Main Menu

Wednesday, April 4th, 2018

 

ધારી પંથકમાં કાયદો અને વ્‍યવસ્‍થાની ગંભીર પરિસ્‍થિતિ સામે નારાજગી

ધારી,  તા. 3
ધારી શહેરમાં છેલ્‍લા ઘણા સમયથી કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતી ખુબ જ ખરાબ થઈ ગઈ છે. શહેરમાં ચોરી, ગુંડાગીરી, રોમયોગીરી, લુખ્‍ખાગીરી, દાદાગીરી સહિત અનેક પ્રશ્‍નો ઉભા થવા પામ્‍યા છે. તો ધારી શહેરમાં આમઆદમી શાંતીથી રહી શકે તે મુદે શહેરમાં કડક પોલીસ અધિકારી મુકવાની માંગણી ચેમ્‍બર્સ ઓફ કોમર્સ અને ધારી વેપારી મહામંડળ મુકેશભાઈ રૂપારેલીયા અને પરેશભાઈ પટ્ટણી સહિતના વેપારી આલમના આગેવાનોએ જિલ્‍લા પોલીસ વડા અને રાજય ગૃહમંત્રીને લેખીત રજુઆત કરી છે.
ધારી શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થાના પ્રશ્‍ને પરિસ્‍થિતી બેકાબુ બની ગઈ છે. શહેરમાં દાદાગીરી, રોમયોગીરી, લુખ્‍ખાગીરી, ગુંડાગીરી, ચોરી સહિતના અનેક દુષણોએ માજા મુકી છે. તો શહેરમાં શાંતી ડોળવાના પ્રયત્‍નો થઈ રહયા છે. બીદારરાજ જૈવી પરિસ્‍થિતી ઉભી થઈ છે. ધારી શહેર અને તાલુકાની પ્રજા શાંતીથી રહીશ કે તે માટે કાયદો અને વ્‍યવસ્‍થાની કડક અમલવારી થાય તેવી રીતે શહેરમાં કડક પોલીસ અધિકારીની નિમણુંક કરવા વેપારી આલમે માંગણી કરી છે. તો શહેરનાં વેપારી આલમના આગેવાનો મુકેશભાઈ રૂપારેલીયા અને પરેશભાઈ પટ્ટણીની આગેવાનીમાં જિલ્‍લા પોલીસ વડાને રૂબરૂ મળીને લેખીતમાં રજુઆત કરશે. તો રાજયના ગૃહ રાજય મંત્રીને આ મુદે જોરદાર રજુઆત થઈ રહી છે. આ રજુઆતમાં મહેન્‍દ્રભાઈ ગાંધી, નવીનભાઈ જસાણી, રાજેશભાઈ ગાંધી, વિનુભાઈ કોઠારી, જયકયુદીન હથીયારી સહિતના વેપારી આગેવાનો, એસો.કટલેરી એસો.સહિતની સંસ્‍થાઓએ આ મુદે ધારી શહેર બંધની ચીમકી ઉચ્‍ચારીછે.

લીલીયાના સલડી ગામના યુવાનને લાગી આવતા એસીડ પીધુ

અમરેલી,તા. 3,
લીલીયા તાલુકાના સલડી ગામે રહેતા યજ્ઞેશ બટુકભાઇ સાણદીયા નામના રરવર્ષિય યુવકને ગઇકાલે સવારે તેમના પિતાએ કામે જવા અંગે ઠપકો આપેલ પરંતુ આ યુવાનને અમરેલી કામે જવું ન હોય, જેથી લાગી આવતા પોતાની મેળે એસીડ પી લેતા સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવેલ છે.

અચ્‍છે દિન : સા.કુંડલાની નાગરિક બેન્‍કનો વાર્ષિક નફો રૂપિયા 4પ લાખ

ચેરમેન, એમડીએ વાઇસ ચેરમેનની મહેનતથી
અચ્‍છે દિન : સા.કુંડલાની નાગરિક બેન્‍કનો વાર્ષિક નફો રૂપિયા 4પ લાખ
સાવરકુંડલા, તા.3
સાવરકુંડલાની સહકારી નાગરીક બેન્‍કે એક રૂપિયા 4પ લાખનો નફો કરી સહકારી ક્ષેત્રે આગવુ સ્‍થાન પ્રાપ્‍ત કરેલ છે. સ્‍વ. લલુભાઈ શેઠે સ્‍થાપના કરેલી નાગરીક સહકારી બેન્‍ક શરૂઆતથી રર હજાર રૂપિયાનો નફો કરતી નાગરિક બેન્‍કે આજે 4પ લાખ જેવી માતબર રકમનો નફો કરતા બેંકના ઇતિહાસમાં અને સહકારી ક્ષેત્રે ખુબ જ પ્રગતિ સાથે નામના મેળવી છે.
આજે નાગરીક બેન્‍કને 61 વર્ષ પૂર્ણ કરી 6રમાં વર્ષના મંગલ પ્રવેશનાર નાગરીક બેન્‍કના કુલ 17 હજાર સભાસદો અને 1પ હજાર ગ્રાહકોએ વર્તમાન બોર્ડ ઓફ ડીરેકટરો ઉપર વિશ્‍વાસ મુકી માત્ર રર હજારના નફો કરતી નાગરિક બેન્‍ક દિન પ્રતિદિન પ્રગતિ તરફ ડોટ મુકી છે અને રૂપિયા 4પ લાખના નફા સુધી પહોંચાડેલ છે. જીએસટી, વેટ જેવા ગ્રહો તેમજ નોટબંધી જેવી કઠીન મુશ્‍કેલીઓ હોવા છતા નાગરિક બેન્‍કના માર્ગદર્શક મુરબ્‍બી ચંદેશભાઈ રવાણી, શરદ પંડયા, ગીરીશભાઇ રાજયગુરૂ, મહેશભાઇ જયાણી તેમજ સભાસદો ગ્રાહકોના અથાક સહકારથી સાવરકુંડલા નાગરિક બેન્‍ક આજે અમરેલી જિલ્‍લામાં ખુબ જ નામના મેળવી છે. તેમજ રીકવરીમાં પણણ કોઇની શેરશરમ રાખ્‍યા વિનાકડકમાં કડક રીતે વસુલાત કરી છે. દર વર્ષે સભાસદોને ભેટ ડીવીદંડ તો સમયસર આપવું જ પરંતુ છતા પણ આજે અડધા કરોડના નફા તરફ પહોંચી છે.
આ બેંકને પ્રગતિ તરફ લઇ જનારા માટે બેંકના ચેરમેન પરાગભાઇ ત્રિવેદી, વા.ચેરમેન અશ્‍વિનભાઇ ઉપાઘ્‍યાય, એમડી હિતેષ સરૈયા, ડીરેકટર હસુભાઇ સુચક, પ્રવિણ સાવજ, કમલશેભાઈ મગીયા, ગોવિંદભાઈ પરમાર, પ્રકાશ વડેરા, રમેશભાઇ જયાણી, ડો. લાડવા, વિજયભાઈ ડોડીયા, કેશુભાઇ વાઘેલા, ઉસ્‍માન પઠાણ અને મેનેજર વ્‍યાસભાઇ તેમજ કર્મચારી ગણની સતત મહેનત રંગ લાવી છે.
સતત નફો કરી પ્રગતિ પામેલ નાગરીક બેંક સભાસદો અને ગ્રાહકોની સેવા સુવિધા અને સવલતો વધુ વેગવંતી બનાવવા ખુબજ પ્રયત્‍નશીલ બની છે. સભાસદો, ગ્રાહકોને મળતી સેવા-સુવિધા અને સવલતો એકદમ સરળતા રીતે મનેથી તેથી શહેરની આમ જનતા નાગરીક બેંક અને તેમના સત્તાધીશોથી ખુબ જ હોવાનું જણાય છે.

