Main Menu

Sunday, February 11th, 2018

 

ધારીનાં ભાડેર ગામની સીમમાં આવેલ ગોડાઉનમાંથી રૂા. 4ર હજારની શીંગની ચોરી

ઘરફોડી બાદ હવે શર થઈ સીમચોરી
ધારીનાં ભાડેર ગામની સીમમાં આવેલ ગોડાઉનમાંથી રૂા. 4ર હજારની શીંગની ચોરી
અમરેલી, તા. 10
ધારી તાલુકાનાં ભાડેર ગામે રહેતાં સીમમાં ખેતર ધરાવતાં બાબુભાઈ ઠાકરશીભાઈ પેથાણીનાં ખેતરમાં બનાવવામાં આવેલ ગોડાઉનમાં ગતતા. 3/ર નાં રાત્રીના સમયે કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ ગોડાઉનનાં પતરાનાં દરવાજાનાં લોક ખોલી નાંખી ગોડાઉનમાં ઘુસી જઈ તેમાં રાખેલ 60 મણ શીંગ કિંમત રૂા.4ર હજારની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાવી છે.

અમરેલીનાં ફુલારા ચોકમાં મારામારી થતાં મામલો પોલીસ સુધી

છેડતી કરવાનાં મુદ્યે થયો ડખ્‍ખો
અમરેલીનાં ફુલારા ચોકમાં મારામારી થતાં મામલો પોલીસ સુધી
અમરેલી, તા. 10
અમરેલીનાં બહારપરા ઘાંચીવાડ વિસ્‍તારમાં રહેતાં ઈકબાલભાઈ ઉર્ફે ભોપો ગનીભાઈ સોલંકી નામનાં ઈસમે તે જ વિસ્‍તારમાં રહેતાં અમીન હારૂનભાઈ ગીગાણીને મહિલાની છેડતી કરવા બાબતે ઠપકો આપતાં તે અંગેનું મનદુઃખ રાખી આરોપીએ ગાળો આપી, લોખંડનાં પાઈપ વડે માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.
તો સામાપક્ષે પણ અમીનભાઈ હારૂનભાઈ ગીગાણીએ પૈસાની લેતી દેતીનાં મનદુઃખનાં કારણે ઈકબાલ ઉર્ર્ફે ભોપા સહિત પ ઈસમોએ લોખંડનાં પાઈપ વડે માર મારી, બંદુકનો જોટો બતાવી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ નોંધાવી છે.

રાજુલામાં એસ.ટી. ડેપો પાસે ખાનગી વાહનચાલકો વચ્‍ચે મારામારી

રાજુલા, તા. 10
રાજુલામાં એસ.ટી. બસ સ્‍ટેશનની બહાર ખાનગી વાહનચાલકો ર્ેારા પેસેન્‍જરોની હેરફેર કરવામાં આવે છે. ત્‍યારે ખાનગી વાહન ધરાવતા થોરડીનાં રહેવાસી હુસેફ રસૂલભાઈ પરમાર અને ભુરા લખુભાઈ બોરીચા વચ્‍ચે ગતરોજ પેસેન્‍જર ભરવા બાબતે મનદુઃખથતાં ભુરા લખુભાઈ બોરીચા ર્ેારા હુસેફભાઈને લોખંડની પાઈપ વડે હાથ અને પગમાં મારામારી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. તે બાબતે પ્રથમ સાવરકુંડલા અને બાદમાં રાજુલા પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ થયેલ છે.

કડીયાળી ગામે અગાઉનાં મનદુઃખનાં કારણે માર મારી કરી ઈજા

અમરેલી, તા.10
રાજુલા તાલુકાના કડીયાળી ગામે રહેતા હિંમતભાઈ નારણભાઈ નાવર નામના રપ વર્ષીય યુવકના માસીયાઈ ભાઈની મોટર સાયકલ ચોરાયેલ હોય તે અંગે તેમણે તે જ ગામે રહેતા મનસુખ ધનજીભાઈને અવાર-નવાર પૂછપરછ કરી ઠપકો આપતાં જેથી આ   સામાવાળાને લાગી આવતા ગઈ રાત્રે 8 વાગ્‍યાના સમયે મનસુખ ધનજીભાઈએ પાઈપ વતી માર મારી તથા હિંમતભાઈના મામા-મામીને પણ ઈજા કર્યાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસમાં નોંધાઈ છે.ઈ

