Main Menu

Sunday, April 1st, 2018

 

અમરેલી નાગરિક સહકારી બેન્‍કે રૂા. ર.80 કરોડનો નફો કર્યો

Created by Readiris, Copyright IRIS 2007

બેંકીંગ કામકાજનો પર્યાય એટલે અમરેલીનાગરિક બેન્‍ક : ચાલુ વર્ષે બેન્‍કે દરેક ક્ષેત્રે મેળવેલ અનન્‍ય સિઘ્‍ધીઓ

અમરેલી નાગરિક સહકારી બેન્‍કે રૂા. ર.80 કરોડનો નફો કર્યો
આગામી બે માસમાં બતો તેમજ ોઃખ્‍ય્‍ભ્‍િ બઉઉય્‍ભિબ્‍ત્‍ય્‍:દ્યની સુવિધા ચાલુ કરવામાં આવશે
અમરેલી, તા. 31
અમરેલી નાગરિક સહકારી બેંકે વર્ષ : ર017-18 માં બેંકીંગ ક્ષેત્રે તમામ અનન્‍ય સિઘ્‍ધીઓ પ્રાપ્‍ત કરી છે. ઉત્તમ ગ્રાહકલક્ષી સેવાઓ માટે બેંક હરહંમેશ પ્રયત્‍નશીલ રહેલ છે. જેમાં બેંકે  કોર બેંકીંગ સેવા ર્ેારા બેંકના ગ્રાહકો માટે દભાત અને ચતનક સેવા ઉપલબ્‍ધ થયેલ છે  તેમજ બેંક ર્ેારા  દ.હય મારફત દબહજળદ.હય સાથે જોડાણ કરવામાં આવેલ છે. તેમજ બેકના તમામ ગ્રાહકો  માટે ોય્‍((ભબ્‍િ બભ્‍ચ્‍ત્‍િ (મોબાઈલ નંબરઃ ડટડઘડણઘણઘઠપ) ની સેવા શરૂ કરવામાં આવેલ છે. જેના ર્ેારા ગ્રાહક પોતાના ખાતામાં રહેલ બેલેન્‍સ કોક ર્ેારા મેળવી શકશે. તેમજ ગ્રાહકોના ખાતાના ભઢ?બ્‍ય્‍િ ર્ેારા સ્‍ટેટમેન્‍ટની સેવા શરૂ કરવામાં આવેલ છે. તેમજ આગામી બે માસમાં બેંકના ગ્રાહકો માટે યહયહય બેંક સાથે ટાઈઅપ કરી બતોની સુવિધા ઉપરાંત બેંકની ોઃખ્‍ય્‍ભ્‍િ બઉઉય્‍ભિબ્‍ત્‍ય્‍:દ્ય (બદ્યમ્‍ચ્‍:ય્‍મ્‍ .બ્‍ત્‍):િચ્‍?) ચાલુ કરવા જઈ રહેલ છે.  ચાલુ વર્ષે બેંકે રૂા. ર.80 કરોડનો નફો કરી શ્રેષ્ઠતા સાબીત કરી છે.
તા. 31/03/ર018 ના રોજ બેંકની થાપણ રૂા.160.3રકરોડ છે.  તા. 31/03/ર017 ના રોજ બેંકનું ધિરાણ રૂા. 67.ર3 કરોડ હતુ જે ચાલુ વર્ષે વધીને રૂા. 73.7ર કરોડ થયેલ છે. એટલે કે ધિરાણમાં ચાલુ વર્ષે રૂા. 6.49 કરોડનો વધારો થયેલ છે. ગત વર્ષે બેંકનો નફો રૂા. ર.68 કરોડનો હતો. જેમાં ચાલુ વર્ષે રૂા. 1ર.00 લાખનો વધારો થતા નફો રૂા. ર.80 કરોડનો થયેલ છે.
બેંકની ચિતલ શાખા નફો કરે છે. ચાલુ વર્ષે પણ ચિતલ બ્રાંચે નફો કરેલ છે. તેમજ બેંક ર્ેારા ફતેપુર ખાતે નવા બનેલ માર્કેટયાર્ડમાં બેંકની બ્રાંચ તા. 19/01/ર018 થી શરૂ કરવામાં આવેલ છે. જેનો સીધો લાભ માર્કેટયાર્ડના વેપારી તેમજ ખેડુતોને મળેલ છે. બેકોં માટે માથાના દુઃખાવા સમાન રીકવરી હોય છે. જેથી એન.પી.એ. વધતા જતા હોય છે. પરંતુ અમરેલી નાગરિક સહકારી બેંક લી. એ રીકવરી પર દેખરેખ રાખતા બેંકના પુર્વ ચેરમેન પી.પી. સોજીત્રાની દેખરેખ નીચે બેંકનાં રીકવરી ઓફિસર  અજયભાઈ નાકરાણી અને તેમની ટીમે સતત 16 માં વર્ષે નેટ દ.બ ડપ્‍ અને ગ્રોસ દ.બ ર.4પ % જાળવીને છેલ્‍લા પ4 વર્ષથી જે સભાસદો, વેપારીઓ, ડિપોઝીટરો અને ખેડૂતોએ આ બેંક ઉપર મુકેલ વિશ્‍વાસ બેંકે જાળવી રાખેલ છે.
આમ અમરેલી નાગરિક સહકારી બેંક માત્ર બેંકીંગ કામકાજ કરતી બેંક નહી બનતાસમાજને ઉપયોગી બેંક બની છે. અને બેંકની ટીમ સમાજ પ્રત્‍યે કંઈક કરી છુટવાની ભાવના દર્શાવે છે. આ ભગીરથ કાર્ય માટે બેંકના ચેરમેન ભાવિનભાઈ સોજીત્રા, વાઈસ ચેરમેન મુજજફરહુસેન સૈયદ, મેનેજીંગ ડિરેકટર જયેશભાઈ નાકરાણી,  ડિરેકટર પી. પી. સોજીત્રા તેમજ સમગ્ર બોર્ડ ઓફ ડિરેકટરો અને બેંકના જનરલ મેનેજર આવિષ્‍કાર ચૌહાણ, આસી.મેનેજર દિલીપ ધોરાજીયા, રીકવરી ઓફિસર અજયભાઈ નાકરાણી તેમજ નિતિનભાઈ ખીમાણી તથા સમગ્ર સ્‍ટાફની કાર્યક્ષમ કામગીરીને આભારી છે.

