Main Menu

Wednesday, May 9th, 2018

 

આવતીકાલે ધો. 1ર વિજ્ઞાનપ્રવાહનું વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર થશે

અમરેલી, તા. 8
ગુજરાત માઘ્‍યમિક અને ઉચ્‍ચતર માઘ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવ્‍યા અનુસાર ધો.1ર વિજ્ઞાન પ્રવાહ-ર018ની માર્કશીટ/પ્રમાણપત્ર તથા ગુજકેટની માર્કશીટનું વિતરણ પણ તા.10/પ નાં રોજ સવારે 11 થી 4 દરમિયાન થશે.
ગુજરાત બોર્ડ સિવાયનાં અન્‍ય ઉમેદવાોની ગુજકેટની માર્કશીટ ટપાલ ર્ેારા મોકલવામાં આવશે.
વધુમાં વિજ્ઞાન પ્રવાહ તથા ગુજકેટ ર018નું પરિણામ પણ તા.10 નાં રોજ સવારે 9 કલાકે બોર્ડની વેબસાઈટ ઘ્‍ઘ્‍ઘ્‍ઈન્‍(ભ્‍ખ્‍ઈઃચ્‍ન્‍ પર મુકવામાં આવશે. જેની નોંધ લેવા પરીક્ષા સચિવ, ગુજરાત માઘ્‍યમિક અને ઉચ્‍ચતર માઘ્‍યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ર્ેારા જણાવાયું છે.
અત્રે ઉલ્‍લેખનીય છે કે માર્ચ-ર018માં અમરેલી જિલ્‍લામાં ધો.1ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ 4 કેન્‍દ્રો ઉપર 14 પરીક્ષા બિલ્‍ડીંગમાં કુલ ર7પ6 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જયારે ગુજકેટની પરીક્ષા ર3 એપ્રિલ-ર018નાં રોજ લેવામાં આવી હતી.

પૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડીયા ધરપકડથી બચવા વિદેશમાં જતા રહૃાાની ચર્ચાઓ

બીટકોઈન કાંડમાં મહત્ત્યવની ભૂમિકા હોવાનું બહાર આવતા
પૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડીયા ધરપકડથી બચવા વિદેશમાં જતા રહૃાાની ચર્ચાઓ
અમરેલી, તા.8
ધારીના પૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડીયાનું નામ બીટકોઈન કાંડમાં સ્‍પષ્‍ટ થતાં જ તેઓ ધરપકડથી બચવા નાશતા-ફરતા હોય અનેકદાચ તેઓ વિદેશમાં નાશી ગયાની ચર્ચાએ પણ જોર પકડેલ છે.
થોડા દિવસો પહેલા તેઓએ વિડિયો વાયરલ કરીને તેઓ બીટકોઈન કાંડમાં કયાંય સંડોવાયેલ નથી અને પોલીસ તેમજ કોર્ટ જયારે પણ બોલાવશે ત્‍યારે સહકાર આપીશ તેવી ગુલબાંગો હાંકેલ.
બીજી તરફ સીઆઈડી ક્રાઈમ દ્વારા બબ્‍બે વખત સમન્‍સ પાઠવવામાં આવેલ છતાં પણ તેઓ નિવેદન આપવા પધારતા ન હોય બીજી તરફ બીટકોઈન કાંડમાં નલિન કોટડીયાનાં કિસ્‍સામાં રૂપિયા 66 લાખ જેવી અધધ રકમ આવી હોવાનું બહાર આવતા સીઆઈડી ક્રાઈમ કોર્ટ મારફત વોરન્‍ટ કઢાવશે અને હાથ નહીં લાગે તો મિલ્‍કત જપ્‍તી પણ કરે તો નવાઈ પામવા જેવું નહીં રહે.

અમરેલી જિલ્‍લા પંચાયતનાં પદાધિકારીઓ અને અધિકારીઓ સામે ભ્રષ્‍ટાચારનો ગંભીર આક્ષેપ

પંચાયત હસ્‍તકની કચેરીઓમાં રોજમદાર કર્મચારી રાખવાનાં કામમાં
અમરેલી જિલ્‍લા પંચાયતનાં પદાધિકારીઓ અને અધિકારીઓ સામે ભ્રષ્‍ટાચારનો ગંભીર આક્ષેપ
અમરેલી, તા. 8
અમરેલી જીલ્‍લા પંચાયતમાં થોડા સમયથી સતત ગેરરીતીઓ થયાનાં બનાવો સામે આવ્‍યા છે. અત્‍યારે જી.પં. અમરેલીમાં ભભરામ રાજઅને પ્રજા સુખીભભ જેવો ઘાટ ઘડાયો છે. ત્‍યારે એક વધારે ભ્રષ્‍ટાચાર અનેસરકાર નાણાંકીય નુકશાનીનો કિસ્‍સો સામે આવ્‍યો છે. જેમાં અમરેલી જીલ્‍લા પંચાયતમાં એક એજન્‍સીનું ટેન્‍ડર મંજુર થઈને વાર્ષિક સફાઈ અને મેન પાવરનું કામ ચાલતું હતું જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓની મીલી ભગતથી આ મેનપાવર સપ્‍લાયનું કામ ટેન્‍ડર પ્રક્રીયા વગર વહિવટ થયાના કારણે ટેન્‍ડર પ્રક્રીયા વગર આ કામનો વર્ક ઓર્ડર આપવામાં આવ્‍યો છે. જેમાં હકીકત એવી છે કે વર્ષ ર017-18માં પ્રથમ એજન્‍સી હરીઓમ કન્‍સ.નો ભાવ 100 ચો.મી.ના રૂા.410 હતો અને વગર ટેન્‍ડરે આપેલ સ્‍પાયર એન્‍ટરપ્રાઈઝનો ભાવ 100 ચો.મી. 983.89 છે. જયારે તેમની વચ્‍ચેનો તફાવત રૂા.પ93.99 થાય છે. જેમાં લાખો રૂપિયાની ખોટ સરકારની તિજોરીમાં પડે તેમ છે. તેમજ હરીઓમ કન્‍સ.નો મેનપાવરનો ભાવ રૂા.પ698 હતો જયારે અત્‍યારેની ઝર્સીસ ટેકનોલોજી એન્‍ડ સર્વિસ પ્રાઈવેટ લી.નો ભાવ 11396 છે. જેનો એક માણસોનો તફાવત રૂા. પ698 બે ગણો થાય છે. જેમાં 100 થી વધારે માણસનો ખર્ચ લાખો રૂપિયા થાય છે. જેમાં વાર્ષિક રૂા.પ8,40,988 જેટલી નુકશાની થાય છે. જેની નાણાકીય નુકશાની તેમજ ભ્રષ્‍ટાચારમાં જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાના ખીચા ભરી રહૃાાં છે. ઉપરોકત બાબતની યોગ્‍ય તપાસ થાય તો લાખો રૂપિયાની ગેરરીતી સામે આવે તેમ છે.

