Main Menu

Saturday, May 5th, 2018

 

અમરેલી જિલ્‍લાનાં શિક્ષણ માફીયાઓને કાબુમાં લો

વિદ્યાર્થી યુનિયનનાં અગ્રણી કિશન શીલુની રજુઆત
અમરેલી જિલ્‍લાનાં શિક્ષણ માફીયાઓને કાબુમાં લો
સરકારનો તગડો પગાર મેળવતાં શિક્ષકો ખાનગી શાળા પણ ચલાવીરહૃાા છે
અમરેલી, તા. 4
ગુજરાત રાજયનાં પ્રથમ મુખ્‍યમંત્રી એવા ડો. જીવરાજ મહેતાની જન્‍મભૂમિ એટલે અમરેલી જિલ્‍લાની છેલ્‍લા ઘણા સમયથી અમરેલીની પ્રજા સાથે અન્‍યાય થઈ રહૃાો છે. તે પછી આરોગ્‍ય હોય કે સરકારી ખાતું કે પછી કોઈ પ્રાથમિક સુવિધાની વાત હોય. વાત કરીએ શિક્ષણની તો ઘણા સમયથી અમરેલીની એક પછી એક ગ્રાન્‍ટેડ કોલેજને પ્રાઈવેટીકરણ કરી બેફામ રૂપિયા કમાવવાની દુકાન કરવાના શિક્ષણ માફીયાઓના ખતરનાક ખેલ ચાલી રહૃાા છે. સરકારી શિક્ષકો પ્રાઈવેટ સ્‍કુલમાં ભાગીદારી કરી સરકાર અને વાલીઓને બેફામ લુંટી રહૃાા છે. આવી દયનીય પરિસ્‍થિતિમાં ડીઈઓ કચેરીના બાબુઓ અઘોર નિંદ્રામાં છે. પોતાને જે રીતે સરસ્‍વતી માતાના ઉપાસક ગણતા અમુક શિક્ષકો અને શાળા સંચાલકો ભ્રષ્‍ટાચારની ઓડમાં શિક્ષણને વિટોળીને ચાલી રહૃાા છે. આ એક શિક્ષણ જગત માટે ખતરાનો સંકેત છે.
ઘણા વર્ષથી અમરેલી જિલ્‍લામાં માસ્‍ટર સાયન્‍સ (એમએસસી)ની ગ્રાન્‍ટેડ કોલેજ મંજુર થાય તે માટે વિદ્યાર્થી સંગઠનો સાથે સંકળાયેલ છાત્રા નેતા કિશનભાઈ શીલુ આ માટે એડીટોચીની મહેનત કરી રહૃાા છે પણ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સત્તાધિશોમાં નિંભરતા જોવા મળે છે. અને ગ્રાન્‍ટેડ કોલેજ અમરેલી જિલ્‍લાને આપવા માટે મૌન ધારણ કરી રહૃાા છે. એક બાજુ યુનિવર્સિટીના પદ ઉપરબિરાજમાન સત્તાધિશો ઘ્‍વારા રાતો રાત ખાનગી કોલેજને મંજુરી મળી જતી હોય છે અને બીજી તરફ અમરેલી જિલ્‍લાની ગ્રાન્‍ટેડ કોલેજોને પ્રાઈવેટીકરણ કરી બેફામ રૂપિયા કમાવવાની દુકાન કરવાનો શિક્ષણ માફીયાઓના ખેલ ચાલી રહૃાા છે. તો અમરેલી જિલ્‍લામાં એમએસસીની માંગણી પૂર્ણ થઈ અને વિજ્ઞાન ભગન માટે અમરેલી જિલ્‍લો એક જ માત્ર બાકાત છે તો તે પણ માંગણી પૂર્ણ થાય. ખાનગીકરણનો વ્‍યાપ વધારી વાલીઓના ખીસ્‍સામાંથી અધધ આવક મેળવતી અમુક સંસ્‍થાઓ ઘ્‍વારા શિક્ષણ જગતને કલંકિત કરનારા સામે વાલી અને અમરેલીની પ્રજા રોષ વ્‍યકત કરે છે. મસમોટા બોર્ડ રોડ ઉપર જાહેરાત મુકી ખુલ્‍લી લુંટ સામે વાલીઓ જાગૃત થાય અને હકીકતની પરિસ્‍થિતિ જાણી ત્‍યારબાદ જ પોતાના બાળકોનું એડમીશન કરાવો. કારણ કે તમારા બાળકનું ભવિષ્‍ય તમારા જ હાથમાં છે. તો આ તકે તમામ માંગ વહેલી તકે પુર્ણ થાય તેવી માંગ ઉઠી છે.

રાજુલા શહેરનાં જાહેર સ્‍થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તો કાયદો-વ્‍યવસ્‍થા મજબુત બને

