Main Menu

Thursday, April 5th, 2018

 

હદ થઈ : સાવરકુંડલામાં તસ્‍કરો મહાકાય ટ્રકની ચોરી કરી લઈ ગયા

અમરેલી, તા. 4
સાવરકુંડલા ગામે રહેતાં અહમદભાઈ હમીદભાઈ સૈયદનાં હવાલાવાળો ટોરસ ટ્રક નંબર જી.જે.1ર વાય 8367 કિંમત રૂા.3 લાખનો કોઈ અજાણ્‍યા ઈસમ ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં નોંધાતા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

અમરેલીનાં નવનિયુકત કલેકટર સામે અનેક પડકારો

ગૌ-ચરમાંથી દબાણ દુર કરાવવા સહિતની અનેક કામગીરી કરવી પડશે
અમરેલીનાં નવનિયુકત કલેકટર સામે અનેક પડકારો
રેશનિંગ દુકાનો, મઘ્‍યાહનભોજન, રેતીચોરી સહિતની વિટંબણાઓ જોવા મળી રહી છે
જિલ્‍લામાં પીવાનાં પાણીની સમસ્‍યા પણ વિકરાળ બનવાની છે તે પણ નકકી છે
અમરેલી, તા. 4
અમરેલીનાં નવનિયુકત કલેકટર પર જિલ્‍લાનાં અણઉકેલ પ્રશ્‍નોનુંનિરાકરણ કરવાનો પડકાર જોવા મળી રહૃાો છે. અગાઉનાં કલેકટર કામનાં ભારણને લીધે સરકારી અને ગૌચર જમીનમાંથી દબાણ દુર કરાવી શકયા નથી કે ખનીજ ચોરી કે રેશનિંગનાં અનાજનાં કાળાબજાર પર રોક લગાવી શકયા ન હોય નવનિયુકત કલેકટર પર જનતા જનાર્દનને અનેક અપેક્ષાઓ છે.
અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા પાંચ વર્ષથી ખનીજ ચોરીનું પ્રમાણ વધી રહૃાું છે. તો ગૌ-ચર અને સરકારી જમીન પરથી છેલ્‍લા 3 દાયકાથી દબાણ દુર કરવામાં આવ્‍યું ન હોય ભુમાફીયાઓ બેખૌફ બની ગયા છે. તો રેશનિંગ જથ્‍થાનું કાળાબજારમાં વેચાણ થઈ રહૃાું છે તો પેટ્રોલપંપ પર ઉઘાડી લુંટ કરવામાં આવી રહી છે.
તદઉપરાંત જિલ્‍લામાં પીવાનાં પાણીની સમસ્‍યા પણ ક્રમશઃ વિકરાળ બની રહી હોય નવનિયુકત કલેકટર આઈએએસ અને યુવા હોવાથી તેઓ જિલ્‍લાની સમસ્‍યાનું નિરાકરણ લાવે તેવી અપેક્ષા જિલ્‍લાની જનતા સેવી રહી છે.

