Main Menu

Sunday, May 6th, 2018

 

અમરેલી જિલ્‍લામાં જળસિંચનની કામગીરીમાં જનજાગૃત્તિ પણ જરૂરી

રાજય સરકારે મહત્‍વની યોજના શરૂ કરી હોય ઠેર-ઠેર આવકાર
અમરેલી જિલ્‍લામાં જળસિંચનની કામગીરીમાં જનજાગૃત્તિ પણ જરૂરી
દરેક ગામનું પાણી ગામમાં જ રહે તો પીવા ઉપરાંત સિંચાઈ માટે જબ્‍બરો ફાયદો
અમરેલી, તા. પ
અમરેલી જિલ્‍લામાં રાજય સરકાર ઘ્‍વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળસિંચન કામગીરીનો ઉત્‍સાહભેર પ્રારંભ થયો છે. તેમાં જન ભાગીદારી વધે તો પાણીની સમસ્‍યા ચોકકસ હલ થઈ શકશે તે કહેવું અસ્‍થાને નથી.
અમરેલી જિલ્‍લાની જનતા દાયકાઓથી પીવાનાં અને સિંચાઈનાં પાણી માટે વલખા મારી રહી છે.ભાજપ સરકાર દર વર્ષે અવનવી યોજનાઓ ઘ્‍વારા પાણીની સમસ્‍યા દુર કરવાનો પ્રયાશ કરે છે જેને હજુ સંપૂર્ણ સફળતા મળી નથી.
તાજેતરમાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ પુનઃ સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળસિંચનની કામગીરીનો પ્રારંભ કરાવ્‍યો છે અને જિલ્‍લામાં છેલ્‍લા પાંપ દિવસથી નદીઓ અને તળાવોને ઊંડા ઉતારવાનો ભગીરથ પ્રયાશ શરૂ કરવામાં             આવ્‍યો છે.
હવે જિલ્‍લાની જનતાએ પણ જાગૃત્તિ દાખવવાની જરૂર છે. જનતાની દરેક સમસ્‍યા કોઈપણ સરકાર ઉકેલી શકે નહી. જનતા જનાર્દનને પણ સરકારની મદદમાં જોડાવવું જોઈએ. સમાજનાં ભામાશાઓ અને સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓએ પણ કાર્યમાં જોડાવું જોઈએ.
લાઠી પંથકમાં મનજીભાઈ ધોળકીયા, સવજીભાઈ ધોળકીયા, બાબરા પંથકમાં ગોપાલભાઈ વસ્‍તરપરા, જે.પી. ઠેસીયા વિગેરે દાતાઓ જળસિંચનની ઉમદા કામગીરી કરી રહૃાા હોય જિલ્‍લાનાં તમામ આગેવાનો, ભામાશાઓ સહિત સૌ કોઈ માત્ર એક કે બે વર્ષમાં જળસિંચનની કામગીરી સામુહીકરૂપે ઉપાડે તો ચોકકસ જિલ્‍લામાં વરસાદી પાણીનો સંગ્રહ થાય જેનાથી પીવાનું અને સિંચાઈનું પાણી યોગ્‍ય પ્રમાણમાં    મળી રહેશે તેમાં કોઈ શંકા નથી.

કુંડલીયાણા ગામે આવેલ પ્રાથમિક  શાળામાંથી સીસી ટીવી કેમેરાની ચોરી

તસ્‍કરો બિલ્‍ડીંગમાં લગાવેલ રૂા. પ000નાં કેમેરા ઉખેડી લઈ ગયા
અમરેલી, તા. પ
રાજુલા તાલુકાનાં કુંડલીયાણા ગામે આવેલપ્રાથમિક શાળાનાં બિલ્‍ડીંગમાં લગાવેલા સીસીટીવી કેમેરા કિંમત રૂા.પ000ની કિંમતનાં ગત તા. ર4 થી તા. ર3/4 દરમિયાન ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ભરતભાઈ બચુભાઈ કલસરીયાએ ડુંગર પોલીસ સ્‍ટેશનમાં નોંધાવી છે.

રાજુલામાં પાણીનાં ટાંકા નજીક જુગાર રમતા પ શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા. પ
રાજુલા નજીક આવેલ પાણીનાં ટાંકા પાસે આજે જાહેરમાં જુગાર રમી રહેલા રાજુલા ગામનાં વિશાલ પરશોતમભાઈ સોલંકી, દિનેશ ચતુરભાઈ સોલંકી, રમેશ શંભુભાઈ સોલંકી, જયસુખ અરજણભાઈ સોલંકી, હકુ રામજીભાઈ સોલંકીને પોલીસે બાતમીનાં આધારે દરોડો કરી રોકડ રકમ રૂા.46પ0ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

ભાડા ગામે જુગાર રમતાં 4 શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા. પ
જાફરાબાદ તાલુકાનાં ભાડા ગામે રહેતાં અશ્‍વિન અરજણભાઈ જાદવ, ગોબર પાંચાભાઈ સાખંટ, મોહન બચુભાઈ સોલંકી, તથા રાજુ નારણભાઈ જાદવ વિગેરે ગઈકાલે વહેલી સવારે જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતાં હોય, નાગેશ્રી પોલીસને બાતમી મળતાં તમામને રોકડ રકમ રૂા. 6790ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલી શહેરમાં આવેલ મહાનુભાવોની પ્રતિમાની સફાઈ કરાશે