40 વર્ષથી ચાલતી પોસ્‍ટ ઓફીસ બંધ થઈ

અમરેલીમાં માણેકપરા વિસ્‍તારની પોસ્‍ટ ઓફીસ પુનઃ શરૂ કરવા માંગ
અમરેલી, તા. 31
અમરેલી શહેરનાં માણેકપરા વિસ્‍તારમાં કેરીયારોડ ઉપર છેલ્‍લા 40 વર્ષથી પોસ્‍ટ ઓફિસ ચાલતી હતી. તે છેલ્‍લા એક મહિનાથી બંધ કરવામાં આવી છે. તેથી લોકોને ખુબજ મુશ્‍કેલીઓ પડે છે.
આ પોસ્‍ટ ઓફિસ બંધ થવાથી માણેકપરા, કેરીયારોડ, હાઉસીંગ સોસાયટી, હનુમાનપરા, ભોજલપરા, ગ્રીનપાર્ક સોસાયટી, કેરીયાનાગસ, દુધાળા, લાલાવદર મળીને કુલ-7 ગામોનાં લોકોને મળતી સુવિધાઓબંધ કરવાથી લગભગ 40 હજારની વસ્‍તીનાં લોકોને પોસ્‍ટનાં કામો રજીસ્‍ટર એડી, સ્‍પીડ પોસ્‍ટ, પોસ્‍ટલ સેવીંગ, ટેલીફોનીક બીલ, લાઈટ બીલ, ટીકીટ, પોસ્‍ટકાર્ડ વિગેરે કામગીરી માટે હેડ પોસ્‍ટ ઓફિસમાં જવુ પડે છે. ત્‍યાં પણ વધારે લોકોની ભીડ હોવાથી ખુબજ મુશ્‍કેલી પડે છે. તેથી માણેકપરા, કેરીયારોડ, પટેલ બોર્ડીગમાં બંધ પડેલ પોસ્‍ટ ઓફિસ તાત્‍કાલિક શરૂ કરાવવા કોંગી અગ્રણી શંભુભાઈ દેસાઈએ માંગ કરી છે.