લ્‍યો બોલો : સા.કુંડલાનાં શિવાજીનગરમાં ચારથી પાંચ દિવસે 10 મિનિટ પાણી વિતરણ

પાલિકાનાં શાસકો પાણીની વ્‍યવસ્‍થા કરે તે જરૂરી
લ્‍યો બોલો : સા.કુંડલાનાં શિવાજીનગરમાં ચારથી પાંચ દિવસે 10 મિનિટ પાણી વિતરણ
મહિલાઓએ પાલિકામાં ઉગ્ર રજુઆત કરી
સાવરકુંડલા,  તા. 3
સાવરકુંડલાના શિવાજી નગર શેરી – 1,ર અને 3 માં પાલિકા તંત્ર દ્વારા ચાર – પાંચ દિવસે ગમે ત્‍યારે અને ગમે તે સમયે કયારેક રાત્રે તો કયારેક દિવસે મનફાવે તે રીતે માત્ર 10 થી 1પ મિનિટ જ આપવામાં આવતા શિવાજીનગર વિસ્‍તારની મહિલા મોટી સંખ્‍યામાં પાલિકા કચેરી ખાતે આવી ચિફ ઓફિસર તથા પાલિકા પ્રમુખને પત્ર પાઠવી યોગ્‍ય સમયે અને નિયમિત પાણી આપવાની માંગ કરવામાં આવી હતી.

અમરેલીનો બાયપાસ નેતાઓથી પુરો થતો નથી

રપ વર્ષ પહેલા અર્ધો માર્ગ બન્‍યા બાદ આગળનું કામ જ થતું નથી
અમરેલીનો બાયપાસ નેતાઓથી પુરો થતો નથી
રાધેશ્‍યામ હોટેલથી કુંકાવાવ માર્ગ અને ત્‍યાંથી ચિતલ માર્ગ થઈને વરસડા માર્ગને જોડવામાં આવતો નથી
અમરેલી, તા. 3
અમરેલી શહેરની જનતા જનાર્દન ધીરજશીલ હોવાથી નેતાઓને વિકાસકાર્યો કરવાની ઉતાવળ નથી અને આશ્ચર્યજનક બાબત એ છે કે, અમરેલીનાં નેતાઓનો દિલ્‍હી દરબાર સુધી દબદબો હોવા છતાં પણ જિલ્‍લાની જનતાને કોઈ ફાયદો મળતો નથી.
અમરેલી શહેરને ફરતે આજથી 30 વર્ષ પહેલાં બાયપાસ માર્ગની સુવિધા આપવાનું નકકી કરાયા બાદ વરસડા માર્ગથી લઈને ગાવડકા માર્ગ સુધીનો અર્ધ ગોળાકાર માર્ગ આજથી રપ વર્ષ પહેલા તૈયાર થઈ ગયા બાદ ગાવડકા માર્ગથી કુંકાવાવ માર્ગ, ચિતલ માર્ગ થઈને વરસડા માર્ગ સુધીનો અર્ધ ગોળકાર માર્ગ અઢી દાયકા બાદ પણ બની શકતો ન હોય અમરેલી પંથકની જનતામાં માયકાંગલા નેતાઓ સામે નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો છે.
ચૂંટણી સભાઓમાં રાજકીય આગેવાનો મોટી મોટી ગુલબાંગો ફેંકી રહૃાા છે. ચૂંટણી બાદ વિકાસને ભુલી જતાં હોય છે. જિલ્‍લાનાં વિકાસની વાતો કરીને મોટાભાગનાંરોડપતિ નેતાઓ કરોડપતિ બની ગયા છે અને રોડ બનાવવામાં તેમને કોઈ રસ હોય તેવું લાગતું નથી.
રાજયમાં છેલ્‍લા ર3 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પણ માર્ગનું કાર્ય પુર્ણ થયું ન હોય આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારને મત મેળવવામાં મુશ્‍કેલીનો સામનો કરવો પડશે તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી.

