Main Menu

Saturday, April 7th, 2018

 

સરકારી કચેરીઓમાં અપુરતા કર્મચારીઓથી પરેશાની

જનતા જનાર્દનનાં રોજબરોજનાં કાર્યોનો સમયસર ઉકેલ થતો નથી
સરકારી કચેરીઓમાં અપુરતા કર્મચારીઓથી પરેશાની
અમરેલી, તા. 6
અમરેલી જિલ્‍લામાં આજથી ર0 વર્ષ પહેલા સરકારી કચેરીઓમાં ધમધમાટ જોવા મળતો હતો. જનતા જનાર્દનનાં રોજબરોજનાં કાર્યોનો ઝડપથી ઉકેલ થતો નથી અને આજે પરિસ્‍થિતિ અતિ ગંભીર બની છે.
જિલ્‍લાનાં સરકારી વિભાગોમાં જનસંખ્‍યા વધવાથી કામનું ભારણ વધી રહૃાું છે અને કર્મચારીઓની નવી ભરતી થતી નથી અને જુના કર્મચારીઓ નિવૃત્ત થઈ રહૃાા છે. આથી જનતા જનાર્દનનાં રોજબરોજનાં કાર્યોનો ઉકેલ થતો નથી.
પોલીસ મહેસુલ, પંચાયત, પાણી-પુરવઠા, આરોગ્‍ય, શિક્ષણ, માર્ગ-મકાન સહિત અનેક સરકારી વિભાગોમાં કર્મચારીઓ અને અધિકારીઓની જગ્‍યાઓ ખાલી જોવા મળી રહી છે.
કેન્‍દ્ર સરકાર હસ્‍તકની પોસ્‍ટ ઓફીસમાં પણ કર્મચારીઓની ખાલી જગ્‍યા જોવા મળી રહી છે. બીજી તરફ રાજયમાં લાખો યુવાનો સરકારી નોકરી માટે આમથી તેમ ભટકી રહૃાા છે.
ભાજપ સરકાર આગામી 10 વર્ષને ઘ્‍યાને લઈને તમામ સરકારી વિભાગોનું નવું મહેકમ બનાવીને તમામ ખાલી જગ્‍યાઓ ભરે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારને પણ ફાયદો થઈ શકે તેમ છે.

જાફરાબાદનાં સહિયર બીડમાં આકસ્‍મીક આગ લાગતાંઅફડા-તફડી

ન્નયાં એક સિંહ પરિવાર વસવાટ કરે છે તેવા
જાફરાબાદનાં સહિયર બીડમાં આકસ્‍મીક આગ લાગતાંઅફડા-તફડી
60 વિધામાં રહેલ વૃક્ષોનો નાશ થયો
જાફરાબાદ,  તા. 6
રાજુલા રેન્‍જ નીચે આવતા જાફરાબાદના સહિયર બિડમાં આજ સાંજના સુમારે ભયંકર આગ આગી હતી. જેમાં બિડના પ0 થી 60 વિધાના વૃક્ષો સહિતની ફૂલજાડ બળીને ખાખ થઈ જવા પામ્‍યા હતા. ત્‍યારે આ બિડમાં કુલ બે નર સિંહો, એક સિંહણ અને ત્રણ નાના સિંહ બાળનો કાયમી વસવાટ છે. તેથી રાજુલા વન વિભાગના નવ નિયુકત આર.એફ.ઓ., આર.ડી.પાઠક તેમની ટિમ સાથે આગ પર કાબુ મેળવવાની મથામણ હાથ ધરી હતી. તે દરમિયાન અહીં 6 સિંહો આ બિડમાં હતા તેથી વન વિભાગ દ્વારા આ સિંહોને અહીંથી અન્‍ય સુરક્ષિત જગ્‍યાએ સ્‍થળાંતરિત કરાયા હતા. જયાં હાલ આ છ સિંહો સુરક્ષિત રીતે છે. ત્‍યારે વન વિભાગ અને ગ્રામ્‍ય પંચાયતના મંત્રી સહિતના એ.ડી.વાળા, અજય કોટીલા, વિજયભાઈ સહિતના વન કર્મીઓ પણ આગને કાબુ લેવામાં જોડાયા હતા. અને આ ભયંકર દવને કાબુમાં લેવામાં આવ્‍યો હતો.

