Main Menu

Tuesday, April 10th, 2018

 

અમરેલીમાં સારથી નાગરિક શરાફી સહકારી મંડળીનો દબદબાભેર પ્રારંભ

અમરેલીમાં સારથી નાગરિક શરાફી સહકારી મંડળીનો દબદબાભેર પ્રારંભ
અમરેલી નગર તથા જિલ્‍લાની જનતાની નાણાકીય જરૂરિયાત તથા સુવિધા કેન્‍દ્રમાં રાખીને જિલ્‍લા બિલ્‍ડર્સ એસો.ના પ્રમુખ દિનેશભાઈ બાંભરોલીયા સ્‍થાપિત તથા યુવા આગેવાનો ભુપત સાવલિયા, પ્રદિપ રાખોલીયા તથા હિરેન બાંભરોલીયા સંચાલિત સારથી નાગરિક શરાફીસહકારી મંડળી લી. નો આજરોજ રાષ્‍ટ્રીય સહકારી આગેવાન નાફસ્‍કોબનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણીનાં વરદ હસ્‍તે તથા માર્કેટ યાર્ડનાં ચેરમેન પી. પી. સોજીત્રાના ઉદ્યઘાટક પદે ઉદ્યઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્‍લાભરનાં આગેવાનો નગરપાલિકાનાં પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયા, પટેલ સમાજના આગેવાનો ડી. કે. રૈયાણી, વસંતભાઈ મોવલીયા, રમેશભાઈ કાથરોટીયા, જે. પી. સોજીત્રા વિ. મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહૃાા હતા. આ તકેમંડળીનાં મુખ્‍ય સંચાલક ભુપતભાઈ સાવલિયા, પ્રદિપભાઈ રાખોલીયા, હિરેનભાઈ બાંભરોલીયા વિ. તમામનું સ્‍વાગત કરીને શુભકામના પ્રાપ્‍ત કરી હતી. આ તકે વિહિપનાં ડો. જી.જે. ગજેરા, સમસ્‍ત આહિર સમાજના પ્રમુખ જીતુભાઈ ડેર,  નાગરિક બેંકનાં ચેરમેન ભાવિન સોજીત્રા, જયેશભાઈ નાકરાણી, તાલુકા સંઘનાં પ્રમુખ મોહનભાઈ નાકરાણી, પાર્કનાં ડીરેકટર વી. ડી. ગજેરા, તા. પંચાયત પ્રમુખ સીમાબેન સાંગાણી, પરિવર્તન ટ્રસ્‍ટનાં પ્રમુખ શરદભાઈ ધાનાણી, તા.પંચાયતનાં સભ્‍યો, જિલ્‍લા પંચાયતનાં સભ્‍યો, ઉદ્યોગપતિઓ, સહકારી આગેવાનો, મંડળીનાં સભાસદો વિ. મોટી સંખ્‍યામાં આ ઉદ્યઘાટન સમારોહમાં ઉપસ્‍થિત રહીને સભાસદ બનીને સંચાલકોને શુભેચ્‍છા પાઠવીને અભિનંદન આપ્‍યા હતા. સમગ્ર કાર્યક્રમનાં અંતે જિલ્‍લા ફોટોગ્રાફર્સ એસો. તથા ખોડલધામ સમિતિ વતી સંચાલકોને મોમેન્‍ટો આપીને સન્‍માનીત કર્યા હતા. આ તકે સભાસદ હરેશભાઈ બાવીશીએ સૌનો આભાર માન્‍યો હતો.