અમરેલી એસ.ટી. ડિવિઝનમાં ચાલતી ભ્રષ્‍ટાચારની ગંગોત્રી

અમરેલી, તા.31
એક સમયમાં એસ.ટી. નિગમના 16 વિભાગ પૈકી અમરેલી વિભાગ નફો કરતું હતું વર્ષ-ર016/ 17માં ખોટ કરતું થયેલ છે. આ પરિસ્‍થિતિ અમરેલી વિભાગના વિભાગીય નિયામકની બિનકાર્યક્ષમતાતથા વિભાગમાં ચાલતા ભ્રષ્‍ટાચારથી આ પરિસ્‍થિતિનું નિર્માણ થયેલ છે.
વર્ષ-ર016 થી ર017 સુધીમાં અમરેલી એસ.ટી.વિભાગના ડ્રાઈવર-કંડકટરના ડબલ ડયૂટીના ઓવર ટાઈમના કુલ ખર્ચ રૂા. 3,13,પર,619 થયેલ છે. વર્ષ – ર016 થી ર017 સુધીમાં 44 જેટલા ડ્રાઈવર-કંડકટરો પાસેથી નિયતકક્ષાની ફરજો લેવાને બદલે બિનઅધિકૃત વપરાશ કરીને રૂા. 6ર,38,000 નો ખોટો પગાર ચુકવાયેલ  છે. વર્ષ-ર016 થી ર017 સુધીમાં એક સમાન ડીફોલ્‍ટ કેસમાં કેસની ગુણવતા મુજબ સજા કરવાને બદલે 34 ડીફોલ્‍ટ કેસમાં વહાલા દવલાની નીતી રાખેલ છે. વિભાગીય નિયામકની અણઆવડતને કારણે વર્ષ-ર016/17 માં વિભાગના વાર્ષિક પરિણામે એકદમ નીચા ગયેલ છે. ઓપરેટર કિ.મી.તથા ટ્રાફીક રેવન્‍યું ધટાડો થયો છે. ક્રુ કોસ્‍ટમાં અઢી કરોડ રૂપિયાનો વધારો થાય છે. વર્ષ-ર016/ 17માં વિભાગીય નિયામક પોતાની મંથલી ડાયરી તેમજ વ્‍હીકલ ડાયરીમાં ખોટી વિગતો, ખોટી તારીખો, ખોટા સમયો, ખોટી મુલાકાતો બતાવી એસ.ટી.ના સાધનોનો દુર ઉપયોગ કરેલ છે. તેમ મનોજકુમાર સરપદડીયાએ એક યાદીમાં આક્ષેપ કર્યો છે.
હાલમાં, અમરેલી એસ.ટી. વિભાગમાં વિભાગીય નિયાકના સ્‍ટાફકાર, ડ્રાઈવરનો બોગસ ઓવરટાઈમનો ભ્રષ્‍ટાચાર બહાર આવેલ છે. સ્‍ટાફકાર ડાયરીમાં ખોટો સમય, વધારે કામના કલાકો, ખોટીગણતરી તથા ઓવરટાઈમ ન થતો હોવા છતાં ઓવરટાઈમનાં કલાકો ટી.ટુ.એ. સીટમાં દર્શાવી ર98 કલાકના ખોટા ઓ.ટી. કલેમ કરી રૂા.76,900 જેટલી માતબર રકમ લીધેલ છે. ટી.ટુ.એ.સીટ નિયમ પ્રમાણે ઓડિટ કરવાની હોય પરંતુ ઓડિટ કરવામાં આવેલ નથી. વિભાગીય નિયામકના ડ્રાઈવર અંગત વિશ્‍વાસું હોવાથી વહીવટી અધિકારી તથા હિસાબી અધિકારી પોતાની ફરજ ચુકીને આટલી મોટી રકમ અપાવવામાં મદદ કરી છે. અમરેલી વિભાગમાં કુલ 1391 ડ્રાઈવર – કંડકટરનાં ટી.ટુ.એ. ચકાસવામાં આવે તો કેટલા કલાકનો ભ્રષ્‍ટાચાર થયો હશે તે તપાસનો વિષય છે.
નિયમના 16 વિભાગમાં નિયમોનુસાર 6 સ્‍ટાફકાર ડ્રાઈવરની મહેકમ હોય છે. 16શ6 ્ર 96 ડ્રાઈવરના ટી.ટુ.એ. ચકાસવામાં આવે તો ઓવરટાઈમના કલાકોનો ભ્રષ્‍ટાચાર બહાર આવે તેમજ મઘ્‍યસ્‍થ કચેરી અમદાવાદના સ્‍ટાફકાર ડ્રાઈવર અંદાજીત 3પની ટી.ટુ.એ.ચકાસવામાં આવે તો ઓવરટાઈમના કલાકોનો ભ્રષ્‍ટાચાર બહાર આવે તેમજ નિગમના અંદાજીત 3પ,000 ડ્રાઈવર- કંડકટરની ટી.ટુ.એ.ની ચકાસણી કરવામાં આવે તો કેટલા કલાકો અને કેટલા રૂપિયાનો ભ્રષ્‍ટાચાર થાય છે તે તપાસ થયેથી દુધનું દુધ અને પાણીનું પાણી બહાર આવશે. અમરેલી વિભાગમાં માત્ર રૂા.40 ની ચોરી કરનાર કંડકટરને નોકરીમાંથી બરતરફ કરી નિગમને આર્થિક નાણાકીય નુકશાનગણી પોલીસ ફરીયાદ તેમજ કોર્ટ કાર્યવાહી કરવામાં આવતી હોય તો અમરેલી એસ.ટી.વિભાગના ભ્રષ્‍ટાચાર કરનારા અધિકારી વિભાગીય નિયામક, વહીવટી અધિકારી, હિસાબી અધિકારી સહિત સંપુર્ણ સામે નાના કર્મચારી વિરૂઘ્‍ધ ખાતાકીય તેમજ ફોજદારી કાર્યવાહી થાય છે. તે મુજબ આ અધિકારીઓ વિરૂઘ્‍ધ પણ પગલા લેવા અંગે આર.ટી.આઈ. એકટીવીસ્‍ટ મનોજ પી. સરપદડીયા દ્વારા મઘ્‍યસ્‍થ કચેરીના ઉચ્‍ચ અધિકારીઓને લેખિતમાં રજુઆત કરેલ છે.

