Main Menu

March, 2018

 

31-03-2018


પાલિકાની ચૂંટણીમાં વિજેતા થતાં લાઠીમાં છૂટા પથ્‍થર વડે માર મારી કરી ઈજા

પાલિકાની ચૂંટણીમાં વિજેતા થતાં
લાઠીમાં છૂટા પથ્‍થર વડે માર મારી કરી ઈજા
અમરેલી, તા.ર9
લાઠીનાં ખોડીયાર નગર વિસ્‍તારમાં રહેતા મેઘાભાઈ પોલાભાઈ મેર નામના 60 વર્ષીય વૃઘ્‍ધના દીકરા તાજેતરમાં યોજાયેલ લાઠી નગરપાલિકાની ચૂંટણીમાં ઉભા રહેલ અને તે ચૂંટણીઓ જીતી જતાં તે જ ગામે રહેતા મધુ કાળુભાઈ સતીષ મધુભાઈ તથા હિતેશ મધુભાઈ વિગેરે તે વાતનું મનદુઃખ રાખી ગઈકાલે સવારે પોતાના મકાનના સ્‍લેબ ઉપરથી છૂટો પથ્‍થર મારી ઈજા કરી તથા બિભત્‍સ ગાળોઆપી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાવી છે.

ગેરકાયદે મંડળી રચી મકાનનાં બારી-બારણા કાચ તોડી નાંખ્‍યા

લાપડીયાપરામાં મારામારી થતાં સામસામી પોલીસ ફરિયાદ
અમરેલી, તા. ર9
જાફરાબાદ નજીક આવેલ લાપડીયા વિસ્‍તારમાં રહેતાં દેનાબેન બાબુભાઈ શિયાળ નામનાં 60 વર્ષિય વુઘ્‍ધા પોતાનાં પૌત્રને  રમાડતા હતા ત્‍યારે તેમની પડોશમાં રહેતાં જયાબેન દિલીપભાઈ સાંખટે વગર કારણે  ગાળો આપી તથા દિલીપભાઈ સાખંટે વગર કારણે ગાળો આપી તથા દિલીપભાઈ સાખંટે તથા પ્રવિણભાઈ સાંખટે લોખંડના પાઈપ, લાકડી, તથા પાવડા વડે માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.
તો સામાપક્ષે પણ પ્રવિણભાઈ ભુપતભાઈ બારૈયાએ પણ શાંતાબેન, દેનાબેન, ભરતભાઈ શિયાળ સહિત 6 લોકોએ પ્રવિણભાઈના ઘરમાં પથ્‍થરમારો કરી, ઘરનાં બારણા, બારીના કાચ વિગેરે તોડી નાંખી ગેરકાયદે મંડળી રચી    ગાળો આપી ધમકી આપ્‍યાની સામી ફરિયાદ નોંધાવી છે. પોલીસે બન્‍ને પક્ષોની ફરિયાદ લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

ખાંભાનાં વાંકીયામાં જુગાર રમતાં આઠ ઈસમો રૂા. 1.33 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા

જાહેરમાં જુગાર રમતાં ઈસમો સામે પોલીસે કરી કાર્યવાહી
અમરેલી, તા. ર9
ખાંભા તાલુકાનાં  જીકીયાળી ગામે રહેતાંહીંમતભાઈ શામજીભાઈ નસીત સહિત 8 ઈસમો ગઈકાલે મોડી રાત્રીના સમયે વાંકીયા ગામે જાહેરમાં જુગાર રમતાં હોય, ખાંભા પોલીસને બાતમી મળતાં દરોડો કરી આઠેય ઈસમોને રોકડ રકમ રૂા.રર760 તથા મોટર સાયકલ નંગ-પ મળી કુલ રૂા.1.3ર,760નાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

રાજુલાની યુવતિ પર પડોશીઓએ નિર્લજજ હુમલો કરી પરિવાર ઉપર હુમલો કર્યો

અમરેલી, તા.ર9
રાજુલા ગામે રહેતા અફસાનાબેન ઈબ્રાહીમભાઈ જુનેજા નામની રર વર્ષીય યુવતિ ગઈકાલે બપોરે બજારમાં નીકળી હતી ત્‍યારે રીઝવાન દીલુભાઈ પઠાણે તેણીની સામે બદઈરાદે જોતા તેણીએ તે બાબતે ઠપકો આપતા આ રીઝવાન તથા તેમના ભાઈ રીયાઝ દીલુભાઈ પઠાણે લાકડી, પાઈપ લઈ અને યુવતિની આબરૂ લેવાના ઈરાદે નિર્લજજ હુમલો કરી કપડા ફાડી નાખી લોખંડની પાઈપ, લાકડી વડે તેણીને, તેમના ભાઈ તથા પિતાજીને પણ માર માર્યાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાઈ છે.

માણાવાવ ગામની સીમમાંથી વિદેશી દારૂની બોટલ સાથે 3 ઈસમો ઝડપાયા

અમરેલી, તા.ર9
ધારી તાલુકાના દુધાળા ગામે રહેતા રમેશ ભીખાભાઈ પરમાર વિગેરે ત્રણ ઈસમો ગઈકાલે રાત્રીના સમયે માણાવાવ ગામની સીમમાં મોટર સાયકલ ઉપર નીકળતા પોલીસે તેમને રોકી તલાશી લેતાં તેમના કબ્‍જામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-ર કિંમત રૂા. 800 તથા મોટર સાયકલ મળી કુલ રૂા. રપ,800નાં મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વારાહ સ્‍વરૂપમાં આવતીકાલે હનુમાન જયંતિની કરાશે ઉજવણી

