Main Menu

Thursday, February 8th, 2018

 

ગાવડકા ગામની 3પ વર્ષિય પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો

આર્થિક પરિસ્‍થિતિથી કંટાળી જઈ
ગાવડકા ગામની 3પ વર્ષિય પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો
અમરેલી, તા. 7
અમરેલી તાલુકાનાં ગાવડકા ગામે રહેતાં દિનેશભાઈ ભીમાભાઈ હેલૈયા નામનાં યુવાનનાં પત્‍નિ શાંતુબેને ગઈકાલે પોતાના ઘરની આર્થિક નબળી પરિસ્‍થિતિનાં કારણે કંટાળી જઈ પોતાની મેળે કોઈ ઝેરી દવા પી લેતાં સારવાર માટે તેણીને અત્રેનાં દવાખાને ખસેડવામાં આવેલ હતા જયાં આજે તેમનું સારવાર દરમીયાન મૃત્‍યુ થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

હદ થઈ : અમરેલીમાં તસ્‍કરોએ રાત ઉજાગરા છોડીને સમી સાંજે ચોરી કરવાનું શરૂ કર્યું

અમરેલી, તા.7
અમરેલીના કેરીયા રોડ ઉપર આવેલ ફાર્મ વાડીની બાજુમાં આવેલ ભોજલપરા શેરી નં.-ર માં રહેતો એક ખેડૂત પરિવારગઈકાલે સાંજના સમયે પડોશીને ત્‍યાં લગ્ન પ્રસંગે જમવા ગયેલો માત્ર વૃઘ્‍ધ માતા ઘરે હોય તેટલા સમયમાં કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ સમી સાંજના સમયે ઘરમાં પ્રવેશ કરી ઘરની દિવાલમાં બનાવેલ કબાટના તાળા તોડી તેમાં રાખેલ સોનાના દાગીના આશરે 3પ થી 40 તોલા કિંમત રૂપિયા 1ર લાખના ચોરી કરીને લઈ જતાં આ બનાવ અંગે ગઈકાલે મોડી રાત્રીના સમયે સીટી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ડોગ સ્‍કવોર્ડ, ફિંગર પ્રિન્‍ટ નિષ્‍ણાંતની મદદ લઈ અને ચોરીનો ભેદ ઉકેલવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલીના કેરીયા રોડ ઉપર આવેલ ફાર્મવાડીની બાજુમાં આવેલ ભોજલપરા શેરી નં.-રમાં રહેતા ભીખાભાઈ ઉર્ફ બબલાભાઈ વશરામભાઈ વઘાસીયા નામના 4પ વર્ષીય ખેડૂતના પડોશીને ત્‍યાં લગ્ન હોય અને જાનનો ઉતારો તેમને ત્‍યાં હોય, અને સાંજના સમયે ત્‍યાં જમવા ગયેલા હતા. ત્‍યારે તે પહેલા આશરે 4 વાગે ભીખાભાઈના પત્‍ની સંગીતાબેને ઘરમાં રહેલા સોનાના દાગીના રૂમમાં દિવાલમાં બનાવેલ કબાટમાં મૂકી      તાળુ માર્યું હતું અને બાદમાં સાંજના સમયે પડોશીને ત્‍યાં જમવા ગયેલા. જમીને રાત્રે પોણા નવેક વાગે પરત પોતાના ઘરે આવતાં રૂમમાં બનાવેલ કબાટના તાળા તૂટી ગયેલા જોવા મળતા તપાસ શરૂ કરી હતી.
સમી સાંજનાસમયે આ ખેડૂતના ઘરમાં રહેલ સોનાના દાગીનામાં મોટો સોનાનો હાર-1, કાનની બુટી નંગ-ર, સોનાની કાનની સર નંગ-ર, સોનાની મોટી માળા નંગ-1, હાથમાં પહેરવાનો સોનાનો પોચો-1, સોનાનું બાજુ નંગ-1, સોનાના પાટલા નંગ-ર, સોનાનું મંગલસૂત્ર-1, સોનાની વીંટી નંગ-ર, સોનાનો ચેઈન-1 મળી કુલ આશરે 3પ થી 40 તોલા સોનાના દાગીના કિંમત રૂા. 1ર લાખના મુદામાલની ચોરી થયાની ફરિયાદ ગઈકાલે મોડી રાત્રીના સમયે અમરેલી સીટી પોલીસમાં નોંધાવતા ઈન્‍ચાર્જ સીટી પી.આઈ. વી.આર. ચૌધરીએ ચોરીનો ભેદ ઉકેલવા માટે ફિંગર પ્રિન્‍ટ નિષ્‍ણાંત અને ડોગ સ્‍કવોર્ડની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી શહેરની બારોબારની સોસાયટીમાં સમી સાંજના સમયે રૂા. 1ર લાખના મુદામાલની ચોરીનો બનાવ બનતા ભારે ફફડાટ ફેલાયો છે.

