Main Menu

Sunday, April 15th, 2018

 

જાફરાબાદનાં વડલી ગામે યુવકને છરીનો ઘા મારી ઘાયલ કરાયા

તું મૂંછો કેમ મરડે છે તેમ કહી
જાફરાબાદનાં વડલી ગામે યુવકને છરીનો ઘા મારી ઘાયલ કરાયા
અમરેલી, તા.14
જાફરાબાદ તાલુકાના વડલી ગામે રહેતા વિનોદભાઈ માલાભાઈ સરવૈયા ગત તા.1રના સાંજના સમયે વડલી ગામે ચોરા પાસે આવેલ વિજુભાઈની દુકાને બેઠા હતા ત્‍યારે તે જ ગામે રહેતા દુદાભાઈ રાજાભાઈ ગોહિલે ત્‍યાં આવી આ યુવકને ગાળો આપી તું મૂંછો કેમ મરડે છે તેમ કહી કડમાંથી છરી કાઢી એક ઘા આ યુવકના પગમાં મારી દઈ ગંભીર ઈજા કર્યાની ફરિયાદ નાગેશ્રી પોલીસ સ્‍ટેશનમાં નોંધાતા વિભાગીય પોલીસ વડાએ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાવરકુંડલા પંથકની ગ્રાન્‍ટેડ શાળાનાં આચાર્ય દ્વારા વિદ્યાર્થી મેળવવા દોડા-દોડી

શાળા ચલાવવામાં પણ ગળાકાપ સ્‍પર્ધા શરૂ
સાવરકુંડલા પંથકની ગ્રાન્‍ટેડ શાળાનાં આચાર્ય દ્વારા વિદ્યાર્થી મેળવવા દોડા-દોડી
પ્રાથમિક શાળામાંથી સીધુ જ સર્ટીફીકેટ લઈ રહૃાાં છે
સાવરકુંડલા,તા.14
સાવરકુંડલા તાલુકાની એક ગ્રાન્‍ટેડ શાળાના આચાર્યએ નવતર પ્રયોગ શરૂ કર્યો છે.
જો ગ્રાન્‍ટેડ શાળામાં યોગ્‍ય શિક્ષણ અપાતું હોય અને રીઝલ્‍ટ આપતા હોય તો કોઈ દોડા-દોડી ન કરવી પડે પણ આ તાલુકાની એક શાળામાં આચાર્યએ છેલ્‍લા બે વર્ષથી તમામ સ્‍ટાફને ધંધે લગાડયો છે.
આજુબાજુન ગમોની પ્રાથમિક શાળામાંથી ધો.8 પાસ કરીને પોતાની શાળામાં બાળકો એડમીશન લે અને સંસ્‍થાની યોગ્‍ય કામગીરી અને શિક્ષણ પ્રત્‍યે વાતો દરેક બાળકોને સમજાવી સજાગ કરે એતો બરાબર છે. પણ આ શાળાના આચાર્યના કહેવાથી ગામડે-ગામડે ધૂમતા તેમના સ્‍ટાફ મિત્રો આજુબાજુના ગામડેથી બાળકોને સ્‍કૂલ બેઠા એડમીશન ફોર્મ  ભરી લાવે અહિ સુધીનો બરાબર છે. પણ ત્‍યાર પછી ગામડેથી જે તે પ્રા.શાળાના અમુક  ર થી 3 આચાર્યો વાલીને પુછયા વિના સીધા જ આ ગ્રાન્‍ટેડ શાળામાં બાળકો એડમીશન લે તેવો આગ્રહ પણ કરે તેમજ કોઈ વાલીને વિશ્‍વાસમાં લિધા વિના જેતે બાળકોના એલ.સી. પણ આ ગ્રાન્‍ટેડ શાળાને બારોબાર આપી છે.
આમ થવાથી કોઈ વાલી કે વિદ્યાર્થીને આ શાળામાં ન જવું હોય તો ફરજીયાત જવું પડે કોઈ વાલી કે વિદ્યાર્થી એલ.સી.લેવા જાય તો ધરમ ધક્કા થાય અને ના છુટકે એમને ત્‍યાંજ અભ્‍યાસ કરવો પડે.
આ સમગ્ર કિસ્‍સો આમ તો સામાન્‍ય લાગે પણ શિક્ષણ અનેબાળકોના હિતમાં યોગ્‍ય અને સમયસર વ્‍યવસ્‍થીત અભ્‍યાસ આપવામાં આવતો હોય તો જેતે વિદ્યાર્થીઓનું ભાવિ પણ યોગ્‍ય દિશામાં રહે અને ખોટી દોડા દોડી ન કરવી પડે.
ગત વર્ષે પણ આવો બનાવ બનેલ એક આચાર્યએ કોઈ વાલીને વિશ્‍વાસમાં લિધા વિના ગ્રાન્‍ટેડ શાળાને બધા વિદ્યાર્થીઓની એલ.સી. પકડાવી દેતા આ વાલીએ ઉચ્‍ચકક્ષાએ રજુઆત કરીશ અને તમે આખું વર્ષ બાળકોને યોગ્‍ય મહેનત કરાવો તો ગ્રાન્‍ટેડ શાળાને જે તે ગામડે રખડીને આ પ્રકારે એલ.સી. મેળવવા ન પડે એવું મોઢા મોઢ કહેતા ધીના ઠામમાં ધી પડી ગયેલ.

સાવરકુંડલામાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં શખ્‍સોને ઝડપી લેવાયા

સાવરકુંડલા,  તા. 14
હાલનાં ઝડપી ઈન્‍ટરનેટ અને આધુનિક ટેકનોલોજીના યુગનો ગેરફાયદો ઉઠાવી અમુક ઈસમો ચોરી- છુપી રીતે ક્રિકેટ મેચ પર જુગાર સટ્ટા બેટીંગ રમવા – રમાડવાનો વ્‍યવસાય કરી અને આ પ્રકારે ચલણ સમાજમાં દિન-પ્રતિદિને વધતું જતુ હોય જેન કારણે અનેક કુંટુંબો બરબાદ થતાં હોય, આવી ગેરકયદેસર પ્રવૃતિ અંગે અમરેલી પોલીસને વારંવાર લેખિત – મૌખિક રજુઅતો મળતી હતી. અને આવી પ્રવૃતિને નેસ્‍તનાબુદ કરવા માટે શુક્રવરે સાંજે અમરેલી એસ.ઓ.જી. પો.સ.ઈન્‍સ., કરમટા તથા એસ.ઓ.જી. સ્‍ટાફ એ.ટી.એસ. ચાર્ટર કામગીરી સબબ સાવરકુંડલ ટાઉન વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતા.
આ દરમ્‍યાનમાં સાવરકુંડલા મહુવા રોડ ઉપર મેહુલભાઈ પ્રવિણભાઈ નગદીયાના ડેલામાં આઈ.પી.એલ. ક્રિકેટ ઉપર હારજીતનો સટ્ટો રમી રમાડી હારજીતનો જુગા ચાલે છે. તેવી બાતમીરાહે હકિકત મળતાં અને સાવરકુંડલા ટાઉન પોલીસ પણ ટાઉનમાં પેટ્રોલિંગ કરતા હોય, ટેલીફોનીક સંપર્ક સાંધી તેમનેબોલાવી લઈ વોરંટ મેળવી પંચો સાથે બાતમીવાળા જગ્‍યાએ દરોડો કરતા એક મોટા ડેલામાં એક કાચના દરવાજા વાળી ઓફિસમાં ત્રણ ઈસમો બેસેલા હતાં. તથા ટી.વી.માં મેચ ચાલુ હોય તથા એક ઈસમ કાગળોમાં કાંઈક લખતો હોય તથા એક મોબાઈમાંથી મેચના ભાવ બોલવાનો સતત અવાજ આવતો હોય, ટી.વી.માં ક્રિગ્‍સ ઈલેવન પંજાબ અળક રોયલ ચેલેન્‍જવ બેંગલોરની મેચ ચાલુ હતી જેમાં હાજર મળેલ ઈસમ મેહુલભાઈ પ્રવિણભાઈ નગદીયા સદરહું જગ્‍યા પોતાની માલીકીની હોવાનું જણાવેલ હતું. અને ક્રિકેટનો સટ્ટો રમવા દેવા માટે જગ્‍યા ભાડેથી આપેલાનું જણાવેલ. જયારે ઈમરાન ઉર્ફે સેંન્‍ડો, રજાકભાઈ હમદાણી સહિતા 3 ઈસમોને સીલ્‍વર કલરનું ર1 ઈંચનું ટી.વી.કિંમત રૂા.રપ00 તથા અયમભફમ×જ કંપનીનું રીસીવર સફેદ કલરનું રીમોટ તથા વિડીયોકોન કંપનીની ડીસ સાથે કિ. ર,000 બે મોટર સાયકલો મળી કુલ રૂા.1,30,7પપ ના મુદામાલ સાથે ટવેન્‍ટી-ટવેન્‍ટી ક્રિકેટ મેચ ઉપર પોતાના આર્થીક ફાયદા  સારૂ જુગાર-રમી રમાડી રેઈડ દરમ્‍યાન 3 ઈસમોને ઝડપી લઈ તેમજ અન્‍ય-ર હાજર નહીં મળેલ ઈસમો ભાગીદાર હોવાનું જણાયેલ હોય, તેમની શોધખોળ પોલીસે આદરી છે.

