Main Menu

Saturday, February 10th, 2018

 

ધારીનાં માલસિકા ગામે બુલેટ ચાલકનાં બન્‍ને પગ ભાંગી નાંખ્‍યા

અકસ્‍માત કરી કાર ચાલક  નાશી પણ ગયો
અમરેલી, તા. 9
ધારી નજીક આવેલ વેકરીયા ગામે રહેતાં મગનભાઈ દેવશીભાઈ માયાણી નામનાં 4ર વર્ષિય આધેડ ગત તા.6 ના રોજ સાંજે માલસિકા ગામેથી પોતાના હવાલા  વાળા બુલેટ મોટર સાયકલ નંબર જી.જે.યુ. 4338 લઈ અને પસાર થતાં હતા ત્‍યારે માલસિકા તરફથી આવી રહેલ કાર નંબર જી.જે. 11 એ.એસ. 9303 ના ચાલકે બુલેટ સાથે અથડાવી દેતાં બુલેટ ચાલકને બન્‍ને પગે ગંભીર ઈજાઓ કરી ફેકચર કરી નાશી ગયાની ફરિયાદ ધારી પોલીસ સ્‍ટેશનમાં    નોંધાઈ છે.

અમરેલીમાં બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા અમરનાથ બાબાનાં દર્શન

આગામી મહાશિવરાત્રીનાંપર્વે સીનિયર સીટીઝન પાર્કમાં કરાયું આયોજન
અમરેલીમાં બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા અમરનાથ બાબાનાં દર્શન
અમરેલી, તા.9
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્‍વરીયા વિશ્‍વ વિદ્યાલય દ્વારા મહાશિવરાત્રિ પાવન પર્વ નિમિતે ઘર બેઠા બરફીલા અમરનાથ બાબાના દર્શનનું આયોજન કરાયું છે. સાથે રાજયોગ અનુભૂતિ કક્ષ, આઘ્‍યાત્‍મિક સાહિત્‍યનો સ્‍ટોલનું આયોજન તા.13/ર, મંગળવાર, સમય સવારે 9 થી રાત્રે 9 સુધી, સ્‍થળ- સીનિયર સીટીઝન પાર્ક, ફોરવર્ડ સર્કલની પાસે, અમરેલી તેમજ શિવરાત્રીના બીજા દિવસે બ્રહ્માકુમારી વિદ્યાલયમાં રાજયોગ દ્વારા સર્વ સમસ્‍યાઓનું સમાધાન શીખવવામાં આવતો રાજયોગ આપના જીવનને સંપૂર્ણ પણે બદલી શકે છે. રાજયોગ દ્વારા આપના જીવનમાં આંતરીક ગુણો અને શકિતઓને જાગૃત કરી શકો છો. તેમજ પરમાત્‍મા સાથે સંબંધ જોડી સર્વ સમસ્‍યાઓનું સમાધાન અને મનની સાચી શાંતિ પ્રાપ્‍ત કરી શકો છો. તો આવો આ રાજયોગ શીખવા તેમજ જીવનને તનાવ મુકત ખુશનુમા બનાવવા માટે રાજયોગ શિબિર (પ્રવેશ વિના મૂલ્‍યે) નું આયોજન તા.14 થી ર0 સુધી, સમય- સવારે 7 થી 8, સાંજે – પ થી 6, રાત્રે 8 થી 9, સ્‍થળ – બ્રહ્માકુમારી વિદ્યાલય, ગોપી સિનેમા પાસે, સ્‍ટેશન રોડ, રર303ર, અમરેલીની ધર્મપ્રિય જનતાને આનો લાભ લેવા બ્રહ્માકુમારી વિદ્યાલયના મુખ્‍ય સંચાલીકા ગીતાદીદીએ હાર્દિકઈશ્‍વરીય નિમંત્રણ પાઠવેલ છે.

