Main Menu

Tuesday, April 3rd, 2018

 

‘‘અમરેલી એકસપ્રેસ” દૈનિક સમક્ષ જિલ્‍લાની વ્‍યથા ઠાલવતા ડો. જી.જે. ગજેરા

આપના અમરેલી ‘અમરેલી એકસપ્રેસ’ દૈનિકમાં જિલ્‍લામાં પ્રશ્‍નો વિશે મંતવ્‍યો મંગાવેલ છે. આપના દૈનિકે આ પહેલ કરી તે માટે આપને અભિનંદન. હું આપને જિલ્‍લાનાં આરોગ્‍યનાં પ્રશ્‍નોના વાકેફ કરીશ. જો કે મને ખાત્રી છે કે આપણા સૌની સહયોગથી પણ આ પ્રશ્‍નોનું 10 % કે 1પ % પણ નિવારણ થવાનું નથી. છતાં પણ પ્રયાસ કરવો જોઈએ. અમે હું માનું છું.
હું અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા 40 વર્ષથી મેડીકલ વ્‍યવસાય કરૂં છું. લગભગ રર વર્ષ સુધી મેં અમરેલી સિવિલ હોસ્‍પિટલમાં માનદ ફીજીશીયન તરીકે કામ કરેલ છે. આ રર વર્ષમાં પણ 1પ વર્ષ સુધી સિવિલમાં કોઈ ફુલ ટાઈમ ફીજીશીયન ન હોય તે કારણે મેં ફુલ ટાઈમ જેવું જ કામ કરેલ છે. અને તેનો આખો અમરેલી જિલ્‍લો સાક્ષી છે. આથી મને આખા જિલ્‍લાની આરોગ્‍ય પરિસ્‍થિતિ વિશે સંપુર્ણ જાણકારી છે જે હું આપને લખી રહયો છું.
મેં આ બાબતે ઈન્‍ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા વ્‍યકિતગત, માનવ અધિકાર પંચ દ્વારા પ્રયાસ કરી લીધેલ છે. પરંતુ 1% પણસફળતા મળેલ નથી.
(1) સિવિલ હોસ્‍પીટલ કે જે જિલ્‍લાની મોટામાં મોટી જિલ્‍લા કક્ષાની હોસ્‍પિટલ છે. ત્‍યા છેલ્‍લા 40 વર્ષમાં કયારેય પણ પુરતો સ્‍ટાફ ભરાયેલ નથી. લગભગ પ0% સ્‍ટાફથી હોસ્‍પિટલ ચાલે છે. નિષ્‍ણાંત ડોકટરો તથા મેડીકલ ઓફિસરોની જગ્‍યા હંમેશા અપૂરતી ભરેલ હોય છે. આને કારણે ગરીબ દર્દીઓને કાંતો પ્રાઈવેટ હોસ્‍પિટલમાં જવું પડે છે. અથવા તો રાજકોટ- ભાવનગર કે અમદાવાદ દોડવું પડે છે. આજે પણ આ જ સ્‍થિતિ છે. જો કે હવે મેડીકલ કોલેજ શરૂ થશે એટલે આ સ્‍ટાફનો પ્રશ્‍ન મહદ અંશે દૂર થઈ જશે. આવું જ નસીંગ સ્‍ટાફ, લેબોરેટરી ટેકનીશીયનો તથા અન્‍ય સ્‍ટાફ માટે પણ આવી જ સ્‍થિતિ છે. આ માટે રાજકીય રીતે અને પ્રજામાંથી અવાજ ઉઠે તો જ શકય બને.
(ર) આખા જિલ્‍લાની લગભગ 17 થી 18 લાખની વસ્‍તી માટે જિલ્‍લામાં એક જ માન્‍ય બલ્‍ડ બેંક ચાલે છે. આ બ્‍લડ બેંકમાં  ધઝઃભ્‍િ ખઃિઃમ્‍ મળે છે. ખઃિઃમ્‍ હઃ?ઉઃદ્યભ્‍દ્યત્‍ એટલે કે .ભ્‍ત્‍ભ્‍ત્‍(લિ .બ્‍(?બ્‍લિ ચભ્‍મ્‍ ખઃિઃમ્‍ હભ્‍(િ ની સગવડતા નથી. .ભ્‍ત્‍ભ્‍ત્‍(િ કે જેની જરૂર અવાર-નવાર પડતી હોય છે, ખાસ કરીને ડેંગુ તાવની સીઝન હોય છે. ત્‍યારે અને અન્‍ય રોગમાં ત્‍યારે આવા દર્દીઓને ફરજીયાત રાજકોટ- ભાવનગર કે અમદાવાદ મોકલવા પડતા હોય છે. આથી દર્દીઓ ખુબ ખર્ચામાં ઉતરી જાય છે. અને ઘણીવાર રસ્‍તામાં મૃત્‍યું થતુંહોય છે. તો આ હઃ?ઉઃદ્યભ્‍દ્યત્‍ માટે આરોગ્‍ય વિભાગે વ્‍યવસ્‍થા કરવી જોઈએ.
(3) અમરેલીમાં ડીલીવરીમાં કે સગર્ભાવસ્‍થામાં જે કારણોથી માતાનું મરણ થાય છે. તેમાં 70% મૃત્‍યું લોહી ન મળવાને કારણે થાય છે. અમરેલી જિલ્‍લામાં કોઈપણ તાલુકા લેવલે સરકારી હોસ્‍પિટલો કે પ્રાઈવેટમાં લોહીનું સ્‍ટોરેજ સેન્‍ટર નથી. ફકત સાવરકુંડલામાં ટ્રસ્‍ટમાં છે. પરંતુ તે બંધ હાલતમાં છે. જો આ સ્‍ટોરેજ સેન્‍ટરની વ્‍યવસ્‍થા તાલુકા લેવલે થાય તો ઈમરજન્‍સીમાં લોહી તાત્‍કાલિક મળી રહે અને ડીલીવરીમાં માતાઓની જીંદગી બચી જાય. આ માટે સરકાર પાસે અવાર-નવાર રજુઆત કરવામાં આવી છે. પરંતુ તેનું કોઈ પરિણામ આવેલ નથી. આ અત્‍યારે સળગતો પ્રશ્‍ન કહેવાય અને આ માટે તાત્‍કાલિક સરકારે કાંઈક કરવું જોઈએ. આથી માતા મૃત્‍યુંની ઉંડાણપુર્વક તપાસ તાલુકાના ડોકટર અધિકારી દ્વારા થતી હોય છે. અને તેનો રીપોર્ટ જિલ્‍લા તંત્રને કરતા હોય છે. આ તપાસમાં કોઈ ોઈનઈફઈ ને સાથે જોડવી જોઈએ જેથી તેની કૌટુંબિક સમસ્‍યાના પણ રીપોર્ટ થઈ શકે.
(4) આખા અમરેલી જિલ્‍લામાં ગામડે ગામડે ડીગ્રી વિનાનાં બોગસ ડોકટરો હાટડા ખોલીને બેઠા છે. આર્યુવૈીદક કે હોમીયોપેથીક ડોકટરો સિવાયના સાવ અભણ અથવા તો બે પાંચ ધોરણ ભણેલા વ્‍યકિતઓ દવાખાનું ખોલીને બેસી ગયેલ છે. આવાડોકટરોના હાથે કેટલાયે દર્દીઓ મૃત્‍યું પામતા હોય છે. પરંતુ ગામડાની અભણ અને ગરીબ પ્રજા આ બધુ ચલાવી લે છે. આવા ડોકટરો ઉપર તંત્રનું કાંઈ નિયંત્રણ નથી અને આરોગ્‍ય વિભાગના અધિકારીઓની મીઠી નજર નીચે આ બધુ ચાલી રહયું છે. આર્યુવૈદિક ડોકટરો તો થોડું ઘણું પણ સારવાર વિશે જાણતા હોય છે. પરંતુ સાવ ઉઘાડપગા ડોકટરો જયારે સારવાર કરે ત્‍યારે કંઈ રીતે સારવાર કરતા હશે તે સૌએ વિચારવું રહયું. આવા ડોકટરો ડીલેવરી પણ કરાવતા હોય છે. અને આવી ડીલેવરી કરેલી કેટલીયે પ્રસુતાઓ મૃત્‍યું પામેલનાં દાખલા છે. આ માટે આરોગ્‍ય તંત્ર જાગૃત થઈને આવા ડોકટરોને પકડી પકડીને જેલભેગા કરે તો જ આ બંધ થઈ શકે.
