Main Menu

Friday, February 2nd, 2018

 

પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીપત્રક રજુ કરવામાં નિરસતા

જાફરાબાદ, રાજુલા, ચલાલા અને લાઠી પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીપત્રક રજુ કરવામાં નિરસતા
આવતીકાલે ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવારીપત્રક રજૂ થશે
અમરેલી, તા. 1
અમરેલી જિલ્‍લાની લાઠી, ચલાલા, રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણીઓ આગામી તા.17 નાં રોજ યોજાનાર છે. ત્‍યારેઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ જવા પામી છે ત્‍યારે અત્‍યાર સુધીમાં લાઠી પાલીકાની ચૂંટણીમાં માત્ર 3 ઉમેદવારોએ તથા જાફરાબાદ પાલીકાની ચૂંટણીમાં માત્ર ર ઉમેદવારીપત્રો ભરાયા છે જયારે ચલાલા અને રાજુલા પાલીકાની ચૂંટણીમાં એકપણ ઉમેદવારીપત્રો ભરાયા નથી.
ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે શનિવારનાં રોજ છેલ્‍લો દિવસ હોય, શુક્ર-શનિમાં ઉમેદવારીપત્રો ભરવા માટે રાફડો ફાટશે અને ભારે ઘસારો થશે તેમ લાગી રહૃાું છે.

ચલાલાની પરિણીતાએ ભુલથી એસીડ પી જતાં સારવાર દરમિયાન મોત

અમરેલી, તા. 1
ચલાલા ગામે આવેલ દાનેવ સોસાયટીમાંરહેતાં અફરોજાબેન અમજદભાઈ પઠાણ નામની રપ વર્ષિય પરિણીતા માનસિક રીતે ઝપટમાં આવી ગયેલ હોય, તેણીએ તાંત્રીક સારવાર માટે થઈ મંત્રેલુ પાણી પીવાનાં બદલે અંધારામાં ભૂલથી એસીડની બોટલમાંથી એસીડ પી જતાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેણીનું સારવાર દરમીયાન મોત થયુંહતું.

એનડીએ સરકારનાં વાર્ષિક બજેટથી ‘‘અચ્‍છે દિન”નો ફુગ્‍ગો ફૂટી ગયો : વિરજી ઠુંમર

એનડીએ સરકારનાં વાર્ષિક બજેટથી ‘‘અચ્‍છે દિન”નો ફુગ્‍ગો ફૂટી ગયો
ધારાસભ્‍ય વિરજી ઠુંમરે બજેટને નિરાશાજનક ગણાવ્‍યું
અમરેલી, તા. 1
એનડીએ સરકારનાં નાણામંત્રી અરૂણ જેટલીએ આજે રજૂ કરેલ વાર્ષિક બજેટમાં જનઉપયોગી કોઈ રકમ ફાળવવામાં આવી નથી. દેશમાં આગામી દિવસોમાં બુરે દિનનો પ્રારંભ થવાની શકયતાઓ કોંગી ધારાસભ્‍ય વિરજી ઠુંમરે વ્‍યકત કરી છે.
તેઓએ એક નિવેદનમાં જણાવેલ છે કે મોંઘવારી, ભ્રષ્‍ટાચાર, બેરોજગારી, દૂર કરવા કે ખેડૂતોનું દેવુ માફ જેવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
આજે રજૂ થયેલ બજેટથી દેશનાં ગરીબો, મઘ્‍યમવર્ગીય પરિવારો, નાના-મોટા વેપારીઓ, ગૃહિણીઓ, ખેડૂતો, બેરોજગાર યુવાનોને કોઈ ફાયદો થયો નથી. એકંદરે બજેટ નિરાશાજનક હોવાનું અંતમાં જણાવેલ છે.

