Main Menu

Wednesday, May 2nd, 2018

 

સુજલામ્‌ સુફલામ્‌ અભિયાન સફલમ્‌ બનશે ?

જનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસાનું પાણી તો નહીં થાયને તેવો વેધક પ્રશ્‍ન
સુજલામ્‌ સુફલામ્‌ અભિયાન સફલમ્‌ બનશે ?
રાતોરાત શરૂ થયેલ જળસિંચન યોજના અંગે હજુ પણ અવઢવનો માહોલ
અમરેલી, તા.1
રાજય સરકાર દ્વારા આજથી સમગ્ર રાજયના હજારો       તળાવો, ચેકડેમને ઉંડા ઉતારવાનો સુજલામ સુફલામ જળ અભિયાનનો ઉત્‍સાહભેર પ્રારંભ કરવામાં આવ્‍યો છે. અને યોજના પાછળ જનતા જનાર્દનના પરસેવાના કરોડો રૂપિયાનો ખર્ચ થવાનો હોય આ યોજના સફળ બને છે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે.
ભાજપ સરકાર હંમેશા ભભઆરંભે સૂરાભભ જેવી હોય છે. મેક ઈન ઈન્‍ડિયા ભભસ્‍ટાર્ટઅપ ઈન્‍ડિયાભભ બોરીબંધ, કલ્‍પસર યોજના, બેટી બચાવો બેટી પઢાવો, વાંચે ગુજરાત, રમે ગુજરાત જેવા રૂપાળા નામ સાથે શરૂ થયેલ અનેક યોજનાઓ માટીપગી સાબિત થઈ છે.
હવે આગામી વર્ષે લોક સભાની ચૂંટણી યોજાઈ રહી હોય ગુજરાતમાં અર્ધો અર્ધ મતદારો સરકારની કામગીરીથી નારાજ હોવાથી ભાજપ સરકારે ગુજરાત માટે અતિ મહત્‍વની ગણાતી જળસિંચન યોજનાનો ઉત્‍સાહભેર પ્રારંભ કર્યો છે.
જમીન વિકાસ નિગમ વિભાગ દ્વારા જળ સિંચનની કામગીરી હંમેશા થતી હોય છે. પરંતુ, આ વિભાગનો મસમોટો ભ્રષ્‍ટાચાર બહાર આવતા બે રાજય સરકારે કલેકટરના માર્ગદર્શન તળે જ જળસિંચનની કામગીરી શરૂ કરીછે.
રાતોરાત અભિયાન શરૂ કરવામાં આવ્‍યું હોવાથી આ યોજના અંગે છેવાડાનો માનવી તો દૂર પરંતુ, અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ આગેવાનોને પણ ખબર નથી કે જળસિંચનની કામગીરી કોણે અને કેવી રીતે અને કયાં કરવાની છે.
ત્‍યારે, ભાજપ સરકારે ઉત્‍સાહભેર શરૂ કરેલ જળસિંચનની કામગીરી કોઈ વિવાદ અને ભ્રષ્‍ટાચાર વગર તેમની મંઝિલે પહોંચે છે કે કેમ તેના માટે એક મહિનાની રાહ જોવી પડશે. કારણ કે આ અભિયાન એક મહિના માટે જ શરૂ કરવામાં આવેલ છે.

રાજુલાનાં ગોવિંદડી ગામની પરિણીતાને પતિ સહિતનાએ લાકડી વડે માર્યો માર

અમરેલી, તા. 1
રાજુલા તાલુકાનાં ગોવિંદડી ગામે રહેતા કાન્‍તુબેન દિનેશભાઈ નામની પરિણીતાને તેણીનાં પતિ દિનેશ તથા મીઠાભાઈ પાસાભાઈ ગત તા. ર3/4 થી અગાઉના પાંચ વર્ષ દરમિયાન મેણા-ટોણા મારી, તું કરીયાવર ઓછો લાવી છો, તારા પિયરમાંથી રોકડ રકમ તથા ઘરેણાં લાવી આપવા માટે થઈ દુઃખત્રાસ આપી લાકડી વડે મુંઢમાર મારી, ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાઈ છે.

રાજુલાનાં મોટા રીંગણીયાળા ગામનાં યુવકને વાળ પકડી માર માર્યો

અમરેલી, તા. 1,
રાજુલા તાલુકાનાં ખેરા ગામનાં વતની અને હાલ મોટા રીંગણીયાળા ગામેરહેતાં રામભાઈ રણછોડભાઈ ગુજારીયા નામનાં 40 વર્ષિય યુવક ગત તા.ર9 નાં રોજ સાંજનાં તે જ ગામે રહેતાં ગુણાભાઈની દુકાન પાછળ જતા આ ગુણાભાઈ તથા અરવિંદભાઈ નામનાં ઈસમોએ અગાઉનાં મનદુઃખનાં કારણે કંઈપણ બોલ્‍યા વગર તેમનાં વાળ પકડી આડેધડ ઢીકાપાટુનો માર મારી, ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ ડુંગર પોલીસમાં નોંધાઈ છે.

