Main Menu

Friday, April 13th, 2018

 

રેશનિંગ કૌભાંડ ઝડપાતા લાખો કિલો અનાજની બચત થઈ

આરટીઆઈ કાર્યકરની જહેમતથી સરકારી તિજોરીને જબ્‍બરો ફાયદો
રેશનિંગ કૌભાંડ ઝડપાતા લાખો કિલો અનાજની બચત થઈ
અમરેલી, તા. 1ર
અમરેલી જિલ્‍લા સહિત રાજયભરમાં રાહતદરનાં અનાજ અને કેરોસીનને કાળાબજારમાં વેચી દઈને અનાજ માફીયાઓએ કરોડો રૂપિયાનું કાળુધન સંગ્રહ કરી દીધું હતું અને આ મહાકાય કૌભાંડ રાજય સરકારને બદલે આરટીઆઈ કાર્યકર્તાઓની જહેમતથી બહાર આવતાં એક જ મહિનામાં લાખો કિલો અનાજ અને હજારો લિટર કેરોસીનની બચત થઈ છે.
અમરેલી જિલ્‍લાનાં પ્રતિષ્ઠિત આગેવાનોનાં નામે એનએફએસએ કાર્ડ બનાવીને રેશનિંગ દુકાનધારક અનેપુરવઠા વિભાગનાં ભ્રષ્‍ટ બાબુઓએ દર મહિને લાખો કિલો અનાજ અને કેરોસીન કાળાબજારમાં વેચી માર્યાની ફરિયાદ આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ કર્યા બાદ મામલતદારે 10 દુકાનધારકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
સમગ્ર કૌભાંડ પ્રકાશમય બનતાં માર્ચ કરતાં એપ્રિલમાં 9.રર લાખ કિલો ઘઉં, 3.7 લાખ કિલો ખાંડ અને 33,પ44 કિલો ચોખા અને ર.89 લાખ લિટર કેરોસીનની બચત એક જ મહિનામાં થઈ છે. અને સમગ્ર રાજયની બચત ગણીએ તો રાજય અને કેન્‍દ્ર સરકારની તિજોરીને દર વર્ષે કરોડો રૂપિયાની સબસીડી બચી ગઈ છે. જે રકમમાંથી અનેક વિકાસકાર્યો થઈ શકશે. આરટીઆઈ એકટીવીસ્‍ટ ઘ્‍વારા શરૂ થયેલ અભિયાનને રાજય સરકાર મંજીલ સુધી પહોંચાડે તેવી માંગ જનતા જનાર્દનમાંથી ઉભી થઈ રહી છે.

અમરેલીનાં બહારપરામાં સામાન્‍ય બાબતને લઇને ર જુથ વચ્‍ચે સશસ્‍ત્ર અથડામણ

બુધવારે મોડીરાત્રીએ ફાયરીંગની પણ ઘટના બની
અમરેલી, તા. 1ર
અમરેલીના બહારપરા વિસ્‍તારમાં ગઇકાલે ફોર વ્‍હીલ પાર્કીંગ કરવાના મુદ્‌ે મુસ્‍લીમ સમાજના બે જુથ સામસામે અથડાતા તલવાર, લાકડી જેવા હથીયારો તથા એક જુથે હવામાં 3 થી 4 ફાયરીંગ કર્યાની સામસામી પોલીસમાં ફરિયાદનોંધાઈ છે.
આ બનાવમાં પ્રાપ્‍ત વિગતો અનુસાર અમરેલીના બહારપરા વિસ્‍તારમાં રહેતા અલ્‍તાફભાઇ અબ્‍દુલભાઈ રાઠોડના ઘરની ડેલી પાસે ઇબ્રાહીમભાઇ સૈયદ છેલ્‍લા 4 દિવસથી ફોર વ્‍હીલ પાર્ક કરેલ હોય, જેથી અલ્‍તાફભાઇના પત્‍નિ જીલુબેન ઇબ્રાહીમભાઇ સૈયદને ગાડી ડેલી આગળથી હટાવી લેવાનું કહેતા મોહસીન ઇકબાલભાઈ સેલોત, જીલુબેન ઇબ્રાહીમભાઇ સૈયદ, ઇકબાલભાઇ ગનીભાઇ સેલેતો, ઇંદ્રીશ ઇબ્રાહીમભાઇ સૈયદ, અંજુમ ઇકબાલભાઇ સેલોત, ઇમરાન ઓસમાણભાઇ સેલેતો વિગેરેએ ગેરકાયદે મંડળી રચી લાકડી, પાઇપ જેવા હથીયારોથી અલ્‍તાફભાઇ તથા તેમના પરિવારજનો ઉપર હુમલો કરી તથા ઇકબાલભાઇ સેલોતે પોતાની બંદુકમાંથી હવામાં 3 થી 4 ફાયરીંગ કર્યા હતા. જો કે આ ફાયરીંગ ઘટનામાં કોઇને ઇજા થવા પામી ન હતી. આ અંગે અલ્‍તાફભાઇએ પોલીસમાં ફરિયાદનોંધાવી છે.
તો સામાપક્ષે મોહસીન ઇકબાલભાઇ સેલોતે પણ પોલીસમાં ફરિયાદ કરતા જણાવ્‍યું છે કે ગઇકાલે રાત્રીના સમયે પોતે ઘરે ટીવી જોતા હતા ત્‍યારે બહાર તેમના ફઇ જીલુબેનના ઘરે બોલાચાલી થતી હોય જેથી તેઓ ત્‍યાં તપાસ કરવા જતા તેજ વિસ્‍તારમાં રહેતા અમીન સુલેમાનભાઇ રાઠોડ, રજાકભાઇ, રહીમ હાજીભાઈ રાઠોડ, ફેઝલ રાઠોડ, અલ્‍તાફ ઉર્ફે અલ્‍તુ ઘોઘાભાઇ રાઠોડ, વસીમ ઘોઘાભાઇ રાઠોડ તથા શાહરૂક રજાકભાઇ રાઠોડ વિગેરેએગેરકાયદે મંડળી રચી ઘાતક હથીયાર સાથે જીલુબેન સાથે ઝગડો નહિં કરવા મૌસીનભાઈને સમજાવવા જતા તેમના ઉપર ધોકા વડે હુમલો કરાયો હતો. ત્‍યારે, તે સમયે મૌસીનભાઇના પિતા ઇકબાલભાઇ છોડાવવા જતા તેમના ઉપર તલવાર વડે હુમલો કરી માથામાં ઇજા કર્યાની ફરિયાદ સીટી પોલીસ સ્‍ટેશનમાં નોંધાવી છે.
આ બનાવમાં બંને પક્ષોના લગભગ 10 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ થતા તમામને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્‍યા છે. આજે વહેલી સવારે પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવના પગલે અમરેલીમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