પાલિકાનાંને ચીફ ઓફીસરને શહેરીજનોનીકોઈ ચિંતા નથી

શહેરીજનોની વ્‍યાજબી માંગ સંતોષવામાં પાલિકાનાં શાસકો નિષ્‍ફળ
ગુજરી બજાર, કુતરા અને ગાયોનો પ્રશ્‍ન દુર થતો નથી
પાલિકાનાંને ચીફ ઓફીસરને શહેરીજનોનીકોઈ ચિંતા નથી
અમરેલી, તા. 10
અમરેલી શહેર માટે માથાનાં દુઃખાવારૂપ બનેલ રવિવારની ગુજરી બજાર, શ્‍વાન અને રખડતી ગૌ-માતાનો પ્રશ્‍ન છેલ્‍લા ઘણા વર્ષોથી યથાવત છતાં પણ પાલિકાનાં શાસકોને શહેરીજનોનાં હિતની કોઈ ચિંતા જોવા મળતી નથી.
દર રવિવારે લાયબ્રેરી ચોકમાં ભરાતી ગુજરી બજારનાં કારણે જંગલરાજનો અહેસાસ શહેરીજનો કરી રહૃાા છે. શહેરીજનોને રજાનાં દિવસે લાયબ્રેરી કે રામજી મંદિરમાં જવાની મુશ્‍કેલી ઉભી થાય છે અને આ માર્ગ પરથી પસાર થવું એટલે ચક્રવ્‍યુહમાંથી હેમખેમ બહાર નીકળવા જેવું બને છે.
તદઉપરાંત શહેરનાં રાજમાર્ગોથી લઈને અંતરિયાળ ગલીઓમાં રખડતા શ્‍વાન અને ગૌ- માતાને લઈને પણ શહેરીજનો ત્રાહીમામ પોકારી ચુકયા હોય અને આ સમસ્‍યા ઘણા મહિનાઓથી હોવા છતાં પણ પાલિકાનાં નગરસેવકો, ચીફ ઓફીસર, ધારાસભ્‍ય કે સાંસદ કશી જ કાર્યવાહી કરતાં નથી.
શહેરમાં આમ તો ગલીએ ગલીએ આગેવાનો અને ચોકે-ચોકે સંસ્‍થાઓ જોવા મળે છે. પરંતુ જનહિતમાં કોઈ આગળ આવતું ન હોય શહેરીજનો માટે ભભજાયે તો જાયે કહાભભ જેવી સ્‍થિતિ જોવા મળી રહી છે.

સાવરકુંડલાની પરિણીતાને નાના ઝીંઝુડા ગામ પાસે બાઈક પરથી પડી જતા ઈજા

પતિના બાઈક પાછળ બેસીને જતાં બન્‍યો બનાવ
સાવરકુંડલાની પરિણીતાને નાના ઝીંઝુડા ગામ પાસે બાઈક પરથી પડી જતા ઈજા
અમરેલી, તા. 10,
સાવરકુંડલા ગામે જેસર રોડ ઉપર રહેતા સંગીતાબેન વિપુલભાઈ નાકરાણી નામની 39 વર્ષિય ગૃહીણી આજે સવારે સાવરકુંડલાથી પોતાના પતિના મોટર સાયકલ પાછળ બેસી અને ધોબા ગામે જતાં હતા ત્‍યારે નાનાં ઝીંઝુડા ગામ પાસે અકસ્‍માતે મોટર સાયકલ ઉપરથી નિચે પડી જતાં સારવાર માટે અત્રેનાં દવાખાને ખસેડાયેલ છે.

લોઠપુર ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં બે પકડાયા : ર નાશી ગયા

અમરેલી, તા.10
જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે રહેતા ભરત ટપુભાઈ રાઠોડ, ભુપત ભીખાભાઈમકવાણા વિગેરે 4 ઈસમો જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં હોય, આ અંગે જાફરાબાદ પોલીસને બાતમી મળતા દરોડો કરી ર ઈસમોને રોકડ રકમ રૂા. 1930ની મતા સાથે ઝડપી લીધા હતા. જયારે દરોડા દશમિયાન રાજુ ગીગાભાઈ મકવાણા અને હરેશ રણછોડભાઈ મકવાણા નાશી છુટયા હતા.

