Main Menu

Saturday, February 17th, 2018

 

અમરેલીમાં પુતળાદહન કેસમાં પરેશ ધાનાણી,વિરજી ઠુ્રમર સહીત 11 નિર્દોષ

આનંદીબહેન પટેલ અને ગિરીરાજસિંહના પુતળાદહનની થઈ હતી ફરિયાદ
અમરેલીમાં પુતળાદહન કેસમાં પરેશ ધાનાણી,વિરજી ઠુ્રમર સહીત 11 નિર્દોષ
આજથી 3 વર્ષ પહેલા કોંગી ધારાસભ્‍ય ધાનાણી સહિતનાં કોંગી આગેવાનોએ કર્યુ હતું પુતળાદહન
અમરેલી, તા. 16
અમરેલીનાં ધારાસભ્‍ય અને વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણી સહિતનાં કોંગી નેતાઓનો આજે જુદા-જુદા ર કેસમાં નિર્દોષ છુટકારો થતાં કોંગીજનો ઘ્‍વારા નેતાઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
વિગત એવા પ્રકારની છે કે, ગત તા. 3 એપ્રિલ ર01પનાં રોજ ધારાસભ્‍ય ધાનાણી, વિરજી ઠુંમર, પંકજ કાનાબાર અને નરેશ અઘ્‍યારૂએ કેન્‍દ્રીય મંત્રી ગિરીરાજસિંહના પુતળાનું દહન કરતાં સ્‍થાનિક પોલીસે ગુન્‍હો દાખલ કરેલ હતો.
તદઉપરાંત તા. ર4 જુલાઈ ર01પનાં રોજ ધારાસભ્‍ય ધાનાણી, ઠુંમર, પંકજ કાનાબાર, અલ્‍કાબેન ગોંડલીયા, ઠાકરશીભાઈ મેતલીયા, લલિત ઠુંમર, જયશ્રીબેન ડાબસરા, દલસુખભાઈ દુધાત અને નરેશ અઘ્‍યારૂએ મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલનાં પુતળાનું દહન કર્યુ હતું.
અન્‍ય એક મોંઘવારીનો પુતળાદહન કેસનાં આરોપી વિરજી ઠુંમર, અરવિંદ કાછડીયા, પંકજ કાનાબાર અને રફીકભાઈ મોગલનો નિર્દોષ છુટકારો થયો છે.
ઉપરાંત તમામ કેસ એડી. સિવિલ જજ (ફ.ક.) ની કોર્ટમાં ચાલી જતા જજશ્રી આર.સી.સોઢાપરમારે તમામને નિર્દોષ જાહેર કર્યા હતા. કોંગી આગેવાનો તરફે એડવોકેટ નિશીત પટેલે ધારદાર દલીલો કરી હતી.

