Main Menu

Saturday, April 28th, 2018

 

અમરેલીમાં નાગનાથ મંદિરનાં દ્વિશતાબ્‍દી મહોત્‍સવની ઉજવણી

મહાઆરતી, શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમો વચ્‍ચે
અમરેલીમાં નાગનાથ મંદિરનાં દ્વિશતાબ્‍દી મહોત્‍સવની ઉજવણી
સુપ્રસિઘ્‍ધ નાગનાથ મંદિરમાં વ્‍હેલી સવારથી મોડી રાત્રી સુધી શિવભકતો દર્શનાર્થે ઉમટી પડયા
અમરેલી, તા. ર7
અમરેલીનાં સુપ્રસિઘ્‍ધ નાગનાથ મહાદેવ મંદિરનાં દ્વિશતાબ્‍દી પાટોત્‍સવની આજે આસ્‍થા અને ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવીહતી.
નાગનાથ મંદિરમાં વ્‍હેલી સવારે અને સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તો બપોર બાદ શહેરમાં ભગવાન               ભોળાનાથની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં શહેરીજનો આસ્‍થાભેર જોડાયા હતા અને વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. ભગવાન શિવની શોભાયાત્રાનું ઠેર-ઠેર આસ્‍થાભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
તદઉપરાંત સાંજનાં સમયે ફોરવર્ડ હાઈસ્‍કુલનાં પટાંગણમાં મહાપ્રસાદનો હજારો શ્રઘ્‍ધાળુઓએ આસ્‍થાભેર લાભ લીધો હતચો.
મહોત્‍સવની પુર્વ સંઘ્‍યાએ સીનીયર સીટીઝન પાર્ક ખાતે સંતવાણીનું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ નાગનાથ મંદિરને નવોઢાની જેમ શણગાર કરવામાં આવેલ છે.

અમરેલી જિલ્‍લાને બીટકોઈન મામલે ધમરોળતી સીઆઈડી

પોલીસ અધિક્ષકનાં વિશ્‍વાસુઓનાંઘરે ચેકીંગ શરૂ કરાયું
અમરેલી જિલ્‍લાને બીટકોઈન મામલે ધમરોળતી સીઆઈડી
સીઆઈડીને સર્ચ ઓપરેશન દરમિયાન અનેક સાહિત્‍ય હાથ લાગ્‍યાનું અનુમાન
અમરેલી, તા. ર7
અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્‍ચનાં પીઆઈ તથા પોલીસ કર્મીઓ ઘ્‍વારા સુરતનાં બિલ્‍ડર શૈલેષ ભટ્ટનું ગેરકાયદેસર અપહરણ કરી ખંડણી માંગી તથા ર00 બીટકોઈન મામલે રાજયની સીઆઈડી ક્રાઈમ ઘ્‍વારા ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે. ત્‍યારે આ બનાવમાં અમરેલી જિલ્‍લા પોલીસ વડા જગદીશ પટેલ, એલસીબી પીઆઈ એ.પી. પટેલ તથા બે પોલીસ કર્મી તથા સુરતના 1 વકીલ મળી કુલ પ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્‍યારે સીઆઈડી ક્રાઈમ ઘ્‍વારા ગઈકાલે મોડી રાત્રીના સમયે ફરીવાર અમરેલી પોલીસ હેડ કવાર્ટરમાં ત્રાટકી અને એસપી કચેરીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એક અધિકારી તથા એલસીબી કર્મચારીનાં ઘરે મોડી રાત્રીના સમયે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.
જો કે સીઆઈડીનાં અધિકારીઓએ આ સર્ચ ઓપરેશનમાં શું હકીકત મળી તે મીડીયાને જણાવેલ નથી. પરંતુ આ સર્ચ ઓપરેશન દરમિયાન આ બનાવને લગતી ખુબ જ મહત્‍વની કડીઓ મળી હોવાનું જાણવા મળ્‍યું છે.
આ સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ રાજયની સીઆઈડીનાં પાંચ જેટલા વાહનો રાત્રે જ ધારી તરફ જવા રવાના થયા હતા અને ધારીપંથકમાં આવેલ કેટલાંક ફાર્મ હાઉસમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્‍લેખનીય છે કે, અમરેલી એસપી કચેરીમાં એક વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા આ અધિકારી જિલ્‍લા પોલીસ વડા જગદીશ પટેલની ખુબ જ નજીક ગણાતાં હતા અને બીટકોઈન મામલે આ પીએસઆઈ ખુબ જ મહત્‍વની ગણી શકાય તેવી હકીકતથી માહિતગાર હોય જેથી તેમનાં નિવાસ સ્‍થાને સીઆઈડી ક્રાઈમ ઘ્‍વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્‍યું હતું.
આ ઉપરાંત અમરેલી એલસીબી પોલીસનાં એક કર્મચારીનાં ઘરે પણ સીઆઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. બીટકોઈન મામલે આ પોલીસ કર્મી મુંબઈ જઈ બીટકોઈનની રોકડી કરી હતી અને બીટકોઈન બાબતે મહત્‍વની કડી હોય તેમનાં ઘરે પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્‍યું હતું.
અમરેલી જિલ્‍લા પોલીસ વડા જગદીશ પટેલ હાલ પોલીસ રીમાન્‍ડ ઉપર હોય અને જે રીતે તેઓ નિવેદન આપી રહૃાા છે તે બાબતે સીઆઈડી ક્રાઈમ તપાસ કરી રહી છે. ત્‍યારે અમરેલીના પીએસઆઈ તથા પોલીસકર્મી વિશે પણ જગદીશ પટેલે કોઈ મહત્‍વની બાતમી આપી હોવાથી આ પીએસઆઈ તથા પોલીસકર્મી ઉપર તવાઈ ઉતરી હોવાનું જાણવા મળેલ છે.