શહેરનાં સેવાભાવી સંગઠન “શકિત ગૃપ”નો પ્રેરણાદાયી નિર્ણય
અમરેલી શહેરમાં આવેલ મહાનુભાવોની પ્રતિમાની સફાઈ કરાશે
વર્ષમાં માત્ર ર-3 વખત જ પ્રતિમાની સફાઈ કરાયા બાદ તંત્રને સફાઈ યાદ આવતી નથી
અમરેલી, તા. પ
અમરેલી શહેરનાં સેવાભાવી શકિત ગૃપ ઘ્‍વારા શહેરમાં આવેલ મહાનુભાવોની તમામ પ્રતિમાની દર 1પ દિવસે સફાઈ કરવાનો સંકલ્‍પ લેવામાં આવ્‍યો છે.
અમરેલી શહેરમાં મહાનુભાવોની પ્રતિમાની સફાઈ માત્ર જન્‍મ જયંતિ કે પુણ્‍યતીથિએ જ થતી હોય છે. રાજકીય અને સામાજિક આગેવાનો તે દિવસે પુષ્‍પાજંલિ અર્પણ કરીને મહાનુભાવોને ભુલી જતાં હોય છે. અને બાદમાં પ્રતિમા પર ધુળ અને પક્ષીઓની ચરકથી ગંદકી ફેલાતી હોય છે અને પ્રતિમા કોની છે તેની પણ ખબર પડતી નથી તેટલી હદે ધુળ જામી જતી હોય છે.
હવે શહેરમાં સેવાકીય પ્રવૃત્તિ કરતાં શકિત ગૃપના અશોક વાળાની આગેવાનીમાં જય સોની,જનક બોરીચા, કુલદિપ પરમાર, વિજય ધંધુકીયા, મીત જોષી, પૃથ્‍વીરાજ વાંક, નરૂભાઈ પરમાર સહિતનાં યુવાનોએ પ્રરેણાદાયી નિર્ણય કર્યો છે.

અમરેલીનાં સસ્‍પેન્‍ડેડ એસપીને જેલ હવાલે કરાયા

અમરેલીથી શરૂ થયેલ બીટકોઈન કાંડ છેક અમેરિકા સુધી પહોંચે તો નવાઈ જેવું નહી રહે
અમરેલી, તા. પ
અમરેલીનાં સસ્‍પેન્‍ડેડ એસપી જગદીશ પટેલને આજે કોર્ટે જયુડીશ્‍યલ કસ્‍ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. પીઆઈ બાદ હવે એસપી પણ જેલ હવાલે થતાં હવે સૌની નજર પૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડીયા પર મંડાયેલી છે.
અમરેલી જિલ્‍લાનાં વતની એવા શૈલેષ ભટ્ટની રજૂઆત બાદ સી.આઈ.ડી. ક્રાઈમનાં અધિકારીએ ફરિયાદી બનીને અમરેલી એલ.સી.બી.નાં પી.આઈ., 9 પોલીસકર્મી વિરૂઘ્‍ધ ગંભીર કલમો સાથે ગુન્‍હો દાખલ કરીને તટસ્‍થ તપાસ શરૂ કરી છે.
જેમાં એલ.સી.બી.નાં પી.આઈ. બાદ એસ.પી.ની અટકાયત કરતાં કોર્ટેબંનેને જેલ હવાલે કરી દીધા છે. અને અગાઉ ઝડપાયેલ ર પોલીસકર્મીને જામીન પર મુકત કરવામાં આવ્‍યા છે. અને હાલ પી.આઈ., એસ.પી. અને એડવોકેટ કેતન પટેલ જેલમાં છે, અને અન્‍ય એક આરોપી કિરીટ પાલડીયા રિમાન્‍ડ  પર છે.
7 પોલીસકર્મીઓ નાશતા ફરી રહૃાા છે. પી.આઈ. અને એસ.પી.ને ગૃહવિભાગે હોદ્યા પરથી દૂર કરી દીધા છે.