ભાજપ સરકાર ચલાવવામાં નિષ્‍ફળ રહેતાં વિપક્ષી બનવા માટે આંદોલનનાં માર્ગે : પરેશ ધાનાણી

વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાંશાબ્‍દિક પ્રહારો
ભાજપ સરકાર ચલાવવામાં નિષ્‍ફળ રહેતાં વિપક્ષી બનવા માટે આંદોલનનાં માર્ગે : પરેશ ધાનાણી
ગાંધીનગર, તા. 1ર
દેશભરમાં આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી સહિત ભાજપનાં મુખ્‍યમંત્રીઓ, સાંસદો, મંત્રીઓએ ઉપવાસ આંદોલન કરતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ સોશ્‍યલ મીડિયા મારફત ભાજપ પર શાબ્‍દિક પ્રહારો કર્યા છે.
તેઓએ જણાવેલ છે કે, લોકશાહીમાં આશાઓ અધુરી રહે તો આંદોલન કરવામાં આવે છે. વિપક્ષનું કામ હોય છે આંદોલન કરવાનું અને સરકારનું કામ હોય છે સમસ્‍યાઓનું સમાધાન કરવું.
વધુમાં જણાવેલ છે કે, આજે દરેક મોર્ચે ભાજપ સરકાર નિષ્‍ફળ રહી છે અને તેનો સ્‍વીકાર કરવા માટે ભાજપે ઉપવાસ કરીને વિપક્ષમાં બેસવાની તૈયારી કરી લીધી છે. અને સમસ્‍યાઓનું સમાધાન કરવા માટે કોંગ્રેસની સરકાર દેશમાં બનવા જઈ રહી છે તેમ અંતમાં જણાવેલ છે.

