Main Menu

Tuesday, February 6th, 2018

 

પાલિકાની ચૂંટણીમાં ભરાયેલ ર47માંથી 30 જેટલા ઉમેદવારી પત્રક રદ કરવામાં આવ્‍યા

ચલાલા, લાઠી, જાફરાબાદ અને રાજુલાની
પાલિકાની ચૂંટણીમાં ભરાયેલ ર47માંથી 30 જેટલા ઉમેદવારી પત્રક રદ કરવામાં આવ્‍યા
ઉમેદવારી પત્રક આજે પરત ખેંચાયા બાદ ચિત્ર સ્‍પષ્‍ટ થશે
અમરેલી, તા.પ
અમરેલી જિલ્‍લાની 4 નગરપાલિકાની સામાન્‍યચૂંટણી આગામી તા.17ના રોજ યોજાનાર છે. ત્‍યારે ગત શનિવારે કુલ ભરાયેલા ર47 ઉમેદવારીપત્રો ભરાયા બાદ આજે ભરાયેલા ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવતાં ટેકનીકલ કારણોસર 30 જેટલા ઉમેદવારીપત્રો રદ કરવામાં આવ્‍યા હતા. આજની તારીખે તમામ 4 નગરપાલિકાની ચૂંટણીમાં ર17 ઉમેદવારીપત્રો માન્‍ય રહયા છે. જયારે આવતી કાલે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય, કાલે નગરપાલિકાની ચૂંટણી માટે સ્‍પષ્‍ટ ચિત્ર કાલે સાંજના જોવા મળી શકશે.
અમરેલી જિલ્‍લાની જાફરાબાદ નગરપાલિકામાં વોર્ડ-7 માટે ર8 બેઠકો માટે થઈ કુલ 41 ઉમેદવારીપત્રો ભરાયા હતા. આજે ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવતા 41 પેકી 8 ઉમેદવારીપત્રો ટેકનીકલ કારણોસર રદ કરવામાં આવ્‍યા છે. હવે કુલ 33 ઉમેદવારીપત્રો માન્‍ય રાખવામાં આવ્‍યા છે.
રાજુલા નગરપાલિકાના 7 વોર્ડ માટે ર8 બેઠકો માટે થઈ કુલ 7પ ઉમેદવારીપત્રો ભરાયા હતા. આ તમામ ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવતાં 7પ પૈકી 1ર ઉમેદવારીપત્રો અમાન્‍ય કરતાં બાકી 63 ઉમેદવારીપત્રો માન્‍ય રહયા છે.
ચલાલા પાલિકાના વોર્ડ 6 માટે ર4 બેઠકો માટે કુલ 60 ઉમેદવારીપત્રો ભરાયા હતા. જે પૈકી ર ઉમેદવારીપત્રો અમાન્‍ય રહેતા હવે પ8 ઉમેદવારીપત્રો માન્‍ય રખાયા છે. જયારે લાઠીનગરપાલિકાની ચૂંટણી માટે 6 વોર્ડ ર4 બેઠકો માટે 71 ઉમેદવારીપત્રો પૈકી 8 ઉમેદવારીપત્રો અમાન્‍ય કરતાં હવે માત્ર 63 ઉમેદવારીપત્રો માન્‍ય રહયા છે.

