Main Menu

Wednesday, February 14th, 2018

 

ધારી તાલુકાના વિરપુર ગામે ભેલાણ કરી નુકશાન કર્યુ

અમરેલી, તા. 13
ધારી તાલુકાના વિરપુર ગામે રહેતા અને ખેતી કામ કરતાં વિરેન્‍દ્રભાઈ બાબુભાઇ જોષીની ખેતીની જમીનમાં ગત તા. 11ના રોજ તે જ ગામે રહેતા પહુભાઇ હકુભાઇ વાળા, રાણીંગભાઇ ચારણભાઇ વાળાએ પોતાની ભેંસ નંગ-7 તથા પાડી-ર ને છુટા મુકી ચરાવી જમીનમાં ચણા વાઢેલ તેના ઢગલા લીધેલ તથા લસણના કેરામાં ભેલાણ કરી રૂ. 1000/- નું નુકશાન કરી તેમના ભાગીયાને ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે ધારી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

અમરેલીમાં આવતીકાલે ધો. 10નાં પરીક્ષાર્થીઓ માટે ”એન્‍જોય એકઝામ” સેમિનાર

શૈલેષ સગપરિયા અને જગદીશ બરવાળિયા માર્ગદર્શન આપશે
અમરેલી, તા. 13
શિક્ષણને સાધન નહીં પણ સાધના બનાવવામાં આવે તો જીવનનો બેડો પાર થઈ જાય. પરીક્ષા એ કૌશલ્‍યનુંપરીક્ષણ છે નહીં કે હાર-જીતનું પરિણામ. પરીક્ષાનો આનંદ હોવો જોઈએ પરંતુ વાતાવરણ જ એવું ઉભુ કરવામાં આવ્‍યું છે કે વિદ્યાર્થીઓ પરીક્ષાથી ડરે છે. આ ડરના લીધે વિદ્યાર્થીઓ તણાવમાં આવી જાય છે અને પોતાના કૌશલ્‍યનું પ્રદર્શન કરવાને બદલે એ જે આવડતું હોય છે એ પણ ભૂલી જાય છે. બોર્ડની એકઝામ એ શૈક્ષણિક ક્ષેત્રનું મહત્‍વનું મુકામ છે. આ મુકામે કોઈપણ જાતનો ડર રાખ્‍યા વગર આનંદમય બનીને વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તે માટે લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) ઘ્‍વારા ભએન્‍જોય એકઝામભ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આ સેમિનારમાં તા. 1પ/ર/18ને ગુરૂવારના રોજ દિલીપભાઈ સંઘાણી સાંસ્‍કૃતિક હોલમાં રાખવામાં આવ્‍યું છે. સેમિનારનું નામ ભએન્‍જોય એકઝામભ રાખવામાં આવ્‍યું છે. ધો. 10ના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમનો સમય 1-30થી 3-30નો રહેશે જયારે સ્‍પર્ધાત્‍મક પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ માટે 3-30થી પ-30નો રહેશે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં નૈસર્ગિક રીતે પોતાની કરામતને ઓળખીને પરીક્ષાને આનંદ કરતાં કરતાં આપે તે માટેનું વકતવ્‍ય પ્રસિઘ્‍ધ સ્‍પીકર શૈલેષભાઈ સગપરિયા અને જગદિશભાઈ બરવાળિયા આપશે. આ કાર્યક્રમનાં અઘ્‍યક્ષપદે કલેકટર અમરાણી, અધિક કલેકટર પી.એમ. ડોબરીયા, જિલ્‍લા પોલીસ અધિક્ષક જગદીશ પટેલ, જિલ્‍લા નાયબપોલીસ અધિકારી દેસાઈ, જિલ્‍લા શિક્ષણાધિકારી જાદવ ઉપસ્‍થિત રહેશે.
લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ વસંતભાઈ મોવલિયાએ જણાવ્‍યું હતું કે, આજકાલ પરીક્ષાને ભયનું સ્‍વરૂપ આપી દેવામાં આવ્‍યું છે, જયારે હકીકતમાં પરીક્ષા વ્‍યકિતમાં શિસ્‍ત, સંયમ અને સંસ્‍કારનું સિંચન કરે છે. પરીક્ષાથી ડરવાની જરાય જરૂર નથી પણ જે આવડે છે તેને વ્‍યકત કરવાની રજુઆત છે. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે તો બોર્ડના પ્રશ્‍નપત્રોને સમજવા અને સરળતાથી અભ્‍યાસ કરી શકાય તે માટે વિદ્યાર્થીઓને પ્રશ્‍નપત્રનો સેટ વિનામૂલ્‍યે આપવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુકેશ કોરાટ, રમેશ કાબરીયા, અરૂણ ડેર, વિપુલ ડેર, રીતેશ સોની, જીતુ સુહાગીયા, વરૂણ પટેલ, પરેશ ઉભડા, મનુ ભલાણી, દિવ્‍યેશ વેકરીયા, અમિત સોજીત્રા, દિનેશ કાબરીયા, મનોજ કાબરીયા, સંજય રામાણી, મગન વસોયા, કૌશલ ભીમાણી, રાહુલ ધાડીયા, અશોક મકાણી, જયેન્‍દ્ર શિંગાળા, કનુભાઈ દેસાઈ, સહજાનંદ સખરેલીયા, સુરેશભાઈ સોજીત્રા, દિપક ધાનાણી, સંજય માલવીયા, ધવલ કાબરીયા, વિપુલ ત્રાપસીયા, નિલેશ મુલાણી, રાજેશ કાબરીયા, કિશોર નાકરાણી, વિપુલ પટોળીયા, હરેશ વેકરીયા, ઘનશ્‍યામ સોરઠીયા, હિતેશ બાબરીયા, સંજય જી. રામાણી, વિજય વિસાણી, હિતેશ ગઢીયા, ચિરાગ સોરઠીયા,સંજય ભેસાણીયા, ગીરીશ ગઢીયા, બી.ટી. ભાલાળા, સુરેશ દેસાઈ, નયન વિસાવડીયા, રાજેન્‍દ્ર રામાણી, જયસુખ એમ. ઢોલરીયા, દયાળ સંઘાણી,          કાળુભાઈ સુહાગીયા, નરેશ સાકરીયા, ભુષણ રાજપરા, પરાગ રાજપરા, હરેશ સોરઠીયા, સુરેશ ભાલાળા, નરેશ દસલાણીયા, દેવચંદભાઈ કપોપરા, શંભુભાઈ પાંચાણી, દિપક બોઘરા તથા સમગ્ર લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.

