Main Menu

Wednesday, April 25th, 2018

 

વંડા ગામે પેટ્રોલ પંપ પાછળ જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતાં 4 ઝડપાયા

અમરેલી, તા. ર4
સાવરકુંડલા ગામે રહેતાં લવજી કાનજીભાઈ ચૌહાણ, રામજીભાણાભાઈ મકવાણા, પીઠવડી ગામે રહેતાં ભીખા રાવતભાઈ ચાંદુ તથા વંડા ગામે રહેતાં ગોબર કેશુભાઈ મેણીયા વિગેરે ગઈકાલે સાંજનાં સમયે વંડા ગામે આવેલ પેટ્રોલ પંપની પાછળનાં ભાગે જાહેરમાં વરલી મટકાનો જુગાર લખી લખાવી રોકડ રકમ રૂા.13700 તથા વરલી મટકાનાં સાહિત્‍ય સાથે વંડા પોલીસે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

બગસરા પંથકનાં ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

ટપક અને ફુવારાની સબસીડી મામલે રોષ
બગસરા, તા.ર4
બગસરા શહેર તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારના ખેડૂત ખાતેદારો દ્વારા ટપક તેમજ ફુવારા પઘ્‍ધતિમાં સરકારના અવનવા ફતવા સામે આજરોજ મામલતદારને આવેદનપત્ર પાઠવી રોષવ્‍યકત કર્યો હતો.
વિગત અનુસાર જી.જી.આર.સી. યોજના હેઠળ ટપક તેમજ ફુવારા પઘ્‍ધતિમાં સબસીડી આપવામાં આવે છે. પરંતુ જી.જી.આર.સી. દ્વારા તા.4નાં બહાર પાડવામાં આવેલા નવા નિયમોથી ખેડૂત ખાતેદારો ત્રાહીમામ પોકારી ગયા છે.
7/1રમાં કૂવાનો ઉલ્‍લેખ હોવા છતાં કૂવા પાસે ખાતેદારને ઉભો રાખી ફોટા ફરજિયાત આપવો. ફુવારા પઘ્‍ધતિમાં બેંકની પાસબુકની ઝેરોક્ષ સાથે શરૂથી અંત સુધીનું તમામ ટ્રાન્‍ઝેકશનની ઝેરોક્ષ માંગવામાં         આવે છે.
ફુવારા પઘ્‍ધતિમાં ઉભા પાકને નુકશાન થતું હોવા છતાં સિસ્‍ટમ ચાલુ કરી વેરીફીકેશન કરવામાં આવે છે.
ચૂંટણી પૂર્વે ટપક તેમજ ફુવારા પઘ્‍ધતિ પર થતો જી.એસ.ટી. સરકાર ભોગવશે તેવા વચનો આપી ચૂંટણી પૂર્ણ થતા જ ખેડૂતો પર 1ર% જી.એસ.ટી. ઠોકી દેવામાં આવેલ છે.
ઉપરોકત બાબતોથી ખેડૂતોને આર્થિક નુકશાન સાથો સાથ જટીલ નિયમોમાંથી પસાર થવું પડતું હોવાથી આ અંગે મામલતદારને આવેદન પત્ર પાઠવી તઘલખી નિયમો રદ કરી સરળતાથી ખેડૂતોને સિસ્‍ટમ મળી રહે તેવી માંગણી કરી છે.

સરસ : અમરેલીનાં ઈન્‍ચાર્જ એસ.પી. દેસાઈએ એલસીબી અને એસઓજીનું નવસર્જન શરૂ કર્યું

ર6 જેટલા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવતાં ફફડાટ
અમરેલી, તા.ર4
સમગ્ર રાજયમાં ચકચાર મચાવનાર બીટકોઈનના મામલે અમરેલી લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. અનંત પટેલ તથા તેમના સ્‍ટાફ સામે અપહરણ કરી ખંડણી માંગવા સબબની ફરિયાદ નોંધાયા બાદ જે રીતે રાજયની સી.આઈ.ડી. ક્રાઈમ જે રીતે તપાસ હાથ ધરી છે તેના પગલે આ તોડપાણીના મામલેકોન્‍સ્‍ટેબલથી લઈ આઈ.પી.એસ. જિલ્‍લા પોલીસ વડાની ધરપકડ કર્યા બાદ હવે અમરેલી જિલ્‍લા પોલીસ વિભાગમાં પણ સાફસૂફી હાથ ધરવામાં આવી છે. જેના પગલે અમરેલી લોકલ ક્રાઈમ બ્રાંચ તથા સ્‍પે. ઓપરેશન ગૃપ (એસ.ઓ.જી.) બ્રાંચના લગભગ તમામ ર6 જેટલા કર્મચારીઓને ગઈકાલે મોડી રાત્રીના બદલીઓ કરી નાખવામાં આવી છે. આ બદલી કરવા પાછળ માત્ર વહીવટી સરળતા ખાતર બદલીઓ કરવામાં આવી હોવાનું જણાવાયું છે પરંતુ આ બદલી ઈન્‍ચાર્જ એસ.પી.એ કરતાં આ બદલી રાજયનાં ઉચ્‍ચ અધિકારીની સુચનાથી બદલી કરવામાં આવી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહયું છે.
ગઈકાલે મોડી રાત્રીના થયેલ બદલીના ઓર્ડરમાં ર6 કર્મચારીઓને જિલ્‍લાના અલગ અલગ પોલીસ સ્‍ટેશનમાં બદલી કરી નાખવામાં આવી છે. જયારે આ તમામ ખાલી જગ્‍યાઓ ઉપર કોઈ નવી નિમણૂંક આપવામાં નહીં આવતા હાલ તુરંત તો આ લોકલ ક્રાઈમ બ્રાંચ તથા એસ.ઓ.જી. બ્રાંચનું વિસર્જન કરી નાખવામાં આવ્‍યું હોય તેમ લાગી રહયું છે.

