Main Menu

Wednesday, April 11th, 2018

 

એપીએમ ટર્મિનલ પીપાવાવે પોર્ટની આસપાસ ગામડાઓમાં વોટર એટીએમ સ્‍થાપિત કર્યા

જનસેવા એજ પ્રભુ સેવા કહેવત સાર્થક કરી
એપીએમ ટર્મિનલ પીપાવાવે પોર્ટની આસપાસ ગામડાઓમાં વોટર એટીએમ સ્‍થાપિત કર્યા
વોટર એટીએમ ગ્રામીણજનોને પીવાનું સુરક્ષિત અને સ્‍વચ્‍છ પાણી પ્રદાન કરશે
પીપાવાવ, તા. 10
પીપાવાવ ભારત-કોર્પોરેટ સોશિયલ રિસ્‍પોન્‍સિબિલિટી (સીએસઆર)ના ભાગરૂપે એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવે પોર્ટની આસપાસ-1ર ગામડાઓમાં વોટર એટીએમ સ્‍થાપિત કર્યુ છે. જે પીવાનું સ્‍વચ્‍છ અને સુરક્ષિત પાણી પ્રદાન કરશે.
તમામ માટે પીવાનું સ્‍વચ્‍છ પાણીભભ કાર્યક્રમ હેઠળ એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવ પીવાનાં સ્‍વચ્‍છ પાણી સાથે પાણીની મજબુત બોટલ પ્રદાન કરે છે. જેનાથી પાણીજન્‍ય રોગોમાં ઘટાડો થશે. પ્રોજેકટના પ્રથમ વર્ષ દરમિયાન પ્રોજેકટનાં વિસ્‍તારોમાં ડાયરિયા, પેટનો દુઃખાવો અને સાંધાનો દુઃખાવો વગેરેમાં ઘટડો નોંધાયો છે.
વોટર એટીએમ ઓટોમેટિક વોટર વેન્‍ડિંગ મશીન છે, જે સ્‍વચ્‍છ આરઓ ફિલ્‍ટર્ડ ઠંડુ પીવાનું પાણી આપે છે. એપીએમ ટર્મનિલ્‍સ પિપાવાવેકમળો, ડાયરિયા, ટાઈફોઈડ વગેરે જેવાં પાણીજન્‍ય રોગો ઘટાડવા અને સ્‍વચ્‍છ પાણી પીવાની ટેવ વિકસાવવા અને વધારવા વોટર એટીએમ સ્‍થાપિત કરવા પિરામલ વોટર પ્રાઈવેટ લિમીટેડ સાથે જોડાણ ધરાવે છે.
એપીએમ ટર્મિનલ્‍સ, પિપાવાવના મેનેજિંગ ડાયરેકટર કેલ્‍ડ પેડરસેને કહયું હતું કે, ભભસંયુકત રાષ્‍ટ્રે મુળભુત માનવાધિકાર તરીકે સ્‍વચ્‍છ પાણી સુલભ કરવાનું સૂચન કર્યુ છે. અમે એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવ ગ્રામીણજનોનાં સ્‍વાસ્‍થ્‍ય માટે સ્‍વચ્‍છ પાણીનું મહત્‍વ સમજીએ છીએ. અમે સ્‍વચ્‍છ અને સુરક્ષિત પીવાનું પાણી પ્રદાન કરવાની પહેલનો ભાગ બનીને ખુશી છીએ. જેનો ઉદેશ વોટર એમટીએમ મારફતે ગ્રામીણજનોને સ્‍વચ્‍છ પાણી પ્રદાન કરવાનો છે.
આ એટીએમ જુની મંદારડી, નિંગાળા, જોલાપુર, હડમાતિયા, ઉંતિયા, જુની બાર     પટોળી, નવી બારપટોળી, ખુંભારિયા, મોટા અગરિયા, રાજપારડા, ચટાડિયા અને નવી મંદારડીમાં ગ્રામીણજનો માટે સ્‍થાપિત કરવામાં આવ્‍યા છે.

સાવરકુંડલાનાં સુકનેરા ડેમનું નવસર્જન કરવા માંગ

ભાજપ-કોંગ્રેસના આગેવાનો માત્ર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરે છે
સાવરકુંડલાનાં સુકનેરા ડેમનું નવસર્જન કરવા માંગ
એક સમયે પર્યટન સ્‍થળ તરીકે પ્રચલિત ગણાતો ડેમ આજે બિસ્‍માર બની ગયો
સાવરકુંડલા, તા. 10
એક તરફ પીવાના પાણી માટે અમરેલી જિલ્‍લામાં પારાયણ સર્જાઈ રહી છે તો એક તરફ રાજકીય નેતાઓની ઉદાસીનતાનાં કારણે લાખો લિટરની ક્ષમતા ધરાવતો સુકનેરા ડેમ છેલ્‍લા 30 વર્ષથી દુર્દશા ભોગવી રહૃાો હોવાથી પાણીના તળ ઊંડા થઈ ગયા છે. અને સાવરકુંડલા શહેર સહિત 10 જેટલા ગામડાઓમાં પીવાના પાણી સાથે ખેતીના પાણીની વિકટ સમસ્‍યા ઉભી થઈ છે.
સુકનેરા ડેમ આજથી 30 વર્ષ પહેલા હર્યોભર્યો રહેતો હતો અને સાવરકુંડલા શહેર સાથે આજુબાજુનાં 10 જેટલા ગામડાઓનાં પાણીના તળ ખૂબ જ સારા હતા. પણ સ્‍થાનિક ભાજપ-કોંગ્રેસનાં નેતાઓની ઉદાસીનતાને કારણે આજે આ સુકનેરા ડેમમાં માટીના કાપ ભરાઈ ગયા છે અને ડેમ બુરાઈ ગયો છે. ત્‍યારે 30-30 વર્ષથી સુકનેરા ડેમ અંગે કોઈપણ રાજકીય નેતાઓ કે પદાધિકારીએ ઉનાળામાં સર્જાતી પાણીની વિકટ સમસ્‍યા નિવારવા સુકનેરા ડેમ તરફ નજર નાાખી નથી અને ડેમની દુર્દશા બેસી ગઈ છે.
રપ વર્ષથી ભાજપનાં ધારાસભ્‍ય ચૂંટાઈ આવતા અને સુકનેરા ડેમ પ્રત્‍યે ભાજપ સરકારની નીતિ- રીતિ જવાબદારકોંગ્રેસે ઠેરવે હતી અને કોંગ્રેસનાં ચૂંટાયેલા ધારાસભ્‍યને સુકનેરા ડેમ ઊંડો ઉતારવાની રજુઆત કરી છે. ત્‍યારે ભાજપ-કોંગ્રેસના નેતાઓની ઉદાસીનતા અંગે સામાજિક અગ્રણીએ જણાવ્‍યું હતું કે, રપથી 30 વર્ષ પહેલા સુકનેરા ડેમ પર્યટક સ્‍થળ હતું પણ ડેમમાં કાપ ભરાઈ ગયો છે. પણ ભાજપ-કોંગ્રેસનાં નેતાઓ હુસાતુસીને કારણે ડેમની દુર્દશા બેઠી છે તે વાસ્‍તવિકતા છે. તો સરકાર પાણી માટે સુકનેરા ડેમ ઊંડો ઉતારી કાપ કાઢે તો સાવરકુંડલા શહેર સાથે 10 ગામડાઓને ફાયદો થાય તે રિયાલીટી છે.

