Main Menu

Friday, February 16th, 2018

 

અમરેલી જિલ્‍લામાં આવતી કાલે 3 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન

અમરેલી જિલ્‍લામાં આવતી કાલે 3 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન
અમરેલી, તા.16
અમરેલી જિલ્‍લાની લાઠી, ચલાલા, રાજુલા નગરપાલિકાની આગામી તા.17નાં રોજ ચૂંટણી યોજાનાર છે. ત્‍યારે 76 બેઠકો માટે પ7,પર0 મતદારો પોતાના પ્રતિનિધિને ચૂંટી કાઢવા માટે મતદાન કરશે. આ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્‍ન થાય તે માટે થઈ વહીવટી વિભાગ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવેલ છે.
અમરેલી જિલ્‍લાની રાજુલા નગરપાલિકાની 7 વોર્ડ માટે ર8 બેઠકો માટે 1પ,ર0પ પુરૂષ મતદારો, 14,193 સ્‍ત્રી મતદારો મળી કુલ ર9,398 મતદારો 40 મતદાન મથકો ઉપર મતદાન કરશે. જે માટે થઈ ર00 કર્મીઓ તથા 40 જેટલા પોલીસ કર્મીઓને સજજ કરવામાં આવ્‍યા છે.
જયારે લાઠી નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણીના કુલ 6 વોર્ડ માટેની ર4 બેઠકો માટે 7910 પુરૂષ મતદારો, 71પ0 સ્‍ત્રી મતદારો મળી કુલ 1પ060 મતદારો 19 મતદાન મથકો ઉપર મતદાન કરશે. જે ચૂંટણી માટે 1ર0 પોલીંગ સ્‍ટાફ તથા રપ પોલીસ સ્‍ટાફને કામગીરી સોંપવામાં આવેલ છે.
ચલાલા નગરપાલિકાના 6 વોર્ડ માટે ર4 બેઠકો માટે 6693 પુરૂષ મતદારો, 6369 સ્‍ત્રી મતદારો મળી કુલ 1306ર મતદારો 18 મતદાન મથક ઉપર મતદાન કરશે. જે માટે થઈ 100 ચૂંટણી સ્‍ટાફ તથા રપ પોલીસ કર્મીઓને રોકવામાં આવ્‍યા છે.
આમ ત્રણપાલિકાની સામાન્‍ય ચૂંટણી માટે થઈ કુલ 77 મતદાન મથકો ઉપર આગામી તા.17ના રોજ મતદાન થશે.
અત્રે ઉલ્‍લેખનીય છે કે જાફરાબાદ નગરપાલિકાની પણ સામાન્‍ય ચૂંટણી આ સાથે યોજાનાર હતી પરંતુ કોંગ્રેસ કે અન્‍ય કોઈ અપક્ષો દ્વારા ઉમેદવારી પત્ર નહીં ભરવામાં આવતા ભાજપના ર8 ઉમેદવારો બિનહરીફ થતાં આખી જાફરાબાદ પાલિકા ભાજપ તરફી સમરસ થઈ જવા પામી છે.