અંતે અનાજ કૌભાંડ પ્રકરણમાં પોલીસ ફરિયાદ

અમરેલીનાં મામલતદાર એમ.સી. જાદવે કરી ફરિયાદ
અંતે અનાજ કૌભાંડ પ્રકરણમાં પોલીસ ફરિયાદ
હજુ પણ વધુ દુકાનધારકો સામે ફરિયાદ થવાની શકયતાઓ
અમરેલી, તા.16
અમરેલી ખાતે અમરેલી નાગરીક ગ્રાહક સહકારી ભંડાર દુકાન નં.06ના સંચાલકરમેશભાઇ મગનભાઇ મકવાણાએ પોતાના સંચાલન હેઠળની વ્‍યાજબીભાવની દુકાનમાં ક્ષતિઓ આચરીને ગુજરાત સરકારની માં અન્‍નાપુર્ણા યોજના હેઠળ આવરી લીધેલ કુલ-6 કાર્ડ ધારકોને તેમના રેશનકાર્ડમાં મળવાપાત્ર રેશનીંગનો જથ્‍થો કાર્ડ ધારકોએ લીધેલ ન હોવા છતાં અનઅધિકૃત રીતે ગેરકાયદેસર રીતે કાર્ડધારકોના અંગુઠા લીધા સિવાય ફુડ કુપનો (બીલ) જનરેટ કરી કુલ-ર13 કીલોગ્રામ ઘંઉ, 117 કિલોગ્રામ ચોખા તથા 48 લીટર કેરોસીનનો જથ્‍થો પોતાના અંગત આર્થિક લાભ માટે ગેરકાયદેસર રીતે સગેવગે કરી સરકારની જાહેર વિતરણ વ્‍યવસ્‍થાને બાધકરૂપ ગેરકાયદેસર પ્રવૃતિ આચરી હતી.
આ ઉપરાંત નાગરીક ગ્રાહક સહકારી ભંડાર દુકાન નં. 06 ના સંચાલક જોરૂભાઇ નનુભાઇ ચુડાસમાએ પણ કુલ-ર કાર્ડ ધારકોને તેમના રેશનકાર્ડમાં મળવાપાત્ર રેશનીંગનો જથ્‍થો કાર્ડ ધારકોએ લીધેલ ન હોવા છતાં અનઅધિકૃત રીતેગેરકાયદેસર રીતે કાર્ડધારકોના અંગુઠા લીધા સિવાય ફુડ કુપનો (બીલ) જનરેટ કરી કુલ-117 કીલોગ્રામ ઘંઉ, 63 કિલોગ્રામ ચોખાનો જથ્‍થો પોતાના અંગત આર્થિક લાભ માટે ગેરકાયદેસર રીતે સગેવગે કરી સરકારની જાહેર વિતરણ વ્‍યવસ્‍થાને બાધકરૂપ ગેરકાયદેસર પ્રવૃતિ આચરેલ છે.
અમરેલીની મહિલા ગ્રાહક સહકારી ભંડાર નામની દુકાનમાં ધીરૂભાઇ ભીમજીભાઇ સોલંકીએ પણ કુલ-3 કાર્ડ ધારકોને તેમના રેશનકાર્ડમાં મળવાપાત્ર રેશનીંગનો જથ્‍થો કાર્ડ ધારકોએ લીધેલ ન હોવા છતાં અનઅધિકૃત રીતે ગેરકાયદેસર રીતે કાર્ડધારકોના અંગુઠા લીધા સિવાય ફુડ કુપનો (બીલ) જનરેટ કરી કુલ-1ર6 કીલોગ્રામ ઘંઉ, 69 કિલોગ્રામ ચોખા તથા ર4 લીટર કેરોસીનનો જથ્‍થો પોતાના અંગત આર્થિક લાભ માટે ગેરકાયદેસર રીતે સગેવગે કરી સરકારની જાહેર વિતરણ વ્‍યવસ્‍થાને બાધકરૂપ ગેરકાયદેસર પ્રવૃતિ આચરી હતી.
આ ઉપરાંત અમરેલી પંડીત દીનદયાળ ગ્રાહક ભંડાર, બટારવાડીના સંચાલક ઇરફાનભાઇ સતારભાઇ ઘોઘારીએ પોતાના સંચાલન હેઠળની વ્‍યાજબી ભાવની દુકાનમાં ક્ષતિઓ આચરીને ગુજરાત સરકારની માં અન્‍નાપુર્ણા યોજના હેઠળ આવરી લીધેલ કુલ-પ કાર્ડ ધારકોને તેમના રેશનકાર્ડમાં મળવાપાત્ર રેશનીંગનો જથ્‍થો કાર્ડ ધારકોએ લીધેલ ન હોવા છતાં અનઅધિકૃત રીતે ગેરકાયદેસર રીતે કાર્ડધારકોના અંગુઠા લીધાસિવાય ફુડ કુપનો (બીલ) જનરેટ કરી કુલ-3પ1 કીલોગ્રામ ઘંઉ, 189 કિલોગ્રામ ચોખાનો જથ્‍થો પોતાના અંગત આર્થિક લાભ માટે ગેરકાયદેસર રીતે સગેવગે કરી સરકારની જાહેર વિતરણ વ્‍યવસ્‍થાને બાધકરૂપ ગેરકાયદેસર પ્રવૃતિ ગત ઓગષ્‍ટથી જાન્‍યુઆરી સુધીના છ માસના ગાળા દરમિયાન આચરી હોવાનું તપાસમાં ખુલતાં આ તમામ સામે અમરેલી સીટી પોલીસમાં ફરીયાદ અમરેલીના મમાલતદાર મણીલાલ છગનલાલ જાદવે ફરીયાદ નોંધાવતાં અમરેલી સીટી પી.આઈ. વી.આર. ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.

ભૂરખીયાનાં યુવકે કેરીયા ગામનાં રોડ ઉપર ઝેરી દવા પી લેતાં મોત

લાઠી નજીક આવેલ
ભૂરખીયાનાં યુવકે કેરીયા ગામનાં રોડ ઉપર ઝેરી દવા પી લેતાં મોત
અમરેલી, તા.16
લાઠી તાલુકાનાં ભૂરખીયા ગામે રહેતા ભાવેશભાઈ પરશોતમભાઈ સગર નામના 3પ વર્ષીય યુવકે આજે બપોરના સમયે લાઠીના કેરીયા ગામે જવાના રોડ ઉપર મેડી માતાજીના મંદિર પાસે કોઈ અગમ્‍ય કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી લેતાં તેમનું સારવાર દરમિયાન મૃત્‍યુ થયાનું લાઠી પોલીસમાં જાહેર થવા            પામેલ છે.

