Main Menu

Friday, February 9th, 2018

 

સરદાર પ્રધાનમંત્રી બન્‍યા હોત તો મોદી પ્રધાનમંત્રી ન બનત : પરેશ ધાનાણી

વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં ટ્‍વીટથી ભારે હંગામો
સરદાર પ્રધાનમંત્રી બન્‍યા હોત તો મોદી પ્રધાનમંત્રી ન બનત : પરેશ ધાનાણી
પ્રધાનમંત્રીએ સંસદમાં કરેલ પ્રવચનનો આકરો જવાબ આપતા ધાનાણી
અમરેલી, તા.8
અમરેલીના ધારાસભ્‍ય અને વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીને તેની જ ભાષામાં જવાબ આપતું નિવેદન ટ્‍વીટ કરતાં રાજયનાં રાજકારણમાં હડકંપ મચી ગયો છે.
તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ સંસદમાં જણાવ્‍યું હતું કે સરદાર પટેલ પ્રધાનમંત્રી બન્‍યા હોત તો કાશ્‍મીરની સમસ્‍યાનું નિરાકરણ થઈ ચૂકયું હોત તેના વળતા પ્રહારમાં પરેશ ધાનાણીએ આકરો જવાબ આપેલ છે.
તેઓએ કરેલ ટ્‍વીટમાં જણાવેલ છે કે, સરદાર પટેલ પ્રધાનમંત્રી બન્‍યા હોત તો આર.એસ.એસ. અને ભાજપનું અસ્‍તિત્‍વ જ ના હોત એટલે નરેન્‍દ્ર મોદી પ્રધાનમંત્રી જ ના બનત.
વધુમાં જણાવેલ છે કે, સરદાર પટેલ પ્રધાનમંત્રી બન્‍યા હોત તો મોંઘવારી, જૂઠ, બેહાલ અર્થ વ્‍યવસ્‍થા, ગરીબી, બેરોજગારી જેવા વર્તમાન પ્રશ્‍નો જ ઉભા ન થાત એટલે દેશની જનતા પણ અફસોસ કરે છે કે સરદાર પટેલ પ્રધાનમંત્રી કેમ ન બન્‍યા.
પરેશ ધાનાણીનાં ટ્‍વીટથી આગામી દિવસોમાં રાજકીય હંગામો મચવાના એંધાણ જોવા મળી         રહયા છે.

વીજ બીલની ઉઘરાણી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

અમરેલી ડીવીઝન વિભાગ ર્ેારા
વીજ બીલની ઉઘરાણી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી
નાણાંકીય વર્ષનાં અંતિમ દિવસોમાં કામગીરી શરૂ
અમરેલી, તા. 8
અમરેલી ડીવીઝન નિચે આવતાં વિવિધ વીજ કચેરીનાં ગ્રાહકો પાસે વિજળી બીલ સહિતની રકમ બાકી હોય, તેની વસુલાત કરવા માટે અમરેલીનાં વીજળી ડીવીઝન-1નાં અધિકારીઓ ર્ેારાઆજે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
અમરેલી ડીવીઝન નિચે આવતાં ચિતલ, મોણપુર, રાંઢીયા, રીકડીયા, ઈંગોરાળા, લુણકી, હાથીગઢ, લુણીધાર, વિગેરે ગામોમાં વીજ કંપનીનાં 40પ જેટલાં બાકી કનેકશન મળી કુલ રૂા. પ.77 લાખ જેટલો બાકી હોય, તેમાં અધિકારીઓએ વસુલાત ઝુંબેશ કરતાં આજે 44 જેટલાં કનેકશન કાપી નાંખવામાં આવ્‍યા હતા. જયારે ર1પ જેટલાં કનેકશન ધારકો પાસે બાકી રહેતી રકમ રૂા.3.04 લાખની વસુલાત કરી હતી. જયારે અન્‍ય વસુલાત મળી કુલ 4.37 લાખની વસુલાત કરી પ્રશંસનીય કામગીરી કરી હતી.
હજુ આવતી કાલે પણ વીજ ચેકીંગ સાથે વીજ કંપનીનાં બાકી રકમની વસુલાત કરવા માટે થઈ ઝુંબેશ શરૂ રહેનાર હોવાનું પણ જાણવા         મળેલ છે.