અમરેલી જિલ્‍લામાં ગૌ-ચર પ્રશ્‍ને વિહિપ કરશે આંદોલન : ચીમકી

જિલ્‍લામાં ગૌ-ચરની લાખો એકર જમીનમાં દબાણ થતાં
અમરેલી જિલ્‍લામાં ગૌ-ચર પ્રશ્‍ને વિહિપ કરશે આંદોલન
સરકારી તંત્ર દબાણ દૂર નહી કરે તો વિહિપનાં કાર્યકરો દબાણ દૂર કરાવશે
અમરેલી, તા. પ
અમરેલી જિલ્‍લામાં આવેલ ગૌચર જમીનમાં વ્‍યાપક પ્રમાણમાં દબાણ થયુ હોય વિશ્‍વ હિન્‍દુ પરિષદે ગૌ-ચર જમીનમાં દબાણ દૂર કરવાની માંગ કરી છે. નહી તો વિહિપનાં કાર્યકરો જ દબાણ હટાવવાની કાર્યવાહીકરશે તેવી ચીમકી વિહિત ગૌ-રક્ષા વિભાગનાં પ્રમુખ નિર્મળભાઈ ખુમાણે આપી છે.
તેઓએ એક નિવેદનમાં જણાવેલ છે કે, તાજેતરમાં અમરેલી જીલ્‍લાના કુંકાવાવ વડિયા તાલુકાના ઈશ્‍વરીયા ગામે થઈ રહેલ ગૌચર દબાણ મુદ્યે વિશ્‍વ હિન્‍દુ પરીષદ ગૌરક્ષા વિભાગ આંદોલન કરશે.
વધુમાં જણાવેલ છે કે વિવિધ ગામોમાં થતા ગૌચર દબાણ હટાવવા માટે લડત ચલાવવામાં આવશે અનેજે તે ગ્રામ પંચાયતો ગામમાં થતુ ગૌચર દબાણ અટકાવશે નહીં તો તાકીદની નોટીસ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જો આવા ગૌચરણ દબાણો હટાવવામાં નહી આવે તો વિશ્‍વ હિન્‍દુ પરીષદ ગૌરક્ષા વિભાગ ર્ેારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ દબાણ હટાવવાની કાર્યવાહી અમારા પરીષદના સંગઠીત કાર્યકરો મારફત કરવામાં આવશે જેથી વિશ્‍વ હિન્‍દુ પરીષદ ગૌરક્ષા વિભાગ સૌરાષ્‍ટ્ર પ્રાંત વ્‍યાપક જનહિત માટે તેમજ ગાયો પશુઓના ચરીયાણના મુદ્યે મેદાનમાં ઉતરશે જેની ગૌચરમાં દબાણ કર્તાઓ બાંધકામ કર્તાઓએ ગંભીર નોંધ લેવી તેમ અંતમાં જણાવેલ છે.

જાફરાબાદનાં માણસા ગામે યુવાનને છરી, પાઈપ, છુટા પથ્‍થરના ઘા મારી ઈજા

રમતમાં હુરીયો બોલાવવાની ના પાડતા
જાફરાબાદનાં માણસા ગામે યુવાનને છરી, પાઈપ, છુટા પથ્‍થરના ઘા મારી ઈજા
હાથમાં ફેકચર, માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થઈ
અમરેલી, તા.પ
જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામે રહેતા કરશનભાઈ બીજલભાઈ મકવાણા નામના 40 વર્ષીય યુવાનને તે જ ગામે રહેતા ઘનશ્‍યામ ધીરૂભાઈ, રમેશ ધીરૂભાઈ, સલીમ ઉર્ફે ભરત ધીરૂભાઈ તથા ધીરૂભાઈ લખમણભાઈનાં છોકરાઓ મલની રમતમાં હુરીયો બોલાવતા હોય, જેથી તેમને ના પાડી હતી. જે વાતનું મનદુઃખ રાખી આ ચારેય ઈસમોએ ગત તા.રના રાત્રીના સમયે ગાળો આપી છુટા પથ્‍થરના ઘા મારી છરી, પાઈપ વડે આડેધડ માર મારીમાથાના ભાગે તથા હાથ ભાંગી નાંખતા આ અંગે નાગેશ્રી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

બગસરામાં બંધ રહેણાંક મકાનમાં તસ્‍કરોએ ત્રાટકી રૂા. 1.40 લાખનાં મુદ્યામાલની ચોરી કરી