અમરેલી જિલ્‍લાનાં 4 પીએસઆઈની અરસ પરસ બદલીઓ કરાઈ

ધારીનાં પો.સ.ઈ. લાઠી મુકાયા, લાઠીનાં ધારી ખાતે મુકાયા
અમરેલી, તા. 10
અમરેલી જિલ્‍લા પોલીસ વડા ર્ેારા આજે 4 જેટલા પો.સ.ઈ.ની અરસ-પરસ બદલીઓ કરી હતી. જેમાં સાવરકુંડલા ડિવીઝનમાં રીડર પી.એસ.આઈ. જે. કે. મુળીયાને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનમાં મુકાયા છે. જયારે લાઠી ખાતે ફરજ બજાવતા પો.સ.ઈ. જી. ડી. આહીરને ધારી પોલીસ સ્‍ટેશનમાં ફરજ સોંપવામાં આવી છે. જયારે ધારી ખાતેના પો.સ.ઈ. એમ.એચ. જેતપરીયાને લાઠી ખાતે મુકવામાં આવ્‍યા છે. જયારે અમરેલી એસ.પી. કચેરી ખાતે રીડર બ્રાંચનાં પો.સ.ઈ. આર.એન. જોષીનેલીવ રીઝર્વમાં મુકવામાં આવ્‍યા છે.જયારે સાવરકુંડલા ડીવીઝનનાં રીડર તથા એસ.પી.કચેરીનાં રીડર બ્રાંચનો ચાર્જ જે તે શાખાનાં સિનિયર આસી. સબ ઈન્‍સ્‍પેકટરને સોંપવામાટેનો હુકમ એસ.પી. જગદિશ પટેલ ર્ેારા કરવામાં આવેલછે.

બાબરા તાલુકાનાં ચમારડી ગામનાં ખેડૂતનાં વૃઘ્‍ધ પત્‍નિએ કંટાળી જઈ ઝેરી દવા પી કર્યો આપઘાત

ખેતીનાં કામ માટે બેંકમાંથી લીધેલ ધિરાણ ભરી નહી શકતાં
બાબરા તાલુકાનાં ચમારડી ગામનાં ખેડૂતનાં વૃઘ્‍ધ પત્‍નિએ કંટાળી જઈ ઝેરી દવા પી કર્યો આપઘાત
માર્ચ મહિનામાં 3 લાખ ભરવાની નોટીસ મળતાં પગલું ભરી લીધું
અમરેલી, તા. 10
અમરેલી જિલ્‍લો ખેતી આધારીત જિલ્‍લો છે. આ જિલ્‍લામાં અન્‍ય કોઈ મોટા ઉદ્યોગો ન હોય, લોકો ખેતી ઉપર જીવન જીવતાં હોય છે. ત્‍યારે ખેતીમાં પણ પોતાનાં પરિવારનું ભરણપોષણ પુરૂં નહી થઈ શકતા આખરે ઉછીના-ઉધારી કરવા પડે અથવા તો બેન્‍કોમાંથી લોન લેવી પડે તેવી પરિસ્‍થિતિનું નિર્માણ થવા પામેલ છે. ત્‍યારે બાબરાનાં ચમારડી ગામે ખેતી માટે લીધેલ લોન માર્ચનાં અંત સુધીમાં ભરી નહીં શકતાં આખરે વૃઘ્‍ધ મહિલાએ ઝેરી દવા ગટગટાવી લઈ આપઘાત કરી લીધાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
આ બનાવમાં પ્રાપ્‍ત વિગતો અનુસાર બાબરા તાલુકાનાં ચમારડી ગામે રહેતાં બીશુબેન જીવાભાઈ ધાધલ નામની 60 વર્ષિય વૃઘ્‍ધાએ 1પ વિઘા ખેતીની જમીન ઉપર બે વર્ષ પહેલાં ધીરાણ લીધેલ તેમજ ચાલુ વર્ષે બીજુ ધીરાણ લીધેલહતું. કુલ રૂા.3 લાખ ભરવાના થતાં હોય, અને માર્ચનાં અંતમાં ભરવા અંગે બેંકમાંથી નોટીસ મળતાં અને બેંકમાં ભરવાના પૈસાનો કોઈ મેળ ન પડતાં કંટાળી જઈ પોતાની મેળે વાડીએ જઈ ઝેરી દવા પી જતાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ. જયાં આ વૃઘ્‍ધાનું સારવાર દરમીયાન મોત થયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