સરસીયાનાં ઉપસરપંચનાં દીકરાઓ વિરૂઘ્‍ધ એટ્રોસીટીની ખોટી ફરિયાદ થઈ

ચૂંટણીનાં વેરઝેરથી ફરિયાદ થયાનું જણાવાયું
સરસીયાનાં ઉપસરપંચનાં દીકરાઓ વિરૂઘ્‍ધ એટ્રોસીટીની ખોટી ફરિયાદ થઈ
ગામજનોએ પોલીસ અધિક્ષકને કરી રજુઆત
અમરેલી, તા. 1ર
ધારીનાં સરસીયાનાં ગામજનોએ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવેલ છે.
આવેદનપત્રમાં જણાવેલ છે કે, સરસીયા ગામના આગેવાન અને રહેવાસી મંગળુભાઈ વાળા કે જેઓ ગ્રામ પંચાયતમાં ગત ટર્મમાં સરપંચ તરીકે પાંચ વર્ષથી સરસીયા ગામના વિકાસનાં કાર્યો કરતા આવેલા છે અને તેઓ ચાલું ટર્મમાં પણ ઉપસરપંચ તરીકે હોદા પર છે. આમ મંગળુભાઈ વાળા એક પ્રતિષ્ઠિત વ્‍યકિત તરીકે ગામમાં શાખા ધરાવે છે. તેમને ત્રણ દિકરાઓ છે. જેમના નામ (1) ઉદયભાઈ (ર) .મેશભાઈ (3) શૈલેષભાઈ કરીને છે. આ મંગળુભાઈના દિકરા પણ ગામમાં સારી આબરૂ ધરાવે છે. ગ્રામ પંચાયતની ચાલુ ટર્મની ચૂંટણી દરમ્‍યાન આ મંગળુભાઈની પેનલ સામે ઉભા રહેલા ગીતાબેન ભીખાભાઈ મકવાણા હારી ગયેલ હોય અને જેનાં મનદુઃખ અને રાગદ્વેશ રાખી તેઓ આ મંગળુભાઈ તથા તેના પરિવાર સાથે કોઈને કોઈ બહાને ઘર્ષણ ઉભુથાય તેવા પ્રયત્‍નો કરતા રહે છે. અને આ ગીતાબેન અનુસૂચિત જાતિના હોય અને એટ્રોસીટી એકટના કાયદાની ઓથમાં ખોટી ફરિયાદ થઈ શકે તેવી તેઓને જાણ હોય અને આથી આ ગીતાબેન ભીખાભાઈ મકવાણાએ ધારી પોલીસ સ્‍ટેશનમાં અમારા ગામના ઉપસરપંચના ત્રણેય દિકરાઓ વિરૂઘ્‍ધ કાયદાની આડશ લઈ ખોટી ફરિયાદ ઉભી કરેલ છે. જે ફરિયાદ ધારી પોલીસ સ્‍ટેશન ફર્સ્‍ટ ગુ.ર.નં. 30/18થી દાખલ કરવામાં આવેલ છે. જે ફરિયાદમાં તદન ખોટી હકીકતો રજુ કરી ગીતાબેન ભીખાભાઈ મકવાણાએ જુનુ મનદુઃખ રાખી ખોટી ફરિયાદ કરેલ છે. તેમજ ફરિયાદમાં જે વર્ણન કરેલ છે તેવો કોઈ બનાવ હકીકતમાં કયારેય બનેલ નથી.
ગીતાબેન ભીખાભાઈ મકવાણાએ જે હકીકત દર્શાવી ફરિયાદ કરેલ છે તેવો કોઈ બનાવ અમારા ગામમાં બનેલ જ નથી. અમારા ગામમાં પાણી ભરવાના ટાંકાની જાહેર વ્‍યવસ્‍થા છે અને તે પાણીના ટાંકામાંથી જાહેર જનતાને સાર્વજનીક રીતે પાણી લઈ શકે તેવી વ્‍યવસ્‍થા છે. આથી કોઈ વ્‍યકિતને પાણી લેતા અટકાવવાનો કોઈ બનાવ કયારેય બનેલ નથી તેમજ અમોએ આવો કોઈ બનાવ કયારેય જોયેલ પણ નથી. કથીત બનાવ ઉપજાવી કાઢેલ છે. આથી તેની યોગ્‍ય ન્‍યાયીક અને તટસ્‍થ તપાસ થાય તેવી અમારી માંગણી છે તેમ અંતમાં જણાવેલ છે.

અમરેલી લોકસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર કોણ ?

ડો. કાનાબાર અને પી.પી. સોજીત્રાનાં નામને લઈને વ્‍યાપક ચર્ચાઓ
અમરેલી લોકસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર કોણ ?
સાંસદ કાછડીયાની 10 વર્ષની કામગીરીને ઘ્‍યાને લઈને તેમને બઢતી મળે તેવી શકયતાઓ
અમરેલી, તા. 1ર
લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષનો સમય બાકી રહૃાો છે. ત્‍યારે ભાજપ ઘ્‍વારા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા અંગે પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ભાજપ માટે અતિ મહત્‍વની ગણાતી અમરેલી બેઠક પરથી ભાજપ ઘ્‍વારા નવા ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવે તેવું લાગી રહૃાું છે.
વર્તમાન સાંસદની 10 વર્ષની કામગીરીને ઘ્‍યાને લઈને તેઓને બઢતી આપીને જિલ્‍લાનાં માર્ગદર્શન મંડળમાં સમાવેશ કરવામાં આવે તેવું રાજકીય નિરીક્ષકો માની રહૃાા છે. જો ભાજપ ઘ્‍વારા પાટીદાર ઉમેદવાર પસંદ કરવાનું થાય તો અમરેલી માર્કેટયાર્ડનાં ચેરમેન પી.પી. સોજીત્રા અને બિન પાટીદાર ઉમેદવાર પસંદ કરવાનું થાય તો ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો. કાનાબારનું નામ ચર્ચાઈ રહૃાુંછે.
તાજેતરમાં ડો. કાનાબાર અને પી.પી. સોજીત્રાએ દિલ્‍હી દરબારની મુલાકાત લીધી હોવાનું અને બન્‍ને આગેવાનો નરેન્‍દ્ર મોદીની ગુડબુકમાં હોવાથી બેમાંથી એકની શકયતા જોવા મળી રહી છે.