અમરેલીની યુવતિ અકસ્‍માતે દાઝી જતાં સારવારમાં ખસેડાઈ

અમરેલી, તા. 1
અમરેલીનાં ચક્કરગઢ રોડ ઉપર રહેતી પ્રિયંકાબેન પીંજુભાઈ વસુનીયા નામની રપ વર્ષિય યુવતિ આજે સવારે પોતાના ઘરે ચુલા ઉપર પાણી ગરમ કરવા મુકેલ તપેલું ઉતારવા જતાં અકસ્‍માતે તેણીનાં કપડાને ઝાળ લાગી જતાં હાથે-પગે દાજી જતાં સારવાર માટે અત્રેનાં સરકારી દવાખાને ખસેડાયેલ છે.

અમરેલીની ગઢની રાંગ નજીકથીપોલીસે વિદેશી દારૂ ઝડપી લીધો

અમરેલી, તા. 1
અમરેલી નજીક આવેલ વરૂડી ગામે રહેતાં હીતેશ કાળુભાઈ સોલંકી નામનાં બે ઈસમો ગત તા.30નાં રાત્રીના સમયે અમરેલીમાં આવેલ ગઢની રાંગ પાસે પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર જી.જે.14 એ.એલ.0431માં વિદેશી દારૂની બોટલ નંગ-ર કિંમત રૂા.800ની લઈને નિકળતા પોલીસે તેમને ઝડપી લઈ મોટર સાયકલ મળી કુલ રૂા.30800નાં મુદ્યામાલ સાથે ઝડપી લીધા હતા. આ બનાવ અંગે સીટી પી.એસ.આઈ. કે.ટી. બગડાએ તપાસ હાથ ધરી છે.

મગફળીનાં ગોડાઉનમાં ભાજપનાં ઈશારે જ આગ : પરેશ ધાનાણી

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીનાં ભાજપ પર શાબ્‍દિક પ્રહારો
મગફળીનાં ગોડાઉનમાં ભાજપનાં ઈશારે જ આગ
મગફળીની ગુણીમાં માટી, ઈંટોનો ભુકકો ભેળવી દેવાયાનો સનસનીખેજ આક્ષેપ
અમદાવાદ, તા. 1
ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભાજપના મળતીયાઓએ વ્‍યાપક ભ્રષ્‍ટાચાર કરીને ભ્રષ્‍ટાચારના પાપને છુપાવવામગફળીના ગોડાઉનો સળગાવીને પુરાવા નાશ કરવાના કારસાઓ ભાજપની સરકારના ઈશારે થતાં હોવાનો સણસતો આક્ષેપ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કરીને ટેકાના ભાવની મગફળીની ખરીદ કરતી ભાજપ સમર્પિત સંસ્‍થા અંગે પણ યોગ્‍ય તપાસની માંગણી કરીને રાજયની સરકાર સામે બાંયો ચડાવી છે.
વિપક્ષના નેતા અને ખેડૂત પુત્ર પરેશ ધાનાણીએ એક જ માસમાં ટેકાના ભાવની મગફળી ખરીદીને રાખવામાં આવેલ બે-બે ગોડાઉનમાં લાગેલી આગ ભ્રષ્‍ટાચારી ભાજપના ઈશારે  જ લાગી હોવાની આશંકા વ્‍યકત કરી છે. ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપની સરકારે ચૂંટણી સમયે ભાજપ સમર્પિત સંસ્‍થાઓના નામે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું નાટક રચ્‍યું હતું અને મગફળીની ખરીદીમાં વ્‍યાપક ભ્ર/ટાચાર આચરવામાં આવ્‍યો છે. ચૂંટણી સમયે ટેકાના ભાવની ખરીદીનું તરકટ ભાજપે રચ્‍યું હતું. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ઈંટોના ટુકડા, માટી નાખીને ભાજપ સમર્પિત માનીતી સંસ્‍થાઓને મલાઈ ખાવાના મલિન ઈરાદાવાળા, આગ લગાડી પુરાવા નાશ કરવાની મેલી મુરાદવાળા, વિધાનસભાની ચૂંટણી સમયે ભ્રષ્‍ટાચારના પૈસાથી ચૂંટણી જીતવાના અંકગણિતમાં સફળ થયેલ ભાજપે હવે ભ્રષ્‍ટાચારનું પાપ છાપરે ચડીને પોકારે તે પહેલાં આગ લગાડવાના નાટકો શરૂ કર્યા હોવાનું જણાય છે. ત્‍યારે લાખો રૂપિયાનીમગફળીને આગ લગાડી, પુરાવા નાશ કરવાની કૂટનીતિને બહાર લાવવા નામદાર હાઈકોર્ટના સીટીંગ ન્‍યાયધીશોની અઘ્‍યક્ષતામાં કમીટી રચીને ન્‍યાયિક તપાસની માંગણી વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી છે. સાથે એક જ માસમાં બે બે જગ્‍યાએ લાગેલી આગ બાદ હજુ અન્‍ય ભ્રષ્‍ટાચાર છુપાવવા કયાં આગ લગાડશે તેવો પ્રશ્‍ન પણ ઉઠાવતા રાજકીય હલચલ મચી ગઈ છે. ત્‍યારે કોંગ્રેસે વિપક્ષ તરીકે ખેડૂતોની 10 લાખ મેટ્રિક ટન ખરીદવાની માંગણી સામે રાજય અને રાષ્‍ટ્રમાં એકચક્રી શાસન ભોગવતી સરકારે 1 લાખ ટન ટેકાના ભાવની મગફળી ખરીદવાની સૈઘ્‍ધાંતિક મંજૂરી આપી છે. શરતો પુરી થાય તેવું લાગતું નથી અને આ પ્રશ્‍ન વિધાનસભામાં ઉઠાવવાની વાત વિપક્ષના નેતા ધાનાણીએ કરી છે. ત્‍યારે હવે ટેકાના ભાવની મગફળીની ખરીદી બંધ હોવાથી ખેડૂતોના હૈયામાં લાગેલી આગ ભાજપને દઝાડશે અને આગામી સમયમાં ખેડૂતો જડબાતોડ જવાબ આપશે તેવો રણટંકાર વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યો હતો.

