Main Menu

Sunday, February 4th, 2018

 

રાજુલાનાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ બોટલ નંગ-11 ઝડપાઈ

અમરેલી, તા. 3
રાજુલા ગામે આવેલ પૂજા એપાર્ટમેન્‍ટના ત્રીજા માળે રહેતાં રણજીત માણકુભાઈ વાળાનાં રહેણાંક મકાનમાં આવેલ કબાટની પાછળ બનાવવામાં આવેલ ખાનામાં વિદેશી દારૂની બોટલ નંગ-11 છુપાવી હોય, આ અંગે રાજુલા પોલીસને બાતમી મળતાં દરોડો કરી રૂા.3300ની કિંમતની વિદેશી દારૂની બોટલ નંગ-11 ઝડપી લીધી હતી. જયારે દરોડા દરમીયાન આરોપી નાશી જતાં પોલીસે તેમની શોધખોળ આદરીહતી.

ટીંબી ગામે હવામાન વિભાગની કચેરીમાંથી રૂા. 14પ00ની કિંમતનો કાચનો ગોળો ચોરાયો

અમરેલી, તા. 3
જાફરાબાદ તાલુકાનાં ટીંબી ગામે આવેલ હવામાન વિભાગની કચેરીનાં કમ્‍પાઉન્‍ડ ફરતી વાયર ફેન્‍સીંગ કરેલ હોય, અને પટાંગણમાં હવામાનની માહિતી મેળવવા અંગે એક સ્‍ટેન્‍ડ ઉપર કાચનો ગોળો મુકેલ હોય, ત્‍યારે ગત તા.17 સાંજથી 18 સુધીનાં સમયગાળા દરમીયાન કોઈ અજાણ્‍યા તસ્‍કરો સ્‍ટેન્‍ડ તોડી નાંખી રૂા.14પ00ની કિંમતનો કાચનો ગોળો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ખોડાભાઈ ભીમાભાઈ હડીયાએ નાગેશ્રી પોલીસમાં નોંધાવી છે.

મુંબઈથી શીપમાં આવી રહેલા પરપ્રાંતિય આધેડનું અગમ્‍ય કારણોસર શીપના રૂમમાં જ મોત

અમરેલી, તા. 3
મુંબઈથી શીપમાં જાફરાબાદ ખાતે સીમેન્‍ટ સહિતનો માલસામાન ભરવા આવી રહેલા મુળ ઓરીસ્‍સાનાં વતની નિચિકેતા વસંતાપ્રસાદ નામના આશરે 48 વર્ષિય આધેડ ગઈકાલે શીપમાં મુંબઈથી જાફરાબાદ આવવા માટે રવાના થયા બાદ આજે સવારે આ શીપ જાફરાબાદ ખાતે આવી પહોંચતા તેમને જગાડવા માટે તેમનાંરૂમમાં તપાસ કરતાં તેમનું મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

અમરેલીમાં ધંધાની ઈર્ષા કરી રોકડીયા પરાનાં યુવકને કુહાડી મારી દીધી

પાણીપુરીનાં ધંધાર્થીઓ બાખડી પડયા
અમરેલીમાં ધંધાની ઈર્ષા કરી રોકડીયા પરાનાં યુવકને કુહાડી મારી દીધી
અમરેલી, તા. 3
અમરેલીનાં રોકડીયાપરા વિસ્‍તારમાં રહેતાં અને પાણીપુરીનો વ્‍યવસાય કરતા હરગોવિંદભાઈ રામધનીભાઈ પ્રજાપતિ નામનાં યુવક આજે સવારે અમરેલીની શાક માર્કેટ તરફ જઈ રહૃાા હતા ત્‍યારે રોકડીયાપરા વિસ્‍તારમાં રહેતા અને પાણીપુરીનો વ્‍યવસાય કરતાં દિનેશ પ્રકાશભાઈ પ્રજાપતિએ અગાઉના મનદુઃખનાં કારણે ઉભો રાખી ધંધાની ઈર્ષા અને અદેખાઈથી ઉશ્‍કેરાઈ જઈ કુહાડીનો ઘા કપાળનાં ભાગે ઈજા કરતાં તેમને સારવાર માટે અત્રેનાં દવાખાને સારવાર માટે ખસેડાયેલ છે.

