Main Menu

Tuesday, May 1st, 2018

 

ઈન્‍ચાર્જ પોલીસ અધિક્ષકે 199 પોલીસકર્મીની બદલી કરી

અમરેલીનાં પોલીસ બેડામાં તૂફાન પછી આંધીનો માહોલ
એક જ અઠવાડિયામાં બીજી વખત બદલીનો ગંજીપો ચીપાતા અફડા-તફડીનો માહોલ
અમરેલી, તા.30
બીટકોઈન મામલા બાદ વધુ એક બદલીનો ઘાણવો નીકળ્‍યો છે. અમરેલી જિલ્‍લા પોલીસ બેડામાં 199 પોલીસ કર્મચારીની હેડ કવાર્ટરમાં બદલી થતાં ભારે ચર્ચા જાગી છે. સમગ્ર રાજયમાં બીટકોઈન મામલે ચકચાર મચી જવા પામી છે. ત્‍યારે અમરેલી એલસીબી પોલીસના કેટલાક કર્મીઓ, એલસીબી પીઆઈ અનંત પટેલ તથા જિલ્‍લા પોલીસ વડા જગદીશ પટેલનું આ ચકચારી કૌભાંડમાં નામ ખૂલવા પામતા આ કેસમાં બે પોલીસ કર્મી, પીઆઈ અનંત પટેલ અને એસપી જગદીશ પટેલની સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્‍યારે અમરેલી જિલ્‍લા પોલીસમાં હજુ પણ કેટલાક ભ્રષ્‍ટ કર્મીઓ હોવાનું ઉચ્‍ચ પોલીસ અધિકારીના ઘ્‍યાને એક અઠવાડિયામાં બીજીવાર બદલીનો ઘાણવો કાઢવામાં આવેલ છે. અગાઉ ર6 પોલીસ કર્મી કે જે એલસીબી અને એસઓજીમાં ફરજ બજાવતા હતા તેમની બદલી કર્યા બાદ ગઈકાલે સાંજે આઈજીની સુચનાથી ઈન્‍ચાર્જ એસપી દેસાઈએ વધુ 10ર પોલીસ કર્મીની બદલી કરી નાખી અને તમામની પોલીસ હેડ કવાર્ટર ખાતે મુકવામાં આવ્‍યા છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ અમરેલી જિલ્‍લામાંપોલીસની આબના ધજાગરા થયા બાદ રેન્‍જ આઈજી વિશ્‍વકર્મા તથા ઈન્‍ચાર્જ એસપી દેસાઈએ અમરેલી જિલ્‍લાના પોલીસ બેડામાં સાફસૂફી કરવા માટે ઘનિષ્ઠ કામગીરીનો પ્રારંભ કર્યો છે. ત્‍યારે અમરેલી જિલ્‍લાના પોલીસના કેટલાક કર્મીઓ ભ્રષ્‍ટ હોય અને આવક કરતા વધુ મિલકત ધરાવતા હોય ચોંકાવનારી હકીકત પોલીસના ઉચ્‍ચ અધિકારીને મળતા જિલ્‍લામાં સાફસૂફી જરૂરી બનતા આખરે 199 પોલીસ કર્મીને પોલીસ હેડ કવાર્ટરમાં મુકવાનો હુકમ કર્યો છે.
અમરેલી જિલ્‍લા પોલીસ વડા બી.એસ. દેસાઈ દ્વારા કરવામાં આવેલા હુકમમાં ર8 એલસીબી પોલીસ મુખ્‍ય મથક હેડકવાર્ટરમાં બદલી કરી છે. જયારે 44 કોન્‍સ્‍ટેબલ તથા 1પ એએસઆઈની બદલી કરી તમામને હેડ કવાર્ટરમાં મુકયા છે. આમ એક જ અઠવાડિયામાં પોલીસ બેડામાં બે વખત બદલીના ઓર્ડર કરવામાં આવતા જિલ્‍લા પોલીસ વિભાગમાં હજુ કંઈક રંધાઈ રહયાનું પોલીસ બેડામાં ચર્ચાઈ છે.

બાઢડાની પરિણીતાનું પ્રસૃતિ કરાયા બાદ આંચકીથી મોત

અમરેલી, તા. 30
સાવરકુંડલા તાલુકાનાં બાઢડા ગામે રહેતાં રેખાબેન મુકેશભાઈ નગવાડીયા નામની 36 વર્ષિય પરિણીતાને ગઈકાલે પ્રસુતીની પીડા શરૂ થતાં તેણીને સાવરકુંડલા ગામે આવેલ કે.કે. મહેતા હોસ્‍પીટલ ખાતે ખસેડવામાં આવેલ જયા તેણીનું સીઝેરીયન ર્ેારા ડીલેવરી થયા બાદ અચાનક તેણીને આંચકીઓ આવતાંતેણીનું મોત થયાનું સાવરકુંડલા ટાઉન પોલીસમાં જાહેર થવા પામેલ છે.

અમરેલી-સાવરકુંડલા માર્ગ પર બાઈક સવાર યુવકનું મોત થયું

ભોજલરામ જયંતિની ઉજવણીમાંથી પરત ફરતા હતા અને
અમરેલી-સાવરકુંડલા માર્ગ પર બાઈક સવાર યુવકનું મોત થયું
સાવરકુંડલા, તા. 30
સાવરકુંડલાના ચરખડીયા નજીક અમરેલીનાં ફતેપુરથી ભોજલરામ જયંતિના કાર્યક્રમમાંથી પરત સાવરકુંડલાના મંથન કરશનભાઈ બુહા (ઉ.વ.ર0) રે.વજલપરા અને ચલાલાના સરંભડાનાં આશિષ હરિભાઈ બાજરીયા (ઉ.વ.16) મોટર સાયકલ પર આવી રહયા હતા. ત્‍યારે ચરખડીયા નજીક પહોંચતા એકાએક ગાય આડી ઉતરતા મોટર સાયકલ પલ્‍ટી જતા ચાલક મંથન બુહાને માથામાં ગંભીર ઈજા થતા સ્‍થળ પરજ કરૂણ મોતને ભેટયો હતો. જયારે સાથેના આશિષ બાજરીયાને ઈજા થતા તેને 108 મારફત સાવરકુંડલા સરકારી હોસ્‍પિટલે ખસેડેલહતા.