ધારી પંથકનાં નિરાધાર અને વૃઘ્‍ધોને સહાય ચુકવો

ભાજપ અગ્રણી સ્‍વીકારે છે કે અધિકારીઓ જવાબ આપતા નથી
ધારી પંથકનાં નિરાધાર અને વૃઘ્‍ધોને સહાય ચુકવો
વૃઘ્‍ધો અને નિરાધારો સરકારી કચેરીમાં ધકકા ખાઈ રહૃાા હોય બાબુઓને દયા નથી
ચલાલા, તા. 1
ચલાલા ભાજપનાં અગ્રણીઓ ઘ્‍વારા એસ.ટી., ઓ.બી.સી. વર્ગોના કલ્‍યાણવિભાગના કેબીનેટ મંત્રી ઈશ્‍વરભાઈ પરમારને લેખિત રજુઆત કરતાં જણાવેલ છે કે, ધારી તાલુકામાં અને ચલાલા શહેરી વિસ્‍તારમાં વસતા વૃઘ્‍ધ-નિરાધાર-વિધવા કે અન્‍ય સરકારી સહાય મેળવતાં લાભાર્થીઓને છેલ્‍લા 8થી 10 માસથી યેનકેન પ્રકારેના કારણો દર્શાવીને નાણા અનિયમિત મળે છે કે મળતાં બંધ થયા છે. જેથી આવા વૃઘ્‍ધ ભાઈ-બહેનો મુશ્‍કેલીમાં મુકાયા છે.
વધુમાં જણાવેલ છે કે, આ અંગે ઉપરોકત લાભાર્થીઓ ઘ્‍વારા અમારી સમક્ષ અવાર-નવાર મૌખિક રજૂઆતો આવે છે જે બાબત આપતી સહાય સેવા (સેલ)નાં જિલ્‍લા ભાજપનાં કન્‍વીનર બિચ્‍છુભાઈ માલા ઘ્‍વારા એકાદ વર્ષથી પ્રાંત અધિકારી તથા મામલતદારની કચેરી ધારીમાં તેમજ સમાજ સુરક્ષા કચેરી અને ગાંધીનગરને અવારનવાર લેખિત અને મૌખિક રજુઆતો કરતાં રહૃાા છે. આમ છતાં આનું કાયમી નિરાકરણ લાવવાના બદલે રજુઆત કર્તાઓને મનઘડત જવાબો આપવામાં આવે છે. આ માનવતાના કાર્યમાં કોઈપણ અધિકારીઓને આ પ્રશ્‍નનો નિકાલ લાવવામાં રસ નથી કે સમય નથી. જેથી રજુઆત કર્તાઓ અને લાભાર્થીઓ દ્રિધામાં મુકાયા છે.
વધુમાં જણાવેલ છે કે, હાલમાં લાભાર્થીઓ ધારી-અમરેલી લગત કચેરીઓમાં ધકકા ખાઈ રહૃાા છે. તેનાથી આવા વૃઘ્‍ધ-વડિલ ભાઈ-બહેનોનો સમય અને ખર્ચનો દુર્વવ્‍ય થઈ રહૃાો છે. જેથી આ બાબતે ઉપરોકતસરકારી સહાય મેળવતાં લાભાર્થીઓને મળવાપાત્ર નાણા સમયસર મળે તે અંગેની રજુઆતમાં ચલાલા શહેર ભાજપના પ્રમુખ ગેડિયા, પ્રકાશભાઈ કારીયા, અશોકભાઈ કાથરોટીયા, ઈકબાલભાઈ બેલિમ તેમજ સમગ્ર ભાજપ ટીમ જોડાયેલ છે.

