Main Menu

Sunday, April 29th, 2018

 

અમરેલી જિલ્‍લામાં 400 ચેકડેમને ઊંડા કરાશે

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત
અમરેલી જિલ્‍લામાં 400 ચેકડેમને ઊંડા કરાશે
પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ સહિતના સ્‍થાનિક આગેવાનો સહકારમાં જોડાશે
અમરેલી, તા. ર8
સુજલામ સુફલામ જળ અભિયાનમાં સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓ, ઉદ્યોગો, ધાર્મિક સંસ્‍થાઓ, શૈક્ષણીક સંસ્‍થાઓ અને સરકાર ઘ્‍વારા લોક ભાગીદારી થકી તળાવો, ચેકડેમો ઉંડા ઉતારવા હયાત જળાશયોનું ડીસીલ્‍ટીંગ, શહેરોમાંથી પસાર થતી નદીઓનું પ્રદુષણ અટકાવવું, નદીઓના કાંઠા ઉપર વૃક્ષા રોપણ કરવું જેવી રાજય વ્‍યાપી કામગીરી સરકાર અને સમાજના શ્રેષ્ઠીઓ અને એનજીઓના સહયોગથી થશે. પીવાના પાણી અને ખેતીનાં પાણી માટે કાયમ તંગી ભોગવતા અમરેલી જિલ્‍લામાં જળ સંચય યોજના અંતર્ગત 400 થી વધારે ચેકડેમ અને તળાવો લોકભાગીદારીથી ઉંડા ઉતારવાની કામગીરી આગામી તા.1લી મે થી અમરેલી જિલ્‍લામાં શરૂ થશે. તેમ જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ જણાવ્‍યું છે.
અમરેલી જિલ્‍લો એ સમાજ શ્રેષ્ઠીઓનો જિલ્‍લો છે. વતનથી બહાર વસતા ઉદ્યોગપતિઓ અને દાતાઓ જળ સંચય પ્રવૃતિમાં આગળ આવ્‍યા છે. તેઓના સહયોગથી ચેકડેમ અને તળાવો ઉંંડા ઉતારીને જમીનમાં પાણીના તળ ઉંચા આવે તે માટેનાં ભગીરથ પ્રયત્‍ન કરવામાં આવશે. સમાજ શ્રેષ્ઠીઓનો સહયોગ એ રાજય સરકારનાં જળ સંચયના કામને ખૂબ મોટી ગતી આપશે. અમરેલી જિલ્‍લો એ ખેતી આધારીત જિલ્‍લો છે. મહેનતી અને પ્રગતિશીલ ખેડુતો તેમની મહેનતથી ખેતીમાં ખૂબ સારી પ્રગતિ કરી શકે તેમ છે અને ગામડાઓ અને શહેરોને પીવાના પાણીની સમસ્‍યા પણ હલ થઈ શકે તેમ છે. 1લી મે થી શરૂ થતા સુજલામ સુફલામ જળ સિંચાઈ અભિયાનનો પ્રારંભ રાજયનાં કૃષિમંત્રી અને ખેડુત નેતા આર.સી. ફળદુ પ્રારંભ કરાવશે. તેમજ આ અભિયાન સફળ બનાવવા માટે રાજય સરકાર ઘ્‍વારા ગુજરાત રાજય મ્‍યુનિસીપલના ફાઈનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, કોળી અને ઠાકોર વિકાસ નિગમનાં વાઈસ ચેરમેન ભુપતભાઈ ડાભી, પ્રદેશ ભાજપ તરફથી સુરતના પુર્વ ધારાસભ્‍ય પ્રફુલભાઈ પાનસુરીયા, તેમજ પ્રદેશ ભાજપ ચુંટણી સેલના કન્‍વીનર મહેશભાઈ કસવાલાને વિશેષ જવાબદારીઓઆપવામાં આવી છે. તેમજ જિલ્‍લા ભાજપ ઘ્‍વારા સુજલામ સુફલામ જળ સંચય યોજનાનાં ઈન્‍ચાર્જ બાવકુભાઈ ઉંઘાડ અને સહ ઈન્‍ચાર્જ મયુરભાઈ હિરપરા, રાજુલા વિધાનસભામાં રવુભાઈ ખુમાણ, સાવરકુંડલા વિધાનસભામાં વી.વી. વઘાસીયા અને કમલેશભાઈ કાનાણી, અમરેલી વિધાનસભામાં કૌશીકભાઈ વેકરીયા અને પરશોતમભાઈ કુંનડીયા, લાઠી વિધાનસભામાં વાલજીભાઈ ખોખરીયા અને રાજુભાઈ ભુવા, ધારી વિધાનસભામાં મનસુખભાઈ ભુવા, અને હિતેષભાઈ જોષી તેમજ આ પ્રમાણે દરેક તાલુકામાં કાર્યકર્તાઓને વિશેષ જવાબદારીઓ આપીને આ અભિયાનને વેગવંતુ બનાવવા પ્રયત્‍ન હાથ ધરવામાં આવશે. તેમ જિલ્‍લા ભાજપની અખબાર યાદીમાં    જણાવાયું છે.

