Main Menu

Saturday, April 14th, 2018

 

હિમખીમડીપરામાં બાવળની કાટમાં છુપાવેલ વિદેશીદારૂ ઝડપાયો

અમરેલી, તા. 13
હાલમાં સુરત ગામે રહેતા અને સાવરકુંડલા તાલુકાનાં શેલણા ગામનાં વતની ભૌતિકભાઈ ઘનશ્‍યામભાઈ ઉકાણીનાં પિતાજી ઘનશ્‍યામભાઈ ઉકાણી નામનાં ખેડૂતે સાવરકુંડલા તાલુકાનાં ધોબા ગામે રહેતા વિરાભાઈ સામતભાઈ તથા ભાવનગર જિલ્‍લાનાં જીથરી ગામેરહેતા જગદીશ ગોવિંદભાઈ હરણ પાસેથી રૂા. 1ર લાખ અગાઉ વ્‍યાજે લીધા હતા. જે તેમણે વ્‍યાજ સહિત બન્‍નેને ચુકવી આપવા છતાં આ બન્‍ને શખ્‍સોએ અવાર-નવાર રૂબરૂ તથા ફોન કરી વ્‍યાજની પઠાણી ઉઘારાણી કરી બળજબરીથી આ ખેડૂતનું ટ્રેકટર લઈ ગયા હતા.
જયારે રાજકોટ ગામે રહેતાં અજય મેરામભાઈ મકવાણા પાસેથી રૂા. ર4 લાખ વ્‍યાજે લીધા હતા. જેથી આ અજયે આ ખેડૂતની ર4 વિઘા જમીન બળજબરીથી પોતાના ખાતે કરાવી લીધેલ હોવા છતાં આ તમામ લોકો વધારે વ્‍યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરી અને સતત આ ખેડૂતને ત્રાસ આપતા. આ ઘનશ્‍યામભાઈ ઉકાણીએ ગત તા. 30/1/18નાં રોજ ઝેરી દવાથી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે ભૌતિકભાઈએ આ ત્રણેય વ્‍યાજખોર સામે પોતાના પિતાને મરી જવા મજબુર કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે વંડા પોલીસ સ્‍ટેશનનાં પીએસઆઈ સ.એમ. કણસાગરાએ વધુ તપાસ હાથ ધરી છે.

જાફરાબાદનાં ભાડા ગામે અવાવરૂ મકાનમાંથી રૂા. 1.73 લાખનાં મુદ્‌ામાલની ચોરી

ગામજનોનાં ડરનાં કારણે મકાન ખુલ્‍લા મુકી નાશી ગયા
અમરેલી, તા. 13
જાફરાબાદ તાલુકાનાં ભાડા ગામનાં વતની અને હાલ ટીંબી ગામે રહેતાં કાળુભાઈ દેવાયતભાઈ વાઘેલાએ નાગેશ્રી પોલીસમાં ફરિયાદ કરતાં જણાવ્‍યું છે કે, ભાડા ગામનાં સામંતભાઈબચુભાઈ સાંખટની દિકરી ગીતાને ભગાડી જવાનાં બનાવમાં તેમનાં દિકરાનું તથા તેમના કુટુંબીઓના નામ આરોપી તરીકે આવેલ જેથી ભાડા ગામમાં રોષ ફેલાતા આખા ગામે ભેગા થઈ તેમના વાસમાં જઈ તેમના તથા તેમના પરિવારને ઢીકાપાટુનો માર મારતાં ડરના કારણે તે તથા તેમના સમાજનાં લોકો ભાડા ગામે ઘરવખરી તથા મકાન ખુલ્‍લા મુકી ભાડા ગામ છોડીને જતાં રહેલ. જેના અવાવરૂ મકાનમાંથી સોનાનો સેટ આશરે 4 તોલા કિંમત રૂા. 30 હજાર, કાનની કડી 3 તોલા કિંમત રૂા. 60 હજાર, ચેઈન ર તોલા કિંમત રૂપિયા ર0 હજાર, સોનાની નથ 1 તોલાની, ચાંદીનાં કડલા આશરે 1 કિલો ગ્રામ, ચાંદીનાં સરલીયા પ00 ગ્રામ તથા તાંબાના તથા પિતળનાં વાસણો મળી કુલ રૂા. 1.73 લાખનાં મુદામાલ કોઈ અજાણ્‍યા શખ્‍સો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નાગેશ્રી પોલીસમાં નોંધાતા પીએસઆઈ એ.વી. પટેલે બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલીની જમીન વિકાસ નિગમ કચેરીમાં પણ તપાસ જરૂરી