શહેરીજનો પાસેથી પાલિકાને રૂપિયા 6 કરોડ જેવી અધધ રકમ વસુલવાની બાકી છે

શહેરમાં પાંચ હજાર બાકીદારોને નોટીસ પાઠવાતા ફેલાયો ફફડાટ
અમરેલી પાલિકાએ બાકી વેરો વસુલવા લાલ આંખ કરી
શહેરીજનો પાસેથી પાલિકાને રૂપિયા 6 કરોડ જેવી અધધ રકમ વસુલવાની બાકી છે
અમરેલી, તા. 3
અમરેલી નગરપાલિકા ઘ્‍વારા વિકાસનાં કાર્યો તેમજ શહેરીજનોની સુખાકારી અર્થે શહેરીજનો પાસે બાકી મિલકત વેરો રૂા. 6 કરોડ વસુલવા પાંચ હજાર બાકીદારોને નોટીસો આપી નળ જોડાણ કાપવા, મિલકત જપ્‍તીની કાર્યવાહી હાથ ધરાતાં બાકીદારોમાં ફફડાટ ફેલાયેલ છે.
પ્રાપ્‍ત વિગ મુજબ અમરેલી નગરપાલિકાનાં ચિફ ઓફિસર જે.યુ. વસાવાની સુચના મુજબ વેરા અધિકારી એ.વી. મસે ઘ્‍વારા નગરજનો પાસે બાકી વેરો રૂા. 6 કરોડ વસુલવા બિલો-જાહેર નોટીસ તેજ ડોર ટુ ડોર નોટીસો આપી તાકીદ કરવામાં આવેલ હોવા છતાં પણ બાકી વેરો પાલિકામાં જમા નહી કરાવનાર સામે કોઈપણની શેહ-શરમ રાખ્‍યા વગર નળ જોડાણ કાપવા, મિલકત શીલ કરવી, મિલકત જપ્‍ત કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાશે. હાલ પાલિકા ઘ્‍વારા વોર્ડ મુજબ ડોર ટુ ડોર વસુલાત માટે કર્મચારીની ટીમો બનાવવામાં આવેલ છે. તેમ છતાં પણ વેરો નહી ભરનાર સામેદંડનીય કાર્યવાહી હાથ ધરાશે. બાકીદારોનાં નામ જાહેર પત્રિકાથી બહાર પાડવામાં આવશે તેમજ અખબારોમાં પણ નામ પ્રસિઘ્‍ધ કરવામાં આવશે. ત્‍યારે બાકીદારોએ પોતાનો વેરો ભરપાઈ કરી શહેરના વિકાસમાં-સુખાકારીમાં પોતાની નૈતિક ફરજ સમજી સહભાગી બનવા જાહેર અપીલ કરવામાં આવેલ છે. અન્‍યથા કાનુનીરાહે પગલા ભરવામાં આવશે.

ફરજના સ્‍થળ પર ગેરહાજર હોય તેવા તલાટી કમ મંત્રીઓની ફરિયાદ કરી શકાશે

જિલ્‍લા વિકાસ અધિકારી યોગેશ નિરગુડે કહે છે
ફરજના સ્‍થળ પર ગેરહાજર હોય તેવા તલાટી કમ મંત્રીઓની ફરિયાદ કરી શકાશે
અમરેલી, તા.3
અમરેલીજિલ્‍લામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ તેમના ફરજના સ્‍થળ પર ગેરહાજર હોય તેવા સમયે તેમની ગેરહાજરી અંગે રજૂઆત કરી શકાશે. સંબંધિત તાલુકાઓમાં આ અંગે અધિકારીઓને, તેમના મોબાઇલ નંબર પર રજૂઆત કરી શકાશે.
ગ્રામ પંચાયત બંધ હોય કે તલાટી કમ મંત્રીઓ તેમના ફરજના સ્‍થળ પર ગેરહાજર હોય તેવા સમયે ફોટો સાથે ફોન નંબર પર રજૂઆત કરી શકાય તેવું આયોજન જિલ્‍લા પંચાયત કચેરી – અમરેલી દ્વારા કરવામાં આવ્‍યું છે. વોટસઅપ મોબાઇલ એપ્‍લિકેશનથી ફરિયાદ કરી શકાશે. ફરજ સોંપવામાં આવેલ હોય તેવા તમામ કર્મચારીઓએ ફરજિયાત આ અંગેની ફરિયાદોનું રજીસ્‍ટર નિભાવી, સંબંધિત તાલુકા વિકાસ અધિકારી સમક્ષ આ વિગતો રજૂ કરવાની રહેશે.
આ ફરિયાદની તપાસ દિન – 3માં કરવાની રહેશે, તલાટી કમ મંત્રી કસૂરવાર ઠરે તેવા કિસ્‍સાઓમાં તેમના પર પગલા લઇ આ અંગેની વિગતો રજીસ્‍ટરમાં નિભાવવામાં આવશે.
આવેલ ફરિયાદની વિગતોની સાથે નમૂનાનું પત્રક, દર માસની તા.1 અને તા.16મીએ મહેકમ શાખાને મોકલી આપવાનું રહેશે. ગ્રામ પંચાયત સરપંચ – સભ્‍યઓએ ફોન નંબર તથા તાલુકાવાર ફરિયાદ નોંધાવવા તાલુકા પંચાયતના નોટિસ બોર્ડ તેમજ ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ પર આ સાથેની જાહેર નોટીસ પ્રસિઘ્‍ધઓ કરી તે બદલનું પ્રમાણપત્ર તાલુકા વિકાસઅધિકારીએ મોકલી આપવાનું રહેશે. ફરજ સોંપવામાં આવેલ હોય તેવા કર્મચારીઓના નામ – મોબાઇલ નંબર અને કચેરીના નંબર સહિતની વિગતો આ મુજબ છે, તેની સંબંધિત તમામે નોંધ લેવા, અમરેલી જિલ્‍લા વિકાસ અધિકારી યોગેશ નિરગુડેની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