લાઠીના શેખપીપરીયામાં ગ્રીન ગુજરાતનો સંકલ્‍પ સાધવામાંઆવ્‍યો

અમરેલી, તા. પ
સમગ્ર રાજયમાં ચાલી રહેલ સુજલામ્‌ સુફલામ્‌ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લામાં પણ નદીઓ, તળાવો અને ચેકડેમો ઊંડા ઉતારવાની કામગીરી ચાલી રહી છે. ત્‍યારે જળસિંચનના પ્રેરણાદાયી કાર્યોમાં લાઠી તાલુકાના શેખપીપરીયાનો પણ સમાવેશ થાય છે.
શેખપીપરીયાના વતની અને અમદાવાદ-સુરતમાં સ્‍થાયી થયેલા ઉદ્યોગપતિઓએ જળસિંચન અને ગ્રીન ગુજરાતનો સંકલ્‍પ સાધી નવો રાહ ચીંઘ્‍યો છે.
લાઠી તાલુકાના મામલતદાર નીનામાએ જણાવ્‍યું કે, સુજલામ્‌ સુફલામ્‌ યોજના તળે દાતાઓ અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના સહયોગથી સમગ્ર લાઠી તાલુકામાં જળસિંચનના કાર્યો થઇ રહ્યા છે. તળાવ ઉંડા ઉતારવાની કામગીરીને લીધે આગામી સમયમાં વરસાદી પાણીની સંગ્રહશક્‍તિતમાં વધારો થશે.
તાલુકા વિકાસ અધિકારી જે.જે. ભટ્ટે જણાવ્‍યું કે, રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સુજલામ્‌ સુફલામ્‌ જળ અભિયાન અંતર્ગત થઇ રહેલા કાર્યોને લીધે લાઠી તાલુકાના વિકાસ ગતિવાન બનશે. જમીનના તળ ઉંચા આવશે અને પિયત-પાણીના પ્રશ્નોનું નિવારણ આવશે.
દાતા અશોકભાઇ ભાદાણીએ જણાવ્‍યું કે, જળસિંચનની કામગીરી માટે રાજય સરકારનો નિર્ણય ખૂબ આવકારદાયક છે. આ અભિયાનમાં નદીઓ અને તળાવોમાંથી બાવળ તેમજ ઝાડીઝાંખરા દૂર કરવાની કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્‍યોછે. શેખપીપરીયાના વતની અને દાતાઓએ પણ ગામમાંથી બાવળ દૂર કરવા પર વધુ ભાર મૂકયો છે.
ભાદાણીએ વધુમાં કહ્યું કે, આ વિસ્‍તારની ઉપરવાસમાં છ હયાત તળાવ છે. શેખપીપરીયાના સુખનાથ જલધારા ટ્રસ્‍ટના સહયોગથી ગામની લગભગ તમામ અને આજુબાજુના ગામની જમીનને પણ જળસિંચનની પ્રવૃત્તિથી લાભ થવાનો છે. ગ્રામજનોએ કાંપની આ માટીનો ઉપયોગ ખેતી માટે અને ગામના કામ માટે કરવાનો નિર્ધાર કર્યો છે ત્‍યારે ગ્રામજનો સ્‍વેખર્ચે આ માટી લઇ જઇ રહ્યા છે.
દાતા કલ્‍યાયણભાઇ ભાદાણીએ કહ્યું કે, ઉદ્યોગપતિઓ અને સ્‍થાનિક ખેડૂતો-ગ્રામજનોના સહયોગથી તળાવ ઉંડા ઉતારવાની કામગીરી અવિરત ચાલી રહી છે. 4પ વીઘામાં ફેલાયેલા તળાવમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ખેડૂતો- ગ્રામજનોએ ખૂબ જ સહકાર આપ્‍યોં છે. ગામમાં અને આજુબાજુના વિસ્‍તારોમાં આ છઠ્ઠા તળાવની કામગીરી શરૂ છે.
જળસિંચન જેટલું જ ઉપયોગી અને મહત્‍વનું કાર્ય છે વૃક્ષારોપણ. શેખપીપરીયા અને આજબાજુના વિસ્‍તારમાં છેલ્‍લા બે માસમાં 1,000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યુ છે. ગ્રીન ગુજરાતના સંકલ્‍પ સાથે આગામી દિવસોમાં બાવળ તેમજ ઝાડીઝાંખરા દૂર કરી અંદાજે 10 હજાર જેટલા વૃક્ષોના વાવેતરની અને તેના ઉછેરની સઘન કામગીરી કરવાનો નિર્ધાર શેખપીપરીયાના દાતાઓ – ખેડૂતો – ગ્રામજનોનો છે.અન્‍યા દાતાઓએ તળાવ ઉંડા ઉતારવાની કામગીરીમાં મશીનરી પૂરી પાડીને સહકાર આપ્‍યો  છે.
શેખપીપરીયાના ખેડૂત સંજયભાઇ ચોથાણીએ કહ્યું કે, શેખપીપરીયામાં વરસાદી પાણીનો સંગ્રહ કરી પિયત અને પીવાના પાણીના પ્રશ્નોનું નિરાકરણ થઇ શકે તે અત્‍યારના સમયમાં આવશ્‍યક છે. સુજલામ્‌ સુફલામ્‌ યોજના તળે કરવામાં આવી રહેલી તળાવ ઉંડા ઉતારવાની કામગીરીથી જમીનના તળ પણ ઉંચા આવશે. જેનો લાભ પણ થવાનો છે.

કુંકાવાવ પંથકમાં તળાવ ઉંડા ઉતારવાનાં કાર્યનો પ્રારંભ

સુજલામ સુફલામ જળ અભિયાનમાં સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, ઉદ્યોગો, ધાર્મિક સંસ્‍થાઓ, શૈક્ષણીક સંસ્‍થાઓ, અને સરકાર દ્વારા લોક ભાગીદારી થકી તળાવો, ચેકડેમો ઉંડા ઉતારવા હયાત જળાશયોનું ડીસીલ્‍ટીંગ, શહેરોમાંથી પસાર થતી નદીઓનું પ્રદુષણ અટકાવવું, નદીઓના કાંઠા ઉપર વૃક્ષા રોપણ કરવું જેવી રાજય વ્‍યાપી કામગીરી સરકાર અને સમાજના શ્રેષ્ઠીઓ અને એન.જિ.ઓ.ના સહીયોગથી થશે. પીવાના પાણી અને ખેતીનાં પાણી માટે કાયમ તંગી ભોગવતા અમરેલી જિલ્‍લામાં જળ સંચય યોજના  અંતર્ગત 400 થી વધારે ચેકડેમ અને તળાવો લોક ભાગીદારીથી ઉંડા ઉતારવાની કામગીરી આગામી તા.1લી મે થી અમરેલી જિલ્‍લામાં થયેલ છે. તા.4 મે ના રોજ કુંકાવાવતાલુકાનાં ગામોમાં તળાવ તથા ચેકડેમો ઉંડા ઉતારવાનો પ્રારંભ કરવામાં આવનાર છે. આ તકે મ્‍યુ.ફાઈ.બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્‍લા ભાજપ મહામંત્રી કૌશીક વેકરીયા તથા કુંકાવાવ તાલુકા ભાજપના પ્રમુખ વિનુભાઈ રાદડીયા, ગોપાલભાઈ અંટાળા, તથા આગેવાન વિનુભાઈ વિસનગરા, શૈલેષભાઈ ઠુમંર, સારંગપુરના સરપંચ ભાનુબેન ધનજીભાઈ, ઉપસરપંચ લવજીભાઈ, માજી સરપંચ પોપટભાઈ,  સુરેશભાઈ ખુંટ, ઘનશ્‍યામભાઈ ખુંટ, નવા ઉજળાના સરપંચ હરેશભાઈ મકવાણા, ઉપસરપંચ મનુભાઈ કાવઠીયા, માજી સરપંચ જયંતીભાઈ, ધર્મેન્‍દ્રભાઈ, સુભાષભાઈ,પરશોતમભાઈ,બાબુભાઈ, મુકેશભાઈ, વિઠ્ઠલભાઈ, ભુખલી સાંથળીના સરપંચ દેવકુભાઈ, ઉપસરપંચ હરજીભાઈ, માજી સરપંચ ખીમજીભાઈ, મનસુખભાઈ, જયંતીભાઈ, કાંતીભાઈ, બધાભાઈ, હરજીભાઈ, પ્રવિણભાઈ, વશરામભાઈ, બરવાળા બાવળના સરપંચ રવજીભાઈ પાઘડાળ, ઘેલાભાઈ ગજેરા, ગાંડુભાઈ ગજેરા, હકાભાઈ ભરવાડ, પરશોતમભાઈ, વશરામભાઈ, રવજીભાઈ, પ્રવિણભાઈ, ખજુરીના સરપંચ વલ્‍લભભાઈ પરમાર, ઉપસરપંચ ઉમેશભાઈ, ચુનિભાઈ લાંભીયા, રમેશભાઈ હીરપરા, ઘેલાભાઈ, મનસુખભાઈ, રામજીભાઈ, સામતભાઈ, વશરામભાઈ, વેલજીભાઈ સહીતનાં આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

