Main Menu

Friday, April 6th, 2018

 

અમરેલીનાં કૌશિક વેકરીયાની ટેલીફોન સલાહકાર સમિતિમાં નિમણુંક

કેન્‍દ્રીય મંત્રી રૂપાલાની સૂચનાથી
અમરેલીનાં કૌશિક વેકરીયાની ટેલીફોન સલાહકાર સમિતિમાં નિમણુંક
ભાજપ પરિવારમાં આનંદની લાગણી
અમરેલી,  તા. પ
કેન્‍દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા દ્વારા ભારત સંચાર નિગમ લીમીટેડમાં જિલ્‍લા ભાજપ મહામંત્રી કૌશિક વેકરીયાની (ટીએસી) ટેલીફોન એડવાઈઝર કમીટીના સભ્‍ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. જે બદલ જિલ્‍લા ભાજપના તમામ નાના-મોટા કાર્યકર્તાઓ દ્વારા કૌશીક વેકરીયાને આ નિમણુંક બાબતે અભિનંદન પાઠવ્‍યા છે.

અમરેલીમાંથી વિદેશી દારૂ સાથે 1 ઈસમ ઝડપાયો

રૂા. ર6પ00નો મુદ્યામાલ કબ્‍જે લઈ કરી કાર્યવાહી
અમરેલી, તા. પ
અમરેલીનાં લક્કી ટ્રાવેર્લ્‍સનાં ખાંચામાં રહેતાં સુનિલ ઉર્ફ ભુરો બાબુભાઈ અમરેલીયા આજે પોતાના કબજામાં વિદેશી દારૂની બોટલ નંગ 49 તથા બિયર ટીન-ર0 કિંમત રૂા.ર6પ00નો લઈને નિકળતાં સીટી પી.આઈ. ગૌસ્‍વામીનાં માર્ગદર્શન નિચે ડી સ્‍ટાફનાં પી.ડી. પરમાર, હરેશભાઈ બાયલ, જગદિશભાઈ પોપટ, ગીરીરાજસિંહ તથા ડ્રાયવર રાજુભાઈ વગેરે વોચ ગોઠવી સુનિલને ઝડપી લીધો હતો જયારે એન.કે. ઉર્ફે મહેન્‍દ્રભાઈ નાશી છૂટતા તેમની શોધખોળ આદરી છે.

અમૃતવેલનાં ગરીબ પરિવારને સાંથણીની જમીન અપાતી નથી

અમરેલી, તા. પ
સા.કુંડલાનાં અમૃતવેલનાં કેશવભાઈ બગડાએ મામલતદારને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે સાવરકુંડલા તાલુકાની દોલતી ગામની જમીન સર્વે નં. 47 પૈકી 1 હેકટર 13-68-3પ વાળી સરકારી પડતર જમીન બાબતે જમીનની સાંથણી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ તે અન્‍વયે અમો અરજદાર ર્ેારા સાંથણીની જમીન ફાળવવા બાબતે અરજી કરેલ હોય જે અરજી અન્‍વયે અવાર નવાર આપની કચેરીમાં જમીન ફાળવવા બાબતે રજૂઆત કરેલ હોય આમ છતાં રજૂઆત ઘ્‍યાને લીધેલ ન હોય અને માત્ર કહેલ કે લેન્‍ડ કમીટીની મીટીંગ બોલાવવાની બાકી હોય જયારે મીટીંગ મળશે ત્‍યારે આપની અરજીનો નિર્ણય કરવામાં આવશે. અરજી કર્યાનો ઘણો સમય થયેલ હોય આમ છતાં અરજીનો કોઈ નિર્ણય આપેલ ન હોય લેન્‍ડ કમીટી વહેલી તકે બોલાવી અરજદારને વહેલી તકે ેસાંથણીની જમીન ફાળવવા અંતમાં માંગ કરેલ છે.

ખાંભાનાં સમઢીયાળા-ર ગામે લાકડી વડે માર મારી, ધમકી આપી

અમરેલી, તા. પ
ખાંભા તાલુકાનાં  સમઢીયાળા-ર ગામે રહેતા નગાજણભાઈ બાધાભાઈવાઘને તે જ ગામે રહેતાં ભગવાનભાઈ જીવાભાઈ વણજર સાથે જમીન અંગેનું મનદુઃખ ચાલતું હોય, તેથી ગઈકાલે સવારે સમઢીયાળા-ર ગામે ભગવાનભાઈએ બડીયા વડે માર મારી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ ખાંભા પોલીસમાં નોંધાઈ છે.