મહુવામાં માતા-પિતાએ ઠપકો આપતા ઘરેથી ચાલી નીકળેલ કિશોરી મળી આવી

અમરેલી 181 અભયમ્‌ની ઉમદા કામગીરી
અમરેલી, તા. 7
મહુવામાં માતા-પિતાએ પ્રેમસબંધને લઇને ઠપકો આપતા 3 દિવસ પહેલા ઘરેથી કોઇને કહયા વગર નાશી ગયેલ કિશોરી અમરેલી 181 અભયમ્‌ની મદદથી પુનઃ હેમખેમ ઘરે પહોંચી ગઇ છે.
વિગત એવા પ્રકારની છે કે અમરેલી 181 અભયમ્‌માં સાવરકુંડલાના નાની-વડાલ ગામેથી ફોન આવ્‍યો કે એક કિશોરી મળેલ છે. એટલે181ના સ્‍ટાફે રૂબરૂ દોડી જઇને કિશોરીની પૂછપરછ કરી મહુવા પોલીસમાંથી વિગતો મેળવીને સ્‍થાનિક પોલીસની મદદ લઇને કિશોરીને હેમખેમ તેમના માતા-પિતાને હવાલે કરવામાં આવી હોવાનું 181ના કાઉન્‍સેલર રોબીનાબેન બ્‍લોચે જણાવ્‍યું છે.

અમરેલીમાં પતિએ થપ્‍પડ મારતાં પત્‍નિએ ફીનાઈલ ગટગટાવ્‍યુ

અમરેલી, તા. 7
અમરેલીમાં રહેતાં પારૂલબેન નરેશભાઈ દવે નામનાં 40 વર્ષિય પરિણીતાને પોતાના પતિ સાથે કોઈ બાબતે બોલાચાલી થતાં તેણીને તેના પતિએ ધોલ ધપાટ કરી દેતાં તેણીને લાગી આવતાં પોતાની મેળે ફીનાઈલ પી લેતાં ઝેરી અસર થતાં સારવાર માટે અત્રેના દવાખાને ખસેડવામાં આવેલ છે.

અમરેલીનાં નવા માર્કેટયાર્ડમાં લાલ સુકા મરચાની હરરાજી થશે

અમરેલી, તા. 7
સાવરકુંડલા રોડ પર અદ્યતન માર્કેટયાર્ડમાં લાલ સુકા મરચાની હરરાજી ખેડૂતોના હિતને ઘ્‍યાને લઈને કરવામાં આવશે. આ ઉપરાંત રીટેઈલ લાલ મરચાનાં થડા તેમજ રીટેઈલ ગ્રાહકો માટે મરચા દળવાની ઘંટીની પણ સુવિધા ઉભી કરવામાં આવશે તેમજ અદ્યતન માર્કેટયાર્ડમાં વિશાળ સુવિધા હોય જેથી લાલ મરચાની આવક પણ ખૂબ મોટા પ્રમાણમાં આવશે અને માર્કેટયાર્ડની સાથે સાથે વેપારીઓના વેપાર વધશે અને ભવિષ્‍યમાં અમરેલીનું માર્કેટયાર્ડ લાલ મરચા માટેનું હબ બનશે અને લોકોની સુવિધામાં વધારો થશે તેમજ અમરેલી શહેરમાં લાલ સુકા મરચાના રીટેઈલ થડાવાળાઓ કે જે માર્કેટયાર્ડનું લાયસન્‍સ ધારણ કરતા ન હોય તેવા લોકો વેપાર કરી શકશે નહી. જે અંગેની ખાસ નોંધ લેવામાર્કેટયાર્ડનાં સેક્રેટરીની યાદીમાં જણાવેલ છે.

ચરખા ગામે યુવતિ ભગાડી જવાનાં મનદુઃખનાં કારણે હુમલો

મહિલાએ સમાધાન કરવાની ના પાડતાં બન્‍યો બનાવ
અમરેલી, તા. 7
બાબરા તાલુકાનાં ચરખા ગામે રહેતાં કંચનબેન પ્રાગજીભાઈ લુહારની દિકરીને ર0 દિવસ પહેલાં મનસુખ ઉર્ફે મહેશ મંગાભાઈ ચાવડા ભગાડી ગયેલ હોય જેથી ગઈકાલે જેઠાભાઈ (રે. વાવડા), વિનુ રાણાભાઈ, મંગા બાવાભાઈ, નાજાભાઈ હકાભાઈ તથા રમેશ ઉકાભાઈ સમાધાન કરવા બાબતે ચરખા ગામે ગયેલા ત્‍યારે કંચનબેને સમાધાન કરવાની ના પાડી દેતાં આ પાંચેય ઈસમોએ ઉશ્‍કેરાઈ જઈ છરી વડેહાથમાં તથા લોખંડનાં પાઈપ વડે માર મારતાં બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