લુણસાપુરસિન્‍ટેક્ષ કંપનીની દીવાલ પાડવાનું કામ કરતા શ્રમિકનું મૃત્‍યુ

અમરેલી, તા. 1ર
રાજુલાનાં ચાંચબંદર ગામે રહેતા અને જાફરાબાદના લુણસાપુર ગામે આવેલ સિન્‍ટેક્ષ કંપનીમાં દીવાલ પાડવાની કામની મજુરી કરતા સુખદેવ રૂપસીંગભાઇ શીયાળ નામનો 18 વર્ષીય યુવક પોતાના પિતા સાથે કામ કરી રહયો હતો ત્‍યારે દીવાલ માથે પડશે તેવી બીક લાગતા ભયનાં કારણે એકદમ દોડવા લાગતા તેમને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્‍યુ થયાનું જાફરાબાદ પોલીસમાં જાહેર થવા પામેલ છે.

શીવડ ગામેવીજ ચેકીંગ કરવા ગયેલા કર્મીની ફરજમાં રૂકાવટ

ધારી નજીક આવેલ
શીવડ ગામેવીજ ચેકીંગ કરવા ગયેલા કર્મીની ફરજમાં રૂકાવટ
સરપંચ સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
અમરેલી, તા. 1ર
ધારી ગામે વીજ કંપનીમાં ફરજ બજાવતા મેહુલભાઇ અજીતભાઈ લીંબાસીયા તથા તેમની સાથે વીજ ચેકીંગ કામ કરતા કર્મચારીઓ ગઇકાલે બપોરે ધારી તાલુકાના શીવડ ગામે વીજ ચેકીંગ કરી રહયા હતા ત્‍યારે ગામના સરપંચ ચંપુભાઇ તથા બે અજાણ્‍યા માણસોએ વીજ ચેકીંગ ટીમને તેમની ફરજમાં અવરોધ ઉભો કરી ગાળો આપી, લાકડી જેવા હથીયારો ધારણ કરી વીજ ચેકીંગની ટીમને જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાઇ છે.

આગ હી આગ : અમરેલીનાં વ્‍હાઈટ હાઉસમાં સ્‍પેર પાર્ટસની દુકાનમાં આગ ભભૂકી

અમરેલી, તા.1ર
અમરેલીના એસ.ટી.ડેપો સામે આવેલ વ્‍હાઈટ હાઉસ કોમર્શિયલ કોમ્‍લેક્ષમાં આવેલ એક મોટર પાર્ટસની દુકાનમાં બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગતા અફડા-તફડી મચી જવા પામી હતી. આ અંગે અમરેલી પાલિકાના ફાયર ફાયટરે બનાવ સ્‍થળે દોડી જઈ આગને કાબુમાં લીધી હતી. જો કે આ બનાવમાં કેટલાંની નુકશાની થવા પામી છે. તે જાણી શકાયું નથી. આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ના હોય આગ કાબુમાં આવી જતાં આજુ-બાજુનાં દુકાનધારકોએ રાહતનો દમ લીધો હતો.

અમરેલી જિલ્‍લામાં નિર્દોષ યુવતિઓને ફસાવવાનું ષડયંત્ર ?

16 વર્ષથી લઈને રર વર્ષ સુધીની દીકરીઓનાં વાલીઓ જાગૃત્ત રહે
અમરેલી જિલ્‍લામાં નિર્દોષ યુવતિઓને ફસાવવાનું ષડયંત્ર ?
છેલબટાઉ યુવાનો ઉધાર-ઉછીના કરીને સીનસપાટા કરીને યુવતિઓને ફસાવી રહૃાા છે
અમરેલી, તા. 1ર
આજનાં આધુનિક યુગમાં સોશ્‍યલ મીડિયાનાં દોરમાં છેલબટાઉ યુવાનોને નિર્દોષ યુવતિઓને પ્રેમજાળમાં ફસાવીને તેનું સર્વસ્‍વ લુંટવાનો શોખ થઈ રહૃાો છે. 16 વર્ષથી લઈને રર વર્ષની યુવતિનાં વાલીઓ જાગૃત નહી બને તો તેની વ્‍હાલસોયીની જીંદગી બરબાદ થઈ જશે તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી.
આજે અનેક છેલબટાઉ યુવાનો બાપકમાઈ અથવા તો ઉધાર-ઉછીના કે ચોરી, ચીલઝડપ જેવા કામો કરીને અવનવા ડ્રેસ, બાઈક અને મોબાઈલ લઈને શાળા-કોલેજો આસપાસ હીરોગીરી કરી રહૃાા છે. તો અનેક વિદ્યાર્થીનાં રૂપમાં પણ વિનાશકારી કૃત્‍ય કરી રહૃાા છે.
16 વર્ષથી લઈને રર વર્ષની યુવતિઓ યુવાનીનાં જોશમાં અને ફિલ્‍મી અસરને લીધે લંપટ યુવાનોમાં ફસાઈ જાય છે. લંપટ યુવાનો કોઈનાં કોઈ બ્‍હાને નિર્દોષ યુવતિને ડ્રેસ, મોબાઈલ કે અન્‍ય ભેટ સોગાદ આપીને પ્રેમ કરતો હોવાનું જબ્‍બરૂ નાટક રચીને ગણતરીનાં દિવસોમાં કોઈ હોટેલ, ગેસ્‍ટ હાઉસ કે ફાર્મ હાઉસમાં તેની હવસનો શિકાર બનાવી રહૃાો છે. અને જયારે તેનાથી સંતોષ થઈ જાય એટલે નવી કોઈયુવતિને ફસાવી દે છે. અને ભોગ બનનાર યુવતિ અને તેના પરિવારજનો આબરૂ જવાનાં ડરે પોલીસ ફરિયાદ કરતાં ન હોવાથી ભયાનક ષડયંત્ર પ્રકાશમાં આવતું નથી.
આજનાં તમામ વાલીઓએ પોતાની વ્‍હાલસોયીની દરેક હિલચાલ પર નજર રાખવી પડશે. વ્‍હાલસોયીને નજરકેદ રાખવાની જરૂર નથી તેને આઝાદી આપીને પણ તેની પર નજર રાખવાની જરૂર છે.
બીજી તરફ પોલીસ વિભાગે પણ શાળા-કોલેજો, ધાર્મિક સ્‍થાનો કે બહેનોની અવર-જવર વાળા માર્ગ કે હોટેલ, ગેસ્‍ટ હાઉસ પર ખાનગી વોચ રાખવી જોઈએ તો જ નિર્દોષ યુવતિઓની બરબાદ થતી જીંદગીને બચાવી શકાય તેમ છે.