જાફરાબાદ,  તા. ર9
જાફરાબાદ તાલુકાના વારાહ સ્‍વરૂપ ગામમાં આવેલ વારાહ સ્‍વરૂપ ભગવાનના સાંનિઘ્‍યમાં તા.31/3 ને શનિવાર અને ચૈત્રી પુનમના દિવસે સંકટ મોચન શ્રી હનુમાનજી મહારાજના પ્રાગટય મહોત્‍સવ હનુમાન જયંતિ મહોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે. અને અહિયા વર્ષોથી પરમ પરાંગત રીતે ચૈત્રી પુનમનો મેળો પણ ભરાય છે. અને આવતા વર્ષની પણ બધી જ પુનમો ધામધુમ પુર્વક રીતે ઉજવણી કરવામાં આવશે. અને આ બધી પુનમો જે ઉજવણી કરવામાં આવે છે. તેના અલગ – અલગ દાત્તાઓ છે.
છેલ્‍લા બે વર્ષથી વારાહ સ્‍વરૂપ ભગવાનના મંદિરમાં સાંનિઘ્‍યમાં દર શનિવારે હનુમાન ચાલીશાના પાઠ તથા ભજન – ર્કિતન નામી અનામી કલાકારો દ્વારા કરવામાં આવે છે. અને ત્‍યાર બાદ બાળકોને બટુક ભોજન પણ કરાવામાં આવે છે.
આ ચૈત્રી પુનમના દિવસે પણ સવારથી જ પુજન તથા ઘુન-ર્કિતન લઈને આ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે. અને આ ધાર્મિક પ્રસંગે ઉપસ્‍થિતરહેલ સર્વ ધર્મપ્રેમી જનતા માટે મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.
આ પ્રસંગે પુજય શ્રી સ્‍વામિ આત્‍મનંદ સરસ્‍વતિજી (ભજનાનંદ આશ્રમ બોટાદ) થી પધારી આર્શિવચન પાઠવશે. તેમજ આ પ્રસંગે વિશેષ ઉપસ્‍થિતી એવા ધારાસભ્‍ય – અંબરીષભાઈ ડેર,  હિરાભાઈ સોંલકી, બાધાભાઈ લાખણોત્રા, પ્રતાપભાઈ વરૂ, દડુભાઈ વાઘ, બાબુભાઈ જાલોંધરાએ ખાસ ઉપસ્‍થિત રહેશે.
વારાહ સ્‍વરૂપ ભગવાનના મંદિરમાં જે હનુમાન જયંતીને ચૈત્રી પુનમનું આયોજન કરવામાં આવેલ છે. તેના આ વખતના મુખ્‍ય દાત્તા મીઠાભાઈ સાર્દુળભાઈ લાખણોત્રા, માજી તાલુકા પંચાયત, રાજુલા અને ખીમાભાઈ સાર્દુળભાઈ લાખણોત્રા દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવેલ છે.
વારાહ સ્‍વરૂપ મંદિરના સાંનિઘ્‍યમાં જે હનુમાન જયંતીનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં મીઠાભાઈ લાખણોત્રા, મંદિરના મહંત જોગીનૂરદાસબાપુ તથા જમનાદાસબાપુ તથા વારાહ સ્‍વરૂપ મંદિર ટ્રસ્‍ટ દ્વારા સર્વ ધર્મપ્રેમી જનતાને બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા ખાસ આહવાન કરવામાં આવેલ છે.

બગસરામાં જેતપુર માર્ગ પર હનુમાન મંદિરે આજથી રામકથા

પૂ. મોરારિબાપુ સહિતનાં સંતો ઉપસ્‍થિત રહેશે
બગસરા, તા.ર9
બગસરામાં જેતપુર રોડ પર આવેલ અજર અમર હનુમાનજી મંદિરે તા.30થી રામકથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલછે.
વિગત અનુસાર ગૌ સેવા, અન્‍નક્ષેત્ર તેમજ મંદિર નિર્માણના લાભાર્થે જેતપુર રોડ પર આવેલ અજર અમર હનુમાનજી મંદિરે તા.30/3થી રામકથાનું આયોજન કરવામાં આવેલ.
મંદિરના મહંત યોગીરાજ બ્રહ્મચારી બાપુ પોતાની આગવી શૈલીમાં કથાપાન કરાવશે. તા.30ના રોજ બગસરા બાજુના મોટા મુંજીયાસર ગામેથી પોથીયાત્રા નીકળશે. અને સાંજના 4 કલાકે બીલખા સેલૈયા ધામના મહંત રામદાસ બાપુના હસ્‍તે મહંતો આશિર્વચન પાઠવશે.
કથા દરમિયાન રાત્રીના સંતવાણી કાર્યક્રમમાં નિરંજન પંડયા, મેરણદાન ગઢવી સહિતના લોક સાહિત્‍યકાર અને ભજનીક પોતાની કલા પીરસશે. કથા દરમિયાન રામ જન્‍મોત્‍સવ તેમજ રામ વિવાહના પ્રસંગો ધામે ધૂમે ઉજવવામાં આવશે. આ રામકથાનું હમારી સંસ્‍કૃતિ ચેનલ દ્વારા લાઈવ પ્રસારણ કરવામાં આવશે. તો ધાર્મિક પ્રસંગે ધર્મપ્રેમી જનતાને       બહોળી સંખ્‍યામાં લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.

અમરેલીમાં આગામી સોમવારથી વિશ્‍વકર્મા ભવનનો વિધિવત્‌ પ્રારંભ

કારીગરો, શ્રમયોગીને ત્‍યાંજ મળી જશે
અમરેલીમાં આગામી સોમવારથી વિશ્‍વકર્મા ભવનનો વિધિવત્‌ પ્રારંભ
તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરાઈ
અમરેલી, તા.ર9
પ્રમુખ અમરેલી નગરપાલિકાનીયાદી જણાવે છે કે, તમામ કડીયા, પ્‍લમ્‍બર, મજૂર, મિસ્‍ત્રી, ઈલેકટ્રીશ્‍યન વિગેરે તમામ પ્રકારના કારીગરોને જણાવવામાં આવે છે કે, હાલ આ તમામ કારીગર, મજૂર વર્ગ ભીંડભંજન મંદિર, લીલીયા રોડના સ્‍થળે ઉભા રહે છે, તેના બદલે આગામી તા.1/4થી અમરેલી નગરપાલિકા તરફથી ટેલિફોન ઓફિસની ઉતરે નવું તૈયાર કરેલ કડીયાનાકા (વિશ્‍વકર્મા ભવન)ના સ્‍થળે ઉભા રહેવાનું રહેશે અને તે સ્‍થળેથી તેના રોજગારીના સ્‍થળે જવાનું રહેશે.
અમરેલી નગરજનોને આ પ્રેસનોટથી જણાવવામાં આવે છે કે, હવે પછી કોઈપણ કારીગર, મજૂર વર્ગની જરૂરિયાત માટે તેઓએ ભીડભંજન મંદિર, લીલીયા રોડના સ્‍થળને બદલે અમરેલી નગરપાલિકા તરફથી ટેલિફોન ઓફિસની ઉતરે નવું તૈયાર કરેલ કડીયાનાકા (વિશ્‍વકર્મા ભવન)ના સ્‍થળેથી કારીગર, મજૂર વર્ગનો સંપર્ક કરી શકાશે.
અમરેલી નગરપાલિકા દ્વારા ટેલિફોન ઓફિસની ઉતરે નવું તૈયાર કરેલ કડીયાનાકા (વિશ્‍વકર્મા ભવન)ના સ્‍થળે પીવાના ઠંડા પાણી માટે કુલરની વ્‍યવસ્‍થા, ઠંડી, ગરમી, વરસાદી સિઝનમાં ખુલ્‍લામાં ઉભા રહેવાના બદલે સુંદર મજાના શેડમાં બેસવાની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવેલ છે. આ બાબત ઘ્‍યાને લઈ, આગામી તા.1/4થી અમરેલી શહેરના તમામ નગરજનો, તમામ કારીગર, મજૂર વર્ગને અમરેલી શહેરના ટ્રાફિકમાં ઘટાડો થાય, આથી આ બાબતમાંસહકાર આપવા જણાવાયું છે.

