Main Menu

Saturday, February 3rd, 2018

 

ધારી પંથકમાં વિવિધ માર્ગો મંજુર કરાવતા ધારાસભ્‍ય કાકડીયા

ચૂંટણી વેળા આપેલ વચનોને યાદ કરીને કામગીરી શરૂ કરી
ધારી પંથકમાં વિવિધ માર્ગો મંજુર કરાવતા ધારાસભ્‍ય કાકડીયા
ચલાલા-ખાંભા-જીરા-નાગધ્રા સહિતનાં 3 માર્ગોની કામગીરી શરૂ કરવામાં આવશે
અમરેલી, તા. ર
ધારી-બગસરા વિધાન સભા વિસ્‍તારમાં ર0 વર્ષ બાદ કોંગી ધારાસભ્‍ય તરીકે ચલાલાનાં જે.વી. કાકડીયાનો વિજય થયો હોય તેઓ સમગ્ર પંથકનાં વિકાસ માટે ભારે જહેમત ઉઠાવી રહૃાા છે.
તાજેતરમાં તેઓએ ચલાલા-ધારગણી-ખાંભા તેમજ જીરા-દેવળા-નાગધ્રા- લાખાપાદર-ધારગણી સુધીનો 7 મીટરનો માર્ગ તેમજ અન્‍ય એક મળી કુલ 3 માર્ગો મંજુર કરાવ્‍યા હોય આગામી દિવસોમાં માર્ગ બનાવવાનું શરૂ થશે.
ધારાસભ્‍ય જે.વી.એ. એક નિવેદનમાં જણાવેલ છે કે, સમગ્ર પંથકનાં ખેડૂતો ભાજપ સરકારથી ત્રાહીમામ પોકારી ચુકયા છે. ખાતર માટે અંગુઠાનો નિયમ બનતા ખેડૂતોને સમયસર ખાતર મળતું નથી.
વધુમાં જણાવેલ છે કે, કેન્‍દ્રનાં નાણામંત્રીએ રજુ કરેલ બજેટ અતિ નિરાશાજનક છે અને બજેટથી ખેડૂતો, બેરોજગાર યુવાનો કે વેપારીઓને કોઈ ફાયદો નથી. મોંઘવારી વધશે અને માત્ર આંકડાકીય ચક્રવ્‍યુહ રચવામાં આવ્‍યું હોવાનું જણાવીને બજેટને વખોડી કાઢયું છે.

ખાંભાનાં જામકા ગામે યુવતિ ભગાડી જવાનાં પ્રશ્‍ને બઘડાટી

અમરેલી, તા. ર
ખાંભા તાલુકાના જામકા ગામે રહેતા અને ખેતી કામ કરતાં સામતભાઇ મસરીભાઇ સોલંકી નામના ખેડૂત 3પ વર્ષિય યુવાન કાકાનો દીકરો તે જ ગામે રહેતા હમીરભાઇ પીઠાભાઇની બહેનને અગાઉ ભગાડી લઇ ગયેલ હોય તેનુ વાતનું મનદુઃખ રાખી ગઈકાલે સવારે તે જ ગામે રહેતા હમીરભાઇપીઠાભાઇ, દુલાભાઇ રામભાઇ, નનાભાઇ રામભાઇ, મંગાભાઇ પીઠાભાઇ વિગેરેએ લોખંડનો પાઇપનો એક ઘા જમણા હાથના કાંડા ઉપર મારી તથા ધારીયાવતી વાંસાના પાછળના ભાગે એક ઘા મારી તેમજ અન્‍યએ ધારીયા તથા છરીનો એક ઘા વાંસાના પાછળના ભાગે ડાબા ખંભા ઉપર  મારી તથા સાહેદને ગંભીર જીવલેણ ઇજા પહોચાડી જાનથી મારી નાંખવાની કોશીશ કરી ગાળો આપી મારી નાંખવાની ધમકી આપતા આ અંગે ખાંભા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
તો સામા પક્ષે પણ આ જ કારણોસર દુલાભાઇ રામભાઇ જોલાપરા નામના યુવાન ખેડૂતે એ પણ તે જ કારણોસર કાળાભાઇ ટપુભાઇ સોલંકી, મનુભાઇ કાળાભાઇ સોલંકી, ભગાભાઇ આતુભાઇ, આતુભાઇ ટપુભાઇ સામતભાઇ તથા રવજીભાઇ નનાભાઇ સામે ગેર કાયદેસરની મંડળી રચી તીક્ષ્ણ હથીયાર ધારણ કરી દુલાભાઇ રામભાઇ જોલાપરાને ગાળોઆપીકુહાડીનો એક ઘા મારી ઇજા પહોચાડી તેમજ બીજો ઘા પગમાં મારી તેમજ અન્‍ય આરોપીઓએ પણ પાછળના ભાગે બે મુંઢ ઘા કરી ઇજા પહોચાડી લજા કરતા આ અંગે ખાંભા પોલીસમાં સામસામી ફરીયાદ નોંધાય છે.