માર્ગ-મકાન વિભાગ (સ્‍ટેટ)માં ભ્રષ્‍ટાચારની બોલબાલા

ટોપ ટુ બોટમ સુધી ફરિયાદ કરો તો પણ કોઈ સાંભળતું નથી
માર્ગ-મકાન વિભાગ (સ્‍ટેટ)માં ભ્રષ્‍ટાચારની બોલબાલા
સામાજિક કાર્યકર અશોકભાઈ હાવળીયાએ માર્ગ-મકાન વિભાગની ગેરરીતિનો કર્યો પર્દાફાશ
અમરેલી, તા. 10
માર્ગ અને મકાન પેટા વિભાગ (રાજય) ધારીની કચેરીનાં કહેવાતા જવાબદાર અધિકારી/કર્મચારીઓ સરકારનાં નીતિ નિયમો મુજબ કામ કરવાને બદલે મળેલ સત્તાનો દુરઉપયોગ કરી રોડ-રસ્‍તા પર કરવાના થતાં કામોમાં ગેરવહીવટ કરી બેફામ ભ્રષ્‍ટાચાર આચરી કાયદાના લીરા ઉડાડી રહેલ છે. અને માર્ગ અને મકાન પેટા વિભાગ (રાજય) ધારીની કચેરી માત્ર કહેવા પુરતી જ સરકારી કચેરી રહેવા પામેલ છે. અને જાહેર જનતાની મુડી એવી માર્ગ અને મકાન પેટા વિભાગની કચેરી જાણે કે ત્‍યાં ફરજ બજાવતા લગત ભ્રષ્‍ટાચારી કર્મીઓની અંગત જાયદાત હોય અને સરકારના કોઈ નિયમો લાગુ ન પડતા હોય તેમ લગત અધિકારી/કર્મચારીઓસગા-વહાલાના નામે તેમજ લાગતી વળગતી એજન્‍સી સાથે ટકાવારી નકકી કરી ખોટા એગ્રીમેન્‍ટ કરારો કરી જાહેર નાણાની બેફામ ભ્રષ્‍ટાચાર ઉચાપત કરી રહેલ છે. અને વિકાસની પરીભાષા જ બદલી નાખી દીધેલ હોય તેવું લાગી રહૃાું છે. કારણ કે સરકાર ઘ્‍વારા જનતાની સુવિધાને ઘ્‍યાને લઈ રોડ-રસ્‍તા માટે ફાળવવામાં આવતી ગ્રાન્‍ટો યોગ્‍ય રીતે લોકો સુધી પહોંચતી નથી. જેથી જાહેર જનતા સુવિધાને બદલે દુવિધા ભોગવી રહેલ છે. એવું નથી કે માર્ગ અને મકાન વિભાગના ઉપલા અધિકારીઓ આ બાબતથી અજાણ છે. માર્ગ અને મકાન પેટા વિભાગ (રાજય) ધારીમાં થતાં ગેરવહીવટ અને ગેરરીતિ બાબતે સામાજીક કાર્યકર અશોકભાઈ હાવળીયા ઘ્‍વારા કાર્યપાલક અમરેલી કે.ડી. રાઠોડને તેમજ અગાઉના કલેકટર આમરાણીને અવાર-નવાર મૌખીક તેમજ લેખીત રજુઆતો કરેલ છે. તેમજ અધિક્ષક ઈજનેરથી માંડી માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરના સચિવ સુધી રજુઆતો કરેલ છે. તેમ છતાં કોઈ જાતની કાર્યવાહી થયેલ નથી કે જાહેર નાણાની ઉચાપતની વસુલાત કરવામાં આવેલ નથી બલ્‍કે કાર્યપાલક ઈજનેર કે.ડી. રાઠોડના જણાવ્‍યા મુજબ નાયબ કાર્યપાલક ઈજનેર ધારી પાસે તેઓને કામ લેવાનું થતું હોય જેથી કાર્યવાહી ના કરી શકે તેવા ઉડાઉ અને કાયદાથી વિમુખ જવાબો આપવામાં આવેલ છે. તો શું ઉચ્‍ચઅધિકારીઓની જવાબદારી ફકત બીલોમાં સહી કરવા પુરતી જ સીમીત હોય છે ? તેઓના કાર્યક્ષત્ર હેઠળની કચેરીઓમાં થતાં ગેરવહીવટ બાબતે તેઓની કોઈ જવાબદારી નથી હોતી ? આમ ઉચ્‍ચ અધિકારીઓ ઘ્‍વારા નિયમાનુસાર કાર્યવાહી ન કરવાથી માર્ગ અને મકાન પેટા વિભાગ ધારીના લગત ભ્રષ્‍ટાચારી કર્મચારીઓને ભ્રષ્‍ટાચાર ઉચાપત માટે મોકળુ મેદાન મળેલ છે અને માતેલા સાંઢની માફક બેફામ ગેરવહીવટ આચરી ભ્રષ્‍ટાચાર ઉચાપત કરી રહેલ છે.
માર્ગ અને મકાન પેટા વિભાગ (રાજય) કચેરીમાં નાયબ કાર્યપાલક ઈજનેર કે સીનીયર કલાર્ક કે કોઈ જવાબદાર અધિકાર હાજર હોતા નથી માત્ર બીલો બનાવવા જ કચેરીએ આવે છે અને કચેરીનો હવાલો નિવૃત્ત વર્ક આસીસ્‍ટન્‍ટના દિકરા સંભાળતા હોય તેવું લાગી રહૃાું છે. અને નવાઈની વાત તો એ છે કે માર્ગ અને મકાન વિભાગના કોઈ કર્મચારી તો ઠીક પ્રાઈવેટ મજુર પણ નથી તેવું સંવિધાનીય જોગવાઈ એવા આરટીઆઈ કાયદા હેઠળ માગેલ માહિતીમાં નાયબ કાર્યપાલક જણાવે છે કે કચેરીમાં કોઈ કર્મચારીના દિકરાને સરકારી ભરતીથી કે કોઈ પ્રાઈવેટ એજન્‍સી ઘ્‍વારા રાખવામાં આવેલ નથી. પરંતુ જાણવા મળતી માહિતી મુજબ છેલ્‍લા ત્રણ વર્ષથી નિવૃત્ત કર્મચારીના દિકરા કચેરીમાં ગેરકાયદેસર રાખવામાં આવેલ છે. તો શું માર્ગ અને મકાન પેટા વિભાગ (રાજય) કે પછીનાયબ કાર્યપાલક ઈજનેરની નજરમાં ભારતીય સંવિધાનીય કાયદાનું કોઈ મહત્‍વ નથી ? કે પછી તેઓ ડરે છે ? આ ગેરરીતિ તેમજ કચેરીમાં ચાલતા ભ્રષ્‍ટાચાર તેમજ અણઘડ વહીવટ બાબતે વડી કચેરી માર્ગ અને મકાન વિભાગ અમરેલી તેમજ વર્તુળ કચેરી રાજકોટ તથા ગાંધીનગર સુધી ફોટો વિડીયોના પુરાવા સહિતની ફરિયાદો કરવા છતાં આ વિભાગના ઉપલા અધિકારીઓ કેમ તપાસ કરવા આવતા નથી ? તો શું ઉચ્‍ચ અધિકારીઓ પણ બિન અધિકૃત ડેરો જમાવીને કામ કરનારથી થરથરે છે ? કે પછી માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓને આ થઈ રહેલ ગેરરીતિ, ભ્રષ્‍ટાચાર બાબતે તપાસ કરવામાં કોઈ મુર્હુત જોવું પડશે ? કે પછી જાણી જોઈને ભ્રષ્‍ટાચાર ઉચાપત તેમજ સગાવાદને પોષી રહૃાા છે ? સરકારી કચેરી જાહેર જનતાની સંપત્તિ છે અને સરકારી કચેરીમાં વારસાગત લેવાનો નિયમ નથી તો પછી તેઓને રાખનાર અધિકાર/કર્મચારી કોણ ? અને સરકારના કયા નિયમોને ઘ્‍યાને લઈ રાખેલ છે ? તેમજ છેલ્‍લા ત્રણ વર્ષથી તેનો પગાર કયા અધિકારીના ખિસ્‍સામાંથી ચુકવવામાં આવે છે ? જે સમગ્ર બાબત તપાસનો વિષય છે તેવું લોકમુખે ચર્ચાઈ રહૃાું છે.