‘‘અમરેલી એકસપ્રેસ” કાર્યાલયમાં પધરામણી કરતાં પૂ. દાદાબાપુ કાદરી

વ્‍યસનમુકિત અભિયાનનાં પ્રણેતા અને કેળવણીકાર પીર સૈયાદ પૂ. દાદાબાપુ કાદરીએ ભભઅમરેલી એકસપ્રેસભભ કાર્યાલયની મુલાકાત લીધી હતી. અને આ તકે તંત્રી મનોજ રૂપારેલે તેમના આશિર્વાદ મેળવ્‍યા હતા. અને વ્‍યસનમુકિત અંગે વિસ્‍તૃત ચર્ચાઓ કરી હતી. અને પૂ. દાદાબાપુએ ભભઅમરેલી એકસપ્રેસભભ પરિવારનાં તમામ કર્મચારીઓને પણ આશિર્વાદ પાઠવ્‍યા હતા.

ચમારડીમાં ઐતિહાસિક સમૂહ લગ્નોત્‍સવનું આયોજન કરવા બદલ ગોપાલ શેઠનું સન્‍માન થયું

બાબરાના ચમારડી ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ જી.પી. વસ્‍તરપરા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સમૂહ લગ્નોત્‍સવનું આયોજન મુખ્‍યમંત્રી વિજય રૂપાણી, પૂ. મોરારિબાપુની ઉપસ્‍થિતિમાં સફળતા પૂર્વક કરવા બદલ ટ્રસ્‍ટનાપ્રમુખ અને ભામાશા ગોપાલ શેઠનું વિવિધ સંસ્‍થાઓ અને આગેવાનો દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું.


અમરેલીમાં સેંકડો પરિવારો પાણી વિના ભટકે છે

સાવરકુંડલા માર્ગ પરનાં રહેવાસીઓ પાણી વિના પરેશાન
અમરેલીમાં સેંકડો પરિવારો પાણી વિના ભટકે છે
ઉનાળાનો પ્રારંભ થયો ત્‍યાં જ મહિલાઓ પાણી માટે ભટકી રહી છે
અમરેલી, તા. ર9
અમરેલી શહેરના સાવરકુંડલા માર્ગ પરના સેંકડો પરિવારોને પીવાના પાણી માટે એક કિ.મી. સુધી લાંબા થવું પડે છે. જિલ્‍લાના મુખ્‍ય મથકમાં જ પાણીની તંગી હોય તો અંતરિયાળ વિસ્‍તારની શું પરિસ્‍થિતિ હશે તેનો અંદાજ આવી શકે તેમ છે.
શહેરના સાવરકુંડલા માર્ગ પરના અંદાજિત એક હજાર પરિવારની મહિલાઓને પીવાના પાણી માટે બાયપાસ સુધી એક કિ.મી. સુધી લાંબા થવું પડે છે. અને કપડા ધોવા માટે નદીકાંઠે જવું પડે છે.
સ્‍થાનિકોએ પાલિકા સમક્ષ અનેક વખત રજૂઆત કરી છતાં પણ પાણીની તંગી દૂર થતી ન હોય મહિલાઓમાં પાલિકાના શાસકો સામે નારાજગીનો માહોલ જોવા મળી    રહયો છે.

ભુરખીયા હનુમાન મંદિરે હનુમાન જયંતિને લઈને ઝગમગાટ

દામનગર સુપ્રસિઘ્‍ધ ભુરખીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિતે તા.30/3 થી તા.31/3 સુધી અવરીત માનવ પ્રવાહ શરૂ દુર – દુરથી પદયાત્રા કરી દર્શને આવતા દર્શનાર્થીઓ માટે અમરેલીથી ભુરખીયા મંદિર અને દામનગર સહિત ગ્રામ્‍ય વિસ્‍તારોના દરેક રોડ રસ્‍તા પર ઠેર-ઠેર સ્‍વૈચ્‍છિક સંગઠનો દ્વારા અલ્‍પહાર ઠંડા પીણા, શરબતના સેવા સ્‍ટોલ શરૂ, બે લાખ કરતા વધુ દર્શનાર્થીઓમાં દાદાના દર્શને પધારતા હોય મંદિર ટ્રસ્‍ટ દ્વારા સુંદર વ્‍યવસ્‍થા ભુરખીયા હનુમાનજી મંદિરે દર્શનાર્થીઓનો અવરીત માનવ પ્રવાહ નિરંતર તા.30/3 થી શરૂ થઈ તા.31/3 મોડી રાત્રી સુધી દર્શને પદયાત્રા કરતા જતા હોય મંદિરથી દરેક દિશાએ પચાસ કિ.મી. કરતા વધુ વિસ્‍તારોમાં દરેક રોડ, રસ્‍તા પર વિશ્રામ વ્‍યવસ્‍થા અલ્‍પહારની ઉત્તમોત્તમ સેવારત સંસ્‍થાઓની વંદનીય સેવા, સુપ્રસિદ્ધ ભુરખીયા મંદિરે હનુમાન જયંતિ પ્રસંગે મેળામાં માનવ મેદની ઉમટી પડશે દર્શનીય નજારો રચાય તેવી ગદગદિત કરતી મેદની વચ્‍ચે બજરંગબલીના દર્શને અત્‍યારથી પુરજોશમાંઠેર-ઠેરથી પદયાત્રીઓના પ્રવાહ સાથે જ મેદની ઉમટી પડશે. દર્શનીય નજારો રચાય તેવી ગદગદિત કરતી મેદની વચ્‍ચે બજરંગબલીના દર્શને અત્‍યારથી પુરજોશમાં ઠેર-ઠેર થી પદયાત્રીઓના પ્રવાહ સાથે જ સેવારત સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના સ્‍ટોલ શરૂ થયા.

બાબરા માર્કેટીંગયાર્ડમાં સહકારી આગેવાનોનો તાલીમ કાર્યક્રમ યોજાયો

બાબરા માર્કેટીંગયાર્ડમાં બાબરા લાઠી તાલુકાના સહકારી જગતના આગેવાનોની એક તાલીમ શિબિર યોજાઇ હતી. બે દિવસ સુધી આયોજિત આ તાલીમ શિબિરમાં મોટી સંખ્‍યામાં સહકારી જગતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. બાબરા માર્કેટીંગ યાર્ડમાં નાબાર્ડ અનેએનઆઇસીએમ ગાંધીનગર થતા જિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કના સંયુકત ઉપક્રમે બે દિવસ સુધી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. જેમાં જિલ્‍લા બેન્‍કના ડીરેકટર મંજુલાબેન શિયાણી, હીરાભાઇ નવારાપરા, જનરલ મેનેજર બી.એસ. કોઠીયા, એનઆઇસીએમ પ્રોફેસર ડી.બી. ગોટી, એમ.એમ. ત્રિવેદી તેમજ જિલ્‍લા બેન્‍કના સીનીયર અધિકારી એસ.આર. તલાવીયા દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તકે યાર્ડના ચેરમેન જીવાજીભાઈ રાઠોડ, માજી ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયા, મનુભાઈ શેલીયા સહિતના સ્‍થાનિક સહકારી આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. સહકારી મંડળીઓનું અસરકારક સંચાલન અને વ્‍યવસ્‍થાપન થાય એ હેતુ માટે આ તાલીમ સહકારી જગતના આગેવાનોને આપવામાં આવી હતી તેમજ બે દિવસ સુધી આયોજિત આ તાલીમ શિબિરમાં ઉપસ્‍થિત રહેનાર દરેક સહકારી આગેવાનોને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્‍યા હતા. સહકારી તાલીમ શિબિરને સફળ બનાવવા બાબરા જિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍ક શાખાના બ્રાન્‍ચ મેનેજર અશોક નાકરાણી, કલ્‍પેશ સંઘાણી, ઘનશ્‍યામ પાથર સહિતના સ્‍ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