અમરેલી જિલ્‍લામાં સગીરાઓ બની અસલામત

અમરેલી જિલ્‍લામાં સગીરાઓ બની અસલામત
તાંતણીયા અને નીલવડાની સગીરાનું અપહરણ કરાતાં નોંધાઈ પોલીસ ફરિયાદ
અમરેલી, તા.30
જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામના વતની અને હાલ સુરત રહેતા અને હીરા ઘસવાનું કામ કરતી એક મહિલાની સગીર વયની પુત્રીને ગત તા.19/4ના રાત્રીના સમયે ખાંભા તાલુકાના તાંણીયા ગામેથી પીપળવા ગામે રહેતો રવિ હકાભાઈ સરવૈયા તથા ખીસરી દુધાળા ગામે રહેતા હિતેશ લાખાભાઈ ગોહિલ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ ખાંભા પોલીસમાં નોંધાવી છે.
જયારે બીજા બનાવમાં બાબરા તાલુકાના નીલવડા ગામે રહેતી એક સગીરાને ગઢડા તાલુકાના રામપરા ગામે રહેતા સંજય બાબુભાઈ મેણીયા તથા વનરાજ બાબુભાઈ મેણીયા ગત તા.ર8/3ના રોજ તેમના ઘરમાં પ્રવેશ કરી સગીરાના માતા-પિતાને ઢીકા પાટુનો માર મારી બળજબરી અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાતા બાબરા સી.પી.આઈ. વી.આર. ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલી જિલ્‍લાનું મહાકાય રેશનિંગ કૌભાંડ ભીનું સંકેલાયું ?

આરટીઆઈ એકટીવીસ્‍ટ સુખડીયાનો ચોંકાવનારો આક્ષેપ
અમરેલી જિલ્‍લાનું મહાકાય રેશનિંગ કૌભાંડ ભીનું સંકેલાયું ?
રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને ધગધગતો પત્ર પાઠવાતાં નવા-જુનીનાં એંધાણ
અમરેલી, તા. 30
અમરેલીનાં આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ રાજયનાં મુખ્‍યમંત્રીને પત્ર પાઠવીને જિલ્‍લાનાં મહાકાય રેશનિંગ કૌભાંડની તટસ્‍થ તપાસ કરવાની માંગ કરી છે.
પત્રમાં જણાવેલ છે કે, રાજય સરકારના અન્‍ન અને નાગરીક પુરવઠો ગરીબ અને મઘ્‍યમવર્ગના લોકોને મળે તેવા શુભ હેતુથી ઘઉં, ચોખા, ખાંડ, કેરોસી વિગેરે ખાઘ્‍યાનની ચીજ-વસ્‍તુ આપવામાં આવે છે. અને તે આંગળીના ફીગર મેચ કરી આપવામાં આવતું. પરંતુ સરકારનાં પુરવઠા વિભાગમાં બેઠેલા અમુક અધિકારીઓ અને રેશનિંગની દુકાનધારકોની મીલીભગતથી અમરેલી જીલ્‍લામાં અસંખ્‍ય બોગસ કાર્ડ તેમજ મૃતક અને સુખી સંપન્‍ન લોકોને સરકારની એનએફએસએયોજનામાં સામેલ કરી કરોડોનો માલ બારોબાર સગેવગે કરી આ બધાના મેળાપીપણાથી રાજય સરકારની આ યોજનાને સાકાર થવા દીધેલ નથી.
વધુમાં જણાવેલ છે કે, અમરેલી જીલ્‍લાની 30થી વધુ દુકાનદારોમાં 300 જેટલા લોકોના રેશનિંગ ઉપડી ગયાના પુરાવા રજુ કરેલ જે બાબતે આપના તપાસનાં આદેશથી જેઓ સમગ્ર કૌભાંડમાં સામેલ પુરવઠા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓએ તપાસને રફેદફે કરી રાશન કૌભાંડને ઢાંકી દેવા માત્ર 10 રેશનિંગ દુકાનદારો સામે અમોએ મોકલેલ નામોની માત્ર તપાસ કરી પોલીસમો ફરિયાદ આપેલ અને પોલીસ વિભાગ કે જેઓ ગુજરાતના પોલીસની આબરૂને લાંછન લાગે તેવા બીટકોઈન કૌભાંડના આરોપી તેવા અમરેલી જીલ્‍લા પોલીસ વડા તેવા જગદીશ પટેલનાં આદેશથી તપાસ થયેલ. જેમાં પણ તપાસની ડીવાયએસપી મોણપરા અને વર્ષોથી ડીવાયએસપી કચેરીમાં ચીટકી રહેલ રાઈટર મળી આ લોકોને તમામ 10 ફરિયાદના આરોપીઓને આગોતરા જામીન મળી જાય તેવી ગોઠવણ કરી રેશનિંગ કૌભાંડની તપાસમાં પણ કૌભાંડ આચર્યુ જણાય છે. કારણ કે સુરતમાં આ બાબતની થયેલ ફરિયાદોમાં એકપણ આરોપીને જામીન મળેલ નથી. તો અમરેલી પોલીસે કરેલ તપાસ શંકા ઉપજાવનારી છે તેની પણ તપાસ થવી જરૂરી છે.
વધુમાં જણાવેલ છે કે, રાજયસરકારને કરોડોની સબસીડી આ કૌભાંડ ખુલતા બચત થઈ છે. અને આ બાબત ઉચ્‍ચ કક્ષાએ તપાવી થવી અત્‍યંત જરૂરી છે. અમરેલી જીલ્‍લામાં હજુ પણ હજારો બોગસ બીપીએલ, એએવાય અને એનએફએસએ ના ખોટા લાભાર્થી આ બધાના મેળાપીપણાથી સરકારનો રાશનનો જથ્‍થો કાળા બજારમાં જાય છે. જેમ કે દોઢેક મહિના પહેલા ખાંભા તાલુકામાંથી 470 કટા ઘઉંનો ટ્રક સામાજીક લોકોએ પકડેલ જેનું હાલ સુધી કોઈ અસરકારક તપાસ કરવામાં આવેલ નથી અને સરકારને પણ આંખમાં ધુળ જોકી સમગ્ર પ્રકરણ ભીનું સંકેલનવાના પ્રયાસમાં છે. અગાઉ અમરેલી તાલુકાના લાલાવદર, ચકકરગઢ,  દેવળીયા, ચીતલ, જસવંતગઢ-1 અને ર તેમજ વડેરા, રીકડીયા, ખાંભા તાલુકાનું વાંકીયા અને સાવરકુંડલા શહેરમાં વિગેરે અનેક દુકાનોના નામજોગ ઈમેઈલ કરેલ પણ આમાના એકપણ દુકાનદારો સામે કામગીરી કરેલ નથી. અને અમરેલી શહેરની રેશનિંગમાં પણ યોગ્‍ય તપાસ કરેલ નથી. આમાની ઘણી દુકાનો અગાઉ પણ ગેરરીતિમાં પકડાયેલી તેમાં માત્ર ત્રણ મહિના લાઈસન્‍સ સસ્‍પેન્‍ડ કરી સરકારમાં કાર્યવાહી બતાવી કૌભાંડીઓને છાવરવાની કામગીરી થયેલ છે. આ તમામ સત્‍ય હકીકત યોગ્‍ય સારા અને ઉચ્‍ચ કક્ષાના નિષ્ઠાવાન અધિકારીને આ પ્રકરણની તપાસ સોંપવામાં આવે તો રાજય સરકારને નુકશાન પહોંચાડનાર તમામની સત્‍ય હકીકતબહાર આવે તેમ છે. અને બોગસ બીપીએલ, એએવાય કાર્ડ ઈસ્‍યુ કરનાર આ પુરવઠા વિભાગમાંથી લાખોનો પગાર મેળવનાર સામેલની હકીકત બહાર આવશે.
વધુમાં જણાવેલ છે કે, તમામ મુદાને ઘ્‍યાને લઈ તપાસ કરી કરાવી તમામ સામે ફોજદારી કાર્યવાહી થવા અને સરકારને થયેલ નુકશાનની વસુલાત કરી તમામની બેનામી મીલકતો કબજે લઈ ભ્રષ્‍ટાચારીઓને દાખલ બેસાડવા તેમજ આ કામની તપાસનાં કામે જયાં જરૂર જણાશે અને બોલાવવામાં આવશે ત્‍યારે મદદરૂપ થઈશ અને નાગરીક તરીકેની ફરજ અદા કરીશું તેમ અંતમાં જણાવેલ છે.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની રીતિ-નીતિ ઉપર આકરા પ્રહારો કરતા ધારાસભ્‍ય ઠુંમર