પીપાવાવ રિલાયન્‍સ કંપની વિરૂદ્ધ ગાંધીનગરમાં પ્રતીક ધરણા કરાયા

ધારાસભ્‍ય ડેરઅને પ્રવિણ રામ દ્વારા
પીપાવાવ રિલાયન્‍સ કંપની વિરૂદ્ધ ગાંધીનગરમાં પ્રતીક ધરણા કરાયા
કરોડો રૂપિયાનાં બાકી લેણાને લઈને વિવાદ
રાજુલા, તા.8
રાજુલામાં આવેલ પીપાવાવ રિલાયન્‍સ નેવલ કંપની પાસે તેમના કોન્‍ટ્રાકટરો અને વેપારીઓ દ્વારા કરેલ કામના ત્રણ વર્ષ જુના નાણા નહીં આપતા હોય તેની સામે છેલ્‍લા પપ જેટલા દિવસોથી આંદોલન સામાજિક કાર્યકર પ્રવિણ રામ ચલાવી રહેલ છે. પરંતુ આમ છતાં કંપની દ્વારા હજુ સુધી વાયદાઓ સિવાય કશું જ નહીં આપતા અને જુદા જુદા રસ્‍તાઓ અપનાવા છતાં કંપનીમાં બાકી લગભગ 100 કરોડ જેટલી રકમ આપવામાં આવતી નહીં હોય, પ્રવિણ રામ તથા કોન્‍ટ્રાકટરો દ્વારા ધારાસભ્‍ય અંબરીશ ડેરનો સંપર્ક સાધતા તેઓ દ્વારા થોડા દિવસ પહેલા રિલાયન્‍સ ગેઈટ સામે ધરણા યોજીને ધરપકડ વ્‍હોરી હતી. ત્‍યારે જ નકકી થયા મુજબ ગાંધીનગરમાં ધરણા યોજવાની ધારાસભ્‍ય અંબરીશ ડેર દ્વારા બે દિવસની મંજૂરી માંગવામાં આવેલ પરંતુ સરકાર દ્વારા ફકત એક જ દિવસની તા.8/પની મંજૂરી આપતા સવારે 11 કલાકથી સાંજના 4 કલાક સુધી સત્‍યાગ્રહ છાવણી ગાંધીનગરમાં અંબરીશ ડેરની આગેવાનીમાં સામાજિક કાર્યકર પ્રવિણ રામ સહિતના 1પ0 થી ર00 જણાએ ધરણા યોજયા હતા. આ ધરણાની પરમીશન ર દિવસની માંગવા છતાં એક દિવસની આપીને સરકાર દ્વારા કંપનીનીફેવર કરવામાં આવી રહી હોવાનો વર્કરોએ આક્ષેપ કરેલ છે.

જાફરાબાદની એક પરિણીતાએ આત્‍મહત્‍યા કરતાં પહેલા અભયમ્‌ 181ની મદદ લીધી અને જીંદગી બચી ગઈ 