અમરેલી, લીલીયા, લાઠી, બાબરા સહિતનાં વિસ્‍તારોમાં વીજ અધિકારીઓની ટીમ ત્રાટકી

ડીવીઝન-1નાં વિભાગમાં આવતાં
અમરેલી, લીલીયા, લાઠી, બાબરા સહિતનાં વિસ્‍તારોમાં વીજ અધિકારીઓની ટીમ ત્રાટકી
89 કનેકશનમાંથી રૂા. 17.ર4 લાખ જેવી વસુલાત કરી
અમરેલી, તા. 8
અમરેલીનાં વીજ ડીવીઝન-1માં આવતા અમરેલી, લીલીયા, લાઠી, બાબરા સહિતનાં પંથકમાં આજે વહેલી સવારે વીજ ચેકીંગની વીજીલન્‍સની 33 ટુકડીઓ ર્ેારા ઠેરઠેર વિજ કનેકશનનું ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. આ ચેકીંગ ઝુંબેશ દરમીયાન કુલ પ77 કનેકશનમાં ચેકીંગ હાથ ધરવામાં આવતા 89 જેટલા કનેકશનમાં વીજ ચોરી ઝડપાતાં રૂા.17.ર4 લાખની વસુલાત કરવામાં આવી હતી. આવતીકાલે પણ કામગીરી શરૂ રહેશે.
આ ઉપરાંત કલમ 1ર6 નિચે પ0કનેકશન, કલમ 13પ નિચે 39 કનેકશન તથા વિજ મીટર ધરાવતાં ન હોય, અને પોલ ઉપરથી સીધું જ કનેકશન લેવામાં આવેલ હોય તેવા 10 જેટલાં કનેકશન ધારકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વીજ ચેકીંગ માટે આજે સવારે અત્રેના સરદાર સર્કલ ખાતે એકત્ર કરાયા બાદ બંધ કરવામાં અલગ અલગ વિસ્‍તારોમાં એકી સાથે ત્રાટકવા માટે પોલીસ બંદોબસ્‍ત સાથે રવાના કરવામાં આવી હતી. આજે દિવસભર વીજ વિભાગનાં વિજીલન્‍સ અધિકારીઓએ કરેલી કામગીરીથી વીજ ચોરી કરતાં વીજ ગ્રાહકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

અમરેલીનાં બહારપરાનાં યુવક ઉપર છરી વડે હુમલોકરી ઈજા

અમરેલી, તા.8
અમરેલીના બહારપરા વિસ્‍તારમાં રહેતા જયદિપ ધનજીભાઈ જોગદીયા નામનો યુવક અગાઉ તે જ વિસ્‍તારમાં રહેતા નિતીન ધનજીભાઈ મકવાણા પાસેથી રૂા. 1 હજાર ઉછીના લીધેલા હોય, જે રૂપિયાની ઉઘરાણી કરતાં જયદિપે પૈસા ન હોવાનું જણાવતાં આરોપીએ ઉશ્‍કેરાઈ જઈ છરી વડે હુમલો કરી ઈજા કર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાઈ છે.

અમરેલીમાં કુમાર છાત્રાલય નજીક દેશી દારૂનો જથ્‍થો ઝડપાયો

અમરેલી, તા. 8
અમરેલી નજીક સાવરકુંડલા રોડ ઉપર આવેલ કુમાર છાત્રાલય પાસે રહેતા ચોથા મનુભાઈ માથાસુળીયાનાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર 1પ00 કિંમત રૂા.4પ00, દેશી દારૂ લીટર ર10 કિંમત રૂા.6300, કેરબા નંગ-7 કિંમત રૂા.140, ડબ્‍બા નંગ 100 કિંમત રૂા.પ00 મળી કુલ રૂા.11440નાં મુદ્યામાલ સાથે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દામનગર પંથકમાં જન આરોગ્‍ય સાથે ચેડા કરતા ઉઘાડપગા તબીબોને મોજેમોજ

વગર ડીગ્રીએ ઓપરેશન અને પ્રસુતિ પણ કરાવે
અમરેલી, તા. 8
અમરેલી જિલ્‍લામાંલાયકાત વગરનાં વ્‍યકિતઓ મેડીકલ સ્‍ટોર ચલાવી રહયા છે, તો વગર ડીગ્રીએ ઓપરેશન અને પ્રસુતિ કરવાની હિંમત પણ ઉઘાડપગા તબીબો દર્શાવી રહયા હોય આરોગ્‍ય વિભાગ સક્રિય બને તેવી માંગ ઉભી થઇ છે.
દામનગર શહેરમાં એક પ્રસુતાની જીંદગી સાથે એક મહિલાએ ક્રુર રમત રમી હતી. સદ્રસીબે પ્રસુતાની જીંદગી બચી ગઇ હતી.
વિગત એવા પ્રકારની છે કે એક મહિલાને એક માસનો ગર્ભ રહેતા એક કહેવાતી નર્સની સારવાર શરૂ કરી તો કહેવાતી નર્સે કંઇક એવી દવા આપી કે ગર્ભનો વિકાસ થવાને બદલે નાશ થઇ ગયો અને તે મહિલા ચોધાર આંસુએ મીડીયાજગતને આપવીતી વર્ણવી હોય આરોગ્‍ય વિભાગ આ મામલે કોઇ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહયું.

ધારીના સોઢાપરા ગામે આધેડ મહિલાને લાફાવાળી કરતાં સામસામી ફરિયાદ

ડીસ્‍કો કરવાની ના પાડતા
ધારીના સોઢાપરા ગામે આધેડ મહિલાને લાફાવાળી કરતાં સામસામી ફરિયાદ
અમરેલી, તા. 8
ધારી તાલુકાનાં સોઢાપરા ગામે રહેતાં લાડુબેન મગનભાઈ ચાવડા નામની 4પ વર્ષિય પરિણીતાની દુકાન પાસે તે જ ગામે રહેતાં રાજુ બાલાભાઈ કુરીયા નામનો ઈસમ ડીસ્‍કો કરતો હોય, જેથી આ મહિલાએ ના પાડતાં રાજુ તથા ખાંભાનાં ભાડ ગામે રહેતા અશોક શંભુભાઈ કુરીયાએ ઉશ્‍કેરાઈ જઈ આ મહિલાને મોં ઉપર ઝાપટ મારી, મુંઢ ઈજા કરી હતી.
તો સામાપક્ષે રાજુ બાલાભાઈ કુરીયાએ પણ મગન ભવાનભાઈ ચાવડા, ભુપત ભવાનભાઈ ચાવડા સામે ગાળો આપી કુદરતી હાજતે જવાનાં ડબલા વડે મારી ઈજા કર્યાનીસામી ફરિયાદ નોંધાવી છે.