કોટડાપીઠા-ખંભાળા વાયા વાંકીયા રોડ બિસ્‍માર બનતા વાહન ચાલકોને મુશ્‍કેલી

કોટડાપીઠા, તા.1
બાબરા તાલુકાના કોટડાપીઠાથી ખંભાળા રોડની હાલત હાલ જાણે કે મગરમચ્‍છના પીઠ જેવી હોય, જયાં જોઈએ ત્‍યાં ખાડા ખરબચડા જોવા મળી રહયા છે. આ કારણે વાહન ચાલકોમાં પણ તંત્ર સામે ભારે રોષ ભરાયો છે. અને વહેલી તકે રોડ બનાવવા લોકમાંગ ઉઠી છે. આ રસ્‍તે ગઢડા (સ્‍વા.) તથા બોટાદ જવા માટે અંતર ઓછું હોય વાહન ચાલકો આ રસ્‍તાનો જ વધુ ઉપયોગ કરે છે. આ રસ્‍તે ચાલતા વાહન ચાલકોને કમરનો દુઃખાવો થઈ જાય છે. રોડ ઉપર મસ મોટા ખાડાઓ જોવા મળી રહયા છે. જાણવા મળ્‍યા મુજબ કોટડાપીઠાથી ખંભાળાનો પેવર પટ્ટી ડામર રોડ મંજૂર થઈ ગયો છે. તો તંત્ર વહેલી તકે આ રોડનું કામ સત્‍વરે ચાલુ કરે તેમ આ વિસ્‍તારના પ્રજાજનોની માંગણી છે. તેમજ વચ્‍ચે આવતા વાવડા, ગોખલાણા વચ્‍ચે બે પુલની જગ્‍યાએ નાલા વાળા               પુલ બનાવવા પ્રજાજનો, લોકોની માંગણી છે.