દરિયાકાંઠાની રિલાયન્‍સ નેવલ કંપની સામે કોન્‍ટ્રાકટરની આત્‍મવિલોપનની ચીમકી

કંપની મહિનાઓથી બાકી રકમ ચુકવતી ન હોવાથી
દરિયાકાંઠાની રિલાયન્‍સ નેવલ કંપની સામે કોન્‍ટ્રાકટરની આત્‍મવિલોપનની ચીમકી
પ્રાંત અધિકારીને મંગળવાર સુધીની ચીમકી આપી દીધી
અમરેલી,  તા. 3
જિલ્‍લાનાં દરિયાકાંઠે આવેલ રિલાયન્‍સ નેવલ કંપની દ્વારા કોન્‍ટ્રાકટર અને વેપારીઓનાં બાકી નાણા ચુકવવામાં ન આવતાં નારાજગીનો માહોલ જોવા મળી   રહયો છે.
આ અંગે લેણદારોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવેલ છે. જેમાં જણાવેલ છે કે, રિલાયન્‍સ નેવલ કંપની કોન્‍ટ્રાકટરો, કામદારો અને વેપારીઓ વર્ષોથી શોષણ કરી રહી છે.
રિલાયન્‍સ નેવલ કંપની દ્વારા અમારા જેવા નાના માણસો પાસેથી વર્ષોથી કામ લઈને અમારા પૈસાનું ચુકવણું ના કરી અમારા પરિવારને પાઈમાલ કરી દીધો છે. ત્‍યારે અમને આ બાબતે ન્‍યાય મળે એ માટે છેલ્‍લા 18 દિવસથી કંપનીના ગેટ પાસે ધરણા કરી રહયા છે. ત્‍યારે આ પ્રશ્‍નનું નિરાકરણ લાવવાની જગ્‍યાએ કમ્‍પનીએ ગેટ આગળ બેસવાની પણ મનાઈ ફરમાવી દીધેલ છે. ત્‍યારે અમારી પાસે હવે આત્‍મ વિલોપન સિવાઈ બીજો કોઈ વિકલ્‍પ રહયો નથી.
ત્‍યારે તા.9/4/ર018 ને સોમવાર સુધીમાં આ પ્રશ્‍નનું નિરાકરણ નહી આવે તો તા. 10/4/18ને મંગળવારના રોજ અમે તમામ ર00 થી વધારે કોન્‍ટ્રાકટરો, કામદારો અને વેપારીઓ રિલાયન્‍સનેવલ કંપનીના ગેટ આગળ તથા પ્રાંત કચેરી રાજુલા સામે આત્‍મ વિલોપન કરીશું તેમ અંતમાં જણાવેલ છે.

અમરેલીના માણેકપરામાં રહેતી પરિણીતાને પતિએ માર માર્યો

અમરેલી,તા. 3
અમરેલીના માણેકપરા શેરી નં. 9માં રહેતા પૂજાબેન કપીલભાઇ જોષી નામની પરિણીતાને ભતું કેમ ફોન ઉપાડતી નથી.ભ  તેમ કહી તેણીના પતિએ ઉશ્‍કેરાઇ જઇ ગાળો આપી વાળ પકડી ઢસડી અને ભીત સાથે માથુ ભટકાવી ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ અમરેલી સીટી પોલીસમાં નોંધાઈ છે. તેણીના પતિ તેમને અવાર નવાર માર મારતા હોવાની ફરિયાદ પણ કરેલછે.