અમરેલી જિલ્‍લાના મઘ્‍યાહૃન ભોજન યોજનાના બાળકો ભોજનથી વંચિત રહેશે

પુરવઠા નિગમ અને કલેકટર કચેરીની ભાગ બટાઈમાં
અમરેલી જિલ્‍લાના મઘ્‍યાહૃન ભોજન યોજનાના બાળકો ભોજનથી વંચિત રહેશે
શિક્ષણ બાદ હવે સંલગ્ન યોજનામાં પણ દે-ધનાધન
અમરેલી,  તા. 4
સરકારી પ્રા.શાળામાં ચાલતા મઘ્‍યાહૃન ભોજન યોજનાનાં બાળકોને ભોજન આપવા માટે નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખાદ્ય જથ્‍થો જેવો કે ઘંઉ, ચોખા, દાળ, દેશીચણા અને તેલ પુરો પાડવામાં આવે છે. અમરેલી જિલ્‍લાના ખાંભા તાલુકામાં મામલતદાર ખાંભા દ્વારા તા.ર/4/ર018ના રોજ ઓનલાઈન પરમીટ ઈસ્‍યુ કરી, વ્‍યાજબી ભાવની દુકાને મઘ્‍યાહૃન ભોજન માટેનો અનાજનો જથ્‍થો મેળવવા કાર્યવાહી કરેલ પરંતુ નાગરિક પુરવઠા નિગમ અને કલેકટર કચેરીની મીલી ભગત અને જાણી જોઈને ઉભી કરેલી વહીવટી ગુંચના કારણે આજે મઘ્‍યાહૃન ભોજન યોજના માટેનો ખાદ્ય જથ્‍થો હજુ સુધી કેન્‍દ્રો પર પહોંચેલ નથી. અને બાળકોને ભોજનથી વંચીત રાખવાનીપરિસ્‍થિતિનું નિમાર્ણ થયેલ છે. અમરેલી જિલ્‍લા મ.ભો.યો. કર્મચારી મંડળના પ્રમુખ હસુભાઈ જોષી સતત બે દિવસથી મામલતદાર ખાંભા અને નાયબ કલેકટર કચેરી મ.ભો.યો. અમરેલીને વારંવાર રજુઆત કરવા છતાં બાળકોને ભોજન આપવાની યોજનામાં અધિકારીઓને રસ ન હોય માત્ર નાગરિક પુરવઠા નિગમ અને કલેકટર કચેરીને જથ્‍થાના કોન્‍ટ્રાકટમાં કયાં મલાઈ મળે છે. અને અમારા ભાગે શું આવે છે. તે જ ઘ્‍યાનમાં રાખી બાળકોને ભોજનનું જે થવું હોય તે થાય, અમારા વહીવટનું પેલા કંઈક થાવું જોઈએ એવી રીતીનીતીથી કામગીરી કરતા હોય, ગરીબ અને શાળામાં ભોજન લેતા બાળકોની તેમને કોઈ ચિંતા નથી. તા.31/3/ર018ના રોજ પુરવઠા નિગમ તરફથી અનાજ પહોંચાડવાનો કોન્‍ટ્રાકટ પુરો થતો હોય તે વાતથી વહીવટી તંત્ર પુરી રીતે વાકેફ હોય, મ.ભો.યો.નો જથ્‍થો સમયસર મળે તેવી કોઈપણ જાતની તકેદારી કે દરકાર કર્યા વગર ગંભીર પ્રકારની બેદરકારી દાખવેલ છે. અને તા.6 તથા 7 ના રોજ શાળામાં ગુણોત્‍સવ માટે મ.ભો.યો.ના સંચાલકોને સમયસર અને મેનું મુજબની રસોઈ બનાવી પીરસવા કમીશ્‍નર ગાંધીનગરની કચેરી તરફથી સુચના થયેલ છે. અને ખાંભા તાલુકાના નાગરિક પુરવઠા નિગમ પાસે પુરતા પ્રમાણમાં જથ્‍થો ઉપલબ્‍ધ હોવા છતાં મામલતદાર ખાંભા કે નાયબ કલેકટર મ.ભો.યો. અમરેલીએ જથ્‍થોસમયસર કેન્‍દ્રો પર પહોંચે તેવું આયોજન કરેલ નહી હોવાથી બાળકોને ગુણોત્‍સવ દરમ્‍યાન ભોજન આપી શકાશે નહી. એમ હસુભાઈ જોષીની યાદી જણાવે છે.

