Main Menu

Tuesday, May 8th, 2018

 

અમરેલી લોકસભા ચૂંટણીજંગમાં કોંગી ઉમેદવાર હાર્દિક પટેલ ?

કોંગ્રેસપક્ષે બેઠક કબ્‍જે કરવા યુવા નેતાને ઓફર કર્યાની ચર્ચા
અમરેલી લોકસભા ચૂંટણીજંગમાં કોંગી ઉમેદવાર હાર્દિક પટેલ ?
3 લાખ કરતાં પણ વધારે પાટીદાર મતદારો હોવાથી કોંગ્રેસપક્ષે યુવા નેતાને ઓફર કર્યાની ચર્ચા
અમરેલી, તા. 7
દેશની લોકસભાની ચૂંટણીને હવે 10થી 1ર મહિના જેટલો સમય બાકી રહૃાો છે. ત્‍યારે અમરેલી બેઠક પર ભાજપ-કોંગ્રેસનાં સંભવિત ઉમેદવાર કોણ તેને લઈને અનેકવિધ અટકળો શરૂ થઈ છે.
દરમિયાનમાં આગામી ર0 જુલાઈનાં રોજ પાટીદાર આંદોલન સમિતિનાં પ્રણેતા હાર્દિક પટેલ રપ વર્ષ પુર્ણ કરી રહૃાા હોય તે હવે લોકસભાની ચૂંટણી લડી શકે તેમ હોય કોંગી નેતાઓએ પાટીદારોને કોંગ્રેસ તરફ વાળવા માટે યુવા નેતાને અમરેલી અથવા મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડવા આમંત્રણ આપ્‍યું હોવાનું જાણવા મળેલ છે.
અમરેલી લોકસભા બેઠકમાં 3 લાખ કરતાં વધારેપાટીદાર મતદારો તેમજ મુસ્‍લિમ, દલિતોનાં અને અન્‍ય સમાજનાં મતનું ગણિત માંડવામાં આવે તો ભાજપ માટે આ બેઠક મુશ્‍કેલ બની જાય તેમ છે.
જો કે આ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ અમરેલી લોકસભાની બેઠક નીચે આવતી 7 વિધાનસભા બેઠકોમાંથી પાંચ બેઠકો પર કોંગ્રેસનો કબ્‍જો હોવાથી અમરેલી બેઠક પર કોંગ્રેસપક્ષને વિજયી થવાનાં ઉજળા સંજોગો જોવા મળી રહૃાા છે. જો હાર્દિક પટેલ મહેસાણાથી ચૂંટણી લડે તો અમરેલી બેઠક પર પરેશ ધાનાણી અથવા જેની ઠુંમરની પસંદગી થવાની શકયતાઓ જોવા મળે છે.

પૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડીયાની આત્‍મવિલોપનની ચીમકી