અમરેલીનાં જેશીંગપરામાં તસ્‍કરરાજ સામે નારાજગી

પોલીસ કશુ જ કરતી ન હોય જનતાએ ચોકી પહેરો શરૂ કર્યો
અમરેલીનાં જેશીંગપરામાં તસ્‍કરરાજ સામે નારાજગી
અમરેલી,  તા. 3
અમરેલી જિલ્‍લામાં કાયદો – વ્‍યવસ્‍થાની પરિસ્‍થતિતી દિન પ્રતિદિન કથળી રહી છે. ચોરી, લૂંટ, મારામારી કે ધાકધમકીની ઘટના રોજિંદી બની ગઈ છે. છતાં પણ પોલીસ વિભાગ સક્રીય બનતો ન હોય જનતામાં સરકાર સામે નારાજગીનો માહોલ ઉભો થઈ રહયો છે.
અમરેલીનાં જેશીંગપરામાં છેલ્‍લા થોડા દિવસોથી તસ્‍કરરાજનો માહોલ જોવા મળી રહયો છે. ચોરીની ઘટના બાદ તસ્‍કરો ઝડપાતા નથી. અને ભોગ બનનાર પોલીસ સ્‍ટેશને ફરિયાદ કરવા જાય તો સ્‍થાનિકોએ આજે પોલીસ અધિક્ષક અને ગૃહમંત્રીને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
જિલ્‍લા લોક હિત રક્ષક સમિતિનાં નેજા હેઠળ સ્‍થાનિક રહેવાસીઓએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ છે કે, અમરેલી શહેરના જેશીંગપરા, રામપરા, વાલપરા જેવા સમગ્ર વિસ્‍તારની આશરે પાંત્રીસેક હજારની વસ્‍તી ધરાવતા વિસ્‍તારના રહીશોને જેમ બાનમાં લીધા હોય તેમ છેલ્‍લા પચ્‍ચીસેક દિવસથી રોજ રાત્રીના અલગ-અલગ શહેરીઓ, લતાઓમાં અનેક લોકોના મકાનમાં ઘુસવાનો તસ્‍કરો દ્વારા પ્રયત્‍ન થયેલ તેમજ ઘણા મકાનમાંથી નાની-મોટી ચોરી થયેલ છે. જે પૈકી અમુક ચોરીઓની પોલીસ ફરીયાદ પણ થયેલ છે. પરંતુ ભ્રષ્‍ટ સરકારમાં નિંભર ડીપાર્ટમેન્‍ટનું રૂવાડુંફરકતું નથી. દુઃખની બાબત તો એ છે કે કોઈ વ્‍યકિતના ઘરે કે ખેતીવાડીમાં નાની-મોટી ચોરી થઈ હોય, પોલીસ ફરિયાદ કરવા જાય છે. તો અમુક પોલીસ કે અધિકારીઓ ફરીયાદ કરવા આવેલ વ્‍યકિત સાથે ઉલટા – સુલટા પ્રશ્‍નો કરી માનસીક ત્રાસ આપવા સિવાય પોલીસ ખાતું કંઈ કરતું નથી, ફરીયાદ કરવા આવેલ વ્‍યકિત સાથે ગુનેગાર કરતા વધારે ખરાબ વર્તન થતું હોવાથી આમ જનતા પોલીસ ફરિયાદ કરતા પણ ડરતી હોવાથી આવા તમામ અસામાજીક તત્‍વોને આડકતરૂ પ્રોત્‍સાહન પોલીસ આપતી હોય તેવો અહેસાસ થાય છે. તેવા સંજોગોમાં ગૃહ મંત્રાલય અને સમગ્ર પોલીસ ડીપાર્ટમેન્‍ટનાં તમામને ભભઈન્‍ડિયનભભ પિકચર બતાવવાની તાતી જરૂરીયાત છે. તો જ પોલીસ ડીપાર્ટમેન્‍ટને આમ જનતા સાથે કેવી રીતે વર્તન કરવું તેનું કદાચ ભાન થાય.
વધુમાં જણાવેલ છે કે, પોલીસ ડીપાર્ટમેન્‍ટમાં વર્ષોથી સ્‍ટાફ મોટા પ્રમાણમાં ઘટતો હોય ઘોડે સ્‍વાર પોલીસની જરૂરીયાત, પુરતા પ્રમાણમાં ઘોડા પણ ન હોય, જેમના કારણે પોલીસ ડીપાર્ટમેન્‍ટને પણ ઘણી મુશ્‍કેલીઓ પડતી હોય, છતાં સરકાર સબ સલામતનાં ગુણ ગાન ગાયા કરે છે. અને બોલ્‍યા કરે છે. આવો અમારા ગુજરાતમાં જનતાને અમો કેમ સેન્‍ડવીચ બનાવી પીસીએ છીએ તે જોવા ભભઆવો ગુજરાતભભ.
વધુમાં જણાવે છે કે વિસ્‍તારમાં ચોર ટોળકીએ ભયંકર ભયનો માહોલફેલાવી દીધેલ છે. અમરેલી શહેરમાં અનેક ચોરીઓ થયેલ છે. પોલીસ ફરીયાદ કરેલ છે. છતાં પોલીસને સફળતા મળતી ન હોવાથી હાલ સમગ્ર વિસ્‍તારના રહીશોની રાત્રી રક્ષણ મેળવવા શેરીઓ, લતા વાઈઝ છેવાડાના વિસ્‍તારમાં સમયાંતરે વારા ફરતી આમ જનતા મજબુરીથી નાછુટકે જાનનાં જોખમે પોતાની માલ-મિલ્‍કતનું રક્ષણ કરવા રાત્રીના પેટ્રોલીંગ જાતે કરવાની ફરજ પડેલ છે. કારણ કે આવા અસામાજીક તત્‍વો ઘરમાં ઘુસી હુમલો કરી, લુંટ ચલાવે તેવી પણ દહેશત હોય, તેવા સંજોગોમાં કોઈપણ પ્રકારની અઘટીત ઘટના બનશે તો જેમની કાનુની પ્રક્રિયાની સંપુર્ણ જવાબદારી રાજય સરકાર અને પોલીસ ડીપાર્ટમેન્‍ટની અંગત રહેશે. ખેતીવાડીમાં રાત્રી ઘોડેસ્‍વાર પેટ્રોલીંગ અને રહેણાંક વિસ્‍તારમાં સતત પેટ્રોલીંગ ફાળવવા અંતમાં માંગ કરેલ છે.

