Main Menu

Thursday, April 12th, 2018

 

ધારીનાં વીરપુર પંથકમાં કરા સાથે વરસાદથી આશ્ચર્ય

ખેતીપાકોને નુકશાનની આશંકા
અમરેલી, તા. 11
હવામાન વિભાગે કરેલ વરસાદની આગાહી અક્ષરશઃ સાચી સાબિત થઈ છે.
આજે ધારી પંથકમાં આવેલ વીરપુર, માધુપુર, નાગધ્રા વિસ્‍તારમાં કરા સાથે વરસાદ પડતાં ખેતીપાકોને નુકશાન થયાની આશંકા જોવા મળી રહી છે.

કુંકાવાવમાં સરપંચની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો

3 જુના ચહેરાઓ અને 3 નવા ચહેરાઓ વચ્‍ચે ટકકર
કુંકાવાવમાં સરપંચની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો
સરપંચ દકુભાઈનાં આકસ્‍મીક નિધનથી પેટાચૂંટણી યોજાઈ રહી છે
કુંકાવાવ, તા. 11
કુંકાવાવમાં આગામી રર તારીખે ગ્રામ પંચાયતની સરપંચ પદની પેટા ચૂંટણી યોજાવાની છે. 6 જેટલા ઉમેદવારો મેદાનમાં હોવાથી ભારે રસાકસીનાં એંધાણ મળી રહૃાા છે. જયારે સરપંચ દલસુખભાઈ ભુવાના અચાનક આકસ્‍મીક નિધન બાદ ખાલી પડેલી સરપંચપદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્‍યારે ગામની સમસ્‍યાઓનાં નિવારણ તેમજ વિકાસની રૂપરેખા લઈને ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ત્‍યારે 3 ઉમેદવારોને રાજકારણ કરવાનાં વારસાગત અનુભવો કેળવેલા છે. જયારે 3 ઉમેદવારો ઉત્‍સાહ અને કંઈક નવીન કરવાના રાજકારણ પર રહીને સેવા સાથે વિકાસના સુત્રો લઈને મેદાનમાં ઉતર્યા છે. જયારે આમ 6 જેટલા ઉમેદવારો મેદાનમાં હોય જેથી મતદારોએ મૌન ધારણ કરી લીધું છે. અને તમામને આવકાર આપીને માન આપીને ઉત્‍સાહ વધારી રહૃાા છે. જયારે આ પેટા ચૂંટણી ભારે રસાકરસી અને ઉત્તેજનાવાળી બની રહેશે. જયારે સરપંચ પદની સત્તા હવે કોને મળે છે તે જોવું રહૃાું. પણ પરીણામ ગમે તે આવે પણ કુંકાવાવની અનેક સમસ્‍યા સાથે વિકાસ કરવો ઘણો મુશ્‍કેલ રહેશે તેવું જાણકારો કહી રહૃાા છે.ત્‍યારે તમામ ઉમેદવારોમાં ગૃપ મીટીંગો, લોકસંપર્ક અને ડોર ટુ ડોર પ્રચાર કરીને એક એક મત અંકે કરવાની કવાયત હાથ ધરી છે. ત્‍યારે કોઈપણ રાજકીય પક્ષ કે જુથ સાથે નહી સંકળાયેલા લોકો માટે ઉમેદવાર પસંદગી કરવો ઘણો મુશ્‍કેલ હોય તેવું જણાવી રહૃાા છે. ત્‍યારે આગામી 10 દિવસ ગામના ચોરને ચોટે એક જ વાત કોણ સરપંચ બનશે તેવી ચર્ચા સિવાય બીજી કોઈ વાત સાંભળવા મળતી નથી.