ખાંભાનાં ભગવતીપરાની પ્રાથમિક શાળામાં શિક્ષણની હાલત અતિ કફોડી બની

બાળકોને કક્કો બારાખડી પણ આવડતી નથી
ખાંભાનાં ભગવતીપરાની પ્રાથમિક શાળામાં શિક્ષણની હાલત અતિ કફોડી બની
ખાંભા, તા. 1પ
ખાંભાનાં ભગવતીપરા પ્રાથમીક શાળાનું શિક્ષણ કથળ્‍યુ. વિદ્યાર્થીઓ કક્કો બારખડી કે ગણીતનું પણ જ્ઞાન નથી.
ખાંભાનાં ભગવતીપરા ખાતે આવેલ નવી વસાહત પ્રાથમીક શાળાનાં ધો.1 થી 8ના વિદ્યાર્થીઓનું શિક્ષણકથળતા વાલીઓમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.
ખેતી-પશુપાલન અને મજુર વર્ગની વસ્‍તી ધરાવતા ભગવતીપરા ખાતેની નવી વસાહત પ્રાથમીક શાળાના ધો. 1 થી 8ના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને શાળા સંચાલકો ર્ેારા કક્કો બારાખડી, ગણીત કે અન્‍ય વિષયોના અભ્‍યાસ કરાવવાનાં બદલે આખો દિવસ મોબાઈલ અને વાતોના ગપાટા મારી ફરજ પૂરી કર્યાનું અને શાળાનાં સમય બાદ હાજરી પત્રકમાં સહી કરી શાળાનાં સમય પહેલા ઘેર જતા રહેવાના કારણે સ્‍કોલર અને ટેલેન્‍ટ બાળકોનો અભ્‍યાસ બગડવાથીભવિષ્‍ય અંધકારમય થઈ રહૃાું હોય ભગવતીપરા-નવી વસાહત સરકારી શાળામાંથી વાલીઓ પોતાના બાળકોને ખાનગી સ્‍કૂલોમાં બે બહારગામ અભ્‍યાસ માટે મોકલી     રહૃાા છે.
શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારફીઓ શાળાની વિઝીટે જઈ સબ સલામત સમજી વીઝીટબુકમાં સહી કરી ટી.એ.ડી.એ. મેળવવા આવતા હોય તેમ ચા પાણી નાસ્‍તાની મહેમાનગતી માણી પરત ચાલ્‍યા જતા હોવાના કારણે શાળાનું શિક્ષણ સ્‍તર નીચે ગયાનું વિદ્યાર્થીઓના વાલીઓનું કહેવું છે.

મઘ્‍યાહ્‌ન ભોજન અને આંગણવાડી કેન્‍દ્રોમાં ગેરરીતિની આશંકા

પુરવઠા વિભાગની જેમ અન્‍ય વિભાગોની ચકાસણી જરૂરી
મઘ્‍યાહ્‌ન ભોજન અને આંગણવાડી કેન્‍દ્રોમાં ગેરરીતિની આશંકા
નાના બાળકોનાં હકક-હિસ્‍સાનું ભોજન પણ બારોબાર વેચાતું હોવાની ચર્ચાઓ
અમરેલી, તા. 1પ
અમરેલીમાં ગરીબ પરિવારોનાં હકક-હિસ્‍સાનું અનાજ કાળાબજારમાં વેચી માર્યાનાં કૌભાંડે ચકચાર જગાવી છે તેવા જ સમયે મઘ્‍યાહન ભોજ અને આંગણવાડી કેન્‍દ્રોમાં પણ નાના ભુલકાઓનાં હકક-હિસ્‍સાનું ભોજન પણ ભ્રષ્‍ટાચારીઓ જમી જતાં હોવાની આશંકા ઉભી થઈ હોય તેની તપાસ કરવા પણ માંગ ઉભી થઈ છે.
અમરેલીનાં પ્રતિષ્ઠિત વ્‍યકિતઓનાં નામનું અનાજ ખોટી રીતે રેશનિંગ દુકાનધારકોએ પુરવઠા વિભાગની મીઠ્ઠી નજર તળે બારોબાર વેંચી માર્યાની ઘટના સામે આવી છે. અને આ દકૌભાંડ મામલે પુરવઠા વિભાગે હજુસુધી શંકાસ્‍પદ દુકાનોનાં લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કરીને એફઆઈઆર કરવાનું ટાળી દીધું હોય સમગ્ર તપાસ જ અવળા માર્ગે ચડી હોય તેવું લાગી રહૃાું છે.
દરમિયાનમાં મઘ્‍યાહન ભોજન યોજના અને આંગણવાડી યોજનામાં પણ વ્‍યાપક પ્રમાણમાં ભ્રષ્‍ટાચાર થઈ રહૃાાની આશંકા હોય ભાજપ સરકારને આગ લાગે અને કુવો ખોદવો પડે તેના કરતાં કાયમી ઘ્‍યાન રાખવામાં શું વાંધો છે તે સમજી શકાતું નથી.
કાળાધનને દુર કરવા માટે નોટબંધી કરવાને બદલે ભ્રષ્‍ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની જરૂરીયાત હોવાનું સૌ કોઈ માની રહૃાું છે.