લાઠીનાં ઈંગોરાળા ગામે સરકારી નાણાંનો દુરૂપયોગ અટકાવવા માંગ

ભાજપ અગ્રણી હિરપરાએ કરી તપાસની માંગ
લાઠીનાં ઈંગોરાળા ગામે સરકારી નાણાંનો દુરૂપયોગ અટકાવવા માંગ
પુર સંરક્ષણની દીવાલને લઈનેગેરરીતી
અમરેલી, તા. ર4
લાઠીનાં ઈંગોરાળા ગામનાં વતની અને ભાજપનાં અગ્રણી મયુરભાઈ હિરપરાએ મુખ્‍યમંત્રી રૂપાણીને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે 1પ% વિવેકાધિન વર્ષ 17/18માં ઈંગોરાળા ગામે જ સંરક્ષણ દીવાલનું જે કામ મંજુર થયેલ છે તે કામ પુર સંરક્ષણ દીવાલને બદલે મંદિર પાસે કમ્‍પાઉન્‍ડ વોલ બનાવવામાં આવેલ છે. જે પુર સંરક્ષણ દીવાલને બદલે અન્‍ય જગ્‍યાએ કામ થયેલ છે. આ સ્‍થળ ફેરબદલ થયેલ છે. સદર કામ પુર સંરક્ષણ હેતુ માટે ઉપયોગ થયેલ તેમ જણાતું નથી. પુર સંરક્ષણ દીવાલને બદલે કમ્‍પાઉન્‍ડ હોલનું એસ્‍ટીમેન્‍ટ મોકલેલ છે. જે કામનું તાલુકા પંચાયત – લાઠી ર્ેારા ગ્રામ પંચાયતને સ્‍થળ તપાસ તેમજ કામની તપાસણી યોગ્‍ય કક્ષાએ સક્ષમ અધિકારી ર્ેારા કરવા અંતમાં માંગ કરેલ છે.

રામપરા-ર ગામે આવેલ કોમ્‍પલેક્ષમાં કાચ તોડી રૂા. 89 હજાર રોકડની ચોરી

અમરેલી, તા. ર4
રાજુલા તાલુકાનાં રામપરા-ર ગામે રામ કોમ્‍પલેક્ષમાં ઓફીસ ધરાવતાં લાલાભાઈ રામભાઈ રામ નામનાં યુવકની રામ લોજીસ્‍ટીક નામની ઓફીસમાં ગઈકાલે વહેલી સવારનાં સમયે તે જ ગામે રહેતાં બાવભાઈ ઉનડભાઈ વાઘ તથા નનાભાઈ સાર્દુળભાઈ વાઘ નામનાં બે ઈસમોએ ઓફીસનાં કાચ લાકડી વડે તોડી નાંખી પ્રવેશ કરી રૂા.1પ હજારનું નુકશાન કરી તથા ટેબલમાં પડેલા રોકડ રકમ રૂા.89 હજારની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસમાં નોંધાઈ છે. આ બનાવ અંગે પી.એસ.આઈ. વી. એલ. પરમારે વધુ તપાસ હાથ ધરી છે.

ચલાલા ખાતે આઈ.સી.ડી.એસ. ઘટક ધારી દ્વારા કુપોષણ જાગૃતિ માર્ગદર્શન

સેમીનાર યોજાયો
ચલાલા તા.18/4/18 ને બુધવારના રોજ ચલાલા મુકામે આઈ. સી. ડી. એસ.ઘટક ધારી દ્વારા કુપોષણ જાગૃતિ અભિયાન અને સામુદાયિક વજન અંતર્ગત કાર્યક્રમ ચલાલા કુમાર શાળા – આંગણવાડી ખાતે યોજવામાંઆવેલ. આ કાર્યક્રમની શરૂઆતમાં આઈ.સી.ડી.એસ. ધારીના સી.ડી.પી.ઓ. શારદાબેન ટાંક દ્વારા કાર્યક્રમ અંગે છણાવટ કરી તમામ ઉપસ્‍થિત મહાનુભાવો અને વાલીઓને આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં ધારીના ટી.ડી.ઓ. વેગડા, નગરપાલિકા, ચલાલાના પ્રમુખ હિંમતભાઈ દોંગા, ઉપપ્રમુખ અનિરૂઘ્‍ધભાઈ વાળા, ચીફ ઓફિસર ભીંડી, ચલાલા ભાજપના અગ્રણી બિચ્‍છુભાઈ માલા, મહામંત્રી પ્રકાશભાઈ કારીયા, નગરપાલિકાના સદસ્‍ય ગીતાબેન કારીયા, સી.ડી.પી.ઓ. શારદાબેન ટાંક, સુપરવાઈઝર રમાબેન ભરાડ, સુપરવઈઝર પ્રતિભાબેન દવે, હેલ્‍થ સુપરવાઈઝર વાડદોરીયાભાઈ, તેમજ અનેક નાના મોટા કાર્યકરો, નગરપાલિકાનો સ્‍ટાફ, તથા બાળકો અને બાળકોના વાલીઓ, તેમજ મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા. ઉપસ્‍થિત તમામ મહાનુભાવો અને અધિકારીગણ દ્વારા પોષણ જાગૃતિ ઉપરાંત કુપોષણ અને ગ્રોથ ચાર્ટ તથા સગર્ભા બહેનો અંગે વિગતવાર સરકારના અભિગમ અંગે માહિતગાર કરવામાં આવ્‍યા હતા. વધુમાં ઉપસ્‍થિત તમામ બાળકો, વાલીઓ, તથા માતાઓને કુપોષણ નાબુદિ અને આરોગ્‍ય વિષયક માહિતીઓ આપી સરકાર દ્વારા ચાલતી બહેનો અને બાળકો માટેની વિવિધલક્ષી યોજનાઓનો લાભ દરેક ઘર-ઘર સુધી પ્રાપ્‍ત થાય તે અંગે ઉપસ્‍થિત ભાઈ-બહેનોને સંકલ્‍પ કરવામાં આવેલ. અંતમાં આઈ.સી.ડી.એસ.ઘટક, ધારીનામાર્ગદર્શન મીનારને સફળ બનાવવા માટે સી.ડી.પી.ઓ. શારદાબેન ટાંક, સુપરવાઈઝર રમાબેન ભરાડ અને પ્રતિભાબેન દવે, આંગણવાડીના સંવાહક ભાવનાબેન જેઠવા તથા જયશ્રીબેન ગેડીયા તેમજ ચલાલા આજુ-બાજુના વિસ્‍તારના આંગણવાડીના બહેનોએ તથા નગરપાલિકાના સ્‍ટાફ દ્વારા સફળ જહેમત ઉઠાવવામાં આવેલ છે.

