Main Menu

Thursday, April 19th, 2018

 

હદ થઈ : અમરેલીનાં ક્રીમ વિસ્‍તારમાં પીવાના પાણીનાં બ્‍હાનાતળે ર ગઠીયાઓએ મહિલાનાં દાગીના ચોરી લીધા

પોલીસની નિષ્‍ક્રીયતા અને શહેરીજનોની જાગૃતત્તાનાં અભાવે
હદ થઈ : અમરેલીનાં ક્રીમ વિસ્‍તારમાં પીવાના પાણીનાં બ્‍હાનાતળે ર ગઠીયાઓએ મહિલાનાં દાગીના ચોરી લીધા
અજાણ્‍યા શખ્‍સોથી શહેરીજનોએ સાવચેત રહેવાની જરૂર
અમરેલી, તા. 18
અમરેલી શહેરમાં છેલ્‍લા ઘણા જ સમયથી ચોરી, છેતરપીંડી, ચીલઝડપ તથા રોમયોનો ત્રાસ અસહૃા બન્‍યો છે. ત્‍યારે રાત્રીના બદલે હવે દિનદહાડે અલગ અલગ નૂસકાઓ અજમાવી ચોરી કરી લઈ જવાનાં બનાવો પણ બનવા લાગતા અમરેલી શહેર હવે ગુન્‍નાખોરીનું શહેર બનતું જાય છે. અમરેલી શહેરનાં હાર્દસમાં ચિતલ રોડ ઉપર બે અજાણ્‍યા ઈસમો ગઈકાલે દિનદહાડે પાણી પીવાના બહાને આવી અને ઘરમાં રહેલ મહિલા પાસેથીસોનાનો ચેઈન, બંગડી, વીંટી જેવા દાગીના લઈ ગયાની ચર્ચાએ જોર પકડયું છે. જો કે આ બનાવ અંગે પોલીસમાં કોઈ જાહેરાત થવા પામી નથી.
આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ શહેરનાં ચિતલ રોડ, પરીમલ એપાર્ટમેન્‍ટ પાસેનાં એક મકાનમાં ભાડે રહેતો પરિવારની મહિલા ગઈકાલે બપોરે ઘરે એકલા હતા ત્‍યારે બે અજાણ્‍યા ઈસમો ફોર વ્‍હીલ કાર લઈને આવ્‍યા બાદ આ ઘરમાં મહિલા એકલા હોવાની ખાત્રી થતાં પાણી પીવાનું કહી ઘરમાં આવ્‍યા બાદ આ મહિલાને વાતોમાં રાખી તેમના ઘરમાં પડેલ અને પહેરેલા સોનાના દાગીના આશરે પ0 હજારના લઈ નાશી ગયા હતા. આ બનાવ અંગે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવવા પામી નથી.

લીલીયા પંથકમાં ‘મા-વાત્‍સલ્‍ય’ કાર્ડની કામગીરી શરૂ કરો : ચતુર કાકડીયા

આરોગ્‍ય મંત્રીને રજુઆત કરવામાં આવી
અમરેલી, તા. 18
અમરેલી જિલ્‍લાનો લીલીયા તાલુકો અતિ પછાત વિસ્‍તાર તરીકે ઓળખાય છે. જેથી લીલીયા તાલુકામાં ગરીબ લોકો વધારે છે. જેના લીધે લીલીય તાલુકામાં સરકારના ભભમાં – વાતસલ્‍ય કાર્ડભભયોજનાનો લાભ લેવા માટે ઘણા લોકો છે. પરંતુ છેલ્‍લા કેટલાય સમયથી લીલીયા તાલુકામાં આ કામગીરી બંધ છે. જેના લીધે ઘણા ગરીબ પરિવારો ખુબ જ મુશ્‍કેલી અનુભવી રહયા છે. અને લોકોને ભભમાં-વાત્‍સલ્‍ય કાર્ડભભ કઢાવવા અમરેલી જિલ્‍લા મથકે જવું પડે છે. જેના લીધે ગરીબ પરિવારો ઉપર સમય ઉપરાંત આર્થિક ભારણ પણ વધી જાય છે.
સદરહું બાબતે સત્‍વરે યોગ્‍ય કાર્યવાહી કરી લીલીયા તાલુકામાં ભભમાં-વાત્‍સલ્‍ય કાર્ડભભ કાઢવાની કામગીરી સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર લીલીયા તેમજ લીલીયા તાલુકાના ગામોમાં કેમ્‍પ કરી ભભમાં -વાત્‍સલ્‍ય કાર્ડભભ કાઢવાની કામગીરી શરૂ કરવા આરોગ્‍ય મંત્રી કુમારભાઈ કાનાણી, (રા.ક.) ને રજુઆત કરી યોગ્‍ય કરી કામગીરી શરૂ કરાવવવ લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ કાકડીયાએ માંગણી કરી છે.