દામનગર ગામે 1 માસ પહેલા થયેલ ચોરીની ફરિયાદ નોંધાઈ 

આરોપી હાથ વેંતમાં હોવાનું પોલીસનું અનુમાન
અમરેલી,તા.16
દામનગર ગામે રહેતા વિશાલભાઈ વલ્‍લભભાઈ ગોંડલીયાના બંધ રહેણાંક મકાનમાં ગત તા.16/1ના રોજ કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલ પ્‍લાસ્‍ટીકની બેગમાં રાખેલા સોનાની બુટી, સોનાની વીંટી-ર તથા રોકડ રૂા. 10 હજાર  મળી કુલ રૂા. 48600ના મુદામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ દામનગર પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે.

રાજુલાનાં બર્બટાણા ગામે ત્રણ સંતાનો સાથે માતાએ ઝેરી દવા પી લેતાં માતા-પુત્રીનાં મોત

રાજુલાનાં બર્બટાણા ગામે ત્રણ સંતાનો સાથે માતાએ ઝેરી દવા પી લેતાં માતા-પુત્રીનાં મોત
અમરેલી, તા.16
આર્થિક મંદીનાં કારણે સામાન્‍ય પરિવારને પોતાના પરિવારનું ભરણ-પોષણ કરવું હવે દોહયલું બનતું જાય છે. ત્‍યારે સુરતથી એક રત્‍ન કલાકાર મંદીના કારણે પોતાના પરિવાર સાથે રાજુલાના બર્બટાણા ગામે વતનમાં આવી ગયા હતા. ત્‍યારે આ રત્‍ન કલાકારની પત્‍નિને સુરત જવું હોય જેના કારણે અવાર-નવાર પતિ સાથે ઝગડો થતો હોય, જેના મનદુઃખના કારણે આજે બપોરના સમયે તેણીએ પોતાની બે પુત્રી તથા1 પુત્ર સાથે ઝેરી દવા ગટગટાવી લેતાં માતા-પુત્રીના મોત થયા હતા. જયારે 1 પુત્ર-1 પુત્રીને પ્રથમ રાજુલા, મહુવા અને વધુ સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડવામાં આવ્‍યાનું જાણવા મળેલ છે. આ બનાવને લઈ રાજુલા પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.
આ બનાવમાં જાણવામળતી વિગત મુજબ રાજુલાના બર્બટાણા ગામે રહેતા અને અગાઉ સુરત ગામે ડીશ ઘસવાનું કામ કરતા જીતુભાઈ હિંમતભાઈ રાઠોડ સુરતથી મંદીના કારણે પોતાના વતન બર્બટાણા ગામે પરત આવી ગયા હતા. પરંતુ તેમના પત્‍નિ સોનલબેનને સુરત ફરી જવું હોય, જેને લઈ પતિ-પત્‍નિ વચ્‍ચે અવાર-નવાર ઝગડો થતો હોય, જે અંગેના મનદુઃખના કારણે આજે બપોરે સોનલબેન પોતાની ર પુત્રી તથા 1 પુત્ર સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
આ ચારેયને ગંભીર હાલતમાં પ્રથમ રાજુલા દવાખાને ખસેડાયેલ. જયાં માતા સોનલબેનનું મોત થયું હતું. જયારે ત્રણેય બાળકોને ગંભીર હાલતમાં મહુવા દવાખાને ખસેડવામાં આવેલ જયાં 3 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયાનું જાણવા મળેલ છે.
આ સાથે મૃતક મહિલાના1 પુત્રી તથા 1 પુત્રની હાલત વધુ ગંભીર હોય, વધુ સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડવામાં આવેલ છે.
આ લખાય છે ત્‍યારે રાજુલા પોલીસ સ્‍ટેશનમાં મૃતક મહિલાનું મોત થયાનું તેણીના સસરા હિંમતભાઈ રામભાઈ રાઠોડે જાહેર કર્યું છે. આ બનાવ અંગે રાજુલા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અમરેલી માર્કેટયાર્ડ રોડ ઉપર આવેલ ઓઈલનાં ગોડાઉનમાંથી બે કાર્ટન ચોરાયા

