Main Menu

Tuesday, February 13th, 2018

 

મૃતક વ્‍યકિતનાં નામે પણ અનેક દુકાનેથી રાશનનો જથ્‍થો ઉપડી ગયો

અનાજ માફીયાઓએ ગેરરીતિનાં રેકર્ડ બ્રેક કર્યા
મૃતક વ્‍યકિતનાં નામે પણ અનેક દુકાનેથી રાશનનો જથ્‍થો ઉપડી ગયો
દેવળીયાનાં રહેવાસીઓનો જથ્‍થો રીકડીયામાંથી ઉપડી ગયો
અમરેલી,તા.1ર
અમરેલી જિલ્‍લામાં અનાજ માફીયાઓનાં કારસ્‍તાનની ઘટના ક્રમશઃ પ્રકાશમાં આવી રહી છે. અને પુરવઠા વિભાગ દ્વારા હજુ પણ તટસ્‍થ તપાસ કરવામાં આવતી ન હોય જનતા જનાર્દનમાં આશ્ચર્યનો માહોલ જોવા મળી રહયો છે.
દરમિયાનમાં આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ કલેકટરને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, અમરેલી તાલુકાના રીકડીયા ગામની રેશનીંગની દુકાન પર મારા કુટુંબી ભાતી પુનાભાઈ છગનભાઈ સુખડીયા સ્‍વ. નાગજીભાઈ લવાભાઈ સુખડીયા વિગેરે ર8 જેટલા કાર્ડ પર ગત ડિસેમ્‍બર મહિનામાં રાશનનો જથ્‍થો ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીન વિગેરે ઉપાડી લીધેલ છે. ખરેખર અમારો પરિવાર અમરેલી તાલુકાનાં દેવળીયા ગામે રહે છે. તો પણ રીકડીયા ગામેથી ઉપાડેલ માલ બોગસ રેશનકાર્ડ અને બોગસ ફિંગર પ્રિન્‍ટ વિગેરે બનાવનાર સામે કાયદેસર થવા અને આ કાર્ડને અંત્‍યોદય અને બી.પી.એલ. તરીકે ઈસ્‍યુ કરનાર અધિકારી કર્મચારી સામે નિયમોનુસાર કાર્યવાહી કરવા અંતમાં માંગ કરેલ છે.

અમરેલીનાં મણીનગરમાં રહેતાં શિક્ષકનાં ઘરમાંથી સોના-ચાંદીના દાગીના મળી રૂા. 1.40 લાખની ચોરી

સાવરકુંડલા મુકામે ગયેલા ત્‍યારે પાછળથી બન્‍યો બનાવ
અમરેલીનાં મણીનગરમાં રહેતાં શિક્ષકનાં ઘરમાંથી સોના-ચાંદીના દાગીના મળી રૂા. 1.40 લાખની ચોરી
અમરેલી, તા. 1ર
અમરેલીનાં મણીનગર વિસ્‍તારમાં આવેલ રાધારમણ સોસાયટીમાં રહેતાં અને શિક્ષક તરીકે નોકરી કરતાં અલારખભાઈ ગફારભાઈ કુરેશી ગત તા.9ના રોજ સાવરકુંડલા મુકામે પોતાનું મકાન બનાવતાં હોય જેથી મકાનને તાળા મારીને ગયા હતા. ત્‍યારે આજે સવારે તેમનાં પડોશી ર્ેારા તેમનાં મકાનનાં તાળા તૂટેલાં હોવાની જાણ થતાં તેઓ અમરેલી દોડી આવ્‍યા હતા ત્‍યારે ગત તા.9 થી આજે સવાર સુધીનાં સમયગાળા દરમીયાન કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ ઘરનાં તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાનો દાણો-1,સોનાનાં પેંડલ સેટ-1, સોનાનો ચેઈન-1, કાનની સોનાની બુટી જોડી-1, સોનાની વીંટી નંગ-3, સોનાના ગીલેટવાળા પાટલા જોડી નંગ-1, ચોરીનાં છડા જોડી-ર, ચાંદીની ઝાંઝરી જોડી-1, ચાંદીની કડલી નંગ મળી કુલ સોનાનાં દાગીના કિંમત રૂપિયા 1,રપ,000 તથા ચાંદીના દાગીના કિંમત રૂા.1પ હજાર મળી કુલ રૂા.1,40,000નાં મુદ્યામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં નોંધાતા પી.એસ.આઈ. કે.ટી. બગડાએ ચોરીનો ભેદ ઉકેલવા ફિંગરપ્રિન્‍ટ નિષ્‍ણાંત, ડોગ સ્‍કવોર્ડની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