અમરેલીમાં આગામી ર થી 6 માર્ચ સુધી પંચદિનાત્‍મક શ્રીમદ્ય સત્‍સંગી જીવન કથા પારાયણ

સ્‍વામિનારાયણ મહિલા સંસ્‍કાર કેન્‍દ્ર ર્ેારા
અમરેલીમાં આગામી ર થી 6 માર્ચ સુધી પંચદિનાત્‍મક શ્રીમદ્ય સત્‍સંગી જીવન કથા પારાયણ
અમરેલી, તા. 10
અમરેલીનાં સ્‍વામિનારાયણ મહિલા સંસ્‍કાર કેન્‍દ્ર ર્ેારા આગામી ર માર્ચથી 6 માર્ચ સુધી ઘનશ્‍યામ મહારાજનાં વિશંતી મહોત્‍સવ અંતર્ગત પંચદિનાત્‍મક શ્રીમદ્ય સત્‍સંગી જીવનકથા પારાયણનું આયોજન કરવામાં આવેલ છે.
આ ધાર્મિક કાર્યક્રમનાં પ્રેરક પ.પૂ.સાંખ્‍યયોગી લીલાબા અને વકતા પૂ.સાં.યો. રેખાબેન રહેશે.

અમરેલી જિલ્‍લાનાં વહીવટીતંત્રમાં સેંકડો જગ્‍યા ખાલી

સફાઈ કામદારથી લઈને ટોચનાં અધિકારીનો અભાવ
અમરેલી જિલ્‍લાનાં વહીવટીતંત્રમાં સેંકડો જગ્‍યા ખાલી
સરકારી કચેરીઓ ખાલીખમ અને યુવાનો બેરોજગાર બનીને ભટકી રહૃાા છે
અમરેલી, તા. 10
અમરેલી જિલ્‍લાના વહીવટી તંત્રમાં સફાઇ કામદારથી લઇને ઉચ્‍ચ અધિકારીઓની જગ્‍યા ખાલી હોવાથી જનતા જનાર્દનના રોજબરોજના કાર્યોનો નિકાલ થતો નથી છતાપણ રાજય સરકાર કોઇ વ્‍યવહારૂ ઉકેલ શોધી શકતી નથી.
જિલ્‍લામાં પોલીસકર્મીથી લઇને પીઆઇ સુધી, મહેસૂલમાં તલાટીમંત્રીથીલઇને મામલતદાર અને ટીડીઓ અને નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી તેમજ આરટીઓ, એસ.ટી., વન, ખાણ-ખનીજ, પાણી-પુરવઠા, સિંચાઇ, માર્ગ-મકાન, શિક્ષણ, આરોગ્‍ય સહિતનાં સરકારી વિભાગોમાં અર્ધોઅર્ધ કર્મચારીઓ અને અધિકારીઓની ખાલી જગ્‍યા હોવાથી હયાત કર્મચારીઓ અને અધિકારીઓ પર કામનું ભારણ વધતા જનતા જનાર્દનના રોજબરોજના કાર્યોનો સમયસર નિકાલ થતો નથી.
એક તરફ સરકારી વિભાગોમાં કર્મચારીઓની અછત અને બીજી તરફ શિક્ષીત બેરોજગાર યુવાનો નોકરી વિના ભટકી રહયા હોય આ વિરોધાભાસ દૂર કરવામાં રાજય સરકાર સદંતર નિષ્‍ફળ નિવડી હોય મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ અમરેલી જિલ્‍લામાં હયાત માનવ વસ્‍તી અને કામગીરીના આધારે ખાલી રહેલ કર્મચારીઓ અને અધિકારીઓની જગ્‍યા તાકીદે ભરવી જોઇએ. જેથી, બેરોજગારીનો પ્રશ્‍ન તેમજ જનતા જનાર્દનના કામો પણ ઝડપથી દુર થશે.