સતત ટ્રાફીકથી ધમધમતાં વિસ્‍તારમાં ચોરી
અમરેલી તા. 16
અમરેલીની શિવપાર્ક સોસાયટીમાંરહેતાં અને માર્કેટયાર્ડ ઉપર દુકાન ધરાવતાં હીતેશભાઈ અનંતરાય ચંદારાણાએ પોતાની બાજુમાં આવેલ એક દુકાન ગોડાઉન તરીકે વાપરતાં હોય, અને આ દુકાનમાં તેઓ ઓઈલનાં ડબ્‍બા તથા ટીપણાં રાખતાં હોય, ગત તા. 14 ના રાત્રીનાં સમયે કોઈ બે અજાણ્‍યા ઈસમોએ તેમનાં નજીકમાં આવેલ ગોડાઉનનાં શટરના તાળા તોડી તેમાં રાખેલ બે ઓઈલનાં ડબ્‍બા ભરેલ કાર્ટુન કિંમત રૂા.પ800નાં ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાવતાં પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે તસ્‍કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અમરેલીની રૂપાયતન શાળાનાં વિદ્યાર્થી દેવ તુષારભાઈ જોષીનો ઉત્તમ દેખાવ

જુડોની પરીક્ષામાં ઉતીર્ણ થયા
અમરેલીની રૂપાયતન શાળાનાં વિદ્યાર્થી દેવ તુષારભાઈ જોષીનો ઉત્તમ દેખાવ
અમરેલી, તા.16
ગુજરાત રાજયની અંદર રમત ગમત ને વેગ આપવા માટે સરકારના રમત ગમત અનેસાંસ્‍કૃતિક વિભાગ દ્વારા વિવિધ એથલેટીકસ અને સામુહિક રમત માટે રાજયમાં જીલ્‍લા કક્ષાએ સ્‍પોર્ટસ સંકુલ તેમજ ડી.એલ.એસ.એસ. શાળાઓ શરૂ કરવામાં આવી છે. જેમની અંદર પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને ઉચ્‍ચતર શિક્ષણ, રહેવા-જમવાની વ્‍યવસ્‍થા, રમતની તાલીમ અને રમતના સાધનો સહિતનો તમામ ખર્ચ સરકાર ભોગવે છે. તેમજ રાષ્‍ટ્રીય અને આંતર રાષ્‍ટ્રીય કક્ષાએ રમત ગમત ક્ષેત્રમાં આગળ વધવા માટેનું માર્ગદર્શન અને સહાય સરકાર દ્વારા પુરૂ પાડવામાં આવે છે.  આ સંસ્‍થામાં પ્રવેશ મેળવવા માટે રાજયમાંથી અસંખ્‍ય વિધાર્થીઓ પરીક્ષા આપે છે ત્‍યારે રાજયની જુડો માટેની લેવાયેલ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં દેવ તુષારભાઈ જોષીએ 19-માં ક્રમાંક સાથે પાસ થઈ ડી.એલ. એસ.એસ.ની અંદર પ્રવેશ મેળવી સમગ્ર અમરેલી જીલ્‍લાનું ગૌરવ વધારેલ છે.

ચલાલામાં કોંગી આગેવાનોની પાલિકાલક્ષી જાહેરસભા યોજાઈ

ચલાલા શહેરમાં આવેલા ટાઉનહોલ પાસેના તીનબત્તી ચોક ખાતે નગરપાલિકાની ચૂંટણીને ઘ્‍યાને રાખીને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. આ તકે કોંગ્રેસના કાર્યકર્તાઓ ર્ેારા સભાનું સંબોધન કરવામાં આવ્‍યુ હતું. ચલાલા શહેરમાં છેલ્‍લા ઘણાં વર્ષોથી કોંગ્રેસ પક્ષ નગરપાલિકાની ચૂંટણી જીતતી આવી છે. ત્‍યારે પાલિકાની ચૂંટણીને અનુલક્ષીને અત્રે આવેલા ટાઉનહોલ પાસે તીનબત્તી ચોક ખાતે ગત તા.14ના રોજ જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જે સભામાં મતદાર ભાઈ બહેનોની ખાસ ઉપસ્‍થિતી રહી હતી. સભામાં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુમ્‍મર, જેવીભાઈ કાકડીયા ઉપસ્‍થિત રહૃાા હતા. આ સાથે જિલ્‍લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુમ્‍મર, કોકીલાબેન કાકડીયા, યુવા અગ્રણી રૂષીભાઈ વેકરીયા (અમદાવાદ), જયેશભાઈ વાળા, ચંદુભાઈ વાળાનાસહિત ઉપસ્‍થિત રહૃાા હતા.