નાગ્રધા ચોકડી પાસે વૃઘ્‍ધનું બાઈક આંતરી રૂા. 18600ની લૂંટ

પોલીસે મુખ્‍ય આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો
અમરેલી, તા. ર
ખાંભા ગામે રહેતાં નાનુભાઈ હરીભાઈ સોની નામના 70 વર્ષિય વૃઘ્‍ધ ગત તા.ર9ના સાંજનાં 4 વાગ્‍યાનાં સમયે પોતાના હવાલાવાળા મોટર સાયકલ નં. જી.જે.14 એ.જે. 8174 લઈ અને નાગધ્રા ગામે જતાં હતા ત્‍યારે નાગધ્રા ચોકડી પાસે અમરેલી તાલુકાના સરંભડા ગામે રહેતાં રણજીત ભાભલુભાઈ નામનાં ઈસમે બે અજાણ્‍યા શખ્‍સો સાથે વૃઘ્‍ધનું મોટર સાયકલ રોકાવી વૃઘ્‍ધને ધાક ધમકી આપી ખીસ્‍સામાં રહેલ રોકડ રકમ રૂા.18600ની લૂંટ ચલાવી નાશી ગયેલ હતા.
આ બનાવ અંગે ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ધારી પોલીસે આ બનાવનો મુખ્‍ય આરોપી રણજીત ભાભલુભાઈને ઝડપી લીધો હતો. બાકી રહેલા બે અજાણ્‍યા ઈસમોને પણ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

કોંગ્રેસ ગુંડાગીરી સામે આંદોલન કરે તો સમર્થન : સાંસદ

ધારાસભ્‍ય પરેશ ધાનાણી લાજવાને બદલે ગાજવાનું બંધ કરે
કોંગ્રેસ ગુંડાગીરી સામે આંદોલન કરે તો સમર્થન : સાંસદ
કોંગી ધારાસભ્‍યો સાંસદની ચેલેન્‍જનો સ્‍વીકાર કરે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે
અમરેલી, તા. ર
અમરેલી જિલ્‍લામાં બેફામ બનેલ ગુંડાગીરી અને રોમિયોગીરીને લઈને કોંગ ધારાસભ્‍ય અને ભાજપી સાંસદ વચ્‍ચે વાકયુઘ્‍ધ શરૂ થયું હોય પોલીસ વિભાગની સુડી વચ્‍ચે સોપારી જેવી હાલત બની છે. તાજેતરમાં અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ ગુંડાગીરી અને રોમિયોગીરીનું દુષણ ડામવાની માંગ કરતાં ભાજપી સાંસદ નારણભાઈ કાછડીયાએ ધારાસભ્‍યનો ઉધડો         લીધો છે.
તેઓએ નિવેદનમાં જણાવેલ છે કે, અમરેલીનાં વેપારીઓને ધાકધમકી આપનાર ગુંડાઓ અને રોમિયો કોંગ્રેસ સમર્થક છે અને છતાં પણ કોંગી ધારાસભ્‍ય શહેરીજનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાશ કરી રહૃાા છે.
વધુમાં જણાવેલ છે કે, જો કોંગી ધારાસભ્‍યો ગુંડાગીરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરે તો ભાજપનાં સાંસદ તરીકે હું સમર્થન આપીશ તેમ અંતમાં જણાવેલ છે.
હવે કોંગી ધારાસભ્‍યો ભાજપી સાંસદની ચેલેન્‍જનો સ્‍વીકાર કરે છે કે કેમ તેનાં પર સૌની નજરમંડાયેલી છે.