વિશેષમાં વિભાગીય કચેરી અમરેલીના કાર્યપાલક ઈજનેર કે.ડી. રાઠોડ આરટીઆઈ હેઠળ આપેલ માહિતીમાં છેલ્‍લા ત્રણ વર્ષમાં સરકાર ઘ્‍વારા માર્ગ અને મકાનવિભાગને અંદાજીત રૂા. 343 કરોડ જેવી ગ્રાન્‍ટ વિવિધ હેડે ફાળવવામાં આવેલ છે. પરંતુ જિલ્‍લાના રસ્‍તાઓ જોતા તથ્‍ય કંઈક અલગ જ જોવા મળે છે. અને માર્ગ અને મકાન પેટા વિભાગ ધારીમાં જાણે કે સરકારનાં નીતિ-નિયમોનું અસ્‍તિત્‍વ જ ન હોય તેમ ભ્ર/ટાચારીઓ સગા-વહાલાના નામે અને લાગતી વળગતી એજન્‍સી સાથે ટકાવરીના ધોરણે કામો કરવામાં આવે છે. અને નાયબ કાર્યપાલક ઈજનેરની સહી વિના જ કામોના વર્કઓર્ડર અને સ્‍વીકૃતી પત્ર અપાય જાય છે. અને અચરજની વાત તો તે છે કે વિભાગીય કચેરી અમરેલીમાં ગેજેટેડ જવાબદાર અધિકારીઓ હોવા છતા વિના ચેકીંગ આવા કામોના બીલોની ચુકવણી પણ થઈ જાય છે. તેમજ કમ્‍પલીશન સર્ટીફીકેટ પણ અપાય જાય છે. અને બીલોની રકમની ભાગબટાઈ જઈ જાય છે. તેમજ વપરાશમાં લેવાતા મટીરીયલ્‍સ ચકાસણી સરકારના નિયમો મુજબ નહી પરંતુ મળેલ સતાનો દુરઉપયોગ કરી ટેસ્‍ટીંગ ના.કા.ઈ.ની સહી વિજા જ ઓકે દર્શાવવામાં આવે છે. અને કાર્યપાલક ઈજનેર તેવા કામોની ચુકવણી નામંજુર કરવાને બદલે જાહેર હિતનો કે નબળા કામનો વિચાર સુઘ્‍ધા કર્યા વગર આવા ખોટા બીલો પાસ પણ કરી દેવાય છે. જો આમ જ ગેરવહીવટ ચાલે તો પછી દેશનો વિકાસ કયાંથી અને કેવી રીતે થાય ? સરકાર હરહંમેશ જાહેરજનતાના વિકાસ માટે ચિંતીત રહી અવનવી યોજનાઓ બહારપાડે છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગના લગત ભ્રષ્‍ટાચારીઓ સરકારની ગ્રાન્‍ટો કે યોજના લોકો સુધી પહોંચવા દેતા નથી જેથી સરકારની રાજયના કે દેશના વિકાસ માટેની તમામ મહેનત નિષ્‍ફળ નિવડે છે. અને જાહેર રોડ રસ્‍તાઓ નબળા મટીરીયલ્‍સ તેમજ ભ્રષ્‍ટાચારીઓના અણઘડ ગેરવહીવટને લીધે વારંવાર બનાવવાની જરૂરીયાત ઉભી થાય છે. જો ઉચ્‍ચ કક્ષાએથી માર્ગ અને મકાન વિભાગ (રાજય) અમરેલી અને પેટા વિભાગ (રાજય) ધારીએ કરેલ કામોની તપાસ કરવામાં આવે અને ભ્રષ્‍ટાચાર ઉચાપત કરનાર તમામ દોષીતો સામે કડક શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવે તો જ થઈ રહેલ ભ્રષ્‍ટાચાર, કૌભાંડ અને ઉચાપતો અટકશે અને સામાન્‍ય નાગરીકોને યોગ્‍ય લાભ મળશે તેવું લોકમુખે ચર્ચાય રહયું છે.
આમ, આ સરકારી કચેરી માર્ગ અને મકાન પેટા વિભાગમાં એકબીજાથી મીલીભગતથી લોકોના અવર-જવર માટેના મહત્‍વના પરીબળ એવા રોડ રસ્‍તાના કામો માત્ર કાગળ પર જ ઓકે દેખાડવામાં આવે છે. જયારે હકીકતમાં જિલ્‍લાના ધોરીમાગો અતિ બિસ્‍માર હાલતમાં છે. તેમજ ઉપયોગમાં લેવાતા નબળા મટીરીયલ્‍સને લીધે ટુંક સમયમાં જ ડામર ઉખડી જાય છે. અને રસ્‍તાઓ પર ઠેકઠેકાણે મસમોટા ગાબડા પડી જાય છે. જેથી રસ્‍તા પર પસાર થતા લોકોને જીવલેણ અકસ્‍માતો થવાનો ભય રહે છે. અને શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયાછે. પરંતુ માર્ગ અને મકાન વિભાગના જાડી ચામડીવાળા અધિકારીઓનું પેટનું પાણી પણ નથી હલતું અને બિનદાસ્‍ત રીતે સરકારી કચેરીને પ્રાઈવેટ પેઢીનું રૂપ આપી ભ્રષ્‍ટાચાર આચરી રહયા છે. અને આ કચેરીના પટાવાળા પણ કચેરી સમય દરમ્‍યાન ઘરે હાજર રહે છે. અને પગાર પુરો મેળવે છે. તો શું માર્ગ અને મકાન પેટા વિભાગને સરકારના નિતી નિયમો લાગુ નથી પડતા ? કે પછી ઉપલા અધિકારીઓ પણ આ ભ્રષ્‍ટાચાર અને ગેરરીતી આચરતા દોષીતોથી ડરે છે ? જાણવા મળતી માહિતી મુજબ આ કચેરીના અધિકારી / કર્મચારીઓ સરકારી સેવાને નામે મેવા ખાઈ રહયા છે. અને કચેરી કામે જતા નાનામાં નાના અરજદારો પાસે કામ કરાવવા મલાઈની અપેક્ષા રાખી રહયા છે. અને સરકારી કચેરીમાં લાગતા વળગતાના નામે સાવ ખોટા એગ્રીમેન્‍ટો બનાવી કામોમાં ગેરરીતી આચરી જાહેર જનતાના કહો કે સરકારી નાણાની ઉચાપત થવા પામેલ છે. જો આવું ને આવું જ ચાલ્‍યા કરશે તો સરકાર દ્વારા વિકાસના નામે આવતી ગ્રાન્‍ટો લોકોના જનહિતાર્થ નહી પરંતુ ભ્રષ્‍ટાચારીઓ કૌભાંડીયોના ઘર ભરવા માટે જ સાધન બની જશે તેવું લોકમુખે ચર્ચાય રહયું છે.
માર્ગ અને મકાન વિભાગમાં થતા ભ્રષ્‍ટાચાર બાબતે કેટલી ફરિયાદો થઈ ? શું પરિણામ આવ્‍યું ? સરકાર દ્વારા શું કાર્યવાહી થઈ ? જે આજે પણ પ્રશ્‍નાર્થછે. આમ અમરેલી જિલ્‍લાની જાહેર જનતા સુવિધાને અભાવે દુવિધા ભોગવે છે. છતા પણ કોઈ દરકાર કે કાળજી લેવામાં આવતી નથી. તો સમગ્ર બાબતે કયારે અને કેવી રીતે તથા સરકારના સંવિધાન બંધારણની કંઈ પઘ્‍ધતી આને અંકુશ કરશે તે કુદરત ને જ ખબર…

