Main Menu

Thursday, May 3rd, 2018

 

અમરેલીનાં ટાવરચોકમાં લુખ્‍ખાગીરી દુર કરવાની માંગ સાથે વેપારીઓ એકઠા થયાં

લુખ્‍ખા તત્ત્યવો સરાજાહેર ગાળોની રમઝટ બોલાવી રહૃાાં છે
અમરેલી, તા.ર,
અમરેલીના ટાવર ચોકમાં લુખ્‍ખા તત્ત્યવો અડિંગો જમાવીને બેસતાં હોય અને મહિલાઓની હાજરીમાં ગાળો બોલીને વેપારીઓને ડરાવીધમકાવીને ચીજ-વસ્‍તુઓ ધાકધમકી આપીને લઈ જતાં ટાવર ચોકનાં વેપારીઓમાં રોષનો માહોલ ઉભો થયો છે. આજે મોડી સાંજે લુખ્‍યા શખ્‍સે ગાળોની બઘડાટી બોલાવતાં વેપારીઓ મોટી સંખ્‍યામાં એકઠા થયા હતા. અને કાયદો – વ્‍યવસ્‍થા મજબુત કરવા અને લુખ્‍ખાઓનો ત્રાસ બંધ કરાવવા માટે ગુરૂવારે પોલીસ અધિક્ષકને રજુઆત કરવાનાં હોવાનું જાણવા મળેલ છે.

સાવરકુંડલામાં મહિલાને એક મહિલા સહિત 4 ઈસમોએ ધક્કો મારી પછાડી દીધા

ગાળો બોલવાની ના પાડતાં
સાવરકુંડલામાં મહિલાને એક મહિલા સહિત 4 ઈસમોએ ધક્કો મારી પછાડી દીધા
અમરેલી, તા. ર,
સાવરકુંડલા ગામે રહેતાં જેનુંબેન મહેબુબભાઈ જાદવ નામનાં પ0 વર્ષિય મહિલાની શેરીમાં રોડ રસ્‍તાનું કામ ચાલુ કરેલ ત્‍યારે તે વિસ્‍તારમાં રહેતાં સોનલબેન હનીફભાઈ કુરેશી ગાળો બોલતી હોય જેથી આ મહિલાએ ગાળો આપવાની ના પાડતાં હનીફભાઈ કુરેશી, સોનલબેન, અલ્‍તાફ તથા ઈમરાને માથાકૂટ કરી ધક્કો મારી પછાડી દઈ ઈજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

અમરેલીમાં રામજી મંદિરનાં લાભાર્થે રવિવારથી શ્રીમદ્યભાગવત્‌ સપ્‍તાહનો પ્રારંભ

તુલસી મહિલા મંડળ અને આનંદનગર પરિવાર દ્વારા
અમરેલીમાં રામજી મંદિરનાં લાભાર્થે રવિવારથી શ્રીમદ્યભાગવત્‌ સપ્‍તાહનો પ્રારંભ
શાસ્‍ત્રી ડો. જયમહારાજ કથાનું રસપાન કરાવશે
અમરેલી, તા.ર
અમરેલીનાં તુલસી મહિલા મંડળ અને આનંદનગર ચેરીટેબલ ટ્રસ્‍ટ અને આનંદનગર પરિવાર દ્વારા આગામી રવિવારથી આનંદનગર સોસાયટી, પટેલ સંકુલની પાછળ ખાતે શ્રીમદ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. શાસ્‍ત્રી ડો. જય મહારાજ નિંગાળાવાળા બપોરે 3 થી 6 અને રાત્રીના 8 થી 11 સુધી કથાનું રસપાન કરાવશે. ધાર્મિકજનોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

અમરેલીની નાની સિંચાઈ કચેરીનાં અધિક મદદનીશ ઈજનેર વાડદોરીયા લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