અમરેલી પાલિકાનાં વાહન ચાલકે બાઈકને હડફેટે લેતાં ચાલકને ઈજા

દૂધ દેવા જઈ રહેલ વ્‍યકિત દવાખાને પહોંચ્‍યો
અમરેલી, તા. પ
અમરેલીનાં બહારપરામાં સામુદ્રી માતાનાં મંદિર પાસે રહેતાં અને દૂધ વેંચવાનો વ્‍યવસાય કરતાં ગૌરવભાઈ મનુભાઈ રાજયગુરૂ નામનાં યુવાન ગઈકાલે સવારે 7 વાગે દુધ દેવા જતાં હતા ત્‍યારે અત્રેની લાઠી રોડ ઉપર આવેલ આર્ટસ કોલેજ પાસેથી પસાર થતાં હતા ત્‍યારે નગરપાલીકા- અમરેલીનાં વાહન નંબર જી.જે. 14 જી.એ. 0337નાં ચાલકે બુલેટ મોટર સાયકલ ઉપર બાંધેલા દૂધનાં કેન સાથે પાછળથી ભટકાવી દેતાં મોટર સાયકલ ચાલકને ઈજા કરી નૂકશાન કર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાઈ છે.

અમરેલીનાં સફાઈ કામદારે અન્‍યાય દૂર નહીં થાય તો આત્‍મવિલોપનની ચીમકી આપી

અનેક વખત રજૂઆત કરી છતાં ન્‍યાય મળતો નથી
અમરેલીનાં સફાઈ કામદારે અન્‍યાય દૂર નહીં થાય તો આત્‍મવિલોપનની ચીમકી આપી
પાલિકાનાં ચીફ ઓફિસરની કાર્યશૈલી સામે નારાજગી
અમરેલી, તા.પ
અમરેલીમાં રહેતા લાલજીભાઈ દોલતભાઈ વાળોદરાએ અમરેલી પાલિકાના મુખ્‍ય અધિકારીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્‍યું છે કે તા.ર9/3ના રોજ અમરેલી નગરપાલિકાના કર્મચારીઓને લઘુતમ વેતનધારા મુજબ વેતન આપવું આશ્રિતોને નોકરી આપવી, રાજય સરકારના પરિપત્ર પ્રમાણે રોજમદારોને કાયમી કરવા, કામદારોને સેફટી માટેના સાધનો આપવા સહિતના મુદે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે પાલિકા દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્‍યો હતો. શ્રમ અધિકારી દ્વારા પાલિકાને આપવામાં આવેલી સુચના મુજબ સફાઈ કામદારોને 38પ0 વેતન આપીને લઘુતમ વેતનધારાનો ભંગ કરવામાં આવે છે.
1પ દિવસમાં કાર્યવાહી કરીનેનગરપાલિકાએ શ્રમ આયુકતને રિપોર્ટ કરવા માટે સુચના આપવામાં આવી હતી. આમ છતાં પાલિકા દ્વારા સફાઈ કામદારોના પ્રશ્‍ને કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. 63 કાયમી સફાઈ કામદારોની જગ્‍યા ખાલી છે. તેમાં પણ નિમણૂંક અપાતી નથી. અનેક રજૂઆતો છતાં પણ કોઈ જ ઉકેલ ન આવતા તા.ર0મીએ અમરેલી નગરપાલિકા સામે આત્‍મ વિલોપન કરવાની ચીમકી આપવામાં આવી છે.