અમરેલીનાં યુવકને રસ્‍તામાં કંઈક ખવરાવી સોનાનો ચેઈન અજાણ્‍યો શખ્‍સ લઈ ગયો

યુવકને અર્ધ બેભાન હાલતમાં દવાખાને ખસેડાયો
અમરેલી, તા. 1
અમરેલીનાં ચિત્તલ રોડ ઉપર આવેલ વેસ્‍ટર્ન પાર્કમાં રહેતાં નિતીનભાઈ લાલજીભાઈ ચાવડા નામનાં 30 વર્ષિય યુવક ગઈકાલે અમદાવાદથી અમરેલી આવી રહૃાાં હતા ત્‍યારે રસ્‍તામાં એસ.ટી. બસ રસ્‍તામાં કોઈક ગામે ઉભી રહેતાં તેઓ જમવા માટે નીચે ઉતર્યા હતા ત્‍યારે કોઈ અજાણ્‍યા ઈસમોએ તેમને કંઈક ખવરાવી દઈ તેમણે પહેરેલ સોનાનો ચેઈન લઈ ગયાની અને ભોગ બનનાર યુવકને અર્ધ બેભાન હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્‍યાનું સીટી પોલીસમાં જાહેર થયેલ છે.

મોટા રીંગણીયાળા ગામે સુરતનાં ત્રણ શખ્‍સોએ પરિણીતાનું કર્યુ અપહરણ

પાઈપ વડે પરિવારને મારી જાનથી મારી નાંખવા આપી ધમકી
અમરેલી, તા. 1
રાજુલા તાલુકાનાં મોટા રીંગણીયાળાગામે રહેતાં વિપુલભાઈ હાદાભાઈ લાડુમોર નામનાં ર4 વર્ષિય યુવકનાં ઘરમાં ગઈકાલે બપોરે સુરત ગામેરહેતાં નવલ જશુભાઈ હડીયા તથા બે અજાણ્‍યા ઈસમોએ પ્રવેશ કરી પાઈપ વડે તેમની તથા તેમનાં પરિવાર ઉપર હુમલો કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપી વિપુલભાઈનાં નાનાભાઈનાં પત્‍નિ વૈશાલીનું અપહરણ કરી ગયાની ફરિયાદ ડુંગર પોલીસમાં નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્‍થાનિક પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ખોલ્‍યો
રીંગણીયાળામાંથી અપહરણ કરાયેલ મહિલાને ડુંગર પોલીસે શોધી કાઢી
ડુંગર, તા.1
રાજુલાના રીંગણીયાળા ગામના વૈશાલીબેન કિશોરભાઈ હાદાભાઈનું ગઈકાલે કોઈ અજાણ્‍યા શખ્‍સો દ્વારા અપહરણ કરી જવામાં આવેલ હતું. જેની ફરિયાદ ડુંગર પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ. જે એસ.પી. દેસાઈની તેમજ નાયબ પોલીસ અધિક્ષક માવાણીની સુચના મુજબ તત્‍કાળ તપાસ આદરવામાં આવેલ હતી.
ડુંગરમાં પીએસઆઈ એ.ડી. ગોહિલ તથા કનુભાઈ બોરીચા, વી.ડી. જેઠવા તેમજ કુલદીપસિંહ અને ડ્રાઈવર નિરૂભાઈ વગેરેએ રાત દિવસ એક કરી ભોગ બનનાર વૈશાલીબેનની માંડળ અને ડોળીયાની વચ્‍ચે ભાળ મેળવી હેમખેમ તેમના પતિને સોંપી આપેલ. જયારે અપહરણ કર્તા ફરાર થઈ જવા પામેલ છે. જેની તપાસ ડુંગર પીએસઆઈ ચલાવી રહયાછે.

જાત્રોડાની આંગણવાડીમાં અજાણ્‍યા શખ્‍સોએ તોડફોડ કરી

અમરેલી, તા.1
લીલીયા નજીક આવેલ જાત્રોડાની આંગણવાડીમાં અજાણ્‍યા શખ્‍સોએ તોડફોડ કરતા સંચાલિકા બહેન અરૂણાબેન પંડયાએ સ્‍થાનિક પોલીસમાં લેખિત જાણ કરીને તોડફોડ કરનાર શખ્‍સોને ઝડપી લેવા જણાવેલ છે.

પુંજાપાદર ગામની સગીરાનું અપહરણ કરનારની જામીન અરજી નામંજૂર

અમરેલી, તા. 1
લીલીયા તાલુકાનાં પુંજાપાદર ગામે રહેતાં અને ખાનગી નોકરી કરતાં જીગર જીણાભાઈ માનસુરીયા નામનાં ઈસમ સામે ગત તા. 4/4 નાં રોજ સગીરાને ભગાડી જવાનાં અને તેણીનાં ભાઈ તથા પિતાને મારી નાંખવાની ધમકી આપી અપહરણ કરી લઈ જવામાં મદદગારી કરવાં સબબ પોલીસમાં ફરિયાદ નોંધાયેલ જેથી પોલીસે તેમની અટકાયત કરી જયુડીશીયલ કસ્‍ટડીમાં મોકલી આપેલ હતો.
જેથી આ જીગરે જામીન ઉપર મુકત થવા અંગે અત્રેની સ્‍પે. કોર્ટમાં અરજી કરતાં સ્‍પે. જજ શ્રી એન.પી. ચૌધરીએ તેમની જામીન અરજી નામંજૂર કરી હતી.