વંડા ગામ નજીક લોખંડના પાઈપ વડે માર મારી સોનાના ચેઈન-રોકડની લુંટ

મેવાસા ગામના ઈસમ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
અમરેલી તા.ર
સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામે રહેતા જશુભાઇ         સાર્દુળભાઇ ખુમાણ નામના 40 વર્ષિય યુવકે અગાઉ પોતાની વાડીએ બાવળ અને સાંઠીનુ બળતણ ભેગુ કરી રાખેલ જે સાવરકુંડલા તાલુકાના મેવાસા ગામે રહેતા લખુભાઇ વિક્રમભાઇ સાગડે સળગાવી નાખેલ જે બાબતે તેમણે જશુભાઇ જેબલીયા મારફતે ઠપકો દેવડાવેલ તેનુ મનદુઃખ રાખી લખુભાઇ વિક્રમભાઇ સાગડે ગત તા.31ના રોજ સવારના સાડા દસેક વાગ્‍યે પિયાવાથી વંડા ગામે જતા વંડા ગેશાળા પાસે જશુભાઇ સાર્દુળભાઇ ખુમાણના મોટર સાયકલને ઉભુ રખાવી લોખંડના પાઇપથી ડાબા પગે તથા જમણા હાથે માર મારી ડાબા પગ ભાંગી નાખી પેન્‍ટના ખીસ્‍સામાંથી રોકડા રૂપિયા ર0000 તથા ગળામાં પહેરેલ સોનાનોચેઇન આશરે બે તોલાનો કીમત રૂા.3પ000ની લુંટ કરી નાસી જતા આ અંગે વડા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીપત્રક રજુ કરવા પડાપડી

અંતિમ દિવસોમાં નગરસેવક બનવાનો ઉત્‍સાહ જોવા મળ્‍યો
પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીપત્રક રજુ કરવા પડાપડી
આજે પણ મોટી સંખ્‍યામાં ઉમેદવારીપત્રક રજૂ થશે
અમરેલી, તા.ર
અમરેલી જિલ્‍લાની ચાર નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી આગામી તા.17ના રોજ યોજાનાર છે. ત્‍યારે આજે ઉમેદવારીપત્રો ભરવા માટે થઈ જે તે ચૂંટણી અધિકારીઓ પાસે ઉમેદવારોએ લાઈનો લગાવી હતી. આવતી કાલે પણ ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ હોય, આવતી કાલે પણ ઉમેદવારોનો ઘસારો રહેશે.
અમરેલી જિલ્‍લાની રાજુલા, જાફરાબાદ, લાઠી અને ચલાલા નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી માટે ગત સોમવારથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થવા પામી છે. અને આવતી કાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. ત્‍યારે આજે લાઠી નગરપાલિકાની ચૂંટણી માટે નવા રપ ઉમેદવારીપત્રો ભરાયા હતા. જયારે અગાઉ 3 ઉમેદવારીપત્રો મળી કુલ ર8 ઉમેદવારીપત્રો આજે ભરાયા છે.
જયારે જાફરાબાદ પાલિકાની ચૂંટણીમાં આજે 18 ઉમેદવારીપત્રો ભરાયા છે. આ અગાઉ ર ઉમેદવારી પત્રો ભરાયા હતા તે       મળી કુલ ર0 ઉમેદવારી પત્રો ભરાયા છે. જયારે ચલાલા નગરપાલિકાની ચૂંટણી આજે માત્ર 3 ઉમેદવારી પત્રો જ ચૂંટણી અધિકારી સમક્ષ ભરાયા છે.
રાજુલાનગરપાલિકાની સામાન્‍ય ચૂંટણીમાં અગાઉ એક પણ ઉમેદવારી પત્રો ભરાયા ન હતા ત્‍યારે આજે ર7 ઉમેદવારી પત્રો રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં ભરાયા છે.
અત્રે ઉલ્‍લેખનીય છે કે રાજુલા, જાફરાબાદ પાલિકામાં 7-7 વોર્ડ મળી કુલ પ6 બેઠકો માટે ચૂંટણી યોજાશે. જયારે લાઠી, ચલાલા માટે 6-6 વોર્ડના 48 બેઠકો માટે કુલ 104 બેઠકો માટે 10પ મતદાન મથકમાં મતદાન યોજાશે.