લીલીયાનાં દરજી પરિવાર અગાશીમાં મીઠી નિંદ્રા માણી રહૃાો હોય અને તસ્‍કરો કળા કરી ગયા

રૂપિયા 4.13 લાખનાં મુદ્યામાલની ઉઠાંતરી કરી લીધી
અમરેલી, તા.ર8
અમરેલી જિલ્‍લામાં પોલીસ પેટ્રોલીંગના અભાવે તસ્‍કરોએ તરખાટ મચાવતાં દામનગરમાં એક મોબાઈલની દુકાનમાંથી રૂા. 3.7પ લાખની અને લીલીયામાં ગરમીમાં અગાશીમાં સૂતા દરજી પરિવારના તાળા તોડી રૂા. 4.13 લાખની તસ્‍કરીથી જિલ્‍લામાં જાનમાલના રક્ષણ સામે પ્રશ્‍નાર્થ સર્જાયેલ છે.
પ્રાપ્‍ત વિગત મુજબ ગઈકાલે રાત્રે લીલીયામાં પટેલ વાડીની બાજુમાં રહેતા અશોકભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ નામના દરજી ગરમીના કારણે ઘરને તાળુ મારી પોતાનાં પરિવાર સાથે અગાશીમાં સૂતા હતા ત્‍યારે તસ્‍કરોએ તાળુ તોડી રૂમમાં રાખેલ કબાટ તોડી તેમાંથી રોકડ રકમ રૂા. 3.10 લાખ તેમજસોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા. 4,1ર,પ00ની ચોરીથી લોકોમાં ભયનો માહોલ છવાયેલ છે.

ધારીની માર્ગ-મકાન કચેરીમાં ભ્રષ્‍ટાચારને ખુલ્‍લો દૌર

આરટીઆઈ એકટીવીસ્‍ટ અશોક હાવળીયાની સચિવને ફરિયાદ
ધારીની માર્ગ-મકાન કચેરીમાં ભ્રષ્‍ટાચારને ખુલ્‍લો દૌર
અમરેલી, તા. ર8
ધારીની માર્ગ-મકાન વિભાગ (સ્‍ટેટ) કચેરીમાં ચાલતી ગેરરીતિ અંગે તટસ્‍થ તપાસ કરવાની માંગ વંડાનાં આરટીઆઈ એકટીવીસ્‍ટ અશોક હાવળીયાએ કરી છે.
તેઓ માર્ગ-મકાન વિભાગનાં સચિવ એસ.બી. વસાવાને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, માર્ગ અને મકાન પેટા વિભાગીય કચેરી ધારીમાં ગેરવહીવટ ચાલી રહેલ છે. સરકારી કર્મચારી સગા-વહાલાના નામે તેમજ લાગતી વળગતી એજન્‍સીઓના નામે ખોટા એગ્રેમેન્‍ટ કરારો કરી જાહેર નાણાની બેફામ ઉચાપત કરી રહેલ છે. થઈ રહેલ ગેરરીતિથી વિભાગીય કચેરી સંપૂર્ણપણે વાકેફ હોવા છતાં કાર્યપાલક અમરેલી ઘ્‍વારા નિયમાનુસાર કાર્યવાહી કરવાને બદલે દોષિતોને છાવરવામાં આવે છે. કારણ કે કાર્યપાલકને લેખીત તેમજ મૌખીક ભ્રષ્‍ટાચારના પુરાવા સહિત અવાર- નવાર રજુઆતો કરવા છતાં ચાર્જપર્યન્‍ત નિયમાનુસારકાર્યવાહી થયાનું જાણમાં નથી. જેથી સ્‍પષ્‍ટ ફલીત થાય છે કે, પેટા વિભાગીય કચેરી ધારીમાં થતાં ગેરવહીવટને વિભાગીય સ્‍તરેથી સમર્થન મળે છે. જેથી પેટા વિભાગીય કચેરીના લગત ભ્રષ્‍ટ કર્મીઓ મળેલ સત્તાનો દુરઉપયોગ કરી સરકારના નિયમોની લેશમાત્ર પરવા કર્યા વગર બિનદાસ્‍ત ભ્રષ્‍ટાચાર આચરી રહેલ છે.
વધુમાં જણાવેલ છે કે, ગેરરીતિ બાબતે ભારતીય સંવિધાનીય જોગવાઈ એવા આરટીઆઈ કાયદા હેઠળ માગેલ માહિતીના જવાબમાં સંદર્ભિત પત્ર (1) થી નાયબ કાર્યપાલક ઈજનેર જણાવે છે કે કચેરીમાં વર્ષ ર00પથી ર017 સુધીના સમયગાળામાં કોઈ કોમ્‍પ્‍યુટર કામ કરનારની નિમણુંક કચેરી ઘ્‍વારા કરવામાં આવેલ નથી તેમજ કોઈ પ્રાઈવેટ એજન્‍સી ઘ્‍વારા કોઈને રાખવામાં આવેલ નથી. પરંતુ છેલ્‍લા ત્રણેક વર્ષથી પેટા વિભાગીય કચેરી ધારીમાં સંદર્ભ-રમાં નજરે આવતા વ્‍યકિત સરકારી ટેબલનો ચાર્જ સંભાળતા જોવા મળેલ છે. તો સરકારના કયા નિયમ મુજબ ઉકત વ્‍યકિત સરકારી ટેબલનો ચાર્જ સંભાળે છે ? અને નાયબ કાર્યપાલક ઈજનેર ઘ્‍વારા પોતાની તાબાની કચેરીમાં બિનઅધિકૃત કબ્‍જો જમાવતા ઈસમ સામે નિયમાનુસાર કાર્યવહી કેમ નથી કરવામાં આવી ? કે પછી નાઈબ કાર્યપાલક ઈજનેર જાણી જોઈને સંવિધાનીય જોગવાઈ એવા કાયદાનું હનન કરી અરજદારને ગેરમાર્ગે દોરી ભરતી પ્રક્રિયાનો ભંગ કરી રહૃાાછે ? જે સમગ્ર બાબતે આપના સ્‍તરેથી કામ કરનાર વ્‍યકિત કોણ ? તેને રાખનાર અધિકારી કોણ ? અને જાહેર જનતાની મુડી એવી સરકારી કચેરીમાં નીતિ નિયમોનો ભંગ કરી સગાવાદને પોષનાર દોષિતો સામે કડકમાં કડક શિક્ષાત્‍મક કાર્યવાહી કરી છેલ્‍લા ત્રણ વર્ષમાં ખોટા એગ્રીમેન્‍ટ કરારો કરી અવનવા નામે ઉધારેલ તમામ બિલ વાઉચરોની તપાસ કરવામાં આવે અને થયેલ ઉચાપતના નાણાની વસુલાત કરવામાં આવે એવી માંગ અંતમાં કરેલ છે.