જીંજુડા ગામે પરિણીતાને કરીયાવર બાબતે શારીરિક-માનસિક ત્રાસ

અમરેલી, તા. 6,
સાવરકુંડલા તાલુકાનાં મોટા જીંજુડા ગામે રહેતી વિલાસબેન મુકેશભાઈ દેલાણીયા નામની 30 વર્ષિય પરિણીતાને તેણીનાં પતિ મુકેશભાઈ લાલજીભાઈ તથા તેણીના સાસુએ કરીયાવર બાબતે મેણા-ટોણા મારી, શારીરિક, માનસિક ત્રાસઆપી અને ગત તા. 4 નાં રોજ રાત્રીનાં સમયે ઢીકાપાટુનો માર મારી, અને જો ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપ્‍યાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાવી છે.

દરિયાકાંઠે ખાનગી કંપનીઓ દ્વારા જમીનમાં વ્‍યાપક દબાણ

અનેક ગામજનોની કિંમતી જમીન પચાવી પાડયાનો આક્ષેપ
દરિયાકાંઠે ખાનગી કંપનીઓ દ્વારા જમીનમાં વ્‍યાપક દબાણ
19 એપ્રિલનાં રોજ સેંકડો ગામજનોએ કલેકટર કચેરી સામે આંદોલન કરવાની ચીમકી આપી
અમરેલી, તા. 6
અમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠે વિકાસની લ્‍હાયમાં વિનાશ કાર્યો થતાં હોવાનો આક્ષેપ પીપાવાવનાં મહિલા સરપંચ હંસાબેન ગુજરીયાએ રાજયપાલને પાઠવેલ પત્રમાં કરેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, પીપાવાવ બંદર અને બીજા આસપાસના ગામોની ગ્રામ પંચાયત ખેતીની જમીન માલિકીની જમીનો ઉપર છેલ્‍લા ઘણા વર્ષોથી પ્રાઈવેટ કંપનીઓ ખાનગી માફીયાએ ગેરકાયદેસર કબ્‍જો જમાવી દબાણ કરેલ છે. પ્રાઈવેટ કંપનીઓ દ્વારા લીઝ પુરી થઈ ગયેલ હોવા છતા પણ ગેરકાયદેસર કબ્‍જો કરવાની પ્રવૃતિઓ ચાલુ છે. જે અંગે અમોએ વારંવાર લેખીતમાં – મૌખીકમાં અમરેલી કલેકટર તેમજ ગાંધીનગર લાગતા વળગતા અધિકારીઓને રજુઆતો કરેલ છે. રાજુલા ડેપ્‍યુટી કલેકટરને વારંવાર રજુઆત કરેલ છે. કંપનીવાળાઓએ તેના માલીકો મળીતીયાઓ માણસો દ્વારા અમોને જાનથી મારીનાંખવાની ધમકીઓ પણ આપવામાં આવે છે. અમારી છેલ્‍લી વખતની રજુઆત હવે અમોએ રાજુલા જાફરાબાદ તાલુકાના મોટા ભાગના ગામડાઓની જમીનની દશા અને દિશા આવી કરી નાંખવામાં આવે છે. પ્રાઈવેટ કંપનીઓ લીઝ માઈનીંગ કરીને ગ્રામ પંચાયતની માલીકી જમીન, ખાનગી પ્રાઈવેટ માલીકીની જમીનો લીઝ માઈનીંગ કરીને ખુબજ મોટા ખાડા પાડી દીધા છે. જેમાં દરીયાના ખારા પાણી આવી ગયા છે. તળીયાના પાણી ખારા થઈ ગયા છે. માલ ઢોર માણસોને પીવાના પાણીનો ગંભીર પ્રશ્‍ન બની ગયો છે. ખેતીવાડીની જમીનને ખુબજ મોટું નુકશાન થયેલ છે. ગામડામાં કોઈને નોકરી આપતા નથી. ગામડાઓના વિકાસના બદલે વિનાશ કરી નાંખ્‍યો છે. રોજગારી રોજીરોટીને ભંયર પ્રશ્‍ન ઉભો થયેલ છે. બેરોજગારી, બેકારી ભરડો લીધો છે. તેથી હવે અમારે આ કંપનીઓ પ્રાઈવેટ ખાનગીકરણ ઉદ્યોગો- ઉદ્યોગો બંદરો માથાભારે માણસોના ત્રાસ અને જુલમથી બેકારી, બેરોજગારી, રોજીરોટી બાળકોના આરોગ્‍ય અને શિક્ષણ માટે અને માનવ જીવન માટે આ બંદરો ઉદ્યોગ કંપનીઓ મોતનો મસાલો બનીને જમીન માફીયા માણસો બનીને આવ્‍યા છે. તો અમો રાજુલા – જાફરાબાદ તાલુકાના મોટા ભાગના ગામડાના માણસો બાળ – ગોપાલ, ઢોર-ઢાખર, સાથે તા.19/4/ર018 અમરેલી કલેકટર ખાતે ધામા નાંખીને ઉપવાસ આંદોલન કરવાના છીએ આઅમારો છેલ્‍લો પત્ર છે. હવે વારંવાર લેખીત કે મૌખીક રજુઆત કરીને થાકીને, હારીને અમોએ સૌએ સાથે મળીને આ અંતીમ છેલ્‍લુ પગલુ ભરવા માટે સરકારી તંત્રએ મજબુર કરી દીધા છે. તેમ અંતમાં જણાવેલ છે.