રોમિયોગરી, ચીલઝડપ, લુખ્‍ખાગીરી પર અંકુશ મેળવવો જરૂરી
રાજુલા શહેરનાં જાહેર સ્‍થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તો કાયદો-વ્‍યવસ્‍થા મજબુત બને
રાજુલા, તા. 4
રાજુલામાં ઘણા લાંબા સમયથી કાયદો અને વ્‍યવસ્‍થામાં કચાસ લાગતી હોય તેમ લાગી રહેલ છે અને જેના કારણે ગુન્‍હેગારોને   મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહેલ છે. અમ જેના કારણે રાજુલા શહેરમાં ગુનેગારો બેફામ બની ગયા હોય તેમ લાગી રહેલ છે અને રાજુલા તાલુકામાં આવેલ નામી કંપનીઅનાં નોકરીયાત વર્ગની ફેમીલી રાજુલામાં ખરીદીઓ પણ કરવા આવે ત્‍યારે તેઓ પણ પોતે સુરક્ષિત નથી તેવો અહેસાસ થાય છે અનેબહારનાં લોકોને અમુક તત્‍વો અને ટાર્ગેટ કરતા હોય છે અને મહિલાઓની છેડતીઓ પણ કરવામાં આવતી હોય છે. પણ તેઓ બહારના હોવાથી એ મૂંગા મોઢે સહન કરતા નજરે પડે છે. આમ રાજુલા શહેરમાં અને જાહેર સ્‍થળો ઉપર જો સીસટીવી મુકવામાં આવે તો ભવિષ્‍યમાં કોઈ ગુન્‍હાઓ બને તો પોલીસને પણ ગુન્‍હાઓમાં ડિટેકશનમાં પણ ખુબ જ મદદ મળી રહે અને ગુન્‍હેગારને શોધવામાં પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય તેમ છે.
આમ રાજુલામાં આવેલ જાહેર સ્‍થળ ઉપર સીસીટીવી મુકવામાં આવે તો કાયદો અને વ્‍યવસ્‍થા ખૂબ જ મજબુત બનશે અને લોકોને પણ તેની સલામતીનો અહેસાસ થશે. જેથી રાજુલા એસ.ટી. ડેપોનાં રોડ ઉપર, જે.એ. સંઘવી હાઈસ્‍કૂલ નજીક, સિવિલ હોસ્‍પીટલ સર્કલ, રાજુલા કોર્ટ સામે ડો. આંબેડકર સર્કલ, મહુવા રોડ જગાત નાકા ઉપર, માર્કેટીંગ યાર્ડ ચાર રસ્‍તા ઉપર, સાવરકુંડલા જગાત નાકા રોડ ઉપર, કોહિનૂર હોટલની રોડ સાઈડમાં, હિંડોરણા બાયપાસ રોડ સર્કલ પાસે, ટી.જે.બી.એસ. ગર્લ્‍સ હાઈસ્‍કુલ પાસે, ભુવા કોલેજ પાસે.
આમ ઉપરોકત જગ્‍યાએ સીસીટી કેમેરા મુકવામાં રાજુલા તાલુકામાં અને આજુબાજુનાં વિસ્‍તારોમાં અને મોટી કંપનીઓ આવેલ હોય તેનો પણ આ જાહેર સ્‍થળ ઉપર સીસીટીવી કેમેરા મુકવામાં સહકાર માંગીને તેમની પણ મદદ માગી અને તેમનાસહભાગીદાર બનાવીને આ કામગીરી તાત્‍કાલીક કરવી ખૂબ જ જરૂરી બની ગયેલ છે. આમ રાજુલા શહેર ખુબ જ પ્રગતિ કરી રહેલ હોય ત્‍યારે આ શહેરની કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવી. ત્‍યારે આ પ્રકારનું કાર્ય કરીને પ્રજાને પોલીસ તેમની સુરક્ષા માટે હંમેશા પ્રજા સાથે છે તેવો દરેક સમાજને આ કામગીરીથી મેસેજ જશે. તેમ એડવોકેટ મંજુર ગાહાએ          પોલીસ અધિક્ષકને પાઠવેલ પત્રમાં માંગ કરેલ છે.

વેચાતું પાણી લઈ ટેન્‍કર ર્ેારા વન્‍ય પ્રાણીઓ માટે પાણીનાં પોઈન્‍ટ ભરવામાં આવે છે

મિતિયાળા અભ્‍યારણમાં સિંહો અને વન્‍ય પ્રાણીઓ માટે ખાસ તકેદારી રાખતું વન વિભાગ
ખાંભા, તા. 4
હાલ ઉનાળો ચાલતો હોવાથી સમગ્ર ગીર અને જંગલમાં વન્‍યપ્રાણીઓને પીવાનાં પાણી માટે મુશ્‍કેલી ઉભી થઈ છે ત્‍યારે ખાંભા પાસે આવેલ મિતિયાળા અભ્‍યારણમાં વન વિભાગ ર્ેારા વન્‍યપ્રાણીઓ માટે પીવાનાં પાણી માટે ખાસ તકેદારી લેવામાં આવી રહી છે. હાલ મિતિયાળા અભ્‍યારણમાં સાતથી આઠ સિંહનો વસવાટ છે. તેમજ દીપડા, હરણ, ચિંકારા, રોજ, નીલગાય સહિત હજારો વન્‍ય પ્રાણીઓનું અહીં રહેણાંક છે. ત્‍યારે મિતિયાળા અભ્‍યારણમાં વન્‍ય પ્રાણીઓ અને સિંહો માટે પીવાના પાણીનાં 8 થી 10 પોઈન્‍ટ આવેલા છે. હાલ પાણીની શોર્ટેજ ઉભી થઈ છે જેમાં બે પવનચક્કી વાળા પાણીના પોઈન્‍ટ આવેલા છે. જેની પવનચક્કી બંધ છે. આમ આ બે પોઈન્‍ટ અને બાકીનાં આઠ પોઈન્‍ટ કુંડી મારફત છે. હાલ પાણીની શોર્ટેજ ઉભી થઈ છે ત્‍યારે વન વિભાગ ર્ેારા બહારથીપાણીનાં ટેન્‍કર ર્ેારા પાણી લાવી આ બધા પાણીનાં પોઈન્‍ટ ભરવામાં આવે છે. આમ વન વિભાગ ર્ેારા સિંહ અને વન્‍યપ્રાણીઓ માટે પીવાના પાણીની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
મિતિયાળા અભ્‍યારણનાં ફોરેસ્‍ટ દિલીપભાઈ જોશીએ જણાવ્‍યું હતું કે હાલ મિતિયાળા અભ્‍યારણમાં પાણીનાં સ્‍તર ખૂટી ગયા છે અને હાલ બે પવનચક્કી પણ બંધ છે અને આઠ પાણીનાં પોઈન્‍ટ છે જે પાણી બહારથી લાવી અને વન્‍ય પ્રાણીઓ માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. વન્‍ય પ્રાણીઓને પાણીની તકલીફ ન પડે તે માટે ટેન્‍કર ર્ેારા તમામ પાણીનાં પોઈન્‍ટ ભરવામાં આવે છે.