આલેલે : સાવરકુંડલાનાં થોરડી ગામનાં આરોગ્‍ય કેન્‍દ્રને જ ગંભીર બીમારી લાગી

આરોગ્‍ય અધિકારી રજૂઆતને ઘ્‍યાને લેતા નથી
આલેલે : સાવરકુંડલાનાં થોરડી ગામનાં આરોગ્‍ય કેન્‍દ્રને જ ગંભીર બીમારી લાગી
બિસ્‍માર મકાન પડશે તો જાનહાની થવાની શકયતાઓ
થોરડી, તા. 10
સાવરકુંડલા નજીક આવેલ થોરડી ગામનાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રનાં મકાનને ગંભીર બીમારી લાગુ પડી હોયઆરોગ્‍ય અધિકારીએ મકાનનું રીનોવેશન કરીને મકાનની બીમારી દૂર કરવી જોઈએ તેવી માંગ ગામજનોમાંથી ઉભી થઈ છે.
ઘણા મહિનાઓથી મકાન બિસ્‍માર બન્‍યુ હોય સરપંચે અનેક વખત રજૂઆત કરી છતાં પણ મકાનની મરામત કરવામાં આવતી નથી. અને જાનહાની થાય તે પહેલા મરામત કરવા માંગ કરવામાં આવી રહી છે.

હાથીગઢ ગામે પરિણીતા અકસ્‍માતે દાજી જતાં સારવાર દરમિયાન મોત

અમરેલી, તા. 10
બાબરા તાલુકાનાં હાથીગઢ ગામે રહેતી કાજલબેન વનરાજભાઈ સોલંકી નામની પરિણીતા ગત તા. 7/3 નાં રોજ બપોરે પોતાના ઘરે પ્રાયમસ ઉપર ચા બનાવતાં હોય, ત્‍યારે બાજુમાં પડેલ કેરોસીનનું ડબલું અકસ્‍માતે પ્રાઈમસ ઉપર પડતાં અચાનક ભડકો થતાં તેણી સખત રીતે દાજી જતાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

