Main Menu

Tuesday, February 20th, 2018

 

વલારડી ખાતે જ્ઞાનયજ્ઞમાં મહાભારતની કથાનું રસપાન કરતાં શ્રોતાઓ

સમસ્‍ત વઘાસિયા પરિવાર વલારડી દ્વારા આયોજીત શ્રીમદ દેવીભાગવત જ્ઞાનયજ્ઞમાં દ્વિતીય દિવસે રાત્રીના બેટી-બચાવો અને બેટી-વધાવોનાસંકલ્‍પ સાથે ગોંડલની બાલ-બાલિકાઓ એ અદભૂત નાટ્‍યકૃતિ રજુ કરી હતી. આ કૃતિને જોઈને પરિવારના સૌ લોકો ભાવવિભુકત થઇ ગયા હતા. અને આ બાળાઓને વધાવી લેવામાં આવી હતી. અને ત્‍યારબાદ શ્રીજી ગૌશાળા સુરત દ્વારા અલૌકિક ભજન ભકિત કરવામાં આવી હતી. આ દેવીભાગવત જ્ઞાનયજ્ઞમાં તૃતીય દિવસે શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ દ્વારા પોતાની આગવી શૈલીમાં દેવી ભાગવતમાં ભાગરૂપે આવતી ભાગવત કથાનું અદ્દભુત ચીતાર્થ આપતા જણાવ્‍યું હતું કે, મહાભારતમાં અનેક પાત્રોનું વર્ણન કરતાં ભીષ્‍મની પ્રતિજ્ઞા વિશે જણાવ્‍યું હતું અને ત્‍યારબાદ આ જ્ઞાન યજ્ઞને આગળ ધપાવતાં દ્રોપદીના ચિરહરણના અલૌકિક પ્રસંગનું વર્ણન કરતાં શ્રવણ કરનાર સૌ કોઈ ભાવિકો ભાવવિભોર થઈ ગયા હતા. શાસ્ત્રીએ જણાવ્‍યું કે, આપણા સમાજમાં દીકરી અને વહુ વચ્‍ચે રહેલા ભેદભાવ જેવા કુરિવાજો દૂર કરવા. આ જ્ઞાનયજ્ઞમાં આઘ્‍યાત્‍મિક જ્ઞાનની સાથે સામાજીક પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે, જેમના ભાગરૂપે જલથેરાપી એન્‍ડ નેચરોપેથી સેન્‍ટર,  સુરતના અંકિત વઘાસીયા દ્વારા જ્ઞાનયજ્ઞમાં 9 દિવસ સુધી કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કેમ્‍પના મુખ્‍ય ડો. અંકિત વઘાસીયાએ આ થેરાપી વિશે જણાવ્‍યું કે, આ થેરાપી સંપૂર્ણપણે નેચરલ અને આયુર્વેદિક હોવાથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી. આ થેરાપીમાં એક્‍યુપ્રેશર,એક્‍યુપંચર, વેક્‍યુમ, કસરત, ડાયટીગ જેવા વગેરે થેરાપીઓ ઉપયોગ કરવામાં આવે છે. આ થેરાપી સાંધાના, સ્‍નાયુના દુખાવા, કમરના દુખાવા, હાથપગમાં ખાલી ચડી જવી, ખંજવાળ જેવા રોગોને મટાવી શકાય છે. આ કેમ્‍પનો 3 દિવસમાં ર00 થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ મહોત્‍સવમાં પરમ પૂજય સદગુરૂ સ્‍વામી નિત્‍યસ્‍વરૂપદાસજી સ્‍વામિનારાયણ મંદિરના અઘ્‍યક્ષ  (સરધાર), સ્‍વામીએ પ્રેરક પ્રવચન આપતાં જણાવ્‍યું કે, આદ્યશકિત એક જ છે અને માંની આરાધના વિશે સમજાવ્‍યું હતું. મનસુખભાઇ (ડેની), પી.એલ. વઘાસિયા (દેવળા), છગનભાઈ વઘાસિયા (અમરેલી), પી.એલ. હિરપરા (રાજકોટ), તળશીભાઈ વી. રઝોડિયા (ટ્રસ્‍ટી સરસ્‍વતી વિધા મંદિર, વલારડી) હાજર રહયા હતા.