ડેડાણ ગામે યુવકને મુંઢમાર મારી, જાનથી મારી નાંખવા ધમકી આપી

લગ્નનાં શુટીંગનાં પૈસાનાં મનદુઃખનાં કારણે
ડેડાણ ગામે યુવકને મુંઢમાર મારી, જાનથી મારી નાંખવા ધમકી આપી
અમરેલી, તા. ર8
ખાંભા તાલુકાનાં ડેડાણ ગામે રહેતાં મનસુખભાઈ ઉર્ફ હકુભાઈ બચુભાઈ ભાલીયા નામનાં 30 વર્ષિયયુવકે તે જ  ગામે રહેતાં શૈલેશ મંગાભાઈ રાઠોડનાં લગ્નમાં શુટીંગનું કામ કરેલ હોય, તે શુટીંગનાં પૈસા વધારે હોય, તેમ કહી આ યુવકને જેન્‍તીભાઈ મંગાભાઈ રાઠોડ, શૈલેશભાઈ તથા તેમના મિત્ર જામકા ગામનાં ઈસમોએ મુંઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી.

અમરેલીમાં યુવકને છરીનાં ઘા મારી ઈજા કર્યાની નોંધાઈ ફરિયાદ

રૂા. 10 હજાર પૈકી રૂા. ર હજાર બાકી અંગે બોલાચાલી થઈ
અમરેલી, તા. ર8,
અમરેલીનાં દેરાસર પાસે રહેતાં મોહીનખાનજી જમીયતખાનજી બાબી નામનાં ર6 વર્ષિય યુવકે અગાઉ મહેસુલ રહેમાનભાઈ ઉર્ફ ખજુરીબાપુ પાસેથી રૂા.10 હજાર ઉછીનાં લીધેલ હતા અને તે પૈકી 8 હજાર રૂપિયા પરત આપી દીધા હતા અને રૂા.ર હજાર બાકી હતાં જે રૂપિયા આ યુવકે પરત આપવાનું કહેતાં મહેબુબભાઈને સારૂ નહી લાગતાં ગઈકાલે રાત્રે 9 વાગ્‍યાનાં સમયે ડો. ડબાવાલાનાં દવાખાના પાસે તેમણે ઉશ્‍કેરાઈ જઈ યુવકને ગાળો આપી પેટમાં પંચ વડે ઘુસ્‍તા મારી છરી વડે ઈજા કર્યાની ફરિયાદ અમરેલી સીટી પોલીસમાં નોંધાઈ છે.

શેખપીપરિયાની કે. ડી. ભાદાણી હાઈસ્‍કૂલનાં વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન શાળામાં પક્ષીઓની રાખે છે સારસંભાળ