તળાવ ઊંડા ઉતારવનાં બ્‍હાને પેટ ભરવાનાં કારનામા થઈ રહૃાા હોય
અમરેલીની જમીન વિકાસ નિગમ કચેરીમાં પણ તપાસ જરૂરી
કેટલાંક ભ્રષ્‍ટ બાબુઓ ચોમાસા બાદ જ બિલ બનાવીને મહાકાય કૌભાંડ કરી રહૃાા છે
અમરેલી, તા. 13
ગાંધીનગર ખાતેની જમીન વિકાસ નિગમની કચેરીમાં એસીબીએ દરોડો પાડીને લાખો રૂપિયાની રોકડ ઝડપી લીધી હોય તે જ વિભાગની અમરેલીની કચેરીમાં પણ તટસ્‍થ તપાસ કરવામાં આવે તો ત્‍યાં પણ કંઈક ગોલમાલ ઝડપાઈ શકે તેમ છે.
અમરેલીની જમીન વિકાસ નિગમની કચેરી ઘ્‍વારા દર વર્ષે એપ્રિલ, મે મહિનામાં જિલ્‍લાભરમાં નદીઓ, તળાવો કે જળાશયોને ઊંડા ઉતારવા કે સંલગ્ન કામગીરી કરવામાં આવી છે. જે માટેઅમરેલી જિલ્‍લામાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહૃાો છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે, એપ્રિલ, મે મહિનામાં થયેલ કામગીરીનાં બિલ ચોમાસા પહેલા બનાવવાને બદલે વરસાદ પડી જવાની રાહ જોવામાં આવે છે. જેથી તળાવ, જળાશય, નદીમાં પાણીનો સંગ્રહ થાય એટલે બિલ મનફાવે તે રીતે બનાવીને મસમોટો ભ્રષ્‍ટાચાર કરવામાં આવી રહૃાો છે.
જો છેલ્‍લા 10 વર્ષમાં થયેલ તમામ કામગીરીની તટસ્‍થ તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાનું કૌભાંડ ઝડપાઈ શકે તેમ છે.

શિયાળબેટમાં આઝાદીનાં 70 વર્ષ બાદ પીવાનું પાણી મળશે

કાયમી પાણી મળે છે કે કેમ તે જોવુંરહૃાું
શિયાળબેટમાં આઝાદીનાં 70 વર્ષ બાદ પીવાનું પાણી મળશે
કાયમી પાણી મળે છે કે કેમ તે જોવું રહૃાું
અમરેલી, તા. 13
આઝાદી સમયથી પાણી માટે ટળવળતા અમરેલીનાં શિયાળબેટ વાસીઓને હવે ઉનાળામાં મીઠુ પાણી આપવા માટે રૂપાણી સરકાર જાગી છે. કેટલાય સમયથી ખારા પાણીથી ઝઝુમી રહેલા લોકોને સૌપ્રથમવાર મીઠું પાણી મળશે. રાજુલાના પીપાવાવ પોર્ટ નજીક એક નોટીકલ માઈલ દુર શિયાળબેટ આવેલો છે. દરિયાઈ વિસ્‍તારથી બેટ ઘેરાયેલો હોવાથી અહી લોકોને મીઠું પાણી મળતું ન હતું. છેલ્‍લા કેટલાય વર્ષોથી ગંભીર પાણીની સમસ્‍યા હતી. ત્‍યારે સંપમાં ખારૂ પાણી આવતા લોકોને પારાવાર મુશ્‍કેલીઓ પડતી હતી.
6 કિલોમીટર દુર ચાંચના સંપમાંથી નર્મદાની પાઈપલાઈન દરિયામાંથી નાખવામાં આવી રહી છે. આ પાઈપલાઈન ઘ્‍વારા લોકોને હવે પીવાનું મીઠું પાણી મળશે. હાલ પાઈપલાઈન નાખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
છેલ્‍લા કેટલાય વર્ષોથી લોકો ખારા પાણીનો સામનો કરતા હતા હવે રહી રહીને તંત્ર જાગતા મીઠું પાણી મળશે. ત્‍યારે અહી સવાલ થાય છે કે કયાં સુધી મીઠું પાણી મળશે.