કેન્‍દ્ર સરકારનાં બજેટથી દેશની જનતા માટે ‘અચ્‍છે દિન’ આવશે : સાંસદ કાછડીયા

કેન્‍દ્ર સરકારનાં બજેટથી દેશની જનતા માટે ‘અચ્‍છે દિન’ આવશે
અમરેલીનાં સાંસદ કાછડીયાનું નિવેદન
અમરેલી, તા.1
આજરોજ કેન્‍દ્રીય નાણાં મંત્રી શ્રી અરૂણ જેટલી દ્વારા રજુ કરવામાં આવેલ બજેટને અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ આવકારતા જણાવેલ હતુ કે માન. અરૂણ જેટલી દ્વારા રજુ કરવામાં આવેલ બજેટ પૂર્ણ અને કિસાનો, ગ્રામીણો, ગરીબો, મઘ્‍યમવર્ગો અને સીનીયર સીટીજનો માટેનું અને આરોગ્‍યલક્ષી    બજેટ છે.
સાંસદે બજેટના મુખ્‍યાંશ લોકો સમક્ષ મુકતા જણાવેલ છે કે, બજેટ અંતર્ગત ગામડાઓ અને કૃષિક્ષેત્ર અંતર્ગત લગભગ સાડા 14 લાખ કરોડ રૂપિયા જેવી માતબર રકમની જોગવાઈ કરેલ છે.
પ1 લાખ નવા ઘર, 3 લાખ કિ.મી.થી વધારે રસ્‍તાઓ, લગભગ ર કરોડ શૌચાલયો, પોણા બે કરોડ ઘરમાં વિજ કનેકશન, જેનો સીધો જ લાભ દલીતો, પીડીતો, શોષ્‍ીતો અને વંચિતોને મળશેતથા ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની નવી તકો ઉભી થશે.
ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઈજેશન (એફ.પી.ઓ.)ને ઈન્‍કમ ટેકસમાં સહકારી વિભાગોની જેમ છુટ  મળશે.
કિસાન ક્રેડીટ કાર્ઠ દ્વારા મચ્‍છી પાલન અને પશુપાલન માટે લોનની પણ વ્‍યવસ્‍થા કરવામાં       આવેલ છે.
પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત ગામડાઓને ગ્રામીણ હાટ, ઉચ્‍ચ શિક્ષ કેન્‍દ્ર અને હોસ્‍પિટલોથી જોડવાનું પણ કામ કરવામાં આવશે જેનાથી ગ્રામ્‍ય જીવન વધુ સરળ થશે.
અનુસુચિત જાતિ અને જનજાતિના વિકાસ માટે આ બજેટમાં એક લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
આયુષ્‍યમાન ભારત યોજના અંતર્ગત દેશના 10 કરોડ ગરીબ અને નિમ્‍ન મઘ્‍યમ વર્ગના પરીવારોને મળશે. એટલે કે અંદાજિત 4પ થી પ0 કરોડ લોકો તેના હેઠળ સમાવિષ્‍ટ થશે. વડાપ્રધાન સૌભાગ્‍ય યોજના થકી 16000 કરોડ રૂા.ના બજેટથી 4 કરોડ પરીવારો સુધી   વિજળી પહોચશે. 70 લાખ નવા રોજગાર આપવાનો લક્ષ્યાંક ર018/19માં ર કરોડ શૌચાલય બનાવવાનો લદ્વયાંક
ઉજવલા યોજના અંતર્ગત લદ્વયાંક પ કરોડમાંથી 8 કરોડ કરાયો.
પ્રધાનમંત્રી વય વંદના યોજના અંતર્ગત સીનીયર સીટીજનને 1પ લાખ રૂપિયા રકમ સુધી ઓછામાં ઓછા 8 ટકા વ્‍યાજ મળશે.
લાંબા સમય થી દેશમાં સુક્ષ્મલ્‍લઘુ અને મઘ્‍યમ ઉદ્યોગો એટલે કે એમ.એસ.એમ.ઈ.ને મોટા મોટા ઉદ્યોગો થીપણ વધુ ટેકસ આપવો પડી રહયો હતો. પરંતુ હવે થી પ ટકા ટેકસની છુટ આપવામાં આવેલ છે એટલે કે હવે આવા ઉદ્યોગકારોને 30 ટકાની જગ્‍યાએ રપ ટકા જ ટેકસ ભરવો પડશે. આ બજેટમાં રેલ્‍વે, મેટ્રો, હાઈવે, પોર્ટ, એરપોર્ટ, પાવર ગ્રીડ, ગેસ ગ્રીડ, સાગર માલા, ભારત માલા, ડીઝીટલ ઈન્‍ડીયા અંતર્ગત છ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં    આવી છે.
અંતે સાંસદે ગરીબલક્ષી, કિસાનલક્ષી, સર્વાંગી અને પૂર્ણ બજેટ રજૂ કરવા બદલ પ્રધાનમંત્રી નરન્‍દ્રભાઈ મોદી અને નાણાં મંત્રી અરૂણ જેટલીનો આભાર વ્‍યકત  કરેલ છે.

