટીડીઓ, આચાર્ય કાર્યક્રમમાં થોડો સમય રોકાય નીકળી ગયા હતા. અમો હતા ત્‍યારે ફટાકડા ફુટતા હતા બંદુક ધડાકા અંગે અમો જાણતા નથી.
વહીવટી કેની હિનાબેન ચાંવને શાળાની માન્‍યતા અંગે પુછતા હજુ કયાંથી કયાં ધોરણ સુધી પ્રકૃતિ વિદ્યાલયને માન્‍યતા મળી છે તે અમારી પાસે આવેલ નથી.
જીલ્‍લા શિક્ષણ અધિકારી જાદવે ટેલીફોનીક વાતચિતમાં જણાવેલ કે, પ્રકૃતિ વિદ્યાલય ઉદઘાટન પ્રસંગે થયેલ બંદુકના ધડાકા અંગે હું કશું જ જાણતો નથી. શાળા કેમ્‍પસમાં સિકયુરીટી ગાર્ડ કે અન્‍ય કર્મચારી સ્‍ટાફ બંદુક જેવા હથિયાર રાખી ન શકે. ઘટનાની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

અમરેલી જિલ્‍લામાં કરોડો રૂપિયાની મગફળી ‘‘રામભરોસે”

રાજય સરકારની બેદરકારીને ઉજાગર કરતી ઘટના
મગફળી ભરેલ ગોદામમાં સીસી ટીવી કેમેરા, અગ્નિશામક સાધન અને ચોકીદારનો સ્‍પષ્‍ટ અભાવ
અમરેલી, તા. 9
અમરેલી જીલ્‍લાનાં ગોડાઉનોમાં સરકારે ખરીદેલી ટેકાના ભાવની મગફળી રાખવામાં આવી છે. જયારે વેર હાઉસ ઘ્‍વારા અમરેલી જીલ્‍લામાં કુલ પ6 ગોડાઉનોમાં કયાંય પણ સરકારના નીતિ-નિયમોનું એકપણ પ્રકારનું પાલન થતું નથી. ગોડાઉનો બહાર સીસી ટીવી કેમેરા, ચોકીદાર, અગ્નિશામક સામગ્રી જેવી એકપણ પ્રકારની સુવિધાઓ વિના અમરેલી જીલ્‍લામાં તમામ ગોડાઉનો પર શાપર, ગોંડલ જેવી આગની ઘટના નિર્માણ પામે તો ગંભીર બેદરકારી સરકારના વેરહાઉસ વિભાગની આવે તેવું જોવા અને જાણવા મળ્‍યું હતું.
ત્‍યારે અમરેલી જીલ્‍લામાં 17 કેન્‍દ્રો પર ગુજપ્રો 8 કેન્‍દ્ર પર, ગુજકોમાસોલ ઘ્‍વારા 6 કેન્‍દ્ર પર તો ગુજકોટ ઘ્‍વારા 3 કેન્‍દ્ર પર ખરીદી કરીને હાલ મગફળી ગોડાઉનોમાં રાખવામાં આવેલ છે. જે અંગે અમરેલી જીલ્‍લા ખેતીવાડી અધિકારીએ જણાવ્‍યું હતું કે, અમરેલી જીલ્‍લામાં 17 કેન્‍દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદી છે. જોઈએ કે અમરેલી જીલ્‍લાના 11 તાલુકા મથકો પર કયાં કયાં ગામોમાં મગફળીના કેન્‍દ્રો હતા અને રાજયની કઈ એજન્‍સી ઘ્‍વારા મગફળી ખરીદાઈ છે. તો ગુજકોટ ઘ્‍વારાખાંભા, બગસરા, ધારી, ટીંબી, લાઠી અને સાવરકુંડલાના બે કેન્‍દ્રો પર ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદી હતી તો ગુજકોમાસોલ ઘ્‍વારા બગસરા, ધારી, અમરેલીમાં ર કેન્‍દ્રો, રાજુલા, બાબરા, તો ગુજપ્રો ચલાલા સબયાર્ડ, હેમાળ, વાંકીયા અને મોટા સમઢીયાળાના 4 કેન્‍દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદાઈ છે. આમ અમરેલી જીલ્‍લાના કુલ 17 કેન્‍દ્રો પર ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદ કરવામાં આવી છે. ગુજપ્રો ઘ્‍વારા 3 કેન્‍દ્રમાં 486ર ખેડૂતોની મગફળી ખરીદાઈ છે. 