કોંગ્રેસનાં પાપે ‘‘જાળીયા” ગામનું તળાવ ઉંડુ ઉતારાયુ નથી : પ્રાગજીભાઇ હિરપરા

જિલ્‍લા ભાજપનાં પૂર્વ પ્રમુખ પ્રાગજીભાઇ હિરપરાનો આક્ષેપ
કોંગ્રેસનાં પાપે ‘‘જાળીયા” ગામનું તળાવ ઉંડુ ઉતારાયુ નથી : પ્રાગજીભાઇ હિરપરા
કોંગી ધારાસભ્‍ય અને જિલ્‍લા પંચાયતનાં શાસકો પર કર્યા શાબ્‍દિક પ્રહારો
અમરેલી, તા. 4
અમરેલી નજીક આવેલ જાળીયા ગામનાં તળાવની મરામતને લઇને જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ પ્રાગજીભાઈ હિરપરાએ કોંગી આગેવાનો અને ધારાસભ્‍ય પર શાબ્‍દિક પ્રહારો કર્યા છે.
તેઓએ એક નિવેદનમાં જણાવેલ છેકે, જાળીયા ગામથી ઉત્તર દીશાએ આવેલું તળાવ ગામને આશિર્વાદ રૂપ છે. ચોમાસામાં એક વખત ભરાય એટલે આખુ વર્ષ ગામને પીવાના પાણીનો પ્રશ્‍ન રહેતો નથી, પણ સરકારે સાડા ત્રણ લાખ રૂપિયા જેટલી ગ્રાન્‍ટ મંજુર કરી છે પણ આ કોંગ્રેસની જિલ્‍લા પંચાયતના કયા કબાટમાં મંજુર થયેલુ કામ અટવાઇ ગયું છે. ને કેવી રીતે અટવાઇ ગયુ છે. તે બહાર નીકળી શકતુ નથી. તા. ર4/6/18ના રોજ ત્રણ વર્ષ થશે.
ગ્રામજનો રાહ જોઇ જોઇને થાકયા છે, પણ વિકાસને ગાંડો કહેનારા આ કોંગ્રેસના મિત્રો, પદાધિકારીઓ સરકારે મંજુર કરેલા કામોને લોકો સુધી કયારે પહોંચાડશે ને વિકાસને ગાંડો કરવાની પોતાની પઘ્‍ધતિનો અનુભવ કરાવશે તેની રાહ ગામ જોવે છે.
વધુમાં જણાવેલ છે કે, ધારાસભ્‍યને અનેક વખત રજુઆત કરવામાં આવેલ છે. હું રજુઆત કરી કરીને થાકી ગયો છું, પણ બધી જ રજુઆત બહેરા કાને અથડાય છે.
જવાબમાં કહે છે કે, આ તમારી ભાજપની સરકાર અમારૂ સાંભળતી જ નથી, ને અમારા એકપણ કામ કરતી નથી, મારે તમને પૂછવું છે કે, સરકાર તમારી વાત સાંભળતી નથી, તમારા એકપણ કામ કરતી નથી તો, તરવડા, બાબાપુર, જાળીયાના બની ગયેલા પુલને તેના ઉદ્‌ઘાટન અને ખાતમુર્હુત કરવા તમે હડીયાપાટી કરો છો, તો તમારી રજુઆતથી આવડી મોટી ગ્રાન્‍ટ સરકારે ફાળવીદીધી ? મંજુર થયેલા કામો તમારી જ જિલ્‍લા પંચાયત છે, છતાંપણ કરાવી શકતા નથીને ઉદ્‌ઘાટન, ખાતમુર્હુત કરવા તો   નિકળી પડો છો.
જરા શરમ કરો… શરમ કરો.. હમણા સરકારે સાતલી સિંચાઇ યોજના મંજુર કરી ત્‍યારે પણ તમારા જ કોંગ્રેસના મિત્રો જશ ખાટવા અનેક નુસખા કરે છે. બસ તમારે આવોજ વિકાસને ગાંડો કરવાનો છે. તેમ અંતમાં જણાવેલ છે.

લ્‍યો બોલો : ઉધાર આપવાની ના પાડતા વેપારી પર હુમલો કર્યો

એક મહિલા સહિત 3 સામે ફરિયાદ
અમરેલી, તા. 4
રાજુલામાં રહેતાં સજાદઅલી દાઉદભાઈ વસાયાની દુકાને સામાવાળા ઉધાર વસ્‍તુ લેવા જતાં આ દુકાનદારે જુના ઉધાર પૈસા બાકી હોય તેની ઉઘરાણી કરી ઉધાર આપવાની ના પાડતાં સામાવાળા ગોપાલ ભરતભાઈ, કાન્‍તી ઉર્ફે બીડી તથા સવિતાબેને ઉશ્‍કેરાઈ જઈ દુકાનદારને મુંઢ માર મારી અને મોટરસાયકલ તેમજ દુકાનમાં તોડફોડ કરી નૂકશાન કર્યાની ફરિયાદ રાજુલા પોલીસમા ં નોંધાવી છે.