રાજુલામાં અકસ્‍માતે દાજી જતાં યુવતિનું સારવાર દરમિયાન મોત

અમરેલી, તા. પ
રાજુલા ગામે રહેતી દયાબેન કરશનભાઈ પરમાર નામની 18 વર્ષિય યુવતિ ગઈકાલે સાંજે પોતાના ઘરે રસોડાનાં દરવાજા બંધ કરી ચા બનાવતી હોય, અને અકસ્‍માતે તેણી આખા શરીરે દાજી જતાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેણીનું મોત થયાનું રાજુલા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

ખેરાનાં યુવકનું  દાજી જવાથી સારવાર દરમિયાન મૃત્‍યુ

અમરેલી, તા. પ
રાજુલા તાલુકાનાં ખેરા ગામે રહેતાં અને મજુરી કામ કરતાં વિનુભાઈ શંભુભાઈ ગુજરીયા નામનાં 3પ વર્ષિય યુવકે કોઈ અગમ્‍ય કારણોસર પોતાની મેળે કેરોસીન છાંટી સળગીજતાં તેમને સારવાર માટે પ્રથમ મહુવા અને વધુ સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડાયેલ જયાં તેમનું મોત થયાનું મરીન પીપાવાવ પોલીસમાં જાહેર થવા પામેલ છે.

અલ્‍ટ્રાટેક સીમેન્‍ટ કાું. નાં કોલસા કૌભાંડમાં પહેલાની જેમ ભીનું સંકેલાશે ?

રાજુલા, તા. પ
રાજુલા સ્‍થિત અલ્‍ટ્રાટેક સીમેન્‍ટમાં તાજેતરમાં કોલસા (પેટકોક) કૌભાંડમાં એફઆઈઆર દાખલ થયેલ અને આ સબંધે ધરપકડો પણ થયેલ હતી. પરંતુ આ કોલસા કૌભાંડ કેટલા સમયથી ચાલે છે ? આમાં કોણ કોણ સામેલ છે ? અને કોની છત્રાછયામાં આ કોલસા કૌભાડ કાર્યરત હતું ? તેવા સવાલો હજુ ઉભા રહેવા પામેલ છે.
અગાઉ પણ આવું જ કોલસા કૌભાંડ થયેલ. તેમાં પણ કેટલાક શખ્‍સોની ધરપકડ થયેલ પરંતુ પાછળથી આખું કૌભાંડ દબાવી દેવામાં આવેલ હતું. તેવી જ રીતે આ વખતેના કૌભાંડને પણ દબાવી દેવામાં આવે તેવી પુરી શકયતા દેખાય છે. જેથી આ કૌભાંડનાં ઊંડાણમાં જવાની તાતી જરૂરીયાત હોવાનું લોકોનું માનવું છે કે પછી આમાં પણ મોટા માથાઓ કૌભાંડને દબાવી દેશ ? તેવા સવાલો ઉભા થયેલ છે.

ચિત્તલમાં પ્રભારીમંત્રી ફળદુની ઉપસ્‍થિતિમાં તાલુકા ભાજપ ર્ેારા સ્‍થાપના દિનની ઉજવણી

તાલુકાનાં દરેક બુથ પર સ્‍થાપના દિનની થશે ઉજવણી
અમરેલી, તા. પ
તા. 6 એપ્રિલ શુક્રવારનાં રોજ ભારતીય જનતા પાર્ટીનો 39મો સ્‍થાપના દિવસ છે. દેશ ભરમાં ભાજપ સ્‍થાપના દિને આવકારવાં – ઉજવવા વિવિધ કાર્યક્રમો અને રેલીઓનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે અંતર્ગત અમરેલી તાલુકા ભાજપ ર્ેારા અમરેલી તાલુકાનાં ચિત્તલ ગામે ભાજપ સ્‍થાપના દિન નિમિત્તે ગૌરવકુચનું આયોજન કરાયુ છે. જેમાં અમરેલી તાલુકા ભાજપના હોદ્યેદારો, તાલુકા ભાજપ મોરચાના હોદ્યેદારો, દરેક બુથોમાંથી આવતા કાર્યકર્તાઓ – આગેવાનો – ભાજપના શુભેચ્‍છકો આ રેલીમાં જોડાશે તેમ તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્‍યામ ત્રાપસીયાએ  જણાવ્‍યું છે.
ભાજપ સ્‍થાપના દિને નિમીતે પ્રભારી મંત્રી આર.સી. ફળદુ અને અમરેલી તાલુકાનાં પ્રભારી કૌશીક વેકરીયા તેમજ મહાનુભાવો જાહેર સભા સંબોધી કાર્યકર્તાઓને 39માં ભાજપ સ્‍થાપના દિને શુભેચ્‍છા સંદેશ આપશે. ત્‍યારપછી ગૌરવકુચ રેલી ચિતલ ગામની સગર સમાજ જ્ઞાતીની વાડીથી સવારે 10:30 કલાકે પ્રભારી મંત્રી આર.સી. ફળદુ આ ગૌરવ કુચ રેલીને લીલી ઝંડી આપીને રેલીનું પ્રસ્‍થાન કરાવશે. જેમાં ડી.જે. સાઉન્‍ડ અને દેશ ભકિતના માહોલ સાથે ગૌરવકુચ રેલી ગામનાંવિવિધ માર્યો ઉપર ફરશે અને ચોકમાં આવતી મહાનુભવોની પ્રતિમાને પુષ્‍પહાર અને નમન કરશે. તેમ તાલુકા ભાજપના મહામંત્રી સુરેશ પાથર અને રણજીતભાઈ વાળાની યાદીમાં જણાવાયું છે.