અનેક નિરાશાઓ વચ્‍ચે આશાનું કિરણ ઉભી કરતી ઘટના બની
જાફરાબાદની એક પરિણીતાએ આત્‍મહત્‍યા કરતાં પહેલા અભયમ્‌ 181ની મદદ લીધી અને જીંદગી બચી ગઈ
કાઉન્‍સેલર રોબિનાબેન બ્‍લોચની સરાહનીય કામગીરી
અમરેલી, તા. 8
અમરેલી જિલ્‍લામાં કાર્યરત 181 અભયમ મહિલા હેલ્‍પ લાઈનમાં અમરેલી જિલ્‍લાનાં જાફરાબાદ ગામનાં એક મહિલાએ અમરેલી આવીને ફોન કરી જાણ કરેલ કે, હું આત્‍મહત્‍યા કરવા જાવ છું, જો તમારા ર્ેારા મને કોઈ મદદ મળે કે, મારી સમસ્‍યાનો કોઈ ઉકેલ આવી શકે તેવી મદદની જરૂર છે.
અમરેલી 181 અભયમ મહિલા હેલ્‍પ લાઈનનાં ફરજ પર હાજર કર્મચારી કાઉન્‍સેલર રોબિનાબેન બ્‍લોચ, પોલીસ મહિલા એલ.આર.ડી. દયાબેન જસાણી,તેમજ પાયલોટ દિવ્‍યેશભાઈ ર્ેારા તાત્‍કાલિક મિનિટોમાં જ સ્‍થળ પર હાજર મહિલા પાસે પહોચી ગયેલ. જયારે સ્‍થળ પર પહોચેલ તે સમયે મહિલા ખુબ જ રડતા હતા. આથી કાઉન્‍સેલર રોબિનાબેન ર્ેારા બેન પાસે જઈ તેમને શાન્‍તવના તેમજ હુંફ આપી બેનને શાંત કરેલ. બાદ બેનને પુછતા બેને રડતા રડતા પોતાની આપવિતી જણાવેલ કે, બેને આશરે 8 વર્ષ પહેલા આંતર જ્ઞાતિય પ્રેમ લગ્ન કરેલ. આથી માતા પિતાએ બેન માટે ઘરના દરવાજા હમેશ માટે બંધ કરી દિધેલ છે. બેન બાદ તેમનાપતિ સાથે જાફરાબાદ રહેતા હતા અને પોતે શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે. આ લગ્ન જીવનથી તેમને સંતાનમાં એક પુત્ર છે. જે હાલ તેમના પતિ પાસે છે. બેનનાં લગ્ન બાદ તેમનો ઘર સંસાર થોડો સમયસારી રીતે ચાલેલ. બાદ તેમના પતિને દારુનું વ્‍યસન થતા તેમના પતિ સતત દારુનાં નશામાં રહેતા અને કાઈ કામ ધંધો કરતા નહિ. અને સવાર સાંજ દારુનાં નશામાં રહી બેનને શારીરીક માનસિક ત્રાસ જેવા કે બેનને મારકુટ કરવી, ગમે તે સમયે ઘરની બહાર કાઢી મુકવા. આવા રોજનાં ત્રાસથી કંટાળી બેને એક વખત મહિલા પો.સ્‍ટે.માં અરજી આપેલ. જે અનુસંધાને તેમના પતિને સમજાવવામાં આવેલ. ત્‍યારબાદ થોડા દિવસો તેમનું લગ્ન જીવન સારી રીતે ચાલેલ. ત્‍યાર બાદ ફરી એ જ પરિસ્‍થિતિ આવીને ઉભી રહેલ. પતિ ર્ેારા આવા અસહૃા ત્રાસથી કંટાળી આ બહેને હવે જીવન ટુંકાવવાનું નક્કી કરી લીધેલ. બાદ એક વખત 181 અભયમનો વિચાર આવતા બેને 181માં ફોન કરી મદદ માગેલ. આથી કાઉન્‍સેલર રોબીનાબેન ર્ેારા બેનને જીવન જીવવા માટે એક આશા જગાડી અને જે જીવનભર માટે માતા પિતાનાં ઘરના દરવાજા બંધ થયેલ. તે માતા પિતા પાસે કાઉન્‍સેલર ર્ેારા બેનને માતાપિતા પાસે લઈ ગયેલ. કાઉન્‍સેલર ર્ેારા બેનનાં માતાપિતાને ખુબ સમજાવવામાં આવેલ અને બેન અને તેમના માતા પિતા સાથે જે આઠ વર્ષોથી જેકોઈ જાતનો સંબંધ જ ન હતો ત્‍યાં એક દિકરી અને માતા પિતા સાથે સુખદ સમાધાન કરાવેલ. બેન હાલ પતિ વિરુઘ્‍ધ કોઈ ફરિયાદ કરવા માગતા નથી. બેન થોડો સમય વિચારી આગળની કાર્યવાહી કરશે.
આમ જીવનથી થાકી આત્‍મહત્‍યા કરવા તૈયાર થનાર મહિલાને એક નવી આશા સાથે જીવનદાન આપતી 181 અભયમ મહિલા હેલ્‍પલાઈન. 181 હેલ્‍પલાઈનની શરૂઆતથી જ ફરજ બજાવતા કાઉન્‍સેલર રોબિનાબેન બ્‍લોચની આ સરાહનીય કામગીરીબદલતેમના અધિકારી પ્રોજેકટ કો ઓર્ડિનેટર તુષારભાઈ બાવરવાએ તેમને શાબ્‍દિક શુભકામના પાઠવેલ.

અમરેલી જિલ્‍લામાં કોઈ જન કોંગ્રેસનું મિત્ર બનવા તૈયાર નથી

કોંગ્રેસનાં “જનમિત્ર” સંમેલનનો સદંતર ફિયાસ્‍કો થયો
અમરેલી જિલ્‍લામાં કોઈ જન કોંગ્રેસનું મિત્ર બનવા તૈયાર નથી
જનહિતનાં કાર્યો કરવાને બદલે હવે અનેક કોંગી આગેવાનોને સાંસદ બનવાનાં સપના આવી રહૃાા છે
અમરેલી, તા. 8
અમરેલી જિલ્‍લા સહિત સમગ્ર રાજયમાં કોંગ્રેસ પક્ષ ઘ્‍વારા જનમિત્ર સંમેલન બોલાવવામાં આવી રહૃાું છે. જે અંતર્ગત અમરેલી ખાતે પણ તાજેતરમાં ભભજનમિત્રભભ અંગે બેઠક બોલાવવામાં આવી હતી જેમાં કોઈ જન તો ઠીક કોંગીજનો પણ ગણ્‍યા ગાંઠયાની સંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાા હતા.
તાજેતરમાં સંપન્‍ન થયેલ વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોનાં પ્રતાપે કોંગ્રેસ પક્ષની આબરૂ બચી ગઈ હતી તો હાર્દિક પટેલ, અલ્‍પેશ ઠાકોર અને જીજ્ઞેશમેવાણીની મદદથી કોંગ્રેસની બેઠકોમાં વધારો થયો હતો. જેમાં કોંગી આગેવાનોની કોઈ મહેનત જોવા મળી ન હતી. છતાં પણ વિજેતા ધારાસભ્‍યોને અભિમાન આવી ગયું કે અમો અમારી કામગીરીથી ધારાસભ્‍ય બન્‍યા છે.
ખરા અર્થમાં અન્‍ય અનેક પરિબળોનાં કારણે તેઓ ધારાસભ્‍ય બન્‍યા છે તે બાબત તેઓ સ્‍વીકારતા નથી. અને કોંગ્રસપક્ષનાં કહેવાતા સંગઠન અને વિજેતા ધારાસભ્‍યો વચ્‍ચે તાલમેલનો સ્‍પષ્‍ટ અભાવ જોવા મળી રહૃાો છે.
અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોમાં પાકવીમો, પોષણક્ષમ ભાવો, યુવાનોમાં રોજગારી, વિદ્યાર્થીઓમાં શિક્ષણ, દર્દીઓમાં આરોગ્‍ય અને વેપારીઓમાં ધંધા અર્થે અનેક સમસ્‍યાઓ હોવા છતાં કોંગ્રેસ પક્ષને જનતા જનાર્દનની સમસ્‍યા ઉજાગર કરવામાં કોઈ રસ જોવા મળતો નથી.
જિલ્‍લા કોંગ્રેસનાં અનેક આગેવાનોને હવે સાંસદ બનવાનાં સપના આવી રહૃાા છે અને માત્ર સત્તા મેળવી સ્‍વવિકાસ કરવો છે અને જનતાને ચૂંટણીમાં ખોટા વચનો આપીને ગુમરાહ કરવાનો પ્રયાશ કરવામાં જ રસ છે.