અમરેલી જિલ્‍લામાં ‘‘બાંકડા”ની ખરીદીમાં મહાકાય કૌભાંડ ?

જનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસાની ખુલ્‍લેઆમ લુંટ થઈ રહી છે
અમરેલી જિલ્‍લામાં ‘‘બાંકડા”ની ખરીદીમાં મહાકાય કૌભાંડ ?
એક જ પ્રકારનાં બાંકડાનાં ભાવ જુદા-જુદા મંજુર થયા હોય અધિકારીની બેદરકારી
અમરેલી, તા. 1ર
અમરેલી જિલ્‍લામાં જયાં નજર નાખો ત્‍યાં ધારાસભ્‍ય કે સાંસદનું નામ લખેલ બાંકડાઓ નજરે ચડે છે. કોઈ ખાનગી જગ્‍યાઓમાં પણ બાંકડાઓ જોવા મળી રહૃાા હોય જિલ્‍લાની જનતામાં ભભબાંકડાભભએ ચકચાર જગાવી છે.
અમરેલી જિલ્‍લાનાં ધારાસભ્‍યો અને સાંસદે છેલ્‍લા પાંચથી સાત વર્ષમાં લાખો રૂપિયાની ગ્રાંટ ફાળવી દીધી છે અને તમામ રાજપુરૂષો બાંકડા પાછળ કેમ ગ્રાંટ ફાળવે છેતેની તપાસ કરતાં તેમાં મહાકાય કૌભાંડ હોવાની આશંકા પ્રબળ બની છે.
ધારાસભ્‍યને દર વર્ષે રૂપિયા એક કરોડ અને સાંસદને દર વર્ષે રૂપિયા પાંચ કરોડની ગ્રાંટ તેમના મત વિસ્‍તારનાં વિકાસકાર્યો માટે મળતી હોય છે. અને આ રકમ નેતાઓને જનતા જનાર્દનનાં પરસેવાની કમાણીમાંથી મળતી હોય છે અને તેનો ઉપયોગ યોગ્‍ય રીતે થાય તે જોવાની જવાબદારી ધારાસભ્‍યો અને સાંસદની હોય છે.
પરંતુ અમરેલી જિલ્‍લામાં જુદા-જુદા ધારાસભ્‍યો કે સાંસદોની ગ્રાન્‍ટમાંથી બાંકડાની ખરીદી એક જ સ્‍થળેથી થતી હોય છે. પરંતુ તેમના ભાવ અલગ-અલગ હોય છે.
એક ધારાસભ્‍ય એક બાંકડા પાછળ રૂપિયા 1700 ચુકવે તો અન્‍ય એક ધારાસભ્‍ય તે જ બાંકડાનો ભાવ 3પ00થી લઈને 600 સુધી ચુકવે છે. અને આ કાળા કારનામાં સરકારી અધિકારીની મીઠીનજર તળે જ થઈ રહૃાા છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે, બાંકડા ફાળવવાનાં નામે લાખો રૂપિયાનું કૌભાંડ થઈ રહૃાું છે. જો કે આગામી દિવસોમાં સમગ્ર જિલ્‍લામાં બાંકડા કૌભાંડ ભારે ચકચારી બનવાનું છે અને કયાં નેતાએ અને કયા અધિકારીએ કાળા હાથ કર્યા છે તેની સઘળી હકીકતો જનતા દરબારમાં આવી જશે. તેમજ લોકસભાની ચૂંટણીમાં પણ બાંકડા કૌભાંડ ચકચારી બનવાનું છે તેની તૈયારીઓ હાલ શરૂ થઈ ચુકી છે.