વાવેરામાં વિઘ્‍નસંતોષીઓને વિકાસનાં દર્શન થતાં નથી

ગામમાં ગણતરીનાં મહિનાઓમાં અનેક વિકાસકાર્યો થયા છે
વાવેરામાં વિઘ્‍નસંતોષીઓને વિકાસનાં દર્શન થતાં નથી
નવનિયુકત સરપંચ અને ઉપસરપંચ દિવસ-રાત એક કરીને ગામને ગોકુળીયું બનાવી રહૃાા છે
રાજુલા, તા. 10
રાજુલા નજીક આવેલ વાવેરા ગામમાં નવનિયુકત સરપંચ બિચ્‍છુભાઈ ધાખડા અને ઉપસરપંચ કનુભાઈ ધાખડાની આગેવાનીમાં અદભુત વિકાસ કાર્યો થઈરહૃાા છે. છતાં પણ કોઈ વિઘ્‍નસંતોષીઓ સોશ્‍યલ મીડિયા ઘ્‍વારા વિકાસનાં હવનમાં હાડકા નાખવાનો પ્રયાશ કરી રહૃાાનું શાસકોએ જણાવેલ છે. ગામમાં ધાતરવડી અને મહીનું પાણી ઘરે-ઘરે વિતરણ કરવામાં આવી રહૃાું છે. ગામમાંથી ગંદકી દુર કરવામાં આવી છે, સ્‍ટ્રીટલાઈટ લગાવવામાં આવી છે, નવો બ્‍લોક રોડ બનાવવામાં આવ્‍યો છે, રાષ્‍ટ્રીય પર્વની ઉજવણી, 66 કેવી સબ સ્‍ટેશનનું કામ શરૂ થયું છે, સીમતળ નીમની કામગીરીનો પ્રારંભ, ધારાસભ્‍યની ગ્રાન્‍ટમાંથી બાંકડા મુકવામાં આવ્‍યા છે, ગામ પંચાયતનાં નવા મકાનની દરખાસ્‍ત કરવામાં આવી છે, બીપીએલ લાભાર્થીનાં ફોર્મ ભરવામાં આવ્‍યા છે સહિતની અનેક ઉમદા કામગીરી કરવામાં આવી છે.

સાવરકુંડલાનાં રેશનિંગ દુકાન ધારક સામે પોલીસ ફરિયાદ

ઘઉં-ચોખાની હેરાફેરી કરવા બદલ
સાવરકુંડલાનાં રેશનિંગ દુકાન ધારક સામે પોલીસ ફરિયાદ
મામલતદારે 4 વ્‍યકિત સામે કરી ફરિયાદ
અમરેલી, તા.10
સાવરકુંડલા ગામે રહેતા નરેશભાઈ પાતાભાઈ સોંદરવા તથા બળવંતભારથી હરીભારથી ગૌસ્‍વામીએ જાહેર વિતરણ વ્‍યવસ્‍થાના ચોખા કટા નંગ-36 (પ0 કિ.ગ્રા.) તથા ઘઉં ઘટા નંગ-ર8 (પ0 કિ.ગ્રા.) સંઘરી રાખી તેમજ આસીફ અંજુમભાઈ બીલખીયા તથા ઈમરાન ઉર્ફે નનકો જીભાઈ જાદવ નામના બે ઈસમો તે સંઘરી રાખેલ ચોખા તથા ઘઉં ગત તા.1ર/રના બપોરના સમયે સાવરકુંડલા ગામે મહુવા રોડ ઉપરલઈ ભાર રીક્ષા નં. જી.જે. ર3 વી. 3860માં વેચાણ કરવા અર્થે હેરાફેરી કરતાં ઝડપાય જતાં આ બનાવમાં બે માસ બાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં સાવરકુંડલાના ઈન્‍ચાર્જ મામલતદાર જે.પી. હીરપરાએ ફરિયાદ નોંધાવી છે.

કુંકાવાવનાં અમરાપુરમાં વીજપોલ નમી જતાં શ્રમિકને ગંભીર ઈજા : સારવારમાં

અમરેલી, તા. 10
અમરેલીનાં બાયપાસ રોડ ઉપર રહેતા અને મજુરી કામ કરતાં અશોક સોમાજીભાઈ વસોયા નામનાં ર0 વર્ષિય યુવક આજે સવારે વીજવાયરને ખેંચવાનાં કામે કોન્‍ટ્રાકટર તથા અન્‍ય મજુરો સાથે અમરાપુર ગામે કામ કરતાં હોય, અને વીજ વાયરને ખેંચતા અધવચ્‍ચેથી અચાનક થાંભલો નમી જતાં વીજ પડેલ ઉપરથી નિચે કુદતા મારી જમીન ઉપર પડતા પછડાટ લાગી હોય તથા પથ્‍થર લાગતાં પગમાં ઈજા થતાં અત્રેનાં દવાખાને સારવાર માટે ખસેડાયેલ છે.

ગ્રામ રક્ષક દળનાં યુવાને ટપારેલ તે વાતનું મનદુઃખ રાખી લાકડી વડે માર માર્યો

અમરેલી, તા.10
ખાંભા તાલુકાના બોરાળા ગામે રહેતા હિતેશભાઈ હરગોવિંદદાસ ગોંડલીયા નામના ર7 વર્ષીય યુવક બે વર્ષ અગાઉ ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતા હોય અને તે સમય દરમિયાન તે જ ગામે રહેતા વશરામભાઈ કાશીરામભાઈ ગોંડલીયાને અવાર-નવાર ટપારતો હોય તે વાતનું મનદુઃખ રાખી આ વશરામભાઈએ જી.આર.ડી.નાજવાનને લાકડી વડે માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ ખાંભા પોલીસમાં નોંધાઈ છે.

અમરેલીનાં ચોરાપા વિસ્‍તારમાં જુગારરમતાં 6 ઈસમો ઝડપાયા

અમરેલી, તા.10
અમરેલી સીટી પી.આઈ. ગૌસ્‍વામીને ગઈકાલે મોડી રાત્રીના સમયે મળેલ બાતમીના આધારે સીટી પોલીસ સ્‍ટેશનના ડી સ્‍ટાફના પી.ડી. પરમાર, જગદીશભાઈ પોપટ, હરેશભાઈ બાયલ, દિનેશભાઈ સરવૈયા તથા રાજુભાઈ ચૌધરી વિગેરેએ પેટ્રોલીંગ દરમિયાન અમરેલીમાં રહેતા સોહિલ ઉર્ફ ચચી ઈબ્રાહીમભાઈ રાઠોડ સહિત 6 ઈસમોને જાહેરમાં સ્‍ટ્રીટ લાઈટના અજવાળે પૈસા પાના વડે જુગાર રમતા રોકડ રકમ રૂા. ર8ર60ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભાડુત મહિલાને મકાન ખાલી કરાવવા 4 ઈસમોએ બેફામ ગાળો આપી

તેણીનાં પતિને પણ મારી નાખવાની ધમકી આપી
અમરેલી, તા.10
રાજુલા ગામે રહેતી હસીનાબેન ઈશાકભાઈ જોખીયા નામની 3ર વર્ષીય પરિણીતા ભાડાના મકાનમાં રહેતા હોય, તે મકાન ખાલી કરાવવા માટે થઈ મકાન માલિકના દીકરા મનોજ, પ્રશાંત, સુમિત તથા એક અજાણ્‍યા મળી ચારેય ઈસમોએ ગત તા.8ના રોજ ભાડુઆત મહિલાને ગાળો આપી, તેણીને તથા તેણીના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાઈ છે.