(પ) અમરેલી જિલ્‍લામાં અત્‍યારે આરોગ્‍ય ક્ષેત્રે મોટામાં મોટું દુષણ હોય તો એ સ્‍ત્રીભૃણ હત્‍યાનું છે. આખા જિલ્‍લામાં આ પ્રવૃીત બેરોકટોક ચાલી રહેલ છે. સ્‍ત્રીરોગ નિષ્‍ણાંત ડોકટરો તો ગર્ભમાં રહેલ બાળકમાં કોઈ ખામી હોય તો તેના માટે કરે તો વ્‍યાજબી કહેવાય અને ગર્ભમાના બાળક માટે તે કરવું જ જોઈએ પરંતુ જયારે ડીગ્રી વિનાના કે જેઓને આ માટે પરમીશન હોતી નથી તેઓ કરે ત્‍યારે તે હત્‍યામાં ફેરવાઈ જતું હોય છે. અમરેલી જિલ્‍લામાં એક પ્રકારનું ષડયંત્ર જ ચાલે છે. તાલુકા લેવલે આર્યુવૈદિક કે હોમિયોપેણિકડોકટરોનાં દવાખાને સ્‍ત્રી રોગ નિષ્‍ણાંત કે એકસ-રે, સોનોગ્રાફી નિષ્‍ણાંત ડોકટરો અઠવાડીયે એક વાર લગભગ ત્રણેક કલાક વીઝીટીંગ ડોકટરોના તરીકે જતા હોય છે. ત્‍યારબાદ તેની ગેરહાજરીમાં જે તે હોસ્‍પિટલવાળા ડોકટરો આ સોનગ્રાફી મશીનનો ઉપયોગ કરીને ગર્ભમાં બાબો છે કે બેબી જાણીને સ્‍ત્રીભૃણ હત્‍યા કરતા હોય છે. અમરેલી જિલ્‍લામાં બાબો અને બેબીના જન્‍મપ્રમાણનો દર ર011 માં 1000 : 933 હતો તે ર017માં 1000 : 8ર0 થઈ ગયેલ છે. અને આ દર સમગ્ર ભારતમાં ઉચામાં ઉચો છે. આ ઉપરથી આપણને ખ્‍યાલ આવે કે કેટલી સ્‍ત્રીભૃણ હત્‍યા થતી હશે. આનો અર્થ એ થયો કે દર 1000 બાબાની સામે 8ર0 બેબી જન્‍મે છે. અને આ 180 નો તફાવત ભવિષ્‍યમાં સમાજમાં કેટલું નડશે તેની કલ્‍પના જ કરવી રહી. અત્‍યારે પણ યુવાનોને લગ્ન માટે છોકરીઓ મેળવવામાં મુશ્‍કેલી પડી રહી છે. તો ભવિષ્‍યમાં કેટલી મુશ્‍કેલી પડશે. 1000 યુવાનોમાંથી જો આમને આમ ચાલતું રહેશે તો ફકત 600 થી 700 ને જ લગ્ન માટે છોકરીઓ મળશે બાકીના 300 થી 400 છોકરાઓ વગર લગ્ને આંટા મારતા હશે અને આ લગ્નમાં બાકી રહેલા યુવાનો કયે માર્ગ વળશે તે સમગ્ર સમાજે વિચારવું રહયું. આનો ઉપાય એક જ છે કે કોઈપણ રીતે આ પ્રવૃતિ બંધ કરાવવી જોઈએ. જિલ્‍લાનું આરોગ્‍યતંત્ર આ માટે હમણાં હમણાં જાગૃતથયેલ છે. પરંતુ જયાં સુધી કડક હાથે કામ નહી કરે ત્‍યાં સુધી છટકબારીઓ શોધીને આવા ડોકટરો સ્‍ત્રીભૃણ હત્‍યા કરતા રહેશે.
(6) હમણા-હમણાં છેલ્‍લા પાંચ-સાત વર્ષથી એવું જોવા મળ્‍યું છે કે વિદેશથી ડોકટરનું ભણીને આવે અને અહીં આવી એમ.ડી. તરીકે પ્રેકટીસ કરે છે. ખરેખર વિદેશમાં એમ.બી.બી.એસ.ની ડીગ્રીને એમ.બી.બી.એસ. સમકક્ષનાં રજીસ્‍ટ્રેશન નંબર અપાતા હોય છે. એટલે આવા ડોકટરો દર્દીઓની છેતરપીંડી કરીને એમ.ડી. તરીકે પ્રેકટીસ કરતા હોય છે. ખરેખર ભારતમાં એમ.ડી. થવા માટે એમ.બી.બી.એસ.પછી ત્રણ વર્ષનો કોર્ષ કરવાનો હોય છે. જે આ વિદેશના ડોકટરોએ કરેલ હોતો નથી. તો આવા જે ડોકટરો હોય તેઓનાં દવાખાનામાં ફરજીયાત પણે એવું બોર્ડ લગાવડાવવું જોઈએ કે ભભઆ એમ.ડી.ભારતની એમ.બી.બી.એસ.સમકક્ષ છે.ભભ ખરેખર આવા ડોકટરોને એમ.ડી.કક્ષાનું જરાપણ જ્ઞાન હોતું નથી.
(7)  ગુજરાત સરકારે માતુસ્‍વાસ્‍થય અને બાળ આરોગ્‍ય માટે ગરીબ માણસો માટે ઘણી યોજનાઓ અમલમાં મુકેલ છે. આમાંની ચીરજીવી યોજના અને બાળ સખા યોજના માં ભયંકર ભ્રષ્‍ટાચાર ચાલે છે. ચીરંજીવી યોજનામાં બી.પી.એલ.કાર્ડ ધારકો કે ગરીબ સ્‍ત્રીઓને પ્રસુતિ માટે સરકાર ડોકટરોને ચાર્જ ચુકવતી હોય છે. પછી તે સામાન્‍ય નોર્મલ ડીલેવરી હોય કેસીઝેરીયનથી ડીલેવરી કરેલ હોય. પરંતુ હકીકત એ છે કે આ યોજનામાં જોડાયેલ ડોકટરો કે હોસ્‍પિટલો મહદઅંશે – આડકતરી રીતે પ્રાઈવેટ જેટલો જ ચાર્જ લેતા હોય છે. આ માટે જો ક્રોસ વેકરીફીકેશન થાય તો આવા ડોકટરોને પકડી શકાય. આ યોજના હેઠળ બે વર્ષ પહેલા એક ડોકટરને બે થી અઢી વર્ષમાં રૂા. 9ર લાખની સરકારે ચુકવણી કરી કે જેમાં મોટો ભ્રષ્‍ટાચાર થયો હોય તેવી ફરીયાદ પણ કરવામાં આવેલ છે. પરંતુ તેનો કોઈ જ ઉકેલ આવ્‍યો નથી. જો આરોગ્‍યતંત્રના અધિકારીઓ આમાં ગંભીરપણે તપાસ કરે તો કેટલીયે ગેરરીતી પકડી શકાય.
(8) અમરેલી જિલ્‍લાનાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ડોકટરોની સંખ્‍યા અપૂરતી છે. જયાં ડોકટરો અને સ્‍ટાફની નિમણુંક કરવી જોઈએ. જયાં-જયાં ડોકટરો અને સ્‍ટાફ હોય તેઓ નિયમિત છે કે નહિ તે પણ જિલ્‍લા આરોગ્‍ય તંત્રએ જોવું જોઈએ. આવું હોવાથી ગામડામાં દર્દીઓને ખાસ કરીને પ્રસુતા બહેનોની નિયમિત તપાસ થતી હોતી નથી. અને પૂરા દિવસોએ કે પ્રસુતિમાં તકલીફ પડતી હોય છે. આ માટે જો તંત્ર ખુબ જ કડક હાથે કામ લે તો જ આનો ઉકેલ આવી શકે.