(Untitled)

સનાળા ગામ જતાં હોય તે તેળા થયો અકસ્‍માત
વડીયાના અનિડા ગામ નજીક એસ.ટી. બસે હડફેટે લેતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બધાભાઈનું નિધન
પોલીસે ઘટના સ્‍થળે દોડી જઈને ધોરણસર કાર્યવાહી હાથ ધરી
વડીયા, તા. 3
વડીયા તાલુકાના અનિડા ગામ પાસે સામેથી આવતી અમરેલી ડેપોની એસ.ટી.બસ જે અમરેલી ધોરાજી રૂટ પર જઈ રહી હતી તે સમયે વડીયાથી પોતાના ગામે સનાળા મુકામે જતા કુંકાવાવ તાલુકા  પંચાયતના પુર્વ પ્રમુખ બધાભાઈ મયાત્રા (ઉ.વ.આશરે પપ) જે પોતાનું બાઈક જીજે-14, કયુ.6066 લઈને જતા હતા તે સમયે સામેથી આવતી અમરેલી ધોરાજી રૂટની એસ.ટી.બસ જીજે-18, ઝેડ-0પ89 સાથે અનિડા ગામ પાસે અકસ્‍માત થતા બધાભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજેલ હતું. ત્‍યારે આ અંગે એસ.ટી. ડ્રાઈવર વિજયભાઈ મારૂનાં જણાવ્‍યા મુજબ અનિડા ગામ પાસે હું મારી એસ.ટી.બસ લઈને જતો હતો તે સમયે બધાભાઈ પોતાનું બાઈક લઈને સામેથી આવતા હતા ત્‍યારે અકસ્‍માત સર્જાયો જેમાં બાઈક ચાલકનું ઘટના સ્‍થળે મોત નીપજયું. આ અંગે વડિયા પોલીસને જાણ થતા તેઓ ઘટના સ્‍થળે પહોંચી એસ.ટી.બસ અને બાઈક કબજામાં લઈને આગળની કાર્યવાહી હાથધરેલ.

ચોરી, લુંટ, ધાકધમકી સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સામે નેતાઓ બાંયો ચડાવશે