બાબરા પોલીસ સ્‍ટેશનનાં લોક-અપનાં દરવાજા સુધી શુટીંગ કરવા સબબ ફરિયાદ નોંધાઈ

મોબાઈલમાં શુટીંગ કરી વીડીયો વાયરલ કર્યો
અમરેલી, તા. 18
બાબરા ગામે રહેતાં હારૂન જમાલભાઈ મેતરનાં કહેવાથી ખાલીદ રહીમભાઈ સૈયદે ગઈકાલે બાબરા પોલીસ સ્‍ટેશનમાં પ્રવેર્રેારથી લોક-અપ સુધી ગેરકાયદે વિડીયો શુટીંગકરી, ખોટા પુરાવા ઉભા કરવાનાં હેતુથી પોલીસ સ્‍ટેશનમાં મંજુરી મેળવ્‍યા સિવાઈ વિડીયો શુટીંગ ઉતારી લઈ અને સોશ્‍યલ મીડીયામાં તે વિડીયો વાયરલ કર્યાની ફરિયાદ ઈન્‍ચાર્જ જે.આર. હેરમાએ ફરિયાદ નોંધાવી છે.

લ્‍યો બોલો : લીલીયામાં માર્ગ બનાવવામાં બેફામ ભ્રષ્‍ટાચાર કરાયાનો આક્ષેપ

યુવા ભાજપનં ઉપપ્રમુખનો આક્ષેપ
લ્‍યો બોલો : લીલીયામાં માર્ગ બનાવવામાં બેફામ ભ્રષ્‍ટાચાર કરાયાનો આક્ષેપ
સાસંદ કાછડીયાને પત્ર પાઠવીને તપાસની માંગ કરી
અમરેલી, તા. 18
લીલીયાનાં યુવા ભાજપનાં ઉપપ્રમુખ ઈમરાન પઠાણે સાસંદને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, હાલ લીલીયા મોટામાં અંદાજે 1 કરોડ 77 લાખ જેવી માતબર રકમનું આર.સી.સી. રોડ કામ ચાલતું હોય તે કામ પ્‍લાન એસ્‍ટીમેન્‍ટ મુજબ થતું નથી. હાલ આ રોડનું કામ હજી પુરૂ પણ નથી થયું ત્‍યાં રોડમાં તડો પડવા લાગી છે. તેમજ ટુટવા માંડયો છે. કોન્‍ટ્રાકટર દ્વારા રાત્રે મહાકાય મશીનોથી રોડનું કામ દે-ધનાધન કરવામાં આવે છે. રાત્રી દરમ્‍યાન થયેલા તમામ કામોની તપાસ કરાવો તો કોન્‍ટ્રાકટર તેમજ મળતીયાવની પોલ ખુલશે રોડમાં જયાં અને ત્‍યાં પાણીનો પણ ભરાવો થાય છે. આજે સવારે જાગૃત વેપારીઓએ રોડ ખોદાવી ફરીથી રીનોવેશન પણ કરાવેલ આ કામમાં કોન્‍ટ્રાકટર કરતા અધિકારી વધારે દોશી છે. આવા લે-ભાગુ અધિકારીને હાલ તાત્‍કાલીક પગલા લઈ યોગ્‍ય કરવું જરૂરી છે. અધિકારી રાત્રી દરમ્‍યાન બનતા રોડ કામમાં હાજર પણ રહેતા નથી. નાવલી બજાર તેમજ તમામ બનાવવામાં આવેલા રોડ           જીવા દોરી સમાન છે. તેમ અંતમાં જણાવેલછે.