અમરેલી શહેરનાં ફેરીયાઓની યાદી પાલિકા ર્ેારા તૈયાર કરાશે

ફેરિયાઓએ પાલિકાનો સંપર્ક કરવો
અમરેલી, તા. 31,અમરેલી નગરપાલિકા તરફથી આ જાહેર સૂચના પ્રસિઘ્‍ધ કરવામાં આવે છે કે, અમરેલી શહેરી વિસ્‍તારના ફેરી કરીને પોતાની આજીવિકા મેળવતા શહેરી ફેરીયાઓ માટે સરકારની દીનદયાળ અંત્‍યોદય યોજના-રાષ્‍ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત ભભગુજરાત સ્‍ટ્રીટ વેન્‍ડર્સ (પ્રોટેકશન ઓફ લાઈવલીહુડ એન્‍ડ રેગ્‍યુલેશન ઓફ સ્‍ટ્રીટ વેન્‍ડીંગ) રૂલ્‍સ-ર016 નોટીફાઈ કરવામાં આવ્‍યા છે. જે અંતર્ગત અમરેલી નગરપાલીકા વોર્ડ વિસ્‍તારમાં ફેરી કરીને પોતાની આજીવિકા મેળવતા શેરી ફેરીયાઓની ઓળખ માટે સરકાર ર્ેારા નિયુકત એજન્‍સી ર્ેારા સર્વેની કામગીરી કરવામાં આવેલ છે જે હવે પૂર્ણ થનાર છે પરંતુ હજી સુધી કોઈ પણ કારણોસર બાકી રહી ગયેલ શહેરી ફેરીયાઓ પોતાના નામની નોંધણી જાહેરાત પ્રસિઘ્‍ધ થયેથી દિવસ-07 સુધીમાં અમરેલી નગરપાલીકા કચેરી, ગાંધી બાગ, એનયુએલએમ શાખામાં કરાવી લેવા તાકીદ કરવામાં આવે છે.


અમરેલી જિલ્‍લામાં પણ કરોડો રૂપિયાનું બેન્‍ક કૌભાંડ ?

દરિયાકાંઠાની એક કંપનીએ રૂપિયા પપ0 કરોડ માટે હાથ ઉંચા કર્યાની ચર્ચા
અમરેલી જિલ્‍લામાં પણ કરોડો રૂપિયાનું બેન્‍ક કૌભાંડ ?
કંપનીની મિલ્‍કત 10 થી ર0 કરોડ અને લોનની રકમ રૂપિયા પપ0 કરોડ
અમરેલી, તા. 31
દેશભરની ખ્‍યાતનામ બેન્‍કોમાંથી કરોડો રૂપિયાની લોન લઈને હાથ ઉંચા કરી દેવાની મૌસમ પુરબહારમાં ખીલી છે. ત્‍યારે, અમરેલી જિલ્‍લો પણ એમાંથી કેમ બાકાત રહી શકે.
ચર્ચાતી વિગતો મુજબ અમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠે એક કંનીએ રાષ્‍ટ્રીયકૃત બેન્‍કની મુખ્‍ય શાખામાંથી રૂપિયા પપ0 કરોડની અધધ રકમની લોન લઈને નિયત સમયે લોન ભરી ન હોય આ અંગેની ચર્ચાએ સમગ્ર જિલ્‍લામાં જોર પકડેલ છે.
એવું પણ ચર્ચાઈ રહૃાું છે કે કંપની કોઈ ઉત્‍પાદન કરતી ન હતી માત્રઆયાત નિકાસનીકામગીરી દર્શાવીને તેમજ રૂપિયા પ થી 10 કરોડની જમીન ગીરો કરીને બેન્‍કનાં ઉચ્‍ચ કક્ષાનાં અધિકારીને રાજી કરીને રૂપિયા પપ0 કરોડની રકમ ઉપાડી લઈને હાલ હાથ ઉંચા કરી દીધાની ચર્ચાએ જોર પકડેલ છે. જોકે હાલ આ અંગે હજુ સુધી સત્તાવાર કોઈ ફરિયાદ દાખલ થઈ નથી. પરંતુ, ફરિયાદ થવાની શકયતાઓ જોવા મળી રહી છે.