રાજયનાં ખનીજ તત્‍વોને ઈજારદારોનેહવાલે ન કરો

અમરેલીનાં જાગૃત્ત નાગરિકે રાજયપાલને મુદ્‌ાસભર પત્ર પાઠવ્‍યો
રાજયનાં ખનીજ તત્‍વોને ઈજારદારોનેહવાલે ન કરો
ધો. 10 સુધીનું શિક્ષણ મફતમાં આપવા માટેની પણ માંગ કરાઈ
અમરેલી, તા. 8
અમરેલીના જાગૃત નાગરિક રાજેશ માધવાણીએ રાજયપાલને પત્ર પાઠવ્‍યો છે.
પત્રમાં જણાવેલ છે કે,  હાલના મંત્રીમંડળમાં બીજીવાર અને ત્રીજીવાર તથા ચોથીવાર મંત્રીપદે નિમાયેલા સભ્‍યોને દુર કરવામાં આવે શાસકપક્ષના કે વિરોધપક્ષના એકવાર પાંચ વર્ષની મુદ્‌ત માટે મંત્રીપદે રહી ચુકેલા, વારંવાર મંત્રીપદે સત્તારૂઢ થતા સભ્‍યોને બદલે શાસકપક્ષના અન્‍ય સભ્‍યોને પણ સમાતાના અધિકારથી મંત્રીપદે સેવાનો અવસર લેવાનો અધિકાર છે. હાલનું મંત્રીમંડળ પ્રજાસત્તાક મુલ્‍યોનું ખંડન કરે છે, રાજય સરકાર જનપ્રતિનિધિઓની પ્રજાસત્તાક સરકાર છે તેથી રાજકીય પક્ષોની મરજી અને અનુકુળતાને કોઇ મહત્‍વ રહેતું નથી, રાજય સરકાર કોઇ પક્ષની સરકાર નથી, જનપ્રતિનિધિઓની સરકાર છે, તેમજ બધા જનપ્રતિનિધિઓને સમાન સમાન અધિકારો છે. આથી મંત્રીમંડળને સમાનતાના બંધારણીય અધિકારો મુજબ પ્રજાસત્તાક કરવામાં આવે અને પૂર્વેના તમામ મંત્રીઓને હટાવીને અન્‍ય સભ્‍યોને અવસર આપવામાં આવે.
વધુમાં જણાવેલ છે કે, બંધારણની કલમ 14 અને 4પ મુજબ રાજયના 14 વર્ષની વય સુધીના બાળકોને મફત શિક્ષણની વ્‍યવસ્‍થાઓ રાજય સરકારની જવાબદારી છે અને દરેક બાળકનો બંધારણીય અધિકાર છે આથી ધોરણ દસ સુધીનુંતમામ શિક્ષણ મફત આપવામાં આવે અને બંધારણની કલમ 4પનો ભંગ કરતો ફી નિર્ણારણનો કાયદો આગામી વિધાનસભામાં રદ કરવામાં આવે, ફી નિર્ધારણનો કાયદો ફકત 14 વર્ષની ઉપરની વયના ધોરણો માટે લાગુ પડી શકે, તેનાથી નીચેના બાળકોને બંધારણની કલમ 4પ અને 14 થી રક્ષણ મળેલુ છે. તેથી બંધારણની જોગવાઇઓનો ભંગ કરતો કાયદો નાબુદ કરવામાં આવે, સરકારી અને ખાનગી શાળાઓ માઘ્‍યમિક શાળાઓમાં 14 વર્ષ સુધીના બાળકોના શિક્ષણના અધિકારોની પૂર્તતા કરવામાં આવે.
વધુમાં જણાવેલ છે કે, રાજયના મુખ્‍ય ર9 ખનીજો અને અન્‍ય ગૌણ ખનીજોની આવક ખાનગી લોકો અને પેઢીઓને ઇજારાથી આપવામાં આવે છે અને સરકારને ફકત રોયલ્‍ટીની નજીવી આવક થાય છે તેના બદલે તમામ ખનીજ ઉત્‍પાદનોને રાજય સરકારના નિયમન અને વેચાણમાં રાખીને ખનીજની 30.000 કરોડથી વધુની આવકો ખાનગી લોકોને બદલે જાહેર ભંડોળની સરકારી તિજોરીમાં લેવામાં આવે અને તે નાણાંથી રાજયમાં તમામ શિક્ષણ વ્‍યવસ્‍થાઓ મફત કરીને રાજયના નાગરીકોને મફત શિક્ષણ પુરૂ પાડવામાં આવે.
વધુમાં જણાવેલ છે કે, રાજયની શિક્ષણ વ્‍યવસ્‍થાઓમાં ખાનગી શાળાઓ અને ધાર્મિક શૈક્ષણિક સંસ્‍થાઓને જાહેર ભંડોળનું સરકાર તરફથી અનુદાન આપવામાં આવે છે તેમાં વિસંગતા અને પક્ષપાત રહેલ છે તેથી શિક્ષણનામુળભુતની સમાનતાથી પુર્તતા કરવામાં સરકાર દ્વારા રાજયની તમામ દરેક કક્ષાની શાળાઓ અને ઉચ્‍ચત્તરશાળાઓને અનુદાન આપવામાં આવે.
વધુમાં જણાવેલ કે, રાજયમાં જાહેર સેવાના દરેક પદ માટે એક વ્‍યકિતને એક હોદ્‌ાની નીતિ અમલમાં લાવવામાં આવે, રાજયના સરકારી પદો ઉપર ધારાસભ્‍યો, સંસદસભ્‍યો, પ્રધાનો અને મંત્રીઓ સહિત ચૂંટાયેલા જન પ્રતિનિધીઓના કબ્‍જામાં રહેલા પદો ખાલી કરાવીને બંધારણની સમાનતાના અધિકાર મુજબ રાજયના અન્‍ય ધારાધોરણસરના નાગરીકોને તક આપીને નિયુકત કરવામાં આવે.
વધુમાં જણાવેલ કે, બંધારણની કમલ 14 થી સમાનતાનો અધિકાર છે આથી રાજયસેવાના દરેક સ્‍થાન ઉપર ફરજ નિયુકત થયેલા અને સમાનપદ તથા સમાન કામ ધરાવતા રાજયસેવકોને મર્યાદિત વેતન (ફિકત વેતન)ની ગેરબંધારણીય વ્‍યવસ્‍થાઓમાંથી મુકિત આપીને, પ્રવર્તમાન સામાન્‍ય વેતન દરોથી વેતન આપવામાં આવે અને રાજયમાં તમામ રાજયસેવકોને પેન્‍શન યોજનામાં સમાવવામાં આવે.
વધુમાં જણાવેલ છે કે, લઘુત્તમ વેતનદરની જોગવાઇઓ મુજબ સરકારી, ખાનગી, ઇજારાશાહી અને છુટક મજુરીના દરેક કામોની ફરજો ઉપર સેવા આપતા દરેક નાગરીકોને સાતમાં પગારપંચની લાગુ પડેલી જોગવાઇઓને સમાંતર રીતે, ઓછામાં ઓછુ પ્રતિદિન રૂા. 310 લઘુત્તમ વેતન આપવાની રાજય સરકાર દ્વારઅધિનિયમથી જોગવાઇઓ કરવામાં આવે.
શિક્ષીત અને અશિક્ષીત બેરોજગાર પરિવારોના સભ્‍યોની સહકારી મંડળીઓની રચના કરીને રાજય સરકારની સહાયથી સહકારી ઉદ્યોગ વ્‍યવસ્‍થાઓ કરવામાં આવે અને સહકારી કૃષિ યોજના લાગુ કરવામાં આવે.
વધુમાં જણાવેલ છે કે, રાજયમાં ખેત મજુરો અને જમીન વિહોણા અશિક્ષીત બેરોજગાર પરિવાર માટે રાજયની ખેતી લાયક એવી પડતર રહેલી 19,00,000 હેકટર જમીનોને સહકારી કૃષિ તરીકે વિકાસ કરીને રાજયના બેરોજગાર ખેત મજુર નાગરીકોને આપવામાં આવે અને રાજયનું કૃષિ ઉત્‍પાદન વધારવામાં આવે.