કુતાણામાં થયેલ બેવડી હત્‍યા કેસનાં આરોપીને ઝડપવા માંગ

મૃતક યુવકનાં પિતાએ એસ.પી.ને પત્ર પાઠવ્‍યો
અમરેલી, તા.9
સાવરકુંડલાના ગાધકડા ગામના મૃતક યુવકનાં પિતાએ એસ.પી.ને પત્ર પાઠવ્‍યો છે.
પત્રમાં જણાવેલ છે કે, અમારા પુત્ર રાજુભાઈ(ઉ.વ.18)ની સગાઈ લીલીયા તાલુકાના ગામ મોજે કુતાણા ગામે રહેતા મુળજીભાઈની પુત્રી રંજનબેન(ઉ.વ.18) સાથે થયેલ હતી. ત્‍યારબાદ અમારા પુત્રને અન્‍ય સબંધીના લગ્નની જાનમાં જવાનું થતા અમારો પુત્ર તા.રર/1 થી પીઠવડીથી કુતાણા ગામે જાનમાં ગયેલ હતો. અને અમારા પુત્રની સગાઈ પણ કુતાણા ગામના મુળજીભાઈની પુત્રી સાથે થયેલ હોય, એક બીજાને મળેલા હશે. પરંતુ અમોને તા.રર/1 ના રોજ બપોરના સાડાત્રણ કલાકે અમારા વેવાઈનો ફોન આવતા અમો સીધા લીલીયા સરકારી દવાખાને ગયેલા અને સમગ્ર હકીકત જાણવા મળેલી. અને તે મુજબ અમારા પુત્રની લાશ અમારા વેવાઈના પડોશીના ઘરે પટારામાંથી મળી આવેલી. અને અમારી પુત્રવધુની લાશ તેમની ફળીમાંથી મળેલ હતી. જેથી અમોએ આ સંબંધે તે જ તારીખે લીલીયા પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી. તે ફરિયાદ નોંધાવ્‍યાને આજે 18 દિવસ થવા છતાં પોલીસ તરફથી કોઈ પ્રગતી જનક કામગીરી થયેલ નથી.
જો આ સંબંધે તાત્‍કાલીક પગલા લેવામાં ન આવે તો અમારે ના છુટકે કલેકટર કચેરી અમરેલી સામે તા.18/ર થી આમણાંત ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે. તેમ અંતમાં જણાવેલ છે.

ખાનખીજડીયા ગામેથી તરૂણીને લલચાવી, ફોસલાવી ભગાડી જવાઈ

અમરેલી, તા. 9
બાબરા તાલુકાનાં ખાનખીજડીયા ગામે રહેતી એક સાડા સતર વર્ષની સગીરાને વડિયાના ચારણીયા રોડ ઉપર રહેતો રવજી કટારીયા ગત તા. ર નાં રોજ બપોરે ખાનખીજડીયા ગામેથી લલચાવી ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપી ભગાડી  અને અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ વડિયા પોલીસમાં નોંધાઈ છે.

રાજુલાનાં યુવકે એસીડ અને ફીનાઇલની અડધી-અડધી બોટલ ગટગટાવી લીધી

હવે મારે જીવવું નથી
રાજુલાનાં યુવકે એસીડ અને ફીનાઇલની અડધી-અડધી બોટલ ગટગટાવી લીધી
રાજુલા, તા. 9
રાજુલા ગામે આવેલ જુનું કડીયાળી રોડ ઉપર ચામુંડા વિડીયો પાસે રહેતા દિપક ભીખુભાઈ બાબરીયા નામના 19 વર્ષિય યુવક ગઇકાલે બપોરે અકેલો બેઠો હોય અને તેમને વિચાર આવેલ કે, હવે જીવવું નથી. જેથી તેમણે બાથરૂમ સાફ કરવા માટે વપરાતા એસીડ, હાર્વિક તથા ફીનાઇલની ત્રણેય બોટલ અડધી અડધી ગટગટાવી લેતા ઝેરી અસર થતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.

બારપટોળીની પરિણીતાએ માનસિક બીમારીથી કંટાળી અગ્નિસ્‍નાન કર્યુ

દીકરીનાં જન્‍મ બાદ દવા લેવાનું પણ બંધ કરેલુ
બારપટોળીની પરિણીતાએ માનસિક બીમારીથી કંટાળી અગ્નિસ્‍નાન કર્યુ
અમરેલી, તા. 9
રાજુલા તાલુકાના બારપટોળી ગામે રહેતા હર્ષાબેન બાબુભાઇ મરમલ નામની ર7 વર્ષિય પરિણીતાને લગ્ન પહેલા જ થી માનસિક બિમારી હોય અને તે અંગેની દવા પણ શરૂ હોય, પરંતુ તેણીએ દિકરીના જન્‍મઆપ્‍યા બાદ બિમારીની દવા બંધ કરેલ હોય જેથી માનસિક બિમારીના કારણે ગત તા. 7 ના રોજ રાત્રે પોતાનીમેળે કેરોસીન છાંટી દઇ અગ્નિસ્‍નાન કરી લેતા તેણીનું સારવાર દરમીયાન મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