લાઠી ગામે 90 વર્ષીય વૃદ્ધા અકસ્‍માતે દાજી જતાં થયું મૃત્‍યુ

સ્‍ટવમાં કેરોસીન નાખી દીવાસળી સળગાવતા દાજી ગયા
અમરેલી, તા.1પ
લાઠી ગામે આસ્‍થાપીરની શેરીમાં રહેતા સવિતાબેન રતનસિંહ ચુડાસમા નામના 90 વર્ષીય વૃઘ્‍ધા ગઈકાલે સવારે પોતાના ઘરે ચા બનાવવા માટે થઈ પ્રાયમસમાં કેરોસીન નાખી દીવાસળી સળગાવવા જતા અકસ્‍માતે તેઓ દાજી જતાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ. જયાં આ વૃઘ્‍ધાનું મોત થયાનું લાઠી પોલીસમાં જાહેર થવા પામેલ છે.

કેરાળા (ધાર) ગામેથી 1પ વર્ષની સગીરાને લલચાવી ભગાડી જવાઈ

4 ઈસમો સામે પોકસો નીચે ફરિયાદ નોંધાઈ
અમરેલી, તા.1પ
સાવરકુંડલા તાલુકાના કેરાળા (ધાર) ગામેરહેતા પંચમહાલ જિલ્‍લાના વતની એવા એક આધેડની 14 વર્ષ 10 માસની વય ધરાવતી સગીર વયની પુત્રીને તે જ ગામે રહેતા મનોજ ભીખાભાઈ કથીરીયા, રજની રાઘવભાઈ કથીરીયા, ધનજી નાનજીભાઈ કથીરીયા તથા ભરત વિનુભાઈ લાખાણી ગત તા.17/1ના રોજ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી જતાં આ બનાવ અંગે પોકસો એકટ નીચે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ઘંટીયાણ ગામે જાહેરમાં જુગટુ રમતા 3 ઈસમોને પોલીસે ઝડપી લીધા

અમરેલી, તા.1પ
બગસરા તાલુકાના ઘંટીયાણ ગામે રહેતા મંગા ઝીણાભાઈ રાઠોડ, ભરત રામજીભાઈ રાઠોડ તથા ગોરવયાળી ગામે રહેતા ઝીણા પોપટભાઈ પડસાળા ગઈકાલે સાંજના સમયે ઘંટીયાણ ગામે જાહેરમાં જુગાર રમતાં હોય, બગસરા પોલીસે દરોડો કરી રોકડ રકમ રૂા. ર00પ, મોટર સાયકલ -1 કિંમત રૂા. 1પ હજાર મળી કુલ રૂા. 17,0પપની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 વિપક્ષનાં નેતા પરેશભાઈ ધાનાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

????????????????????????????????????

વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીએ સોમનાથ મહાદેવને અભિષેક કરી ધન્‍યતાનો અનુભવ કરેલ. શ્રી સોમનાથ ટ્રસ્‍ટના અધિકારી ર્ેારા તેઓનું સ્‍વાગત કરવામાં આવેલ સાથે પુજારી ર્ેારા તેઓનું સન્‍માન કરવામાં આવેલ હતું. સાથે જ પરિસરમાં આવેલ સરદાર વલ્‍લભભાઈ પટેલની પ્રતિમા તથા વિર હમિરજી ગોહિલની પ્રતિમાને નમન કરેલ. આ પ્રસંગે તાલાળાનાં ધારાસભ્‍ય ભગવાનભાઈ બારડ, કોળી સમાજનાં પ્રમુખ કાનાભાઈ ગઢીયા સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહૃાા હતા.