માર્કેટયાર્ડ નજીક રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપાતા ભ્રષ્‍ટબાબુઓમાંફફડાટ
અમરેલી, તા. ર
અમરેલી ખાતે આવેલ નાની સિંચાઈ વિભાગ પેટા કચેરી (પંચાયત)માં અધિક મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતાં બાવચંદભાઈ લક્ષ્મણભાઈ વાડદોરીયાએ સને ર01પમાં અમરેલી તથા આજુબાજુનાં વિસ્‍તારમાં થયેલ અતિવૃષ્‍ટીનાં સમયે વાંકીયા ગામે આવેલ ગામનો બંધારો ક્ષતિયુકત થયેલ ત્‍યારે આ બનાવનાં ફરિયાદીએ આ બંધારો બાંધવા તથા પુરસંરક્ષણ કરવાનું કામ રાખેલ હતું. આ કામનાં બીલ પાસ કરવા માટે થઈ અધિક મદદનીશ ઈજનેરે રૂા.ર લાખથી વધુ રકમની લાંચ માંગેલ હતી.
આ અંગે કામ રાખનાર ઈસમે આ અંગે ભાવનગર લાંચ રૂશ્‍વત વિરોધી બ્‍યુરોને અરજી કરતાં આજે સાંજનાં સમયે અમરેલીનાં જૂના માર્કેટયાર્ડ સામે રૂા. 1 લાખ આપવાનાં હોય, જયાં એ.સી.બી. પી.આઈ. ઝેડ. જી. ચૌહાણ તથા સ્‍ટાફે છટકું ગોઠવી અને આ અધિકારીને રૂા.1 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધા છે.
આ બનાવ અંગે પોલીસે અધિક મદદનીશ ઈજનેર સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે સરકારી કર્મચારી-અધિકારીમાં સમાચાર પ્રસરી જતાં ચકચાર મચી જવા પામી છે.

બાબરાનાં ગળકોટડી નજીક પૂલ સાથે કાર અથડાતાં 1 યુવકનું મોત : 4 ને ઈજા

ભાવનગરનાં પાંચ યુવક મિત્રો જઈ રહૃાા હતા
બાબરા, તા. ર
ભાવનગરનાં પાંચ મિત્રો બાબરા ખાતે આવેલ વોટર પાર્કમાં સ્‍વિમિંગ કરવા આવેલ હતા સવારનાં આવેલ સાંજે ભાવનગર ખાતે પરત ફરતી વેળાએઅહીં ગળકોટડી નજીક પૂલ સાથે મોટરકાર અથડાતા મયુરભાઈ દિનેશભાઈ બાર રહે. ભાવનગરનું ઘટના સ્‍થળે મોત નિપજયું છે જયારે અન્‍ય ચાર મિત્રોને ગંભીર ઈજાઓ થતા 108 મારફત પ્રથમ બાબરા સરકારી દવાખાને પહોંચાડવામાં આવ્‍યા હતા અને ત્‍યારબાદ વધુ સારવાર માટે અમરેલી અને રાજકોટ રીફર કરવામાં આવેલ છે. ભાવનગર ખાતે રહેતા અરવિંદભાઈ કાનભાઈ પરમાર, કિશનભાઈ જીનાભાઈ આલગોતર, અભયભાઈ રામભાઈ પરમાર, વિપુલભાઈ ભગવાનભાઈ ડાંગર, તેમજ મયુરભાઈ દિનેશભાઈબાર આ તમામ મિત્રો સવારે ભાવનગરથી મોટરકાર લઈ અહીં બાબરા ખાતે આવેલ વોટરપાર્કમાં સ્‍વિમિંગ કરવા આવેલ હતા અને સાંજે અહીં બાબરાથી ભાવનગર ખાતે પરત ફરતા હતા ત્‍યારે અહીં ગળકોટડી ગામ નજીક અચાનક પૂલ સાથે કાર અથડાતા જોરદાર અકસ્‍માત સર્જાયો હતો જેમાં મયુરભાઈ દિનેશભાઈ બારનું ઘટના સ્‍થળે મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતાં બાબરા પોલીસ ર્ેારા અકસ્‍માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અમરેલી જિલ્‍લામાં માફીયાઓ બેફામ બન્‍યા : કિસાન સંઘ