દામનગર પંથકમાં કરા સાથે વરસાદ પડતા ખેતીપાકોને નુકશાન

અનેક સ્‍થળોએ ઈંટોનાં ભઠ્ઠામાં નુકશાની
દામનગર, તા.11
દામનગર સહિત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વાજડી સાથે કમૌસમી વરસાદ સાંજના સાત કલાકે ભારે પવન સાથે વરસાદ દામનગરના ભીંગરાડ, છભાડીયામાં વરસાદ સાથે કરા પડયા. દામનગર સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભારે પવન અને ધૂળની ડમરી પછી એકાએક વરસાદ શરૂ થયો અને તળાવડી સાથે કરા પડયા. અમુક જગ્‍યાએ સફેદ કરાનો પાળોથયો. કમૌસમી વરસાદ શરૂ થતા જ અનેક વિસ્‍તારોમાં વીજળી ગુલ. સાંજના સાત કલાકથી અચાનક વરસાદ શરૂ થતાં ઘણી જગ્‍યાએ માલ સામાન પલળવાથી નુકશાન. માટી કામ કરતા પ્રજાપતિઓની ભઠ્ઠીઓ પર કાચી ઈંટો સૂકી નિરણ પલળી. દામનગર શહેર સહિત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કરા સાથે વરસાદ પડયો.

અમરેલીમાં નાગનાથ મંદિરનાં દ્વિશતાબ્‍દી મહોત્‍સવની ઉજવણી કરાશે

આગામી ર7 એપ્રિલનાં રોજ વિવિધ કાર્યક્રમો યોજાશે
અમરેલીમાં નાગનાથ મંદિરનાં દ્વિશતાબ્‍દી મહોત્‍સવની ઉજવણી કરાશે
પૂર્વ કૃષિમંત્રી સંઘાણી સહિતનાં આગેવાનોની ઉપસ્‍થિતિમાં બેઠક યોજાઈ
અમરેલી, તા. 11
અમરેલીના અતિ પ્રાચીન અને સ્‍વયંભૂ નાગનાથ મહાદેવ મંદિરનાં દ્રીશતાબ્‍દી મહોત્‍સવનાં ભવ્‍ય આયોજન અંગે આજે સમીક્ષા બેઠક મળી હતી. જેમાં પૂર્વ મંત્રી અને ગુજકોમાસોલનાં ચેરમેન દિલીપ સંઘાણી સહિત અનેક આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા.
અમરેલીના આંગણે યોજાનાર આ મહોત્‍સવ અંગર્ગત વિવિધ સુચનો અંગે વિચાર વિમર્શ કરવામાં આવેલ. તેમજ કાર્યક્રમનો પ્રચાર, લોકો પોતાના ઘર, દુકાનો, વ્‍યવસાયીક એકમોને શણગારી કાર્યમાં સહભાગી બને તેવા પ્રયાસ અંગે વિચાર વિમર્શ કરવામાં આવેલ. સમીક્ષા બેઠકમાં દિલીપ સંઘાણી ઉપરાંત ડી.કે. રૈયાણી, ઘનશ્‍યામભાઈ રૈયાણી, હકુભાઈ ચૌહાણ, નંદાભાઈ પવાર, વસંતભાઈ સાવલીયા, મુકેશભાઈ જાની, ધીરૂભાઈ વાળા અને બિપીનભાઈ જોશી સહિત અનેક આગેવાનો-નાગરિકો ઉપસ્‍થિત રહૃાા હતા. તેમજ સુચનો અને આયોજન અંગે મંતવ્‍યોની આપ-લે કરવામાં આવી હતી. તેમ સંસ્‍થાનીયાદીમાં જણાવાયેલ છે.

રફાળા ગામ નજીક ટ્રેકટર ચાલકે બાઈકને હડફેટે લેતા ર ને ઈજા

અમરેલી, તા. 11,
બગસરા તાલુકાનાં મોટા મુંજીયાસર ગામે રહેતા પરશોતમભાઈ નથુભાઈ સોલંકી તથા તેમનાં ભત્રીજા સંજયભાઈ નાનજીભાઈ બન્‍ને પોતાના હવાલાવાળું મોટર સાયક લઈ મુંજીયાસર ગામેથી વિસાવદર ગામે જતાં હતા ત્‍યારે રફાળા ગામ નજીક વિસાવદર તાલુકાનાં ભલગામનાં પ્રવિણભાઈ દુદાભાઈ રૂડાણીની માલીકીનાં ટ્રેકટર ચાલકે તેમને હડફેટે લઈ ઈજા કરતાં સારવાર માટે અત્રેનાં દવાખાને ખસેડવામાં આવેલ છે.