દો સિતારો કાં જમી પર મિલન

સાવરકુંડલાનાં ફિફાદ ગામે યોજાયેલ સમુહ શાદી કાર્યક્રમમાં પીર સૈયદ પૂ. દાદાબાપુ કાદરી તેમજ સુપ્રસિઘ્‍ધરામાયણી પૂ. મોરારિબાપુ ઉપસ્‍થિત રહૃાા હતા. અને અનેરો સંગમ સર્જાતા સૌ કોઈ હરખઘેલા થયા હતા.

પાની રે પાની : બાબરામાં પીવાના પાણીને લઈને પરેશાની

પાલિકા દ્વારા નિયમિત પાણી વિતરણ ન થતાં દોડાદોડી શરૂ થઈ
પાની રે પાની : બાબરામાં પીવાના પાણીને લઈને પરેશાની
શહેરીજનો રોજબરોજનાં કાર્યો પડતા મૂકીને પાણી મેળવવા આમથી તેમ ભટકે છે
બાબરા, તા.પ
બાબરા શહેરમાં નગરપાલિકાની બેદરકારીના કારણે લોકોને પીવાના પાણી માટે મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહયો છે. અહીં શહેરમાંઆવેલ નગરપાલિકાનો પમ્‍પહાઉસની મોટર બંધ થઈ જતા મોટાભાગના વિસ્‍તારમાં પાણીનું વિતરણ અનિયમિત થયું છે.
બાબરા શહેર નગરજનોને છેલ્‍લા એક સપ્‍તાહથી પીવાનું પાણી નિયમિત ન મળતા લોકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડી           રહયો છે.
પીવાનું પાણી મેળવવા લોકોને પરિવાર સાથે શહેરમાં આમતેમ ભટકવું પડે અહીં ધંધો રોજગાર બંધ રાખી પરિવાર સાથે લારીમાં પાણી ભરવાની નોબત લોકોને આવી છે. છતે પાણીએ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહયા છે. નગરપાલિકાના પાણી પુરવઠાના ઋષભભાઈ રાવળના જણાવ્‍યા અનુસાર અહીં પમ્‍પહાઉસમાં પાંચ ઈલેકટ્રોનિક મોટર આવેલી છે જેના વડે પાણીનું પમ્‍પીંગ કરી વિતરણ કરવામાં આવે છે પણ હાલ ચાર મોટર ખોટવાઈ જતા રીપેરીંગ અર્થે મોકલી આપેલ છે. માત્ર એક મોટરના સહારે પાણીનું વિતરણ કરવામાં આવી રહયું છે. જેના કારણે લોકોને પુરતા સમય પાણી મળતું નથી. હાલ શહેરમાં એકાતરા ચાર એમ.એલ.ડી. પાણીનું વિતરણ કરવામાં આવી રહયું છે પણ મોટર ખોટવાઈ જતા ચાર દિવસે પાણી મળી રહયું છે. જોકે નગરપાલિકા દ્વારા જણાવ્‍યું છે થોડા દિવસોમાં મોટર રીપેરીંગ થઈ જશે અને નવી મોટર પણ ખરીદી કરવામાં આવશે માટે કાયમી પ્રશ્‍નનો નિવારણ આવશે.