ખાંભા-થોરડી-આદસંગ પંથકમાં એક ડઝન સિંહોનાં આંટાફેરાથી ફફડાટ

વન વિભાગને ખબર નથી સિંહો કયાં ફરી રહૃાા છે
ખાંભા-થોરડી-આદસંગ પંથકમાં એક ડઝન સિંહોનાં આંટાફેરાથી ફફડાટ
ટીખ્‍ખળખોરોએ સિંહોની પજવણી કર્યાની ચર્ચા
અમરેલી, તા.3
                હાલમાં ગીરના અભ્‍યારણ છોડી વન્‍ય પ્રાણીઓરેવન્‍યુ વિસ્‍તારમાં વધારે રેહવા લાગ્‍યા છે ત્‍યારે 1ર સિંહોનું એક ગ્રુપ છેલ્લા ર દિવસથી સાવરકુંડલા રેન્‍જના મિતિયાળા રાઉન્‍ડમાં ચડી આવ્‍યું છે આ 1ર જેટલા સિંહો રેવન્‍યુ વિસ્‍તાર જાણે રાસ આવી ગયો હોય તેમ ખાંભા રાજુલા હાઇવે ઉપર આવેલ આદસંગ નજીક ફાવી ગયું છે અને અહીં આ સિંહોએ ડેરા તબુ તાણ્‍યા છે છેલ્લા ર દિવસ આ સિંહોએ અહીં રોડના કાંઠે જ એક બળદનું મારણ કર્યું છે ત્‍યારે આ સિંહોના પડાવની જાણ થતાંની સાથે સિંહપ્રેમીઓ એક ઝલક જોવા અહીં ટોળે વળ્‍યાં છે ત્‍યારે આ ટોળામાં બે બાઇકનું ગ્રુપ પણ સિંહોની જોવા નહીં પરંતુ હેરાન કરવા આવ્‍યા હતા અને સિંહોની પાછળ ગાડીઓ દોડાવી હોવાની સામે આવી રહ્યું છે
મળતી વિગત પ્રમાણે ખાંભા રાજુલા હાઇવે ઉપર આવેલ આદસંગ નજીક છેલ્લા ર દિવસથી 1ર જેટલા સિંહોએ ડેરા તાંબું તાન્‍યા છે ત્‍યારે આ સિંહો દ્વારા હાઇવે નજીક જ એક બળદનું મારણ કર્યું છે ત્‍યારે અહીંથી પસાર થતા લોકો તેમજ સિંહ પ્રેમીઓ આ સિંહોની ઝલક જોવા અહીં દોડી ગયા હતા ત્‍યારે આ જે સાવરથી જ એક ટીખલાખોર ટોળું પણ આ સિંહો જોવા માટે આવ્‍યું હતું પરંતુ આ સિંહોના ટોળાને જોવા નહીં પરંતુ તેવોને પજવણી કરી આનંદ મેળવ્‍યો હતો જયારે આ સિંહોને હેરાન કરવા બાબતે સાવરકુંડલા રેન્‍જના મિતિયાળારાઉન્‍ડના વનવિભાગના કર્મચારીઓને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી પ્રથમ આ રાઉનડના વનવિભાગના કેહવાતા અધિકારીઓ દ્વારા જાણ કરનારને સ્‍પષ્ટ પણે આવવાની ના કહી દીધી હતી ત્‍યારે વધારે રજુઆત મળતા મિતિયાળા રાઉન્‍ડનો વનવિભાગ સ્‍ટાફ ઘટના સ્‍થળે મોડેમોડો પહોંચ્‍યો હતો જયારે સિંહોને હેરાન કરવાનો સિલસિલો સવારથી ચાલુ થઈ ગયો હતો ત્‍યારે બપોરના એક ટીખલાખોર ટોળાએ તો હદ કરી નાખી હતી અને રીતસર સિંહો પાછળ બે બાઇક દોડાવી આનંદ મેળવ્‍યો હતો ત્‍યારે આ ઘટનામાં તપાસ હાથ ધરી સિંહોની પજવણી કરનારા સામે પગલાં લેવાની સિંહ પ્રેમીઓમાંથી માંગ ઉઠી છે
મિતિયાળા રાઉન્‍ડના અધિકારીઓને ટેલિફોનિક જાણ કરવા છતાં આખો તમાશો પૂર્ણ થયા ગયા બાદ અહીં આવ્‍યા હતા અને પોતે પોતાની ફરજ બજાવી હોવાનું ગાણું ગાતા જોવા મળ્‍યા હતા. જાણ કરનાર અમરૂભાઈ ડાંગર આદસંગ.
સાવરકુંડલા રેન્‍જના ઇન. આર.એફ.ઓ. પ્રતાપભાઈ ચાંદુનો મોબાઈલ ઉપર સંપર્ક કરતા તેવોનો મોબાઈલ સવારથી જ નોટ રિચેબલ આવતો હતો ત્‍યારે આ ઘટના સવાલોના જવાબ આપવા માટે છટકી રહયા હતા.
મિતિયાળા રાઉન્‍ડના ફોરેસ્‍ટર જોશીનો સંપર્ક કરતા તેવોએ પણ પોતાનો મોબાઈલ સ્‍વીચ ઓફ કરી દીધો હતો ત્‍યારે આ ઘટના બાદ કાર્યવાહી માટે મોડિરાત્રી સુધી વનવિભાગના અધિકારીઓ દોડધામ કરતાનજરે ચડાયા હતા.
આ ઘટનાના સમાચાર ના પ્રસિદ્ધ કરવા માટે પણ વનવિભાગ દ્વારા રીતસર ભલામણનો દોર શરૂ કર્યો હતો.

ધારી તાલુકા પંચાયત કચેરીનાં મકાનનું થયું લોકર્પણ

ધારી તાલુકા પંચાયત કચેરીનું ધારાસભ્‍ય જે.વી.કાકડીયાનાં વરદ્‌ – હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. આ તકે પ્રદિપ કોટડીયા, ટીકુભાઈ વરૂ, જયેશ નાકરાણી, કેસુરભાઈ ભેડા, અશોકભાઈ ચાવડા, વિપુલ શેલડીયા, મનજીભાઈ ડાવરા, દિનેશ ભંડેરી, રવજીભાઈ, બિચ્‍છુભાઈ વાળા, ચંપુભાઈ વાળા સહિતનાઆગેવાનો ઉપસ્‍થિત રહયા હતાં.

ખાંભાનાં ભગવતીપરામાં ભુગર્ભ ગટરનો ભ્રષ્‍ટાચાર રોડે ચડયો

લુંટો ભાઈ લુંટો : જનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસા લુંટી જ લો
ખાંભાનાં ભગવતીપરામાં ભુગર્ભ ગટરનો ભ્રષ્‍ટાચાર રોડે ચડયો
સ્‍થાનિક શાસકોએ વારંવાર જેટીંગ મશીનની માંગ કરી પણ કોઈ જવાબ મળતો નથી
ખાંભા, તા. 3
ખાંભાનાં ભગવતી પરા ખાતે સરાકરડીયા રોડ ઉપર ભ્રષ્‍ટાચાર આચરી ભુગર્ભ ગટરની ચેમ્‍બરમાંથી ગટરનાં ગંદા પાણીનોધોધ વહી માનવ વસાહતમાં ઉભે રોડે ચડતા સ્‍થાનિક રહેવાસીઓને જીવવું મુશ્‍કેલ બનેલ છે.
ભુગર્ભ ગટરની ચેમ્‍બરમાંથી ગંદા પાણીનો ધોધ જાણે કે મહીપરીએજ યોજનાના પાઈપમાંથી વહેતા પાણીની યાદ આવે છે.
બદબુદાર ગંદા ગટરનાં પાણીની ચેમ્‍બરમાંથી વહેતા પાણીના કારણે આ વિસ્‍તારમાં માખી, મચ્‍ચછર અને જીવાતનો ઉપદ્રવ વધવાથી સ્‍થાનિક રહિશોને રહેવાનું-જીવવાનું મુશ્‍કેલ બનવા સાથે આ વિસ્‍તારમાં ગમે ત્‍યારે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે.
ખાંભા ખાતે ભુગર્ભ ગટર બન્‍યાને 6 વર્ષ જેવો સમય વીતી ગયા બાદ પણ સ્‍થાનિક પંચાયત અને સામાજીક સંગઠનો ઘ્‍વારા જીલ્‍લા પંચાયત-અમરેલી, મુખ્‍યમંત્રી, કાર્યપાલક ઈજનેર, માર્ગ-મકાન પંચાયત અમરેલીને અનેક વખત લેખીતમાં રજુઆત કરેલ છે કે ખાંભાને ભુગર્ભ ગટર માટે જેટીંગ મશીન ફાળવવાની રજુઆતો કરી હોવા છતાં જેટીંગ મશીન ન ફાળવવાનાં કારણે ગટરમાં પાણી ભરાતા સફાઈનાં અભાવે ચેમ્‍બર અને પાઈપ ફાટી જતાં હોવાથી ખાંભામાં અનેક જગ્‍યાએ ભુગર્ભ ગટરનાં ગંદા પાણી વહેતા રહે છે.
ખાંભાને જેટીંગ મશીન ફાળવાય તેવું સ્‍થાનિક ઈચ્‍છી રહૃાા છે.