ક્રાંકચ ગામે આવેલ સ્‍ટુડીઓમાં આગ લાગતાં રૂા. ર.48 લાખની નુકશાની

શોર્ટ સરકીટનાં કારણે આગ લાગ્‍યાનું જાહેર થયું
અમરેલી, તા.14
લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે રહેતા હીરાબેન દેવેન્‍દ્રભાઈ જોષી નામના ર9 વર્ષીય પરિણીતાના પતિ દેવેન્‍દ્રભાઈ ક્રાંકચ ગામે છેલ્‍લા 7 વર્ષથી ફોટોગ્રાફીનો સ્‍ટુડીયોચલાવે છે અને આ સ્‍ટુડીઓમાં અકસ્‍માતે ગઈકાલે બપોરે શોક સરકીટના કારણે આગ લાગતા રૂા. ર,48,પ00ની ચીજ વસ્‍તુઓ સળગી જઈ નુકશાન થયાનું લીલીયા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

અમરેલી શહેરમાં ‘‘ચોર મચાયે શોર” : ફફડાટ

રહેણાંક મકાન બંધ કરીને બહાર ગયા નથી ને ચોરી થઈ નથી
અમરેલી શહેરમાં ‘‘ચોર મચાયે શોર” : ફફડાટ
શહેરમાં રોમિયોરાજ, ચીલઝડપરાજ અને હવે તસ્‍કરરાજ છવાતા શહેરીજનોમાં રોષ
અમરેલી, તા. 14
અમરેલી શહેરમાં છેલ્‍લા એકાદ વર્ષથી તસ્‍કર રાજનો માહોલ ઉભો થતાં શહેરીજનોની રાતની ઊંઘ હરામ થઈ ચુકી છે. પોલીસની નિષ્‍ક્રીયતા અને નેતાઓની નિંભરતા વચ્‍ચે શહેરીજનોની હાલત અતિ કફોડી બની રહી છે.
શહેરમાં મહિલાઓ કે યુવતિઓને સોનાના દાગીના પહેરવા કે હાથમાં મોબાઈલ રાખવો પણ મુશ્‍કેલ બની રહૃાું છે. શહેરમાં ચીલઝડપનાં બનાવો વધી રહૃાા છે. શહેરમાં રોમિયોગીરી પણ પુરબહારમાં ખીલી છે.
અધુરામાં પુરૂ હોય તેમ હવે શહેરમાં તસ્‍કરરાજ શરૂ થતાં શહેરીજનોમાં રાજયસરકાર સામે આક્રોશનું વાતાવરણ જોવા મળી રહૃાું છે.
કોઈ શહેરીજનોને સામાજીક પ્રસંગે મકાન બંધ કરીને બહાર ગામ જવું હોય તો ચિંતા થાય છે. કારણ કે બંધ મકાન હોય તસ્‍કરોનો પ્રવેશ લગભગ નિશ્ચિત બની રહૃાો છે.
તાજેતરમાં જેશીંગપરાનાં રહેવાસીઓએ અધિકારી સમક્ષ તસ્‍કરરાજ સામે ઉગ્ર રજુઆત કરી હતી. તો કોંગી નગરસેવિકાએ પણ રાત્રી પેટ્રોલીંગ મજબુત કરવા માંગ કરી હતી. તો જિલ્‍લાનાં ચાર ધારાસભ્‍યોએ કાયદો-વ્‍યવસ્‍થા પ્રશ્‍ને પ્રતિક ઉપવાસ કર્યા છતાં પણ કાયદો-વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ મજબુત બનતી નથી.
બીજી તરફ અમરેલીનાં ધારાસભ્‍ય પર સમગ્ર રાજયની જવાબદારી હોવાથી તેઓનો શહેરીજનો સાથેનો સંપર્ક સતત તુટી રહૃાો છે અને સત્તાધારીપક્ષનાં સાંસદ પણ શહેરીજનોની ખુલ્‍લી મદદ કરતાં નથી. શહેરનાં નિવેદનીયા નેતાઓનાં મોંમાં પણ મગ ભરાયા હોય શહેરીજનોની સમસ્‍યા અંગે હવે રાજયનાં મુખ્‍યમંત્રી કોઈ વ્‍યવસ્‍થા કરે તેવી માંગ ઉભી થઈ રહી છે.