બાબરામાં જે.પી. જીવાણી અને જય જલારામ ટ્રસ્‍ટ દ્વારા વિનામૂલ્‍યે સર્વ રોગ નિદાન સારવાર કેમ્‍પ યોજાયો

બાબરામાં ખોજા ખાન હેલ્‍થ સેન્‍ટર ખાતે જે.પી.જીવાણી સ્‍મારક ટ્રસ્‍ટ અને જય જલારામ ટ્રસ્‍ટના સયુંકત ઉપક્રમે જામબરવાળા સરકારી આયુર્વૈદિક દવાખાનાના સહકારથી વિના મૂલ્‍યે સર્વરોગ નિદાન સારવાર કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો લાભ મોટી સંખ્‍યામાં દર્દીઓએ લીધો હતો. બાબરામાં આયોજિત સર્વરોગ નિદાન સારવાર કેમ્‍પમાં જનુી શરદી, પેટના રોગો, કબજિયાત, શ્‍વાસ, સાંધાના દુઃખાવા સહિતના અન્‍ય રોગોનું નિષ્‍ણાંત તબીબો દ્વારા નિદાન કરી પૂરતી સારવાર કરવામાં આવી હતી. અહીં કેમ્‍પમાં વિનામૂલ્‍યે દવા પણ આપવામાં આવી હતી. રમજાનભાઈ જીવાણી, નંદલાલભાઈ કોટક, પપુભાઈ ભૂપતાણી સહિતના સેવાભાવી લોકો દ્વારા કેમ્‍પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

મોટા ઉજળા ગામની પરિણીતાને પતિ સહિતનાં સાસરીયાઓનો ત્રાસ

અમરેલી, તા. 13
વડીયા તાલુકાનાં મોટા ઉજળા ગામની પરિણીતા સુમિતાબેનચતુરભાઈ ચૌહાણ નામની ર6 વર્ષીય પરિણીતાને તેના પતિ ચતુરભાઈ, સાસુ મુકતાબેન તથા સસરા કાનજીભાઈએ પરિણીતાને અવાર-નવાર મેણા- ટોણા બોલી બ્‍યુટી પાર્લરમાં કામ કરવા બાબતે બોલાચાલી કરી ત્‍યાં બીજા પુરૂષ સાથે સબંધ રાખે છે તેમ કહી તેણીના પતિએ ઢીકાપાટુનો માર મારી ત્રાસ આપ્‍યા અંગેની ફરિયાદ વડીયા પોલીસમાં નોંધાવી છે.

રાજુલાનાં ખાખબાઈ ગામે આવી પતિએ માર મારી જાનથી મારી નાખવા ધમકી

વલસાડનાં પારડી ગામની પરિણીતાને
રાજુલાનાં ખાખબાઈ ગામે આવી પતિએ માર મારી જાનથી મારી નાખવા ધમકી
પતિ, જેઠ, દિયર સહિત 4 સામે પોલીસમાં ફરિયાદ
અમરેલી, તા. 13
રાજુલાનાં ખાખબાઈ ગામનાં વતની અને વલસાડ જિલ્‍લાનાં પારડી ગામે પરણેલ કૈલાસબેન હરેશભાઈ જીંજાળા નામની 31 વર્ષીયપરિણીતાને તેણીનાં પતિ હરેશે તારા માવતરેથી પૈસા લઈ આવ તેમ કહી અવાર-નવાર ગાળો આપી શારીરિક- માનસિક ત્રાસ આપી તથા બે જેઠ તથા 1 દિયરની ચડામણીથી તેણીનાં પતિએ તેણીનાં પિયર રાજુલા તાલુકાનાં ખાખબાઈ ગામે આવી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાવી છે.