(Untitled)

ખાણ-ખનીજ વિભાગની ફરજ પોલીસને બજાવવી પડે છે
બાબરા પંથકમાં ખનીજ તત્ત્યવોની ચોરી કરતાં શખ્‍સો સામે એસ.ઓ.જી.ની લાલ આંખ
અમરેલી, તા.11
અમરેલી જિલ્‍લામાં ખાણ-ખનીજ ચોરી અંગેની વ્‍યાપક રજૂઆત, ફરિયાદો વારંવાર મળતી હોય, પોલીસ અધિક્ષક જગદીશ પટેલે રોયલ્‍ટી ચોરી કરી દેશને આર્થિક નુકશાન પહોંચાડતાં આવા અસામાજિક તત્‍વો સામે ઝુંબેશના સ્‍વરૂપે કાર્યવાહી હાથ ધરવા અને અસરકારક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપતા આજરોજ એસ.ઓ.જી. આર.કે. કરમટા, સ્‍ટાફના એ.એસ.આઈ. પ્રકાશભાઈ જોષી, પ્રભાતભાઈ ગરૈયા, દેવરાજભાઈ બીજલભાઈ કાળોતરા, ગૌરવભાઈ પંડયા, ડ્રાઈવર કેતનભાઈ ગરણીયા વિગેરે બાબરા પો.સ્‍ટે. વિસ્‍તારનાચેકીંગ પેટ્રોલીંગમાં હતા દરમિયાનમાં વાંકીયા-બાબરા રોડ પર વાહનો ચેક કરતાં એક ટ્રેકટર ટ્રોલી સાથેનું નંબર જી.જે.11 ઝેડ. 341 નંબરનું બેલા (સ્‍ટોન) ભરી જેના ડ્રાઈવર વિજયભાઈ વશરામભાઈ તલાવડીયા રહે. વડોદ, તા. જસદણ, જિ. રાજકોટ વાળા હતા. આ ટ્રેકટરમાં બેલા આશરે પ ટન ભરેલ હોય જે બેલા ભરવા અંગે ડ્રાઈવર પાસે કોઈ પાસ પરમીટ નહીં હોય ટ્રેકટર માલિક વિષે ડ્રાઈવરને પૂછતાં ભાયાભાઈ વીજાભાઈ કેશવાલા હોવાનું જણાવેલ. આ ટ્રેકટરમાં બેલા કુલ પ ટન ગે.કા. વગર પાસ, પરમીટે ભરી રોયલ્‍ટી ચોરી કરેલ હોય, આ અંગે ખાણ ખનીજ અધિકારીને ખાણ ખનીજ ધારા કલમ-34 મુજબ ડીટેઈન વાહનની નિયમોનુસાર કાર્યવાહી કરવા જાણ કરેલ છે અને આ ડીટેઈન કરેલ બેલા ભરેલું ટ્રેકટર બાબરા પો.સ્‍ટે. રાખેલ છે. પોલીસ અધિક્ષકની સુચનાથી પોલીસ દ્વારા હાથ ધરાયેલ કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા અસામાજિક તત્‍વોમાં ફફડાટ વ્‍યાપી ગયેલ છે.