પિતા પાસેનાં બાકી પૈસા પુત્ર પાસે ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી

જિલ્‍લામાં વ્‍યાજખોરો બેફામ બનતા ચિંતાનો માહોલ
પિતા પાસેનાં બાકી પૈસા પુત્ર પાસે ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી
સાવરકુંડલા શહેરનો બનાવ
અમરેલી, તા.14
સાવરકુંડલા ગામે આવેલ મારૂતિનગરમાં રહેતા નિલેશભાઈ મનુભાઈ શેલાર નામનાયુવકના પિતા મનુભાઈ શેલારે અગાઉ સાવરકુંડલા ગામે રહેતા ભરતભાઈ ગીડા પાસેથી ઉછીના પૈસા લીધેલ જે પૈસાની ઉઘરાણી નિલેશભાઈ પાસે કરતા તેમણે પોતાના પિતાજીએ પૈસા ઉછીના લીધેલ છે તેની ખબર નહી હાલ તેઓ સુરત છે અને આવશે ત્‍યારે તે બાબતની ચર્ચા કરીશું તેમ કહેતા ભરતભાઈ ગીડા, વિનુભાઈ તથા મનીષ વગેરે ઉશ્‍કેરાઈ જઈ યુવકને ઢીકાપાટુનો માર મારી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં નોંધાઈ છે.

બરવાળા (બાવળ) ગામેથી વિદેશી દારૂની ર બોટલ સાથે ર ઝડપાયા

અમરેલી, તા.14
વડીયા તાલુકાના બરવાળા (બાવળ) ગામેરહેતા અજય ઉર્ફે વનરાજ દાદભાઈ વાળા તથા કિશન કેશવભાઈ દોંગા નામના બે ઈસમો સાંજે પોતાના હવાલાવાળા મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની બોટલ નંગ-6 કિંમત રૂા. 1ર00ની લઈ નીકળતા વડીયા પોલીસે બન્‍ને ઈસમોને મોટર સાયકલ સહિત રૂા. ર1,ર00ના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જાફરાબાદનાં ભાડા ગામે વિદેશી દારૂની ર બોટલ સાથે યુવકને પોલીસે ઝડપી લીધો

અમરેલી, તા.14
જાફરાબાદ તાલુકાના ભાડા ગામે રહેતા ગભરૂભાઈ દડુભાઈ વરૂ નામના ર4 વર્ષીય યુવક ગઈકાલે રાત્રે ભાડા ગામે મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની બોટલ-ર સાથે નીકળતા આર.આર. સેલના જમાદાર વી.ડી. ગોહિલે તેમને ઝડપી લઈ રૂા. 30,800નો મુદામાલ કબ્‍જે લઈ નાગેશ્રી પોલીસને હવાલે કરેલ હતા.