અવસાન નોંધ

અવસાન નોંધ
રાજુલા : રામાનંદી સાધુ શારદાબેન પરશુરામ કુબાવત (ઉ.વ. 77) તે સ્‍વ. અમરદાસભાઈ ગોવિંદરામ અગ્રાવત (રાજુલા) સ્‍વ. દલપતરામભાઈ (ગુંદાસરા), ત્રીભોવનદાસભાઈ (સા.કુંડલા), ડો. બચુભાઈ (સા.કુંડલા), બાબુભાઈ (જી.ઈ.બી.) (સા.કુંડલા) રમણીકભાઈ (જી.એન.એસ.સી. નર્મદામનગર)ના બહેન તથા જીતેન્‍દ્ર અગ્રાવત (રાજુલા)ના ફઈબાનું મહાશિવરાત્રી તા. 13 મંગળવારનાં રોજ ખોપાળા મુકામે અવસાન થયું છે. તેમની ઉત્તરક્રિયા ર0/ર ને મંગળવારે રાખેલ છે.
બગસરા : નટવરનગર નિવાસી મંચ્‍છાબેન (ઉ.વ. 80) તે બાબુદાસ વિઠલદાસ અગ્રાવતનાં પત્‍નિ તેમજ દિલીપભાઈ તથા અશોકભાઈ (કાળુભાઈ) ઉપપ્રમુખ નગરપાલિકા બગસરાનાં માતુશ્રીનું તા.18 નાં અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. રર ગુરૂવાર સાંજનાં 4 થી 6 નિવાસ સ્‍થાન નટવરનગર બગસરા ખાતે રાખેલ છે.

દામનગરમાં જુગાર રમતાં 4 ઈસમો રૂા. 10 હજારની મતા સાથે ઝડપાયા

અમરેલી, તા. 19
લાઠી તાલુકાનાં દામનગર ગામે રહેતાં લાલજીભાઈ ખોડાભાઈ વાઘેલા, વિનુ નગવાડીયા, મધુ ટપુભાઈ ગાંભા તથા વિજય બટુકભાઈ સહિત 4 ઈસમો દામનગર ગામે જાહેરમાં જુગટુ રમતાં હોય, આ અંગે ઈન્‍ચાર્જ પી.એસ.આઈ. બોરીસાગરને બાતમી મળતાં દરોડો કરી રોકડ રકમ રૂા.10700ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બાબરાનાં દરેડ ગામે એકી સાથે 7 મકાનમાં તસ્‍કરોનાં ખાખાખોળા

બાબરા, તા. 19
બાબરા તાલુકાના દરેડ ગામમાં શનિવારની મોડી રાતે સાત જેટલા મકાનના તાળા તૂટતા નાના એવા ગામમાં ભયનું મોજું ફેલાય ગયું છે. તસ્‍કરો ર્ેારા દરેડ ગામમાં કરેલ હાથ ફેરામાં દરદાગીના અને રોકડ રકમ મળી આશરે એક લાખની ચોરી થઈ હોવાનું જાણવા મળેલ છે.
હાલ લગ્નની સીઝન પૂરબહારમાં ખીલી હોય અને તસ્‍કરો જાણે લગ્નની સીઝનનો ફાયદો ઉઠાવી રહૃાા હોય તેવું લાગી રહૃાું છે. હાલની લગ્નની સીઝનમાં પરિવારમાં લગ્ન હોવાથી લોકો પોતાનું મકાનને તાળા બંધ કરી લગ્ન કરવા જતાં હોય છે અને પાછળથી તસ્‍કરો બંધ મકાનમાં ઘુસી મોટો હાથફેરો કરી જંગી મતાની ચોરી કરી જતા હોય છે.
ત્‍યારે બાબરા તાલુકાના દરેડ ગામમાં એક શિક્ષકનું મકાન સહિત કુલ સાત મકાનોને ગત શનિવારે તસ્‍કરોએ નિશાન બનાવ્‍યા હતા. અહીં કુલ સાત મકાનોમાંથી ત્રણ મકાનોના માત્ર તાળા તોડયા હતા જયારે અન્‍ય ચાર મકાનોમાં તાળા તોડી અંદર પ્રવેશી ખાખાખોળા કર્યા હતા. જેમાંથી શિક્ષક રાજુભાઈ પટેલના મકાનમાંથીસોનાના દાગીના અને રોકડ રકમ મળી આશરે લાખ રૂપિયાની ચોરી થઈ છે. જયારે કાનાભાઈ ટાઢા, ભીખુભાઈ ટાઢા, વિથલભાઈ રાખોલીયાના મકાનમાં માલસામાનને વેરવિખેર કર્યો હતો. આમ કુલ સાત મકાનમાં તસ્‍કરો ર્ેારા ચોરીઓનો પ્રયાસ કર્યો હતો. વહેલી સવારે પડોશીને જાણ થતાં તેઓ ર્ેારા પ્રથમ બાબરા પોલીસ અને ત્‍યારબાદ મકાન માલિકને જાણ કરી હતી.
શિક્ષક રાજુભાઈ પટેલ દરેડ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. અને ગામમાં ભાડાના મકાનમાં રહે છે તે પરિવાર સાથે ધ્રોલ ખાતે અભ્‍યાસ કરતા પોતાના પુત્રને મળવા ગયેલ હતા અને પાછળથી તસ્‍કરો કળા કરી ગયા. હાલ બાબરા પોલીસ ર્ેારા તમામ મકાનની તપાસ કરી વિધિવત ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અરેરાટી : બગસરાનાં હામાપુર નજીક સામસામે બાઈક અથડાતા 1નું મોત