બાબરા પંથકમાંથી દેશીદારૂને ઝડપવામાં એસ.ઓ.જી.ને સફળતા

અમરેલી, તા.1ર
પોલીસ અધીક્ષકે પ્રોહી ડ્રાઇવ સબબ ઝુંબેશનાં સ્‍વરૂપે કામગીરી હાથ ઘરવા અને દારૂનાં વધુમાં વધુ કેસો શોધી કાઢવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, ગઇ કાલ તા.10/0ર/ 18નાં રોજ બાબરા પો. સ્‍ટે. વિસ્‍તારમાં એસ.ઓ.જી. પો.સ.ઇ. એચ.એમ. રામાવત તથા એસ.ઓ.જી. સ્‍ટાફે સઘન પેટ્રોલીંગ ફરી દારુનું વેચાણ કરતાં ઇસમો અંગે માહિતી મેળવી રેઇડો કરતાં નીચે મુજબનાં કેસો શોધી કાઢેલ છે.
સવિતાબેન વા/ઓ મનુભાઇ વાઘેલા, રહે. ભીલડી, તા. બાબરાવાળીને દેશી દારુ લી.-પ કિ.રૂ. 160/, લાલજીભાઇ વિરજીભાઇ રાઠોડ, રહે. કરીયાણા, તા. બાબરાવાળાને દેશી દારુ દેશી દારુ લી.-પ. જે અંગે બાબરા પો. સ્‍ટે. ફરીયાદ આપતાં અનુક્રમે પ્રોહી ગુરનં.1પ/18 તથા 16/18 મુજબ જાહેર થયેલ છે.
આ કામગીરી એચ.એમ. રામાવત, પો.સ.ઇ. એસ.ઓ.જી. તથા  સ્‍ટાફનાં અનાર્મ એએસ.આઇ. પી.કે. ડેર, પ્રકાશભાઇ જોષી, પ્રભાતભાઇ જૈતાભાઇ ગરૈયા તથા પો. કોન્‍સ. રાહુલભાઇ ચાવડા, મનીષદાન ગઢવી, દેવરાજભાઇ કળોતરા, હરેશભાઇ વાણીયા,ગૌરવકુમાર પંડયા, ડ્રાઇવરકેતનભાઇ ગરણીયાનાઓએ કરેલ છે.

નાની કુંકાવાવ ગામે જાહેરમાં જુગાર રમતા પ ઈસમોને પોલીસે ઝડપી લીધા

અમરેલી, તા. 1ર
વડીયા તાલુકાના નાની કુંકાવાવ ગામે ગઈકાલે હસુ ખોડા દેસાઇ રે.જંગર, બેચર ગોકળ વેકરીયા રે.નાની કુકાવાવ ગામ, રમેશ કુરજી કાપડીયા રે. જુનાવાઘણીયા, જયંતી મનજી દેસાઇ રે.નાની કુકાવાવ, ભીખુ નાનજી સોરઠીયા રે. નાની કુકાવાવ વિગેરે જાહેરમાંપૈસા-પાનાથી હાર-જીતનો જુગાર રમતાં રોકડા રૂા. ર6રપ0 સાથે દરોડા દરમ્‍યાન પોલીસ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

રાજુલાની મનમંદિર સોસાયટીનાં બે રહેણાંક મકાનમાં ચોરી

બન્‍ને મકાનમાંથી રોકડ, દાગીના મળી રૂપિયા 3પ હજાર ઉસેડી ગયા
અમરેલી, તા. 1ર
રાજુલા ગામે આવેલ મનમંદિર સોસાયટીમાં રહેતાં જીતેન્‍દ્રભાઈ રામજીભાઈ બાલધા તથા તેમની બાજુમાં રહેતાં એક મકાનમાં ગત તા.10ની રાત્રીનાં સમયે કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ ત્રાટકી એક મકાનમાંથી રોકડ રકમ રૂા.30 હજાર, તથા પડોશીનાં મકાનમાંથી રોકડ રકમ રૂા.ર હજાર તથા સોના-ચાંદીનાં દાગીના મળી કુલ રૂા.3પ હજારનાં મુદ્યામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાવી છે.

અમરેલી જિલ્‍લામાં મહાશિવરાત્રી પર્વનો ઉત્‍સાહ

ભગવાન ભોળાનાથની કૃપા મેળવવાનો આજે અનેરો અવસર
અમરેલી જિલ્‍લામાં મહાશિવરાત્રી પર્વનો ઉત્‍સાહ
શહેરનાં કામનાથ, નાગનાથ સહિતનાં શિવાલયોમાં મહાઆરતી અને શોભાયાત્રા યોજાશે
અમરેલી, તા. 1ર
અમરેલી જિલ્‍લામાં આવતીકાલ મંગળવારે મહાશિવરાત્રી પર્વને લઈને આસ્‍થાનાં ઘોડાપુર ઉમટયા છે. ભગવાન ભોળાનાથની કૃપા દ્રષ્‍ટિ મેળવવાનો અનેરો અવસર આવ્‍યો છે.
અમરેલી શહેરનાં સુપ્રસિઘ્‍ધ નાગનાથ મહાદેવ મંદિરમાં યજ્ઞ, મહા આરતી, અલૌકિક દર્શન અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. તો કામનાથ, ભીડભંજન, જીવન મુકતેશ્‍વર, ભીમનાથ સહિતનાં શિવાલયોમાં પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે.
સાવકુંડલા, ખાંભા, રાજુલા, ધારી, ચલાલા, બગસરા, કુંકાવાવ, વડીયા, બાબરા, દામનગર, લીલીયાસહિતનાં શહેરો અને ગામોનાં શિવાલયોમાં પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે.
મહાશિવરાત્રી પર્વે શિવભકતો ઘ્‍વાા બિલ્‍વીપત્ર, દુધાભિષેક, જલાભિષેક, કાળા તલ ઘ્‍વારા ભગવાન શિવની કૃપા મેળવવાનો પ્રયાશ કરવામાં આવશે. ભાંગ પ્રસાદનું પણ અનેરૂ મહત્‍વ જોવા મળી રહૃાું છે.
નાગનાથ મંદિરમાં મંગળવારે રાત્રીનાં 1ર કલાકે મહા આરતીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મોટી સંખ્‍યામાં શિવભકતો ઉમટી પડશે. મહાશિવરાત્રી પર્વને લઈને શિવભકતોમાં આસ્‍થાનું ઘોડાપુર ઉભું થયું છે.