અમરેલીની હોસ્‍પીટલમાં માતા બાળકીને રેઢી મુકીને નાશી ગઈ

બાળકીને લાઠી જન્‍મ આપ્‍યા બાદ
અમરેલીની હોસ્‍પીટલમાં માતા બાળકીને રેઢી મુકીને નાશી ગઈ
અમરેલી, તા. 7
વડિયા તાલુકાનાં સુરગપરા ગામની સીમમાં રહેતી મમતાબેન રમેશભાઈ ચૌહાણ નામની પરિણીતાએ ગત તા. ર7/1 નાં રોજ અધુરા સમયે એક બાળકીને લાઠી જન્‍મ આપ્‍યા બાદ કાચની પેટીમાં રાખવા માટે થઈ અમરેલી સરકારી દવાખાને ખસેડવામાં આવ્‍યા બાદ ગઈકાલે તા. 6 ના રોજ રાત્રીનાં કોઈપણ સમયે કોઈને પણ કહૃાા વગર, પોતાની નવજાત બાળકીને ત્‍યાં જ તરછોડી ચાલી જતાં આ અંગે સીટી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

એડવોકેટ પરિખનું અવસાન થતા અમરેલીનાં એડવોકેટ કોર્ટ કાર્યવાહીથી અલિપ્‍ત

એડવોકેટ પરિખનું અવસાન થતા
અમરેલીનાં એડવોકેટ કોર્ટ કાર્યવાહીથી અલિપ્‍ત
અમરેલી, તા. 7
અમરેલીનાં સિનિયર વકિલ ઘનશ્‍યામભાઈ પરીખનું આજે નિધન થતાં અમરેલી વકિલ મંડળ ર્ેારા આજે કોર્ટનાં વકિલ રૂમમાં બપોરે શ્રઘ્‍ધાંજલી કાર્યક્રમ રાખ્‍યો હતો જેમાં અમરેલીનાં તમામ વકિલ મિત્રો ઉપસ્‍થિત રહૃાા હતા.
જયારે બાદમાં અમરેલી વકિલ મંડળની બેઠક મળી હતી જેમાં ઘનશ્‍યામભાઈ પરીખનાં અવસાનનાં કારણે વકિલ મંડળે દુઃખની લાગણી વ્‍યકત કરી અને બપોરે ર વાગ્‍યા બાદ આગામી તા. 9/ર સુધી ત્રણ દિવસ કોર્ટ કાર્યવાહીથી અલીપ્‍ત રહેવાનોસર્વાનુમતે ઠરાવ કરી, ત્રણ દિવસ કોર્ટની કાર્યવાહી કરશે નહી તેમ વકિલ મંડળનાં પ્રમુખે જણાવ્‍યું હતું.