બગસરા, તા. 19
બગસરાનાં હામાપુર રોડ પર આજે મોડી સાંજે બે બાઈક સામસામે અથડાતા એક વ્‍યકિતનું મોત જયારે એકને ગંભીર ઈજા થતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ.
વિગત અનુસાર આજે સાંજનાં સાત વાગ્‍યા આસપાસ બગસરા-હામાપુર રોડ પર સમઢીયાળાનાં પાટીયા પાસે આવેલ વાવ પાસે બે બાઈક સામ સામે અથડાતા નટવરનગર બગસરાનાં રહેવાસી ગૌતમ દલાભાઈ જોગલ (ઉ.વ.પપ)નું ઘટના સ્‍થળે જ મોત થયેલ જયારેસામેથી આવી રહેલ બાઈક ચાલક સંજય મનસુખભાઈ આસુંદરા (ઉ.વ.3પ) રહે. હાલરીયાને ગંભીર ઈજા થતા બગસરા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ છે.

બગસરામાં માનસિક બીમારીના કારણે યુવકે ખાદ્યો ગળાફાંસો

અમરેલી તા.19,
બગસરા ગામે આવેલ જીનપરામાં રહેતા આદીલભાઇ ચોપડા નામના રર વર્ષિય યુવક માનસીક રીતે બીમાર હોય છેલ્‍લા પાંચ વર્ષથી બીમાર હોય અને દવા ચાલુ હોય જે ગઈકાલે સવારે આઠેક વાગ્‍યાના સમયે પોતાનીની ઘરે પોતાની મેળે ગળા ફાસો ખાઇ આપઘાત કરી મરણ ગયાનું બગસરા પોલીસમાં થવા પામેલ છે.

બાબરામાં આમનેસામને કાર અથડાઈ : મુસાફરોનો બચાવ

બાબરા, તા. 19
બાબરામાં આજે સવારે અહીં રાજકોટ ભાવનગર સ્‍ટેટ હાઈવે પર સી.એન.જી. પમ્‍પ નજીક અકસ્‍માત સર્જાયો હતો જેમાં ચાલક સહિત અન્‍યમુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
વેગનઆર કાર અને સ્‍વીફટ કાર વચ્‍ચે સામ સામી ટક્કર થતા જોરદાર અકસ્‍માત સર્જાયો હતો. જોકે સદનસીબે આ ગંભીર અકસ્‍માતમાં કાર ચાલક અને મુસાફરોને સામાન્‍ય ઈજાઓ પહોંચી હતી જોકે આ બારાની કોઈ ફરિયાદ બાબરા પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ નથી.

બાબરાના ખંભાળા ગામે યુવકે કર્યો આપઘાત

અમરેલી તા.19
બાબરા તાલુકા ખંભાળા ગામે રહેતા રાજુ વશરામભાઇ વાટુકીયા નામના ર0વર્ષિ યુવકને માનસીક બીમારી હોય જેના કારણે કંટાળી જઈ ગત તા.16ના રોજ તેમણે કારણે ઝેરી દવા પી જતાં મરણ ગયાનું બાબરા પોલસમાં જાહેર થવા પામેલ છે.