પોલીસ, મહેસૂલ, પુરવઠા, માર્ગ-મકાન, પા.પુ., ખાણ-ખનીજ, આરટીઓમાં દે ધનાધન

પોલીસ, મહેસૂલ, પુરવઠા, માર્ગ-મકાન, પા.પુ., ખાણ-ખનીજ, આરટીઓમાં દે ધનાધન
હદ થઈ : સરકારી વિભાગોમાં ભ્રષ્‍ટાચારની સ્‍પર્ધા શરૂ
અમરેલી, તા.1
આમ તો ભાજપ સરકાર ભય, ભૂખ અને ભ્રષ્‍ટાચાર દૂર કરવાની ગુલબાંગો ફેંકે છે. અને બીજી તરફ સરકારી વિભાગોમાં ભ્રષ્‍ટાચાર બેફામ પ્રમાણમાં આગળ વધી રહયો છે. અને પરિસ્‍થિતિ એ હદે કથળી છે કે કયા સરકારી વિભાગમાં ભ્રષ્‍ટાચાર થતો નથી તે સંશોધનનો વિષય બની ચૂકયો છે.
અમરેલી જિલ્‍લામાં પોલીસ, મહેસૂલ, પુરવઠા, માર્ગ-મકાન, પાણી-પુરવઠા, આરટીઓ, ખાણ-ખનીજ, પાલિકા, વન વિભાગ સહિતના વિભાગોમાં અમુક અધિકારીઓને બાદ કરતાં મોટાભાગના બાબુઓ વિવિધ કામો કરવા અનેવિવિધ કામોને નજર અંદાજ કરવાના નામે બેફામ ઉઘરાણા કરી રહયા છે.
સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે ગ્રામ્‍ય વિસ્‍તારથી લઈને ગાંધીનગર બિરાજમાન ઉચ્‍ચ અધિકારીઓ સુધી જબ્‍બરૂ નેટવર્ક ચાલી રહયું છે. કોઈ ઉચ્‍ચકક્ષાએ રજૂઆત કરે તો પણ તપાસ કરવામાં આવતી નથી. કારણ કે ઉચ્‍ચ અધિકારીઓ સુધી રકમ પહોંચી જતી હોય છે.
બીજી તરફ ભાજપ સરકારમાં નારાજ ધારાસભ્‍યોનું પ્રમાણ વધી રહયું હોય સરકાર ટકાવી રાખવામાં નેતાઓ વ્‍યસ્‍ત હોવાનો ભરપૂર ફાયદો બાબુઓ લઈ રહયા છે. તો અમુક કિસ્‍સામાં બાબુઓ મંત્રી મહોદયને પણ રાજી કરતાં હોવાથી ભ્રષ્‍ટાચારે વહીવટી તંત્રમાં અજગર સમો ભરડો લીધો છે. દરમિયાનમાં કોંગી ધારાસભ્‍યો માત્ર હાકોડા-પાકોડા મારીને ખાનગીમાં ભ્રષ્‍ટ બાબુઓ સાથે ગોઠવણ કરી લેતા હોવાથી આમ આદમી માટે ભભજાયે તો જાયે કહાભભ જેવી સ્‍થિતિ ઉભી થઈ છે.