અમરેલીમાં સાસંદ સહિતનાં ભાજપીઓ દ્વારા પ્રતીક ઉપવાસ યોજાયા

લોકસભામાં બજેટ સત્રમાં કોંગ્રેસ તથા વિપક્ષ દ્વારા વિક્ષેપ કરીલોકસભામાં લોક તંત્રનો અવાજ દબાવવાનો પ્રયાસો કરવામાં આવતા સમગ્ર દેશમાં ગુરૂવારે તેનો વિરોધ કરવા માટે ભાજપે ધારણાનો કાર્યક્રમ આપી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેના ભાગરૂપે આજે અમરેલીના ડો.જીવરાજ મહેતા ચોક ખાતે અમરેલી ભાજપના સાંસદ નારણભાઈ કાછડીયાની આગેવાનીમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજકોમા સોલનાં અઘ્‍યક્ષ દિલીપભાઈ સંઘાણી, પુર્વ જિલ્‍લા અઘ્‍યક્ષ ડો.ભરતભાઈ કાનાબાર, શરદભાઈ લાખાણી, પુર્વ ધારાસભ્‍ય મનસુખભાઈ ભુવા, જિલ્‍લા ભાજપના મહામંત્રી કૌશિકભાઈ વેકરીયા, સહિતના જિલ્‍લાના ભાજપી આગેવાનો ઉપસ્‍થિત રહયા હતાં.

વીકટર ગામ પંચાયતનાં શાસકોને વિકાસમાં રસ નથી

આઝાદીનાં 70 વર્ષ બાદ પણ ગામમાં અનેક સમસ્‍યાઓ
વીકટર ગામ પંચાયતનાં શાસકોને વિકાસમાં રસ નથી
સ્‍મશાનની હાલત અતિ બિસ્‍માર બની હોય જાગૃત નાગરિકોએ સુવિધા ઉભી કરી
રાજુલા, તા. 1ર
રાજુલાનું વીકટર ગામ અનેક સમસ્‍યાઓથી ઘેરાયેલું છે. આ અંગે વારંવાર સમાચાર આવતા રહેતા હોય છે. ગામમાં રપ વર્ષથી એકહથ્‍થુ શાસન હોવા છતા ગામમાં થવા જોઇએ તેટલા વિકાસના કામો નથી થયા માર્ગ અને ગટરની સમસ્‍યા તો વર્ષોથી છે પરંતુ ગ્રામ પંચાયત એક સારુ સ્‍મશાન અને સ્‍નાનઘાટ પણ બનાવી શકી નથી. સ્‍મશાનમાં કોઇજાતની સુવિધા નથી. સ્‍મશાનનો રસ્‍તો ઢાળવાળો હોવાથી લોકોને ઉતરવા ચડવામાં મુશ્‍કેલી પડે છે.
ધારાસભ્‍ય દ્વારા આપવામાં આવેલા બાકડા ખુણાંમાં ધુળ ખાઇ રહયા છે. પાણીની કોઇ વ્‍યવસ્‍થા નથી. પાણીનો ટાંકો શોભાના ગાંઠીયા સમાન બન્‍યો છે. વર્ષો પહેલા બનાવવામાં આવેલ સ્‍મશાન બિસ્‍માર હાલતમાં છે. અહિંયા નાછુટકે ચિતાને ખુલ્‍લામાં અગ્નિ સંસ્‍કાર આપવો પડે છે. વરસાદ કે તડકો હોય તો પણ અને શરમની વાત તો એ કહેવાયકે અહિંયા સ્‍મશાન યાત્રા દરમિયાન મહિલાઓને ખુલ્‍લામાં સ્‍નાન કરવું પડે છે.
ગામમાં સ્‍નાનઘાટ જ નથી. આ અંગે અહિંયાના સ્‍થાનિક જાગૃત યુવાન અજય શિયાળ અને રણછોડ બાંભણિયા દ્વારા અનેક વખત રજુઆતો કરી છતા કોઇ આંખઆડા કાન કરી ભૂલી જાય છે. આ ગામના કેશાભઇ ગુજરીયા, ભરતભાઇ વાજા, ચંદુભઇ બાંભણિયા, ધીરૂભાઇ બાંભણીયા દ્વારા ગામમાંથી ફાળો એકઠો કરીને સ્‍મશાનમાં લોકોને બેસવા માટે પતરા નાખી છાયાની વ્‍યવસ્‍થા કરવામાં આવી પરંતુ ગ્રામ પંચાયત દ્વારા કોઇપણ મદદ કરવામાં ના આવી.