નવી જીકાદ્રી ગામે મહિલા ઉપર પાવડા વડે હુમલો  : ઈજા

ત્રણ મહિલા સહિત 4 સામે પોલીસ ફરિયાદ
અમરેલી, તા.11
જાફરાબાદ તાલુકાના નવી જીકાદ્રી ગામે રહેતા સમજુબેન હીપાભાઈ નામની પ0 વર્ષીય મહિલાએ પોતાના ફળીયામાં કચરેલ ગારો રાખેલ હોય ત્‍યાં તે જ ગામે રહેતા જમકુબેન સાર્દુળભાઈ મકવાણાએબાજુમાં પાણીની પાઈપની ખાળ કરતા તેની ધૂળ આ ગારા ઉપર પડતા સમજુબેને ના પાડેલ જેથી આ જમકુબેન તથા સાર્દુળભાઈ રણછોડભાઈ, ભારતીબેન તથા જીવુબેન વિગેરે ઉશ્‍કેરાઈ જઈ પાવડાના બે ઘા માથામાં મારી ઈજા કર્યાની ફરિયાદ નાગેશ્રી પોલીસમાં નોંધાઈ છે.

આનંદો : લાઠીની ગાંગડીયા નદીને ઉંડી ઉતારવાનું શરૂ કરાયું

લાઠી શહેરની ગાંગડીયા નદીને ઉંડી ઉતારવાનું ખાત મુર્હુત કરતા દાતાઓ લાઠી શહેર સહિત ગ્રામ્‍ય વિસ્‍તારોના હાલ સુરત, અમદાવાદ, મુંબઈ સહિત શહેરોમાં રહેતા વતન પ્રેમીઓના આર્થિક સહકારથી જળસંસાધનનું ઉતમોતમ કાર્ય કરતા સર્વત્ર ખુશી. દરેક ધર્મશાસ્‍ત્રો, પુરાણોમાં જળસંસાધનના સાધનો બાંધવા, નિભાવવા મંદિર બાંધવા કરતા પણ પવિત્ર ગણાવ્‍યા છે. ત્‍યારે લાઠી સહિતના ગ્રામ્‍ય વિસ્‍તાર માટે આશિર્વાદ રૂપ કાર્ય કરતા વતન પ્રેમી દાતાઓ દ્વારા ગાંગડીયા નદીની સંગ્રહ શકિત વધે આ વિસ્‍તાર માટે પાણીની સમસ્‍યા માટે રાહતરૂપ બને ભૂગર્ભ જળના સ્‍તર સુધરે તેવા સુંદર હેતુ એ લાઠી શહેરની ગાંગડીયા નદીને ઉંડી ઉતારવાની કામગીરી શરૂ થતા શહેરી તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારની જનતામાં આનંદો યાંત્રિક સાધનો દ્વારાની મદદથી જળસંસાધનનું સુંદર કાર્ય શરૂ કરતા દાતાઓ.

ધારીનાં સરસીયા ગામે યુવતિની છેડતી કરી મૂંઢ માર મારી ઈજાકરી

અમરેલી, તા.11
ધારી તાલુકાના સરસીયા ગામે રહેતા ગીતાબેન ભીખુભાઈ મકવાણાની દીકરી ગત તા.9ના રોજ પાણીના ટાંકે પાણી ભરવા ગયેલ ત્‍યારે તે ગામે રહેતા ઉદય મંગળુભાઈ વાળા, ઉમેશ મંગળુભાઈ વાળા તથા શૈલેષ મંગળુભાઈ વાળાએ તેણીને પાણી ભરવાનું નથી તેમ કહી ગાળો આપી હતી. જેથી તેણીની માતા ઠપકો આપવા જતાં આ ત્રણેય ઈસમોએ ગીતાબેન તથા તેમની પુત્રીને ધારીયુ, પાઈપ, કુહાડી વડે મૂંઢ ઈજા કરી ઠઠ્ઠા મશ્‍કરી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાવતા વિભાગીય પોલીસ વડા આર.એલ. માવાણીએ તપાસ હાથ ધરી છે.