રાજુલા-જાફરાબાદ-પીપાવાવ પંથકમાં 3.ર તીવ્રતાનો ભૂકંપનો આંચકો

બપોરનાં ર.પ9 મિનિટે અફડા-તફડીનો માહોલ
રાજુલા-જાફરાબાદ-પીપાવાવ પંથકમાં 3.ર તીવ્રતાનો ભૂકંપનો આંચકો
સદ્યનશીબે જાનહાની ન થતાં સૌએ હાશકારો લીધો
જાફરાબાદ, તા. 10
અમરેલી જિલ્‍લાના દરિયાના પેટાળમાં થઈ રહેલી હલચલનાં પગલે આજે બપોરના સમયે 3.રની તીવ્રતાના આંચકાએ રાજુલા અને જાફરાબાદ તાલુકાની ધરા ધ્રુજાવી હતી. મોટા અવાજ સાથે ધડાકો  સંભળાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્‍દ્રબિંદુ કોવાયા નજીક દરિયાકાંઠે નોંધાયું છે. લાંબા સમય બાદ અમરેલીમાં ભૂકંપની પ્‍લેટ સક્રિય થતા લોકોમાં ગભરાટની લાગણી વ્‍યાપી જવા પામી છે.
અમરેલી જિલ્‍લામાં વર્ષો બાદ દરિયાના પેટાળમાં ભૂકંપની પ્‍લેટ ફરી સક્રિય થઈ હોય તેમ આજે બપોરે ર/પ9 મિનિટે એકાએક જ જિલ્‍લાના દરિયાકાંઠા વિસ્‍તારમાં 3.રની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી હતી.
બપોરે ત્રણ વાગ્‍યાના સમયે મોટાભાગના લોકો બપોરના આરામમાં હતાત્‍યારે ભૂકંપનો આંચકો આવતા લોકો જાગી ગયા હતા. તીવ્રતા ઓછી હોવાથી બજારોમાં લોકોએ આંચકાનો અનુભવ કર્યો ન હતો. પણ બહુમાળી મકાનોમાં પહેલાથી પાંચમાં માળે મકાનમાં લોકોએ ધ્રુજારી અનુભવી હતી અને ધડાકાનો અવાજ પણ સંભળાયો હતો.
ભૂકંપના કારણે મકાનોમાં તિરાડો પણ પડી ગઈ હતી અને ધડાકા તથા ભૂકંપના કારણે લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. આ આંચકો રાજુલા, જાફરાબાદ, ડેડાણ, કોવાયા, શિયાળબેટ, પીપાવાવ સહિત દરિયાકાંઠાના બંને તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં અનુભવાયો હતો. ભુકંપ અંગે ગુજરાત સિસ્‍મોલોજી રિચર્સ સેન્‍ટરના અહેવાલ મુજબ આજે તા.10ના રોજ બપોરે ર/પ9 વાગ્‍યે ર0.89ર લેટીટયુડ અને 71.474 લોગીટયુડ પર 3.રની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

કોંગી ધારાસભ્‍યોનાં કાયદો-વ્‍યવસ્‍થા પ્રશ્‍ને પ્રતિક ઉપવાસ

સોમવારે સવારથી સાંજ સુધી પોલીસ અધિક્ષક કચેરી સામે
કોંગી ધારાસભ્‍યોનાં કાયદો-વ્‍યવસ્‍થા પ્રશ્‍ને પ્રતિક ઉપવાસ
કોંગી ધારાસભ્‍યો લોકસભા ચૂંટણી સુધી ભાજપ સરકારને ઘેરવાની એક તક પણ નહી છોડે
અમરેલી, તા. 10
અમરેલી જિલ્‍લામાં દિનપ્રતિદિન કથળતી કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ સામે જનતામાં નારાજગી હોય આ નારાજગીને વાચા આપવા કોંગી ધારાસભ્‍યો સોમવારે પોલીસ અધિક્ષક કચેરી સામે સવારથી સાંજ સુધી પ્રતિક ઉપવાસ કરશે.
અમરેલી જિલ્‍લામાં દેશી-વિદેશીદારૂનું સેવન અને વેચાણ રોજિંદી ઘટના બની છે. તો ચોરી, લૂંટ, મારામારી, ધાકધમકી, રેતીચોરી, ટ્રાફીક સહિતનાં અનેક પ્રશ્‍નો વિકરાળ બન્‍યા હોય કોંગી ધારાસભ્‍યોએ પોલીસ વિભાગની કામગીરી મજબુત બનાવવાની માંગ સાથે એક દિવસ માટે પ્રતિક ઉપવાસ કરવાનું જાહેર કર્યુ છે.
જે અંતર્ગત સોમવારે સવારે 10:30 થી સાંજના પઃ30 સુધી પોલીસ અધિક્ષક કચેરી સામે પ્રતિક ઉપવાસ કરવામાં આવશે. તેમ ધારાસભ્‍ય વિરજી ઠુંમરે જણાવેલ છે.
અત્રે એઉલ્‍લેખનીય છે કે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાએ એક નિવેદનમાં કોંગી ધારાસભ્‍યો કાયદો-વ્‍યવસ્‍થા પ્રશ્‍ને આંદોલન શરૂ કરે તો તેમને રૂબરૂ પુષ્‍પમાળા પહેરાવીશ. તેમ જણાવીને હવે ખરાઅર્થમાં કોંગી ધારાસભ્‍યો આંદોલન કરી રહયા હોય ત્‍યારે, પુષ્‍પહારને બદલે હવામાં સમર્થન જાહેર કરતા આશ્ચર્ય ફેલાયુ છે.