બીટકોઈન પ્રકરણમાં હવે હત્‍યા અને આત્‍મહત્‍યાનો વળાંક આવ્‍યો
પૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડીયાની આત્‍મવિલોપનની ચીમકી
સીઆઈડી ક્રાઈમે મને કોઈ સમન્‍સ મોકલ્‍યું નથી હું ઘરે જ હાજર હોવાનું જણાવ્‍યું
અનેક મોટા માથાઓ પોતાની હત્‍યા કે એન્‍કાઉન્‍ટર કરાવી નાખશે તેવી દહેશત વ્‍યકત કરી
અમરેલી, તા. 7
સમગ્ર રાજયમાં બીટકોઇન કૌંભાડની તટસ્‍થ તપાસ થાય તે માટે મે ગૃહમંત્રીને તા. ર4/રના ફેકસ કરી, મોબાઇલ પર વાત કર તમામ માહિતી આપવા છતા અને ત્‍યારબાદ સીઆઇડીમાં ર8 વખત મારા ભત્રીજા કીરીટે પુરાવા સાથે જવાબ આપવા છતા શૈલેષ ભટ્ટ વિરૂઘ્‍ધ કોઇપણ પ્રકારની ફરિયાદ દાખલ ન થઇ અને આરોપીને છુટો દોર મળી રહયો છે, તેની પાછળ મોટુ માથુ છે, તેવું નલીન કોટડીયાએ જણાવ્‍યું છે.
આરોપીને અને ભાગીદાર તથા ષડયંત્ર રચનારને નેતાઓ તમામ સહકાર હોય, આ તમામ મળી એમના વિરૂઘ્‍ધના મારી પાસેના પુરાવા મેળવવા કરેલ તમામ પ્રકારનાં પ્રયાસો નિષ્‍ફળ ગયા ત્‍યારે મને શોધી ધાક-ધમકી કે કોઇપણ પ્રકારે પુરાવા મેળવી લેવા અને ન મળે તો 1ર કરોડના બીટકોઇન કૌંભાડ કે જેની સાથે મારે કોઇ લેવા દેવા નથી તેમાં પડકાયેલા આરોપી પર દબાણ કરી મારુ નામ દાખલ કરી મારી ધરપકડ કરીને પણ પુરાવા પડાવી અને એમ ન બને તો મારૂ એન્‍કાઉનટર કે હત્‍યા કરાવીનાખવાના પ્‍લાનમાં ચકરાવે ચડેલા શૈલેષ ભટ્ટ અને  મોટા માથા ભાગીદારો આ સૌકોઇ મારી અને મારા પરિવારના કોઇપણ મોત કે હત્‍યા પાછળ જવાબદાર ગણાશે અને ર40 કરોડનાં કૌંભાડના શૈલેષના મુખે બોલાયેલ આખો પ્‍લાન નેતાઓ ભાગ અને પોલીસ રક્ષણની ખાત્રી આ સાથે મારી સ્‍યુસાઇડ નોટ કે જે ગણો તે મારા મોત કે હત્‍યા થયાના સમાચાર મળતા જ મે એક અંગત વ્‍યકિતને આપેલ હોય તે મીડીયા, કોર્ટ, પોલીસ અને અન્‍યને પહોંચતા કરશે, પછી લોકોએ સમજવાનું કે શું સત્‍ય હતુ ?
વધુમાં જણાવેલ છે કે, હું જાણું છુ કે જેલમાં ગયા બાદ હુ મારા મનની વાત કે પુરાવા રજુ નહિ કરી શકુ તેથી મને ખોટી રીતે સંડોવી ધરપકડ કરે એ પહેલા સુરતના કેટલાય ગરીબ લોકોના બીટકોઇન કંપનીમાં ફસાયેલા નાણા કે જે શૈલેષ ભટ્ટના કારણે ડુબી ગયા છે, તે નાણા લોકોને પાછા મળે અને સરકારશ્રીની સારી કામગીરી ગણાય, આવા ઘ્‍યેયથી મે અને કીરીટે રજુઆત બાદ વોલેટ સહિત આઇ.ડી. કે જેમાં ર300 જેટલા (દસ લાખના ભાવના) બીટકોઇન શૈલેષના વોલેટમાં તા. 1ના રોજ એમના જ કહેવાથી કીરીટે ટ્રાન્‍સફર કરી દીધા છે, તે અને આખુય કાવતરૂ ઘડી, પાર પાડી નાણીની કોણ ખર્ચ આપે, વહેંચણી કઇ રીતે થઇ આ બધી જ વાત શૈલેષના મુખે રેકોર્ડ થયેલ તે તમામ પુરાવા સીઆઇડી અનેગૃહમંત્રીને પહોંચતા કરવા છતા 1ર કરોડના ર00 કોઇન કે જે ટ્રાન્‍સફર થયા જ નથી તે એફ.એસ.એલ.નો રીપોર્ટ આવી જવા છતા રોજ રોજ નવા  આરોપ મુકનાર શૈલેષથી કોણ અને શા માટે ડરે છે તે તપાસનો વિષય છે, પોલીસને ર40 કરોડનું કૌંભાડ બન્‍યુ છે તેમાં રસ નથી અને 1ર કરોડનું બન્‍યુ જ નથી. તેમાં કોના દબાણથી રસ છે તે સમજાતુ નથી. 1ર કરોડના કોઇન કીરીટે ટ્રાન્‍સફર નથી કર્યા તો તે સાબિત થતા સંજય કોટડીયાને વેચ્‍યાને 1ર કરોડ લઇ આવ્‍યા આ વાત પોલીસ કરે, તે સ્‍વીકારાય પરંતુ સંજયના જવાબથી એ ખોટી ઠરતા હવે નવા નવા પ્‍લાન ઘડી, વાસ્‍તવમાં જેની બુઘ્‍ધિ અને ઓથથી ર40 કરોડનું કૌંભાડ શૈલેષ ભટ્ટે કર્યુ છે તે સૌ રાજયની પોલીસ અને મીડીયા મારફત પ્રજાને ગુમરાહ કરે છે, અરે રોજબરોજના નિવેદન પ્રસિઘ્‍ધ કરી શકે છે તો સીઆઇડીને ઓડીયો કલીપ આપી છે મેળવીને લોકોને જણાવશો શૈલેષના કારનામા તો આપને પણ ધન્‍યવાદ આપીશ. જો ખંડણી માંગવા, ગોંધી રાખવા, (કોઇન પડાવવાનું પુરવાર નથી થતુ) એસ.પી. કક્ષાની વ્‍યકિત સામે પોલીસ પોતે ફરિયાદી બનતી હોય તો શૈલેષ ભટ્ટે પણ તા. 1/રના રોજ પહેલા પિયુષ કાછડીયાનું અપહરણ કરી મારી, વિડીયો ઉતારી ધવલનું અપહરણ કર્યુ અને ર300 કોઇન રીવોલ્‍વર બતાવી આઈ.ટી. ઇન્‍સ્‍પેકટર બની શેલેષઅને તેની ટોળકીએ પડાવી 14.પ0 કરોડનો મુંબઇ પી. ઉમેશમાં હવાલો કરાવી પડાવી લીધા, આ રજુઆત કે ફરિયાદ મે ગૃહમંત્રીને કરી હોય એ ફેકસ સી.આઇ.ડી.ને મળેલ હોય અને બધાજ પુરાવા આપેલ હોય તો પોલીસ પોતે કેમ ફરિયાદી નથી બનતી, અરે પોલીસને કોઇ તકલીફ હોય તો જણાવે હું ફરિયાદી થવા તૈયાર છું. પરંતુ સુરતના લોકોને નાણા પરત અપાવીને હું ઝંપીશ ભલે કદાચ મારુ મોત થાય. એવું નલીન કોટડીયાએ જણાવ્‍યું છે.
પોતાને સીઆઇડી તરફથી કોઇપણ મેસેજ નથી મળ્‍યા, બોલાવ્‍યા પણ નથી, છતા મોટા માથા અને શૈલેષ મારો પીછો કરાવી પુરાવા મેળવવા માથાભારે લોકોને મારીી પાછળ લગાડી ચુકયા છે અને એટલે જયાં સુધી શૈલેષની ધરપકડ નહિં થાય અને ર40 કરોડનું કૌંભાડ ઢાંકવા કેવા ખેલ કોણ કરે છે તે સાબિત નહિં થાય ત્‍યાં સુધી મહેરબાની કરી પોલીસ મને પકડવા પ્રયાસ ન કરે. હું કાયદા અને ન્‍યાયતંત્રનું સન્‍માન કરું છું પરંતુ તેનો સાચા ગુનેગારને બચાવવા માટે દુરઉપયોગ થાય તે ઠીક ન કહેવાય. મને કેટલાક અગ્રણી અને મોટા માથા મારફત પણ નાણા આપી નામ કઢાવવા બેઠક કરી સમાધાન કરવા ખુબ જ પ્રયાસ થઇ રહયા છે, જેમાં હું કયાંય ફસાવાનો નથી, મેં પણ હકીકત જાણવા કેટલાક નુસખા અજમાવી સમાધાન કરવું છે બોલો કઇ રીતે તેવું પુછતાજે લોકો મને સમાધાન કરવા બેઠક કરી શુટીંગ ઉતારવા માંગતા હતા જેથી ગુનો નથી જ કર્યો તો સમાધાન શા માટે ? આમ કરી મને ફસાવવા માંગતા લોકોને પણ મેં ઉઘાડા કરી દીધા છે ત્‍યારે હવે મારી પાસેના પુરાવા છે કે જેની લોકોને ખબર પડે તો નેતાને નુકશાન જાય તેમ હોય આ પુરાવા મેળવવા સૌ મથી રહયા છે. હું જાહેર કરુ છું કે મારા પર જે આક્ષેપો થઇ રહયા છે, કે કરાવાઇ રહયા છે તે સાબિત થશે તો હું ગમે તે સજા ભોગવવા તૈયાર છું. પરંતુ આક્ષેપો કરવા એનાથી કોઇ ગુનેગાર નથી બનતા, ન્‍યાયતંત્રનો નિર્ણયએ આખરી ગણાય છે. આ બાબતે આજે હું વડાપ્રધાન, રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ ભાજપ, કેન્‍દ્રિય ગૃહમંત્રી, મુખ્‍યમંત્રી, ગૃહ રાજયમંત્રી, મુખ્‍ય પોલીસ વડા અને માનવ અધિકાર પંચમાં મારા નામ જોગ પત્ર લખી શૈલેષ ભટ્ટ અને સાગરીતો તથા એક પોલીટીકલ નેતા વિરૂઘ્‍ધ ર40 કરોડનાં કૌંભાડ આચરવા ઘડાયેલ સફળ કાવતરામાં સામે સૌ કોઇ સામે ફરિયાદ નોંધવા સરકાર તૈયાર થાય એવી રજુઆત કરું છું. હું પણ ગૃહમંત્રી પ્રદિપસિંહજીને રજુઆત કરું છુ કે જો શૈલેષ ભટ્ટ અને મોટા માથા (જે શૈલેષ નામ આપશે જ) વિરૂઘ્‍ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી તપાસ કરવામાં (પુરાવા હું આપીશ) નહિં આવે તો મારે મારા પરિવાર સાથે આત્‍મ વિલોપન કરવા સિવાય કોઇ રસ્‍તો નહિહોય, પણ હું જઇશ તો પણ કેટલાયને ખુલ્‍લા પાડીને જઈશ. એટલે કોઇનો આવો પ્‍લાન હોય તો ઉતાવળ ના કરતા મરીશ તો પણ પુરાવા પ્રજાને મળે તેવું કરતો જઇશ.
હું જાહેર જીવનનો વ્‍યકિત છું. કોઇપણ સાથે મળવું-બેસવું, વાત કરવી, ભલામણ કરવી મારી ફરજ છે, પરંતુ કોઇને દબાણ કરી મારું નામ આપવા કહેવાય છે, હું એસ.પી.ને મળ્‍યો નથી, કે નથી કયારેય ફોન પર આ બાબતે વાત થઇ એટલે ખોટી મથામણ કરતા, જે હકીકત છે તે જ બહાર લાવો. તેમ કહેતા કોટડીયાએ કહયું છે કે મારો ફોન બંધ નથી, ઘરે તાળુ નથી, હું ધારી જ છું.