ચમારડીમાં દાતા ગોપાલ શેઠનાં સહયોગથી જળસિંચન કામગીરીનો પ્રારંભ

ચમારડીમાં ઠેબી નદી ઉંડી ઉતારવાની કામગીરીનું ખાતમુર્હુત સંત લહેરીગીરીબાપુની જગ્‍યાના મહંત શ્રી બાબુગીરી બાપુના વરદ હસ્‍તે કરાયું. ઢોલ નગારા સાથે વાજતે ગાજતે આયોજન કરાયું. સંતો-મહંતો દાતાશ્રીઓ તથાબાબરા તાલુકાનાં ભાજપનાં કાર્યકર્તાઓ તથા અધિકારીઓ સહીત મોટી સંખ્‍યામાં ગામ લોકોની ઉપસ્‍થિતિમાં કરવામાં આવેલ. ગુજરાત સરકાર ર્ેારા જળસંચય અભિયાનથી નદીઓ થશે પુનઃ જીવિત ત્‍યારે તા.1 થી 31 મે સુધી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આજે બાબરા તાલુકાનાં ચમારડી ગામનાં ઉદ્યોગપતિ અને લાઠી- બાબરા- દામનગર વિસ્‍તારમાં ભામાશા તરીકે ઓળખાતા ગોપાલભાઈ વસ્‍તરપરાનાં જળ સિંચાઈ યોજનામાં સિંહફાળાથી અને ગામ લોકોની ભાગીદારીથી ઠેબી નદી ઉંડી ઉતારવાની કામગીરીનો પ્રારંભ થઈ ચુકયો છે. ત્‍યારે મોટી સંખ્‍યામાં ટ્રેકટરો, હીટાચી મશિનો કામે લાગડી દેવામાં આવ્‍યા છે. ત્‍યારે ચમારડી ગામમાં અગાઉ પણ ગોપાલ શેઠ ર્ેારા પોતાના સ્‍વખર્ચે પ્રવેર્શેારો, વૃક્ષારોપણ કાર્યક્રમો, બગીચાઓ તેમજ દર વર્ષને સાથે રાખીને વિશાળ સર્વજ્ઞાતિ, સર્વધર્મ, સર્વ સમાજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે ત્‍યારે આવી વિવિધ સુવિધાઓ લોકોને પુરી પાડવામાં આવે છે. ત્‍યારે આવી પ્રેરણાદાયી પ્રવૃતિથી સતત વ્‍યસ્‍ત રહેતા ગોપાલભાઈ વસ્‍તરપરાને બાબરા વિસ્‍તારનાં લોકો બિરદાવી રહૃાા છે ત્‍યારે આ પ્રસંગે લાઠી પ્રાન્‍ત અધિકારી વી. સી. ભોડાણા, અમરેલી પ્રાન્‍ત અધિકારી ડી.એન. અંતાણી, બાબરા મામલતદાર, ચમારડી સરપંચ અરવિંદભાઈ મેમકીયા, જીવનભાઈ પીઢવડીયા, ભુપેન્‍દ્રભાઈબસીયા, મહંત શ્રી બાબુગીરીબાપુ, જયસુખભાઈ , હીંમતભાઈ દેત્રોજા, જીવરાજભાઈ લાહર, રાજુભાઈ વિરોજા, લાલજીભાઈ વસ્‍તરપરા, હરીભાઈ મકવાણા, જેન્‍તીભાઈ વસ્‍તરપરા, મગનભાઈ કોલડીયા, મહેશભાઈ નવાપરીયા સહીત રાજકીય આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા.

બગસરાનાં યુવકને ચાર જેટલા શખ્‍સોએ પાઈપ વડે માર્યો માર

પ્રેમ સંબંધનાં કારણે
બગસરાનાં યુવકને ચાર જેટલા શખ્‍સોએ પાઈપ વડે માર્યો માર
અમરેલી, તા.4
બગસરા ગામે રહેતા અલ્‍તાફ રફીકભાઈ કાળવાતર નામના 18 વર્ષીય યુવકે યુવતિ સાથે પ્રેમ સંબંધ હોય જેથી તે જ ગામે રહેતા વસીમ રજાકભાઈ, અહમદ અબ્‍દુલભાઈ, સાદિક મજીદભાઈ તથા એહજાદ અનાભાઈ વિગેરેએ ગઈકાલે બપોરે કુંકાવાવ નાકા પાસે લોખંડના પાઈપ વડે આડેધડ માર મારી ઈજાઓ     કર્યાની ફરિયાદ બગસરા પોલીસમાં નોંધાઈ છે.
બગસરામાં ઠપકો આપતાં 4 ઈસમોએ બે યુવાનોને માર માર્યો
અમરેલી, તા. 4
બગસરા ગામે રહેતાં મહમદભાઈ અબુભાઈ કાળવાતર કાલે સવારે કુંકાવાવ નાકા પાસે લારી સાથે નિકળતાં અલ્‍તાફ મોટર સાયકલ ભટકાવી દેતાં તે અંગે ઠપકો આપતા અને બોલાચાલી થતાં અલ્‍તાફનાં પિતા રફીકભાઈ સહિત 4 ઈસમોએ તેને પાઈપ વડે આડેધડ માર મારેલ તે વખતે તેમને બચાવવા માટે વચ્‍ચે પડેલા વસીમભાઈ રફીકભાઈને પણ મારમાર્યાની ફરિયાદ પોલીસમાં               નોંધાવી છે.

સાવરકુંડલામાં સગીરાનાં ખોટા પ્રમાણ પત્રનાં આધારે બાળ લગ્ન કરાવાયા

ખોટા દસ્‍તાવેજને સાચા તરીકે રજુ કરાયા
સાવરકુંડલામાં સગીરાનાં ખોટા પ્રમાણ પત્રનાં આધારે બાળ લગ્ન કરાવાયા
અમરેલીની 1 મહિલા સહિત 3 સામે નોંધાઈ ફરિયાદ
અમરેલી, તા.4
અમરેલી ખાતે રહેતા અનવરભાઈ અલીભાઈ બેલીમની દીકરી સગીરવયની હોય, અને તે હકીકત જાણવા છતાં રેહાનાબેને સમૂહ શાદીમાં નિકાહ માટે આપેલું પ્રમાણપત્ર ખોટુ હોવાનું જાણવા છતાં તેને સાચુ છે તે રીતે રજૂ કરી અને રસુલખા મહોબતખા પઠાણ સાથે નિકાહ કરાવી બાળલગ્ન પ્રતિબંધ ધારાનો ભંગ કરવા સબબ સાવરકુંડલા ટાઉનમાં ઉંમરભાઈ ડેરૈયાએ ફરિયાદ નોંધાવી છે.

સા.કુંડલાનાં યુવકે પત્‍નિ અને સાસરીયાઓનાં ત્રાસથી આત્‍મહત્‍યા કરી

પત્‍નિને ત્રાસને બદલે પતિને ત્રાસ હતો
સા.કુંડલાનાં યુવકે પત્‍નિ અને સાસરીયાઓનાં ત્રાસથી આત્‍મહત્‍યા કરી
અમરેલી, તા.4
સાવરકુંડલા ગાામે રહેતા રસીકભાઈ માલાભાઈ રાઠોડના પુત્રપ્રકાશભાઈની પત્‍નિ છેલ્‍લા 6 માસથી રીસામણે પોતાના પિયરમાં હોય, મરણ જનાર પ્રકાશભાઈ પત્‍નિ અને દીકરા વગર રહી શકતા ન હોય, જેથી તેમને તેડવા માગતા હોય, તેમ છતાં મૃતકના સાસુ કાંતાબેન ઉર્ફે મંજુબેન, સસરા કાનજીભાઈ, તેમની પત્‍નિ શિલ્‍પાબેન તથા આ સંબંધ કરાવનાર પ્રેમજીભાઈ ડાયાભાઈ રાઠોડ વિગેરેએ રૂા. ર લાખ તેના ખાતામાં જમા કરાવવાનું તથા મકાન તેમના નામે કરી આપવા તથા ઘરેણાની માંગણી કરતા હોય, જેથી મૃતકે કંટાળી જઈ પોતાની મેળે ઝેરી પાવડર પી લેતા તેમનું મોત થતાં તેમને મરી જવા મજબુર કર્યાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાવી છે.