અમરેલીનાં મોટા આંકડીયા ગામે શ્રમિક યુવકને બાઈક ઉપરથી પછાડી દઈ ઈજા કરી

અમરેલી, તા.11
જસદણ તાલુકાના શિવરાજપુરગામે રહેતા જલુભાઈ ભગુભાઈ ચારોલીયા તથા તેમના સાળા સુરેશભાઈ ગઈકાલે બરવાળા બાવીશી ગામેથી પોતાનું મોટર સાયકલ લઈ અને માંગવાપાળ જતા હતા ત્‍યારે મોટા આંકડીયા ગામે પેટ્રોલ પુરાવા જતા ત્‍યાં તે જ ગામે રહેતા રમેશભાઈ ધીરૂભાઈ બાવીશી જાણી જતા અગાઉ ભેંસ ખરીદી બાબતના મનદુઃખના કારણે બોલાચાલી થતાં તેમણે જલુભાઈ સાથે ઝપાઝપી કરી તેમને મોટર સાયકલ ઉપરથી પછાડી દેતા તેમને તથા તેમના સાળાને ઈજા થતા સારવાર માટે દવાખાનેખસેડાયેલ. બાદમાં બન્‍ને પક્ષો વચ્‍ચે સમાધાન થઈ જતા પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્‍યું હતું.

સાવરકુંડલામાં મહિલાએ ઘરની વંડી ઉપર ચડવાની ના પાડતાં પડોશીએ ઢીકાપાટુ માર્યા

અમરેલી, તા.11
સાવરકુંડલા ગામે રહેતા હસીનાબેન રફીકભાઈ ઝાંખરા નામની 30 વર્ષીય મહિલા ઘરની વંડી ઉપર ચડી તેમની બાજુમાં રહેતા પડોશી ઈલેકટ્રીક થાંભલા ઉપરથી ડાયરેકટ લાઈટ લેતા હોય જેથી તેણીએ વંડી ઉપર ચડવાની ના પાડતા સિકંદર રસુલભાઈ, સલીમભાઈ તથા આસ્‍મીનબેને ઉશ્‍કેરાઈ જઈ જેમ ફાવે તેમ ગાળો આપી તેણીને વાળ પકડી ઢસડી  ઢીકાપાટુનો માર મારી ઈજા કર્યાની ફરિયાદ સાવરકુંડલા પોલીસમાં નોંધાવી છે.

અવસાન નોંધ

અવસાન નોંધ
અમરેલી : અમરેલી નિવાસી જશુબેન ખીમજીભાઈ ગોહિલ (ઉ.વ.90) તે પાલજીભાઈ, અમરાભાઈ (નાથાભાઈ), સોમાભાઈ તથા મુકેશભાઈ ગોહિલ (પી.એસ.આઈ. મોટા ખુંટવડા) તથા સવજીભાઈના માતુશ્રીનું તા.11/4/18ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.13/4ને શુક્રવારના રોજ સાંજે 4:30 થી 7 સુધી તેમના નિવાસ સ્‍થાન આસોપાલવ સોસાયટી, વેસ્‍ટર્ન પાર્ક પાસે ગીરીરાજ શેરી નં.-પની પાછળ, ચિતલ રોડ, અમરેલી ખાતે રાખેલ છે.સદ્ગતની ઉત્તરક્રિયા (પાણીઢોળ) તા.19/4/18ને ગુરૂવારના રોજ રાખેલ છે.
વાવડી (ધરાઈ) : સ્‍વ. ઈચ્‍છાશંકર એચ. ત્રિવેદીના મોટા દીકરા પ્રદિપભાઈ (ભાગવતાચાર્ય) (ઉ.વ.49) તે કિશોરભાઈ ત્રિવેદી, હરિશંકરભાઈ ત્રિવેદીના ભત્રીજા તેમજ ચેતન મહારાજ (દતટેકરી), યોગેશભાઈ શાસ્‍ત્રીના મોટા ભાઈનો તા.7/4ને શનિવારના રોજ કૈલાસવાસ થયેલ છે. સદગતનું બેસણું તા.1ર/4ને ગુરૂવારના રોજ વાવડી મુકામે સવારે 9 કલાકે રાખેલ છે.
બગસરા : બગસરા નિવાસી લખુભાઈ જાદવભાઈસોલંકી (ઉ.વ.90) તે ડો. ભીખુભાઈ, નવલભાઈ, મંજુલાબેન તથા કિશોરભાઈના પિતાનું તા.11ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.14ને શનિવારના રોજ સાંજના 4 થી 6 તેમના નિવાસ સ્‍થાન તિરૂપતિ નગર, કોલેજ રોડ, બગસરા ખાતે રાખેલ છે.