વીરપુર ગામની સગીરાને વિસાવદર પંથકનો ઈસમ ભગાડી ગયો

છ મહિના પહેલાનાં બનાવમાં નોંધાઈ પોલીસ ફરિયાદ
અમરેલી, તા. ર4
ધારી તાલુકાનાં વીરપુર ગામે રહેતી એક 16 વર્ષની સગીરાને આજથી લગભગ 6 માસ પહેલા વિસાવદર તાલુકાનાં ખાંભાગીર ગામનો આશીષ રમેશભાઈ ડાભી નામનો ઈસમ લલચાવી ફોસલાવી બદકામ કરવાનાં ઈરાદે ભગાડી ગયાની ફરિયાદ સગીરાનાં પિતાએ ધારી પોલીસમાં નોંધાવી છે.

રાજસ્‍થળી ગામ નજીક ફતેપુરનાં તરૂણનું અકળ કારણોસર મોત

અમરેલી, તા.ર4
અમરેલી નજીક આવેલ ફતેપુર ગામે રહેતાં જગદિશ જયસુખભાઈ ડાબસરા તથા અન્‍ય લોકો આજે સવારે રાજસ્‍થળી ગામે મજુરી કામે ટ્રેકટર નંબર જી.જે. 14 ડી 7643માં જતાં હતા ત્‍યારે રાજસ્‍થળી ગામ નજીક ટ્રેકટર ઉભુ રાખી તેમાં બેઠેલા અન્‍ય લોકો પાણી પીવા નિચે ઉતર્યા હતા અને આ જગદિશભાઈ ટ્રેકટરનાં પંખા ઉપર બેસી રહેલા અને અન્‍ય લોકો પરત ફર્યા ત્‍યારે તેઓ નિચે પડી ગયેલા હોય, તેમને સારવાર માટે દવાખાને ખસેડાતાં તેમનું મૃત્‍યુ થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

લાઠીમાં ગેરકાયદેસર દોડતાં રેતી ભરેલ ડમ્‍પરને ઝડપી લેવાયું

ખનીજ ચોરી સામે વધુ કાર્યવાહીની જરૂર
અમરેલી, તા. ર4
બોટાદ તાલુકાનાં નાના પાળીયાદ ગામે રહેતાં રૂગનાથ દલાભાઈ બાવળીયા પોતાના હવાલાવાળા ડમ્‍પર નંબર જી.જે. 33 ટી 6પ97માં આજે વહેલી સવારે લાઠી ટાઉનમાં રોયલ્‍ટી ભર્યા વગર રપ ટન રેતી ભરીને નિકળતાં પોલીસે તેમને રોકી પુછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ નહી આપતા તથા ડમ્‍પરનાં કાગળો તથા લાયસન્‍સ સહિતનાં ડોકયુમેન્‍ટસ પણ નહીં મળતાં તે ડમ્‍પરને પોલીસે અટકાયત કરી લીધો હતો.

રાજુલા પંથકમાં બેખૌફ બનેલ ભૂમાફીયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે આજથી આંદોલન