લોઠપુરમાં પશુઓ બાબતે મારામારીની ઘટના બની

અમરેલી, તા. 4
જાફરાબાદ તાલુકાનાં લોઠપુર ગામે રહેતાં મનસુખભાઈ કરશનભાઈ મકવાણાનાં વાડામાં અવારનવાર પશુઓ આવતાં હોય, જેથી તે જ ગામે રહેતાં કરશનભાઈ મકવાણા તે પશુઓને હાંકી કાઢતાં હોય જેથી તે પશુઓ મનસુખભાઈનાં         ફળીયામાંથી નિકળતાં અહીથી પશુઓને લઈ નહી નિકળવાનું કહેતાં બાળકો રમતાં હોય તેને લગાડી દેશે તેમ કહેતાં કરશનભાઈ સહિત ત્રણ ઈસમોએ લાકડી વડે માર મારી મુંઢ ઈજા કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ જાફરાબાદ પોલીસમાં નોંધાઈ છે.

ઢોલરવાગામે ઈલેકટ્રીક શોક લાગતાં યુવતિનું મોત

ઘરમાં સાફસૂફી કરતાં અકસ્‍માતે બન્‍યો બનાવ
અમરેલી, તા. 4,
ધારી તાલુકાનાં ઢોલરવા ગામે રહેતી વિલાસબેન બાબુભાઈ નામની રપ વર્ષિય યુવતી ગઈકાલે સાંજે પોતાના ઘરે ઘરમાં સાફસુફી કરતી હતી ત્‍યારે ઈલેકટ્રીક શોક સરકીટ થતાં આગ લાગી જતાં તેણી સખત રીતે દાજી જતાં પ્રથમ ધારી વધુ સારવાર માટે અમરેલી ખસેડાતાં તેણીનું સારવાર દરમિયાન મોત થયું હતું

સુરતનાં કિરીટ પાલડીયાએ પોલીસ અને પોલીટીશ્‍યનને ધંધે ચડાવી દીધા

અમરેલી પોલીસે બીટકોઈનકાંડમાં રૂપિયા 1.3ર કરોડનો તોડ કર્યો
સીઆઈડી ક્રાઈમનાં ડીઆઈજી દિપાંકર ત્રિવેદીએ પત્રકાર પરિષદ યોજી
અમરેલી, તા. 4
અમરેલીનાં પોલીસ અધિક્ષક જગદીશ પટેલ, એલસીબી પીઆઈ અનંત પટેલ અને અન્‍ય પોલીસકર્મીઓએ બીટકોઈન કાંડમાં રૂપિયા 1.3ર કરોડનો તોડ કર્યાનું બહાર આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સીઆઈડી ક્રાઈમનાં ડીઆઈજી દિપાંકર ત્રિવેદીએ આજે પત્રકાર પરિષદ યોજીને બીટકોઈન પ્રકરણ અંગે અનેક વિગતો મીડિયા જગત સમક્ષ રજુ કરી હતી.
તેઓએ જણાવ્‍યું હતું કે, શૈલેષ ભટ્ટનાં મોબાઈલમાંથી કે કિરીટ પાલડીયાનાં મોબાઈલથી અપહરણનાં 11 ફેબ્રુઆરીનાં દિવસે કોઈ બીટકોઈન ટ્રાન્‍સફર થયા નથી અને તે અગાઉ જ બીટકોઈન ટ્રાન્‍સફર કરી દેવામાં આવ્‍યા હતા અને શૈલેષ ભટ્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાશ થયો હતો.
વધુમાં જણાવ્‍યું હતું કે, સમગ્ર કૌભાંડનો મુખ્‍ય સુત્રધાર કિરીટ પાલડીયા છે અને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી હોવાનું જણાવીને પૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડીયાની ભુમિકા સ્‍પષ્‍ટ કરવા માટે તેમને 3 વાગ્‍યે નિવેદન આપવા સમન્‍સ મોકલવામાં આવ્‍યું છે.
વધુમાં જણાવ્‍યું હતું કે, બીટકોઈનનાં વેચાણનાં કરોડો રૂપિયા મળતાં તેમાંથીઅમરેલી પોલીસને રૂપિયા 1.3ર કરોડ અને પીઆઈ અનંત પટેલને વધારે રૂપિયા 6.7પ લાખ કિરીટ પાલડીયાએ આપ્‍યા હતા.
વધુમાં જણાવ્‍યું હતું કે, પૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડીયાનું ચિત્ર સ્‍પષ્‍ટ થતું નથી અને એડવોકેટ કેતન પટેલનાં ભાઈ જતીન પટેલની પણ ધરપકડ કરવામાં આવશે તેમજ સીબીઆઈનાં ઈન્‍સ્‍પેકટરની પણ ભુમિકા તપાસવામાં આવી રહી છે.
વધુમાં જણાવ્‍યું હતું કે, કિરીટ પાલડીયાએ ઘણા દિવસો સુધી પોલીસને ગેરમાર્ગે દોરી હતી. જો કે ફોરેન્‍સીક અધિકારીઓની મદદથી કેસ ઉકેલાઈ ગયો છે. ખરેખર શૈલેષ ભટ્ટનાં બીટકોઈન કિરીટે પોતાની પાસે જ રાખી અપહરણનાં દિવસે બીટકોઈન ટ્રાન્‍સફર થઈ ગયા હોવાનું જણાવ્‍યું હતું.
વધુમાં જણાવ્‍યું કે, અપહરણની ઘટના પહેલા ગાંધીનગર અને સુરતનાં સરકીટ હાઉસમાં નલિન કોટડીયા અને કિરીટ પાલડીયા વચ્‍ચે બેઠક યોજાઈ હતી અને જગદીશ પટેલની ધરપકડ બાદ તેમની મિલ્‍કતો અંગે પણ સીઆઈડીને પુરાવા મળ્‍યા છે. તે અંગે એસીબીને જાણ કરવામાં આવી છે.
વધુમાં જણાવેલ છે કે, કિરીટ પાલડીયાએ નેકસા કોઈનનાં નામે બહુ મોટી સંખ્‍યામાં રોકાણકારો સાથે છેતરપીંડી કરી હોવાનું સીઆઈડીનાં ઘ્‍યાને આવેલ છે. અને તેનો ભોગ બનનારને સીઆઈડીમાં જાણ કરવા અંતમાં ત્રિવેદીએ જણાવ્‍યું હતું.