અમરેલી જિલ્‍લામાં જળ સંચયના કામનો પ્રારંભ કરાવતા પ્રભારી મંત્રી આર.સી.ફળદુ

સુજલામ સુફલામ જળ અભિયાનમાં સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, ઉદ્યોગો, ધાર્મિક સંસ્‍થાઓ, શૈક્ષણીક સંસ્‍થાઓ, અને સરકાર દ્વારા લોક ભાગીદારી થકી તળાવો, ચેકડેમો ઉંડા ઉતારવા હયાત જળાશયોનું ડીસીલ્‍ટીંગ, શહેરોમાંથી પસાર થતી નદીઓનું પ્રદુષણ અટકાવવું, નદીઓના કાંઠા ઉપર વૃક્ષા રોપણ કરવું જેવી રાજય વ્‍યાપી કામગીરી સરકાર અને સમાજના શ્રેષ્ઠીઓ અને એન.જી.ઓ.ના સહીયોગથી થશે. પીવાના પાણી અને ખેતીનાં પાણી માટે કાયમ તંગી ભોગવતા અમરેલી જિલ્‍લામાં જળ સંચય યોજના  અંતર્ગત 400 થી વધારે ચેકડેમ અને તળાવો લોક ભાગીદારીથી ઉંડા ઉતારવાની કામગીરી 1 લી મે-થી અમરેલી જિલ્‍લામાં શરૂ કરવામાં આવી છે. તેમ જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા એ જણાવ્‍યું છે. અમરેલી જિલ્‍લોએ સમાજ શ્રેષ્ઠીઓનો જિલ્‍લો છે. વતનથી બહાર વસતા ઉદ્યોગ પતિઓ અને દાતાઓ જળ સંચય પ્રવૃતિમાં આગળ આવ્‍યા છે. તેઓના સહીયોગથી ચેકડેમ અને તળાવો ઉંડા ઉતારીને જમીનમાં પાણીના તળ ઉંચા આવે તે માટેનાં ભગીરથ પ્રયત્‍ન કરવામાં આવશે.સમાજ શ્રષ્ઠીઓનો સહીયોગએ રાજય સરકારનાં જળ સંચયના કામને ખૂબ મોટી ગતી આપશે. અમરેલી જિલ્‍લોએ ખેતિ આધારીત જિલ્‍લો છે. મહેનતી અને પ્રગતિશીલ ખેડુતો તેમની મહેનતથી ખેતીમાં ખૂબ સારી પ્રગતી કરી શકે તેમ છે. આ સુજલામ સુફલામ જળ સિંચય યોજનાથી ગામડાઓ અને શહેરોને પીવાના પાણીની સમસ્‍યા પણ હલ થઈ જશે. 1લી મે ના રોજ સુજલામ સુફલામ જળ સિંચાઈ અભિયાનનો પ્રારંભ રાજયનાં કૃષિમંત્રી અને ખેડુત નેતા આર.સી.ફળદુ દ્વારા કરવામાં આવ્‍યો હતો. તેમજ આ તકે મ્‍યુનિસીપલના ફાઈનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ તરફથી સુરતના પુર્વ ધારાસભ્‍ય પ્રફુલભાઈ પાનસુરીયા, તેમજ પ્રદેશ ભાજપ ચુંટણી સેલ ના કન્‍વીનર મહેશભાઈ કસવાલા, સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા, પૂર્વ કૃષિ મંત્રી વી.વી. વઘાસીયા, જિલ્‍લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, કમલેશ કાનાણી, કૌશિક વેકરીયા, ઉપપ્રમુખ મયુરભાઈ હીરપરા, જીતુભાઈ ડેર, રંજનબેન ડાભી, જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબાર, શરદભાઈ લાખાણી, અમરડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા તથા લાઠી તાલુકાના ભામાશા  સવજીભાઈ ધોળકીયા,  જિલ્‍લાનાં હોદેદારઓ અને તાલુકા,  શહેર ભાજપના હોદેદારઓ, કાર્યકતાઓ, સૌ કોઈ આગેવાનઓ,  સ્‍વૈછિક, સામાજીક અને ધાર્મિકસંસ્‍થાઓના આગેવાનઓ પણ આ કાર્યક્રમ દરમ્‍યાન ઉપસ્‍થિત રહયા હતા. જિલ્‍લા ભાજપની અખબાર યાદીમાં જણાવાયું છે.