લાઠીમાં રાજવી કવિ કલાપી એવોર્ડ એનાયત કાર્યક્રમ યોજાયો

ભવાની જેમ્‍સના મનજીભાઈ ધોળકીયા હરેકૃષ્‍ણ રાજવી કવિ કલાપી એવોર્ડ-ર018 રાજેશ વ્‍યાસ (મિસ્‍કિન) અમદાવાદ અને ક્રાંતિ મડીયા કલા એવોર્ડ લોકસાહિત્‍યકાર વલ્‍લભભાઈ રીબડીયા શાયરને મોરારિબાપુના વરદહસ્‍તે એનાયત કરાયા લાઠી શહેરની સંઘવી કન્‍યા શાળા ખાતે બપોરના રઃ30 કલાકે રાજવી કવિ એવોર્ડ અર્પણ સમારોહમાં અનેકો નામી અનામી કલા સાહિત્‍ય રસિકોની વિશેષ ઉપસ્‍થિતિમાં આરાધન ચેરીટેબલ ટ્રસ્‍ટનું સુંદર આયોજન સારસ્‍વતો દ્વારા મનનીય વકતવ્‍ય સામાજિક, ધાર્મિક, સ્‍વૈચ્‍છિક રાજસ્‍વી ક્ષેત્રના અનેકો મહાનુભાવોની વિશાળ હાજરીમાં કલા સાહિત્‍ય વિદ્યમાન સર્જન ક્ષેત્રે વિશેષ પ્રદાન બદલ પ્રતિવર્ષ એનાયત થતા કલાપી એવોર્ડ સમારોહને ભવ્‍ય સફળતા મળી હતી.

સાવરકુંડલાનાં વોર્ડ નં.8 માં પાલિકા દ્વારા નવો દાર બનાવાયો

ભાજપનાં આગેવાનોની રજુઆત બાદ
સાવરકુંડલાનાં વોર્ડ નં.8 માં પાલિકા દ્વારા નવો દાર બનાવાયો
સાવરકુંડલા,  તા. પ
સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નં. 8 ના વિસ્‍તારોમાં પીવાના પાણીનો પ્રશ્‍ન હલ કરવા કોંગી શાસકોએ નવો દાર બનાવી આપતા પ્રજામાં ખુશી જોવા મળેલ છે.
આ અંગેના મળતા અહેવાલ કે સાવરકુંડલા નગર પાલિકા વોર્ડ નં.8 માં પીવાના પાણીની વિકરાળ સ્‍થિતી ઉભી થઈહતી. તે અંગે હરિભાઈ ભરવાડ અને રજાક ભટ્ટીએ સાવરકુંડલા કોંગ્રેસી નગરપાલિકાનાં સત્તાધીશોને રજુઆત કરતા કોંગી શાસકોએ પક્ષાપક્ષીથી દુર રહી માનવતાના નાતે પાલિકા પ્રમુખ કુંદનબેન અઢિયા, ઉપપ્રમુખ નાસીરભાઈ ચૌહાણ અને કારોબારી ચેરમેન કીરીટભાઈ દવેએ વોર્ડ નં.8 ના વિસ્‍તારોની જાત નિરીક્ષણ કરી તાત્‍કાલીક અસરથી પીવાના પાણીનો પ્રશ્‍ન હલ કરવા નવા દાર બનાવવાનું આયોજન કરી નવો દાર બનાવી આપતા વોર્ડ નં.8 ના વિસ્‍તારોમાં પીવાના પાણીનો પ્રશ્‍ન એક ઝટકે હલ તો કરી દીધો પણ સાથો સાથ કોંગ્રેસી પાલીકાના સતાધીશોની સરાહનીય સાથે પ્રસંશા પણ થવા લાગી છે.