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોમાં પાકવીમાને લઈને રોષની આંધી

ખેડૂતો પરસેવાનાં પૈસાથી વીમાની રકમ ભરે છતાં પણ ન્‍યાય મળતો નથી
અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોમાં પાકવીમાને લઈને રોષની આંધી
ઘણા ખેડૂતો વર્ષોથી પાકવીમાનું પ્રિમીયમ ભરે છતાં પણ કયારેય વીમાની રકમ મળતી નથી
વીમા કંપનીઓ નિયમ મુજબ નુકશાનીનો સર્વે કરવાને બદલે બંધબારણે કરે છે સર્વે
અમરેલી, તા. 4
રાજય સરકાર ખેડૂતોને પાકવીમો ચુકવાયો હોવાની જાહેરાતો કરે છે પણ અમરેલી જીલ્‍લામાં 100 કરોડ જેવી પાકવીમાની રકમ આવી હોવાનું કહેવાય છે. પણ લાઠી-બાબરા સિવાય 10 તાલુકામાં ખેડૂતોને પાકવીમાની રકમ ન આવતા ખેડૂતોમાં રાજયની સરકાર સામેરોષ ફાટી નીકળ્‍યો છે. પ્રિમીયમ ઉઘરાવીને ખેડૂતોને પાકવીમો મળે છે કે કેમ તે અંગે અમરેલી એકસપ્રેસએ કર્યુ હતું અમરેલી જીલ્‍લાના ખેડૂતોમાં રીયાલીટી ચેક.
ગુજરાતના પ્રથમ મુખ્‍યમંત્રી ડો. જીવરાજ મહેતાનો ગણાતો અમરેલી જીલ્‍લો પાકવીમા માટે ખેડૂતોને હેરાન પરેશાન કરી રહૃાો છે. ત્‍યારે પાકવીમા માટે ખેડૂતોની સ્‍થિતિ જાણવા અમરેલી એકસપ્રેસ પહોંચ્‍યું અમરેલી-સાવરકુંડલા માર્ગ પર આવેલા ઓળીયા ગામ.
ઓળીયા ગામ ખેતી પર આધારિત ગામ છે. ઓળીયાનાં ખેડૂતો દર વખતે પાકવીમા માટે પ્રિમીયમ ભરે છે પણ પાકવીમા વખતે ઓળીયાનાં ખેડૂતોના ભાગ્‍યમાં ઠેંગો જ આવે છે. નાના ખેડૂતોથી લઈને મોટા વીદ્યા ધરાવતા ખેડૂતોએ મોટેભાગે પાકવીમાનું પ્રિમીયમ ભર્યુ છે પણ ખેડૂતોને પાકવીમો હજુ આવ્‍યો નથી. જયારે પાકવીમો જાહેર કર્યા બાદ ઓળીયાનાં ફકત બે જ ખેડૂતોને પાકવીમો મળ્‍યો હોવાની માહિતી મળી છે.
ઓળીયાના હરદાસભાઈ વેકરીયાએ 6 વીદ્યાની જમીનમાં કપાસનું વાવેતર કર્યુ હતું. ર હજાર પ્રિમીયમ ભર્યુ હતું. પાકવીમો આવી ગયો હોવાનું ગામમાંથી જાણવા મળ્‍યું છે. ત્‍યારે આજ ગામના અન્‍ય બીજા અનેક ખેડૂતો પાકવીમા માટે હેરાન પરેશાન થઈને સરકાર સામે રોષ ઠાલવી રહૃાા છે.
જયસુખ દેવાણી ર016થી પ્રિમીયમને વ્‍યાજ ભરે છે પણ આજદિનસુધી પાકવીમો આવ્‍યો નથી. આખા ઓળીયા ગામમાં બે ખેડૂતને જ પાકવીમો પાસ થયો છે. બીજા ખેડૂતો પ્રત્‍યે સરકાર ઓરમાયું વર્તન દાખવી રહી છે. ત્‍યારે મગફળી પકવતા ખેડૂતે પણ હૈયા વરાળ ઠાલવતા સરકાર અને બેંકો સામે રોષ પ્રગટ કર્યો હતો. ત્‍યારે સ્‍થાનિક મંડળીનાં સંચાલક અને અગ્રણી ખેડૂતે જણાવ્‍યું હતું કે, ભાવનગર ડીસ્‍ટ્રીકટ કો.ઓ. બેંકમાં 38 ખેડૂતોએ પ્રિમીયમ ભર્યુ હતું તેમાં ફકત બે જ ખેડૂતોને પાકવીમો મંજુર થયો છે. ત્‍યારે સરકાર ખેડૂતોના ભાવ બમણા કરવાની ફકત વાતો કરીને તાયફાઓ કરતી હોવાનો આક્ષેપ        ઓળીયાના ખેડૂતે કરીને સરકાર સામે બાંયો ચડાવવાનું નકકી કરી લીધું છે.
ત્‍યારે ભાજપના નેતા અને જીલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કનાં ચેરમેન દિલીપ સંઘાણીએ ખેડૂતોના પાકવીમા અંગે કોંગ્રેસ સામે આક્ષેપ કરતા જણાવ્‍યું હતું કે, મગફળી, ચણા, તુવેરનો પાક અમરેલી જીલ્‍લામાં વધુ થયો છે. ત્‍યારે ખેડૂતો પાકવીમાની વાતો કોંગ્રેસ રહી છે. ગળથુથીમાં ખેડૂતોનું સારૂ વિચાર્યુ નથી. ગાંધીનગરમાં ખેડૂતો પર ગોળી ચલાવનારા આજે ખેડૂતોના હામી થઈને ફરી રહૃાાં હોવાનું સંઘાણીએ જણાવતા કહૃાું હતું કે, અમરેલી જીલ્‍લા મઘ્‍યસ્‍થ બેંક પાસે પાકવીમાના 44 કરોડની રકમ આવી ચુકી છે પ કરોડ બાકી છે. અન્‍ય બેંકોમાં થઈને અમરેલી જિલ્‍લાને100 કરોડનો પાકવીમો મળ્‍યો છે. ત્‍યારે પોતાની ઓળીયા બેંકની શાખાના ખેડૂતોને પાકવીમો ન મળ્‍યા અંગે ક્રોપ કમિટી સાથે ખાનગી કપંનીઓ સામે દિલીપ સંઘાણીએ આંગળી ચીંધી હતી.
ત્‍યારે લાઠીના ધારાસભ્‍ય વિરજી ઠુંમરની દીકરી અને અમરેલી જીલ્‍લા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપતા જેનીબેન ઠુંમરે રાજયની સરકાર સામે રોષ ઠાલવતા જણાવ્‍યું હતું કે, અમરેલી જીલ્‍લો બધા જ જીલ્‍લા કરતા પાકવીમો મેળવવામાં હંમેશા છેલ્‍લા ક્રમે આવે છે. ફકત લાઠી-બાબરા તાલુકાને 90 કરોડ મળ્‍યા હોવાની જાહેરાતો થાય છે. તો આખા જીલ્‍લામાં 100 કરોડની જ ફાળવણી સરકારે કરી છે. ર01પમાં અમરેલી જીલ્‍લામાં થયેલી જળ હોનારત વખતે પણ ખેડૂતો પાયમાલ થયા હતા ત્‍યારે પણ પ્રિમીયમ ભર્યુ હતું તે પાયમાલી કે પાકવીમાનું વળતર આજદિન સુધી ન મળ્‍યું હોવાનું કોંગ્રેસ નેતા જણાવી રહૃાા છે. ત્‍યારે સરકાર પાકવીમાની વાતો મસમોટી કરે છે પણ અમરેલી જીલ્‍લામાં ખેડૂતોને પાકવીમો મોટાભાગે ન મળ્‍યો હોવાની વાસ્‍તવિકતા પણ છે જ.