અમરેલી, તા.30
એ.આઈ.સી.સી. દ્વારા દિલ્‍હી ખાતે રામલીલી મેદાનમાં આયોજીત જનાઅક્રોશ રેલીમાં ભાગ લઈ અમરેલી પરત ફરેલા ગુજરાત પ્રદેશ કિશાન – ખેત મજદુર કોંગ્રેસનાં પ્રમુખ ,પુર્વ સાંસદ અને લાઠીનાં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની રીતિ-નીતિ ઉપર આકરા પ્રહારો કરતા આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી તેનાં ચાર વર્ષનાં શાસન દરમિયાન ઘરઆંગણા (દેશ)ની અનેક સમસ્‍યાઓ પૈકીની એકપણ સમસ્‍યાનો સુખદ ઉકેલ લાવી શક્‍યા નથી. ઉલ્‍ટાનું તેનાં શાસનમાં સમસ્‍યાઓમાં વધારો થયો છે. તેમાં શંકાને લગીરેય સ્‍થાન નથી. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ કાશ્‍મીરસમસ્‍યાનો દ્રિપક્ષીય શાંતિ મંત્રણા (વાતચીત) દ્વારા ઉકેલ લાવવાના બદલે કાશ્‍મીર સમસ્‍યાને કોમવાદી રંગે રંગીને એટલી હદે ગુંચવી નાંખી છે કે નજીકનાં ભવિષ્‍યમાં અથવા તો મોદીજીનાં શાસનમાં કાશ્‍મીર સમસ્‍યાનો ઉકેલ આવશે તેવી કોઈ શક્‍યતાઓ દેખાતી નથી. ત્‍યારે મને કહેવાનું મન થાય છે કે ઘરઆંગણા (દેશ)ની સમસ્‍યાઓ સમજવામાં અને તેને હલ કરવામાં સંપુર્ણ પણે નિષ્‍ફળ નિવડેલા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી કોઈપણ જાતનાં કામકાજ (એજન્‍ડા) વિના ચીનનાં પ્રવાસે જઈ, ચીનનાં પ્રમુખ શી જિનપિંગ સાથેની અનૌપચારીક વાતચીતમાં પોતે જાતે વિશ્વનાં મહાન નેતા હોય તેમ પોતે વિશ્વની 40 ટકા વસ્‍તીની સમસ્‍યા ઉકેલવાની વાતો કરે છે. ત્‍યારે દેશ ને દુનિયાનાં જાણકાર લોકોને હસવું આવે છે. પોતાની ઘરઆંગણા (દેશ)ની સમસ્‍યાઓનો ઉકેલ લાવી ન શકનાર વ્‍યકિત કયાં મોંઢે વિશ્વની 40 ટકા વસ્‍તીની  સમસ્‍યા ઉકેલવાની હાસ્‍યાસ્‍પદ વાતો કરે છે.
ઠુંમરે વધુમાં જણાવ્‍યું હતું કે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની ચીનનાં પ્રમુખ શી જિનપિંગ સાથેની અનૌપચારીક વાતચીતમાં વિશ્વમાં શાંતિ અને સ્‍થિરતાની વાતો કરે છે અને ઘરઆંગણે કોમ-કોમ વચ્‍ચે ધિકકાર – ધ્રુણા અને નફરત ફેલાવી હિંસા દ્વારા ક્રિશ્ચયન અને મુસ્‍લિમ લઘુમતીઓને ડરાવવા- ધમકાવાની રાજનીતિ કરે છે તે બંધ થવી જોઈએ અને તો જ દુનિયાનાંકોઈપણ ખુણે જઈને વિશ્વમાં શાંતિ અને સ્‍થિરતાની વાતો કરવી યોગ્‍ય દેખાશે નહીં તો કુંડુ કાથરોટને હસે છે એવો ઘાટ ઘડાશે.
ઠુંમરે વધુમાં જણાવ્‍યું કે, ચીનનાં પ્રમુખ શી જિનપિંગ સાથે કોઈપણ પ્રકારની ફળશ્રુતિ વગરની વાતચીતમાં આતંકી અઝહર મસૂદથી માંડીને, જેનાં ઉપર દેશ અને દુનિયાનાં લોકોની નજર મંડાયેલી હતી તે વન બેલ્‍ટ, વન રોડ પ્રોજેકટ અને દોકલામ સહિતનાં મહત્‍વનાં મુદ્‌ાઓ ઉઠાવવાને બદલે એક હરફ પણ નહીં ઉચ્‍ચારી સંપુર્ણ મૌન સેવ્‍યું તે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની સૌથી મોટી નિષ્‍ફળતા દર્શાવે છે.
ઠુંમરે અંતમાં જણાવ્‍યું કે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનાં કાર્યકાળને હજુ એક વર્ષ બાકી છે ત્‍યારે હું તેમને આ નિવેદનના માઘ્‍યમ દ્વારા જણાવવા માંગુ છુ કે વિશ્વની સમસ્‍યાઓ ઉકેલવા માટે વિશ્વની જે છ મહાસત્તાઓ છે તે રાત – દિવસ સતત ચિંતન અને મનન સાથે અથાક પ્રયત્‍નો કરે છે પરંતુ તમે દેશની 1રપ કરોડ જનતાને મોટા મોટા સપનાઓ દેખાડીને સત્તામાં આવ્‍યા પછી એકેય સપનું સાકાર કરી બતાવ્‍યું નથી એટલું જ નહી આપનાં શાસનમાં દેશમાં બેરોજગારીની સમસ્‍યા એટલી બધી વકરી ચુકી છે કે રોજગારથી વંચિત દેશનાં કરોડો યુવાનોનાં મનમાં એક પ્રકારની ચિંતા ઘર કરી રહી છે. તેમનાં ચેહરા ઉપર નિરાશા છવાયેલી છે. તેનો ઉકેલ લાવવાની સક્ષમતાપુરવાર કરવા હજુ આપની પાસે એક વર્ષનો સમય બચ્‍યો છે. મહિલાઓ અને દલિતો તથા  લઘુમતીઓ ઉપર થતાં અત્‍યાચારોમાં વધારો થયો છે તેની સામે સખ્‍ત હાથે કામ લેવાની જરૂર છે, ખેડુતોની સ્‍થિતિ અંત્‍યંત દયનીય બની છે ત્‍યારે ઉદ્યોગજગતનાં મુઠ્ઠીભર માધાંતાઓની લોનો માફ કરવાના બદલે જગતના તાત સમાન ખેડુતોના દેવા નાબુદ કરવાની જરૂર છે. ભાજપનાં ધારાસભ્‍યો સતાનાં નશામાં બેફામ બનીને મહિલાઓની છેડતી કરે છે તેમને પક્ષીય રાજકારણથી પર રહીને જેલનાં સળીયા પાછળ ધકેલવાનો સમય પાકી ગયો છે, મોંઘવારીએ માઝા મુકી છે, પેટ્રોલ-ડીઝલનાં ભાવો આસમાનને આંબી રહયા છે, દરેક વર્ગોમાં માનસિક તનાવ વઘ્‍યો છે. ત્‍યારે ઘરઆંગણા (દેશ)ની સમસ્‍યાઓ ઉપર ઘ્‍યાન આપવાના બદલે વૈશ્વિક સમસ્‍યાઓ ઉકેલવાની હાસ્‍યાસ્‍પદ વાતો કરી લોકોનું ઘ્‍યાન બીજે દોરવાનાં પ્રયાસો કરે છે. પણ દેશ અને દુનિયાના લોકો આપને ઓળખી ચુકયા છે એટલે હવે કોઈને ઝાઝો સમય મુર્ખ બનાવી શકાય તેમ નથી તે વડાપ્રધાને સમજી લેવાની જરૂર છે.