વિદેશીઓને પણ કેસર કેરીનો સ્‍વાદ પસંદ આવ્‍યો

સાવરકુંડલાના નાનકડા એવા મોટા ભમોદ્રા ગામના વતની અને હાલ અમેરિકા રહેતા ડો. ભાસ્‍કર સવાણી પાછલા કેટલાક વર્ષોથી અમેરિકન સરકાર અને લોકોને કાઠિયાવાડની કેસર કેરીનો સ્‍વાદ ચખાડી રહયા છે અને આપણા કાઠિયાવાડની કેરીનો સ્‍વાદ સમગ્ર વિશ્‍વના લોકો સુધી પહોંચાડવા પ્રયત્‍નશીલ છે. તેવા ડો. ભાસ્‍કર સવાણી, ડો. નિરંજન સવાણીને તાજેતરમાં દક્ષિણ કોરીયામાં આપણા કાઠિયાવાડની કેસર અને રાજાપુરી કેરીનો સ્‍વાદ પહોંચાડવામાં સફળતા મળી છે. જેના કારણે સમગ્ર કાઠિયાવાડના ખેડૂતો સહિત સમગ્ર ગુજરાતના ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થશે. દક્ષિણ કોરીયા ઓર્ગેનીક ખેતી ઉત્‍પાદનને ખૂબ જ મહત્‍વ આપે છે. જેના ભાગરૂપે દક્ષિણ કોરીયા સરકારે પાછલા કેટલાક વર્ષોથી આપણી કેરી સહિતના ફ્રુટ ઉપર બાન લગાવેલો હતો તે બાન ઉઠાવી કોરીયાના રહીશોને ઓર્ગેનીક આપણી કેરી સહિતના ફ્રુટ પરનો બાન ઉઠાવતા ડો. ભાસ્‍કર સવાણી, નિરંજન સવાણીએ ભારતીયએગ્રીકલ્‍ચર વિભાગને રજૂઆત કરી હતી. જેના પરિણામ સ્‍વરૂપે ભારતીય એગ્રીકલ્‍ચર વિભાગ અને દક્ષિણ કોરીયામાં રહેતા કાઠિયાવાડી રવિન્‍દ્રભાઈ ભેસાણીયાએ દક્ષિણ કોરીયા સરકારને યોગ્‍ય રજૂઆત કરતા આ સાલથી દક્ષિણ કોરીયા સરકારે આપણી કેરી અને ફ્રુટ પર લગાવેલ બાન લઈ લેવા દક્ષિણ કોરીયામાં પ્રથમ પરીક્ષા આપી સમગ્ર ભારતમાંથી પ્રથમ નાગરિકત્‍વ પ્રાપ્‍ત કરનાર રવિન્‍દ્રભાઈ ભેસાણીયા દક્ષિણ કોરીયાના ફ્રુટ માર્કેટની આયાત-નિકાસ કરનાર ટાઈગર અને દક્ષિણ કોરીયાના ફુડ અને ડ્રગ્‍સ વિભાગના જેયોગ યોન્‍ગઝ ગુજરાતની મુલાકાતે ખાસ ઓર્ગેનીક કેસર કેરી અને રાજાપુરી કેરી ખરીદવા અને એગ્રીમેન્‍ટ કરવા આવેલ. તેઓ સાવરકુંડલાના મોટા ભમોદ્રા ઓર્ગેનીક ખેતી કરતા મધુભાઈ સવાણી સહિતના સૌરાષ્‍ટ્રના ખેડૂતોને મળી કેસર કેરી, રાજાપુરી કેરી દક્ષિણ કોરીયા આયાત કરવા એગ્રીમેન્‍ટ કર્યા છે. જેના કારણે ઓર્ગેનીક કેસર કેરી અને રાજાપુરીનું ઉત્‍પાદન કરતા ખેડૂતોને મોટે પાયે ફાયદો થશે. જેથી સમગ્ર ખેડૂત વર્ગમાં આનંદ છવાયો છે.