અમરેલી અને બાબરા પંથકમાંથી દેશી દારૂ ઝડપાયો

અમરેલી, તા. 10
અમરેલી શહેર પો.સ્‍ટે. વિસ્‍તારમાં એસ.ઓ.જી. પો.સ.ઈ. એચ.એમ.રામાવત તથા એસ.ઓ.જી. સ્‍ટાફે સઘન પેટ્રોલીંગ કરી દારૂનું વેચાણ કરતાં ઈસમો અંગે માહિતી મેળવી રેઈડો કરતાં નીચે મુજબનાં કેસો શોધી કાઢેલ છે. (1) ચકુબેન વા/ઓ મુનાભાઈ ચારોલીયા, રહે. ગળકોટડી (ર) ફાદુબેન વા/ઓ વિજયભાઈ પોપટભાઈ વાઘેલા, રહે. ગળકોટડી (3) સુમીબેન વા/ઓ ગોવિંદભાઈ માવલીયા, અમરેલી (4) વલ્‍લભભાઈ ધારશીભાઈ વાઘેલા, અમરેલી.
આ અંગે અમરેલી શહેર પો.સ્‍ટે.માં ગુન્‍હા દાખલ કરાવવાની તજવીજ કરાવવામાં આવેલ છે, આ કામગીરી એચ.એમ. રામાવત, પો.સ.ઈ. એસ.ઓ.જી. તથા સ્‍ટાફનાંઅનાર્મ એ.એસ.આઈ. પી.કે. ડેર, પ્રકાશભાઈ જોષી, પ્રભાતભાઈ જૈતાાઈ ગરૈયા તથા પો.કોન્‍સ. રાહુલભાઈ ચાવડા, મનીષદાન ગઢવી, દેવરાજભાઈ કળોતરા, હરેશભાઈ વાણીયા, ગૌરવકુમાર પંડયા, ડ્રાઈવર કેતનભાઈ ગરણીયાનાઓએ કરેલ છે.

ધારીનાં વેકરીયા ગામની યુવતિએ મગજની બીમારીનાં કારણે ઝેરી દવા પીધી

અમરેલી, તા. 10
ધારી તાલુકાનાં વેકરીયા ગામે રહેતી સોનલબેન ગોપાલભાઈ કાતરીયા નામની ર1 વર્ષિય યુવતિ અગાઉ મોટર સાયકલ ઉપરથી પડી ગયેલ હોય, જેથી તેણીનો મગજ સ્‍ટ્રોંગ થઈ જતાં જેથી તેણીએ ગઈકાલે કોઈ કારણવગર ગુસ્‍સો આવી જતાં ઘઉમાં નાંખવાનાં ઝેરી ટીકડા પી લેતાં પ્રથમ ધારી વધુ સારવાર માટે અમરેલી દવાખાને સારવાર માટે ખસેડાયેલ છે.