ખેડૂત યુવક પર છરી તથા લોખંડના પાઈપ વડે હુમલો કરાયો

અમરેલી, તા. 13
રાજુલા તાલુકાના છાપરી ગામે રહેતા સંજયભાઇ ડાયાભાઇ વોરા નામના 3ર વર્ષિય યુવકની વાડીમાં ગત તા. 11ના રોજ સાંજના સમયે રાજુલા તાલુકાના છાપરી ગામે રહેતા માધુ નાનજીભાઈ વોરા, બેચર છગનભાઈ વોરા તથા ડોળીયા ગામે રહેતા  વિક્રમ ગભાભાઈ પોપટ વિગેરે છરી તથા લોખંડના પાઇપો સાથે ગેરકાયદેસર પ્રવેશ કરી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને જમણા હાથે છરી વડે ઇજા કરી, ડાબા હાથે ફેકચર કરી તથા ડાબા પગના નળામાં ઇજા કરતા આ અંગે રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ખાલસા કંથારીયા ગામે હપ્‍તા માંગી ધમકી આપી

અમરેલી, તા. 13
જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામે રહેતા રમેશભાઇ સામતભાઇ સોલંકી નામના 3પ વર્ષિય યુવાન પાસેથી બળજબરીથી રૂપિયા   કઢાવવા હીરાનુ કારખાનુ ચલાવવુ હોય તો રૂા. રપ000 હપ્તાના આપવા પડશે તેમ કહી તે જ ગામે રહેતા વનરાજભાઇ  બચુભાઇ સાઢસુરે માંગણી કરતાં આ યુવાને પૈસાની સગવડ થાય તેમ ન હોવાથી ના પાડતા તેમને ઢીકાપાટુનો માર મારી તલવારનો ભય બતાવી મારી નાખવાની ધમકી આપી તેમજ ધંધો નહી કરવા દેવાની તેમજ તેમના કારખાનામા કામ કરતા કારીગરોને પણ કારખાને કામ નહી કરવા માટે થઈ મારી નાખવાની ધમકી આપી  અને સતત ત્રણ દિવસથી ફોન પર ગાળો આપતા આ અંગે જાફરાબાદ પોલીસમાં ફરિયાદ          નોંધાઈ છે.