ચીવડા ગામની સીમમાં આઇપીએલ મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા 3 ઝડપાયા

મોબાઇલ એપ્‍લીકેશન ઉપર રમાતો હતો જુગાર
અમરેલી, તા.7
ધારી તાલુકાના ચીવડ ગામની સીમમાં ગઈકાલે રાત્રીનાં સમયે ગોંડલ તાલુકાના મોવીયા ગામે રહેતા જગદીશ જેન્‍તીભાઇ સોરડીયા, કાંતીભાઇ જેન્‍તીભાઇ ચાંગોલા તથા ચીવડ ગામે રહેતા ચતુર કમાભાઇ બારૈયા રાજસ્‍થાન રોયલ અને કિંગ ઇલેવન પંજાબ વચ્‍ચેની ક્રિકેટ મેચ ઉપર મોબાઇલ એપ્‍સથી ક્રિકેટનાં સટ્ટાનો હારજીતનો જુગાર રમતો હોય, ભાવનગર આર.આર. સેલને બાતમી મળતા દરોડો કરી ત્રણેય ઇસમોને રોકડ રકમ રૂા. 379પ, મોબાઇલ ફોન-પ કિં રૂા. 6000, કાર-રૂ રૂા. 70 હજાર, મોટર સાયકલ નંગ-1 કિ.રૂા. રપ હજાર મળી કુલ રૂપિયા 10479પના મુદ્‌ામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલીનાં ચિતલ રોડ પર બ્‍યુટિફિકેશનની કામગીરી કરાશે

અમૃત્ત યોજના હેઠળ રોડની રોનકને ચાર ચાંદ લાગશે
અમરેલીનાં ચિતલ રોડ પર બ્‍યુટિફિકેશનની કામગીરી કરાશે
મહાનગર જેવી પગદંડી, સાયકલ ટ્રેક, ગાર્ડન સહિતની સુવિધાઓ ઉભી કરાશે
અમરેલી, તા.7
અમરેલી શહેરના ચિતલ રોડ, ફોરવર્ડ ચોક (સરદાર સર્કલ)થી એરપોર્ટ સુધીનાં રસ્‍તા પૈકીની જમીન પર સરકારની અમૃત્ત યોજના હેઠળ બ્‍યુટિફિકેશનની કામગીરી મંજૂર        થયેલ છે.
અમૃત્ત યોજના તળેની કામગીરીમાં પેડસ્‍ટલ પાથ (પગદંડી), સાયકલ ટ્રેક, ગાર્ડન વિગેરે જેવી કામગીરીઓ કરવામાં આવનાર છે. આથી નીચે જણાવેલ રોડ પૈકીની જમીન પર દબાણકર્તાઓને પોતાના દબાણો દૂર કરી સરકારી જમીન ખાલી કરવા આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છે.
અમરેલી શહેરના પીજીવીસીએલ કચેરી, જય સોસાયટીના ખૂણાથી પશુ દવાખાના, સર્કિટ હાઉસ, પોલીસ કોમ્‍યુનિટી હોલ, પોલીસ અધિક્ષક કચેરીથી નૂતન હાઈસ્‍કુલનો ખૂણો (ઓમનગર તરફ જતા રસ્‍તા) સુધી (ચિતલ રોડ જતા ડાબી સાઈડ) તેમજ અમરેલી શહેરના કોટક લો કોલેજના રસ્‍તાથી ગોળ હોસ્‍પિટલ, સ્‍પોર્ટસ કલબ અને એરપોર્ટનાં ઉત્તર તરફના ખૂણા સુધીનો રસ્‍તો જે સ્‍ટેટ હાઈ-વે રોડથી હયાત જે-તે કમ્‍પાઉન્‍ડ વોલ સુધીની જમીન પર તમામ પ્રકારના દબાણો નોટીસ પ્રસિઘ્‍ધ થયાના દિવસ-1પમાં જે-તે દબાણકર્તાઓને પોતાના દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી છે.
નિયત સમયમર્યાદામાં દબાણ દૂર નહિ કરવામાં આવે તો અમરેલી નગરપાલિકા ઘ્‍વારા સમયમર્યાદા વિત્‍યા બાદ કોઈપણ સમયે દબાણકર્તાના ખર્ચે અને જોખમે દબાણ દૂર કરવામાંઆવશે.
નોટીસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ દબાણકર્તાઓના કોઈપણ પ્રકારના વિવાદને ઘ્‍યાને લેવામાં આવશે નહિ. તેની નોંધ લેવા અમરેલી નગરપાલિકા પ્રમુખની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

લાઠીમાં તસ્‍કરોએ એકી સાથે પાંચ મકાનને નિશાન બનાવ્‍યા

સેતાપાટી વિસ્‍તારમાં જમજમ એપાર્ટમેન્‍ટમાં ઘુસી જઈને
લાઠીમાં તસ્‍કરોએ એકી સાથે પાંચ મકાનને નિશાન બનાવ્‍યા
રૂપિયા 8ર હજારનાં મુદ્‌ામાલની ઉઠાંતરી કરી નાશી જતાં સ્‍થાનિકોમાં નારાજગી
અમરેલી, તા. 7
લાઠી શહેરમાં તસ્‍કરોએ હાહાકાર મચાવતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે અને રાત્રી પેટ્રોલીંગ મજબુતકરવાની માંગ કરવામાં આવી રહી છે.
શહેરના સેનાપાટી વિસ્‍તારમાં આવેલ જમજમ એપાર્ટમેન્‍ટના પાંચ બંધ મકાનમાં ઘુસીને તસ્‍કરો રૂપિયા 8ર હજારનો મુદ્‌ામાલ ઉઠાવી જતા સ્‍થાનિકોએ પોલીસ સ્‍ટેશને દોડી જઇને તસ્‍કરોને ઝડપી લેવા અને રાત્રી પેટ્રોલીંગ મજબુત કરવાની માંગ કરી હતી.
અત્રે એ ઉલ્‍લેખનીય છે કે લાઠી શહેરમાં એક જ મહિનામાં ચોરીની 10મી ઘટના બનતા શહેરીજનોમાં ફફડાટનું વાતાવરણ જોવા મળી રહયું છે.