સંકલનનાં અભાવે કર્મચારીઓના લાખો રૂપિયાના એરિયર્સ બિલો અટવાયા

અમરેલી શિક્ષણાધિકારી કચેરી અને ટ્રેઝરી કચેરીનાં સંકલનનાં અભાવે કર્મચારીઓના લાખો રૂપિયાના એરિયર્સ બિલો અટવાયા
વંડા, તા. 9
સામાન્‍ય રીતે તમામ સરકારી વિભાગના દરેક કર્મચારીઓના વર્ષ દરમિયાનના એરિયર્સ બિલોની રકમ અંગેની ગ્રાંન્‍ટની માંગણી કરી તે બિલો ટ્રેઝરી વિભાગનાં માર્ચ એન્‍ડીંગમાં રજુ કરવામાં આવતા હોય છે. તેમજ તે અનુસાર કર્મચારીઓને ચેક આપવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે સરકારએ ઈ-પેમેન્‍ટ સિસ્‍ટમથી ચુકવણી કરવાનું નકકી કરેલ હોય, વર્ષ-ર017/18ના શિક્ષણ વિભાગના ર00 થી વધુ કર્મચારીઓના આશરે દોઢ કરોડથી વધુ રકમના બિલોમાંથી માત્ર 9 બિલો જ ટ્રેઝરી દ્વારા મંજુર કરવામાં આવેલ છે. આ અંગે પુછવમાં આવતા ટ્રેઝરી વિભાગનું કહેવું છે કે ડી.ઈ.ઓ.કચેરીએ ગ્રાન્‍ટઠ મંજુર થઈ ગઈ હોવા છતા સમયસર બિલો રજુ ન કર્યા હતા. અને ડી.ઈ.ઓ.કચેરીમાં તપાસ કરતા જણાવા મળ્‍યું કે ટ્રેઝરી ઓફિસે રજુ કરી દીધા હતા. પરંતુ તેઓએ છેલ્‍લી કલાકો દરમિયાન એન્‍ટ્રી કરવાનું બંધ કરી દીધુ ને ર00 થી વધુબિલોમાંથી આશરે 190 બિલો પરત આપવામાં આવ્‍યા હતા. પ્રશ્‍નાર્થ એ છે કે ટ્રેઝરી ઓફિસ દ્વારા આવું વલણ શા માટે અપનાવવામાં આવ્‍યું ? શિક્ષણાધિકારી કચેરીના બિલોમાંથી ફકત 9 જેટલા જ બિલો મંજુર કેમ થયા ? રજુ થયેલ બિલોમાં પણ સિનિયોરીટી મુજબ રજુ કરવમાં આવ્‍યા ન હતા. કર્મચારી સમગ્ર વર્ષ તેમના એરિયર્સ બિલની મંજુરી માટે રાહ જોત હોય છે. તેન આધારે પારિવારીક પ્રસંગો, સંતાનોના અભ્‍યાસ, મકાન, વાહનો વિગેરેનું આયોજન કરતા હોય છે. તેમાં જો માર્ચમાં બિલો મંજુરના થાય તો ગ્રાન્‍ટ પાછી ઠેલાઈ જાય છે. ને તે એરિયર્સની રકમ બીજા વર્ષે માર્ચમાં કર્મચારીઓને મળે છે.  આ વર્ષની આશરે દોઢ કરોડની ગ્રાન્‍ટ પરત જ જતી રહીને કર્મચારીઓને લાખો રૂપિયાના વ્‍યાજનો ધુંબો લાગી ગયો ? જવાબદાર કોણ ? નૈતિક ધોરણે બંન્‍ને વિભાગોમાંથી કોઈપણ ભૂલ કે જવાબદારી સ્‍વીકારવ તૈયાર નથી. શિક્ષકો દ્વારા ઉચ્‍ચત્તર મા.શિક્ષક સંઘને આ અંગે રજુઆત કરતા સંઘ પ્રમુખ તુલસીભાઈ મકવાણાએ આ અંગે નાણામંત્રી નીતિનભાઈ પટેલને તેમજ શિક્ષણ ખાતામાં ઉચ્‍ચકક્ષાએ રજુઆત કરી બાકી રહેલા લાખો રૂપિયાના એરિયર્સ બિલો અંગે એડીશનલ ગ્રાંન્‍ટ મંજુર કરવા વિનંતી કરી હતી. સરકારી તંત્રોન ચાલી રહેલ વ્‍યાપક ભ્રષ્‍ટ્રાચાર અને સરકારી વિભાગોના સંકલનને અભવે તેનોભોગ કર્મચારીએ બનવું પડે છે. આ અંગે શિક્ષણ જગતમાં વ્‍યાપક રોષ જોવા મળી રહયો છે. તેવી સાવરકુંડલા વ્‍યાયામ મંડળના કન્‍વીનર ડી.એમ. ઝડફીયની યાદીમાં    જણાવ્‍યું છે.

વડલી તથા તાલડા ગામે પરિણીતા ઉપર અવારનવાર થયું દુષ્‍કર્મ

અમરેલી, તા. 9
જાફરાબાદ તાલુકાના વડલી ગામે રહેતા કેશુભાઇ કુંભાભાઇ સાંખટ નામનો ઈસમ મજુરી કામ માટે મજુરો પુરા પાડવાનું કામ કરતો હોય જેથી આશરે બે મહીના પહેલા પોતાની હવાળાની બોલેરો ગાડીમાં તે જ ગામે રહેતા એક પરીણીતા તથા અન્‍ય સ્ત્રીઓને મજુરી કામે લઈ ગયેલો ત્‍યાં એક ખેડુતની વાડીએ આ શખ્‍સે તેણીને નજીકમાં આવેલ એક ઓરડીમા રસોઇ બનાવવા માટે લઇ જઇ સંભોગ કરવા દેવાની માંગણી કરી હતી. પરંતું ભોગ બનનાર મહીલાએ ના પાડવા છતાં આરોપીએ તેણીન કહેલ કે, તને આજ હું મુકવાનો નથી તેમ કહી ઓરડીમાં તેણીની ઇચ્‍છા વિરૂઘ્‍ધ બળજબરીથી સંભોગ કરી ધમકી આપેલ કે મે તારો વીડીયો ઉતારી લીધેલ છે, અને જો તું આ બાબતે તારા પતિ કે અન્‍ય કોઇને પણ વાત કરીશ તો તારા પતિ તથા તારા છોકરાઓને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી તેમજ અવાર નવાર ઘરે આવી આવુ દુષ્‍કર્મ કરતો હોવાની ફરીયાદ નાગે્રશ્રી પોલીસમાં નોંધાઈ છે.