તાત્‍કાલિક કડક અને નિષ્ઠાવાન પોલીસ અધિક્ષકની નિમણૂંક કરો
અમરેલી જિલ્‍લામાં માફીયાઓ બેફામ બન્‍યા : કિસાન સંઘ
ભારતીય કિસાન સંઘ દ્વારા રાજયના ગૃહમંત્રીને પત્ર પાઠવવામાં આવ્‍યો
અમરેલી, તા.ર
અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથી કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ દિન પ્રતિદિન કથળી રહી હોય સતાધારી પક્ષના આગેવાનોના મોઢામાં મગ ભરાયા છે અને હવે કિસાન સંઘે રાજયના ગૃહમંત્રીને પત્ર પાઠવીને નિષ્ઠાવાન અને કડક પોલીસ અધિક્ષકની નિમણૂંક કરવા માંગ         કરી છે.
કિસાન સંઘના પ્રમુખ સામતભાઈ જેબલીયાએ પત્રમાં જણાવેલ છે કે, અમરેલી જિલ્‍લામાં ઘણા સમયથી કાયદો વ્‍યવસ્‍થા ખાડે ગયેલ હોઈ, જિલ્‍લામાં છાશવારે લૂંટ, ખૂન, રોમિયોગીરી વગેરેએ માજા મૂકેલ હોઈ, અમરેલી પ્રોપરમાં જેશીંગપરામાં છેલ્‍લા છ મહિનાથી રાત-દિવસ લોકો જાગવા છતાં એકધારા ચોરીના બનાવો બને છે. હમણા છેલ્‍લા આઠ દિવસ પહેલા જેશીંગપરામાં એક સાથે ત્રણ મકાનમાં ચોરી થયેલ હોઈ તેમજ શહેરમાં તેમજ જિલ્‍લામાં ગુંડાગીરી, રોમિયોગીરીએ માજા મૂકેલહોઈ, અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ જ પરિણામ આવેલ નથી. સારા બાહોશ, સારી છાપ ધરાવતા નવા એસ.પી.ની તાત્‍કાલિક નિમણૂંક કરવા રજૂઆત છે. જો તાત્‍કાલિક સારા બાહોશ, નીડર એસ.પી.ની નિમણૂંક કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં કદાચ ન સાંભળ્‍યો હોઈ તેવી ઘટના ઘટે તો નવાઈ નહીં. અમરેલી જિલ્‍લો એટલે માફીયા, ગુંડાઓનો જિલ્‍લો બની ગયો છે. માટે તાત્‍કાલિક ઉપરના પ્રશ્‍ને ઘટતુ કરવા અંતમાં માંગ કરી છે.

હદ થઈ : બાબરા પંથકમાં ઘોડીપાસાનાં જુગારમાં લાખો રૂપિયાની હાર-જીત થાય છે

અમરેલી, તા.ર
એક તરફ બીટકોઈન પ્રકરણને લઈને અમરેલીના પોલીસ અધિક્ષક અને અમરેલીની ક્રાઈમ બ્રાન્‍ચ પર માછલા ધોવાઈ રહયા છે. અને જિલ્‍લાની પોલીસ બચાવની સ્‍થિતિમાં છે. તેવા જ સમયે બાબરા પંથકમાં ઘોડીપાસાનો જુગાર ધમધમતો હોવાનું ચર્ચાઈ રહયું હોય ઈન્‍ચાર્જ પોલીસ અધિક્ષકે જુગારધામ બંધ કરાવવા આદેશ કરવો જોઈએ તેવી માંગ સમગ્ર પંથકની જનતામાંથી ઉભી થઈ         રહી છે.
બાબરામાં ત્રણથી ચાર પાર્ટનરો દ્વારા છેલ્‍લા 1પ દિવસોથી જુદી જુદી વાડીઓમાં રમાડવામાં આવે છે ઘોડીપાસાનો જુગાર. આ ઘોડીપાસાના જુગારમાં જુગાર રમવા માટે આવે છે જુદા જુદા શહેર તેમજ ગામડાના જુગારીઓ અને દરરોજ થાય છે લાખો રૂપિયાની હારજીત અને દરરોજ જુદી જુદી જગ્‍યાએ અને જુદા જુદા ગામડાઓમાં રમાડવામાં આવે છે આ ઘોડીપાસાનોજુગાર. હાલ અમરેલી જિલ્‍લો બીટકોઈન ના લીધે આખા ગુજરાતમાં ઝબકયો છે અને પોલીસ વિભાગમાં સારી એવી શાખા ગણાતી એલ.સી.બી.ના પી.આઈ. તેમજ અમરેલી જિલ્‍લા પોલીસ વડા અને જેટલા પોલીસ કર્મીઓ પર હાલ જુદા જુદા કેસો થયા છે તેમજ એસ.પી. સહિતના અધિકારી હાલ સીઆઈડી શાખામાં રિમાન્‍ડ હેઠળ હોય પી.આઈ. જેલમાં હોય તેવા મોટા તોડ પોલીસ દ્વારા કરવામાં આવ્‍યા છે તેમજ ઈન્‍ચાર્જ એસ.પી. દ્વારા ર00થી ઉપર પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી તેમ છતાં પણ બાબરા શહેરમાં જુગારધામો ધમધમી રહયા છે. આ બાબતે શું બાબરા પોલીસ અજાણ કે પછી આંખ આડા કાન કરી રહી છે. હજુ થોડા દિવસ પહેલા છેક ભાવનગરની આર.આર. સેલ દ્વારા બાબરાના વાવડી ગામેથી મસમોટુ જુગારધામ ઝડપી પાડયું હતું અને બાબરા પોલીસનું નાક કાપ્‍યું હતું. હજુ પણ શહેર તેમજ મોટા દેવળીયા, ધરાઈ, વાવડી, કોટડાપીઠા, આઉટપોસ્‍ટના ગામડાઓમાં પણ મોટા જુગાર ધમધમી રહયા છે. તો આ જુગારધામો કોની મીઠી નજર હેઠળ છે તેની પણ ચર્ચાએ જોર પકડયું છે.
હાલ ભાવનગર રેન્‍જ આઈજીના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્‍લા ઈન્‍ચાર્જ પોલીસ વડા દેસાઈ સારી કામગીરી કરી રહયા છે. તો બાબરામાં ચાલતા જુગારધામો પર બાજ નજર રખાવી આ જુગારધામો બંધ કરાવશે. હાલ બાબરા તેમજ અમરાપરાવિસ્‍તારમાં દેશીદારૂની પણ બદી ફૂલીફાલી છે. તો આ બાબતે બાબરા પી.એસ.આઈ. પણ મેદાનમાં આવી આવા ચાલતા ધંધાઓ પર તૂટી પડશે. હાલ તો બાબરામાં ચાલતા ઘોડીપાસાના જુગારે ભારે ચકચાર મચાવ્‍યો છે.

