Main Menu

Wednesday, January 24th, 2018

 

જાફરાબાદ, રાજુલા, લાઠી અને ચલાલા પાલિકાની ચૂંટણી 17 ફેબ્રુ.નાં રોજ

ભાજપ વિધાનસભાની ચૂંટણીનાં પરાજયનો બદલો વાળી શકશે ?
જાફરાબાદ, રાજુલા, લાઠી અને ચલાલા પાલિકાની ચૂંટણી 17 ફેબ્રુ.નાં રોજ
પાલિકાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસમાં સળવળાટ શરૂ થયો
અમરેલી, તા. ર3
અમરેલી જિલ્‍લાનાં લાઠી, જાફરાબાદ, ચલાલા અને રાજુલા નગરપાલિકાની મુદ્‌ત પુરી થતી હોય આ ચારેય નગરપાલીકાની સામાન્‍ય ચૂંટણી અંગેનો આજે સત્તાવાર રીતે કાર્યક્રમ રાજય ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવ્‍યો છે. આ સાથે ગુજરાતની 7પ નગરપાલીકાની ચૂંટણીમાં યોજાશે.
અમરેલી જિલ્‍લાની ચારેય પાલીકાની ચૂંટણી માટે સત્તાવાર જાહેરનામુ (નોટીસ) તા. ર9/1ના રોજ જાહેર કરવામાં આવશે અને તેજ તારીખથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થશે. જે તારીખ 03/0ર સુધી ઉમેદવારી પત્રો જે તે ચૂંટણી અધિકારી સમક્ષ ભરી શકાશે.
ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી તા. પ/રના રોજ હાથ ધરવામાં આવશે. જયારે ભરાયેલ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્‍લી તારીખ 06/0ર સુધી પરત ખેંચી શકાશે.
આ ચારેય, પાલીકાની ચૂંટણી માટે તા.17/રનાં રોજ સવારનાં 8 થી સાંજના પ વાગ્‍યા સુધી મતદાન કરવામાં આવશે. જયારે થયેલા મતદાનની મતગણતરી તા.19/રના રોજ કરવામાં આવશે.
અમરેલી જિલ્‍લાની ચાર નગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર થતા જભાજપ-કોંગ્રેસના મુરતિયાઓએ ચૂંટણી લડવા માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધાનું જાણવા મળેલ છે.

ખોબા જેવડા ગામમાં દારૂની રેલમછેલ

જીરામાં દારૂની ફેકટરીનાં કેસનાં આરોપીનાં મકાનમાંથી વધુ 3 બોટલ ઝડપાઈ
આરોપીઓને શોધવા માટે પોલીસની દોડધામ
અમરેલી, તા.ર3
ધારી તાલુકાના જીરા ગામે આવેલ સીમમાં વાડી ધરાવતા અનિરૂઘ્‍ધસિંહ અમરૂભાઈ વાળાની વાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્‍થો તથા નકલી દારૂ બનાવવાની ફેકટરી ઝડપાયા બાદ આજે તેમના ઘરેથી વધુ રૂા. 1900 ની કિંમતની વિદેશી દારૂની બોટલ નંગ-3 તથા દારૂ બનાવવાના ઉપયોગમાં લેવામાં આવતું કેમીકલ્‍સ કિંમત રૂા.1700 મળી કુલ રૂા.3600નો મુદ્‌ામાલ ઝડપાયો હતો. જો કે આરોપી હાજર નહી મળી આવતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલીનાં હનુમાનપરામાં આર્થિક ભીંસથી કંટાળી આત્‍મહત્‍યા કરી

અમરેલી, તા. ર3
જુનાગઢજિલ્‍લાનાં વિસાવદર ગામના વતનીઅને હાલ અમરેલીમાં રહેતાં અશ્‍વિનભાઈ રસીકલાલ શીલુ નામનાં 30 વર્ષિય યુવાને આજે વહેલી સવારે આર્થિક પરિસ્‍થિતિથી કંટાળી જઈ પોતાની     મેળે કોઈ ઝેરી દવા પી લેતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડાતા તેમનું સારવાર દરમીયાન મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