અલ્‍ટ્રાટેક હટાવો, બંધારો બનાવો આંદોલન શરૂ કરતાં ડો. કળસરીયા

ખેડૂતોનાં હિતમાં પૂર્વ ધારાસભ્‍યનો નગારે ઘા
અલ્‍ટ્રાટેક હટાવો, બંધારો બનાવો આંદોલન શરૂ કરતાં ડો. કળસરીયા
ભાજપ સરકાર પર શાબ્‍દિક પ્રહારો કર્યા
રાજુલા, તા. 9
સૌરાષ્‍ટ્રના મહુવાનાં દરિઠાકાંઠે નિરમા કંપનીના સૂચિત સિમેન્‍ટ પ્‍લાન્‍ટ સામે જનઆંદોલન કરનારા મહુવાના ભૂતપૂર્વ ધારાસભ્‍ય ડો. કનુભાઈ કળસરીયાએ સરકાર સામે હવે નવો જંગ છેડયો છે. ડો. કનુભાઈએ તેમની રાજકીય કારકિર્દીને દાવ પર મૂકી લોકઆંદોલનનેનેતૃત્‍વ પુરું પાડયું હતું. હવે તેમણે અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપનીને લાઈમસ્‍ટોનનાં ખોદકામ માટે ફાળવવામાં આવેલી જમીન સામે આંદોલન શરૂ કર્યુ છે. તેમણે સુત્ર આપ્‍યુ છે, ભભઅલ્‍ટ્રાટેક હટાવો, બંધારો બનાવોભભ આ આંદોલન જોર પકડી રહૃાું છે અને હજારો લોકો તેમાં જોડાઈ રહૃાા છે. ગામ લોકો બગડ નદી જયાં દરિયાને મળે છે એ મેથળા ગામે બંધારો બાંધવાની વાત કરે છે અને સરકારે આ દરિયાકાંઠાના ખેડૂતોએ વારંવાર સરકારને આ વિશે રજૂઆત કરી છે. રેલીઓ કાઢી છે. આવેદનપત્રો આપ્‍યા છે પણ સરકારના પેટનું પાણી હલતુ નથી. કેમ કે, સરકારને ખેડૂતોની રોજગારી અને સ્‍થાનિક પર્યાવરણ બચાવવામાં રસ નથી. તેને તો ફકત ઉદ્યોગપતિઓનું હિત જોવુ છે પણ ખેડૂતોએ નક્કી કરી લીધુ છે કે, તેઓ તેમનો જીવ દઈ દેશે પણ જમીન નહિં આપે. મહત્‍વની બાબત એ છે કે, થોડા વર્ષો પહેલા સ્‍થાનિક કંપનીએ 700 વીઘા જેટલી જમીન માઈનીંગ માટે ખરીદી લીધી હતી પણ તેમાં કોઈ માઈનીંગ કર્યુ નહોતી. જાગૃત ખેડૂતોએ આ જમીનનો કબજો પાછો લઈ લીધો છે અને તેના પર ખેતી કરવાની શરૂઆત કરી દીધી છે અને તેમણે નિર્ધાર કર્યો છે કે, તેઓ આ જમીન પાછી આપશે નહિં. સરકાર જગતના તાતની વેદના સાંભળશે નહિ, તો લોકો પોતે જ સરકારને કફોડી સ્‍થિતિમાં મૂકી દેશે.
ડો.કનુભાઈ કહે છે કે સરકારે માઈનીંગ બાબતે લોકોનો મત જાણવા માટે બે લોકસુનાવણીઓનું આયોજન તો કર્યુ હતુ અને આ બંને લોકસુનાવણી દરમિયાન હજારો ખેડૂતોએ માઈનીંગ માટે આપવામાં આવેલી જમીનનો વિરોધ કર્યો હતો. લોકોના આ વિરોધનું અમારી પાસે વિડીયો રેકોર્ડીગ પણ છે. લોક વિરોધ હોવા છતાં, સરકારે કંપનીને લાઈમસ્‍ટોન માઈનીંગ માટે મંજુરી આપી દીધી છે.આ ખરેખર બિનલોકશાહી સરકાર છે. કેમ કે, તે લોકોની વાત માનતી નથી. ગામ લોકો આ બાબતે નેશનલ ગ્રીન ટ્રિબ્‍યુનલમાં કેસ કર્યો છે. અમે કાનુની લડતની સાથે સાથે લોક લડતના ભાગરૂપે મેથળાબંધારો બનાવવાની પણ શરૂઆત કરી છે અને દરિયાની ખારાશ રોકવા સ્‍વયંભૂ લડત ઉપાડી છે. હજારો લોકો શ્રમદાન કરી રહૃાા છે.
ડો. કનુભાઈ કહે છે કે ગુજરાત સરકાર માત્ર વાતો કરે છે અને ખેડૂત વિોધી સરકાર છે. બંધારો બનાવવા માટે સરકારની દાનત નથી અને એટલે જ, વર્ષોથી આ યોજના અભેરાઈએ ચડેલી છે. હું જયારે મહુવાનો ધારાસભ્‍ય હતો ત્‍યારે મહુવાના દરિયાકાંઠે ખારાશ અટકે અને જમીન નવપલ્‍લવિત થાય એ માટે માલણ અને નિકોલ એમ બે બંધારા બનાવ્‍યા. આ બંને બંધારાને લીધે આસપાસનાં દરિઠાકાંઠાના વિસ્‍તારોમાં તળના પાણી સુધર્યા. સ્‍તર ઉચા આવ્‍યા અને ખારાશ અટકી. ખેડૂતો એ વાત જાણી ગયા છે.સરકાર પોતે અલ્‍ટ્રાટેક કંપનીને આ વિસ્‍તારની ખેતીની જમીન માઈનીંગ માટે આપી દેવા માંગે છે. પણ ખેડૂતો તેમની જમીન કોઈપણ ભોગે માઈનીંગ માટે આપશે નહિં.