અરેરાટી : ચિત્તલમાં પિતાની અંતિમયાત્રામાં ઉપસ્‍થિત પુત્રીનું પણ નિધન થયું

ચિત્તલ, તા.8
ચિતલમાં તાજેતરમાં ચિતલના બાલ મંદિર પાસે રહેતા ઉકાભાઈ બેચરભાઈ દામાણીનું ટૂંકી બિમારીને કારણે અવસાન થતા તેમની રાજકોટ ખાતે સાસરે રહેતી દીકરી શારદાબેન શાંતિલાલ ભેંસારા પિતાની અંતિમ ક્રિયામાં રાજકોટથી હાજરી આપવા આવેલ. જયાં પિતાની પાછળ દુઃખમાં ભભપ્રાણ પોકભભ મુકતા પિતાની ભભનનામીભભ પાસે જ ઢળી પડતા તેમનું મૃત્‍યુ થતા હાજર રહેલ સગર પરિવારમાં દુઃખનો ડુંગર તૂટી પડયો હતો અને પિતા પાછળ જાણે પોતાને છેટુ પડી જતા પુત્રીએ પણ અનંત વાટ પકડી હતી અને સગર પરિવારમાં બેવડો દુઃખ અને કરૂણતાનો માહોલ છવાયો હતો.

ઈન્‍ચાર્જ પોલીસ અધિક્ષક દેસાઈએ પોલીસની સક્રીયતા વધારી

બીટકોઈન કાંડ બાદ પોલીસ વિભાગમાં ઉભી થયેલ નિરાશા દૂર થઈ રહી છે
ઈન્‍ચાર્જ પોલીસ અધિક્ષક દેસાઈએ પોલીસની સક્રીયતા વધારી
જિલ્‍લામાં દારૂ-જુગાર, રોમિયોગીરી કે નાશતા-ફરતા આરોપીઓને પકડવાની કવાયત તેજ
અમરેલી, તા. 8
અમરેલી જિલ્‍લાનાં ઈન્‍ચાર્જ પોલીસ અધિક્ષક દેસાઈનાં માર્ગદર્શન તળે જિલ્‍લાનાંપોલીસ બેડામાં સક્રીયતા વધી ગઈ છે અને બીટકોઈન કાંડ બાદ ઉભી થયેલ નિરાશા ક્રમશઃ દૂર થઈ રહી છે.
અમરેલી જિલ્‍લામાં દારૂ-જુગારનાં અડ્ડાઓ ચલાવનાર તેમજ ચીલઝડપ, લુખ્‍ખાગીરી કરનાર શખ્‍સોને સ્‍થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્‍ચ અને એસ.ઓ.જી. ર્ેારા ઝડપી લેવામાં આવી રહૃાાં છે.
અમરેલી, લાઠી, બાબરા સહિતનાં પંથકમાં ફરતાં તસ્‍કરોને ઝડપી લેવા માટે એકશન પ્‍લાન તૈયાર કરવામાં આવી રહૃાો છે, અને ઈન્‍ચાર્જ પોલીસ અધિક્ષક નાનામાં નાની વ્‍યકિતની સમસ્‍યા જાણીને તેનું ઝડપથી નિરાકરણ કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરી રહૃાા છે.એકંદરે અમરેલી જિલ્‍લામાં એકાદ મહિનામાં જ પોલીસની પક્કડ અસામાજિક તત્‍વો પર આવી જશે તેવું સ્‍પષ્‍ટ જોવા મળી રહૃાું છે.

સાવરકુંડલામાં યુવક પર કાર ચડાવી દેવાતા અફડાતફડી

ઈજાગ્રસ્‍ત યુવકોને સારવારમાં ખસેડાયા
અમરેલી, તા.8
સાવરકુંડલા ગામે રહેતા શફીભાઈ જીકરભાઈ શેખાણી ગઈકાલે સાંજે ભંગારના ડેલા સામે ખુરશી ઉપર બેઠા હતા ત્‍યારે તે જ ગામે રહેતા પીન્‍ટુ મલેક નામનો ઈસમપોતાના હવાલા વાળી કાર લઈ આવી શફીભાઈ ઉપર ચડાવી દેતા તેઓ નીચે પડી ગયા હતા. બાદમાં પીન્‍ટુ કારમાંથી બેઝબોલનો ધોકો લઈ આવી માર મારવા લાગતા તેમને બચાવવા માટે ઈરફાન રફીકભાઈ શેખાણી તથા મુનાફભાઈ યુનુસભાઈ દોડી જતા આરોપીની કારમાંથી અન્‍ય એક ઈસમ ઉતરી આવી ત્રણેયને ઘાયલ કરી દેતા પ્રથમ સાવરકુંડલા અને વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવેલ છે.