રાજુલાનાં કડીયાળી ગામ પાસે એસ.ટી. બસ અને ડમ્‍પર વચ્‍ચે થયો અકસ્‍માત

જાફરાબાદ-ભાવનગર રૂટની બસ અથડાઈ
રાજુલાનાં કડીયાળી ગામ પાસે એસ.ટી. બસ અને ડમ્‍પર વચ્‍ચે થયો અકસ્‍માત
બસ ચાલક સહિતનાં લોકોને ઈજા થતાં સારવારમાં
અમરેલી, તા.13, જાફરાબાદ તાલુકાનાં ટીંબી ગામે રહેતા અને એસ.ટી. બસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં પ્રદિપસિંહ અજીતસિંહ વાળા પોતાના હવાલાવાળી એસ.ટી.બસ નં.જી.જે- 18, વાય-3પ40 જાફરાબાદ – ભાવનગરની રૂટની બસ લઈને રાજુલાનાં કડીયાળી ગામ પાસેથી પસાર થતાં હતા. ત્‍યારે સામેથી આવી રહેલા ડમ્‍પર નંબર જી.જે.- પ, એ.વી.-7360નાં ચાલકે બેફીકરાઈથી ચલાવી અથડાઈ દેતાં બસ ચાલક તથા મુસાફરોને નાની- મોટી ઈજા કર્યાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસમાં નોંધાય છે.


ચલાલામાં જાહેરમાં જુગાર રમતાં પ શખ્‍સોને પોલીસે ઝડપી લીધા

અમરેલી, તા.13
ચલાલા ગામે રહેતાં પ જેટલા ઈસમો ગઈકાલે મોડી રાત્રીનાં સમયે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા હોય, આ અંગે ચલાલા પોલીસને બાતમી મળતાં દરોડો કરી પાંચેય ઈસમોને રોકડ રકમ તથા મોબાઈલ ફોન – 1 મળી કુલ રૂા.884ર0નાં મુદ્‌ામાલ સાથે ઝડપી લીધા હતા.

અમરેલી શહેરમાં બાંધકામની રજા ચિઠ્ઠી આપવા ભાજપીઓની માંગ

રાજયનાં મુખ્‍યમંત્રીને પત્ર પાઠવવામાં આવ્‍યો
અમરેલી, તા.13
અમરેલી શહેરમાં કોઈનાગરીક નવુ મકાન કે અન્‍ય કોમર્શીયલ બાંધકામ કરે તો નગરપાલીકા અને નગર નિયોજન કચેરીના સંકલનનાં અભાવે લોકોને બાંધકામની રજાચિઠૃી મળતી નથી. જેના હીસાબે લોકોને લોન લેવામાં કે બાંધ કામ કરવામાં પારાવાર મુશ્‍કેલીઓ ઉભી થાય છે. આ બાબતે અમરેલી જિલ્‍લા ભાજપના ઉપપ્રમુખ રીતેષ સોની અને જિલ્‍લા ભાજપના મંત્રી ભરત વેકરીયા  દ્વારા રજુઆત કરવામાં આવી છે.
રાજય સરકારને  કરવામાં આવેલ રજુઆત અન્‍વયે તેઓએ જણાવ્‍યુ હતુ કે, બાંધકામની રજા ચિઠૃી મેળવવા લોકો ધકકા ખાઈ રહયા છે. તેનું નિરાકરણ લાવવા રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રભારી મંત્રી આર.સી. ફળદુને પત્ર  પાઠવીને સત્‍વરે યોગ્‍ય કરવા અમરેલી જિલ્‍લા ભાજપના ઉપપ્રમુખ રીતેષ સોની અને જિલ્‍લા ભાજપના મંત્રી ભરત વેકરીયા દ્વારા રજુઆત કરવામાં આવી છે.