બાબરા પાલિકાનાં ઉપપ્રમુખનો પુત્ર કરે છે પાણી પીને ઉપાસના

સૂર્ય નારાયણ ભગવાનને રાજી કરવા
બાબરા પાલિકાનાં ઉપપ્રમુખનો પુત્ર કરે છે પાણી પીને ઉપાસના
બાબરા, તા.18
છેલ્‍લા 100 વર્ષથી પણ વધારે વર્ષોથી કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ભગવાનશ્રી સૂર્ય નારાયણ ભગવાનના આશિર્વાદ મેળવવા માટે ખાલી પ્રવાહી પીને સાડા ત્રણ દિવસના ઉપવાસ કરે છે. આ ઉપવાસ થાન નજીક આવેલ ભગવાન સૂર્ય નારાયણના આવેલ જૂના સૂરજદેવળ તેમજ ચોટીલા પાસે આવેલ નવા સૂરજદેવળ મંદિરના સાનિઘ્‍યમાં કરવામાં આવે છે. આ ઉપવાસ કરનાર તમામ ભાઈઓ દાદાના સાનિઘ્‍યમાં ખાલી ચા પાણી ઉપર સાડા ત્રણ દિવસ ઉપવાસ કરે છે અને સૂર્યનારાયણ ભગવાનની માળા જપે છે અને દાદાના આશિર્વાદ મેળવી ધન્‍યતા અનુભવે છે. ત્‍યારે બાબરા નગરપાલિકાના ઉપપ્રમુખ વનરાજભાઈ વાળાનો 8 વર્ષનો પુત્ર જયરૂદ્ર ખાલી પ્રવાહીપીને કરે છે સાડા ત્રણ દિવસના ઉપવાસ. ગુજરાત તેમજ ગુજરાત બહાર વસતા તમામ કાઠી ક્ષત્રિય સમાજના ભાઈઓ આ ઉપવાસ કરે છે. તો અમુક વડીલો અને યુવાનો પોતાના ઘરે રહીને ઉપવાસ કરે છે. જયારે નાની ઉંમરના જયરૂદ્ર વાળાએ ઉપવાસ કરતા તેના પર અભિનંદનની વર્ષા વરસી રહી છે.