અમરેલીમાં રૂા.100ની ઉઘરાણી પ્રશ્‍ને યુવક પર હુમલો કરાયો

અમરેલી, તા. ર3
અમરેલીનાં સાવરકુંડલા રોડ ઉપર રહેતાં ઈશ્‍વરભાઈ ગોબરભાઈ કુંવાદડીયા નામના યુવકે તે જ વિસ્‍તારમાં રહેતાં લાલજીભાઈ જયંતીભાઈ કુંભારને અગાઉ રૂા.100 ઉછીનાં આપેલ હતા. જેની ઉઘરાણી કરતાં સામાવાળાને સારૂં નહી લાગતા ડાબા પગમાં લાકડી તથા લાકડાનાં બડીયા વડે માર મારી ઈજા કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

ગરીબોનું અનાજ ઓહીયા કરી જનાર સામે કાર્યવાહી કરો

જિલ્‍લા કોંગ્રેસનાં મહામંત્રીએ કલેકટરને પત્ર પાઠવ્‍યો
ગરીબોનું અનાજ ઓહીયા કરી જનાર સામે કાર્યવાહી કરો
અનાજ અને કેરોસીનનાં કાળાબજારીયાઓને પુરવઠા વિભાગનું સમર્થન હોવાની આશંકા
અમરેલી, તા. ર3
અમરેલીમાં રેશનિંગ દુકાનધારકો ગરીબ પરિવારના હક્ક હિસ્‍સાનું અનાજ અને કેરોસીન કાળા બજારમાં વેંચી મારતા હોવાની ફરિયાદ કોંગી મહામંત્રી જમાલભાઈ મોગલે કલેકટરને રજુઆત કરી છે.
અમરેલી શહેરના પ્રતિષ્ઠિત રાજકીય અને સામાજીક આગેવાનોનાં નામે રેશનિંગ દુકાનધારકો અનાજ અને કેરોસીન વેંચી મારતા હોવા અંગે મીડિયા જગતમાં અહેવાલ પ્રસિઘ્‍ધ થયા બાદ પણ પુરવઠા વિભાગે તપાસ શરૂ ન કરી હતી. અને કોઈ ફરિયાદ કરે તેની રાહ જોવામાં આવી હતી.
દરમિયાનમાં કોંગી મહામંત્રીએ કલેકટરને લેખિત ફરિયાદ કરી હોય પુરવઠા વિભાગ હવે તટસ્‍થ તપાસ કરે છે કે, સમગ્ર પ્રકરણ ભીનુંસંકેલું છે. તેના પર સૌની નજર મંડાયેલ છે.
અત્રેએ ઉલ્‍લેખનીય છે કે મઘ્‍યાહૃન ભોજન યોજના અને પુરવઠા વિભાગમાં ભ્રષ્‍ટાચાર વર્ષો જુની સમસ્‍યા હોય એક પણ નેતા આ ભ્રષ્‍ટાચાર દુર કરી શકયા નથી તે હકીકત છે.

શેલખંભાળીયામાં જુગાર રમતાં આગેવાનોનાં નામ પર ચોકડી ?

પોલીસ અધિક્ષક તટસ્‍થ તપાસ કરાવે તેવી માંગ
ચલાલા, તા. ર3
ચલાલા પોલીસ તાબાના શેલખંભાળીયા ગામની નદીના પટ્ટ પર મોટો જુગાર રમાતો હોવાની ચલાલા પોલીસને બાતમીનાં આધારે ચલાલા પોલીસે ગઈકાલે સાંજના રેડ કરતાં પોલીસે ચાર ઈસમોને ઝડપી લીધા હતા અને સ્‍થળ પરથી રૂા.33,73પ રોકડ જપ્‍ત કરેલ હતી.
લોકોમાંથી અને વિશ્‍વાસપાત્ર સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ચલાલા પોલીસે જુગારની રેડ પાડી ત્‍યારે ત્‍યાં ઝડપાયેલ ચાર ઈસમો સહીતઅન્‍ય ત્રણ વ્‍યકિત જુગાર રમતી હતી જેમાં ચલાલાના બે રાજકીય અગ્રણીઓ અને એક વેપારી અગ્રણી હતા તેઓને નહીં પકડવાના અને તેઓના નામ એફ.આઈ.આર.માં નહી દાખલ કરવાના અને તેઓના ફોરવ્‍હીલ અને ટુ વ્‍હીલ મુદ્યામાલમાં નહી બતાવવા માટે ચલાલા પંથકના એક રાજકીય આગેવાને લાખો રૂપીયાનો તોડ ચલાલા પોલીસને કરાયાની ચર્ચા ચલાલામાં લોકમુખે ચર્ચાય છે. ચલાલા વિસ્‍તારના લોકો જણાવ્‍યા મુજબ જીલ્‍લા પોલીસ વડા આ કેસમાં તપાસ કરે તો ચલાલા પોલીસની પોલમપોલ ખુલે તેવી સંભાવના જણાઈ રહી છે. રોકડ રકમ દર્શાવ્‍યા કરતા અનેકગણી મળેલ હોય તેવો પણ લોકોમાં આક્ષેપ કરાઈ રહૃાો છે.