બાબરાનાં ચમારડીમાં શનિવારે મોડીરાત્રીનાં તસ્‍કરોએ 4 મકાનોમાં ખાખાખોળાકર્યા

અમરેલી, તા. 7
અમરેલીનાં પોલીસ અધિક્ષક જગદીશ પટેલ અને ક્રાઇમ પીઆઇ અનંત પટેલને બીટકોઇન કાંડમાં જેલ હવાલે કરવામાં આવ્‍યા બાદ જિલ્‍લાનાં પોલીસ વિભાગમાં હડકંપ આવી ચુકયો છે અને એક સાંધે ને તેર તુટેની પરિસ્‍થિતિ જોવા મળી રહી છે.
ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષક દેસાઇ કાયદો વ્‍યવસ્‍થા મજબુત કરવા માટે દિવસ-રાત એક રહી રહયા છે. પરંતુ, અપુરતા સ્‍ટાફને લઇને પરેશાની વધી રહી છે.
દરમિયાનમાં બાબરાના ચમારડી ગામે શનિવારે મોડીરાત્રીના તસ્‍કરોએ એકીસાથે 4 મકાનમાં ખાખાખોળા કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જો કે, મકાનના માલીકોએ ફરિયાદ કરવાનું ટાળી દીધુ હતુ.
બાબરા પંથકમાં જુગારધામ ચાલતો હોવાના અહેવાલો બાદ ક્રાઇમ બ્રાન્‍ચ અને આરઆરસેલે કામગીરી કરવી પડી હતી. સ્‍થાનિક પોલીસની નિષ્‍ક્રીયતા ઉડીને આંખે વળગી રહી હોય પોલીસ અધિક્ષક હવે શું કરે છે. તેના પર સૌની નજર મંડાયેલ છે.

લુણીધાર ગામની પરિણીતા અકસ્‍માતે દાજી જતાં સારવાર માટે ખસેડાઈ

અમરેલી, તા. 7
વડિયા તાલુકાનાં લુણીધાર ગામે રહેતી કાજલબેન લાલજીભાઈ બાવળીયા નામની ર4 વર્ષિય પરિણીતા ગત તા.4 નાં રોજ સાંજે પોતાના ઘરે રસોઈ બનાવતા હોય, ચુલામાં કેરોસીન નાંખવા જતાં અચાનક આગનો ભડકો થતાં તેણીએ પહેરેલ સાડીને આગ લાગતાં આખા શરીરે દાજી જતાં પ્રથમ અમરેલી અને વધુ સારવાર માટે પાળીયાદ દવાખાને ખસેડવામાં આવેલ છે.

જીકીયાળી-ધજડી રોડ ઉપર ટ્રક ચાલકે કારને હડફેટે લેતાં પ વ્‍યકિતને ઈજા

ઘવાયેલાને પ્રથમ સાવરકુંડલા વધુ સારવાર માટે અમરેલી ખસેડાયા
અમરેલી, તા. 7
ખાંભા ગામે રહેતાં તુષાર ધીરૂભાઈ દવેરી પોતાના હવાલાવાળી કાર નંબર જી.જે.7 એ.જી.4ર3રમાંગઈકાલે સવારે અમરેલી આવવા માટે રવાના થયા હતા ત્‍યારે કાર જીકીયાળી-ધજડી વચ્‍ચેથી પસાર થતી હતી ત્‍યારે વળાંકમાં એક અજાણ્‍યા ટ્રકે આ કારને હડફેટે લેતાં આ કારમાં બેઠેલા પાંચ ઈસમોને નાની-મોટી ઈજાઓ થતાં પ્રથમ સાવરકુંડલા અને વધુ સારવાર માટે અત્રેનાં દવાખાને ખસેડવામાં આવેલ છે.

શિકારીઓને પકડવા ગયેલ વન વિભાગની ટીમ અને શિકારીઓ વચ્‍ચે થયા સામસામા ફાયરીંગ

વન વિભાગનો પન્‍નો ટૂંકો પડતા શિકારીઓ નજર સામેથી ફરાર
ખાંભા, તા. 7
ગત મોડી રાત્રીનાં ખાંભા તાલુકાનાં ભાડ ગામની સીમમાં શિકારી ટોળકી ર્ેારા વન્‍યજીવોનો શિકાર થઈ રહૃાો હોવાની બાતમીનાં આધારે ડી.સી.એફ. સહિતનાં 100થી વધુનો વન વિભાગનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા બાદ શિકારીઓને પકડવા અનેક પ્રયત્‍નો થયા, પરંતુ શિકારીઓએ બચવામાટે ફાયરીંગ કર્યા હતા. જયારે સ્‍વ બચાવ માટે વન વિભાગના અધિકારી ર્ેારા પણ ફાયરીંગ કરવામાં આવ્‍યા છે. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પણ એક ચીંકારાનો ગોળી મારી હત્‍યા કરાયેલો મૃતદેહ મળી આવ્‍યો હતો.
બનાવની પ્રાપ્‍ત વિગતો પ્રમાણે ખાંભા તાલુકાનાં ભાડ ગામની સીમમાં ત્રણેક જેટલા શિકારીઓ ર્ેારા વન્‍યજીવોનો શિકાર કરવાની પેરવી ચાલીરહી હોવાની સૌ પ્રથમ સ્‍થાનીક આર.એફ.ઓ. પરીમલ પટેલને બાતમી મળી હતી. પરંતુ તેણે આ વાતની ગંભીરતા ન લીધી અને ઘટના સ્‍થળે ન આવ્‍યા. બાદમાં આ અંગેની માહિતી ગીર પૂર્વનાં ડી.સી.એફ. કૃપાસ્‍વામીને મળતા તેઓ તુરંત જ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા અને તેણે આસપાસની અન્‍ય તમામ રેંજના સ્‍ટાફ અને અધિકારીઓને ભાડ ગામની સીમમાં બોલાવી લીધા હતા. બાદમાં બનાવવાળી જગ્‍યાથી એક કી.મી. દૂરથી 100 જેટલાં વનવિભાગનો સ્‍ટાફ અને અધિકારીઓ ઘટના સ્‍થળે બેટરી વગર અંધારામાં ચાલીને આવ્‍યા અને ડી.સી.એફ. સહિતનાં તમામ અધિકારીઓએ શિકારી ટોળકીને ચીંકારાનો લાઈવ શિકાર કરતા નજરે નીહાળ્‍યા. જેમાં ત્રણ જેટલા શિકારીઓ ર્ેારા બેટરીની લાઈટમાં આવેલ, ચીંકારાને બંધુકની ગોળી મારી હતી અને ત્‍યાં જ ચીંકારાનું પ્રાણ  પંખેરૂ ઉડી ગયુ હતું. આ સમગ્ર મામલો હાજર તમામ વન વિભાગનાં અધિકારી તથાસ્‍ટાફે નીહાળ્‍યા બાદ તેને પકડવાની તજવીજ કરતા શિકારીઓ બચવા માટે વન વિભાગ સામે તેની પાસે રહેલ બંધુકમાંથી ચાર જેટલા રાઉન્‍ડ ફાયરીંગ કર્યુ હતું.
જયારે સામાપક્ષે વન વિભાગ ર્ેારા શિકારીઓને ડરાવવાં માટે અને સ્‍વરક્ષણ માટે બે રાઉન્‍ડ ફાયરીંગ કરવામાં આવ્‍યુ હતું. પરંતુ સો જેટલા લોકોનો સ્‍ટાફ હોવા છતાં માત્ર ત્રણેક જેટલા શિકારીઓને પકડવામાં વન વિભાગ વામણું પુરવાર થયું અને ફાયરીંગ દરમ્‍યાન કોઈને પણ ઈજા ન થઈ હતી. બાદમાં ત્રણેય શીકારો નાસી છૂટયા હતા. વન વિભાગનાં સુત્રોનાં જણાવ્‍યા પ્રમાણે બાદમાં મીતીયાળા ગામનો મનસુખ વાઘેલા નામના શખ્‍સની શકના આધારે પુછપરછ હાથ ધરી છે. જયારે સુત્રોની વાત માનીએ તો આ બનાવમાં મીતીયાળા ગામનાં જ ત્રણેય શિકારીઓ જ હોવાનું ચર્ચાઈ રહૃાું છે. આ અગાઉ પણ ખાંભાનાં કોઠારીયા નજીકથી વન વિભાગે વન્‍યજીવોનું માંસ રાંધતા રંગે હાથ પકડી પાડયા હતા. છતાં પણ આવા અનેક ગેરકાયદેસર કૃત્‍યો ખાંભા પંથકમાં વન વિભાગની મીઠી નજર હેઠળ ધમધમી રહૃાા છે.
ચીંકારાનાંપેટમાંથી નીકળ્‍યા બે છરા
મૃતદેહ મળ્‍યા બાદ ચીંકારાનું પી.એમ. કરવામાં આવ્‍યું ત્‍યારે ચીંકારાના પેટમાંથી જામગરી કે અન્‍ય બંધુકની ગોળીમાંથી નીકળેલા બે છરા નીકળ્‍યા હતા.
ખાંભાનાં આરએફઓની બેદરકારી બદલ તોળાઈરહેલા પગલા
વન વિભાગનાં સૂત્રોનાં જણાવ્‍યા પ્રમાણે આટલી મોટી ઘટના હોવા છતાં ખાંભાનાં આરએફઓ સમગ્ર વિગતે વાકેફ હોવા છતાં ઘટના સ્‍થળે ન આવ્‍યા કે સ્‍થાનિક સ્‍ટાફને ન મોકલ્‍યો. બાદમાં ખુદ ડી.સી.એફ. તથા અન્‍ય રેંજના આરએફઓ તથા સ્‍ટાફ કુલ મળી 100 જેટલો સ્‍ટાફ આવ્‍યા છતાં સ્‍થાનિક આરએફઓ પરીમલ પટેલ છેલ્‍લે સુધી બનાવ   સ્‍થળે ન આવ્‍યા અને વધુમાં મળેલ માહિતી મુજબ ખુદ ડી.સી.એફ. પણ આર.એફ.ઓ.નો સંપર્ક કરવા પ્રયત્‍ન કર્યો હોવા છતાં પણ ડી.સી.એફ. જવાબ ન આપતા તેના પર આકરા પગલા તોળાઈ રહૃાા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્‍યું છે.
શિકારીઓની બંધુક પણ મળી આવી
વન વિભાગનાં સુત્રોનાં જણાવ્‍યા પ્રમાણે સમગ્ર બનાવની તપાસમાં વન વિભાગને શિકારીઓએ કરેલ ફાયરીંગ તથા ચિંકારાનાં શિકારમાં વપરાયેલ બંધુકોમાંથી એક બંધુક તપાસ દરમ્‍યાન મળી આવી છે. આ અંગે તપાસનો ધમધમાટ તેજ બન્‍યો છે. આગામી દિવસોમાં વન વિભાગ હજુ કડક બને તે જરૂરી      બન્‍યુ છે.