નાની કુંકાવાવમાં લાયન્‍સ કલબ અમરેલી ર્ેારા રકતદાન કેમ્‍પ યોજાયો

અમરેલી જિલ્‍લાનાં નાની કુંકાવાવ ગામમાં સોરઠિયા પરિવાર ર્ેારા શ્રીમદ્ય ભાગવત સપ્‍તાહનું આયોજન કરવામાં આવ્‍યું છે. તા. 01-04-ર018થી શરૂ થયેલી ભાગવત સપ્‍તાહ 07-04-ર018 સુધી ચાલશે. આ કથાનાં યજમાન પદે બાવચંદભાઈ પોપટભાઈ સોરઠિયા, વલ્‍લભભાઈ રાજાભાઈ સોરઠિયા અને રામજીભાઈ રાણાભાઈ સોરઠિયા છે. આ સપ્‍તાહમાં નાની કુંકાવાવ સહિત આસપાસનાં અને દૂર દૂરથી ભાવિકો આવી રહૃાાં છે. આ સપ્‍તાહ અંતર્ગત અમરેલીની સેવાભાવી સંસ્‍થા લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) ર્ેારા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજનકરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પમાં 6પ બ્‍લડની બોટલ એકઠી થઈ હતી. ઉલ્‍લેખનીય બાબત એ પણ છે કે પ0થી વધુ રકતદાતાઓનું રકતદાન સમયનાં અભાવે અને બ્‍લડ લેવાની વ્‍યવસ્‍થા ન હોવાથી લઈ શકવામાં નહોતું આવ્‍યું. ગામવાસીઓએ લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ની આ સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી અને ગ્રામજનોએ કહૃાું હતું કે જો સેવાકીય સંસ્‍થાઓ આ રીતે નિઃસ્‍વાર્થ ભાવે કાર્યકરે તો અનેક સમસ્‍યાઓનું સમાધન ઘરબેઠા જ થઈ જાય તેમ છે. લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ વસંત મોવલિયાએ જણાવ્‍યું હતું કે, અમારી સંસ્‍થાનો એક જ મુદ્રાલેખ છે કે વધુમાં વધુ સમાજને કંઈ રીતે ઉપયોગી થઈ શકાય. રમતનું ક્ષેત્ર હોય કે શિક્ષણનું ક્ષેત્ર અમારા દરેક સદસ્‍યો સેવાના ક્ષેત્રમાં મહેનત કરવા તત્‍પર હોય છે. નાની કુંકાવાવમાં થયેલા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં અનેક દાતાઓએ ભાગ લીધો અને કેમ્‍પને સફળ બનાવ્‍યો તે બદલ આભાર. આ પ્રસંગે લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ વસંત મોવલિયા સહિત લાયન્‍સ સદસ્‍યો રમેશ કાબરીયા, મુકેશ કોરાટ, દિનેશ કાબરિયા, સુરેશ દેસાઈ, અરૂણ ડેર, રાહુલ ઘાડિયા, નાનજી મોવલિયા, જયસુખ ઢોલરિયા, અરવિંદ  ઢોલરિયા, હિતેશ આગોલા, અશોક મકાણી, ભીમજી વાડદોરિયા અને અશ્‍વિન ખુંટ હાજર રહૃાા ંહતાં.

અવસાન નોંધ

અવસાન નોંધ
ચલાલા : ચલાલા ગુ.ક્ષ.ક. સમાજના નરેશભાઈ મનુભાઈ સોંડીગલા તે જગદીશભાઈ, જીતુભાઈ, હરેશભાઈના પિતાજી મનુભાઈ ટપુભાઈ સોંડીગલા (ઉ.વ.81)નું તા.પ/4ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જે હિંમતભાઈ ટપુભાઈ સોંડીગલા અમરેલી તથા દલસુખભાઈ તથા ધીરૂભાઈના મોટા ભાઈ થાય તથા મયુર, પ્રકાશ, પિયુષના મોટા બાપા જેનું પાણી ઢોળ તા.17/4ને સોમવારના રોજ રાખેલ છે.
જાફરાબાદ : જાફરાબાદ નિવાસી શોભનાબેન ચેતનભાઈ વ્‍યાસ (ઉ.વ.48) તે વિનોદરાય વ્‍યાસના પુત્રવધુ, વિપુલભાઈ, જીજ્ઞેશભાઈ તથા નિલાબેનનાં ભાભી તેમજ દિક્ષાના મમ્‍મીનું તા.4ના રોજ અવસાન થયેલ છે.