જુની કાતર ગામે આધેડે બીમારીથી કંટાળી જઈ ગળાફાંસો ખાઈ લીધો

અમરેલી, તા.ર
રાજુલા તાલુકાના જુની કાતર ગામે રહેતા ટપુભાઈ સાંભાડ નામના પપ વર્ષીયઆધેડ છેલ્‍લા છ વર્ષથી માનસિક બિમારી હોય, જે અંગેની દવા પણ ચાલુ હતી. તેમ છતાં સારૂ નહીં થતાં તેઓએ કંટાળી જઈ ગત તા.31ના રોજ પોતાની મેળે   ગળાફાંસો ખાઈ લેતા તેઓનું મૃત્‍યુ થયાનું રાજુલા પોલીસમાં મહિપતભાઈએ જાહેર કર્યું છે.

ચાવંડ ચેક પોસ્‍ટ ઉપર સરપંચે પોલીસની ફરજમાં રૂકાવટ ઉભી કરી

અમરેલી, તા.ર
દામનગર પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા વિશ્‍વજીતસિંહ વિરભદ્રસિંહ ગોહિલ ગત તા.31ના રોજ ચાવંડ ચેક પોસ્‍ટ ઉપર ફરજ બજાવતા હતા તે દરમિયાન ચાવંડના સરપંચ કાનજીભાઈ ડેર પોતાના હવાલાવાળી કાર લઈ આવી પોલીસમાં કહેલ કે વાહનો કેમ રોકો છો, રસ્‍તામાં બેરી કેટ કેમ મુકેલ છે તેમ કહી ગાળો આપી કાઠલો પકડી લઈ વાહન રોકતા નહીં તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાવી છે.

ભુરખીયા નજીક ભાર રીક્ષાએ બાઈકને હડફેટે લેતા યુવકને ઈજા

અમરેલી, તા.ર
અમરેલી તાલુકાના ચિતલ ગામે રહેતા રાહુલભાઈ ઈન્‍દુભાઈ વાળા નામના 30 વર્ષીય યુવક ગત તા.31ના રોજ રાત્રે 10 વાગ્‍યાના સમયે પોતાના હવાલાવાળા મોટર સાયકલ ઉપર ભુરખીયા ગામની ચોકડી પાસેથી પસાર થતા હતા ત્‍યારે ભાર રીક્ષા નંબર જી.જે.14 યુ. 3પરરના ચાલકે તેમના મોટર સાયકલને હડફેટેલઈ આ યુવકને પગના ભાગે ઈજા કરી નાશી ગયાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાઈ છે.

