Main Menu

Friday, May 4th, 2018

 

લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)નાં પ્રમુખને ગોલ્‍ડ મેડલ એનાયત

અમરેલીનાં ગૌરવનું પ્રતીક બની ગયેલી સેવાકીય સંસ્‍થા લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ની નામના સીમાડા પાર કરીને આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર પહોંચી છે. તાજેતરમાં જ આ સંસ્‍થાને સ્‍વચ્‍છતા અભિયાન માટે રાષ્‍ટ્રીયએવોર્ડ મળ્‍યો હતો અને અમરેલીના નામને આખા દેશમાં પ્રતિષ્ઠા અપાવી હતી. સેવા, સમર્પણ અને સદભાવનાનાં માઘ્‍યમથી અમરેલીનાં લોકોનાં હૃદયમાં સ્‍થાન મેળવનારી લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) ની ફેલાયેલી સેવાની સુવાસનો શ્રેય સંસ્‍થાના પ્રતયેક સદસ્‍યને ફાળે જાય છે. વસંત મોવલિયાનું નેતૃત્‍વ અને સંસ્‍થાના સદસ્‍યોની મહેનતનું પરિણામ છે, ઈન્‍ટરનેશનલ બેસ્‍ટ પ્રેસિડન્‍ટ (ગોલ્‍ડ મેડલ)નો એવોર્ડ, દર વર્ષે બેસ્‍ટ પ્રેસિડન્‍ટ (ગોલ્‍ડ મેડલ)નો એવોર્ડ લાયન્‍સ ઈન્‍ટરનેશનલ તરફથી આપવામાં આવે છે અને આ વર્ષે આ એવોર્ડ મળ્‍યો છે આપણાં અમરેલીના પોતીકા વસંત મોવલિયાને. આ એવોર્ડ તેમણે લાયન્‍સ કલબ ઓફ અમરેલી(રોયલ)ના દરેક સદસ્‍યોને અને અમરેલી પ્રાંતનાં નગરજનોને અર્પણ કરતાં કહૃાું હતું કે, આ સન્‍માન ભલે મારા નામે મળ્‍યું હોય પણ સંસ્‍થાની પ્રગતિનો આધારસ્‍તંભ સતત કાર્યશીલ મારા સદસ્‍યો છે. જેમણે મને સાથ આપ્‍યો અને અમારા દરેક પ્રોજેકટને સફળ બનાવવામાં પૂરા ખંતથી મહેનત કરી છે. આ એવોર્ડ ભાવનગર ખાતે યોજાયેલી લાયન્‍સની મલ્‍ટિપલ કન્‍વેનશન 3ર3રમાં અપાયો હતો. આ પ્રસંગે શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, રાજેન્‍દ્રસિંહ રાણા, લાયન્‍સ ઈન્‍ટરનેશનલ ડાયરેકટર અરૂણાબેન ઓસવાલ, લાયન્‍સ ઈન્‍ટરનેશનલ પૂર્વ ડાયરેકટર પ્રવિણભાઈ સાજણ, મલ્‍ટિપલ ચેરમેન કમલેશ શાહ,ડિસ્‍ટ્રિકટ ગવર્નર હિતેશ ગણાત્રા, ફર્સ્‍ટ ડિસ્‍ટ્રિકટ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફતરી પણ હાજર રહૃાાં હતાં. આ પ્રસંગ લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)નાં ઉપપ્રમુખ રમેશ કાબરિયા, મંત્રી મુકેશ કોરાટ, ખજાનચી દિનેશ કાબરિયા અને લાયન સદસ્‍ય સંજય રામાણી, અશોક ભાદાણી, ઉદયભાઈ કોઠિવાળ, જયસુખ ઢોલરિયા, સુરેશ ભાલાળા, વિજય વસાણી, પરેશ ઉભડા, શંભુભાઈ પાચાણી અને ભાભલુભાઈ ખુમાણ હાજર રહૃાાં હતાં. તદુપરાંત લાયન્‍સ કલબ ઓફ અમરેલી (સીટી)ના પરેશભાઈ કાનપરિયા, નરેશ જોગાણી, અશ્‍વિનભાઈ ડોડિયા અને એમ. એમ. પટેલ પણ ઉપસ્‍થિત રહૃાાં હતાં.