અંતે બાબરા-નાની કુંડળ માર્ગનું કામ શરૂ કરવામાં આવ્‍યું

બાબરાથી નાની કુંડળ માર્ગ અતિ બિસ્‍માર બની જતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાડમારી ભોગવવાનો અને અકસ્‍માત સર્જાવાનો ભય સતાવતો હતો ચાર માસ પહેલા શરૂ કરવામાં આવેલ કામ બંધ કરાતા જિલ્‍લા કોંગ્રેસ અગ્રણી મનસુખભાઈ પલસાણા ર્ેારા જિલ્‍લા પંચાયતમાં રજૂવાત પણ કરેલ હતી. બાબરા નાની કુંડળ માર્ગ ર1 કિલોમીટરનો રૂપિયા છ કરોડના ખર્ચે જિલ્‍લા પંચાયત ર્ેારા બનાવવામાં આવી રહૃાો છે. પણ અહીં તંત્રની ઢીલીનીતિના કારણે કામ શરૂ કરવામાં અને અધુરું કામ છોડી દેવાતા સચિત્ર અહેવાલ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા અમરેલી જિલ્‍લા પંચાયતનું તંત્ર હરકતમાં આવ્‍યું હતું અને તાબડતોબ ધારાસભ્‍ય વીરજીભાઈ ઠુંમરના હસ્‍તે ખાતમુરત કરાવી માર્ગનું કામ શરૂ કરવામાં આવ્‍યું હતું. આ તકે બાબરા તાલુકા કોંગ્રેસના અગ્રણી બીપીનભાઈ વસાણી, પ્રભાતભાઈ કોઠીવાળ, બાબુભાઈ કારેટિયા, ઈકબાલભાઈ ગોગદા સહિતના સ્‍થાનિક અગ્રણીઓ ઉપસ્‍થિત રહૃાા હતા. બાબરા નાની કુંડળ માર્ગ શરૂ કરવામાં ધારાસભ્‍ય વીરજીભાઈ ઠુંમર ર્ેારા જણાવ્‍યું હતું કે આ રોડ પહોળો બનાવવાની કામગીરી શરૂ હતી એટલે કામ બંધ કરેલ ન હતું અને થોડા દિવસોમાં રોડનું કામ પૂરું કરવામાં આવશે. હાલ તો જિલ્‍લા પંચાયતના તંત્ર ર્ેારા બાબરા નાની કુંડળ પેવર માર્ગનું કામ શરૂ કરવામાં આવતા રાહદારીઓ અને વાહન ચાલકોએ રાહતનો શ્‍વાસ લીધો હતો.

રાજુલામાં 108ની ટીમે બિનવારસી ભિક્ષુકની અંતિમવિધિ કરી

રાજુલા, તા. 19
મિત્રો સેવાના કોઈ સરનામા ન હોય વાત છે રાજુલાની 108ની ટીમને ફોન આવ્‍યો કે સરકારી દવાખાના પાસે આવેલ મોર્ડન મોબાઈલની બાજુમાં કોઈ અજાણ્‍યો માણસ રોડ ઉપર પડયો છે. જેથી 108માં ફરજ બજાવતા પાયલોટટ બાલુભાઈ તેમજ ડોકટર અજયભાઈ પળભરનો વિલંબ કર્યા વિના ત્‍યાં પહોંચ્‍યા. પરંતુ ત્‍યાં તપાસતાતેનું મોત થયેલ હતું અને આ મોત એક ભિક્ષુકની લાશ હતી અને તેનો કોઈ વારસ ન હતો. જેથી 108ની ટીમ ર્ેારા તુરંત રાજુલા પોલીસને જાણ કરી પરંતુ એકબાજુ ચૂંટણી અને બીજી બાજુ રાજુલા પાસે 1 પરિવારના 4 લોકોએ આપઘાત કરેલ તેની તપાસમાં પોલીસ તપાસમાં દોડધામમાં હતી. આ ઘટનાને 1 કલાક વિતી જવા છતા પોલીસ ન આવતા નવા નિમાયેલા પી.એસ.આઈ. ગોહિલ ત્‍યાંથી પસાર થતા તેને આખી ઘટનાની જાણ કરી તેઓએ તુરંત પી.આઈ. જાડેજાને આ વાતથી વાકેફ કર્યા. તેઓ સીટી પોલીસમાં ફરજ બજાવતા મનુભાઈ અને ડામોરભાઈને ડેડ બોડી રાત પુરતી રાખવા સગવડ કરી આપી. આ ઘટનાની જાણ 108ની ટીમનાં પરેશ દેવરા, રાજુભાઈ ઈબ્રાહિમભાઈ જોખીયા શૈલેષભાઈ તથા કિશોરભાઈ ધાંખડા, રમેશભાઈ, રાજુભાઈ મકવાણા વિગેરે મિત્રોને થતા તેમજ જીલ્‍લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણને થતા તેઓ ચૂંટણીમાં વ્‍યસ્‍ત હોવા છતાં તુરત જ ઘટના સ્‍થળે પહોંચેલ અને ડેડ બોડીને સવારે હિન્‍દુવિધીથી અગ્નીદાહ આપેલ હતો. આ સમગ્ર ઘટનામાં મારૂતિ ગૃપ રાજુલા તેમજ શંભુગુરીબાપુ તરફથી ખૂબ જ સહકાર સાપડેલ હતો તેમ બાલુભાઈ ગોહિલની યાદીમાં જણાવવામાં આવેલ છે.