 પીપાવાવનાં ગામજનોની રજૂઆત મહેસૂલી વિભાગે ઘ્‍યાને ન લીધી
રાજુલા પંથકમાં બેખૌફ બનેલ ભૂમાફીયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે આજથી આંદોલન
નાયબ કલેકટરની કચેરી ખાતે ઉપવાસ આંદોલન શરૂ થશે
રાજુલા, તા.ર4
રાજુલા તાલુકાના પીપાવાવ ધામ ગામ તથા આસપાસના ગામોની ગામ પંચાયત માલીકીની જમીન ઉપર છેલ્‍લા ઘણા વર્ષોથી પ્રાઈવટ કંપનીઓ ખાનગી માફીયા માણસોએ ગેરકાયદેસર કબ્‍જો જમાવી જમીન ઉપર દબાણ કરેલ છે. કંપનીની લીઝ પુરી થઈ હોવા છતાં પણ કબ્‍જો મુકયો નથી અને તે કંપનીમાં કામ ચાલુ છે.
જમીન મુકત કરાવવા કલેકટર મારફત રાજયપાલ, રાજય સરકારને ગામજનો દ્વારા વારંવાર લેખીત રજૂઆત કરવામાં આવેલી હોવા છતાં જમીન ખાલી કરવા બાબત તંત્ર દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ન હોયગત તા.પ/4ના રોજ કલેકટરને લેખીત રજૂઆતમાં જણાવ્‍યા મુજબ તા.ર0/4 સુધીમાં ગામજનોને ન્‍યાય નહીં મળે, ગામની જમીનનો કબ્‍જો ખાલી કરાવવામાં નહીં આવે તો ગામજનો, ભાઈઓ, બહેનો, બાળકો સહિત કલેકટર કચેરી પર ધરણા પર બેસી ન્‍યાય માટે ગાંધી ચિંઘ્‍યા માર્ગે આંદોલન કરશું.
આ અલ્‍ટીમેટમ પછી પણ સરકારી તંત્રના પેટનું પાણી હલતું નથી ત્‍યારે ગામજનો રજૂઆતમાં જણાવ્‍યા મુજબ કલેકટર ઓફિસે ધરણા કરવા જઈ રહેલ હોય ખેત મજૂરો, પશુપાલકો, સૌ ભાઈઓ- બહેનો, બાળકોને ગામજનોને ન્‍યાય અપાવવા આ જન આંદોલનમાં સાથ સહકાર આપવા અનુરોધ કરાયો છે.

ખાંભા પંથકમાં મિલ્‍ક માફીયાઓ પર ફુડ વિભાગનાં દરોડા

વર્ષોથી બનાવટી દુધનો કારોબાર ફુલ્‍યો ફાલ્‍યો હોય ચકાસણી શરૂ
ખાંભા પંથકમાં મિલ્‍ક માફીયાઓ પર ફુડ વિભાગનાં દરોડા
રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢની ફુડ વિભાગની ટીમ ત્રાટકતા ફફડાટ
ર0 સ્‍થળોએથી દુધનાં નમુના લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાયા
ખાંભા, તા. ર4
ખાંભા તાલુકામાં બનાવટી દૂધનો કારોબાર બેફામ ચાલતો હોવાની બાતમી ગાંધીનગર સુધી પહોંચતા આજે ખાંભા તાલુકામાં આજે સવારે ફુડ વિભાગની રાજકોટ, જુનાગઢ, ભાવનગર, અમરેલીની ટીમ અલગ-અલગ રીતે ટપકી હતી. જેમાં બોરાળા, ધાવડીયા, પીપળવા, ગીદરડી, તાતણીયા અને સાળવાની દૂધની ડેરીમાં દરોડા પાડયા હતા. જેથી દૂધ માફિયામાં ફફડાટ ફેલાયો હતો અને દૂધ માફીયાઓ ભુગર્ભમાં ઉતરી ગયા હતા. જયારે ખાંભા તાલુકામાં બેફામ રીતે બનાવટી દૂધ બની રહૃાું હોવાનું જાણવા મળેલ હતું. ત્‍યારે ફુડ વિભાગ ઘ્‍વારા આવા બનાવટી દૂધનો કારોબાર અટકાવવો જરૂરી છે અને ખાંભા તાલુકામાં અગાઉ પણ બનાવટી દૂધ પકડયું હતું છતાં કોઈ પ્રકારના પગલાં ભરવામાં આવ્‍યા ન હતા. ત્‍યારે આજે ફુડ વિભાગ ઘ્‍વારા ખાંભા તાલુકાનાં 6 ગામડાની દૂધની ડેરીઓ પર દરોડા પાડી અને દૂધના નમૂનાઓ લીધા હતા.
જયારે સમગ્ર ગુજરાતમાં નકલી દૂધનું કૌભાંડ ચાલી રહૃાું હતું ત્‍યારે આજેફુડ વિભાગની ટીમો ખાંભા તાલુકામાં ત્રાટકી હતી અને બનાવટી દૂધની ડેરીઓ ખાંભા તાલુકામાં ચાલતી હોવાની બાતમીનાં આધારે દૂધ માફીયાઓ સામે પગલાં ભર્યા હતા અને ફુડ વિભાગે ર0 જેટલા સેમ્‍પલોનાં નમૂના લીધા હતા. અને તમામ નમૂના વડોદરા ખાતે ફોરેન્‍સીકમાં લઈ જવામાં આવશે તેવું ફુડ વિભાગનાં એ.કે. શાહે જણાવ્‍યું હતું. ત્‍યારે ફુડ તંત્રની કામગીરીથી ખાંભા તાલુકા અને દૂધ માફીયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