ધારીમાં 600 કર્મચારીઓના પગાર નહીં ચુકવાય તો 17 મીથી ઉપસરપંચના અનશન

ધારી, તા. 13
ધારી તાલુકા પંચાયતમાં અવિશ્‍વાસની દરખાસ્‍ત મુકાયા બાદ બજેટ મંજુર ન થયું હોવાથી નાણાંકીય વ્‍યવહારો ઠપ્‍પ થઈ ગયા છે. જેના કારણે તાલુકા પંચાયતના માઘ્‍યમથી પગાર મેળવતા કુલ 46પથી વધુ પ્રાથમિક શિક્ષકો તલાટી મંત્રીઓ અનેખુદ તાલુકા પંચાયતનો જ સ્‍ટાફ મળી 9ર જેટલા કર્મચારીઓ અને ગામ પંચાયતના કુલ પ0 કર્મચારીઓની છેલ્‍લા ત્રણ માસની પગાર ગ્રાન્‍ટ આવેલી પડી છે. ત્‍યારે અન્‍ય કામો ભલે પેઈન્‍ડિંગ રહે પણ કર્મચારીઓના પગાર પણ અટકાવી રાખવા જે સદંતર અન્‍યાય કહેવાય તેવી નિઃસ્‍વાર્થ લાગણી સાથે ધારીના ઉપસરપંચ જીજ્ઞેશગીરી ગૌસાઈએ 17મી સુધીનું અલ્‍ટિમેટમ આપ્‍યું છે.

કુંકાવાવ-વાઘણીયા રોડ ઉપર ભૂંડ રોડ ઉપર ઉતરતાં ફોરવ્‍હીલ ગોથા મારી ગઈ

કારમાં બેઠેલા યુવકનું ગંભીર ઈજાથી મોત થયું
અમરેલી, તા. 13
હાલ સુરત ગામે રહેતા અને મુળ ભાવનગર જિલ્‍લાનાં કુંભણ ગામે રહેતાં પ્રવિણભાઈ પોપટભાઈ જસાણી પોતાના હવાલાવાળી ફોર વ્‍હીલ કાર નંબર જી.જે. ર7 બી.એલ. 4674 લઈ અને મોટી કુંકાવાવથી વાઘણીયા તરફ જતાં હતાં ત્‍યારે માર્ગમાં અચાનક ભૂંડ આડે ઉતરતા તેઓએ પોતાના હવાલાવાળી કારનાં સ્‍ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા આ કાર 3 થી 4 જેટલા ગોથા મારી જતાં આ કારમાં બેઠેલા અન્‍ય લોકો સહિતનાઓને નાની-મોટી ઈજાઓ થવા પામેલ હતી. જેમાં ભાવનગર જિલ્‍લાનાં તળાજા ગામનાં ભદ્રેશભાઈ કિશોરભાઈ ગોહિલને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નિપજયું હતું. આ બનાવ અંગે કુબડા (તા. ધારી) ગામના વતની અને હાલ અમદાવાદ રહેતાં પરશોતમભાઈ નાનજીભાઈસુખડીયાએ વડીયા પોલીસમાં કારચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