રાજુલાની સબ રજીસ્‍ટાર કચેરીનાં જુનિયર કલાર્ક લાંચ લેતા ઝડપાયા

રાજુલા,  તા. 9
બી.પી.ગાધેર ઈન્‍ચા પી.આઈ.અમરેલી એસીબી તથા બોટાદ અને ભાવનગરની એસીબી ટીમ દ્વારા ટોલ ફ્રી નંબર પરની ફરિયાદન અનુસંધાને રાજુલામાં દુર્લભનગરમાં આવેલ મુરલીધર પાન સેન્‍ટર પાસે ફરીયાદી દ્વારા દસ્‍તાવેજની નકલ કાઢી આપવા બાબતે કાયદેસરની થતી ફ્રી ઉપરાંત રૂા.3પ00 લાંચની રકમ આરોપી અને સબ રજીસ્‍ટ્રાર કચેરી રાજુલામાં જુ.કલાર્ક વર્ગ-3 માં ફરજ બજાવતા મહેશભાઈ લલ્‍લુભાઈ ઘાંઘલાને પંચોની રૂબરૂમાં માંગી અનેસ્‍વીકારતા રંગે હાથે ઝડપી પાડતા નોકરીયાતોમાં ફફડાટ વ્‍યાપી ગયેલ છે. આમ રાજુલામાં સરકારી બાબુઓ દ્વારા લોકોને ખંખેરવાનો કારસો કરતા કર્મચારીની પોલી ખુલી જવા પામેલ છે. જયારે રાજુલામાં બેફામ બનેલા લાંચીયા કર્મચારીઓનો ગાળીયો કસવો જરૂરી છે. તે મુજબ આ તો ફકત પાશેરીમાં પુણી જ છે. આ કર્મચારીની સઘન પુછપરછ કરવામાં આવે તો આમા મોટા માથાઓની સામેલગીરી સામે આવે તેમ છે.
જયારે રાજુલાના લોકોમાંથી એવી માંગણી ઉઠેલ છે. કે, રાજુલા સબ રજીસ્‍ટ્રાર કચેરી, મામલતદાર કચેરી, સીટી સર્વે કચેરીમાં કેટલાક દલાલો અવાર-નવાર આવન-જાવન કરતા રહે છે. આવા કામ વગરના ફકત દલાલી કરવા આવતા તત્‍વોને સીસી ટી.વી. ફુટેજના આધારે કંપાઉન્‍ડમાં આવતા અટકાવવા માંગણી ઉઠેવા પામેલ છે.

નવાણીયા ગામે કુવાનીપાળે ફોનમાં વાત કરતો યુવક કુવામાં ખાબકતા મોત

અમરેલી, તા. 9,
બાબરા નજી આવેલ નવાણીયા ગામે રહેતો અને ખેતિ કામ કરતા ઘનશ્‍યામભાઇ રાવતભાઇ મૈયડ નામના રપ વર્ષિય યુવક પોતાની વાડી પાસે આવેલ વાડીએ કુવાની પાળ ઉપર બેઠા બેઠા ફોનમાં વાતો કરતા હોય તે દરમ્‍યાન અકસ્‍માતે કુવામાં પડી જતા પાણીમા ડુબી જતા મોત થયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