રાજુલાનાં ધારાસભ્‍ય અંબરીશ ડેરની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી

રિલાયન્‍સ કંપની સામેનું આંદોલન ઉગ્ર બન્‍યું
રાજુલાનાં ધારાસભ્‍ય અંબરીશ ડેરની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી
વગર મંજુરીએ ધારાસભ્‍યએ ધરણા કાર્યક્રમ કર્યો
રાજુલા, તા.ર7
રાજુલાના રિલાયન્‍સ પીપાવાવ ડીફેન્‍સ સામે કોન્‍ટ્રકટરોના કરોડોની બાકી રકમ સામે ચાલતા ઉપવાસ બાદ આજે ધારાસભ્‍ય અંબરીશ ડેરની આગેવાનીમાં સાંજે કંપની સામે ધરણા કાર્યક્રમમાં પોલીસના ધાડેધાડા ખડકી દેવામાં આવ્‍યા હતા ધારાસભ્‍યે ધરણા કાર્યક્રમ પરવાનગી વિના યોજાતા પોલીસ તંત્રે ધારાસભ્‍ય ડેરની ટીંગાટોળી કરીને અટકાયત કરતા ધડીભર માટે મામલો ગરમાયો હતો.
રાજુલાની રિલાયન્‍સ પીપ્‍વવા ડીફેન્‍સ કંપની સામેકોન્‍ટ્રાકટરો છેલ્લા ઘણા સમયથી ધારણા આંદોલનો કરી રહ્યા છે ગઈકાલે કોન્‍ટ્રાકટરોની પોલીસે ધરપકડ કરીને જામીન ન લેતા 48 કોન્‍ટ્રાકટરો જેલભેગા થયા બાદ રાજુલાના ધારાસભ્‍ય અંબરીશ ડેરે કોન્‍ટ્રાકટરોની વ્‍હારે આવવા રિલાયન્‍સ ડીફેન્‍સ કંપની સામે ધરણાનું એલાન કર્યું હતું સાંજના 4 વાગ્‍યાથી કંપની સામે શરૂ કરેલા ધરણામાં પોલીસ તંત્રનો કાફલો ખડકી દેવામાં આવ્‍યો હતો બીટકોઈન પ્રકરણ બાદ ઇન્‍ચાર્જ એસ.પી. દેસાઈ, પ્રાંત કલેકટર, મામલતદાર, ડી. વાય. એસ. પી. સહિતનો મોટો કાફલો ધરણા કાર્યક્રમે ખડકાયો હતો અને ચાલુ ધરણા કાર્યકમ દરમ્‍યાન મામલતદારે પોલીસની જીપમાંથી એલાનકર્યું કે ધરણા કાર્યક્રમની પરવાનગી લીધી નથી ઉભા થઇ જાવ પણ ધારાસભ્‍ય અંબરીશ ડેર અને 100 જેટલા સમર્થકો ધરણા ચાલુ કરીને રામધુન શરૂ કરી હતી પણ પોલીસ ધરણા કાર્યક્રમમાં ઘસી જઈને ધારાસભ્‍ય અંબરીશ ડેરની ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં ધકેલી દીધા હતા અને ધારાસભ્‍ય અંબરીશ ડેરે કંપની સામે કોન્‍ટ્રાકટરોના બાકી પૈસા અને પોલીસની તાનાશાહી કરીને અટકાયત કરી હોવાનો આક્ષેપ કરતા જણાવ્‍યું હતું કે, છેલ્‍લા પીસ્‍તાલીશ – પીસ્‍તાલીશ દિવસથી કોન્‍ટ્રાકટરો ઉપવાસ કરી રહ્યા છે તો પણ તંત્રના પેટનું પાણી હલતું નથી સરકાર