સાવરકુંડલામાં ર કલાકમાં 8 વાહનોને ડીટેઈન કરાતા ફફડાટ

સાવરકુંડલા, તા.13
સાવરકુંડલા ખાતે આજે અમરેલી જિલ્‍લા ટ્રાફિકે સપાટો બોલાવીને ફકત બે કલાકમાં 8 વાહનોને ડિટેઈન અને 17 હજારનો રોકડ દંડ વસુલાત વાહન ચાલકોમાં ફફડાટ બોલાવી દીધો હતો.
સાવરકુંડલા ખાતે રોડ પર આડેધડ પાર્કિગ, બાઈકોમાં અવનવા વિચિત્ર હોર્ન, લાયસન્‍સ વિના ચાલતા બેરોકટોક વાહનો સામે અમરેલી જિલ્‍લા ટ્રાફિક શાખાએ લાલ આંખ કરીને ર કલાકમા જ વાહન ચાલકોમાં ફફડાટ ફેલાવી દીધી હતો. સાવરકુંડલા સીટી વિસ્‍તારમાં જિલ્‍લા ટ્રાફિક દ્વારા રાઉન્‍ડ ધ કલોક પેટ્રોલિં આદરીને જ્ઞ ટુ-વ્‍હીલ, 1-ટે્રકટર, 1-ડમ્‍પર સહિત કુલ 8 વાહનોને ડિટેઈન કરી દીધા હતા. જયારે નંબર પ્‍લેટ વિનાના વાહનો, આર.ટી.ઓ. લગત કાગળો વિના ચલાવતા વાહનો સાથે ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા વાહનો સામે અમરેલી જિલ્‍લા ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. વી.વી.પંડયા, એ.એસ.આઈ. જાનીદાદા, એ.એસ.આઈ. ખીમજીભાઈ, શૈલેષ અમરેલીયા, અને અજય યાદવે સપાટો બોલાવીને 16800નો રોકડ દંડ વસુલાત વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

સાવરકુંડલામાં પૂ. દાદાબાપુ કાદરી અને પૂ. વિજયબાપુનું મિલન યોજાયું

સમાજમાં સંતો મહંતોએ દર્પણ છે. સમાજને એકરાહ, નેકરાહ પર લોકોને લઈ જવાનું કાર્ય સંતો જ કરી શકે છે. આવા જસમાજના બે અલગ-અલગ સમુદાયન સંતોનું અદકેરૂં મિલન સાવરકુંડલામાં થયું હતું. સમગ્ર મુસ્‍લિમ સમાજના રાહબર અને કોમી એકતાના હિમાયતી ગણાતા અલ્‍હાજ સરકાર દાદાબાપુ કાદરીના આંગણે પ્રસિઘ્‍ધ સતાધારની ભૂમિના સંત શિરોમણી પૂજય વિજયબાપુ પધારતા અદકેરૂં મિલન સર્જાયું હતું વ્‍યસન મૂકિત અભિયાન ચલાવીને વ્‍યસનના દુષણને દુર કરવા સુફીસંત અલ્‍હાજ દાદાબાપુ કાદરીના ભગીરથ પ્રયાસને બિરદાવવા ખુદ સતાધારના મહંત પૂજય વિજયબાપુ સૂફીસંતના નિવાસસ્‍થાન બાગે રહેમત ખાતે પધારીને એકતા, અનેકતા અને અખંડિતાના સમન્‍વયનો સુરજ જોવા મળ્‍યો હતો. સૂફીસંત દાદાબાપુની સમાજલક્ષી વ્‍યસન મુકિત અભિયાનની સરાહના કરીને સમાજમાં સંતો જ લોકોને સારા અને સાચા માર્ગે લઈ જતા હોવાનું પૂજય વિજયબાપુએ જણાવ્‍યું હતું. અને સૂફીસંતની સેવાને બિરદાવીને એક મંચ પર બે સમાજના સંતોએ સમાજમાં પડેલા જ્ઞાતિ, નાત જાતના વાડાઓથી દુર સમાજ સમરસતાની મિશાલ જોવા મળી હતી. પૂજય વિજયબાપુનું શાલ ઓઢાડીને સૂફીસંતે સન્‍માન કર્યુ હતું અને 1 કલાક સુધી વ્‍યસન મુકિત સાથે સમાજન રાહબરોએ ચર્ચા વિચારણાઓ કરીને કોમી એકતાની અનોખી પ્રણાલી સાવરકુંડલામાં જોવા મળી હતી. અત્રે ઉલ્‍લેખનીય છે કે હજુ થોડા દિવસો પહેલા ફીફાદ ખાતેના મુસ્‍લિમ સમુહલગ્નમાં પૂજયમોરારીબાપુ અને સૂફીસંત દાદાબાપુ એકમંચ પર આવીને સામાજિક એકતા પર ભાર મુકયો હતો. ત્‍યારે આજે પ્રસિદ્ધ સતાધારની જગ્‍યાના મહંત પુજય વિજયબાપુએ સુફીસંતના આંગણે પધારીને સામાજિક સમરસ્‍તાના દર્શન જોવા મળતા હતા. સાવરકુંડલા સુન્‍ની મુસ્‍લિમ જમાતના પ્રમુખ ઈરફાનભાઈ કુરેશી સહિત મુન્‍નાભાઈ કાદરીએ પુજય વિજયબાપુને સન્‍માનિત કર્યા હતા. ત્‍યારે સંત શુરાની ભૂમિ કાઠિયાવાડમાં હિન્‍દુ – મુસ્‍લિમ સમાજના બે સંત શિરોમણીનું અદકેરૂં મિલન સાવરકુંડલામાં થયું હતું.