કોંગી ધારાસભ્‍યોએ કાયદો-વ્‍યવસ્‍થા પ્રશ્‍ને ધોકો પછાડયો

પાલિકા પ્રમુખ સહિતનાં કોંગી આગેવાનો પણ સમર્થનમાં આવી જતાં પોલીસ વિભાગમાં ચિંતા
અમરેલી, તા. 1ર
અમરેલી જિલ્‍લામાં દિન પ્રતિદિન કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ કંગાળ બનતી હોય કોંગી ધારાસભ્‍યોએ આજે પોલીસ અધિક્ષક કચેરી સામે પ્રતીક ધરણા કરીને કાયદો-વ્‍યવસ્‍થાની સ્‍થિતિ સુધારવાની માંગ કરી હતી.
વિગત એવા પ્રકારની છે કે અમરેલીના ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ થોડા દિવસો પહેલા શહેરની ગુંડાગીરી અને રોમિયોગીરી બંધ કરવાની માંગ કરતાં ભાજપી સાંસદ કાછડીયાએ ધારાસભ્‍ય ધાનાણીને ગુંડાગીરી સામે આંદોલન કરવા અને તેમને સમર્થન આપવાની ચેલેન્‍જ કરી હતી.
જે અનુસંધાને કોંગી ધારાસભ્‍ય વિરજી ઠુંમર, જે.વી. કાકડીયા, અંબરીશ ડેર અને સાવરકુંડલાના ધારાસભ્‍યએ આજે પ્રતીક ધરણા કર્યા હતા. અને સાંસદ સમર્થન આપવા આવશે તેવી આશા સેવી હતી. જે ઠગારી નિવડી હતી. અને સાંસદે પ્રત્‍યક્ષ કે પરોક્ષ કોઈ સમર્થન ન આપતાં સાંસદને ગુંડાગીરી સામે કોઈ વાંધો નથી તેવો આક્ષેપ વિરજી ઠુંમરે કરીને સાંસદને બચાવની સ્‍થિતિમાં લાવી દીધા હતા.
પોલીસ અધિક્ષક કચેરી સામે કોંગી ધારાસભ્‍યોએ કરેલ પ્રતીક ધરણામાં પાલિકા પ્રમુખ અલ્‍કાબેનગોંડલીયા, પંકજ કાનાબાર, શરદ ધાનાણી, જયેશ નાકરાણી, ટીકુભાઈ વરૂ, જીતુભાઈ વાળા, ઠાકરશીભાઈ મેતલીયા સહિતના આગેવાનો અને મોટી સંખ્‍યામાં કોંગીજનો જોડાયા હતા. અને કોંગ્રેસ પક્ષે, જનતા જનાર્દનની પીડાને સાચા અર્થમાં વાચા આપતાં જિલ્‍લાની જનતામાં ધારાસભ્‍યોની કામગીરીની સરાહના થઈ રહી છે.
કોંગી ધારાસભ્‍યોએ ધરણાના અંતે કલેકટર કચેરીએ રેલી સ્‍વરૂપે જઈને જિલ્‍લાના કાયદો અને વ્‍યવસ્‍થા પ્રશ્‍ને કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.