બાબરાનાં રાયપર ગામનાં પ્‍લોટ ખરીદનારને પ્‍લોટ વેચનાર ઈસમે ધમકી આપી

પ્‍લોટનાં દસ્‍તાવેજ નહીં કરી આપી
બાબરાનાં રાયપર ગામનાં પ્‍લોટ ખરીદનારને પ્‍લોટ વેચનાર ઈસમે ધમકી આપી
17 વર્ષ પહેલા ખરીદેલ પ્‍લોટનાં દસ્‍તાવેજ બાબતે ડખ્‍ખો
અમરેલી, તા.14
બાબરા તાલુકાનાં રાયપર ગામના વતની અને હાલ સુરત ગામે રહેતા વિઠ્ઠલભાઈ કાનજીભાઈ સરવૈયાએ વાંડલીયા ગામના જયસુખભાઈ બાલાભાઈ સોજીત્રા પાસેથી સને ર000ની સાલમાં પ્‍લોટ નં.-8 અને 9 કિંમત રૂા. 1.ર0 લાખમાં ખરીદ્યા હતા. જે પ્‍લોટનો દસ્‍તાવેજ લખી આપવાનો બાકી હોય જેથી પ્‍લોટ ખરીદનાર વિઠ્ઠલભાઈએ જયસુખભાઈને પ્‍લોટના દસ્‍તાવેજ કરાવી આપવાનું કહેતા તેમણે ઉશ્‍કેરાઈ જઈ ગાળો આપી,જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાનીફરિયાદ બાબરા પોલીસમાં નોંધાવી છે.

ડો. બાબાસાહેબની 1ર7મી જન્‍મજયંતિની ભવ્‍ય ઉજવણી

અમરેલી જિલ્‍લાનાં સર્વસમાજ દ્વારા શ્રઘ્‍ધાસુમન અર્પણ કરાયા
ડો. બાબાસાહેબની 1ર7મી જન્‍મજયંતિની ભવ્‍ય ઉજવણી
જિલ્‍લાનાં મુખ્‍ય મથકથી લઈને છેવાડાનાં ગામ સુધી બાબાસાહેબ અમર રહોનો નાદ ગુંજી ઉઠયો
અમરેલી, તા. 14
અમરેલી જિલ્‍લામાં આજે ભારતરત્‍ન, બંધારણનાં ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 1ર7મી જન્‍મજયંતિની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્‍લાનાં મુખ્‍ય મથકથી લઈને છેવાડાનાં ગામ સુધી ડો. બાબાસાહેબની શોભાયાત્રા, પુષ્‍પાંજલિ સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર જિલ્‍લામાં ડો. બાબાસાહેબ આંબેડકર અમર રહોનો નાદ ગુંજી ઉઠયો હતો.
અમરેલી
ડો. બાબાસાહેબ આંબેડકરની 1ર7મી જન્‍મ જયંતિ ઉજવણી નિમિત્તે આરોગ્‍ય રાજયમંત્રી કિશોરભાઈ કાનાણીએ બસ સ્‍ટેશન રોડ અમરેલી સ્‍થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા.
કાર્યક્રમમાં સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઈ સંઘાણી, કલેકટર આયુષકુમાર ઓક, જિલ્‍લા વિકાસ અધિકારી યોગેશકુમાર નિરગુડે, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક અને ઈ.ચા. અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ પી.એમ. ડોબરીયા, સમાજ કલ્‍યાણના નાયબ નિયામક ભાલાળા, સમાજ કલ્‍યાણ અધિકારી સરવૈયા, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, પ્રાંત અધિકારી સતાણી, મામલતદાર જાદવ, જિલ્‍લા ભાજપપૂર્વ પ્રમુખ ડો. કાનાબાર, અમર ડેરી ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, અગ્રણી સર્વ કમલેશભાઈ કાનાણી, શરદભાઈ લાખાણી, પ્રેમજીભાઈ માધડ, શૈલેષભાઈ પરમાર, કૌશિકભાઈ વેકરીયા, મહાનુભાવો અને અમરેલી શહેરના નગરજનો ઉપસ્‍થિત રહૃાા હતા.
આ પ્રસંગે ભાઈ- બહેનોએ ભીમવંદના કરી હતી. આ તકે ડો. બાબાસાહેબ આંબેડકરના જીવનના પ્રેરક પ્રસંગોને તાજા કરવામાં આવ્‍યા હતા.
સાવરકુંડલા
ડો. બાબાસાહેબ આંબેડકરની 1ર7મી જન્‍મ જયંતિ ઉજવણી નિમિત્તે આરોગય રાજયમંત્રી કિશોરભાઈ કાનાણીએ નાવલી રોડ સાવરકુંડલા સ્‍થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા.