મધમાખીના ઉછેરની સાથે મધ ઉત્‍પાદન પણ થાય

મધમાખીના ઉછેરની સાથે મધ ઉત્‍પાદન પણ થાય ખેડૂતને ઓછામાં ઓછા ખર્ચે અન્‍ય પાકોનું જંગી ઉત્‍પા દન કરવાની તક સાંપડે
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામના તરવરીયા અને ઉત્‍સાહી મનિષભાઇ વઘાસીયાએ મુંબઇ ખાતેથી કોમ્‍પ્‍યુટર એન્‍જિનિયરીંગની નોકરી છોડી પોતાના વતનમાં મધમાખી ઉછેર- ખેતીનોપ્રારંભ કર્યો.નવું કરવાનો એમનો તરવરાટ બીજાને માટે પણ પ્રેરણા આપે એવો એમની વાતોમાં કોમ્‍પ્‍યુટર એન્‍જિનિયર હોવા છતાંય અત્‍યંત સરળતા અને સાદગી જોવા મળી. મધમાખીની ખેતી-ઉછેરની વાત કરતા જ મનિષભાઇના પહેલા શબ્‍દો  હતા કે મારે કંઇક નવું કરવું છે, મેં આ ખેતી શરૂ કરતા મઘ્‍યપ્રદેશ, મહારાષ્‍ટ્ર અને બીજા કેટલાય સ્‍થિળો પર ફર્યો હતો. સૌરાષ્ટ્રનું વાતાવરણ લગભગ બધા જ પાક માટે અનુકૂળ, જયાં કુદરત મન મૂકીને આપે ત્‍યાં આ મધમાખીનો ઉછેર – ખેતી પણ સફળ જ નીવડે એમ હતી. રાજય સરકારના બાગાયત વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાગાયત મિશન અંતર્ગત રૂા.1.10 લાખની સહાય મેળવી શરૂઆત પ0 પેટીથી કરી, અત્‍યારે ર00 પેટીમાં મધમાખીઓ છે જેથી મધનું ઉત્‍પાાદન બહોળા પ્રમાણમાં મળી રહે છે, તેમ મનિષભાઇએ જણાવ્‍યું. મધમાખી ઉછેરની ખાસિયત એ છે કે જે ખેતરમાં મૂકીએ-રાખીએ એ ખેતરમાં જે પાક હોય તે પાકમાં ફૂલમાંથી ફળમાં રૂપાંતરણ- ફલીકરણની પ્રક્રિયા વધુ સારી રીતે થાય એટલે પાક ઉત્‍પાદન વધુ મળે પણ એથી વધુ સારી બાબત એ કે ગુણવત્તાયુક્‍તત ઉત્‍પાદન મળે છે. મધમાખીના ઉછેરની સાથે મધ ઉત્‍પાથદન પણ થાય ખેડૂતને ઓછામાં ઓછા ખર્ચે અન્‍ય પાકોનું જંગી ઉત્‍પાધદન કરવાની તક સાંપડી શકે છે. મનિષભાઇએ કહ્યું કે, મધ એ માત્ર ઔષધિ નહિ એ ખોરાકમાંઉપયોગમાં લઇ શકાય તેમ છે. મધ એ વજન ઉતારવા, ચામડીના રોગો ખાસ કરીને સોરાયસીસ, પાચનક્રિયાને સક્રિય કરવા, અનિંદ્રા દૂર કરવા, શારીરિક દુર્બળતા દૂર કરવા સહિત મધના અનેકવિધ ઉપયોગ છે. સોરાયસીસની સમસ્‍યા  ધરાવતા હોય તેમને 100 ટકા અકસીર સારવાર મધના પ્રયોગથી મળી રહે છે. મધની વિશેષતાઓ જોતા તેને કલ્‍પયતરૂ સમાન કહી શકીએ. મધુક્રાંતિના ક્ષેત્રમાં કંઇક નવું કરવાની તક મને મળી શકે તો હું પોતાને સદ્‌ભાગી સમજું. દેશ-વિદેશમાં મધના વેચાણની ઉમદા તકો છે ત્‍યારે સમગ્ર ભારતના ખેડૂતો આ મધમાખીની ખેતી તરફ આગળ વધે તે મારા માટે આનંદની ક્ષણ હોય શકે છે. જેમને મધમાખી ઉછેરની અથથી ઇતિ જાણવી હોય તે મારો સંપર્ક કરી શકે મારા મો. નં. 8ર001 79910 પર મારો સંપર્ક કોઇપણ કરી શકશે.