લાઠીનાં હાવતડ ગામે ધામેલનાંઈસમ ઉપર છરી વડે હુમલો

અમરેલી, તા.31
લાઠી તાલુકાના ધામેલ ગામે રહેતા વિજયભાઈ કાળુભાઈ ગોહિલ તથા અન્‍ય લોકોએ પૈસાની લેવડ- દેવડ કરવાની હોય, જેની તેઓ હાવતડ ગામે તેમના ફુવાના ઘરે ગયેલા ત્‍યારે હાવતડ ગામે રહેતા છગન મુળજીભાઈ મેવાડા, વિશાલ છગનભાઈ, સાગર છગનભાઈ મેવાડાને સારૂ નહીં લાગતાં વિજયભાઈ તથા તેમની સાથે ગયેલા લોકોને ગાળો આપી રસોડામાંથી દાગીના લઈને આંખ પાછળ ઈજા કરી, આડેધડ માર મારી ઈજા કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ દામનગર પોલીસમાં નોંધાઈ છે.

લાઠીમાં મહિલાને 4 ઈસમોએ લાકડી તથા ઢીકાપાટુનો માર મારી કરી ઈજા

અમરેલી, તા.31
લાઠી ગામે આવેલ ખોડીયાર નગર વિસ્‍તારમાં રહેતા વસંતબેન મધુભાઈ મકવાણાના પુત્રને અગાઉ તે જ ગામે રહેતા હરીભાઈ મેઘાભાઈ મેર, અમુભાઈ ખીમજીભાઈ મેર સાથે મનદુઃખ થયેલ તે વાતનું મનદુઃખ રાખી આ બન્‍ને તથા બે અજાણ્‍યા મળી કુલ 4 ઈસમોએ લાકડી વડે માર મારી ઈજા કર્યાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાયેલ છે.

અમરેલી શહેરમાં સ્‍વચ્‍છતા અભિયાનની તો ઐસી-તૈસી

શહેરની દરેક ગલીઓ અને રાજમાર્ગો પર ગંદકીનો માહોલ
અમરેલી શહેરમાં સ્‍વચ્‍છતા અભિયાનની તો ઐસી-તૈસી
કાબરીયા ચોક વિસ્‍તારનાં રહેવાસીઓએ ચીફ ઓફીસરને રજુઆત કરી
અમરેલી, તા.31
અમરેલી શહેરમાં ગંદકીનું સામ્રાજય દુર કરવામાં પાલિકાનાં શાસકો સદંતર નિષ્‍ફળ નિવડયા છે. શહેરમાં સેંકડો સ્‍થળોએ ગંદકીનાં ગંજ ખડકાયા છતાં પણ તેને દુર કરવામાં આવતા નથી.
દરમિયાનમાં કાબરીયા ચોક વિસ્‍તારનાં રહેવાસીઓએ ચીફ ઓફીસરને પત્ર પાઠવીને હઠીલા હનુમાન મંદિર વિસ્‍તારમાં તાકીદે સફાઈકાર્ય કરવાની માંગ કરી છે.
બીજી તરફ શહેરમાં ગલીઓ ઉપરાંત રાજમાર્ગો પર ગંદકીનું સામ્રાજય જોવા મળી રહૃાું છે. શહેરમાં પોસ્‍ટ ઓફીસ પાછળનો માર્ગ ચિતલ રોડ, ચકકરગઢ રોડ, નદીકાંઠા વિસ્‍તારમાં પણ બેફામ ગંદકી જોવા  મળે છે.
એકવીસમી શદીમાં સ્‍વચ્‍છતા માટે અતિ આધુનિક સાધનો બજારમાં આવી ગયા છે પરંતુ પાલિકાનાં શાસકો તેનો ઉપયોગ કરતાં નથી તે હકીકત છે.

માંડણ-મોરંગી જવાના માર્ગ ઉપર બાઈક સ્‍લીપ થતાં તરૂણનું મોત

અમરેલી, તા.31
રાજુલા તાલુકાના ડોળીયા ગામે રહેતો વિશાલ હિંમતભાઈ દવેરા નામનો 17 વર્ષીય તરૂણ ગત તા.ર8ના સાંજના સમયે પોતાના હવાલા વાળુ મોટર સાઈકલ લઈ માંડણ નજીક આવેલ મોરંગી જવાના માર્ગ ઉપરથી પસાર થતો હતો ત્‍યારે મોટર સાયકલ સ્‍લીપ થઈ જતાં પોતાને ઈજા થતાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયાનું ડુંગર પોલીસમાં જાહેર થવા પામેલ છે.