સાવરકુંડલાની કબીર ટેકરી દ્વારા જૂનાગઢનાં શિવરાત્રી મેળામાં ભજન અને ભોજનની જમાવટ

સાવરકુંડલાની કબીર સંપ્રદાયની સંસ્‍થા કબીર ટેકરી દ્વારા જૂનાગઢનાં શિવરાત્રી મેળામાં મહંત નારાયણદાસ સાહેબનાં માર્ગદર્શન નીચે રાવટી ઉભી કરી મેળામાં આવતા યાત્રાળુઓ માટે ભોજન અને ઉતારાની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે. બન્‍ને ટાઈમ શુદ્ધ, સાત્ત્િયવક ભોજન સાથે રહેવા માટે ઉત્તમ સુવિધા ઉભી કરવામાં આવી છે. જેનો લાભ સાત દિવસ સુધી હજારો યાત્રાળુઓએ લીધો હતો.

જે દુકાનનું લાયસન્‍સ સસ્‍પેન્‍ડ થયું તે દુકાનેથી અનાજનું બારોબાર વેચાણ થઈ રહૃાું છે

અનાજ માફીયાઓને હવે કોઈનો ડર જ રહૃાો નથી
અમરેલીમાં અનાજનાં ખુલ્‍લેઆમ કાળાબજાર
જે દુકાનનું લાયસન્‍સ સસ્‍પેન્‍ડ થયું તે દુકાનેથી અનાજનું બારોબાર વેચાણ થઈ રહૃાું છે
અમરેલી, તા. 13
અમરેલી જિલ્‍લામાં અનાજ માફીયાઓ ગરીબોનાં હકક હિસ્‍સાનું અનાજ બારોબાર વેચાણ કરી રહૃાા છે. તો પ્રતિષ્ઠિત આગેવાનોનાં નામનું અનાજ બનાવટી દસ્‍તાવેજોનાં આધારે ઉપાડીને વહીવટીતંત્રનું નાક કાપી રહૃાા હોવાછતાં પણ પુરવઠા વિભાગ અકળ કારણોસર કાર્યવાહી કરતો ન હોય જિલ્‍લાની જનતામાં આશ્ચર્ય ફેલાયું છે.
દરમિયાનમાં થોડા દિવસો પહેલા પુરવઠા વિભાગે જયુબીલી નજીક આવેલ પગારદાર કર્મચારી મંડળી નામની રેશનિંગ દુકાનનું લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કર્યા બાદ ગઈકાલે તે દુકાનેથી એક વ્‍યકિત અનાજ ભરેલ ગુણી બાઈક પર લઈ જતો હોય આ ઘટના કેમેરામાં કેદ થઈ છે.
હવે પુરવઠા વિભાગ ઘ્‍વારા આ ઘટના અંગે તટસ્‍થ તપાસ કરવામાં આવે છે કે રાબેતા મુજબ આંખ મિંચામણા કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