દામનગરમાં ગાયત્રી પરિવાર દ્વારા પુસ્‍તકોનું પ્રદર્શન યોજાયું

દામનગરમાં જૈન વાડીમાં ગાયત્રી પરિવાર દ્વારા બે દિવસીય પ.પૂ. શ્રી રામ શર્મા આચાર્ય લીખિત પુસ્‍તકોનું પ્રદર્શન વેચાણ યોજાઈ ગયું. જેમાં દામનગર સહિતના પંથકની સાહિત્‍ય પ્રેમી જનતા, દરેક સ્‍કૂલના વિદ્યાર્થીઓએ પ્રદર્શનને મનભરી નિહાળી પુસ્‍તકોની ખરીદી કરી હતી. પચાસ ટકા વળતરથી પુસ્‍તકો આપવામાં આવેલ.


અમરેલીની રૂપાયતન શાળાનું ગૌરવ

અમરેલી, તા.1
તા. ર7/1/18ને શનિવારના રોજ યોજાયેલી રાજયકક્ષાની પ્રતિભાશોધ સ્‍પર્ધામાં વકતૃત્‍વ વિભાગમાં ધો. 4ની વિદ્યાર્થીની એષા નિમેશભાઈ મહેતાએ દ્વિતિય સ્‍થાન પ્રાપ્‍ત કરી શાળાનું ગૌરવ  વધાર્યુ છે.
             કિશોરભાઈ મહેતા, સી.એન. જોષી, રવજીભાઈ કાચા, સુપરવાઈઝર ધર્મિષ્ઠાબેન મહેતાએ તેમને ખાસ અભિનંદન પાઠવ્‍યા છે. તેમ ભારતીન ગોહિલની યાદીમાં જણાવાયું છે.

બાબરા પંથકમાં ગામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ

બાબરા તાલુકાની સાત ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થયા બાદ ત્રંબોડા, અને કોટડાખીજડીયા સમરસ થતા હવે પાંચ ગ્રામપંચાયતની ચૂંટણી આગામી ચાર ફેબ્રુઆરીના રોજ યોજાશે. પાંચ ગ્રામપંચાયતમાં વાવડા, રાણપર, પાનસડા, કોટડાપીઠા, અને નાની કુંડળ ગામની ગ્રામપંચાયતની ચૂંટણી શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ કરવા તંત્ર કામે લાગ્‍યુંછે. ત્‍યારે આજે અહીં સવારે સરકારી કમલશી હાઈસ્‍કૂલમાં ઈવીએમ મશીનનું પરિપ્રેશન કરવામાં આવ્‍યું હતું. પાંચેય ગ્રામ પંચાયત ચૂંટણીના ઉમેદવારોની ઉપસ્‍થિતિમાં મામલતદાર કચેરીની ચૂંટણી શાખાના અધિકારીઓ ર્ેારા તમામ ઈવીએમ મશીનોનું પ્રિપ્રેશન કરવામાં આવ્‍યું હતું અને ત્‍યારબાદ અહીં સ્‍કૂલના સ્‍ટ્રોંગ રુમમાં તમામ ઈવીએમ મશીનોને મુકવામાં આવ્‍યા હતા. બાબરા ચૂંટણી અધિકારી પંકજભાઈ ચોટલીયાએ જણાવ્‍યું હતું કે અહીં સ્‍ટ્રોંગ રૂમમાં તમામ ઈવીએમ મશીનો મુકવામાં આવ્‍યા છે અને તેની સુરક્ષા અને પૂરતી સલામતી માટે ચોવીસ કલાક પોલીસનો પહેરો રહે છે. ત્રણ ફેબ્રુઆરીનાં રોજ બપોર બાદ અહીંથી તમામ ઈવીએમ મશીનો ગ્રામપંચાયતની ચૂંટણીના મતદાન મથક પર પહોંચાડવામાં આવશે. આગામી ચાર ફેબ્રુઆરીનાં રોજ આ પાંચ ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતદાન કરવામાં આવશે અને છ ફેબ્રુઆરીના રોજ મત ગણતરી બાબરા મામલતદાર કચેરીમાં કરવામાં આવશે.