સરંભડામાં માર્ગ બનાવવામાં નડતી ઝાડની વડવાઈ કાપવા જતાં લાગ્‍યો શોક

ઈલેકટ્રીક મશીનથી વડવાઈ કાપવા જતાં બન્‍યો બનાવ
અમરેલી, તા. 10
અમરેલીતાલુકાનાં સરંભડા ગામે રહેતાં રૂપાભાઈ ખીમાભાઈ દાફડા નામનાં 3ર વર્ષિય યુવક આજે મફત પ્‍લોટ પાસે નદીનાં સામે કાંઠે આરસીસી રોડનું કામ કરવા ગયેલા ત્‍યારે રોડ બનાવવામાં ઝાડની વડવાઈ નડતી હોય, જેથી તે વડવાઈને ઈલેકટ્રીક મશીનથી કાપવા જતાં તેમને ઈલેકટ્રીક શોક લાગતાં દૂર ફેંકાઈ જવાના કારણે ઈજા થતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.

ખાંભાની જયુબીલી ધર્મશાળા બિસ્‍માર બની ગઈ

સરકારી મકાનોની હાલત સુધારવામાં પંચાયતનાં શાસકોની ઉદાસીનતા
અમરેલી, તા. 10
ખાંભા તાલુકા પંચાયતની જયુબીલી ધર્મશાળાનાં ખંઢેર ગમે ત્‍યારે અકસ્‍માત સર્જે તેવી હાલતમાં છે.
ખાંભાનાં હંસાપરા મેઈન રોડ ઉપર હોસ્‍પીટલ લેબોરેટરી, બે આંગણવાડી કેન્‍દ્ર તથા સેન્‍ટર પ્રાથમીક કુમાર શાળા અને ભરચક માનવ વસાહતવાળા ટ્રાફીકથી ભરચક મેઈન રોડ ઉપર આવેલ ખાંભા તાલુકા પંચાયત સંચાલિત મહારાજા સયાજીરાવ ગાયકવાડ જયુબીલી ધર્મશાળાનાં ગ્રાઉન્‍ડમાં વરસો પહેલા બનાવેલ કવાર્ટર તથા દીવાલ ખંઢેર હાલતમાં હોય અવાર-નવાર જાહેર રોડ ઉપર દીવાલ પડવાનાં બનાવો બને છે.
છાશવારે દીવાલનો અમુક અમુક ભાગ પડતો હોય ગમે ત્‍યારે દુરઘટના સર્જાય તે પહેલા આ ખંઢેર હાલતનાં કવાર્ટર તથાઅર્ધ પડી ગયેલ દીવાલ હટાવવી જરૂરી  બની છે.
ખંઢેર હાલતનાં કવાર્ટરમાં જાડી-જાંખરા ઉગવા સાથે વ્‍યાપકપણે ગંદકીથી માખી-મચ્‍છર તથા જીવાતનો અસહૃા ઉપદ્રવના કારણે હંસાપરાનાં રહીશો ત્રસ્‍ત બનવા સાથે જયુબીલી ધર્મશાળામાં મેઈન ગેઈટ ન હોવાના અને જયુબીલી ધર્મશાળામાં ચોકીદાર ન હોવાના કારણે આ ખંઢેર કવાર્ટરમાં સામાજીક તત્‍વો રાત્રીનાં સમયે ભરચક લાભ ઉઠાવતા હોય તેમ દારૂ, જુગાર, ચરસ, ગાંજાનાં શોખીનો રાત્રીના અંધકારનો ભરચક લાભ ઉઠાવતા હોય. તાલુકા પંચાયત ખાંભાનાં સત્તાધીશો ઘ્‍વારા ખંઢેર કવાર્ટર અને પડી ગયેલ દીવાલનો તાત્‍કાલીક અસરથી ઉપાઈ કરે તેવું સ્‍થાનિક રહીશો ઈચ્‍છી રહૃાા છે.

કલેકટર અમરાણીને વિદાય અને આયુષકુમાર ઓકને આવકારવા કાર્યક્રમ યોજાયો

અમરેલી, તા.10
અમરેલી જિલ્‍લાના કલેકટર એસ.એમ.અમરાણીની મ્‍યુની. કમિશ્‍નર – ગાંધીનગર ખાતે બદલી થતા તેઓના વિદાયમાન તથા અમરેલી જિલ્‍લા કલેકટર તરીકેનો ચાર્જ સંભાળતા આયુષકુમાર ઓકનો સ્‍વાગત કાર્યક્રમ મહેસુલી પરિવાર દ્વારા અમરેલી ખાતે યોજાયો. જેમાં અમરાણીને મોમેન્‍ટો અર્પણ કરી વિદાયમાન આપવામાં આવેલ હતુ. આજના આ કાર્યક્રમમાં અમરેલી જિલ્‍લામાંથી કલેકટર તરીકે વિદાય લઇ રહેલા અમરાણીને જિલ્‍લા મહેસુલી પરિવાર, પંચાયત વિભાગતથા જિલ્‍લાના સંકલન સમિતિના અધિકારીઓ તરફથી શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી.
આજના આ પ્રસંગે કલેકટર અમરાણીએ અમરેલી જિલ્‍લા સાથેની પોતાની મીઠી યાદોને પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં વર્ણવેલ જિલ્‍લા વિકાસ અધિકારી, ઇન્‍ચા.પોલીસ અધિક્ષક,અમરેલી, નિવાસી અધિક કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર તથા નાયબ મામલતદારઓએ શબ્‍દોની લાગણીઓથી અમરાણીને વિદાયમાન આપવામાં આવ્‍યું હતું.
અમરેલી જિલ્‍લા કલેકટરનો ચાર્જ સંભાળતા આયુષકુમાર ઓકનું જિલ્‍લા મહેસુલી પરિવાર તરફથી સ્‍વાગત – સન્‍માન કરવામાં આવ્‍યું. આજના આ કાર્યક્રમમાં જિલ્‍લા વિકાસ અધીકારી યોગેશ નીરગુડે, ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષક દેશાઇ, ઇન્‍ચાર્જ નિવાસી અધિક કલેકટર ડોબરીયા,પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઇજનેર ભટ્ટ, જિલ્‍લાના તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો તથા મહેસુલ પરિવાર ખુબ મોટી સંખ્‍યામાં હાજર રહી આજના આ કાર્યક્રમને યાદગાર બનાવ્‍યો હતો.