અમરેલીના કે.કે. પાર્કમાં ચાલતી રામકથામાં વિહિપનાં આગેવાનો જોડાયા

અમરેલીનાં લાઠી માર્ગ પર આવેલ કે.કે.પાર્કમાં સ્‍થાનિક રહેવાસીઓ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવેલ છે. પૂ.મોરારીબાપુ કથાનું રસપાન સંગીતમય શૈલીમાં કરાવી રહયા છે. દરમિયાનમાં વિશ્‍વ હિન્‍દુ પરિષના ડો.જી.જે.ગજેરા સહિતના આગેવાનોએ રામકથાનો લાભ લઈ ધન્‍યતા અનુભવી હતી.

બાબરીયાધાર ગામેકબ્રસ્‍તાનની દયનીય સ્‍થિતિ

રાજુલા, તા.13
રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામે મુસ્‍લિમ સમાજના કબ્રસ્‍તાનમાં બેસવા માટે બાકડા તેમજ દીવાલ તાત્‍કાલિક ધોરણે તાત્‍કાલિક ધોરણે મંજૂર થાય તેવી માંગ મુસ્‍લિમ સમાજે કરી છે.
કબ્રસ્‍તાનની પાછળના ભાગમાં દીવાલ ન હોવાથી પશુઓ કબ્રસ્‍તાનમાં વાવેલ ઝાડ તેમજ કબરને નુકશાન પહોંચાડે છે. કૂતરાઓ તેમજ જંગલી ભૂંડની હેરાનગતી હોવાથી મુસ્‍લિમ ઘાંચી જમાતના આગેવાન હારૂનભાઈ કલાણીયા, ઈલ્‍યસ કલાણીયા, મહમદભાઈ કલાણીયા, અયુબભાઈ, દાઉદભાઈ તેમજ ગામના સરપંચ અનિલભાઈની તાત્‍કાલિક દીવાલનું કામ શરૂ થાય તેવી લોકમાંગ કરેલ છે.