રાજુલાનાં ધારાસભ્‍ય અંબરિશ ડેર દ્વારા રિલાયન્‍સ નેવલ કંપની વિરૂઘ્‍ધ ગાંધીનગરમાં સોમ-મંગળ ધરણા

રાજુલાનાં ધારાસભ્‍ય અંબરિશ ડેર દ્વારા
રિલાયન્‍સ નેવલ કંપની વિરૂઘ્‍ધ ગાંધીનગરમાં સોમ-મંગળ ધરણા
આંદોલનને ભાજપ-કોંગ્રેસનું મળી રહૃાું છે સમર્થન
રાજુલા, તા. 3
રાજુલા ખાતે આવેલી રિલાયન્‍સ નેવલ કંપની દ્વારા વર્ષોથી કોન્‍ટ્રાકટરો, કામદારો અને વેપારીઓ જેવા નાના માણસોના પરસેવાના 100 કરોડથી પણ વધારે પૈસાનું ચૂંકવણું ના કરી ખુલ્‍લેઆમ શોષણ થઇ રહયું છે. ત્‍યારે, કંપનીના આ શોષણની વિરૂઘ્‍ધમાં રાજુલા ખાતે છેલ્‍લા પ0 દિવસથી આંદોલનકારી પ્રવિણ રામની આગેવાનીમાં ધરણા ચાલી રહયા છે. ત્‍યારે, આ ધરણામાં સાંસદ નારણભઇ કાછડીયા તેમજ ધારાસભ્‍ય અંબરીશ ડેરે હાજરી આપી આ લડતને સમર્થન આપ્‍યુ હતુ તેમજ સાથે સાથે અમરેલી જિલ્‍લાના ભાજપ-કોંગ્રેસના મોટા ભાગના આગેવાનો તેમજ તમામ સ્‍થાનિક આગેવાનો દ્વારા પણઆ લડતને સમર્થન આપી ચુકયા છે.
ત્‍યારે, રાજુલાના ધારાસભ્‍ય અંબરીશ ડેર આ મુદ્‌ાને લઇને મેદાનમાં આવી ગયા છે અને રિલાયન્‍સ નેવલ કંપનીની વિરૂઘ્‍ધમાં ગાંધીનગર ખાતે તારીખ 07/0પ/ર018 સોમવાર અને 08/0પ/ર018 મંગળવારનાં રોજ સત્‍યાગ્રહ છાવણી ખાતે બે દિવસના ધરણા કરવાની જાહેરાત કરી દીધી છે અને ધરણા માટે ધારાસભ્‍ય દ્વારા પરમીશન પણ માંગવામાં આવી છે.

સાવરકુંડલામાં લીમડી ચોકમાં બે પડોશી વચ્‍ચે થઈ મારામારી

રોડ બનાવવા ઓટલા તોડી નાખતા
સાવરકુંડલામાં લીમડી ચોકમાં બે પડોશી વચ્‍ચે થઈ મારામારી
અમરેલી, તા.3
સાવરકુંડલા ગામે આવેલ લીમડી ચોક વિસ્‍તારમાં રહેતા ઈકબાલભાઈ ઉંમરભાઈ ચૌહાણ તથા ફિરોજ રહીમભાઈ ચૌહાણ એક જ લતામાં રહેતા હોય, આ લતામાં રોડ બનાવવા માટે ઓટલા તોડી નાખવામાં આવતા તે વાતનું મનદુઃખ રાખી ફિરોજે ઈકબાલભાઈને બોલાવી તું મારા વિશે કેમ બોલેલો તેમ કહી ગરદન પકડી હમીદ ઉમરભાઈ ચૌહાણે તલવારનો એક ઘા કપાળમાં મારી દઈ ઈજા કરેલ હતો. મુસ્‍તફા હમીદભાઈ, સલીમ ઉંમરભાઈ તથા ઈમરાન રહીમભાઈએ ત્‍યાં આવી લાકડાના ધોકા વડે માર મારી ઈજા કર્યાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. તો સામા પક્ષે ફિરોજભાઈ રહીમભાઈ ચૌહાણે પણ આ જ કારણોસર તેમને ગેરકાયદે મંડળી રચી અને ઈકબાલ ઉર્ફે જીણીયો ઉમરભાઈ ચૌહાણ, ગુલમમદ ચૌહાણ, મુસ્‍તાક ઉંમરભાઈ, સલમાન રાજેશભાઈ ચૌહાણ, ઈરફાન ઉંમર ચૌહાણ, સોહિલ અહેમદભાઈ તથા અસલમ કાળુભાઈ વિગેરેએ ગાળો આપી આડેધડ માર માર્યાની સામી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અમરેલીમાં ઘરે-ઘરે પાઇપલાઇન દ્વારા રાંધણ ગેસ પહોંચાડવાની કામગીરીને લઈને અવઢવ