અમરેલી જિલ્‍લા પંચાયતમાં અધિકારીઓ જ નથી 18 શાખાઓ પૈકી 13 શાખાઓ ઈન્‍ચાર્જથી ચાલે છે

જિલ્‍લા પંચાયતનાં પ્રમુખે પંચાયત મંત્રીને પત્ર પાઠવીને કરી રજુઆત
અમરેલી જિલ્‍લા પંચાયતમાં અધિકારીઓ જ નથી
18 શાખાઓ પૈકી 13 શાખાઓ ઈન્‍ચાર્જથી ચાલે છે
અમરેલી,  તા. ર
એક તરફ રાજય સરકારના કર્તાહર્તાઓ ગુજરાતના વિકાસનાં ગાણા-ગાઈ રહૃાાં છે. અને બીજી તરફ છેવાડાના માનવી સુધી સહાય પહોંચાડવામાં પંચાયતનો સિંહફાળો હોય છે. તેવી તાલુકા જિલ્‍લા પંચાયતમાં મહત્‍વનાં અનેક અધિકારીઓની જગ્‍યા ખાલી હોય જિલ્‍લા પંચાયતનાં પ્રમુખ જેનીબેન ઠુંમરે પંચાયત મંત્રીને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે,  જિલ્‍લા પંચાયત અમરેલીની 18 શાખાઓ પૈકી 13 શાખાઓ ચાર્જમાં ચાલી રહી હોય જે ખુબ જ ગંભીર બાબત ગણાય. આ શાખાઓ જિલ્‍લાની મુખ્‍ય શાખાઓ હોય તાબાની કચેરીઓ તેમજ કર્મચારીઓ ઉપર કોઈ સક્ષમ અધિકારીઓ ન હોવાથી કામગીરી પર વિપરીત અસર થાય છે. સમય મર્યાદામાં કામગીરી પુર્ણ થતી નથી. સરકાર જિલ્‍લાઓનો ઝડપી વિકાસ કરવા માંગેછે. પરંતુ વિકાસ માટે જરૂરી પાયાના અધિકારીઓ જ ન હોય તો વિકાસ કેવી રીતે થઈ શકે ? જિલ્‍લામાં માત્ર એક જ નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી ત્રણ શાખાઓનો ચાર્જ સંભાળે છે. તો આ ખાલી જગ્‍યાઓ કયારે ભરાશે?
વધુમાં જણાવેલ હતું કે, અમરેલી જિલ્‍લાના 11 તાલુકાઓ પૈકી ફકત 4 તાલુકાઓમાં જ તાલુકા વિકાસ અધિકારીની જગ્‍યા ભરેલ છે. જયારે 7 જગ્‍યા ખાલી છે. જે ફકત ચાર ટી.ડી.ઓ. બાકીની તાલુકા પંચાયતમાં ચાર્જમાં રહી સંભાળે છે. જેથી તાલુકાઓના ગ્રામ્‍ય લોકોના કામો સમયસર થતા નથી. ગામના ગરીબ લોકોને વારંવાર ધક્કા ખાવા પડે છે. ગ્રામ્‍ય કક્ષાનો વિકાસ રૂંધાઈ ગયો છે. હાલ ઉનાળુ સિઝન હોય લોકોને પીવાના પાણીના અગત્‍યના પ્રશ્‍નો ઉપસ્‍થિત થતા હોય ત્‍યારે તાલુકા વિકાસ અધિકારી ન હોય તાત્‍કાલિક કરવાની કાર્યવાહી થતી નથી. તાલુકામાં ચાલતી વિવિધ યોજનાઓના લક્ષ્યાંકો પુર્ણ થતા નથી. અને લોકોને યોજનાઓનો પુરો લાભ મળી શકતો નથી.
અંતમાં અમરેલી જિલ્‍લામાં ખાલી પડેલ અધિકારીઓની જગ્‍યાઓ કયારે ભરવામાં આવશે ? તેવો પ્રશ્‍ન કરેલ હતો.

અપૂર્વમુનિ સ્‍વામીનું શિક્ષણ તથા જીવન વિશે મનનીય પ્રવચન

અમરેલી જિલ્‍લામાં સૌપ્રથમ વખત પ્રખર વકતાશ્રી અપૂર્વમુનિ સ્‍વામીનું શિક્ષણ તથા જીવન વિશે મનનીય પ્રવચન
અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સ્‍કૂલ કેમ્‍પસમાં સૌપ્રથમ વખત જિલ્‍લામાં પ્રખર વકતા શ્રી ભભ અપૂર્વમુનિ સ્‍વામીભભનું મનનીય પ્રવચન રાખેલ છે. જેમાં શિક્ષણમાં એક ડગલુ આગળ વધવાની વિવિધ રીતો તથા જીવનનું મહત્‍વ જેવા વિષય પર પોતાની આગવી શૈલીમાં માર્ગદર્શન આપશે. તાજેતરમાં સોશિયલ મિડિયાના વધતાજતા પ્રભાવ પછી સમાજમાં બનતા આત્‍મહત્‍યાના બનાવો, તેમજ વિદ્યાર્થી તથા યુવાયુગમાં હતાશાની વધતી અસર અને જીવન વિકાસના સિદ્ધાંતો અને આઈડિયા તથા હકારાત્‍મક વિચારોની આજે ખૂબ જ જરૂરિયાત યભી થઈ છે. ત્‍યારે બુદ્ધિજીવી સમાજની ફરજો તથા સમયની માગ પ્રમાણે જીવનની દિશા વાળવાના પ્રયત્‍ન. તો શહેરના સુજ્ઞ નાગરિકોએ વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી આ ઉત્‍કૃષ્ઠ વકતવ્‍યનો લાભ લેવા સર્વે નગરજનોને વિદ્યાસભા ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે.  આ પ્રવચન વિદ્યાસભા કેમ્‍પસ લાઠી રોડ, અમરેલી ખાતે તા.3/4ને મંગળવારના રોજ સાંજના 6:30 કલાકે યોજાશે.