મોટા દેવળીયામાંથી જુગાર રમતા 4 શખ્‍સો ઝડપાયા

આરઆર સેલ દ્વારા દરોડો
મોટા દેવળીયામાંથી જુગાર રમતા 4 શખ્‍સો ઝડપાયા
અમરેલી, તા.પ
ભાવનગર આરઆર સેલ અને સ્‍થાનિક પોલીસે મોટા દેવળીયા ગામે બાવળની કાંટમાં જુગાર રમતા અશરફભાઈ પરમાર, હરેશભાઈ રાઠોડ, જગદીશભાઈ વસાણી અને ભાવેશભાઈ વાઢેરની રૂપિયા 1પ હજાર રોકડ અને 3 બાઈક મળી કુલ રૂપિયા 60 હજારના મુદામાલ સાથેઅટકાયત કરેલ છે.

ગોરડકા ગામની વાડીમાં આધેડે ઝેરી દવા પી લીધી

અમરેલી, તા. પ,
સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામે રહેતા વિરાભાઈ ઉનડભાઈ ચાંદુ નામના 4પ વર્ષીય આધેડને મગજની અસ્‍થિરતા હોય, જેથી માનસિક બીમારીથી કંટાળી જઈ ગઈકાલે સવારે પોતાની જ વાડીએ જઈ ઝેરી દવા પી લેતાં તેમનું સારવાર દરમિયાન મોત થયાનું સાવરકુંડલા રૂરલ પોલીસમાં જાહેર થવા પામેલ છે.

ર પુત્રી અને 1 પુત્રને લઇને પ્રેમી સાથે નાશી જતી પત્‍નિ : પતિની ફરિયાદ

જાફરાબાદ નજીક આવેલ લુણસાપુરનો બનાવ
ર પુત્રી અને 1 પુત્રને લઇને પ્રેમી સાથે નાશી જતી પત્‍નિ : પતિની ફરિયાદ
સ્‍થાનિક પોલીસ મદદ કરતી ન હોય એસપીનેરજુઆત
અમરેલી, તા. પ
જાફરાબાદનાં લુણસાપુર ગામના નારણભાઇ મહિડાની પત્‍નિ ર પુત્રી અને 1 પુત્રને લઇને તેના   પ્રેમી સાથે નાશી ગયાની લેખિત ફરિયાદ પોલીસ અધિક્ષકને કરવામાં આવેલ છે.
ફરિયાદીએ જણાવેલ છે કે, તેની પત્‍નિને તેજ ગામનો લાલ સામત ઉઠાવી ગયો હોય તે તેની પત્‍નિ અને બાળકોની હત્‍યા કરી નાખશે. તેવી દહેશત દર્શાવીને સ્‍થાનિક પોલીસને જાણ કરેલ. પરંતુ, સ્‍થાનિક પોલીસ મદદ કરતી ન હોય યોગ્‍ય કરવા માંગ કરી છે.

ખડખડની સીમમાં યુવકે માનસિક બીમારીથી ઝેરી દવા પીધી

અમરેલી, તા.પ
વડીયા તાલુકાના ખડખડ ગામની સીમમાં રહેતા છંપતભાઈ વાઈકાભાઈ નામના 3પ વર્ષીય યુવકને માનસિક બીમારી હોય જેથી ખેતરમાં દોડા-દોડી કરતા કરતા કૂવામાં પડી જતાં લોકોએ તેમને બહાર કાઢયા હતા. બાદમાં મગજની બીમારીના કારણે ઝેરી દવા પી લેતા પ્રથમ વડીયા અને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

વડીયા નજીક ભરબપોરે કાળઝાળ ગરમીમાં કારમાં આગ લાગતા અફડા-

ઉનાળાનાં દિવસોમાં કારમાં આગ લાગવાની ઘટનામાં ચિંતાજનક વધારો
વડીયા નજીક ભરબપોરે કાળઝાળ ગરમીમાં કારમાં આગ લાગતા અફડા-તફડીનો માહોલ
કારચાલક અને અન્‍ય મુસાફરોનો સદ્યનસીબે જીવ બચીગયો
વડીયા, તા. પ
વડીયાથી ર કી.મી. દૂર જેતપુર રોડ પર બપોરનાં સુમારે ધમધમતા તાપમાં બપોરનાં 4 વાગ્‍યાનીઆસપાસ જેતપુરથી વડીયા આવતી એસન્‍ટ કાર નં. જીજે-પ-4રપ4 વડીયા નજીક પહોંચતા કારમાંથી અચાનક ધૂમાડા નીકળતા ડ્રાઈવરએ સમય સૂચકતા વાપરી રોડ પર ગાડી બ્રેક કરી કારમાં બેઠેલા પોતાના મમ્‍મી પપ્‍પાને તાત્‍કાલિક નીચે ઉતારી બાદમા કાર ખોલી જોતા ધુમાડા સાથે આગ પ્રસરી રહી હતી જોતજોતામાં જ આખી કાર આગની લપેટમાં આવી થોડીવારમાં જ કાર આખી ભડભડ સળગી ઉઠી હતી.
કારમાલિક નવનીતભાઈ સોજીત્રાનાં જણાવ્‍યા અનુસાર તે મૂળ બગસરા તાલુકાનાં બાલાપુર ગામનાં રહેવાસી છે જે જેતપુરથી પોતાના ગામ બાલાપુર જઈ રહૃાા હતા તે સમયે આ ઘટના બની જેઓએ જણાવેલ કે અમે માંડ માંડ અમારા પરિવારનો જીવ બચાવી ચૂકેલ છીએ. સમય સૂચકના કારણે મોટી જાનહાનિ ટળી છે. કારમાંથી પરિવારને નીચે ઉતારી અને બગસરા ફાયર ફાઈટરને જાણ કરી જે અડધી કલાકમાં વડીયા પહોંચી જઈને કાર પર આગનો કાબુ મેળવેલ.