સેમરડી ચેક નાકા પર ફરજ બજાવતા કર્મીઓને આપી ધમકી

સાપનેસનાં ઈસમ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ
અમરેલી, તા.8
ખાંભા તાલુકાના જામકા ગામે રહેતા અને ધારી તાલુકાના સેમરડી વન વિભાગના ચેક નાકા ઉપર ફરજ બજાવતા ભરતભાઈ રામભાઈ વણજર તથા અન્‍ય લોકો ગત તા.6/પ રાત્રીના સમયે ફરજ ઉપર હાજર હતા ત્‍યારે સાપનેસ ગામે રહેતા કરણ ભુરાભાઈ વાઘેલા નામના ઈસમે ત્‍યાં આવી લાકડી વડે માર મારવાનો પ્રયાસ કરી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાઈ છે.

રાજુલામાં છતડીયા રોડ ઉપર બે મકાનમાંથી રોકડ રૂા. 66 હજારની ચોરી

મકાન બંધ કરી બહાર ગયા અને ચોરીનો બનાવ બને છે
અમરેલી, તા.8
મુળ રાજસ્‍થાનના વતની અને હાલ રાજુલા ગામે છતડીયા રોડ ઉપર રહેતા હનુમંતસિંહ રૂપસિંહ રાજપુરોહિત નામના 40 વર્ષીય ઈસમના બંધ રહેણાંક મકાનનું તાળુ તોડી ગઈકાલે રાત્રીના સમય દરમિયાન કોઈ અજાણ્‍યા ઈસમે પ્રવેશ કરી તિજોરીના ખાનામાં રાખેલ રોકડ રકમ રૂા. 61 હજાર તથા બાજુના મકાનમાંથી રોકડ રકમ રૂા. પ હજાર મળી કુલ રૂા. 66 હજારની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાઈ છે.

સાવરકુંડલાનાં ધારાસભ્‍ય વિરૂઘ્‍ધ મત વિસ્‍તારમાં રોષનો માહોલ

ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિરોધ દર્શાવતાં બેનરો લાગ્‍યા
સાવરકુંડલાનાં ધારાસભ્‍ય વિરૂઘ્‍ધ મત વિસ્‍તારમાં રોષનો માહોલ
નાવલી કાંઠાની સમસ્‍યાનું નિરાકરણ નાઈલ કાંઠે શોધી રહૃાા હોય આશ્ચર્ય
પ્રધાનમંત્રી મોદીની વૈશ્‍વિક નેતાની નકલ કરવા ધારાસભ્‍ય વિદેશમાં પહોંચી ગયા
અમરેલી, તા. 8
વડાપ્રધાન મોદીનાં પગલે અમરેલીનાં સાવરકુંડલાનાં ધારાસભ્‍ય પ્રતાપ દુધાતને પણ વૈશ્‍વિક નેતા બનવાનાં અભરખા જાગ્‍યા હોય તેમ સાવરકુંડલા-લીલીયાની જનતાને ભગવાન ભરોસે છોડીને સાઉથ આફ્રીકામાં મોજ-મસ્‍તી કરી રહૃાા છે.
કુંડલા-લીલીયા પંથકમાં પસાર થતી ભભનાવલીભભ નદી અને અન્‍ય સુકાયેલા જળસ્‍ત્રોતની ચિંતા કરવાનાં બદલેધારાસભ્‍ય દુધાત આફ્રીકાની નાઈલ નદીનાં પાણીમાં મોજમસ્‍તી કરવા પહોંચી ગયા છે.
કુંડલાનાં ખેડૂતોની સમસ્‍યાઓ કરતાં આફ્રીકાનાં હબસી લોકોની સમસ્‍યાઓ જાણવામાં તેમને રસ હોય તેમ ખેડૂતોને નોંધારા મુકી દેવાયા છે.
એશીયાનાં ગૌરવ સમાન એશિયાટીક સિંહોની સૌથી વધારે વસ્‍તી અમરેલી જીલ્‍લામાં છે. તેઓનાં મોટા પ્રમાણમાં અકાળે મૃત્‍યુ થઈ ચૂકયા છે. તેમને નિહાળવા આવનારા પ્રવાસીઓ માટે પણ સુવિધાઓ ઉપલબ્‍ધ કરાઈ નથી ત્‍યારે ભભસેલ્‍ફીભભ પ્રેમી કુંડલાનાં ધારાસભ્‍ય આફ્રિકાનાં સિંહો સાથે સેલ્‍ફી લેતા હોય તેમ દેખાઈ રહૃાું છે.
ત્‍યારે કુંડલા લીલીયાની જનતા આટલા બેજવાબદાર લોક પ્રતિનીધી પર ફીટકાર વરસાવી રહી હોય ધારાસભ્‍ય પ્રતાપ દુધાત વિરૂઘ્‍ધ ભારે આક્રોશ જોવા મળી રહૃાો છે.
ધારાસભ્‍યનાં કારનામાથી રોષે ભરાયેલ મોટા ઝીંઝુડાનાં ગામજનોએ ગામમાં બેનર લગાવીને ધારાસભ્‍ય સામે રોષ વ્‍યકત કર્યો છે.