4ર કરોડ ર0 લાખ 7ર હજાર 761 રૂપિયા ખેડૂતોને ચૂકવાયા છે અને 93749 કવીન્‍ટલ મગફળીની ખરીદી ગુજપ્રોએ કરી છે. તો ગુજકોટ ઘ્‍વારા 8 કેન્‍દ્રમાં 10949 ખેડૂતોની મગફળી ખરીદાઈ છે. 96 કરોડ 30 લાખ ર7 હજાર 170 રૂપિયા ખેડૂતોને ચુકવાયા છે અને ર16410 કવીન્‍ટલ મગફળીની ખરીદી ગુજકોટે કરી છે. ત્‍યારે ગુજકોમાસોલના 6 કેન્‍દ્રમાં 1009પ ખેડૂતો મગફળી ખરીદાઈ છે. 98 કરોડ 1પ લાખ 8પ હજાર ખેડૂતોને ચુકવાયા છે અને ર18113 કવીન્‍ટલ મગફળીની ખરીદી ગુજકોમાસોલે કરી છે. ત્‍યારે હાલ અમરેલી જીલ્‍લાના પ6 ગોડાઉનોમાં સરકારની ટીના ભાવની મગફળી પડી છે જેમાં અમરેલી 36, સાવરકુંડલામાં 6, રાજુલા 1, દામનગર 1, પીપાવાવ પોર્ટમાં ર અને મહુવાના 6 ગોડાઉનોમાં પ લાખ ર7 હજાર ર7ર કવીન્‍ટલ મગફળીનો જથ્‍થોપડયો છે પણ ગોડાઉનોમાં સરકાર ઘ્‍વારા ગોડાઉનોની સુરક્ષા માટે સીસી ટીવી કેમેરા, ચોકીદાર, અગ્નિશામક સાધનોની ઉણપ જોવા મળી રહી છે.
ત્‍યારે અમરેલીના ગુજકોમાસોલના 8 ગોડાઉનોની નજીક જ પાલિકાનો કચરો ઠલવાઈ રહૃાો છે અને ભવિષ્‍યમાં ગોંડલ, શાપર જેવી ગંભીર દુર્ઘટના થવાની દહેશત જોવા મળી રહી છે.
ત્‍યારે ગુજકોમાસોલના ઈન્‍ચાર્જ મેનેજરે જણાવ્‍યું હતું કે, ગુજકોમાસોલની નજીક જ પાલિકાનો કચરો ઠલવાઈ છે. રોજ કચરામાં આગે છે ત્‍યારે અમરેલી પાલિકા તંત્ર પાસે એક જ ફાયર ફાઈટર છે. પાલિકાતંત્ર સહિત અમરેલી કલેકટરને લેખિત સાત સાત વાર જાણ કરવા છતાં તંત્ર મગફળીના ગોડાઉનોમાં આગ કયારે લાગે તેની વાટ નીરખતું હોય તેવી પ્રતિતિ ગુજકોમાસોલ સહિતના અમરેલી જીલ્‍લાના પ6 ગોડાઉનોમાં જોવા મળી રહી છે.

જરખીયામાં મુખ્‍યમંત્રી રૂપાણીનાં આગમનને લઈને ભાજપીઓમાં ઉત્‍સાહ

લાઠી, તા.9
લાઠી તાલુકાનાં જરખીયા ગામે ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત 60 વિઘાનું તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી ચાલી રહી છે. ત્‍યારે બાબરા તાલુકાના ચમારડી ગામના વતની અને લાઠી, બાબરા, દામનગર વિસ્‍તારમાં ભામાશા તરીકે જાણીતા ઉદ્યોગપતિ ગોપાલભાઈ વસ્‍તરપરાએ જરખીયા ગામની જળસંચયની ચાલતી કામગીરીની મુલાકાત લીધી અને આગામી તા.1રના રોજ જરખીયા ગામે જળસંચયની યોજનાને વેગ આપવા માટે મુખ્‍યમંત્રી રૂપાણીના આગમનને લઈને દાતાઓ અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ત્‍યારે આ તકે ઉપસ્‍થિત ગોપાલભાઈવસ્‍તરપરા, હરેશભાઈ કાકડીયા, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરીયા, હિંમતભાઈ દેત્રોજા, અશોકભાઈ અસલાલીયા સહિત મોટી સંખ્‍યામાં ગામલોકો ઉપસ્‍થિત રહયા હતા.

