Main Menu

Thursday, February 1st, 2018

 

નવા વાઘણીયાની સગીરાને ભગાડી જવા સહિતનાં ગુન્‍હામાં આરોપીને 10 વર્ષની સજા

અમરેલી, તા.31
બગસરા તાલુકાના નવા વાઘણીયા ગામે સાડા ચાર વર્ષ પૂર્વે તે જ ગામે રહેતી એક સગીરાને લલચાવી, ફોસલાવી ભગાડી જવાના બનાવનો કેસ અત્રેની પોકસો સ્‍પે. કોર્ટમાં ચાલી જતા અદાલતે આ બનાવમાં મુખ્‍ય આરોપીને 3પ વર્ષની સખત કેદ અને રૂા. 3પ હજારના દંડની સજા ફટકારી હતી. જયારે આ બનાવમાં આરોપીના માતા-પિતાને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો.
આ બનાવમાં બગસરા તાલુકાના નવા વાઘણીયા ગામે રહેતા એક શ્રમિકની 17 વર્ષ 11 માસની પુત્રીને ગત તા.30/પ/13ના રોજ તે જ ગામે રહેતા નરેશ ઉર્ફે ચતુર અરજણભાઈ પરમાર લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે સગીરાના વાલીના વાલીપણામાંથી ભગાડી ગયેલો. આ અંગે સગીરાની માતાએ જે તે સમયે બગસરા પોલીસમાં આ નરેશ ઉર્ફે ચતુર તથા તેમના પિતા અરજણભાઈ બાઘાભાઈ પરમાર, માતા હીરાબેન સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેનો કેસ અત્રેની સ્‍પે. પોકસોકોર્ટમાં ચાલી જતા સ્‍પે. જજશ્રી એન.પી. ચૌધરીએ આ બનાવના આરોપી નરેશ ઉર્ફે ચતુર અરજણભાઈ પરમારને કસુરવાન ઠરાવી આઈ.પી.સી. 363ના ગુન્‍હામાં 3 વર્ષની સખત કેદ અને રૂા. 3 હજારના દંડની સજાનો હુકમ કર્યો હતો. જયારે કલમ 366માં પ વર્ષની કેદ અને રૂા. પ હજારનાં દંડ, કલમ 376માં 10 વર્ષની સખત કેદ અને રૂા. 10 હજારનો દંડ, પોકસો અધિનિયમ ર01રની કલમ 4માં પ વર્ષની સખત કેદ અને રૂા. પ હજારનો દંડ, પોકસો 6માં 10 વર્ષની સખત કેદ અને રૂા. 10 હજારનો દંડ તથા પોકસો 8માં ર વર્ષની કેદ અને રૂા. ર હજારના દંડની સજાનો હુકમ કર્યો હતો.
જયારે આ બનાવમાં અરજણભાઈ પરમાર તથા હીરાબેન પરમારને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો. આરોપી નરેશ ઉર્ફે ચતુરે તમામ સજાઓ એકી સાથે ભોગવવાની હોવાથી 10 વર્ષની સજા સાથે રૂા. 3પ હજારના દંડની સજાનો હુકમ કરાયો હતો.

બગસરાનાં યુવકને લોખંડનાં પાઈપ વડે માર મારી આંગળી ભાંગી નાંખી

અમરેલી, તા. 31
બગસરા ગામે નટવરનગરમાં રહેતાં લાલાભાઈ પાંચાભાઈ માટીયા નામનાં ર1 વર્ષિય યુવકને ગઈકાલે બપોરે બગસરા ગામે ભરડ ગામનાં ભુપતભાઈ વાળા તથા બે અજાણ્‍યા ઈસમોએ મળી નાગધ્રા ગામનાં સુરેશભાઈનાં કહેવાથી સગાઈમાં પૈસા બાબતનું મનદુઃખ રાખી લોખંડનાં પાઈપ વડે માર મારી ડાબા હાથની આંગળીએ ફેકચર કરી દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