અમરેલી, તા. 3
અમરેલી શહેરનાં બાયપાસ અને રેલ્‍વે ફાટક વચ્‍ચેનાં વિસ્‍તારમાં થોડા દિવસોથી પાઇપલાઇન દ્વારા રાંધણગેસ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ કામગીરી શહેરમાં કયારે પૂર્ણ થઇ જશે. શું તેમની યોજના છે. સહિતની અનેક બાબતો અંગે શહેરીજનોને માહિતી આપવામાં આવતી નથી.
આશ્ચર્યજનક બાબત એ છે કે મીડિયાજગતને પણ કોઇ જાણકારી આપવામાં આવતી ન હોય કંઇક ગોલમાલની આશંકા જોવા મળી રહી હોય પાઇપલાઇન દ્વારા રાંધણગેસ પહોંચાડવાની કામગીરી શહેરીજનોનાં હિતમાં શરૂ થઇ હોય તો દરેકશહેરીજનો સુધી માહિતી પહોંચાડવાવની જવાબદારી કંપનીની હોય કંપની દ્વારા તમામ વિગતો જાહેર કરવામાં આવે તેવી માંગ ઉભી થઇ રહી છે.

ચલાલાનાં ત્રિવેણી સંગમ માનવમંદિરમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયો

ચલાલાનાં ત્રિવેણી સંગમ માનવ મંદિર મા સંત શિરોમણિ પૂજય રમાબેન, પૂજય ગુરુદેવ રછોડદાસજી બાપુના શિષ્‍યા, બુધવાર 4/4/18 ના રોજ દર્શન કરવા આવેલા. મંદિરમાં આવેલ ભકતો સાથે સત્‍સંગ કરવાનો લાભ મળ્‍યો. તેમજ ર9/4/18 નાં રોજ લંડનના દાતા તરફથી 10 લોટા માતાજીનાં લોટા તેડવાનો પ્રસંગ પણ ગામના લોકોએ ઉત્‍સાહ ભેરયજવ્‍યો.

સાવરકુંડલા ખાતે કિસાન કલ્‍યાણ મહોત્‍સવની ઉજવણી કરાઈ

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે કિસાન કલ્‍યાણ મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સાવરકુંડલા તાલુકા માંથી મોટી સંખ્‍યામાં ખેડૂતો ઉપસ્‍થિતરહૃાા હતા. આ તકે કૃષિ વૈજ્ઞાનિકો ર્ેારા ખેડૂતોને ખેતીમાં કપાસ, મગફળી વગેરે જેવા પાકો તથા બાગાયતી પાકો અને ફળોના પાકનીમાહિતી આપી હતી. તથા ટપક પઘ્‍ધતિ, ઓછા પાણીએ ખેતીનાં પાકો લેવા સર્ટીફાઈડ બિયારણ અનેસરકાર માન્‍ય બિયારણની ખરીદી કરવાનો આગ્રહ રાખવો, તથા સરકાર ર્ેારા ખેતીનાં ઓઝારો અને પાકો તથા ખેતીને લગતા સાધનોમાં આપવામાં આવતી સહાયની વિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી. આ તકે સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ પુનાભાઈ ગજેરા, શહેર ભાજપ મહામંત્રી અને ખેડૂત અગ્રણી જયસુખભાઈ નાકરાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રતીક નાકરાણી, યુવા ભાજપ મિલન રૂપારેલીયા, જયસુખભાઈ ઠુંમર, પીયુષભાઈ મશરૂ, જયોત્‍સનાબેન અગ્રાવત, મંજુલાબેન ચિત્રોડા, જયાબેન કારેણા વગેરે ખેડૂત અગ્રણીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાા હતા.

પરિણીતાને સસરાએ કેરોસીન છાંટી સળગાવી દેવાનો પ્રયાશ કર્યો

દિયરને ટીવી જોવાની ના પાડતા
પરિણીતાને સસરાએ કેરોસીન છાંટી સળગાવી દેવાનો પ્રયાશ કર્યો
અમરેલી, તા.3
ઢસા ગામે રહેતી દયાબેન ભરતભાઈ ડાભી નામની 30 વર્ષીય પરિણીતા ગઈકાલે બપોરે પોતાના ઘરે હતા. ત્‍યાર તેણીનો દિયર ટીવી જોતો હતો. જેથી તેણીએ ટીવી બંધ કરી જતો રહેલ ત્‍યારે આ બનાવમાં તેણીના સસરા ભુપત કાળાભાઈ સાંભળતા હોય, જેથી તેમણે ઉશ્‍કેરાઈ જઈ નશો કરેલી હાલતમાં પુત્રવધુને ગાળો આપી માથાના વાળ પકડી ઢસડી મુંઢમાર મારી ઈજા કરેલ. બાદમાં પુત્રવધુને સળગાવી દેવા માટે કેરોસીનનું ડબલું ઉપાડેલ પરંતુ તેણીના પતિ તથા અન્‍ય સગાઓ આવી જતા ડબલુ મુકાવી દીધેલ. બાદમાં આ અંગે બાબરા તેણીના પિતાને જાણ થતાં તેણીને તેડી લાવી અને અમરેલી દવાખાને ખસેડાયલ છે.