અમરેલીની 8 રેશનિંગ દુકાનોનાં પરવાના મોકુફ કરી દેવાયા

અનાજ માફીયાઓ વિરૂઘ્‍ધ પુરવઠા વિભાગની લાલ આંખ
અમરેલીની 8 રેશનિંગ દુકાનોનાં પરવાના મોકુફ કરી દેવાયા
આગામી દિવસોમાં વધુ રેશનિંગ દુકાનધારક હડફેટે ચડી જાય તેવી શકયતાઓ
અમરેલી, તા. 8
અમરેલી શહેરનાં પ0 જેટલા પ્રતિષ્ઠિત વ્‍યકિતઓનાં નામનું અનાજ ઉપાડીને બારોબાર વેચાણ કરનાર 8 જેટલા રેશનિંગ દુકાનધારકોનાં પરવાના પુરવઠા વિભાગે મોકુફ કરી દેતા રેશનિંગ દુકાનધારકોમાં ફફડાટનું વાતાવરણઉભું થયું છે.
વિગત એવા પ્રકારની છે કે, આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ મુખ્‍યમંત્રીને પત્ર પાઠવીને અમરેલીનાં પ0 જેટલા પ્રતિષ્ઠિત આગેવાનોનાં નામનું અનાજ રેશનિંગ દુકાનધારકોએ કાળાબજારમાં વેંચી માર્યાની ફરિયાદ કરી હતી.
જે અનુસંધાને પુરવઠા વિભાગે તપાસ શરૂ કરતાં પ્રાથમિક દ્રષ્‍ટિએ કૌભાંડ થયાનું બહાર આવતાં રેશનિંગ દુકાનધારક (1) ઈરફાનભાઈ ઘોઘારી, (ર) નાગરિક ભંડાર દુકાન નં.-4, (3) નાગરિક ભંડા દુકાન નં.-6, (4) પગારદાર કર્મચારી ભંડાર દુકાન નં. 1, (પ) અજીજભાઈ ભીમાણી, (6) પગારદાર કર્મચારી ભંડાર દુકાન નં.-3, (7) ધીરૂભાઈ સોલંકી, (8) આરફી જુસબ હેલૈયાનો પરવાનો મોકુફ રદ કરી દેવામાં           આવેલ છે.
પુરવઠા વિભાગે જણાવેલ છે કે, જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને પ1 જેટલા એનએફએસએ કાર્ડ રદ કરવામાં આવ્‍યા છે અને માસીક રૂા. 10 હજાર કરતાં વધારે આવક ધરાવતા કાર્ડધારકોએ એનએફએસએ કાર્ડ રદ કરાવી લેવા જણાવાયું છે.
બીજી તરફ આરટીઆઈ એકટીવીસ્‍ટ સુખડીયાએ આ પ્રકારની કામગીરી સામે નારાજગી વ્‍યકત કરી છે અને જણાવ્‍યું છે કે, માત્ર પરવાના મોકુફ કરવાથી કંઈ ન થાય રેશનિંગ દુકાનધારકો સામે એફઆઈઆર દાખલ કરવાની માંગ કરીછે.