મહિલા વિકાસ ગૃહની બાળાના પાલક પિતા ચંદુભાઈ સંઘાણી દીકરીને સાસરે વળાવશે

માત્ર મતનું રાજકારણ નહિં, સંઘાણી પરિવાર માફક સામાજીક કાર્યો કરવા આહ્‌વાન
મહિલા વિકાસ ગૃહની બાળાના પાલક પિતા ચંદુભાઈ સંઘાણી દીકરીને સાસરે વળાવશે
નિરાધારોના આધાર બનતા સંઘાણી પરિવારને બિરદાવતી અમરેલી તાલુકા ભાજપ ટીમ
અમરેલી, તા. 9
રાજકારણ માત્ર મત મેળવવા માટે નહિં પરંતુ રાજધર્મ નિભાવવા સાથેની પ્રશંસનીય કામગીરી સંઘાણી પરિવાર કરી રહેલ છે જેને અમરેલી તાલુકા ભાજપ પરિવાર ટીમ દિલોજાનથી અભિનંદન સાથે બીરદાવે છે.
બદલાતા પર્યાવરણથીપક્ષીને માળો બનાવવો મુશ્‍કેલ છે તેવા સમયે સંઘાણી પરિવાર પક્ષીઓને મળા, ચણ અને પાણી સુધીની વ્‍યવસ્‍થાઓ કરીને સમાજને પ્રેરણા પુરી પાડે છે તેવી જ રીતે આર્થિક પરિસ્‍થિતિ નબળી ધરાવતા હોય તેવા અનેક પરિવારના પુત્ર-પુત્રીને શિક્ષણ પુરૂ પાડેલ છે.
આવા સેવાકાર્યોમાં પણ સૌથી મહાનકાર્ય કે જે માતા-પિતા પોતાની દિકરીને લાડકોડથી ભવ્‍ય લગ્ન સંસ્‍કાર સાથે સાસરે વળાવે તેવી જ ઉમદાભાવ સાથે મહિલા વિકાસ ગ્રુહની અનાથ દિકરીઓના પાલક પિતા તરીકેની ભૂમિકામાં રહીને સંઘાણી પરિવાર દિકરીઓને સાસરે વળાવવાના અનેક કાર્યોથી લોકોના દિલમાં સમાયેલ સંઘાણી પરિવારને અમરેલી તાલુકા ભાજપ ટીમ દ્વારા લાખ-લાખ અભિનંદન સાથે આગામી તા. ર0/0ર/ર018, મંગળવારનાં રોજ યોજાઇ રહેલ અનાથ બાળાના લગ્ન મહોત્‍સવને ભવ્‍ય શુભેચ્‍છા પાઠવે છે. તેમ તાલુકા ભાજપ મહામંત્રી રણજીતભાઇ વાળાની અખબારી યાદીમાં જણાવાયેલ છે.

અમરેલીમાં પાનની કેબીન ધરાવતાં યુવકે પોલીસ સ્‍ટેશન પાસે જ દવા ગટગટાવી

લીવરની બિમારીથી કંટાળી જઈ
અમરેલીમાં પાનની કેબીન ધરાવતાં યુવકે પોલીસ સ્‍ટેશન પાસે જ દવા ગટગટાવી
અમરેલી, તા. 9
અમરેલીનાં હનુમાનપરા રોડ ઉપર આવેલ પાઠક સ્‍કૂલ પાસે રહેતાં અને અમરેલી શહેરમાં આવેલ તાલુકા પોલીસ સ્‍ટેશન પાસે પાન-બીડીની દુકાન ધરાવતા નિલેશભાઈ માવજીભાઈ મકવાણા નામનાં 38 વર્ષિય યુવાનને છેલ્‍લા 4-પ વર્ષથી પેટન તથા લીવરની બિમારી હોય, જેથી કંટાળી જઈ ગઈકાલે બપોરે અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશન પાસે રહેલ તેમની કેબીન પાસે જ કોઈ ઝેરી દવા ગટગટાવી લેતાં પ્રથમ અમરેલી અને વધુ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડાતા રસ્‍તામાં મૃત્‍યુ થયાનું પોલીસમાં જાહેર થવા          પામેલ છે.

અમરેલીની પરિણીતા અકસ્‍માતે દાજી જતાં સારવાર દરમિયાન મૃત્‍યુ

કેરોસીનનું ડબલું ઉતારવા જતાં ઉંધુ વળી ગયું
અમરેલી, તા. 9
અમરેલી નજીક આવેલ અમૃતનગર શેરી નં.3માં રહેતાં મંજુબેન ઘનશ્‍યામભાઈ ચૌહાણ નામનાં 40 વર્ષિય પરિણીતા ગત 1 ના રોજ સાંજના સમયે પોતાના ઘરે રસોડામાં ઘરકામ કરતાં હતા તે વખતે કાંધી ઉપર પડેલ કેરોસીનનું ડબલું ઉતારવા જતાં અકસ્‍માતે તે કેરોસીન ભરેલ ડબલું ઉધુ વળી જતાં અને તેણી ઉપર જ કેરોસીન પડી જતાં બાજુમાં દિવો સળગતો હોય, જેથી આગ લાગતાં તેણી દાજી જતાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ. જયાં તેણીનું મોત થયાનું પોલીસમાંજાહેર થવા પામેલ છે.