મોદી સરકારનાં પાપે ખેડૂતોની હાલત અતિ કફોડી : વિરજી ઠુંમર

માત્ર આવક બમણી કરવાનાં સપના જ દેખાડવામાંઆવે છે
મોદી સરકારનાં પાપે ખેડૂતોની હાલત અતિ કફોડી : વિરજી ઠુંમર
ખેડૂતોને દેવામાંથી મુકત કરવા માટે ભાજપ સરકાર જરા પણ ચિંતિત નથી
અમરેલી, તા. 7
આઝાદ ભારતના ઈતિહાસમાં કોઈએ જોઈ ન હોય એવી ખેડૂત વિરોધી કેન્‍દ્રની અને રાજયની ભાજપ સરકાર ર0રર સુધીમાં ખેડૂતોને આવક બમણી કરવાના હાસ્‍યાસ્‍પદ સપનાઓ દેખાડી, ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કિસાન-ખેત મજદુર કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરે આજરોજ અત્રે જણાવ્‍યું હતું કે, કેન્‍દ્રની અને રાજયની ભાજપ સરકાર ખેડૂતો અને યુવાનો સહિત રાજયની અને દેશની જનતાને આપેલા વચનો પાળવામાં સંપૂર્ણપણે નિષ્‍ફળ નિવડી છે. ઉલ્‍ટાનું માત્રને માત્ર રાજકીય એજન્‍ડા ઉપર કામ કરતી કેન્‍દ્રની અને રાજયની ભાજપ સરકારે કૃષિ અર્થતંત્ર ખોરવી નાખીને ખેતી અને ખેડૂતોને ભારે મોટું આર્થિક નુકશાન પહોંચાડયું છે.
વધુમાં જણાવ્‍યું કે, આઝાદ ભારતના ઈતિહાસમાં મોદી સરકારના સાડા ત્રણ વર્ષ ઉપરાંત શાસનમાં કૃષિક્ષેત્રે આર્થિક વૃઘ્‍ધિ દરમાં ખાસ કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. આમ છતાં માત્ર ર019ની ચૂંટણીઓને ઘ્‍યાનમાં રાખીને ર0રર સુધીમાં ખેડૂતોને આવક બમણી કરવાના હાસ્‍યાસ્‍પદ સપનાઓ દેખાડીને મોદી સરકાર ખેડૂતોની લાગણીઓ સાથે રમત રહી છેતે નિંદનીય છે.
વધુમાં એમ પણ જણાવ્‍યું કે, રાજયમાં ને દેશમાં ખેડૂતોએ ખરીફ પાક લણવાનો અને રવિપાકનું વાવેતર કરવાનો સમય હતો તેવા સમયે જ નોટબંધીનું તઘલખી પગલું ભરીને મોદી સરકારે ખેડૂતોને પુરાઈ ન થઈ શકે તેટલું આર્થિક નુકશાન પહોંચાડયું છે. તેમાંથી ખેડૂતોને કઈ રીતે બેઠા કરવા તેના ઉપાયો શોધવાના બદલે ર0રર સુધીમાં ખેડૂતોને આવક બમણી કરવાના હાસ્‍યાસ્‍પદ સપનાઓ દેખાડવામાં આવી રહૃાા છે પરંતુ ખેડૂતો હવે મોદીની ચાલમાં ફુલાય તેમ નથી.
વધુમાં જણાવે છે કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ર014ની લોકસભાની ચૂંટણી વખતે ખેડૂતોને વાવેતર ખર્ચ ઉપરાંત પચાસ ટકા નફો સુનિશ્ચિત કરવાના આપેલા વચનની યાદ અપાવતાં મોદી સરકારે તેના સાડા ત્રણ વર્ષ ઉપરાંતના શાસનમાં આ વચન પાળી બતાવ્‍યું નથી. એટલું જ નહી દેશના કેટલાક ભાગોમાં ખેડૂતોને ખેતપેદાશોના લઘુમત ટેકાના ભાવ કરતાં પણ નીચે ભાવે ખેતપેદાશો વેચવાની નોબત આવતાં ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવું પડયું છે તે મોદી સરકારની જાણ બહાર તો નહી જ હોય.
ર0રર સુધીમાં ખેડૂતોને આવક બમણી કરવાના હાસ્‍યાસ્‍પદ સપનાઓ દેખાડતી મોદી સરકારે ખેડૂતો સાથે વિશ્‍વાસઘાત કર્યો હોવાનું જણાવતાં વધુમાં જણાવ્‍યું છે કે, મોદી સરકારે તેના સાડા ત્રણ વર્ષ ઉપરાંતનાશાસનમાં પ્રથમ વર્ષે જ ખેડૂતોને ખેતપેદાશોના લઘુતમ ટેકાના ભાવ ઉપરાંત વધારાનું બોનસ જાહેર કરવાની પ્રથા ઉપર પ્રતિબંધ ફરમાવીને ખેડૂતો સાથે વિશ્‍વાસઘાત કર્યો છે. જેના કારણે દેશના કેટલાક ભાગોમાં દુષ્‍કાળની પરિસ્‍થિતિનો સામનો કરી રહેલા ખેડૂતોને રાહતો આપવાના બદલે નુકશાન સહન કરવું પડયું છે તેને નોટ મોદી સરકારની ખેડૂત વિરોધી નીતિ જવાબદાર છે.
અંતમાં જણાવ્‍યું કે, ખેડૂતોના માથે વધતો જતો ઋણબોજ ખેડૂતોની આત્‍મહત્‍યા પાછળનું સૌથી મહત્‍વનું કારણ છે તે સરકાર જાણતી હોવા છતાં મોદી સરકારે તેના સાડા ત્રણ વર્ષ ઉપરાંતના શાસનમાં ખેડૂતોને કરજમુકત કરવાના બદલે દેવાગ્રસ્‍ત ખેડૂત પરિવારોની સંખ્‍યા 48.6 ટકા હતી તે ચિંતાજનક હદે વધીને પર ટકા થઈ છે. તેની પાછળનું કારણ પણ મોદી સરકારની ખેડૂત વિરોધી નીતિઓ જ જવાબદાર છે. ત્‍યારે ખેડૂતોએ હવે પોતાનું અસ્‍તિત્‍વ ટકાવી રાખવા માટે કેન્‍દ્રની અને રાજયની ભાજપ સરકાર સામે સંઘર્ષ કર્યા સિવાય કોઈ છુટકો નથી તેમ હું સ્‍પષ્‍ટપણે માનું છું.