સાવરકુંડલાની પરમસુખ સોસાયટીનું સુખ છીનવતાં રાજકીય આગેવાનો

સોસાયટીનાં સાર્વજનિક પ્‍લોટમાં ગેરકાયદેસર બાંધકામ ખડકીને
સાવરકુંડલાની પરમસુખ સોસાયટીનું સુખ છીનવતાં રાજકીય આગેવાનો
દબાણ કરનાર તરીકે પાલિકાનાં પૂર્વ પ્રમુખનુંનામ હોવાનું જણાવતાં રાજકારણ ગરમાયું
સાવરકુંડલા, તા. ર4
સોસાયટીમાં આવેલકોમન પ્‍લોટમાં ડી.કે.પટેલ (પૂર્વ પ્રમુખ નગરપાલીકા) તથા જયસુખ નાકરાણી ર્ેારા રજા કે મંજુરી લીધા વગર બિન અધિકૃત બાંધકામ કરી સોસાયટીનાં કોમન પ્‍લોટમાં કમ્‍પાઉન્‍ડ વોલ કરી ગેઈટ મુકીને તેને તાળા મારીને કબજો કરેલ છે. અને બાંધકામ કરવાની સોસાયટીનાં રહીશોની મનાઈ હોવા છતાં આ લોકો ર્ેારા કોઈ પણ પોતાની માલીકીનાં પુરાવાઓ કે બાંધકામ કરવાની પરવાનગી ન હોવા છતાં અને સત્તાનાં જોરે અને રાજકીય વગ ધરાવતા હોય અને રાજકીય હાથ ઘણા લાંબા હોય તેમજ રાજકીય સાંઠગાંઠ ધરાવતા હોવાથી સોસાયટીન રહિશોની મનાઈ હોવા છતાં પોતાની મનમાની અને જોહુકમીથી કબજો કરેલ છે.
વધુમાં જણાવેલ છે કે આ સોસાયટીમાં પટેલ, મિસ્‍ત્રી-સુથાર, ગુજરાતી સગર, કોળી, આહીર, હરીજન, મોચી આમ દરેક જ્ઞાતિના લોકો હળીમળીને રહીએ છીએ. આ પ્‍લોટ કોઈ એકજ જ્ઞાતિને આપીને પોતાના રાજકીય રોટલા શેકવા સોસાયટીનાં કોમન ઉપયોગ કરેલ છે. જો આવી રીતે થાય તો સોસાયટીમાં અમોની વચ્‍ચેના સંબંધોમાં તીરાડ પડે તેવું આ રાજકીય ઈસમો ર્ેારા કરવામાં આવી રહૃાું છે.
તો તે સોસાયટી ગામ સાવર સામાપાદર સર્વે નં. 44પ,446,448 અને 449 પૈકી એકર 8 ગુંઠા ર8ના રહેણાંક હેતુના સાર્વજનિક પ્‍લોટ નં.(1) 1788.00 ચો.મી. સાર્વજનિક પ્‍લોટ નં.(ર) 7ર3.રપ ચો.મી.સાર્વજનિક પ્‍લોટ નં.(3) 388.00 ચો.મી. જે આ ત્રણ પ્‍લોટનું કુલ જગ્‍યા ર899.રપ ચો.મી. થવા જાય છે. અને જે ચોરસ વાર પ્રમાણે 340ર.પ9 ચો.વાર થાય છે. જેની હાલની અંદાજીત વેલ્‍યુએશન કિંમત રૂા.3પ00 ચો.વાર છે. જે 1,19,0907ર (એક કરોડ ઓગણીસ લાખ નવ હજાર બોતેર રૂપિયા) જેવી માતબર કિંમતની મિલ્‍કતમાં કબજો કરેલ છે. જે કોમન પ્‍લોટો અમારી સોસાયટી લગ્ન પ્રસંગે ધાર્મિક કાર્યો, વાહનો પાર્કિગ તેમજ સિનિયર સિટીઝન પાર્ક કે પાણીની ઓવરહેડ ટેક કે આંગણવાડી કે આરોગ્‍ય કેન્‍દ્ર કે વિસ્‍તારનાં રમત ગમત કે બાળકો કે વિસ્‍તારનાં રહિશોનાં સર્વાગી ઉત્‍થાન માટે આગામી ર0 વર્ષ માટે નગરપાલિકાના પાણીનાં પ્રશ્‍ન કે આ વિસ્‍તારનાં રહિશોનાં પ્રાણ પ્રશ્‍નો માટે આ ત્રણ પ્‍લોટો જીવન નિર્વાહ માટે ઉપયોગી થાય તેમ છે. સોસાયટીના રહીશોએ આ પ્‍લોટ ઉપરનું બિન અધિકૃત બાંધકામ ડીમોલેશન કરી આ ત્રણ કોમન પ્‍લોટોનો કબજો ખાલી કરાવી આપવા અંતમાં માંગ કરેલ છે.