પીપાવાવ પોર્ટ નજીક ગેસનાં ટાંકામાં ફરજ બજાવતા ચાલકનું શંકાસ્‍પદ મોત

મૃતદેહને ભાવનગર ખાતે ખસેડાયો
રાજુલા,  તા. 4
એલ.પી.જી ગેસના ટાંકામાં નોકરી કરતા આધેડનો મૃતદેહ આજે પોતાના ટ્રકમાંથી મૃત હાલતમાં મળતા ચકચાર જાગી છે. મુળ હિમાચલ પ્રદેશના રહેવાસી રાઘેન્‍દ્રસિંહ ગત તા.3/4 ના રોજ પીપાવાવ પોર્ટ ખાતે અમન કેરીયરનો ગેસનો ટાંકો લઈ ને પીપાવવા પોર્ટમાં ખાલી કરવા આવ્‍યા હોય રાત્રીના ગેસ ખાલી થઈ શકે તેમ નાં હોય જેથી તેઓ જમીને રાત્રીનાં ટ્રકના કેબીનમાં સુઈ ગયા હતા. ત્‍યારે આજે સવારે બીજા ટાંકાવાળા જગાડવા ગયેલ હોય ત્‍યારે તેઓ જાગેલ ન હતા.
જાણવા મળતી વિગત મુજબ આ ટ્રક ડ્રાઈવરને જગરૂપસિંહ નામનો ડ્રાઈવર જયારે જગાડવા ગયો ત્‍યારે રાઘેન્‍દ્રસિંહ ઉંધો પડયો હતો ને મોઢામાં ફીણ આવી ગયા હતા. આ બનાવની જાણ પીપાવાવ મરીન પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્‍થળે દોડી જઈને રાજુલા જનરલ હોસ્‍પિટલ ખાતેલાવ્‍યા હતાં પરંતુ આ મોત શંકાસ્‍પદ હોય જેથી પોલીસ દ્વારા ભાવનગર ખાતે ફોરેન્‍સીક લેબમાં મોકલી આપેલ, કયાં કારણે મોત થયું તે સ્‍પષ્‍ટ થયેલ નથી. લેબ રીપોર્ટ આવ્‍યા બાદ આ બનાવ સ્‍પષ્‍ટ થશે. વધુ તપાસ મરીન પોલીસ ચલાવી રહી છે.

આંબા ખાતે થયેલ લોન કૌભાંડનું પ્રકરણ ભીનું સંકેલાયું

અબજો રૂપિયાનાં કૌભાંડ થતાં હોય ત્‍યાં રૂપિયા પ લાખનાં કૌભાંડની તપાસ શું કરવી
આંબા ખાતે થયેલ લોન કૌભાંડનું પ્રકરણ ભીનું સંકેલાયું
આમ આદમીને રૂપિયા 10 હજારની લોન લેવામાં પગે પાણી ઉતરે અને મગરમચ્‍છને મસમોટી લોન મળે છે
અમરેલી, તા. 4
લીલીયા નજીક આવેલ આંબા ખાતેની સૌરાષ્‍ટ્ર ગ્રામીણ બેન્‍કમાંથી ભાવનાબેન મહેતા નામની મહિલાએ જુદી-જુદી અર્ધો ડઝન સખી મંડળનાં નામે રૂપિયા પ લાખની લોન ઉપાડી લીધાની ઘટનાએ મીડિયા જગતમાં ચકચાર જગાવી છે. છતાં પણ આ પ્રકરણમાં કોઈ તપાસ કરવામાં આવતી નથી.
વિગત એવા પ્રકારની છે કે, આંબા ખાતેની ઉપરોકત બેન્‍કમાંથી આંગણવાડી વર્કરે જુદા-જુદા 6 સખી મંડળનાં નામે જુદી-જુદી રકમની લોન મળી કુલ રૂપિયા પાંચ લાખ જેવી રકમ ઘરભેગી કરી દીધી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આમહિલાનું ગત વર્ષે યશોદા એવોર્ડથી સન્‍માન પણ કરવામાં આવ્‍યું હતું.
સૌરાષ્‍ટ્ર ગ્રામીણ બેન્‍કનાં કર્મચારીની મિલીભગત વગર લોન કૌભાંડ થયું મુશ્‍કેલ છે. છતાં પણ ગ્રામીણ બેન્‍કનાં ઉચ્‍ચ અધિકારીઓ કૌભાંડની તપાસ કરવામાં શરમ અનુભવી રહૃાા હોય બેન્‍કની વિશ્‍વસનીય પર પ્રશ્‍નાર્થી ઉભો થઈ રહૃાો છે.

અમરેલીમાં રીક્ષાચાલક પર 4 શખ્‍સોએ કર્યો હુમલો

અમરેલી, તા. 4,
અમરેલીનાં કસ્‍બાપા વિસ્‍તારમાં રહેતાં અને રીક્ષા ડ્રાયવર તરીકે કામ કરતાં અબ્‍દુલભાઈ ઉંમરભાઈ બ્‍લોચ રીક્ષાનું ભાડું લઈ અને બહારપરામાં ગયેલા ત્‍યારે તે વિસ્‍તારમાં રહેતાં ઈમરાનભાઈ તથા 3 અજાણ્‍યા ઈસમોએ તેમને ઉશ્‍કેરાઈ જઈ ઢીકાપાટુનો માર મારી ઈજા કર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાવી છે.