પીપાવાવનાં ખેડૂતોને ખેડૂત સમાજનું ખુલ્‍લુ સમર્થન

રાજયપાલને પત્ર પાઠવીને યોગ્‍ય કરવા રજૂઆત કરવામાં આવી
જિલ્‍લાનાં ભૂમાફીયાઓની જોહુકમી દૂર નહીં થાય તો જનઆંદોલન કરવાની ચીમકી
અમરેલી, તા. 4
અમરેલી જીલ્‍લાનાં રાજુલા તાલુકાનાં પીપાવાવ ગામની જમીન ભાવનગરનાં રાજવીએ પીપાવાવ ધામથી ઓળખાતી ધાર્મિક જગ્‍યાની પ્રસિઘ્‍ધિ જળવાઈ રહે તે માટે ધાર્મિક જગ્‍યાને તથા ગામનાં લોકોને પોતાની આજીવિકા માટે ખેતી કરવા પીઠાનાં આગર બનાવવા તેમજ ગાયો માટે મોટા પ્રમાણમાં ગૌચર માટે આ ગામની જમીન તે સમયમાં પ્રસિઘ્‍ધ ગણાતો ત્રામપત્ર લેખથી આ ગામની જમીન ફાળવેલ હતી તેથી આ જમીન કોઈ પણ સંજોગોમાં કોઈપણ હેતુ માટે કે ઉદ્યોગોને કદાપી ફાળવી શકાય નહીં. તેથી આ જમીન જી.એચ.સી.એલ. કંપની તથા અન્‍યને ફાળવવામાં આવેલ છે. તેમાં જીલ્‍લા અને તાલુકાનાં રેવન્‍યુ વિભાગનાં મુખ્‍ય અધિકારીઓએ કરોડો રૂપીયાનો ભ્રષ્‍ટાચાર કરીને ગોલમાલ કરેલ હોય તેવા ખુલ્‍લા સંકેતો અમોને જણાય રહૃાા છે. કંપની તથા ખાનગી માલીકો પાસે હાલમાં જે જમીન છે. તેની લીઝ પુરી થઈ ગયેલ હોવા છતાં પણ આ ગામનાં લોકોને દબાવીને તથા ધાક ધમકી આપીને ગેરકાયદેસર રીતે જમીનનો કબજો જમાવી બેઠા છે. તેથી આ ગામના લોકો ભય અને ફફડાટથી હાલમાંજીવી રહૃાા છે. તે અતિ ગંભીર બાબત ગણાય. તેમજ ઉપરોકત બાબતે જીલ્‍લા કલેકટર, અને રાજુલા રેવન્‍યુ વિભાગ કંપનીની તરફેણ કરે છે. તેવું અમારું માનવું છે. આ બાબતે સ્‍પેશ્‍યલ વિજીલન્‍સ, કોર્ડ, ક્રાઈમ બ્રાન્‍ચ અથવા એસ.આઈ.ટી. ર્ેારા ન્‍યાય, સત્‍ય અને પ્રમાણીકતાથી યોગ્‍ય તપાસ કરવામાં આવે તો ઉપરોકત બાબતે બીટકોન અને જમીન વિકાસ નિગમ જેવું કરોડો/અબજો રૂપીયાનું મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. અને અમરેલી જીલ્‍લા અને તાલુકાનાં રેવન્‍યુ વિભાગનાં મુખ્‍ય અધિકારીઓ ખુલ્‍લે આમ પકડાય તેમ છે. તેમજ જી.એચ.સી.એલ. કંપનીના માલીક અને અધિકારીઓ રાજકીય આગેવાનો અને માથાભારે વ્‍યકિતઓનાં ભ્રષ્‍ટાચારની પોલ યોગ્‍ય તપાસ થાય તો ખુલ્‍લી પડી શકે તેમ છે.
વિશેષમાં જી.એચ. સી.એલ. કંપનીને તથા પ્રાઈવેટ માલીકોને પીપાવાવ ગામની જમીન ફાળવેલ તેની લીઝ પુરી થઈ ગયેલ છે. તેથી આ જમીન કાયદાનાં નિયમ પ્રમાણે પીપાવાવ ગામનાં લોકોને મળવા પાત્ર છે. તેમજ આ જમીન આ કંપનીએ તથા પ્રાઈવેટ માલીકોએ પરત મેળવવી હોય તો હેરીગ (લોક સુનાવણી) કરીને મેળવવાની હોય છે. છતાં પણ જીલ્‍લા અને તાલુકાનાં રેવન્‍યુ વિભાગનાં મુખ્‍ય અધિકારીઓ કંપનીને તથા પ્રાઈવેટ માલીકોને રીન્‍યુ કરીને જમીન ફાળવવા તનતોડ મહેનત કરી રહૃાા છે. તેજ ઘણુ જાણવી જાય છે. તેથીઉપરોકત બાબતે પીપાવાવ ગામનાં લોકોને દિવસ સાતમાં ન્‍યાય નહી     મળે તો ભાવનગર તથા અમરેલી જીલ્‍લા ખેડૂત સમાજ આ વિસ્‍તારનાં લોકોને ન્‍યાય મળી રહે ત્‍યાં સુધી સાથ સહકાર આપશે. તેમ છતાય ન્‍યાય નહી મળે તો ટૂંક સમયમાં ગુજરાત ખેડૂત સમાજ ગુજરાત ભરનાં અન્‍ય સંગઠનોને તથા સામાજીક સંસ્‍થાઓને આ બાબતે બોલાવીને ન્‍યાય મેળવીને જ જંપશે.
ભાવનગર અને અમરેલી જીલ્‍લાની જમીનો ઉદ્યોગપતિઓ તથા અન્‍ય પ્રાઈવેટ માલીકોને ફાળવી દેવા રાજય અને કેન્‍દ્ર સરકારના ઈશારે બન્‍ને જીલ્‍લાનાં જીલ્‍લા કલેકટરો અને તમામ તાલુકાનાં મુખ્‍ય રેવન્‍યુ અધિકારીઓ બીનકાયદેસર, આડેધડ જમીન ફાળવી રહૃાા છે તે અતી ગંભીર ગુન્‍હો ગણાય. તેથી જ બન્‍ને જીલ્‍લાનાં ખેડૂતો પશુપાલકો, ખેતમજૂરો તથા ગરીબો ઠેકઠેકાણે પોતાના હક્ક અને અધિકાર માટે આંદોલનો કરી રહૃાા છે અને તે તમામ આંદોલન કાર્યોને દબાવી દેવા કેન્‍દ્ર અને રાજય સરકારના ઈશારે કંપનીની તરફેણ કરીને જીલ્‍લા કલેકટરો ખોટી રીતે લોકો ઉપર લશ્‍કર, મીલીટ્રી, એસ.આર.પી. પોલીસ વિગેરે ર્ેારા   ગોળીબાર, ટીયરગેસ, પાણીમારો, લાઠીચાર્જ, ધરપકડ વિગેરે અતિત્રાસ ગુજારવામાં આવે છે તે લોકશાહી દેશમાં લોકશાહી ઉપર ખુલ્‍લો સગીર બળાત્‍કાર અને લોકશાહીનું ખુન ગણાય. તેથી બન્‍ને જીલ્‍લાના કલેકટરો અને બન્‍ને જીલ્‍લાનાં તમામતાલુકાનાં રેવન્‍યુ વિભાગનાં મુખ્‍ય અધિકારીઓને સખત સજા થાય અને તેની તમામ મિલ્‍કત જપ્‍ત થાય તેવા આદેશ કરાવો તો જ ગરીબ લોકો સુખેથી જીવી શકે તેમ છે. આ બાબતે પીપાવાવ ગામનાં લોકો તા. રપ/4/ર018 થી રાજુલા પ્રાન્‍ત અધિકારી કચેરી સામે પ્રતિક ઉપવાસની અહિંસક છાવણી નાખીને બેઠા છે. તેને દબાવી દેવા જી.એચ.સી.એલ. કંપનીના માલીક/અધિકારીઓ પ્રાઈવેટ દબાણ કર્તાઓ આ લોકો ઉપર ત્રાસ ગુજારીને હુમલો કરે તેવી આ લોકોને શંકા છે. તેમજ રાજુલા તાલુકાનાં પ્રાંત અધિકારી આ લોકોને અવારનવાર જણાવે છે કે કંપની તથા પ્રાઈવેટ માલીકો સાથે બેઠક કરીને ઉકેલ લાવો. તે એક પ્રકારની ગુપ્‍ત ધમકી ગણાય કારણ કે આ બાબતે આ લોકોને ન્‍યાય અપાવવાની તમામ જવાબદારી અમરેલી જીલ્‍લા કલેકટર અને રાજુલા પ્રાત અધિકારી અને મામલતદારની ફરજીયાત ફરજ હોય છે. તેથી આજદિનથી આ લોકો ઉપર કોઈપણ જાતનો કોઈપણ અઘટીત બનાવ બનશે તથા જાનમાલ, પ્રતિષ્ઠાને હાની પહોંચશે તો આજ દિનથી તમામ જવાબદારી અમરેલી જીલ્‍લા કલેકટરની રહેશે તેમજ કંપનીનાં માલીક અને અધિકારીઓ એટલા જ જવાબદાર ગણાશે. ઉપરોકત બાબતે લાગતી વળગતી તમામ કચેરીઓને યુઘ્‍ધનાં ધોરણે કડક સૂચનો કરવા આદેશ કરો તેમ ભાવનગર જીલ્‍લાનાં ખેડૂત સમાજનાં પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભા (તરેડી)પ્રતાપભાઈ એન. ગોહીલ ખેતીવાડી પર્યાવરણ બચાવો બંધારા સમીતી પ્રમુખ (મહુવા) નરેશભાઈ વીરાણી જીલ્‍લા પ્રમુખ ખેડૂત સમાજ (અમરેલી) મનુભાઈ ચાવડા (ભોરીગડા) અશોકભાઈ ભાલીયા (ખડસલીયા) જણાવી રહૃાા છે.