અમરેલીમાં સહકારી ક્ષેત્રનાં આગેવાનોની તાલીમ શિબિર યોજાઈ

ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદની સહકારી શિક્ષણ તાલીમ યોજના અન્‍વયે અમરેલી જિલ્‍લા સહકારી સંઘ, અમરેલી તેમજ અમરેલી જિલ્‍લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘ લી. (અમર ડેરી)ના સંયુકત ઉપક્રમે દૂધ ઉત્‍પાદક સહકારી મંડળીના પ્રમુખ, મંત્રીઓ માટેનો સહકારી તાલીમ શિબિર આજરોજ નાફસ્‍કોબ તેમજ ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અઘ્‍યક્ષ સ્‍થાને યોજાઈ ગયેલ છે. આ સેમિનારની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. ત્‍યારબાદ જિલ્‍લા દૂધ સંઘના જનરલ મેનેજર ધાર્મિકભાઈ રામાણીએ સ્‍વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા. ત્‍યારબાદ ઉપસ્‍થિત મહાનુભાવોનું ફૂલહાર અને પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યું. ત્‍યારબાદ જિલ્‍લા સંઘ,જિલ્‍લા બેંક અને દૂધ સંઘના ડિરેકટર ભાવનાબેન ગોંડલીયાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવેલ કે આ સેમિનારથી મંડળીના પ્રમુખ, મંત્રીઓને સંસ્‍થાના સંચાલન માટે ઉપયોગી ઘણી બધી માહિતી, પ્રવચનો તેમજ ખાસ તૈયાર કરાયેલ પુસ્‍તિકા દ્વારા પ્રાપ્‍ત થશે. તાલીમ દ્વારા           મંડળીને કઈ રીતે સમૃઘ્‍ધ બનાવી શકાય તે વિશે તેમણે ખાસ માર્ગદર્શન આપેલ. ત્‍યાર પછી અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં દૂધ મંડળીના સંચાલનના વિવિધ પાસાઓ, મુશ્‍કેલી કે પ્રશ્‍નોનું નિરાકરણ આવી તાલીમ દ્વારા મેળવી શકાય છે. તેમ જણાવી આ સેમિનારનો પૂરતો લાભ બધાને ઉઠાવવા અપીલ કરી હતી. અઘ્‍યક્ષ સ્‍થાનેથી બોલતા દિલીપભાઈ સંઘાણીએ પોતાના તાલીમ અંગેના વ્‍યકિતગત અનુભવો બધા સાથે વહેંચ્‍યા હતા. તેમજ મંડળીઓના વિકાસ માટે તાલીમ ખૂબ અનિવાર્ય બાબત છે. તેને કયારેય અવગણવી નહીં તેમ જણાવેલ. તાલીમઅને ફિલ્‍ડમાં થતા વ્‍યવહાર અનુભવોથી જ કર્મચારી અને સંસ્‍થા બંનેનું ઘડતર થાય છે. જેથી આવા કાર્યક્રમોમાં હંમેશા ઉત્‍સાહપૂર્વક ભાગ લેવો જોઈએ તેવી ટકોર તેઓએ સૌને કરેલ. આ સેમિનારમાં જિલ્‍લા બેંકના વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ, દૂધ સંઘના એમ.ડી. આર.એસ. પટેલ, જિલ્‍લા સંઘના માનદ મંત્રી કનુભાઈ પટોળીયા, ડિરેકટર ધીરૂભાઈ વાળા, દૂધસંઘના ડિરેકટરો રાજુભાઈ માંગરોળીયા, ચંદુભાઈ રામાણી, ધીરૂભાઈ ગઢીયા, જયાબેન રામાણી વિગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહયા હતા. વિવિધ મંડળીના 80 જેટલા પ્રમુખ, મંત્રીઓએ આ તાલીમ સેમિનારનો લાભ દૂધ સંઘના તજજ્ઞો ડો. રાકેશભાઈ શેઠ, ચિંતનભાઈ ભંડેરી, સી.ઈ.આઈ. એસ.પી. ઠાકર પાસેથી મેળવેલ હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્‍લા સંઘના સી.ઈ.આઈ. એસ.પી. ઠાકર દ્વારા કરવામાં આવેલ. અંતમાં જિલ્‍લા સહકારી સંઘના બેંકીંગ ઓફિસર ભરતભાઈ પટેલે આભારવિધિ કરી હતી.

30-03-2018


અમરેલી જિલ્‍લાનાં કોંગી સંગઠનમાં જડમૂળથી ફેરફાર કરાશે

નવનિયુકત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કોંગ્રેસનાં સંગઠનમાં પ્રાણ પૂરશે
અમરેલી જિલ્‍લાનાં કોંગી સંગઠનમાં જડમૂળથી ફેરફાર કરાશે
અમરેલી, તા.ર8
ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ પદે કોંગી હાઈકમાન્‍ડે યુવા ધારાસભ્‍ય અમિત ચાવડાને જવાબદારી સોંપી હોય આગામી દિવસોમાં સમગ્ર રાજયમાં કોંગી સંગઠનમાં યુવા ચહેરાઓને સ્‍થાન મળે તેવી સંભાવના જોવા મળી       રહી છે.
જે અંતર્ગત અમરેલી જિલ્‍લાના કોંગી સંગઠનમાં પણ જડમૂળથી ફેરફાર થાય તેવું લાગી રહયું છે. જેમાં નવયુવાનોને પૂરતુ મહત્‍વ મળી શકે તેમ છે.
જિલ્‍લા કોંગી પ્રમુખ તેમજ તમામ તાલુકા પ્રમુખોને બદલવામાં આવશે. તેમજ મહિલા સંગઠનમાં પણ વ્‍યાપક ફેરફાર થવાની શકયતાઓ જોવા મળી રહી છે.
આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને તમામ સમાજનો સંગઠનમાં સમાવેશ કરવામાં આવશે અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીને અમરેલી બેઠક પર ભાજપને પરાજય આપવાનો મોટો પડકાર હોય સંગઠન વધુ મજબૂત બનાવાશે તેમાંકોઈ શંકા નથી.