અમરેલીનાં જાણીતા એડવોકેટ ઘનશ્‍યામ પરિખનું નિધન

શહેર કોંગ્રેસનાં મહત્‍વનાં આગેવાન અને ભારે લોકપ્રિય બનેલ
અમરેલીનાં જાણીતા એડવોકેટ ઘનશ્‍યામ પરિખનું નિધન
શહેરની અનેક સંસ્‍થાઓમાં પણ ટ્રસ્‍ટી તરીકે પ્રશંસનીય કામગીરી કરી ચુકયા છે
અમરેલી, તા. 7
અમરેલી જિલ્‍લાનાં સિનિયર એડવોકેટ, જાણીતાં કોંગ્રેસ અગ્રણી અને અમરેલીની જુની વેપારી પેઢીનાં માલીક એવા ઘનશ્‍યામભાઈ અરવિંદભાઈ પરીખ (ઉ.વ.7ર)નું ટૂંકી બિમારી બાદ ગઈકાલે મોડી રાત્રીનાં સમયે અવસાન થતાં અમરેલી શહેરમાં શોકનું વાતાવરણ જોવા મળતું હતું.
ઘનશ્‍યામ પરીખની આજે સવારે 9/30 કલાકે, તેમના ગણેશ સોસાયટી ખાતેનાં નિવાસ સ્‍થાનેથી અંતિમ યાત્રા નિકળી હતી. જેમાં જિલ્‍લાભરમાંથી એડવોકેટો, ડોકટરો, વિવિધ રાજકીયપક્ષોનાં આગેવાનો, શહેરનાં તમામ વેપારીઓ, સેવાકિય સંસ્‍થાનાં આગેવાનો, વિવિધ સમાજનાં પ્રમુખો, આગેવાનો જોડાયા હતા.
અમરેલીમાં સૌથી સિનિયર એડવોકેટ એવા ઘનશ્‍યામભાઈ પરીખનું મુળ વતન જ અમરેલી હોય, અને ટાવર ચોક, હરી રોડ, સહિતનાં વિસ્‍તારોમાં તેમનાં પરિવારની સોનાની દુકાનો આવેલી છે. સ્‍વ. પરીખનું કાર્યાલય પણ હરી રોડ ઉપર આવેલ હોય, ગરીબ હોય કે તવંગર તેમના કોઈપણ કાનુની ગુંચવણમાં હંમેશા તઓ મદદ કરતાં આવ્‍યા હતા. પોતાની ફી પણ કયારેય માંગતા ન હોય, અસીલો પોતાની ઈચ્‍છા મુજબ જ વકિલાતની ફી ચુકવતાં હોય જેથી સમગ્ર શહેર તથા જિલ્‍લામાં તેમની ભારે ચાહના હતી.
આજની આ અંતિમ યાત્રામાં વયોવૃઘ્‍ધ એડવોકેટ વિસામણભાઈ વાળા, જશુભાઈ કાનાબાર, બાલાભાઈ માંજરીયા, હરેશભાઈ રાઠોડ, મુઝફરહુસેન સૈયદ, અશ્‍વિનભાઈ ગોહિલ, તથા વિશ્‍વ હિન્‍દુ પરિષદનાં આગેવાન અને શહેરનાં જાણીતા ડોકટર જી.જે. ગજેરા, લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટનાં સ્‍થાપક પ્રમુખ અને ભારતના જાણીતાં ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા, અમરેલી લોહાણા મહાજનનાં પ્રમુખ અંતુભાઈ સોઢા, જીતુભાઈ ગોળવાળા, શૈલેશભાઈ રૂપારેલ, કિરીટભાઈ કાનાબાર તથા વેપારી આગેવાનો પણ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાા હતા.

લુંટો ભાઈ લુંટો : માર્ગ અને પુલો બનાવવામાં દે ધનાધન

લાઠીનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસાની ઉઘાડી લૂંટ
લુંટો ભાઈ લુંટો : માર્ગ અને પુલો બનાવવામાં દે ધનાધન
રાજયનાં મુખ્‍યમંત્રી આજે જિલ્‍લાનાં પ્રવાસે હોય માર્ગ-મકાન વિભાગનો જવાબ માગે તેવી માંગ
અમરેલી, તા. 7
અમરેલી જિલ્‍લાની જનતા સવારથી રાત સુધી કાળી મહેનત કરીને વિવિધકરવેરા પેટે સરકારની તિજોરીમાં રૂપિયા જમા કરાવે અને તે રૂપિયાનો સદઉપયોગ થાય તો જોવાની જવાબદારી પદાધિકારીઓ અને અધિકારીઓની હોય છે. અને તેઓ આ જવાબદારી નિભાવવામાં સદંતર નિષ્‍ફળ રહૃાાની સાબિતી આપતી ઘટના પ્રકાશમાં આવી છે.
વિગત એવા પ્રકારની છે કે, જિલ્‍લા પંચાયતમાં છેલ્‍લા 3 વર્ષથી કોંગ્રેસનું શાસન આવેલ છે. ભાજપથી કંટાળીને જનતાએ કોંગ્રેસને શાસન સોંપેલ તો કોંગ્રેસ શાસનમાં પણ ભ્રષ્‍ટાચાર બેકાબુ બની ગયો અને શાસકોની મીઠ્ઠી નજર તળે જ લાઠી પંથકમાં માર્ગો અને પુલો બનાવવામાં બેફામ ભ્રષ્‍ટાચાર થયો, ભ્રષ્‍ટાચાર થાય છે અને ભ્રષ્‍ટાચાર કરવામાં આવશે તે ચોકકસ છે.
દરમિયાનમાં લાઠીનાં આંબરડી ગામનાં અશોકસિંહ પાવરાએ કાર્યપાલક ઈજનેરને પત્ર પાઠવીને આંબરડી-ઢસા માર્ગ બનાવવામાં વ્‍યાપક પ્રમાણમાં ભ્રષ્‍ટાચાર થઈ રહૃાો હોય અને આ માર્ગ એકાદ વર્ષમાં તુટી જવાની શકયતાઓ દર્શાવી છે.
અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, લાઠી પંથકમાં છેલ્‍લા 3 વર્ષમાં બનાવવામાં આવેલ તમામ માર્ગો અને પુલોની વિજીલન્‍સ તપાસ થાય તો કડાક-ભડાકાનાં એંધાણ જોવા મળી રહૃાા છે.
દરમિયાનમાં રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી શુક્રવારે સાવરકુંડલા પધારી રહૃાા હોય તેઓ જનહિતમાં કોઈ તપાસનો આદેશ આપે તેવું સૌ કોઈ ઈચ્‍છી રહૃાુંછે.