ધારીનાં એસ.ટી. ડેપો સામે મોબાઈલ ફોનની દુકાનમાં ચોરી

અર્ધા દિવસ દુકાન બંધ કરીને ગયા અને
ધારીનાં એસ.ટી. ડેપો સામે મોબાઈલ ફોનની દુકાનમાં ચોરી
રૂા. 1પર90ની કિંમતના 18 નંગ મોબાઈલ ફોનની તસ્‍કરી થઈ
અમરેલી, તા. 31
ધારી નજીક આવેલ પ્રેમપરા વિસ્‍તારમાં રહેતાં અને ધારી એસ.ટી. ડેપો સામે નકળંગ મોબાઈલ નામની દુકાન ધરાવતાં ચીમનભાઈ રવજીભાઈબાબરીયાની દુકાનમાં ગત તા.ર8નાં બપોરે 3 વાગ્‍યાથી તા.ર9નાં સવાર સુધીનાં સમય ગાળા દરમીયાન કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ દુકાન ઉપરનાં નળીયા ઉંચકાવી દુકાનમાં પ્રવેશ કરી તેમાં પડેલ અલગ અલગકંપનીનાં મોબાઈલ ફોન નંગ-18 કિંમત રૂા.1પર90ની કિંમતનાં ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાવી છે.

અમરેલી જિલ્‍લા માઘ્‍યમિક શિક્ષક સંઘનાં હોદ્યેદારોની બીનહરીફ વરણી

તાજેતરમાં મળેલ બેઠકમાંથયો નિર્ણય
અમરેલી, તા. 31
અમરેલી જીલ્‍લા માઘ્‍યમિક શિક્ષક સંઘની કારોબારી સભા ભભશિક્ષકભવનભભ ખાતે મળેલ હતી. જેમાં બહોળી સંખ્‍યામાં કારોબારી સભ્‍યો હાજર રહૃાા હતા. આ કારોબારીમાં સંઘનાં પ્રમુખ, અઘ્‍યક્ષ અને મહામંત્રી અને અન્‍ય હોદ્યેદારોની સર્વસંમતિથી નિમણુંક થયેલ છે. અઘ્‍યક્ષ – જોરૂભાઈ ખાચર, પ્રમુખ – પ્રવિણભાઈ વસરા, મહામંત્રી – પરેશભાઈ રાઠોડ, કાર્યાલય મંત્રી સુધિરભાઈ જોશી, કોષાઘ્‍યક્ષ – પંકજભાઈ દેવમુરારી, ઉપપ્રમુખ – નિલેષભાઈ મહેતા, એ. એન. ઉપાઘ્‍યાય, મનુભાઈ ખુમાણ, દિપકભાઈ ત્રિવેદી, પ્રહલાદભાઈ ચૌહાણ, યોગેશભાઈ દંત્રેલિયા, ઉપપ્રમુખ અશ્‍વિનભાઈ સોલંકી, સંગઠન મંત્રી – બી.બી. ધારૈયા – લીલીયા, જગતભાઈ દવે – ધારી, સહમંત્રી – એ.આર.ચાવડા – લીલીયા, અશ્‍વિનભાઈ પંડયા – કુંકાવાવ, મહિલા પ્રતિનીધિ – સાવિત્રીબેન વ્‍યાસ – બાબરા, મીડિયા કન્‍વીનર – રામભાઈ કેશવાલા – દામનગર.
આ કારોબારી સભામાં અમરેલી જી.મા.શિ.સંઘના સલાહકાર સમિતિનાં સદસ્‍ય અશરફભાઈ પરમાર, સી.પી. ગોંડલિયા, નીતીનભાઈ બોરાણિયા તેમજ બટુકભાઈ મેતલિયા ઉપસ્‍થિત રહી આનંદ વ્‍યકત કર્યો હતો. નવયુકત પ્રમુખ પ્રવિણભાઈ વસરાએ કારોબારીનો આભાર વ્‍યકત કર્યો હતો અને માઘ્‍યમિક શિક્ષકોના પ્રશ્‍નોનો જલ્‍દી ઉકેલ લાવવા ખાત્રી આપી હતી. આ સમગ્ર કારોબારી સભાનુંસંચાલન પરેશભાઈ રાઠોડે કર્યુ હતું. તેમ કાર્યાલય મંત્રી સુધીરભાઈ જોશીની યાદી જણાવે છે.

હાવતડ રોડ ઉપરથી વિદેશી દારૂનાં જથ્‍થા સાથે પરપ્રાંતિય ઈસમ ઝડપાયો

અમરેલી, તા. 31
મૂળ મઘ્‍યપ્રદેશનો વતની અને હાલ હાવતડ ગામે રહેતાં ઝીતવા ઉર્ફ જીતુ વાગલાભાઈ ભુરા નામનો રપ વર્ષિય યુવક ગઈકાલે સાંજનાં સમયે હાવતડ રોડ પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર જી.જે.1 સીકયુ-1837 ઉપર વિદેશી દારૂની બોટલ નંગ-8 કિંમતરૂા.ર400 તથા મોટર સાયકલ મળી કુલ રૂા.1ર400નાં મુદ્યામાલ સાથે તેમને ઝડપી લઈ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ખોડિયાણા ગામનાં શિક્ષકને જિલ્‍લા પંચાયતનાં સદસ્‍યે લાફો મારી ફરજમાં રૂકાવટ કરી