અમરેલીનાં સ્‍વામીનારાયણ મંદિરમાં ઠાકોરજીને ચંદનનાં વાઘાનો શણગાર

ઉનાળાની ગરમીમાં ભગવાનને પણ ઠંડક મળી રહે તે માટે
અમરેલીનાં સ્‍વામીનારાયણ મંદિરમાં ઠાકોરજીને ચંદનનાં વાઘાનો શણગાર
અમરેલી, તા. 4
અમરેલીમાં શ્રી સ્‍વામિનારાયણ મંદિર પાણી દરવાજા ખાતે આવેલ મંદિરે ઉનાળાની અસહૃા ગરમીમાં શ્રી હરીકૃષ્‍ણ મહારાજને દરરોજ ચંદનનાં વાઘાનાં શણગાર કરવામાં આવે છે.
પ.પૂ. સદ્યગુરૂ શ્રી ભકિતસંભવદાસજી સ્‍વામીની શુભ પ્રેરણાથી અને કોઠારી શ્રી ગોપાલમુનીદાસજી સ્‍વામિનાં માર્ગદર્શન નિચે સંત મંડળનાં માર્ગદર્શન અને મહેનતથી હરિભકતોનાં સાથ સહકારથી તા.30/4/18 થી 11/પ/18 સુધીશ્રી હરિકૃષ્‍ણ મહારાજને શણગારનાં વાઘા કરવામાં આવશે તો આ દર્શનનો લાભ લેવા મંદિર તરફથી તેમજ સમગ્ર સમાજ તરફથી આમંત્રણ છે.

બાબરાનાં ‘ડોલી વોટર પાર્ક’નું સૌને અનેરૂ આકર્ષણ

અમરેલી જિલ્‍લાનાં સૌ પ્રથમ બાબરાનાં ”ડોલી વોટર પાર્ક”નો ઉનાળાના દિવસોમાં સૌ કોઈ ભરપૂર લાભ લઈ રહયા છે. સાાડા છ વીઘા જમીનમાં પાર્કીંગ અને ભોજન, નાસ્‍તા અને સલામતીની ઉમદા વ્‍યવસ્‍થા સાથે શરૂ થયેલ વોટર પાર્કમાં 1રથી વધારે રાઈડ્‍સ, રેઈન ડાન્‍સ તે પણ ડી.જે.ના સથવારે. તેમજલેબોરેટરીમાં દરરોજ પાણીની ચકાસણી, દરરોજ પાણી બદલાવવામાં આવી રહયું છે. તેમજ જરૂરી કલોરીનનો પણ ઉપયોગ કરવામાં આવી રહયો છે. અને તરવૈયાઓની વ્‍યવસ્‍થા પણ ઉમદા પ્રકારની જોવા મળી રહી છે. સહકુટુંબ સૌ કોઈ ઉનાળામાં વોટર પાર્કનો જબ્‍બરો આનંદ મેળવી રહયા છે.