ભાજપનાં સાંસદ નારણભાઈ કાછડીયાની ચેલેન્‍જ સ્‍વીકારીને
કોંગી ધારાસભ્‍ય ઠુંમર ગુંડાગીરી સામે કરશે આંદોલન
ચોરી, લુંટ, ધાકધમકી સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સામે નેતાઓ બાંયો ચડાવશે
અમરેલી, તા. 3
લાઠી-બાબરાનાં ધારાસભ્‍ય વિરજી ઠુંમરે આગામી અઠવાડીયે એસપી અથવા તો કલેકટર સામે ગુંડાગીરીનાં વિરોધમાં આંદોલન કરવાની તૈયારી શરૂ કરતાં રાજકીયધમાસાણની શકયતાઓ ઉભી થઈ છે.
વિગત એવા પ્રકારની છે કે, અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ અમરેલીમાં ફેલાયેલ ગુંડાગીરી દુર કરવાની માંગ કરતાં      વળતા પ્રહારમાં ભાજપનાં સાંસદ નારણભાઈ કાછડીયાએ ગુંડાગીરી કોંગી સમર્થકો કરી રહૃાાનું જણાવીને કોંગી ધારાસભ્‍ય ગુંડાગીરી સામે આંદોલન કરે તો સમર્થન આપવાની હાંકલ કરતાં લાઠીનાં ધારાસભ્‍ય વિરજી ઠુંમરે સાંસદની હાંકલને સ્‍વીકારીને જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની કથળેલી પરિસ્‍થિતિ સામે ઉપવાસ આંદોલન શરૂ કરવાની તૈયારી              દર્શાવી છે.
તેઓએ જણાવેલ છે કે, અમરેલી જિલ્‍લામાં ચોરી, લુંટ, મારામારી, ધાકધમકીનું પ્રમાણ વધી રહૃાું છે. પોલીસ વિભાગની નિષ્‍ક્રીયતાથી અસામાજિક તત્‍વોને ઘી-કેળા થઈ રહૃાા હોય જિલ્‍લાનાં અન્‍ય ધારાસભ્‍યોને વિશ્‍વાસમાં લઈને આગામી દિવસોમાં અમરેલી ખાતે કાયદો-વ્‍યવસ્‍થા બચાવવાનાં હેતુ સબબ આંદોલન શરૂ કરવામાં આવશે. અને તેમાં ભાજપનાં સાંસદ કાછડીયાને પણ સાથ અને સહકાર આપવા હાંકલ કરવામાં આવી હોવાનું અંતમાં જણાવ્‍યું હતું.
આમ અમરેલી જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની કથળતી હાલત અંગે ધારાસભ્‍યો આંદોલન કરવાનાં મિજાજમાં આવી રહૃાા હોય સત્તાધારી પક્ષનાં નેતાઓને કોંગ્રેસને સહકાર આપવા અને ન આપવા બંનેમાં મુશ્‍કેલીઉભી થવાની હોવાથી રાજકીય ધમાસાણનાં એંધાણ જોવા મળી રહૃાા છે.

લાઠીમાં 71, રાજુલામાં 7પ, ચલાલામાં 60 અને જાફરાબાદમાં પાલિકા ચૂંટણીનાં 41 ઉમેદવારીપત્રક રજૂ થયા

ઉમેદવારીપત્રક રજૂ કરવાની અંતિમ ઘડીએ ભારે ઘસારો થયો
લાઠીમાં 71, રાજુલામાં 7પ, ચલાલામાં 60 અને જાફરાબાદમાં પાલિકા ચૂંટણીનાં 41 ઉમેદવારીપત્રક રજૂ થયા
અમરેલી, તા.3
અમરેલી જિલ્‍લાની 4 નગરપાલિકાની ચૂંટણીમાં આજે ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસે જાફરાાદ સિવાય ત્રણ પાલિકામાં ઉમેદવારીપત્રો ભરવા માટે ઉમેદવારોએ ઘસારો કર્યો હતો. તો જાફરાબાદ પાલિકાના 7 વોર્ડ પૈકી 6 વોર્ડનાં ભાજપી ઉમેદવારો બિનહરીફ થતાં વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીના જિલ્‍લામાં ભાજપે ભગવો લહેરાવી દીધો છે. તાજેતરની ધારાસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી મતદાન કરેલા જાફરાબાદ પાલિકા માટે ધારાસભ્‍ય અંબરીશ ડેરને જાફરાબાદમાં ઉમેદવારો જ ન મળતાં ભારે રાજકારણ ગરમાયું છે.
અમરેલી જિલ્‍લાની લાઠી, ચલાલા, રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણીઓ આગામી તા.17ના રોજ યોજાનાર છે. આજે આ ચારેય પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્‍લો દિવસ હતો. ત્‍યારે ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભરવા માટે ઘસારો કર્યો હતો.
લાઠી નગરપાલિકામાં 6 વોર્ડ માટે અગાઉ ર8 ઉમેદવારીપત્રો ભરાયા હતા. જેમાં આજે અંતિમ દિવસે 43 ઉમેદવારીપત્રો ભરાતા કુલ 71 ઉમેદવારીપત્રો રજૂ કરવામાં આવ્‍યા હતા.
ચલાલા નગરપાલિકામાં 6વોર્ડ માટે અગાઉ 3 ઉમેદવારીપત્રો ભરાયા બાદ આજે વધુ પ7 ઉમેદવારીપત્રો ભરાતા કુલ 60 ઉમેદવારીપત્રો ભરાયા છે.
રાજુલા નગરપાલિકામાં 7 વોર્ડની ર8 બેઠક માટે અગાઉ ર7 ફોર્મ ભરાયા હતા. જેમાં આજે 48 વધુ ઉમેદવારીપત્રો ભરાતા કુલ 7પ ઉમેદવારીપત્રો ભરાયા છે.
જયારે જાફરાબાદ નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી માટે 7 વોર્ડની ર8 બેઠકો માટે અગાઉ ર0 ઉમેદવારીપત્રો ભરાયા હતા. જેમાં આજે વધુ ર1 ઉમેદવારીપત્રો ભરાતા કુલ 41 ઉમેદવારીપત્રો ભરાયા છે.
અત્રે ઉલ્‍લેખનીય છે કે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં જાફરાબાદ શહેર સહિત ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોએ કોંગ્રેસ તરફી મતદાન કર્યા બાદ નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણીમાં ભાજપના 7 વોર્ડ પૈકી 6 વોર્ડમાં ભાજપનાં ઉમેદવાર બિનહરીફ થાય છે. માત્ર વોર્ડ નંબર 7માં જ અપક્ષો મેદાનમાં ઉતરી આવતા વોર્ડ નં.7માં ચૂંટણીઓ યોજાશે.