મંડળીનાં કર્મચારી ખેડૂતનો અંગુઠો મેળવવા માટે અગાશી પર હડીયાપટ્ટી કરી રહૃાા છે

ડીઝીટલ ઈન્‍ડિયાનાં ગાણા વચ્‍ચેની કડવી વાસ્‍તવિકતા
ખેડૂતોને ખાતર મેળવવામાં આંખે અંધારા આવે છે
મંડળીનાં કર્મચારી ખેડૂતનો અંગુઠો મેળવવા માટે અગાશી પર હડીયાપટ્ટી કરી રહૃાા છે
અમરેલી, તા. ર
કેન્‍દ્ર સરકારે ખેડૂતો માટે ચાલું કરેલ ડાયરેકટ બેનીફીટ ટ્રાન્‍સફરની ડીબીટી યોજનાના પ્રથમ દિવસે જ અમરેલી જીલ્‍લાનાં ખેડૂતોને મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહૃાો છે. ડીબીટી યોજનાના પીઓએસ મશીન નેટ કનેકશન ન મળતા ખાતર વેચતા સંઘના મેનેજરને નેટ કનેકટીવીટી ન મળતાં છત, અગાસી પર નેટ કનેકટીવીટી માટે ધકકા ખાવા પડી રહૃાા છે.
સાવરકુંડલા તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી તાલુકાભરના ખેડૂતો મંડળીઓમાં ખાતર ખરીદતા હોય છે પણ હાલમાં જ કેન્‍દ્ર સરકાર ઘ્‍વારા ફરજીયાત અમલીકરણ કરેલી ડીબીટી યોજના ખેડૂતો માટે માથાનો દુઃખાવો સાબિથ રહી છે. સરકાર ઘ્‍વારા ફાળવાયેલા પીઓએસ મશીનમાં ખેડૂતોના અંગુઠા મેચ નથી થતાં જો મેચ થઈ જાય તો નેટ કનેકટીવીટી મળતી નથી જેથી સંઘના મેનેજર સહિત ખેડૂતોને છત અથવા અગાસી પર નેટ કનેકટીવીટી મેળવવા પ0-પ0 સીડીના દદારા ચડીને તડકે તપવુ પડે છે.
સવારથી ભેંકરા ગામના રવજીભાઈ ખેડૂત ત્રણ-ત્રણ વાર છત પર અંગુઠો મેચ કરવા ચડયા છે પણ અંગુઠો પીઓએસ મશીનમાં મેચ નથી તો અને ખાતર માટેખેડૂતો પરેશાની ભોગવી રહૃાા છે.
તો નેસડી ગામેથી આવેલા સેવા સહકારી મંડળીના મંત્રીએ આક્રોશ સાથે જણાવ્‍યું હતું કે, નેસડી ગામમાં કાલે આખા દિવસમાં માત્ર એક જ બીલ નીકળ્‍યું હતું. આથી આજે માતૃ સંસ્‍થા સંઘે આવ્‍યા તો અહિંયા ખેડૂતોની લાઈન લાગી છે. શહેરમાં નેટ કનેકટીવીટી મળતી નથી તો ગામડે ગામડે નેટ કેમ મળે તે સવાલ ઉભો થયો છે. રોજના 100 બીલો નીકળતા તેની જગ્‍યાએ પીઓએસ મશીન એકાદ બીલ જ કાઢતું હોવાથી ખેડૂતો ગામડામાં પરેશાની ભોગવી રહૃાા છે તો દેત્રડ ગાની મંડળીના મંત્રી પણ હેરાન પરેશાન છે.
ખેડૂતોના આધારકાર્ડ સાથે અંગુઠો પીઓએસ મશીનમાં મેચ નથી થતો અને ખેડૂતોને સબસીડાઈઝ રાસાયણિક ખાતર મળતું નથી અને સ્‍ટોકમાં ખાતર પડયું છે પણ અંગુઠો ન મળતા ખેડૂતો ખાતરથી વંચિત રહે છે. જેનો રોષ મંડળીનાં મંત્રીઓએ ભોગવવાનો વારો આવે છે.
ત્‍યારે ખરીદ વેચાણ સંઘના મેનેજર છત, અગાસી પર ધકકા ખાઈને જણાવે છે કે, સરકાર ઘ્‍વારા ફાળવાયેલા પીઓએસ મશીન હલકી ગુણવત્તાના છે. ડીવાઈસમાં અવાર-નવાર એરર આવે છે. અંગુઠા મેચ કરાવવા માટે મેનેજરને અગાસી, છત પર ચડવું પડતું હોય છે. તાલુકા કક્ષાએ રોજના પ00 ખેડૂતો આવતા હોય ત્‍યારે સરકારના આવા પીઓએસ મશીન શોભાના ગાંઠીયા સમાનના સાબિતથઈ રહૃાા છે અને ખેડૂતો હાલાકીનો સામનો કરી રહૃાા છે.