અમરેલી જિલ્‍લામાં ખેતીની જમીનની માપણીમાં દે ધનાધન

સેંકડો ખેડૂતોની ખેતીની જમીનનાં માપમાં ફેરફાર થઈ ગયો
અમરેલી જિલ્‍લામાં ખેતીની જમીનની માપણીમાં દે ધનાધન
સાવરકુંડલાનાં પીઠવડી ગામનાં ખેડૂતોએ મામલતદારને પત્ર પાઠવીને કરી રજૂઆત
અમરેલી, તા.ર
સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે ર009/10થી ર01પ/16 દરમિયાન ગુજરાત રાજયમાં ખેતરોમાં સર્વે નંબરની જમીનની માપણી કરવામાં આવી હતી. તેના ભાગરૂપે જમીન માપણી થઈ ગઈ હતી આ જમીન માપણી હકીકતમાં નિયમાનુસાર કરવાને બદલે કાગળ પર થઈ હતી. જેના કારણે ગામના ખેતરો, વાડીઓના નકશા બનાવવામાં આવ્‍યા છે તે સંપૂર્ણ ભૂલ ભરેલા છે. ખેડૂતોના ખેતરોની દ બદલાઈ ગઈ છે. ખેતર લાંબા ટૂંકા અને આડા અવળા થઈ ગયા છે. વાડી ખેતરોના ક્ષેત્રફળમાં ફેરફાર થઈ ગયા છે. વાડીએ જવાના રસ્‍તાઓ નાબુદ થઈ ગયા છે. નદી, નાળા, વૃક્ષો વગેરે ર3 બાબતો નકશામાં દર્શાવાની હતી તે તમામમાં ભૂલો આવી છે. જે હવે ખેડૂતોના સાત બારમાં જોવા મળી રહી છે. જેના કારણે પીઠવડીના ભૌતિક સુહાગીયાની જમીનમાં ફેરફાર     આવ્‍યો છે.
ભૌતિક સુહાગીયાની 1 હેકટર 94 ગુઠા જમીન છે પણ હાલ હજુ સાત બારમાં 1 હેકટર પ4 ગુઠા જમીન બતાવી રહી છે. કોઈપણ માપણી કરવામાં આવ્‍યું ન હોવાનો આક્ષેપ ખેડૂત કરી રહયા છે. તો બાજુની જ વાડી વાળા ભરતભાલાળા નામના ખેડૂતે જમીન માપણી અંગે જણાવ્‍યું હતું કે, જમીન પણ કોઈ માપવા આવ્‍યું નથી પણ 1 હેકટર 4પ ગુઠા જમીન હાલ હયાત છે પણ માપણીના નકશામાં 1 હેકટરને 30 ગુઠા જ જમીન સાત બારના નકશામાં બતાવી છે. જયારે હયાત જમીન જે આકારમાં આવી છે તેનાથી વિપરીત જમીનનો નકશો આવતા ખેડૂત મૂંઝવણમાં મૂકાયો છે. માપણીમાં જ ગોટલા કર્યાનો ખેડૂત જણાવે છે. તો ત્રણ ભાઈઓ વચ્‍ચે સહિયારી જમીન હોવાથી માપણી ફેરફાર થયો જેના ભોગ ખેડૂત બની રહયા છે અને ઘરમાં કંકાસ થતો હોવાનું ખેડૂત જણાવે છે. ત્‍યારે પીઠવડીના મહિલા સરપંચ મુકતાબેન સુહાગીયાએ ગ્રામસભા બોલાવીને ઠરાવ કરીને મામલતદારને ફેર જમીન માપણી કરવાનો ઠરાવ સાથે પત્ર પાઠવ્‍યો છે.
પીઠવડીના સરપંચે જણાવ્‍યું હતું કે પીઠવડીમાં કોઈ જમીન માપણી કરવા આવ્‍યું જ નથી ને જેની પ હેકટર જમીન હતી તેની ર હેકટર કરી નાખી છે. ર હેકટર હતી તેની જમીન વધારી દીધી છે. જમીન માપણીને લઈને ગામમાં વિવાદ પણ વધતા ગ્રામસભા બોલાવીને મામલતદારને લેખિતમાં જાણ કરીને ફેર જમીન માપણીમાં ભૂલ સુધારણા અરજી કરવાને બદલે આખા ગામની જમીન માપણી કરવાની રજૂઆત હાલ પાંચ દિવસ પહેલા જ કરવામાં આવી છે.
સાવરકુંડલા મામલતદારે હિરપરાએ પીઠવડીમાં જમીન માપણીમાં વિસંગતતાહોવાનો સ્‍વીકાર કર્યો હતો. પીઠવડીની સરપંચની રજૂઆત અંગે સર્વે ખાતા સાથ કામ કરતી એજન્‍સીને ટૂંક સમયમાં જમીન માપણી સંદર્ભના કેસોનો નિકાલ લાવવા સરકાર કટિબઘ્‍ધ હોવાનું મામલતદારે જણાવ્‍યું છે. પણ સરકાર દ્વારા આવી રીતે ખેડૂતોની જમીન માપણી કરીને હાલ તો ખેડૂતોને હેરાન પરેશાન કરી દીધા છે તે વાસ્‍તવિકતા છે.