વસંતભાઈ ગજેરા અને ચુનીભાઈ ગજેરાને રાહત મળી

કતારગામ પોલીસ સ્‍ટેશનમાં દાખલ થયેલ બન્‍ને ફરિયાદમાં સુપ્રિમ કોર્ટ દ્વારા મનાઈ હુકમ
વધુ સુનામણી આગામી ર6 એપ્રિલે રાખવામાં આવી
કતારગામ(સુરત),  તા. 6
કતરગામ પો.સ્‍ટેશનમાંથી વસંતભાઈ ગજેરા તથા ચુનીભાઈ ગજેરા તથા અન્‍યો વિરૂઘ્‍ધ મોજે- કતારગામના રેસ.નં.ર41/પૈકી 1 તથા રપ1 વાળી જમીન પ્રકરણમાં જે બે ફોજદારી યાને જે બે ગુનાઓ દાખલ થયેલ અને તે ગુનાઓની તપાસ કતારગામ પો.સ્‍ટેશન કરી રહેલ છે. મજકુર બન્‍ને ફોજદારી ફરીયાદ નોંધવાનો ગુજરાત હાઈકોર્ટ હુકમ કરેલ અને તે આધારે કતારગામ પો.સ્‍ટેશનમાં જે બે ફરિયાદો દાખલ થયેલ છે. તે બન્‍ને ફરીયાદોની કાર્યવાહીને પડકારતી પીટીશનો સુપ્રિમ કોર્ટમાં ચુનીભાઈ ગજેરા મારફત દાખલ કરાવતા સુપ્રિમ કોર્ટ આજ રોજ એટલે કે તા. 6/4/ર018ના રોજ પીટીશનો અંગે પ્રાથમિક સુનાવણી બાદ સુપ્રિમ કોર્ટે કતારગામ પો.સ્‍ટેશનમાં દાખલ થયેલી બન્‍ને ફોજદારી ફરીયાદની આગળની કાર્યવાહી ઉપર પો.સ્‍ટેશન આપેલ છે. યાને રોકલગાવેલ છે. અને હવે પછીની સુનાવણીની તા. ર6/4/ર018ના રોજ મુકરર કરેલ છે. અને સંબંધિત સામાવાળાઓને નોટીસ ઈશ્‍યૂ કરવાનો હુકમ કરેલ છે. આમ આ રીતે કતારગામ પોલીસસ્‍ટેશનમાં નોંધાયેલ બન્‍ને ફરીયાદોમાં યાને ફોજદારી કાર્યવાહીઓમાં ચુનિભાઈ ગજેરા તથા વસંતભાઈ ગજેરાને રાહત મળેલ છે.
ઉપરોકત બાબતની જાણ વસંતભાઈ ગજેરા તથા ચુનીભાઈ ગજેરાના સ્‍થાનીક મુકામેના એડવોકટ કલ્‍પેશ એસ.દેસાઈ તથા અનિષ એચ. ખ્‍યાલીએ આપેલ છે.

અમરેલીમાં જાહેરમાં જુગાર રમતાં 6 ઈસમો ઝડપાયા

પી.આઈ.ને બાતમી મળતાં દરોડો પાડયો
અમરેલીમાં જાહેરમાં જુગાર રમતાં 6 ઈસમો ઝડપાયા
અમરેલી, તા. 6,
અમરેલીની સિવિલ હોસ્‍પીટલ સામે રહેતાં રવિ રમેશભાઈ વણોદીયા, રાજ કાનાભાઈ વાડવડીયા, રાજેશ ઉર્ફે પાલી ગોવિંદભાઈ સોલંકી સહિત 6 ઇસમો ગઈ કાલે સાંજનાં સમયે બાપા સિતારામનાં ઓટા પાસે જાહેરમાં પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતાં હોય, સીટી પી.આઈ. ગૌસ્‍વામીને બાતમી મળતાં તેઓએ દરોડો પાડવા સૂચના આપતાં પોલીસે દરોડો કરી રોકડ રકમ રૂા.1640ની મતા સાથે તમામને ઝડપી લીધા હતા.