અમરેલીની સિવિલ હોસ્‍પીટલનો માર્ગ બંધ થતાં પરેશાની

સરકારે સિવિલ હોસ્‍પીટલનું સંચાલન ખાનગીસંસ્‍થાને સોંપીને મુશ્‍કેલી ઉભી કરી
અમરેલીની સિવિલ હોસ્‍પીટલનો માર્ગ બંધ થતાં પરેશાની
ખાનગી સંસ્‍થાએ માર્ગને બંને બાજુથી એકાદ મહિનાથી બંધ કરી દેતા હાલાકી
અમરેલી, તા. ર
અમરેલીની સિવિલ હોસ્‍પીટલનું સંચાલન ખાનગી ટ્રસ્‍ટને સરકારે સોંપી દેતા દર્દીઓની પરેશાની ઘટવાને બદલે વધી રહી છે.
અમરેલીની સિવિલ હોસ્‍પીટલનાં વરસડા રોડ પરનો તેમજ સામે છેડાનો માર્ગ એક મહિનાથી બંધ કરી દેવામાં આવતાં દર્દીઓને ભારે મુશ્‍કેલી ઉભી થઈ રહી છે.
આજે એક છકડો રીક્ષામાં દર્દીને સિવિલ હોસ્‍પીટલ લઈ જવાતાં માર્ગ બંધ હોવાથી દર્દીને ભારે પરેશાની ઉભી થઈ હતી.
અમરેલીનાં નેતાઓ વિકાસની ગુલબાંગો ફેંકવાને બદલે જનહિતમાં થોડા કામો કરે તેવી માંગ દર્દીઓમાંથી ઉભી થઈ છે. જો આ માર્ગ 3 દિવસમાં પુનઃ શરૂ કરવામાં નહી આવે તો જનઆંદોલનનાં ભણકારા વાગી રહૃાા છે.

અમરેલી જિલ્‍લા બેન્‍કનાં એમ.ડી. સંઘાણીનાં જન્‍મદિનની પ્રેરણાદાયી ઉજવણી

જન્‍મ દિવસની ઉજવણી પણ સેવાભાવના સાથે ઉજવવાની લત ધરાવતા સેવાભાવી અગ્રણી ચંદુભાઈ સંઘાણીએ તેમનો જન્‍મ દિવસ પણ મહિલા વિકાસ ગૃહની બાળાઓને ઘરઆંગણે વસ્‍ત્રદાન અને અન્‍નદાન-ભોજન પીરસી સૌની વચ્‍ચે સાદગીસભર રીતે ઉજવીને નૂતન રાહ ચિંઘ્‍યો છે. પ4મા પ્રવેશતા ચંદુભાઈ પ્રત્‍યે અપાર લાગણી અને પ્રેમ ધરાવતી બાળાઓએ પણ પ4 દિપમાળા તૈયારી કરીને શુભકામના પાઠવી હતી. આ તકે ચંદુભાઈના ધર્મપત્‍ની ગીતાબહેન સંઘાણી, અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, એમ.ડી. ડો. આર.એસ.પટેલ, ડો. રામાનુજન, કૌશિકભાઈ વેકરીયા, હરિભાઈ બાંભરોલીયા, ભગીરથભાઈ ત્રિવેદી, રાજેશભાઈ માંગરોળીયા, તુષારભાઈ જોષી, અરૂણાબેન માલાણી, તરૂલતાબેન વ્‍યાસ, સમગ્ર સંઘાણી પરિવાર અને વિકાસ ગૃહનો સ્‍ટાફ વિગેરે ઉપસ્‍થિત રહીને શુભકામનાઓ પાઠવી હતી. વસ્‍ત્ર દાન અને અન્‍ન દાન એ મહાન છે,મહિલા વિકાસ ગૃહની બાળાઓને વસ્‍ત્ર દાન સાથે ભોજનના ઓડકારથી તૃપ્‍ત કરી જન્‍મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. સાદગીસભર જન્‍મ દિવસની ઉજવણી બદલ લોકોએ પણ શુભેચ્‍છા સાથે સુંદર કાર્યની સરાહના કરી હતી તેમ મહિલા વિકાસ ગૃહની અખબારી યાદીમાં જણાવાયેલ છે.