અમરેલી, તા.પ
બગસરા ગામે આવેલ નટવરનગર વિસ્‍તારમાં રહેતા પંકજભાઈ ઘેલાભાઈ નિમાવત ગઈકાલે સાંજે પોતાના રહેણાંક મકાનને બંધ કરી બહાર ગયા હતા. ત્‍યારે રાત્રીના સમયે કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલ કબાટમાંથી રોકડ રકમ રૂપિયા 1,1પ,000, સોના ચાંદીના દાગીના કિંમત રૂા. રપ હજાર તથા મોબાઈલ ફોન-1 કિંમત રૂા. પ00 મળી કુલ રૂપિયા 1,40,પ00નાં મુદામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ બગસરા પોલીસમાં નોંધાતા ચોરીનો ભેદ ઉકેલવા માટે ફિંગર પ્રિન્‍ટ, ડોગ સ્‍કવોર્ડની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

વીજપડી ગામ નજીક કાર હડફેટે આવી ગયેલા તરૂણને ઈજા

અમરેલી, તા.પ
મહુવા તાલુકાના મોટાળીયા ગામે રહેતા નવલભાઈ ગઢવીના પિત્રાઈ ભત્રીજા ભગીરથ દાદુભાઈ ગઢવી નામના 17 વર્ષીય તરૂણ ગઈકાલે બપોરે પોતાના હવાલાવાળુ મોટર સાયકલ નંબર જી.જે.1ઈ.સી. 1378માં પેટ્રોલ પંપથી પેટ્રોલ પુરાવી રોડ ઉપર આવતાં જ હાટીડા ગામ તરફથી આવી રહેલ કાર નંબર જી.જે.4 સી.એ. 9886ના ચાલકે મોટર સાયકલને હડફેટે લઈ ઈજાકરી નાશી ગયાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાવી છે.

જાફરાબાદનાં ચિત્રાસર ગામે યુવાનને લાકડી મારી ગંભીર ઈજાઓ

અમરેલી, તા.પ
જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે રહેતા ખોડુભાઈ સાજણભાઈ મકવાણા નામના યુવકે ભૂલથી તે જ ગામે રહેતા પ્રવિણભાઈ દાનાભાઈ તથા સુખાભાઈ દાનાભાઈની બહેન મનીષાબેનનો ફોટો સોશ્‍યલ મીડિયામાં મૂકી દીધેલ હોય તે વાતનુંમનદુઃખ રાખી આ બન્‍નેએ ઉશ્‍કેરાઈ જઈ લાકડી વડે આ યુવકને આડેધડ માર મારી હોઠ ઉપર લાકડી મારી દેતા 9 જેટલા ટાંકા (સ્‍ટીચ) આવતાં આ બનાવ અંગે સોનાબેન સાજણભાઈ મકવાણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જાફરાબાદમાં પરિણીતાને રાત્રીના સમયે માર મારી ઘરમાંથી કાઢી મૂકી

દીકરીનો જન્‍મ થવાના કારણે
જાફરાબાદમાં પરિણીતાને રાત્રીના સમયે માર મારી ઘરમાંથી કાઢી મૂકી
પરિણીતા તથા તેમના માવતરને પણ મારી નાખવાની ધમકી
અમરેલી, તા.પ
જાફરાબાદના વાપાળીયા પરામાં રહેતી નમ્રતાબેન નરેશભાઈ ભાણજીભાઈ પંડયા નામની ર8 વર્ષીય પરિણીતાના લગ્ન પાંચ વર્ષ પહેલા નરેશભાઈ પંડયા સાથે થયેલા અને તેમને ત્‍યાં દીકરીનો જન્‍મ થયા પછી પતિ નરેશ તેમની પત્‍ની નમ્રતાબેનને અવાર-નવાર ગાળો આપી, દુઃખ ત્રાસ આપતા અને ગત તા.ર ના રાત્રીના 1ર વાગ્‍યાના સમયે ઢીકા પાટુનો માર મારી, લોખંડના કરાટેના સાધનથી માથામાં મારી ઘરની બહાર કાઢી મૂકી અને તેણીને તથા તેણીના માવતરને પણ જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ પોલીસમાં નોંધાય છે.