લાઠીમાં આવતીકાલે કવિ કલાપી એવોર્ડ એનાયત થશે

સુપ્રસિદ્ધ રામાયણી પૂ. મોરારીબાપુનાં હસ્‍તે
લાઠીમાં આવતીકાલે કવિ કલાપી એવોર્ડ એનાયત થશે
લાઠી, તા. ર
આરાધના ચેરીટેબલ ટ્રસ્‍ટ અને કલાપી તીર્થના ઉપક્રમે પૂજનીય મોરારીબાપુનાં વરદ હસ્‍તે વિદ્યમાન ગુજરાતી સાહિત્‍યમાં તેના સર્જનને લક્ષમાં લઈ પ્રતિવર્ષ આપતો ગુજરાતી સાહિત્‍યનો ત્રીજો રાજવી કવિ કલાપી એવોર્ડ ર018 કવિ રાજેશ વ્‍યાસ (મિસ્‍કિન)ને રૂપિયા એકાવન હજારની રાશિ સાથે કલા ક્ષેત્રે પ્રદાન બદલ લાઠીનાં કલાકારને આપતો ક્રાંતિ મીડિયા કલા એવોર્ડ લોક સાહિત્‍યકાર વલ્‍લભભાઈ રીબડીયા શાયરને રૂપિયા એકાવન હજારની રાશિ સાથે એવોર્ડ અર્પણ કરાશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પ્રમુખ સ્‍થાન નામદાર ઠાકોર લાઠી કીર્તિકુમારસિંહ ઉદ્યઘાટક શેઠ મનજીભાઈ ધોળકિયા ભવાની જેમ્‍સ અને પદ્મ વિષ્‍ણુ પંડયા, કવિ હર્ષદ ચંદારાણા સહિતના અનેકો મહાનુભવોની ઉપસ્‍થિતિમાં લાઠી શહેરમાં તા. 4/4/ર018 ને બુધવારનાં રોજ સંઘવી કન્‍યા વિદ્યાલય ખાતે બપોરના ર-30 કલાકે રાજવી કવિ કલાપી એવોર્ડ એનાયત સમારોહ યોજાશે.

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતો ઓનલાઈન અરજી કરી સહાય મેળવે

જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાનો અનુરોધ
અમરેલી, તા. ર
ગુજરાત રાજયમાં ખેડૂતોને આધુનિક ખેત ઓજારો, યંત્રો સહિત પાક સંરક્ષણના સાધનોની ખરીદીમાં સરકાર ઘ્‍વારા સહાય અને સબસીડી આપવામાં આવે છે. રાજયની ભાજપ સરકાર ઘ્‍વારા લાગવગશાહી દુર કરીને ઓનલાઈન પઘ્‍ધતિ ખેતીવાડી વિભાગ ઘ્‍વારા દાખલ કરવામાં આવી છે. ત્‍યારે હાલ એપ્રિલ ર018 એક મહિના દરમ્‍યાન વિવિધ યોજનાઓનો લાભ મેળવવાઓનલાઈન ચાલુ હોય તો જિલ્‍લાનાં ખેડૂતોને લાભ મેળવવા જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ અપીલ  કરી છે.
ગુજરાત રાજય ખેતીવાડી ખાતાની વેબસાઈટ ભભઆઈ ખેડૂતભભ ઉપર યોજનાઓની માહિતી ઉપલબ્‍ધ છે તેમજ ગ્રામ સેવક, ખેતીવાડી અધિકારીઓનો સંપર્ક કરવાથી પણ માહિતી ઉપલબ્‍ધ થશે જેમાં અન્‍ડર ગ્રાઉન્‍ડ પાઈપલાઈન પીવીસી, એબબીપ્‍લાવ મીકેનીક રીવનીબલ, એમબીપ્‍લાઉ, એમબીપ્‍લાઉ હાઈડ્રોલીક રીવસીબલ, ઓટોમેટીક સીડકમ ફર્ટીલાઈઝર ડ્રીલ, ઓટોમેટીક સીડકમ ફર્ટીલાઈઝર પ્‍લાટર, ઓટોમેટીક સીડ ડ્રીલ, કલ્‍ટીવેટર, કલીનર કમ ગ્રેડર, ખુલ્‍લી પાઈપલાઈન, ગ્રાઉન્‍ડનટ ડીગર, ચાફ કટર, ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ, ચેઝલ પ્‍લાઉ, ઝીરો ટ્રીલ સીડ સીડ કમ ફર્ટીલાઈઝર ડ્રીલ, ઝીરો ટ્રીલ સીડ કમ ફર્ટીલાઈઝર પ્‍લાઉ, ઝોર ટીલ સડ ડ્રીલ, ટ્રેકટર, ડીસ્‍ક પ્‍લાઉ, ડીસ્‍ક હેરો, તાડપત્રી, પેડી ટ્રાન્‍સ પ્‍લાન્‍ટ (સેલ્‍ફ પ્રોપેલ્‍ડ), પમ્‍પ સેટસ પ્રોસેસીંગ યુનિટ, પાક સંરક્ષણ સાધનો-પાવર સંચાલિત, પાવર ટીલર, પાવર થ્રેસર, પાવર વીડર (સેલ્‍ફ પ્રોપેલ્‍ડ), પોટેટો ડીગર, પોટેટો પ્‍લાન્‍ટર, પોસ્‍ટ હોલ ડીગર, ફર્ટીલાઈન્‍ર બ્રોડકાસ્‍ટર, ફરો ઓપનર, બંડ ફોર્મર, બ્રસ કટર, બ્‍લેડ હેરો, બેલર (ટ્રેકટર સંચાલિત), મલ્‍ટી ક્રોપ પ્‍લાન્‍ટર, મોબાઈલ શ્રેડર, રેઈઝડ બેડ પ્‍લાન્‍ટર, રેઝ એન્‍ડ ફેરો પ્‍લાન્‍ટર, રીઝર, રીપર (ટ્રેકટરફ્રંટ માઉંટેડ), રીપર (સેલ્‍ફ પ્રોપેલ્‍ડ), રીપર કમ બાઈંડર, રોટરી પ્‍લાઉ, રોટરી ડીસ્‍ક હેરો, રોટરી પાવર ટીલર (સેલ્‍ફ પ્રોપેલ્‍ડ), રોટરી પાવર હેરો, રોટોવેટર, લેન્‍ડ લેવલર, લેસર લેન્‍ડ લેવલર, વિનોવીંગ ફેન, શ્રેડર, સ્‍ટબલ સેવર, સબસોઈલર, સ્‍લેશર, હેન્‍ડ ટૂલ્‍સ કિટ, હેરો (રાપ) જેવી વસ્‍તુઓ ઉપલબ્‍ધ છે. ઉપર મુજબની યોજનાઓનો લાભ લેવા જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ અનુરોધ કર્યો છે.