જિલ્‍લાની જનતામાં વહીવટીતંત્રની નિષ્‍ક્રીયતાથી નારાજગી

ભાજપ લોકસભા બેઠક બાબુઓનાં કારણે ગુમાવશે ?
વિધાનસભાની તમામ બેઠકો ગુમાવવા પાછળ પણ વહીવટીતંત્ર મહદઅંશે જવાબદાર
અમરેલી, તા. 9
અમરેલી લોકસભા બેઠકની ચૂંટણી આગામી એકાદ વર્ષમાં યોજાવાની હોય તેમાં પણ ભાજપને વિધાનસભાની ચૂંટણીની જેમ પછડાટ ખાવી પડે તો નવાઈ પામવા જેવું નહીં રહે.
તાજેતરમાં સંપન્‍ન થયેલ વિધાનસભાની ચૂંટણીમાં જિલ્‍લાની તમામ પાંચ બેઠકો પર ભાજપનાં ઉમેદવારનો ઘોર પરાજય થયો તેની પાછળ કોંગ્રેસની લોકપ્રિયતા નહીં બલ્‍કે ભાજપની નિષ્‍ફળતા જવાબદાર હતી.
તદ્‌ઉપરાંત, પાટીદારો, ખેડૂતોની નારાજગીની સાથે વહીવટી તંત્રની નિષ્‍ક્રીયતાથી મતદારોએ ભાજપ વિરૂઘ્‍ધ મતદાન કર્યું હોય તેવું સ્‍પષ્‍ટ લાગી રહયું છે.
જિલ્‍લાના પોલીસ, મહેસૂલ, પંચાયત, ખાણ-ખનીજ, એસ.ટી., આર.ટી.ઓ., પીજીવીસીએલ, શિક્ષણ, આરોગ્‍ય, વન સહિતના સરકારી વિભાગોમાં સરકારી બાબુઓની નિષ્‍ક્રીયતા વધી રહી છે. જનતાને સુરક્ષાથી લઈને સુવિધા અને રોજબરોજના કાર્યોનો ઉકેલ લાવવામાં ભારે મુશ્‍કેલી ઉભી થઈ રહી છે. મોટાભાગના કર્મચારીઓ જનતાને ઉડાઉ જવાબ આપી રહયા હોય ડરના માર્યા જનતા કશું બોલી શકતી નથી અને તમામ રોષ ચૂંટણીમાં મતદાન દ્વારા ઠાલવે છે. અને આથી જ ભાજપે ઘોરપરાજય સહન કરવો પડયો.
વિધાનસભાની ચૂંટણીના પરાજય બાદ પણ ભાજપના આગેવાનો કોઈ બોધપાઠ લેતા નથી અને જાફરાબાદ પાલિકા બિનહરીફ મળી ગઈ તેનો ઉત્‍સાહ જોવા મળે છે. પરંતુ, લોકસભાની ચૂંટણીમાં વિજેતા થવા માટે ભાજપ સરકારે જનહિતના કાર્યો ઝડપથી કરવા પડશે. જિલ્‍લાના પ્રભારીમંત્રી તરીકે નિયુકત થયેલ આર.સી. ફળદુએ હજુ સુધી જિલ્‍લાનાં અધિકારીઓ સાથે એક પણ બેઠક કરી નથી.
ભાજપના આગેવાનો રાજય સરકાર સમક્ષ વહીવટી તંત્રની સમસ્‍યાઓ દૂર નહીં કરાવે તો લોકસભાની બેઠક ભાજપનાં હાથમાંથી રેતીની જેમ સરી જશે તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી.

ખાનગી વાહનો મુસાફર ભરે ત્‍યાં સુધી એસ.ટી. બસને રાહ જોવી પડી રહી છે

અમરેલી શહેરમાં ખાનગી વાહનચાલકોની દાદાગીરી
ખબરદાર : અમારી પહેલા એસ.ટી.એ મુસાફર લીધા તો
ખાનગી વાહનો મુસાફર ભરે ત્‍યાં સુધી એસ.ટી. બસને રાહ જોવી પડી રહી છે
અમરેલી, તા. 9
અમરેલી શહેર અને જિલ્‍લામાં પોલીસ વિભાગની ધાક ઓસરતાં અસામાજિક તત્‍વો અને કાયદાનું ઉલ્‍લંઘન કરનારાઓને ઘી-કેળા થઈ પડયા છે. અને જિલ્‍લાનાં નેતાઓને કોઈ ચિંતા જોવા મળતી નથી.
અમરેલી જિલ્‍લામાં દિનપ્રતિદિન દારૂ, જુગાર, ચોરી, લુંટ, ધાકધમકી, મારામારી જેવી ઘટનાઓ બનતી હોય જિલ્‍લાની જનતામાં ભયનો માહોલ જોવા મળી રહૃાો છે. અને અમરેલી અને લાઠીનાં ધારાસભ્‍યએ પણ બગડતી કાયદો-વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ સામે આંદોલન કરવાની તૈયારી કરી છે.
દરમિયાનમાં અમરેલીનાં નાગનાથ બસ સ્‍ટેન્‍ડ ચોકમાં ખાનગી વાહન ચાલકોની દાદાગીરી જોવા મળી રહી છે. જાહેરનામાનો ખુલ્‍લેઆમ ઉલાળીયો કરવામાં આવી રહૃાો છે. અને જયાં સુધી ખાનગી વાહનોમાં મુસાફરો ન ભરાઈ જાય ત્‍યાં સુધી એસ.ટી. બસને પણ રાહ જોવી પડે તેવા દ્રશ્‍યો જોવામળી રહૃાા છે.