બાબરાનાં ઉંટવડ ગામનાં યુવાનને બસ ચાલકે માર મારી ઈજા કરી

અમરેલી, તા. 3
આજકાલ ગરમીનો પ્રકોપ વધારે હોય, અને લોકો કોઈપણ જાતનાં કારણ વગર બાખડી પડે છે. ત્‍યારે આજે સવારે બાબરાનાં ઉટવડ ગામે રહેતાં એક યુવાનને મહુવા-ચોટીલા રૂટની બસનાં ચાલકે સામાન્‍ય બાબતે માર મારી ઈજા કરી હતી.
આ બનાવમાં ઉંવડ ગામે રહેતાં રઘુવીરભાઈ નટુભાઈ ધાધલ પોતાના માસીને મહુવા-ચોટીલા એસ.ટી. બસમાં બેસાડવા આવેલા ત્‍યારે આ બસનાં ચાલકે બસને નિયત સ્‍થળ કરતાં દૂર ઉભી રાખેલ જે અંગે આ યુવાને ચાલકને વાત કરતાં એસ.ટી. બસનાં ચાલકે ઉશ્‍કેરાઈ જઈ આગ બુઝાવવાનાં બાટલોમારી ઈજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
હજુ આ જ બસનાં કોઈ અજાણ્‍યા ચાલકે ગત રવિવારે પૂનમનાં દિવસે ભારે ટ્રાફીકનાં કારણે જસદણ એસ.ટી. ડેપોમાં ખેલ પાડયો હોવાની વાત પણ મુસાફરોમાંથી જાણવા મળી હતી.

ઉંટવડ ગામે એસ.ટી. બસને આંતરી બે શખ્‍સોએ ચાલકને માર મારીફરજમાં રૂકાવટ

બસ ચાલકનો યુનિફોર્મ ફાડી નાખતા પોલીસ ફરિયાદ
અમરેલી, તા.3
મુળી તાલુકાના જસાપર ગામે રહેતા અને મહુવા-ચોટીલા રૂટની બસના ચાલક રમેશભાઈ મનજીભાઈ સોહલીયા નામના 39 વર્ષીય એસ.ટી. બસ ચાલક આજે સવારે પોતાના હવાલા વાળી બસ લઈ બાબરા તાલુકાના ઉંટવડ ગામે પહોંચતા બસમાં મુસાફરોને ઉતારી આગળ જતાં ઉંટવડ ગામે રહેતા કનુભાઈ દરબારના દીકરા તથા કિશોરભાઈ નામના બે ઈસમોએ બસને આંતરી અને બસને રસ્‍તામાં રોકાવી બસ ચાલકને ગાળો આપી ફરજમાં રૂકાવટ કરી સરકારી યુનિફોર્મ ફાડી નાખ્‍યાની ફરિયાદ બાબરા પાોેલીસમાં નોંધાઈ છે.

સાવરકુંડલામાં દુકાનમાં શટરની એંગલ વાળી નાંખી રૂા. ર9પ00ની ચોરી

અમરેલી, તા. 3
સાવરકુંડલાનાં અમરેલી રોડ ઉપર ખાતરવાડી સામે આવેલ ખાંચામાં ઓફીસ ધરાવતા મિલનભાઈ બટુકભાઈ ગઢીયાની ઓફીસમાંથી ગત તા.30 નાં રાત્રીનાં સમય દરમીયાન કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ ઓફીસનાં શટરની એંગલ બન્‍ને બાજુએથી વાળી નાંખી ઓફીસમાં ઘુસી ત્‍યાં રાખેલા બે ટેબલનાં લોક તોડી નાંખી તેમાં રાખેલા રોકડ રકમ રૂા.ર9પ00ની મતા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાવીછે.