હાથ બનાવટની બંદુકમાંથી 4 રાઉન્‍ડ ફાયરીંગકરીને ચિંકારાનો શિકાર કરાયો હતો

ચિંકારાનાં શિકારની બાતમી આપનારને ઈનામ અપાશે
વનવિભાગે એક શિકારીને ઝડપીને બાકી ર ની શોધખોળ શરૂ કરી
ખાભા, તા. 8
ખાંભા તાલુકાના ભાડ ગામની સીમમાં ચિંકારાનો શિકાર શિકારી ટોળકી ઘ્‍વારા કરવામાં આવ્‍યો હતો અને વનવિભાગના ડીસીએફ તથા 100 જેટલા વનવિભાગનાં સ્‍ટાફ વચ્‍ચેથી શિકારીઓ નાશી છુટયા હતા અને શિકારીઓ અને વનવિભાગ ઘ્‍વારા સામ-સામે ફાયરીંગ કરવામાં આવ્‍યા હતા. અંતે વનવિભાગને માત્ર ચિંકારાનો મૃતદેહ મળ્‍યો હતો અને ચિંકારાનાં મૃતદેહમાંથી બે છરા મળી આવ્‍યા હતા. અને ચિંકારાની હત્‍યા જામગરી (હાથ બનાવટ) બંદુકથી કરવામાં આવી હતી. ત્‍યારે આજે 48 કલાક બાદ ચિંકારની હત્‍યા કરનાર ત્રણમાંથી એક સંજય અમુ દેલવાડીયાની ધરપકડ કરી હતી અને અન્‍ય બે શિકારી ફરાર છે. ત્‍યારે વનવિભાગ ઘ્‍વારા પકડાયેલ સંજય અમુ દેલવાડીયા પાસે સઘન પુછપરછ કરતા જાણવા મળેલ હતું કે, ચિંકારના શિકારમાં 3 શિકારીઓ હતા અને ચિંકારના શિકાર માટે ચાર રાઉન્‍ડ ફાયરીંગ કરવામાં આવ્‍યા હતા અને ચિંકારાનું મોત ચોથી ગોળી વાગવાથી થયું હતું અને ચિંકારના શિકારમાં જામનગરી (હાથ બનાવટ)ની બંદુકનો પણ ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. તેમજ પકડાયેલ શિકારી સંજય દેલવાડીયાએ વનવિભાગને અન્‍ય બેશિકારીઓના નામ આપ્‍યા હતા. જેમાં અરવિંદ નાથા સીતાપરા અને ધર્મેશ અરજણ કોળી હોવાનું ખુલ્‍યું છે. તેમને પકડવા વન વિભાગ ઘ્‍વારા તજવીજ હાથ ધરી છે. તેમજ વનવિભાગ ઘ્‍વારા અગાઉ આ શિકારીઓ ઘ્‍વારા કયા કયા શિકાર કર્યા છે, કેટલા શિકાર કર્યા છે અને કોની સંડોવણી હશે ? તેવી સઘન પુછપરછ કરવામાં આવી રહી છે. તેમજ વનવિભાગ ઘ્‍વારા શિકારમાં વપરાયેલ જામગરી બંદુકનો કબ્‍જો પણ મેળવ્‍યો હતો.
વનવિભાગના ડીસીએફ ઘ્‍વારા ચિંકારાના શિકારની બાતમી આપનારબાતમીદારને ઈનામની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેથી વનવિભાગને અન્‍ય પણ આવી બાતમીઓ લોકો ઘ્‍વારા વધુને વધુ અપાઈ તેવી શકયતા છે.
વનવિભાગની મીઠ્ઠી નજર કે નબળાઈ ?
ગીર જંગલ અને રેવન્‍યુ વિસ્‍તારમાં શિકારીઓ ઘ્‍વારા શિકાર થતાં હોવાની ખબર ગામના લોકો અને પત્રકારોને મળતી હોય છે. ત્‍યારે વન વિભાગની મીઠ્ઠી નજર હશે કે         નબળાઈ ? તેવું જોવાનું રહૃાું
શિકારીઓને શુ થશે સજા ?
ચિંકારા કેસમાં રાજસ્‍થાન સરકાર ઘ્‍વારા ફિલ્‍મ સ્‍ટાફ સલમાનખાનને સજા કરવામાં આવી હતી. ત્‍યારે ખાંભા વનવિભાગ ઘ્‍વારા શિકારીઓને શું સજા થશે તે જોવાનું રહૃાું.

ગૌ-ચર જમીનમાં હીટાચીની મદદથી હજારો ટન માટીની ચોરી થતી હોય કાર્યવાહી શરૂ

વડીયાનાં મામલતદારે પોલીસને સાથે રાખીને દરોડો પાડયો
ઈશ્‍વરીયામાં ગેરકાયદેસર માટી ચોરી કરનારને ઝડપી લેવાયા
ગૌ-ચર જમીનમાં હીટાચીની મદદથી હજારો ટન માટીની ચોરી થતી હોય કાર્યવાહી શરૂ
અમરેલી, તા. 8
વડીયા તાલુકાનાં ઈશ્‍વરીયા ગામનાં સ.નં. 16ર પૈકીની સરકારી ગૌચરની જમીનમાં રેલ્‍વેનાં કોન્‍ટ્રાકટર ર્ેારા ગેરકાયદેસર રીતે માટી ખોદકામ કરતા હોવાની બાતમીનાં આધારે વડીયા મામલતદાર સ્‍ટાફ તેમજ વડીયા પોલીસ સ્‍ટાફ તાબડતોબ ઈશ્‍વરીયા ગામે દોડી ગયેલ. જયાં તપાસ કરતા માલૂમ પડેલ કે સરકારી જમીનમાં અમુક લોહો હીટાચી ર્ેારા ખોદકામ કરી મસમોટા ડમ્‍પર ભરી બારોબાર વહેંચી મારતા હોવાનું જાણવા મળેલ.
પ્રાપ્‍ત વિગત અનુસાર વડીયા તાલુકાનાં ઈશ્‍વરીયા ગામે છેલ્‍લા કેટલાય સમયથી સરકારી જમીન પર ખોદ પર ખોદકામ કરી રેલવેનાં કોન્‍ટ્રાકટર ર્ેારા રેલવેનું કામશરૂ હોય ત્‍યાં આ માટી વહેંચી મારતા હોવાનું જાણ થતાં તંત્રની ઉંઘ ઉડી અને તંત્રએ આળસ મરડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જેમાં એક હીટાચી અને છ ડમ્‍પર માટી ભરેલ વડીયા મામલતદારે જપ્‍ત કરીને વડીયા પોલીસને સોંપેલ છે. જયારે વડીયા મામલતદાર કે.એ. ચુડાસમાનાં જણાવ્‍યા મુજબ આજે વડીયા પી.એસ.આઈ. આર.યુ. ધામા અને પોલીસ સ્‍ટાફને સાથે રાખી અમો ખનનની જગ્‍યા ઈશ્‍વરીયા ગામે રેડ પાડવા ગયેલ ત્‍યારે સ્‍થળ પર એક હીટાચી ખોદકામ કરી ડમ્‍પરોમાં માટી ભરવાની કામગીરી કરી રહૃાું હતું જે બિનકાયદેસર ખનન કર્તા હતા. જેથી તમામ વાહનોનો કબજો લઈ ખાણખનિજ વિભાગ અમરેલીને આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવેલ છે. આ અંગે મામલતદારને પૂછતાં કેટલા રૂપિયાનો મુદ્યામાલ થાય છે તે જાણ ખુદ મામલતદારને નથી.