લાઠીનાં પોલીસ કર્મીએ શ્રમિક યુવકને લાકડી મારી ઈજા કરતા ફરિયાદ

મજૂરી કામનાંપૈસા માંગતા
લાઠીનાં પોલીસ કર્મીએ શ્રમિક યુવકને લાકડી મારી ઈજા કરતા ફરિયાદ
પોલીસ લાઈનનાં મંદિરનાં કામની મજૂરી બાબતે થયો ડખ્‍ખો
અમરેલી, તા. પ, લાઠી ટાઉનમાં રહેતા અને મજૂરી કામ કરતાં જયંતિભાઈ ઉર્ફે ડોન ગોબરભાઈ ચીરવાડીયા નામના ર4 વર્ષીય યુવકને ગઈકાલે રાત્રે લાઠી પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા દિનેશભાઈ ગઢીયા નામના પોલીસ કર્મીએ તેમને રોકી પોલીસ લાઈનમાં મહાદેવના મંદિર કેમ આવતો નથી તેમ કહેતા શ્રમિક યુવકે મજૂરીના પૈસા માંગતા પોલીસ કર્મીએ ઉશ્‍કેરાઈ જઈ લાકડી જમણા કાન ઉપર મારી દેતા લોહી નીકળી જતાં સારવાર માટે દવાખાને ખસેડાયાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાતા પી.એસ.આઈ. બોરીસાગરે વધુ તપાસ હાથ ધરી છે.