ગોવિંદપુર ગામે આધેડ મહિલાને ઝેરી જીવડાએ દંશ મારતાં મોત

અમરેલી, તા. 3,
ધારી તાલુકાનાં ગોવિંદપુર ગામે રહેતાં સરોજબેન ચંદુભાઈ સોજીત્રા નામની પ4 વર્ષિય મહિલા ગઈકાલે સવારે પોતાના ઘરે નીરલનાં ઢગલામાંથી નીરણને પોતાના માલઢોર ખવરાવવા માટે નાંખવા જતાં તેમાં રહેલ કોઈ ઝેરી ટચલી           આંગળીની બાજુમાં દંશ મારી દેતાં સારવાર દરમિયાન મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

ધારીની પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો

કોઈ અગમ્‍ય કારણોસર કંટાળી જઈને
ધારીની પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો
અમરેલી, તા. 3
ધારી ગામે પોલીસ લાઈન સામેનાંવિસ્‍તારમાં રહેતી ઈલાબેન મયુરભાઈ ટાંક નામની પરિણીતાએ આજે સવારે કોઈ અગમ્‍ય કારણોસર પોતાનાં ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરેલ હોય, તેણીને પ્રથમ ધારી અને વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડાયેલ છે. હાલ તેમને ઓકસીજનનો બાટલો ચડાવેલ હોય કારણ જાણવા તપાસ હાથ ધરેલ છે.

મોરવાડા નજીક અકસ્‍માતે કુવામાં પડી જતાં 1 વ્‍યકિતનું મોત

અમરેલી, તા. 3
વડિયા તાલુકાનાં મોરવાડા ખરખર ગામે રહેતાં મુળજીભાઈ કાળાભાઈ જોગાણી નામનાં ખેડૂત ગઈકાલે વહેલી સવારે પોતાની વાડીએ ગયેલ ત્‍યારે કુવા પાસે જતાં પગ લપસી જતાં તેકુવામાં પડી જવાથી ગંભીર ઈજા થતાં તેમનું મોત થયાનું વડિયા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

અંતે અમરેલીનાં પોલીસ અધિક્ષક જગદીશ પટેલને સસ્‍પેન્‍ડ કરી દેવાયા

જામીન પર મુકત થાય તો પણ ફરજ ન સોંપવા હુકમ
અમરેલી, તા.3
અમરેલીનાં પોલીસ અધિક્ષક જગદીશ પટેલને આજે ગૃહ વિભાગે હોદ્‌ા પરથી સસ્‍પેન્‍ડ કરી દીધાનું જાણવા મળેલ છે.
ગૃહ વિભાગના ઉપસચિવ જી.પી. તાડાએ કરેલ હુકમમાં જણાવેલ છે કે, પોલીસ અધિક્ષકને અખિલ ભારતીય સેવા (શિસ્‍ત અને અપીલ) નિયમો, 1969ના નિયમ-3 (ર)ની જોગવાઇ મુજબ આપો આપ સસ્‍પેન્‍શન હેઠળ મુકવાના રહેતા હોઇ જગદીશ પટેલ પોલીસ કસ્‍ટડી કે જયુડીશ્‍યલ કસ્‍ટડીમાંથી જામીન પર મુકત થાય તો તેને ફરજ પર હાજર નહિં કરવા આદેશ કરેલ છે.

ધારીમાં હેમરાજીયા નદીનાં પુલ પરથી ટ્રેકટર નીચે ખાબકતા અફડા-તફડીનો માહોલ

કુબડાનાં ખેડૂત અમરેલીથી પરત આવતા હતા
ધારી, તા. 3
ધારીનાં હેમરાજીયા નદીનાં પુલ પરથી ટે્રકટર ખાબકતા અફડા- તફડીનો માહોલ ઉભો થયો હતો.
વિગત એવા પ્રકારની છે કે કુબડા ગામના ખેડૂત અમરેલી માર્કેટયાર્ડમાં મગફળી વેચીને પરત ફરતા હતા. ત્‍યારે, સ્‍ટીંયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર પુલ પરથી નીચે ખાબકતા ખેડૂત સુરેશભાઇ કોટડીયા અને શ્રમજીવીને ઇજાઓ થતા સારવારમાં ખસેડાયા છે.