સાવરકુંડલાનાં જીરા ગામનાં ડોબરીયા પરિવારનો ચલાલા નજીક અકસ્‍માત સાસુ-વહુનું ઘટનાસ્‍થળે જ મોત થયું

ચલાલા, તા.1
ધારી રોડ પર બાઈક અને ટ્રક વચ્‍ચેગમખ્‍વાર અકસ્‍માત થતાં બેના સારવાર દરમિયાન મોત થતાં સાવરકુંડલા ચલાલા પંથકમાં ગમગીની ફેલાઈ છે.
મળતી વિગત મુજબ સાવરકુંડલા તાલુકાના જીરા આમરણ ગામના ડોબરીયા પરિવારના વિમળાબેન ભગવાનજીભાઈ ડોબરીયા (ઉ.વ.પ0), ખોડીદાસ ભગવાનભાઈ ડોબરીયા (ઉ.વ.ર6) અને તેમના પત્‍નિ ગીતાબેન ખોડીદાસ ડોબરીયા (ઉ.વ.રપ) જીરાથી તેમના બાઈક પર ત્રિપલ સવારીમાં તેના સગાને ત્‍યાં જવા માટે નીકળ્‍યા હતા ત્‍યારે ચલાલાથી 1 કિ.મી. દૂર હોટલ વનવગડાની પાસે ધારી તરફથી આવતા ડમ્‍પર નં. જી.જે.3ડબલ્‍યુ. 9ર69ના ચાલકે સ્‍ટેરીંગ લોક થઈ જતાં ટ્રક પરનો કાબુ ગુમાવતા ચલાલા તરફથી આવતા અને ધારી તરફ જતાં બાઈક નં. જી.જે.11 એ.કયુ.ને ઠોકર મારી ખાડામાં પલટી મારી જતા બાઈક સવારને 108 દ્વારા પ્રથમ ચલાલા અને ત્‍યાર બાદ અમરેલી સારવાર માટે દાખલ કર્યા હતા. જયારે સારવાર દરમિયાન ગીતાબેન અને વિમળાબેનનું મોત થયું હતું. જયારે ખોડીદાસ સારવાર હેઠળ છે. તેમની સ્‍થિતિ પણ નાજુક ગણાઈ રહી છે. વધુમાં જેમનું મોત થયું તે ગીતાબેનના લગ્ન હજુ તા.1ર/3ના રોજ ખોડીદાસ સાથે થયેલ હતા. હજુ લગ્ન થયા પોણા બે માસ જેવો સમય થયો છે. તેમજ ગીતાબેન વિસાવદર પાસે નાકાલસરી ગામના હતા. ટ્રક ડ્રાઈવર અકસ્‍માત કરી નાસી ગયો છે. આ અકસ્‍માતમાં બેના મોત થતાં આપંથકમાં ગમગીની ફેલાઈ છે. અકસ્‍માત અંગે વધુ તપાસ ચલાલા પી.એસ.આઈ. બોરીસાગર અને હેડ કોન્‍સ્‍ટેબલ ભગીરથભાઈ ધાધલ, અરવિંદભાઈ ચૌધરી ચલાવી રહયા છે.

અવસાન નોંધ

અમરેલી : ચેતનભાઈ (લાલુ) મનસુખભાઈ પોરીયા (ઉ.વ. 36) તે મનસુખભાઈનાં પુત્ર, કેતનભાઈનાં ભાઈ તથા પ્રવિણભાઈ ચોટલીયા, પોપટભાઈ સોડીંગલા, અશોકભાઈ ગેડીયાનાં સાળાનું તા.1નાં રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.3/પ ગુરૂવારનાં રોજ તેમના નિવાસ સ્‍થાન માણેકપરા, શેરી નં.7 ભભમેલડી કૃપાભભ અમરેલી ખાતે રાખેલ છે.
અમરેલી : જેન્‍તીલાલ મગનલાલ સચદેવ (ગુરૂ)ના ધર્મપત્‍ની વિજયાબેન (ઉ.વ.70) તા.ર9/4ને રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. જેમનું ઉઠમણું તા.3/પને ગુરૂવારના રોજ સાંજે પઃ30 કલાકે સોની જ્ઞાતિની વાડી, કપોળ બોર્ડિંગ સામે, ગર્લ્‍સ સ્‍કૂલ રોડ, અમરેલી ખાતે રાખેલ છે.