સોમનાથ મહાદેવના દર્શનાર્થે મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી

????????????????????????????????????

ત્રિવેણી સંગમ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મુખ્‍યમંત્રી સોમનાથ મંદિર ખાતે પહોચેલ હતા. જયાં કપર્દિ વિનાયકના દર્શન કર્યા બાદ શ્રી સોમનાથ ટ્રસ્‍ટ પ્રો. જે.ડી. પરમાર ર્ેારા પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવેલ. સોમનાથ મહાદેવને મહાપૂજાની પૂજાસામગ્રી અર્પણ કરી, અભિષેક કરી રૂપાણીજી ધન્‍ય બનેલ હતા. આ પ્રસંગે શાલ તથા ફુલનો હાર પહેરાવી ટ્રસ્‍ટી જે.ડી. પરમારે સ્‍વાગત કરેલ હતું. સરદાર પ્રતિમા ખાતે સરદારને પૂષ્‍પાંજલી અર્પણ કરીમુખ્‍યમંત્રીએ સોમનાથ મંદિરથી વિદાય લીધી હતી. આ પ્રસંગે રાજેશભાઈ ચુડાસમા, ચુનીભાઈ ગોહેલ, રાજસીભાઈ જોટવા, ગોવિંદભાઈ પરમાર, જશાભાઈ બારડ, જગદિશભાઈ ફોફડી, કિશોરભાઈ કુહાડા, લખમભાઈ ભેસલા સહિત આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા. આ પ્રસંગે સોમનાથ મહાદેવ પાસે વરૂણદેવની કૃપા થાય અને ગુજરાતના જળાશયો ભરપુર પાણીથી ભરાય તેવી પ્રાર્થના વિજયભાઈએ કરી હતી.


લીલીયામાં એકીસાથે અર્ધોડઝન મકાનોને નિશાન બનાવી ફફડાટ ફેલાવતા તસ્‍કરો

અમરેલી, તા.8
અમરેલી જિલ્‍લામાં તસ્‍કરોએ પોલીસને ખુલ્‍લો પડકાર ફેંકી તરખાટ મચાવતા ગઈકાલે લાઠી- રાજુલામાં સાત મકાનને એક જ રાતમાં નિશાન બનાવી દોઢ લાખની તસ્‍કરીની ઘટના બાદ ગત રાતના તસ્‍કરો લીલીયામાં ત્રાટકતા એકી સાથે છ મકાનોને નિશાન બનાવી તરખાટ મચાવતા આમ જનતામાં ફફડાટ ફેલાયેલ છે. છ ઘટનામાંથી પોલીસમાં એક પણ ફરિયાદ નોંધાવેલ નથી.
પ્રાપ્‍ત વિગત મુજબ ગઈકાલે રાતના લાઠીમાં છ અને રાજુલામાં બે ચોરીની ઘટનામાં પોલીસ નિશાચરોનું પગેરૂ શોધી શકેલ નથી. ત્‍યાં ગતરાતના લીલીયા પોલીસને તસ્‍કરોએ ઉંઘતી ઝડપી લઈ 6 બંધ મકાનોને નિશાન બનાવી તાળાના નકુચા તોડી ઘરમાં ઘુસી હાથફેરો કરી નાસી છુટેલ હતા. એક જ રાતમાં 6 મકાનોને નિશાનબનાવી તસ્‍કરોએ પોલીસને ખુલ્‍લો પડકાર ફેંકેલ છે. છ ઘરમાંથી પાંચ મકાન માલીકો બહારગામ હોવાથી ઘરમાંથી કેટલી તસ્‍કરી થયેલ છે તેની વિગત સાંપડી શકેલ નથી. 6માંથી એક મકાન માલીક આવી ગયેલ હતા પરંતુ હજુ સુધી તેઓએ ફરિયાદ નોંધાવેલ ન હોવાનું ફરજ પરના પી.એસ.આઈ.એ જણાવેલ હતું.
તસ્‍કરો અમરેલી જિલ્‍લાને છેલ્‍લા છ માસથી એપી સેન્‍ટર બનાવી ધમરોળી રહેલ છે. છતાં આજદિન સુધી પોલીસ તસ્‍કરો હવામાં ઓગળી ગયા હોય તેમ સગડ મેળવી શકેલ નથી. તમામ ચોરી બંધ મકાનના તાળા તોડવાના બદલે નકુચા તોડીને જ કરવામાં આવે છે.