નાના સમઢીયાળાની યુવતિ ઘરેથી કહૃાા વગર ચાલી ગઈ

અમરેલી, તા. ર3
ધારી તાલુકાનાં નાના સમઢીયાળા ગામની સીમમાં ભાગ્‍યુ રાખી ખેતીકામ કરતાં હરીભાઈ બધાભાઈ હેલૈયાની ર7 વર્ષિય પુત્રી ગત તા.ર0 ના રોજ બપોરે કુદરતી હાજતે જવાનું કહૃાા બાદ આજદિન સુધી પરત નહી ફરતાં આ અંગે બગસરા પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરવામાં આવેલ છે.

જાફરાબાદમાં આધેડ પતિ-પત્‍નિને લોખંડનાં સળીયા-લાકડી વડે માર મારી ઈજા

અમરેલી, તા. ર3
જાફરાબાદની બાલકૃષ્‍ણ સોસાયટીમાં રહેતાં ધીરૂભાઈ શંકરભાઈ બારૈયા નામનાં પપ વર્ષિય આધેડે ગત તા.ર0 નાં રોજ ભગુભાઈ કાનાભાઈને પાન ખાવાનું કહેતાં તેમને સારૂં નહી લાગતાં તેમણે ઉશ્‍કેરાઈ જઈ ગાળો આપી ઢીકાપાટુનો માર મારેલ. બાદમાં કલ્‍પેશ ભગુભાઈ, સુરેશ ભગુભાઈની છોકરીએ ગાળો આપી ઢીકાપાટુનો માર મારેલ હતો. આ દરમીયાન ધીરૂભાઈ બારૈયાનાં પત્‍નિ વચ્‍ચે ડતાં તેઓને પણ સળીયા-લાકડી વતી પેટ, કમ્‍મરનાં ભાગે માર મારી ઈજા કર્યાની ફરિયાદ જાફરાબાદ મરીન પોલીસમાં નોંધાઈ છે.

દામનગરમાં આગામી 30 જાન્‍યુઆરીએ પુસ્‍તક મેળો

દામનગર, તા. ર3
દામનગર શહેરમાં પુસ્‍તક મેળો જ્ઞાન મંદિર ટ્રસ્‍ટ અમરેલી ટારા આયોજિત પુસ્‍તક મેળો તા. 30/1/ર018 સવારનાં 9:00 કલાકે ખુલ્‍લો મુકાશે. તા. 31/1 સુધી ચાલશે. પુસ્‍તક મેળાનું દીપ પ્રાગટય હરજીભાઇ નારોલા સહકારી અગ્રણી, ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્‍ટના જીવનભાઈ હકાણી, રવજીભાઇ નારોલા શકિત પીઠ દામનગરના દાતા દશાશ્રી સ્‍થાનકવાસી જૈન સંઘના મનહરભાઇ જુઠાણી પ્રખર ગાયત્રી ઉપાસક ધીરૂભાઇ મહેતા દામનગર ગાયત્રી પરિવાર કાંતિભાઇ પારેખ જેન સંઘ માધવભાઇ સુતરિયા ડાયમંડ એશો નટુભાઈ ભાતિયા મણીભાઇ સાર્વજનિક પુસ્‍તકાલય દામનગર દ્વારા કરશે.
જ્ઞાન મંદિર ટ્રસ્‍ટ અમરેલી દ્વારા આયોજિત પુસ્‍તક મેળામાં પ્રકાશ પુંજ સમી ચેતના પ્રગટાવતી પુસ્‍તક શ્રેણીની વિશાળ શુંખલા મળશે.દિવ્‍ય સાહિત્‍ય રચનાકર્તા ગુરૂદેવ શ્રી રામશર્મા દ્વારા 4ર00 પુસ્‍તકોની રચના કરી સમસ્‍ત માનવ સમાજ માટે સુસંસ્‍કાર આહાર વિહાર ધર્મ ઘ્‍યાન શિક્ષણ વ્‍યકિત વિકાસ જ્ઞાનના અનંત ભંડાર એવા પુસ્‍તકોનો મેળો આદર્શ આચારસહિતની ઉચ્‍ચત્તર કેડી કંડારી પુસ્‍તક દ્વારા અદ્‌ભૂત જ્ઞાન માર્ગદર્શન આપતી વિશાળ શુંખલા આ પુસ્‍તક   મેળામાં મળશે. તેમ રમેશભાઇ જોષી સુરેશભાઇ કે જાની ભરતભાઇ વી. ભટ્ટ દ્વારા જણાવેલ છે.