રહેણાંક મકાનોમાં ચાલે છે પ્રાથમિક શાળાઓ

વાયબ્રન્‍ટ અને વિકસિત ગુજરાતની કડવી વાસ્‍તવિકતા
રહેણાંક મકાનોમાં ચાલે છે પ્રાથમિક શાળાઓ
રમતગમતનું મેદાન, સલામતી સહિતની અનેક સમસ્‍યાઓ જોવા મળી રહી છે
અમરેલી, તા. 1
એક તરફ રાજય સરકાર શિક્ષણની હાલત સુધારવાનો દાવો કરી રહી છે તો બીજી તરફ અમરેલી જિલ્‍લામાં સેંકડો પ્રાથમિક શાળાઓ નિયમ વિરૂઘ્‍ધ ધમધમતી હોવાનું જાણવા મળેલ છે.
શાળા ખોલવા માટે રાજય સરકારે અનેક નિયમો બનાવ્‍યા છે. જેમાં શાળામાં રમતગમતનું મેદાન, ફાયર સેફટી, પૂરતા હવા-ઉજાસ-લાયકાત ધરાવતાં શિક્ષકો સહિતની અનેક શરતો રાખવામાં આવી છે.
ગુજરાત રાજયમાં સતત ર3 વર્ષથી એકચક્રી શાસન ભોગવનાર રાજયની ભાજપ સરકારનાં શાસન ખાનગી પ્રાથમિક શાળાઓનાં સ્‍તર અને શિક્ષણની હાલત અમરેલીજીલ્‍લામાં કફોડી બની હોય તેવું લાગી રહૃાું છે. પ્રાઈવેટ સ્‍કૂલોને માન્‍યતા અગાઉ સરકાર ર્ેારા ખાનગી શાળાઓમાં સ્‍કૂલોની માન્‍યતામાં રમતગમતના મેદાનો પ્રાથમિક સુવિધાઓની ચકાસણી બાદ પ્રાઈવેટ સ્‍કૂલોને માન્‍યતા મળતી હોય છે. છતાં અમરેલી જીલ્‍લામાં ખાનગી સ્‍કૂલોમાં ફી તો તગડી લે છે પણ રમતગમતનાં મેદાનો વિના સ્‍કૂલો ધમધમતી હોવાનું બહાર આવ્‍યું છે.
શિક્ષણ ક્ષેત્રે નંબર-1 હોવાનું ગુજરાતની રાજય સરકાર બણગા ફૂંકે છે પણ વાસ્‍તવિકતા કંઈક અલગ જ જોવા મળે છે. અમરેલી જીલ્‍લાની ખાનગી પ્રાઈવેટ પ્રાથમિક શાળાઓ ચેક કર્યુ ત્‍યારે જોવા મળ્‍યું કે અમરેલી જીલ્‍લાની ર3ર પ્રાઈવેટ પ્રાથમિક શાળાઓમાં ઘણી શાળાઓમાં વિદ્યાર્થીને શિક્ષણની પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ તેનો સંપૂર્ણ અભાવ જોવા મળ્‍યો હતો અમરેલી જીલ્‍લાનાં 11 તાલુકા મથકો પર ર3ર પ્રાથમિક ખાનગી પ્રાઈવેટ પ્રાથમિક શાળાઓ ધમધમે છે જેમાં અમરેલીમાં 48,  બાબરામા રપ, બગસરામાં રર, ધારીમાં ર0, જાફરાબાદમાં 17, ખાંભામાં 07, કુંકાવાવમાં 13, લાઠીમાં 18, લીલીયામાં 04, રાજુલામાં રર પ્રાથમિક શાળાઓ સાવરકુંડલામાં 36 પ્રાથમિક શાળાઓ હાલમાં ચાલુ છે ત્‍યારે અમરેલી શહેરમાં જ ફીનું ધોરણ વધુ છે. પણ પ્રાથમિક મળવાપાત્ર સુવિધાઓના નામે મીંડું જોવા મળ્‍યું છે. શ્રી સોનાર નામનીપ્રાથમિક શાળા તો બંધ મકાનમાં ચલાવી રહી છે. ચિતલ રોડ પર આવેલી ફોરમ સ્‍કૂલ બિલ્‍ડીંગમાં ધમધમી રહી છે. સરદાર ચોક નજીક આવેલી જ્ઞાનદીપ સ્‍કૂલ ચાર માળ ખડકીને વિદ્યાર્થી બાળકોને રમત ગમતનાં મેદાન વગર અનેક સુવિધા વિના બેરોકટોક ચાલુ છે. તો બેસ્‍ટ ઈંગ્‍લીશ સ્‍કૂલ પણ આવીજ રીતે ધમધમી રહી છે. જયારે રેલ્‍વે ટ્રેકને અડીને આવેલી કે.બી. ઝાલાવડિયા સ્‍કૂલ પણ ચાર માળ ઉભા કરીને સીનીયર કે.જી.થી લઈને ધોરણ 1ર સુધી ચાલુ છે પણ આવી સ્‍કૂલોને રમત ગમતનું મેદાન ન હોવા છતાં        માન્‍યતા સરકારએ આપેલી છે તે      વાસ્‍તવિકતા છે.
અમરેલી જીલ્‍લામાં ર00 ઉપરાંતની ખાનગી સ્‍કૂલોમાં રમતગમતના મેદાનો નથી તો શિક્ષકો પણ ર હજારથી રપ00 વાળા શિક્ષણ આપે છે ત્‍યારે સરકાર પણઆવી સ્‍કૂલો પ્રત્‍યે સજાગ રહેવાને બદલે વહીવટ કરીનેમંજુરી આપી દેવાતી હોવાનો વાલીઓ આક્ષેપ કરી રહૃાા છે. સાથે અમરેલી જીલ્‍લાનાં વિદ્યાર્થીઓનુંભાવી અંધકારમય વાલીઓ જોઈ રહૃાા છે ત્‍યારે અમરેલી અમુક ખાનગી પ્રાઈવેટ શાળામાં એ.સી., લાઈબ્રેરી સ્‍કૂલની બહાર મસમોટું મેદાન સહિતની સવલતો પણ છે અન ેસ્‍કૂલ સંચાલકે ખાનગી પ્રાઈવેટ શાળાઓમાં સરકારશ્રીના નિયમ બહાર શાળાઓ ધમધમતી હોવાનો સ્‍વીકાર કર્યો હતો.
અમરેલી જીલ્‍લાની 11 તાલુકા મથકો પર આવેલી ર3ર પ્રાઈવેટખાનગી શાળાઓમાં તમામ પ્રકારની સુવિધા બાદ જ મંજુરી આપીહોવાના ગીત જીલ્‍લા શિક્ષણ તંત્ર ગાઈ રહૃાુંછે પણ રમશે ગુજરાત… જીતશે ગુજરાતના સરકારના દાવાઓ ફકત સ્‍લોગન માં જ સીમિત રહેતા હોયતેવું અમરેલી જીલ્‍લાનાં પ્રાઈવેટ શિક્ષણ ચલાવતા સંચાલકોની સ્‍કૂલોમાં જણાઈ છે. છતાં આવી ખાનગી શાળાઓ બેરોકટોક અમરેલી જીલ્‍લામાં ધમધમી રહીછે તે વાસ્‍તવિકતા          પણ છે.