આલેલે : રાજુલા પંથકમાં ગુણોત્‍સવ કાર્યક્રમમાં લોલમલોલ

રાજય સરકારનાં ઉમદા કાર્યક્રમનો પણ સ્‍થાનિક શિક્ષકોએ કર્યો ફિયાસ્‍કો
આલેલે : રાજુલા પંથકમાં ગુણોત્‍સવ કાર્યક્રમમાં લોલમલોલ
સમગ્ર પંથકની સરકારી શાળામાં પુનઃ મુલ્‍યાંકન કરવામાં આવે તેવી માંગ ઉભી થઈ
રાજુલા, તા. 9
રાજયભરમાં ગુજરાત સરકારના સારા અભિગમ સાથે શરૂ કરવામાં આવેલ ગુણોત્‍સવ કાર્યક્રમ રાજુલા તાલુકામાં તાયફો સાબિત થયેલ છે. આ ગુણોત્‍સવમાં રથી 8 નાં વિદ્યાર્થીઓની કસોટી ઓએમઆર સીટ આપીને સવાલોના સાચા જવાબો નિમેલા અધિકારીની હાજરીમાં આપવાના હોય છે. આ ઉપરોકત નીચેના ધોરણોમાં વાંચન અને ગણન પણ કરાવવાનું હોય છે અને તે પણ નીમેલા અધિકારીની હાજરીમાં. આમ સરકાર ઘ્‍વારા શિક્ષકો ઘ્‍વારા સ્‍કુલમાંકેવું શિક્ષણ આપેલ છે તેનું સમગ્ર વર્ષનું મુલ્‍યાંકન કરવામાં આવે છે. અને આ રીતે સરકાર ઘ્‍વારા સરકારી શાળાઓમાં ખાડે ગયેલ શિક્ષણનું સ્‍તર ઊંચું લાવવા માટેનું એક સુંદર આયોજન કરવામાં આવેલ છે. અને ખાનગી સ્‍કુલો કરતા તગડો પગાર મેળવતા સરકારી શિક્ષકોની કામગીરી ચકાસવા માટે ખૂબ જ સારૂ આયોજન ગુજરાત સરકાર ઘ્‍વારા કરવામાં આવેલ છે અને આ મુલ્‍યાંકન થયા બાદ જે તે શાળાઓને ગ્રેડ એ, બી, સી, ડી આપવામાં આવે છે. અને નીચા ગ્રેડમાં આવેલ શાળાઓમાં એકસ્‍ટ્રા કલાસ ચલાવીને શિક્ષણનું સ્‍તર ઉપર લાવવાનો ગુજરાત સરકાર ઘ્‍વારા સરાહનીય પ્રયત્‍ન કરવામાં આવેલ છે. પરંતુ રાજુલામાં આ ગુણોત્‍સવને જાણે તાયફો બનાવી દેવામાં આવેલ હોય તે રીતે આપવામાં આવતા ઓએમઆર શીટ પ્રશ્‍ન જવાબ વહીમાં ખુદ શિક્ષકો વિદ્યાર્થીઓને લખાવતા હોય અને ચકાસણી માટે આવેલ અધિકારીની જાણ બહાર કે પછી આંખ આડા કાન કરતા હોય તે રીતે વિદ્યાર્થીઓને ચોરી શિક્ષકો ઘ્‍વારા કરાવવામાં આવતી હોય અને તેના કારણે ગ્રેડ ઉપર લાવીને શિક્ષકો ઘ્‍વારા વાહવાહી મેળવી લેવામાં આવે છે. તેવું આ બે દિવસીય શાળા ગુણોત્‍સવ પ્રોગ્રામમાંગી જાણવા         મળેલ છે.
બીજી એવી હકીકતો પણ બહાર આવેલ છે કે આ શાળા ગુણોત્‍સવમાં હાજર રહેલા અધિકારીઓશિક્ષણ વિભાગ સિવાયનાં હોય છે. જેથી તેઓને આ ગુણોત્‍સવ વિષે પુરૂ જ્ઞાન હોતું નહી હોવાથી અને પુરી પઘ્‍ધતિ જાણતા નહી હોવાથી શાળાના શિક્ષકો ઘ્‍વારા આવા અધિકારીને કોઈને કોઈ રીતે સાચવી લેવામાં આવે છે અને ગુણોત્‍સવનાં અભિગમને નુકશાન પહોંચાડે છે. જેથી ગુણોત્‍સવમાં નિમવામાં આવતા અધિકારીઓને ગુણોત્‍સવની ચકાસણી વિશેની પુરતી ટ્રેનીંગ અને સમજણ આપવી જોઈએ. જેથી તેવો પુરા ઘ્‍યાનથી શાળાનું મુલ્‍યાંકન કરી શકે છે. પરંતુ આ વખતે તો મોટાભાગની રાજુલાની શાળાઓમાં મુલ્‍યાંકન બરાબર નહી થયું હોવાનું શિક્ષણ આલમમાંથી જાણવા મળેલ છે. જેથી ખૂબ જ કડક રીતે ફરીથી શાળાઓનું મુલ્‍યાંકન કરવાની લોક માંગણી   ઉઠેલ છે.
આમ ઉપરના મુદાઓની સાથે રાજુલામાં શાળા ગુણોત્‍સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ વિભાગોનાં અઘ્‍કિારીઓ ઘ્‍વારા  શાળાઓમાં લેખન, ગણન અને વાંચનનું કાગળ પર મુલ્‍યાંકન કરવામાં આવેલ હતુ.
આમ ગુજરાત સરકારના સારા અભિગમ સામે લોકોએ પણ જાગૃતિ દાખવીને સારી રીતે શાળાનું મુલ્‍યાંકન થાય તેવા પ્રયત્‍ન હાથ ધરવા જોઈએ અને શિક્ષકોએ પણ પોતાની ફરજ સારી રીતે પગાર મેળવે છે તેટલી અદા કરીને લોકોના ઋણમાંથી મુકત થવું જોઈએ.

હાશ : રિલાયન્‍સ નેવલ સામે આત્‍મવિલોપન નહી કરાઈ

રાજુલા, તા. 9
આવતીકાલે રીલાઈન્‍સ નેવલ સામે ચાલતાં આનંદોલનના રપમાં દિવસે પ્રવિણ રામની આગેવાનીમાં ર00 કોન્‍ટ્રાકટરો આત્‍મવિલોપન કરવાના હતા. પરંતુ અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયાની હાજરીમાં કંપનીના અધિકારીઓ સાથે મીટીંગો યોજાતા કંપનીના અધિકારીઓ ઘ્‍વારા પ દિવસ સુધીમાં નિરાકરણ લાવવામાં આવશે અને જો પ દિવસમાં નિરાકરણ ન આવે તો 1પ તારીખ પછી ર00 કોન્‍ટ્રાકટરો આત્‍મવિલોપન કરશે તેવું પ્રવિણ રામે જણાવેલ છે.