રાજુલાનાં પીપાવાવ નજીક ખાડીમાં ડૂબી જવાથી આશાસ્‍પદ સગીરનું મૃત્‍યુ

પાંચ કલાકની જહેમત બાદ મૃતદેહ મળી આવ્‍યો
રાજુલા, તા. 18
રાજુલાનાં પીપાવાવ ધામે રહેતા અને અભ્‍યાસ કરતો યુવક મિત્ર સાથે માછીમારી કરવા જતા અકસ્‍માતે ખાડીમાં પડી જતા કરુણ મોત નીપજયું હતું.
અકસ્‍માતે યુવક ખાડીમાં પડી જવાની ઘટના રાજુલાનાં વિકટર – પીપાવાવ ધામ નજીક આવેલ દરિયાઈ ખાડીમાં પીપાવાવ ધામે રહેતા અને અભ્‍યાસ કરતો કિશોર સંતોષભાઈ ભાગુભાઈ ગુજરિયા, ઉંમર આશરે16 વર્ષ જેવો પોતાના મિત્ર સાથે બપોરના એક વાગ્‍યાના સુમારે જીંગા ફાર્મ પાછળ આવેલ ખાડીમાં માછીમારી કરી રહૃાા હતા ત્‍યારે અચાનક ભરતીનું પાણી વધી જતા યુવક પાણીમાં ગરકાવ થઈને ડુબી ગયો હતો. જયારે સાથી મિત્રને તરતા આવડતું હોવાથી નીકળી ગયો હતો અને ગામમાં જઈને ઘરે જાણ કરતા યુવકનાં વાલીઓ તેમજ ગ્રામ જનો દોડી ગયા હતા શોધ ખોળ હાથ ધરી હતી.
આ ઘટનાની જાણ થતા જ માજી ધારાસભ્‍ય હીરાભાઈ સોલંકી, ભાવેશભાઈ સોલંકી, મામલતદાર જે.બી. કોરદીયા, નાયબ મા. જે.બી. બોરીસાગર, મરીન પોલીસ પી.એસ.આઈ. તથા કમલેશભાઈ મકવાણા સહિત વિકટર અને પીપાવાવના આગેવાનો ઘટના સ્‍થળે દોડી ગયા હતા અને શોધખોળ હાથ ધરી હતી.
ત્‍યારે પણ પાણીનો ભરાવો હોવાથી લાશ મળી ન હતી ત્‍યારે વિકટર માજી સરપંચ રાજુભાઈ મકવાણા સહિતની ટીમ ર્ેારા બોટ લાવી અને સ્‍થાનિક ર0 જેટલા યુવકો ખાડીમાં જમ્‍પલાવી અને શોધખોળ કરતાં આખરે પ કલાકની જહેમત બાદ લાશ હાથ આવી હતી યુવકને પી.એમ. અર્થે રાજુલા ખસેડવામાં આવી હતી.
ત્‍યારે અહીં આશાસ્‍પદ યુવકનું ડૂબી જવાથી કરુણ  મોત નીપજતા નાના એવા ગામમાં અરેરાટીનો માહોલ જોવા મળ્‍યો હતો.

રાજુલાનાં મોરંગી ગામની મહિલાને કપાળમાં પાઈપ મારી ઈજા કરાઈ

આડો સંબંધ રાખવા બાબતે ધમકી આપતાં
રાજુલાનાં મોરંગી ગામની મહિલાને કપાળમાં પાઈપ મારી ઈજા કરાઈ
સોનાની બુટ્ટી તથા રૂા. રપ00 ભરેલ પાકીટ પણ પડી ગયું
અમરેલી, તા. 18
રાજુલા તાલુકાનાં મોરંગી ગામે રહેતાં કલ્‍પનાબેન મનુભાઈ પરમારને જીવન ભીખાભાઈ પરમારે આડા સંબંધ રાખવા બાબતે ધમકી આપેલ હોય, તેણી તેમનું કહૃાું માનતા ન હોય, જે વાતનું મનદુઃખ રાખી ગઈકાલે સાંજે નાના મોભીયાણા ગામે મણીબેન જીવનભાઈ, મીતાબેન જીવનભાઈએ તેણીને ગાળો આપી            ઢીકાપાટુનો માર મારી જીવનભાઈએ લોખંડનાં પાઈપ વડે તેણીને ઈજા કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હોય. આ ઝપાઝપીમાં તેણીએ પહેરેલ સોનાની બુટી તથા રૂા.રપ00 ભરેલ પાકીટ પડી ગયાની ફરિયાદ ડુંગર પોલીસમાં નોંધાઈ છે.