લાઠી તાલુકાનાં શેખપીપરિયા ગામમાં આવેલ કે. ડી. ભાદાણી હાઈસ્‍કૂલનાં વિદ્યાર્થીઓ ર્ેારા પક્ષી બચાવ અભિયાનમાં અનેરી કામગીરી વેકેશન દરમિયાન નિયમિત શાળાનાં મેદાનમાં પક્ષીઓની રાખે છે પૂરતી સારસંભાળ. અહીં અભ્‍યાસ કરતા બાળકો નિયમિત સવારે સાંજે પક્ષીઓનાં માળા અને કુંડાની વ્‍યવસ્‍થા કરી વૃક્ષ પર બાંધી પાણીની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે. આ બાળકો ર્ેારા શાળાનાં ગ્રાઉન્‍ડમાં આવેલ દરેક વૃક્ષ પર પક્ષીને પીવા માટે પાણીના કુંડા અને માળા પણ આજ વિદ્યાર્થીઓ લગાડી એક નવી રાહ ચીંધી રહૃાા છે. સામાન્‍ય રીતે ઉનાળાનાં વેકેશનનો લાભ વિદ્યાર્થીઓ હરવા ફરવામાં વધારે પસાર કરતા હોય છે પણ અહીં કે.ડી. ભાદાણી હાઈસ્‍કૂલનાં વિદ્યાર્થીઓ નોખી માટી હોય તેમ તેમની તેમજ અન્‍ય વિદ્યાર્થીઓને પ્રેરણા આપે તેવી સદપ્રવૃતિઓ શાળામાં કરી રહૃાા છે. હાલઉનાળાના ધોમધખતા તાપમાં તરસથી વ્‍યાકુળ પક્ષીઓ માટે પાણીના પરબિયા તથા ચકલીનાં માળા તૈયાર કરી વૃક્ષો ઉપર લગાવીશાળામાં જીવ દયાનું સેવા કાર્ય પણ કરી રહૃાા છે. આમ શિક્ષણની સાથે જીવદયાની સેવા કરી આ વિદ્યાર્થીઓ ખરેખર ધન્‍યવાદને પાત્ર છે.

હીંડોરણા ગામ નજીક વિદેશી દારૂની બોટલ સાથે ર ઝડપાયા

અમરેલી, તા. ર8
છતડીયા ગામે રહેતાં અશોક રામકુભાઈ ધાખડા તથા હીંડોરણા ગામેરહેતાં મનુ કાળુભાઈ પરમાર આજે રાજુલાનાં હીંડોરણા ગામ નજીક પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર જી.જે.-14-એ.એમ. 4904માં વિદેશી દારૂની બોટલ નંગ-8 કિંમત રૂા.ર400 સાથે નિકળતા પોલીસે મોટર સાયકલ સહિત રૂા.4ર400ની મુદ્યામાલ સાથે બન્‍નેને ઝડપી લીધા હતા.

અમૃતવેલમાં રત્‍નકલાકારે ઝેર પી લેતા અરેરાટી

અમરેલી, તા. ર8
સાવરકુંડલા ખાદી કાર્યાલય પાસે રહેતાં અને હીરા ઘસવાનું કામ કરતાં પ્રકાશ રસીકભાઈ રાઠોડ નામનાં ર7 વર્ષિય યુવકનાં પત્‍નિ તેના માવતરે છેલ્‍લા પાંચ માસથી રીસામણે હોય અને તેણીએ ભરણ પોષણનો કેસ પણ કરેલ હોય, મૃતક પ્રકાશભાઈ તેમની પત્‍નિને સમજાવવા ગયેલા અને તેણીએ રૂા.1 લાખ તેણીનાં ખાતામાં અને તેમનાં પિતાનું મકાન પણ તેણીનાં ખાતે કરીઆપવાની માંગણી કરતાં જેથી કંટાળી જઈ પોતાની મેળે અમૃતવેલ ગામે જઈ પોતાની મેળે ઝેરી દવા ગટગટાવી લેતાં પ્રથમ સાવરકુંડલા અને વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડાયેલ જયાં તેમનું મોત થયાનું સાવરકુંડલા રૂરલ પોલીસમાં જાહેર થયેલ છે.

અમરેલી જિલ્‍લામાં કોંગ્રેસને ‘‘મોંઘવારી” નડતી નથી

સમગ્ર રાજયમાં મોંઘવારી વિરૂઘ્‍ધ આંદોલન કર્યા અને અમરેલીમાં કશું જ નહી
અમરેલી જિલ્‍લામાં કોંગ્રેસને ‘‘મોંઘવારી” નડતી નથી
વિજેતા ધારાસભ્‍યો અને જિલ્‍લા સંગઠન વચ્‍ચે તાલમેલનો અભાવ જોવા મળી રહૃાો છે
અમરેલી, તા. ર8
અમરેલી જિલ્‍લામાં કોંગ્રેસપક્ષે મોંઘવારી વિરૂઘ્‍ધ જનઆંદોલન ન કરતાં તેના ઘેરા પ્રત્‍યાઘાતો જિલ્‍લાની જનતામાં પડેલ છે.
ગઈકાલે પ્રદેશ કોંગ્રેસની સુચનાથી રાજયનાં તમામ જિલ્‍લા મથકો અને મહાનગરોમાં મોંઘવારી વિરૂઘ્‍ધ જનઆંદોલન કરવામાં આવ્‍યું હતું પરંતુ અમરેલી જિલ્‍લામાં કોંગ્રેસપક્ષને સાપ સુંઘી ગયો હોય તેમ પ્રદેશ કોંગ્રેસનાં આદેશનો ખુલ્‍લેઆમ ઉલાળીયો કરીને મોંઘવારી વિરૂઘ્‍ધ કાર્યક્રમ યોજાયો નહતો.
તાજેતરમાં સંપન્‍ન થયેલ વિધાનસભાની ચૂંટણીમાં જિલ્‍લાની જનતાએ જિલ્‍લાની તમામ બેઠકો પર કોંગી ઉમેદવારને ધારાસભ્‍ય બનાવી દીધા હતા છતાં પણ જિલ્‍લાની જનતાને મોંઘવારીની સમસ્‍યામાં કોંગી આગેવાનો મદદરૂપ બનતા નથી.
જિલ્‍લાનાં કોંગી સંગઠન અને પાંચેય ધારાસભ્‍ય વચ્‍ચે નેતૃત્‍વ અને ખર્ચ બાબતે કોઈ તાલમેલ જોવા મળતો નથી અને સૌ સૌનું કરી રહૃાા હોય તેવું સ્‍પષ્‍ટ જોવા મળી રહૃાું છે.
વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં વતનમાં જ પ્રદેશ કોંગ્રેસનાં કાર્યક્રમનો ફિયાસ્‍કો થતો હોય મામલો અતિ ગંભીર માનવામાં આવી રહૃાો હોય જિલ્‍લાનાં નિષ્ઠાવાન કોંગી આગેવાનો આગામી દિવસોમાં જિલ્‍લામાં ચાલતી જુથબંધી અને નિષ્‍ક્રીયતાથી રાજયનાં પ્રભારી રાજીવ સાતવને રજુઆત કરવાનાં હોવાનું જાણવા મળેલ છે.