વિધાનસભાની ચૂંટણીમાં 4 હજારની લીડ મેળવનાર કોંગ્રેસને  પાલિકામાં ઉમેદવાર જ ન મળ્‍યા

કોંગ્રેસપક્ષને એકપણ ઉમેદવાર ન મળતાં ભાજપ ગેલમાં
જાફરાબાદમાં પાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાયો
અમરેલી, તા. 3
જાફરાબાદ પાલિકાની ચૂંટણીનાં ઉમેદવારી પત્રક રજુ કરવાનાં છેલ્‍લા દિવસ સુધી કોંગ્રેસ પક્ષ ઘ્‍વારા એકપણ ઉમેદવારીપત્રક રજુ ન થતાં ર8માંથી ર4 બેઠકો પર ભાજપનાં ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે. અને માત્ર 4 બેઠક પર ચૂંટણી થવાની શકયતાઓ જોવા મળે છે. જો કે છેલ્‍લી ઘડીએ ચૂંટણી ન થાય તેવું પણ બની શકે.
તાજેતરમાં સંપન્‍ન થયેલ વિધાનસભાની ચૂંટણીમાં કોંગી ઉમેદવારને જાફરાબાદ શહેરમાંથી 4 હજાર કરતાં પણ વધારે મતની લીડ મળતાં પાલિકામાં કોંગ્રેસ માટે ઉજળા સંજોગો ઉભા થયા હતા.
પરંતુ સ્‍થાનિક ધારાસભ્‍ય અંબરીશ ડેર, જિલ્‍લા કોંગી પ્રમુખ પંકજ કાનાબાર તમામ આગેવાનોને સાથે રાખવામાં નિષ્‍ફળ રહૃાા હતા અને આપસી મતભેદ અને અહંમનાં કારણે એકપણ ઉમેદવારીપત્રક રજુ ન થતાં ભાજપમાં હરખની હેલી જોવા મળી રહી છે.
સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે જાફરાબાદ શહેરનાં કોંગી પ્રમુખ ચંદુભાઈ બારૈયાએ પણ ભાજપ તરફથી ઉમેદવારપત્રક રજુ કરીને બિનહરીફ વિજેતા થતાં ભાજપનાં આગેવાનોએ તેને આવકાર્યાછે.

એસ.ટી. ડેપો પાછળ આવેલ હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં પેસેન્‍જર વાહનનું આડેધડ પાર્કીંગ