ચક્રાવા ગામ નજીક વન્‍ય પ્રાણીઓ વચ્‍ચે માનવ વસવાટ

રાની પશુઓ હિંસક બને તે પહેલા વસવાટનું સ્‍થળાંતર કરો
ચક્રાવા ગામ નજીક વન્‍ય પ્રાણીઓ વચ્‍ચે માનવ વસવાટ
વન્‍ય પ્રાણીઓ પાણી માટે નજીકમાં આવતાં હોય હુમલો થવાની શકયતા
ખાંભા, તા. 1
તુલસીશ્‍યામ રેન્‍જ નીચે આવતા બોરાળા બીટનાં ચક્રાવા ગામ નજીક હનુમાનગાળા જવાના જુના રસ્‍તા ઉપર કોઈ પણ જાતનાં સુરક્ષાનાં સાધનો વગર ખુલ્‍લામાં તંબુઓમાં મજુરો વસવાટ કરી રહૃાા છે.
બોરાળા બીટમાં ગીચ જંગલમાં સિંહ -દીપડા સહીતના હિંસક પ્રાણીઓનો વસવાટ હોય ચાલુ સાલે ઓછા વરસાદનાં કારણે હિંસક પ્રાણીઓ પાણી પીવા અને શિકાર માટે ગામોમાં પ્રવેશ કરવાના તેમજ માનવીઓ ઉપર હુમલા કરવાના બનાવો દરરોજ બની રહૃાા છે ત્‍યારે કોઈ પણ જાતની સુરક્ષા વગર ખુલ્‍લા ટેન્‍ટમાં રહેતા મજુરોનારહેણાંક વિસ્‍તાર નજીક અનેક વાડીઓ આવેલી છે. તે વાડીઓમાં પાલતુ પશુઓ માટે પીવાના પાણીની કુંડીઓ આવેલી હોય જંગલમાં પાણીની અછતનાં કારણે હિંસક વન્‍યપ્રાણી આ કુંડીઓમાં રાત્રીના સમયે પાણી પીવા આવતા હોય તેવા સંજોગોમાં હિંસક પ્રાણી ર્ેારા આ મજુરો ઉપર હુમલાના બનાવો બનશે તો કારણ વગર સિંહ-દીપડાને પાંજરામાં પુરાઈને કારાવાસ ભોગવવાનો સમય આવે તે પહેલા ઉપરોકત મજુરોને ખદેડી મુકવા લાયન નેચર ફાઉન્‍ડેશન ર્ેારા માંગ કરવામાં આવી છે.

ભૂમાફીયાઓનાં વિરોધમાં શાળા અને પંચાયતને તાળાબંધી

આબાલ-વૃદ્ધ અને મહિલાઓ બળબળતા વાતાવરણમાં કરી રહૃાા છે આંદોલન
ભૂમાફીયાઓનાં વિરોધમાં શાળા અને પંચાયતને તાળાબંધી
ઉચ્‍ચ અધિકારીઓએ વાતાનુકુલિન કચેરીમાંથી થોડો સમય કાઢીને સમસ્‍યાનો હલ કરવો જોઈએ
રાજુલા, તા.1
રાજુલાનાં દરિયાકાંઠે આવેલ અતિ કિંમતી જમીન પર જી.એચ.સી.એલ. કંપની અને ખાનગી ભૂમાફીયાઓએ કબ્‍જો કર્યો હોય જેને મુકત કરાવવાની માંગ સાથે પીપાવાવધામ સહિતના ગામજનો છેલ્‍લા એક અઠવાડિયાથી આંદોલન કરી રહયા છે.
દરમિયાનમાં આજે ગામજનોએ પીપાવાવધામ ગામ પંચાયત અને શાળાને તાળાબંધી કરીને તંત્રની આંખ ઉઘાડવાનો પ્રયાશ કર્યો હતો. બળબળતા દિવસોમાં શ્રમજીવી પરિવારના બાળકો, મહિલાઓ અને વૃઘ્‍ધો આંદોલન કરી રહયા હોવા છતાં પણ જવાબદાર અધિકારીઓ અને રાજકીય આગેવાનો વાતાનુકુલિન કચેરીમાંથી ગામજનોની સમસ્‍યા સાંભળવા દોડી જતા નથી. આ બાબતથી આંદોલનકારીઓમાં નારાજગીનો માહોલ જોવા મળી રહયો છે.