અમરેલીનાં યુવકે ગ્રામ વિકાસ માટે ‘‘મન વિકાસથી ગામ વિકાસ” કાર્યક્રમ શરૂ કર્યો

પ્રગતિશીલ ખેડૂતો અને ઉદ્યમી મહિલાઓ માટે
અમરેલીનાં યુવકે ગ્રામ વિકાસ માટે ‘‘મન વિકાસથી ગામ વિકાસ” કાર્યક્રમ શરૂ કર્યો
વિવિધ ક્ષેત્રનાં તજજ્ઞ દ્વારા માર્ગદર્શન રજુ કરાશે
અમરેલી, તા.7
ગ્રામ વિસ્‍તારના લોકોનાસામાજિક, આર્થિક અને વૈચારિક સશકિતકરણ માટે વિવિધ સ્‍તરે થઇ રહેલા પ્રયત્‍નોને ઘ્‍ઘ્‍ઘ્‍ઈ વ્‍બ્‍દ્યઉબ્‍મ્‍ઈ :ચ્‍ન્‍ ડિઝીટલ માઘ્‍યમ વડે જોડી તેને ગ્રામ વિકાસની સામુહિક ચળવળ બનાવવાનો પ્રયત્‍ન છે. આ વેબ સાઇટ અંતર્ગત પ્રગતિશીલ ખેડૂતો, ઉદ્યમી મહિલાઓ, સાહસિક દ્વારા સલગ્ન ક્ષેત્રે મેળવેલ સફળતાઓ વિવિધ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં લોકભાગીદારી, સરપંચો દ્વારા થયેલ ઉત્તમ પરિણામલક્ષી કાર્યોની માહિતી તથા વિવિધ ક્ષેત્રના તજજ્ઞ દ્વારા માહિતી, માર્ગદર્શન રજુ કરવામાં આવશે. ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોના વિશેષ સૂચનો મેળવવા માટે અમરેલી માર્કેટયાર્ડ, નાના માચીયાળા ગામ ખાતે લોક સંપર્ક કરવામાં આવ્‍યો. આપની પાસે આપના ગ્રામ્‍ય વિસ્‍તારમાં વિવિધ સ્‍તરે હકારાત્‍મક અભિગમ સાથે થયેલા પરિણામલક્ષી કામોની માહિતી જણાવવા અનુરોધ કરાયો છે.

મોટા દેવળીયા-ધરાઈ માર્ગ પર ટ્રકેબાઈકને હડફેટે લેતા 1નું મોત

બાબરા, તા.7
બાબરામાં રહેતા રવજીભાઈ નાનજીભાઈ ડાભી (ઉ.વ.પપ) જાતે કોળી તેમના ધર્મપત્‍નિ પ્રભાબેન રવજીભાઈ ડાભી (ઉ.વ.પ0) સાથે પોતાનું બાઈક નંબર જી.જે.એચ. ર1 લઈ બપોરે વડીયા તાલુકાના ધોળવા ગામમાં લગ્ન પ્રસંગે જતા હતા ત્‍યારે અહીં મોટા દેવળીયા અને ધારી માર્ગ પર પુરપાટ ઝડપે આવતા ટ્રકે ઠોકર મારતા કોળી દંપતિ રોડ પર ફંગોળાઈ જતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માત સર્જી ટ્રક ડ્રાઈવર ટ્રક મુકી નાસી છુટેલ છે.
જેમાં રવજીભાઈ ડાભીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્‍થળે મૃત્‍યુ નિપજયું હતું. જયારે તેમના પત્‍નિને માથામાં અને હાથમાં ગંભીર ઈજા થતા 108 મારફત પ્રથમ બાબરા અને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ છે.
બાબરા પોલીસ દ્વારા અકસ્‍માતનો ગુનો નોંધી ટ્રક ડ્રાઈવરને પકડવા ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