ધારીનાં દલિત સમાજ સામે થયેલ ફરિયાદ રદ કરવા માંગ કરાઈ

દલિત સમાજનાં આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યું
અમરેલી,  તા. 9
ધારીમાં ભારત બંધના એલાન દરમિયાન થયેલ માથાકુટ મામલે પોલીસે દલિત અને અન્‍ય સમાજ સામે ફરિયાદ દાખલ કરી હતી.
જે અનુસંધાને દલિત સમાજનાં આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવીને સ્‍થાનિક પોલીસે કિન્‍ના ખોરી પુર્વક દલિત સમાજનાં આગેવાનો વિરૂઘ્‍ધ ફરિયાદ દાખલ કરી હોય તે રદ્‌ કરવા અને દલિત સમાજે કરેલ ફરિયાદનાં આરોપીને ઝડપી લેવાની માંગ કરી હતી.
આ તકે અનુ.જાતિ મોરચાના જિલ્‍લાના પ્રમુખ શાંતિલાલ રાણવા, જીલ્‍લા ન્‍યાય સમિતિનાં ચેરમેન અશોક ચાવડા, જિલ્‍લા કોંગ્રેસના પ્રમુખ વી.એમ. જોગદીયા, જિલ્‍લા કોંગ્રેસના ઉપપ્રમુખ કે.કે. વાળા, રાષ્‍ટ્રીય જનચેતના પાર્ટીના રાષ્‍ટ્રીય પ્રમુખ અને કોળી સમાજના રાષ્‍ટ્રીયપ્રમુખ મનુભાઈ ચાવડા, ભાજપના અગ્રણી મનોજ મહિડા, મુકેશ બગડા, અગ્રણી એડવોકેટ નવચેતન પરમાર, અગ્રણી જે.પી. પડાયા, જિલ્‍લા ઉચ્‍ચતર માઘ્‍યમિક શિક્ષક સંઘના જિલ્‍લા પ્રમુખ તુલસીભાઈ મકવાણા, રાષ્‍ટ્રીય દલિત મહાસંઘના પ્રદેશ સંયોજક અરવિંદ સિતાપરા, અગ્રણી પ્રવિણ ચાવડા, કૌશિક જોગદીયા, ભાવેશ બગડા, અમરેલી તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ રમેશ માધડ, એડવોકેટ ગોવિંદભાઈ દાફડા, હામાભગત માધડ, ગોવિંદભાઈ પરમાર, રિપલ હેલૈયા, પત્રકાર જયંતીભાઈ ગોહિલ, જે.ડી. રાઠોડ, ભીખુભાઈ રાઠોડ, હિંમતભાઈ ખેતરીયા, સંજય માધડ, અલ્‍પેશ ચાવડા, રાજાભાઈ વાળા, જીતુ વાણિયા, દેવાભાઈ દાફડા, હરેશ  દાફડા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહેલા.

અમરેલીમાં કોંગીજનોની ‘‘ઉપવાસી નાટક” નીઔપચારિક યોજાઈ

બળબળતા વાતાવરણમાં અમુક કોંગી આગેવાનોની એસી વગર તબિયત લથડી ગઈ
અમરેલી, તા. 9
અમરેલી જિલ્‍લાની જનતાએ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી જબ્‍બરૂ મતદાન કરીને તમામ પાંચેય બેઠક પર કોંગી ઉમેદવારને વિજેતા બનાવ્‍યા બાદ પણ કોંગીજનો હજુ સુધી હતાશામાંથી બહાર આવ્‍યા હોય તેવું નથી લાગતું.
દરમિયાનમાં કોંગ્રેસપક્ષનાં રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ રાહુલ ગાંધીએ આજે દલિતોનાં સમર્થનમાં એક દિવસનાં પ્રતિક ઉપવાસ કર્યા અને દેશનાં દરેક જિલ્‍લામાં પ્રતિક ઉપવાસ કાર્યક્રમનો આદેશ કર્યો હતો.
જે અનુસંધાને આજે અમરેલીનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં મનેકમને ઉપવાસી નાટક કરવાની ઔપચારિકતા પુર્ણ કરી હતી. ગણતરીની મિનિટોમાં જ ગણ્‍યા ગાંઠયા કોંગીજનોએ દલિત સમાજનાં મસીહા હોવાનો ઢોંગ કર્યો હતો. એસીમાં રહેવા ટેવાયેલ એક આગેવાન ર કલાક સુધી પણ બળબળતાં તાપમાં બેસી શકયા નહી અને બપોરનાં ર કલાકે તમામ કોંગીજનો સુર્યનારાયણનાં પ્રકોપથી કંટાળીને એસીમાં ભરાઈ ગયા હતા. શહેરીજનોમાં કોંગીજનોનાં ઉપવાસી નાટકે ભારે ચર્ચા જગાવી છે.