જિલ્‍લાનાં કદાવર નેતાને વધુ એક કદાવર પદ મળ્‍યું : ઈફકોનાં ડાયરેકટર પદે દિલીપ સંઘાણીની વરણી

જિલ્‍લાનાં કદાવર નેતાને વધુ એક કદાવર પદ મળ્‍યું
ઈફકોનાં ડાયરેકટર પદે દિલીપ સંઘાણીની વરણી
દેશનાં સહકારી જગતની સર્વોચ્‍ચ સહકારી સંસ્‍થામાં વરણી થતાં શુભેચ્‍છકોમાં હરખની હેલી
અમરેલી, તા. 16
સહકારી ક્ષેત્ર એ પ્રજા કલ્‍યાણનું કામ કરતી અને આજીવીકાનું માઘ્‍યમ બની સૌને સાથે રાખીને ચાલતી સંસ્‍થા છે અને તેથી જ દેશનો કોઈપણ નાગરીક પ્રત્‍યક્ષ કે પરોક્ષ રીતે આ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. ગામડા, ખેતી, ખેડૂત, શ્રમીકોનો વિકાસ અને દેશની આર્થિક ગતિમાં જેના મૂળ છે તેવી સહકારી પ્રવૃત્તિ છેવાડા સુધી વિસ્‍તરેલી છે. ભારતનું કૃષિ ઉત્‍પાદન અને ખેડૂત સમૃઘ્‍ધ બને તેવા સ્‍વપ્‍ન સાથે નરેન્‍દ્રભાઈ મોદી સરકાર કામ કરી છે.તેવા સમયે ખેતી અને ખેડૂતની આવક વધારવા તરફની કામગીરી પ્રથમ લક્ષ બની રહેશે. તેમ આજે દેશની શ્રેષ્ઠત્તમ સહકારી સંસ્‍થાના ડીરેકટર પદે વરણી પામેલ દિલીપ સંઘાણીએ દિલ્‍હી ખાતે જણાવેલ હતું. ઈફકો દેશમાં પથરાયેલ સૌથી વિશાળ સહકારી સંસ્‍થા છે. સંઘાણીને એક વધુ મહત્‍વપૂર્ણ જવાબદારી સોંપેલ છે.
દિલ્‍હી ખાતે યોજાયેલ ઈફકોની બોર્ડ મીટીંગમાં સંઘાણીને ડીરેકટર પદે વરણી થતાં ઉપસ્‍થિત ઈફકોના ચેરમેન બલવિંદરસિંહ નાકાઈ, મેનેજીંગ ડીરેકટર ડો. યુ.એસ. અવસ્‍થી, બોર્ડ સદસ્‍યો અને અધિકારીગણે સંઘાણીને શુભેચ્‍છાઓ પાઠવી હતી.
અત્રે ઉલ્‍લેખનીય છે કે, દિલીપ સંઘાણી અનેક રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સહકારી સંસ્‍થાઓમાં પદભાર સાથે સેવાઓ આપી રહેલ છે. સહકારી ક્ષેત્ર જનજીવન સાથે વણાઈને આર્થિક ઉપાર્જનમાં શ્રેષ્ઠતા પુરવા કરી રહેલ છે તે બાબત નોંધનીય છે.

અમરેલી વિકાસગૃહની દિકરીની ચૂંદડી વિધિ યોજાઈ

અમરેલી વિકાસગૃહની દિકરીની ચૂંદડી વિધિ યોજાઈ
દિકરી સમાજનો દિવો છે, માતા-પિતા અને સાસુ-સસરાના ઘરને પ્રકાશીત કરવાનો સેવાયજ્ઞ માત્ર દિકરી જ કરી શકે. દિકરીના હાથે પીળા કરી સાસરે વળાવવાની તક ભાગ્‍યવંતોને જ સાપડતી હોય છે. અમરેલીનો સંઘાણી પરિવાર આવી સેવાભાવનામાં ગળાડૂબ રહૃાો છે. તેવા સમયે જિલ્‍લા બેંકના એમ.ડી.ચંદુભાઈ સંઘાણી અને તેમના ધર્મપત્‍ની ગીતાબેન મહિલા વિકાસ ગૃહની બાળા સોનલના પાલક માતા પિતાની ભૂમિકામાં કન્‍યા વિદાય આપશે ત્‍યારે આ લગ્ન સામાજીક ક્રાંતિમાં યાદગાર અવસર બની રહેશે. માંગલીક અવસરની શરૂઆત થઈ ચૂકી છે. આજરોજ મહેમાનો અને પરિવારજનોની હાજરીમાં સોનલની ચૂંદડી વિધી યોજાયેલ. હવે તા. ર0 ફેબ્રુઆરીના રોજ સંઘાણી પરિવાર દિકરીને ભાવભિની વિદાય આપી સાસરે વળાવશે. અત્રે ઉલ્‍લેખનીય છે કે, લગ્ન અંગેની તડામાર તૈયારીઓ છેલ્‍લા એક માસથી પૂરજોશમાં ચાલી રહી છે તેમ મહિલા વિકાસ ગૃહની યાદીમાં જણાવાયેલ છે.