બેદરકારી : અમરેલી પાલિકાના શાસકો મનફાવે તે રીતે માર્ગ ખોદતા હોયવીજ પુરવઠો ખોરવાયો

પાલિકાના પ્રમુખે જવાબદાર કર્મીનો કાન આમળવો જરૂરી
બેદરકારી : અમરેલી પાલિકાના શાસકો મનફાવે તે રીતે માર્ગ ખોદતા હોયવીજ પુરવઠો ખોરવાયો
કેરીયા રોડ પર વીજ કેબલને નુકશાન કરવામાં આવ્‍યું
અમરેલી,  તા. 14
આજ રોજ બપોરના આશરે 1 વાગ્‍યાના સમય દરમિયાન કેરીયા રોડ, બાયપાસ ચોકડી પાસે, નગરપાલિકાની પાઈપ લાઈન નાખવાની કામગીરી ચાલુ હોય જેસીબી દ્વારા કામગીરી કરીને પીજીવીસીએલના કેબલને નુકશાન કરીને ભાગી ગયેલ, અને સમગ્ર લાઠી રોડ ત્‍યા ઈન્‍ડેસ્‍ટ્રીયલ વિસ્‍તારનો વીજપુરવઠો ખોરવાઈ ગયેલ હતો. આચરે 6 કલાક સુધી કામગીરી કરી કેબલ જોઈન્‍ટ કરીને વીજપુરવઠો પુર્વવત કરવામાં આવેલ, વારંવાર સૂચનાઓ આપવા છતા પાણીની લાઈન, ગટરના કામો તથા ગેસની લાઈનોના કામ પીજીવીસીએલની મંજુરી વગર બોદકામ કરીને આ રીતે કેબલને નુકશાન પહોંચાડે છે. અને વીજપુરવઠો ખોરવાઈ જાય છે. અને ગ્રાહૃકોના રોષનો ભોગ પીજીવીસીએલને બનવું પડે છે. અમરેલી શહેરમાં ખોદકામ કરતા પહેલા પીજીવીસીએલ ઓફિસનો સંપર્ક કરવની સૂચના આપવામાં આવે છે. પીજીવીસીએલના નાયબ ઈજનેર, જુની ઈજનેર તથા લાઈન સ્‍ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી વીજ પુરવઠો પુર્વવત કરેલ હતો.

ગણતરીનાં મહિનાઓમાં નવું બનાવવામાં આવેલ મકાન બિસ્‍માર બની જતાં આશ્ચર્ય

જવાબદાર શાસકો જાનહાની થાય તેની રાહ જોવાનુંબંધ કરી કાર્યવાહી કરે
ડાંગાવદરમાં આંગણવાડીનાં ભુલકાઓ પર સતત જોખમ
ગણતરીનાં મહિનાઓમાં નવું બનાવવામાં આવેલ મકાન બિસ્‍માર બની જતાં આશ્ચર્ય
ધારી, તા. 14
ધારી તાલુકાનાં ડાંગાવદરમાં માત્ર બે વર્ષ પહેલા બનેલું આંગણવાડી કેન્‍દ્ર અતિ જર્જરીત અવસ્‍થામાં આવી ગયું છે. જેના કારણે કેન્‍દ્રમાં આવતાં ભુલકાઓ પર ભ્રષ્‍ટાચારરૂપી મોત જળુબી રહૃાું છે.
આ અંગે ગામનાં જાગૃત યુવાન ઘ્‍વારા જણાવાયું કે, ધારી તાલુકાનાં ડાંગાવદર ગામમાં માત્ર બે જ વર્ષ અગાઉ લાખો રૂપિયાનાં ખર્ચે આંગણવાડી કેન્‍દ્રનું નિર્માણ કરવામાં આવ્‍યું હતું જેની હાલત હાલમાં અતિ જર્જરીત થવા પામી છે. જેના કારણે કેન્‍દ્રમાં આવતા બાળકો પર ભારે જોખમ તોળાય રહૃાું છે. જર્જરીત અવસ્‍થાનાં કારણે જો અકસ્‍માત થાય તો ભુલકાઓને ઈજા થાય અથવા ગંભીર પરીણામ આવી શકે તેવી હાલત છે. આ અંગે તંત્રને અવાર-નવાર રજુઆતો કરવા છતાં એવો જવાબ મળે છે કે તમો તમારી રીતે વ્‍યવસ્‍થા કરી લો.
આંગણવાડી કેન્‍દ્રમાં સ્‍લેબમાંથી પોપડા અવાર-નવાર પડતા હોવા છતાં ભ્રષ્‍ટાચારીઓને છાવરવામાં આવી રહૃાા છે. જો કોઈ જાનહાની થાય તો જવાબદાર  કોણ ? તેવો પ્રશ્‍ન ગામમાં ચર્ચાઈ રહૃાો છે.