સાવરકુંડલા નજીક આવેલ
ખોડિયાણા ગામનાં શિક્ષકને જિલ્‍લા પંચાયતનાં સદસ્‍યે લાફો મારી ફરજમાં રૂકાવટ કરી
રાષ્‍ટ્રીય તહેવારનું આયોજન પૂછયા વગર નહી કરવાનું કહેતાં બન્‍યો બન્‍યો બનાવ
અમરેલી, તા. 31
સાવરકુંડલા તાલુકાનાં ખોડિયાણા ગામે આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં અને થોરડી ગામે રહેતાં બદનસિંહ લક્ષ્મણસિંહ રાઠોડ, ગત ર9ના રોજ સાંજના સમયે ખોડિયાણા ગામે આવેલ પ્રાથમિક શાળામાં પોતાની ફરજમાં હતા ત્‍યારે અમરેલી જિલ્‍લા પંચાયતનાં સદસ્‍ય અને ખોડિયાણા ગામે રહેતાં લાલભાઈ બાધાભાઈ મોર ત્‍યાં આવી આ શિક્ષકનાં ટેબલ ઉપર હાથ પછાડી ર6 જાન્‍યુઆરી, 1પ ઓગષ્‍ટ જેવા પર્વની મને પૂછયા વગરઆયોજન નહી કરવાનું કહીઉશ્‍કેરાઈ જઈ શિક્ષકને લાફો મારી દઈ, મારી નાંખવાની ધમકી આપી સરકારી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

રાયડી ગામે વૃઘ્‍ધનાં રહેણાંક મકાનમાં તસ્‍કરોએ રૂા. 1.17 લાખના મુદ્યામાલની ચોરી કરી

સોના-ચાંદીના દાગીના, બાઈકની ચોરી કરી નાશી ગયા
અમરેલી, તા. 31
ખાંભા તાલુકાનાં રાયડી ગામે રહેતાં અને ખેતિકામ કરતાં મુળજીભાઈ અરજણભાઈ સાવલીયા નામનાં 70 વર્ષિય વુઘ્‍ધ આજે પોતાના ઘરે સુતા હતા ત્‍યારે વહેલી સવારે ર/30 કલાકે ત્રણ જેટલા અજાણ્‍યા ઈસમોએ ઘરમાં પ્રવેશ કરી રૂમનાં દરવાજાનાં તાળા તોડી રૂમમાં પડેલ લોખંડના કબાટની તિજોરીમાં રાખેલ સોનાનો ચેઈન નંગ-1, આશરે ર તોલા કિંમત રૂા. રર હજાર, સોનાની કડી બે તોલા કિંમત રૂા. રર હજાર, સોનાની વીટી નંગ-3 દોઢ તોલા કિંમત રૂપિયા 18 હજાર, સોનાની બુટી (ટોટી) વજન બે તોલા કિંમત રૂા. રર હજાર, ચાંદીનાં છડા, કંદોરા, ધોરીયા મળી કુલ વજન 1 કિલો કિંમત રૂપિયા રર હજાર તથા રોકડ રકમ રૂા. 1100 તથા ફળીયામાં પડેલ મોટર સાયકલ નંબર જી.જે.પ- બી.એન. 9973 કિંમત રૂા. 10 હજાર મળી કુલ રૂા.1,17,100 નાં મુદ્યામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ખાંભા પોલીસમાં નોંધાતા પી.એસ.આઈ. ડી.કે. વાઘેલાએ ચોરીનો ભેદ ઉકેલવા ડોગ સ્‍કવોર્ડ, ફીંગરપ્રિન્‍ટ નિષ્‍ણાંતની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ગળકોટડી ગામે કન્‍ટેઈનરે સાયકલ સવાર વૃઘ્‍ધને હડફેટે લેતાં મોત

અમરેલી, તા. 31
બાબરા તાલુકાનાં ગળકોટડી ગામે રહેતાં અરજણભાઈ વિરજીભાઈ મોવલીયાનાં પિતાજી આજે સવારે સાયકલ ઉપર જતાં હતા ત્‍યારે પાછળથી આવી રહેલાં કન્‍ટેનર નંબર જી.જે.પ સી.ઈ. 843રનાં ચાલકે આ સાયકલ સવાર વિરજીબાપાને હડફેટે લઈ ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી દેતાં આઅંગે બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