વડીયા-કુંકાવાવ પંથકમાં મઘ્‍યાહ્‌ન ભોજન યોજનામાં દે ધનાધન

તટસ્‍થ તપાસ થાય તો પુરવઠા વિભાગને શરમ આવે તેવું કૌભાંડ મળી શકે તેમ છે
વડીયા-કુંકાવાવ પંથકમાં મઘ્‍યાહ્‌ન ભોજન યોજનામાં દે ધનાધન
વડીયા, તા. 19
એક તરફ ભારત સરકાર દેશ અને દેશવાસીઓનું ભવિષ્‍ય ઉજજવળ બનાવવા માટે પ્રાથમિક શિક્ષણ અને મઘ્‍યાહન ભોજન યોજના માટે કરોડો રૂપિયા ખર્ચે છે છતાં પણ બાળકોનાં શિક્ષણ અને મઘ્‍યાહન ભોજન યોજનામાં ભ્રષ્‍ટાચાર જોવા મળે છે. જેમના નામો ચાલતા હોઈ છે તેમાં અલગ વ્‍યકિત કામો કરતા હોય છે. આવું જ વડિયાની સદગુરુનગરની પ્રાથમિક શાળામાં જોવા મળ્‍યું છે. બાળકોને ખરાબ બટેટા અને પાણીથી લથપથ મશાલા વગરનું ભોજન પીરસાઈ રહૃાું છે. આચાર્ય હંસાબહેન ધાનાણીની કાર્યશેલી અને તેમના જણાવ્‍યા મુજબ વડીયાના સદગુરુનગરની પ્રાથમિક સ્‍કૂલના મઘ્‍યાહન ભોજનયોજનામાં કોનો ચાર્જ છે તે ખબર નથી પણ રોજેરોજ હિતેશ નામનો વ્‍યકિત આપી જાય છે અને સ્‍ટોક આવે છે તે વડીયાના કોંગ્રેસના કન્‍વીનરનાઘરે ઉતરે છે જોઈએ તેમ રોજેરોજ સ્‍ટોક લઈ આવવાનો નિયમ છે. બીજી કોઈ જાતની જાણ જ નથી. વડિયાના પત્રકારોએ તપાસ કરતા કુંકાવાવ તાલુકા કોંગ્રેસના કન્‍વીનરના ધર્મપત્‍નીરમાબહેન બી. વોરાનું નામ મદદનીશમાં ચાલી રહૃાું હોવાના કારણે આમ ચાલી રહૃાું છે.અને બીજા દિવસે કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખપતિની તપાસ દરમ્‍યાન વડિયાની સદગુરુનગરની પ્રાથમિક શાળા મઘ્‍યાહન ભોજન યોજનામાં ચાલતી ગેરરીતિ નજરે જોવા મળી છે. વડીયાના સદગુરુનગરમાં ચાલતી પ્રાથમિક શાળા અને મોંઘીબા કન્‍યાશાળામાં જે વ્‍યકિતના મદદનીશમાં નામો ચાલે છે તે બહેનોના ઘરે નોકરો કામ કરે છે તેવા બહેનોનાં નામ મદદનીશમાં ચાલી રહૃાા છે અને તેમની જગ્‍યાએ બીજા બહેનો કામ કરી રહૃાા છે રાજકીય દબાણ વગર ઉચ્‍ચ અધિકારી ર્ેારા વડિયા-કુંકાવાવ તાલુકામાં તપાસ કરવામાં આવે તો મઘ્‍યાહન ભોજન યોજનામાં અઢળક ભ્રષ્‍ટાચારના કૌંભાડો ખુલે તેમ છે.
પ્રાપ્‍ત વિગત મુજબ ર9-9-ર017ના રોજ નાયબ કલેકટરના હુકમ મુજબ હાલમાં જ વડિયાનાં મનીષ શીંગાળા અને હનુમાન ખીજડિયાના સત્‍યમ મકાણી આમ બે સંચાલકોના નામ કેન્‍સલ કરવામાં આવ્‍યા છે. બાદ કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખપતિએ તપાસ કરતા વડિયા-કુંકાવાવ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓના આચાર્યના જણાવ્‍યા મુજબ ઉચ્‍ચ અધિકારીઓની કાર્યશેલીમાં લોલમલોલ ચાલી રહૃાું છે. જો બાળકોના મુખમાંથી આ લોકો કોળીયો જુટવી લે અને પ્રિન્‍સિપાલ હંસાબહેનને જાણ હોવા છતાં અને તેના જણાવ્‍યા મુજબ કે અમો રહૃાાનોકરિયાત અમો કાઈ બોલીએ તો રાજકીય દબાણમાં અમારી નોકરી જાય તો શું રાજકીય લાગવગના આધારે પ્રાથમિક સ્‍કૂલોના શિક્ષકોને દબાવમાં આવે છે તો દેશના ભવિષ્‍યનું શું ? વડીયામાં જે લોકો મઘ્‍યાહન ભોજન યોજનામાં બાળકોના મોમાંથી કોળિયો જુટવી લેતા હોઈ તો અમરેલી જિલ્‍લામાં કેટલીયે પ્રાથમિક શાળાઓ છે તો તેમા રાજકીય દબાણના લીધે ચાલતી ગેરરીતિના કૌભાંડો ચાલતા હશે જ. જો આ અમરેલી જિલ્‍લામાં કોઈ દબાણ વગર ઉચ્‍ચ અધિકારી ર્ેારા તમામ સ્‍કૂલોમાં તપાસ કરવામાં આવે તો આ શિક્ષકો પર રાજકીય દબાણથી ચાલતી ભ્રષ્‍ટાચારની ગેરરીતિ સામે આવશે અને શિક્ષકો દબાણ મુકત થશે તેવી શિક્ષકોની મનોવેદનામાંથી જાણવા મળેલ છે અને વડિયા મામલતદાર અને નાયબ મામલતદાર પણ રાજકીય દબાવમાં વડિયા કુંકાવાવ મઘ્‍યાહન ભોજન યોજના વિશે બધું જાણતા હોવા છતાં કહેવામાં શરમાય રહૃાા છે ને નિવેદનમાં ફકત ઉહું…ઉહુ… સંભળાય રહૃાું છે.