રાજુલા પંથકમાં વિવિધ પ્રશ્‍ને ટ્રકોનાં પૈડા થંભી ગયા

રાજુલાના ટ્રક અને ડમ્‍પરના માલિકોએ આજે તંત્રને આપેલા આવેદનપત્રમાં જણાવ્‍યું હતું કે ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહૃાો છે. તેની સામે અહીંના ટ્રક માલિકોને મળતા ભાડા ખૂબ જ ઓછા છે. જેને પગલે ટ્રાન્‍સપોર્ટરો મીઠું અને કોલસાના ટ્રક ભાડામાં વધારો ઈચ્‍છી રહૃાા છે. પરંતુતેમની માંગણીઓ પ્રત્‍યે ઘ્‍યાન આપવામાં આવી રહૃાું નથી. જેને પગલે 1પમીથી તમામ ટ્રક માલિકો હડતાલ પર ચાલ્‍યા જશે. અને કોલસો અને મીઠાની હેરફેર બંધ કરી દેશે. એટલું જ નહિ આવેદનપત્રમાં ટ્રક અને ડમ્‍પર માલિકોએ એવી પણ ચિમકી ઉચ્‍ચારી હતી કે જીએચસીએલ સુત્રાપાડામાં અવરજવર કરતા ટ્રકોને પણ અટકાવી દેવામાં આવશે. તેમણે આ અંગે પીપાવાવ મરીન, જાફરાબાદ અને નાગેશ્રી પોલીસને જાણ કરી હતી. અહીં ટ્રાન્‍સપોર્ટ ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસ્‍યો છે ત્‍યારે આ હડતાલથી અનેક લોકોની રોજીરોટી પર પણ અસર થશે.

લાઠીમાં વિડીયો કેમેરાની ચોરી કરનારને ઝડપી લેવાયો

અમરેલી, તા.1પ
અમરેલી પોલીસ અધિક્ષક જગદીશ પટેલ તથા ડી.વાય.એસ.પી. એલ.બી. મોણપરાની સુચના તથા સર્કલ પો. ઈન્‍સ. પી.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ લાઠી પી.એસ.આઈ. બી.વી. બોરીસાગર તથા સ્‍ટાફના એ.એસ.આઈ. અરવિંદભાઈ કટારા તથા પો. કોન્‍સ. મનીષભાઈ એન. જાની તથા પો. કોન્‍સ. હસમુખભાઈ એન. ખુમાણ તથા પો. કોન્‍સ. દિલીપભાઈ જે. ખુંટ તથા પો. કોન્‍સ. જગદીશભાઈ બી. રામાણીનાઓની ટીમે ગણતરીના કલાકોમાં અન ડિટેકટ ચોરીનો ગુન્‍હો ડિટેકટ કરેલ છે. જે ગુન્‍હો લાઠી પો. સ્‍ટે. ગુ.ર.નં. 06/18 આઈ.પી.સી. કલમ 379, 447 મુજબ તા.14/રના ક.18:4પ વાગ્‍યે જાહેર થયેલ.આ કામે ફરિયાદી અનિલભાઈ મગનભાઈ રાઠોડ ધંધો વિડીયો શૂટીંગનું કામ. રહે. સાવરકુંડલા ગાંધીચોક, પંડયા શેરી, તા. સાવરકુંડલા જિ. અમરેલી વાળાએ જાહેર કરેલ કે ગઈ તા.3/રના ક. રરઃ00 થી તા.4/ર ક.08:00ના સમયગાળા દરમિયાન આ કામના ફરી.નો વિડીયો શૂટીંગ લગત સરસામાન જેમાં શૂટીંગનો કેમેરો તથા બેટરી તથા વિડીયોગ્રાફરની બેગ કાળા કલરની તેમજ એલ.ઈ.ડી. મળી કુલ કિં. રૂા. 1,ર4,રપ0ના મતાની કોઈ ઈસમ લાઠી ખાતે આવેલ કડવા પટેલ સમાજની વાડીના જનરલ હોલમાંથી ચોરી કરી લઈ ગયા અંગેની ફરિયાદ લાઠી પો. સ્‍ટે. ખાતે નોંધાયેલ. જે ફરિયાદની તપાસ દરમિયાન બાતમીરાહે હકીકત મળેલ કે ઘનશ્‍યામભાઈ નનુભાઈ ધોળીયા રહે. લાઠી કુંડીવાડી, તા. લાઠી વાળાના ઘેર તપાસ, તજવીજ કરતા તેના ઘરના પાછળના ભાગના નવેળામાંથી ચોરીનો મુદામાલ સંતાડેલ હોય જે અંગે લાઠી પો. સ્‍ટે. પો. સબ ઈન્‍સ. તથા પોલીસ સ્‍ટાફસાથે રહી ચોરીમાં ગયેલ મુદામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી સદરહુ અન ડિટેકટ ચોરીનો ભેદ ઉકેલેલ છે. હાલ આ આરોપીની અન્‍ય કોઈ ગુન્‍હામાં સંડોવાયેલ છે કે કેમ તેની તપાસ ચાલુ છે.