લાઠીનાં યુવકે ઝેરી દવા પી લેતાં સારવાર માટે ખસેડાયો

ધમકીથી ડરી જવાનાં કારણે
લાઠીનાં યુવકે ઝેરી દવા પી લેતાં સારવાર માટે ખસેડાયો
ભોગ બનનારની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
અમરેલી, તા. 7
લાઠી ગામે રહેતાં રસીલાબેન રમેશભાઈ સાકરીયાનાં પુત્ર મહેશભાઈ (ઉ.વ. ર6)એ તે જ ગામે આવેલ કોળીવાડ વિસ્‍તારમાં રહેતાં ગીધાભાઈ મકવાણાનાં ત્રાસનાં કારણે દવા પીધાનું પોલીસમાં જાહેર કર્યુ છે.
ફરિયાદમાં એમ પણ જણાવ્‍યું છે કે ગઈકાલે રાત્રિનાં સમયે આ ગીધાભાઈએ આ ભોગ બનનારનાં ઘરે હુમલો કરી, ચીજવસ્‍તુઓની તોડફોડકરી અને ફરીયાદી બેનની દિકરીનું અપહરણ કરી જવાની ધમકી આપવાથી તેમના પુત્ર મહેશભાઈએ ઝેરી દવા પી લીધી છે. હાલ તેઓ બેભાન હાલતમાં હોય, સારવાર હેઠળ છે.

વાંકીયા ગામની સીમમાં જુગાર રમતા 8 શકુનીઓ ઝડપાયા

અમરેલી, તા. 7
અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્‍સ.સી.જે. ગૌસ્‍વામીએ બાબરા તાલુકાનાં વાંકિયા ગામની સીમમાં હરજીભાઈ ઘોહાભાઈ ભોજાણીના વાડી ખેતરનાં ફરજામાં કેટલાંક ઈસમો પૈસા-પાના વડે તીન – પત્તી નામનો જુગાર રમે છે. તેવી ચોકકસ બાતમી આધારે એલ.સી.બી. સ્‍ટાફ સાથે બાતમી વાળી જગ્‍યાએ રેઈડ કરતાં (1) ભરતભાઈ મોહનભાઈ વાઘેલા, (ર) વિજયભાઈ મેરામભાઈ જોગરાજીયા, (3) સુભાષભાઈ નાજાભાઈ ઝાપડીયા, (4) લાલાભાઈ સવાભાઈ ગમારા, (પ) ભુપતભાઈ સવજીભાઈ સાપરા, (6) વજાભાઈ ભીખાભાઈ બોહરીયા, (7) રવુફભાઈ જીકરભાઈ ખીમાણી, (8) રમેશભાઈ દેવશીભાઈ મકવાણા, રોકડા રૂા. 4પ,600 તથા ગંજીપતાના પાના નંગ- પર તથા મોટર સાઈકલ નંગ-6, કિં.રૂા.9પ,000તથા મોબાઈલ ફોન નંગ-11, કિં.રૂા.13,000 તથા પાથરણું વિ. મળી કુલ રૂા.1,પ3,000 ના મુદામાલ સાથે પકડાઈ ગયેલ હોય તે તમામ સામે જુગાર ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી બાબરા પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે.
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્‍સ.સી.જે.ગોસ્‍વામી તથા એલ.સી.બી. સ્‍ટાફના ભરતબાપુ ગોસ્‍વામી, કે.સી.રેવર, કિશનભાઈ હાડગરડા, મનિષભાઈ જોષી, હરેશભાઈ બાયલ, જગદીશભાઈ પોપટ, ડ્રાઈવર રાજુભાઈ ચૌધરી વિગેરેએ કરેલ છે.

આગરીયા ગામ નજીક ઠંડા પીણા ભરેલું પીક-અપ વાન પલટી ગયું

અમરેલી, તા. 7
રાજુલા-સાવરકુંડલા વચ્‍ચે આવેલ આગરીયા ગામ નજીક આજે ઠંડા પીણા ભરીને નિકળેલી પીક-અપ વાન નં.જી.જે.13 એ.ટી. 3ર40નું અચાનક જ ટાયર ફાટી જતાં આ વાહન પલટી મારી ગયું હતું. જેના કારણે તેમાં ભરેલ ઠંડાપીણાનાં પાર્સલો રોડ ઉપર રેલમછેલ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં સ્‍થાનિક લોકોનાં ટોળેટોળા ઉમટી પડયા હતા.

સત્તાધારી કોંગ્રેસનાં 4 નગરસેવકોએ “અમરેલી એકસપ્રેસ”ની મુલાકાત લીધી રાજુલા શહેરમાં ઐતિહાસિક વિકાસ કાર્યો કરાશે

સત્તાધારી કોંગ્રેસનાં 4 નગરસેવકોએ “અમરેલી એકસપ્રેસ”ની મુલાકાત લીધી
રાજુલા શહેરમાં ઐતિહાસિક વિકાસ કાર્યો કરાશે
જાહેર માર્ગો કે સાર્વજનિક પ્‍લોટમાં થયેલ દબાણ દુર કરવાની કામગીરી કરવામાં આવશે
અમરેલી, તા. 7
રાજુલા પાલિકાનાં અગાઉના શાસકોએ જો કોઈ ગેરરીતિ કરી હશે તો તેને તટસ્‍થ તપાસ કરીને ગેરરીતિ કરનાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવો રણટંકાર પાલિકાનાં શાસક પક્ષનાં 4 નગર સેવકોએ કર્યો હતો.
પાલિકાનાં કિશોરભાઈ ધાખડા, રમેશભાઈ કાતરીયા, વિનોદભાઈ લુહાર અને રમજાનભાઈ કુરેશીએ “અમરેલી એકસપ્રેસ” કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી અને શહેરના વિકાસ અંગે વિસ્‍તૃત ચર્ચાઓ કરી હતી.
કોંગી નગર સેવકોએ જણાવ્‍યું હતું કે, શહેરમાં જાહેર માર્ગો કે સાર્વજનિક પ્‍લોટમાં થયેલ ગેરકાયદેસર દબાણને દુર કરવામાં આવશે અને ગેરકાયદેસર રીતે બાંધકામો નિયમિત કરાવનાર સામે પણ કાર્યવાહીકરાશે.
પાલિકાની તિજોરીમાં જમા થતાં શહેરીજનોનાં પરસેવાનાં એક-એક પૈસાનો સદઉપયોગ કરાશે અને કોઈ કર્મચારી ભ્રષ્‍ટાચાર કરશે તો તેની સામે પણ શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં જણાવ્‍યું હતું કે, શહેરમાં પીવાના પાણી, ગટર, સ્‍વચ્‍છતા, સ્‍ટ્રીટ લાઈટ, માર્ગો સહિતની સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. શહેરને રળીયામણું બનાવવા માટે સૌનો સાથ લઈને વિકાસકાર્યો કરાશે અને શહેરીજનોનાં સુચનોને પણ ઘ્‍યાનમાં લેવામાં આવશે તેમ અંતમાં જણાવ્‍યું હતું.