અમરેલી જિલ્‍લામાં ચણાની ટેકાનાં ભાવે ખરીદી કરો

ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવાની જવાબદારી રાજય સરકારની
અમરેલી જિલ્‍લામાં ચણાની ટેકાનાં ભાવે ખરીદી કરો
રાજય સરકારે ટેકાનાં ભાવે ખરીદીની જાહેરાત તો કરી પણ પ્રારંભ થયો નથી
અમરેલી, તા. ર4
ગુજરાત રાજયમાં ચણાનો પાક પકવતા ખેડૂતો માટે રાજય સરકારે રાહતના સમાચાર આપીને ચણાને ટેકાના ભાવે 880 માં ખરીદવાનો ર0 એપ્રિલથી પ્રારંભ થઈ ગયો છે પણ અમરેલી જીલ્‍લો ઓરમાયો હોવાથી હજુ ટેકાનાં ભાવે ચણાની ખરીદી ન થતા ખેડૂતો મુશ્‍કેલીમાં મુકાયા છે.
સાવરકુંડલા તાલુકા સાથે લીલીયા તાલુકાનાં રપ જેટલા ગામડાઓ ખારાપાટ વિસ્‍તારમાં આવે છે. આ ખારાપાટ વિસ્‍તારમાં ફકત ચોમાસામાં જ ખેતી થાય છે. જયારે 8 મહિના ખેડૂતોને ખારાપાટની જમીનો બંજર પડી રહે છે ત્‍યારે ગત વર્ષે ખારાપાટ વિસ્‍તારમાં કપાસ અને ચણાની ખેતી ખેડૂતોએ કરી હતી જેમાં ચણાનું વાવેતર ખેડૂતોએ મોટી માત્રામાં કર્યુ હતું પણ સરકારે ચણાટેકાનાં ભાવે સ્‍વીકારવાની જાહેરાત પણ મોડી કરતાં ખારાપાટનાં ખેડૂતોને ટેકાનો ભાવ તો ન મળ્‍યો પણ ટેકાનાં ભાવ કરતા હોછા ભાવે ખેડૂતોને ચણા એ.પી.એમ.સી.માં વેચવા મજબુર બન્‍યા હતા.
બાર વીઘાની ખેતી ધરાવતા કનુભાઈ આંકોલીયાએ પ વીઘામાં ચણાનું વાવેતર કર્યુ હતું. સરકાર ટેકાનાં ભાવે ચણા ખરીદવાની આશાએ ખેડૂતે બે મહિના ચણા સાચવી રાખ્‍યા પણ સરકારે જાહેરાત ન કરતા ચણાનો પાક ફકત 600 રૂપિયાનાં ભાવે વેચી નાખવા મજબુર થયા હતા. ખારાપાટમાં 4 માસ ખેતી થતી હોવાથી ખારાપાટના ખડકાળા, ભુવા, અમૃતવેલ, જીરા, સીમરણ, બવાડા-બવાડી, લોક-લોકી સહિતના ગામડાનાં ખેડૂતો ચણાનું પાક વાવેતર કર્યા બાદ ખેડૂતો પાયમાલ થયા સાથે ભૈગીયું રાખનાર ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્‍યો હોવાનો વસવસો ખેડૂતે વ્‍યકત કર્યો હતો.
ભાગીયું રાખનાર ખેડૂતને ચોથો ભાગ મળતો હોય ત્‍યારે સરકારે ચણાને ટેકાનાં ભાવ ન આપ્‍યો અને હવે ર0 એપ્રિલે જાહેર કર્યા બાદ હજુ ટેકાનાં ભાવે ખરીદી શરુ નથી થઈ ખારાપાટના ખેડૂતોએ ચણા વેચી નવરા થઈગયા છે અને હવે સરકાર 880 ટેકાનો ભાવ આપી રહી છે. તો ચણા વેચી આવેલા ખેડૂતોને મુશ્‍કેલી સર્જાઈ છે.
ખેડૂતોનાં ટેકાનાં ભાવે ચણા મોડા ખરીદવાની જાહેરાતથી 600 થી 630 સુધીમાંખારાપાટના ખેડૂતોએ ચણા વેચી નાખ્‍યા છે હવે ખેડૂતો સરકાર સામે રોષિત થઈને ખોટા તાયફાઓ કરતા હોવાનો ખેડૂતો આક્રોશ વ્‍યકત કરી રહૃાા છે ત્‍યારે ગત વર્ષે અને ઓણસાલ અમરેલી જીલ્‍લાનાં 11 તાલુકામાં ચણાનું કેટલું થયું હતું વાવેતર તેના તરફ નજર નાખીએ.
અમરેલી ર017 માં 4પ0 હેકટરમાં વાવેતર તો ર018 માં 800 હેકટર, લીલીયા ર017માં 70 હેકટરમાં વાવેતર તો ર018 માં રપ0 હેકટર, લાઠી ર017માં 160 હેકટરમાં વાવેતર તો ર018માં 186 હેકટર, બાબરા ર017માં 93 હેકટરમાં વાવેતર તો ર018માં 337 હેકટર, કુંકાવાવ ર017માં રપ0 હેકટરમાં વાવેતર તો ર018માં 300 હેકટર, બગસરા ર017માં 18પ હેકટરમાં વાવેતર તો ર018માં 40ર હેકટર, ધારી ર017માં 90પ હેકટરમાં વાવેતર તો ર018માં ર037 હેકટર, ખાંભા ર017માં 1ર0 હેકટરમાં વાવેતર તો ર018માં 40ર હેકટર, રાજુલા ર017માં 4પ હેકટરમાં વાવેતર તો ર018માં 619 હેકટર, જાફરાબાદ ર017માં 1પ0 હેકટરમાં વાવેતર તો ર018માં 1પ0 હેકટર, સાવરકુંડલા ર017માં ર31 હેકટરમાં વાવેતર તો ર018માં 1116 હેકટર.
ત્‍યારે અમરેલી જીલ્‍લા ખેતીવાડી વિભાગનાં નાયબ નિયામકે જણાવ્‍યું હતું કે ગત વર્ષે રવિ સીજનમાં ચણાનું 6ર00 હેકટરમાં અમરેલી જીલ્‍લાના 11 તાલુકામાં વાવેતર હતું તો ર018 માંરવિ સીજનમાં ચણાનું 6પ00 હેકટર જેટલું થયું છે પણ સરકારે ટેકાનો ભાવ ચણામાં જાહેરાત કરી દીધા બાદ ર0 એપ્રીલ ચાલી ગઈ છે પણ હજુ અમરેલી જીલ્‍લામાં ચણા ટેકાના ભાવે ખરીદવાની કાર્યવાહી સરકાર ર્ેારા આરમ્‍ભ ન થાત. ખેડૂતોએ ચણા એ.પી.એમ.સી.માં વેપારીઓને હરરાજીમાં 6પ0 ના ભાવથી ચણા વેચવા મજબુર થયા છે. ટેકાનો ભાવ 880 છે જેથી ખેડૂતો મુશ્‍કેલીમાં જોવા મળી રહી છે.