વડીયામાં એક જ રેલ્‍વે પ્‍લેટફોર્મ મંજુર થતાં રોષ

વડીયા,તા. ર8
વડીયામાં રાજાશાહી વખતથી રેલ્‍વે સ્‍ટેશન કાર્યરત છે. ત્‍યારે નવા બ્રોડગેજ અને નવા સ્‍ટેશન બનવા જઈ રહૃાું છે ત્‍યારે વડીયા શહેર સાથે હળાહળ અન્‍યાય. વડીયા શહેર તાલુકા મથક હોવા છતાં સિંગલ પ્‍લેટફોર્મ મંજુર થયેલ જે ખરેખર વડીયા શહેર માટે અન્‍યાય થયેલ છે. વડીયા શહેરની બાજુમાં જ 1ર કિ.મી. ખાખરીયા રેલ્‍વે સ્‍ટેશન આવેલ છે જયાં ડબલ પ્‍લેટફોર્મનું સ્‍ટેશન મંજુર થયેલ છે. ત્‍યારે ખાખરીયા ગામની વસ્‍તી 700થી 800 નીજ છે ત્‍યારે વડીયા શહેર તાલુકા મથક હોવા છતાં સિંગલ પ્‍લેટફોર્મ શા માટે ? આ પ્રશ્‍નની રજુઆત કરવા માટે વડીયાના ચેમ્‍બર ઓફ કોમર્સ પ્રમુખ મિતુલ ગણાત્રા, અશ્‍વીન મહેતા, રમણીકભાઈ રાજકોટીયા, ભરતભાઈ વઘાસીયા સહિતનાં મોટી સંખ્‍યામાં લોકોએ સિંગલ પ્‍લેટફોર્મનો વિરોધ કરી રજુઆત કરેલ અને પ્‍લેટફોર્મનું કામ અટકાવેલ. જયાં સુધી આ અંગે કોઈ અધિકારીઓ રૂબરૂ ચર્ચા કરવા માટે નહી આવે ત્‍યાં સુધી આ કામ ગ્રામજનો શરૂ નહી થવા દે. ત્‍યારે સ્‍થળ ઉપર હાજર કોન્‍ટ્રાકટરે રેલ્‍વેના અધિકારીઓને આ વાતની જાણ કરતા અધિકારીઓએ જણાવેલ કે બે દિવસમાં અમો રૂબરૂ મુલાકાત લેશું.
અત્રે ઉલ્‍લેખનીય છે કે, વડીયા તાલુકા મથક છે જેથી રાજકોટ, જુનાગઢ, અમરેલી ત્રણ જિલ્‍લાઓની બોર્ડર લાગે છે અને મુસાફરો પણ મોટી સંખ્‍યામાં અવર-જવરકરી રહૃાાં છે તેમજ માલગાડીમાં માલની અવર-જવર મોટી સંખ્‍યામાં થઈ શકે છે. રાજકોટ, અમદાવાદ, જુનાગઢ, ભાવનગર જેવા અનેક મોટા શહેરોમાંથી ખરીદી કરવા વડીયા તાલુકાના લોકો જતાં-આવતા હોય છે તેને પણ ડબલ પ્‍લેટફોર્મ બને તો ફાયદો થાય. જેથી કરીને વડીયાનું પ્‍લેટફોર્મ ડબલ કરવા વડીયા તેમજ આજુબાજુના ગ્રામજનોમાં રોષભેર માંગણી ઉઠી છે. જો આ અંગે તંત્ર કોઈ નકકર પગલા નહિ લે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન અને ઉપવાસ જેવા કાર્યક્રમો ચેમ્‍બર્સ ઓફ કોમર્સ અને ગ્રામજનો કરશે.