જિલ્‍લાને હચમચાવતાં કૌભાંડની તપાસ સ્‍પેશ્‍યલ ઈન્‍વેસ્‍ટીગેશન ટીમને સોંપવાની જરૂર

રેશનિંગ દુકાનધારકો અને પુરવઠા વિભાગનાં અમુક બાબુઓ કરોડપતિ બની ગયા ?
જિલ્‍લાને હચમચાવતાં કૌભાંડની તપાસ સ્‍પેશ્‍યલ ઈન્‍વેસ્‍ટીગેશન ટીમને સોંપવાની જરૂર
અમરેલી, તા. 1પ
અમરેલી જિલ્‍લામાં પુરવઠા વિભાગની મીઠ્ઠી નજર તળે ગરીબોનાં હકક-હિસ્‍સાનું અનાજ કાળાબજારમાંવેચી મારવામાં આવી રહૃાાની તેમજ પ્રતિષ્ઠિત વ્‍યકિતઓનાં નામે કાર્ડ બનાવીને તેના હિસ્‍સાનું અનાજ પણ વેચી માર્યાની તપાસ શરૂ થઈ છે.
દરમિયાનમાં એવું પણ જાણવા માળેલ છે કે, પુરવઠા વિભાગમાં ફરજ બજાવવા માટે મોટાભાગનાં નાયબ મામલતદારો ઉત્‍સુક હોય છે. અને પુરવઠા વિભાગની મલાઈદાર જગ્‍યા પર ફરજ મેળવવા માટે અમુક નાયબ મામલતદારો રાજકીય અને નાણાકીય વગનો પણ ઉપયોગ કરતાં જોવા મળી રહૃાા છે.
પુરવઠા વિભાગમાં છેલ્‍લા 30 વર્ષમાં ફરજ બજાવી ચુકેલ અમુક નાયબ મામલતદારો પાસે આવક કરતા વધારે સંપત્તિ છે અને તેઓ હપ્‍તાબાજી લઈને કરોડપતિ બની ગયા છે અને આલીશાન બંગલા અને કારમાં ફરતા જોવા મળે છે.
તદઉપરાંત અમુક દુકાનધારકો પણ ગરીબોનાં ભોગે અમીર બની ગયા છે અને ભ્રષ્‍ટ દુકાનધારકો દુકાન દીઠ મહિને રૂપિયા એક લાખની કમાણી કરતાં હોવાનું પણ જાણવા મળેલ છે.
રાહતદરનાં અનાજનું બારોબાર વેચાણ કરવાનું કૌભાંડ છેલ્‍લા 30 વર્ષથી ચાલી રહૃાું છે અને હાલમાં ઝડપાયેલ કૌભાંડ હિમશીલાની ટોચ સમાન હોય સમગ્ર કૌભાંડની તપાસ સ્‍પેશ્‍યલ ઈન્‍વેસ્‍ટીગેશન ટીમ ઘ્‍વારા કરવામાં આવે તેવી માંગ ઉભી            થઈ છે.