બાબરામાં ભગવાન પરશુરામની જન્‍મ જયંતીની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ

બાબરામાં આગામી 18 એપ્રિલનાં રોજ ભગવાન પરશુરામની જન્‍મ જયંતીની ઉજવણી ભવ્‍ય રીતે કરવામાં આવશે અને તેના પૂરતા આયોજન માટે અહીં બ્રહ્મસમાજની વાડી ખાતે સમસ્‍ત બ્રહ્મસમાજનાં આગેવાનોની એક બેઠક યોજાઈ હતી જેમાં મોટી સંખ્‍યામાં તાલુકા ભૂદેવો ઉપસ્‍થિત રહૃાા હતા. બાબરા બ્રહ્મસમાજની વાડી ખાતે આયોજિત સમસ્‍ત બ્રહ્મસમાજની બેઠકમાં કાકુભાઈ ચાંવ, નરૂભાઈ ત્રિવેદી, કનુભાઈ જોશી, અતુલભાઈ ત્રિવેદી, અરવિંદભાઈ ત્રિવેદી સહીતના બ્રહ્મસમાજના આગેવાનોના માર્ગદર્શન હેઠળ ભગવાન પરશુરામની જન્‍મજયંતીની ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે અહીં ગાયત્રી મંદિરેથી ભગવાન પરશુરામની મહાપૂજા બાદ ભવ્‍ય શોભાયાત્રા નીકળશે જે શહેરનાં મુખ્‍ય માર્ગોમાં ફરી રાજગોર સમાજની વાડી ખાતે સમાપન થશે અને ત્‍યારબાદ મહાપ્રસાદ યોજાશે. ડીજેનાં તાલ અને જય પરશુરામ જય ઘોષ સાથે મોટી સંખ્‍યામાં તાલુકાભરના ભૂદેવો આગવી વેશભૂષા સાથેશોભાયાત્રામાં જોડાશે. શહેરનાં માર્ગો પર સ્‍થાનિક વેપારીઓ ર્ેારા ભગવાન પરશુરામની શોભાયાત્રાની સ્‍વાગત કરી શરબત પાણીનું વિતરણ કરવામાં આવશે. ભગવાન પરશુરામની જન્‍મ જયંતીની ભવ્‍ય ઉજવણી કરવામાં આવે તે માટે સમસ્‍ત બ્રહ્મસમાજનાં આગેવાનોની સીધા માર્ગદર્શન હેઠળ ભગવાન પરશુરામ જન્‍મોત્‍સવ સમિતિ ર્ેારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્‍યારે બાબરા શહેર સહિત તાલુકાનાં દરેક ભૂદેવો ભગવાન પરશુરામની શોભાયાત્રામાં ઉત્‍સાહ પૂર્વક જોડાય તેવી હાકલ બાબરા સમસ્‍ત બ્રહ્મસમાજનાં આગેવાનો ર્ેારા કરવામાં  આવી છે.

અમરેલીની આર્ટસ એન્‍ડ સાયન્‍સ કોલેજનો એનસીસીમાં ઉત્તમ દેખાવ

અમરેલી,  તા. 9
એન.સી.સી.ની ભસી-પ્રમાણપત્રભની પરિક્ષાનું પરિણામ આવી જતાં સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છ પ્રદેશના ઉર્તિણ થયેલ એનસીસી કેડેટસ માટે ભભસી-પ્રમાણપત્રભભ એનાયત કરવાનો સમારોહ ભાવનગર યુનિવર્સિટીના કોર્ટ હોલમાં બુધવારે યોજાયો હતો. મેજર જનરલ ડો.સુભાષચંદ્ર શરણ, ગૃપ કમાન્‍ડર બિગ્રેડિયર અજીતસિંહ તેમજ ભાવનગરના મેયર નિમુબેન બાંભણીયાની ઉપસ્‍થિતિમાં આયોજિત આ સમારોહમાં રાજકોટ, જુનાગઢ, ભાવનગર, સુરેન્‍દ્રનગર, અમરેલી અને કચ્‍છના લગભગ પપ8 કેડેટસનને ભસી-પ્રમાણપત્રભ એનાયત કરવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમમાં અમરેલીની ડો.જીવરાજ મહેતા સંસ્‍થાપિત અને અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત કમાણી સાયન્‍સ કોલેજ અને પ્રતાપરાય આર્ટસ કોલેજના કેડેટસને ગૌરવભેર વધાવવામાં આવ્‍યો હતો. કારણ કે આ કોલેજનો કેડેટસ વિવેક કોલડીયાએ સમગ્ર સૌરાષ્‍ટ્ર- કચ્‍છના સર્વ કેડેટસમાં ભભએભભ ગ્રેડ સાથે પ્રથમ સ્‍થાને ઉતિર્ણ થઈ કોલેજને ગૌરવ અપાવ્‍યું હતું. આ તકે તેમનું વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું તેમજ કોલેજના બીજા કેડેટસ પણપરિક્ષામાં સારા ગ્રેડ સાથે ઉતિર્ણ થતાં તેમને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.
ઉલ્‍લેખનીય છે કે કોલેજમાં એનસીસીની સહઅભ્‍યાસીક પ્રવૃતિમાં વિદ્યાર્થીઓ જોડાઈ પ્રતિવર્ષ ડ્રીલ શસ્‍ત્રોની ટ્રેનિંગ, મેપ રીડિંગ વગેરેમાં નિપુણતા મેળવી રાષ્‍ટ્રીય કક્ષાના સર્વોચ્‍ચ એવા આર.ડી.સી. અને ટી.એસ.સી. દિલ્‍હીના કેમ્‍પોમાં પસંદગી પામે છે. આ કેડેટસને ટ્રેનિંગ અને માર્ગદર્શન કોલેજના અઘ્‍યાપક લેફ. એન.એન.દોંગા પુરૂ પાડે છે. આ સિઘ્‍ધિ બદલ કોલેજના પ્રિન્‍સિપાલ ડો. અતુલભાઈ પટેલ, વાઈસ પ્રિન્‍સિપાલ ડો.એ.જે. ચંદ્રવાડીયા, લેફ એન.એન.દોંગા તથા સમગ્ર સ્‍ટાફ પરિવારે સર્વ કેડેટસને અભિનંદન પાઠવ્‍યા હતા.