નીમ્‍ભર બની ગઈ છે પણ ધારાસભ્‍યે ધરણા કરવાની જાહેરાત કરી અનેસવિનય કાનુનભંગ કરવાની ધારાસભ્‍ય ડેરને ફરજ ઉભી થઇ હોવાનું ધારાસભ્‍યે જણાવ્‍યું હતું સાથે પોલીસ તંત્ર કંપનીનું પ્‍યાદું બનીને કાર્યવાહી કરી રહી હોવાનો આક્ષેપ ધારાસભ્‍ય ડેરે કર્યો હતો ત્‍યારે રાજુલા મામલતદારે જણાવ્‍યું હતું કે, કંપની સામે ધરણા અંગે ધારાસભ્‍ય ડેરે પરવાનગી ન લેતા ધારાસભ્‍ય સહિતના લોકોની અટકાયત કરીને પોલીસ મથકે લઇ જવામાં આવ્‍યા હતા ત્‍યારે પોલીસ તંત્રના ડી.વાય.એસ.પી.માવાણીએ જણાવ્‍યું હતું કે, પરવાનગી લીધા વિના ગેરકાયદેસર માંદલું રચીને ધરણા કરતા હોવાથી ધારાસભ્‍ય સહિતના ધરણા કરતા લોકોની અટકાયત પોલીસે કરી હતી પણ પીપાવાવ પોલીસ મથકે ધારાસભ્‍ય ડેર અને ઇન્‍ચાર્જ એસ.પી.દેસાઈ વચ્‍ચે ચકમક જરી હતી અને મામલો માંડ થાળે પડયો હતો પણ ધારાસભ્‍ય ડેરની અટકાયત પોલીસે કરી લીધી હતી.

લીલીયા તાલુકાના ગામડાઓનો પ્રવાસ કરતા સાંસદ કાછડીયા

ગત તા. 14 એપ્રિલ -ર018 થી ચાલુ થયેલ ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાએ તા. ર7 એપ્રિલના રોજ અમરેલી જિલ્‍લાના લીલીયા તાલુકાના ખારા, ટીંબડી, ભોરીંગડા, બવાડી, ઇંગોરાળા, ક્રાંકચ, કુતાણા, કલ્‍યાણપર, પાંચતલાવડા, નાના રાજકોટ, નાના કણકોટ અને ગુંદરણ ગામનો પ્રવાસ ખેડી કાર્યકરો અને ગામ લોકો સાથે મુલાકાત કરી કેન્‍દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ જન કલ્‍યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતી આપેલ હતી અ ને યોજનાઓનો લાભ લેવા અંગે માર્ગદર્શન પુરૂ પાડેલ હતુ.  સાંસદ સાથે આ તકે, તાલુકા ભાજપના ચતુરભાઈ કાકડીયા, ભીખાભાઇ ધોરાજીયા, ભીખાભાઈ ધારૈયા, હસમુખભાઇ હપાણી, ભનુભાઈ ડાભી, વિજયભાઈ ગજેરા, કાંતિભાઇ શિંગાળા, મગનભાઈ દૂધાત, કેતનભઇ ઢાંકેચા, સુખાભાઇપોલરા, તુષારભાઇ ધોરાજીયા, ભરતભાઇ ઠુમ્‍મર, પ્રવિણભાઇ પાંચાણી, જીજ્ઞેશભાઈ સાવજ, જતીનભાઇ ત્રિવેદી, ગૌતમભાઇ વિંછીયા, હસમુખભાઇ પોલરા, ઘનશ્‍યામભાઇ મેઘાણી સહિત પ્રવાસ દરમ્‍યાનના તમામ ગામોના સરપંચો અને કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા.