બાબરાનાં વૃઘ્‍ધ પર હુમલો કરાતા ફરિયાદ

કેરી ચોરવા બાબતેઠપકો આપતાં ડખ્‍ખો
બાબરાનાં વૃઘ્‍ધ પર હુમલો કરાતા ફરિયાદ
અમરેલી, તા. ર,
બાબરા ગામે રાજકોટ રોડ ઉપર રહેતાં ધીરૂભાઈ ધારશીભાઈ વાઘેલા નામના 60 વર્ષિય વૃઘ્‍ધે તેમનાં મોટાભાઈનાં દિકરા બાલાને વાડીમાંથી કેરી ચોરી જવા અંગે ઠપકો આપેલ તે વાતનું મનદુઃખ રાખી આ બાલાનાં મામાનાં દિકરા ઉમેશ નાથાભાઈ તથા જગદિશ નાથાભાઈ નામનાં ઈસમોએ ગત તા. ર9નાં રોજ લોખંડનાં પાઈપ લઈ આવી વૃઘ્‍ધને માથામાં તથા પગમાં મારી જમણાં પગમાં ફેકચર કરી દીધાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાવી છે.

વિકટર ખાતે આંતરરાષ્‍ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી

રાજુલાના વિકટર ગામે મોટા ભાગના લોકો મજૂરી અર્થે અન્‍ય ગામમાં તેમજ અન્‍ય જિલ્‍લાઓમાં સ્‍થળાંતર કરતા હોય મતદાર સુધારણા ઝુંબેશના દિવસોમાં તેઓ હાજર રહી શકતા નથી તેમના માટે તા.1/પ આંતરરાષ્‍ટ્રીય મજૂર દિનના દિવસે મતદારયાદીમાં નવા નામો નોંધવા, સુધારા વધારા કરવા માટેની ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બી.એલ.ઓ. હસમુખભાઈ વેગડ અને દિપકભાઈ રામપ્રસાદીએ ઘરે ઘરે જઈ અને ડોર ટુ ડોર લોકોને મળી અને માર્ગદર્શન આપ્‍યું હતું. ત્‍યારબાદ ગામમાં મજૂર માર્ગદર્શન મિટીંગનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમાં મામલતદાર કોરાડીયા, નાયબ મામલતદાર ચૌહાણ, બી.એલ.ઓ. સુપરવાઈઝર રવિભાઈ જોશી, ગામના તલાટી વિશાલભાઈ, ગામના સરપંચ પરિતાબેન મહેશભાઈ મકવાણા, કેતનભાઈ ધાપા, દાદુભાઈ ગાહા, ઈનાયતભાઈ ગાહા, અશોકભાઈ વાળા સહિતના બહોળી સંખ્‍યામાં ગામલોકો હાજર રહયા હતા. મામલતદારે મતદાન સુધારણા અંગેનું ગામજનોને માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