ભૈ વાહ : જનતા તરસી રહે અને ઉદ્યોગોને પાણી… પાણી

જાફરાબાદ, કોડીનાર, વેરાવળ પંથકમાં ઉદ્યોગો અને માર્ગ માટે મહીનું લાખો લીટર પાણી અપાઈ રહૃાું છે
ભૈ વાહ : જનતા તરસી રહે અને ઉદ્યોગોને પાણી… પાણી
રાજય સરકાર દ્વારા ઉદ્યોગોને અપાતા પાણી સામે રોષનો માહોલ
અમરેલી, તા.3
             હાલ માં ઉનાળા શરૂઆત થતા ની સાથે જ પાણી ની પોકર શરૂ થઈ ગયો છે અને પાણી ન એક બેડા માટે મહિલાઓ રઝળપાટ કરતી જોવા મળે છે ત્‍યારે હાલ ની સરકાર દ્વારા ગામડે ગામડે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ત્‍યારે જાફરાબાદ ,ઉના, સુત્રાપાડા, વેરાવળ, દિવ, કોડીનાર માટે પણ નર્મદાનું પાણી પહોંચાડવા માટે લાઇન બિછાવવામાં આવી છે ત્‍યારે આ પ તાલુકા વચ્‍ચે હાલમાં પર દિવસ 6 કરોડ લીટરપાણીની જરૂરિયાતસામે 3 કરોડ લીટર જ પાણી આપવામાં આવી રહ્યું અને તેમાંથી આ વિસ્‍તારમાં ઔદ્યોગિક એકમો સાથે કરાર કરી 40 થી પ0 લાખ લીટર પાણી વેચી દેવામાં આવી રહ્યું છે ત્‍યારે ઔદ્યોગિક એકમો માટે સરકાર પાસે પોલિસી છે સામાન્‍ય લોકો માટે નથી.
             હાલમાં એક પાણી વેચવા માટેની પોલિસી સામે આવી છે અને પાણી વેચવાની પોલિસીની પરવાનગી ખુદ સરકાર દ્વારા જ એગ્રીમેન્‍ટ કરી નાખવામાં આવી છે  છેલ્લા એકાદ વર્ષથી ચાલતા સોમનાથ ભાવનગર હાઇવેની કામગીરી માટે ચાલુ છે ત્‍યારે આ હાઇવેની કામગીરીમાં નર્મદાનું પાણી વપરાશમાં લેવામાં આવી રહ્યું અને આ હાઇવેની એજન્‍સી સાથે કરાર મુજબ 4 જગ્‍યાએ નર્મદાની મેઈન લાઇનમાંથી કનેક્‍શન આપી લાખો લીટર રોજે પાણી આપવામાં આવી રહ્યું છે જે નર્મદાની મેઈન લાઇનમાં કનેકશન આપવામા આવ્‍યા છે તે લાઇન દ્વારા પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઉના, દિવ, કોડીનાર, વેરાવળ, સુત્રાપાડા, જાફરાબાદ તાલુકામાં નર્મદાની પાણીની સપ્‍લાય આપવામાં આવી રહી છે ત્‍યારે આ પ તાલુકા માં હાલ માં સરકારી આંકડા મુજબ 6 કરોડ લીટર એટલે કે 60 એમએલડી પાણી ની જરૂરિયાત છે ત્‍યારે સરકાર દ્વારા 3 કરોડ લીટર એટલે કે 30 એમએલડી પાણી જ આપવામાં આવીરહ્યું છે અને તેમાંથી લગભગ 4 એજન્‍સી સાથેએગ્રીમેન્‍ટમાં રોજે પ એમ એલડી પાણી વેચી દેવામાં આવી રહ્યું છે ત્‍યારે આ પ તાલુકાની  જરૂરિયાત મુજબના પાણીમાં પચાસ ટકાનો કાપ મુકવામાં આવ્‍યો છે અને આ વિસ્‍તારમાં ઔદ્યોગિક એકમોને વેચાતું પાણી આપવાની  સરકારની પોલિસી સામે પણ સવાલો ઉઠ્‍યા છે એક તરફ હાલમાં આ પ તાલુકાના છેવાડેના ગ્રામ્‍ય વિસ્‍તારની મહિલાઓ પાણીના એક બેડા માટે ઉનાળાના ધમધોખતા તાપમાં રઝળપાટ કરતી જોવા મળે છે ત્‍યારે સરકાર આવા ઔદ્યોગિક એકમો સાથે એગ્રીમેન્‍ટ કરી પાણી વેચી રહી છે ત્‍યારે આ જે ઔદ્યોગિક એકમો સાથે એગ્રીમેન્‍ટ કરવામાં આવ્‍યા છે તે સંસ્‍થા કે લિમિટેડ દ્વારા પાણીનો વપરાશ પીવા માટે નહીં પરંતુ પોતાના એદ્યોગિક એકમોના હેતુ માટે કરવામાં આવી રહ્યો છે ત્‍યારે હાલ પાણીની કટોકટી વચ્‍ચે આવા એદ્યોગિક હેતુના વપરાશ માટેના પાણી ઉપર પાબંધી લગાવવી જોઈએ..