ક્રાઈમ બ્રાન્‍ચનાં 7 પોલીસકર્મીની ગમે તે ઘડીએ થઈ શકે છે ધરપકડ

સીઆઈડી ક્રાઈમની જુદી-જુદી ટીમ દ્વારા શોધખોળ શરૂ થતાં
ક્રાઈમ બ્રાન્‍ચનાં 7 પોલીસકર્મીની ગમે તે ઘડીએ થઈ શકે છે ધરપકડ
નાશતા-ફરતાં પોલીસકર્મીઓ ઝડપાયા બાદ અનેક સ્‍ફોટક વિગતો બહાર આવવાની શકયતાઓ
અમરેલી, તા. 30
અમરેલી ક્રાઈમ બ્રાન્‍ચનાં 7 પોલીસકર્મીઓ ઘણા દિવસોથી નાશતા-ફરતા હોય સીઆઈડી ક્રાઈમ ઘ્‍વારા હવે તમામ પોલીસકર્મીને જેલભેગા કરવા માટેની કવાયત તેજ બનાવતાં ગમે તે ઘડીએ 7 પોલીસકર્મીઓ સીઆઈડી ક્રાઈમનાં હાથે ઝડપાઈ જવાની શકયતાઓ જોવા મળી રહી છે.
સમગ્ર રાજયમાં ચકચારી બનેલ બીટકોઈન પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્‍ચે ર0 દિવસ પહેલા અમરેલી ક્રાઈમ બ્રાન્‍ચનાં પીઆઈ અનંત પટેલ અને 9 પોલીસકર્મીઓ તેમજ સુરતનાં એડવોકેટ કેતન પટેલની વિરૂઘ્‍ધ ગંભીર કલમો સાથે ગુન્‍હો નોંધીને ર પોલીસકર્મી, પીઆઈ અને સુરતનાં એડવોકેટની ધરપકડ કરી છે. તેમજ અમરેલીનાં એસપી જગદીશ પટેલની પણ ધરપકડ કરી લીધી છે.
અગાઉ ઝડપાયેલ ર પોલલીસકર્મી હાલ જામીન પર મુકત છે. તો એડવોકેટની જામીન અરજી નામંજુર કરવામાં આવેલ છે. હાલ પીઆઈ અને એસપી રિમાન્‍ડ પર છે અને સંભવતઃ કાલે બંનેને કોર્ટમાં રજુ કરવામાં આવશે.
બીજી તરફ 7 પોલીસકર્મીઓ ઘણા દિવસોથી નાશતા-ફરતાં હોય હવે સીઆઈડી ક્રાઈમેતમામ 7 પોલીસકર્મીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હોય આગામી કલાકોમાં જ નાશતા-ફરતા તમામ આરોપીઓની ધરપકડ થવાનાં એંધાણ જોવા મળી રહૃાા છે.

પ્રેમપરા વિસ્‍તારમાં જાહેરમાં જુગાર રમતાં 1 મહિલા સહિત 3 ઝડપાયા

પોલીસે રોકડ રકમ રૂા. 17,300ની મત્તા પણ કબ્‍જે લીધી
અમરેલી, તા.30
ધારી ગામે પ્રેમપરા વિસ્‍તારમાં ગત તા.ર8ના રોજ સાંજે ધનજી ઉકાભાઈ કણસાગરા, અલ્‍પેશ હસમુખભાઈ દેસાઈ તથા કંચનબેન જયેશભાઈ પાટડીયાને પોલીસે જાહેરમાં જુગાર રમતાં રોકડ રકમ રૂા. 17,300ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભટ્ટવદર ગામે અમરેલીનાં યુવકને 3 ઈસમોએ લાકડી વડે માર માર્યો

અમરેલી, તા. 30
અમરેલીનાં ચક્કરગઢ રોડ ઉપર રહેતાં સંજયભાઈ ભીખાભાઈ પરવાડીયાને ગત તા.ર4નાં રોજ તેમણે કરેલ અરજી બાબતે સમાધાન કરવા માટે લાઠીનાં ભટ્ટવદર ગામે રહેતાં ભીમાભાઈ ધનજીભાઈ ગોળકીયાએ બોલાવેલ. જેથી આ સંજયભાઈ ભટ્ટવદર ગામે જતાં ત્‍યાં ભીમાભાઈ, તેમના પત્‍નિ દેવકુંવરબેન ભીમાભાઈ તથા ભાલવાવ ગામે રહેતાં હરજી લાલજીભાઈ વિરાણીએ ફરિયાદ કેમ કરેલ છે તેમ કહી લાકડી વડે માર મારી લાફાવાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ દામનગર પોલીસમાં નોંધાઈ છે.