અમરેલીનાં ડો. તુષાર બોરાણિયાની તસ્‍વીર વૈશ્‍વિક કેલેન્‍ડરમાં મુદ્રિત થઈ

સમગ્ર જિલ્‍લાનું ગૌરવ વધારતી ઘટના
અમરેલીનાં ડો. તુષાર બોરાણિયાની તસ્‍વીર વૈશ્‍વિક કેલેન્‍ડરમાં મુદ્રિત થઈ
દંતવિદ્યા અને ફોટોગ્રાફીમાં પણ ઉમદા કાર્ય
અમરેલીનાં ગણમાન્‍ય ડેન્‍ટીસ્‍ટ અને ઉત્તમ વાઈલ્‍ડ ફોટોગ્રાફર ડો. તુષાર બોરાણિયા ર્ેારા કલીક થયેલી એક તસ્‍વીર ડેન્‍ટલ ફોટોગ્રાફીના વૈશ્‍વિક કેલેન્‍ડરમાં મુદ્રિત થયેલ છે. અમરેલીનું આ એક અદ્યકેરું સન્‍માન ગણી શકાય. વિધવિધ ક્ષેત્રોમાં અમરેલી બેકાંઠે હાલતું રહે છે તેમાં ડો. તુષાર સરની આ સિદ્ધિને આપણે આવકારીએ. તેઓ દંતવિદ્યામાં તો અતિકુશળ છે જ પણ ફોટોગ્રાફીમાં પણ ધબધબાટી બોલાવે છે.

અમરેલીનાં જીવન મુકતેશ્‍વર મંદિરમાં 1ર જયોતિર્લિંગની સ્‍થાપના કરાઈ છે

જીવ અને શિવના મિલનનો અહેસાસ કરાવતું અમરેલીનું જીવન મુકતેશ્‍વર મહાદેવનું મંદિર ભકતો માટે આસ્‍થાનુંકેન્‍દ્ર છે. 70 વર્ષ પહેલા જ સ્‍થપાયેલું જીવન મુકતેશ્‍વર મહાદેવ મંદિરમાં મહાદેવના 1ર પ્રસિઘ્‍ધ શિવલિંગો સોમનાથ મહાદેવ, મલ્‍લિકાર્જુન, મહા  કાળેશ્‍વર, ઓમકારેશ્‍વર, વૈદ્યયનાથ, નાગેશ્‍વર, કેદારેશ્‍વર, ત્રમ્‍બકેશ્‍વર, રામેશ્‍વર, ભીમાશંકર, વિશ્‍વેશ્‍વર અને ધુષ્‍મેશ્‍વર શિવલિંગોના દર્શન થાય છે. ભોજા ભગત, જલારામ બાપાની મૂર્તિ સાથે સૂર્યનારાયણના દર્શન સહિત 9 ગ્રહો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ, રાહુ અને કેતુની મૂર્તિઓનું સોનેરી સંગમ સ્‍થાન ધરાવતું જીવન મુકતેશ્‍વર મહાદેવ મંદિર માઈ મંદિર પણ છે. સવાર સાંજ બે ટાઈમ આરતી થાય છે. અનેક દેવી દેવતાના વાસની અનુભૂતિ કરાવતા આ મંદિરમાં ભકતોને અનેરી આસ્‍થા જોડાયેલી છે. સાંઘ્‍ય આરતી કાળે જીવન મુકતેશ્‍વર મહાદેવ મંદિરનું વાતાવરણ અલૌકિક જોવા મળે છે. જાણે સાક્ષાત શિવના દર્શન સાંઘ્‍ય આરતીમાં થતા હોય તેવી ભકતોની ભીડમાં પૂજારી શંખનાદ કરીને આરતીનો શુભારંભ કરે છે. આરતીના પૂર્ણાહુતિ બાદ ઉપસ્‍થિત શિવભકતો મહાદેવની શ્રૃતિના શ્‍લોકો બોલીને પૂજારીના હાથે પ્રસાદ લઈને જીવન મુકતેશ્‍વર મંદિરની સાંઘ્‍ય આરતીનો લાભ લઈને ધન્‍યતા અનુભવતા નજરે પડે છે.

ભૂમાફીયાઓ સામેનાં આંદોલનને તોડી પાડવાનો પ્રયાશ ?