સગીરા સાથે દુષ્‍કર્મ કરનાર આરોપીને 10 વર્ષની સજા અને રૂપિયા રપ હજારનો દંડ

લાઠી નજીક આવેલ જાનબાઈની દેરડી ગામે
સગીરા સાથે દુષ્‍કર્મ કરનાર આરોપીને 10 વર્ષની સજા અને રૂપિયા રપ હજારનો દંડ
અમરેલી, તા. 6
લાઠી તાલુકાનાં જાનબાઈ દેરડી ગામે રહેતી એકસગીરાને તે જ ગામે રહેતાં રમેશ ઉર્ફે રમો ઘનશ્‍યામભાઈ જાદવ નામનાં ઈસમ સાથે પ્રેમસંબંધ હોય, ગત તા. ર/10/14 નાં રોજ સવારે આ ઈસમે સગીરાને જાનબાઈ દેરડી ગામે આવેલ પાળા ઉપર મળવા બોલાવેલ હોય, જેથી આ સગીરા ત્‍યાં મળવા ગયેલી ત્‍યારે વાતચીત કર્યા બાદ બાજુનાં ખાડામાં લઈ જઈ લલચાવી ફોસલાવી તેણી સાથે શરીર સંબંધ બાંધેલ. આ બનાવ અંગે સાંજે તેણીનાં ઘરે જઈ વાત કરતાં લાઠી પોલીસ સ્‍ટેશનમાં જે તે સમયે ફરિયાદ નોંધાયેલ.
આ અંગેનો કેસ અત્રેની પોસકો સ્‍પે. કોર્ટમાં ચાલી જતાં આરોપી રમેશ ઉર્ફે રમો ઘનશ્‍યામભાઈ જાદવને આઈપીસી 363, 366, 376 તથા પોસકો 4 તથા 8 માં કસુરવાન ઠરાવી 363માં 3 વર્ષની કેદ તથા રૂા. 3 હજારનો દંડ, 366માં પ વર્ષની સખત કેદ તથા રૂા.પ હજારનો દંડ, 376માં 10 વર્ષની કેદ તથા રૂા.10 હજારનો દંડ, તથા પોસકો-4માં  પ વર્ષની સખત કેદ તથા રૂા.પ હજારનો દંડ તથા પોસકો-8માં સખત કેદ તથા રૂા.ર હજારનાં દંડની સજાનો હુકમ સ્‍પે. જજ શ્રી એન.પી. ચૌધરીએ કર્યો હતો.

મોટા આંકડીયા ગામે શ્રમિક યુવકને આડેધડ માર મારી ઈજા કરી

અમરેલી, તા. 6
અમરેલી તાલુકાનાં મોટા આંકડીયા ગામેરહેતાં અને મજુરી કામ કરતાં ભાવેશભાઈ ધીરૂભાઈ ચૌહાણ નામનાં 3ર વર્ષિય યુવક આજે બપોરે મોટા આંકડીયાગામે આવેલ બસ સ્‍ટેન્‍ડ પાસે શેરડીનાં રસનાં સીંચોડા પાસે પોતાનું મોટરસાયકલ મુકી અને પાણીનાં પરબમાં પાણી પીવા ગયેલ અને ત્‍યાંથી પરત આવતાં રસનો સીંચોડો ધરાવતાં જયંતિભાઈ ભકુભાઈ તથા દિનેશભાઈ કાળુભાઈએ અગાઉનાં મનદુઃખનાં કારણે માર મારી ઈજા કરતાં શ્રમિક યુવાનને સારવાર માટે અત્રેનાં દવાખાને સારવારમાં ખસેડાયેલ છે.

વીજપડીથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાનાં ઈરાદે સગીરાને ભગાડી જવાઈ

અમરેલી, તા. 6
સાવરકુંડલા તાલુકાનાં વિજપડી ગામે રહેતી એક સગીરાને ગત તા. ર8/3 ના રાત્રીનાં સમયે મુળ મહુવા તાલુકાનાં બોરડી ગામનોવતની અને હાલ વીજપડી ગામે રહેતાં જગદીશ ઉર્ફે ગટુ ભુપતભાઈ મકવાણા નામનો ઈસમ સગીરાને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાનાં ઈરાદે ભગાડી ગયાની ફરિયાદ સગીરાનાં પિતાએ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાવી છે.