કોંગ્રેસ પાલિકા ચલાવી શકતી નથી ને પાર્લામેન્‍ટ ચલાવવાનાં સપના જોવે છે

રાજુલા પાલિકાનાં કોંગી પ્રમુખની કાર્યશૈલીથી નારાજ થઈને ર0 સદસ્‍યોએ બાયો ચડાવી
કોંગી હાઈકમાન્‍ડ એટલે નખ-દાંત વગરનો સિંહ
રાજુલા, તા. 31
રાજુલા નગરપાલિકાના મહિલા પ્રમુખ સામે આજે ર0 સભ્‍યોની સહીથી અવિશ્‍વાસની દરખાસ્‍ત રજૂ થઈ. શહેરમાં સન્‍નાટો રાજુલા શહેરનાં શાણા અને સમજુ મતદારોએ ગત ડીસેમ્‍બર માસમાં યોજાયેલી રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં શહેરનાં સર્વાગી વિકાસ, પારદર્શક વહીવટની અપેક્ષા સાથે રાજુલા પાલિકાના 7 વોર્ડ માંથી કુલ ર8 ઉમેદવારોમાંથી ર7 બેઠકો ઉપર કોંગ્રેસને વિજય અપાવ્‍યો હતો. આ ઘટના રાજુલાનાં ચૂંટણીલક્ષી ઈતિહાસની પ્રથમ ઘટના હતી, દોઢ માસના કોંગ્રેસના શાસન દરમ્‍યાન કથિત ભ્રષ્‍ટાચારની રાવ સાથે આજે ર0 સભ્‍યોની સહીવાળા અવિશ્‍વાસ પ્રસ્‍તાવ રાજુલા નગરપાલિકાનાં ઉપપ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખ છત્રજીત ધાખડાએ પાલિકામાં રજુ કર્યો હતો. આજે બનેલી આ રાજકિય ઘટનાથી શહેરીજનો સ્‍તબ્‍ધ બની ગયા હતા. આજે આઅંગે અવિશ્‍વાસનો પ્રસ્‍તાવ રજૂ કરનાર છત્રજીત ધાખડાનો સંપર્ક સાધતા તેમણે કહૃાું હતું કે અમોએ જાહેરસભામાં ભ્રષ્‍ટાચાર ન કરવાના શપથ લીધા હતા પરંતુ મહિલા પ્રમુખ ર્ેારા કથિત ભ્રષ્‍ટાચાર આચરાઈ રહૃાો હોવાની ફરિયાદો મારા સુધી પાલિકાનાં અમારા સદસ્‍યો ર્ેારા અને નગરજનો ર્ેારા આવતા અમારે ના છૂટકે આ પગલુ ભરવું પડયું છે.
જયારે રાજુલા નગરપાલિકાના મહિલા પ્રમુખ મીનાબહેન વાઘેલાનો સંપર્ક સાધતા તેઓએ કહૃાું હતું કે અમે શાસન સંભાળ્‍યા પછી અમોએ એકપણ કામ કોઈને આપ્‍યું નથી અત્‍યારે જે કામો શરૂ છે તે કામો અગાઉના બોર્ડે આપેલા છે. શ્રીમતિ વાઘેલાએ વધુમાં કહૃાું હતું કે અમે આજદિન સુધીમાં એકપણ બીલનું ચુકવણું પણ કર્યુ નથી તો ભ્રષ્‍ટાચાર કંઈ રીતે થાય.
રાજુલા પંથકનાં અઢારેય વરણે જેમના ઉપર ભરોસો મુકી ભા.જ.પ.ના ઉમેદવારને પરાજીત કરી કોંગ્રેસનાં અંબરીષ ડેરને વિજયની વરમાળા પહેરાવી છે તેવા યુવા ધારાસભ્‍ય અંબરીષ ડેરનો આજે સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું હતું કે હું ગ્રામ્‍ય વિસ્‍તારના પ્રવાસમાંથી આજે ફ્રી થયો છું. હવે અમે કોંગ્રેસનાં બન્‍ને જુથનાં સદસ્‍યઓને સાંભળી મોવડી મંડળને રીપોર્ટ કરીશું. પાર્ટી અને મોવડી મંડળ જે નિર્ણય લે તે માન્‍ય રાખીશું.

બગસરામાં ઓટો મોબાઈલ્‍સની દુકાનમાં આગથી રૂપિયા 3 લાખનું નુકશાન થયું

આગનાં કારણે પાલિકાનાં વહીવટની પોલ ખુલ્‍લી ગઈ
બગસરામાં ઓટો મોબાઈલ્‍સની દુકાનમાં આગથી રૂપિયા 3 લાખનું નુકશાન થયું
ફાયર ફાઈટર પાણી ભર્યા વગર દોડી આવતા આશ્ચર્ય
બગસરા, તા. 31
બગસરા કુંકાવાવ નાકા પાસે આવેલ ૐ ઓટોમોબાઈલ્‍સ નામની દુકાનમાં શોર્ટ સર્કીટનાં કારણે આગ લાગતા અંદાજે 3 લાખથી વધુનું નૂકશાન થયાનું જાણવા મળ્‍યું છે.
વિગત અનુસાર બગસરા કુંકાવાવ નાકા પાસે આવેલ બીપીનભાઈ (હીરાભાઈ) મનસુખભાઈ સીઘ્‍ધપુરાની માલીકીનીૐ ઓટો મોબાઈલ્‍સ નામવાળી દુકાનમાં સવારે 7 વાગ્‍યાની આસપાસ શોર્ટ સર્કીટનાં કારણે આગ લાગી હોવાનું તેમજ દુકાનની અંદર રહેલ માલસામાન બળીને રાખ થઈ જતા અંદાજે રૂા.3 લાખથી વધુનું નૂકશાન થયેલ છે. આ અંગેના સમાચાર વાયુવેગે શહેરમાં પ્રસરીજતા લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયેલ અને બગસરા નગરપાલીકાના ફાયર ફાઈટરને જાણ કરતાં તાબડતોબ દોડી આવેલ હતું. પરંતુ ફાયર ફાઈટરના ટાકામાં પાણી ન હોવાથી તે પાણી ભરવા પરત ફરેલ હતું. ત્‍યારે ત્‍યાં એકઠા થયેલ લોકોએ બાલટીથી પાણી ભરીને આગ વધુ ન પ્રસરે તે માટેનાં તમામ પ્રયત્‍નો હાથ ધરેલ હતા. ફાયર ફાઈટર પાણી ભરીને પરત આવીને આગ ઉપર કાબુ મેળવીને આગ બુજાવેલ હતી તેમ દુકાન માલીકના ભાઈ ચેતન સીઘ્‍ધપુરાએ જણાવ્‍યુ હતું.