નાની કુંડળની શાળામાં રોકેટ બનાવવાની કલા શિખવાડવામાં આવી

બાબરા તાલુકાના નાની કુંડળપ્રાથમિક શાળામાં લોકભવન અમરેલી દ્વારા રોકેટ બનાવવાની, સમજવાની કળા બાળકોમાં વિકસે તેવા હેતુથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ધોરણ-6 થી 8ના ર80 બાળકોએ ભાગ લીધો હતો. બાળકોએ લોક ભવન દ્વારા લાવવામાં આવેલ. મટીરીયલ્‍સમાંથી સરસ રોકેટના મોડેલ તૈયાર કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લોક ભવન કેન્‍દ્રમાંથી નિલેશભાઈ પાઠક, ટી.જી. માંડલીયા, ચેતનભાઈ પાઠક ઉપસ્‍થિત રહયા હતા. શાળા પરિવારમાંથી આચાર્ય તથા રોશનભાઈ પટેલ તથા સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી.

અમરેલીમાં લાયન્‍સ કલબ (રોયલ) દ્વારા ‘‘એન્‍જોય એકઝામ” સેમિનાર યોજાયો

આગામી સમયમાં ધોરણ-10 એટલે કે બોર્ડની પરીક્ષા આવવાની છે. શૈક્ષણિક સફરમાં આ મુકામ અત્‍યંત મહત્‍વનો હોય છે. બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ગભરાટ જોવા મળે છે પરંતુ આ પરીક્ષાથી ડરવાને બદલે ખુશી મનાવો કે તમે ધોરણ દસની પરીક્ષા આપવા માટે સક્ષમ છો. વર્તમાન સમયનું શૈક્ષણિક વાતાવરણ થોડું અટપટું બની ગયું છે અને વિદ્યાર્થીઓ એકઝામને લઈને કન્‍ફયુઝ થઈ જાય છે. આ પણ ધોરણ આઠ કે નવની પરીક્ષા આપતા હોય તેમ પરીક્ષા જ છે. અને એ પરીક્ષા આપવાનું આપણને ગૌરવ હોવું જોઈએ. અમરેલી શહેરની પ્રતિષ્ઠિત સંસ્‍થા લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)દ્વારા ભભએન્‍જોય એકઝામભભ સેમિનારનું આજરોજ એટલે કે તા.1પ/રના દિલીપ સંઘાણી સાંસ્‍કૃતિક હોલ ખાતે આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેમિનારમાં પ્રસિઘ્‍ધ વકતા શૈલેષભાઈ સગપરીયા હાજર રહયા હતા અને તેમણે વિદ્યાર્થીને માર્ગદર્શન પુરૂ પાડયું હતું. તેમણે સામાજિક, ધાર્મિક, આર્થિક સફળતાના શ્રેષ્ઠ ઉદાહરણો સાથે પરીક્ષામાં સફળ કેમ થવું તેની માહિતી આપી હતી. તદ્‌ઉપરાંત, તેમણે પરીક્ષાનું મહત્‍વ અને કઈ રીતે આગવ વધવું તે વિશે વિશેષ ટિપ્‍પણી કરી હતી. આ સેમિનારની સાથે સ્‍પર્ધાત્‍મક પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ માટે પણ વિશેષ સેશન રાખવામાં આવ્‍યું હતું. જેના મુખ્‍ય વકતા જગદીશભાઈ બરવાળીયા હતા. તેમણે સરકાર તરફથી જે પરીક્ષાઓ લેવામાં આવે છે તે અંતર્ગત વિગતવાર માહિતી આપી હતી અને આ પરીક્ષાઓમાં સફળ થવાના