રૂપાલા, સંઘાણી અને વસ્‍તરપરા એકી સાથે

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ભાજપની સ્‍થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્‍યારે આ તકે પરશોતમભાઇ રૂપાલા, દિલીપભાઇ સંઘાણી અને બાબરા તાલુકાના ભાજપના અગ્રણી ગોપાલભાઈ વસ્‍તરપરા ચમારડી સહિતના અનેક આગેવાનો દ્વારા ભવ્‍યે ઉજવણી કરવામાં આવી હતી.

અમરેલીમાં ગર્લ્‍સ હાઈસ્‍કુલથી લઈને રાધિકા હોસ્‍પીટલ સુધીની ફુટપાથ પર દબાણ

શહેરમાં દોઢ દાયકાથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ થઈ નથી
અમરેલીમાં ફુટપાથ અને માર્ગો પર વ્‍યાપક દબાણ
ગર્લ્‍સ હાઈસ્‍કુલથી લઈને રાધિકા હોસ્‍પીટલ સુધીની ફુટપાથ પર દબાણ
અમરેલી, તા. 6
અમરેલી શહેરમાં ફુટપાથ અને જાહેર માર્ગો પર રેંકડીઓ, કેબિનો, છાપરાઓનું દબાણ થયું હોય શહેરમાં ટ્રાફીક સમસ્‍યાએ વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે.
શહેરમાં મ્‍યુનિસિપલ ગર્લ્‍સહાઈસ્‍કુલથી શરૂ કરીને ચિતલ માર્ગ પર રાધિકા હોસ્‍પીટલ સુધી ફુટપાથ પર દબાણ થતાં શહેરીજનો માટે ફુટપાથ પર ચાલવું મુશ્‍કેલ બની ગયું છે.
તદઉપરાંત જિલ્‍લા બેન્‍ક, ખાદીભવન, સ્‍ટેશન રોડ, પોસ્‍ટ ઓફીસ રોડ પર પણ વ્‍યાપક દબાણ જોવા     મળી રહૃાું છે. બહેનોની બજાર ગણાતા લાયબ્રેરી રોડ, હરિ રોડ પર વેપારીઓ સરસામાન બહાર રાખતાં હોવાથી શહેરીજનોને પસાર થવું મુશ્‍કેલ          બન્‍યું છે.
પાલિકાનાં શાસકોએ છેલ્‍લા 1પ વર્ષથી દબાણ હટાવ ઝુંબેશ કરી ન હોય દબાણકર્તાઓને કોઈ બાબતનો ડર રહૃાો નથી અને આડેધડ દબાણ થઈ રહૃાું છે.
પાલિકાનાં શાસકોએ રોજબરોજનું પેટીયું રળનાર માટે વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા કરવી જોઈએ અને વેપારીઓ દબાણ કરતાં ઝડપાઈ તો તેની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવી જોઈએ તેવી માંગ ઉભી થઈ રહી છે.

અમરેલીનાં પટેલ સંકુલનું એમબીએનાં 7માં સેમેસ્‍ટરમાં 100 ટકા પરિણામ

અમરેલી, તા. 6
અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલટ્રસ્‍ટ સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા સંચાલિત એમ.બી.એ. કોલેજ આઈએમબીએ સાતમાં સેમેસ્‍ટરનું રિઝલ્‍ટ 100 ટકા સાથેસમગ્ર ગુજરાતમાં કોલેજ પ્રથમ સ્‍થાન પ્રાપ્‍ત કરે છે. તેમાં કોલેજની ચાર વિદ્યાર્થીઓ ટોપટેનમાં સ્‍થાન પ્રાપ્‍ત કરે છે. (1) ઘેલાણી દીવ્‍યા રજનીકાન્‍તભાઈ-1 (ર) ઠાકર દેવાંશી અશ્‍વીનભાઈ-પ (3) પંજવાણી ઈરમ અમીરભાઈ-9 (4) ખુંટ ઉર્વીશા ગૌતમભાઈ-10 અને નીચેની પાંચને 10માં 10 એસપીઆઈ મેળવેલ છે. (1) ખુંટ ઉર્વીશા ગૌતમભાઈ (ર) ઠાકર દેવાંશી અશ્‍વીનભાઈ (3) ઘેલાણી દીવ્‍યા રજનીકાન્‍તભાઈ (4) ભાયાણી ગાયત્રી રમેશભાઈ (પ) પાનશેરીયા આષિતા ગોરધનભાઈ. ઉપરોકત રિઝલ્‍ટ આપવા બદલ સંસ્‍થાનાં પ્રમુખ મનુભાઈ કાકડીયા, ઉપપ્રમુખ દાસભાઈ ધામી મંત્રી બાબુભઈ સાકરીયા સંસ્‍થાનાં સ્‍થાનિક મેનેજમેન્‍ટ તેમજ કોલેજમાં શૈક્ષણિક સ્‍ટાફ અભિનંદન પાઠવે છે. તમામ કોલેજ યુનિવર્સીટી તેમજ જી.ટી.યુ.માં અગ્રેસર સ્‍થાન પ્રાપ્‍ત કરવા બદલ સંસ્‍થા ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે. તેમ સંસ્‍થા વતી વલ્‍લભભાઈ રામાણીની યાદીમાં જણાવાયું છે.