અમરેલીનાં ‘‘ડેરીફાર્મ”માં ફુડ વિભાગનાં દરોડા

દૂધ સહિતનાં ખાદ્ય પદાર્થોનાં નમુના કબ્‍જે કર્યા
અમરેલીનાં ‘‘ડેરીફાર્મ”માં ફુડ વિભાગનાં દરોડા
જો ખરેખર જનહિતમાં કામગીરી કરતાં હોય તો જનતાને પણ જાણકારી આપવી જોઈએ
અમરેલી, તા. પ
અમરેલીમાં આજે ફુડ વિભાગ ઘ્‍વારા શહેરનાં ખ્‍યાતનામ ભભડેરી ફાર્મભભ માં દરોડા પાડીને મીઠાઈ સહિતની ખાદ્ય સામગ્રીનું પરીક્ષણ કરવામાં આવ્‍યું હતું. જો કે કયાં ડેરી ફાર્મમાં ચેકીંગ કરાયું કયાં નમુના લેવામાં આવ્‍યા તે અંગે ફુડ વિભાગ ઘ્‍વારા સત્તાવાર રીતે કોઈ જાણકારી અકળ કારણોસર આપવામાં આવી નથી.
થોડા દિવસો પહેલા મિલ્‍ક માફીયાઓ વિરૂઘ્‍ધ પણ તવાઈ ઉતારવામાં આવી હતી. અમરેલીની ખ્‍યાતનામ ડેરી તેમજ બાદમાં ખાંભા પંથકમાં પણ ચેકીંગ કરવામાં આવ્‍યું હતું. અને એક જ મહિનામાં ત્રીજી વખત દરોડો પાડવામાં આવતાં ફુડ વિભાગે આળશ ખંખેરી હોય તેવું લાગી રહૃાું છે.
જો કે ફુડ વિભાગ મીડિયાનાં પ્રતિનિધિઓથી હંમેશા અંતર રાખતાં જોવા મળી રહૃાા છે. ખરેખર જનહિતમાં સરકારી વિભાગો કામગીરી કરતાં હોય તો જનતાને પણ જાણકારી આપવા માટે મીડિયાને સઘળી હકીકતો રજુ કરવી જોઈએ તે કરવામાં આવતી નથી તે હકીકત છે.

અમરેલીમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જતાં હાહાકાર

સમગ્ર જિલ્‍લામાં ગરમીનો પ્રકોપ
અમરેલીમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જતાં હાહાકાર
બપોરનાંસમયે કુદરતી કર્ફયુનો માહોલ
અમરેલી, તા.પ
અમરેલી જિલ્‍લાની ભૌગોલિક પરિસ્‍થિતિ જ કંઈક અલગ છે. આ અમરેલી જિલ્‍લામાં ઉનાળા દરમિયાન આકાશમાંથી સતત અગનવર્ષા જ થતી રહી છે. અને અવાર-નવાર સમગ્ર ગુજરાતમાં આ અમરેલી જિલ્‍લામાં તાપમાન સૌથી ઉંચુ રહેતું હોય છે. જેને લઈ અમરેલીમાં લોકો પોતાના કામ બપોર પહેલા જ આટોપી લઈ અને બપોરના સમયે ઘરમાં પુરાય રહેવાનું પસંદ કરી રહયા છે. ત્‍યારે આજે બપોરે અમરેલીમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી અને ધારીમાં 43.7 ડિગ્રીએ પહોંચી જતાં અમરેલી જિલ્‍લો અગનભઠ્ઠીમાં ફેરવાય ગયો હતો. જેને લઈ માનવી તો શું પણ પશુ-પક્ષીઓ પણ આકરા તાપનાં કારણે વૈશાખની બપોરે જંપી જાય છે.
અમરેલીમાં આજે બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનાં કારણે શહેરની મુખ્‍ય બજારોમાં કફર્યુ જોવા મળતો હતો. તો બીજી તરફ ભેંસ પણ આ કાળઝાળ ગરમીનાં કારણે પાણીમાં સ્‍નાન કરી આકરા તાપ સામે ઠંડક મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ પક્ષીઓ પણ ગરમીના કારણે પોતાના માળામાં બપોર ગુજારતા હતા.

અમરેલી ખાતે ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત આજીવિકા દિવસની ઉજવણી સંપન્‍ન