ખાંભાની તાલુકા પંચાયતની કચેરીનાં નવા મકાનમાં સુવિધા જ નથી

કરોડો રૂપિયાનાં ખર્ચે બનેલ મકાનમાં શ્‍વાનઅને નિશાચરોનો મુકામ
ખાંભાની તાલુકા પંચાયતની કચેરીનાં નવા મકાનમાં સુવિધા જ નથી
કોંગી ધારાસભ્‍યોએ લોકાર્પણની લ્‍હાયમાં સુવિધા ઉભી કરવામાં પણ ઉદાસીનતા દાખવી
ખાંભા, તા.14
લોકાર્પણની લ્‍હાયમાં તાલુકા પંચાયતના લોકાર્પણ થયાને ત્રણ માસ વીતી જવા છતાં કોઈ સુવિધા કરવામાં આવી નથી.
રાજકીય હુંસા-તુંસીમાં લાઈટ, ફર્નિચર, બિલ્‍ડીંગનું નામ, પીવાના પાણીની સુવિધા વગરના તાલુકા પંચાયતના બિલ્‍ડીંગનું કોંગ્રેસ પક્ષ દ્વારા ધારાસભ્‍ય જે.વી. કાકડીયા તથા અમરીશભાઈ ડેરના વરદ હસ્‍તે તાલુકા પંચાયતના બિલ્‍ડીંગનું લોકાર્પણ કરાયાને ત્રણ માસ વીતી જવા છતાં ફર્નિચર સહિતની સુવિધાના અભાવે તાલુકા પંચાયત સેવાસદન ખાલી ઉભુ હોવાથી અને ચોકીદાર કે સ્‍ટાફ વગરના તાલુકા પંચાયતના બિલ્‍ડીંગમાં કૂતરા દિવસ દરમિયાન અને નિશાચરો રાત્રીના સમયે ઉપયોગ કરી રહયા છે.
જૂની અને અસુવિધા જનક તાલુકા પંચાયતની કચેરીમાં પણ અરજદારો માટે બેસવા તેમજ પંખાની સુવિધા ન હતી અને આજે પણ ન હોવાથી કરોડોના ખર્ચે બનેલ તાલુકા પંચાયતની નૂતન બિલ્‍ડીંગ રાજકીય હુંસા-તુંસીમાં આજે પણ ઉભી છે. જેમાં પણ કોઈ સુવિધા ન હોવાથી નૂતન બિલ્‍ડીંગ બન્‍યાને 6 મહિના અને લોકાર્પણને 3 મહિના વીતી જવા છતાં અરજદારો અને અધિકારીઓ સહિતના તમામકર્મચારીઓ તથા પદાધિકારીઓ સુવિધા વગરની જૂની કચેરીમાં પારાવાર મુશ્‍કેલી ભોગવી રહયા હોય તાલુકા પંચાયતના નૂતન બિલ્‍ડીંગમાં વહેલી તકે તમામ પ્રકારની સુવિધા ઉભી કરી તાલુકાના પ્રજાજનોને સગવડતા પુરી પડાય તેવું લોકો ઈચ્‍છી રહયા છે.