ગરમલી (ચરખા) ખાતે માતાજીનો નવરંગો માંડવો યોજાયો

ધારીનાં ગરમલી (ચરખા) ખાતે સિંઘ્‍વી માતાજીનાં નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ગરમલીનાં જગુભાઈ જસાભાઈ જેબલિયા, ભરતભાઈ જગુભાઈ જેબલિયા, કનુભાઈ તેમજ કુલદિપભાઈ ર્ેારા માંડવાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં આજુ બાજુનાં ગામોનાં લોકો તેમજ આગેવાનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી જેબલિયા પરિવારને આંગણે માતાજીના નવરંગા માંડવાનો લાભ લીધો હતો.

રેવા ગુજરાતી ફીલ્‍મનાં કલાકારો તથા પ્રોડયુસરે અમરેલીની જનતા સાથે કરી મુલાકાત

એવોર્ડ વિજેતા નવલકથા તત્‍વમસી ઉપરથી બનેલી
રેવા ગુજરાતી ફીલ્‍મનાં કલાકારો તથા પ્રોડયુસરે અમરેલીની જનતા સાથે કરી મુલાકાત
સિનેરસિકોએ ફીલ્‍મ કલાકારો સાથે સેલ્‍ફી લેવા કરી પડાપડી
અમરેલી, તા. ર8
અમરેલીનાં એન્‍જલ સિને વર્લ્‍ડમાં ધુમ મચાવી રહેલી ફીલ્‍મ રેવાનાં પ્રોડયુસર પરેશ વોરા તથા મુખ્‍ય કલાકાર ચેતન ધાનાણી આજે ફીલ્‍મનાં ખાસ શો માટે થઈ એન્‍જલ સિને વર્લ્‍ડની મુલાકાત લીધી હતી ત્‍યારે એક પત્રકાર પરિષદને પણ સંબોધન કરી હતી.
પ્રોડયુસર પરેશ વોરાએ જણાવ્‍યું હતું કે, આ ફીલ્‍મ એવોર્ડ વિજેતા નવલકથા તત્‍વમસી ઉપર આધારીત છે અને સમગ્ર ગુજરાતમાં આજે ચોથા સપ્‍તાહમાં પણ 60થી વધુ સિનેમા ઘરમાં આવી રહી છે. આ ફીલ્‍મ બનાવવા માટે ભભરેવાભભ ફીલ્‍મની ટીમેપપ થી 60 લોકેશન ઉપર 11 સીટી તથા 3 રાજયમાં શુટીંગ કરવામાં આવ્‍યુ હતું.
આ ફીલ્‍મનાં કલાકાર ચેતન ધાનાણીએ ફીલ્‍મ વિષે જણાવ્‍યું હતું કે, આ એક ખુબજ મહત્‍વની વાર્તા છે. અમેરીકનનાં બગડેલા યુવાને નર્મદા નદીનાં કિનારે વસતાં લોકોની મુલાકાત લીધા બાદ આ યુવાનનું હૃદય પરિવર્તન થાય છે.અને તે વાત ઉપર જ આખી ફીલ્‍મ બનાવવામાં આવી છે.
ગુજરાતી ફીલ્‍મમાં ખુબ જ સારી વાતને આવકાર આપતી આ ફીલ્‍મ લોકોએ નિહાળ્‍યા બાદ ખુબ જ આવકાર પામેલ છે. ત્‍યારે સહપરિવાર સાથે આ ફીલ્‍મ નિહાળી શકાય તેમ છે.
પત્રકાર પરિષદ સમયે એન્‍જલ સિનેમા વર્લ્‍ડનાં અર્જુન સોજીત્રા તથા મેનેજર પ્રયાસ ગોલ વિગેરે ખાસ ઉપસ્‍થિત રહૃાા હતા.