રાજુલામાં કોંગ્રેસ, લાઠી અને ચલાલા પાલિકામાં ભાજપનો વિજય

ધારાસભ્‍ય ઠુંમર અને કાકડીયા કરતાં અંબરિશ ડેરની રણનીતિ સફળ
રાજુલામાં કોંગ્રેસ, લાઠી અને ચલાલા પાલિકામાં ભાજપનો વિજય
અમરેલી, તા. 19
અમરેલી જિલ્‍લામાં રાજુલા, જાફરાબાદ, ચલાલા, લાઠી નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં સૌ પ્રથમ જાફરાબાદ પાલિકામાં ભાજપનાં તમામ ર8 ઉમેદવારો અગાઉથી જ બિનહરીફ થઈ જવા પામ્‍યા હતા. જયારે ત્રણ નગરપાલિકામાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં આજે મત ગણતરી હાથધરાતાં લાઠી, ચલાલા પાલીકા ઉપર ભાજપનો ભગવો લહેરાયો હતો. જયારે રાજુલા નગરપાલિકા કોંગ્રેસનાં ફાળે જતાં ત્રણ ભાજપ અને 1 પાલિકામાં કોંગ્રેસે વિજય પ્રાપ્‍ત કર્યો હતો.
રાજુલા નગરપાલિકાનાં 7 વોર્ડની ર8 બેઠક માટે ચૂંટણી યોજાતા રાજુલા નગરપાલિકામાં ર7 બેઠક પર કોંગ્રેસનો વિજય થવા પામ્‍યો હતો જયારે વોર્ડ નં. પમાં એક બેઠક ભાજપનાં ફાળે જતાં આ રાજુલા નગરપાલિકા ઉપર કોંગ્રેસે સ્‍પષ્‍ટ બહુમતી સાથે વિજય મેળવ્‍યો હતો.
લાઠી નગરપાલિકામાં 6 વોર્ડ માટે ર4 બેઠકો માટે ચૂંટણી યોજાતા લાઠી પાલિકામાં ર1 બેઠકો ઉપર ભાજપે વિજય પ્રાપ્‍ત કર્યો હતો જયારે કોંગ્રસનાં ફાળે માત્ર 3 બેઠકો આવતાં લાઠી પાલિકામાં ભાજપને સ્‍પષ્‍ટ બહુમતી મળતાં ભાજપમાં ભારે ઉત્‍સાહ છવાયો હતો.
ચલાલા નગરપાલિકાનાં 6 વોર્ડ માટે ર4 બેઠકોની ચૂંટણીઓ યોજાતા 17 બેઠકો ઉપર ભાજપે વિજય મેળવ્‍યો હતો અને કોંગ્રેસનાં  ફાળે 7 બેઠકો આવી હતી.
આમ 4 પાલીકાની સામાન્‍ય ચૂંટણીમાં ભાજપે 3 નગરપાલિકા તથા 1 પાલિકા ઉપર કોંગ્રેસનો વિજય થવા પામ્‍યો હતો.
આગામી લોકસભાની ચૂંટણી પહેલા 4માંથી 3 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવી દેતા ભાજપમાં ભારે ઉત્‍સાહ છવાયો હતો.
અત્રે ઉલ્‍લેખનીય છે કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં ચલાલા, લાઠી,રાજુલા અને જાફરાબાદમાંથી કોંગ્રેસને મત મળ્‍યા હતા ત્‍યારે માત્ર બે માસનાં સમયગાળા પછી નગરપાલિકાની ચૂંટણીમાં 3 પાલિકામાં ભાજપનો વિજય થવા પામ્‍યો છે અને જીતેલા ઉમેદવારો ઘ્‍વારા વિજય સરઘસ સાથે જે તે વિસ્‍તારમાં ફર્યા હતા.

ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્‍તરપરાની મહેનત રંગ લાવી

લાઠી પાલિકામાં ભાજપને પુનઃ શાસન મળતા હર્ષોલ્‍લાસ
અમરેલી, તા. 19
અમરેલી જીલ્‍લાની વિધાનસભામાં ભાજપનો સફાયો બાદ નગરપાલિકાની ચૂંટણીમાં અમરેલી જીલ્‍લામાં ભાજપ ફરી સજીવન થયું છે. જાફરાબાદ, ચલાલા અને લાઠી નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે. લાઠી નગરપાલિકા જીતવા ભાજપના ગોપાલભાઈ ચમારડીની મહેનત રંગ લાવી અને ભાજપે ર8 બેઠકોમાં ર3 બેઠકો કબ્‍જે કરીને ઈતિહાસ રચી દીધો છે.
વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં અમરેલી જીલ્‍લામાં ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે. લાઠી નગરપાલિકામાં કુલ 6 વોર્ડમાં ર4 બેઠકો માટેની મત ગણતરીમાં પ્રથમ પાંચ રાઉન્‍ડમાં ર0 બેઠકો ભાજપે કબ્‍જે કરી હતી. જાણે કોંગ્રેસનો વાઈટ વોશ થાય તેવા સમીકરણો રચાયા હતા. પણ તાજેતરમાં જ કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્‍ય વિરજી ઠુંમર પોતાનો ગઢ જાળવીછ ના શકયા અને વિરજી ઠુંમર સામે પરાજય મેળવેલ ભામાશા ગોપાલભાઈ ચમારડીએ બદલો લઈને વિરજી ઠુંમરને ફકત 3 જ બેઠકો પ્રાપ્‍ત થતાં લાઠી ભાજપે અબીલ ગુલાલ સાથે ઢોલથી કાર્યકરોએ ઉત્‍સવ ઉજવાયો હોય તેવો માહોલ સર્જયો હતો. અમરેલી જીલ્‍લાની 3 પાલિકા ભાજપે કબ્‍જે કરતા અમરેલી ભાજપનો નેતા દિલીપ સંઘાણી સહિતના નેતાઓએ ગોપાલભાઈ ચમારડીની મહેનતને બિરદાવીહતી. અમરેલી જિલ્‍લાની કુલ 4 નગરપાલિકામાં કુલ 67 બેઠકો ભાજપે કબ્‍જે કરી છે. કોંગ્રેસના ફાળે 37 બેઠકો આવી છે. કોંગ્રેસે વિરોક્ષપક્ષે રચનાત્‍મક કાર્યવાહીને બદલે જાતિવાદ, જ્ઞાતિવાદને સમર્થન આપીને રાજયમાં અશાંતિ ફેલાવનારની સંગાથે કોંગ્રેસ રહેવાથી ગુજરાતની જનતાની અપેક્ષાઓ પર પાણીઢોળ કર્યુ છે અને આગામી દિવસોમાં કોંગ્રેસનો સફાયો થવાનું દિલીપ સંઘાણી સાથે ગોપાલભાઈ ચમારડીએ જણાવ્‍યું હતું.

20-02-2018