નવી ઉપાધી : ઠેબી જળાશયમાં દવાનો જથ્‍થો  મળી આવ્‍યો

એકસપાયરી દવાનો યોગ્‍ય રીતે નિકાલ કરવામાં ન આવ્‍યો
નવી ઉપાધી : ઠેબી જળાશયમાં દવાનો જથ્‍થો  મળી આવ્‍યો
આરોગ્‍ય વિભાગ ર્ેારા તટસ્‍થ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉભી થઈ
અમરેલી, તા. 1ર
અમરેલીનાં ઠેબી ડેમમાં એકસપાયરીવાળી દવાનો જથ્‍થો કોઈ હોસ્‍પિટલ સંચાલકો ર્ેારા ઠાલવી દેતા આ દવાનો જથ્‍થો પાણીમાં ભળી જવાની શકયતાને કારણે લોકોના આરોગ્‍યને ગંભીર અસર થઈ શકે છે. ડેમમાં ઠાલવેલ દવાનો જથ્‍થો કોઈ બાળકોની હોસ્‍પિટલનો હોવાનો જણાઈ રહૃાો છે. કારણ કે ડેમમાં ઠાલવેલ અસકસ્‍પાયરી વાળી દવા નાના બાળકોને અપાતી હોવાનું બોટલો અને દવાના કંટેન (તત્‍વ) ઉપરથી જાણવા મળેલ છે.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીનાં ઠેબી ડેમમાં જુના ગીરીયા ખોડિયાર મંદિર પાસે એકસપાયરી વાળો દવાનો જથ્‍થો કોઈ હોસ્‍પિટલ ર્ેારા ઠાલવી દેવામાં આવતા લોકોનાં આરોગ્‍ય સાથે ગંભીર ચેડા સમાન સાબિત થઈ શકે છે. કારણ કે દરરોજ અમરેલીનાં ઠેબી ડેમમાંથી શહેરની જનતાને ર થી 3 એમએલડી પાણી વિતરણ કરવામાં આવી રહૃાું છે. જે જનઆરોગ્‍ય માટે ગંભીર સાબિત થઈ શકે છે. ડેમમાં ઠાલવી દેવામાં આવેલ દવા જો પાણી સાથે ભળી જાય તો તે પાણી લોકો પીવામાં ઉપયોગ કરે છે તો તેમને ગંભીર અસર પણ થઈ શકે છે.
ડેમમાં ઠાલવેલ દવામાં નાના બાળકોનીસીરપ તેમજ વિટામિનના ઈન્‍જેકશન, કેપ્‍સ્‍યુલ, ટેબલેટ તેમજ ડ્રોપ્‍સ હોવાનું દવાના કંટેન (તત્‍વ) ર્ેારા જાણવામાં આવેલ હતું. દવાનો જથ્‍થો ર016/17 ની એકસપાયરી વાળો હોવાનું જાણવા મળેલ છે. આ જથ્‍થો કોઈ બાળકોની હોસ્‍પિટલના ડોકટરો ર્ેારા ઠાલવી દેવામાં આવ્‍યો હોવાનું જાણવા        મળેલ છે. દવાનો નાશ કંઈ રીતે કરવો અને કેવી રીતે કરવો તે મેડિકલ નિયમોમાં તમામ બાબત લખેલ છે. પરંતુ બીજા લોકોના આરોગ્‍ય સાથે ગંભીર ચેડા કરવા માંગતા ડોકટરો સામે કાયદાકીય રીતે પગલા ભરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામેલ છે.

ઠેબી જળાશયની ગોળાઈમાં અકસ્‍માત થવાની શકયતાઓ

માર્ગની પહોળાઈ વધારવામાં માર્ગ-મકાન વિભાગની નિષ્‍ક્રીયતા
ઠેબી જળાશયની ગોળાઈમાં અકસ્‍માત થવાની શકયતાઓ
રાજકીય આગેવાનો પણ અકળ કારણોસર માર્ગ-મકાન વિભાગનો કાન આમળતા નથી
અમરેલી, તા. 1ર
અમરેલી શહેરનાં પાદરમાં આવેલ ઠેબી જળાશય નજીક બનાવવામાં આવેલ ગોળાનો માર્ગ અતિ સાંકડો અને ભયજનક હોવાથી છાશવારે અકસ્‍માત થઈ રહૃાા હોવા છતાં પણ માર્ગ-મકાન વિભાગ ઘ્‍વારા માર્ગને પહોળો બનાવવામાં આવતો ન હોય વાહનચાલકોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો છે.
અમરેલી-રાજકોટ માર્ગ પર સતત ટ્રાફીક હોય છે અને અમરેલીથી બહાર નીકળતાં જ ઠેબી જળાશયનાં ગોળાઈ માર્ગ પર અતિ સાંકડો હોવાથી વાહનચાલકો જરાપણ ચુક કરેતો 10થી ર0 ફૂટ નીચે પટકાવવાની પુરેપુરી શકયતાઓ જોવા મળે છે.
આ માર્ગની સમસ્‍યા અંગે સચિત્ર અહેવાલ પ્રસિઘ્‍ધ થયા બાદ પણ માર્ગ-મકાન વિભાગને કોઈ ગંભીરતા જોવા મળતી નથી. જિલ્‍લામાં અનેક માર્ગો અને પુલો ભયજનક બનતા અકસ્‍માતનું પ્રમાણ સતત વધી રહૃાું છે અને છતાં પણ માર્ગ-મકાનની કામગીરી અંગે સત્તાધારી કે વિપક્ષ અકળ કારણોસર કોઈ રજુઆત કરતો નથી. સત્તાધારી પક્ષ છેલ્‍લા 3 વર્ષથી વિવિધ ચૂંટણીમાં જનતા જનાર્દનના રોષનો ભોગ બની રહૃાો હોવા છતાં પણ જનતાની સમસ્‍યા દુર કરવામાં નિષ્‍ક્રીય રહે છે. અને સત્તાધારી પક્ષની નિષ્‍ક્રીયતા યથાવત રહેશે લોકસભાની ચૂંટણીમાં પણ પછડાટ ખાવી પડશે તેમાં કોઈ શંકા નથી.