અમરેલીમાં યુવકને મધમાખીએ ડંખ મારતા સારવારમાં ખસેડાયો

અમરેલી, તા. 4
અમરેલીમાં રહેતાં સાહીલ ઈકબાલભાઈ બીલખીયા નામનાં 18 વર્ષિય યુવાન બપોરે ર વાગ્‍યાનાં સમયે કુંકાવાવ રોડ ઉપર આવેલ પાણીની ડંકીએ હાથ-પગ ધોવા માટે ગયેલા ત્‍યારે પાણીની ડંકી નજીક રહેલ એક મધમાખીએ દંશ મારતાં તેમને ચક્કર આવવા તથા ઉબકા-ઉલ્‍ટી થવા લાગતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલછે.

સાવરકુંડલામાં કેબલ તોડી રૂપિયા 6પ હજારનું નુકશાન

અમરેલી, તા. 4
રાજુલા ગામે રહેતાં વિમલભાઈ કાંતીભાઈ ત્રિવેદી સાવરકુંડલા ગામે જી.ટી.પી.એલ. ટીવી નેટવર્કનું કામકાજ ધરાવતાં હોય તેઓએ સાવરકુંડલા ગામે લગાવેલ કેબલ વાયર તથા બોક્ષને ઈંગોરાળા ગામે રહેતાં વહતુભાઈ ડોસલભાઈ વાળાએ તોડી નાંખી રૂા.6પ400 ની નૂકશાની કરી અને રૂા.1400ની કિંમતનાં બોક્ષ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં નોંધાઈ છે.

લાઠીમાં ગટર સાફ કરવાનાં પ્રશ્‍ને આધેડ મહિલા પર હુમલો

ઉનાળાની ગરમીમાં માથાકુટ વધી રહી છે
લાઠીમાં ગટર સાફ કરવાનાં પ્રશ્‍ને આધેડ મહિલા પર હુમલો
અમરેલી, તા. 4,
લાઠી ગામે આવેલ આલમગીરી હોટલની બાજુમાં રહેતાં શોભનાબેન રતીભાઈ વેકરીયા નામનીપપ વર્ષિય મહિલા ગઈકાલે સવારે પોતાના ઘર પાસે પાણીથી ગટર સાફ કરતાં હતા ત્‍યારે પડોશમાં રહેતાં મનસુખભાઈ મનજીભાઈ વેકરીયાએ તેણીને કહેલ કે ગટર સાફ કરે છે તે ગટરનો રગડો મારા ઘર તરફ આવે છે તેમ કહી ઉશ્‍કેરાઈ જઈ લાકડી વડે માર મારી ઈજા કર્યાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાવી છે.

ડો. કાનાબાર સંગ જયા બચ્‍ચન

અમરેલી જિલ્‍લાનાં ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો. કાનાબારે તાજેતરમાં રાજયસભાનાં સમાજવાદી પક્ષનાં સાંસદ જયા બચ્‍ચન સાથે મુલાકાત કરીને વિવિધ મુદે વિસ્‍તૃત ચર્ચાઓ કરી હતી.

ધારીનાં સ્‍વામિનારાયણ સંકુલમાં ‘‘વસંતને સથવારે” વાર્ષિકોત્‍સવ યોજાયો

શ્રી સ્‍વામીનારાયણ સ્‍કૂલ-ધારીમાં વાર્ષિકોત્‍સવ ભભવસંતનાં સથવારેભભ કાર્યક્રમ યોજાયો. જેમાં ભૃણહત્‍યા નાબુદી, સ્‍વચ્‍છતા,દિકરી વધામણા, રાષ્‍ટ્રિયતા, ભારતીય સંસ્‍કૃતિ, અર્વાચિન તથા પ્રાચિન જેવા મુદ્યા થીમ પર આખો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમનો દીપ પ્રાગટય ખોડલધામ નેસડીનાં મહંતશ્રી લવજીબાપુ તથા શાસ્‍ત્રીશ્રી રાધારમણદાસજી-સ્‍વામિનારાયણ ગુરૂકુળ-ખાંભા ર્ેારા કરવામાં આવ્‍યો હતો. તથા આ કાર્યક્રમમાં સંચાલકો ભેસાણીયા, ધાનાણી તથા રાહુલાભાઈ શિરોયા તથા વિશાળ સંખ્‍યામાં વાલીઓ હાજર રહૃાા હતા. આ કાર્યક્રમની આભારવિધી ગઢીયા ર્ેારા કરવામાં આવી હતી.