અમરેલી નજીક તૂફાનકાર રોકાવી ચાલકને માર મારી કાચ ફોડી નાખ્‍યા

અમરેલી, તા.30
સાવરકુંડલા ગામે રહેતા અને ડ્રાઈવીંગનો વ્‍યવસાય કરતા હર્ષદભાઈ જયંતીભાઈ વાઘ નામના ર6 વર્ષીય યુવકને ગત તા.ર8ના રોજ બપોરે 1 વાગ્‍યાના સમયે અમરેલી નજીક ફતેપુરના પાટીયા પાસેથી પોતાના હવાલાવાળી તૂફાન કાર લઈને જતો હતો ત્‍યારે અમરેલીમાં રહેતા યુસુફભાઈ વોરા નામના ઈસમે કાર રોકાવી કારના કાચ તોડી નાખી લાકડાના ધોકા વડે ચાલકને માર મારી અગાઉની ફરિયાદમાં સમાધાન કરી નાખજે નહીં તો ટાંટીયા ભાંગી નાખીશ તેમ કહી જ્ઞાતિ અંગે હડધૂત કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાવતા વિભાગીય પોલીસ વડાએ વધુ તપાસ હાથ ધરી છે.

તુલસીશ્‍યામ રેન્‍જમાં ચીખલ-ડેમમાં થતી માચ્‍છીમારી વન વિભાગે ઝડપી લીધી

બાતમીનાં આધારે વન વિભાગની ચકાસણી દરમિયાન
તુલસીશ્‍યામ રેન્‍જમાં ચીખલ-ડેમમાં થતી માચ્‍છીમારી વન વિભાગે ઝડપી લીધી
આરોપી અને વન વિભાગ વચ્‍ચે આક્ષેપ બાજી શરૂ
અમરેલી, તા. 30
ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જનાં ચીખલ ડેમમાં ગત રાત્રીના બાતમીન આધારે ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જના આર.એફ.ઓ. તેમજ સ્‍ટાફ દ્વારા રાત્રીના 11 કલાકે ચીખલ ગામ (સેટલમેન્‍ટ ગામ) પાસે માચ્‍છીમારી કરી આવતા ત્રણ માચ્‍છીમારોને અટકાયત કરી પુછપરછ કરતા તેમની પાસે થી 1ર મણ મચ્‍છી મળી આવી હતી. બાદમાં વન વિભાગ અને માચ્‍છીમારો વચ્‍ચે બોલા-ચાલીથતા માથાકુટ થતા વન વિભાગ દ્વારા સાજીદ ભીખા સમાની અટકાયત કરી ધરપકડ કરી હતી. ત્‍યારે અન્‍ય આરોપી નાસી છુટયા હતા. બાદમાં વન વિભાગ દ્વારા પકડાયેલ આરોપી પાસેથી રપ00 દંડ વસુલ કરેલ હતો. ત્‍યારે આરોપીને ગંભીર રીતે ઢોર માર મારવામાં આવ્‍યો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળેલ હતું. ત્‍યારે વન વિભાગ દ્વારા આરોપી ન માર્યુ હોવાનું ડોકટરી સર્ટી ખાંભા હોસ્‍પિટલમાં લીધું હોય અને વન વિભાગે પોતાનો લુલો બચાવ કર્યો હોવાનું જાણવા મળેલ હતું. જયારે આરોપીને ગંભીર ઈજા થતા વધુ સારવાર અર્થે અન્‍ય હોસ્‍પિટલ ખસેડાયો હોવાનું જાણવા મળેલ હતું.
ખાંભા તુલસી શ્‍યામ રેન્‍જના આર.એ.ફો. પરિમલ પટેલે જણાવ્‍યું હતું કે ગત રાત્રીના બાતમીના આધારે ચીખલ ગામ પાસે માચ્‍છીમારી કરી આવતા ત્રણ આરોપીની અટકાયત કરી હતી. 1ર મણ મચ્‍છી મળી હતી અને આરોપીએ અમારા પર હુમલો કરતા અમે એક આરોપીની ધરપકડ કરી હતી. અને અન્‍ય બે આરોપી નાસી છુટયા હતા. મને અને અમારા સ્‍ટાફને કોઈ ઈજા થયેલ ન હતી. અને અમે આરોપીને કોઈ જાતની મારા મારી કરેલ ન હતી.
વડલી ગામના જુમાભાઈ સંધી આ જણાવ્‍યું હતું કે વન વિભાગ અને તેમના સ્‍ટાફ દ્વારા મારા ભાઈ સાજીદ સમાને ચીખલ ગામ પાસે બે ફામ રીતે માર મારવામાં આવ્‍યો હતો. અને બાદમાં રેન્‍જ ઓફિસ જઈનેસ્‍ટાફ દ્વારા ઢોર માર મારવામાં આવ્‍યો હતો. અને જંગલ ખાતાના સ્‍ટાફ દ્વારા મારા ભાઈને ધાક-ધમકી આપી અને તેમને નથી માર્યો અને કોઈ ઈજા નથી થઈ તેવું ડોકટરી સર્ટી ખાંભા હોસ્‍પિટલ લઈ જઈને વન વિભાગ દ્વારા કાઢયું છે.

અમરેલીની તમામ ટ્રેન જૂના સમય પત્રક મુજબ ચલાવો

માનવરહીત ફાટકને લઈને સમયમાં થયો છે ફેરફાર
અમરેલીની તમામ ટ્રેન જૂના સમય પત્રક મુજબ ચલાવો
અમરેલી, તા.30
માનવ રહીત ફાટકો ઉપર થતા અકસ્‍માતોને લીધે વેસ્‍ટર્ન રેલ્‍વે તરફથી  જુનાગઢ- અમરેલી, વેરાવળ-દેલવાડા, વેરાવળ – અમરેલી, દેલવાડા- જુનાગઢ, જુનાગઢ-દેલવાડા અને અમરેલી- વેરાવળ ટ્રેનોના સમયમાં ફેરફાર કરેલ હોવાને લીધે અમરેલી થી જુનાગઢ અને વેરાવળ જતા મુસાફરો અને અપડાઉન કરતા ધંધાર્થીઓને વિસાવદર ખાતેથી મળતીફીકવન્‍સી બંધ થઈ જશે. આ બાબતે સાંસદ નારણભાઈ કાછડીયા સમક્ષ રજૂઆત થતા સાંસદે તુરંત જ રેલ્‍વે મંત્રી પિયુષ ગોયલ, જનરલ મેનેજર, વેસ્‍ટર્ન રેલ્‍વે, મુંબઈ અને ડી.આર.એમ. વેસ્‍ટર્ન રેલ્‍વે, ભાવનગર પરા સાથે વાત કરી ઉપરોકત ટ્રેનોને નીચે મુજબના જુના સમયપત્રક મુજબ ચાલુ રાખવા રજૂઆત કરેલ છે.