અમરેલીમાં શ્રમજીવીઓ માટે બનાવવામાં આવેલ ‘‘વિશ્‍વકર્મા ભવન” શોભાનાં ગાંઠીયા સમાન બન્‍યું

શ્રમજીવીઓભીડભંજન ચોકમાંથી સ્‍થળાંતર કરવા ઈચ્‍છતા નથી?
અમરેલીમાં શ્રમજીવીઓ માટે બનાવવામાં આવેલ ‘‘વિશ્‍વકર્મા ભવન” શોભાનાં ગાંઠીયા સમાન બન્‍યું
પાલિકાએ કરેલ લાખો રૂપિયાનો ખર્ચ એળે જવાની સંભાવના
અમરેલી, તા. 1ર
અમરેલીનાં નાગનાથ ચોકમાં શહેરનાં શ્રમજીવીઓ માટે પાલિકા ર્ેારા સરસ મજાનું ભભવિશ્‍વકર્મા ભવનભભ બનાવવામાં આવ્‍યું. પરંતુ તેનો ઉપયોગ શ્રમજીવીઓ ર્ેારા શરૂ કરવામાં ન આવતાં લાખો રૂપિયાનો ખર્ચ એળે જાય તેવું લાગી રહૃાું છે.
અમરેલીનાં ભીડભંજન ચોકમાં વર્ષોથી શ્રમજીવીઓ રોજબરોજની મજુરી મેળવવા સવારે ટોળે વળતા હોય છે. અને હવે ત્‍યાં બસ સ્‍ટેન્‍ડ બનતા ટ્રાફીક સમસ્‍યા વિકરાળ બનતા પાલિકાનાં શાસકોએ શ્રમજીવીઓને ઠંડી, ગરમી કે વરસાદનો સામનો ન કરવો પડે તેવા ઉમદા હેતુથી નાગનાથ ચોકમાં વિશ્‍વકર્મા ભવન તૈયાર કરવામાં આવ્‍યું.
પાલિકાનાં શાસકોએ તમામ શ્રમજીવીઓને આ ભવનનો લાભ લેવા અનુરોધ કર્યો છતાં પણ શ્રમજીવીઓ તેમનું જુનુ સ્‍થળ છોડવા તૈયાર  થતાં ન હોય હાલ તો વિશ્‍વકર્મા ભવન શોભાનાં ગાંઠીયા સમાન        બન્‍યુ છે.

અમરેલીમાં લેઉવા પટેલ સમાજનો સમુહલગ્નોત્‍સવ યોજાયો : પંચાવન યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા

અમરેલીમાં લેઉવા પટેલ સમાજની શકિતી અને સંગઠનના પ્રતિક સમા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા દસમાં સમુહલગ્નનું આયોજન પટેલ સમાજના પ્રમુખ, દાતા તથા અગ્રણી ઉદ્યોગપતિ ડી.કે.રૈયાણીની આગેવાની તથા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું. જેનું દિપપ્રાગટય કિશોરભાઈ કિકાણી, મુકેશભાઈ સાવલીયા, મનુભાઈ કાકડીયા, દ્વારા તથા અઘ્‍યક્ષ સ્‍થાને અગ્રણી બિલ્‍ડર ચતુરભાઈ ચોડવડીયા, નિરવભાઈ ખુંટ અને ભકતવલ્‍લભદાસ સ્‍વામી મુખ્‍ય વકતા તરીકે ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમનાં આરંભે શબ્‍દોનું સૌનું સ્‍વાગત પ્રમુખ ડી.કે.રૈયાણી દ્વારા તથા સંસ્‍થાના પરિચય કન્‍વીનર એમ.કે.સાવલિયા દ્વારા આપવામાં આવ્‍યો હતો. સમુહલગ્નોત્‍સવમાં તમામ દાતાઓનું મહાનુભાવોના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ તકે અગ્રણી ઉદ્યોગપતિ દાતાઓ ધીરૂભાઈ અકબરી, પ્રતાપભાઈ વાસાણી, દિનેશભાઈ બાંભરોલીયા, કાળુભાઈ ભંડેરી, વસંતભાઈ મોવલીયા, રમેશભાઈ કાથરોટીયા, કેયુરભાઈ રૈયાણી, પ્રેમજીભાઈ ડોબરીયા, કાળુભાઈ તારપરા, દયાળભાઈ સંઘાણી, ચતુરભાઈ ખુંટ, એ.બી.કોઠીયા,ડો.શિરોયા, કાંતીભાઈ વઘાસિયા, લાલજીભાઈ દેસાઈ, મનુભાઈ દેસાઈ, બટુકભાઈ ગજેરા, બેચરભાઈ પોકળ, મયુરભાઈ સાવલિયા, ડો.મિલન રૈયાણી, એ.બી.કોઠીયા, શરદભાઈ ધાનાણી, સુરતના ઉદ્યોગપતિ વિજયભાઈ ગોંડલીયા સહિતના તમામ દાતાઓને શિલ્‍ડ આપી સન્‍માનીત કર્યા હતા. આ તકે તમામ રાજસ્‍વી રત્‍નોની નોંધ લઈ શુભેચ્‍છા પાઠવી હતી. પુર્વ કૃષિમંત્રી દિલીપભાઈ સંઘાણી તથા માર્કેટયાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રાએ ખાસ ઉપસ્‍થિત રહીને સફળ આયોજન બદલ શુભેચ્‍છા પાઠવી હતી. આ તકે લેઉવા પટેલ સમાજમાં સંગઠનની ઉતમ કામગીરી બદલ પ્રમુખ ડી.કે.રૈયાણી તથા જિલ્‍લાના ઔદ્યોગિક રત્‍ન તરીકે સુરતના યુવા ઉદ્યોગપતિ વિજયભાઈ ગોંડલીયાનું ડાયનેમિક ગૃ્રપના પ્રમુખ હરેશ બાવીશી દ્વારા સન્‍માનપત્રથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ તકે પ્રાસંગિક ઉદબોધન મુખ્‍ય વકતા ભકતીવલ્‍લભદાસ સ્‍વામીજી, પુર્વ કૃષિમંત્રી દિલીપભાઈ સંઘાણી, ઉદ્યોગપતિ મનુભાઈ કાકડીયાએ કર્યુ હતું. સમગ્ર સમારોહને સફળ બનાવવા પ્રમુખ ડી.કે.રૈયાણી, ઉપપ્રમુખ કાળુભાઈ ભંડેરી, અરજણભાઈ કોરાટ, કાળુભાઈ સુહાગીયા પદાધિકારી સંજય રામાણી, ભીખુભાઈ કાબરીયા, સુરેશ દેસાઈ, જયંતિભાઈ ડોબરીયા, પંકજ ધાનાણી, કાળુભાઈ રૈયાણી, ભરત પાનસુરીયા, દિનેશ કાબરીયા, રમેશ બાબરીયા, દડુભાઈ ભુવા, ધીરૂભાઈ અકબરી, નંદલાલભાઈભડકણ, નિલેષ દેસાઈ, બટુકભાઈ ગજેરા, દિનેશભાઈ બાંભરોલીયા, ચતુરભાઈ ખુંટ, એ.બી.કોઠીયા, રાજુભાઈ ફીણવીયા, અનીલભાઈ ગુંદરણીયા, ઉમેશ ડોબરીયા, સી. પી. ગોંડલીયા, મુકેશ શીરોયા, રિઘ્‍યેશ નાકરાણી, તથા તમામ કારોબારી સભ્‍યોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે આભારવિધિ સંજયભાઈ રામાણી તથા સમગ્ર સમારોહનું સુંદર સંચાલન હરેશ બાવીશીએ કર્યુ હતું.

અવસાન નોંધ

અમરેલી : સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ નાની કુંકાવાવ(અમરેલી)ના વતની અને હાલ પોરબંદરના સ્‍વ. ધીરજલાલ શંભુશંકર પાઠકના ધર્મપત્‍ની કમલાબહેન પાઠક (ઉ.વ.81) તે ફાર્માસીસ્‍ટ હર્ષદરાય  અને ગોંડલના રમેશભાઈ પાઠકનાં માતુશ્રી નિસર્ગ, તેજસના દાદી તા. 8/ર ગુરૂવારનાં કૈલાસવાસી થયા છે. ઉત્તરક્રિયા તા. 18/ર રવિવારનાં પોરબંદર ખાતે રાખેલ છે.
અમરેલી : સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ (મુ. કોટડાપીઠા, હાલ અમરેલી) અ.સૌ. રસીલાબેન ભરતકુમાર મહેતા (ઉ.વ.61) જે મહાદેવ (અનિરૂઘ્‍ધ) સાગર તથા બ્રિજેશકુમાર દવેના માતુશ્રી તથા ચંદુભાઈ, દિલીપભાઈ, રવિભાઈ તથા ઉમા પ્રકાશકુમારના ભાભીનું તા.1ર/રના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.1પ/રને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 અમરેલી ખાતે ભભશ્રી ગરણેશ્‍વર કૃપાભભ, 11, ઈન્‍દ્રવિહાર સોસાયટી-ર, જલારામ નગરસામે, અમરેલી ખાતે તેમજ કોટડાપીઠા નિવાસ સ્‍થાને તા.17/રને શનિવારના રોજ 4 થી 6 રાખેલ છે.
અમરેલી :અમરેલી નિવાસી વિવેક(બાલો) હર્ષદરાય દવે (ઉ.વ.4ર) તે સ્‍વ. હર્ષદરાય નર્મદાશંકર દવેના નાના પુત્ર – જગતભાઈ હર્ષદરાય દવે (મ.શિ.પ્રગતિ હાઈ.દુધાળા) તથા અ.સૌ હેતલબેન (બેનાબેન) પંકજકુમાર મહેતા (ઉનાવાળા) ના ભાઈ તથા મિહિર અને હર્ષના કાકા તથા ભાવનગર નિવાસી વિનુભાઈ બી.ત્રિવેદી, જયેન્‍દ્રભાઈ બી. ત્રિવેદી, રોહિતભાઈ બી. ત્રિવેદીના ભાણેજ તા.1ર, ને સોમવાર અમરેલી મુકામે સ્‍વર્ગવાસી થયેલ છે. સદ્ગતની પ્રાર્થના સભા તા.1પ/ર ને ગુરૂવારના રોજ સાંજના 4 થી 6 કલાક દરમ્‍યાન બ્‍લોક નં.39, ગીરીરાજનગર શેરી નં.ર, ચિતલ રોડ, ઓમનગર સામે, અમરેલી મુકામે રાખેલ છે.