અવસાન નોંધ

રાજુલા : જાફરાબાદ તાલુકાના મીઠાપુર (નાગેશ્રી)ના ચંપાબેન ઈશ્‍વરલાલ જોષી (ઉ.વ.81)નું તા.1/રના રોજ અવસાન થયેલ છે. તે ભરતભાઈ (રાજુલા), સુરેશભાઈ (જાફરાબાદ), દિલીપભાઈ (મીઠાપુર)ના માતુશ્રી થાય. તેમજ મધુભાઈ, બાબુભાઈ, ભુપતભાઈ, કિશોરભાઈના કાકી થાય.તેમનું ઉત્તર કારજ તા.11/રના રોજ મીઠાપુર (નાગેશ્રી) મુકામે રાખેલ છે. તેઓ રાજુલા અખબાર એજન્‍ટ પૂજા ન્‍યુઝ એજન્‍સીવાળા ભુપતભાઈ જોષીના કાકી થાય.
ગોપાલગ્રામ : મધુભાઈ જીવરાજભાઈ માળવી (ઉ.વ.70) તે પરશોતમભાઈના પિતાજીનું તા.31/1નાં રોજ અવસાન થયેલ છે.

અમરેલી કોમર્સ કોલેજ દ્વારા નાના લીલીયાનાં એન.એસ.એસ. કેમ્‍પમાં રકતદાન શિબિર યોજાઈ

અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત કે.કે. પારેખ કોમર્સ કોલેજના એન.એસ.એસ. કેમ્‍પમાં નાના લીલીયા ખાતે રકતદાન શિબિર યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્‍યામાં લોકોએ ભાગ લીધો હતો. કોલેજના ઈન્‍ચાર્જ પ્રિન્‍સિપાલ ડો. એમ.એમ.પટેલે પોતાના જીવનમાં પ0મી વખત રકતદાન કરતા પ્રા. જે.એમ. તળાવીયા, નારણભાઈ ડોબરીયા અને ઉપસ્‍થિત તમામ લાયન સભ્‍યોએ તેમને બિરદાવ્‍યા હતા. આવતીકાલે નાના લીલીયા આજુબાજુની પાંચશાળાના બાળકોના આંખોના નંબર તપાસી જરૂરિયાતમંદ બાળકોને મફત ચશ્‍મા આપવામાં આવશે. ઉપરાંત વડીલોની આંખો તપાસી જરૂરિયાતમંદોને ઓપરેશન કરી સુદર્શન હોસ્‍પિટલ અમરેલી દ્વારા સારવાર આપવામાં આવશે તેમ પ્રા. જે.એમ. તળાવીયાની યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

ડુંગરમાં ઉત્‍સાહભેર પ્રજાસત્તાક દિનની ઉજવણી

ડુંગરની કુમાર શાળા-1માં સંયુકત સાંસ્‍કૃતિક કાર્યક્રમ વચ્‍ચે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. ડુંગર ગામે કુમાર શાળા-1નાં મેદાનમાં પ્રજાસત્તાક દિન નિમીતે તમામ શાળાના આચાર્યો, હાઇસ્‍કૂલ તેમજ તમામ પ્રા.શાળાના બાળકોની હાજરીમાં, સાંસ્‍કૃતિ કાર્યક્રમોની જોરદાર રમઝટ વચ્‍ચે પ્રોગ્રામ રજુ કરવામાં આવ્‍યા હતા. આ તકે ગ્રામ પંચાયતના સદસ્‍યો, ઉપસરપંચ તેમજ કોંગ્રેસ સમિતિના પાયાના કાર્યકરો મુસ્‍તાકભાઇ ગાહા વગેરેએ બાળકોને ઇનામો આપી પ્રોત્‍સાહીત કર્યા હતા. જોકે સરપંચની ગેરહાજરી અચુક ખુચતી હતી.

02-02-2018