લુંટો ભાઈ લુંટો : ફરસાણનાં ભાવમાં ઉઘાડી લુંટ

અમરેલી જિલ્‍લામાં તોલમાપ વિભાગની ગુનાહીત બેદરકારી
લુંટો ભાઈ લુંટો : ફરસાણનાં ભાવમાં ઉઘાડી લુંટ
અમરેલી, તા. 13
અમરેલી જિલ્‍લામાં પેટ્રોલપંપમાં ચાલતી ઉઘાડી લુંટ બંધ કરાવવામાં નિષ્‍ફળ રહેલ તોલમાપ વિભાગ ફરસાણનાં ભાવમાં થતી ઉઘાડી લુંટ બંધ કરાવશે કે કેમ તેવો પ્રશ્‍ન જનતા જનાર્દનમાંથી ઉભો થઈ રહૃાો છે.
અમરેલી જિલ્‍લામાં અમુક નિષ્ઠાવાન વેપારીઓ રૂપિયા 100માં એક કિલો ફરસાણનું વેચાણ કરી રહૃાા છે તો અમુક નફાખોર વેપારીઓ તે જ ફરસાણ રૂપિયા 1પ0થી ર00નું કિલોનાં ભાવે વેચાણ કરી રહૃાા છે.
જયારે બેસન કે શીંગતેલનો ભાવ વધે એટલે વેપારીઓ તુરત જ ભાવ વધારી છે. પરંતુ જયારે બેસન કે શીંગતેલનો ભાવ ઘટે તો ભાવ ઘટાડતાં નથી.
જો કે મોટાભાગનાં વેપારી શીંગતેલનો ઉપયોગ કરતા નથી અને છતાં પણ શીંગતેલનો ઉપયોગ કરતાં હોય તેવો ભાવ ગ્રાહક પાસેથી પડાવી રહૃાા છે.

અમરેલીનાં પટેલ સંકુલમાં સિલ્‍વર મેડલ વિતરણ સમારોહ યોજાયો

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્‍ટ-સુરત સંચાલિત ઔદ્યોગિક રત્‍ન તથા કેળવણીકાર વસંતભાઈ ગજેરા સ્‍થાપિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા સંકુલમાં વીસ વર્ષથી આરંભાયેલી પરંપરા મુજબ શૈક્ષણિક વર્ષ ર016-ર017નાં ધો. 6થી અનુસ્‍નાતક કક્ષામાં અભ્‍યાસ કરતી રેન્‍કર્સ વિદ્યાર્થીનીઓને ભભસિલ્‍વર મેડલભભ થી પુરસ્‍કૃત કરવાની પ્રથા છે. જેના ભાગરૂપે સંસ્‍થાના નિયામક મનસુખભાઈ ધાનાણીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્‍ટના ઉપપ્રમુખ પરશોતમભાઈ ધામીનાં અઘ્‍યક્ષ સ્‍થાને તથા સેક્રેટરી બાબુભાઈ સાકરીયા, કેમ્‍પસ ડાયરેકટર ચતુરભાઈ ખૂંટ, હોસ્‍ટેલ ડાયરેકટર વલ્‍લભભાઈ રામાણીનાં મુખ્‍ય મહેમાન પદે સિલ્‍વર મેડલ વિતરણ સમારોયોજાયો હતો. જેમાં ધો. 6થી અનુસ્‍નાતક વિદ્યાશાખામાં ટોપ રેન્‍કર્સ પ્રાપ્‍ત કરતા વિદ્યાર્થીની બહેનોને મહાનુભાવો, આચાર્યો, ઉપાચાર્યોનાં હસ્‍તે સિલ્‍વર મેડલ અર્પણ કરીને પુરસ્‍કૃત કરવામાં આવ્‍યા હતા. આ તકે સમારોહના અઘ્‍યક્ષ પરશોતમભાઈ ધામી તથા મુખ્‍ય મહેમાન બાલુભાઈ સાકરીયાએ પ્રાસંગિક ઉદબોધન કરીને સિઘ્‍ધિ પ્રાપ્‍ત વિદ્યાર્થીની બહેનોને શુભો પાઠવી હતી. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પ્‍લાઝા વિભાગનાં અધિકારી બ્રિજેશ પલસાણા, સમિતિ સભ્‍યો ગોવિંદભાઈ ગોંડલીયા, ડાયાભાઈ ગજેરા, ખોડાભાઈ સાવલીયા, મુકુંદભાઈ સેંજલીયા ખાસ ઉપસ્‍થિત રહૃાા હતા.  સમારોહનાં અંતે સંસ્‍થાના નિયામક મનસુખભાઈ ધાનાણીએ સંચાલક મંડળના પદાધિકારીઓને સંસ્‍થાની શૈક્ષણિક, સાંસ્‍કૃતિક તથા રમત-ગમતની આછેરી ઝલક તથા રૂપરેખા આપીને વિકાસની પારદર્શકતા બતાવીને ઉપસ્‍થિત સૌનો આભાર માનીને વિશિષ્‍ટ શૈક્ષણિક સિઘ્‍ધિ પ્રાપ્‍ત વિદ્યાર્થીની બહેનોને અભિનંદન આપ્‍યા હતા.