લીલીયા નીલકંઠ સરોવરની મુલાકાત લેતા પ્રભારી મંત્રી આર.સી. ફળદુ

લીલીયા અમરેલી માર્ગ પર આવેલ ખારી નદી પર પાછલા ચાર માસથી જલધારા સેવા સમિતિ દ્વારા નિલકંઠ સરોવર બનાવવાની કામગીરી રાત-દિવસ ચાલી રહી છે. આ કામગીરી નિહાળવા સવારના 10 કલાકે જિલ્‍લા પ્રભારી આર.સી. ફળદુ અને સુજલામ સુફલામ ઈન્‍ચાર્જ પ્રફુલભાઈ પાનસુરીયા આવી પહોંચેલ. આ તકે જલધારા સેવા સમિતિ પ્રમુખ બટુકભાઈ ધામત, ઉપપ્રમુખ ગોરધનભાઈ ભાલાળાએ બન્‍ન આગેવાનોનું શાલ ઓઢાડી સન્‍માન કરેલ. બાદ ઉપસરપંચ બાબુભાઈ ધામતે જલધારા સેવા સમિતિ દ્વારા થઈ રહેલ જળ સંગ્રહ શકિત વધારવાની કામગીરી અંગે જાણકારી આપેલ. વિવિધ માંગણીઓ રજૂ કરેલ. બાદ આર.સી. ફળદુએ જલધારા સેવા સમિતિની કામગીરી બિરદાવવામાં આવેલ. જળ સંગ્રહ શકિત વધારવા સરકાર તમામ જરૂરિયાત પુરી પાડશે તેવું જણાવેલ. બાદ જિલ્‍લા ઈન્‍ચાર્જ પ્રફુલભાઈ પાનસુરીયાએ યોજના અંતર્ગત માહિતી આપી ઉપસ્‍થિત તમામ લોકોને જળ સંગ્રહ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. આ તકે ભરતભાઈ ગાજીપરા,કમલેશ કાાનાણી, હિરેન હિરપરા, ચતુર કાકડીયા, અરૂણભાઈ પટેલ, મગનભાઈ, ઘનશ્‍યામભાઈ રાદડીયા સહિતના લોકો હાજર રહેલ. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા બટુકભાઈ ધામત, ગોરધનભાઈ ભાલાળા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

સાવરકુંડલા પંથકમાં પીવાના પાણીની સમસ્‍યાને લઈને ચિંતાનો માહોલ

જાગૃત આગેવાન દિપક માલાણીએ સમસ્‍યાનો અભ્‍યાસ કર્યો
સાવરકુંડલા પંથકમાં પીવાના પાણીની સમસ્‍યાને લઈને ચિંતાનો માહોલ
સમગ્ર પંથકમાંથી મોટી સંખ્‍યામાં સરપંચો સહિતનાં આગેવાનો ઉપસ્‍થિત રહૃાા
સાવરકુંડલા, તા.7
સાવરકુંડલા તાલુકામાં ગામેગામ પીવાના પાણીની તીવ્ર મુશ્‍કેલી પ્રવર્તી રહી છે. પીવાના પાણીને લગતા અનેક પ્રશ્‍નો છે. જે બાબતે દિપકભાઈ માલાણીએ સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં તાલુકા ભરના આગેવાનો, પદાધિકારીઓ, સરપંચોની મિટીંગ બોલાવતા આજની મિટીંગમાં પાણીના પ્રશ્‍ને ચર્ચા અને જરૂરી રજૂઆત કરવા માટે વિગતવાર ચર્ચા થયેલ અને ગામેગામથી આવેલ સરપંચો, આગેવાનોએ પોતપોતાના ગામની પીવાના પાણીની સ્‍થિતિ અને ઉકેલ માટે જરૂરી માંગણીઓ અને સુચનો કરેલ. જે બધા સુચનો, રજૂઆતોની ગામવાઈઝ નોંધ લઈ જિલ્‍લા કલેકટરને વિગતવાર રજૂઆતો કરવાનો નિર્ણય થતા કલેકટરને દરેક ગામના પ્રશ્‍નો બાબતે અલગથી વિગતવાર રજૂઆતો કરતા પત્ર આપેલ છે. આજની આ મિટીંગમાં તા.પં. ઉપપ્રમુખ રાઘવભાઈ સાવલીયા, જિ.પં. સદસ્‍ય ભરતભાઈ ગીડા અને લાલભાઈ મોર, તા.પં. કારોબારીચેરમેન ભરતભાઈ સાટીયા, તા.પં. સદસ્‍યો દુલાભાઈ ઉકાણી, ભનુભાઈ રાદડીયા, દિલીપભાઈ રવૈયા, પરબતભાઈ કોઠીયા તથા પીઢ આગેવાનો જસુભાઈ ખુમાણ, દુર્લભાઈ કોઠીયા, ગુલાબસિંહ જાડેજા, દાનુભાઈ ખુમાણ, દાદાજાનભાઈ બુખારી, યાકુબભાઈ રસભર્યા, નટુભાઈ દેસાઈ, ભીખુદાદા થોરડીવાળા, રમેશભાઈ શેલડીયા, અબ્‍દુલભાઈ દલ, રામજીભાઈ ધડુક, નાથાભાઈ ભરવાડ, બાબુલાલ કુબાવત, સંઘના ડાયરેકટર મનસુખભાઈ દેસાઈ, ધીરૂભાઈ બુહા, પૂર્વ સરપંચ, નાથુભાઈ ખાલપર, યુવા અગ્રણી મહેશભાઈ ચોડવડીયા અને ધનસુખભાઈ કોઠીયા, વાસુરભાઈ ભમર, પૂર્વ સરપંચ ભોકરવા તથા જુદી જુદી ગ્રામ પંચાયતના સરપંચો ધર્મેન્‍દ્રભાઈ ખુમાણ મોટાભમોદ્રા, ચેતનભાઈ માલાણી ખડસલી, પ્રવીણભાઈ રાદડીયા લીખાળા, શીવરાજભાઈ મૈત્રા પીયાવા, બાબુભાઈ માલાણી આંબરડી, શીવરાજભાઈ હાથસણી, ભનુભાઈ પાઘડાળ સાકરપરા, મહેશભાઈ ખુમાણ સેંજળ, દાદભાઈ પટગીર આદસંગ, અરશીભાઈ શ્‍યોરા ભેકરા, યોગેશભાઈ ધાર, રમેશભાઈ વાઢેર બગોયા, ભનુભાઈ મોર ખોડીયાણા, મહેશભાઈ લખાણી મેકડા, જયંતિભાઈ મકવાણા ફીફાદ, હર્ષદભાઈ મુંજપરા કૃષ્‍ણગઢ, આશુબેન ખોખર વીજપડી,             કાળુભાઈ પટગીર મેરીયાણા વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.

જાફરાબાદનાં દરિયાકાંઠાથી 30 નોટીકલ માઈલ દૂર ઈજાગ્રસ્‍ત માચ્‍છીમારની મદદ કરાઈ

મરીન કમાન્‍ડોની ટીમનું ઉમદા કાર્ય
અમરેલી, તા. 7
જાફરાબાદથી 30 નોટીકલ માઈલ દરીયામાં માચ્‍છીમારી કરવા માટે ગયેલા માછીમારો પૈકી-1 માછીમારને કોઈપણ કારણોસર માથાનાં ભાગે ઈજા થઈ હોવાની જાણકારી મરીન કમાન્‍ડોને થતાં તેઓએ આ માછીમારની બોટનું તાત્‍કાલીક લોકેશન મેળવી અને કમાન્‍ડોની ટીમ બોટ સાથે દરીયામાંપહોંચી ગઈ હતી અને ઘવાયેલ માછીમારને કમાન્‍ડોએ પોતાની બોટમાં દરીયા કિનારે લાવી અને એમ્‍બ્‍યુલન્‍સ 108 જેવી ઘનિષ્ઠ સારવાર આપી તેમનો જીવ બચાવ્‍યો હોવાનું જાણવા મળી રહૃાું છે. આ કામગીરીમાં મરીન કમાન્‍ડો નરેશ કથીરીયા અને સુરેશ ચૌહાણ સહિતનાં બોટનાં સ્‍ટાફે કામગીરી કરી હતી.