દરિયાકાંઠે ભૂમાફીયાઓ વિરૂઘ્‍ધ સતત 1પ દિવસથી અનશન કરતાં આંદોલનકારીઓની તબિયત લથડી

રાજુલા, તા. 9
રાજુલાની પ્રાંત કચેરી ખાતે પીપાવાવ ધામ સહિતનાં ગામજનો છેલ્‍લા 1પ દિવસથી ભૂમાફીયાઓ વિરૂઘ્‍ધ આંદોલન કરી રહૃાા હોય, છતાં પણ બુદ્ધિજીવી ગણાતા અધિકારીઓ કોઈ સમાધાન શોધી શકતા નથી.
આજે પાંચ આંદોલનકારીઓએ અનશન આંદોલન શરૂ કર્યુ છે. મહિલાઓ, વૃઘ્‍ધો, શ્રમજીવીઓની માંગ સ્‍વીકારવામાં આવતી નથી અને આંદોલનને રાજકીય સ્‍વરૂપ આપીને અવળે માર્ગે ચડાવવાનો પ્રયાશ થઈ રહૃાો છે.
રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી શનિવારે લાઠીનાં જરખીયા ગામે પધારી રહૃાાં હોય તેને પણ રજૂઆત થવાની શકયતાઓ જોવા મળી રહી છે.

અચ્‍છે દિન : કુંકાવાવમાં પાણીનાં પરબને ખુલ્‍લુ મૂકતા ગૌસેવક

કુંકાવાવ, તા.9
કુંકાવાવમાં કયાંય પાણીનું પરબ નથી જેથી રસ્‍તે પસાર થતા રાહદારી, વટેમાર્ગુઓ આશિર્વાદ સમાન પાણીનું પરબ તાલુકા શાળા ખાતે સેવાભાવી યુવાનો દ્વારા બનાવવામાં આવ્‍યું છે. જેને ગામના સરપંચ તથા ગૌેસેવક ગોબરભાઈ ભગતના હસ્‍તે ખુલ્‍લુ મુકવામાં આવ્‍યું હતું. ત્‍યારે કાળઝાળ ગરમીમાં લોકોને કયાંય પાણી પીવા માટે મળતું ન હતું જેથી સેવાભાવી દ્વારા કુંકાવાવમાં કયાંક રોડ ઉપર પાણીનું પરબ બનાવવા માટેની જહેમત ઉઠાવી હતી. જેના ફળ સ્‍વરૂપે તાલુકા શાળા ખાતે સુંદર પાણીની ટાંકીઓ મૂકે તો વડલાના છાંયે રાહદારી, વાહન ચાલકો માટેપાણીના પરબની સુંદર સગવડ ઉભી કરાતા લોકોએ આવા સેવા કાર્યને સહકાર આપીને સૌ કોઈ સેવાભાવીએ સહકાર આપીને પાણીનું પરબ લોકોને વધુમાં વધુ ઉપયોગી થાય તેવી ભાવના પ્રગટ કરી હતી.

વીરપુરમાં અતિ આધુનિક બસસ્‍ટેન્‍ડનો પ્રારંભ થયો

ધારીના વીરપુર ગામે માધવપ્રિયદાસજી સ્‍વામીના વરદ હસ્‍તે દાતાઓનાં સહયોગથી તૈયાર થયેલ અતિ આધુનિક બસ સ્‍ટેન્‍ડનું ઉદઘાટન કરવામાં આવ્‍યું હતું. અને ગામમાં ભગવાન સ્‍વામીનારાયણની શોભાયાત્રાનું પણ સરસ મજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.


10-05-2018