સરસ : બગસરામાં સોનુ ઉજાળવાનું કાર્ય કરતી ગેંગનાં ર શખ્‍સો ઝડપાયા

અનેક સાથે છેતરપીંડી કરનારનું આવી બન્‍યું
સરસ : બગસરામાં સોનુ ઉજાળવાનું કાર્ય કરતી ગેંગનાં ર શખ્‍સો ઝડપાયા
બગસરા, તા. ર8
બગસરા પંથકમાં સોનુ ઉજાળવાનાં ઓઠા હેઠળ ફરતી પરપ્રાંતીય ચિટર ગેંગનાં બે સાગરીતો ટીવી રીપોર્ટની સતર્કતાથી ઝડપાઈ ગયા છે. પોલીસે બન્‍ને શખ્‍સોની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગત અનુસાર બગસરામાં કરીયાવર નામની કાપડની દુકાન ધરાવતા રમણભાઈ ચુડાસમાનાં ઘરે આજથી 10 દિવસ પૂર્વે મહિલા એકલી હતી ત્‍યારે બે શખ્‍સો પોતે વાસણ સાફ કરવાનો પાવડર વેચતા હોવાનું જણાવેલ અને આ પાવડરથી સોનાનાં દાગીનાં પણ સાફ થતાં હોવાનું જણાવી મહિલાનો સોનાનો ચેઈન સાફ કરી બતાવેલ.
રાત્રીનાં જયારે રમણભાઈ ઘરે આવેલ ત્‍યારે વાત કરતા શંકા જતાં ચેઈનનો વજન કરાવતા સારીએવી ઘટ માલુમ પડતા પોતે છેતરાયા હોવાનો અહેસાશ થતાં અજાણ્‍યા શખ્‍સો વિરૂઘ્‍ધ ફરિયાદ કરેલ.
10 દિવસ બાદ આજે ફરી બંગલી ચોક વિસ્‍તારમાં પાવડર વેચતા શખ્‍સો દેખાતા ટીવી રીપોર્ટર કિરીટ જીવાણીએ પુછપરછ કરતા પોતે બિહારનાં હોવાનું જણાવેલ. જેથી બન્‍ને શખ્‍સોને અગાઉ ભોગ બનેલ મહિલાએ ઓળખી બતાવતા લતાવાસીઓએ રામજી શમો (ઉ.વ. રપ) રહે. બિહાર તથા રામેશ્‍વર કંસારા (ઉ.વ. ર9)ને મેથીપાક આપી પોલીસહવાલે કરી દીધેલ.
પોલીસે પણ સૌરાષ્‍ટ્રભરમાં આવી કેટલી ગેગ ફરી રહી છે તેની પુછપરછ આદરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી શહેરમાં સૌપ્રથમ વખત 41.ર ડીગ્રીએ તાપમાન પહોંચ્‍યું

અમરેલી, તા. ર8
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં ઉનાળાની હીટવેવ શરૂ થઈ જવા પામેલ હોય, આજે બપોરનાં સમયે અમરેલી શહેરમાં ચાલુ વર્ષે સૌ પ્રથમ વખત 41.ર ડીગ્રી જેટલું ઉચું તાપમાન નોંધાયું છે. બપોરનાં સમયે ગરમીનું પ્રમાણ વધતાં શહેરની સડકો સુમસામ ભાસતી હતી.
અમરેલી જિલ્‍લાની ભૌગોલિક પરિસ્‍થિતિ જ કંઈક અલગ છે. આ અમરેલી જિલ્‍લામાં ઉનાળામાં સખત અગનવર્ષા થાય છે જયારે શિયાળામાં સૌથી વધુ ઠંડી પણ આ જ જિલ્‍લામાં જોવા મળે છે.
ત્‍યારે અમરેલી જિલ્‍લામાં ઉનાળાની હજુ તો શરૂઆત થવા પામેલ છે ત્‍યારે 41.ર ડીગ્રી જેટલું ઉચું તાપમાન થઈ જતાં લોકો ગરમીમાં ભારે ત્રાહીમામ પોકારી ઉઠયા હતા.
બપોરનાં સમયે લોકો પંખા, એરકુલર તથા એ.સી. જેવા ઉપકરણોનો ઉપયોગ શરૂ કર્યો હતો. તો બીજી તરફ પશુ,પક્ષીઓ પણ બપોરનાં સમયે ઝાડની શીતલ છાયામાં બેસી ગરમી સામનો કર્યો હતો.
આગામી દિવસોમાં ઉનાળાનાં કારણે ગરમીનું પ્રમાણ પણ વધી શકે તેમ હોવાનું જાણકારો જણાવી રહૃાાં છે.

રાજુલાનાં ભેરાઈનાં આધેડનાં સાળાઓએ પગ ભાંગી નાંખ્‍યા

પત્‍નિ રીસામણે જતી રહેલ હોવાના મનદુઃખે
રાજુલાનાં ભેરાઈનાં આધેડનાં સાળાઓએ પગ ભાંગી નાંખ્‍યા
અમરેલી, તા. ર8
રાજુલા તાલુકાનાં ભેરાઈ ગામે રહેતાં સાવજભાઈ કથડભાઈ રામ નામનાં 4પ વર્ષિયની પત્‍નિ કુંવરબેન છેલ્‍લા એકાદ માસથી પોતાના પિયરમાં રીસામણે જતી રહેલ હોય તે વાતનું મનદુઃખ રાખી તેણીનાં ભાઈઓ લાલા રાણાભાઈ વાવડીયા, લક્ષ્મણ રાણાભાઈ વાવડીયા, પીઠાભાઈ દેવણભાઈવાઘ તથા ર અજાણ્‍યા ઈસમોએ ગઈકાલે બપોરે ભેરાઈ ગામે જઈ તેમનાં બનેવી સાવજભાઈને લોખંડની ટી તથા ગુપ્‍તી તથા લાકડી વડે આડેધડ માર મારી બન્‍ને પગનાં નળામાં ફેકચર કરી દઈ તથા તેમણે પહેરેલ સોનાનો ચેઈન તથા ખીસ્‍સામાં રહેલ રૂા.પ000 રોકડા પણ કાઢી લીધાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાતા પોલીસે બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાઠીના તાજપર ગામે પડોશીઓ વચ્‍ચે મારામારી થતા પોલીસ ફરિયાદ

ર મહિલા સહિત 4 ઇસમો સામે તપાસ શરૂ
અમરેલી, તા. ર8
લાઠીના તાજપર ગામે રહેતા ગોદાવરીબેન જીણાભાઇ રાઠોડ નામની પ0 વર્ષીય મહિલાની દિકરીને તેમના પડોશીઓ સાથે કચરો વાળવા બાબતે માથાકુટ થતા સામેવાળા સપનાબેન કરણભાઇ રાઠોડ, કરણ દીપસીંગ રાઠોડ, દીપાભાઈ નાનુભાઈ રાઠોડ તથા જિલાબેને ઉશ્‍કેરાઇ જઇ આ માતા-પુત્રીને પાવડાથી માર મારી ઇજા કર્યાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાયેલ છે.