ચિત્તલમાં પ્રભારી મંત્રી આર.સી. ફળદુની ઉપસ્‍થિતિમાં ભાજપ સ્‍થાપના દિનની ઉજવણી 

ચિત્તલ, તા. 6
અમરેલી નજીક આવેલ ચિત્તલ ખાતે આજેતાલુકા ભાજપ પરિવાર ર્ેારા ભાજપ સ્‍થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી.  આ તકે દિનેશ પોપટ, શરદ લાખાણી, ડો. કાનાબાર, અશ્‍વિન સાવલીયા, ચિત્તલનાં સરપંચ સુરેશ પાથર, કૌશિક વેકરીયા, મનસુખ નાડોદા, જગુભાઈ સંઘાણી, ઉપસરપંચ રઘુવીર સરવૈયા, રંજનબેન ડાભી, મોતી કાનાણી,ધીરુભાઈ ગઢીયા, રણજીતભાઈ વાળા, અને ઘનશ્‍યામ ત્રાપશીયા ઉપસ્‍થિત રહૃાા હતા.  આગેવાનોએ ચિત્તલનાં સરપંચનાં આંગણે ભોજન લીધુ હતું.

અમરેલીની રૂપાયતન શાળામાં વિવિધ કાર્યક્રમો યોજાયા

અમરેલીની રૂપાયતન શાળામાં વિવિધ કાર્યક્રમો યોજાયા
અમરેલીના મૂર્ધન્‍ય વિદ્યાપુરૂષ પ્રા. ડો. વસંતભાઈ પરીખના સન્‍માનમાં સમયાંતરે યોજાતી વ્‍યાખ્‍યાનમાળા તથા પ્રેરણાપર્વ અંતર્ગત ગુજરાતના અગ્રણી લેખિકા, વિવેચક તથા સંપાદક એવા ડો. શરીફાબેન વીજળીવાળાનું વકતવ્‍ય યોજવામાં આવ્‍યું હતું. રૂપાયતન સંસ્‍થા તથા રોટરી કલબ અમરેલી (મેઈન) પ્રેરિત આ કાર્યક્રમની શરૂઆત કૃષ્‍ણભકિતના નૃત્‍યથી કરવામાં આવી હતી. કિશોરભાઈ મહેતાએ સ્‍વાગત પ્રાસંગિક પ્રવચન તથા ભારતીબેન ગોહિલે ડો. શરીફાબેનનો સાહિત્‍યિક પરિચય આપ્‍યો હતો. મુખ્‍ય વકતવ્‍ય અંતર્ગત તેઓએ બાળકોના ઉજજવળ ભવિષ્‍યના નિર્માણમાં શિક્ષક અને વાલીની ભૂમિકા અંગે મનનીય- અસરકારક વાતો કરી હતી. ખાસ કરીને દરેક પ્રશ્‍નના નિરાકરણમાં પુસ્‍તકોનું વાચન ઘણી જ અગત્‍યતા ધરાવે છે તે વાત કરી હતી. આપણા તમામ બાળકોને સમાન ગણી આપણી સંસ્‍કૃતિનો વારસો જળવાય તે રીતે ઘડતર કરવા હાકલ કરી હતી. ડો. વસંતભાઈ પરીખે પણ શિક્ષકની ભૂમિકા અંગેની સમજ આપીપોતાના નામે થઈ રહેલ વ્‍યાખ્‍યાનમાળા માટે રાજીપો વ્‍યકત કર્યો હતો. હોટલ એન્‍જલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સંસ્‍થાના આમંત્રણને માન આપી શિક્ષકો, વાલીઓ, શુભેચ્‍છકો, ટ્રસ્‍ટીઓ, રોટરી કલબના હોદેદારો, બાબાપુર સંસ્‍થાની પી.ટી.સી.માં અભ્‍યાસ કરતી બહેનો વગેરે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મિષ્ઠાબેન મહેતાએ, આભારવિધિ ડો. અમીતભાઈ ઉપાઘ્‍યાયે કરી હતી. એમ સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી સી.એન. જોશીની યાદીમાં જણાવાયું છે.