બાબરા-નાની કુંડળ માર્ગનું કામ અધુરૂ છોડાતા રોષ

કોંગી આગેવાને બાંધકામ વિભાગમાં પત્ર પાઠવી રજૂઆત કરી
બાબરા-નાની કુંડળ માર્ગનું કામ અધુરૂ છોડાતા રોષ
માર્ગ અતિ બિસ્‍માર બનતા વાહનચાલકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે
બાબરા, તા. 16
બાબરાથી નાની કુંડળ પેવર રોડનું જિલ્‍લા પંચાયતના બાંધકામ વિભાગે કામ શરૂ કરાવ્‍યું હતું પણ અહીં રોડનું બાંધકામ એકાએક બંધ થઈ જતા અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહૃાો છે ત્‍યારે આ માર્ગનું કામ તાત્‍કાલીક અસરથી શરૂ કરવા જિલ્‍લા કોંગ્રેસના ઉપપ્રમુખ મનસુખભાઈ પલસાણાએ જિલ્‍લા પંચાયતના બાંધકામ વિભાગમાં યોગ્‍ય રજૂવાત કરેલ છે અને જણાવ્‍યું છે કે માત્ર કોન્‍ટ્રાકટરની આળસ અને બેદરકારીનાં કારણે રોડનું કામ શરૂ કરવામાં આવતું નથી ત્‍યારે જિલ્‍લા પંચાયતના સત્તાધીશો કોન્‍ટ્રાકટનો કાન આમળી રોડનું કામ શરૂ કરાવે તેવી પ્રબળ માંગ પણ કરવામાં આવેલ છે.
બાબરાથી નાની કુંડળનો ર1 કિલોમીટરનો ડામર પેવર રોડ રૂા.6 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહૃાોછે. અહીં રોડનું કામકાજ દરમિયાન માત્ર સાઈડની મરામત કરી કામ બંધ કરવામાં આવતા અહીંથી પસાર થતા લોકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે.
વર્ષોથી બાબરા નાની કુંડળ માર્ગ બિસ્‍માર છે. માર્ગ બિસ્‍મારના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો અકસ્‍માતનો ભોગ બને છે. વળી નબળા રોડનાં કારણે ઈમરજન્‍સી સેવાઓમાં પણ અવરોધ ઉભો થાય છે. અહીંથી પસાર થતા વાહન ચાલકોએ જણાવ્‍યું હતું કે આ રોડ મગરમચ્‍છની ચામડી જેવો થયો છે. જેના કારણે બાઈક ચાલકો અહીંથી પસાર થતા હાડકા ખોખલા થઈ જાય છે. રોડ પર મસમોટા ગાબડાં અને ખાડાનાં કારણે ભારે મુશ્‍કેલી વેઠવી     પડે છે.
બાબરાથી ખાખરીયા, દરેડ, જામબરવાળા, અને નાની કુંડળ આમ ચારથી પાંચ જેટલા ગામને જોડતો માર્ગ ચાર માસથી બંધ હાલતમાં છે ત્‍યારે જિલ્‍લા કોંગ્રેસના ઉપપ્રમુખ ર્ેારા તાત્‍કાલિક અસરથી રોડનું કામકાજ શરૂ કરવા જિલ્‍લા પંચાયતના પ્રમુખ, તેમજ બાંધકામ શાખા, અને સ્‍થાનિક ધારાસભ્‍યને રજૂવાત કરી રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી પ્રબળ રજૂવાત કરવામાં આવેલ છે.

બાગાયત વિભાગની સહાય અને ટપક સિંચાઈથી ઓછા ખર્ચે વધુ ઉત્‍પાદન : પપૈયાની પ્રેરણાદાયી ખેતી