સખી મંડળના માઘ્‍યમથી થતી રોજગારની પ્રવૃત્તિઓ સ્‍વાવલંબન તેમજ મહિલા સશકિતકરણનું ઉત્તમ માઘ્‍યમ છે
અમરેલી ખાતે ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત આજીવિકા દિવસની ઉજવણી સંપન્‍ન
અમરેલી, તા. પ
ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત આજીવિકા દિવસની ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી હતી.  કાર્યક્રમના અઘ્‍યક્ષ સાસંદ નારણભાઇ કાછડીયાએ દીપ પ્રાગટ્‍ય કરી કાર્યક્રમને ખૂલ્‍લો મુકયો હતો.
સાસંદ નારણભાઇ કાછડીયાએ જણાવ્‍યું કે, કેન્‍દ્ર-રાજય સરકાર દ્વારા મહિલાલક્ષી અનેકવિધ યોજનાઓ અમલી છે. મહિલાઓને સ્‍વનિર્ભર બનાવનારા અને તેમના સામર્થ્‍યને બહાર લાવવાનું કાર્ય સખી મંડળ કરે છે. ગ્રામ્‍ય વિસ્‍તારમાં લઘુ-કુટિર ઉદ્યોગ થકી મહિલાઓને આર્થિક ઉપાર્જન થાય છે.
કાછડીયાએ વધુમાં કહ્યું કે, સખી મંડળમાં જોડાયેલી બહેનોને રોજગારની પ્રવૃત્તિ માટે ઓછા વ્‍યાજે લોન મળે છે. ઓછા વ્‍યાજની લોન, સહાય-રિવોલ્‍વીંગ ફંડએ સ્‍વાવલંબન તેમજ મહિલા સશક્‍તિતકરણનું ઉત્તમ માઘ્‍યમ બન્‍યું છે. સખી મંડળમાં થતી પ્રવૃત્તિ થકી ગ્રામ્‍ય વિસ્‍તાર ધબકી        રહ્યો છે.
ઇ.ચા. જિલ્‍લા વિકાસ અધિકારી અને જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીે નિયામક પી.એમ. ડોબરીયાએ જણાવ્‍યું કે, સ્‍વસહાય જૂથનું વધુ નિર્માણ થાય અને જૂથના બહેનો દ્વારા સ્‍વરોજગારની પ્રવૃત્તિઓનો વ્‍યાપ વધારે તેઆવશ્‍યક છે. અમરેલી જિલ્‍લાનો મુખ્‍ય વ્‍યવસાય ખેતી-પશુપાલન છે ત્‍યારે જૂથના માઘ્‍યમથી આ પ્રવૃત્તિને વેગવાન બનાવી આર્થિક ઉપાર્જન કરી શકાય છે. બચત, રિવોલ્‍વીં ફંડ અને લોનના સમન્‍વયથી સખી મંડળની પ્રવૃત્તિમાં ઉત્તરોત્તર વધારો થયો છે.
જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરાએ જણાવ્‍યું કે, ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત લાભાર્થીઓને તાત્‍કાલિક લાભ આપવામાં આવી રહ્યો છે. વિકાસલક્ષી પગલાઓ માટે રાજય સરકાર સતત પ્રયત્‍નાશીલ છે. ગરીબ-મઘ્‍યમ વર્ગીય પરિવારોને આવશ્‍યક લાભ મળી રહે તે માટે અનેકવિધ યોજનાઓ અમલી છે ત્‍યારે આવી સહાયથી અનેક પરિવારો આર્થિક રીતે સમૃઘ્‍ધ થયા છે.
આ પ્રસંગે સાસંદ નારણભાઇ કાછડીયા તથા મહાનુભાવોના હસ્‍તે સી.આઇ.એફ., કેશ ક્રેડિટ ચેક વિતરણ, પંડિત દીનદયાળ સ્‍વરોજગાર અભિયાન યોજના અંતર્ગત તાલીમાર્થીઓને આવકાર, શ્રેષ્ઠ  કામગીરી કરનાર સખી મંડળને સન્‍માનિત કરવામાં આવેલ હતા.
આ ઉપરાંત પીજીવીસીએલ-જીએસઆરટીસીમાં એપ્રેન્‍ટિેસ તરીકે નિમણૂંક પામેલ આઇટીઆઇના વિદ્યાર્થીઓને તેમજ બેંક સખીઓને નિમણૂંકપત્ર એનાયત કરવામાં આવ્‍યાઇ હતા.
શાબ્‍દિક સ્‍વાગત અને કાર્યક્રમની રૂપરેખા આપતા લાઇવલીહુડના મેનેજરશ્રી કિરણભાઇ વ્‍યાસે કહ્યું કે, ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત અસરકારક રીતે ટૂંકા સમયગાળામાં લાભાર્થીને યોજનાકીયલાભ મળી રહે છે.
સખીમંડળની બહેનોને સ્‍વગરોજગારીની વિશેષ તકો મળે છે.
કાર્યક્રમનું સંચાલન પ્રકાશ જોષીએ કર્યુ હતુ. જયારે આભારવિધી યાસ્‍મિનબેને કરી હતી.
કાર્યક્રમમાં જિલ્‍લા રોજગાર અધિકારી ધોળકીયા, પીજીવીસીએલના એકિઝકયુટિવ એન્‍જિનિયર પરીખ, અગ્રણી સર્વ કૌશિકભાઇ વેકરીયા, રાજેશભાઇ કાબરીયા, રેખાબેન માવદીયા, કાળુભાઇ પાનસુરીયા, સખી મંડળની બહેનો, આઇટીઆઇના વિદ્યાર્થીઓ, પદાધિકારી- અધિકારી- કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

અચ્‍છે દિન : કળીયુગનાં દિવસોમાં શ્‍વાન અને બિલાડીની અનેરી દોસ્‍તી

બુઘ્‍ધિશાળી ગણાતા માનવ જગત માટે પ્રેરણાદાયી ઘટના
જસદણ, તા. પ
જસદણનાં આટકોટ ગામનાં કૈલાસનગર વિસ્‍તારમાં રહેતાં એક પ્રકૃતિપ્રેમીને ત્‍યાં છેલ્‍લાઆઠ માસથી શ્‍વાન બિલાડી સંપીને રહે છે. કોઈ વ્‍યકિત સાથે મનમેળ ન હોય તેથી ગુજરાતી લોકો કહે છે કે આને શ્‍વાન-બિલાડા જેવું ભળે છે. પણ આટકોટનાં કૈલાસનગર વિસ્‍તારમાં રહેતાં રહેતાં ભરતભાઈ અજાડીયાનાં ઘેર રહેતાં શ્‍વાન-બિલાડીએ આ ધારણાં ખોટી પાડી છે. તેમણે પાળેલ શ્‍વાન અને બિલાડી છેલ્‍લા આઠ માસથી એક જ પ્‍લેટમાં ગુજરાતી- કાઠીયાવાડીમાં કહીએ તો શીરામણ, બપોરો, રોંઢો અને રાત્રિનાં વાળુ સાથે જ કરે છે. ભરતભાઈ આમ તો કુદરતનાં સાંનીઘ્‍યમાં જ વધારે હોય છે ત્‍યારે તેમને ઘેર શ્‍વાન-બિલાડા સાથે જ રહેતા હોય તે જરાપણ અચરજ પામવા જેવું નથી.