અમરેલી જિલ્‍લાનાં વિકાસકામોની સમીક્ષા કરતા જિલ્‍લા પ્રભારી મંત્રી આર.સી. ફળદુ

કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારી મંત્રી આર.સી. ફળદુના અઘ્‍યક્ષસ્‍થાને અમરેલી જિલ્‍લાના વિકાસકાર્યોની કામગીરી-સમીક્ષા અંગેની બેઠક યોજાઈ હતી. અમરેલી જિલ્‍લાના અધિકારી-કર્મચારીઓ સાથે યોજાયેલ બેઠકમાં કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી અને અમરેલીના પ્રભારી મંત્રીઓ સાથે યોજાયેલ બેઠકમાં કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારી મંત્રી આર.સી. ફળદુએ કહયું કે, અમરેલી જિલ્‍લામાં વિકાસકાર્યો માટે ફાળવવામાં આવેલી ગ્રાંટનો યોગ્‍ય રીતે ઉપયોગ થાય, વિકાસકાર્યો પ્રગતિ   તળે હોય ત્‍યારે જવાબદાર અધિકારીઓએ ત્‍યાં મુલાકાત કરવી ખૂબ મહત્‍વની બાબત છે. મંત્રીફળદુએ વધુમાં કહયું કે, વ્‍યવહારિક રીતે વિચારી જનોપયોગી કામગીરી કરવી તે ફરજ બને છે. વિકાસકાર્યોમાં બાકી રહેલા કામોને તાત્‍કાલિક પૂર્ણ કરવા જરૂરી બને છે. તેમણે જિલ્‍લામાં પીવાનું પાણી, રસ્‍તાઓ, ખેતીની યોજનાઓ, વાહનવ્‍યવહાર, એસ.ટી. બસ સુવિધા સહિતની બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. કલેકટર સંજય અમરાણી, જિલ્‍લા વિકાસ અધિકારી યોગેશ નિરગુડે, જિલ્‍લા ભાજપ અઘ્‍યક્ષ હિરેન હિરપરા, પાણી પુરવઠા અધિકારી ઉદયન, જિલ્‍લા ખેતીવાડી અધિકારી કે.કે. પટેલ, પ્રાંત અધિકારી સતાણી, નાયબ જિલ્‍લા પોલીસ અધિકારી દેસાઈ, મામલતદાર જાદવ, કૌશિકભાઈ વેકરીયા, કમલેશ કાનાણી, રવુભાઈ ખુમાણ, બાગાયત, એસ.ટી., ગ્રામ વિકાસ, પશુપાલન સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

અવસાન નોંધ

અમરેલી : ગુણવંતગીરી બાબુગીરી ગોસાઈ ઉ.વ. 6ર (નિવૃત્ત બેલીફ ન્‍યાયખાતુ) તે કમલેશગીરી તથા વિપુલગીરીનાં પિતા તથા હર્ષદગીરી (લાઠીવાળા)નાં સસરા તા. પ/4 ગુરૂવારનાં રોજ કૈલાસવાસ થયેલ છે. તેમનું બેસણું તા. 9/4 સોમવાર ચક્કરગઢ રોડ, અમૃતનગર શેરી નં.6 અમરેલી ખાતે સાંજે 4 થી 7 રાખેલ છે. સ્‍વસુર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