પીપાવાવધામનાં સરપંચ હંસાબેન ગુજરીયાએ કલેકટરને ફરિયાદ કરી
ભૂમાફીયાઓ સામેનાં આંદોલનને તોડી પાડવાનો પ્રયાશ ?
અઠવાડિયાથી સતત આંદોલન ચાલતુ હોવાથી ભૂમાફીયાઓ અકળાઇ ઉઠયા છે
રાજુલા, તા. ર
રાજુલાના પીપાવાવધામ સહિતના અન્‍ય  ગામોની જનતા દ્વારા દરિયાકાંઠાની અતિ કિંમતી જમીન પર જીએચસીએલ કંપની અને ખાનગી ભૂમાફીયાઓ દ્વારા થયેલ જમીન દબાણને દુર કરવાની માંગ સાથે એક અઠવાડીયાથી આંદોલન ચાલી રહયું છે અને આંદોલનને રાજકીય આગેવાનો દ્વારા પણ સમર્થન મળી રહયું છે.
બીજીતરફ આંદોલનને લઇને ભૂમાફીયાઓ પણ અકળાઇ ઉઠયા હોય, હવે આંદોલનને તોડી પાડવાનો પ્રયાશ શરૂ થતા પીપાવાવધામના મહિલા સરપંચ હંસાબેન ગુજરીયાએ કલેકટરને પત્ર પાઠવેલ છે.
આજે મહુવાના પૂર્વ ધારાસભ્‍ય કનુભાઈ કળસરીયા, રાજુલાના ધારાસભ્‍ય અંબરીશ ડેર, જિલ્‍લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુમ્‍મર, બાંધકામ ચેરમેન ટીકુભાઈ વરૂ, કોંગી અગ્રણી પ્રવિણભાઈ બારૈયા સહિતનાં આગેવાનોએ આંદોલનકારીઓની મુલાકાતલીધી હતી.
ભૂમાફીયાઓ વિરૂઘ્‍ધ ચાલતુ આંદોલન અવળેમાર્ગે ચડે તે પહેલા મહેસૂલી અધિકારીઓએ ખરેખર હકીકત શું છે. તેની તપાસ કરવી જોઇએ.

પાક પદ્ધતિમાં પરિવર્તન લાવીને વધુ ઉત્‍પાદન મેળવી શકાયું છે : સાંસદ કાછડીયા

અમરેલી, તા.ર
ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત અમરેલી ખાતે કિસાન કલ્‍યાણ મહોત્‍સવ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો.
સાસંદ નારણભાઇ કાછડીયાએ દીપપ્રાગટય કરી કાર્યક્રમને ખૂલ્‍લો મૂકયો હતો.
સાસંદ જણાવ્‍યું કે, કેન્‍દ્ર – રાજય સરકાર ખેડૂતો અને ગ્રામ વિકાસના કાર્યોમાટે સતત કાર્યરત છે. ખેડૂતોએ જાગૃત્ત બની સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આઇ કિસાન પોર્ટલ જોતા રહેવું જોઇએ. ઇન્‍ટરનેટના માઘ્‍યમથી યોજનાકીય વિગતો અને માહિતી – માર્ગદર્શન સરળતાથી મળી રહે છે.
સાસંદએ ઉમેર્યુ કે, પ્રવર્તમાન સમયે પાક પઘ્‍ધતિમાં પરિવર્તન લાવીને વધુ ઉત્‍પાદન મેળવી શકાય છે. સોઇલ હેલ્‍થ કાર્ડના ફાયદાઓ જણાવી જમીન ચકાસણી કરાવી નફાકારક ખેતી – પાકની વિગતો જણાવી હતી.
જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરાએ જણાવ્‍યું કે, ખેતી – ખેડૂત સમૃઘ્‍ધ કરવા રાજય સરકાર કટિબઘ્‍ધ છે. ખેતીવાડી – બાગાયત – પશુપાલનની યોજનાઓમાં સહાય અમલી છે ત્‍યારે તેનો યોગ્‍ય ઉપયોગ કરવા ખેતીમાં પરિવર્તન લાવવા અનુરોધ કર્યો હતો. ખર્ચાળ ખેતીને બદલે વૈજ્ઞાનિક ખેતી અપનાવીએ.
જુનાગઢ કૃષિ યુનિ. સંશોધન નિયામક ચોવટીયાએ, કપાસ – મગફળીમાં ગુલાબી ઇયળ – ઘૈણના નિયંત્રણ, પાક ઉત્‍પાદન વધારવા તેમજ ખેતી ખર્ચ ઘટાડવા માટેનું માર્ગદર્શન આપ્‍યું હતુ.
શાબ્‍દિક સ્‍વાગત કરતા જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામક ડોબરીયાએ વૈજ્ઞાનિક અભિગમ – ટપક સિંચાઇ – બાગાયતી પાક અપનાવવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમનું સંચાલન હરેશ બાવીશીએ કર્યુ હતુ. પ્રગતિશીલ ખેડૂતો – પશુપાલકોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતુ. લાભાર્થીઓને સોઇલ હેલ્‍થ કાર્ડઅને ઉજ્જવલા યોજના તળે ગેસ કિટ તેમજ તાર ફેન્‍સીંગના લાભાર્થીને તેમની સહાયનું વિતરણ કરવામાં આવ્‍યું હતુ. પીઠવાજાળના સરપંચને સૂક્ષ્મ નકશો અર્પણ કરવામાં આવ્‍યો હતો. છાશના દાતા અમર ડેરી ચેરમેન અશ્વિનભાઇ સાવલીયાનું શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું હતુ. પ્રગતિશીલ ખેડૂતોએ તેમના અનુભવો જણાવ્‍યા હતા. બાળાઓએ સ્‍વાગત કૃત્તિ રજૂ કર્યુ હતુ. વિવિધ સ્‍ટોલ્‍સ – પ્રદર્શન ગોઠવવામાં આવતા સાસંદ તેમજ મહાનુભાવોએ તેની મુલાકાત લીધી હતી. ખેડૂત તાલીમ કેન્‍દ્ર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સચિવ માલચંદ, આશિષ શર્મા, જિલ્‍લા ખેતીવાડી અધિકારી પટેલ, નાયબ ખેતી નિયામક હિરપરા, નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી માંકડ, પ્રાંત અધિકારી સતાણી, અગ્રણી સર્વ કૌશિકભાઇ વેકરીયા, ધીરૂભાઇ ગઢિયા, મનિષભાઇ સંઘાણી, પ્રાગજીભાઇ હિરપરા, રંજનબેન ડાભી, શરદભાઇ લાખાણી, રામભાઇ સાનેપરા, પદાધિકારી – અધિકારી – કર્મચારીઓ અને ખેડૂત ભાઇ – બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