સાવરકુંડલાનાં જાંબાળ ગામની સીમમાં ભાઈ-બહેન ઉપર છૂટા પથ્‍થરના ઘા કર્યા

બકરા ચરાવવા બાબતે ઠપકો આપતાં
સાવરકુંડલાનાં જાંબાળ ગામની સીમમાં ભાઈ-બહેન ઉપર છૂટા પથ્‍થરના ઘા કર્યા
અમરેલી, તા. 18
સાવરકુંડલા તાલુકાનાં જાંબાળ ગામે રહેતાં રંજનબેન ધીરૂભાઈ વાઘેલાનાં ભાઈએ તે જ ગામે રહેતાં જયસુખભાઈનું ખેતર ભાગીયું રાખેલ હોય, જે ખેતરમાં તે જ ભરત રામભાઈ, ભાવેશ રામભાઈ કનુ રામભાઈ તથા જયસુખ રામભાઈ પોતાના બકરા ચરાવી દેતાં તે બાબતે તેણીનાં ભાઈએ ઠપકો આપતાં આ ચારેય ઈસમોને ઉશ્‍કેરાઈ જઈ તેણીનાં ભાઈને છૂટા પથ્‍થરનાં ઘા કરી હુમલો કરતાં તેણી બચાવવા જતાં તેણીને પણ ઈજાથવા પામી હોવાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મોભીયાણા ગામે સામાન્‍ય બાબતે મહિલાને મારી નાંખવાની ધમકી

અમરેલી, તા. 18
રાજુલા તાલુકાનાં મોભીયાણા ગામે રહેતાં મણીબેન જીવણભાઈ પરમાર નામની 40 વર્ષિય મહિલા ગઈકાલે સવારે ડંકીએ પાણી ભરવા ગયેલ ત્‍યારે તે જ વિસ્‍તારમાં રહેતાં કલ્‍પનાબેન મનુભાઈ પરમારે તેણીને કહેલ કે મારા જેઠની વિરૂઘ્‍ધમાં કેમ ખોટી વાતો કરે છે તેમ કહી ઉશ્‍કેરાઈ જઈ ગાળો આપી ત્‍યારે ભોળા રૂડાભાઈ પરમાર તથા મુકેશ રમેશભાઈ (ભાદ્રોડા)એ ત્‍યાં આવી મણીબેનને ઢીકાપાટુનો માર મારી ઈજા કર્યાની ફરિયાદ ડુંગર પોલીસમાં નોંધાઈ છે.

મતિરાળાનાં વ્‍યકિતએ એસબીઆઈ સામે આત્‍મવિલોપન કરવાની ચીમકી આપી

મામલતદાર દ્વારા પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવાયો
અમરેલી, તા.18
લાઠી તાલુકાના મતિરાળા ગામે રહેતા ગોવિંદભાઈ વલ્‍લભભાઈ ઘોડાસરાએ આવતીકાલે તા.19ના રોજ અમરેલી ખાતે આવેલ સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાની મુખ્‍ય શાખા સામે આત્‍મવિલોપન કરવાની ચીમકી આપતો પત્ર વહીવટી તંત્રને મોકલી આપતાં મામલતદાર દ્વારા આ આત્‍મવિલોપન રોકવા માટે થઈ પોલીસબંદોબસ્‍ત તથા જરૂરી તમામ સાધનો સાથે બંદોબસ્‍ત ગોઠવી દેવા માટે પોલીસને જાણ કરેલ છે.

અમરેલી જિલ્‍લામાં પરશુરામ જયંતિની આસ્‍થાભેર ઉજવણી

મહાઆરતી, શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમો વચ્‍ચે
અમરેલી જિલ્‍લામાં પરશુરામ જયંતિની આસ્‍થાભેર ઉજવણી
અમરેલી, સાવરકુંડલા, દામનગર, રાજુલા, વડીયા, બાબરા સહિતનાં શહેરોનાં બ્રહ્મસમાજમાં આસ્‍થાના ઘોડાપુર
અમરેલી, તા. 18
અમરેલી જિલ્‍લામાં આજે ભગવાન પરશુરામ જયંતિની સમસ્‍ત બ્રહ્મસમાજ ઘ્‍વારા આસ્‍થા અને ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મહાઆરતી, શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતનાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. અમરેલી, સાવરકુંડલા, રાજુલા, બગસરા, ધારી, ચલાલા, બાબરા, વડીયા, દામનગર, લાઠી, લીલીયા સહિત તમામ વિસ્‍તારોમાં ભગવાન પરશુરામ જયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. દરેક સમાજનાં આગેવાનોએ ભગવાન પરશુરામનાં ચરણોમાં વંદન કરીને ધન્‍યતા અનુભવી હતી.