લાઠીના દુધાળા ગામે જળ સંચય અને વૃક્ષા રોપણની ઉમદા કામગીરીનું દ્રષ્‍ટાંત પુરૂ પાડયું

400 વીધામાં ફેલાયેલ તળાવમાં રપ0 કરોડ લીટર પાણી સંગ્રહ થશે
લાઠીના દુધાળા ગામે જળ સંચય અને વૃક્ષા રોપણની ઉમદા કામગીરીનું દ્રષ્‍ટાંત પુરૂ પાડયું
ખેડૂતોને ત્રણ પાક લેવા માટે અનુકુળ પરિસ્‍થિતિનું નિર્માણ થશે
અમરેલી, તા.4
સમગ્ર રાજયમાં ચાલી રહેલ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લામાં પણ નદીઓ, તળાવો અને ચેક ડેમો ઊંડા ઉતારવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
સુરત સ્‍થિત દાતા સવજીભાઇ ધોળકીયાએ વતનનું ઋણ ચૂકવવા સામાજીક કાર્યો હાથ ધરી તા. ર3 માર્ચ – ર017 થી દુધાળા ગામે હરિકૃષ્‍ણ સરોવરનું નિર્માણ કાર્ય હાથ ધરેલ છે. આ ઉપરાંત બા નું સરોવર અને દાદા નું સરોવરનું નિર્માણ કાર્ય શરૂ કરેલ છે.
જળસંચય અને વૃક્ષારોપણની ઉમદા કામગીરીનું દ્રષ્ટાંત પૂરૂં પાડતા લાઠીના દુધાળા ગામે આગામી ચોમાસા દરમિયાન તળાવોમાં વરસાદી પાણી ભરાતા રળિયામણાં દ્રશ્‍યો સર્જાશે.હરિકૃષ્‍ણ સરોવર ઉંડા ઉતારવાની કામગીરી પર દેખરેખ રાખતા કનકભાઇ પટેલે જણાવ્‍યું કે, આ તળાવને ઉંડું ઉતારવા ર4 કલાક કામગીરી કરવામાં આવી રહી છે. 400 વીઘામાં ફેલાયેલા આ તળાવને ઉંડું ઉતારવામાં આવી રહ્યું છે તેમજ ફળદ્રુપ માટીનું 300 વીઘામાં પૂરાણ કરવામાં આવ્‍યું છે. આ તળાવને 8 થી 17 ફુટ સુધી ઉંડું ઉતારવાની કામગીરી પૂર્ણ થતાં અંદાજે સવા લાખ ટ્રક જેટલી માટી ખેડૂતોના ખેતર સુધી પહોંચશે. વધુમાં તળાવની પાળી – દિવાલોના નિર્માણ માટે મનરેગા યોજના તળે કાર્ય કરવામાં આવતા મજૂરોને રોજગારી મળી રહી છે.
પટેલે વધુમાં કહ્યું કે, તળાવ ઉંડા ઉતારવાની સાથો સાથ ઉપયોગમાં ન આવી શકે તેવી માટીનો ઉપયોગ કરી ટેકરીનું નિર્માણ કર્યુ અને ત્‍યાં  મૂર્તિઓ ગોઠવવામાં આવી છે. નર્સરીની સેવાનો લાભ લઇ અંદાજે સવા લાખ વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. આ વૃક્ષોમાં દેશીકુળના વૃક્ષોનું વાવેતર કરવામાં આવતા પંખીડાઓ માટે આશરો બનશે અને પક્ષીઓનો કલરવ પણ ગૂંજી ઉઠશે. આમ, આ તળાવનો સર્વગ્રાહી વિકાસ થઇ રહ્યો હોય આગામી સમયમાં આ પર્યટન સ્‍થળ તરીકે વિકસી શકે તેવી પૂરતી સંભાવનાઓ છે.
કનકભાઇએ વધુમાં કહ્યું કે, દુધાળાના આ સરોવરમાં અંદાજે રપ0 કરોડ લીટર પાણીનો સંગ્રહ થવાની ક્ષમતા છે. જળસંચયનીકામગીરીને લીધે જમીન નવસાઘ્‍ય થવાની છે, જેનો લાભ દુધાળા સહિત આજુ બાજુના ર0 ગામોને થશે તેવો અંદાજ છે. દાતા સવજીભાઇએ દુધાળા ઉપરાંત શેખપીપરીયા, ઝરખીયા, અકાળા તેમજ લીલીયામાં પણ જળસંચયની પ્રવૃત્તિમાં સહભાગી બની સમાજ સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરૂં પાડ્‍યું છે. ‘જળ એ જ જીવન’ મંત્ર સાથે દાતા સવજીભાઇએ ગુજરાતમાં 11 સરોવરનું નિર્માણ કરી ચૂક્‍યા છે.
સરપંચ ભૂપતભાઇ મેસુરીયા-  અકાળાવાળાએ કહ્યું કે, આ કામગીરી દરમિયાન ફળદ્રુપ માટીનો કાંપ ખેતરોમાં પહોંચ્‍યો છે. તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ પણ થશે તેમજ જળસંચય થતાં જમીનના તળ ઉંચા આવશે. ખેડૂતોને ત્રણ પાક લેવા માટે પણ અનુકૂળ પરિસ્‍થિતિનું નિર્માણ થવાની સંભાવના છે. આ ઉપરાંત પીવાના પાણીની સમસ્‍યાનું પણ નિવારણ થશે, તેમ જણાવ્‍યું હતુ.

અમરેલીનાં રામ એન્‍ટર પ્રાઈઝમાં એક મહિનામાં રૂપિયા 3.7પ કરોડનું ટર્નઓવર

અમરેલી જિલ્‍લામાં ઈલેકટ્રોનીકસને હોમ એલાઉન્‍સીસ ક્ષેત્રે રામ એન્‍ટરપ્રાઈઝ છેલ્‍લા ચોવીસ વર્ષથી કાર્યરત છે. અત્‍યારે તેમાં 10 જેટલી બાન્‍ડનું ઈસ્‍ટ્રીબુશન તથા કુલ 16 કંપનીનું કાર્ય કરે છે. એપ્રિલ-ર018 માસમાં એક જ માસ ર4 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ ટર્નઓવર થયેલછે. જે એક રામ એન્‍ટરપ્રાઈઝ પ્રત્‍યેને લોકોનો વિશ્‍વાસ તથા ડિલરોનો વિશ્‍વાસ બતાવે છે. અત્‍યારે રામ એન્‍ટરપ્રાઈઝમાં પ0 થી વધુ ડિલરોનું નેટવર્ક છે. અને દરેક બ્રાન્‍ડની સર્વિસ પણ લોકલ લેવલે સેટઅપ છે. વધુમાં શો રૂમના માલિક મનસુખભાઈ ઉંઘાડે આ તમાનો શ્રેય તેના ડિલરો, ગ્રાહૃકો તથા તેમના સ્‍ટાફને આપે છે.

05-05-2018