સોમનાથમાં ખોડલધામ અતિથિ ભવનનું ભૂમિપુજન કરાયું

વેરાવળ-સોમનાથ ખાતે 10 વિધા જમીનમાં નિર્માણ થનાર લેઉવા પટેલ ભવનનાભૂમિપુજન પ્રસંગે ઉપસ્‍થિત મુખ્‍ય દાતા સુઝલોન ગૃ્રપના ચેરમેન તુલસીભાઈ તંતી અતિથિભવનને પોતાનું નામ આપવાના બદલે ખોડલધામ અતિથિ ભવન નામ આપવા કહયું હતું. જેને સૌ કોઈએ તાલીઓના નાદ સાથે વધાવી લીધુ હતું. આ ભૂમિપુજન પ્રસંગે મોટી સંખ્‍યામાં લેઉવા પટેલ સમાજના લોકો હાજર રહયા હતા. આ અતિઆધુનિક કક્ષાનું અતિથિ ભવન નિર્માણ કરનાર પરેશભાઈ ગજેરા અને તેમની ટીમને સૌ કોઈએ અભિનંદન પાઠવ્‍યા હતા. પરેશભાઈ ગજેરાએ જણાવ્‍યું હતું કે, સોમનાથમાં અતિઆધુનિક અતિથિ ભવન નિર્માણ કાર્યમાં જરૂરી રકમ દાતાઓએ ભૂમિપુજન પ્રસંગે જ દાનની જાહેરાત કરતા એકત્રિત થઈ છે. જેના કારણે ર4 મહિનામાં સોમનાથમાં ભવન નિર્માણ કાર્ય પૂર્ણ થશે. સોમનાથમાં આવતા ભાવિકોને ર4 મહિનામાં સુવિદ્યાયુકત ભવનનો લાભ મળતો થઈ જશે. સોમનાથ – વેરાવળ અતિથિ ભવન નિર્માણ કાર્યમાં યુવા ટીમના સહયોગથી આ કાર્ય ઝડપભેર આગળ વધશે. વેરાવળ – સોમનાથ ખાતે લેઉવા પટેલ સમાજ અતિથિ ભવનના ભૂમિપુજનની પુર્વ સંઘ્‍યાએ સોમનાથ દાદાને વાજતે ગાજતે ઘ્‍વજા ચડાવવામાં આવી હતી. મોરબીના પ્રખ્‍યાત કોહીનુર બેન્‍ડે આ પ્રસંગે સુરાવહી વહાવીને રમઝટ બોલાવી હતી. આ સુરાવહીના સથવારે સમાજની બહેનો સોમનાથ દાદાના પરિસરમાં ગરબે રમી હતી. 11 મી ફેબ્રુઆરીનેરવિવાર સવારે વેરાવળ સોમનાથ ખાતે લેઉવા પટેલ અતિથિ ભવનનું ભૂમિપુજન કેશુભાઈ પટેલની ઉપસ્‍થિતીમાં તુલસીભાઈ તંતી અને ખોડલધામ ટ્રસ્‍ટના ચેરમેન નરેશભાઈ પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. ભૂમિપુજન પ્રસંગે યોજાયેલ સ્‍ટેજ કાર્યક્રમમાં દાતાઓનું હારતોરા, શિલ્‍ડ અને શાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત મહિલા સમિતિની બહેનોએ સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજુ કર્યા હતા. કાર્યક્રમને સંબોધન કરતા ખોડલધામ ટ્રસ્‍ટના ચેરમેન અને વેરાવળ સોમનાથ લેઉવા પટેલ અતિથિ ભવનના ચેરમેન નરેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે સોમનાથમાં અતિઆધુનિક કક્ષાના અતિથિ ભવનના મુખ્‍ય દાતા સુઝલોન ગૃ્રપના તુલસીભાઈ તંતીએ બે કરોડનું માતબર દાન આપ્‍યું હોવાથી મેં તેમને આ ભવનનું નામ સુઝલોન ભવન રાખવા સૂચન કર્યુ હતું. પરંતુ તેમણે સુઝલોન ભવનના બદલે ખોડલધામ અતિથિ ભવન નામ રાખવા સુચવી પોતાની સમાજ પ્રત્‍યેની ભાવના પ્રગટ કરી છે. તુલસીભાઈ જેવા ભામાશા હોય તો કોઈ કામ કયારેય અટકે નહી. આજ પ્રકારે સમાજના ઉદ્યોગપતિઓ સમાજના કામ માટે આર્થિક સહયોગ આપી રહયા છે. જે ખરેખર આપણા માટે