સાવરકુંડલામાં ચાલતા રકતદાન કેમ્‍પની મુલાકાત લેતા પૂર્વ સાંસદ

સાવરકુંડલા, તા. 9
છેલ્‍લા 10 વર્ષથી આરોગ્‍યલક્ષી સેવાયજ્ઞ ચલાવતીશ્રી વીરદાદા જશરાજ સેના ટ્રસ્‍ટ સાવરકુંડલા દ્વારા પૂજય મોરારિબાપુની રામકથામાં સતત સાત દિવસ યોજાયેલ ભવ્‍ય રકતદાન કેમ્‍પની અમરેલી જિલ્‍લાના માજી સાંસદ અને સંસ્‍થાના પ્રેરણાસ્‍ત્રોત માર્ગદર્શક એવા નવીનચંદ્રભાઇ રવાણીએ આજે મુલાકાત લીધી હતી. સાથે તેમના પુત્ર શહેર અગ્રણી અને સંસ્‍થાના ટ્રસ્‍ટી ચંદ્રેશભાઇ રવાણી પણ કેમ્‍પમાં જોડાયા હતા. નગરપાલિકા સદસ્‍ય બીજલભાઇ બતાડા, અતુલભાઈ કાપડીયા, વિપુલભાઇ ઉનવા, રાજેશભાઈ ચૌહાણ, જગદીશભાઇ ઠાકોર, તાલુકા પંચાયત મનુભાઇ ડાવરા સહિતના શહેરના આગેવાનો રકતદાન કરી આ સેવાયજ્ઞ ચલાવતી સંસ્‍થાની પ્રવૃત્તિઓને અને હિતેષ સરૈયાની સેવાભાવનાને બિરદાવી હતી. અત્‍યાર સુધીમાં બહોળી સંખ્‍યામાં રકતદાતાઓએ રકતદાન કરી ટોટલ ર00 બોટલમાં આંકને વટાવ્‍યો હતો.

ગાધકડામાં વાત્‍સલ્‍યવારિધિ પૂ.આ.ભ. શ્રી મહાબલ સૂરીશ્‍વરજી મ.સા.નું આગમન

સોળસોથી અધીક જૈન શ્રમણ-શ્રમણીઓના નાયક પ્રવર્તમાન ગચ્‍છાધિપતિ પૂ.આ.ભ. શ્રી પૂણ્‍યપાલ સૂરીશ્‍વરજી મહારાજા સાવરકુંડલા શ્રીસંઘમાં જિનભકિત- ગુરૂભકિત અને સાધર્મિક ભકિતના ઉદારતા સભર આયોજનોથી યાદગાર બની ગયેલા પંચદિવસીય ગુરૂમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં નિશ્રા પ્રદાન કરીને તા. 9/ર/18 ના ગાધકડા ગામે પધાર્યા. પૂજયશ્રીની માતૃભૂમિ ગાધકડા હોવાથી ગાધકડા જૈન સંઘમાં પણભવ્‍યગુરૂમંદીર નિર્માણ થયુ છે. તેમાં તારક ગુરૂમૂર્તિની પ્રતિષ્ઠાના અવસરે પધારેલા ગામના ગૌરવ સમા ગુરૂદેવને સત્‍કારવા સમસ્‍ત ગ્રામજનો હરખભેર અને આતુરનયને ઉપસ્‍થિત હતા. પૂજય ગુરૂદેવશ્રીના પરમભકત ધામી લક્ષ્મીચંદ જીવરાજભાઈએ શ્રી સંઘનીઆજ્ઞાથી યોજેલ સ્‍વાગતયાત્રા નાના ભૂલકાઓની રાસ મંડળી – નાની બાલીકાઓનું ગરબા નૃત્‍ય – અનેક જાતવાન અશ્‍વો – શણગાર સજેલા બળદો યુકત ગાડાઓ તેમજ પાલીતાણાનું પ્રખ્‍યાત બેન્‍ડ તથા અનેક વાદ્ય મંડળીઓ આદિથી દર્શનીય બની હતી. પૂજયશ્રીપોતાના વતનમાં પદાર્પણ કરતા હોવાથી પૂજયશ્રી પ્રત્‍યેના ભકિતભાવથી મુંબઈ પાર્લાનું સુપ્રસિઘ્‍ધ શ્રી બુઘ્‍ધીસાગર બેન્‍ડના યુવાનો સ્‍વૈચ્‍છિક અત્રે ઉપસ્‍થિત થયા હતા. અને જૈન સ્‍તવનોની સુરાવલીઓથી વાતાવરણને મંત્રમુગ્‍ધ બનાવી દીધુ હતું. ગામના રસ્‍તાઓને સાંકડા બનાવતી આ સ્‍વાગતયાત્રા જૈન ઉપાશ્રયે પહોંચીને પ્રવચન સભામાં ફેરવાઈ હતી. આ પ્રસંગે મુંબઈ-અમદાવાદ વિગેરે શહેરોથી પધારેલા ગુરૂભકતો ઉપરાંત સ્‍થાનિક અજૈનભાઈ-બહેનોની ઉપસ્‍થિતિથી પ્રવચન હોલ ચીક્કાર ભરાઈ ગયો હતો. પૂજયશ્રીના હૃદયસ્‍પર્શી પ્રવચનોનું શ્રોતાઓને અનેરૂ આકર્ષણ રહેતુ હોયછે. બપોરે ગુરૂમૂર્તિઓના પંચ અભિષેક તથા જિનાલયમાં અઢાર અભિષેકનું વિપાન સંગીતમય ભકિતભર્યા માહોલમાં ઉત્‍સાહભેર સંપન્‍ન થયા હતા. પ્રવચન દરમ્‍યાન થયેલીપ્રત્‍યેક અભિષેકની ઉછામણીના ચડાવા પણ અનુમોદનીય થયા હતા. તા. 11-ર-18 ના શુભ મુર્હુતે નુતન ગુરૂમંદિરમાં તારક ગુરૂમૂર્તિની પ્રતિષ્ઠા થશે.