કોંગ્રેસને ઉમેદવાર ન મળ્‍યા અને ભાજપ ચૂંટણીમાંથી ખસી ગયો

ઉંટવડ બેઠકની પેટા ચૂંટણીનું ભાજપે ઉમેદવારીપત્રક પરત ખેંચ્‍યું
તાલુકા પંચાયતની પેટા ચૂંટણીને લઈને પણ ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે જબ્‍બરી ટકકર
અમરેલી, તા. 10
બાબરા તાલુકા પંચાયતની ઉંટવડ બેઠકની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારે ઉમેદવારીપત્રક પર ખેંચી લેતા કોંગીજનો ગેલમાં આવી ગયા છે અને આ બેઠકની ચૂંટણી હવે મોકુફ કરવામાં આવશે.
ઉંટવડ બેઠક અનામત હોવાથી કોંગ્રેસ પક્ષને કોઈ ઉમેદવાર ન મળતાં ભાજપ તરફથી ઉમેદવારીપત્રક રજુ કરાયું હતું. આથી ભાજપનાં સ્‍થાનિકથી લઈને પ્રદેશ પ્રવકતા સુધીનાં આગેવાનો ગેલમાં આવી ગયા હતા અને વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીને તેના ગઢમાં જ ઉમેદવાર મળતા નથી તેવી ગુલબાંગો ફેંકી હતી. દરમિયાનમાં આજે ભાજપનાં ઉમેદવારે જ ઉમેદવારીપત્રક પરત ખેંચી લેતા ભાજપને પણ મોં સંતાડવું પડે તેવી સ્‍થિતિ ઉભી થઈ છે. જિલ્‍લા કોંગી પ્રમુખ પંકજ કાનાબાર અને કોંગી અગ્રણી કોઠીવાલે વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીની આબરૂ બચાવી લીધી છે.
આ અંગે કોંગી પ્રમુખ પંકજ કાનાબારે જણાવેલ છે કે, બાબરાનાં સ્‍થાનિક અધિકારીઓએ બળજબ્‍બરીથી એક ઉમેદવાર ભાજપ તરફથી રાખ્‍યા હતા અને અધિકારીઓ તટસ્‍થ બનીને ફરજ નહી બજાવે તો તેમનાં સીઆરબગાડવાની પણ ચીમકી કોંગી પ્રમુખે અંતમાં આપેલ છે.

અમરેલી પટેલ સંકુલની વિદ્યાર્થીઓનું ગિરનાર આરોહણ-અવરોહણ સ્‍પર્ધામાં ઉત્તમ પ્રદર્શન

અમરેલી, તા. 10
અમરેલી જીલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલની વિદ્યાર્થીની તા. 7/1/18 ના રોજ રાજય કક્ષાની યોજાયેલ ગિરનાર આરોહણ- અવરોહણ સ્‍પર્ધામાં આ તમામ બહેનો ટોપ -રપ માં નંબર મેળવી તા. 4/ર/18 ના રોજ રાષ્‍ટ્રીય (નેશનલ) કક્ષામાં રમેલ છે. જેમાં હપાણી ક્રિષ્‍ના વિનુભાઈનો છઠ્ઠો નંબર પ્રાપ્‍ત કરેલ છે. તેઓએ સ્‍પોર્ટસ વિભાગમાંથી મગનભાઈ વસોયાએ માર્ગદર્શન અને કોચિંગ પુરૂ પાડેલ છે.
કળોત્રા નિતા ગોરખભાઈ ટી.વાય.બી.બી.એ., પાનેલીયા મીરા કમલેશભાઈ ટી.વાય.બી.કોમ., ભુવા કોમલ ઘનશ્‍યામભાઈ ટી.વાય. બી.કોમ., હપાણી ક્રિષ્‍ના વિનુભાઈ એસ.વાય. બી.કોમ., ભાદાણી જીજ્ઞાસા રમેશભાઈ એસ.વાય.બી.ફામ, દિવ્‍યોરા મોનાલી શંભુભાઈ એસ.વાય.બી.ફામ, બાવળિયા ગીતા રમેશભાઈ એસ.વાય. બી.કોમ. સાવલિયા ભાર્વી એસ.વાય. બી.એસ.સી., આંકોલિયા સિઘ્‍ધી રાજેશભાઈ 10-ડી, તળાવિયાપાયલ રાજેશભાઈ 10-સી, ધોળિયા સૃષ્‍ટિ જયેશભાઈ, 11 કોમ-એ, ચોડવડિયા શ્રઘ્‍ધા રામજીભાઈ 10-સી.
સંસ્‍થાનાં પ્રમુખ મનુભાઈ કાકડીયા, ઉપપ્રમુખ દાસભાઈ ધામી, પૂર્વ પ્રમુખ વસંતભાઈ ગજેરા, નિયામક મનસુખ ધાનાણી, ચતુરભાઈ ખુંટ, બ્રિજેશભાઈ તલસાણા અને હોસ્‍ટેલ ડાયરેકટર વલ્‍લભભાઈ રામાણી તેમજ સંસ્‍થાના તમામ ટ્રસ્‍ટીઓ, કમિટી મેમ્‍બર તેમજ સ્‍પોર્ટસ ડાયરેકટર મગનભાઈ વસોયા અને સ્‍ટાફ ખુબ-ખુબ અભિનંદન પાઠવે છે. તેમ હોસ્‍ટેલ ડાયરેકટર વલ્‍લભભાઈ રામાણીની યાદીમાં જણાવેલ છે.

લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ને બેસ્‍ટ એપ્રિસિયેશન એવોર્ડનું સન્‍માન મળ્‍યું

તાજેતરમાં ભાવનગર ખાતે લાયન્‍સ કલબની રીજિયન કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કોન્‍ફરન્‍સમાં અમરેલીની લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવવામાં આવી હતી. પ્રમુખ વસંતભાઈ મોવલિયાના નેતૃત્‍વમાં લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)એ સેવાકીય કાર્યોમાં અનેક નવા સીમાંકનો સર કર્યા છે. લાયન્‍સ ટીમના દરેક સદસ્‍યોના સાથ-સહકારના લીધે ખૂબ ટુંકાગાળામાં વિવિધ ક્ષેત્રોમાં સરાહનીય કાર્યો થયા છે. જેને ઘ્‍યાનમાં રાખીને લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ને બેસ્‍ટ એપ્રિસિયેશન એવોર્ડનું સન્‍માન આપવામાં આવ્‍યું હતું. તદુપરાંત લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ને બેસ્‍ટ બેનરનો એવોર્ડ પણ આપવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં લાયન્‍સ કલબ ઓફઅમરેલી (રોયલ)ને વતી ભાવનગર ખાતે ઉપપ્રમુખ રમેશભાઈ કાબરિયા, ખજાનચી દિનેશભાઈ કાબરિયા, લાયન સંજયભાઈ રામાણી અને જલ્‍પેશભાઈ મોવલિયા હાજર રહૃાાં હતાં.

સાવરકુંડલા ખાતે લીલા મરચામાં ગણપતિનાં દર્શન થયા

સાવરકુંડલા, તા.10
સાવરકુંડલા ખાતે રિઘ્‍ધિ-સિઘ્‍ધિ નાથ મહાદેવ મંદિરના પૂજારી પરિવારના મહિલા સભ્‍ય આજે સવારે શાકભાજી ખરીદવા માટે શાકભાજીની લારીએ ગયેલા ત્‍યારે શાકભાજીની લારી ધરાવતા મુસ્‍લિમભાઈએ તેમના હાથમાં આબેહૂબ ગણેશજીની પ્રતિકૃતિ ધરાવતું મરચું આવેલું તે મરચું અલગ સાચવી રાખેલું. જે પૂજારી પરિવારની મહિલાને શ્રઘ્‍ધાપૂર્વક આપેલું. મહિલાએ આ વાતની જાણ ઘરના સભ્‍યોને કરતા પૂજારી જીતુગીરી બાપુએ મરચાને ભાવપૂર્વક રિઘ્‍ધિ-સિઘ્‍ધિ મંદિરમાં પાર્વતીજીના ચરણો પાસે પધરાવ્‍યું હતું. સવારે દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ મરચામાં ગણેશજીના દર્શન કરી અચંબા સાથે ભાવવિભોર બની ગયા હતા.

સાવરકુંડલાનાં ધોબા ખાતે લેઉવા પટેલ સમાજ દ્વારા સમુહલગ્નોત્‍સવ સંપન્‍ન

સાવરકુંડલા તાલુકાના ધોબા લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ર4મો પટેલ સમાજ સમુહ લગ્ન ભવ્‍ય રીતે ઉજવાયો પટેલ સમાજરત્‍નોની વિશાળ હાજરી કાગવડ ખોડલધામ ટ્રસ્‍ટી વસંતભાઈ મોવલીયા, દકુભાઈ ભુવા શીતલ આઇસ્‍ક્રીમ, મનુભાઈ દેસાઇ સંજોગ ન્‍યુઝના તંત્રી સુરેશભાઇ દેસાઇ સ્‍થાનિક પટેલ સમાજ અગ્રણી પ્રવિણભાઈ ઉકાણી, હરદાસભાઈ બારસીયા,બાલાભાઇ શેખલીયા, ગોબરભાઇ કથીરીયા સહિતના અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં પટેલ સમાજનો ર4મો સમુહ લગ્ન ભવ્‍ય રીતે સંપન્‍ન. સમાજ અગ્રણીઓ દ્વારા પટેલ સમાજને શીખ આપતા અગ્રણીઓ ટારા સંપ સંગઠન અને શિક્ષણ અંગે ટકોર ખોડલધામ કાગવડના વસંતભાઇની હાજરીથી સર્વત્ર પ્રસરી નાના એવા ધોબા ગામના દર વર્ષે વિશિષ્‍ટ રીતે પટેલ સમાજનો સમુહ લગ્ન ઉજવતા અગ્રણીઓ અને પટેલ સમાજના સંગઠનની સુંદર વ્‍યવસ્‍થાની સર્વત્ર સરાહના કરતા અનેકો મહાનુભાવો.