કામનાથ જળાશયમાંથી ગાંડીવેલને હટાવવા માંગ થઈ

પાલિકાનાં શાસકોએ ગંભીરતાથી સમસ્‍યા દુર કરવી પડશે
કામનાથ જળાશયમાંથી ગાંડીવેલને હટાવવા માંગ થઈ
ગાંડીવેલની સાથે મચ્‍છરનાં ઉપદ્રવથી રોગચાળાનો ગંભીર ખતરો
વિદેશી પક્ષીઓ પણ આવતાં બંધ થયાહોય શાસકોએ આળશ ખંખેરવી જરૂરી
અમરેલી, તા. ર4
અમરેલીની શાન સમા કામનાથ સરોવરની હાલત છેલ્‍લા બે વર્ષથી ગાંડીવેલે તેમજ ગંદકીનાં કારણે બદતર બની ગઈ છે સરોવરમાં ગંદકીને લઈ મચ્‍છરોનો ઉપદ્રવ પણ વઘ્‍યો છે તો વિદેશી પક્ષીઓ પણ સરોવરમાં આવતા હવે બંધ થઈ          ગયા છે.
અમરેલીનું કામનાથ સરોવર એક સમયે શહેરીજનોને બારેમાસ ફરવાનું સ્‍થળ હતું. પરંતુ કમનસીબે છેલ્‍લા બે વર્ષથી ગાંડીવેલ અને અન્‍ય વનસ્‍પતિએ તેમજ ગંદકીએ સામ્રાજય જમાવતા આ રોનક છીનવાઈ ગઈ છે. ગંદકીના કારણે મચ્‍છરોનો ઉપદ્રવ પણ વઘ્‍યો છે. લોકોની માંગ છે કે કામનાથ સરોવરમાં અન્‍ય વનસ્‍પતિ તેમજ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તો ફરી આ સરોવરની રોનક પાછી આવી શકે તેમ છે. કામનાથ સરોવર સાથે કામનાથ મહાદેવ મંદિરે લોકો મોટી સંખ્‍યામાં દર્શન કરવા આવતા તેમજ સરોવર જોવા આવતા પરંતુ સરોવરમાં ગાંડીવેલ તેમજ ગંદી થતા લોકો હવે સરોવરની મુલાકાત લેવાનું ટાળી રહૃાા છે. ગંદા પાણીને લીધે અહીં મચ્‍છરોનો પણ ઉપદ્રવ જોવા મળે છે. તો કામનાથ સરોવરમાં ગંદા પાણીનાં લીધે પણ આસપાસના વિસ્‍તારોમાં પણ વાસ આવે છે. આથી કામનાથ સરોવરમાં યોગ્‍ય સફાઈ કરવામાં આવે તો લોકો અહીં ફરવા પણ આવી શકે. અહી વિદેશી પક્ષીઓ પણ ખુબ જ મોટા પ્રમાણમાંઆવતા હતા પરંતુ યોગ્‍ય સાફસફાઈને લઈ આ પક્ષીઓ પણ કામનાથ સરોવરમાં આવતા બંધ થઈ ગયા છે. તંત્ર ઘ્‍વારા યોગ્‍ય પગલા લેવામાં આવે તો કામનાથ સરોવરની ફરી રોનક આવે.
આવનારા દિવસોમાં તંત્ર ઘ્‍વારા આ બાબતે પગલા લેવામાં આવશે તેમજ ઉચ્‍ચ અધિકારીઓ સાથે પણ આ બાબતે વાત થતાં કામનાથ સરોવરની બાજુમાં રિવરફ્રન્‍ટ બનાવવામાં આવશે. આ બાબતે પ્રોજેકટ પણ તૈયર થઈ ગયો છે. આથી પહેલાની જેમ જ કામનાથ સરોવર લોકો માટે ફરવાનું સ્‍થળ બનશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્‍યું હતું.
પાલિકાનાં પ્રમુખ કામનાથને નંદનવન બનાવવાનું કહી રહૃાા છે તો પાલિકાના ઈન્‍ચાર્જ ચીફ ઓફિસરે કામનાથમાં ગંદકી ભળતી હોવાનો એકરાર કર્યો હતો.
એક સમયે અમરેલીની શાન ગણાતું કામનાથ સરોવરમાં ગાંડીવેલ અને ગંદકીએ સામ્રાજય જમાવ્‍યું છે ત્‍યારે આવનારા દિવસોમાં તંત્ર ઘ્‍વારા કેવા પગલાં લઈને મેં મહિનાથી કામનાથમાં સફાઈ સાથે સુંદર બનાવીને પર્યટક સ્‍થળ બને તેવો વિશ્‍વાસ ઈન્‍ચાર્જ પાલિકા અધિકારી જણાવે છે. ત્‍યારે હાલ કામનાથ સરોવરની રમણીયતા ફરી કયારે પાછી આવે છે તે જોવાનું રહૃાું.