સાવરકુંડલાનાં ધારાસભ્‍ય પ્રતાપ દુધાત વિદેશની સહેલગાહે

સમગ્ર પંથકનાં ખેડૂતો પાકવીમો, પોષણક્ષમ ભાવોને લઈને પરેશાન છે ત્‍યારે
સાવરકુંડલાનાં ધારાસભ્‍ય પ્રતાપ દુધાત વિદેશની સહેલગાહે
સમગ્ર પંથકની જનતા જુદી-જુદી સમસ્‍યાને લઈને ધારાસભ્‍યને ગોતાગોત થઈ છે
અમરેલી, તા. 3
અમરેલી અને સાવરકુંડલા પંથકનાં ખેડૂતો પાકવીમો, પોષણક્ષમ ભાવો સહિતનાં પ્રશ્‍નોને લઈને પરેશાન થઈ રહૃાા છે. તેવા જ સમયે અમરેલીનાં ઈન્‍ચાર્જ ધારાસભ્‍ય શરદ ધાનાણી અને સાવરકુંડલાનાં ફુલટાઈમ ધારાસભ્‍ય પ્રતાપ દુધાત આફ્રીકાનાં પ્રવાસે રજાનો આનંદ માણી રહૃાા છે.
સાવરકુંડલાનાં ધારાસભ્‍ય એ છેલ્‍લા 4 મહિનામાં જનહિતમાં કાર્ય કરવામાં ઉણા ઉતર્યા હોય છે. અવનવા વિવાદોમાં જ ફસાઈ રહૃાા હોય ચૂંટણીનાં દિવસોમાં મતદારોને આપેલ વચનો પુર્ણ કરવામાં સદંતર નિષ્‍ફળ સાબિત થઈ રહૃાા છે.
સાવરકુંડલા-લીલીયા પંથકની જનતા પીવાનું પાણી, પોષણક્ષમ ભાવો, પાકવીમો, કાયદો-વ્‍યવસ્‍થા, એસ.ટી.ની કથળેલી હાલત, શિક્ષણ અને આરોગ્‍ય તેમજ બિસ્‍માર માર્ગો જેવી અનેક સમસ્‍યાઓ ભોગવી રહી છે.ત્‍યારે જનતા જનાર્દનની સંગાથે રહેવાને બદલે લાખો રૂપિયાનો ખર્ચ કરીને વિદેશમાં મોજ માણી રહૃાા છે.
ધારાસભ્‍ય એ ભુલી જાય છે કે, ગરીબોની સેવા કરવા જેવો આનંદ જગતમાં કોઈ જગ્‍યાએ મળતો નથી. પરંતુ હવે જનતાને પાંચ વર્ષ સુધી એકલાજ તેમની સમસ્‍યા સામે ઝઝુમવું પડશે તે નકકી જ છે.

દરિયાકાંઠે ચાલતા આંદોલનમાં મહિલાની તબિયત લથડી

જીએચસીએલ કંપની અને ખાનગી ભુમાફીયાઓ વિરૂઘ્‍ધ
દરિયાકાંઠે ચાલતા આંદોલનમાં મહિલાની તબિયત લથડી
નાયબ કલેકટરે વિવાદીત નિવેદન કરતાં આંદોલનકારીઓમાં નારાજગીનો માહોલ
રાજુલા, તા. 3
રાજુલા તાલુકાના દરિયાકાંઠા પીપાવાવધામ તથા આસપાસના ગામોના લોકો ઘ્‍વારા કરવામાં આવી રહેલા ઉપવાસ આંદોલનનાં 9માં દિવસે એક40 વર્ષની દેવુબેન ચૌહાણ નામની મહિલાની તબિયત લથડી હતી અને એમ્‍બ્‍યુલન્‍સ મારફતે રાજુલા સરકારી હોસ્‍પીટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા.
જીએચસીએલ કંપની અને ભુમાફીયા સામે ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં ગુજરાતના જીલ્‍લા અને તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવ્‍યા હતા. ભાવનગરના બાડી-પડવા સુરકા સહિતના 1ર ગામનાં ચાલી રહેલા આંદોલન સમિતિના પ્રવિણસિંહ કનકસિંહ હનુભા સહિતના લોકોએ આંદોલન છાવણીની મુલાકાત લીધી તેમજ આ તકે ભાજપના અગ્રણી મહેશભાઈ કસવાલા, રવુભાઈ ખુમાણ, અરજણભાઈ લાખણોત્રા સહિતનાં આગેવાનો તેમજ કોળી સમાજના કરણભાઈ પટેલ, મહુવાના વિજયભાઈ બારૈયાએ આંદોલન છાવણીની મુલાકાત લીધી હતી. તેમજ નવમાં દિવસે આંદોલનમાં બેસાયેલા લોકોએ કાળીપટ્ટી બાંધી સરકાર સામે રોષ વ્‍યકત કર્યો હતો. આ તકે લોકસમિતિ ગુજરાતનાં આંદોલનકારી મહિલા નીતાબેન વૈદ્યે પણ આંદોલનમાં હાજરી આપી હતી. તેમજ આ આંદોલનમાં દિવસે-દિવસે ગુજરાતના ખુણે ખુણેથી સામાજીક અને રાજકીય આગેવાનો પહોંચી રહૃાા છે અને આંદોલનને સમર્થન કરી રહૃાા છે.
તેમજ આંદોલનના આઠમાં દિવસે નાયબ કલેકટરે એવું કહૃાું હતું કે, બહારના લોકો આંદોલનમાં બેઠેલા લોકોને ઉશ્‍કેરવાનું કામ કરો છો. આ નિવેદનના વિરૂઘ્‍ધમાં અશોકભાઈભાલીયા, વિજયભાઈ બારૈયાન, નીતાબેન વૈદ્ય, ભાણાભાઈ ગુજરીયા, જીલુભાઈ બારૈયા, અજય શિયાળ, રણછોડભાઈ બાંભણીયા સહિતના આંદોલનકારીઓ મોઢે પટ્ટી બાંધી બંધારણીય રોષ વ્‍યકત કર્યો હતો અને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.