ચલાલા પાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે ટકકર

શહેરીજનોમાં શાસકોની કામગીરીને લઈને કહી ખુશી કહી ગમ
ચલાલા પાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે ટકકર
શહેરીજનોએ છેલ્‍લા 30 વર્ષમાં ભાજપ કરતાં કોંગ્રેસ પર વધારે વિશ્‍વાસ દર્શાવ્‍યો છે
અમરેલી, તા. 9
ચલાલા નગરપાલિકાની ચૂંટણી આગામી 17 ફેબ્રુઆરીએ છે. ગ્રામ પંચાયતમાંથી પાલિકા 198પથી સ્‍થપાઈ ત્‍યારથી કોંગ્રેસનો દબદબો છે. બે વાર ભાજપ પાલિકામાં વિજેતા થઈ હતી પણ ત્‍યારે હાલના ધારાસભ્‍ય જે.વી. કાકડીયા ભાજપમાં હતા અને ત્‍યારે પાલિકા ભાજપે કબ્‍જે કરી હતી. પણ આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે કસોકસનો જંગ ખેલાઈ તેવું છે.
અમરેલી જીલ્‍લાનું ચલાલા એટલે પરમ પૂજય સંત દાન મહારાજનું ચલાલા. આ ચલાલા પાલિકામાં અમરેલી જીલ્‍લાનું સૌથી ઓછું મતદાન ધરાવતી અને ફકત 6 વોર્ડ, ર4 બેઠકો પરચૂંટણી ઓણસાલ લડાશે. સીમાંકન ફરતા દર વખતે ર1 બેઠકો હતી પણ આ વખતની પાલિકાની ચૂંટણીમાં ર4 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે જંગ ખેલાશે. સાથે એનસીપી પણ 10 બેઠકો પર કિસ્‍મત અજમાવી રહી છે. ચલાલા પાલિકામાં 198પથી ફકત બે વાર ભાજપ સત્તા પર આવી છે બાકી કોંગ્રેસનો ગઢ ચલાલા ગણાઈ છે. ચલાલાના જાહેર રોડ પર કચરાના ઢગલાઓ પણ જોવા મળે છે. ગટર ગંગા રોડ પર વહી જાય છે, સ્‍વચ્‍છતાના નામે પાલિકાની કામગીરી નબળી દેખાઈ છે પણ સ્‍થાનિકોને પાલિકાની કામગીરીથી સંતોષ છે.
ચલાલા શહેર વિકાસથી વંચિત જણાઈ છે. ગટરની ગંગા વહી રહી છે, રોડ-રસ્‍તાઓ તૂટી ગયા છે, સ્‍થાનિકોને રોડ પર ગટરના પાણી પાસેથી પસાર થવું પડે છે અને ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસના ગઢમાં ગાબડા પડે તેવું સ્‍થાનિકો કહી રહૃાા છે. જયારે અદ્યતન શાકમાર્કેટ બનીને ચાર વર્ષથી ભેંકાર બની ગઈ છે પણ શાકમાર્કેટ જાહેર રસ્‍તા પર બેસે છે ત્‍યારે સ્‍થાનિકો શાકમાર્કેટ અંગે જણાવે છે કે, માર્કેટ ફકત ગ્રાન્‍ટ વાપરવા માટે બનાવવામાં આવે છે. તંત્રની પરવાનગી વિના બની ગયેલી શાકમાર્કેટ મંજુરી માટે તંત્ર પાસે હવે પડી છે. પણ રપ વર્ષથી શાકમાર્કેટ રોડ પર બેસે છે. ઢોર-ઢાંખરે રોડ પર કબ્‍જો  કર્યો છે, ગટરના પાણી ગંદકી અને મચ્‍છનાર ઉદભવથી લોકો કોંગ્રેસ શાસિતપાલિકાથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે.
ત્‍યારે પાલિકાના વિપક્ષના નેતાએ જણાવ્‍યું છે કે, છેલ્‍લા 1પ વર્ષથી એકધારૂ કોંગ્રેસનું પાલિકામાં શાસન છે. ભય-ભૂખ અને ભ્રષ્‍ટાચારથી પાલિકા ખદબદી રહી છે. 1પ કરોડ જેવી માતબર રકમ રોડ-રસ્‍તા માટે આવી હતી પણ ભ્રષ્‍ટાચારના ભોરીંગથી કોંગ્રેસ શાસિત પાલિકાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બગીચા માટે પ0 લાખ જેવી રકમ અપાઈ છે પણ બગીચામાં બાવળો ઉભા છે. આથી ચલાલાના સ્‍થાનિક ભાજપને મત આપે તેવો વિશ્‍વાસ વિપક્ષના નેતા કરે છે.
ત્‍યારે ભાજપનાં મહામંત્રીએ જણાવ્‍યું હતું કે, પવિત્ર દાન મહારાજની ભૂમિ પર સરકાર ઘ્‍વારા કરોડોની ગ્રાન્‍ટ ફાળવાઈ છે પણ કોંગી સત્તાધીશોની અણઆવડતને કારણે ચલાલા વિકાસથી વંચિત રહૃાું છે. ત્‍યારે ધારી-ચલાલાના કોંગ્રેસ પ્રમુખ અને હાલમાં જ ચૂંટાયેલા કોંગ્રેસી ધારાસભ્‍ય જે.વી. કાકડીયાના ધર્મ પત્‍નીએ જણાવ્‍યું હતું કે, સતત ચલાલા પાલિકા પર કોંગ્રેસનો કબ્‍જો રહૃાો છે અને આ વખતે પણ કોંગ્રેસ 110 ટકા પાલિકા જીતે તેવો વિશ્‍વાસ વ્‍યકત કર્યો છે. રોડના 80% અને ગટરના 10% જે પેન્‍ડીંગ હોવાનું જણાવ્‍યું છે. ત્‍યારે ચલાલાના નગરજનો આગામી 17 ફેબ્રુઆરીએ ભાજપ કે કોંગ્રેસ તરફ ઝુકશે તે તો પરિણામ બાદ જ ખબર પડશે.