અમરેલીમાં કાર્બનથી પકાવેલ કેરીનું બેફામ વેચાણ

શહેરમાં આવેલ કેરીનાં તમામ ગોડાઉનમાં એકી સાથે ચેકીંગ કરવાની જરૂર
અમરેલીમાં કાર્બનથી પકાવેલ કેરીનું બેફામ વેચાણ
જનઆરોગ્‍ય સાથે ખુલ્‍લે આમ ચેડા કરતાં તત્ત્યવો સામે ફોજદારી કાર્યવાહી કરવાની જરૂર
અમરેલી, તા. ર8
અમરેલીમાં કેરીની સીઝન શરૂ થતાં જ ઠેર ઠેર કર્બનથી પકાવેલ કેરીઓની વખારો ધમધમી ઉઠી છે કેરીના હોલસેલ વેપારીઓ ર્ેારા કાર્બનથી પકાવેલ કેરીઓ ખુલ્‍લેઆમ વહેંચી રહૃાા છે અને લારીઓમાં પણ આ વેપારીઓ ર્ેારા વહેચાણમાં મુકવામાં આવી રહી છે, શહેરની જનતાનાં આરોગ્‍ય સાથે ગંભીર ચેડા કરતા કેરીઓના વેપારીઓ સામે આરોગ્‍ય વિભાગ અને ખાદ્ય ઔષધીય નિયમન તંત્ર ર્ેારા પણ આંખ મીંચામણા થઈ રહૃાા છે. કાર્બનથી પકાવેલ કેરીઓ ખાવાથી શહેરની જનતાને ગંભીર રોગોમાં સાંપડવાની પણ દહેશત હોઈ ત્‍યારે આરોગ્‍ય વિભાગ અને ખાદ્ય ઔષધીય નિયમન તંત્ર ર્ેારા આવા કેરીઓની વખાર ઉપર રેડ કરી કાર્બન યુકત કેરીનો જથ્‍થો સીઝ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
વર્ષમાં ઉનાળામાં એક વખત આવતું કેરીનું ફળ કુદરતની એક એવી બખ્‍શીશ છે કે તેને ખાવાથી પુરા વર્ષ દરમ્‍યાન નિરોગી રાખે છે. અને આપણા શરીરના રકતનો વધારો કરે છે. અને કેરીમાં રાસાયણિક તત્‍વોની માત્રા પણ ખૂબજ હોઈ છે. જેમ કેકાર્બોહાઈડ્રેડ, વિટામિન બી. કોમ્‍લેક્ષ આયરન, વિટામિન સી, પોટેશિયમ, કેલ્‍શિયમ અને ફોસ્‍ફરસ સહિતના તત્‍વો હોઈ છે અને કેરીામં એન્‍ટી ઓકિસડન્‍ટની ભરપૂર માત્રા હોવાથી શરીરને ચુસ્‍ત અને સ્‍ફૂર્તિલું રાખે છે કેરી ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય છે વિગેરે વિગેરે ફાયદાઓ થાય છે. એવીજ રીતે અમુક લાલચુ લોકોનાં કારણે કેરીઓને અકુદરતી રીતે એટલે કે સમય પહેલા નહિ પાકેલ કાચી કેરીમાં કાર્બન મૂકી કેરીઓ પકાવી કેરીઓ શહેરમાં વહેંચી રહૃાા છે. જે કેરી ખાવાથી અનેક રીતે આપણાં શરીરને નુકશાન અને ગંભીર બીમારીઓ થાય છે.
હાલમાં કેરીની સીઝન શરૂ થઈ ગયેલ છે ત્‍યારે અમરેલીમાં પૈસાની કમાણી કરી લેવા માગતા કેરીઓનાં વેપારીઓ જલ્‍દી કરોડપતિ બનીજવા માગતા હોઈ તેમ કાચી કેરીઓને કાર્બનથી પકાવી શહેરની શાકમાર્કેટ અંદર અને બહાર પોતાના સ્‍ટોલ ઉભા કરી વહેંચી રહૃાા છે. અને લારીઓ   વાળાને પણ આવી કેરીઓ પોતાની  વખારોમાંથી ભરી દઈ વહેંચી રહૃાા છે. અને ભોળી જનતાનાં આરોગ્‍ય સાથે ગંભીર ચેડા કરી રહૃાા છે. કેરીઓ અમરેલીની બજારમાં આવતા જ લાલચુ લોકોએ પોતાના વખારોમાં કેરીઓના ઢગલા કરી સ્‍ટોક કરી દીધેલછે. આવા કેરીઓનાં વેપારીઓ ર્ેારા ઠેર ઠેર પોતાની વખારો ધમધમતી કરી દીધેલ છે અને જલ્‍દી પૈસા કામીલેવાનીલાલચમાં લોકોને ગંભીર બીમારીમાં સાંપડી રહૃાા છે.
ત્‍યારે શહેરનું આરોગ્‍ય તંત્ર અને ખાદ્ય ઔષધીય નિયમન તંત્ર આવા લેભાગુ લાલચુ શખ્‍સોની વખારો ઉપર ત્રાટકી કાર્બનથી પકાવેલ કેરીઓનો જથ્‍થો પકડી નાશ કરી તેમની સામે કાર્યવાહી કરશે કે કેમ તેવી પણ લોકોમાં ચર્ચા થઈ રહી છે. સરકારી તંત્રને શહેરની જનતાની આરોગ્‍યની જો ફિકર હોઈ તો કાર્બનથી પકવતા કેરીઓના વેપારીઓ સામે કાર્યવાહી કરે અને કાર્બનથી પકાવેલ કેરીઓનો નાશ કરે તે જરૂરી છે.

દામનગરમાં થયેલ ચોરીનાં આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્‍યા