અમરેલી જિલ્‍લાના 1.પ4 લાખ બાળકોને પોલીયો રસીથી રક્ષિત કરવામાં આવશે

અમરેલી, તા. ર3
આગામી તા.ર8 જાન્‍યુઆરી- ર018ને રવિવારના રોજ નેશનલ પલ્‍સ પોલિયો અભિયાન યોજવામાં આવનાર છે. જિલ્‍લાના 0 થી પ વર્ષના 1,પ4,099 બાળકોને પોલિયો રસી પીવડાવવામાં આવશે. જિલ્‍લાના 6પ7 આરોગ્‍ય કર્મચારી, 1,6પપ આંગણવાડી વર્કર બહેનો 997 આશા કાર્યકરો તેમજ પ7ર સ્‍વયંસેવક સહિત 3,881 કર્મચારીઓ, ર91 વાહનો અને ગ્રામ્‍ય-શહેરી વિસ્‍તારમાં 8ર8 બુથ, 170 સુપરવાઈઝરો, પ9 ટ્રાન્‍ઝીટ ટીમ અને 76 મોબાઈલ ટીમ પોલિયો રસીકરણની આ કામગીરીમાં સહયોગી બનશે. તાલુકા આરોગ્‍ય અધિકારી, લાયઝન અધિકારી અને જિલ્‍લા સુપરવાઈઝર સહિતના અધિકારીઓ સઘન મોનીટરીંગ તેમજ સુપરવિઝન કરશે, તેમ મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં  આવ્‍યું છે.

અમરેલીમાં પોલીસ પરિવાર દ્વારા પેમેન્‍ટ કાર્ડ અંગે માર્ગદર્શન અપાયું

અમરેલી, તા.ર3
અમરેલી પોલીસ અધિક્ષક જગદીશ પટેલના માર્ગદર્શન હેઠળ તથા બી.એમ.દેસાઈ નાયબ પોલીસ અધિક્ષક એ.બી.પટેલ, પી.આઈ. સાવરકુંડલા,જે.એમ.કડછા પો.સ.ઈ.ના સહયોગથી પોલીસ અધિક્ષકની કચેરી ખાતે એકસીસ બેન્‍ક અમદાવાદ દ્વારા પેમેન્‍ટ કાર્ડ તેમજ એ.ટી.એમ.કાર્ડ ઉપયોગ તથા દુરઉપયોગ અંગે જાણકારી માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં એકસીસ બેંકમાંથી અમદાવાદના ડે.મેનેજર ધારા શાહ, અમરેલીના બ્રાન્‍ચ મેનેજર પ્રશાંત રાવળ તથા તેમની ટીમ હાજર રહી પોલીસ અધિકારી, કર્મચારીઓને સંબંધિત વર્કશોપ અંગે માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