ગોરડકા ગામે વૃઘ્‍ધ પૈસા આપવાની ના પાડતા લાકડી વડે માર માર્યો

અમરેલી, તા. ર8
સાવરકુંડલા તાલુકાના ગોરડકાગામે રહેતા હામાભાઈ હમીરભાઇ કુડીયા નમના 6પ વર્ષીય વૃઘ્‍ધની વાડીએ તેજ ગામે રહેતા ભાણકાભાઇ સુરગભાઇ ચાંદુએ આવી રૂા. 100 માંગેલા, પરંતુ આ વૃઘ્‍ધે પૈસા આપવાની ના પાડતા ઉશ્‍કેરાઇ જઇ લાકડી વડે માર મારી ઇજા કર્યાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાઈ છે.

લ્‍યો બોલો : સુરતથી અમરેલીની બસમાં વિદેશીદારૂ સાથે આવેલ શખ્‍સ ઝડપાયો

ગાંધીના ગુજરાતમાં ખુલ્‍લેઆમ વિદેશીદારૂની થતી હેરફેર ઝડપાઈ
લ્‍યો બોલો : સુરતથી અમરેલીની બસમાં વિદેશીદારૂ સાથે આવેલ શખ્‍સ ઝડપાયો
પીઆઇ ગૌસ્‍વામીએ 140 બોટલ કબ્‍જે કરી
અમરેલી, તા. ર8
અમરેલી શહેરમાં નાના બસ સ્‍ટેન્‍ડ પાસે સુરત થી આવી રહેલ બસમાં વિદેશીદારૂ સાથે 1 ઇસમ આવ્‍યો હોવાની બાતમી સીટી પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી 1 ઇસમને વિદેશીદારૂની બોટલ નંગ-140 સાથે ઝડપી લીધો હતો.
આ બનાવમાં અમરેલીના બટારવાડી વિસ્‍તારમાં રહેતા કલ્‍પેશ સુધીરભાઇ નામનો ઇસમ વિદેશીદારૂની બોટલ સાથે પસાર થતો હોવાની બાતમી સીટી પીઆઇ ગોસ્‍વામીને મળતા ડી સ્‍ટાફ સાથે વોચ ગોઠવી અને આ ઇસમને ઝડપી લેતા તલાશી લેતા તેમના કબજામાંથી અલગ અલગ બ્રાન્‍ડની વિદેશી દારૂની બોટલ નંગ-140 કિં.રૂા. રર,800ની મળી આવતા પોલીસે તેમને મુદામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્‍થો સુરત થી એક બસમાં આવ્‍યાનું જણાવ્‍યું હતુ. પોલીસે આ બનાવ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

પાની રે પાની : ખાંભાના દાઢીયાળીમાં પીવાના પાણીની તંગીથી પરેશાની

પાણી અંગે યોગ્‍ય નહી થાય તો આંદોલનની ચીમકી
પાની રે પાની : ખાંભાના દાઢીયાળીમાં પીવાના પાણીની તંગીથી પરેશાની
ગામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું
ખાંભા, તા. ર8
ખાંભાના દાઢીયાળીના ગામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવેલ છે.
આવેદનપત્રમાં જણાવેલ છે કે, ખાંભા તાલુકાના દાઢીયાળી ગામે આશરે 1800 થી ર000ની વસ્‍તી આવેલ છે અને દાઢીયાળી ગામે હાલે પાણીની વિકટ પરિસ્‍થિતિ હોય અને દાઢીયાળી ગામે હાલમાં પાણીની કોઇ વ્‍યવસ્‍થા કરવામાં આવેલ ન હોય જેથી કરીને નર્મદા યોજનાનું સર્વે થયેલ હોય પરંતુ આજદિન સુધી કોઇ પાઈપ ફીટ કરવામાં આવેલ નથી તેમજ નર્મદા યોજના હેઠળ  પાણી પહોંચાડવાની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ નથી. તો તાત્‍કાલીક દાઢીયાળી ગામે નર્મદા યોજનાનું પાણી પહોંચાડવામાં આવે તેવી ગામ લોકોની માંગણી છે.
જો દિન-10માં નર્મદા યોજનાનું દાઢીયાળી ગામે પાણી પહોંચાડવાની વ્‍યવસ્‍થાકરવામાં નહિં આવે તો દાઢીયાળી ગ્રામજનો પ્રતિક ઉપવાસ ઉપર ઉતરશે. તેવી ચીમકી અંતમાં આપી છે.

નેસડી, પાટી અને રાયડી ગામમાં પાણીની મુશ્‍કેલી

પાણી-પુરવઠા વિભાગનાં ધારી પંથકનાં અધિકારીઓની બેદરકારીથી
નેસડી, પાટી અને રાયડી ગામમાં પાણીની મુશ્‍કેલી
18 વર્ષ પહેલા પાઈપલાઈન લગાવી દેવામાં આવી પરંતુ પાણી આપવામાં આવતું નથી
અમરેલી, તા. ર8
અમરેલી જિલ્‍લાનાં ખાંભા તાલુકાનાં નેસડી, પાટી અને રાયડી ગામોને નર્મદા યોજનાની લાઈન 1999-ર000ની સાલમાં ખેતરોમાં આડેધડ ખોદાણ કરી નાંખી છે. ટાંકા અવેડા બનાવ્‍યા છે જેને 18 વર્ષ જેવો સમય થયો છે પણ સ્‍થાનિક ધારી, અમરેલી પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓની ભ્રષ્‍ટ નીતિનાં કારણે આ ત્રણ ગામોની લાઈનનું જોડાણ મેઈન લાઈન સાથે કરી પાણી 18 વર્ષ થયા છતાં પહોંચાડયું નથી. આમ કરવાનું કારણ ટેન્‍કર પ્રથા શરૂ કરી પાણી નહીં પહોંચાડી ભ્રષ્‍ટાચાર થઈ શકે તેવું લાગે છે. એક બોર કરી દીધો છે જેનાથી 400થી પ00ની વસ્‍તી અને માલઢોરને પુરૂ થઈ શકે નહીં. આ માટે અનેકવાર લેખિત રજુઆત મુખ્‍યમંત્રી, પાણી પુરવઠા મંત્રીને કરવા છતાં આ બાકી રાખેલા ત્રણ ગામોની લાઈન મેઈન લાઈન સાથે જોડી પાણી પહોંચાડવામાં આવ્‍યું નથી.
હાલ ઉનાળો શરૂ થયેલ છે. એક બોર ઉપર પુરૂ થતું નથી અને જનતા હેરાનગતી ભોગવી રહી છે. છતાં તંત્ર જે નાની લાઈન જોડવાનું બાકી છે તે કામ પુરૂ કરાતું નથી. આ માટે અનેકવાર જવાબદારોને રજુઆતકરી છે. તો શું કામ લાઈન નથી જોડાતી તે પણ કહેતા નથી. તો જો દિવસ-1પમાં ખાંભા સમ્‍પથી આવેલી મેઈન લાઈન સાથે નેસડી, પાટી, રાયડી ગામોનું જોડાણ કરી પાણી નહીં પહોંચાડાય તો આંદોલન કરી તંત્રને જગાડવાની નોબત આવી શકે તેમ છે. તેવું એક અખબારી યાદીમાં સુરેશભાઈ સાવલીયાએ જણાવેલ છે.