અવસાન નોંધ

અવસાન નોંધ
સાવરકુંડલા : હાજી અબ્‍દુલભાઈ મહંમદભાઈ સૈયદ (ઉ.વ.80) નું તા.13/4 ના રોજ ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. નાસીરભાઈ, યુસુફભાઈ, નિઝામભાઈ, ગફારભાઈ, સલીમભાઈના પિતાશ્રી થાય. તેમની જીયારત તા.1પ/4 ને રવિવારના રોજ મદિના મસ્‍જીદ, સાવરકુંડલા મુકામે રાખેલ છે. ઔરતોની જીયારત તેમના નિવાસ સ્‍થાન જુના બસ સ્‍ટેન્‍ડ ખાટકીવાડની બાજુમા રાખેલ છે.
અરજણસુખ : અરજણસુખ નિવાસી હાલ વડિયા લુવાર કાન્‍તાબેન (હેમીબેન) વશરામભાઈ સોલંકી (ઉ.વ.91) તે સ્‍વ. મણીભાઈ તથા સ્‍વ. જેન્‍તીભાઈ તેમજ હસુભાઈ, અતુલભાઈના માતાનું તા.11/4ના રોજ અવસાન થયેલ છે.
બગસરા : જુની હળીયાદ નિવાસી પુષ્‍પાબેન મણીલાલ જોષી (ઉ.વ.99) તે સંજયભાઈ તથા જનકભાઈન માતા, મનિષભાઈન દાદીનું તા.13ના રોજ અવસાન થયેલ છે. તેમની અંતિમયાત્રા સવારે 8 કલાકે જુની હળીયદ તા. બગસરા ખાતે રાખેલ છે.

ધારીમાં પ્રકૃતિમિત્ર મંડળ દ્વારા ચકલીના માળાનું વિતરણ

ધારી પ્રકૃતિ મિત્ર મંડળના સેવાભાવી સભ્‍યો દ્વારા ધારી યોગી વિઝન સ્‍કૂલ ખાતે ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. હાલના સંજોગોમાં ચકલી જેવા પક્ષીઓને પોતાનું અસિતત્‍વ ટકાવી રાખવું ખુબ જ અઘરૂં છે. ત્‍યારે પક્ષી અલિપ્‍ત થતું અટકાવવાના અભિયાન અંતર્ગત તથા લોકોને પ્રેરણા મળે તેવા આશ્રય સાથે પ્રકૃતિ પ્રેમી અજીતભાઈ ભટ્ટ, નરેન્‍દ્રભાઈ જોંટગીયા, પિયુષભાઈ જોષી, હસુભાઈ યાદવ, દેવશીભાઈ ખાંભલા દ્વારા એક હજાર જેટાલ ચકલીના માળા તથા ચણનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. જેનો બહોળી સંખ્‍યામાં જનતાએ લાભ ઉઠાવ્‍યો હતો. તથા આ અભિયાન આગામી દિવસોમાં પણ પ્રકૃતિ મિત્ર મંડળના સભ્‍યો દ્વારા ચાલુ રાખવામાં આવશે તેમ સભ્‍યોએ જણાવ્‍યું હતું. તો આ અભિયાનની સરાહના ગામલોકો તથા પ્રકૃતિપ્રેમીઓ કરી રહયા છે.

14-04-2018