અમરેલીની જીજીબેન ગર્લ્‍સ હાઈસ્‍કૂલનો પંચામૃત કાર્યક્રમ યોજાયો

માતૃશ્રી જીજીબેન ફોરવર્ડ ગર્લ્‍સ હાઈસ્‍કૂલ- અમરેલી શાળામાં પંચામૃત કાર્યક્રમ તા. ર9/03/ર018 સાંજે પ કલાકે યોજાયો. આ પંચામૃત કાર્યક્રમમાં (વાર્ષિકોત્‍સવ, શુભેચ્‍છા વિદાઈ, પદોન્‍નતી સન્‍માન, પ્રતિભા સન્‍માન અને ઋણ સ્‍વીકાર સન્‍માન) સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્‍લાનું ઝળહળતું પરિણામ અને વિદ્યાર્થીનીઓનો સર્વાંગી વિકાસ કરતી સંસ્‍થાનો સૌ પ્રથમ પરિચય આપ્‍યો. ત્‍યારબાદ પંચામૃત કાર્યક્રમનાં અમરેલીનાં ધારાસભ્‍ય અને ગુજરાત વિધાનસભાનાં વિરોધપક્ષનાં નેતા પરેશભાઈ ધાનાણીનાં ધર્મપત્‍ની વર્ષાબેન ધાનાણીનાં અઘ્‍યક્ષ સ્‍થાને આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનું શબ્‍દ પુષ્‍પથી સ્‍વાગત સંસ્‍થાના આચાર્યા ડો. ચંદ્રિકાબેન લાઠિયા ર્ેારા કરવામાં આવ્‍યું. તેમણે શાળાની શૈક્ષણિકસિઘ્‍ધિ અને સહઅભ્‍યાસિક પ્રવૃતિમાં પ્રતિભા સંપન્‍ન વિદ્યાર્થીનીઓથી અવગત કર્યા. આ પંચામૃત કાર્યક્રમમાં નિમંત્રણને માન આપી પધારેલા મુખ્‍ય મહેમાન નિર્દોષાનંદ હોસ્‍પિટલના ટ્રસ્‍ટી બી.એલ. રાજપરા, ડીસ્‍ટ્રીકટ ગર્વનર ઓફ લાયન્‍સ કલબ – સૌરાષ્‍ટ્ર-કચ્‍છનાં પ્રમુખ દિવ્‍યેશભાઈ સાકરીયા, ખોડલધામ ટ્રસ્‍ટ- કાગવડનાં ટ્રસ્‍ટી વસંતભાઈ મોવલીયા, જીતુભાઈ ડેર, નિલેશભાઈ દેસાઈ તથા અતિથિ વિશેષ પદે ફોરવર્ડ સ્‍કૂલ ટ્રસ્‍ટનાં મે.ટ્રસ્‍ટી રમેશભાઈ વિઠ્ઠલાણી, ટ્રસ્‍ટી હિરેનભાઈ વિઠ્ઠલાણી, પૂર્વીબેન વિઠ્ઠલાણી તથા હસમુખભાઈ ટાઢાણી, જયશ્રીબેન ડાબસરા, પ્રફુલ્‍લભાઈ બાટવીયા, ધીરૂભાઈ સિઘ્‍ધપરા, મુકુંદભાઈ મહેતા, રોહીતભાઈ જીવાણી, મનિષભાઈ જનાણી, રિધેશભાઈ નાકરાણી, અશોકભાઈ લાઠિયા, લક્ષ્મણભાઈ લાઠિયા, અનિલભાઈ બાંભરોલિયા તેમજબહોળી સંખ્‍યામાં વાલીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર રહૃાા હતા. મા સરસ્‍વતીની વંદના સાથે મહેમાનો ર્ેારા દીપ પ્રાગટય કરવામાં આવ્‍યુ. આ પંચામૃત કાર્યક્રમમાં ધો.1રની વિદાય લેતી વિદ્યાર્થીનીઓને શુભેચ્‍છા અને શાળા પ્રતિભા સંપન્‍ન વિદ્યાર્થીનીઓનું મેડલ અને શુભેચ્‍છા ભેટ આપી સન્‍માન કરાયું હતું. તથા શાળાના શિક્ષિકા જસ્‍મીનાબેન ખંધેડીયાએ સંસ્‍કૃત વિષયમાં પી.એચ.ડી.ની ઉચ્‍ચ પદવી મેળવવા બદલ તેમજ શાળાનાં સેવક પુષ્‍પાબેન વી. ગોસાઈએ સ્‍વૈચ્‍છિક નિવૃતિલેતા તથા ફોરવર્ડ સ્‍કૂલ ટ્રસ્‍ટમાં ટ્રસ્‍ટી તરીકે નિમણુંક પામતા પૂર્વીબેન વિઠ્ઠલાણીનું પુષ્‍પગુચ્‍છ, શુભેચ્‍છા ભેટઅને શાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં અનેક રાજયોની ઝાંખી કરાવતી ભવ્‍ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ કૃષ્‍ણલીલા, તલવાર રાસ, આસામી નૃત્‍ય,ગરબો જેવી કૃતિઓએ ઓડીયન્‍સને પ્રભાવિત કર્યુ હતું. કાર્યક્રમમાં શાળાના મે. ટ્રસ્‍ટી રમેશભાઈ વિઠ્ઠલાણી અને પૂર્વીબેન વિઠ્ઠલાણી ર્ેારા ઉદ્યબોધન બાદ સમગ્ર કાર્યક્રમને ઉત્‍સાહપૂર્વક આયોજન અને કંડારવા બદલ ઈલાબેન ત્રિવેદી તથા રીમાબેન જેઠવા, ભાવેશભાઈ મહેતા તથા વિનુભાઈ સગરનું સંસ્‍થા ર્ેારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તેમજ ટ્રસ્‍ટ ર્ેારા ભવ્‍ય કાર્યક્રમ યોજવા બદલ શાળાનાં આચાર્યા ડો. ચંદ્રિકાબેન લાઠિયાનું પુષ્‍પગુચ્‍છ અને શાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનાં અંતે આભારવિધિ અને સમગ્ર કાર્યક્રમનુંસંચાલન વિજયભાઈ ગુંદણીયાએ કરેલ.