અમરેલીમાં વહીવટીતંત્ર દ્વારા સાહિત્‍ય રસાસ્‍વાદ શિબિર યોજાઈ

સાંપ્રત સમયમાં ગુજરાતી ભાષાનું મહત્‍વ ઘટી રહૃાું છે. ગુજરાતી સાહિત્‍ય પ્રત્‍યે બાળકો-યુવાનોમાં લાગવ ઘટી રહૃાો છે. ત્‍યારે અમરેલીનાં કલેકટર અમરાણીનાં સુચનથી જીલ્‍લા વહીવટીતંત્ર, જીલ્‍લા તાલીમ ભવન – અમરેલી, જીલ્‍લા શિક્ષણાધિકારીની કચેરી – અમરેલી, નગરપાલિકા અમરેલીના સંયુકત ઉપક્રમે તેમજ લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ના આર્થિક સહયોગથી માઘ્‍યમિકના વિદ્યાર્થીઓ માટે તેમના પાઠયપુસ્‍તકમાં આવતી કૃતિઓનાં રસાસ્‍વાદ માટે ભભસાહિત્‍ય રસાસ્‍વાદ શિબીરભભયોજાઈ હતી. જેમાં અમરેલીજીલ્‍લાના ત્રણ કવિ રમેશ પારેખ, ઝવેરચંદ મેઘાણી તથા કવિકાન્‍તનો સર્જક પરીચય આપવામાં આવ્‍યો હતો. ત્રણ કાવ્‍ય સ્‍વરૂપ- ગીત- લોકગીત -ખંડકાવ્‍યની સમજ આપી પાઠયપુસ્‍તકની કૃતિનો રસાસ્‍વાદ અમરેલી જીલ્‍લા શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રસિઘ્‍ધ કવિઓ હરેશ વગળીયા, સ્‍નેહી પરમાર અને તુષાર વ્‍યાસે કરાવ્‍યો હતો. સમગ્ર કાર્યક્રમ એટલો રસાળ બન્‍યો હતો કે 600થી વધુ વિદ્યાર્થીઓ હોલમાં હોવા છતાંય સમગ્ર કાર્યક્રમમાં પીનડ્રોય સાયલન્‍સ રહૃાું હતું. આ કાર્યક્રમની ઉપલબ્‍ધિ સ્‍વરૂપ બીજા સત્રમાં વિદ્યાર્થીઓ ઘ્‍વારા કાવ્‍ય રસાસ્‍વાદ તેમજ સ્‍વ રચિત કૃતિઓનું ગાન થયું હતું. લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત નાવીન્‍યસભર – વિદ્યાર્થીઓને રૂચિ ઉત્‍પન્‍ન થાય તે કાર્યક્રમ આપવા માટે અગ્રેસર રહૃાું છે. આ કાર્યક્રમાં જીલ્‍લા શિક્ષણાધિકારી જાદવ, ડાયેટના પ્રાચાર્ય દક્ષાબેન પાઠક, અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર વસાવા તથા ખોરાસીયાભાઈ, પારઘીભાઈ, ડામોરભાઈ, લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ વસંતભાઈ મોવલીયા, મુકેશભાઈ કોરાટ, અરૂણભાઈ ડેર, સંજયભાઈ રામાણી, રમેશભાઈ કાબરીયા, નૂતન સ્‍કૂલના આચાર્ય વિપુલભાઈ વ્‍યાસ, માઘ્‍યમિક સંઘના પ્રમુખ વસરા, ડાયેટના ડેરભાઈ ઉપસ્‍થિત રહૃાા હતા. ગુજરાતી કવિતા જગતના ઘરેણા સમાન સ્‍નેહી પરમાર, હરેશવડાવીયા અને તુષાર વ્‍યાસે આ કાર્યક્રમમાં રસદર્શન કરાવી કાર્યક્રમને અનોખો બનાવ્‍યો હતો. કાર્યક્રમનાં અંતે સમગ્ર કાર્યક્રમની જવાબદારી સંભાળનાર ડાયેટના ડો. કાર્તિક વ્‍યાસે આભારવિધી કરેલ હતી.