અમરેલી જિલ્‍લામાં ‘‘પદ્માવત” ફિલ્‍મ પ્રદર્શિત થશે તો સિનેમાઘરોને કરાશે તાળાબંધી

કરણી સેના, હિન્‍દુ સેના, સૂર્ય સેનાની ચીમકી
અમરેલી જિલ્‍લામાં ‘‘પદ્માવત” ફિલ્‍મ પ્રદર્શિત થશે તો સિનેમાઘરોને કરાશે તાળાબંધી
અમરેલી, તા. ર3
પદ્માવત ફિલ્‍મની રિલીઝ સામે વિરોધનો વંટોળ ઠેર ઠેર ઉઠયો છે ત્‍યારે આજે અમરેલીમાં કરણી સેના, હિંદુ સેના, અને સૂર્ય સેના ર્ેારા રેલી યોજીને કલેકટરને આવેદન પત્ર પાઠવીને જો પદ્માવત ફિલ્‍મ અમરેલીમાં રીલીઝ થશે તો સિનેમા સંચાલકોની જવાબદારી હોવાની ચીમકી પણ ક્ષત્રિય સમાજે ઉચ્‍ચારી હતી.
આજે પદ્માવત ફિલ્‍મ અમરેલી જીલ્‍લામાં કયાંય રિલીઝ ન થાય તે માટે કરણી સેના, હિંદુ સેના, અને સૂર્ય સેનાએ શિવરાજભાઈ વીંછીયાની આગેવાનીમાં રેલી સ્‍વરૂપે કલેકટર કચેરીએ પહોંચીનેકલેકટરને આવેદન પત્ર પાઠવ્‍યું હતું. ભારત વર્ષના ઈતિહાસમાં જેમનું અનેરું બલિદાન છે જેમનું ગૌરવ લઈ શકીએ એવી માં પદ્માવતીના ઈતિહાસને બદલીને અલગ રીતે ફિલ્‍મમાં પ્રસ્‍તુત કરવામાં આવી રહેલ છે તેમનો વિરોધ અમરેલી જીલ્‍લામાં ગઈકાલે રાજુલા અને ખાંભામાં રોડ રસ્‍તા ચક્કાજામ કરીને ટાયરો સળગાવીને વિરોધ થયો હતો. તો આજે ક્ષત્રિય સમાજે શાંત રીતેકલેકટરને આવેદન પત્ર પાઠવીને ચીમકી પણ ઉચ્‍ચારી હતી અને જરૂર પડયે ફિલ્‍મ રિલિઝ કરનારા સિનેમાઘરોમાં તાળાબંધી કરવાનો ઉલ્‍લેખ આવેદન પત્રમાં કર્યો હતો.

અમરેલી વિદ્યાસભા સ્‍કૂલમાં સુભાષચંદ્ર બોઝનાં જન્‍મદિનની ઉજવણી

????????????????????????????????????

અમરેલી, તા. ર3

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા શાળા તથા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શાળાનાં સંયુકત ઉપક્રમે તા. ર3/1/18ને મંગળવારનાં રોજ ભસુભાષચંદ્ર બોઝનીભ જન્‍મદિનની ભવ્‍ય ઉજવણી કરવામાં આવેલ. જેમાં સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક હસુભાઈ પટેલ ઘ્‍વારા સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્‍પહાર તેમજ દિપપ્રાગટય કરી જન્‍મદિનની ભવ્‍ય ઉજવણી કરેલ તેમજ વિદ્યાર્થીઓને પ્રસંગને અનુરૂપ વકતવ્‍ય આપી સુભાષચંદ્રના જીવન ઝરમર વિશે વિસ્‍તૃત સમજ આપી હતી. આવા મહાન વીરસપૂતના જીવન- કાર્યમાંથી પ્રેરણા મેળવી દેશભાવના વિકસાવવાની જરૂર સમજાવી હતી.
આમ વિદ્યાસભા સંસ્‍થા પરિવાર ઘ્‍વારા આવા મહાન વિભૂતિઓને યાદ કરી વિદ્યાર્થીઓને તેમના આદર્શ બનાવવાની પ્રેરણા પુરી પાડે છે.

અમરેલીમાં ઓરેન્‍જ બજાજ ર્ેારા બજાજની નવી બાઈકસ ડિસ્‍કવર 110 અને 1રપ સીસી લોન્‍ચ કરાઈ