સા.કુંડલામાં રેશનીંગનાં ચોખા-ઘઉં સહિત રૂા. 1.30 લાખનો મુદ્‌ામાલ કબ્‍જે કરાયો

પોલીસે મુદ્‌ામાલ કબ્‍જે લઈ મામલતદારને જાણ કરી
અમરેલી, તા. 13
સરકાર દ્વારા ફાળવવામાં આવતાં જાહેર વિતરણ વ્‍યવસ્‍થાના રાહત દરના અનાજનું કાળાબજાર થતું હોવાની શંકા આધારે અમરેલી પોલીસ અધિક્ષક દ્વારા આઅંગે તપાસ કરવા અને યોગ્‍ય પગલાં લેવા જરૂરી સુચના આપતા  અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સપેકટર એ.પી. પટેલની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ સાવરકુંડલા ટાઉન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્‍યાન બાતમી મળેલ કે બે ઇસમો રીક્ષા નંબર. જી.જે.-ર3- વી 3864 માં આવશ્‍યક ચીજવસ્‍તુના ચોખા ભરી સાવરકુંડલા- મહુવા રોડ ઉપર આવેલ ફાટક તરફ જઇ રહેલ છે.
જે બાતમીનાં આધારે તપાસ કરતા બાતમીવાળી રીક્ષા સાથે બે ઇસમો મળી આવતા જેમાં ચાલક ઇમરાન ઉર્ફે  નનકો જીભાઇ જાદવ તથા તેની સાથેના બીજો ઇસમ આસીફભાઇ અંજુમભાઇ બીલખીયા, રહે. બન્‍ને સાવરકુંડલાવાળા હોય, જેઓના કબ્‍જાની રીક્ષામાંથી પ0-પ0 કિલોના 18 કટા ચોખા ભરેલ મળી આવેલ, જે કટા ઉપર અંગ્રેજીમાં ગવર્મેન્‍ટ ઓફ પંજાબ લખેલ આવશ્‍યક ચીજવસ્‍તુના ચોખાના કટ્ટા જેવા હોય. જે બંને ઇસમોની આ ચોખાના જથ્‍થા બાબતે પુછપરછ કરતા આવો જ બીજો જથ્‍થો સાવરકુંડલા-મહુવા રોડ ફાટક પાસે આવેલ ગ્રીન ઓઇલ ઇન્‍ડસ્‍ટ્રીઝના દરવાજા પાસે રાખેલ હોવાનું જણાવતા જે ગ્રીન ઓઇલ ઇન્‍ડસ્‍ટ્રીઝના દરવાજા પાસેથી ઉપરોકત મળી આવેલ. જથ્‍થા સિવાયના બીજા ચોખા ભરેલ પ0-પ0 કિલોના કટ્ટા નંગ 36 તથા ઘઉં ભરેલ પ0-પ0 કિલોના કટ્ટા નંગ ર6 મળી આવેલ.
જે મળી આવેલ તમામ ઘઉં તથા ચોખાના જથ્‍થા બાબતે બંને ઇસમોની પુછપરછકરતા કોઇ સંતોષકારક જવાબ ન મળતાં આ મળી આવેલ શંકાસ્‍પદ ઘઉં તથા ચોખાના જથ્‍થાની કુલ કિંમત રૂા. 80,000 તથા રીક્ષાની કિંમત રૂા. પ0,000/- મળી કુલ રૂા. 1,30,000 નો મુદ્‌ામાલ શક પડતી મિલ્‍કત તરીકે કબ્‍જે કરી પકડાયેલ બંને ઇસમોને અટક કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

અમરેલી જિલ્‍લામાં ‘‘હર હર મહાદેવ”નો નાદ ગુંજી ઉઠયો

જિલ્‍લાનાં શિવાલયોમાં મહાઆરતી, યજ્ઞ સહિતનાં કાર્યક્રમો વચ્‍ચે
અમરેલી જિલ્‍લામાં ‘‘હર હર મહાદેવ”નો નાદ ગુંજી ઉઠયો
જિલ્‍લાનાં દરેક શિવાલયોમાં વ્‍હેલી સવારથી જ શિવભકતો દર્શનાર્થે ઉમટી પડયા
અમરેલી, તા. 13
અમરેલી જિલ્‍લમાં આને મહા શિવરાત્રી પર્વની આસ્‍થા અને ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અને શિવાલયોમાં શિવભકતોની ભીડ ઉમટી હતી.
અમરેલીનાં સુપ્રસિઘ્‍ધ નાગનાથ, કામનાથ, ભીડભંજન, જીવન મુકતેશ્‍વર, ભીમનાથ સહિતનાં શિવાલયોમાં વ્‍હેલી સવારથી શિવભકતો ઉમટી પડયા હતા. બિલ્‍વીપત્ર, દુધાભિષેક, જલાભિષેક ઘ્‍વારા ભગવાન ભોળાનાથની કૃપા મેળવવાનો પ્રયાશ શિવભકતોએ કર્યો હતો અને ભાંગ પ્રસાદ પણ લીધી હતી.
અમરેલીમાં આજે સવારે કામનાથ મંદિરની અને સાંજે નાગનાથ મંદિર ઘ્‍વારા શોભાયાત્રાનું શહેરનાં રાજમાર્ગો પર આયોજન કરવામાં આવ્‍યું હતું. તો નાગનાથ મંદિરનાં પટાંગણમાં યજ્ઞનું તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
જિલ્‍લાનાંદરેક શહેરો અને ગામોમાં પણ શિવભકતોએ મહાઆરતી, અલૌકિક દર્શન, શોભાયાત્રા, સંતવાણીનો લાભ લીધો હતો.