પાટીદાર યુવા અગ્રણી હાર્દિક પટેલની સુરતમાં ઠેર-ઠેર બેઠકો

હાર્દિક પટેલ આંદોલનના ઓપી સેન્‍ટર સુરતમાં એક પછી એક મિટીંગો યોજી ઘડી રહયો છે રણનીતિ. પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે રાજદ્રોહ કેસ અંતર્ગત સુરત કોર્ટમાં હાજરી આપી હતી. આ ઉપરાંત ત્રણ દિવસ માટે સુરતમાં રોકાઈને ઠેર ઠેર મિટીંગો યોજી રહયો છે. સોમવારે મોટા વરાછા ખાતે ભાલવાવ નિવાસી એવા વિરાણી પરિવારની મુલાકાત બાદ વરાછાની અનેક સોસાયટીઓમાં જઈ જઈને પ00 જેટલા પરિવારોની સાથે હાર્દિક પટેલે મિટીંગો યોજી હતી. આ ઉપરાંત હાર્દિક પટેલ હાલમાં પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય આંદોલનકારીઓ સાથે પણ તેમના ઘરે જઈ મુલાકાત કરી રહયો છે. આ ઉપરાંત હાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું કે તેઓ ભાજપ વિરૂઘ્‍ધ રણનીતિ ઘડી રહયા છે અને તેના માટે તે ઠેર ઠેર મિટીંગો યોજશે. આ ઉપરાંત સરકારે રચેલા તપાસપંચને પણ તેણે લોલીપોપ સમાન ગણાવ્‍યું હતું. ર019ની ચૂંટણીમાં પાટીદારોને મનાવી વોટ મેળવવાનું ભાજપનું લોલીપોપહોવાનું કહયું હતું. આ ઉપરાંત કહયું હતું કે, હવે અનામત મેળવીને જ રહીશું. મને ખબર છે હવે સરકાર મને જેલમાં નાખશે પણ હું સમાજહિતનો મુદો છોડવાનો નથી. ઉલ્‍લેખનીય છે કે સુરતનો વરાછા વિસ્‍તાર પાટીદાર અનામત આંદોલનનો એપી સેન્‍ટર સમાન રહયો છે. જો કે ચૂંટણીમાં ભાજપની જીતના આશ્ચર્યજનક પરિણામો બાદ અહીંયા આંદોલન ધીમું પડી ગયું હતું. સુરતમાં આંદોલન શાંત પડે તે કોઈપણ કાળે હાર્દિક પટેલને પોષાય તેમ ના હોવાથી હવે તેણે વરાછા અને પાટીદારોના વિસ્‍તારોમાં બેઠકો કરી કરીને આંદોલનને ફરીથી ધમધમતું કરવાના પ્રયાસો આદર્યા છે.આ માટે આંદોલનમાં શાંત પડી ગયેલા જુના આંદોલનકારીઓની જોડે મુલાકાત કરીને ભાજપ સામે લડવાની રણનીતિ બનાવવાની શરૂ કરી છે. તેમજ સૌને સક્રિય કરવા માટે દોડધામ શરૂ કરી છે. પાટીદારોએ અનામત આપવાના મામલે સરકાર ઝુકવા માટે તૈયાર નથી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્‍યારે ભાજપ સાથે બદલો લેવા હાર્દિક પટેલે અનામત આંદોલનને તેજ કરીને પરિણામોમાં પાઠ ભણાવવાનું નકકી કરી લીધું હોય તેમ રણનીતિઓ ઘડી રહયો છે. વિધાનસભાની ચૂંટણીમાં રહી ગયેલી ચૂકને ભૂલી લોકસભાની ચૂંટણીમાં હવે કેવી રીતે ભાજપને હરાવી શકાય તે દિશામાં સક્રિયતાસાથે હાર્દિક પટેલઆગળ વધી રહયો છે.