બાબરાનાં ચમારડી ગામે ઠેબી નદીને ઉંંડી ઉતારવાની કામગીરીનો પ્રારંભ

સંત લેરાનાથબાપુની જગ્‍યાનાં મહંતનાં વરદહસ્‍તે થશે પ્રારંભ
બાબરા, તા. 3
ગુજરાત રાજયમાં ભાજપ સરકાર દ્વારા સુજલામ્‌ સુજલામ્‌ યોજના અંતર્ગત જળસંચયથી તળાવ ઉંડા કરવાની જે કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્‍યારે, બાબરા તાલુકાના ચમારડી ગામે આવેલ ઠેબી નદીને ઉંડી ઉતારવાની કામગીરીનો પ્રારંભ ચમારડી લેરાનાથબાપુની જગ્‍યા મહંત શ્રી બાબુગીરીબાપુના વરદહસ્‍તે કરવામાં આવશે. જયારે લોકોનો વર્ષો જુના પ્રશ્‍નોનો આજે અંત આવ્‍યો હતો.
જેમાં ચમારડીના ઉદ્યોગપતિ ગોપાલભાઈ વસ્‍તરપરા અને સુરત કમીટી ભરતભાઇ સોજીત્રા, બાબુભાઈ વસ્‍તરપરા, બાબુભાઈ કે. વસ્‍તરપરા, લાલજીભાઈ વસ્‍તરપરા, દિનેશભાઈ ઇન્‍દ્રોડીયા, લક્ષ્મણભાઇ સોજીત્રા, સંજયભાઈ સોજીત્રા, ડાયાભાઈ અસલાલીયા, જસ્‍મીબનભાઇ નરેશભાઈ શેલીયા, ભુપતભાઇ તળાવીયા, બેચરભાઇ જીવરાજભાઈ વસ્‍તરપરા, હરેશભાઈ કે. વસ્‍તરપરા, હરેશભાઈ આર. વસ્‍તરપરા, ભરતભાઇ બી. વસ્‍તરપરા, જેન્‍તીભાઈ જે. વસ્‍તરપરા સહીત બાબરા તાલુકાના ભાજપના અગ્રણીઓ તથા અમરેલી જિલ્‍લાના અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ઠેબી નદીને ઉંડી ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે.

આલે લે : ખાંભા-પીપળવા માર્ગ પર ર મહિના પહેલા બનેલ પુલમાં ગાબડુ પડતા નારાજગી

કાર્યપાલક ઈજનેર તાકીદે પુલની મરામત કરાવે તેવી માંગ
અમરેલી, તા.3
માર્ગ-મકાન પંચાયત અમરેલી દ્વારા બાંધકામમાં ખાંભા તાલુકાને ભ્રષ્‍ટાચારનો પર્યાય બનાવ્‍યો હોય તેમ ખાંભાના છેવાડાના સરાકડીયા ગામે બે વર્ષથી પુલમાં પડેલ ગાબડુ રીપેર કરાતું નથી.
માર્ગ મકાન પંચાયત દ્વારા ખાંભા તાલુકામાં રોડ કે પુલના કામમાં ભ્રષ્‍ટાચાર ન કરાયો હોય તોજ નવાઈ ગણાય. તાજેતરમાં ખાંભા- પીપળવા રોડ ઉપર બન્‍ને પુલો બન્‍યાના બીજા મહિને જ ભોંમાંથી ભાલા નીકળતા હોય તેમ પુલના સળીયા બહાર આવવાના બનાવની શાહી સુકાણી નથી ત્‍યાં ખાંભા તાલુકાના ખેતી અને મજૂરી ઉપર નભતા છેવાડાના દિવાનના સરાકડીયા ગામના ઝાંપામાં બે વર્ષથી પુલમાં પડેલું ગાબડુ અકસ્‍માતની રાહમાં રીપેર કરાતું નથી.
4 ફુટના પરીઘમાં ભ્રષ્‍ટાચાર આચરી બનાવાયેલો પુલમાં પડેલ ગાબડુ દિન પ્રતિદિન વધતું જતું હોય આગામી ચોમાસા પહેલા આ ગાબડુ રીપેર નહીં કરવામાં આવે તો પુલ તૂટી જવાથી ગામ સંપર્ક વિહોણું બનેતે પહેલા ભ્રષ્‍ટાચારમાં માહીર માર્ગ-મકાન પંચાયતના કાર્યપાલક ઈજનેર તાકીદે કાર્યવાહી કરી પુલ રીપેર કરાવે તેવું ગામજનો ઈચ્‍છી રહયાછે.