અમરેલી શહેરમાં વલ્‍લભાચાર્યજીનાં પ્રાગટયોત્‍સવની ઉજવણી

અમરેલી શહેરમાં વલ્‍લભાચાર્યજીનાં પ્રાગટયોત્‍સવની ઉજવણી
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં આજે જગદગુરૂ શ્રીમદ વલ્‍લભાચાર્યજીનાં પ41માં પ્રાગટય મહોત્‍સવની ઉજવણી ભવ્‍યતાથી ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્‍સવ પ્રસંગે અમરેલી શહેરમાં શ્રીમદ વલ્‍લભાચાર્યજીની એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. આ શોભાયાત્રા શહેરનાં રાજમાર્ગો ઉપર ફરી હતી અને સાંજના સમયે સમસ્‍ત વૈષ્‍ણ સમાજ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. આ શોભાયાત્રા તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો તથા મહાપ્રસાદમાં મોટી સંખ્‍યામાં લોકો જોડાયા હતા.
સાવરકુંડલામાં શ્રીમદ્‌ વલ્‍લભાચાર્યાનાં પ્રાગટોત્‍સવની ઉજવણી
આજે સાવરકુંડલામાં શ્રી મહાપ્રભુજીના બેઠાકજીમાં અખંડભુમંડલાચાર્ય જગદગુરૂ શ્રીમદ્‌ વલ્‍લભાચાર્યજી કે પ41 મેં પ્રાદુર્ભાવ મહા મોહત્‍સવનો વૈષ્‍ણવોએ લાભ લીધો આજરોજ નંદમોહોત્‍સવ, પલના, મહાપ્રસાદનો વૈષ્‍ણવોએ લાભ લીધો હતો.
રાજુલામાં વૈશ્‍ણવ હવેલી દ્વારા મહાપ્રભુના પ્રાગટય દિવસની ધામધૂમથી ઉજવણી કરી
રાજુલા, તા.1ર, રાજુલા હવેલી ના વૈશ્‍ણવો દ્વારા મહાપ્રભુનો પ્રાગટય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી મહાપ્રભુજી દ્વારા વૈશ્‍ણવ ધર્મને ખુબ જ આગળ વધાર્યો અને આજે ગામડે-ગામડે વૈશ્‍ણવ ધર્મને પહોંચાડયો તેવા મહાપ્રભુના પ્રાગટયને લઈને રાજુલા હવેલીમાં વૈશ્‍ણવો દ્વારા આજે સવારથી જ થનગનાટ જોવા મળેલ હતો. અને સવારની પુજામાં મોટી સંખ્‍યામાં વૈશ્‍ણવોએ હાજરી આપેલ હતી. બાદમાં બપોરના 1ર કલાકે પાતળ પ્રસાદ વૈશ્‍ણવો તરફથી કરવામાં આવેલ હતો. જેમાં પ00 જેટલા વૈશ્‍ણવોએ પાતળ પ્રસાદ લીધેલ હતો. અને બપોર બાદ ભગવાન મહાપ્રભુજીની પ41 માં પ્રાગટય દિવસની ઉજવણી નિમીતે શોભાયાત્રા રાજુલા શહેરના મુખ્‍ય માર્ગ પર ફરેલ હતી. જેમાં પોલીસ સ્‍ટેશન પાસે ધારાસભ્‍ય અંબરીશ ડેર દ્વારા દર્શન કરવામાં આવેલ હતા. અને આવકારેલ હતા. આ કાર્યક્રમમાં ટ્રસ્‍ટીઓ ભીખુભાઈ ઠક્કર, સુરેશભાઈ તારપરા, ભુપતભાઈ સોની, બકુલભાઈ વોરા, બિપીનભાઈ લહેરી, દિપકભાઈ સંઘવી, શ્‍યામભાઈ રાઈચા,સહિતના મોટી સંખ્‍યામાં વૈશ્‍ણવો જોડાઈને મહાપ્રભુનો જય જય કાર કરવામાં આવેલ હતો.
બગસરામાં મહાપ્રભુજીનાં પ41માં પ્રાગટય મહોત્‍સવની શાનદાર ઉજવણી કરાઈ
બગસરા, તા.1ર
વૈશ્‍ણવાચાર્ય પ્રભુજી મહારાજની આજ્ઞાથી બગસરામાં આજે મહાપ્રભુજીનાં પ41 માં પ્રાગટય મહોત્‍સવની શાનદાર ઉજવણી કરવામાં આવી.
ઉબેવલાલજી મેમોરીયલ ટ્રસ્‍ટ, મહાલક્ષી મહિલા મંડળ, તેમજ વૈશ્‍ણવ યુથ કલબના સહયોગથી શ્રીમદ વલ્‍લભાચાર્ય મહાપ્રભુજીના પ41 માં પ્રાગટય મહોત્‍સવની શાનદાર ઉજવણી કરવામાં આવેલી.
વહેલી સવારથી વૈશ્‍ણવો મોટી હવેલી ખાતે ઉમટી પડયા હતા. જેમાં પ્રભાત ફેરી, ઘ્‍વજવંદન, બાદ ફુલ પલનાં તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ. સાંજના પ કલાકે શિવાજી ચોકથી શોભાયાત્રા વર્ણાની નિકળેલ જે શહેરના મુખ્‍ય મુખ્‍ય માર્ગો પર ફરી હતી. શોભાયાત્રામાં હવેલીના બાળાએ વૈશ્‍ણવોને આર્શિવચન પાઠવેલ. આજે રાત્રીના પણ વધાઈ નિર્તન સહિતના કાર્યક્રમોમાં વિશાળ સંખ્‍યામાં વૈશ્‍ણવો ઉમટી પડશે.
બાબરામાં મહાપ્રભુજીનાં પ્રાગટય મહોત્‍સવની ઉજવણી
બાબરામાં સમસ્‍ત વૈષ્‍ણવ સમાજ દ્વારા મહાપ્રભુજીના પ્રાગટય મહોત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અહી ઠાકોરજીની હવેલી ખાતેથી મહાપ્રભુજીની ભવ્‍ય વરણાગી નીકળી હતી. જેમાં મોટી સંખ્‍યામાં વૈષ્‍ણવ સમાજના ભાઈઓ- બહેનો જોડાયાહતા. તેમજ મહાપ્રભુજીની વરણાગી શહેરના મુખ્‍ય માર્ગ ફરી હતી. અને નગરજનો દ્વારા દર્શનનો લાભ લીધો હતો. અહી હવેલી ખાતે મહાપ્રભુજીની પૂજા મહાઆરતી અને મહાપ્રસાદનો લાભ વૈષ્‍ણવ સમાજ દ્વારા લેવામાં આવ્‍યો હતો.