અમરેલીનાં સંવેદન ગૃપ દ્વારા 39મું ચક્ષુદાન લેવામાં આવ્‍યું

ચિતલનાં ભવાનભાઈ લીંબાસીયાનું અવસાન થતાં
અમરેલીનાં સંવેદન ગૃપ દ્વારા 39મું ચક્ષુદાન લેવામાં આવ્‍યું
અમરેલી, તા. 7,

અમરેલી નિવાસી ભવાનભાઈ દેવરાજભાઈ લીંબાસીયા (ચિતલવાળા)નું તા. પ/ર/18ને સોમવારનાં રોજ અવસાન થતાં તેમની અંતિમ ઈચ્‍છા મુજબ તેમના વારસદાર સંતાન તેમજ સંવેદન ગૃપના કનુભાઈ લીંબાસીયા (નિવૃત શિક્ષક) તેમજ પરિવારજનો ઘ્‍વારા ચક્ષુદાન કરેલ. તેઓએ સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટીનો સંપર્ક કરી પોતાના સ્‍વ. પિતાજી ભવાનભાઈ (ઉ.વ. 87)ની તંદુરસ્‍ત આંખોનું દાન કરેલ. તેમના પરિવારની સમયસરની જાગૃતિએ બે અંધજનોના જીવનમાં રોશની લાવવાનું પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડયું હતું. આ નેત્રદાન સ્‍વીકારવા માટે સંવેદન ગૃપના વિપુલ ભટ્ટી સાથે ઈન્‍ડીયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા શાખાના સેક્રેટરી મેહુલ વ્‍યાસ, હરેશ જોષી, સ્‍પ્રીલ ફાઉન્‍ડેશનના રવિ સોરઠીયાએ સેવા આપી હતી. તેમ મંત્રી મેહુલ વાઝાની યાદીમાં જણાવેલ છે.


અમરેલીમાં રાષ્‍ટ્રીય સફાઈ આયોગનાં ચેરમેન ઝાલાની બેઠક યોજાઈ

રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલાના અઘ્‍યક્ષસ્‍થાને અમરેલી ખાતે બેઠક યોજાઈ હતી. રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારીઆયોગના ચેરમેન મનહરભાઈ ઝાલાએ જણાવ્‍યું હતું કે, સમગ્ર સમાજના સ્‍વાસ્‍થ્‍ય માટે સફાઈ કામદારની ભૂમિકા મહત્‍વની છે. સ્‍વચ્‍છ ભારતના સ્‍વપ્‍નને સાકાર કરવા સતત કાર્યશીલ રહેતા સફાઈ કામદારની સેવા ખરેખર સમાજના રક્ષક તરીકેની જોવા મળે છે.     આપણે સૌ પણ તેની કદરરૂપે સફાઈ કામદારને મળતી સવલતો પુરી પાડવા કટિબઘ્‍ધ થઈએ તે આવશ્‍યક છે. તેમણે સફાઈ કર્મચારીઓના પ્રશ્‍નોનું નિવારણ થાય અને તેમના કલ્‍યાણ માટે કાર્ય કરવા સકારાત્‍મક અભિગમ અપનાવવા સૂચના આપી હતી. સફાઈ કર્મચારીઓને યોગ્‍ય અને પુરતું નિયમાનુસારનું વેતન  મળી રહે તે માટે તમામ સંબંધિતોને જોવા અપીલ કરી હતી. ઝાલાએ ભૂગર્ભ ગટરની સફાઈ માટે કાર્ય કરતા સફાઈ કર્મચારીઓને મળતી વિશેષ    સહાય, વીમો, વારસદારોને સહાય, સાધન- સહાય, સફાઈના સાધનો, ગણવેશ સહિતની વિગતો આપી હતી. કલેકટર સંજય અમરાણીએ પ્રો-એકિટવ બની સફાઈ કર્મચારી સંબંધિત પ્રશ્‍નોનું નિરાકરણ કરવા સૂચના આપી હતી. આરોગ્‍ય, આવાસ, શિક્ષણ સહિતની બાબતોમાં મળતી યોજનાકીય સહાયનો લાભ મળી રહે તેવું આયોજન કરવા પર ભાર મૂકયો હતો. તેમણે બેઠકની શરૂઆતમાં શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું. બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી યોગેશ નિરગુડે, જિલ્‍લા પોલીસ અધિકારી જગદીશ પટેલ, નાયબ જિલ્‍લા વિકાસ અધિકારીમાંકડ, જિલ્‍લા આયોજન અધિકારી ટોપરાણી, માર્ગ અને મકાન કાર્યપાલક ઈજનેર રાઠોડ, પીજીવીસીએલ  ઈજનેર ભટ્ટ, જિલ્‍લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જાદવ, પ્રાંત અધિકારી સતાણી, સિવિલ સર્જન રાઠોડ, મામલતદાર જાદવ, અરવિંદભાઈ સીતાપરા તેમજ સફાઈ કર્મચારીઓના પ્રતિનિધિ ઓ સહિતના ઉપસ્‍થિત રહયા હતા. બેઠકની શરૂઆતમાં અમરેલી જિલ્‍લાના અધિકારી, કર્મચારીઓનો પરિચય કરાવવામાં આવેલ.