ટ્રાફીક પોલીસ હપ્‍તા ઉઘરાવવાનું બંધ કરીને જનતાનાં હિતમાં કાર્ય કરે
અમરેલીનાં રહેણાંક વિસ્‍તારમાં પેસેન્‍જર વાહનોનું ગેરકાયદેસર પાર્કીંગ
અમરેલી, તા. 3
અમરેલી શહેરમાં આડેધડ વાહન પાર્કીંગને લઈને શહેરીજનો જંગલરાજનો અનુભવ કરી રહૃાા છે. છતાં પણ ટ્રાફીક પોલીસને કોઈ ચિંતા જોવા મળતી ન હોય શહેરીજનોમાં નારાજગીનો માહોલ જોવા મળી       રહૃાો છે.
બસ સ્‍ટેન્‍ડ નજીકનાં વિસ્‍તારમાં પેસેન્‍જર વાહનોને ઉભા રહેવાની મનાઈ હોવા છતાં પણ નાના બસ સ્‍ટેન્‍ડ અને મોટા બસ સ્‍ટેન્‍ડ નજીક સવારથી રાત સુધી પેસેન્‍જર વાહનોનું આડેધડ પાર્કીંગ થઈ રહૃાું છે અને ટ્રાફીક પોલીસને દર મહિને નિયત રકમનાં હપ્‍તા મળી જાય છે.
દરમિયાનમાં એસ.ટી. ડેપો પાછળ આવેલ હાઉસીંગ બોર્ડ સાોસયટીમાં પેસેન્‍જર વાહન તુફાન જીપનો ખડકલોથતાં સ્‍થાનિકોમાં રોષનો માહોલ ઉભો થઈ રહૃાો હોય પોલીસ વિભાગનાં ઉચ્‍ચ અધિકારીઓ સ્‍થાનિકોની સમસ્‍યાનું નિરાકરણ કરે તેવી માંગ ઉભી થઈ રહી છે.

અમરેલીમાં હંગામી બસ સ્‍ટેન્‍ડ બનાવવાની તૈયારી પૂરજોશમાં

અમરેલી, તા. 3
અમરેલીનાં હયાત બસ સ્‍ટેન્‍ડનાં સ્‍થળે એરપોર્ટ કક્ષાનું બસ સ્‍ટેન્‍ડ બનાવવાનું હોવાથી હયાત બસ સ્‍ટેન્‍ડની બગલમાં આવેલ અને બિસ્‍માર બનેલ સ્‍ટાફ કવાર્ટરને તોડી પાડીને તે સ્‍થળે ર વર્ષ માટે હંગામી ધોરણે બસ સ્‍ટેન્‍ડ બનાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.

અમરેલી પટેલ સંકુલમાં એકાઉન્‍ટીંગ, મેનેજમેન્‍ટ વિષય પર રાષ્‍ટ્રીય સેમિનાર યોજાયો

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરી. ટ્રસ્‍ટ સુરત સંચાલિત તથા જાણીતા કેળવણીકાર વસંતભાઈ ગજેરા સ્‍થાપિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલની એલ.પી.ટી. બી.બી.એ. કોલેજ દ્વારા એકાઉન્‍ટીંગ, કોમર્સ, મેનેજમેન્‍ટ વિષયમાં વર્તમાન પ્રવાહો પર એક દિવસીય રાષ્‍ટ્રીય સેમિનાર યોજાયો હતો. નિયામક મનસુખભાઈ ધાનાણીના માર્ગદર્શન હેઠળ આયોજિતસેમિનારનું દીપ પ્રાગટય મેને. ફેકલ્‍ટીના ડીન ભાયાણી તથા અઘ્‍યક્ષ સ્‍થાને સૌ. યુનિ. રાજકોટના ડીન વિજયભાઈ ભદ્રાસણા ઉપસ્‍થિત રહયા હતા. કી-નોટ સ્‍પીકર તરીકે મારવાડી ગૃપના ડો. કલ્‍પેશભાઈ ગજેરા તથા ડો. વિશાલ પાટીદારે મનનીય વકતવ્‍ય આપ્‍યું હતું. પ્રાસંગિક પ્રવચન ઉદઘાટક ડો. ભીયાણી, અઘ્‍યક્ષ ડો. વિજયભાઈ ભદ્રાસણા, નિયામક મનસુખભાઈ ધાનાણી વિગેરેએ કરી. વિદ્વાન વિદ્યાર્થીને પ્રોત્‍સાહન આપ્‍યું હતું. આ તકે અતિથિ વિશેષ તરીકે કેમ્‍પસ ડાયરેકટર ચતુરભાઈ ખુંટ, કોમર્સ કોલેજના પ્રિન્‍સિપાલ ડો. શાહ, વા. પ્રિન્‍સિપાલ એમ.એમ. પટેલ, હોસ્‍ટેલ ડાયરેકટર વલ્‍લભભાઈ રામાણી, બ્રિજેશભાઈ પલસાણા, કોલેજના આચાર્યા, ડાયરેકટરો, સ્‍પર્ધકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