રાજુલા પાલિકાનાંપ્રમુખ તરીકે બાઘુબેન વાણીયાની વરણી કરાઈ

રાજુલા, તા.3
રાજુલા નગરપાલિકામાં આજે મળેલી સામાન્‍ય સભામાં બાઘુબેન વાણીયાની વરણી કરવામાં આવી. તાજેતરમાં જ રાજુલા નગરપાલિકાના પ્રમુખ મીનાબેન વાઘેલા સામે અવિશ્‍વાસની દરખાસ્‍ત 18 કોંગ્રેસના અને 1 ભાજપના 19 સભ્‍યો સાથે પસાર કરવામાં આવેલ હતી. રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ ર8 સભ્‍યોમાંથી ર7 સભ્‍યો કોંગ્રેસના ચૂંટાઈ આવેલા. બાદમાં મીનાબેન વાઘેલાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ. જેની સામે કોંગ્રેસના જ 18+1 ભાજપના મળીને અવિશ્‍વાસની દરખાસ્‍ત પસાર કરેલ. બાદમાં આજે સામાન્‍ય સભા બોલાવવામાં આવેલ હતી. જેમાં કોંગ્રેસના 9 સભ્‍યો મીનાબેન વાઘેલા જુથના ગેરહાજર રહેલ હતા. આમ કોંગ્રેસના જ જૂથના બાઘુબેન વાણીયાની પ્રમુખ તરીકે વરણી થયેલ હતી. આ તકે કોંગ્રેસના આગેવાન બાબુભાઈ જાલંધરાએ જણાવેલ હતું કે આજે આહિર સમાજના બાઘુબેનની પ્રમુખ તરીકે વરણી થતા રાજુલાનો સર્વાંગી વિકાસ અમો કરીશું અને તેમાં સૌ લોકો સાથ સહકાર આપે તથા પાલિકાના સદસ્‍ય દિપકભાઈ ધાખડાએ જણાવેલ કે અમોએ બાઘુબેન વાણીયાની પ્રમુખ પદે વરણી સર્વ સંમતિથી કરેલ છે. આ અંગે અંબરીશભાઈ ડેર ધારાસભ્‍યનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે બન્‍ને જૂથને એક કરવાના પ્રયત્‍નોકરવામાં આવેલ પરંતુ તેવું થઈ શકે તેમ નથી. અને બીજા જૂથના 9 સભ્‍યો ગેરહાજર સંબંધે પણ તેઓએ જણાવેલ કે બન્‍ને જૂથો સાથે રહેવા સંમત નહીં થતા આવું બનેલ છે. અમોએ એક કરવાના પ્રયત્‍નો સફળ થયેલ નથી. આમ લાંબા કશમકશ અને અવિશ્‍વાસની દરખાસ્‍ત પસાર થયા બાદ આજે નવા પ્રમુખની વરણી થયેલ છે. આ સામાન્‍ય સભામાં કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્‍ત ગોઠવવામાં આવેલ હતો.

અવસાન નોંધ

બગસરા : બગસરા (ભાયાણી) નિવાસી કરશનદાસ ગાંગજી જોગી (રાકેશ સાડી સ્‍ટોર્સ વાળા)ના દીકરી ઈન્‍દુબેન બોસમીયાનું તા.રના રોજ દામનગર ખાતે અવસાન થયેલ છે. રાજેન્‍દ્ર (બાલા)ભાઈના બહેન તથા જગદીશભાઈ અને રાકેશભાઈના ફઈબાની (પિયરપક્ષની) સાદડી બગસરા, ખત્રીવાડ સ્‍થિત બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી (જૂની) ખાતે તા.પ/પને શનિવારના રોજ સાંજે 4 થી 6 રાખવામાં આવી છે.
સાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી હિંમતભાઈ નાનાલાલ ત્રિવેદી (ઉ.વ.6પ)નું તા.ર/પનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે.

04-05-2018