સાવરકુંડલા ખાતે સંતશ્રી ભોજલરામ બાપાનાં ર33માં જન્‍મજયંતિ મહોત્‍સવ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી

સાવરકુંડલા ખાતે સમસ્‍ત પટેલ સમાજ દ્વારા પરમ વંદનીય પૂજય સંતશ્રી ભોજલરામ બાપાનો ર33મો જન્‍મજયંતિ મહોત્‍સવ નિમિતે મુખ્‍ય માર્ગો પર ભોજલરામ બાપાના રથ સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. તથા રાત્રીના 10 કલાકે ભવ્‍ય સંતવાણી, લોકડાયરો યોજાયો હતો.


વાવડા અને નવાણિયા ગામમાં રૂપિયા એક કરોડનાં ખર્ચે સુવિધાપથ રોડનું ખાતમુર્હુત કરતા ધારાસભ્‍ય ઠુંમર

લાઠી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર ચૂંટાઈને આવતા આ વિસ્‍તારમાં વિકાસનાં કામો એ વેગ પકડયો છે. બાબરા લાઠી વિસ્‍તારોનાં ગામડાઓમાં લોકોને માળખાકીય સુવિધાઓ ઉપલબ્‍ધ થાય તેમજ દરેક ગામમાં પ્રાથમિક સુવિધા જેવી કે રોડ, રસ્‍તા, પુલ, નાળા અને બસસ્‍ટેન્‍ડ સહિતની અન્‍ય સુવિધાઓ ગ્રામ્‍યવિસ્‍તાર મળી રહે તે માટે ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર ર્ેારા સતત પ્રયત્‍ન કરવામાં આવી રહૃાો છે. અગાઉ બાબરાનાં નિલવડા,    સમઢીયાળા, કરીયાણા, નાનીકુંડળ, દરેડ, ખભાળા સહિતના ગ્રામ વિસ્‍તારમાં રોડ પુલ અને નાળાની ગ્રાન્‍ટ મંજુર કરાવી કામ શરૂ કરાવેલ છે. ત્‍યારે કોટડાપીઠા જિલ્‍લા પંચાયત વિસ્‍તારમાં આવેલ વાવડા અને નવાણિયા ગામનાં લોકોને રોડની સારી સુવિધા ઉપલબ્‍ધ થાય તે માટે અહીં આ વિસ્‍તારનાંજિલ્‍લા પંચાયતનાં જાગૃત મહિલા સભ્‍ય મીનાબેન કોઠીવાળ ર્ેારા જિલ્‍લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુંમર તેમજ ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરને રજૂઆત કરતા ધારાસભ્‍ય ર્ેારા અહીં વાવડા ગામમાં રૂા.પ0 લાખ અને નવાણિયા ગામ માટે રૂા.પ0 લાખ કુલ એક કરોડની ગ્રાન્‍ટ સુવિધાપથ રોડ માટે રાજય સરકાર માંથી મંજુર કરાવતા આ વિસ્‍તારનાં લોકોમાં આનંદની લાગણી છવાય ગઈ હતી. ત્‍યારે આ બંને ગામોમાં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર અને જિલ્‍લા પંચાયત સભ્‍ય મીનાબેન કોઠીવાળના વરદ હસ્‍તે સુવિધાપથ રોડનું ખાતમુર્હુત કરવામાં આવ્‍યું હતું. આ તકે પી.ડી. કોઠીવાળ, બીપીનભાઈ વસાણી, ભુપતભાઈ વાવડીયા, નિર્મલભાઈ ચાવડા, ભુપતભાઈ ભલુકીયા, હસમુખભાઈ, ભરતભાઈ ડાંગર સહિતનાં સ્‍થાનિક કોંગ્રેસનાં આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા.

ક્રાઈમ બ્રાન્‍ચમાં ફરજ બજાવવા કોઈ પોલીસકર્મી તૈયાર નથી : ક્રાઈમ બ્રાન્‍ચમાં જવા માટેની સૂચનાનું બોર્ડ લગાવવામાં આવ્‍યું

જયાં એક સમયે ફરજ બજાવવા પડાપડી થતી હતી તેવી
ક્રાઈમ બ્રાન્‍ચમાં ફરજ બજાવવા કોઈ પોલીસકર્મી તૈયાર નથી
પોલીસ સ્‍ટેશનમાં ક્રાઈમ બ્રાન્‍ચમાં જવા માટેની સૂચનાનું બોર્ડ લગાવવામાં આવ્‍યું
અમરેલી, તા. 30
અમરેલી જિલ્‍લાનાં પોલીસ વિભાગની અતિ મહત્‍વની અને સંવદનશીલ ગણાતી ક્રાઈમ બ્રાન્‍ચમાં આજે ફરજ બજાવવા માટે કોઈ પોલીસકર્મી તૈયાર નથી અને ક્રાઈમ બ્રાન્‍ચમાં જેને પણ જવું હોય તેને સંપર્ક કરવા માટે અમરેલી પોલીસ સ્‍ટેશનમાં જાહેર બોર્ડ લગાવવામાં આવ્‍યું છે.
14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્‍ટાઈન-ડેનાં દિવસે ક્રાઈમ બ્રાન્‍ચનાં પી.આઈ. અને 9 પોલીસકર્મીઓએ એસ.પી.નાં આદેશથી કરોડો રૂપિયાનાં તોડ કરવાનાં મલિન ઈરાદાથી સુરતનાં બિલ્‍ડરનું અપહરણ કરીને ઢોર માર મારીને રૂપિયા 1ર કરોડનાં બીટકોઈન પડાવી લીધાની ઘટના બાદ સી.આઈ.ડી. ક્રાઈમે આ બનાવની ગંભીરતા સમજીને ક્રાઈમ બ્રાન્‍ચનાં પી.આઈ. અને 9 પોલીસકર્મી વિરૂઘ્‍ધ ગુન્‍હો દાખલ કરતાં તેનાં ઘેરા પ્રત્‍યાઘાતો પોલીસ બેડામાં પડયા છે.
હાલ ક્રાઈમ બ્રાન્‍ચનાંપી.આઈ. અને ર પોલીસકર્મીને સસ્‍પેન્‍ડ કરી દેવાયા છે. અને 7 પોલીસકર્મી નાશતા ફરી રહૃાા હોય તેમજ ક્રાઈમ બ્રાન્‍ચનાં બાકીનાં પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હોય ક્રાઈમ બ્રાન્‍ચમાં પોલીસકર્મીઓની જગ્‍યાઓ ખાલી જોવા મળી રહી છે.
મલાઈદાર ગણાતી ક્રાઈમ બ્રાન્‍ચમાં એક સમયે ફરજ બજાવવી અને અધિકારી અને પોલીસકર્મી માટે ગૌરવની બાબત હતી તે જ બ્રાન્‍ચમાં આજે ફરજ બજાવવા માટે કોઈ તૈયાર થતુ નથીઅને તેની જાહેરાત બનાવવી પડે તેવા દિવસો આવી ગયા છે.
જો કે નિષ્ઠાવાન પોલીસકર્મીઓ કે અધિકારી માટે ક્રાઈમ બ્રાન્‍ચનાં માઘ્‍યમથી જનહિતનાં કાર્યો કરવાની ઉમદા તક હોય છે. ત્‍યારે, નિષ્ઠાવાન કર્મીઓએ પગારને જ મહત્‍વ આપીને આ બ્રાન્‍ચમાં જવામાં મુશ્‍કેલીનો સામનો નહી કરવો પડે તે પણ હકીકત છે.