સાવરકુંડલામાં સ્‍વામીનારાયણ ગુરૂકુળ ર્ેારા નેત્ર નિદાન કેમ્‍પયોજાયો

સ્‍વામિનારાયણ ગુરુકુળ – સાવરકુંડલા ર્ેારા તા. 04/0પ/ર018 ને શુક્રવારનાં રોજ સાવરકુંડલા ગામે ર67માં નેત્ર કેમ્‍પનું દિપ પ્રાગ્‍ટય કરતા સંસ્‍થાનાં પ્રમુખ શાસ્‍ત્રી ભગવત પ્રસાદદાસજી, શાસ્‍ત્રી હરિ પ્રસાદદાસજી અને અક્ષરમુકતદાસજી તથા ગામનાં આગેવાન અને વીરનગરનાં ડોકટર દ્રશ્‍યમાન થઈ રહૃાા છે. આ કેમ્‍પમાં ર8 દર્દીઓને વિનામૂલ્‍ય મોતીયાનાં ઓપરેશન કરી મણી બેસાડવામાં આવ્‍યા. જયારે કુલ 188 દર્દીઓને તપાસ્‍યા હતા. જયારે 180 દર્દીઓને આંખના ટીપા-ટયુબ અને પ1 દર્દીઓને બેતાળાનાં ચશ્‍મા આપવામાં આવ્‍યા હતા. કેમ્‍પના મુખ્‍ય દાતા ગં.સ્‍વ. જયાગૌરીબેન કાંતિલાલ જોષી અને હઃ અ.સૌ. દેવુબેન શામજીભાઈ હિરાણી તથા શામજીભાઈ પ્રેમજીભાઈ હિરાણી – મોમ્‍બાસા તરફથી આર્થિક સહયોગ મળ્‍યો હતો. દરેક દર્દીઓને ભોજનની વ્‍યવસ્‍થા દાતા પરિવાર તરફથી કરવામાં આવી હતી. કેમ્‍પને સફળ બનાવવામાં શ્રી ઘનશ્‍યામભાઈ કનકોટીયાએ જહેમત ઉપાડી હતી.

પીપાવાવ પંથકનાં ખેડૂતો કહે છે ‘‘જાન આપીશુ પણ જમીન નહી આપીએ”