બગસરા વિસ્‍તારમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ

બગસરા,  તા. 9
બગસરામાં આજે બીજા દિવસે પણ બપોર બાદ ગાજ-વીજ સાથે અષાઢી માહોલ સર્જાયો હતો. અને મોડી સાંજના જોરદા ઝાંપટ્ટાથી રોડ પર પાણી ફરી વળ્‍યા હતા.
જયારે ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી મળતા વાવડ મુજબ બગસરા બાજુના જેઠીયાવદરથી માંડવડા વચ્‍ચે તોફાની વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. તેમજ બગસરા અમરેલી રોડ પર અનેક વૃક્ષો ધરાશચી થઈ જતાં વાહન વ્‍યવહારને પણ અસર થઈ હતી.

વડીયામાં ‘તોફાનીકાનૂડો’ લખેલ ટ્રક ખરેખર તોફાની બની ગયો

જામનગરથી રાજુલા જતી વેળા રાત્રીનાં સમયે ચાલકને ઉંઘ આવી ગઈ
વડીયામાં ‘તોફાનીકાનૂડો’ લખેલ ટ્રક ખરેખર તોફાની બની ગયો
રાત્રીનાં 3 કલાકે ચાલકને ઉંઘ આવી જતાં ટ્રક પાનની દુકાનમાં ઘૂસી ગયો
વડીયા, તા.9
વડીયાના ચારણીયા રોડ વિસ્‍તારમાં રાત્રીના 3 વાગ્‍યા આસપાસ જામનગર બાજુથી આવતો રેતી ભરેલ ટ્રક ડ્રાઈવરને ઉંઘ આવતા ધોરાજી આરામ ફરમાવેલ પણ મચ્‍છરના ત્રાસથી ભરનિંદ્રામાં ટ્રક લઈને રાજુલા તરફ નીકળી જતા વડીયાના ચારણીયા રોડ રહેણાંક વિસ્‍તાર (મફતપ્‍લોટ) પાસે ડ્રાઈવરને ઝોકું આવી જતા ટ્રક બેકાબુ બન્‍યો ને રોડની સાઈડમાં આવેલ પાનનો ગલ્‍લો હતો. જેમાં દુકાનમાં ઘુસી ગયો ને દુકાન નષ્‍ટ કરી નાખી માત્રને માત્ર શટર ઉભુ રહયું. જો આ દુકાન ના હોત તો આગળ રહેણાંક વિસ્‍તારના મકાનો આવેલા છે જેમાં એક એક મકાનની અંદર પ થી 6 સભ્‍યો રહે છે જે રાત્રીના ગાઢ નિંદ્રામાં દુર્ઘટનાથી મોટી જાનહાની બનત જે બેકાબુ બનેલા ટ્રકને આ પાનના ગલ્‍લાએ રોકયો જેથી કરીને આ મકાનોમાં રહેતા લોકોની મોટી જાનહાની ટળી અને દુકાનને વેર વિખેર કરી નાખી છે ને માલસામાનને પુરેપુરો બરબાદ કરી નાખ્‍યો છે. જોકે દુકાનદાર ઉનાળાની ઋતુને લીધે ગઈકાલે જ ફ્રિજ નવું મુકેલ અને ટ્રકમાં લખેલું છે ભભતોફાની કાનૂડોભભ ડ્રાઈવર ઉંઘી જતા કાનૂડો તોફાને ચડયો. જોકે આ દુકાન ન હોત તો અનેક જિંદગી ભરનિંદ્રામાં મોતને ભેટીજાત દુકાન હોવાના લીધે તમામના જીવ બચી ગયા અને મોટી દુર્ઘટના ટળી જે લોકો તર્કવિતર્કની વાતો કરી રહયા છે ને દુકાનદારની નુકશાની અને અનેક જિંદગી બચી ગઈ એ વિશે લોકમુખે ચર્ચાનો વિષય બન્‍યો છે.

અમરેલીનાં કે.કે. પાર્કમાં ચાલતી રામકથામાં શ્રીરામ જન્‍મોત્‍સવની ઉજવણી

અમરેલીનાં લાઠી માર્ગ પર અવેલ કે.કે. પર્ક સોસાયટીમાં ચાલતી શ્રીરમ કથામાં મોટી સંખ્‍યામાં ભકતજનો જોડાઈ રહયા છે. શુક્રવારથી પ્રારંભ થયેલ રામકથામાં ત્‍યાગી મોરારિદાસ બાપુ (હીરાણાવળા) સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવીરહયા છે. વૃંદાવન પાર્ક, કલ્‍યાણનગર, રોયલ પાર્ક સહિતના સ્‍થાનિકો કથાનો લાભ લઈ રહયા છે. રવિવારે ભગવાન શ્રીરામ જન્‍મોત્‍સવ પ્રસંગનું અદ્‌ભૂત વર્ણન કરવામાં આવ્‍યું હતું.

10-04-2018