ઈન્‍ચાર્જ એસપી દેસાઈની ઉમદા કામગીરી
દામનગર, તા. ર8
દામનગર ટાઉનમાં આવેલ અજમેરા શોપીંગ સેન્‍ટરમાં આવેલ શિવશકિત મોબાઈલની દુકાનમાં તા. ર6-ર7/4/18ની રાત્રીનાં કોઈ અજાણ્‍યા માણસો ગટર તોડી દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, દુકાનમાં રહેલ જુદી જુદી કંપનીઓનાં મોબાઈલ ફોન નંગ-31 કિંમત રૂા.19,17પ તથા રોકડ રકમ રૂા. પ000 ની ચોરી કરી લઈ ગયેલ. તે મતલબની ફરિયાદ અજીતભાઈ રાઘવભાઈ રાઠોડ, રહે. કાંચરડીવાળાની ફરિયાદ રજી. કરી આ ગુન્‍હાની તપાસ તજવીજ હાથ ધરેલ. ઈન્‍ચાર્જ પોલીસ અધિકારી દેસાઈનું માર્ગદર્શન મેળવી આજુબાજુનાં સી.સી. ટીવી  ફુટેજનાં આધારે આરોપી (1) રાહુલ ભુપત ડેર તથા (ર) લાખા ભુપત ડેર રહે. બન્‍ને માંડવી, તા. ગારીયાધારવાળાઓ ઉપર વોચ રાખી આરોપીઓ મુદ્યામાલ સાથે નાસી જવાની પેરવીમાં હોય તે દરમ્‍યાન રંઘોળા નજીક ભાવનાથ મંદિર પાસેથી ઉપરોકત આરોપીઓનેધોરણસર પકડી પાડી મુદામાલ રીકવર કરેલ છે.

દરિયાકાંઠાનાં વિસ્‍તારમાં ભૂમાફીયાઓ વિરૂઘ્‍ધ સતત 4થા દિવસે આંદોલન

લોકશાહી શાસન વ્‍યવસ્‍થામાં લોકઆંદોલનનને ગંભીરતાથી લેવાતું નથી
દરિયાકાંઠાનાં વિસ્‍તારમાં ભૂમાફીયાઓ વિરૂઘ્‍ધ સતત 4થા દિવસે આંદોલન
જનઆંદોલનની મહેસુલી વિભાગ ર્ેારા અવગણના
રાજુલા, તા. ર8
જીએચસીએલ કંપનીની લીઝ પુરી થઈ 7 વર્ષ થઈ ગયા છતાં પણ દરિયાકાંઠાના વિસ્‍તારોમાં બેરોકટોક મીઠાનું લાખો ટન ઉત્‍પાદન કરે છે. છતાં પણ સરકાર ર્ેારા કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તેમજ આ વિસ્‍તારમાં બિનાયદેસર ઝીંગા ફાર્મ ચાલી રહૃાા છે. આ ઝીંગા ફાર્મમાં મોટા રાજકીય માથા તથા સરકારી બાબુઓ પણ સંકળાયેલા છે. આથી દરિયાકાંઠાનાં લોકો રાજુલા પ્રાંત  કચેરી સામે છેલ્‍લા ચાર દિવસથી ઉપવાસ આંદોલન કરી રહૃાા છે. આ ઉપવાસ આંદોલન પર બાળકો મહિલા સહિતનાં લોકો પોતાના હક્ક અધિકાર માટે છેલ્‍લા ચાર દિવસથી લડી રહૃાા છે છતાં પણ સરકાર તથા સરકારી તંત્રનાં પેટનું પાણી હાલતું નથી આથી લોકોની માંગણી છે કે તમને વહેલી તકે ન્‍યાય મળે અને આગામી સમયમાં ન્‍યાય મળે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

બગસરા પાલિકા સામે શહેર ભાજપ પ્રમુખનું આમરણાંત ઉપવાસનું રણશીંગુ

બગસરા, તા. ર8
બગસરા નગરપાલિકાએ વિવિધ પ્રશ્‍નો ટલ્‍લે ચડાવી દેતા શહેર યુવા ભાજપ પ્રમુખે આજથી પાલિકા સામે આમરણાંત ઉપવાસનો પ્રારંભ કરેલ છે. આજે પ્રથમ દિવસે અન્‍ય સાત ભાજપી કાર્યકરો પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા.
વિગત અનુસાર કોંગ્રેસ શાષીત નગરપાલિકા ર્ેારા શહેરનાં વિવિધ પ્રશ્‍નો જેવાકે પાલિકામાં ચિફ ઓફિસરની અનિયમિતતા તિરૂપતિ સોસાયટીને રસ્‍તા પ્રત્‍યે ઓરમાયુ વર્તન, ભુગર્ભ ગટરની સફાઈ ચોમાસાનાં પાણી નિકાલ જેવા અનેક પ્રશ્‍નોઉકેલવા આજથી ઘણા સમય પહેલા શહેર ભાજપ યુવા પ્રમુખે પાલિકા પ્રમુખ તેમજ કલેકટર અમરેલીને લેખિત જાણ કરવામાં આવેલ. તેમ છતાં નિંભર તંત્ર ર્ેારા ઉપરોકત પ્રશ્‍ને કોઈ પગલા ન લેવાતા આજથી પાલિકાનાં પટાંગણમાં શહેર યુવા ભાજપ પ્રમુખ વિપુલ કાછડીયાએ આમરણાંત ઉપવાસનું રણશીંગુ ફુંકયું છે. તેમનાં ટેકામાં ભાજપનાં જયેશ કારીયા, ચંદુ પરમાર, અમૃત પરમાર, ધનસુખ વાળા, દામજી હડીયલ, રેખા પરમાર સહિતનાં આગેવાનો પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા.
પ્રશ્‍નોનું નિરાકરણ નહીં થાય ત્‍યાં સુધી આમરણાંત ઉપવાસ ચાલુ રાખવાની ચિમકી ઉચ્‍ચારેલ છે.

29-04-2018