વડીયામાં સરપંચ પતિ ગામમાંથી ગંદકી દૂર કરાવે તેવી માંગ થઈ

વડીયાના સરપંચ પતિ છગનભાઈ ઢોલરીયાએ મોટા ઉપાડે ગામની દુકાનોમાં કચરાના ડબલાનું વિતરણ કરેલ ત્‍યારે લોકો કહે છે કે આ સારી વાત કહેવાય પણ સરપંચ પતિને પહેલાનો આ ગામમાં ઉકરડા સાફ કરાવવા જોઈએ પછી આવા ડબલાનું વિતરણ કરવું. ગામજનો કહી રહૃાા છે કે અમારે કચરાનાં ડબલાની તો બહુ જરૂર નથી પહેલા ગામની જોઈએ. વડીયા શહેરમાં જયાં જુઓત્‍યાં ગંદકીનું સામ્રાજય જોવા  મળી રહૃાું છે. ખાસ કરીને વડીયાનાં પોસ વિસ્‍તાર એવા પીપળીયા નાકુ,બિલેશ્‍વર મંદિર, ઢોળવા નાકુ, બસ સ્‍ટેન્‍ડ, સુરગેશ્‍વર મંદિર, ગામ પંચાયતે બનાવેલ બસ સ્‍ટેન્‍ડમાં તો લોકો બેસી પણ શકતા નથી જયારે આ અંગે ગામનાં લોકો સરપંચ પતિને રજૂઆત કરવા જાય તો સરપંચ પતિ લાજવાને બદલે ગાજવા મંડે છે અને એ આમજ રહેશે એવો જવાબ લોકોને આપે છે. આજે વડીયા ચેમ્‍બર ઓફ કોમર્સનાં મિતુલભાઈ ગણાત્રા, અશ્‍વિનભાઈ મહેતા, જીજ્ઞેશભાઈ સોજીત્રા, ભરતભાઈ વઘાસીયા, મીહીરભાઈ સુમરા સહીતના વડીયા સરપંચ પતિ છગનભાઈ ઢોલરીયા સાથે ગામમાં ગામ પંચાયતના ખર્ચે એક ડબલાના રૂા.પ0 લેખે ખરીદી વિતરણ કરવામાં આવેલ. જાણવા મળતી વિગતો અનુસાર વડીયા ગ્રામ પંચાયતમાં સફાઈ કામદારોને છૂટા કરીને સ્‍વચ્‍છતા અભિયાન શરૂ કર્યુ. વડીયા શહેરની અંદર ટ્રેકટર ફેરવવાનું શરૂ કર્યુ. ગામની ગંદકી પબ્‍લિકને ઉઠાવીને ટ્રેકટરોમાં ભરવાની સફાઈ કામદારોને છૂટા કરીને સ્‍વચ્‍છતા અભિયાન કેમ થાય. ગામની અંદર ગટરો અને અમુક શેરીઓ તેમજ કુંવાઓમાં ગંદકીનાં ગજ જામ્‍યા છે. તો આ ગંદકી સાફ કરાવવી જોઈએ અને એક સરાહનીય કામગીરી પણ કરીજ છે જે દુકાને સ્‍વચ્‍છતા અભિયાન માટે કચરો ભરવાના ડબલા મુકાવ્‍યા પણ ગામના ઉકરડા પાણીનો વેડફાટમાં એ ઘ્‍યાન આપવું જોઈએ જે રોડ રસ્‍તા બન્‍યા છે તે રોડના પાણી લોકોના મકાનની અંદર ઘુસી જાય છે તેને લેવલકરાવવા જોઈએ. વડીયાનાં રહેણાંક વિસ્‍તારમાં લોકોનાં મકાનોમાં પાણી ઘુસી જાય અને લોકો બીમાર પડે તો ચોમાસા પહેલા રસ્‍તા લેવલ કરાવવા જોઈએ અને નવા રોડ બન્‍યા તે છ માસમાં જ ગાબડા પડયા તે રોડની કામગીરીઓમાં માત્રને માત્ર મલાઈનમાં ઘ્‍યાન નહિ પણ સિમેન્‍ટ રેતીમાં એ ઘ્‍યાન રાખવું જોઈએ અને જે કચરાનાં ડબલા મુકાવ્‍યા તે ડબલાઓનો કચરો સફાઈ કામદારો વગર કોણ ઉચકશે અને રોડ રસ્‍તા શેરી ગલીઓ કોણ સાફ કરશે. વડીયા શહેરમાં હજુ થોડો સમય આમ જ ચાલશે તો ગંદકીના ગંજ બાદ રોગચાળામાં ખદબદતા લોકો નજરે જોવા મળશે. જોકે વડીયા શહેરમાં અગાઉ સરપંચપતિ એ બીમાર લોકો માટે બે પલંગની વ્‍યવસ્‍થા કરી છે જે વડીયા ગ્રામપંચાયત સંચાલિત છે અને સ્‍મશાનમાં ખાટલીની પણ વ્‍યવસ્‍થા કરીછે. વડીયા શહેરમાં પાણીમાં ઐ કૈક પ્રોબ્‍લેમ હોઈ તેવું લોકો કહી રહૃાા છે જે ગોઠણના દુઃખાવાની તકલીફ થઈ રહી છે. જે ગંદકીના લીધે મચ્‍છરોનો ત્રાસ જોવા મળી રહૃાો છે. જો આ ઉકરડા અને શેરી ગલીની ગટરોની સફાઈ અંગે તાત્‍કાલિક કોઈ પગલા નહી લેવાઈ તો વડીયામાં બીમારી ઘર કરી જશે તેવો વેધક સવાલ અને ભય લોકોમાં પ્રસરી રહૃાો છે.

07-04-2018