બજાજ ઓટોના અમરેલી જિલ્‍લાના એકમાત્ર ઓથોરાઈઝડ ડીલર મૃણાલ ગાંધીએ નવી પ્રીમિયમ એકઝીકયુટીવ ડિસ્‍કવર 110 અને ડિસ્‍કવર 1રપ લોન્‍ચ કરવાની જાહેરાત કરી. નવી સ્‍ટાઈલીશ દેખાવ, શકિતશાળી દેખાવ અને પ્રથમ-ઈન-કલાસ ડબલ એલઈડી ડીઆરએલએલ (દિવસ ચાલી રહેલ લાઈટ્‍સ) હેડલેમ્‍પસ સાથે આવે છે. ર004માં તેની લોન્‍ચિંગ પછી, ડિસ્‍કવર બ્રાન્‍ડ તેના શ્રેષ્ઠ દેખાવ અને વિશિષ્‍ટ સ્‍ટાઈલ માટે જાણીતું છે. નવી ડિસ્‍કવર 110 અને 1રપ તેના સેગમેન્‍ટમાં ઘણા બધા વિશિષ્ઠ લક્ષણો ધરાવે છે. લોન્‍ચ પર ટિપ્‍પણી કરતા, બજાજ ઓટો લિમિટેડના એરિયા મેનેજર સન્‍ની સાવલિયા જણાવે છે કે, ભભબજાજે 100 સીસી સેગમેન્‍ટમાં પ્‍લેટીના કન્‍ફોર્ટક એન્‍ડ સીટી 100 સાથે નોંધપાત્ર અસર કરી છે. આબાઈકસમાં પ્રથમ વાર ડીઆરએલ હેડલેમ્‍પસઅને ડિજિટલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ ડિસ્‍પ્‍લે પેનલ સાથે આવે છે. નવા પ્રીમિયમ એકઝીકયુટીવ ડિસ્‍કવરમાં અનન્‍ય લેડ ડીઆરએલ હેડલેમ્‍પસ આવે છે, જે બાઈકને ખૂબ સ્‍ટાઈલીશ દેખાવ આપ્‍યા સાથે તેઓ ઈંધણ પર કોઈ નોંધપાત્ર અસર વિના તેમને આકર્ષક બનાવીને સલામતી વધારે છે. બંને ડિસ્‍કવર્સ નવા લાંબા સ્‍ટ્રોક એન્‍જિનો સાથે આવે છે જે તેની શ્રેણીમાં ટોર્ક અને પાવરમાં સર્વશ્રેષ્ઠ છે. નવા લોન્‍ચ ડિસ્‍કવર 110 એ એડવાન્‍સ 4 સ્‍ટ્રોક, એર કૂલ્‍ડ, સિંગલ સિલિન્‍ડર 11પ.પ સીસી ડીટીએસ-ઈ એન્‍જિનથી સજજ છે, જે 8.6 વર્ગની અગ્રણી પીએસ અને 9.81 એનએમ ટોર્ક આપે છે. ડિસ્‍કવર 16 ટકા લાંબા સમય સુધી સસ્‍પેન્‍શન અને વધારાની આરામવાળી બેઠકોથી સજજ છે, જે દિવસની સવારીનીઆરામદાયક ઉમેરો કરે છે. ડી 110 રૂા.પ0,496 (એકસ- શોરૂમ ગુજરાત) ની કિંમતે ઉપલબ્‍ધ થશે. જયારે ડિસ્‍કવર્ક 1રપ અનુક્રમે રૂા.પ3,491 અને રૂા. પ6,314 ના ભાવે ઉપલબ્‍ધ થશે, ડ્રમ અને ડિસ્‍ક વર્ઝન અનુક્રમે (એકસ શોરૂમ ગુજરાત). બન્‍ને વિકલ્‍પો ત્રણ રંગોમાં ઉપલબ્‍ધ હશે – બ્‍લેક, રેડ અને બ્‍લુ. નવા ડિસ્‍કોવર્સની રજૂઆત સાથે, ઓરેંજ બજાજ ર્ેારા ભવ્‍ય સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું. જેમાં અગ્રણી બેંકના કર્મચારી અને વહાલસોયા ગ્રાહકોની ભવ્‍ય હાજરી સાથે 6 બાઈકસનું વેચાણથયું. આ ભવ્‍ય પ્રતિસાદને કારણે અમરેલીમાં ડિસ્‍કવર ધૂમ મચાવશે તેવું મૃણાલગાંધી પ્રેસ સાથે વાત કરતાં જણાવે છે.