શેલણા ગામે આર્થિક ભીંસથી કંટાળી જઈ આધેડે ઝેરી દવા પી કર્યો આપઘાત

અમરેલી, તા. 31,
સાવરકુંડલા તાલુકાનાં શેલણા ગામે રહેતાં ઘનશ્‍યામભાઈ બેચરભાઈ ઉકાણી નામનાંપપ વર્ષિય આધેડે ગત તા. 30નાં રોજ સવારે આર્થિક ભીંસનાં કારણે કંટાળી જઈ પોતાની મેળે ઝેરી દવા પી જતાં તેમને વંડા સરકારી હોસ્‍પીટલમાં સારવારમાં ખસેડાયેલ જયાં તેમનું ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

સ્‍વચ્‍છતા અભિયાનનાં એમ્‍બેસેડર

અમરેલી સ્‍ટેટ હાઈવે નં.34 ઉપર બે-ચાર પોટકા ઉપાડીને જતા નજરે પડશે… ”ગીગાભાઈ” પહેલી નજરે પાગલ લાગે પણ તેની નજીક જઈને ડોકિયુ કરીએ તો ખરા અર્થમાં, ભભસ્‍વચ્‍છ ભારત અભિયાનભભનાં ખરા સેવક છે. જેને નથી પ્રસિઘ્‍ધીની પડી કે નથી શાબાશીની…! નક્કર સફાઈ કામગીરી કરી રહેલા મસ્‍ત મોજીલા ફકીર છે. આ રંગ બદલતી દુનીયાએ તેમનાં મગજનાં નાજુક હિસ્‍સા ઉપર એવી કારમી થપાટ મારી છે કે માનસીક સંતુલન ગુમાવી ચુકયા છે. માત્ર સફાઈ…સફાઈ ને સફાઈ જીવનમંત્ર બનાવી દીધો છે.

અમરેલી, બાબરા, લીલીયામાં ઘરફોડ ચોરી કરનાર ઝડપાયા

અમરેલી, તા. 31
અમરેલીએલ.સી.બી. પોલીસ ઈન્‍સ. એ.પી. પટેલની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ અમરેલી શહેરમાં પેટ્રોલીંગમાં હતા અને પેટ્રોલીંગ દરમ્‍યાન નાગનાથ સર્કલ પાસે ત્રણ ઈસમો શંકાસ્‍પદ રીતે આંટા-ફેરા મારી રહેલ છે તેવી ચોક્કસ હકીકત આધારે મળેલ બાતમીમાં જણાવેલ વર્ણન વાળા ત્રણ ઈસમોને અમરેલી નાગનાથ સર્કલ નજીકથી ઝડપી લઈ પ્રાથમિક પુછપરછ દરમ્‍યાન ત્રણેય ઈસમો શંકાસ્‍પદ જણાતાં આ ત્રણેય ઈસમોની સઘન પુછપરછ હાથ ધરતાં તેમના નામ (1) બૈજુ ધરમશીભાઈ પટોળીયા, ઉ.વ. ર3 (ર) કિશન ઉર્ફે બાવ અરજણભાઈ ડાભી, ઉ.વ. 19 (3) મનસુખ ઉર્ફે દિકુ હરીભાઈ પરમાર, ઉ.વ. 19, રહે. ત્રણેય રાજકોટ, લોહાનગર, મફતપરા, ગોંડલરોડ વાળા હોવાનું જાણવા          મળેલ. આ ત્રણેય ઈસમોની ઝડતી તપાસ દરમ્‍યાન તેમની પાસેથી એક સેમસંગ મોબાઈલ ફોન કિ.રૂા.પ00 તથા રોકડા રૂપીયા 1800 મળી આવેલ. અને આ ત્રણેય ઈસમોની તેમની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન, રોકડ રકમ અને તેમની આ સ્‍થળે હાજરી બાબતે પુછપરછ કરતાં ત્રણેય ઈસમો ગલ્‍લાં-તલ્‍લાં કરવા લાગેલ અને કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય વધુ શંકા જતાં તેમની સઘન પુછપરછ કરતાં આ ઉપરોકત ત્રણેય ઈસમોએ મળીને (1) આજથી આશરે એકાદ મહિના પહેલા ભીડભંજન મંદિર સામે આવેલ એક મોબાઈલની દુકાનનું શટર ઉચુ કરી તે દુકાનમાંથી તથાતેની આજુ બાજુની દુકાનમાંથી રોકડા રૂા.6પ,000 તથા બે મોબાઈલ ફોનની ચોરી કરેલ (ર) આજથી એકાદ વર્ષ પહેલા બાબરાની એક સોસાયટીમાં બે મકાનના તાળા તોડી રૂા.4000 ની ચોરી કરેલ (3) આજથી આઠેક મહિના પહેલા ત્રણેય ઈસમોએ ભેગા મળી બાબરા ટાઉનમાં સર્કલ પાસે આવેલ કોમ્‍પ્‍લેકસમાં બે દુકાનોના શટર ઉંચા કરી દુકાનના ગલ્‍લામાંથી રોકડ રૂા.ર000 ની ચોરી કરેલ (4) આજથી આશરે ત્રણેક માસ પહેલા લીલીયા વિસ્‍તારમાં આવેલ શંકર ભગવાનના મંદિર વાળા ગામ (અંટાળીયા ગામે)થી બપોરના સમયે રૂા.પ000 ની ચોરી કરેલ હોવાની કબુલાત આપતાં અને તેમની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન અને રોકડા રૂપીયા ઉપરોકત ચોરીઓ પૈકીના મુદ્યામાલની રોકડ રકમ હોવાનું જણાવતાં હોય આ અંગે તપાસ કરતાં અમરેલી શહેર, બાબરા અને લીલીયા પો.સ્‍ટે.માં મળી કુલ ચાર ગુન્‍હાઓ રજી.થયેલ હોય આ મળી આવેલ મુદ્યામાલ મોબાઈલ ફોન કિં.રૂા.પ00 તથા રોકડા રૂા.1800 મળી કુલ કિં.રૂા.ર300 નો મુદ્યામાલ શકપડતી મિલકત તરીકે કબજે કરી ચોરી કરનાર ત્રણેય ઈસમોને ચોરીના મુદ્યામાલ સહિત અમરેલી શહેર પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે.
આમ અમરેલી શહેર, બાબરા અને લીલીયા પો.સ્‍ટે. વિસ્‍તારમાં થયેલચાર ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલવામાં અમરેલી એલ.સી.બી.એ સફળતા મેળવેલછે.