જાફરાબાદ પંથકની યુવતિએ પોતાની મેળે એસિડ ગટગટાવી કર્યો આપઘાત

પ્રેમીની સગાઈ અન્‍ય સાથે થઈ જતાં
જાફરાબાદ પંથકની યુવતિએ પોતાની મેળે એસિડ ગટગટાવી કર્યો આપઘાત
મૃતક યુવતિનાં પિતાએ પોલીસમાં જાણ કરતાં તપાસ શરૂ
અમરેલી, તા. 8
જાફરાબાદ પંથકમાં આવેલ રામઢોરા વિસ્‍તારમાં રહેતી હેતલબેન જીતુભાઈ રાઠોડ, નામની 18 વર્ષિય યુવતિને તે જ ગામે રહેતાં શૈલેશ બાબુભાઈ મજેઠીયા નામનાં યુવક સાથે પ્રેમ સંબંધ હોય, જે યુવકે અન્‍ય છોકરી સાથે સગાઈ કરી લેતાં તેણીને લાગી આવતાં ગત તા.3 નાં રોજ પોતાની મેળે પોતાના ઘરે સંડાસ-બાથરૂમમાં રાખેલ એસીડની બોટલમાંથી એસીડ પી જતાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેણીનું સારવાર દરમીયાન મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

વીજપડીમાં માધવ સેવા ટ્રસ્‍ટ દ્વારા નેત્ર નિદાનકેમ્‍પ યોજાયો

વીજપડી ગામે માધવ સેવા ટ્રસ્‍ટ દ્વારા લાયન્‍સ કલબ ઓફ અમરેલીનાં સહયોગથી ખોડીયાર ડાયમંડ તથા ન્‍યુ ચામુંડા ડાયમંડ વીજપડી તેમજ સહયોગી દાતા શુભલક્ષ્મી મેડિકલ- વિનોદરાય ગુણવંતરાય નગદીયા, એકતા લીમીટેડ- ડો. યાકુબભાઈ અજમેરી, મે. વીરાભાઈ લાખાભાઈ તથા વૃજલાલ ભીમજીભાઈ મસરાણીના સહયોગથી64મો નેત્ર નિદાન કેમ્‍પનું સુંદર આયોજન થયેલ હતું. જેમાં લાયન્‍સ કલબ ઓફ અમરેલી પ્રમુખ રિધેશભાઈ નાકરાણી, શરદભાઈ વ્‍યાસ, અશોકભાઈ ઝાલા, સાહસભાઈ ઉપાઘ્‍યાય તેમજ ડો. પ્રીતિબેન, કિર્તીભાઈ ભટ્ટ અને કેમ્‍પસ કો.ઓર્ડીનેટર સુમનભાઈ તથા ડોકટરોની ટીમ દ્વારા દર્દીઓની તપાસ કરી મોતીયાના ઓપરેશન વાળા દર્દીઓને હોસ્‍પિટલના સ્‍પે. વાહનમાં અમરેલી લઈ જવાયા છે. આજના આ કેમ્‍પમાં 41પથી વધુ દર્દીઓએ લાભ લીધો. જેમાંથી 40 જેટલા દર્દીઓને અમરેલી સુદર્શન હોસ્‍પિટલમાં વિના મૂલ્‍યે ઓપરેશન માટે લઈ જવામાં આવ્‍યા છે. આ સમગ્ર કેમ્‍પના મુખ્‍ય દાતાઓ તથા સહયોગી દાતાઓ તરફથી તમામ લોકોને ચા-પાણી, નાસ્‍તો તેમજ બપોરનું ભોજન કરાવી રવાના કરેલ છે. આ કેમ્‍પને સફળ બનાવવા માધવ સેવા ટ્રસ્‍ટના તમામ ટ્રસ્‍ટીઓ, સભ્‍યો તથા વીજપડી ગામના તમામ આગેવાનો, વેપારીઓએ ખૂબ સાથ સહકાર આપી આ કેમ્‍પને ખૂબ જ સારી સફળતા અપાવેલછે.