ધારી અને ચલાલા પંથકમાં થયેલ પાંચ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

અમરેલી ક્રાઈમ બ્રાન્‍ચને મળી સફળતા
અમરેલી, તા. ર
અમરેલી એલસીબી પોલીસ ઈન્‍સ્‍પેકટર એ.પી. પટેલની રાહબરી નીચે એલસીબી ટીમ ધારી ટાઉનપોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા અને પેટ્રોલીંગ દરમિયાન ધારી એસ.ટી. બસ સ્‍ટેશન નજીક આવતા બે ઈસમો શંકાસ્‍પદ રીતે ઘણા મોબાઈલ ફોન વેચવાની તૈયારી કરતા આંટા-ફેરા મારી રહેલ છે તેવી ચોકકસ હકીકત આધારે મળેલ બાતમીના જણાવેલ વર્ણનવાળા બે ઈસમોને ધારી એસ.ટી. બસ સ્‍ટેશન નજીકથી ઝડપી લઈ પ્રાથમિક પુછપરછ દરમિયાન બંને ઈસમો શંકાસ્‍પદ જણાતાં આ બંને ઈસમોની સઘન પુછપરછ હાથ ધરતા તેમના નામ વિરલભાઈ મધુભાઈ સોલંકી (ઉ.વ. ર1) ધંધો મંજુરી રહે. દેવળા તથા સંજયભાઈ વિરજીભાઈ દેવીપુજક (ઉ.વ. ર1) રહે. મુળ કરમદડી હાલ ડાભાળી તા. ધારી     વાળા હોવાનું જાણવા મળેલ. આ બંને ઈસમોની ઝડતી તપાસ દરમિયાન તેઓ બંનેની પાસેથી કુલ 13 નંગ મોબાઈલ ફોન મળી આવેલ. જેની કુલ કિંમત રૂા. 13 હજાર તથા રોકડા રૂપિયા 1300 મળી આવેલ. અને આ બંને ઈસમોની તેમની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન, રોકડ રકમ અને તેમની આ સ્‍થળે હાજરી બાબતે પુછપરછ કરતાં બંને ઈસમો ગલ્‍લા-તલ્‍લા કરવા લાગેલ અને કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય વધુ શંકા જતાં તેમની સઘન પુછપરછ કરતાં આ ઉપરોકત બંને ઈસમોએ મળી ધારી ખાતે આવેલ નકળંગ મોબાઈલ ફોન નામની દુકાના નળીયા સેરવી દુકાનની અંદર જઈ મોબાઈલ ફોનોની ચોરી કરેલ તથા આજથી બે વર્ષપહેલા ધારીના મોણવેલ ગામની એક બંધ દુકાનમાંથી આશરે ર700ની બંનેએ સાથે મળી ચોરી કરેલ તથા આજથી એકાદ વર્ષ પહેલા ફોરેસ્‍ટ કોલોની પાસે ઘરમાંથી રોકડા રૂપિયા તથા ચાંદીના છડા તથા સોનાના ઓમકારની ચોરી કરેલ તેમજ એકાદ વર્ષ પહેલા ધારીમાં આવેલ જીવન મુકતેશ્‍વર મંદિરની દાનપેટીમાંથી આશરે પરચુરણ રૂા. પ400 ની બંને ઈસમોએ ભેગા મળી ચોરી કરેલ તથા આજથી એકાદ વર્ષ પહેલા ચાલાલ ખાતેના મીઠાપુર ગામે એક બંધ મકાનમાં પ્રવેશ કરી ઘરમાં શોધખોળ કરતા હોઈ કિંમતી ચીજવસ્‍તુ કે રોકડા મળી આવેલ ન હોય અને ચોરીની કોશીષ કરેલ હોવાની કબુલાત આપતાં હોય અને તેમની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા ઉપરોકત ચોરીઓ પૈકીના મુદામાલની રોકડ રકમ હોવાનું જણાવતાં હોય. આ અંગે તપાસ કરતા ધારી તથા ચલાલા પોલીસ સ્‍ટેશનમાં મળી કુલ પાંચ ગુન્‍હાઓ રજી. થયેલ હોય આ મળી આવેલ મુદામાલ મોબાઈલ ફોન કિંમત રૂા. 13 હજાર તથા રોકડા રૂા. 1300 મળી કુલ કિંમત રૂા. 14 હજાર 300નો મુદામાલ શકપડતી મિલ્‍કત તરીકે કબજે કરી ચોરી કરનાર બંને ઈસમોને ચોરીના મુદામાલ સહિત ધારી પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે.
આમ ધારી તથા ચલાલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં થયેલ પાંચ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલવામાં અમરેલી એલસીબીએસફળતા                મેળવેલ છે.