મેઘાપીપળીયામાં 6 વર્ષીય બાળકને દીપડાએ ફાડી ખાધો

શહેરી વિસ્‍તારમાં શ્‍વાન અને સીમ વિસ્‍તારમાં દીપડાનો હાહાકાર
મેઘાપીપળીયામાં 6 વર્ષીય બાળકને દીપડાએ ફાડી ખાધો
બાળકને બચાવવા તેના પિતાએ દીપડાનો પીછો કર્યો છતાં સફળતા ના મળી
અમરેલી, તા. ર8
અમરેલી જિલ્‍લામાં વન્‍ય પ્રાણી દીપડાની સંખ્‍યામાં ભારે વધારો થવા પામ્‍યો છે. જેને લઈ વાડી વિસ્‍તારમાં વસતા અને ખેતમજુરી કામ કરતાં લોકોમાં આવી રાનીપશુઓને લઈ કાયમ ચિતા બની રહી છે. ત્‍યારે અમરેલી નજીક આવેલ કુંકાવાવ પાસેનાં મેઘા પીપળીયા ગામની સીમમાં સુતેલા આશરે 6 વર્ષનાં બાળકને દીપડો બિલ્‍લીપગે આવી મોંમા દબોચી લઈ ગયો હતો. પરંતુ ઘટનાની જાણ બાજુમાં સુતેલા આ બાળકનાં પિતાને થતાં પોતાના વહલસોયા પુત્રને બચાવવા પોતાની જીંદગીની પરવા કર્યા વિના લાકડી લઈ દીપડાની પાછળ દોટ મુકી હતી પરંતુ આખરે આ પિતા પોતાના માસુમ બાળકને બચવી નહી શકતા આખરે માનવક્ષી દીપડાએ માસુમનો શિકાર કરી મોતને ઘટ ઉતારી દીધો હતો.
આ બનાવમાં જાણવા     મળતી વિગત મુજબ કુંકાવાવ નજીક આવેલ મેઘા પીપળીયા ગામની સીમમાંરહેતા મુળ મઘ્‍યપ્રદેશનાં વતની એવા ભરતસિંગ તથા તેમનો પરિવાર ગઈકાલે રાત્રે ગરમીનાં કારણે ખેતરનાં ખુલ્‍લા ભાગમાં સુતો હતો ત્‍યારે આજે વહેલી સવારે આ પરિવાર જયાં સુતો હતો ત્‍યાં એક દીપડાએ બિલ્‍લી પગે આવી અને આખા પરિવારમાંથી માત્ર 6 વર્ષના પંકજ નામનાં બાળકને મોંમા દબોચી નાશવા લાગ્‍યો હતો.
પરંતુ દીપડાએ મોંમા દબોચી લેવાના કારણે આ બાળકની ચીસ નીકળી જતાં બાજુમાં સુતેલા તેમના પિતા ભરતસિંગ જાગી જતાં પોતાના વહાલસોયા પુત્રને બચાવવા લાકડી લઈ દીપડાની પાછળ દોટ મુકી હતી.
પોતાના પુત્રને મોતનાં મુખમાંથી બચાવવા માટે પિતાએ જોર લગાવ્‍યું હતું. જેથી દીપડાએ પણ ગભરાઈ જઈ પોતાના શિકારને રસ્‍તામાં છોડી ઉભી પુછડીએ ભાગી ગયો હતો. લાકડી લઈ દીપડાની પાછળ દોડેલા પિતાએ પોતાના પુત્રને ગંભીર હાલતમાં ઘવાયેલી હાલતમાં નજીકમાં આવેલ કુંકાવાવ દવાખાને ખસેડયો હતો પરંતુ તેમને સારવાર મળે તે પહેલાં જ આ બાળકનું પ્રાણ પંખીડુ ઉડી જતાં તેમનું પોસ્‍ટમોર્ટમ કુંકાવાવ સરકારી દવાખાને કરવામાં આવેલ છે.
આ બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતાં વનવિભાગ પણ ઘટના સ્‍થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ બનાવનાં પગલે કુંકાવાવ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામીછે.

રાજુલામાં ધાર્મિક કાર્ય બાદ ભોજન લેનારને ફુડ પોઈઝનીંગની અસર

રાજુલા, તા. ર8
રાજુલા ખાતે આવેલ હીરો શોરૂમ પાછળ રહેતા રાણંદભાઈ વસ્‍તાભાઈના ઘરે હવન તેમ પિતૃ કાર્ય હોય આ પ્રસંગ સગા સંબંધી તેમજ તેમનો પરિવાર તમામ આ પ્રસંગે આવ્‍યા હતા. ગત રાત્રીના હવન તેમજ પિતૃ કાર્ય પુરૂ થયા બાદ બધા મહેમાન તેમજ પરિવાર રાત્રે ભોજનમાં શાક રોટલા, લાડવા તેમજ દાળભાત જમ્‍યા હતા. જમ્‍યા બાદ બધા સુઈ પણ ગયા હતા. સવારે ચાર વ્‍યો તમામને ફુડ પોઈઝનની અસર થતા તમામને રાજુલા જનરલ હોસ્‍પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્‍યા હતા. 6 જણાને ખાનગીહોસ્‍પીટલ ખાતે સારવાર લઈ રહૃાાનું જાણવા મળેલ છે.
જાણવા મળતી વિગત મુજબ એક સાથે 7ર વ્‍યકિતને ફુડ પોઈઝનની અસર થતા ખાનગી તેમજ સરકારી હોસ્‍પીટલ ખાતે હાલ સારવાર લઈ રહૃાા છે. સરકારી ડો. હરેશ જેઠવા, ડો. કલસરીયા, ડો. કવાડ, ડો. બલદાણીયા ખડે પગે રહીને તમામને સારવાર આપી હતી. ડો. બલદાણીયાનો સંપર્ક કરતાં તેઓએતેમના આગેવાનને પુછતા તેઓએ એવું જણાવેલ કેજેવોએ દાળભાત ખાધા તેને આ અસર થઈ છે. જેણ દાળભાત નથી ખાધા તેનેકોઈ અસર થઈ નથી તો દાળમાં જ કાંઈક આવી ગયુ હોય તેવું ડોકટરનું માનવું છે.