દુધાળામાં તળાવ ઊંડુ કરાતાં દલિત પરિવારને અન્‍યાય

હરિકૃષ્‍ણ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સવજીભાઈ ધોળકીયાનાં માર્ગદર્શન તળે
દુધાળામાં તળાવ ઊંડુ કરાતાં દલિત પરિવારને અન્‍યાય
કલેકટરને આવેદનપત્ર પાઠવીને ન્‍યાય આપવાની દલિત ખેડૂતે કરી માંગ
અમરેલી, તા. ર
લાઠીના દુધાળા ગામે હરિકૃષ્‍ણ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સવજીભાઈ ધોળકીયા દ્વારા તળાવ ઉંડુ કરવામાં તેમાં નિયમોની ઐસી-તૈસી કરાતા ચૌચર અને ખાનગી માલીકીને નુકશાન થતા દલિત ખેડૂતોએ મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન કરીને કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે.
રમેશભાઈ ગોહીલ અને જયંતિભાઇ મારૂએ આવેદનપત્રમાં જણાવેલ છે કે, દલિત ખેડૂત ખાતેદાર છીએ અને અમારી જમીન 676 પૈકી ખાતા નંબર પ03 અને સર્વે નંબર 4પ9 ખાતા નંબર 498 અને સર્વે નંબર 676 પૈકી પ ની અમારી માલીકીની જમીન લાઠી-દુધાળા રોડ ઉપર ડાબી સાઇડ આવેલ છે અને તેમાં અમો વર્ષોથી ખેતી કરી અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ પરંતુ ગામ દુધાળાના સુરત સ્‍થિત થયેલ સવજીભાઈ ધનજીભાઇ ધોળકિયાના હરિકૃષ્‍ણ ચેરીટેબલ ટ્રસ્‍ટ સુરત દ્વારા ત્‍યાં નદી ઉંડી ઉતારવાનું કામ એક વર્ષથી કામ ચાલુ હોવાથી તેમાંથી      નીકળેલ માટી આજુબાજુનું ગૌચરણ કે સરકારી પડતર જમીન ઉપર 8 થી 10 ફૂટ ઉંચાઅને 1પ0 થી ર00 ફુટ  પહોળા પાળા બાંધી દીધેલ હોય જેના કારણે વરસાદીપાણીનું કુદરતી વહેણ સદંતર બંધ કરી દીધેલ છે. જેના કારણે અમારી ખેતીની જમીનમાં પાણી સતત ભરાય રહેલ છે. જેના કારણે અમારી જમીનમાં આવતું ઉત્‍પાદન સદંતર બંધ થઇ ગયેલ છે તેમજ પાણી ભરાવાના કારણે અમારો કુવો પુરાઇ ગયેલ હોય તેનું બાંધકામ ટુટીને કુવામાં ગયેલ છે અને બાજુમાં રહેલ મકાનની દિવાલો પણ નમી ગયેલ હોય અને અમારી વાડનું તાર ફેસિંગ પાળામાં દાટી દીધેલ હોય તેમજ અમોએ સરકારી જમીનમાં ઢોર માટે પાણી પીવાનો અવેડો બનાવેલ તે તોડી નાખેલ હોય તેમજ ત્‍યાં અમારુ પડેલ છાણયુ ખાતર 60 ટ્રેકટર પાળામાં દાટી દીધેલ હોય અને અમારા કબ્‍જાવાળી જમીનમાં ખોદાણ કામ કરી નાખેલ છે.
આ બાબતે અમોએ સવજીભાઇ ધનજીભાઇ ધોળકિયાને રૂબરૂ જણાવેલ છતા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરેલ નથી. જેના કારણે અમોને ઘણુ મોટુ આર્થિક અને ભૌગૌલિક નુકશાન થયેલ છે. જેની રજુઆત અમોએ કરેલ હોય પણ આજદિન સુધી અમોને ન્‍યાય મળેલ નથી જે ન્‍યાય અને થયેલ આર્થિક નુકશાન અને વળતર માટે અમો મામલતદાર કચેરી લાઠી ગામે ગાંધી ચિંઘ્‍યા માર્ગે અમને થયેલ અન્‍યાય અને અમારા હક માટે અમો તારીખ ર/4/ર018 ના રોજ સોમવારના દિન પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ. તેમ અંતમાં જણાવેલ છે.

સર્વોચ્‍ચ અદાલતના ચુકાદા વિરુઘ્‍ધ અમરેલી કોલેજનાં અઘ્‍યાપકોએ કલેકટરને પાઠવેલ આવેદનપત્ર

ભારત સરકાર રીવ્‍યુ પીટીશન દાખલ કરે તેવી માંગ
અમરેલી, તા. ર
અમરેલી શહેરની કમાણી સાયન્‍સ અને પ્રતાપરાય આર્ટસ કોલેજ અને મહિલા કોલેજના અનુસૂચિત જાતિ અને જનજાતિના અઘ્‍યાપકોએ  જિલ્‍લા કલેકટર, અમરેલીને તાજેતરના સર્વોચ્‍ચ અદાલતના અનુસૂચિત જાતિ- જનજાતિ (અત્‍યાચાર નિવારણ) અધિનિયમ 1989માં સુધારા સૂચવતા આદેશ વિરુઘ્‍ધ ભારત સરકાર રીવ્‍યુ પીટીશન દાખલ કરી આવા સમાજોની સુરક્ષા પુનઃ પ્રસ્‍થાપિત કરે તેવી જોગવાઈ કરવાની માંગણી કરતું આવેદનપત્ર આપ્‍યું હતું.
આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે કે આ ધારામાં સર્વોચ્‍ચ અદાલતના સુધારાથી છેવાડાના સમાજના આ વર્ગોના જીવન, સ્‍વતંત્રતા અને સુરક્ષા સામે ભય પેદા થવા સાથેસાથે સુરક્ષા સામે પ્રશ્‍નો ઉભા થયા હોવાથી ભારત સરકારે સત્‍વરે સર્વોચ્‍ચ અદાલતમાં રીવ્‍યુ પીટીશન દાખલ કરી અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના વર્ગોને સુરક્ષા અને ન્‍યાય આપવાની માંગણી કરવામાં આવી છે. કલેકટરને આવેદનપત્ર આપવા દરમ્‍યાનપ્રો. ડો. આર.એમ. રાઠોડ, પ્રો. સવિતાબેન પરમાર, પ્રો. ગીતાબેન પટેલ, પ્રો. કે.કે. પરમાર, પ્રો. કે.જી. સોંદરવા, પ્રો. દિનેશ પરમાર વગેરે ઉપસ્‍થિત રહૃાા હતાં.