અમરેલીમાં ચાલતી રામકથામાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

અમરેલીના વરસડા માર્ગ પર આવેલ કે.કે. પાર્કમાં સ્‍થાનિકો દ્વારા શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવેલ છે. પૂ. મોરારિબાપુ સંગીતમય શૈલીમાંકથાનું રસપાન કરાવી રહયા છે. અને દરરોજ વિવિધ પ્રસંગોની આસ્‍થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાનમાં રામકથા દરમિયાન શહીદોને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દરરોજ રાત્રીના 8:30 થી 11:30 સુધી ચાલતી રામકથાનો બહોળી સંખ્‍યામાં ભકતજનો લાભ લઈ રહયા છે.

સાવરકુંડલામાં વીરદાદા જસરાજ સેના દ્વારા છાશ કેન્‍દ્રનો પ્રારંભ

સમગ્ર અમરેલી પંથકમાં અગ્રેસર અને છેલ્‍લા એક દાયકાથી માનવસેવાનો ભેખ ધારણ કરનારી અને લોકોની સુખાકારી માટે ર4 કલાક ચિંતિત વીરદાદા જસરાજ સેના ટ્રસ્‍ટ સાવરકુંડલા દ્વારા ચલાવવામાં આવતી ર4 કલાક સેવાઓ શાંતિરથ એમ્‍બ્‍યુલન્‍સ, શબવાહીની, મેડિકલ સાધનોની સહાય, ઓકિસજન સેવા, બ્‍લડ હેલ્‍પ લાઈન, મૃતદેહ સાચવવા માટેનું ફ્રિજ, અંતિમક્રિયા કીટ, જરૂરિયાતમંદ લોકોને દવા, અનાજ, કરિયાણુ, પૂજય જલારામ બાપાના મંદિરે દર ગુરૂવારે કઢી, ખીચડી, શાકનો પ્રસાદ, બિનવારસી પાર્થિવ દેહને અંતિમ સંસ્‍કાર જેવી ફ્રી સેવાઓ ચલાવવામાં આવે છે. (એમ્‍બ્‍યુલન્‍સ બહારગામ જવા માટે ટોકન ચાર્જથી આપવામાં આવે છે.) આ સિવાયની સમયાંતરે જરૂરિયાતોને લક્ષમાં લઈને રોગચાળામાં ઉકાળો, દવા, માસ્‍ક વગેરે જેવી વસ્‍તુઓનું વિના મૂલ્‍યે વિતરણ કરવામાં આવે છે. એ પૈકીની એક સેવા વતનપ્રેમી એવા દાતા માતુશ્રી વિમળાબેનચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્‍ડેશન (સાવરકુંડલા વાળા)ના સંપૂર્ણ સહયોગથી પૂજયશ્રી જલારામ બાપાના મંદિર સામે છાશ કેન્‍દ્ર રમુદાદાના વરદ હસ્‍તે તેમજ ઉનાળાની ગરમીમાં ત્‍યાંથી પસાર થતા રાહદારીઓને રાહત મળે તેવા ઉમદા હેતુથી શ્રી રિઘ્‍ધિ સિઘ્‍ધિનાથ મહાદેવ મંદિર સામે નાવલી પોલીસ ચોકી પાસે છાશનું પરબ ચાલુ કરવામાં આવ્‍યું.

12-04-2018