અમરેલીમાં બાર કાઉન્‍સિલની ચૂંટણીનું મતદાન યોજાયું

ગુજરાત બાર કાઉન્‍સિલની રપ બેઠકો માટે આજે સમગ્ર ગુજરાતમાં મતદાન યોજાયું હતું. જેમાં અમરેલી જિલ્‍લાના કુલ 788 નોંધાયેલા વકીલ મતદારો પૈકી 680 વકીલોએ ઉત્‍સાહભેર મતદાન કર્યું હતું. અમરેલી જિલ્‍લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં વકીલોએ મતદાન કરતા શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્‍ન થવા પામ્‍યું હતું. અમરેલી જિલ્‍લામાં બાર કાઉન્‍સિલના કુલ 788 વકીલ મતદારો છે. જેમાં અમરેલી, લાઠી, બાબરા, લીલીયાના મળી કુલ 430 નોંધાયેલા મતદારો પૈકી 40પ વકીલોએ મતદાન કર્યું હતું. જયારે રાજુલા-જાફરાબાદમાં 90 મતદારો નોંધાયેલા છે તે પૈકી 83 વકીલ મતદારોએ મતદાન કર્યું હતું. બગસરા વડીયામાં કુલ 60 મતદારો પૈકી 47 વકીલોએ મતદાન કર્યું હતું. ધારીમાં કુલ 6પ મતદારોમાંથી પ9 મતદારોએ મતદાન કરેલું અને સાવરકુંડલામાં 130 વકીલોમાંથી કુલ 96 વકીલ મતદારોએ સાંજના પ વાગ્‍યા સુધીમાં મતદાન કર્યું હતું. આજે અમરેલી ન્‍યાય મંદિર ખાતે યોજાયેલા વકીલોના મતદાનમાં વયોવૃઘ્‍ધ વિસામણભાઈ વાળા, જશુભાઈ કાનાબાર, ગુજકોમાસોલના ચેરમેન અને એડવોકેટ દિલીપભાઈ સંઘાણી સહિતના સિનિયર એડવોકેટદ્વારા મતદાન કરવામાં આવ્‍યું હતું. આગામી તા.7 એપ્રિલથી મત ગણતરી હાથ ધરવામાં આવનાર છે. ત્‍યારે ગુજરાત બાર કાઉન્‍સિલની ચૂંટણીમાં અમરેલીના સિનિયર એડવોકેટ બકુલભાઈ પંડયાનો વિજય નિશ્‍ચિત હોવાનું અમરેલીના એડવોકેટ અજયભાઈ પંડયાએ જણાવ્‍યું હતું.

મોટી કુંકાવાવમાં ભુગર્ભ ગટરથી જનઆરોગ્‍ય પર ખતરો

જિલ્‍લા પંચાયતનાં સદસ્‍યા સાધનાબેન દોંગાની ઉગ્ર રજુઆત
મોટી કુંકાવાવમાં ભુગર્ભ ગટરથી જનઆરોગ્‍ય પર ખતરો
ગામજનો ઘણા મહિનાઓથી મુશ્‍કેલી અનુભવી રહૃાા હોય મામલો અતિ ગંભીર
કુંકાવાવ, તા. ર8
મોટી કુંકાવાવનાં જિલ્‍લા પંચાયતનાં કોંગી સદસ્‍યા સાધનાબેન અરવિંદભાઈ દોંગાએ માર્ગ-મકાન વિભાગનાં કાર્યપાલક ઈજનેરને પત્ર પાઠવીને ભુગર્ભ ગટરને લઈને થતી મુશ્‍કેલી દુર કરવાની માંગ કરી છે.
પત્રમાં જણાવેલ છે કે, કુંકાવાવ મોટી ગામે ભુગર્ભ ગટરની સમસ્‍યા વિકરાળ બની રહી છે. ગામનાં હવેલી રોડ, લીમડા ચોક, ઘનશ્‍યામનગર જેવા અનેક વિસ્‍તારોમાં ભુગર્ભ ગટરની કુંડીઓ સફાઈ ન થવાથી છલકાઈને આ ગંદુ પાણી રસ્‍તા ઉપર ફરી વળ્‍યું છે.
જો ગંદા પાણીને લીધે લોકોનાં આરોગ્‍ય ઉપર ગંભીર ખતરો તોળાઈ રહૃાો છે. લોકો ખુબ મુશ્‍કેલી વેઠી રહૃાા છે. આ બાબતે વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવામાં આવેલ છે. પરંતુ આજદિન સુધી કોઈ પણ પ્રકારની નકકર કાર્યવાહી કરવામાં આવેલ નથી.
હાલ કુંકાવાવ ગામમાં જે વિસ્‍તારમાં કામગીરી અધુરી છે તે કામગીરી સત્‍વરે પુર કરવી તેમજ છેલ્‍લા 1 વર્ષ જેવા સમયથી સફાઈની કોઈ કામગીરી કરવામાં આવેલ નથી. ગામલોકોની અનેક ફરિયાદો આવે છે.
વારંવાર રજુઆત કરવા છતાં આમાટે સફાઈ કે એવી કોઈ કામગીરી આજદિન સુધી કરવામાં આવતી નથી. સફાઈ સહિતની તમામ કામગીરી સત્‍વરે કરવા અંતમાં માંગ કરેલ છે.

અમરેલી ખાતે તાલુકા ભાજપ પરિવારની બેઠક યોજાઇ

અમરેલી જિલ્‍લા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્‍યામભાઇ ત્રાપસીયાના અઘ્‍યક્ષ સ્‍થાને તાલુકા ભાજપ અમરેલીની કારોબારીની બેઠક મળી. જેમાં જિલ્‍લા ભાજપ મહામંત્રી કૌશીક વેકરીયા, અશ્‍વિનભાઈ સાવલીયા, શરદભાઇ લાખાણી, ધીરૂભાઈ         ગઢીયા, પ્રેમજીભાઇ માધડ, શૈલેષ પરમાર, દિલીપભાઇ સાવલીયા, મહામંત્રી સુરેશભાઇ પાથર તેમજ અમરેલી તાલુકા જિલ્‍લા ભાજપ ટીમ, જિલ્‍લા પંચાયતસીટ ઇન્‍ચાર્જ, તાલુકા પંચાયત સીટ ઇન્‍ચાર્જ, તમામ મોરચાના પ્રમુખો તથા જિલ્‍લા ભાજપના હોદેદારો ઉપસ્‍થિત રહયા હતા. આ બેઠકમાં તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્‍યામભાઈ ત્રાપસીયાએ આવકાર્યા હતા તેમજ જિલ્‍લા ભાજપ તરફથી આપવામાં આવેલ તમામ કાર્યક્રમને સુપેરે કરવામાં આવશે તેમજ તાલુકા ભાજપ દ્વારા થયેલ કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી. તેમ આગામી કાર્યક્રમ બાબતે તમામ તાલુકા ભાજપના કાર્યકર્તાઓને જાણ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે તાલુકા ભાજપ મહામંત્રી રણજિતભાઇ વાળા તથા સુરેશભાઇ પાથર દ્વારા આભાર વ્‍યકત કરાયો હતો. તેમ તાલુકા ભાજપના મહામંત્રી રણજિતભાઇ વાળાની અખબાર યાદીમાં જણાવાયું છે.