વિકલ્‍પો કહયા હતા. આ સેમિનારમાં અમરેલી વિસ્‍તારના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અંદાજે 1000થી વધુની સંખ્‍યામાં વિદ્યાર્થીઓ હાજર રહયા હતા. સેમિનારમાં વિશેષ અતિથિ અને મુખ્‍ય મહેમાન તરીકે કલેકટર ડોબરીયા, ડીઈઓ જાદવ, ડીવાયએસપી દેસાઈ હાજર રહયા હતા. તેમની પ્રેરણાત્‍મક હાજરીથી વિદ્યાર્થીઓને કોઈપણ ડર રાખ્‍યા વગર પરીક્ષા આપવાની પ્રેરણા આપી હતી. લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ના સદસ્‍યમિત્રોને જાય છે. તેમની મહેનત અને સમર્પણભાવ થકી જ આવા કાર્યક્રમો શકય બને છે. આનંદ એ વાતનો પણ છે કે આ સેમિનાર થકી અનેક વિદ્યાર્થીઓને જીવનની સાચી દિશા મળશે. એન્‍જોય એકઝામ સેમિનારનું આયોજન કરવા પાછળનો અમારો હેતુ એક જ છે કે વિદ્યાર્થીઓ પરીક્ષાનું ગર્વ લે અને ઉત્‍સાહપૂર્વક ભાગ લેઅને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્‍ત કરે. આ સેમિનારમાં મહાનુભાવોના હસ્‍તે પ્રશ્‍નસંપુટનું વિનામૂલ્‍યે વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રશ્‍નપત્રો અમરેલી શહેરના વિવિધ વિષયના તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્‍યા હતા. આ સેમિનારના પ્રોજેકટ ઈન્‍ચાર્જ તરીકેની જવાબદારી લાયન વિપુલ વ્‍યાસ અને લાયન સંજય રામાણીએ નિભાવી હતી. કાર્યક્રમની રૂપરેખા મંત્રી લાયન મુકેશ કોરાટ અને ઉપપ્રમુખ લાયન રમેશ કાબરીયાએ તૈયાર કરી હતી. પ્રશ્‍નપત્ર સંપુટ સહયોગી શિક્ષકો : ગુજરાતી પેપર- ડી.બી. ડાભી, ડી.જી. મોરી, સુધીરભાઈ ભુવા, પ્રકૃતિબેન ધડુક, અંગ્રેજી વિષય- પ્રકાશભાઈ જોશી, ધવલભાઈ ઠાકર, સામાજિક વિજ્ઞાન- સલીમભાઈ કુરેશી, કલ્‍પનાબેન ગોહિલ, આર.વી. જેઠવા, વિજ્ઞાન અને ટેકનોલોજી- સી.પી. ગોંડલીયા, જગતભાઈ દવે, દીપકભાઈ કાપડિયા, ગણિત- ડી.જી. ઝાલાવાડિયા, હર્ષાબેન પંડયા, પરેશભાઈ રાઠોડ, સંકલન- એમ.આર. વઘાસિયા, બી.સી. પંડયા, અતિથિ વિશેષ મહેમાન- જિલ્‍લાખોડલધામ કન્‍વીનર રમેશભાઈ કાથરોટિયા, ડી.ઈ.ઓ. કચેરીના ડામોર અને અજિતસિંહ ગોહિલ, મુકુંદભાઈ મહેતા, આ કાર્યક્રમને સફળ બનાવવા લાયન સદસ્‍યો અરુણ ડેર, દિવ્‍યેશ વેકરિયા, અમિત સોજીત્રા, રિતેશ સોની, સુરેશ દેસાઈ, હિતેશ બાબરીયા, વિજય વસાણી, રોહિત મેહતા, હરેશ બાવીશી, કેશલ ભીમાણી, સંજય જી રામાણી, કિશોર નાકરાણી, હિતેશ અગોલા અને રાહુલ ઘાડિયા સહિતના સદસ્‍યોએ જહેમત ઉઠાવી હતી.

16-02-2018