પાડરશીંગામાં વતનપ્રેમી દવા ઉત્‍પાદકે ઘરડાઘર બનાવ્‍યું

પાડરશીંગાના સામાન્‍ય ખેડૂત પરિવારના ભાયલાલભાઈ જાગાણી હાલ અંકલેશ્‍વરમાં દવા ઉત્‍પાદકમાં ખૂબ નામ, દામ કમાયા અને વાસ્‍તવિક સમસ્‍યાની સુંદર સૂઝ ધરાવતા સંત સ્‍વામી સચ્‍ચીદાનંદના સંપર્કથી વિશ્‍વભરનાઅનેક દેશમાં પ્રવાસ ખેડી વાસ્‍તવવાદી વિચારસરણીથી પોતાના ગામથી શુભ શરુઆત કરી અશકત વૃદ્ધ નિરાધાર માટે સુંદર સંકુલ બનાવ્‍યું. દાન ધર્મ પરોપકારની ખરી જરૂરિયાત કયાં છે માનવ સેવા માધવ સેવા છે જીવતા માનવને ગૌરવ પૂર્ણ જીવન કેમ આપી શકાય મનુષ્‍ય ઉચ્‍ચતર જીવન કેમ જીવી શકે તેવા ઉમદા વિચારો સાથે વિશાળ જગ્‍યા પર નિરાધાર આશ્રમ નિર્માણ કરાવ્‍યો. નિરાધાર આશ્રમમાં પ્રવેશતાની સાથે જ નીરવ શાંતિ કુદરતી પ્રકૃતિ વન્‍યસંપદા પક્ષીનો મધુર કલરવ અંતરઆત્‍માને કુદરતની સ્‍વયમ હાજરીનો અહેસાસ કરાવતી જગ્‍યા નકળગ આશ્રમ પાડરશીંગા ગેબી પરંપરાના મહંત બાળકદાસ બાપુનો નામ જેવો જ સ્‍વભાવ ગરીબ ગુરબાઓ ભિક્ષુકને ભરપૂર ભોજન વૃદ્ધો માટે આહાર વિહારની ઉત્તમોત્તમ સુવિધાથી સજજ નિરાધાર આશ્રમ વર્તમાન સમયમાં ભાગદોડવાળી જિંદગી વૃદ્ધોનું સુંદર લાલન પાલન સેવા સુશ્રુષા સાંપ્રત સમયની માંગને પારખી વગડામાં વસંત પ્રસરાવી દેતી દુરંદેશી સ્‍વામી સચ્‍ચિદાનંદના સંપર્કમાં આવી ભાયલાલ જાગાણી વિશ્‍વના અનેકો દેશના ભ્રમણ બાદ વાસ્‍તઃવિક સમસ્‍યાનો સુંદર દ્રષ્‍ટિકોણ ધરાવે છે વર્તમાન સમયમાં માનવ સેવા જ માધવ સેવા છે. વૃદ્ધોની લાચાર સ્‍થિતિ દીકરા દીકરીઓ શહેરમાં વૃદ્ધોને નિર્વાહ માટે સામાન્‍ય રકમ આપી જવાબદારીમાંથી મુકત રહેતા સંતાનો ભવિષ્‍ય માટે શહેર જીવન જીવીરહૃાા છે ત્‍યારે વૃદ્ધોનું કોણ ? આવો વિચાર કરી ભાયલાલ જાગાણીએ ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં અદ્યભૂત વ્‍યવસ્‍થા ઉભી કરી નાના એવા પાડરશીંગામાં વાત્‍સલ્‍યના ઘેઘુર વડલા જેવી વિશાળ સંસ્‍થા ર્ેારા આહાર વિહાર સાત્‍વિક ભોજન આનંદ પ્રમોદ કુદરતી વન્‍યસંપદા ધર્મ ઘ્‍યાન સહિત તમામ સુવિધા સાથે નિરાધાર આશ્રમ બાંધી માનવતાનું વંદનીય કાર્ય કર્યુ છે. પાડરશીંગા ગામમાં પ્રવેશતાની સાથે જ આશ્રમ માનવીને વિચારમગ્ન કરી દે તેવું સુંદર સંકુલ અને ઉત્તમોત્તમ વ્‍યવસ્‍થા ગામના અગ્રણી ઉદ્યોગપતિની દુરાંદેશી વૃદ્ધોની ખરી વેદના પારખી કંઈક કરવાની તમન્‍નાથી કામ કરતા ભાયલાલભાઈ જાગાણીની જાગૃતિ જોઈ ગામના યુવાનો પણ તન, મન, ધનથી સહયોગ આપ્‍યો અને અદ્યભૂત કાર્ય ખૂબ ટૂંકા ગાળામાં નિર્માણ થયું.

24-01-2018