અમરેલીમાં હઝરતમાં માંઈ સરોવર માઁનાં 49માં ઉર્ષ મુબારકની ઉજવણી

અમરેલી, તા.પ
અમરેલીમાં હઝરતમાં માંઈ સરોવરમાઁનો 49મો ઉર્ષ, ઉર્ષ કમિટીના પ્રમુખ સૈયદ સાદિકબાપુ કાદરી, સૈયદ દાદાબાપુ કાદરી, હારૂનભાઈ લીલાની રાહબરી હેઠળ ખુબ જ શાનોશૌકત અને શાનદાર રીતે તા.3/ર અને 4/ર ના બે(ર) દિવસ ઉજવાયેલ. જેમાં 1ર,000 થી વધુ હિન્‍દુ-મુસ્‍લિમ ભાઈ-બહેનો ઉપસ્‍થિત રહેલ. આ પ્રસંગે તા.4/ર ના રોજ કોમી એકતા સંમેલન વિરોધ પક્ષના નેતા અને ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણીનાંપ્રમુખ સ્‍થાને યોજાયેલ જેમાં મુખ્‍ય મહેમાન પદે નગરપાલિકાના ચેરમેન સંદીપ ધાનાણી, કોંગી અગ્રણી મુઝફરહુસૈન સૈયદ, પોપટલાલ કાશ્‍મીરા, જાવેદખાન પઠાણ, શોએબાપુ કાદરી, રફીકબાપુ શેખ ઉપસ્‍થિત રહેલ હતા.
આ સંમેલનમાં સ્‍વાગત પ્રવચન સામાજીક કાર્યકર્તા દિલશાદ શેખે કરી જણાવેલ કે 49 માં ઉર્ષ મેળાનું સૈયદ સાદિકબાપુ કાદરી અને હુશેની કમિટીના સભ્‍યોએ જે બે (ર) દિવસ કામગીરી કરેલ છે. તે અભિનંદનને પાત્ર છે. 1ર,000 થી વધુ લોકો આ ઉર્ષ મેળામાં ઉમટી પડેલ છે. અને પોલીસ બંદોબસ્‍ત વગર સ્‍વયંભુ શિસ્‍તબઘ્‍ધ રીતે કોઈપણ અનિચ્‍છનીય બનાવ બન્‍યા વગર આ કાર્યક્રમને સફળતા અપાવેલ છે. તેઓએ આ પ્રસંગે કહેલ કે ભભન ભગવા મેરા હૈ, ન હરા મેરા હૈ, મે હિન્‍દુસ્‍તાની હું, જાન સે પ્‍યારા તિરંગા મેરા હૈભભ
મુખ્‍ય મહેમાન પદેથી કોંગી અગ્રણી એડવોકેટ મુઝફર હુસેન સૈયદે જણાવેલ કે ભારએ બિન સાંપ્રદાયિક દેશ છે. વિવિધ ધર્મો પાળતા અને તમામ કોમી ભાઈચારાથી રહે છે. આ ઉર્ષ પ્રસંગે પ્રથમ ચાદર બ્રાહ્મણ કુંટુંબ વર્ષોથી અરૂણભાઈ જોષી તરફથી ચડે છે. કોમી એકતા ભાઈચારામાં પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઈ સંઘાણી, સ્‍વ. મોહનબાપા સોજીત્રા, સ્‍વ. પરશોતમબાપા સોજીત્રા, વિકાસ પુરૂષ પી.પી. સોજીત્રાનું અનેરૂ યોગદાન છે. પોપટલાલ કાશ્‍મીરા, શરદભાઈ ધાનાણી,બાબરાના શેએબબાપુ કાદરીએ પ્રસંગ અનુરૂપ પ્રવચન કરેલ હતું.
પ્રમુખ સ્‍થાનેથી હજારોની મેદની વચ્‍ચે પરેશભાઈ ધાનાણીએ જણાવેલ કે હું અહીંની ધુળ, માટીમાં ઉછરી મોટા થયો છું. અમરેલીની ભુમિ અને સંતો અને ઔલીયા પીરોની ભૂમિ છે. બાબાસાહેબ આંબેડકરે જેમણે આ દેશનું સંવિધાન બનાવેલ છે. જેમાં દરેક લોકોને પોતાનો ધર્મ પાળવાની છુટ આપેલ છે. અને આ દેશ બંધારણ મુજબ જ ચાલશે તેવો દ્રઢ સંકલ્‍પ કરીએ. અમરેલી શહેર જિલ્‍લામાં ભાઈચારો જળવાઈ રહે તેવો પણ સંકલ્‍પ કરીએ.
આજના પ્રસંગે પુર્વ કૃષિમંત્રી દિલીપભાઈ સંઘાણી, ધારાસભ્‍ય જે.વી.કાકડીય, ધારાસભ્‍ય ઈમરાન ખંડાવાલા, ઓલ ઈન્‍ડીયા કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ ખુરસીદ સૈયદ, ગુજરાત લઘુમતી પ્રદેશ પ્રમુખ ગુલાબખાન રાઉમા, જિલલા કોંગ્રેસ લઘુમતી સેલ પ્રમુખ દાઉદભાઈ લલીયા, અમરેલી જિલ્‍લા ખોડલધામના પ્રમુખ વસંતભાઈ મોવલીયા અન્‍ય કાર્યક્રમોમાં વ્‍યસ્‍ત હોઈ આ કાર્યક્રમની શુભેચ્‍છા પાઠવેલ.
આજના કાર્યક્રમમાં નગરપાલીકાના સભ્‍ય નવાબગોરી, શિક્ષણ સમિતીના જીકરભાઈ મેતર, પુર્વ સભ્‍ય અજીજ ગોરી, શહેર લઘુમતી પ્રમુખ ફૈઝલ ચૌહાણ, રફીકબાપુ શેખ, હારૂનભઈ બેલીમ, લઘુમતી અગ્રણી જમાલભાઈ મોગલ, જાવેદખાન પઠાણ, બશીર મૌલાના ઉપસ્‍થિત રહેલ હત.
આ ઉર્ષ મેળાને સફળ બનાવવા સૈયદસાદિકબાપુ કાદરી, સૈયદ દાદાબાપુ કાદરી, સૈયદ જાવેદબાપુ કાદરી, સૈયદ અવ્‍વ્‍લમલીયાબાપુ, જાવેદખાન પઠાણ, હારૂનભાઈ બેલીમ, હારૂનભાઈ લીલા સૈયદ રજાકબપુ કાદરી તથા હુસેની કમિટીના સભ્‍યોએ ભારે જહેમત ઉઠાવેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સફળતાપુર્વક સંચાલન જાવેદખાન પઠાણે તથા આભાર વિધી બાબરાના શોએબાપુ કાદરીએ કરેલ હતી.