લાઠીની ગાગડીયા નદી પર દાતાનાં સહયોગથી જળ સિંચન કામગીરીનો પ્રારંભ

લાઠી શહેરના ભામાશા અગ્રણી ઉદ્યોગપતિ અને ભવાની જેમ્‍સના માલીક શેઠ મનજીભાઈ ધોળકીયાના આર્થિક સહયોગ અને શહેરીજનોની લોક ભાગીદારીથી ગાગડીયો નદી ઉંડી ઉતારવાની કામગીરી રાત દિવસ ચાલી રહી છે. આ કામગીરીમાં મોટી સંખ્‍યામાં હીટાચી, જેસીબી, ડમ્‍પરો અને ટ્રેકટરો કામે લગાડવામાં આવેલ છે. શેઠ મનજીભાઈ ધોળકીયા શહેરમાં વિવિધ સર્કલો, પ્રવેશદ્વાર, બગીચા જેવી અનેક સુવિધા લોકોને પુરી પાડવામાં આવેલછે. સમગ્ર શહેરીજનો મનજીભાઈ ધોળકીયાની કામગીરી બિરદાવી રહયા છે. આ કામગીરીમાં રામજીભાઈ ગુજરાતી, ભુપતભાઈ ચાંદપરા, વલ્‍લભભાઈ કોટડીયા, ચેતનભાઈ બેન્‍સાવાળા, મહેશભાઈ કોટડીયા (પાલિકા પ્રમુખ), ભરતભાઈ પાડા, સાગરભાઈ સોની, બળવંતસિંહ ગોહીલ, મનોહરસિંહ ગોહીલ, જાફરભાઈ કપાસી, દિલીપભાઈ કાટીયા, અનુભાઈ સેતા, ડો. મુકેશભાઈ, હર્ષદભાઈ વોરા સહિત વિવિધ સંસ્‍થા અને સામાજિક સંસ્‍થાના હોદેદારો જોડાઈ રાત-દિવસ કામગીરી કરી રહયા છે.

અવસાન નોંધ

કુંકાવાવ : જેતલસર જંકશન નિવાસી સ્‍વ. દુલેરાયભાઈ મુળશંકરભાઈ પંડયાના સુપુત્ર પ્રવિણભાઈ (ભીખાભાઈ) દુલેરાયભાઈ પંડયા (ઉ.વ. 4પ) તે જીતુભાઈ (જેતલસર) ત્‍થા પ્રફુલાબેન શરદકુમાર જોષી (કુંકાવાવ) ત્‍થા ગીતાબેન જયેશકુમાર રાવળ (ઈન્‍દ્ર)ના ભાઈનું તા.ર9/4 ને રવિવારનાં રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. 4/પ ને શુક્રવારે સાંજના 4 થી 6 તેમના નિવાસ સ્‍થાન જેતલસર જંકશન મુકામે રાખેલ છે.
થોરડી : થોરડી નિવાસી સ્‍વ. રવજીભાઈ વિરજીભાઈ કસવાળા તે ચીમનભાઈ કસવાળા, ભરતભાઈ કસવાળા અને મુકેશભાઈ કસવાળાના પિતાજીનું તા.ર/પને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.4/પને શુક્રવારના રોજ સવારે 8 થી 6 કલાકે થોરડી મુકામે રાખેલ છે.

03-05-2018