અમરેલીમાં એડવોકેટે અને ધારીમાં બ્રહ્મસમાજે આવેદનપત્ર પાઠવ્‍યું

જામનગરનાં એડવોકેટની હત્‍યાનાં વિરોધમાં અમરેલી જિલ્‍લામાં રોષનો માહોલ ઉભો થયો
અમરેલી, તા.1
જામનગરના એડવોકેટ કિરીટભાઈ જોષીની ર દિવસ પહેલા કોઈ અજાણ્‍યા શખ્‍સોએ સરાજાહેર હત્‍યા કરી નાખતા તેના ઘેરા પ્રત્‍યાઘાતો એડવોકેટ સંગઠન અને બ્રહ્મસમાજમાં પડયા છે.
અમરેલીના એડવોકેટ મંડળે ગઈકાલે કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું. તો ધારીમાં પણએડવોકેટ મંડળ અને બ્રહ્મસમાજ યુવા સંગઠને રોષ વ્‍યકત કર્યો તો બાબરામાં પણ એડવોકેટ કોર્ટ કાર્યવાહીથી અલિપ્‍ત રહીને હત્‍યારાઓને તાત્‍કાલિક ઝડપી કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે.

અંતે અમરેલીનાં કામનાથ તળાવને ઉંડું ઉતારવાનું શરૂ

રાજય સરકાર ર્ેારા સુજલામ્‌ સુફલામ્‌ જળ અભિયાન અંતર્ગત
અંતે અમરેલીનાં કામનાથ તળાવને ઉંડું ઉતારવાનું શરૂ
કામનાથ જળાશયને ઉંડુ ઉતારવાથી શહેરની પીવાના પાણીની સમસ્‍યા મહ્‌દઅંશે દૂર થશે
અમરેલી, તા. 1
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત કૃષિ-ગ્રામવિકાસ મંત્રી અનેઅમરેલી જિલ્‍લા પ્રભારી મંત્રી આર.સી. ફળદુએ, અમરેલીના કામનાથ તળાવને ઉંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાવ્‍યો હતો.
જિલ્‍લા પ્રભારીમંત્રી આર.સી. ફળદુએ કહૃાું કે, ગુજરાત રાજય સ્‍થાપના દિવસ છે ત્‍યારે સમગ્ર ગુજરાતમાં આજે હરખનો ઉત્‍સવ છે. ધબકતુ-દોડતું અને સતત વિકસતું ગુજરાત એક પછી એક વિકાસકાર્યો હાથ ધરી રહૃાું છે. રાજય સરકારે જળસંચયના કાર્યો હાથ ધરી દુષ્‍કાળની સંભવિત સ્‍થિતિને પહોંચી વળવાનો ઉમદા પ્રયાસ કર્યો છે.
મંત્રી ફળદુએ કહૃાું કે, જળસંપત્તિ સચવાય રહે તે માટે સમયનો સદ્‌પયોગ કરીને જળસંચયના કાર્યોને સફળ બનાવવામાં સહયોગી થઈએ. તેમણે ધાર્મિક-સામાજિક સંસ્‍થા તેમજ વ્‍યકિતગત દાતાઓનાં સહારની નોંધ લઈ આભારની લાગણી વ્‍યકત કરી હતી. ભામાશાઓની કાર્યશૈલી ભાવિ પેઢી માટે અનુકરણીય-પ્રેરણાદાયી છે.
મંત્રી ફળદુએ કર્મયોગી બની જળસંચયના કાર્યોને પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. મંત્રી ફળદુ તથા મહાનુભાવોએ કામનાથ તળાવ ખાતે ખાતમુર્હુત વિધી કરી હતી.
ગુજરાત મ્‍યુનિસિપલ ફાયનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ કહૃાું કે, ગુજરાત રાજય સ્‍થાપના દિનની શુભકામનાઓ પાઠવી, અમરેલીનાં રતન અને ગુજરાત રાજયના પ્રથમ મુખ્‍યમંત્રી ડો. જીવરાજ મહેતા અને તેમની વહીવટી કુશળતાઓના સંસ્‍મરણો તાજા કર્યા હતા. તેમણેસુજલામ સુફલામ જળ અભિયાનની વિગતો જણાવી સમાજ પ્રત્‍યેનું ઋણ અદા કરવા અપીલ કરી હતી.
કામનાથ મહાદેવ-અમરેલી ખાતેના કાર્યક્રમમાં ગુજરાત રાજય કોળી-ઠાકોર વિકાસ નિગમનાં ભૂપતભાઈ ડાભી, સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામક ડોબરીયા, જિલ્‍લા આયોજન અધિકારી ટોપરાણી, પ્રાંત અધિકારી સતાણી, મામલતદાર જાદવ, અમરેલી નગરપાલિકા પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયા, પૂર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસીયા, સુરતના પૂર્વ ધારાસભ્‍ય પ્રફુલ્‍લભાઈ પાનસુરીયા, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, અગ્રણી જીતુભાઈ ડેર, કમલેશભાઈ કાનાણી, કૌશિક વેકરીયા, મયુરભાઈ હિરપરા, શરદભાઈ લાખાણી, અશ્‍વિનભાઈ સાવલીયા, શાબ્‍દિક સ્‍વાગત ચીફ ઓફિસર જગતસિંહ વસાવાએ તેમજ કાર્યક્રમનું સંચાલન પ્રકાશ જોષીએ કર્યુ હતું.

02-05-2018