બાબરામાં કપાસનાં ગોડાઉનમાં આગ લાગતા 6ર00 જેટલી કપાસની ગાસડી બળીને ખાખ

બાબરામાં ભાવનગર રોડ પર આવેલ જીઆઈડીસીમાં ખાનગી ગોડાઉનમાં કપાસની ગાસડીઓમાં આગ લાગતા ભારે નાસભાગ મચી હતી અહીં ગોડાઉનમાં ટ્રેકટર વડે કપાસની ગાસડીઓ કાઢવાની કામગીરી થતી હતી ત્‍યારે અકસ્‍માતે કપાસની ગાસડી ટ્રેકટરનાં સાયલેન્‍સર પર પડતા વિકરાળ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બાબરા લાઠી અમરેલીનાં ફાયરફાઈટર ર્ેારા આગ કાબુમાં લેવાયાની જાણ થતાં પી.એસ. આઈ. પરડીયા સહિતનો પોલીસ સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. અહીં બાબરામાં ભાવનગર રોડ પર આવેલ જી.આઈ.ડી.સી.માં આવેલ ગોડાઉન નીતિનભાઈ ચંદુભાઈ ખૂટ જિન માલિક છે પણ તેઓ ર્ેારા ભાડા પટે ખેડૂતોને આપવામાં આવેલ છે અને ખેડૂતો ર્ેારા કપાસનીગાસડીઓ સંગ્રહિત કરેલ હતી ત્‍યારે ટ્રેકટર લોડર વડે કપાસની ગાસડીઓ બહાર કાઢતી વખતે અચાનક એક ગાસડી ટ્રેકટરનાં સાયલેન્‍સર પર પડતા આગ લાગવા પામી હતી. આગ શા માટે લાગી કેટલું નુકશાન થયું છે તે યોગ્‍યતપાસ બાદ બહાર આવશે.

લ્‍યો બોલો : દામનગરમાં માર્ગ વચ્‍ચે પોલ ઉભા કરાયા અને ડીવાઈડર ભુલાયું

દામનગર, તા.30
સરકાર રોડ રસ્‍તાઓના નવીનીકરણ માટે કરોડો રૂપિયા ફાળવે છે. રાજયમાં તેર સિકસ લેનનાં કામો શરૂ છે. ત્‍યારે દામનગરમાં ભૂરખીયા ચોકડીથીધ્રુફણીયા રોડ અને રેલ્‍વે ફાટક સુધી વચ્‍ચે સ્‍ટ્રીટ લાઈટના પોલ ઉભા કરી દીધા પણ દીવા નીચે અંધારૂ તેમ ડીવાઈડર બનાવેલ ન હોય છાશવારે અકસ્‍માતો થયા કરે છે. સ્‍થાનિક તંત્ર ડીવાઈડર બનાવે તેવી માંગ ઉઠી છે.

ભુમાફીયાઓ સામે કાર્યવાહી કરવામાં તંત્ર ઉદાસીન

રાજુલામાં સેંકડો ગામજનો દ્વારા ચાલતા આંદોલનની અવગણના
ભુમાફીયાઓ સામે કાર્યવાહી કરવામાં તંત્ર ઉદાસીન
ધારાસભ્‍ય સહિતનાં આગેવાનોએ આંદોલનને ટેકો જાહેર કર્યો
રાજુલા, તા. 30
રાજુલાનાં દરિયાકાંઠે આવેલ ગામો જેવા કે, વીકટર, પીપાવાવધામ, નિંગાળા, કઠીવદર, ચાંચ,ખેરા, પટાવાનાં અનેક ગામનાં શ્રમજીવી લોકો જે મીઠાનાં અગરમાં કામ કરીને રોજી-રોટી મેળવતાં હતા. પરંતુ અહીં મહાકાય જીએચસીએલ કંપની કાર્યરત થતાં જ અહીનાં લોકોની હાલત નરક જેવી થઈ છે.
અહી આવેલ જીએચસીએલ ઘ્‍વારા સરકાર પાસેથી સ્‍થાનિક લોકોને રોજી-રોટી મળી રહે અને મજૂરી કામ પુરતા પ્રમણમાં થઈ શકે તેવા હેતુથી હજારો એકર જમીન ભાડાપટ્ટે આપવામાં આવી છે. ત્‍યારે અહીં કંપની ઘ્‍વારા માણસોને મજુરી આપવાનાં બદલે તમામ વર્ક હેવી લોડેડ મશીનોથી કરવામાં આવી રહૃાા છે. જેને લઈને અહી વસતા હજારો અગરીયા સમાજના લોકોને હિજરત કરવા મજબુર બનવું પડે છે. અહીં કોઈપણ જાતનું મજુરી કામ નહી મળતા શ્રમજીવી લોકોને પોતાના બાળકો સાથે પ00 કિ.મી. દુર ભરૂચ, દહેજ સુધી જવું પડે છે. જેને લઈને બાળકોને સમયસર શાળાએ પણ મોકલી શકતા નથી જેને લઈને પીપાવાવધામ ગામની આગેવાની હેઠળ અહીં પીપાવાવ સહિત આજુબાજુનાં 1પ જેટલા ગામના લોકો કંપની સામે રોષે ભરાયા છે. અહીં કંપનીને ફાળવેલ જમીનનો ભાડાપટ્ટો પુરો થઈ ગયો હોવા છતાં કંપની ઘ્‍વારા અહી લાખો ટન ઉત્‍પાદન મેળવી રહૃાું છે. તેમજ બેફામ ગેરકાયદે બનાવેલ જીંગા ફાર્મ પણ આડેધડ બનાવી નાખવામાં આવ્‍યા છે. તેમાં પણ અગરીયાઓને મુશ્‍કેલી પડી રહી છે. જેને લઈને કંપનીઅને જીંગા ફાર્મના ભુમાફિયાઓ વિરૂઘ્‍ધ અનેકવાર આવેદનપત્રો પાઠવીને ઉચ્‍ચકક્ષાએ રજુઆત કરી હોવા છતાં કોઈ નકકર પરિણામ ન આવતા અહીંનાં લોકો રાજુલા ખાતે આવેલ કલેકટર કચેરી સામે છેલ્‍લા પાંચ દિવસથી ઉપવાસ આંદોલન કરી રહૃાા છે. છતાં જવાબદાર તંત્રને કઈ પડી જ ના હોય તેવું લાગી રહૃાું છે. અહીં લોકો ઘ્‍વારા હવે એવી ચીમકી ઉચ્‍ચારવામાં આવી છે કે જો તા. 1 મે સુધી આંદોલનકારીઓને યોગ્‍ય ન્‍યાય નહી મળે તો પીપાવાવધામ ખાતે આવેલ પ્રાથમિક શાળાને તાળબંધી કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. અને અચોકકસ મુદત સુધી તાળાબંધી રહેશે. તેના માટે જવાબદાર સરકારી તંત્ર અને કંપની રહેશે. આ અગરીયાઓ માટે ચાલી રહેલ હકકની લડાઈના ઉપવાસ આંદોલનને ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર, જીજેપીના મનુભાઈ ચાવડા, જન અધિકારી મંચના પ્રવિણ રામ, જાફરાબાદ કોંગ્રેસ અગ્રણી પ્રવિણભાઈ બારૈયા સહિતના અનેક આગેવાનોએ સમર્થન જાહેર કર્યુ છે.