ખડાધાર ખાતે વનવિભાગ ર્ેારા સિલાઈ મશીનનું વિતરણ

ખાંભાના ખડાધાર ગામે ગીર પૂર્વ વન વિભાગ તુલસીશ્‍યામ રેન્‍જ ખાંભા ર્ેારા જરૂરીયાતમંદ પરિવારોને રોજી માટે લક્કી ડ્રોથી સીલાઈ મશીનનું વિના મૂલ્‍યે વિતરણ કરાયું. તા. ર/ર/18 ના રોજ ખાંભાના ખડાધાર ગામે આવેલ અમરદાસઆશ્રમ ખાતે ગીર પૂર્વ વન વિભાગ તુલસીશ્‍યામ રેન્‍જ ર્ેારા ઈકો સેન્‍સેટીવ ઝોન અંતર્ગત સામુહીક સંગઠન અને લોકજાગૃતિના ઉમદા ઉદેશ્‍યથી આયોજીત ગીરકાંઠાનાં ગામોના જરૂરીયાતમંદ પરિવારોને લક્કી ડ્રો ર્ેારા, ખડાધાર, ગીદરડી, લાસા, ભાણીયા, બોરાળા, કંટાળા, બાબરવડા, ચક્રાવા ગામનાં 37 પરિવારોને સ્‍વનિર્ભર કરવાના ઉમદા આશયથી વિના મૂલ્‍યે સીલાઈ મશીનોનું એ.સી.એફ. રાણપરીયા ભીખુભાઈ બાટાવાળા, અમરદાસ બાપુ, આર.એફ.ઓ. પટેલ ફોરેસ્‍ટર સુખડીયાબહેન, વિઠલ બોરડ, ડેરભાઈ તથા ગીદરડી, લાસા, તાતણીયા, કંટાળાના સરપંચોના હસ્‍તે સીલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવેલ. અમરદાસ આશ્રમનાં સાધુ એ.સી.એફ. રાણપરીયા, ભીખુભાઈ બાટાવાળાએ વન, વનસંપદા, સ્‍નેહ, વૃક્ષોની જાળગણી, જતન અને જરૂરીયાત અંગે જાણકારી આપી પ્રાસંગીક ઉદ્યબોધન કરેલ. આ કાર્યક્રમનાં પ્રારંભે દીપ પ્રાગટય, મહેમાનોનું સ્‍વાગતથી શુભારંભ થયેલ. કાર્યક્રમમાં ખડાધારના રમેશ બોઘરા, વિઠલ બોરડ, બી.આર.સી.માંથી સંજય બૌયા- રૂચીત મહેતા વન વિભાગનો સ્‍ટાફ, સ્‍થાનિક તથા આસપાસના ગામોના ગ્રામજનો, મહીલાઓ ઉપસ્‍થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા વન વિભાગના સ્‍ટાફે ભારે જહેમત ઉઠાવેલ. કાર્યક્રમના અંતે વન વિભાગ ર્ેારા મહાભોજ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ.

લાઠીના ભામાશાએ બોર્ડર પરનાં ગામમાં 4થી પ કિ.મી. દુરથી પીવાનું પાણી લાવવા પાઈપલાઈન સહિતની પાયાની સુવિધા આપી