અમરેલીની સિવિલ હોસ્‍પીટલમાં સ્‍વચ્‍છતાનો અભાવ

પ0 વર્ષ પહેલાનાં મહેકમમાં રાજય સરકાર વધારો કરતી નથી
અમરેલીની સિવિલ હોસ્‍પીટલમાં સ્‍વચ્‍છતાનો અભાવ
હોસ્‍પીટલમાં વોર્ડ અને બેડનો વધારો કરવાની સાથે કર્મચારીઓની સંખ્‍યા વધારવી જરૂરી
અમરેલી, તા. 9
અમરેલી જિલ્‍લાની 1પ લાખની જનતાના આરોગ્‍યની જવાબદારી જેના શિરે છે તેવી અમરેલીની સિવિલ હોસ્‍પિટલમાં આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં રાજયનાં આરોગ્‍ય વિભાગની બેદરકારી જાણવા મળી છે.
અમરેલીમાં આજથી પ0 કરતા પણ વધારે વર્ષથી કાર્યરત સિવિલ હોસ્‍પિટલમાં જે-તે વખતે સફાઇકર્મીથી લઇને નિષ્‍ણાંત તબીબનું મહેકમ મંજુર કરવામાં આવેલ અને બાદમાં વોર્ડ, બેડમાં વધારો કરવામાં આવ્‍યો અને તેટલા પ્રમાણમાં, કર્મચારીઓ કે તબીબોની જગ્‍યા વધારવામાં આવી ન હોવાનું જાણવા મળેલ છે.
અમરેલી સિવિલ હોસ્‍પિટલનું સંચાલન રાજય સરકારે ખાનગી ટ્રસ્‍ટને સોંપી દઇને જવાબદારીમાંથી હાથ ધોઇ નાખ્‍યાનું સ્‍પષ્‍ટ જણાઇ આવે છે. રાજય સરકારે મહેકમ વધારાની મંજુરી આપવાની પણ ચિંતા કરી નથી.
સિવિલ હોસ્‍પિટલના રસોડા ઘર, શૌચાલય,ડાયાલીસીસ વિભાગ વિગેરેની ચકાસણી કરવામાં આવતા અનેક પ્રકારની સમસ્‍યાઓ સ્‍પષ્‍ટ નજરે ચડી હતી. જેમાં અસ્‍વચ્‍છતાને લઇને બેદરકારી સ્‍પષ્‍ટ જણાતી હતી.
સિવિલ હોસ્‍પિટલના સર્જન હર્ષદ રાઠોડ, આર.એમ.ઓ. ડાભીએ હોસ્‍પિટલનું સંચાલન ખાનગી ટ્રસ્‍ટને સરકારે સોંપી દીધુ હોવાનું જણાવ્‍યું હતુ અને વધારે સફાઇ કર્મીઓની જરૂર હોવાનું જણાવ્‍યું હતુ. જયારે, ટ્રસ્‍ટનાં સંચાલક પિન્‍ટુભાઇએ આગામી એકાદ મહિનામાં સિવિલ હોસ્‍પિટલમાં સ્‍વચ્‍છતા સહિતની જે કંઇ તકલીફ છે તે દુર થઇ જશે. તેવો આશાવાદ વ્‍યકત કર્યો હતો.

10-02-2018