અમરેલીનાં પટેલ શૈક્ષણિક સંકુલની મુલાકાત લેતાં સચિવ જે.બી. વોરા, અરવિંદભાઈ બારોટ 

જાણીતાગાયક કલાકાર અને ગુજરાત ફિલ્‍મોનાં નિર્માતા અરવિંદભાઈ બારોટ સંસ્‍થાની મુલાકાત
અમરેલી, તા. 10
અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલમાં તાજેતરમાં અધિક્ષક સચિવ જે.બી. વોરા, જાણીતાગાયક કલાકાર અને ગુજરાત ફિલ્‍મોનાં નિર્માતા અરવિંદભાઈ બારોટ સંસ્‍થાની મુલાકાતે આવેલ. સાથે સંસ્‍થાના નિયામક મનસુખભાઈ ધાનાણી, હોસ્‍ટેલ ડાયરેકટર વલ્‍લભભાઈ રામાણી, ચતુરભાઈ ખૂંટ, બ્રિજેશભાઈ પલસાણા સંસ્‍થાના દર્શન વખતે સાથે રહેલ.
સંસ્‍થાની હોસ્‍ટેલ વ્‍યવસ્‍થા, ભોજન વ્‍યવસ્‍થા, સ્‍કૂલ-કોલેજ સિસ્‍ટમ વગેરેની માહિતી મેળવી પ્રભાવિત થયેલ. જે.બી. વોરાનાં પ્રતિભાવ જાણતા જણાવેલ છે કે આ સમયમાં નજીવી ફીમાં ગ્રામ્‍યકક્ષાની ખેડૂતની દીકરી અભ્‍યાસ કરે છે તે સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ, દાતાઓ અને સ્‍થાપકો, વ્‍યવસ્‍થાપકોએ આભારી છે. ગુજરાતભરમાં નહી પરંતુ હવે તો વિશ્‍વનાં દેશોમાં આ સંસ્‍થાની દીકરીઓ ઉચ્‍ચકક્ષાએ પહોંચેલ છે એ અમરેલી અને અમરેલી જીલ્‍લાએ ગૌરવ લેવાની તક છે. તેમ આ સંસ્‍થાના હોસ્‍ટેલ ડાયરેકટર વલ્‍લભભાઈ રામાણીની યાદીમાં જણાવેલ છે.

અમરેલીમાં એનએસયુઆઈએ મોદીનાં પકોડાનાં નિવેદનનો વિરોધ કર્યો

અમરેલી, તા. 10
આજરોજ કે.કે. પારેખ કોમર્સ કોલેજ અમરેલીની સામે બેરોજગાર શિક્ષિત યુવાનોની મજાક ઉડાવતા નિવેદન મોદી સરકારે જે આપેલ છે. જેના વિરોધમાં એન.એસ.યુ.આઈ. ર્ેારા ગ્રેજયુએટ યુવાનોએ એન.એસ.યુ.આઈ. ર્ેારા ભજીયા તથા પકોડા વેચી વિરોધ દર્શાવતું પ્રદર્શન યોજેલ. તેમજ આ યુવાનોએ નારાઓ જેવાકે, ભારત દેશના યુવાધનની મજાક ઉડાવતી મોદી સરકાર, મોદી સરકાર, શું આને અચ્‍છે દિન કહેશે મોદી સરકાર ? યુવાનો બેરોજગાર, પકોડા વેચાવે મોદી સરકાર એવા અસંખ્‍ય મોદી સરકારનાં નિવેદન વિરુદ્ધ નારાઓ લગાવી વિરોધ પ્રદર્શન અમરેલીનાં એન.એસ.યુ.આઈ.ના મહામંત્રી દેવરાજભાઈ બાબરિયા તથા કોલેજ કરતા યુવાનો ભાઈઓ બહેનો તેમજ ગ્રેજયુએટ થયેલા યુવાનો તેમજ વાળા ઉદયભાઈ, વાળા રાજદીપભાઈ, શનીભાઈ ડાબસરા, સૌરભભાઈ પાથર, રવીભાઈ કાબરીયા, જયભાઈ સાધુ વિગેરે ઉપસ્‍થિત રહૃાા હતા.

11-02-2018