લીલીયા મોટામાં એકી સાથે ત્રણ સરોવર બનાવવાનો પ્રારંભ થયો

જલધારા સેવા સમિતિ દ્વારા
લીલીયા મોટામાં એકી સાથે ત્રણ સરોવર બનાવવાનો પ્રારંભ થયો
રૂપિયા 40 લાખ જેવી રકમ એકત્ર કરાઈ
લીલીયા, તા.30
લીલીયા જલધારા સેવા સમિતિ દ્વારા પાછલા કેટલાક સમયથી ખારી નદી પર નિલકંઠ સરોવર બનાવવાની કામગીરી રાત-દિવસ ચાલી રહી છે. તેના ભાગરૂપે શ્રી વડવાળા હનુમાન ચોક ખાતે રીવર મેન સવજીભાઈધોળકીયાની અઘ્‍યક્ષતામાં એક વિશાળ મિટીંગનું આયોજન કરવામાં આવેલ. આ મિટીંગમાં સુજલામ સુફલામ યોજનાના જિલ્‍લા પ્રભારી પ્રફુલ પાનસુરીયા ખાસ ઉપસ્‍થિત રહેલ.
આ તકે ઉપસરપંચ બાબુભાઈ ધામતે ઉપસ્‍થિત અગ્રણીઓ, આગેવાનો, દાતાઓ અને ગ્રામજનોનું શાબ્‍દીક સન્‍માન કરેલ.
આ તકે જિલ્‍લા સુજલામ સુફલામ પ્રભારી પ્રફુલ પાનસુરીયાએ 1લી મે થી ર8 મે સુધી રાજય સરકાર દ્વારા શરૂ થનારી સુજલામ સુફલામ યોજના અંતર્ગત નદી, નાળા, તળાવો અને ચેકડેમો ઉંડા ઉતારવા અંતર્ગત માહિતી આપેલ. બાદ આ રીવરમેન સવજીભાઈ ધોળકીયા અને રાજય સરકારની સુજલામ સુફલામ યોજના આવકારી લીલીયા શહેરમાં જલધારા સેવા સમિતિ દ્વારા નિર્માણ થઈરહેલ નિલકંઠ સરોવર, ગાયત્રી સરોવર, શ્‍યામ સરોવર કામમાં જરૂરિયાત મુજબ તમામ મશીનરી ફાળવવાની ખાતરી આપી જલધારા સેવા સમિતિની કામગીરી બિરદાવી હતી. આ તકે અરૂણભાઈ પટેલ, મગનભાઈ વિરાણી, લક્ષ્મણભાઈ ભાલાળા, હિંમતભાઈ શિંગાળા, મુકેશભાઈ ધામત, યોગેશભાઈ દવે સહિતના મહાનુભાવો અને ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી રીવર મેન સવજીભાઈ ધોળકીયાની જળ સંગ્રહ કામગીરી બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા બી.સી. ધામતના માર્ગદર્શન તળે ભારે જહેમત ઉઠાવી હતી.

અવસાન

તરવડા : તરવડા નિવાસી ચતુરભાઈ રામજીભાઈ લાખાણી (ઉ.વ. 7ર)નું તા. ર7/4 શુક્રવારનાં રોજ અવસાન થયેલ છે. તેઓ હરેશભાઈનાં પિતાજી અને સ્‍વ. પરશોતમભાઈ અને રવજીભાઈનાં મોટાભાઈ થાય.
સાવરકુંડલા : ગીરજાશંકરભાઈ તથા દિલીપભાઈ તથા સ્‍વ. ધનસુખભાઈનાં નાનાભાઈ હરગોવિંદભાઈ મુળશંકર પંડયાનાં પુત્ર મનિષ(લાલો) હરગોવિંદભાઈ પંડયા (ઉ.વ.33) જે મિલનભાઈ પાઠક (જેતપુર)ના સાળાનું તા. 30/4 નાં રોજ અવસાન થયેલ છે. સદ્યગતની સાદડી તા. 3/પ ને ગુરૂવારે સાંજે 4 થી 6-30 શિવશકિત સોસાયટી કોમ્‍યુનિટી હોલ, હાથસણી રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.
અમરેલી : ઔદિચ્‍ય ગઢિયા બ્રાહ્મણ રાજુભાઈ લક્ષ્મીશંકર પંડયાના પુત્ર ઋષિકુમાર (ઉ.વ.36)નું તા.30/4ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.3/પને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 રાજુભાઈ પંડયાના નિવાસ સ્‍થાન મનમંદિર, વૃંદાવનપાર્ક, લાઠી રોડ, અમરેલી ખાતે રાખેલ છે.
લીલીયા : મોટા લીલીયાનિવાસી સ્‍વ. સોની નવનીતરાય ચુનીલાલ ઉંડવીયાના ધર્મપત્‍ની ગં.સ્‍વ. નિર્મળાબેન (ઉ.વ.74) તે તા.30/4ને સોમવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તે પ્રકાશભાઈ, દિપકભાઈ તથા જયશ્રીબેન બીપીનકુમાર (કોડીનાર), નીતાબેન હરેશકુમાર તેમજ રેખાબેન દિપકકુમાર (ભાવનગર)ના માતુશ્રી તથા બ્રિજેશ, ધાર્મિક તથા શ્રઘ્‍ધાના દાદીમાં થાય. તેમની સાદડી તા.3/પને ગુરૂવારના રોજ 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્‍થાન લાઠી રોડ, પાણીના ટાંકા પાસે, વિવેકાનંદ સોસાયટી, લીલીયા ખાતે રાખેલ છે.

01-05-2018