બાબાપુર ખાતે સાંતલી નદી પર રૂપિયા 3 કરોડનાં ખર્ચે પુલ બનશે

અમરેલી, તા.ર
અમરેલી તાલુકાના બાબાપુર ગામે સાંતલી નદી ઉપર રૂા. 3 કરોડના પુલ ખાતમુર્હુત કરતા વિરોધપક્ષનાં નેતા પરેશભાઈ ધાનાણી તથા સર્વોદય સંસ્‍થાના વડા મીનાક્ષીબેન પુરોહિત તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સીમાબેન સાંગાણી, નારણબાપા ભંડેરી, મોહનભાઈ નાકરાણી, દલસુખભાઈ દુધાત, દિનેશભાઈ ભંડેરી, જયેશભાઈ નાકરાણી, શંભુભાઈ ધાનાણી, જગદીશભાઈ ડાભી, દીલુભાઈ ધાધલ, કીર્તીભાઈ ચોડવડીયા, દીલીપભાઈ વાડદોરીયા, જયંતીભાઈ નાકરાણી, મનજીભાઈ રાખોલીયા, મોહનભાઈ સોલંકી, હસુભાઈ સોંધરવા, અરવિંદભાઈ કાછડીયા, હરેશભાઈ ભાસ્‍કર, દીલીપભાઈબસીયા, તથા બાબાપુર ગામના સરપંચ તથા ગ્રામજનોએ હાજરી આપી.

તોરીમાં ખોડલધામ સમિતિ દ્વારા સમુહલગ્નોત્‍સવ યોજાયો

અમરેલી જિલ્‍લાના તોરી ગામે તા.1/4/ર018ને રવિવારે ભવ્‍ય સમુહ લગ્નોત્‍સવ યોજવામાં આવ્‍યો ખોડલધામ સમિતિ,તોરી તથા લેઉવા પટેલ સમાજ તોરી દ્વારા પ્રથમ સમુહલગ્નોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું. આ સમુહ લગ્નોતસવમાં 1ર નવ દંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ સમુહ લગ્નોત્‍સવ પ્રસંગે સામાજિક આગેવાનો, દાતાઓ, સંતો-મહંતોએ હાજર રહી નવદંપતિઓને આર્શિવાદ આપ્‍યા હતા. તેમજ વિરોધ પક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી પણ ઉપસ્‍થિત રહૃાાં હતા. તેમણે તેમના પ્રવચનમાં સમુહલગ્નથી અનેક ખર્ચાઓ બચે છે. અને તોરીએ ક્રાંતિનું ગામ છે. લગ્નોત્‍સવમાં 40 ટકા જેટલો ખર્ચ મંડપ સમિયાણા પાછળ કરવામાં આવે છે. પરંતુ આ આયોજન સાંજનું કરવામાં આવે તો આ ખર્ચાઓ બચી શકે છે. અત્‍યારે એક કિલીકથી સંદશોઓ પહોંચાડી શકાય છે. ત્‍યારે કંકોત્રીઅનો ખોટો ખર્ચ બંધ કરવા જોઈએ. લગ્ન પાછળ ઓછામાં ઓછા ખર્ચ થાય તેવા પ્રયત્‍નો કરવો જોઈએ તથા અમરેલી જિલ્‍લા ખોડલધામ સમિતિ કન્‍વીનર રમેશભાઈ કાથરોટીયા પણ પ્રાંશગીક પ્રવચન આપ્‍યું હતું. અને માજી મંત્રી જશુબેન કોરાટે આ પ્રસંગે ઉપસ્‍થિત રહી જણાવ્‍યું કે આવા સમુહ લગ્નોત્‍સવ સમજ સાથે જોડાઈ છે. અને એક તાંતણે બંધાય છે. અને સારા ઉપયોગની આપલે થાય આપ-લે થાય છે. આપણે સમાજ વિશાળ છે. દરિયાને પેલેપાર પણ સમાજ પથરાયેલો છે. આમ છતા સમાજમાં કયાંક સંગઠનનો અભાવ છે. જો સમાજસંગઠિત બનશે તો જ સમાજ આગળ વધશે. તોરી ગામની અંદર આ સંગઠનના દર્શન થયા છે. તેમજ વડીયા સ્‍વામિનારાયણ મંદિરના શાસ્‍ત્રી આનંદસ્‍વરૂપ સ્‍વામીએ વ્‍યસન મુકિત તેમજ આર્શિવચન આપ્‍યા હતા. આ સમુહ લગ્ન પ્રસંગે પરેશભાઈ ધાનાણી- વિરોક્ષપક્ષના નેતા, જશુમતિબેન કોરાટ – પુર્વ ધારાસભ્‍ય – જેતપુર, વિરજીભાઈ ઠુંમર – ધારાસભ્‍ય – લાઠી-બાબરા, પ્રતાપભાઈ દુધાત, ધારાસભ્‍ય – સા.કુંડલા, જીતુભાઈ વસોયા મંત્રી ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડ, ગોપાલભાઈ રૂપાપરા, ખોડલધામ ટ્રસ્‍ટ – કાગવડ, વસંતભાઈ મોવલીયા ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ, ભાયલાલભાઈ કોલડીયા – અગ્રણી બિલ્‍ડર, દિલીપભાઈ રાબડીયા – જુનાગઢ, પરેશભાઈ ડોબરીયા, હિંમતભાઈ સોજીત્રા – ગીર સોમનાથ, ધર્મેન્‍દ્રભાઈ પાનસુરીયા – ચેરમેન આરોગ્‍ય સમિતિ અમરેલી

અમરેલી જિલ્‍લાનાં દલિત સમાજમાં રોષની આંધી

અમરેલી, સાવરકુંડલા, બગસરા, વડીયા, લાઠી, ધારી, રાજુલા, દામનગર સહિતનાં શહેરમાં રેલી યોજાઈ
અમરેલી જિલ્‍લાનાં દલિત સમાજમાં રોષની આંધી
અમરેલી, તા. ર
અમરેલી જિલ્‍લામાં આજે ભારતબંધનાં એલાન સંદર્ભે દલિત સમાજે રેલી, સુત્રોચ્‍ચાર, રસ્‍તારોકો અને બજારો બંધ કરાવીને સુપ્રિમ કોર્ટ ઘ્‍વારાએસસી/એસટી એકટમાં સુધારો કરવામાં આવતાં કેન્‍દ્ર સરકાર રીવ્‍યું પીટીશન દાખલ કરે તેવી માંગ સ્‍થાનિક અધિકારીઓ મારફત રાષ્‍ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું.
અમરેલી, સાવરકુંડલા, રાજુલા, બગસરા, વડીયા, લાઠી, દામનગર સહિતનાં શહેરોમાં દલિત સમાજમાં નારાજગીનો માહોલ જોવા મળ્‍યો હતો. કયાંક બજારો બંધ થઈ હતી તો કયાંક રસ્‍તા રોકો, રેલી, સુત્રોચ્‍ચાર અને આવેદનપત્ર પાઠવવાનાં કાર્યક્રમો યોજાયા હતા.
કોઈ અનિચ્‍છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો  હતો.

03-04-2018