જગતનું પેટ ભરનાર ખેડૂતોને ભુખ્‍યા સુવાનાં દિવસો આવ્‍યા

ભાજપ સરકારે પોષણક્ષમ ભાવે મગફળીની ખરીદી બંધ કરતાં
અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોમાં નારાજગીનો માહોલ :
જિલ્‍લાનાં 19 કેન્‍દ્રો પર મગફળી કેન્‍દ્ર શરૂ થયા બાદ બંધ કરી દેવામાં આવ્‍યા
અમરેલી, તા. 31
ટેકાના ભાવે થતી મગફળીની ખરીદી બંધ થતાં અમરેલી જિલ્‍લાના ખેડૂતો હેરાન પરેશાન થયા છે. અમરેલી જિલ્‍લાનાં કુલ 19 કેન્‍દ્રો પર 11 તાલુકામાં ટેકાના ભાવની મગફળીની ખરીદી ચાલું હતી જે એક પખવાડીયાથી બંધ થતાં ઓનલાઈન રજીસ્‍ટર કરેલ ખેડૂતો મગફળી વેંચવા યાર્ડના કેન્‍દ્રો પર ધકકા ખાઈ રહૃાા છે.
સરકાર ટેકાના ભાવે ખરીદતી મગફળી હાલ બંધ હોવાથી અમરેલી જિલ્‍લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહૃાો છે. ટેકાના ભાવે અમરેલી જિલ્‍લામાં કુલ 19 કેન્‍દ્રો પર અત્‍યાર સુધી 13 લાખ ગુણી મગફળી ખરીદાઈ છે અને હજુ પણ ઓનલાઈનમાં મગફળી વેંચવા માંગતા ખેડૂતોના નામ રજીસ્‍ટરમાં છે પણ સરકાર ઘ્‍વારા હજુ મગફળીની ખરીદી ચાલું ન થતાં હજારો ખેડૂતો ટેકાના ભાવે સરકાર મગફળી ખરીદે તેની રાહ જોઈ રહૃાા છે.
ખેડૂતોની મગફળી હજુ વેંચાયા વગરની ખેતર વાડીઓમાં પડી છે. ખેડૂતના દીકરાના થોડા દિવસોમાં લગ્ન છે અને ટેકાના ભાવે ખરીદતી મગફળી કેન્‍દ્રો પર ખેડૂતો હૈયા વરાળ ઠાલવી રહૃાા છે. ફકતસાવરકુંડલાના એક કેન્‍દ્ર પર 3341 ખેડૂતોએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું. ર340 ખેડૂતોની મગફળી ખરીદી છે છતાં હજુ 1 હજાર ઉપરાંતના ખેડૂતોના રજીસ્‍ટ્રેશન પેન્‍ડીંગ હોવાનું સ્‍વીકારી રહૃાા છે.
ત્‍યારે ચૂંટણી સમયે અંક ગણિતમાં સફળ થયેલી ભાજપની સરકાર સામે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આકરા પ્રહારો કરતા જણાવ્‍યું હતું કે, ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપની સરકારે ચૂંટણી સમયે ભાજપ સમર્પિત સંસ્‍થાઓના નામે ખરીદવાનું નાટક રચ્‍યું હતું અને મગફળીની ખરીદીમાં વ્‍યાપક ભ્રષ્‍ટાચાર આચરવામાં આવ્‍યો છે. ચૂંટણી સમયે ટેકાના ભાવની ખરીદીનું તરકટ ભાજપે રચ્‍યુ હતું. વિપક્ષ તરીકે ખેડૂતોની 10 લાખ મેટ્રીક ટન ખરીદવાની માંગણી સામે રાજય રાષ્‍ટ્રમાં એકચક્રી શાસન ભોગવતી સરકારે 1 લાખ ટન ટેકાના ભાવની મગફળી ખરીદવાની સિઘ્‍ધાંતિક મંજુરી આપી છે. શરતો પુરી થાય તેવું લાગતુ નથી અને આ પ્રશ્‍ન વિધાનસભામાં ઉઠાવવાની વાત વિપક્ષના નેતા ધાનાણીએ કરી છે. ત્‍યારે હવે ટેકાના ભાવની મગફળીની ખરીદી કયારે શરૂ થશે તેની ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહૃાા છે.