અમરેલીમાં કલેકટર આયુષ ઓંકની અઘ્‍યક્ષતામાં મીશન ઈન્‍દ્રધનુષની બેઠક યોજાઈ

અમરેલી, તા.1ર
કલેકટર આયુષ ઓંકની અઘ્‍યક્ષતામાં મીશન ઈન્‍દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત જિલ્‍લાકક્ષાની રસીકરણની બેઠક યોજાઈ. તા.14/4 થી તા.પ/પ દરમ્‍યાન ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લાના સાવરકુંડલા, બગસરા તેમજ કુંકાવાવ તાલુકાના ત્રણ ગામો અનુક્રમે ગીનીયા, નવા ઝાંઝરીયા, જુના બાદનપુર ગામે તા.ર3/4 થી તા.ર7/4 દરમ્‍યાન મીશન ઈન્‍દ્રધનુષ કાર્યક્રમ યોજાશે.જેમાં સગર્ભા માતાઓને તથા 0 થી ર વર્ષના બાળકોને રસીથી રક્ષીત કરવામાં આવશે. તથા તા.30 એપ્રિલ ર018 ભભઆયુષ્‍યમાન ભારતભભ અંતર્ગત મેડીકલ કેમ્‍પોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા કલેકટર આયુષ ઓંક તથા જિલ્‍લા વિકાસ અધિકારી યોગેશ નિરગુડે દ્વારા સુચના આપવામાં આવેલ. આ બેઠકમાં ભાવનગરથી ડબલ્‍યું એચ.ઓ.નાં એસ.એમ.ઓ. ડો.આનંદ સોનાટકે ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપવામાં આવેલ તથા મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. જયેશ પટેલ દ્વારા લોકોને આ કાર્યક્રમનો બહોળો લાભ લેવા અપિલ કરવામાં આવેલ છે. આ બેઠકમાં ડો.એ.કે.સિંઘ (સર્વેલન્‍સ મેડીકલ ઓફિસર) પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ. માહિતી અધિકારી બસીયા તથા તાલુકા હેલ્‍થ ઓફિસરઓ, મેડીકલ ઓફિસરઓ, જિલ્‍લા પ્રોગ્રામ કોર્ડીનેટર ચિંતન પરીખ તથા આરોગ્‍યના કર્મચારીઓ ઉપસ્‍થિત રહેલ તેમ આઈઈસી ઓફિસર બકુલ પંડયાની અખબારી યાદીમાં જણાવેલ છે.

અમરેલીનાં આંગણે આર્ટ ઓફ લીવીંગ દ્વારા કથાનું આયોજન સંપન્‍ન

રાધા અવતાર કથાનો શહેરીજનોએ લાભ લીધો
અમરેલી, તા.1ર
અમરેલીના આંગણે આર્ટ ઓફ લીવીંગ સંસ્‍થા દ્વારા પ્રથમ જાહેર પ્રોગ્રામ કરવામાં આવશે. આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા રાધા અવતાર કથાનું તા. 4 એપ્રિલ થી 9 એપ્રિલ સુધીનું આયોજન કર્યુ હતું. બેંગ્‍લોર આશ્રમથી પધારેલ સ્‍વામી  દિવ્‍યાનંદજીએ રાધા અવતાર કથાનું મધુર રસપાન અમરેલીની ધર્મપ્રેમી જનતાને કરાવ્‍યું હતું.
રાધા અવતાર કથામાં સ્‍વામી દિવ્‍યાનંદજી દ્વારા રાધા કૃષ્‍ણનાં જીવન ચરિત્ર તથા તેમનો દિવ્‍ય પ્રેમ માર્મીક રીતે સમજાવવામાં આવ્‍યો હતો. જેનાથી આખુંય વાતાવરણ કૃષ્‍ણમય બની ગયું હતું. અને લોકો ભાવ વિભોર બની ગયા હતા. સહજતાથી લોકોની આંખોમાં હર્ષાશ્રૃ છલકતા જોવા મળ્‍યા હતા. સ્‍વામી દિવ્‍યાનંદજીની સફળ અને સુમધુર વાણી અને ભકિતરસનાં ભજનથી લોકો ઝુમી ઉઠયા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવનાબેન ઉનડકટ, વિજયભાઈ ધંધુકીયા, રાજેશભાઈવિઠ્ઠલાણી, કલ્‍પેશભાઈ ચરચા તથા આર્ટ ઓફ લીવીંગ પરિવારના સભ્‍યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

13-04-2018