અવસાન નોંધ

અવસાન નોંધ
રાજુલા : નરેન્‍દ્રસિંહ રણજીતસિંહ ઉમઠ(પરમાર) ઉ.વ.ર1 નું તા.4/ર ના રોજ અવસાન થયેલ છે. તે બચુભાઈ રાવસિંહભાઈના પૌત્ર તેમજ રણજીતસિંહ પરમારનો પુત્ર તેમજ મનોહરસિંહ પરમાર, ધર્મેન્‍દ્રસિંહ પરમારના ભત્રીજા, કનુભાઈ રાવસિંહભાઈના પૌત્ર, શિવભદ્રસિંહ પરમારના મોટાભાઈ થાય તેમનું બેસણું સાદડી તા.8/રના રોજ ગોકુળનગર, કોહીનુર હોટલ સામે બ્‍લોક નં.પપ રાખેલ છે.
બાબરા : મુળ લુણકી નિવાસી ઔદિચ્‍ય સહસ્‍ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ સ્‍વ. મનુપ્રસાદ નાનાલાલ મહેતા (ઉ.વ.80) તે રાજુભાઈના પિતાશ્રી તથા સુરેશભાઈ અને ચેતનભાઈના કાકીનું તા.6/ર ના રોજ બાબરા મુકામે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.8/ર ને ગુરૂવારે બપોરે 3 થી 6 તેમના નિવાસ સ્‍થાને તાળડીયા ચોરા પાસે, બાબરા (જિ.અમરેલી) ખાતે રાખેલછે.

સોમનાથમાં આકાર લેશે અતિ આધુનિક કક્ષાનુંલેઉવા પટેલ અતિથિ ભવન

Patel_Samaj_Somnath

દેશના બાર જયોતિર્લિંગ પૈકીનું પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ છે. આ ઉપરાંત જયાં ભગવાન શ્રીકૃષ્‍ણએ પોતાનો દેહત્‍યાગ કર્યો તે ગૌલોકધામ, ભાલકાતીર્થ પણ અહીં આવેલા છે. પરિણામે પ્રતિ વર્ષ લાખોની સંખ્‍યામાં ભાવિકો સોમનાથના દર્શનાર્થે આવે છે. સોમનાથમાં રહેવા માટે અનેક હોટલ અને ધર્મશાળાઓ પણ છે પરંતુ હોટલોના ઉંચા ભાડા અને ધર્મશાળામાં પૂરતી સુવિધા નહીં હોવાના કારણે યાત્રીકોને મુશ્‍કેલી પડતી હોય છે. જે ઘ્‍યાને રાખીને લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ-સોમનાથ ટ્રસ્‍ટની સ્‍થાપના કરવામાં આવી છે. આ ટ્રસ્‍ટના માઘ્‍યમથી સોમનાથમાં અતિ આધુનિક કક્ષાના અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવશે. આ અતિથિ ભવનનું ભૂમિપૂજન તા.11/રને રવિવારના રોજ થશે. આ પહેલા 10મીએ સાંજે સોમનાથ મંદિરમાં ભવ્‍યથી ભવ્‍ય ઘ્‍વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો છે. સૌરાષ્‍ટ્રે સોમનાથં ચ.. જયોતિર્લિંગ શ્‍લોકની શરૂઆત જ અહીંથી થાય છે. સોમનાથ દાદાના દર્શન કરવા દેશભરમાંથી લોકો આવે છે. લેઉવા પટેલ અતિથિ ભવન વેરાવળ-સોમનાથ ટ્રસ્‍ટના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, સોમનાથમાં અતિ આધુનિક અતિથિ ભવનનું નિર્માણનું સ્‍વપ્‍ન જોનાર લેઉવા પટેલ સમાજના માર્ગદર્શક નરેશભાઈ પટેલના નેતૃત્‍વમાં ભૂમિપૂજનતા.11મી ફેબ્રુઆરીને રવિવારે સવારે 8:30 કલાકે જાણીતા ઉદ્યોગપતિ તુલસીભાઈ તંતી (સુઝલોન ગૃપ-પુના)ના હસ્‍તે કરવામાં આવશે. સમારોહના અઘ્‍યક્ષ તરીકે પૂર્વ મુખ્‍યમંત્રી કેશુભાઈ પટેલ હાજર રહેશે. જયારે સમારોહના ઉદઘાટક તરીકે ગોવિંદભાઈ ધોળકીયા (રામકૃષ્‍ણ એકસપોર્ટ-સુરત), લાલજીભાઈ પટેલ (પ્રમુખ, સમસ્‍ત પાટીદાર સમાજ -સુરત), વસંતભાઈ ગજેરા (લક્ષ્મી ડાયમંડ-સુરત), લવજીભાઈ ડાલિયા (બાદશાહ- અંજની ગૃપ-સુરત), સવજીભાઈ ધોળકીયા (હરેકૃષ્‍ણ એકસપોર્ટ – સુરત), મથુરભાઈ સવાણી (પ્રમુખ, સૌરાષ્‍ટ્ર જલધારા ટ્રસ્‍ટ), શંભુભાઈ પરસાણા (પ્રશાંત કાસ્‍ટીંગ -રાજકોટ), રમેશભાઈ પટેલ (પટેલ બ્રાસ-રાજકોટ) અને મહેશભાઈ સવાણી (પી.પી. સવાણી ગૃપ-સુરત) ઉપસ્‍થિત રહેશે. મુખ્‍ય મહેમાન તરીકે કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પૂર્વ ઉડ્ડયન મંત્રી પ્રફુલભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ સિઘ્‍ધાર્થભાઈ પટેલ, કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ, કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, ગુજરાત મ્‍યુ. ફાઈનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સહિતના સમાજના ટ્રસ્‍ટીઓ, આગેવાનો ઉપસ્‍થિત રહેશે. વેરાવળ બાયપાસ તાલાલા ચોકડીથી આગળ હોટલ સુગર એન્‍ડ સ્‍પાઈસની બાજુમાં વેરાવળ – સોમનાથ ખાતે લેઉવાપટેલ સમાજ અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવશે. જેના ભૂમિપૂજન પ્રસંગે સવારે 9 કલાકથી સ્‍ટેજ કાર્યક્રમનો પ્રારંભ થશે. દાતાઓનું સન્‍માન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. બપોરે ભોજન પ્રસાદની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. ત્‍યારબાદ બપોરે 1 વાગ્‍યાથી ભાતીગળ લોકડાયરો યોજાશે. લોકડાયરામાં કલાકારો અલ્‍પાબેન પટેલ, બ્રીજરાજદાન ગઢવી, યોગીતાબેન પટેલ અને સુખદેવભાઈ ધામેલિયા હશે.