અવસાન નોંધ

અવસાન નોંધ
બગસરા : બગસરા નિવાસી લુહાર જીણાભાઈ પરબતભાઈ ડોડીયા (ઉ.વ.80) તે જય ખોડીયાર એન્‍જી. વાળા કાળુભાઈ (ચંદ્રકાંતભાઈ)ના પિતાજી તેમજ ચંદુભાઈ (એશિયન ટ્રેડીંગ), પીનાભાઈ (પ્રવિણચંદ્ર) લેથવાળાના કાકા તે સ્‍વ. વનમાળીભાઈ અરજણભાઈ ચુડાસમા (સાવરકુંડલા)ના જમાઈનું તા.ર6ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.ર8/4ને શનિવારના રોજ સાંજના 4 થી 6 શ્રી દશા સોરઠીયા વણિક સમાજ વાડી, બગસરા ખાતે રાખેલ છે.

ઓરીસ્‍સા ખાતે દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતીમાં નાફસ્‍કોબની બોર્ડ મીટીંગ યોજાઈ

પરિવારમાં એકબીજાને સહકાર આપવાની વૃત્તિ અને પ્રવૃત્તિની જેમ જ સહકારી ક્ષેત્ર પણ એક પરિવાર જ છે તેનો લાભ નાનામાં નાના માનવી અને ગામડા સુધી પહોંચે અને તેના થકી પરિવાર, ગામ, શહેરનો વિકાસ અને રોજગારીની તકો ઉદ્યભવે તેવા કાર્ય સાથે દેશનું સહકારી ક્ષેત્ર કામ કરી રહેલ છે. આવા જ ઉદ્યેશ સાથે નાફસ્‍કોબની બોર્ડ ઓફ ડીરેકટર્સની મીટીંગ દિલીપ સંઘાણીની આગેવાનીમાં ઓરીસ્‍સાનાંભૂવનેશ્‍વર ખાતે મળી જેમાં બોર્ડ ઓફ ડીરેકટર્સ સહિત સ્‍થાનિક રાજયનાં સહકારી આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા. સમૃઘ્‍ધ રાજય તરીકેની ગણનામાં ઓરીસ્‍સા આવે છે અને તે રાજયનું સહકારી એકમ પણ આવી પ્રવૃત્તિમાં ઉંડો રસ ધરાવતું હોવાથી ઓરીસ્‍સાનાં યજમાન પદે નાફસ્‍કોબની બોર્ડ મીટીંગ યોજાયેલ હોઈ, બોર્ડ મીટીંગ બાદ સ્‍થાનિક સહકારી આગેવાનો સાથે વિકાસ માટે સહકારી પ્રવૃત્તિનાં અસરકારક મંતવ્‍યોની આપ-લે કરવામાં આવી હતી. નાફસ્‍કોબની પ્રવૃત્તિ જનહિતકારી બનાવવા પર ભાર મૂકવામાં આવેલો. ભૂવનેશ્‍વર ખાતે નાફસ્‍કોબનાં ચેરમેન દિલીપ સંઘાણી, ડો. બિજેન્‍દ્રસિંહ, અશોક બજાજ, ભીમા સુબ્રમણ્‍યમ્‌ સહિત બોર્ડ મેમ્‍બર્સ અને રાજય સ્‍થાનિક સહકારી આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા તેમ સંસ્‍થાકીય યાદીમાં જણાવાયેલ છે.

લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) દ્વારા રાહત દરે નોટબુકનું વિતરણ

સેવાકીય પ્રવૃતિ માટે અમરેલી જિલ્લામાં હરહંમેશ આગળ રહેતી સેવાકીય સંસ્‍થા લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) દ્વારા વિદ્યાર્થીઓને સસ્‍તા ભાવે એક્‍સક્‍લુઝિવ ક્‍વોલિટીના ચોપડાઓ મળી રહે તે માટે અમરેલીના વિવિધ વિસ્‍તારોમાં નોટબૂક વિતરણની વ્‍યવસ્‍થા કરવામાં આવેલી છે. આજરોજ જિલ્લા પોલિસ અધિક્ષક દેસાઈના વરદ હસ્‍તે આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો. દેસાઈએપ્રશંસા વ્‍યકત કરતાં આ સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી અને કહ્યું હતું કે, લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ની ટીમ દ્વારા જે રીતે ઉત્તમ ગુણવત્તાવાળા ચોપડાઓ બનાવવામાં આવ્‍યા છે તે ખરેખર પ્રશંસનીય છે. લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) દ્વારા અમરેલી જિલ્લાના મહત્તમ વિદ્યાર્થીઓને સસ્‍તા ભાવે ચોપડાઓ મળી રહે તે માટે દોઢ લાખ જેવા ચોપડાઓ તૈયાર કર્યા છે. પ્રાથમિકથી લઈને કોલેજ કરતાં વિદ્યાર્થીઓને પ્રયાનમાં રાખીને રેગ્‍યુલર સાઈઝ, જમ્‍બો લોંગ બુક તૈયાર કરી છે. જેની કિંમત 13 રૂપિયા, 1પ રૂપિયા અને ર0 રૂપિયા રાખવામાં આવી છે. આ ચોપડાઓ માર્કેટ ભાવ કરતાં ઘણી સસ્‍તી અને સુપર ક્‍વોલિટી પ્રોડકટ છે. સંસ્‍થાના સદસ્‍યો અને સહયોગી પ્રવર્તકના સહયોગથી આ સસ્‍તી નોટબૂક કરવી સંભવ બની છે. લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ વસંત મોવલિયાએ જણાવ્‍યું હતું કે, નોટબુક વિતરણ પાછળનો અમારો એક જ ઉદેશ્‍ય છે કે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ વસ્‍તુ સસ્‍તા દરે આપવી. આ નોટબુક બનાવવા માટે લાયન ટીમે ખૂબ મહેનત કરી છે અને તેના પરિણામે આજે અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓને ખૂબ ઓછા દરે સુપર ક્‍વોલિટી બ્રાન્‍ડના ચોપડાઓ મળી શકયા છે. નોટબુક વિતરણ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે સમાજ અગ્રણી હિતેશ માંજરિયા, લાયન્‍સ કલબ ઓફ અમરેલી (સીટી)ના પ્રમુખ રિધેશ નાકરાણી,લાયન ઝેડસી પરેશ કાનપરિયા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યાં હતાં. લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ વસંત મોવલિયા, ઉપપ્રમુખ રમેશ કાબરિયા, ખજાનચી દિનેશ કાબરિયા, મંત્રી મુકેશ કોરાટ અને લાયન સદસ્‍ય કાળુભાઈ સુહાગિયા, રિતેશ સોની, સંજય રામાણી, કેશલ ભિમાણી, અરૂણ ડેર, ભીખુભાઈ કાબરિયા, દિપક ધાનાણી, સંજય માલવિયા, વિજય વસાણી, જલ્‍પેશભાઈ મોવલિયા, કિશોર નાકરાણી, પરેશ ઉભડા, મુકેશ લિંબાસિયા, કલ્‍પેશ વોરા, જીતુ સુહાગિયા, રાકેશ નાકરાણી, કનુ દેસાઈ, હિતેશ બાબરિયા, રોહિત મહેતા, પંકજ ધાનાણી, વિઠ્ઠલભાઈ જયાણી, દયાળભાઈ સંઘાણી, નિલેશ કોરાટ, આશિષ ઠુમ્‍મર, નિલેશ મુલાણી, કિશોર શિરોયા હાજર રહ્યાં હતાં.

28-04-2018