સાવરકુંડલામાં આજથી પૂ. મોરારિબાપુની રામકથાનો

આયોજકો દ્વારા વિવિધ સમિતિઓની રચના કરીને જવાબદારી સોંપવામાં આવી
સાવરકુંડલામાં આજથી પૂ. મોરારિબાપુની રામકથાનો પ્રારંભલલ્‍લુભાઈ શેઠ આરોગ્‍ય મંદિરનાં હિતાર્થે સુંદર આયોજન
સાવરકુંડલા, તા.ર
સાવરકુંડલામાં છેલ્‍લા ત્રણેક વર્ષથી ચાલતા શ્રી વિદ્યાગુરૂ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ સંચાલિત લલ્‍લુભાઈ શેઠ આરોગ્‍ય મંદિરમાં નિઃશૂલ્‍ક દર્દીનારાયણની સેવા કરાઈ રહી છે. આજે આ મંદિરમાં હજારો દર્દીઓ નિઃશૂલ્‍ક લાભ લઈ રહયા છે. જેનો માસિક ખર્ચ 30 થી 40 લાખ રૂપિયા થાય છે. ત્‍યારે વિદ્યાગુરૂ ફાઉન્‍ડેશન અને આ ભગીરથ કાર્યને વિશાળ બનાવવાના અર્થે જરૂરિયાતને પહોંચી વળવા પૂ. મોરારિબાપુએ તા.3/ર થી તા.11/ર સુધી આવેલ રામકથાની તૈયારી હવે પૂર્ણતાના આરે છે. આ કથામાં જે રકમ એકત્ર થશે તે નિઃશૂલ્‍ક હોસ્‍પિટલને અર્પણ કરાશે. ત્‍યારે દરેક જ્ઞાતિ દ્વારા દાનની સરવાણી શરૂ થઈ છે. તેમજ કથામાં મુખ્‍ય મંડપ, રસોડુ, પાર્કીંગ સહિતના મંડપની તૈયારીને આખરી ઓપ અપાયોહતો. ઉપરાંત કથા દરમિયાન રાત્રીના સમયે ખ્‍યાતનામ કલાકારોના લોકડાયરાઓ સહિતના કાર્યક્રમો થનાર છે. ઉપરાંત વિરદાદા જસરાજ સેના અને સદભાવના ગૃપ દ્વારા કથા દરમિયાન રકતદાન કેમ્‍પનું પણ આયોજન કરેલ છે. કથા દરમિયાન લોકમેળો, રકતદાન કેમ્‍પ તેમજ લોકડાયરાનું અનેરૂ આયોજન કરાયું છે.