વીજપડીની શાળામાં વાર્ષિકોત્‍સવની ઉત્‍સાહભેર ઉજવણી

વીજપડી ગામે સર્વોદય એજયુકેશન ટ્રસ્‍ટ સંચાલિત ગાયત્રી વિદ્યાલય શાળામાં ભવ્‍યાતિભવ્‍ય રંગારંગ વાર્ષિક કાર્યક્રમતેમજ ઈનામ વિતરણ કાર્યક્રમયોજવામાં આવ્‍યો. જેમાં દિપપ્રાગટય ઉર્જામૈયા-બારપટોળી આશ્રમ તેમજ મહુવા તાલુકા પંચાયતનાં વિરોધપક્ષના નેતા કાનભાઈ ખુમાણ તેમજ આજુબાજુના સરપંચો, ગામના વડિલો મામૈયાભાઈ ધકાણ, કાળુભાઈ ધકાણ, બાબુભાઈ વોરા, પરશોત્તમભાઈ કાતરિયા તેમજ મોટી સંખ્‍યામાં વાલીઓ ઉપસ્‍થિત રહેલ અને આ શાળાના ભૂલકાઓના કૌશલ્‍યને ખૂબજ બિરદાવેલ. ગાયત્રી વિદ્યાલય શાળાના ધોરણ 1 થી 1રનાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ હાજર સમગ્ર મહેમાનોને પોતાની દરેક કૃતિ ર્ેારા અદ્યભૂત રીતે કૌશલ્‍ય દાખવી સૌને મંત્રમુગ્‍ધ કરેલ. આ શાળામાં અલગ અલગ વિભાગમાં 300થી વધારે બાળકોને મોમેન્‍ટો ત્‍થા પ્રમાણપત્રો ત્‍થા રોકડ ઈનામથી સન્‍માનિત કરવામાં આવેલ. આ વાર્ષિક મહોત્‍સવને સફળ બનાવવા ગાયત્રી વિદ્યાલયના આચાર્ય ત્‍થા સમગ્ર સ્‍ટાફ અને વિદ્યાર્થીઓએ ખૂબજ મહેનત કરી કાર્યક્રમને સફળબનાવેલ તે બદલ સંસ્‍થાના પ્રમુખ ખીમજીભાઈ ગુર્જરે આભાર વ્‍યકત કરેલ.

ચલાલા ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયમાં શિયાળુ રમતોત્‍સવની ઉજવણી

ચલાલા ખાતે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલય ખાતે શિયાળુ રમતોત્‍સવની ઉજવણી કરવામાં આવી. જેમાં ધોરણ એલ.કે.જી.થી ધોરણ-1ર સુધીના વિદ્યાર્થીઓએ સંગીત ખુરશી, લીંબુ ચમચી, સિકકા શોધ, કોથળા દોડ, ત્રિપગી દોડ, સમતોલ થાળી, રસ્‍સા ખેંચ જેવી રમતોમાં બાળકોએ ઉત્‍સાહભેર બહોળી સંખ્‍યામાં ભાગ લીધો હતો. અને જે વિદ્યાર્થીઓના 1 થી 3 નંબર આવ્‍યા હતા તેમને પ્રમાણપત્ર આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. રતિદાદા આ રમતોત્‍સવ નિહાળી ખૂબ રાજી થયા હતા અને ભગવાનને પ્રાર્થના કરેલ કે બધા તેજસ્‍વી બને અને ખૂબ આગળ વધે. આ કાર્યક્રમને સફળ બનાવવા મહેશભાઈ મહેતા, શાળાના આચાર્ય શીતલબેન મહેતા તેમજ સમગ્ર સ્‍ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી સ્‍પર્ધાને સફળ બનાવી હતી.