કુંકાવાવનાં સરપંચપદે ભાજપ સમર્થક ઉમેદવાર વિજેતા

વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં ગઢમાં વધુ એક ગાબડુ
કુંકાવાવનાં સરપંચપદે ભાજપ સમર્થક ઉમેદવાર વિજેતા
સરપંચપદની ચૂંટણીમાં અનેક આગેવાનો અને કાર્યકરોનું પાણી મપાઈ ગયું
કુંકાવાવ, તા. ર4
કુંકાવાવમાં સરપંચપદની યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ સમર્થક અને પૂર્વ સરપંચ સુભાષભાઈ સુખડીયાએ ભવ્‍ય વિજય મેળવતા તેમના સમર્થકો અને ટેકેદારોએ આજે ભવ્‍ય વિજય સરઘસ કાઢીને વિજયને વધાવ્‍યો હતો. જયારે ભારે રસાકી અને ઉત્તેજનાવાળી આ પેટા ચૂંટણીમાં 6 ઉમેદવારોએ ઝંપલાવતા ભારે રસાકસી અને ઉત્તેજના હતી. જેમાં ત્રણ મુખ્‍ય હરીફ વચ્‍ચે ભારે રસાકસી અને પરીણામને લઈને ગામ આખામાં ચર્ચા એ હતી કોણ વિજેતા થશે. ત્‍યારે આજે પરીણામ આવતા ભાજપના સમર્થક એવા સુભાષાભાઈનો ભવ્‍ય વિજય થયો હતો. જયારે કોંગ્રેસનાં ગઢ સમાન કુંકાવાવ શહેરમાં ફરીવાર ભાજપનો ઉદય થતાં ભાજપનાં આગેવાનોઅને કાર્યકરોમાં ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો છે. ત્‍યારે આ વખતની પેટા ચૂંટણીમાં ઘણા લોકોએ રાજકારણનાં પાઠ જાણ્‍યા અને ભાગ ભજવવાની ચર્ચાઓ થઈ રહી છે. ત્‍યારે આ ચૂંટણીમાં અનેક રાજકીય પંડિતોએ વિચારતા કરી દીધા છે. ત્‍યારે વર્ષો બાદ ફરી ભગત કુટુંબને સરપંચ પદ મળતાં લોકો નવી આશા સાથે વિકાસની અપેક્ષાઓ વધી છે. ત્‍યો ફરી અનુભવી અને કોમન મેનની છાપ ધરાવતા સુભાષભાઈ ભગતથી સરપંચ પદે વિજેતા થતાં લોકોએ જીતને વધાવીને કુંકાવાવનાં વિકાસને આગળ વધારે તેવી શુભેચ્‍છાઓ અપાઈ રહી છે. ત્‍યારે કોંગ્રેસનાં ગઢ સમાન આ શહેરમાં ભાજપની જીત અને કોંગ્રેસ સમર્થકની હાર માટે ઘણા કારોણોની ચર્ચાઓ થઈ રહી છે. ત્‍યારે આવતા દિવસોમાં સૌ કોઈ સાથે મળીને કુંકાવાવનાં હિતમાં કામ કરે અને વિકાસ કરે તેવી સૌ કોઈ આશા રાખી રહૃાા છે.

સાવરકુંડલા ખાતે ખોડલધામ સમાધાન પંચ તથા ખોડલધામ સ્‍ટડી સેન્‍ટરનો શુભારંભ

સાવરકુંડલાના મહુવા રોડ ખાતે શ્રી ખોડલધામ સમાધાન પંચ તથા શ્રી ખોડલધામ સ્‍ટડી સેન્‍ટરનો ભવ્‍ય શુભારંભ કરવામાં આવ્‍યો હતો. પાટીદાર સમાજમાં સમાધાન પંચ દ્વારા કુટુંબના નાના મોટા ઝઘડાઓનું પંચની ઓફિસ ખાતે નિરાકરણ લાવવામાં પ્રયત્‍નો કરવામાં આવશે. તથા સમાજના વિદ્યાર્થીઓને અભ્‍યાસ તથા સ્‍પર્ધાત્‍મકપરીક્ષાનું યોગ્‍ય માર્ગદર્શન મળી રહે તે માટે શ્રી ખોડલધામ સ્‍ટડી સેન્‍ટરનું પણ શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ તકે સાવરકુંડલા તાલુકા ખોડલધામ સમાધાન પંચના અઘ્‍યક્ષ દેવચંદભાઈ કપોપરા હિપાવડલી વાળા તથા ઉપાઘ્‍યક્ષ તરીકે કરશનભાઈ ડોબરીયાની નિમણૂંક કરવામાં આવી હતી.

ખાંભા તાલુકાના ગામડાઓનો પ્રવાસ કરતા સાંસદ નારણભાઈ કાછડીયા

અમરેલી, તા.ર4
ગત તા. 14 એપ્રીલ ર018 થી ચાલુ થયેલ ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ આજ તા. ર4 એપ્રીલના રોજ અમરેલી જિલ્‍લાના ખાંભા તાલુકાના બોરાળા, ચક્રાવા, ચક્રાવાપરા, બાબરપરા, કંટાળા, ધુધવાણા, પચપચીયા, સાળવા, રબારીકા, પીપરરીયા, આંબલીયાળા, જામકા, વાંગ્રધા અને નીંગાળા-ર ગામનો પ્રવાસ ખેડી કાર્યકરો અને ગામ લોકો સાથે મુલાકાત કરી કેન્‍દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ જન કલ્‍યાણકારી યોજનાઓ વિશે લોકોને માહીતી આપેલ હતી અને  યોજનાઓનો લાભ લેવા અંગે માર્ગદર્શન પુરૂ પાડેલ હતુ.
સાંસદ સાથે આ તકે, જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેનભાઈ હીરપરા, ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ શેલડીયા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ ફીંડોળીયા, જિલ્‍લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ આનંદભાઈ ભટ્ટ, તાલુકા ભાજપમહામંત્રી અરવિંદભાઈ ચાવડા અને દુલાભાઈ તરસરીયા, તાલુકા ભાજપ યુવા મોરચાના મહામંત્રી ભાવેશભાઈ જાદવ, ખાંભા સરપંચ અમરીશભાઈ જોષી, રાજેશભાઈ બંદા, નાથાભાઈ વાઘ સહીત પ્રવાસ દરમ્‍યાનના તમામ ગામોના સરપંચઓ અને કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા.

25-04-2018