ન્‍યાય આપવાની ખાત્રી આપી અમરેલીનાં સત્‍યાગ્રહીને પારણા કરાવતા અધિકારીઓ

અમરેલી, તા.ર
દલિત સમાજની રેલી ઉપર થયેલ કેસ પરત ખેંચવા, ફાચરીયા ગામની ખાતા નં.17ર, હે.1ર3-8પ-7ર સરકારી પડતર જમીનની માપણી કરવા, વર્ષ-1993માં આપેલ જમીનના કબજા પાવતી આપવા, ગામતળની જમીનમાં દબાણ દૂર કરાવવા, આદર્શ કુમાર છાત્રાલયમાં સ્‍થાનીક ગૃહપતિ મુકવા, બાળકોને ખરાબ તેમના ભોજન બનાવવામાં આવે છે. તેની તપાસ કરવા વિગેરે ન્‍યાયી માંગણીઓએ તા.1પ/8/18થી કલેકટર, અમરેલીની કચેરી સામે સત્‍યાગ્રહકરી રહયા હતા. અન્‍નજળનો ત્‍યાગ કરતા સત્‍યાગ્રહીની તબીયત લથડતા સિવિલ હોસ્‍પિટલ, અમરેલીમાં સારવાર તળે હતા.
ઉપરોકત પ્રશ્‍નોએ કલેકટરે સુચના આપતા નિવાસી અધિક કલેકટર તેમજ મામલતદાર વિગેરે પ્રશ્‍નોએ ચર્ચા કરી પ્રશ્‍નોના નિકાલ માટે સંબંધિત વિભાગમાં લેખીતમાં આપી સત્‍યાગ્રહી બેચરભાઈ મહીડાને આઈસ્‍ક્રીમ ખવરાવી પારણા કરાવેલ હતા. આ તકે ગુરૂ આદેશ (સાપ્‍તાહિક)ના તંત્રી ભાણજીભાઈ બગડા (ગુરૂજી), દલિત અગ્રણી ઝવેરભાઈ સોલંકી, અરજણભાઈ સારીખડા ધોળાદ્રી, છગનભાઈ ખુમાણ રહે. મોણુર વિગેરે હાજર રહેલ હતા.

નાનીકુંડળમાં વિજ્ઞાન કેન્‍દ્ર દ્વારા અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાયો

નાનીકુંડળ પ્રાથમિક શાળા ખાતે વર્લ્‍ડ વેટલેન્‍ડ દિવસ નિમિતે બાલભવન અને જિલ્‍લા વિજ્ઞાન કેન્‍દ્ર અમરેલી દ્વારા નાનીકુંડળ પ્રાથમિક શાળા ખાતે બાળકોને ગમત સાથે જ્ઞાન મળે અને ગામડામાં ચાલતી વર્ષો જૂની પરંપરાઓ અને ભુવાઓ જેવી અંધશ્રઘ્‍ધા પ્રત્‍યે બાળપણથી બાળકોમાં જાગૃતિ આવે તે હેતુથી ડાયરેકટર, જિલ્‍લા વિજ્ઞાન કેન્‍દ્ર, અમરેલી નિલેશભાઈ પાઠક, નુતન હાઈસ્‍કૂલના રીટાયર્ડ વિજ્ઞાન શિક્ષક ટી.જી. માંડલીયા તથા સાયન્‍સ કોમ્‍યુનેટર, બાલભવન, અમરેલી ચેતનભાઈ પાઠક દ્વારા અંધશ્રઘ્‍ધા દૂર કરે તેવા પ્રયોગો જેવા કે હાથમાંથી કંકુ કાઢવું તથા અન્‍ય અંધશ્રઘ્‍ધા જાગૃતિમાટેના પ્રયોગો કરવામાં આવ્‍યા હતા. તથા બાળકોમાં વિજ્ઞાન પ્રત્‍યે જાગૃતતા વધે તે હેતુથી ઓકસીજન વાયુ બનાવવો, હાઈડ્રોજન વાયુ બનાવવો તથા હવાના દબાણ વડે કેવું જાદુગર થાય તેની માહિતી આપી તેવું જાદુ બતાવ્‍યું હતું જેથી બાળકોને ખૂબ ગમત, આનંદ સાથે જ્ઞાન મળ્‍યું હતું.

03-02-2018