મેરી આવાઝ સુનો : પીપાવાવનાં શ્રમજીવીઓનો પોકાર

મહેસૂલ વિભાગે પેનબાજી બંધ કરીને માનવહિતનો વિચાર કરવો જરૂરી
મેરી આવાઝ સુનો : પીપાવાવનાં શ્રમજીવીઓનો પોકાર
મહેસૂલ વિભાગે મહાકાય કંપની અને ભૂમાફીયાઓની મદદ કરવાનું ટાળવું જોઈએ
અમરેલી, તા.7
પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી લોક સભાની ચુંટણીનાં પ્રચારમાં ભભસરકાર ગરીબો કે લિયે હોતી હૈભભ તેવું ભાષણ આપતા હતા. પરંતુ, તેની ભાજપ સરકારને આજેગરીબો કરતા ઉદ્યોગપતીઓ અને માફીયાઓ વધુ વ્‍હાલા લાગી રહયા હોય તેવું વાતાવરણ જોવા મળી રહયું છે.
દરિયાકાંઠે જી.એચ.સી. એલ. અને ખાનગી ભુમાફીયાઓએ અતિ કિંમતી જમીન પર ગેરકાયદેસર કબ્‍જો જમાવ્‍યો હોય તે હટાવીને સ્‍થાનિક ગામજનોને તે જમીન રોજગારી માટે આપવાની કામગીરી કરવામાં મહેસુલ વિભાગ નિષ્‍ફળ રહેતાં 13 દિવસથી અનેક ગામોના બાળકો, મહિલાઓ, વૃઘ્‍ધો અને શ્રમજીવીઓ રાજુલા ખાતે આંદોલન કરી રહયા હોય મહેસુલ વિભાગ ભભપેનબાજીભભ કરીને ફરિયાદીને જ આરોપી માની રહયું હોય તેવી વર્તુણુંક થઈ રહી છે.
આંદોલનને દરેક રાજકીય અને સામાજીક આગેવાનો ટેકો જાહેર કરી રહયા છે. છતાં પણ મહેસુલ વિભાગ દિલથી કામગીરી કરવાને બદલે દિંમાગથી કામગીરી કરીને પોતાની આવડતનો નમૂનો રજુ કરી રહયો હોય તેવું સૌ કોઈને લાગી રહયું છે. રાજુલા પીપાવાવ ધામની જમીન ઉપર જે જીએચસીએલ અને ભુમાફિયાઓના દબાણને હટાવવા માટેના આંદોલનને આજ 13 દિવસના અંતે આજથી આંદોલન ઐતિહાસિકરૂપ રંગ ધારણ કરી લીધુ છે. જેમાં ભાજપ સરકારના હિટલર શાહી અને એકહથ્‍થુ શાસન સામે આ ખેડૂતોના ન્‍યાય માટે કડીયાળીના જીલુભાઈ બારૈયાએ ભાજપ સરકાર સામે જ મોરચો માંડીને પોતે આમરણ ઉપવાસ ઉપર ઉતરી ગયાછે. અને તેમની સાથે ભાકોદરમાંધાતા ગૃ્રપના પ્રમુખ મધુભાઈ સાંખટ પણ આમરણ ઉપવાસ કરી રહયા છે. જે આંદોલને જ કેસરિયો રંગ ધારણ કરી રહયો છે. જે જીલુભાઈ અને મધુભાઈએ પોતાના ખેડુત ભાઈઓ માટે જીએચસીએલ અને ભુમાફિયા સામે આંદોલનનો શંખ ફુકયો છે. તેમના આમરણા ઉપવાસને અમરેલી જિલ્‍લા ખેડૂત સમાજના પ્રમુખ વિરાણી નરેશે જીલુભાઈ અને મધુભાઈને પ્રોત્‍સાહનરૂપી પત્ર પાઠવ્‍યો છે. અને પત્રમાં જણાવ્‍યું છે કે આ હિટલર શાહી સામે જુકતા નહિ. હિંમત હારતા નહી, જમીન લઈને જ જંપીશું. જમીનો ઉપર જે લોકોએ કબ્‍જો જમાવ્‍યો છે. એટલે જીએચસીએલ અને ત્‍યાંના ભુમાફિયાઓને જમીન ઉપરથી કબ્‍જો તો કોઈ પણ હિસાબે ઉઠાવવો જ પડશે. જમીન આપણા બાપદાદાની છે. એટલે આંદોલનમાં જયારે પણ જરૂર પડશે. ત્‍યારે ખેડૂત સમાજ ગુજરાત તમારી પડખે અડીખમ ઉભા રહેવા તૈયાર છે.
ખેડૂત સમાજ અમરેલી જિલ્‍લા પ્રમુખ નરેશ વિરાણીના આશ્‍વાસન પત્રનો જીલુભાઈ બારૈયા અને મધુભાઈએ આભાર વ્‍યકત કર્યો અને જરૂર પડયે જરૂર યાદ કરશું તેવી ફોનિક વાતચીત પણ કરી હતી.

સા.કુંડલાના ધારાસભ્‍ય પ્રતાપ દુધાત આફ્રિકામાં હવાઈ મુસાફરી કરીને પાણીની પરિસ્‍થિતિ જાણી રહૃાાં છે

મતવિસ્‍તારમાં પાણીની સમસ્‍યા હોય નિરાકરણ માટે
સા.કુંડલાના ધારાસભ્‍ય પ્રતાપ દુધાત આફ્રિકામાં હવાઈ મુસાફરી કરીને પાણીની પરિસ્‍થિતિ જાણી રહૃાાં છે
સમસ્‍યાનું નિરાકરણ આનંદ-પ્રમોદ સામે શોધી રહૃાાં છે
અમરેલી, તા.7
સાવરકુંડલા-લીલીયા પંથકમાં પીવાના પાણી તેમજ પોષણક્ષમ ભાવો, પાકવીમો સહિતનાં અનેક પ્રશ્‍નો હોય આ વિસ્‍તારનાં કોંગી ધારાસભ્‍ય પ્રધાત દુધાત હાલ આફ્રિકાનાં પ્રવાસે હોય તેઓ સ્‍થાનિક સમસ્‍યાનું નિરાકરણ વિદેશમાં કરી રહયા છે.
સાવરકુંડલાના યુવા ધારાસભ્‍ય છેલ્‍લા એક અઠવાડિયાથી આફ્રિકામાં આનંદ – પ્રમોદ સાથે સમસ્‍યાનું નિરાકરણ કરી રહયાં હોય સમગ્ર પંથકની જનતામાં ભારે આશ્‍વર્યફેલાયું છે.

08-05-2018