એગ્રો લિમિટેડ સાથે સંકળાયેલા અને સોમનાથ ભાવનગર હાઇવેના દેખરેખ રાખતા દાસ સાથે મીઠાપુર બાલાની વાવ વચ્‍ચે આવેલા 147 નંબરના વાલમાંથી કનેકશન લેવા બાબતે પૂછવામાં આવતા કહ્યું હતું કે અમોએ એગ્રીમેન્‍ટ સાથે આ કનેક્‍શન લીધું છે આ એક નહીં પરંતુ આવા અન્‍ય 3 કનેક્‍શન લીધા છે અને દર મહિને આ માટે હું લાખો રૂપિયાની ચુકવણી કરું છું.
આનર્મદાની મેઈન લાઇનના ઋઠક વી.એમ. સોલંકી સાથે આ કનેકશન બાબતે ટેલિફોનિક પૂછવામાં આવતા જણાવ્‍યું હતું કે એગ્રો લિમિટેડ, સીનટેક્‍સ, મોરી અને રોયલ આઇસ સાથે સરકાર દ્વારાઆ મેઈન લાઇનમાંથી કનેક્‍શન આપી પાણી પૂરું પાડવાનું એગ્રીમેન્‍ટ થયું છે.
વી.એમ. સોલંકીએ આ 4 ઔદ્યોગિક એકમોને રોજના પાણી આપવાની સરેરાશમાં જણાવ્‍યું હતું કે એગ્રો લિમિટેડને પ0 હજાર લીટર, સીનટેક્‍સને 30 લાખ લીટર, મોરીને પ0 હજાર લીટર, રોયલ આઇસને 10 હજાર લીટર અંદાજે આપવામાં  આવે છે.
વી.એમ. સોલંકીએ જાફરાબાદ, ઉના, દિવ, સુત્રાપાડા, કોડીનાર, વેરાવળ તાલુકા માટે રોજ પાણીની જરૂરિયાત 60 એમએલડી એટલે કે 6 કરોડ લીટરની જરૂરિયાત છે તેની સામે હાલમાં માત્ર પ0 ટકા એટલે કે 30 એમએલડી 3 કરોડ લિટર મળી રહ્યું છે.
વી એમ સોલંકીને આ પાણી ઓછું મળવા અંગેની પૂછવામાં આવતા તેવો હાલમાં નર્મદાની જળ સપાટીમાં ઘટ પડતા સરકાર દ્વારા કાપ મુકવામાં આવ્‍યો છે તે માટે પ0 ટકા જ હાલ પાણી આવી રહ્યું છે.
જયારે સરકાર નર્મદાની જળ સપાટીમાં દિવસે ને દિવસે  નોંધપાત્ર ઘટાડો થાય રહ્યો છે અને લોકોને વપરાશ માટે જરૂરિયાત પૂરતું પાણીમાં કાપ મૂકી રહી છે તો શું આવા ઔદ્યોગિક એકમોને વેચાતું પાણી ઉપર પ્રતિબંધલાગવામાં નિરસતા કેમ દાખવા માં આવે છે.
આ 4 જેટલા એગ્રીમેન્‍ટ સાથે ઔદ્યોગિક એકમોને રોજનું પ0 લાખ લીટર પાણી આપવામાં આવે છે તે પાણીમાં ર0 જેટલા ગામડાંની પાણીની જરૂરિયાત પૂર્ણ કરી સકાય તેમ છે.
આ વિસ્‍તારના નાગેશ્રી ગામના જયરાજ ભાઈ વરુ નામના યુવાન દ્વારા આ ઔદ્યોગિક એકમોને આપવામાં આવતું નર્મદાનું પાણી ઉપર બેન લગાવવા મેદાનમાં આવ્‍યા છે અને આ અંગે રજુઆત કરતા કહી રહ્યા છે કે હાલમાં ઔદ્યોગિક એકમો કરતા મનુષ્‍યને વધારે પાણીની જરૂરિયાત છે જો આ ઔદ્યોગિક એકમોને પાણી બંધ કરવામાં નહીં આવે તો મારી જેવા ગામેગામના યુવાનો રસ્‍તા ઉપર આવશું.
જયરાજભાઈ વરુ એ વધુમાં જણાવતા કહ્યું હતું કે એક તરફ સરકાર પાણી બચાવવા માટેની જાહેરાતો પાછળ લાખો રૂપિયા વેડફી રહી છે અને લોકોને પાણી બચાવવા અપીલ કરી રહી છે ત્‍યારે આ ઔદ્યોગિક એકમો દ્વારા પાણીનો બેફામ વેડફાટ કરવામાં આવી રહ્યો છે.