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાના એવા ફાચરીયા ગામના પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઇ વડાલીયાએ ગત વર્ષથી સામાન્‍યા પાકોની ખેતી છોડી બાગાયતી પાકો તરફ વળી નવીનતા લાવવાનો વિચાર કર્યો. ભાવેશભાઇએ બાગાયત વિભાગ-ગુજરાત રાજય સરકારની સંકલિત બાગાયત વિકાસ યોજના અંતર્ગત રૂા.31 હજારની સહાય મેળવી હતી. તેમણેબાગાયત વિભાગમાંથી બાગાયતી ખેતી માટે માર્ગદર્શન મેળવ્‍યું બાગાયતી ખેતી માટે તેમને ઉત્‍સાહ-જુસ્‍સો તો હતા જ, તેથી તેના ઉત્‍સાહ-જુસ્‍સામાં સોનાની સુગંધ ભળી. મુલાકાત વેળાએ ભાવેશભાઇએ કહ્યું કે, બાગાયતી ખેતી બરકત વાળી છે. મારે 7 વીઘામાં ટપક સિંચાઇ છે અને પપૈયાના 3,800 છોડ છે, દરરોજના ર0 મણ એટલે કે 400 કિલોગ્રામ પાક ઉતરે છે. પપૈયાની ખેતીની ખાસિયત એ છે કે વર્ષભર આ પાક મળી રહે છે. આથી બાગાયતી ખેતી કરતો ખેડૂત ઓછી મહેનતે રોકડીયો વેપાર કરી શકે છે. બાગાયતી પાકોમાં ઓછાપાણીએ ઓછા ખર્ચ-મહેનતે વધુ ઉત્‍પાદન મેળવી શકીએ છીએ. બીજા પાકોની સરખામણીએ મજૂરી ખર્ચ ઓછો થાય છે. પપૈયાની ખેતીએ મને ઘણું નવું શીખવ્‍યું છે, ધીમે-ધીમે બાગાયતી ખેતી માટેના મારા જુસ્‍સાએમાં વધારો થતો ગયો, બાગાયતી ખેતી અમારા આ વિસ્‍તારમાં થોડી નવી હોવાથી અન્‍ય ખેડૂતોને પણ બાગાયતી પાકો લેવાની પ્રેરણા મળી છે. પપૈયાનો ઉપયોગ ટુટી-ફ્રુટી અને બીજી પ્રોડક્‍ટસ બનાવવામાં ઉપયોગી થાય છે. તાવ જેવી બિમારી અને પેટના રોગોમાં પણ પપૈયાનો ઉપયોગ ખાસ પ્રમાણમાં થાય છે. વળી ઔષધિ-દવા બનાવવામાં પણ પપૈયાના પાન, છાલ, ક્ષીર, બી, પપૈયાનો ઉપયોગ થાય છે. અત્‍યોરે સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે વધુ જાગૃત્તિ આવી છે ત્‍યારે ડાયેટ કરતા અને જીમજતાં યુવા, પ્રૌઢ વર્ગમાં પપૈયાને રોજિંદા ખોરાકમાં વધુ મહત્‍વ આપવામાં આવે છે. સ્‍વાસ્‍થ્‍ય  માટે ઉમદા એવું આ ફળ અમૃતસમાન સાબિત થયું છે. મારા ખેતરના પપૈયા અમદાવાદ, વડોદરા, સુરત, ઉના, માંગરોળ, મહુવા, રાજુલા, જાફરાબાદ સુધી પહોંચે છે. ખેડૂતોને આ સમયે આ બાગાયતી પાક લઇને વધુ બરકત રળવાની તક મળી રહે છે.