ધાતરવડી નદી પર પુલ બનાવવામાં દે ધનાધનનો આક્ષેપ

પંચાયતનાં માર્ગ મકાન વિભાગનાં અધિકારીઓની મીઠ્ઠી નજર તળે
ધાતરવડી નદી પર પુલ બનાવવામાં દે ધનાધનનો આક્ષેપ
નબળા બાંધકામને લીધે પુલ પરથી વાહન ચલાવવાનું મુશ્‍કેલ બની રહૃાું છે
અમરેલી, તા. પ
ખાંભાનાં આરટીઆઈ એકટીવીસ્‍ટ ભીખુભાઈ બાટાવાળાએ મુખ્‍યમંત્રીને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, ભ્રષ્ઠાચારનાં પર્યાય બનેલ અમરેલી જીલ્‍લાનાં માર્ગ મકાન પંચાયત ઘ્‍વારા ખાંભા પીપળવા રોડ ઉપર મોભનેસ ડેમ પાસે ગીર તથા સાત-આઠ ગામને જોડતા પુલના કામમાં લાખો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર આચરી પ્રજાના ટેક્ષરૂપી રૂપિયાચાઉં કરવાનું મહા કૌભાંડ આચરાયું હોય તેમ છ મહિના પહેલા બાંધેલા પુરના પાયાથી લઈ બીમ કોલમ અને સીસી કામમાં ગાબડા પડી જવા સાથે પુલના સ્‍લેબના કામમાં માટીવાળી રેતી, માટીવાળી કપચી અને હલકી ગુણવત્તાવાળી પ્‍લાન એસ્‍ટીમેન્‍ટમાં જણાવ્‍યા કરતા ઓછી માત્રામાં સીમેન્‍ટ વાપરી પુલના સ્‍લેબમાંથી સળીયા ઉખડી ભોંમાથી ભાલા ઉભા થયા હોય તેમ પુલ ઉપર ઉભા થવાથી વાહન ચલાવવામાં અગવડ સાથે ટાયરમાં પંચર તેમજ રાહદારીના પગમાં વાગવા જેવા બનાવો બને છે. આ વિસ્‍તારમાં રહેતા એશીયાટીક લાયનો સહિતના વન્‍ય પ્રાણીઓ પણ આ પુલનો આવાગમન માટે ઉપયોગ કરતા હોય તેઓના પગને ઈજા પહોંચવા સંભવ હોવા સાથે મોભનેસ, પીપળવા, ગીદરડી, ભાણીયા, તાતણીયા તેમજ ગીરમાં રહેતા માલધારીઓના નેસમાં જવાનો આ એકમાત્ર પુલ હોવાથી ઉપરોકત ગામનાં લોકોને પણ ભારે અવગડતાનો સામનો કરવો પડે છે.
વધુમાં જણાવેલ છે કે, લાખો રૂપિયા ચાઉં કરનાર માર્ગ મકાન પંચાયતના આ પુલ બાંધવામાં ભ્રષ્‍ટાચાર આચરનારા અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્‍ટ્રાકટર ઘ્‍વારા આ પુલ ઉપર ડામરના થીગડા મારીને અને જરૂર જણાય ત્‍યાં સીમેન્‍ટના થીગડા મારી કરાયેલા ભ્રષ્‍ટાચાર છુપાવવા અને પોતાના દામન બચાવવા પુલના કામમાં સુધારો કરવાનો અને રીપેરીંગ કરવાનો હુકમ કરેલ હોય.
આપુલના નબળા કામની તપાસ કરી માર્ગ મકાન પંચાયત અમરેલીના કાર્યપાલક ઈજનેર, નાઈબ કાર્યપાલક ઈજનેર, એસઓ સહિતનાં ભ્રષ્‍ટાચારીઓને સસ્‍પેન્‍ડ કરવા અને તમામ પોસ્‍ટ ઉપર કાર્યદક્ષ અને પ્રમાણીક અધિકારીઓ/કર્મચારીઓની નિમણુંક કરવા સાથે ખાંભાના મોભનેસ ગામે ભ્રષ્‍ટાચાર આચરી બનાવેલા પુલની તપાસ ગાંધીનગરથી પ્રમાણિક અને કાર્યદક્ષ કડક અધિકારી ઘ્‍વારા તપાસ કરવામાં આવે ત્‍યારે અરજદારને પણ તપાસના સ્‍થળે સાથે રાખવા જેથી અમો આચરેલ ભ્રષ્‍ટાચારના વીડિયો-ફોટા તથા અન્‍ય પુરાવા પુરા પાડી શકીએ.
ભય-ભુખ અને ભ્રષ્‍ટાચાર દુર કરવાના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના સુત્રને સાર્થક કરવા માર્ગ મકાન પંચાયતના કર્મચારી સામે પગલા લેવા જરૂરી છે. તેમ અંતમાં જણાવેલ છે.

06-04-2018