બાબરામાં પાણીનાં ફિલ્‍ટર પ્‍લાન્‍ટમાં બેફામ ગંદકી

પાણી-પુરવઠા વિભાગનાં અધિકારીઓ સ્‍થળ પરીક્ષણ કરે
બાબરામાં પાણીનાં ફિલ્‍ટર પ્‍લાન્‍ટમાં બેફામ ગંદકી
નગરસેવક કરકર અને શંભુભાઈ પાંચાણીની ઉગ્ર રજુઆત
બાબરા, તા. 4
બાબરામાં પાણી-પુરવઠા વિભાગનાં ફિલ્‍ટર પ્‍લાન્‍ટમાં ગંદકીનો માહોલ હોય તાકીદે ગંદકી દુર કરીને બંધ ફિલ્‍ટર પ્‍લાન્‍ટ શરૂ કરવા નગરસેવક વિનુભાઈ કરકર અને પત્રકાર શંભુભાઈ પાંચાણીએ માંગ કરેલ છે.
તેઓએ એક નિવેદનમાં જણાવેલ છે કે, છેલ્‍લા ઘણા સમયથી બાબરામાં ડહોળા પીવાનાં પાણીનું વિતરણ થતું હોય જેથી આજે બાબરા પાણી પુરવઠા સંચાલિત પાણીના ફિલ્‍ટર પ્‍લાન્‍ટ (સંપ)ની મુલાકાત લેતા પાણીના ફિલ્‍ટર પ્‍લાન્‍ટ બંધ હાલતમાં હતો તથા પાણીનાં શુઘ્‍ધિકરણની લેબોરેટરીમાં ચારે બાજુ ગંદકી જોવા મળેલ. તથા પીવાના પાણીમાં કબુતર તથા અન્‍ય પક્ષીઓ મૃત હાલતમાં જોવા મળેલ છે. અને બાબરાનાં લોકોને પીવા માટે વિતરણ થતું પાણી ગંદુ લીલુ કાચ જેવું જોવા મળેલ છે. તથા સમ્‍પનાં ફિલ્‍ટર પ્‍લાન્‍ટમાં ચારેબાજુ ગંદકી જોવા        મળેલ. આમ ફિલ્‍ટર થયા વગરનું પાણી વિતરણ થતું હોય લોકોના આરોગ્‍ય સાથે ચેડા થઈ રહૃાા છે. પાણી પુરવઠાની ઘોર બેદરકારી કે આ ફિલ્‍ટર સમ્‍પનાં સંચાલકોની બેદરકારીથી ફિલ્‍ટર થયા વગરનું ગંદુ પાણી વિતરણ થતું હોય પાણીજન્‍મ રોગચાળો ફેલાઈ તોજવાબદારી કોની ? જેથી બંધ પડેલ ફિલ્‍ટર પ્‍લાન્‍ટ શરૂ કરવા અંતમાં માંગ કરેલ છે.

અમરેલી-સાવરકુંડલા માર્ગ પર ત્રિપલ અકસ્‍માત થતાં ટ્રાફીક જામ થયો

કાર, છોટા હાથી અને ડમ્‍પર ધડાકાભેર અથડાયા
અમરેલી-સાવરકુંડલા માર્ગ પર ત્રિપલ અકસ્‍માત થતાં ટ્રાફીક જામ થયો
અમરેલી,  તા. 4
અમરેલી નજીક સાવરકુંડલા બાયપાસ નજીક સાંજના સમયે એક કાર, છોટા હાથી અને ડમ્‍પર વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત થયો હતો. જેને લઈ ડમ્‍પર રોડ પર પલટી મારી જતાં વાહન ચાલકોને ભારે  મુશ્‍કેલી થવા પામી હોય, અને ટ્રાફીક જામ થઈ ગયો હતો. આ બનાવની જાણ અમરેલી તાલુકા પોલીસને થતાં પોલીસ ઘટના સ્‍થળે દોડી ગઈ હતી. જો કે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી.
આ બનાવમાં જાણવા   મળતી વિગત મુજબ અમરેલી નજીક સાંજના સમયે એક કપચી ભરેલ ડમ્‍પર, કાર અને છોટા હાથી જેવા વાહન વચ્‍ચે કોઈ કારણોસર અકસ્‍માત સજાર્યો હતો. જેને લઈ આ માર્ગ ઉપર ટ્રાફીક જામ થઈ જતાં પોલીસે ટ્રાફીકને ખાળવા માટે થઈ જોર અજમાવ્‍યું હોવાનું ત્‍યાંથી પસાર થતાં વાહન ચાલકો દ્વારા આક્ષેપ કરાયો હતો.
જો કે, આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી વધુ વિગતો મેળવાઈ રહી છે.