અવસાન નોંધ

અમરેલી : ઔદિચ્‍ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ સ્‍વ. ઈન્‍દુબેન જાની (ઉ.વ.7ર) તે સુરેશભાઈ મનસુખલાલ જાનીના ધર્મપત્‍ની તેમજ વિશાલભાઈ, દિવ્‍યેશભાઈના માતુશ્રી તથા પ્રવિણભાઈ (અમેરિકા), રમેશભાઈ, પ્રદિપભાઈ, અજીતભાઈના ભાભી તા.8/પને મંગળવારના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું બેસણું તા.10/પને ગુરૂવારના રોજ સાંજે પ થી 7 કલાકે ભભઅન્‍નપૂર્ણાભભ અમૃતધારા સોસાયટી-1, ચકકરગઢ રોડ, સંકુલના બીજા ગેઈટની સામે, અમરેલી ખાતે રાખેલ છે.
અમરેલી : અમરેલી નિવાસી કનૈયાલાલ હરીલાલ પરીખ (ઉ.વ.8પ) તા.7/પને સોમવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા.10/પને ગુરૂવારના રોજ મોઢ મહાજન વાડી, રાજકમલ ચોક, અમરેલી ખાતે સાંજના 4 થી 6 કલાક રાખેલ છે.
અમરેલી : અકાળા નિવાસી કનુભાઈ વિશ્‍વનાથભાઈ વ્‍યાસના ધર્મપત્‍ની વિમળાબેન (ઉ.વ.84) તે રશ્‍મિકાંત (અમરેલી), દીપકભાઈ (રાજકોટ), અરૂણાબેન (બોટાદ), ઈલાબેન (દહેગામ)ના માતુશ્રી તથા હાર્દિક જયપ્રકાશભાઈ વ્‍યાસના મોટા બા અને છેલભાઈ, નવનીતભાઈના ભાભી તથા શશીભાઈ ત્રિવેદીના મામીનું દુઃખદ અવસાન તા.7ના રોજ થયેલ છે. સદ્ગતનું બેસણું તા.10ને ગુરૂવારના રોજ સાંજના 4 થી 6:30 સુધી જીવન મુકતેશ્‍વર મહાદેવ મંદિર હોલ, રેલ્‍વે સ્‍ટેશન સામે, અમરેલી ખાતે રાખેલછે.
સાવરકુંડલા : ઈસ્‍માઈલભાઈ અબ્‍દુલકરીમભાઈ ચૌહાણ (બીડીવાળા) તા.8/પ ને મંગળવારે અલ્‍લાહ પાકની રહેમતમાં પહોંચી ગયેલ છે.  મર્હુમની જીયારત તા.10/પ ને ગુરૂવારે સવારે 9-30 થી 10-30 કલાક સુધી મસ્‍જીદે ખદીઝા-બીડી કામદાર- સા.કું.માં રાખેલ છે. ઔરતો માટે જીયારત મર્હુમના ઘરે રાખેલ છે. ઘરઃ- બીડી કામદાર સોસાયટી, વ્‍હોરાનાં કબ્રસ્‍તાન પાસે.
રાજુલા : ગં.સ્‍વ. પુષ્‍પાબેન લાભશંકર જોષી (ઉ.વ. 83)                         મુ. ડેડાણ (હાલ અંધેરી) તા. 6/પ નાં રોજ સ્‍વર્ગવાસ થયેલ છે તેમની પિયરપક્ષની સંયુકત સાદડી તા. 10/પ ને ગુરૂવારનાં રોજ બપોરે 4 થી 6 શ્રી સિમ્‍બર સમવાય ઔદિચ્‍ય બ્રાહ્મણ જ્ઞાતિ વાડી, બ્રાહ્મણ સોસાયટી, રેલ્‍વે સ્‍ટેશન પાછળ, રાજુલા મુકામે રાખેલ છે.
અમરેલી : વિજયાબેન વિજેન્‍દ્રગીરી ગોસાઈ તે નૌતમગીરી યુ. ગોસાઈનાં ભાભી તેમજ પ્રદ્યુમનગીરી તેમજ હિતેન્‍દ્રગીરી ગોસાઈનાં માતુશ્રીનું તા.7/પ નાં રોજ અવસાન થયેલ છે. બેસણું તા. 10/પ ને ગુરૂવારનાં રોજ સાંજે 4.30 થી 7 માણેકપરા, ખોડીયાર ચોક, શેરી નં.1ર અમરેલી ખાતે તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે.

લાઠીનાં જરખીયા ખાતે આગામી શનિવારે મુખ્‍યમંત્રી વિજય રૂપાણી તળાવ ઉંંડુ કરશે

કલેકટરનાં અઘ્‍યક્ષસ્‍થાને અધિકારીઓની બેઠક યોજાઈ
અમરેલી, તા. 8
રાજયભરમાં સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ છે. આ અભિયાન અંતર્ગત મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી તા.1રમી મે-ર018ને શનિવારનાં રોજ લાઠી તાલુકાનાં જરખીયા ખાતે તળાવ ઉંડુકરવાનાં ખાતમુર્હુત અને શ્રમદાન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે.
મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં કાર્યક્રમનાં આયોજન અર્થે કલેકટર આયુષકુમાર ઓકનાં અઘ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ હતી.
કલેકટર ઓકે, સંબંધિત અધિકારી-કર્મચારીઓ પાસેથી કામગીરીની વિગતો મેળવી જરૂરી સૂચન કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન પીવાનાં પાણીની વ્‍યવસ્‍થા કરવા તેમજ બેકડ્રોપ તૈયાર કરવા અંગેનાં સૂચનો આપ્‍યા હતા.
કલેકટર કચેરી-અમરેલી ખાતે યોજાયેલ આ બેઠકમાં અધિક જિલ્‍લા મેજીસ્‍ટે્રટ પાંડોર, કાર્યપાલક ઈજનેર સર્વ શિવમ રાઠોડ, જિલ્‍લાઆયોજન અધિકારી ટોપરાણી, જિલ્‍લા ખેતીવાડી અધિકારી પટેલ, નાયબ ખેતી નિયામક હિરપરા, નાયબ જિલ્‍લા પોલીસ અધિકારી, પ્રાંત અધિકારી સતાણી, લાઠી પ્રાંત અધિકારી બોડાણા, અમરેલી મામલતદાર જાદવ, લાઠી મામલતદાર નીનામા, સહિતના અધિકારી-કર્મચારીઓ ઉપસ્‍થિત રહૃાા હતા.
કલેકટર આયુષકુમાર ઓક અને અધિકારી-કર્મચારીઓએ જરખીયા ખાતે કાર્યક્રમનાં સ્‍થળોની મુલાકાત લીધી હતી.

09-05-2018