તત્‍કાલીન ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડની જહેમત રંગ લાવી બાબરા-લાઠીનાં ખેડૂતોને વીમાના રૂપિયા 90 કરોડ મળશે

જિલ્‍લામાં રૂપિયા 100 કરોડની રકમ કપાસનાં વીમાની મંજુર કરવામાં આવી
અમરેલી, તા. 18
રાજય સરકારે આજે અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને પાકવીમાની રૂપિયા 100 કરોડ જેવી રકમ મંજુર કરેલ છે. જેમાંથી રૂપિયા 90 કરોડ જેવી રકમ માત્ર લાઠી-બાબરા પંથકનાં ખેડૂતો માટે મંજુર થતાં સમગ્ર પંથકનાં ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે.
લાઠી-બાબરાનાં પૂર્વ ધારાસભ્‍ય અને ખેડૂતોનાં હકક માટે સતત લડતચલાવતાં બાવકુભાઈ ઉંઘાડે વર્ષ ર016નાં પાકવીમા માટે સતત રજુઆત કરીને ચૂંટણીનાં અંતિમ વર્ષની પાકવીમાની રૂપિયા 90 કરોડ જેવી અધધ રકમ મંજુર કરાવીને ખેડૂત નેતા કોને કહેવાય તેની પ્રેરણા પુરી પાડી છે.
અમરેલી જિલ્‍લા માટે રૂપિયા 100 કરોડની રકમ મંજુર થઈ અને તેમાંથી લાઠી-બાબરા માટે જ રૂપિયા 90 કરોડ મંજુર થતાં બાકીનાં વિસ્‍તારનાં ધારાસભ્‍ય ખેડૂતોનાં હિતમાં રજુઆત કરી ન શકયા તે સાબિત થઈ રહૃાું છે.
પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ છેલ્‍લા રપ વર્ષથી ખેડૂતોને હકક અપાવવા સતત મહેનત અને રજુઆત કરી રહૃાા છે. ભલે તેઓ અમરેલી વિધાનસભાની ચૂંટણીમાં પરાજિત થયા હોય છતાં આજે પણ તેઓ સતત ખેડૂતોનાં પ્રશ્‍ને ચિંતિત છે. અને ખેડૂતોનાં હામી હોવાનો દાવો કરતાં અન્‍ય નેતાઓએ પૂર્વ ધારાસભ્‍ય ઉંઘાડમાંથી પ્રેરણા લેવાની જરૂર છે.