અમરેલીમાં પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ/બહેનોએ પ્રજાસત્તાકદિનની ઉજવણી કરી

અમરેલી જિલ્‍લા અંધજન પ્રગતિ મંડળ સંચાલિત વિવિધ સંસ્‍થાઓમાં અભ્‍યાસ કરતા પ્રજ્ઞાચક્ષુ (અંધ) ભાઈઓ/બહેનોએ 69માં પ્રજાસત્તાક દિનની ભભબંધ આંખે ખુલ્‍લા આકાશે ત્રિરંગા લહેરાયે હમારે દિલ મૈભભ ના શીર્ષકથી ભવ્‍ય સાંસ્‍કૃતિક કાર્યક્રમ અંધશાળા અમરેલીનાં પટાંગણમાં લાયન્‍સ કલબ રોયલના પ્રમુખ વસંતભાઈમોવલીયાનાં અઘ્‍યક્ષ સ્‍થાને તેમજ પી. જે. ત્રિવેદી જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી, જયસુખભાઈ ઢોલરીયા, મુકેશભાઈ કોરાટ, અજયભાઈ ડેર, એમ.કે. સાવલીયા, મહેશ કડછા (ઈજનેર, પી.જી.વી.સી.એલ.-લાઠી), જયેશ કડછા (પી.એસ.આઈ.)ના અતિથિ પદે યોજાયો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તેમજ ભારત માતાની આરતી અને પૂજનથી કરવામાં આવી. મહેમાનોનું શબ્‍દોથી સ્‍વાગત આર.પી. વાળા (ગૃહપતિ) ર્ેારા કરવામાં આવેલ. દેવચંદભાઈ સાવલીયા તેમજ પંકજભાઈ ગાંગડીયા ખાસ બગસરાથી આવી પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ/બહેનોને ભેટ આપી પ્રોત્‍સાહિત કરેલ. પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ/બહેનો ર્ેારા દેશભકિતનાં ગીતો, રાસગરબા, તેમજ એકાંકી નાટક ભભઝબક જયોતભભ તેમજ વિવિધ સાંસ્‍કૃતિક કૃતિઓ રજૂ કરી તેઓમાં રહેલી અપાર શકિતઓને નગરજનો સમક્ષ દર્શાવેલ. દિવ્‍યાંગ બાળકો પણ સમાજની સાથે રહી શિક્ષણ મેળવી પોતે સમાજમાં માનભેર રહી શકે છે. તેવો મેસેજ સમાજને આપેલ. વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત નગરજનો પણ તેઓની કૃતિઓને બિરદાવી રોકડ રકમની ભેટ આપેલ. કાર્યક્રમનાં અંતે આભારવિધી સંસ્‍થાનાં મંત્રી દિલીપભાઈ પરીખે કરેલ. કાર્યક્રમનું સફળ સંચાલન તુલસીભાઈ દુધરેજીયા, કેવલ મહેતા અને રિયાઝ વેરસીયાએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા અંધજન મંડળના સર્વ રવિ દુધરેજીયા,શકિતસિંહ સરવૈયા, બાબુસાગઠીયા, જી.વી. પરીમલ, દિલીપભાઈ જોષી, આલાભાઈ ચાંડપા, જયંતિ ચાવડા, મોહીનીબેન શેલડીયા, તબ્‍બશુમ પરીમલ તેમજ જલ્‍પાબેને જહેમત ઉઠાવેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંગીત શિક્ષક અશ્‍વિનભાઈ શેલડીયાએ કરેલ. હાજર રહેલા સર્વે મહેઢમાનો અને નગરજનોએ અશ્‍વિનભાઈને અભિનંદનની વર્ષા વરસાવેલ.