સાવરકુંડલામાં પૂ. મોરારિબાપુની કથાનું શ્રવણ કરતાં મુખ્‍યમંત્રી

લલ્‍લુભાઈ શેઠ આરોગ્‍ય ભવનનાં લાભાર્થે ચાલે છે રામકથા
સાવરકુંડલામાં પૂ. મોરારિબાપુની કથાનું શ્રવણ કરતાં મુખ્‍યમંત્રી
પ7 લાખ પરિવારોને અમૃતમ્‌ યોજના હેઠળ આવરી લેવામાં આવ્‍યા : રૂપાણી
અમરેલી, તા. 8
સાવરકુંડલામાં લલ્‍લુભાઈ શેઠ આરોગ્‍ય ભવનના લાભાર્થે જાણીતા રામાયણી મોરારિબાપુના વ્‍યાસાસને ચાલી રહેલી રામકથાના શ્રવણનો લાભ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીધો હતો. અહીં મુખ્‍યમંત્રીએ રાજય અને કેન્‍દ્ર સરકાર ઘ્‍વારા અમલમાં રહેલી આરોગ્‍યલક્ષી વિવિધ યોજનાનો ખ્‍યાલ આપ્‍યો હતો અને કહૃાું કે, રાજયના પ7 લાખ પરિવારોને મુખ્‍યમંત્રી અમૃતમ યોજના હેઠળ આવરી લેવામાં આવ્‍યા છે. કેન્‍દ્ર સરકારે પણ ગરીબ પરિવારોને રૂા. પ લાખનું વીમ કવચ આપ્‍યું છે.
મુખ્‍યમંત્રી રૂપાણીએ જણાવ્‍યું કે, નાગરિકોના તન અને મન તંદુરસ્‍ત રહે તે માટે રાજય સરકાર સતત ખેવના કરી રહી છે. જનઆરોગ્‍યની ચિંતા કરવાની જવાબદારી સરકારની છે. આથી રાજય સરકારે આરોગ્‍ય સેવાનો વ્‍યાપ વિસ્‍તાર્યો છે. ગામડાઓમાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રથી માંડી સિવિલ હોસ્‍પીટલમાં દર્દીઓને નિઃશુલ્‍ક સારવાર તથા દવા આપવામાં આવે છે.
નિઃશુલ્‍ક સારવાર રાજય સરકાર આવી રીતે કાર્ય કરી શકે છે પણ સામાજિક સંસ્‍થાઓ આવી રીતે સેવાનું કાર્ય કરે તે ઉત્તમ બાબત છે.તે કહેતા રૂપાણીએ ઉમેર્યુ કે, રાજય સરકાર લોકભાગીદારીથી પણ સેવાના કાર્યો કરી રહી છે. ત્‍યારે સાવરકુંડલામાં લલ્‍લુભાઈ શેઠ આરોગ્‍ય ભવનમાં નિઃશુલ્‍ક સારવારથી દર્દીનારાયણની સેવા થશે. વળી દીકરીઓના જન્‍મ વેળાએ એક ચાંદીનો સિકકો આપી તેને વધાવવામાં આવે છે એ પ્રેરક વાત છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના બેટી બચાવો-બેટી પઢાવો અભિયાન આ માટે ઉદીપક છે.
તેમણે સ્‍પષ્‍ટ કહૃાું કે, કેન્‍દ્ર સરકાર ઘ્‍વારા આયુષ્‍માન યોજનાની આ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. તેનાથી ગરીબોને ફાયદો થશે અને ગરીબ પરિવારોને રૂા. પ લાખનું વીમા કવચ મળશે.
મુખ્‍યમંત્રીએ મોરારિબાપુનું વંદ સહ અભિવાદન કર્યુ હતું અને શાંતિથી કથા સાંભળી હતી.
મોરારિબાપુએ કહૃાું કે, મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્‍વભાવે સાર સરળ છે અને સતત પ્રજા વચ્‍ચે રહે છે તે સારી બાબત છે. રાજનેતાઓએ સતત લોકો વચ્‍ચે રહેવું જોઈએ તો જ લોકોની વાચા વેદના જાણવા મળે છે. તેમણે રૂપાણીના વડપણમાં રાજય સરકાર પ્રજાલક્ષી કાર્યો કરી રહી છે તે વાતની પ્રશંસા કરી હતી.
આ વેળાએ અગ્રણીઓ સર્વ વી.વી. વઘાસીયા, પૂનાભાઈ ગજેરા, સવજીભાઈ ધોળકીયા, જયસુખભાઈ કાનાણી, કૌશિકભાઈ વેરીયા, હિરેનભાઈ હિરપરા, વિદ્યાગુરૂ ફાઉન્‍ડેશનના હરેશ મહેતા, નંદલાલભાઈ માનસેતા, સાહિત્‍યકારરતિલાલ બોરીસાગર, કલેકટર, જિલ્‍લા વિકાસ અધિકારી સહિત ઉપસ્‍થિત રહૃાા હતા.