બાબરાનાં દાનેવનગરમાં ભુગર્ભ ગટરની ચેમ્‍બરનું ઢાંકણ મહિનાઓથી ગાયબ

ભુગર્ભ ગટરનેલઈને હંમેશા કોઈને કોઈ ફરિયાદ
બાબરાનાં દાનેવનગરમાં ભુગર્ભ ગટરની ચેમ્‍બરનું ઢાંકણ મહિનાઓથી ગાયબ
બાબરા, તા. 4
બાબરામાં આવેલ દાનેવનગર વિસ્‍તારમાં છેલ્‍લા કેટલાક મહીનાથી ભુગર્ભ ગટરની કુંડીનું ઢાંકણું ટુટી ગયેલ હાલતમાં છે જેના કારણેઆ કુંડી સાવ ખુલી થઈ ગયેલ હાલતમાં જોવા મળી રહી છે.
આ કુંડીનું ઢાંકણ છેલ્‍લા કેટલાક મહીનાઓથી નથી જે બાબતને લઈને દાનેવનગર વિસ્‍તારમાં રહેતા શૈલેષભાઈ કોટીલા તેમજ નિશાનભાઈ ખાદા ર્ેારા અવાર નવાર રજૂઆત કરવામાં આવેલ છે તેમ છતાં તંત્રનું જાણે પેટમાં પાણી ન હલતું હોય તેમ આ રજૂઆતને કાને લેવામાં આવતી નથી.
તો તંત્ર શું આ કુંડીમાં કોઈ બાળક વિદ્યાર્થી કે પશુ કે કોઈ બુઝર્ગ પડે અથવા ખાબકે તેની રાહ જાતું હશે ?
હજુ બે દિવસ પહેલા અહીંથી પસાર થતી એક મોટરકાર આ ખુલી કુંડીમાં ખાબકી હતી અને મહામુસીબતે આ મોટરકારને આ ઉંડી કુંડી માંથી બહાર કાઢવામાં આવી હતી. અગાઉ પણ આ કુંડીમાં એક વાછરડી ખાબકી હતી.
તો તંત્ર ર્ેારા કોઈ મોટો અકસ્‍માત ન બને તે પહેલા આ કુંડીનું નવું ઢાંકણું ફીટ કરવામાં આવશે કે પછી જેમ છે તેમનું તેમજ રહેશે.

અવસાન નોંધ

અવસાન નોંધ
ખાંભા : ખાંભા નિવાસી રમણીકલાલ બાલુભાઈ સેજપાલ, ઉ.વ. 69, તે સ્‍વ.કાંતીલાલ, સ્‍વ. અનંરાય તથા ચંદુલાલ બાલુભાઈ સેજપાલના ભાઈનું તેમજ આરતીબેન, નીમીષાબેન તથા ક્રિષ્‍નાબેનનાં પિતાશ્રીનું તા. 4/4/18 બુધવારનાં રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. પ/4/18 ગુરૂવારનાં રોજ લોહાણા મહાજન વાડી, ખાંભા મુકામે સાંજે 4.30 થી પ.30 રાખેલ છે.
બગસરા : બગસરા નિવાસી ગીતાબેન (ઉ.વ.60) તે રજનીભાઈ નંદલાલભાઈ સવાણીનાં પત્‍નિ તેમજ કલ્‍પેશ (અમરેલી), હિતેશ તથા હેતલબેન ચેતનકુમાર તન્‍નાના માતાનું તા.4 ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.6 શુક્રવાર બપોરના 4 થી 6 લોહાણા સમાજ વાડી, બગસરા ખાતે રાખેલ છે.

05-04-2018