વલારડીમાં વઘાસીયા પરિવાર દ્વારા આજથી શ્રીમદ્‌ દેવી ભાગવત્‌ જ્ઞાનયજ્ઞ

અમરેલી જીલ્‍લાનાં બાબરા તાલુકાના વલારડી ગામમાં સુરાપુરા દાદાની પ્રેરણાથી સમસ્‍ત વઘાસીયા પરિવાર ઘ્‍વારા સમસ્‍ત વઘાસીયા પરિવારની જીવંત જયોત રણખાંભીના સુરાપુરા શ્રી પાતાદાદાના સાનિઘ્‍યમાં ચોસઠ જોગણીઓના અવતરણનું મહાપર્વ ભભશ્રીમદ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞભભનું રાણસીકીના યુવા કથાકાર શાસ્‍ત્રી કૌશિકભાઈ ભટ્ટના વ્‍યાસાસને ભવ્‍ય આયોજન કરાયું છે. કુળદેવી શ્રી વેરાઈ માતાજી અને સુરાપુરા દાદની પ્રસન્‍નતાથી વઘાસીયા પરિવારના સહિયારા સાથથી રાણસીકીના કથાકાર શાસ્‍ત્રી કૌશિકભાઈ ભટ્ટના વ્‍યાસાસને ગત તા. 17થી તા. રપ સુધી શ્રીમદ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન દરરોજ સવારે 9થી 1ર અને બોપરે 3 થી 6 સુધી કરાયું છે. જેમાં મહાપ્રસાદનું બપોરે 11:30 વાગ્‍યે અને સાંજે 6 વાગ્‍યે આયોજન કરાયું છે. તા. 17ને શનિવારે સવારે 8 વાગે પોથીયાત્રા સાથે શ્રીમદ દેવી ભાગવત કથાનો પ્રારંભ થશે. જેમાં તા. ર0ને મંગળવારે સાંજે પ વાગ્‍યે શ્રી જગદંબા માતાજી પ્રાગટય, તા. રરને ગુરૂવારે સાંજે 6 વાગ્‍યે શ્રી અન્‍નપૂર્ણા મહોત્‍સવ, તા. ર4ને શનિવારે સાંજે 4:30 વાગ્‍યે તુલસી વિવાહ તથા તા. રપને રવિવારે સાંજે પઃ30 વાગ્‍યે કથા વિરામ લેશે. તા. ર6ને સોમવારે સવારે7થી સાંજના 4 વાગ્‍યા સુધી એક કુંડી નવચંડી યજ્ઞનું આયોજન કરાયું છે. શ્રીમદ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ અંતર્ગત ચોસઠ જોગણી દર્શન થશે જેમાં 64 માતાજીના આબેહુબ દર્શન, વેશભુષા અને સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાશે. કથામાં પ્રસંગ દરમિયાન જેન્‍તીભાઈ ડોડીયાળાવાળા વેશભુષા તથા ધાર્મિક પ્રદર્શનના દર્શન કરાવશે. આયોજકોએ જણાવ્‍યું કે, કથા દરમિયાન દરરોજ રાત્રીના કાર્યક્રમોની રમઝટ બોલશે જેમાં તા. 17ના વઘાસીયા પરિવારના સુરાપુરા શ્રી પાતાદાદાની શુરવીર ગાથા રજુ કરાશે. તા. 18 સરસ્‍વતી ગૌશાળા ધૂન મંડળ સુરતનો કાર્યક્રમ, તા. 19ની રાત્રે લોકડાયરો જેમાં અલ્‍પા પટેલ, દિનેશ વઘાસીયા, જયોતિદાન ગઢવી, ગજાનંદ વડોદરા ડાયરો જમાવશે. તા. ર0ના સાંસ્‍કૃતિક કાર્યક્રમ સ્‍વામિનારાયણ મહિલા સંસ્‍કાર કેન્‍દ્ર અમરેલી ઘ્‍વારા અને તા. ર1ના રોજ શ્રી આગળ રાસ મંડળ પોરબંદરનો કાર્યક્રમ અને તા. ર3ના રોજ રાત્રે લોકડાયરામાં કિર્તીદાન ગઢવી, ઘનશ્‍યામ લાખાણી, તા. ર4ના રાત્રે દાંડિયારાસ જેમાં દિનેશ વઘાસીયા, કાજલ વઘાસીયા, જય વઘાસીયા, કિશન વઘાસીયા, આશિષ વઘાસીયા, અરવિંદ વઘાસીયા, જાશમીન શેખ જમાવટ કરશે. જલથેરાપી એન્‍ડ નેચરોપેથી સેન્‍ટરના ડો. અંકિત વઘાસીયા અને જીપ્‍સ હોસ્‍પિટલ અને વ્‍યસનમુકિત સેન્‍ટરના ડો. પ્રદીપ વઘાસીયા, મેહુલ પટેલ અમદાવાદ ઘ્‍વારાઅને ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી અમરેલીના સહયોગી લાઈન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) ઘ્‍વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પ તા. 18, ર1, ર4 ફેબ્રુઆરીના સવારે 10થી બપોરના 1 દરમિયાન યોજાશે. આ મહોત્‍સવમાં શ્રી ભારતીબાપુ, શ્રી કનકેશ્‍વરીદેવીજી, શ્રી રમેશભાઈ ઓઝા, શ્રી દ્વારકેશલાલજી મહારાજ, શ્રી કિશનકુમારજી મહોદય, શ્રી પુરૂષોતમલાલજી, શ્રી શેરનાથબાપુ, શ્રી જીવરાજબાપુ, શ્રી કરશનદાસબાપુ, શ્રી ગીરીબાપુ, નરેશભાઈ પટેલ, પરેશભાઈ ગજેરા, મનસુખભાઈ વઘાસીયા (ડેની), કાનજીભાઈ ભાલાળા, જીતુભાઈ વાઘાણી, પરશોતમભાઈ રૂપાલા, જયેશભાઈ રાદડીયા, વી.વી. વઘાસીયા, પરેશભાઈ ધાનાણી, વિરજીભાઈ ઠુંમર તેમજ સંતો-મહંતો, મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સગાસ્‍નેહીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે. શ્રીમદ દેવી ભાગવત કથા દરમિયાન સ્‍વચ્‍છતા અભિયાનના સંકલ્‍પ લેવડાવવામાં આવશે અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈના અભિયાનને વધુ વેગવંતુ કરાશે. સમગ્ર મહોત્‍સવનું લાઈવ પ્રસારણ ભભલક્ષ્યભભ ટીવી ચેનલ પર કરવામાં આવશે. આ કાર્યક્રમનો લાભ લેવા દરેક ભાઈઓ, બહેનો, વડીલોને સમસ્‍ત વઘાસીયા પરિવાર વલારડી ઘ્‍વારા જણાવાયું છે. વધુ વિગત માટે મો. 98ર83 46346 ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

17-02-2018