સાવરકુંડલાનાં આંબરડી-જાંબાળ ગામ વચ્‍ચે તોતિંગ ટ્રક પલટી ગયો

આંબરડી, તા.31
આજે સવારના 10 કલાકે અમરેલી- પીપાવાવ હાઈવે પર સાવરકુંડલા નજીક આવેલ આંબરડી- જાંબાળ વચ્‍ચે હાઈવે પર આવેલ         વળાંકમાં કન્‍ટેનર ભરેલ એક મહાકાય ટોરસ ટ્રક પલ્‍ટી મારી જતાં થોડીવાર માટે માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
મળતા અહેવાલ મુજબ સાવરકુંડલાથી પીપાવાવ તરફ ફુલ સ્‍પીડે જતા કન્‍ટેનર ભરેલ ટોરસે ભયંકર વળાંકમાં ચાલકે કાબુ ગુમાવતા ધડાકાભેર ટોરસ હાઈવે પર આડુ પલ્‍ટી જતા હાઈવે પર અફડા તફડી સર્જાઈ હતી.સદનસીબે જાનહાની ટળી હતી. ડ્રાઈવરને પગમાં ઈજા થતા 108ની મદદ મંગાવાઈ હતી. બનાવની જાણ થતાસાવરકુંડલા તાલુકા પોલીસ સ્‍ટાફ ઘટના સ્‍થળે પહોંચી હાઈવે ખુલ્‍લો કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલીનો ગૌરવસમો ચિતલ માર્ગ બન્‍યો બિસ્‍માર

મસમોટા ગાબડાઓથી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા
અમરેલીનો ગૌરવસમો ચિતલ માર્ગ બન્‍યો બિસ્‍માર
પોલીસ અધિક્ષક કચેરી સામે વર્ષોથી ગાબડા પડી રહૃાા છે કાયમી નિરાકરણ થતું નથી
અમરેલી, તા. 31
અમરેલી શહેરનો સૌથી વધુ ક્રીમ વિસ્‍તાર અને જે માર્ગ પર ફરવાલાયક સ્‍થળો આવેલા છે તેવા ચિતલ માર્ગની હાલત અતિ કફોડી બની હોવા છતાં પણ માર્ગ-મકાન વિભાગ ઘ્‍વારા બિસ્‍માર માર્ગની મરામતકરવામાં આવતી નથી.
ચિતલ માર્ગ પર પોલીસ અધિક્ષક કચેરીની સામે મહિનાઓથી માર્ગ પર ગાબડા પડી રહૃાા છે પરંતુ તેનું કાયમી નિરાકરણ કરવામાં આવતું નથી. તેમજ ગણેશ સોસાયટી અને ઓમનગરનાં કોર્નર પર મસમોટા ગાબડાઓ પડી ગયા છે.
આ માર્ગ પર નિયમિત હજારો વાહનો પસાર થઈ રહૃાા હોવા છતાં પણ કોઈ અધિકારી કે પદાધિકારીને બિસ્‍માર માર્ગની સમસ્‍યા દુર કરવાનું સુઝતું ન હોય આ માર્ગનાં રહેવાસીઓમાં નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો છે.