અમરેલી જિલ્‍લાની ર4 ગામ પંચાયતની આજે મત ગણતરી

મત ગણતરીને લઈને ગ્રામ્‍ય વિસ્‍તારમાં ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે
અમરેલી જિલ્‍લાની ર4 ગામ પંચાયતની આજે મત ગણતરી
8 ગામ પંચાયતમાં એક વોર્ડની પેટા ચૂંટણીનું પણ મતદાન સાથે યોજાયું હતું
અમરેલી, તા.પ
અમરેલી જિલ્‍લામાં ગઈકાલે  ર4 ગ્રામ પંચાયતની સામાન્‍ય ચૂંટણી તથા 8 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાં સરેરાશ 73 ટકા જેવું ભારે મતદાન થવા પામેલ હતું. ત્‍યારે હવે ગ્રામ પંચાયતની મત ગણતરી ઉપર લોકોની મીટ મંડાયેલી છે.
અમરેલી જિલ્‍લાના કુંકાવાવ – વડીયા તાલુકાના જીથુડી તથા ખાન ખીજડીયા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાતા ત્‍યાં કુલ નોંધાયેલા 1811 મતદારો પૈકી 1ર47 મતદારોએ મતદાન કરતાં આ બન્‍ને ગ્રામ પંચાયતમાં સરેરાશ 68.86 ટકા મતદાન થવા પામ્‍યું હતું. જયારે લાઠી તાલુકાના કાંચરડી ગામે યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 17ર6 પૈકી 13ર1 મતદારોએ મતદાન કરતા 76.પ4 ટકા મતદાન થવા પામ્‍યું હતું.
જયારે બાબરા તાલુકાનારાણપર, કોટડાપીઠા, પાનસડા, નાની કુંડળ તથા વાવડા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 986ર મતદારો પૈકી 81પ1 મતદારોએ મતદાન કરતાં આ પાંચેય ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 8ર.6પ ટકા જેટલું મતદાન થવા પામ્‍યું હતું. જયારે લીલીયા તાલુકાની પુતળીયા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1104 પૈકી 907 મતદારોએ મતદાન કરતાં 8ર.16 ટકા જેવું મતદાન થવા પામેલ છે.

જિલ્‍લાનાં પ્રભારી મંત્રી આર.સી. ફળદુ વિવિધ કાર્યક્રમોમાં હાજર રહૃાા

અમરેલી જિલ્‍લાનાં પ્રભારી મંત્રી આર.સી. ફળદુએ રવિવારે અમરેલી જિલ્‍લાના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહયા હતા. તેઓની સાથે ભામાશા ગોપાલભાઈ વસ્‍તરપરા રહયા હતા. ઈશ્‍વરીયા ખાતે રૂપાલા પરિવારમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં હાજરી આપીને તેઓએશ્રીજી વિદ્યાર્થી ભુવનની પણ મુલાકાત લીધી હતી. દિપકભાઈ વઘાસીયા, વિલાસબેન વઘાસીયા, ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, મહામંત્રી કમલેશ કાનાણી, રિતેશ સોનીએ તેમનું સ્‍વાગત કર્યું હતું. બાદમાં તેઓએ બાલમુકુંદનાં દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.