અમરેલી જિલ્‍લાને ગૌરવ અપાવતી લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)

અમરેલી જિલ્લામાં સેવાની પર્યાય બની ગયેલી સામાજિક સંસ્‍થા લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)એ સમગ્ર અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સંસ્‍થા દ્વારા કરવામાં આવેલા સેવાકીય કાર્યોની નોંધ માત્ર અમરેલીમાં જ નથી લેવામાં આવતી પણ સમગ્ર ભારતમાં લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)નું નામ આદર સાથે લેવામાં આવે છે. લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ની શરઆત થઈ ત્‍યારે કોઈએ કલ્‍પના પણ નહીં કરી હોય કે ટૂંકા ગાળામાં આ સંસ્‍થાને રાષ્ટ્રીયસ્‍તરના એવોર્ડથી સન્‍માનવામાં આવશે. લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ વસંત મોવલિયાએ અમરેલીમાં સ્‍વચ્‍છતા અભિયાન દ્વારા લોકજાગૃતિ માટે સદસ્‍યોને આહવાન કર્યું હતું અને કલબના સદસ્‍યોએ નિષ્ઠાપુર્વક કામ કરીને અભિયાનને સાકાર કરી બતાવ્‍યું હતું. સ્‍વચ્‍છતા અભિયાનના આ કાર્યોની નોંધ લઈને લાયન્‍સ કલબ દ્વારા અપાતા રાષ્ટ્રીય સ્‍તરના સન્‍માનોમાં લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ને સ્‍વચ્‍છતા અભિયાન માટે એવોર્ડ આપવામાં આવ્‍યો હતો. આ એવોર્ડ રાજકોટ ખાતે યોજાયેલી ડીસ્‍ટ્રીક 3ર3ર-જેની વાર્ષિક સાધારણ સભામાં આપવામાં આવ્‍યો હતો. તદુપરાંત વિવિધ કલબોમાં બેસ્‍ટ ડ્રેસ કોડ માટે પણ લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ને એવોર્ડ આપવામાં આવ્‍યો હતો. ડીસ્‍ટ્રીક 3ર3ર-જેના ગવર્નર હિતેશ ગણાત્રાએ લાયન્‍સ રોયલ કલબને અભિનંદન આપતાં જણાવ્‍યું હતું કે, મારા કાર્યકાળમાં આ કલબનો આરંભ થયો તે મારા માટે ગર્વની વાત છે અને મને એ વાતનો આનંદ છે કે ખૂબ ટુંકા ગાળામાં લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)એ અનેરી સફળતા મેળવી છે. લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) માટે વર્ષ ર018-19ના ગવર્નર ચંદ્રકાંત દફતરી સાહેબે જણાવ્‍યું હતું કે આ કલબ ઊર્જાથી ભરપુર છે અને સતત સેવાના કાર્યો કરવામાં આગળ રહે છે. આ કલબ મારા માટે પ્રેરણાદાયક છે અને તેમની પ્રવૃતિઓદાખલારૂપ બને તેવી છે. લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ વસંત મોવલિયાએ જણાવ્‍યું હતું કે, કલબને મળેલું  સન્‍માન એ મારા એકલાનું નહીં પણ મારી કાર્યનિષ્ઠ અને કર્મશીલ ટીમને આભારી છે. આ એવોર્ડ સમગ્ર ટીમના પ્રયાસોથી અમને મળ્‍યો છે.

એન્‍જિનીયરીંગ કોલેજ તથા એમ.બી.એ. કોલેજનાં સંયુકત ઉપક્રમે રકતદાન કેમ્‍પનું આયોજન કરાયું

????????????????????????????????????

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અને શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા એન્‍જિનીયરીંગ કોલેજ તથા કે.કે. પારેખ એમ.બી.એ. ર્ેારા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે માટે રેડક્રોસ બ્‍લડ બેન્‍ક અમરેલીનાં સહયોગથી આ રકતદાન કેમ્‍પ આજરોજ સંપન્‍ન થયો. જેમાં કોલેજ સ્‍ટુડન્‍ટ તથા સ્‍ટાફગણે સામાજિક ફરજના ભાગરૂપે ઉત્‍સાહથી ભાગ લીધો હતો. સવારે 9:00 વાગ્‍યે એ રકતદાન કેમ્‍પ એન્‍જિનીયરીંગ કોલેજ વિદ્યાસભા કેમ્‍પસમાં યોજવામાં આવ્‍યો હતો. સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક હસમુખ પટેલ,એકેડેમીક ડાયરેકટર પાટીદાર સર તથા પ્રિન્‍સીપાલ કાછડીયા તથા સ્‍ટાફગણે દીપ પ્રાગટયથી રકત કેમ્‍પની શરૂઆત કરી હતી. જેમાં 71 બોટલ રકત એકત્ર કરી, રકતદાનનું મૂલ્‍ય સમાજમાં સ્‍થાપિત થાય અને જરૂરિયાતવાળા દર્દીઓની જિંદગી બચાવી શકાય તેવા ઉમદા હેતુથી ઉમદા કાર્યમાં જોડાયાહતા. અને સૌને પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડયું હતું.


11-04-2018