ગૌરવની વાત છે. પરેશભાઈ ગજેરા અને તેમની યુવા ટીમ સોમનાથમાં આવતા ભાવિકો મટે અતિઆધુનિક ભવનનું નિર્માણ કરવા જઈ રહી છે. તે બદલ તેઓનેઅભિનંદન, વર્ષોથી મારૂ સ્‍વપ્‍ન હતું કે સોમનાથ દાદાના સાંનિઘ્‍યમાં અતિથિભવનનું નિર્માણ થાય. આ સ્‍વપ્‍નને સાકાર કરવા યુવા ટીમ આગળ આવી છે. તે બદલ તેને શુભેચ્‍છા પાઠવું છું. અતિથિભવનના મુખ્‍ય દાતા તુલસીભાઈ તંતીએ પોતાના પ્રવચનમાં જણાવ્‍યું હતું કે કોઈ કાર્ય કરવું હોય તો એના માટે સમાજે સંગઠિત થવું પડેઅને આ સંગઠિત કરવાનું કામ ખોડલધામ ટ્રસ્‍ટે કર્યુ છે. સંગઠિત થયા બાદ સમાજની જરૂરીયાત મુજબ કામ કરવામાં આવી રહયા છે. તે ખરેખર આવકારદાયક છે. સમાજ ઉપયોગી તમામ કાર્યમાં અમારો કાયમી સહયોગ રહેશે. સમાજની જે જરૂરીયાત છે. તે તમામ જરૂરીયાતો એક પછી એક હાથ ઉપર લઈ આગળ વધો અમે સાથે છીએ. સોમનાથમાં અતિથિભવનનું કાર્ય કરવાનો જે વિચાર આવ્‍યો છે. તે ખરેખર સમાજના લોકોને ઉપયોગી થશે. પુર્વ મુખ્‍યમંત્રી અને લેઉવા પટેલ સમાજના અગ્રણી કેશુભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્‍યું હતું કે અતિથિભવન માટે જે સ્‍થળ પસંદ કરવામાં આવ્‍યું છે તે ખુબ સુંદર છે. આ સ્‍થળની આસપાસ સોમનાથ દાદા, ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્‍ણ (ભાલકાતીર્થ), પ્રાંચીતીર્થ અને ત્રિવેણી સંગમ આવેલા છે. આગામી સમયમાં સોમનાથ ટ્રસ્‍ટ જરૂર પડશે તો અહીંથી બસ સેવા પણ શરૂ કરશે. ખોડલધામ ટ્રસ્‍ટની સ્‍થાપના બાદ લેઉવા પટેલ સમાજ સંગઠિત થયો છે. ખોડલધામેગુજરાતને જગાડી દીધું છે. કોઈ કર્યા કરવા માટે તન – મન – ધન થી સહયોગ મળે તે જરૂરી હોય છે. સમાજના તમામ પરિવારો નાના-નાના સહયોગ આપતા રહે તો જ સમજના મોટા કામો થઈ શકે. વેરાવળ સોમનાથ ખાતે જે અતિથિભવન નિર્માણ થવાનું છે. તેની ડિઝાઈન મેં જોઈ અને એ જોય પછી મને ખ્‍યાલ આવ્‍યો કે મરા જીવન દરમિયાન કયારેય પણ ન જોયું હોય તેવું અતિથિભવન અહીં નિર્માણ થશે. આ અતિથિભવનના નિર્માણ કાર્ય કરવા બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું. અતિથિભવનના ભૂમિપુજન પ્રસંગે સંતો-મહંતો ઉપસ્‍થિત રહી આર્શિવચન પાઠવ્‍યા હતા. આ તકે ભકિતપ્રસાદ સ્‍વામી અને માધવચરણ સ્‍વામીનું નરેશભાઈ અને પરેશભાઈએ સ્‍વાગત કર્યુ હતું. સ્‍ટેજ કાર્યક્રમ પુર્ણ થયા બાદ ભોજનપ્રસાદ લીધા બાદ ભાતીગળ લોકડાયરામાં અલ્‍પાબેન પટેલ, બ્રિજરાજદાન ગઢવી, યોગીતાબેન પટેલ અને સુખદેવભાઈ ધામેલીયાએ રમઝટ બોલાવી હતી. સોમનાથ ટ્રસ્‍ટના ચેરમેન કેશુભાઈ પટેલ દ્વારા સોમનાથ દાદાની વિશાળ ફોટોફ્રેમ અર્પણ કરી નરેશભાઈ પટેલ અને પરેશભાઈ ગજેરાનું સન્‍માન કર્યુ હતું.

13-02-2018