અમરેલી જિલ્‍લા સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળે પાઠવ્‍યું આવેદનપત્ર

અમરેલી, સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેકટર મારફત ગુજરાત શિક્ષણ વિભાગને અને મંત્રીને આવેદન પાઠવવામાં આવ્‍યું છે કે જયારે સરકારે ફી વિધેયક નિયમન પસાર કરી ફી લેવાના કાયદા તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓના હિત માટે કાયદાઓ બનાવેલ છે તે ખુબ સારી બાબત છે પરંતું તેનાથી અમુક લોકો તેનો ગેરફાયદો ઉઠાવી શાળા સંચાલકોને ખોટી રીતે હેરાન કરવા અને શાળામાં અશિસ્‍તતા આચરવાની ફરીયાદો શાળાઓમાં થાય છે ત્‍યારે શાળા સંચાલકોએ આ માટે સરકાર દ્વારા એક કાયદો અથવા જાહેરનામું બહાર પાડવા જોઈએ કે શાળા પરિસરમાં કોઈપણ વ્‍યકિત શાળા મેનેજમેન્‍ટ કે કોઈપણ સ્‍ટાફ સાથે અસભ્‍ય વર્તન ન કરે તેમજ જે સરકાર દ્વારા ફી નક્કી થયેલ છે શાળાને જે મંજુરી મળેલ છે તે ફી સમયસર ભરી શાળા મેનેજમેન્‍ટના અર્થવ્‍યવસ્‍થામાં સહકાર આપે તેવી માંગ છે. જેથી અભ્‍યાસીક વાતાવરણ ખુબસારું સવલતો વાળું અને ગુણવતા યુકત રહે. અંતમાં તમામ સભ્‍યો વતી જણાવવામાં આવ્‍યું હતું કે અમો સરકારના તમામ નિયમોનું પાલન કરીએ છીએ તેમ છતા અમારી સલામતી માટે આગામી સમયમાં પગલા લેવામાં નહી આવે તો અમો ગાંધી સીંઘ્‍યા માર્ગે આંદોલન કરી ન્‍યાય મેળવીશું. આ સમયે સેલ્‍ફ ફાઈનાન્‍સ શાળા સંચાલક મંડળના પ્રમુખ હસમુખ પટેલ, ઉપપ્રમુખ વધાસીયા દિપકભાઈ મંત્રી મહેતા પંકજભાઈ, પરેશ બોધરા, ઉદ્‌ભા દેસાઈ, રાજુભાઈ ધાનાણી, પ્રહલાદભાઈ વામજા તેમજ      બહોળી સંખ્‍યામાં શાળા સંચાલકો તેમજ તાલુકા કન્‍વીનરો હાજર રહયા હતા.