જીએચસીએલ અને ખાનગી માફીયાઓ વિરૂઘ્‍ધ ખેડૂતો અને શ્રમજીવીઓમાં નારાજગી
પીપાવાવ પંથકનાં ખેડૂતો કહે છે ‘‘જાન આપીશુ પણ જમીન નહી આપીએ”
બળબળતા તાપમાં મહિલાઓ, વૃઘ્‍ધો સહિત સૌ કોઈ ન્‍યાય માટે લડત ચલાવી રહૃાું છે
રાજુલા, તા. પ
રાજુલા તાલુકાનાંદરિયાકાંઠા વિસ્‍તારનાં પીપાવાવ ધામ તથા આસપાસનાં ગામોનાં લોકો જીએચસીએલ કંપની અને ભૂમાફિયા સામે છેલ્‍લા 11 દિવસથી ન્‍યાય માટે ઝઝૂમી રહૃાા છે છતાં પણ સરકારનાં પેટનું પાણી પણ હલતું નથી. લોકો 4ર સેલ્‍સિયસ તાપમાનમાં ઉપવાસ આંદોલન કરી રહૃાા છે અને સરકારી બાબુઓ અને સરકારના નેતાઓ એ.સી.માં આરામ ફરમાવી રહૃાા છે. 11માં દિવસે મહિલાઓ સરકાર અને તંત્રને જગાડવા ધૂન ગાઈ હતી છતાં પણ 11 દિવસ વીતી ગયા છતા કોઈ નિર્ણય આવ્‍યો નથી તેમજ 11માં દિવસે કવાડ દિવ્‍યેશ નામનાં એક 4 વર્ષનાં બાળકની તબિયત લથડી હતી તેની એમ્‍બ્‍યુલન્‍સ મારફતે રાજુલા સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. આ આંદોલનમાં દરરોજ એક-બે લોકો અને બાળકોની તબિયત લથડે છે. આ ગામજનોની વેદના જોઈને કડિયાળી તાલુકા પંચાયતનાં ભાજપનાં સદસ્‍યનાં પુત્ર જીલુભાઈ બારૈયા અને ભાંકોદર માંધાતા ગૃપનાં પ્રમુખ મધુભાઈ સાંખટ સોમવારથી આમરણાંત ઉપવાસ પર બેસવાના છે. રાજયમાં ભાજપની સરકાર હોવા છતાં પણ માનવતાની દૃષ્‍ટિએ જીલુભાઈ સરકાર સામે અને મધુભાઈ સાંખટ કોળી સમાજની બહેનો અને બાળકો જોઈ ગામજનો માટે આમરણાંત ઉપવાસ કરશે તેમજ સરકારી અધિકારીઓ ર્ેારા કરવામાં આવેલી તપાસમાં અધિકારીઓએ પીપાવાવ ધામ લોકોને નિશાને લઈ રાજકીયમાથાઓને છાવરવાનો પ્રયત્‍ન કર્યો. પરંતુ ગામ લોકોની માગણી છે કે પોતાના ગામની જમીન પોતાના ગામને ફાળવવામાં આવે જેથી કરીને લોકોને રોજગારી માટે બહાર ના જવું પડે. કંપની તથા ભૂમાફિયાઓએ જે કબજો જમાવ્‍યો છે તે મુકત કરવામાં આવે તેવી માંગણીને ગામજનો વળગી રહૃાા છે.
આ આંદોલનમાં પહેલાંથી લોકોની સાથે છે એવાં કોળી સમાજનાં આગેવાન પ્રવિણભાઈ બારૈયા, અશોકભાઈ ભાલિયા, ભાણાભાઈ ગુજરીયા, અજયભાઈ શિયાળ, રણછોડભાઈ બાંભણિયા, ભગુભાઈ વાજા, તેમજ રાજુલા જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાનાં લોકો મોટી સંખ્‍યામાં હાજરી આપી રહૃાા છ ેઅને ગ્રામજનોને વહેલી તકે ન્‍યાય મળે તેવું ઈચ્‍છી રહૃાા છે.
રાજુલા પીપાવાવનાં જમીન આંદોલનની પ્રતીક ઉપવાસ છાવણીમાં આજે 11 દિવસનાં રોજ પ્રતીક ઉપવાસમાં ખેડૂત સમાજ અમરેલી જિલ્‍લા પ્રમુખ નરેશ વિરાણીએ પીપાવાવનાં સરપંચ ભાણાભાઈ ગુજરીયા, અશોકભાઈ ભાલીયા, જીલુભાઈ જેઓ આમરણ ઉપવાસ ચાલુ કર્યા છે તેઓની મુલાકાત કરી અને જીએચસીએલ કમ્‍પની જે 1600 એકરની જમીનો ઉપર કબ્‍જોકર્યો છે તે જમીનોની મુલાકાત કરીઅને જે જમીનોમાં પીપાવાવધામનાં સરપંચ ભાણાભાઈ ગુજરીયાની મુલાકાત દરમિયાન એવું જાણવા મળ્‍યું છેકે આ તમામ જમીનો અમને ભાવનગરના રાજાએ અમને રોજીરોટી રળવા માટે આપીહતી અને વર્ષો પછી અહીંયા જીએચસીએલ કમ્‍પનીએ અમને નોકરીનાં બહાને અમારી જમીનો કરાર કરીને પડાવી લીધી. જે કરારો પુરા થયા તેને આજ સાત વર્ષ થઈ ગયા પણ અમને અમારી જમીનો પાછી મળતી નથી, વર્ષો પહેલા નોકરીમાંથી અમને ધકે ચડાવ્‍યા છે જે કામો અમે હાથથી કરતા હતા તે કામો હવે જેસીબી જેવા આધુનિક મશીનરીથી થઈ રહૃાા છે. તો ત્‍યાના ખેડૂતોની હાલત કથળી ગઈ છે અને હવે અહીંયાથી સ્‍થળાંતર કરવાની ફરજ પડી છે, પણ હવે અમે જઈએ તો કયાં જઈએ તેવીહાલત વચ્‍ચે અમે અમારી જમીનો પાછી મેળવવા માટે રાજુલાની પ્રાંત ઓફિસે 11 દિવસથી ઉપવાસ આંદોલનમાં બેસીગયા છીએ કે અમને જેમ નોકરી માંથી તગેડી મુયા છે એમ અમે અમારી જમીનો ઉપરથી તમામ ભૂમાફીયાઓ અને જીએચસીએલને પણ તગેડીને જ રહીશું, એવી અમારી માંગણી છે, હવે નોકરી નહીં પણ અમને અમારી જમીનો જોઈએ છે, અને ખેડૂત સમાજ અમરેલી જિલ્‍લા પ્રમુખ નરેશ વિરાણીએ જાહેરાત કરી કે આ પીપાવાવ ઉપવાસ છાવણીને સંપૂર્ણ પણે ખેડૂત સમાજનો ટેકો જાહેર કરે છે અને આગામી સમયે સરકાર અને તેમના ભાગીદાર એવા ભૂમાફીયાઓની સામે ખેડૂત સમાજ ગુજરાત કાયદાકીય લડત લડવા તૈયાર રહેશે.

દામનગરમાં શિવકથાનો આસ્‍થાભેર પ્રારંભ

દામનગર 111, પ્‍લોટ વિસ્‍તારમાં સંજયગીરી પ્રભાતગીરી ગોસ્‍વામી ર્ેારા તેમના પિતાજી કૈ.વા. પ્રભાતગીરી બાપુ તેમજ કૈ.વા. કૈલાશગીરીનાં સ્‍મરણાર્થે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવેલ છે. શિવકથાનાં વકતા ઉમરીયાવાળા સુપ્રસિઘ્‍ધ કથાકાર મુકેશભારથીબાપુ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહેલ છે. કથા દરમ્‍યાન સંતો, મહંતો, અગ્રણીઓ કથા શ્રવણ કરી રહેલ છે. કથાનાં ત્રીજા દિવસે સતી પ્રાગટય પ્રસંગની ઉજવણી કરવામાં આવેલ. જેમાં માતાજીનાં નવ સ્‍વરૂપો માટે 9 કન્‍યાઓને માતાજીનો શણગાર સજવામાં આવેલ. તે માટે મીનાબેન ગોસ્‍વામીએ ભારે જહેમત ઉઠાવેલ. તેમજ દશનામ સમાજ સંતો અમરાપુરથી વસંતગીરીબાપુ અને ભાનુપુરીબાપુ (લુણકી)એ હાજરી આપેલ. પીઢ પત્રકાર અને જ્ઞાતિ અગ્રણી નટવરગીરીબાપુનું વિશેષ સન્‍માન ગોસ્‍વામી પરિવારે કરેલ. તા. પ-પ-18 ના રોજશિવ વિવાહનો પ્રસંગ ધામધુમથી ઉજવવામાં આવશે. શિવજીનો વરઘોડો હિંમતભાઈ આલગીયાનાં નિવાસસ્‍થાનેથી નીકળશે. કથા દરમ્‍યાન આવતા પાવન પ્રસંગોની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહેલ છે.

06-05-2018