અમરેલીનાં પટેલ સંકુલમાં હનુમાન જયંતિની ઉજવણી કરાઈ

પટેલ સંકુલમાં દર વર્ષની જેમ હનુમાન જયંતિના પાવન દિવસે સત્‍યનારાયણની કથાનું આયોજન હર્ષ અને ઉલ્‍લાસ સાથે કરવામાં આવેલ. જેમાં વસંતભાઈ મોવલીયાના હસ્‍તે પૂજા અર્ચન કરેલ. પટેલ સંકુલના ડાયરેકટર મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટ, બ્રિજેશભાઈ પલસાણા, વલ્‍લભભાઈ રામાણી, ડો. ગજેરા તથા પટેલ સંકુલના આગેવાનો ઉપસ્‍થિત રહેલ. સંકુલની વિદ્યાર્થીનીઓ દ્વારા આરતી કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલબ એકટીવીટીની મેનેજમેન્‍ટ કલબની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલ.

વીરપુર (ગઢીયા) ગામે લાયન્‍સ કલબ અમરેલીની અનેરી સેવા પ્રવૃત્તિ

અમરેલીથી 4પ કિ.મી.નાં અંતરે વસેલું એક ગામ એટલે વિરપુર (ગઢિયા), આ ગામની વાત આપણે એટલે માંડીએ છીએ કેમ કે જે કીર્તિમાન આ ગામમાં રચાવવા જઈ રહૃાો છે એ સમગ્ર ભારતમાં અનોખો દાખલો બેસાડે તેવો છે. છારોડી ગુરૂકુળના પ.પુ. સદગુરૂવર્ય શાસ્‍ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્‍વામીએ કરેલી ટકોર હકીકત બનવા જઈ રહી છે. સ્‍વામીજી ગામ માટે પ્રેરણામૂર્તિ છે અને તેમણે થોડાંક વર્ષો પહેલાં સ્‍વચ્‍છતા, સંસ્‍કૃતિ, સભ્‍યતા અને ગ્રામ્‍ય સંસ્‍કૃતિને લઈને ગ્રામજનો સામે ઈચ્‍છા પ્રગટ કરી હતી કે વિરપુર (ગઢિયા) પણગોકુળિયુ બને અને આ ગામમાં કોઈ વ્‍યસન ન કરતું હોય, સ્‍વચ્‍છતાનો સૌ પુજારી હોય અને સાથે મળીને અઘ્‍યાધુનિક યુગ સાથે કદમ મિલાવીને આઘ્‍યાત્‍મિક ગામડું બને. સ્‍વામીજીની આ વાણીને હકીકત બનાવવા માટે ગ્રામજનોએ સાથે મળીને સંકલ્‍પ કર્યો કે વિરપુર  (ગઢિયા)ને આપણે પ્‍લેટેનિયમ વિલેજ બનાવીએ. આ સંકલ્‍પને ફળિભૂત કરવા સમગ્ર ગુજરાતમાં ઉદ્યોગપતિ કે જેમનું નામ આદરથી લેવામાં આવે છે એવા ગામના રતન ચતુરભાઈ ચોડવાડિયા, વિનુભાઈ ચોડવાડિયા, ધીરૂભાઈ હિરપરા, રામજીભાઈ હિરપરા સહિતના સજજનોએ આર્થિક મદદ પુરી પાડવાની તૈયારી બતાવી અને આજના સમયની જે જરૂરિયાત છે એ અનુસાર ગામ બને તે માટેનો બૂલંદ અવાજ બન્‍યાં. આ ગામનું સપનું સાકાર થવા જઈ રહૃાું છે તો તેની પાછળ સેવાભાવી ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ અશોકભાઈ કોઠિયા અને સમગ્ર ટીમની મહેનત છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ બાવિશીએ કર્યુ હતું. આજરોજ વિરપુર (ગઢિયા) ગામના આંગણે પ્‍લેટેનિયમ વિલેજનું વિધિવત ખાતમુર્હુત પ.પૂ. સદગુરૂવર્ય શાસ્‍ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્‍વામી ર્ેારા કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે વલસાડ અર્બન ટાઉન પ્‍લાનિંગમાં ફરજ બજાવતાં કૌશિકભાઈ ચોડવાડિયા, લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ વસંતભાઈ મોવલિયા સાથે લાયન્‍સ મેમ્‍બર્સ,લાયન્‍સ કલબ ઓફ અમરેલી (સીટી)ના પ્રમુખ રિધેશભાઈ નાકરાણી અને લાયન્‍સ મેમ્‍બર્સ, ધારી તાલુકા ખોડલધામ સમિતિના વિનુભાઈ કાથરોટિયા અને અમરેલી પ્રાંતના અનેક મહાનુભાવો હાજર રહૃાાં હતાં. આ ખાતમુહુર્તના પ્રસંગે લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ), (સીટી), ધારી તાલુકા ખોડલધામ સમિતિ, સુદર્શન નેત્રાલય અને સમસ્‍ત વિરપુર (ગઢિયા) ગામે સાથે મળીને સ્‍વચ્‍છતા અભિયાનનું આયોજન કર્યુ હતું. જેમાં ગામવાસીઓ સાથે મળીને સદાકાલ માટે સ્‍વચ્‍છતા માટે લોકો કટિબદ્ધ બન્‍યા હતાં. આ સાથે જ વિના મૂલ્‍યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 300થી વધુ દર્દીઓએ આ કેમ્‍પનો લાભ લીધો હતો. ચતુરભાઈ ચોડવાડિયા અને હસમુખભાઈ કોઠિયાની રકતતુલા નિમિતે આ સંસ્‍થાઓ ર્ેારા સ્‍વૈચ્‍છિક રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ર00થી વધુ લોકોએ રકતદાન કર્યુ હતું. લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ વસંત મોવલિયાએ જણાવ્‍યું હતું કે, વિરપુર (ગઢિયા) જયારે પ્‍લેટેનિયમ વિલેજ બનવા જઈ રહૃાું છે ત્‍યારે એ ગ્રામજનો માટે તો ગૌરવની વાત છે જ પણ સમગ્ર અમરેલી જિલ્‍લા માટે પણ એ ગર્વની વાત છે. આ ગામની જેમ અન્‍ય ગામો પણ ગ્રામ્‍ય સંસ્‍કૃતિ તરફ આગળ આવે અને અમરેલી જિલ્‍લો સમગ્ર ભારતમાંઆદર્શ ગામોનું પ્રણેતા બને એવા સૌ સાથે મળીને પ્રયાસો કરીએ. આજના દિવસ સંસ્‍કૃતિ, સભ્‍યતા અને સેવાનોત્રિવેણી સંગમ હતો. પ.પૂ.સદગુરૂવર્ય શાસ્‍ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્‍વામીની નિશ્રામાં આઘ્‍યાત્‍મિક ઉર્જા મળી અને તેમણે સંસ્‍કૃતિ સાથે અત્‍યાધુનિકતાનું જોડાણ કરવાનું ખૂબ સરસ માર્ગદર્શન આપ્‍યું. તો ગામ લોકોએ સ્‍વચ્‍છતાથી લઈને રકતદાન સુધીની સેવાકીય પ્રવૃતિઓમાં અદભૂત સહભાગીદારી નોંધાવી હતી.

04-04-2018