અવસાન નોંધ

અવસાન નોંધ
સાવરકુંડલા : ચંપકલાલ જયંતિલાલ બિલખીયા (ઉ.વ.83)નું તા.30ના રોજ અરિહંત શરણ પામેલ છે. સદગતની સાદડી તા.1/રને ગુરૂવારના રોજ બપોરે 4 થી 6 સ્‍થાનકવાસી દશાશ્રીમાળી જૈન ઉપાશ્રય, નવરંગી બજાર પાસે, સાવરકુંડલા ખાતે રાખેલ છે.
સાવરકુંડલા : સ્‍વ. દલપતભાઈ ડાયાલાલ પડીયા (ગારીયાધાર)ના દીકરી તે ભાવેશભાઈ રતિલાલ પડીયાના સાળાના ધર્મપત્‍ની ગાયત્રીબેન પ્રકાશકુમાર ચચ્‍ચા (ઉ.વ.4ર)નું ભાવનગર મુકામે તા.ર6/1ના રોજ અવસાન થયેલ છે. સદગતની સાદડી તા.1/રને ગુરૂવારના રોજ 4 થી 6 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિવાડી, કુમારશાળા પાછળ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.
સાવરકુંડલા : મુકતાબેન વિઠ્ઠલભાઈબુંધેલીયા (ઉ.વ.7પ) તે રાજેશભાઈ તથા દિપકભાઈના માતુશ્રીનું તા.31/1ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.1/રના રોજ 4 થી 6 તેમના નિવાસ સ્‍થાન શ્રીજીનગર, ચોલેરાની દુકાનની સામે, સાવરકુંડલા ખાતે રાખેલ છે.
અમરેલી : જીતેન્‍દ્ર મનેભાઈ સોંડાગર (ઉ.વ. 47)તે સુપર ટેલીવીઝનવાળા અભિના પિતાજીનું તા. 30ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 1/ર ગુરૂવારનાં સાંજે 4 થી 6 સુધી ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી, લીલીયા રોડ, બાયપાસ પાસે અમરેલી ખાતે રાખેલ છે.
બગસરા : બગસરા નિવાસી ઠક્કર કાંતીલાલ (ઉ.વ. 74) તે સ્‍વ. રામજીભાઈ ભગવાનજીભાઈ પલાણનાં પુત્ર તેમજ સ્‍વ. કાનજીભાઈ વિરજીભાઈ સંઘાણી (ઘાટવડ)નાં જમાઈ તેમજ નરેન્‍દ્રભાઈ તથા દિપકભાઈ (ઉનાવાળા)નાં જમાઈનું તા.ર8નાં સુરત મુકામે અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તથા પિયર પક્ષની સાદડી તા.1 ગુરૂવાર નિવાસ સ્‍થાન ભતર્પણભ વિવેકાનંદ સોસાયટી બગસરા ખાતે રાખેલ છે.
બગસરા : લાડપર (રાજકોટ તાલુકો) નિવાસી સાધુ મંગળદાસ રામદાસજી ગોંડલીયા (ઉ.વ. 6પ) તે શાંતીદાસ, પરશુરામ તથા કિશનદાસનાં ભાઈ તેમજ મયુરનાં પિતા તેમજ શાપર (સુડાવડ) નિવાસી પ્રદિપભાઈ દેસાણીનાં સાળાનું તા.30નાં અવસાન થયેલ છે.

હાશકારો : અમરેલી જિલ્‍લામાં મગફળીની જડબેસલાક સુરક્ષા

ગોંડલ ખાતે મગફળી બળીને રાખ થઈ ચુકી છે તેવા જસમયે
હાશકારો : અમરેલી જિલ્‍લામાં મગફળીની જડબેસલાક સુરક્ષા
ટેકાનાં ભાવે ખરીદાયેલ મગફળી સરકાર માટે સાપનો ભારો બની ગઈ છે
અમરેલી, તા. 31
ગોંડલના ટેકાના ભાવની ખરીદેલી મગફળીના ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગને પગલે અમરેલી જીલ્‍લામાં ટેકાના ભાવની મગફળીના ગોડાઉન અંગે ચકાસણી કરાઈ હતી.
ગોંડલના મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ બાદ અમરેલી જીલ્‍લાના કુલ 18 કેન્‍દ્રો પર મગફળી ટેકાના ભાવે ખરીદાયેલી છે. આ ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના ગોડાઉનમાં અમરેલીના ગોડાઉનમાં હાલ રપ હજાર મણ મગફળી પડી છે. ગોડાઉન ફરતે મસમોટી 1પ ફૂટની દીવાલ છે. ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનો રાખવામાં આવ્‍યા છે અને ર4 કલાક પગાર પર કર્મચારી રાખીને ગોડાઉનની સુરક્ષા થઈ રહી છે. તો આ ગોડાઉનમાં વીજ કનેકશન પણ નથી જેથી આગ કે અન્‍ય અકસ્‍માતના ભય અમરેલી જીલ્‍લામાં રાખવામાં આવેલા ટેકાના ભાવની મગફળીના ગોડાઉનમાં જોવા મળ્‍યા નથી.

01-02-2018