ગુજરાત-મહારાષ્‍ટ્ર- મઘ્‍યપ્રદેશની બોર્ડર પર આવેલા મહારાષ્‍ટ્રના નંદુરબારના પડગાવ તાલુકાના શાંતિદુર્ગમ સાતપુડા પર્વતીય વિસ્‍તાર આવેલ છે. જેમાં તિસલમાલ ગામની દુષ્‍કર અને ખૂબ જ કડવી હકીકત ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકીયાના ઘ્‍યાન પર આવતાં તા. ર9નાં રોજ સવજીભાઈ ધોળકીયા પોતાની ટીમના ડો. દિપકભાઈ રાજયગુરૂ, દિપેશભાઈ દતાડીયા, ગઢવી, નરેશભાઈ માયાણી, વાઈલ્‍ડ લાઈફ ફોટોગ્રાફર રાજન જોષી સહિતના લોકોએ નિસલગાલ ગામની મુલાકાત લીધી હતી. ત્‍યારે ગામની પરિસ્‍થિતિ જોઈને એક પ્રશ્‍નનું ન્‍મર્િાણ થયું કે શું આવું ગામ પણ ભારત દેશમાં છે. દેશની આઝાદીના 70 વર્ષ બાદ પણ તિસલમાલ ગામના વિકાસથી દુર છે. આઝાદીના 70 વર્ષ બાદ પણ તિસલમાલના લોકો વીજળી, પાણી, આરોગ્‍ય, રસ્‍તા જેવી સુવિધાથી જોજન દુર છે. અને અગાઉ પણ સરકાર અમોને પાયાની સુવિધાઓ ના આપે તો સામુહિક અમોને મોત આપી દે તેવી આક્રોશ સાથે માંગણી કરેલી. તેવી તમામ બાબત હરિકૃષ્‍ણ એક્ષપોર્ટના માલીક સવજીભાઈ ધોળકીયાના હૃદયને અડી જતાં વિસલમાલનાં લોકોની સમસ્‍યા પોતાની સમજી આરોગ્‍ય સેવા માટે 600 વ્‍યકિત માટે ફસ્‍ટટેઝ કિટ, શાળાના ર3 બાળકો માટે શૈક્ષણિક કિટ, શાળાને ડીઝીટલ લાઈજેશન સુવિધા, ગામમાં સોલાર લાઈટો,4થી પ કિ.મી. દુરથી પીવાનું પાણી લાવવા પાઈપલાઈન સહિતની પાયાની સુવિધા આપવા ત્રણ-ત્રણ દિવસ અતિદુર્ગંધ વિસલમાલ ગામના લોકો સાથે રહી કેટલીક રસપ્રદ હકીક જાણી સવજીભાઈ ચોંકી ઉઠયા હતા. અતિ દુર્ગંધ પર્વતીય વિસ્‍તારના 73 પરિવારને સવજીભાઈ ધોળકીયા વિસલમાલ આવતાં જીવન જીવવા માટે આશાનું કિરણ દેખાયું છે.

અમરેલી તાલુકા સ્‍વનિર્ભર શાળા સંચાલકોનું સ્‍નેહમિલન યોજાયું

ચિતલ ખાતે તા. ર/ર/18 ને શુક્રવારના રોજ અમરેલી તાલુકા સંચાલકોની એક મિટીંગ ચિતલ ખાતે જ્ઞાનગીતા વિદ્યાલયમાં મળેલી હતી જેમાં અમરેલી જિલ્‍લા સ્‍વનિર્ભર રાળા સંચાલકોના પ્રમુખ હસમુખભાઈ પટેલ ઉપપ્રમુખ દિપકભાઈ વધાસીયા, મંત્રી પંકજભાઈ મહેતા, અમરેલી તાલુકા કન્‍વીનર પરેશભાઈ બોધરા, સહ કન્‍વીનર નિલેષભાઈ લીંબાસીયા, શિવમ સ્‍કૂલના સંચાલક રમેશભાઈ માંગરોળીયા, ભરાડ સકૂલમાંથી વિક્રમભાઈ ભરાડ, વિવેકાનંદ સ્‍કૂલ સંચાલક શુભાષભાઈ, સાંદિપની આકડીયા સકૂલના સંચાલક મુકેશભાઈ, વિવેકાનાંે શેડુભારના સંચાલક વિમલભાઈ, સંસ્‍કાર વિદ્યાલયના સંચાલક કાળુભાઈ ગેલાણી, પરેશભાઈ મહેતા તેમજ જ્ઞાનગીતા વિદ્યાલયના તામમ સ્‍ટફગણ વગેરે બહોળી સંખ્‍યામાં મેમ્‍બરો ઉપસ્‍થિત રહયા હતા. આ પ્રસંગે પ્રમુખ તેમજ ઉપ-પ્રમુખે બન્‍નેનો ચિતલ વિદ્યાલયના સંચાલક પરેશભાઈ દ્વારાશાલ તેમને મોમેન્‍ટો આપીને સન્‍માનિત કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રગાટય કરીને માં સરસ્‍વતીને વંદના કરીને સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી. ત્‍યારબાદ જિલ્‍લા પ્રમુખ હસમુખભાઈ પટેલ અને ઉપપ્રમુખ દિપકભાઈ વધાસીયા દ્વારા પ્રાસંગીક પ્રવચન કરવામાં આવ્‍યું હતું. આગામી દિવસોમાં જિલ્‍લાક્ષેત્રે સારું સંગઠન કરવા માટે આયોજન કર્યું હતું. આ કાર્યકંમના અંગે શ્રી હિના વિદ્યાસંકુલના સંચાલક પંકજભાઈ મહેતા દ્વારા કરવામાં આવી હતી. આ તમામ કાર્યક્રમનું સંકલન પરેશભાઈ બોઘરા અને સહયોગી નિલેષભાઈ લીંબાસીયા દ્વારા કરવામાં આવ્‍યું હતું.

04-02-2018