સાવરકુંડલાની કબીર ટેકરી દ્વારા શિવરાત્રી મેળામાં રાવટી ઉભી કરાશે

સાવરકુંડલા ખાતે નાત-જાતના ભેદભાવ વગર તમામ ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃતિઓની હારમાળા સર્જી સાવરકુંડલાની કબીર ટેકરીએ કબીર સંપ્રદાય સાથે સાવરકુંડલા કબીર ટેકરીનું નામ ગુજરાત ભરમાં સેવાક્ષેત્રમાં ગુંજતું કરી સેવક વર્ગની વણજાર ઉભી કરી છે. 1970માં બ્રહ્મલીન મહંત પૂજય તપસ્‍વી શ્રી રામપ્રતાપ સાહેબે શિવરાત્રી મેળામાં જૂનાગઢ ખાતે આવતા શ્રઘ્‍ધાળુઓની રહેવા-જમવાની સગવડતા માટે રાવટી શરૂ કરેલી. તે સેવાને હાલના મહંત શ્રી નારાયણદાસ સાહેબે પણ વધુ સુવિધા સાથે 49માં વર્ષેય ચાલુ રાખી મેળામાં આવતા યાત્રાળુઓ માટે આશીર્વાદ રૂપ બની રહયા છે. છેલ્‍લા સુડતાલીશ વર્ષથી ભવનાથ તળેટીમાં આનંદ મંદિર સામે સગર જ્ઞાતિ વાડી પાસે, પુલ નીચે વિશાળ જગ્‍યામાં આ રાવટી ઉભી કરવામાં આવે છે અને શિવરાત્રીના પર્વમાં એક સપ્‍તાહ સુધી ભજન સાથે ચા-પાણી, ભોજન પ્રસાદ અને પથારી-પાથરણની સગવડ યાત્રાળુઓને પુરી પાડવામાં આવશે. કબીર ટેકરીના મહંતશ્રી નારાયણદાસ સાહેબની ભાવના છે કે રાવટીએ આવનાર એક પણ યાત્રાળુ ચા-પાણી કે ભોજન પ્રસાદ વગર ન રહે. અને તે માટે મહંતશ્રી પોતે જ રાવટી ખાતે હાજર રહી સ્‍વયંસેવકોને માર્ગદર્શન આપશે. આ રાવટીમાં સતત સપ્‍તાહ સુધી કબીર ટેકરીના સંતો-સેવકો અને અનુયાયીઓ યાત્રાળુઓની સરભરામાં રોકાશે. આ માટે કબીર ટેકરી દ્વારા આગોતરૂ આયોજન કરી પથારી-પાગરણ, ઘી, તેલ, ઘઉં, ખાંડ, કઠોળ સહિતનું રાશન જૂનાગઢ ખાતે પહોંચાડવા તૈયારીને આખરી ઓપ આપી રહયા છે. તા.9/ર થી શરૂ થનારી આ રાવટીમાં નાત-જાતના ભેદભાવ વગર તમામ યાત્રાળુઓને સગવડ આપવામાં આવશે. શિવરાત્રીના મેળામાં આવતા યાત્રાળુઓને કબીર ટેકરીની રાવટીમાં પધારવા મહંતશ્રી નારાયણદાસ સાહેબે જાહેર આમંત્રણ પાઠવ્‍યું છે.

08-02-2018