અવસાન નોંધ

અવસાન નોંધ
બાબરા : ચરખા અમૃતલાલ શંકરભાઈ ઈન્‍દ્રોડીયા (ઉ.વ. 98) તેકિશોરભાઈ તથા પિયુષભાઈનાં પિતાનું તા. પ/રને સોમવારનાં રોજ અવસાન થયેલ છે.
બોરડી : ધારી તાલુકાના બોરડી નિવાસી રામભાઈ ભવાનભાઈ કુંજડીયા, ઉ.વ. પ4 તે સુરેશભાઈ, ડો. પ્રકાશભાઈના પિતાશ્રી તેમજ ડો. બાબભાઈ, ડો. રસીકભાઈ અને મનસુખભાઈ અને ભોળાભાઈના ભાઈ અને અશ્‍વિનભાઈ કુંજડીયા (ધારી તાલુકા ભાજપ કિશાન મોરચાના પ્રમુખ, અને માર્કેટયાર્ડના ડીરેકટર તેમજ કૈલાસબેન કુંજડીયા (મહીલા બાળવિકાસ સમિતિ જીલ્‍લા પંચાયત અમરેલીના પૂર્વ ચેરમેન)ના કાકાનું અવસાન તા. 1/ર ના બોરડી થયેલ છે.
દામનગર : દામનગરના રાભડાના પરમાર રાઘવભાઈ નથુભાઈ ઉ.વ.90નું તા. 3/ર ના રોજ અવસાન થયેલ છે તે પરષોતમભાઈ રાઘવભાઈના પિતા અને જેરામભાઈ રાઘવભાઈ પરમાર પિતા થાય છે. સદગતની સાદડી તા. 6/ર ના રોજ રાભડા ખાતે પરમાર જેરામભાઈ રાઘવભાઈ મેઘવાળના નિવાસ સ્‍થાને રાખેલ છે. ઉત્તરક્રિયા તા. 9/ર નાં રોજ રાખેલ છે.

સાવરકુંડલામાં માથાકુટ વધે તે પહેલા જ કરાયું સમાધાન

સાવરકુંડલાના વાહન ચાલકોના ઝગડાઓનો અંત લાવવા પીર સૈયદ દાદાબાપુ કાદરીના ખાનકાટમાં મુનીર બાપુની હાજરીમાં સમાધાન થયેલ હતું અને પરસ્‍પર મ્‍હો મીઠા કરાવી આંતરિક વિવાદને ભૂલી જવું તેવી શીખ આપવામાં આવી હતી. આ અંગેની એવી હકીકત છે કે મહુવાના વાહન ચાલક અબાકાદર અને સાવરકુંડલાના વાહન ચાલકો વચ્‍ચે વાહનમાં પેસેન્‍જર ભરવા બાબતે ઉગ્ર મારામારી થઈ હતી. આ ઝગડાની દુશ્‍મનાવટ અને વિવાદ એક વર્ષ ઉપરથી ચાલતો હતો. તે વિવાદ વધુ ઉગ્ર બની જબરી મારામારીનો બનાવ બનવાની ચિંગારી લબકારા મારતી હતી. તે વાતની પીર સૈયદ દાદાબાપુની સમાધાન કમિટીને જાણ થતાં તાત્‍કાલિક સમાધાન કરાવવાની પેરવી શરૂ કરી દીધી અને આ સમાધાન કારીઓને બાગે રહેમત દાદાબાપુના ખાનકાટમાં લઈ જઈ મુનીર બાપુની હાજરીમાં પરસ્‍પર ગળે લગાવી મ્‍હો મીઠા કરાવી સમાધાનની રસમ પૂરી કરી આંતરિક વિવાદનો અંત લાવ્‍યા હતા. આ સમાધાનમાં સુન્‍ની મુસ્‍લિમ જમાતના પ્રમુખ ઈરફાન કુરેશી, ઈકબાલ ગોરી, આરબ, બાબુભાઈ જાખરા, જાકીરભાઈ જાખરા, દિલાવરભાઈપઠાણ, રૂસ્‍તમભાઈ અકીબગોરી વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

ચલાલા ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયમાં સલાડ સ્‍પર્ધા યોજાઈ

ચલાલા શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત ભગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયભમાં સલાડ સ્‍પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ પ થી 1ર ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને શાકભાજીમાંથી અવનવી ડિઝાઈનની સલાડ ડીસો તૈયાર કરવામાં આવી હતી. જેમાં સુંદર તૈયાર કરેલ વિદ્યાર્થીઓને નંબર આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહેશભાઈ મહેતા શાળાના આચાર્ય શીતલબેન મહેતા તેમજ સમગ્ર સ્‍ટાફે ખૂબજ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

06-02-2018