અવસાન નોંધ

અવસાન નોંધ
સાવરકુંડલા : પ્રભુદાસભાઈ જેઠાલાલ પડીયાના પુત્ર કિરીટભાઈ પ્રભુદાસભાઈ પડીયા (ઉ.વ.પ8)નું તા.13/4ને શુક્રવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તે જગદીશભાઈના મોટા ભાઈ તથા જનમીત-જયના પિતાજી થાય. સદગતનું બેસણું તા.16/4ને સોમવારના રોજ સાંજે 4:30 થી 6:30 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી બાલમંદિર પાછળ, નદી કાંઠે, સાવરકુંડલા ખાતે રાખેલ છે.
બાબરા : જયંતિભાઈ નારણભાઈ વાજા (ઉ.વ.71) તેઓ લાભુભાઈ, સ્‍વ. હરજીવનભાઈ, બટુકભાઈ તથા ભરતભાઈના ભાઈનું તા.13/4ના રોજ ભાવનગર મુકામે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.16/4ના રોજ સાંજે 4 થી 6 બટુકભાઈ વાજાના નિવાસ સ્‍થાન ખાનભાઈ કુવાશેરી, બાબરા ખાતે રાખેલ છે.
અમરેલી : વસંતબેન લાભશંકર અઘ્‍યારૂ (ઉ.વ.8ર) તે જયંતિલાલ તથા અનંતરાય ગિરજાશંકર અઘ્‍યારૂના કાકીશ્રીનું જામનગર મુકામે તા.1ર/4ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું ચિતલ રોડ, રઘુવંશી સોસાયટી, મંગલદીપ, અલ્‍હાબાદ બેન્‍ક વાળી ગલીમાં તા.16/4નેસોમવારના રોજ સાંજના 4 થી 6 રાખેલ છે.
ધારી : ઔદિચ્‍ય ગઢિયા બ્રાહ્મણ ગો.વા. ભાનુશંકર નંદલાલ મહેતાના પત્‍ની તેમજ ભારતભાઈ બી. મહેતા, હર્ષદભાઈ બી. મહેતા (એગ્રી), અશ્‍વિનભાઈ બી. મહેતા (સરસીયા હાઈસ્‍કૂલ), પ્રફુલભાઈ બી. મહેતા (અ.જી.મ.સ. બેંક-જીરા), ગીતાબેન જોષી (જુનાગઢ)નાં માતૃશ્રી તારાબેન ભાનુશંકર મહેતાનું તા. 14/4/18નાં રોજ અવસાન થયેલ છે. જેમનું ઉઠમણું તા. 16/4/18ને સોમવારે સાંજે 4 થી 6 જુની બ્રહ્મપુરી, સ્‍ટેશન પ્‍લોટ, ધારી ખાતે રાખેલ છે.

લીલીયા બૃહદગીરી વિસ્‍તારમાં વન્‍ય પ્રાણીઓની માઠી દશા

મોટાભાગના કૃત્રિમ પાણી પોઈન્‍ટો બંધ કરાયા
લીલીયા, તા.14
લીલીયા બૃહૃદગીરીમાં સિંહો સહીતના વન્‍ય પ્રાણીઓની માઠી દશા બેઠી હોય તેમ ઉનાળાની શરૂઆત થતાની સાથે ધોમધખતા તાપ પડી રહયા છે. અને વન વિભાગે મનસ્‍વી નિર્ણયો લઈ વર્ષોથી કાર્યરત હતા તેવ કૃત્રિમ પાણી પોઈન્‍ટો બંધ કરી દેવામાં આવતા સિંહો સહીતના વન્‍ય પ્રાણીઓ પીવાનું પાણી મેળવવા આમ તેમ ભટકી રહયા છે. અને મોટાભાગની પવનચકી બંધ હાલતમાં છે. અને પવન ચકી કાર્યરત છે. તેમાં ખારૂ અને કડવું પાણી છે. જેને લઈ સિંહો સહીતનાં વન્‍ય પ્રાણીઓ પીવાનું પાણીના પસંદ કરી રહયા છે. તેવા સમયે વનતંત્ર દ્વારા બંધ કરવામાં આવેલ કૃત્રિમ પોઈન્‍ટોમાંપાણી ભરવામાં આવે તેવી સ્‍થાનિક ગે્રટરગીરનેચર ટ્રસ્‍ટ દ્વારા માંગણી કરવામાં આવી છે.

15-04-2018