અવસાન નોંધ

રાજુલા : નાગેશ્રીવાળા સંઘવી હરજીવનદાસ મનમોહનદાસના પુત્ર મણીલાલ હરજીવનદાસ સંઘવી (ઉ.વ.8ર) તે સ્‍વ. ભવાનીદાસ, પ્રતાપરાય, કનૈયાલાલ, તે સ્‍વ. લીલાવતીબેન ધરમદાસ ચીતલીયા, ભાગીરથીબેન છબીલદાસ દોશીના ભાઈ, તે ગોરધનદાસ હરજીવનભાઈ ગોરડીયાન ભાણેજ, તે શારદાબેનના પતિ, રાજુભાઈ, પ્રકાશભાઈ, અશોકભાઈ, મનોજભાઈ તથા મમતાબેન નિલેશકુમાર કાણકીયાના પિતાજી, તે ભાદ્રોડવાળા નાથાલાલ વનમળીદાસ પારેખના જમાઈ તે તા.13/રના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.1પ/રને ગુરૂવારના રોજ સાંજના 4થી 6 વચ્‍ચે રાખેલ છે.
બગસરા : બગસરા નિવાસી રમાબેન ધીરજલાલ કારીયા (ઉ.વ.76) તે જનકભાઈ (શાંતી બ્રાન્‍ડ ચા)ના માતુશ્રી તેમજ ચીમનભાઈ, વિનુભાઈ, નટુભાઈના ભાભીનું તા.13ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તેમજ પિયર પક્ષ (જમનાદાસ વિઠલદાસ સાવરકુંડલા)ની સાદડી તા.1પને ગુરૂવારના રોજ સાંજે 4 થી પ લોહાણા મહાજન વાડી, અમરેલી રોડ, બગસરા ખાતે રાખેલ છે.

અમરેલીમાં બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા અમરનાથનાં દર્શન યોજાયા

અમરેલીનાં સિનિયર સિટીઝન પાર્કમાં બ્રહ્માકુમારી ઈશ્‍વરીય વિશ્‍વ વિદ્યાલય દ્વારા બરફીલા અમરનાથ બાબાનાં દર્શનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો લાભ શહેરીજનોએ મોટી સંખ્‍યામાં લીધો હતો અને બુધવારે સવારે 7 થી 8, સાંજે પ થી 6 અને રાત્રીના 8 થી 9 રાજયોગ શિબિરનું આયોજન ગોપી સિનેમા નજીક રાખવામાં આવેલ છે. જે એક અઠવાડિયા સુધી ચાલશે.

જિલ્‍લા બેન્‍કનાં એમ.ડી.ની પાલકપુત્રી સોનલનાં મંગળવારે લગ્ન યોજાશે

પરિવારજનોની ઉપસ્‍થિતિમાં લગ્નવિધિનો પ્રારંભ
અમરેલી, તા.13
અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍કનાં એમ.ડી. અને ગુજકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના લઘુબંધુ ચંદુભાઈ સંઘાણીએ અમરેલી મહિલા વિકાસ ગૃહની બાળાના પાલક પિતા તરીકે સઘળી જવાબદારી નિભાવે છે. તેથી ચિ. સોનલના લગ્ન આગામી તા.ર0ના રોજ નવા ચરખા ગામના વતની અને હાલ સુરત રહેતા ચિ. હાર્દિક ધીરૂભાઈ ફીણવીયા સાથે નિર્ધાયા છે. આ લગ્નોત્‍સવનો પ્રારંભ આજથી ચિ. સોનલના લગ્ન લખવાની વિધિથી શરૂકરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે દિલીપભાઈ સંઘાણી, ચંદુભાઈ સંઘાણી, મુકેશભાઈ સંઘાણી સહિતના પરિવારજનો ઉપસ્‍થિત રહયા હતા.

14-02-2018