લાઠી પંથકમાં જિલ્‍લા પંચાયત દ્વારા બનાવવામાં આવેલ માર્ગોની તપાસ કરો : વસ્‍તરપરા

જિલ્‍લાનાં પ્રભારીમંત્રી આર.સી. ફળદુને પત્ર પાઠવ્‍યો
લાઠી પંથકમાં જિલ્‍લા પંચાયત દ્વારા બનાવવામાં આવેલ માર્ગોની તપાસ કરો : વસ્‍તરપરા
સોશ્‍યલ મીડિયામાં ભ્રષ્‍ટાચારની વિગતો વાયરલ થઈ
અમરેલી, તા. 8
લાઠી-બાબરાનાં ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્‍તરપરાએ જિલ્‍લાનાં પ્રભારી મંત્રી આર.સી. ફળદુને પત્ર પાઠવીને માર્ગ બનાવવામાં થયેલ ભ્રષ્‍ટાચારની તપાસ કરવા માંગ કરેલ છે.
અમરેલી જીલ્‍લા પંચાયત ઘ્‍વારા તાજેતરમાં લાઠી તાલુકાના આંબરડી ગામે ડામર રોડનું કામ કરવામાં આવેલ છે. એક અઠવાડીયાથી પણ ઓછા સમયમાં નવા રોડના પોપડા ઉખડી જાય છે, પગ ઘસતા કપચી છુટી પડે છે. ગ્રામજનો ઘ્‍વારા મીડિયામાં પણ આ કામ વિશે રજુઆત કરેલ છે અને ન્‍યુઝ પેપરમાં પણ સમાચાર છપાયા છે. તેમજ જરખીયા ગામે આજ સ્‍થિતિમાં આરસીસી રોડનું કામ થયું છે. એક માસ જેટલા સમયમાં રોડમાં ગાબડા પડી ગયા છે. આ બંને હલકી ગુણવત્તાવાળા કામના વિડીયોઝ સોશ્‍યલ મીડિયા પર ફરતા થયા છે. અમરેલી જીલ્‍લા પંચાયતની દેખરેખમાં આ બંને કામ થયા હોવાથી આ કામોની તપાસ જલદી હાથ ધરી ભ્રષ્‍ટાચાર અટકાવી યોગ્‍ય પગલા ભરવા અંતમાં માંગ કરેલ છે.

કુંકાવાવ-અમરાપર-અમરેલી માર્ગ હાડકાતોડ બન્‍યો

મસમોટા ખાડાઓથી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ચુકયા
કુંકાવાવ-અમરાપર-અમરેલી માર્ગ હાડકાતોડ બન્‍યો
એક તરફ નેશનલ હાઈ-વેની ગુલબાંગો અને બીજી તરફ સ્‍ટેટ હાઈ-વેનાં ઠેકાણા નથી
કુંકાવાવ, તા. 8
કુંકાવાવથી અમરેલી જવા માટેનો મુખ્‍ય સ્‍ટેટ હાઈ-વે રોડ પર ઠેર-ઠેર મસમોટા ગાબડા પડયા છે. જેના કારણે નાના વાહનચાલકો માટે સૌથી મોટી સમસ્‍યા બન્‍યો છે. અને ટુ-વ્‍હીલર વાહન અવાર-નવાર ગોથા ખાઈ જાય છે અને મહિલા-બાળકોને લઈને આ રોડ પર નીકળવું એટલે અકસ્‍માતને આમંત્રણ આપવું તેવો ઘાટ સર્જાયો છે. જયારે આ રોડ પર અવાર-નવાર રીપેરીંગનાં નામે માત્ર નાટક કરવામાં આવી રહૃાું છે. ત્‍યારે આ રોડઉપર તાત્‍કાલીક પેચવર્ક કરવા અને નાના-મોટા ખાડા પુરવા માટે અમરાપુરનાં સરપંચે જીલ્‍લા વહીવટી તંત્ર પાસે માંગ કરી છે. ત્‍યારે આ રોડ પર રોજના હજારો વાહનો માટે સરદર્દ સમાન ખાડા પુરવા ખાસ જરૂરી બન્‍યા છે. ત્‍યારે સ્‍ટેટ હાઈ-વેનાં અધિકારી લોકહીતમાં વહેલી તકે વધુ અકસ્‍માત ના બનાવે-બનતા અટકાવે તેવી સૌ કોઈ માંગ કરી        રહૃાા છે.

અમરેલીનાં એડવોકેટ બકુલ પંડયાએ બાર કાઉન્‍સીલનું ઉમેદવારી પત્રક રજુ કર્યુ

પુર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતિમાં
અમરેલીનાં એડવોકેટ બકુલ પંડયાએ બાર કાઉન્‍સીલનું ઉમેદવારી પત્રક રજુ કર્યુ
એડવોકેટ રાજેશ રૂપારેલ પણ ઉપસ્‍થિત રહૃાાં
અમરેલી, તા.8
અમરેલીના સિનિયર એડવોકેટ અને ર01ર થી ર017 સુધી બાર કાઉન્‍સિલના સભ્‍ય અને વાઈસ ચેરમેન અને રૂલ કોમિટી અને જીએલએચ કમિટીના ચેરમેન તરીકે રહી ચૂકેલ બકુલેશ પંડયા દ્વારા ર018ની બારકાઉન્‍સિલની ચૂંટણીમાં પુર્વ કૃષિમંત્રીને નફસ્‍કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની હાજરીમાં બાર કાઉન્‍સિલમાં ફોર્મ ભરી પ્રચારની શરૂઆત કરેલ  છે. આ તકે દિલીપભાઈ સંઘાણી, જે. એલ.સોજીત્રા, દુદાભાઈ ખાચર, રાજેશ રૂપારેલ અને અનિરૂઘ્‍ધસિંહ હાજર રહેલા હતા. તેમ અમરેલીના એડવોકેટ અજય પંડીયાની યાદીમાં જણાવ્‍યું છે.

લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ની કામગીરીની પ્રશંસા કરતાં ઝાલા

મનહર ઝાલા સાહેબ સાથે લાયન્‍સ ક્‍લબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ વસંતભાઈ મોવલિયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, વાલ્‍મિકી સમાજના અગ્રણી અરવિંદભાઈ સિતાપરા અને લાયન્‍સના સદસ્‍યો હાજર રહ્યાં હતાં. અમરેલીની લાયન્‍સ ક્‍લબ ઓફ અમરેલી (રોયલ)ના સામાજિક કાર્યોની મહેક હવે રાષ્ટ્રીય સ્‍તરે ફેલાવવા લાગી છે. થોડા દિવસો પહેલાં લાયન્‍સ ક્‍લબ ઓફ અમરેલી (રોયલ)ના સ્‍વચ્‍છતા અભિયાન કાર્યક્રમને લાયન્‍સ ક્‍લબ અંતર્ગત રાષ્ટ્રીય સ્‍તરે સ્‍વચ્‍છતા અભિયાન માટે નામાંકન મોકલવામાં આવ્‍યું હતું. આ સંસ્‍થાના પ્રમુખ વસંતભાઈ મોવલિયાના નેતૃત્‍વમાં લાયન્‍સ ટીમ મેમ્‍બરોએ બહુ ઓછા સમયમાં લાંબા ગાળાના સામાજિક કાર્યો કરીને સમાજમાં એક શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્‍થાપિત કર્યું છે. હાલમાં જ અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલા રાષ્ટ્રીય સફાઈ કર્મચારીઆયોગના ચેરમેન મનહર ઝાલા પણ લાયન્‍સ ક્‍લબ ઓફ અમરેલી (રોયલ)ના કાર્યોથી પ્રભાવિત થયા હતાં અને કહ્યું હતું કે, લાયન્‍સ ક્‍લબ ઓફ અમરેલી (રોયલ) જે કાર્ય કરી રહ્યું છે તેમાંથી પ્રેરણા લેવી જોઈએ.તેમના દ્વારા થઈ રહેલાં સામાજિક કાર્યોમાં દરેકે સહભાગી થવું જોઈએ. વસંતભાઈ મોવલિયાએ જે રીતે તેમની ટીમ સાથે સ્‍વચ્‍છતા અભિયાનનુ કાર્ય કર્યું છે એ રીતે શહેરના અગ્રણીઓ અને બુદ્ધિજીવીઓએ આગળ આવીને પહેલ કરવી જોઈએ. લાયન્‍સ ક્‍લબ ઓફ અમરેલી (રોયલ) સ્‍વચ્‍છતાની બાબતમાં સંકલ્‍પબદ્ધ છે અને દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના સ્‍વચ્‍છતા અભિયાનને સફળ બનાવવા માટે પ્રયત્‍નશીલ છે. આ સંસ્‍થાના સદસ્‍યો સફાઈને મહત્‍વ આપે છે તો જેઓ પ્રત્‍યેક દિન સફાઈના કાર્યો સાથે જોડાયેલા છે એવા સફાઈ કર્મચારીઓનું કલેકટરના અઘ્‍યક્ષ સ્‍થાને સન્‍માન પણ કરવામાં આવ્‍યું હતું. આ અમરેલી શહેરની પ્રથમ એવી ઘટના હતી કે જેમાં શહેર અને નગરને સાફ રાખતા કર્મચારીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હોય. મનહર ઝાલા સાહેબે વાલ્‍મિકી સમાજના સદસ્‍યોનું પણ સન્‍માન કર્યું હતું. આ પ્રસંગે લાયન્‍સ ક્‍લબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ વસંતભાઈ મોવલિયા, અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ હિરેનભાઈ હિરપરા, વાલ્‍મિકી સમાજના અગ્રણી અરવિંદભાઈ સિતાપરા અને લાયન્‍સ સદસ્‍યો મુકેશભાઈ કોરાટ, રિતેશભાઈસોની, સંજયભાઈ રામાણી, જીતુભાઈ સુહાગિયા, ભાવેશભાઈ લાખાણી, સુરેશભાઈ દેસાઈ અને દિનેશભાઈ કાબરિયા હાજર રહ્યાં હતાં.

અવસાન નોંધ

અવસાન નોંધ
લીલીયા મોટા : તાલાલા ગીર નિવાસી ઉતમકુમાર શાંતિલાલ જોષી જેઓ રજનીભાઈ જી. પંડયા (લીલીયા મોટા), ભાસ્‍કરભાઈ જી. પંડયા (સુરત), અરવિંદભાઈ જી. પંડયા (સુરત), ભુપતભાઈ જી. પંડયા (અમદાવાદ), હરેશભાઈ જી. પંડયા (પેટલાદ)ના બનેવી થાય. તેમનું પિયર પક્ષનું બેસણું લીલીયા મોટા મુકામે તા.10/રને શનિવારના રોજ 3 થી 6 રાખેલ છે.
બગસરા : ગોંડલ નિવાસી લુહાર કિશોરકુમાર પોપટભાઈ રાઠોડ તે અશોકભાઈ કાનજીભાઈ કવા (બગસરાવાળા)નાં જમાઈનું તા. 8 નાં અવસાન થયેલ છે. સાદડી તા.10 શનિવાર સાંજનાં 4 થી 6 નિવાસ સ્‍થાન દરબારગઢ શેરી, દેરાસરની બાજુમાં બગસરા ખાતે રાખેલ છે.
ખાંભા : લલીતાબેન હિંમતલાલ ખંધેડીયા, ઉ.વ. 76નું દુઃખદ અવસાન મહાવદ 7 ને બુધવારનાં તા. 7/ર/18 નાં રોજ થયેલ છે. સદ્યગતનું ઉઠમણું તા. 9/ર/18 ને શુક્રવારના રોજ સાંજે 4.30 થી 6 ખાંભા લોહાણા મહાજન વાડી ખાતે રાખેલ છે.

09-02-2018