ધારીની કાંગસા રાઉન્‍ડમાં દવ લાગતા 7 હેકટર બળીને ખાખ : કાંગસા રાઉન્‍ડમાં 3જો દવ

ગીર પૂર્વમાં આયોજન બંધ રીતે લાગતા દવ
ધારીની કાંગસા રાઉન્‍ડમાં દવ લાગતા 7 હેકટર બળીને ખાખ : કાંગસા રાઉન્‍ડમાં 3જો દવ
વન્‍ય પ્રાણીઓ અને સરિસૃપો પરેશાન
ધારી, તા. 18
ધારી ગીર પૂર્વ દલખાણીયા રેન્‍જની ક્રાંગસ રાઉન્‍ડમાં દવ લાગતા 7 હેકટર જેટલું જંગલ બળીને ખાખ થઈ જવા પામ્‍યું હતું. આજ રાઉન્‍ડમાં 3 માસની અંદર આ ત્રીજો બનાવ દવનો બનતા આયોજન બંધ દવની શંકા ઉદભવી છે. વન વિભાગે રાબેતા મુજબ ગુનો નોંધી તપાસ કરવાનું રટણ કર્યુ છે.
આઅંગેની વિગતો અનુસાર ધારી ગીર પુર્વ હેઠળના ક્રાંગસા રાઉન્‍ડના ખારાના ખુંટીયા તરીકે ઓળખાતા વિસ્‍તારમાં ગઈકાલે બપોરના સમયે અચાનક દવ લાગતા વન વિભાગનો સ્‍ટાફ આગ બુંજાવવા પહોચ્‍યો હતો. આગ કાબુમાં આવતા આવતા 7 હેકટર જેટલું જંગલ સાફ થઈ ગયું હતું. તો સરિસુપો જીવતા ભુંજાયા હતા. અને વન્‍ય પ્રાણી પરેશાન થઈ અન્‍યત્ર જઈ ચડયા હતા.
ક્રાંગસા રાઉન્‍ડમાં 3 માસની અંદર આ ત્રીજો બનાવ દવનો બનતા અનેક તર્ક-વિર્તક ઉઠવા પામ્‍યા છે. વન વિભાગે એફ.ઓ.આર.નોંધી તપાસનું ડીંડક આગળ વધારયાનું જણાવેલ છે.

લીલીયા ખાતે શ્રી ઠાકરધણી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સ્‍થંભ મહોત્‍સવ અને 31 કુંડી મહા વિષ્‍ણુયાગ યજ્ઞ યોજાશે

સમગ્ર સૌરાષ્‍ટ્ર- ગુજરાતભરમાં વિવિધ ધર્મોત્‍સવનો લ્‍હાવો લઈ સૌ ભાવિકો પૂણ્‍યનું ભાથુ બાંધી રહૃાા છે. એવી જ રીતે અમરેલી જીલ્‍લાનાં લીલીયા મોટા ગામે પણ શ્રી નકળંગ મંદિર શ્રી મુળાઆપાની જગ્‍યા ર્ેારા શ્રી ઠાકરધણી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સ્‍થંભ મહોત્‍સવ અને 31 કુંડી મહા વિષ્‍ણુયાગ યજ્ઞ મહોત્‍સવ તા. 19/4 થી તા. રર/4/ર018 ચાર દિવસીય આસ્‍થાભેર આજથી પ્રારંભ થનાર છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં ગુંજનાર ઠાકરધણીનો નાદ ચોંતરફ પૂણ્‍યનો પ્રકાશ પથરાવશે. જેમાં તા. 19ના રોજ સવારના પ્રથમ દિવસે સવારે 7-00 કલાકે શ્રી ઠાકર મહારાજની ભવ્‍ય નગરયાત્રા યોજાશે. બાદમાં સવારનાં 8-00 કલાકે હેમાદ્રી સવારે 10-30 કલાકે મંડપ પ્રવેશ પ્રધાન સંકલ્‍પ, ગણેશ પૂજન, અગ્નિ સ્‍થાપન, સ્‍થાપિત દેવતા પૂજન, જલયાત્રા, પુષ્‍પાધિવાસ, સાંયપૂજન, આરતી, ઠાકરમહારાજ નવ મંદિરમાં પ્રતિષ્ઠિત પૂજા અને પ્રથમ આરતી બપોરનાં 1ર-39 કલાકે ભવ્‍ય સંતવાણી રાત્રીના 10-00 કલાકે જેમાં નામી-અનામી કલાકારો ભજનોની રમઝટ બોલાવશે. તા. ર0/4/ર018 બીજા દિવસે સવારનાં 8-30 કલાકે નામી-અનામી સંતો, મહંતો, ભકતો તથા નાત ગંગાની હાજરીમાં પોપટ ભગતને તિકલ વિધી થશે. બાદ સ્‍થાપિત દેવતાઓની પુજા અર્ચના બાદ બપોરનાં 1ર-00 કલાકે મહા પ્રસાદ, રાત્રીનાં સમયે સંતવાણી તા. ર1/4/ર018 ત્રીજા દિવસે વહેલી સવારથી સ્‍થાપિત દેવતાઓની પૂજા અર્ચના, મહાઆરતી સહીત રાત્રીનાં ભવ્‍ય સંતવાણી યોજાશે. તા. રર/4/18ના રોજ સ્‍થંભ ઉત્‍થાન સવારે 9-30 કલાકે યોજાશે. ચાર દિવસીય ધર્મોત્‍સવ દરમ્‍યાન એક લાખ ભાવિકો માટે ભોજન પ્રસાદ વ્‍યવસ્‍થા તા. ર0 ના રોજ સમગ્ર શહેરને ભોજન પ્રસાદ સહીતનાં ધાર્મિક પ્રસંગ ભગતશ્રી મંગાજી ભગતના નેજા હેઠળ ઉજવાશે. સફળ બનાવવા સમગ્ર ભરવાડ સમાજ સહીત વિવિધ જ્ઞાતિનાં યુવાનો સેવામાં જોડાયા.

અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સ્‍કૂલમાં પૂર્વ શિક્ષક સન્‍માન તથા મોટીવેશનલ સેમિનાર યોજાયો

ડૉ. જીવરાજ મહેતા સંસ્‍થાપિત શ્રી અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સ્‍કૂલમાં પૂર્વ શિક્ષક સન્‍માન તથા મોટીવેશનલ સેમિનાર યોજાવામાં આવ્‍યો હતો. આ તકે  સંસ્‍થાના ભૂતપૂર્વ શિક્ષીકા હેતલબેન મકવાણા શિક્ષકની સફરથી શરૂ કરી ગુજરાત સિવિલ સર્વિસની પરીક્ષામાં ઉતીર્ણ થઈ મામલતદાર તરીકેની પદવી હાંસલ કરી સમગ્ર જિલ્‍લા તથા સંસ્‍થાનું ગૌરવ વધારેલ છે. સંસ્‍થાની પરંપરા મુજબ ડાયરેકટર હસમુખ પટેલ સાહેબના વરદ્‌ હસ્‍તે બહેનનું પુષ્‍પગુચ્‍છ તથા મોમેન્‍ટો અને ભગવદ્ગીતા અર્પણ કરી શાલ              ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યુ હતું. આ પ્રસંગે ડાયરેકટર દ્વારા શુભેચ્‍છા સંદેશ પાઠવ્‍યો હતો. મોટીવેશનલ સ્‍પીચ આપતા હેતલબેન મકવાણાએ પ્રાપ્‍ત કરેલી સફળતાને વાગોળતા સંસ્‍થાના શિક્ષકો સમક્ષ કંઈ રીતે મહેનત કરવી, કંઈ દિશામાં મહેનત કરવી, આયોજન, સમય મેનેજમેન્‍ટ, ગોલ સેટ, માઈન્‍ડ સેટ વગેરે જેવી બાબતોથી અવગત કર્યા હતા. તેઓ પોતે એક શિક્ષક તરીકે કાર્ય કરેલ હોય જી.પી.એસ.સી. પરીક્ષામાં તેમનો એક શિક્ષક તરીકેનો અનુભવ ખૂબ જ ઉપયોગી સાબિત થયો હતો. તેવુ તેમણે પોતાનો સ્‍વાનુભાવ પ્રગટ કર્યો હતો. ઉપરાંત હેતલબહેન દ્વારા શિક્ષકોએ પરીક્ષાઓની તૈયારી માટેમુંઝવતા પ્રશ્‍નોના જવાબો પણ આપ્‍યા હતા. વિદ્યાસભા સંસ્‍થા પરિવાર હેતલબેન મકવાણાને ભવિષ્‍યમા ખૂબ જ આગળ વધે તેવી શુભેચ્‍છા પાઠવી હતી અને રાષ્‍ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપવામાં ઉતરોતર પ્રગતિ કરી સફળતાના શિખરો સર કરે તેવી ભાવના વ્‍યકત કરે છે. એમ સંસ્‍થાની યાદીમાં જણાવવામાં આવે છે.

19-04-2018