ભુરખીયા હનુમાન મંદિરે હજારોની સંખ્‍યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

દામનગર-ભુરખીયા હનુમાનજી મંદિરે ભાવિકોના ઘોડાપુર દુર-દુરથી પદયાત્રીઓ દાના દર્શને આવતા રસ્‍તામાં ઠેર-ઠેર સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ દ્વારા ઠંડા-પીણા શરબત, આઈસક્રીમ, આઈસ કેન્‍ડીની વ્‍યવસ્‍થાઓ બે લાખ કરતા વધુ ભાવિકોએ દાદાના દર્શન કરી ધન્‍યતા અનુભવી હનુમાનજી મંદિર સામેમેળામાં માનવ મેદની દરેક દિશાએથી દર્શનાર્થીઓનો પ્રવાહ ગાગર જેવડા ભુરખીયામાં સાગર જેવી મેદની મેળામાં ગૌસેવાઓના ધર્માદા સ્‍ટોલ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓની સુંદર સેવાઓ જોવા મળી બન્‍ને દિશાઓમાં વિશાળ પાર્કિંગમાં વાહનોની કતારો ભજન કીર્તન કરતા પદયાત્રીઓની સુંદર સેવાઓ જોવા મળી બન્‍ને દિશાઓમાં વિશાળ પાર્કિંગમાં વાહનોની કતારો ભજન કીર્તન કરતા પદયાત્રીઓનો અવરીત પ્રવાહ દર્શનીય નજારો મંદિર સંકુલમાં હનુમાનજીની અલ્‍પાકૃતિ સમાં મનોદિવ્‍યાંગ આકર્ષણનું કેન્‍દ્ર જુનાગઢ જિલ્‍લાના મેંદરડાના શ્રીજી એજયુકેશન ટ્રસ્‍ટના ર1 થી વધુ મનોદિવ્‍યાંગો સ્‍ટોલને ભાવિકો દ્વારા મદદ બપોરના સમયે પાટીદાર આરક્ષણના પ્રણેતા હાર્દિક પટેલનો કાફલો દાદાના દર્શને આવ્‍યો સેલ્‍ફી માટે યુવાનો સહિત અનેકોએ હાર્દિક પટેલ સાથે સેલ્‍ફી લીધી દાદાના દર્શને આવેલા હાર્દિકનું મંદિર ટ્રસ્‍ટ દ્વારા ઉષ્‍માભર્યુ સ્‍વાગત કરતા ટ્રસ્‍ટી જીવનભાઈ હકાણી હરજીભાઈ નારોલાએ પુસ્‍તક અને દાદાનો ફોટો અર્પણ કર્યો હતો.

જિલ્‍લાનાં તમામ હનુમાન મંદિરોમાં સવારથી રાત સુધી ધાર્મિકજનોની ભીડ ઉમટી

અમરેલી જિલ્‍લામાં ‘‘જય બજરંગ બલી”નો નાદ ગુંજી ઉઠયો
જિલ્‍લાનાં તમામ હનુમાન મંદિરોમાં સવારથી રાત સુધી ધાર્મિકજનોની ભીડ ઉમટી
અમરેલી, તા. 31
અમરેલી જિલ્‍લામાં આજે રામભકત હનુમાનજીની જન્‍મજયંતિની આસ્‍થા અને ઉત્‍સાહભેર ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્‍લાનાં હનુમાન મંદિરોમાં સવારથી રાત સુધી દર્શનાર્થીઓની ભીડ ઉમટી હતી.
દામનગર નજીક આવેલ સુપ્રસિઘ્‍ધ ભુરખીયા હનુમાન મંદિરે ગત રાત્રીથી માનવ મહેરામણ ઉમટી પડયો હતો. ચારે દિશાઓમાંથી મોટી સંખ્‍યામાં પદયાત્રીઓ દર્શનાર્થે ઉમટી પડયા હતા. ગત રાત્રીથી આજ રાત સુધીમાં દોઢથી બે લાખ ભકતોએ હનુમાનજીનાં દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.
અમરેલી શહેરનાં રોકડીયા, લાલાવાવ, બાલાજી, કષ્‍ટભંજન, હઠીલા, પંચમુખી સહિતનાં હનુમાન મંદિરો તેમજ જિલ્‍લાનાં દરેક શહેરો અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ હનુમાન જયંતિની આસ્‍થાભેર ઉજવણીકરવામાં આવી હતી.
હનુમાન જયંતિનાં પાવન પ્રસંગે મહાઆરતી, બટુક ભોજન, સંતવાણી, મહાપ્રસાદ સહિતનાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સમગ્ર જિલ્‍લામાં જય બજરંગબલીનો નાદ ગુંજી ઉઠયો હતો.

ઓકસફોર્ડ સ્‍કૂલ ર્ેારા પદયાત્રીઓનું કરાયું સ્‍વાગત

હનુમાનજી મહારાજની જન્‍મ જયંતિનાં પાવન પ્રસંગે પગપાળા ભુરખીયા હનુમાનજીનાં દર્શને જતાં હોય, ત્‍યારે પદયાત્રીઓને ઠંડા પીણાથી ઓકસફોર્ડ સ્‍કૂલ નજીક ઓકસફોર્ડ સ્‍કૂલ ર્ેારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. અને તમામ પદયાત્રીઓને ઠંડા પીણા પીવરાવી આગળ માનભેર પ્રસ્‍થાન કરાવવાં સ્‍કૂલનાં મયુરભાઈ ગજેરા તથા તેમની ટીમ ર્ેારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

01-04-2018